SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈના હાથમાં કલ્પવૃક્ષના પુષ્પની માળા હતી. કોઈના હસ્તમાં ગોશીષચંદન હતું. કોઈના હાથમાં ઔષધિસમૂહ હતો. કિન્નરીઓ મધુર સ્વરે કંઈ કંઈ આલાપી રહી હતી. ગંધર્વકન્યાઓ પદ્મદ્રહના સુગંધિત જળનો બધે છંટકાવ કરી રહી હતી. યક્ષકન્યાઓ આવર્તકો રચી નયનકટાક્ષો રચતી પોતાના નવા મહેમાનોનું સ્વાગત કરતી હતી. ભરત-શાસનનો બધેથી જયજયકાર પ્રવર્તી રહ્યો. એ વખતે હિમવાન કુમારે વિનંતી કરી : “અહીં એક મહાન શંગ છે. એ સો યોજન ઊંચો અને તળેટીમાં સો યોજન પહોળો છે; વિજેતાઓની કસોટી સમાન છે.' - “આપણે અવશ્ય ત્યાં જઈશું ! અગમ અગોચર પ્રદેશો ખેડવાના અમે રસિયા છીએ ! કુલકરના વંશજોને મળેલી એ પ્રકૃતિભેટ છે,” ભરતદેવે પોતાનો નિર્ણય વ્યક્ત કરતાં કહ્યું. ભરતદેવના નિર્ણય સાથે જ એ કઠિન પ્રદેશ વિધવા માટે સાહસિકોની એક મંડળી તૈયાર થઈ ગઈ. વાયુ હિમ જેવો શીતળ વાતો હતો. હિમખંડોથી આખી ભૂમિ છવાયેલી હતી, અને આ હિમખંડોની વચ્ચે જ મોટા પાણીના ધરા છુપાયેલા હતા. પ્રવાસીનો ભૂલથી એમાં પગ પડે કે એ અનંત ભૂગર્ભમાં ચાલ્યા જાય; પછી ન એને કોઈ સંભાળી શકે. ન એને કોઈ ઉગારી શકે. પર્વતારોહી મંડળીની હિમવાનદેવે આગેવાની લીધી. સેનાપતિ સુષેણને ભરતદેવે સાથે આવવાની ના કહી, પણ એ ઋષભી યોદ્ધો હવે લગભગ સ્વસ્થ થઈ ગયો હતો. કોઈ પણ વિજયમાં પાછળ રહી આસાયેશ ભોગવવાનું એ જાણતો નહોતો. એને પાછળ રાખી શકે તો માત્ર મૃત્યુ જ રાખી શકે. એણે ભરતદેવની આગળ પ્રયાણ કર્યું. - પ્રભાતનો સૂર્ય આછાં વાદળોના ગોટ વચ્ચે રમતો હતો. શિખરો પર સોનેરી કળશોમાંથી રંગ ઢોળાતા હતા. એક એક ડગ ખૂબ જ સંભાળીને મૂકવાનું હતું. એ યત્ન અને સાવધાનીમાં, આટલી શીતલ હવા વચ્ચે પણ, બધાનાં વદન પર પ્રસ્વેદનાં બિંદુ જામવા લાગ્યાં. “માનવ-પગ પહેલી જ વાર આ ભૂમિને સ્પર્શ કરતા લાગે છે !' મહામંત્રીએ કઠિન વાટ ખુટાડવા વાત આરંભી. ગર્વ કિયો સોઈ નર હાર્યો ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy