SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વામણો લાગે. આ મહાન ગિરિશૈલ ૫૨ સંસારના પહેલા ચક્રવર્તી તરીકે હું ડગ દઉં છું. મારી પૂર્વે ડગ દેનાર થયા નથી. મારી પછી ડગ દેનાર હજી જન્મ્યા નથી ! બધી જ દિશાઓ કંઈ સૂર્યને જન્મ આપી શકતી નથી ! અહીં શૈલ શૈલ પર હું ભરતની પ્રતાપમુદ્રા અંકિત થયેલી નિહાળું છું.’ મંડળ ખૂબ આગળ વધી ગયું. હવે માર્ગ વિકટ બન્યો હતો. અને માત્ર પગનું કામ નહોતું રહ્યું; આંખોને પણ પૃથ્વી પર પગ માંડીને ચાલવાનું હતું; સહેજ નજર ફરી કે ગડથોલું ખાધું સમજો ! આ તકેદારીમાં જીભ કામ કરતી બંધ થઈ ગઈ. વાટ ધીરે ધીરે વસમી થઈ રહી હતી. નાના નાના હિમખંડો પર થઈને ચાલવાનું હતું. યોદ્ધાઓ એક પછી એક પાછળ પડતા જતા હતા. થોડે થોડે છેટે થોડા થોડા માણસો કાં પડીને, કાં હાથપગ ભાંગીને, કાં એક નજરની બે નજર થઈ જવાથી રોકાઈ ગયા હતા. આગળ વધનારા પાછળ નિરીક્ષણ કરી શકે તેવી સ્થિતિ નહોતી. તેઓને પોતાને જ પાતળા દોર પર સ્થિર રહેનાર નટની જેમ એકાગ્ર થવું પડતું હતું. આખરે, ગણ્યાગાંઠ્યા સહચારીઓ સાથે, ભરતદેવ દુર્ગમ શૈલ પર આવી પહોંચ્યા. સ્વર્ગ પણ જેની પાસે તુચ્છ લાગે એવું મનોહારી વાતાવરણ ત્યાં હતું. આત્માના હાસ્ય જેવી ત્યાંની હવા આનંદજનક હતી. સહુએ એક વાર મહારાજ ભરતદેવનો જય' પોકાર્યો. ત્યાં પથરાયેલી ગાઢ શાન્તિ માનવ૨વથી જાણે પહેલી જ વાર કંપી રહી. પૃથ્વીનાં પંખીઓ તો ત્યાં સુધી પહોંચી ન શકતાં, પણ વ્યોમવિહારી ગરુડરાજે આ કોલાહલ સાંભળી પોતાની પાંખો ફેંકાવી. મહારાજ ! આ શૈલેન્દ્રના કિનારાની શિલાઓ પર આપનું નામ ચક્રવર્તી તરીકે અંકિત કરો !’ હિમવાનદેવે કહ્યું. ભરતદેવે એ માટે અનુમતિ આપતાં કાકિણીરત્ન અગ્નિમય અસ્ત્ર સાથે હાજર થયું. એણે કહ્યું : સ્વામી દર્શાવે તે શિલા પર લેખ કોતરું !’ ભરતદેવે કિનારાની એક સ્ફટિક શિલા પર દૃષ્ટિસંકેત કર્યો. કાકિણીરત્ન તરત જ ત્યાં ગયું, ને એણે એના ૫૨ હાથ પસવાર્યો, તો ત્યાં કંઈ ગર્વ કિયો સોઈ નર હાર્યો. ૨ ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy