SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કોતરાયેલું માલુમ પડ્યું! એણે પાસે બેસી તીક્ષ્ણ નજરથી જોયું ને આશ્ચર્ય સાથે કહ્યું : “સ્વામી ! યુગોની પહેલાં કોઈ ચક્રવર્તી અહીં આવી ગયા લાગે છે. એણે પોતાની પ્રશસ્તિ અહીં કોતરાવેલી છે ! શું આપણા પહેલાં પણ કોઈ અહીં આવ્યું છે ? અસંભવ !” મહારાજ ભરતદેવના ગર્વને અણધારી ઠેસ વાગી. અને આવનાર તે પણ ચક્રવર્તી ? સુષેણના શબ્દોમાં વધારે આશ્ચર્ય ભર્યું હતું. હા, ચક્રવર્તી ! છ ખંડના વિજેતા !” કાકિણીરત્ન નીચે વળીને ધ્યાનથી લેખ વાંચતાં દઢતાપૂર્વક ઉચ્ચાર્યું. અસંભવ ! પણ હું કાં ભૂલું? સંસારમાં ઘણી વાર અસંભવ જ વિશેષ સંભવિત થતું નીરખાય છે. આ પક્ષપાતહીન પાષાણ જૂઠું શા માટે બોલે ?” ભરતદેવ વિચાર કરી રહ્યા. એમના ગર્વના દુર્ગને વિવેકરૂપી હસ્તી ખળભળાવી રહ્યો. મહારાજ ભરતદેવે તરત જ ભગવાન ઋષભદેવનું ધ્યાન કર્યું ને ગર્વને વશ કર્યો, અને પછી સહજ સ્વાભાવિકતાથી કહ્યું : “હોઈ શકે છે, સુષેણ ! બહુરત્ના વસુંધરા. યુગે યુગે કોઈ એકાદ વિરલો ન પાકે તો ધરતી રસાતાળ જાય. વારુ, પેલી બીજી શિલા પર આપણો લેખ કોતરો !” કાકિણીરને બીજી શિલા પાસે પોતાનું આસન વાળ્યું, અને લેખ કોતરવાની તૈયારી કરી, ત્યાં તો વળી એણે ત્યાં પણ કંઈક જોયું ને એનાથી ચીસ પડાઈ ગઈ : “અરે ! અહીં પણ કોઈની પ્રશસ્તિ આલેખાયેલી છે ? ‘ઘેલો છે રે ! જ્યાં ને ત્યાં પ્રશસ્તિ જ જુએ છે ! આટલા દુર્ગમ પહાડો ભેદી, આટલી દુર્મદ જાતિઓને વશ કરી અહીં આવવું કંઈ સહેલ નથી. આ તે કંઈ ધોરી માર્ગ છે કે જે હોય તે આવે ને પોતાનો લેખ લખી જાય?” ભરતદેવ એકદમ લાગણીવશ બનીને પાસે સર્યા. પણ જઈને જુએ છે તો ખરેખર, એક યુગ પહેલાં થયેલા ચક્રવર્તીનો શિલાલેખ ! ભરતદેવના વિજેતા તરીકેના ગર્વને ફરી એક વાર સજ્જડ ફટકો પડ્યો. સેનાપતિ સુષેણ તો ચક્રવર્તીપદને આટલું સામાન્ય બનતું જોઈ આશ્ચર્યમાં અવાક્ બની ગયો. ‘વારુ, પેલી શિલા પર લેખ કોતરો !” સેનાપતિ જયકુમારે દૂરની શિલા તરફ આંગળી ચીંધતાં કહ્યું. ૧૫૦ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy