SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કાકિણીરત્ન પોતાની સાધન-સામગ્રી લઈ ત્યાં આગળ ગયું. પણ ન જાણે આજે એ કેવા શુકને નીકળ્યું હતું કે ત્યાં પણ જઈને જુએ છે, તો કોઈ ભૂતકાળના યશસ્વી ચક્રવર્તીનો લેખ ! એણે સાધેલા છ ખંડની ભારે વિસ્તારપૂર્વક પ્રશંસા ત્યાં કવિત્વભરી રીતે કોતરેલી હતી. મહારાજ ભરતદેવ તો મૌન બની ગયા. એમના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. પછી તો કાકિણીરત્ને ને મંત્રીરાજે આ શૈલની તમામ શિલાઓ તપાસી લીધી. પણ એક ઉપર પણ નવા વિજયલેખ આલેખવા જેટલી ખાલી જગ્યા નહોતી ! મહારાજ ! આ બધી શિલાઓનો એક પણ ભાગ પ્રશસ્તિલેખ વગર ખાલી નથી. અનેક ચક્રવર્તીઓ અહીં આપણા પહેલાં આવ્યા છે ને ગયા છે ! આ પૃથ્વીને પહેલી વાર સેવવાનો આપણો ગર્વ નિરર્થક છે. ભૂત, ભાવિ ને વર્તમાન ન જાણે કેવા કેવા નરપુંગવો સાથે ખડાં છે ! અસ્તુ ! એક શિલા પરથી કોઈ પણ ચક્રવર્તીનું નામ ભૂંસીને ત્યાં આપણો લેખ કોતરીએ.’ હા, અહીં અપૂર્વનો ગર્વ નિરર્થક છે. આ પૃથ્વી પર ન જાણે મારા જેવા તો કેટલાય ચક્રવર્તીઓ થઈ ગયા હશે, ને કેટલાય મૃત્યુની ગોદમાં સદાને માટે છુપાઈ ગયા હશે ! દરેક ચક્રવર્તીએ પોતાના સામર્થ્યનો ગર્વ કેળવ્યો હશે. એણે કહ્યું હશે, કે સંસારમાં આવાં પરાક્રમો કરનારો તો હું એકલો જ ! અરે, એ પણ આપણા જેવા જ ગર્વથી આ શૈલ પર ચઢ્યો હશે ને આપણી જેમ એના ગર્વના પણ આ હિમખંડની જેમ ખંડખંડ ટુકડા થયા હશે. લખો, કાકિણીદેવ ! હું લખાવું એ રીતે આપણો લેખ લખો !' મહારાજ ભરતદેવ બોલતાં બોલતાં દિગંત પર મીટ માંડી રહ્યા. એમનું ઊંચું ઊઠેલું મસ્તક આપોઆપ નીચે નમી ગયું હતું. કાકિણીરત્ને એક શિલા પરથી જૂનો કીર્તિલેખ ભૂંસી નાખ્યો ને નવો લેખ લખવા એ તૈયાર થઈ રહ્યું. મહારાજ ભરતદેવે લેખ લખાવવાનો પ્રારંભ કર્યો : ‘સ્વસ્તિશ્રી, ઇક્ષ્વાકુકુલોત્પન્ન, ઋષભદેવપુત્ર, ચારે દિશા સમેત છ ખંડ પૃથ્વીનો સ્વામી ભરતદેવ હું પોતે આ લેખ લખું છું – લખાવું છું – ‘હું ધર્મવિજયી ભગવાન ઋષભદેવનો પુત્ર છું. Jain Education International ગર્વ કિયો સોઈ નર હાર્યો * ૧૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy