SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ તો ભલા, બધા ભગવાન પાછળ ચાલી નીકળ્યા, તો એમનું અહીં શું દાટ્યું હતું !' તો પછી યુદ્ધપ્રવાસમાં સ્ત્રીરત્ન તરીકે શા માટે સુંદરીનું નામ પ્રગટ કરતા નથી ?” એકે મુખ્ય વાત પર આવતાં સવાલ કર્યો. એ વાતની તો ચોરે ને ચબૂતરે ચર્ચા થાય છે. સુંદરીથી તે વળી બીજી સુંદર સ્ત્રી કોણ છે ? એક વાર મહારાજ ભરતદેવ આઘાપાછા હોય તો આખી સેનાનો ભાર ખેંચે તેવા છે ! યુદ્ધમાં તો એ જોવા જેવાં છે !” વાત સાચી છે. પણ કહે છે, કે હમણાં હવા બદલાઈ ગઈ છે. ભગવાન વૃષભધ્વજ સાથે એ જવા ચાહતાં હતાં, ને ભરતદેવે રોકી લીધાં. કહે છે કે ત્યારથી એમના ચિત્તને ઉદાસી વ્યાપી ગઈ છે.' કોઈ જાણકાર લાગતા માણસે કહ્યું. વાત સાચી છે. પહેલાં તો એક માના પેટે જન્મેલાં સ્ત્રી-પુરુષ પતિ-પત્ની તરીકે યોગ્ય લેખાતાં. હવે તો ભગવાન વૃષભધ્વજે આખી વાત ફે૨વી નાખી, દિવસ ને રાતને જુદાં જુદાં કરી નાખ્યાં. એમને ભાઈ-બહેન ઠરાવ્યાં. ને પતિપત્ની માટે તો જુદાં જુદાં સ્ત્રીપુરુષોને નક્કી કર્યાં. આમ કરતાં ભરતને સુંદરી સોંપી, બ્રાહ્મી બાહુબલિને સોંપી. આવી સુંદરી જેવી સ્ત્રી મળી, પછી કોઈ એને તજી શકે ખરો ? ભરતદેવ સત્યના પૂજારી છે, એટલે એમણે સ્પષ્ટ રીતે ના કહીને જવા ન દીધાં, અંતરનો પ્રેમ એમ રોક્યો રોકાય ખરો ?” પ્રેમ ન કહો. હવે બધા એને મોહ કહે છે.' ‘અલ્યા ! સ્ત્રી-પુરુષનો સર્જનનો સંબંધ, એનેય વખોડો છો ?” હા, હા, હવે તો બધી વાતો ઊંડી ઊંડી ગઈ છે. સમજ્યા વગર, વિચાર્યા વગર કંઈ સૂઝે જ નહિ, કહે છે કે સ્ત્રીપુરુષ જો વાસનાને તૃપ્ત કરવા એકબીજાને ચાહે, તો એ મોહ. એમાં બંનેને કંઈક સ્વાર્થ છે, કંઈક લેવા-દેવાનું છે. સાચો પ્રેમ તો કશા પણ સ્વાર્થ વગરનો હોય. બાહુબલિ ને બ્રાહ્મીદેવીનો સંબંધ એ પ્રેમસંબંધ !’ ને મહારાજ ભરતદેવ ને સુંદરીનો સંબંધ એ મોહસંબંધ ? સ્વાર્થસંબંધ ?” પ્રશ્ન કરનાર આટલો ઊંડો ઉત૨વાથી જાણે થાકી ગયો હતો. એને તનના પરિશ્રમ કરતાં મનનો આ પરિશ્રમ ભારે લાગ્યો. ‘તો પછી, ભઈલા ! આ સંસાર ચાલી રહ્યો ! અલ્યા, મોહ હતો તો કવિ ને ચિંતકનો જન્મ * ૫૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy