SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે બધા જન્મ્યા ! જો બધા બ્રાહ્મીની જેમ વન-જંગલમાં ચાલી જાય, તો આ બ્રહ્માંડ સૂનું થઈ જાય ! ભગવાન વૃષભધ્વજને શિષ્ય-શિષ્યા કયાંથી મળે, ને ભરત ચક્રવર્તીને સેના પણ ક્યાંથી મળે ?” અલ્યા, ભગવાને આટલાં વર્ષ તમને સમજણ આપી પણ તમે ભોટના ભોટ રહ્યા !' ભાઈ ! વૈતાઢ્ય પર્વત ચઢવો સહેલો છે, ત્યાં વસતો ગાંડો હાથી નાથવો સહેલ છે, એને નાથીને પકડી લાવવો સુકર છે, લાવીને એને ડાહ્યો કરવો પણ સુલભ છે, પણ આ તમારા વિચારોની ખીણોમાં ઊંડા ઊતરવું, એનું મનન કરવું, એમાંથી નવનીત તારવવું મુશ્કેલ લાગે છે ! આ તો અંધારા કૂવામાં ઊતરવા જેવું આકરું લાગે છે. હં, આગળ કહો, શું કહેતા હતા ?” અલ્યા, આ તો નિસરણીનાં પગથિયાં છે. ભગવાને પહેલાં માણસ બનવાનું કહ્યું. પછી શિલ્પ શીખવ્યા ને શિલ્પકાર બનાવ્યા. એ પોતે રાજા બન્યા ને આપણને પ્રજા બનતાં શીખવ્યું. પછી પોતે સર્વસ્વ ત્યાગીને સાધુ બન્યા ને આપણને ત્યાગ કરતાં શીખવ્યું. ત્યાગી બનવું ઉત્તમ છે, પણ કંઈ બધા ત્યાગી થોડા બની શકે છે ?” ‘હવે સમજ્યો. જેમ ત્યાગી બનવું ઉત્તમ છે, પણ બધા ત્યાગી બની શકતા નથી, એમ જ આ મોહ ને પ્રેમની વાત છે. મોહ થવો સ્વાભાવિક છે, પણ પ્રેમ તો સર્વશ્રેષ્ઠ છે.’ મહાદેવી સુંદરીને એ સર્વશ્રેષ્ઠ વસ્તુનો ચાહ જાગ્યો છે !' “સમજ્યા ! સમજ્યા ! પણ આ વિચાર, ચિંતન, મનન પણ એક અજબ વસ્તુ છે, હો ભાઈ ! માણસનું રૂપ જ ફેરવાઈ જાય છે. એક માણસ અત્યારે સામાન્ય લાગતો હોય, કાલે મોટો લાગે. આજ મોટો લાગતો હોય, ને ઊંડા ઊતરીએ એટલે વળી પાછો નાનો લાગે. આ વિદ્યા તો સાવ નવી હો !' અરે ! આ ચિંતનવિદ્યાનો વધુ પ્રચાર થશે, ત્યારે તો આખી દુનિયા પલટાઈ જશે. જોજો ને ! અજબ ચમત્કારી વસ્તુ છે. ત્યા૨ે તો માણસ માણસનો દુશ્મન મટી જશે. બધા ભાઈભાઈ થઈ જશે.’ ભાઈ ! ત્યારે તો મહારાજ ભરતદેવના ખગ કરતાંય એ વિદ્યા વધુ તીક્ષ્ણ ખરી !' ખરી ! ખરી ! કોઈ મારે તોય આપણે એને ન મારવો.’ ૫૬ ૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy