SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ “તો શું કરવું? ઊભા ઊભા રોવું?” ના, ના, એને માફી આપવી. કહેવું કે મારવા ધારું તો મારી શકું છું, પણ જા, નથી મારતો. તારા જેવો હલકો નથી બનતો !' “કોઈ આપણને મારે, અને આપણે એને મારીએ, એમાં વળી હલકું શું ને ભારે શું? એક જણ આપણા પર કાદવ ઉડાડે, આપણે એના પર કાદવ ઉડાડીએ, કહો, આમાં બંને બરાબર ને ?” હા, બંને બરાબર.' અને એક ઉડાડે ને બીજો ન ઉડાડે, ઊલટો ઉડાડનારના હાથ લૂછે, તો બેમાં સારો કોણ ?” ભાઈ ! વિચારવા જેવું તો ખરું! માળું, આ વિચારનું ભૂત પણ કંઈ અજબ જેવું વળગતું જાય છે !” ‘પણ આ આડીઅવળી વાતમાં ખરી વાત તો રહી ગઈ! સ્ત્રીરત્ન તરીકે કોનું નામ આવશે ?” ‘એ તો જે આવશે તે. મને તો લાગે છે કે મહાદેવી સુંદરીનું જ નામ આવશે.” આવવું તો એ જ જોઈએ. પણ રંગઢંગ કંઈક જુદા લાગે છે. મહાદેવી સુંદરીનો આવાસ હજી પ્રવાસની તૈયારીઓ વગરનો સાવ શાત્ત છે. - અરે ! હવે આજકાલમાં જ ખબર પડશે. જુઓ ને પેલો બુંગિયો વાગી રહ્યો છે!” બુંગિયા ઢોલનો અવાજ ગાજી રહ્યો હતો. એ દ્વારા સ્પષ્ટ જાહેરાત થતી હતી કે બે દિવસ પછી મહારાજ ભરતદેવ પોતાની વિજયી સેના સાથે કૂચ કરશે. બુંગિયા ઢોલના મેઘગંભીર અવાજમાં નગરજનોની સ્ત્રીરત્ન સંબંધી જિજ્ઞાસા કયાંય લુપ્ત થઈ ગઈ. કવિ નેચિંતકનો જન્મ ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy