SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલમાં મંગલ ઉત્સુકતાભર્યો શરદઋતુનો એ દિવસ ઊગ્યો ને આથમી પણ ગયો. આખી વિનીતાનગરી સવારથી સાંજ સુધી હાલકડોલક થઈ ગઈ. મહારાજ ભરતદેવની સવારી પૃથ્વી પર દિગ્વિજય સાધવા અર્થે વિનીતાનગરી છોડી ગઈ, સાથે માનવમેદનીથી ધમધમી રહેલી નગરી પણ સાવ સ્મશાનવત્ શૂન્ય બની ગઈ. એ સવારી નીરખનારનાં નયન તો ધન્ય બન્યાં, પણ જીવન પણ ધન્ય બન્યાં. ચક્રરત્ન સાથે જયમંગલ હસ્તી પર બેઠેલા મહારાજ ભરતદેવ ને દંડરત્ન સાથે કુવલયાપીડ અશ્વ પર બેઠેલા સેનાપતિ સુષેણ ને કાકિણીરત્ન સાથે રથમાં બેઠેલ પુરોહિતરત્ન સુમતિસાગરની ત્રિપુટી ઇંદ્રનાં તેજ, સૂર્યનો પ્રતાપ ને ચંદ્રની સુધા લઈને નીકળેલી લાગતી હતી. ઉગ્ર, ભોગ, રાજન્ય ને નાગ ક્ષત્રિયોની સેનાનો દેખાવ પણ હૈયાને મુગ્ધ કરી નાખે તેવો હતો. ચારે દિશાઓ મંગલ સ્વરોથી બધિર બની ગઈ હતી. પૃથ્વી ને આકાશ ચરણરેણુથી આચ્છાદિત થઈ ગયાં હતાં. શરદકાળનો સૂર્ય કમળવનોને વિકસાવતો જાય, એમ આ ભરતદેવની સવારી પૃથ્વીને પાવન કરતી આગળ ને આગળ ધપવા લાગી. વસંત ઋતુનું આગમન થાય, ને જેમ ઉજ્જડ અરણ્ય ઝાડપાનથી પ્રફુલ્લિત થઈ જાય, એમ જ્યાં જ્યાંથી આ સવારી પસાર થતી, ત્યાં ત્યાં જંગલમાં મંગલ વર્તી જતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy