SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સજીવ રત્નો છે, ને સાત નિર્જીવ છે. મંત્રી સુમતિસાગરે આ પ્રસંગને અનુલક્ષીને કહ્યું, “આ ચૌદ રત્નોમાં અગિયાર રત્નોની આપની આજ્ઞા મુજબ રચના થઈ ચૂકી છે. પુરોહિતરત્ન, સેનાપતિરત્ન ને સ્ત્રીરત્નની નિમણૂક આપને માટે બાકી રાખી છે. શેષ રત્નોનું આપ નિરીક્ષણ કરી લો. વળી દેશદેશથી નિમંત્રેલું ને આપણા નિમંત્રણથી દિગ્વિજય માટે સજ્જ થઈને આવેલું સામંતમંડળ આપના આદેશને અનુસરીને એકત્ર થયેલું બહાર બેઠું છે. આપ તેઓને દિગ્વિજય સંબંધી કંઈક સંબોધશો, એવી તેઓ આશા રાખે છે.' અવશ્ય ! પંખીને જેમ પાંખો હોય છે, ને પીંછાં હોય છે, ને તેના બલ પર તે નિરાધાર આકાશમાં પણ નિર્ભય ઊડી શકે છે, એમ મારાં પણ આ બધાં પીંછાં ને પાંખો છે, જેના બળ પર હું નિર્ભર છું. પીછાંરૂપ તે આ સામંત વર્ગ ને પાંખરૂપ તે પુરોહિત ને સેનાપતિ ! મંત્રીરાજ સુમતિસાગર ! તમે મારા પુરોહિતરત્ન છો, ધર્મ-નીતિમાં સહાયક છો. ને આ કાલાગ્નિ જેવો દુસહ ને ગરુડની જેમ આખી પૃથ્વીને પેખનાર સુષેણ મારું સેનાપતિરત્ન છે. એ સર્વ આર્ય તથા મ્લેચ્છ ભાષાઓનો જ્ઞાતા ને લિપિપંડિત છે. શરીરધારી ધનુર્વેદ હોય તેમ એ સર્વ આયુધોમાં કુશળ અને ઇંદ્ર ને સૂર્યનો સમોવડિયો છે.” મહારાજ ભરતદેવે એક આદર્શ નેતાને છાજે તેવા પ્રેરક શબ્દોમાં સહુને સંબોધ્યા. ‘અમને રત્ન કહીને આપ અમારી યોગ્યતાથી પણ વધુ અમને માન આપો છો. સ્વામી, હજી તો અમારે સેવકપદ પણ ચરિતાર્થ કરી દેખાડવાનું બાકી છે. મંત્રી અને સેનાપતિએ વિનમ્રતાપૂર્વક કહ્યું. ‘એ તો પુત્રનાં લક્ષણ પારણામાંથી પરખાય. સેનાપતિજી ! ચાલો, અન્ય રત્નોની વિશેષ પિછાન કરીએ. યુદ્ધના ઝંઝાવાતો જાગશે ત્યારે તો ન જાણે કોણ ક્યારે મળશે !” - “સ્વામી ! એક ચક્રરત્ન, બીજું પુરોહિતરત્ન, ત્રીજું સેનાપતિરત્ન ને આ ચોથું ગૃહપતિરત્ન શ્રીશેખર : આપણા દિગ્વિજયની અંદર અન્ન-પાનની સમગ્ર જવાબદારી એમણે સ્વીકારી છે. આ અર્થે જંગમ અન્નશાળા એમણે ખડી કરી છે. ને તે માટે રાંધનાર, પીરસનાર, અન્ન એકત્ર કરનાર, અને શુદ્ધ કરનાર ચક્રવર્તી ભરતદેવ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy