SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નમિરાજ તુચ્છકારથી હસી રહ્યા. એમણે કહ્યું : “પહેલાં સ્ત્રી ને પુરુષ એકસાથે ખભેખભો મિલાવી મેદાનમાં ખડાં થતાં. બંને સરખી શક્તિથી યુદ્ધમાં, વિનોદમાં, વિહારમાં, શિકારમાં ભાગ લેતાં. પણ હમણાં હમણાં જોયું છે કે, સ્ત્રીઓ કમજોર ને લાગણીવેડાવાળી બનતી જાય છે. હવે પેટની દીકરીનો પણ ભરોસો ન રાખી શકાય, એવો વખત આવી રહ્યો છે !' “અવશ્ય. કારણ કે તમારી પુરુષસૃષ્ટિમાં સ્પર્ધા જાગી છે, ભેદ જાગ્યો છે, સ્વાર્થ મોટો બન્યો છે. ઈર્ષ્યા તમારી ચિરસંગિની બની છે. સ્ત્રીની સૃષ્ટિમાં પ્રેમ છે, આત્મા છે, અભેદ છે. પુરુષ ધીરે ધીરે પોતાની મહત્ત્વાકાંક્ષાનું કેન્દ્ર પોતે બનતો ચાલ્યો છે. એ પોતાની મહત્ત્વાકાંક્ષા માટે સંહાર, કc, યુદ્ધ અને ગમે તેવા ભયંકર વિનાશથી પણ પાછો હઠવા તૈયાર નથી. સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા પ્રેમની છે, અભેદની છે. એનું કેન્દ્ર પ્રેમ છે. એ પ્રેમવૃક્ષને વીંટાનારી વેલી છે,' સુભદ્રા સહેજ આવેશમાં આવી ગઈ હતી. એટલામાં વિનમિરાજે પ્રવેશ કર્યો. એમના મુખ પર અસામંજસ્ય હતું. એમણે કહ્યું : “હવે તો ભરત પોતે યુદ્ધમાં આવે છે. કદાચ એ એનું ચક્રરત્ન વાપરે !” એ ચક્રરત્ન વાપરે તો આપણું વિદ્યાચક્ર ક્યાં દૂર છે ? એમાં ભીતિ કેવી ? એનો ને આપણો વિનાશ સાથે સાથે; એનું કે આપણું એક માણસ જીવતું નહિ રહે, પછી નિરાંત થશે : ન દેખવું ન દાઝવું. ચાલો, જલદી મેદાન પર જઈ પહોંચીએ. પહેલો મારે એ કદી ન હારે.' નમિરાજના શબ્દોમાં આવેલ હતો. નમિ ને વિનમિ ઉતાવળા ઉતાવળા રણમેદાન તરફ ચાલ્યા ગયા. સુભદ્રાને છેલ્લા સમાચારે વ્યાકુળ કરી નાખી. એ ફરીથી અતીન્દ્રિય શક્તિની સાધનામાં બેસી ગઈ ! ખુદ ભરતદેવ યુદ્ધના મેદાન પર હાજર થયા. નમિરાજ ને વિનમિરાજ પણ મેદાને પડ્યા. એક તરફ ચક્રરત્ન સજ્જ થઈ રહ્યું. બીજી તરફ વિઘાચક્ર તૈયાર કરવામાં આવ્યું. બધે મોતના પડછાયા પથરાઈ રહ્યા, હાહાકાર પ્રવર્તી ગયો. આ વખતે પ્રજાએ પોકાર પાડ્યો : “અરે ! આ રાજાઓને શું સૂક્યું છે? અતીન્દ્રિય બળ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy