SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ વાર થંભી ગયા, ગરમી એમને અકળાવી રહી, એમની આંખોમાં ભય વ્યાપ્યો ને થોડી વારમાં તો એ બધાં મોં ફેરવી સાગરના જળમાં પાછાં ડૂબકી મારી ગયા. સાગરની બખોલોમાંથી નીકળેલાં વિકરાળ પ્રાણીઓ દાવાનળ જેવો અગ્નિ જોઈને પહેલાં તો ફૂગરાયાં, ઉશ્કેરાયાં, આગળ ધસ્યાં, પણ મશાલોનો તાપ ન જીરવાયાથી પાછાં ફરીને ઊભી પૂંછડીએ ભાગ્યાં. હવામાં લોહી ચૂસ જીવાત, જે ઊડતાં વાદળો જેવા થર જમાવીને ઊડી રહી હતી, તે હવે વીખરાવા લાગી. તમામ ઉપદ્રવ થોડી વારમાં શમી ગયો. સહુ કહેવા લાગ્યા : “અરે ! ભગવાન ઋષભદેવે જ આપણને અગ્નિનો પ્રયોગ શિખવાડેલો, પણ આપણે સાવ ભૂલી ગયેલા. મહારાજ ભરતદેવે તેનો કેવો સુંદર પ્રયોગ કર્યો! વસ્તુ જાણવી એના કરતાં એનો ઉપયોગ જાણવો વધુ જરૂરી છે. ખરે વખતે વીસરાઈ જાય એ વિદ્યા શા કામની ?” આ સમય દરમ્યાન મહારાજ ભરત હાથી પરથી નીચે ઊતર્યા, ને કિનારાનું એક સ્થળ પસંદ કરી ત્યાં આસન વાળ્યું. ઉપદ્રવ શાંત થતાં તે તરફ સહુનું લક્ષ ગયું. સેનાપતિ સુષેણે પ્રશ્ન કર્યો : સ્વામી ! આપ આ બાલ રમત જેવું શું કરો છો ?” ‘સેનાપતિજી ! હવે ગણતરીના સમયમાં આપણા યુદ્ધનો આરંભ થશે. યુદ્ધમાં આપણા આવેશોને અને ઈર્ષ્યાવૃત્તિઓને વિકાસ પામવાની ઘણી તકો સાંપડે છે. એ માટે યુદ્ધ કરતાં પહેલાં હું મન-ચિત્તને નિર્મળ કરવા ઇચ્છું છું જેથી નિર્મળ ચિત્તથી કરેલા કાર્યનો સદ્હેતુ શત્રુના દિલમાં પણ વસી જાય. વળી, શક્તિનો દુરુપયોગ આપણાથી ન થઈ જાય, અથવા શક્તિનો વધુ પડતો ઉપયોગ પણ ન થઈ જાય, શુદ્ધ અંતકરણનાં શક્તિ-સામર્થ્ય વિષે તો પિતાજી ઘણું કહેતા. હું આ યુદ્ધ ફક્ત શાસનના પ્રચાર માટે, માનવતાના પ્રસારણ માટે ખેડવા માગું છું – એટલું અંતરથી શત્રુને જાહેર કરવા માગું છું. અંતરના સ્વરને શત્રુની પાસે પહોંચાડવા માટે ચિત્તશુદ્ધિ કે મનશુદ્ધિ જેવો અન્ય કોઈ માર્ગ નથી.” શત્રુ પ્રત્યે પણ આટલી સહાનુભૂતિ !” સેનાપતિ ! તમે કાં ભૂલો ? પિતાજીનાં પ્રીતિશાસનનો વારસો હજી ગઈ ૬૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy