SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બાજુ સૈનિકો ખડા હતા. આ સુંદર દશ્યને તેઓ નેત્રો વિકાસીને જોઈ રહ્યા હતા. જ્યાં સ્થળ ત્યાં જળ ! કેવો ચમત્કાર ! જય હો ભરતદેવનો !” ચારે તરફથી જયનાદની વર્ષા થઈ. ભરતદેવ ગજ પરથી ઊતરીને ત્યાં આવીને ઊભા રહ્યા. એમણે થોડી વાર આ જળલીલા નિહાળી ને તરત નાની ચર્મનૌકા લઈ એમાં તરતી મૂકી. નૌકા પાણીના પૂરના વેગમાં ચકરડીભમરડી ફરી રહી. તરત જ ભરતદેવે છલાંગ મારી – એક ઘડીમાં ચર્મનૌકા પર ! અરે, પણ સ્વામી આમ મોત સાથે શા માટે ખેલે ? – દરેક સ્થળેથી હાહાકાર ઊઠ્યો. પણ એ હાહાકારને ચીરતો ભરતદેવનો સ્વર આવ્યો : “એ આવે સેનાપતિ સુષેણ! ચાલો, સામે જઈએ ! જઈને એનું સ્વાગત કરીએ !” કાંઠા પરની ચર્મનૌકાઓ ટપોટપ જળમાં ઊતરવા લાગી. બધા જાણતા હતા કે ભરતદેવનો સ્વભાવ સ્વામીભક્ત સેવકોના સન્માન માટે પાગલ બની જવાનો હતો. એ વેળા કોઈના રોક્યા એ રોકાતા નહીં ; અને જીવસટોસટના સાહસને બાળકના ખેલ સમજતા ! પણ સૈનિકો તરત જ ચર્મનૌકાઓ પર કૂદ્યા. થોડી વારમાં આ જળસૈન્યને લઈને ભરતદેવ સિંધુ-સાગરમાં પ્રવેશ્યા. જળનો રાક્ષસ પ્રચંડ મોજાં ઉછાળી આ નૌકાઓને ગળી જવા પ્રયત્ન કરતો હતો. પણ મરજીવાઓનો આ સંઘ તો અજબ હિંમતથી એની છાતી પર હસતો-ખેલતો આગળ વધતો હતો. જેમાં જોખમ નહિ, એ કાર્યની શી મજા ? આમ, ભરતદેવ મંત્રીરાજને પાછળ મૂકીને સુષેણના સ્વાગતે સિંધુની છાતી પર આરોહણ કરી રહ્યા. પ્લેચ્છ કુલ પર વિજય ૧૦૯ Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy