SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ ગ્રહવા એ જેવી હાથ લંબાવે છે, એવો એક બીજો સશક્ત હાથ વચ્ચે આડો આવી રહ્યો. રે! કોણ રોકે છે મને ? પિતા પાસે જતી રોકવાનું એ દુઃસાહસ કોણ આચરે છે ? સુંદરી પાછું વાળીને જુએ છે તો પોતાનો બાલસખા ભરત ! જેના સામર્થ્ય ઉપર, જેના વજનિર્ણય પર, જેની અદમ્ય કાંતિ પર, જેના સંસારદુર્લભ સદ્ગુણો પર ગઈ કાલ સુધી પોતે આફરીન હતી, એ જીવન સખા ભરતનો આડો હાથ ! પિતાની સાથે જવાનો નિષેધ ! સુંદરીને અનિવાર્ય રીતે રોકાઈ જવું રહ્યું ! રે ! પોતે કોને શું કહે ! એક તરફ પ્રાણપ્રિય પિતા, એક તરફ સદાનો સ્નેહી ભરત ! પિતાનો હાથ ધર્મધ્વજની જેમ લંબાયેલો જ રહ્યો, અને નાવડી મધુર નિનાદે તીર પરથી સરવા લાગી. અંદર પ્રવાસી બની બેઠેલાં બધાં મધુર રવે કૂજી ઊઠ્યાં. પ્રસન્ન ગીતલહરીથી આખું વાતાવરણ નાચી ઊઠ્યું. સહુ વિદાયના બોલ આપવા ને લેવા લાગ્યાં. પોતે વ્યાકુળ બની બેઠી. પ્રવાહમાં ઝંપલાવવા કદમ બઢાવ્યા, પણ વચ્ચે ભરતદેવે એને રોકી લીધી. એનાથી ચીસ નીકળી ગઈ : પિતાજી' મેઘગર્જના જેવો પિતાજીનો સ્વર આવ્યો : “સુંદરી ! હવે રોકાઈ જા ! સમયને ધીરજથી શોભાવ ! ભરતને નિરાધાર ન કર ! તારા નિરધારને શિથિલ ન કર !” નિરધાર ને નિરાધારતાનું કેવું કંઠ ! નાવ ચાલી ગઈ ! સુંદરી જોતી રહી ગઈ. જાણે પ્રાણ ચાલ્યા ગયા ને દેહ રહી ગઈ ! આમ વિસ્મૃતા બનીને સુંદરી દૂર દૂર પ્રવાહ પર દૃષ્ટિ છોડાવી રહી, એ પ્રવાહ પર એક પ્રેમભરી સૃષ્ટિ રચી રહી. પણ નાના હરણ-બાળ જેવી એની દૃષ્ટિ પણ કેટલે સુધી દોડે ! થોડે જઈને એ અટકી રહી ! એક આંસુ મોતી બનીને છીપમાંથી બહાર આવ્યું, ત્યાં સુંદરીને શોધવા આવતા વ્યગ્ર ભારતની બૂમ સંભળાઈ. સુંદરી !” ૨૪ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy