SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આપ ભરતદેવના કોણ છો ? પાર્શ્વચર કે અનુચર ? કૃપયા મારાં ઉત્કંઠિત નયનોને શીઘ્ર ભરતદેવનાં દર્શન કરાવો !’ ચાલો ! ભરતદેવ પણ આપનું જ સ્મરણ કરી રહ્યા છે. આગંતુક વ્યક્તિએ કહ્યું ને માગધદેવની આંગળીમાં આંગળી પરોવી ચાલવા માંડ્યું. માગધદેવે આખે રસ્તે ભરતદેવના સ્વરૂપ વિષે જ વાતચીત કરી. એ કેવા હશે ને કેવા નહિ !' થોડી વારમાં બધા ભરતદેવના આવાસમાં આવીને ઊભા રહ્યા. પણ રે ! ખુદ ભરતદેવ જ ત્યાં નહિ ! મને ભરતદેવ બતાવો !” માગધદેવે ઉત્કંઠાપૂર્વક કહ્યું : ‘હું એમને મળવા આવ્યો છું. મારે એમના મિત્ર બનવું છે.’ જરૂર ભરતદેવ મળશે. આવો, આ સિંહાસન પર બેસો.’ પેલા સુંદર પુરુષે સિંહાસન ત૨ફ લક્ષ કરતાં કહ્યું. ‘થોભો, મહારાજ !’ સેનાપતિ સુષેણનો અવાજ ગાજ્યો. કોણ મહારાજ ! અહીં ભરતદેવ સિવાય વળી બીજા કોઈ મહારાજ છે કે ” માગધદેવ આશ્વર્યમાં ડૂબી ગયો. એણે જોયું કે સહુની વિનમ્ર દૃષ્ટિ એની સાથે સાથે આવેલા પુરુષ પર મંડાઈ ગઈ હતી. ‘કોણ, આ મહારાજ ભરતદેવ ? ન હોય !’ અને માગધદેવે પોતાની સાથેના પુરુષ પર પોતાની દૃષ્ટિ ઠેરવી. બાલસૂર્યની શીળી પ્રભા જાણે અદૃશ્ય થઈ રહી હતી. ને મધ્યાહના સૂર્યનો પ્રખર તાપ ત્યાં આવીને તેજ પ્રસારતો હતો. માંડી મીટ મંડાતી નહોતી. નક્કી એ જ ભરતદેવ ! માગધે આશ્ચર્ય સાથે નક્કી કર્યું. * શું કહો છો, સેનાપતિ ” ભરતદેવના અવાજમાં ટંકાર હતો. સ્વામી ! માગધદેવે આપની નિંદા કરી હતી.' સેનાપતિ સુષેણે મસ્તક નમાવીને કહ્યું : ‘કોઈ પણ નિંદકને સ્વામીના સિંહાસનની સમીપ સ્થાન ન મળી શકે ! એણે તો પહેલાં ગુનેગાર તરીકે ખડા થવાનું હોય, અપરાધની આલોચના કરવાની હોય. આખી ભરત-સભા આ મંતવ્યમાં માનતી હોય એમ મસ્તક ધુણાવી રહી ને નેત્ર ખેંચી રહી. ભરતદેવે એ સામે કંઈ ન કહ્યું, ફક્ત પોતાનાં પ્રભાવંત ૭૨ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy