SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ તેજભર્યો એક પુરુષ સામેથી આવતો દેખાયો. નકરો લોહીથી ઘડાયેલો હોય એવો એનો દેહ હતો. વૈતાઢ્ય પર્વત પર લાગેલા દાવાનળ જેવી એની બે આંખો ભભૂકતી હતી. પહાડના કોઈ અણનમ શિખર જેવું એનું મસ્તક હતું. માગધદેવને લાગ્યું કે નક્કી આ ભરતદેવ હોવા જોઈએ. એણે ઝડપથી આગળ વધીને એમનું અભિવાદન કરતાં ઉચ્ચાર્યું, ભરતદેવ ઘણું છે !' ભરતદેવ ઘણું જીવો ! માગધદેવ ! ભરતદેવ આપની ઉત્કંઠાપૂર્વક રાહ જુએ છે. હું સેનાપતિ સુષેણ આપનું સ્વાગત કરું છું. આગંતુક વ્યક્તિ, જે સેનાપતિ સુષેણ હતો, એણે કહ્યું. “વાહ! જેને હું પર્વતરાજ સુમેરુ તરીકે ઓળખું છું, એ તો હજી પરિકરના જ પર્વતો છે, તો એ પોતે કેવા હશે !” આશ્ચર્યભર્યા બોલ બોલતા માગધદેવ આગળ વધ્યા. એના કલ્પના પ્રદેશમાં ભરતદેવની એક અજબ તસ્વીર દોરાઈ રહી. વરુણદેવ જેવી એ સમર્થ હશે? એક ક્ષણમાં જીવિતને મૃત્યુના ફાંસલામાં ફાંસી દે તેવી હશે ! સુમેરુ પર્વતના ભાખંડ પક્ષીની જેમ એ વેગવંત હશે, જે હાથીઓને તણખલાની જેમ આકાશમાં ઉપાડી જાય ? માગધદેવના હૃદયમાં ભયની એક આછી કંપારી વહી ગઈ. ભય જેણે જીવનમાં જાણ્યો નહોતો, એણે આજ ભયનું એક ક્ષણ માટે દર્શન કર્યું ! ભય એક એવી ચીજ છે કે જેમાં એ હંમેશાં મોટો ને વિકરાળ લાગે અને માનવી પોતે નાનો ને નગણ્ય લાગે. કદી શ્રમને ન જાણતા માગધદેવના પગમાં અજાણ્યો શ્રમ ભરાયો. જેની આંખોએ કદી ફડકારો જાણ્યો નહોતો, એની આંખોમાં ફડકારો ઊપડ્યો. આછી ઝાકળ જેવો પ્રસ્વેદ પણ રોમરોમમાં જામી ગયો. કપાળ પરનો પ્રસ્વેદ લુછવા એણે પોતાનો હાથ ઊંચો કર્યો, ને પ્રસ્વેદ લૂળ્યો. ત્યાં એણે એક સૌંદર્યવાન પુરુષને સામેથી આવતો નિહાળ્યો. સુંદર ઘાટીલાં અંગ, નૃત્ય કરતી હોય એવી પગશ્રેણી, મધુપર્કના ભરેલા હોય એવા અધરદ્રય, બહેની વીરાને વહાલ કરતી હોય એવાં વહાલભર્યા નયન, પહાડની કોઈ સ્ફટિક શિલામાંથી નખશિખ સપ્રમાણ કોતરી હોય એવી રૂપાળી દેહયષ્ટિવાળો એ પુરુષ, બાલસૂર્ય જેવી પ્રભા પાથરતો સ્મિતભર્યા ચહેરે ચાલ્યો આવતો હતો. એણે આવી માગધદેવનું સ્વાગત કર્યું. પૂર્વસાગરના અધિપતિ ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy