SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નયનો માગધદેવ સામે ફેરવ્યાં. માગધદેવે તરત ઇંગિત સમજી લીધું, ને કહ્યું: મહારાજ ! અગર નાની નદી સાગરની નિંદા કરે, તો સાગર શું કરશે ‘એનાથી છેડાશે નહિ, નદીને પોતાનામાં સમાવી દેશે.” ભરતદેવે કહ્યું. અગર ઘુવડ હંસની નિંદા કરશે, તો હંસ શું કરશે ?” માગધદેવે કહ્યું. એનો જવાબ મંત્રીરાજ દેશે. ભરતદેવે મંત્રી તરફ જોતાં કહ્યું. ‘એ તો એનો મોતીનો ચારો ચર્ચા કરશે.” મહામંત્રીએ વચ્ચે જવાબ આપવાની પોતાની ફરજ અદા કરી. એવી રીતે માગધદેવ અગર ચક્રવર્તી ભરતદેવની નિંદા કરે, તો મહારાજ એને શું કરશે ?' એનો ઉત્તર સેનાપતિ સુષેણ વાળશે.’ નીતિશાસ્ત્રના જ્ઞાતા ભરતદેવે સુષેણ સામે જોઈને કહ્યું. સુષેણે લેશ પણ અચકાયા વગર જવાબ આપ્યો: ‘એ નિંદકની જીભ ખેંચી લેશે.” ના, ના, સુષણ તું ભૂલ્યો, સાગર જેમ નદીને પોતાનામાં સમાવે, એમ એ નિંદક માગધદેવને પોતાના હૈયામાં સમાવશે ! શક્તિ શક્તિ તો જ રહે, જો શક્તિમાં વિનમ્રતા હોય, સેનાપતિ ! માગધદેવે આપણી મિત્રતા માગી છે. એ આપણા મિત્ર થયા છે. મનનો રોષ છોડી મિત્ર તરીકે એમને સ્વીકારો. ' મહારાજ ભરતદેવે આગળ વધીને માગધદેવનું સ્વાગત કરતાં કહ્યું. જેવી સ્વામીની ઇચ્છા ! માગધદેવને અમે પણ મિત્ર તરીકે સ્વીકારીએ છીએ. સેનાપતિ સુષેણે ને મહામંત્રી સુમતિસાગરે કહ્યું. સ્વામી મને સ્વીકારે ! મને પોતાનો દાસ કરે ! રાજકર્મચારી વર્ગ પણ મને તેઓમાંનો એક લેખે ” માગધદેવે કહ્યું. “જે ભરતશાસન સ્વીકારે છે. એને ભરત પોતાનો કરે છે, સન્માને છે. નાના-મોટાનો પ્રશ્ન નથી. સેવ્યસેવકની ઝંઝટ નથી. માગધદેવ ! મારે મન શાસન સર્વશ્રેષ્ઠ છે ! હવે તમે અમારા મિત્ર થયા છો. માબાપ બાળકને જેમ ભય બતાવે, પણ અંતરમાં તો પ્રેમ વરસાવે, એમ મારું શાસન છે. બે કઠોર શબ્દો કહ્યા હોય તો હું તમારી ક્ષમા માગું છું. ભરત તમારો પ્રતિભાજન થવા ઇચ્છે છે, ભીતિભાજન નહિ !' પૂર્વસાગરનો અધિપતિ ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy