SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતદેવના શબ્દોએ આખી સભાને હચમચાવી મૂકી. માગધદેવ ને એના પરિજનો તો અંતરથી લળી લળીને ભરતદેવને વંદન કરી રહ્યા. શક્તિનાં દર્શનથી તેઓ વશ તો થયા હતા, પણ આ સહૃદયતાનાં દર્શનથી તો તેઓ સાવ જિતાઈ ગયા. ‘હું આપ દેવનો આજ્ઞાકારી બની અંતપાલ સીમા૨ક્ષક સેવક તરીકે સેવા કરવા ચાહું છું.’ તમારી સેવાનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ. અમે અમારું શાસન અસિ, મિસ ને કૃષિનું; દયા, દાન ને દેવતનું પ્રસરાવીને પછી આગળ વધવા ઇચ્છીએ છીએ. ત્યાં તમારો ખપ પડશે.’ ‘સદા સજ્જ છું, મહારાજ ! કૃપયા, આપ અમારા આવાસોમાં પધારો અને કન્યા, કનક, અશ્વ, વસ્ત્ર, આભૂષણ ને હસ્તીની ભેટ સ્વીકારી અમને કૃતાર્થ કરો !’ જેવી તમારી ઇચ્છા !” ભરતદેવે ઉચ્ચાર્યું ને માગધદેવને લઈને તેઓ સૈન્યના નિરીક્ષણ માટે નીકળ્યા. પ્રસ્થાનભેરીનો ઘોષ ગાજી રહ્યો. થોડી વારમાં માગધદેવના આવાસો ત૨ફ જવા માટે ચર્મરત્ને પૂરતી તૈયારીઓ શરૂ કરી દીધી. ૭૪ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy