SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડનો વિજેતા પણ એક ત્યાગ-રાગ ભરી સ્ત્રી સમક્ષ કેટલો દુર્બળ સાબિત થાય છે, એનો સુભદ્રાદેવીને આ વખતે પ્રત્યક્ષ અનુભવ થયો. સાથે સાથે એ કેટલો મહાન છે, એની પણ એને પ્રતીતિ થઈ. સ્વામીની જીત એ સ્ત્રીની જીત છે. આપની ઇચ્છા એ જ મારી ઇચ્છા છે,' સુભદ્રાદેવીએ ઉત્સાહથી કહ્યું. દેવી સુભદ્રાએ આજે પોતાના સ્વામીને અજબ આત્મવીર તરીકે અને પ્રતાપી પિતાના સુયોગ્ય પુત્ર તરીકે ઓળખ્યો. ઘડી પહેલાં જેને પોતાના દુર્ભાગ્યની . કલ્પના થઈ હતી, એ પોતાના સુભાગ્યની કલ્પનાથી મોરની કળાની જેમ ખીલી ઊઠી. સ્નેહોર્મિના આવેગમાં એણે ચક્રવર્તીનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું. ચક્રવર્તી સ્નેહની ઉષ્માભર્યા એ ખોળામાં કેટલીય વાર સુધી આંખો મીંચીને પડ્યા રહ્યા. અને જાણે આત્માનો થાક અલ્પ કરવા લાગ્યા. ગંગાદેવી હર્ષાવેશમાં પુષ્પની છાબ લઈને બંનેને વધાવી રહ્યાં. ધન્ય એ નર, ધન્ય એ નારી! ૨૦૮ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy