________________
સ્ત્રીને વગર અગ્નિએ જલાવનારો છે,’ સુભદ્રાદેવીએ આ વિચિત્ર પુરુષથી કંટાળીને કહ્યું.
‘દેવી ! એમ મારાથી કંટાળીશ મા ! મારો તિરસ્કાર કરીશ મા! મારી દયા ખા. દયા ખાવા જેવી મારી સ્થિતિ છે ! મોટાની હોળી મોટી હોય છે. જીવનના આવા વેરાનમાં તો તારા જેવી મીઠી વીરડીની જરૂર પડશે. ભદ્રે ! મહાદેવી સુંદરી પિતાજીની સાથે જવા ઇચ્છતાં હતાં, પણ મોહનો વેગ પ્રબળ હોય છે. એ મોહને કારણે મહાદેવી સુંદરીને મેં સંસારત્યાગ કરતી રોકી. સહુ ચાલ્યાં ગયાં પિતાજીની સાથે; એ એકલી મારા કાજે રોકાઈ રહી—પણ વગર ઇચ્છાએ રોકાઈ. એ નાનપણમાં મારા પર મોહ રાખતી હતી. એણે જ મને ચક્રવર્તી થવાની પ્રેરણા પાયેલી. એટલે મારી ઇચ્છાનો નિરાદર કરી ચાલ્યા જવાને બદલે એણે કહ્યું કે ભરત, તું જા, પૃથ્વીને જીતી આવ; ત્યાં સુધી હું મહેલને અરણ્ય માની અહીં રહીશ અને મોહની કિંમત ચૂકવીશ. પછી તો હું દિગ્વિજયે નીકળ્યો; સાઠ સાઠ હજાર વર્ષ વીતી ગયાં. મારી કીર્તિ જગતના આકાશમાં કૌમુદીની જેમ પ્રસરી રહી. પણ અયોધ્યાના મહેલના એક ખૂણે એ એકાકી જીવન જીવતી બેઠી રહી હશે—મારી રાહ જોતી !”
‘તો શું તમે મારી સાથે લગ્ન કરીને એ સ્ત્રીના વિશ્વાસનો અને, સાથે સાથે મારો પણ દ્રોહ કર્યો નથી ?'
‘તારી સાથેનું લગ્ન એ દ્રોહ નથી, પણ એ તો સુંદરીના માર્ગને નિષ્ફટક કરવાનું પગલું છે. તારા આવવાથી સુંદરી હવે બંધન-મુક્ત બની.”
તો પછી મને સ્વીકારતા કેમ નથી ?'
એની સામે સ્વીકારીશ. કૃપા કરીને મને આટલી માનવતા દાખવવા દે ! નહિ તો મારો સમસ્ત વિજય સુંદરીની સમક્ષ ઝાંખો પડી જશે. હું એને મોં બતાવી શકીશ નહિ. મારું અંતર મારા જ ગ્લાનિભારથી તૂટી પડશે. મારો અપરાધ ! મારી શિક્ષા ! એક જ પિતાનાં બે બાળ. એક પૃથ્વીથી પર, એક પૃથ્વીનું મોહી ! દેવી, થોડી વાર વધુ રાહ જોઈ લે. મન તો મારું પોચું થઈ ગયું છે, છતાં મક્કમ રાખી રહ્યો છે. મને ડુબાડી ન દે. મને જીવંત મોત જેવી શરમાંથી ઉગારવો કે ના ઉગારવો, એ તારા હાથમાં છે ! સુંદરીનો ભરત તને જરૂર અર્પણ થશે.”
ગંગાવિહાર ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org