SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા ભરતદેવની નજર ક્ષિતિજને પેલે પાર પડેલા યુગયુગને વીંધતા કોઈ ઇતિહાસને સ્પર્શી રહી. જગત એ દિવસે જંગલોમાં હતું, માનવજીવન સાવ સુષુપ્ત હતું. પ્રથમ કુલકર થયા. કાલ-વિકરાલ ગાઢ જંગલ, જ્યાં સૂર્ય ને ચંદ્રની ગતિ અશક્ય હતી. ત્યાંથી માનવજંતુને એ બહાર લાવ્યા, તેઓ બળતી ભઠ્ઠી જેવા સૂર્યને જોઈ ડરતા ને ઠંડા મોત જેવા હિમ વરસાવતા ચંદ્રને જોઈ પૂજતા. તેમને સૃષ્ટિપરિવર્તનના નિયમો સમજાવ્યા. બીજા કુલકરે એમને આખું નિયમીકરણ સમજાવ્યું. માનવી આ બિહામણી સૃષ્ટિનો સ્વામી છે, એમ કહી ઉત્સાહ આપ્યો. એમના જ પ્રતાપે જંગલો ને ગિરિકંદરાઓ છોડીને માણસ ખુલ્લાં મેદાનોમાં વસવાની હિંમત કરી શક્યો. - ત્રીજા કુલકરે માનવસુધારણાના આ યજ્ઞને વધુ સતેજ કર્યો, પશુ અને માનવ વચ્ચેના ભેદ સ્પષ્ટ કર્યા. એને કરોડરજ્જુ, જડબાં ને મગજની અજબ તાકાત દાખવી અને એનો વિકાસ શીખવ્યો. માનવ સબળ અને અજેય બન્યો. ચોથા કુલકરે શસ્ત્રની આયોજના કરી. વિકરાળ પશુઓની સાથે હાથોહાથની લડાઈમાં નિર્બળ ઠરેલો માનવી, શસ્ત્રનિર્માણથી પશુરાજ્ય પર પોતાની આણ સહેલાઈથી વર્તાવી શક્યો. શસ્ત્રસર્જનથી માનવીમાં વિજેતાનો હુંકાર ને હકની લડાઈ જાગ્યાં. પાંચમા ને છઠ્ઠા કુલકરે એ હુંકારને ને હકને સીમાબદ્ધ કર્યા. એ પછીના વિમલવાહન કુલકરે પશુરાજ્યના વિજેતા માનવને પશુઓનો સ્વામી બનાવ્યો, પશુપતિ બનાવ્યો. આમ, માનવને વિજેતા બનાવી પછી વહાલપ શીખવી. પશુ પ્રત્યે પ્રેમાળ બનાવ્યો. ગાય જેવાં નમ્ર પ્રાણી તો ક્યારનાં આંગણે બાંધ્યાં હતાં, પણ હસ્તી, નંદી ને વૃષભને એમણે માનવીનાં આજ્ઞાંકિત બનાવ્યાં. પછી તો પ્રગતિ કૂદકે ને ભૂસકે આગળ વધી. સ્ત્રી સંતાનને જન્મ આપી મૃત્યુને વશ થતી. એની પ્રસૂતિ પ્રાણહરા હતી. પછીના કુલકરોએ એ પ્રસૂતિશાસ્ત્રને વિકસાવ્યું. એમાંથી ગૃહ ને પરિવાર આવ્યાં; સમાજ આવ્યો, જનપદ આવ્યાં. અંતિમ કુલકર ભગવાન ઋષભદેવે આમાં વેગ આણ્યો. હિંસા, દ્વેષ ને ૧૨ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy