SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ G પૂર્વસાગરનો અધિપતિ પૂર્વસમુદ્રનાં અગાધ જળ જ્યાં વલયાકાર થઈને સીમાનગરીના ઉત્તુંગતુંગ આવાસોને પરિપ્લાવિત કરતાં વહી રહ્યાં હતાં, ત્યાં એ સીમાનો અધિરક્ષક માગધદેવ વસતો હતો. એ સર્વતંત્રસ્વતંત્ર હતો. એક પંખી પણ એની આજ્ઞા વિના સીમાડામાં સંચરી શકતું નહિ. એ માગધદેવ સમુદ્રના એક સુંદર અંતરદ્વીપમાં સવારના સૂર્યનો ઉપભોગ કરી રહ્યો હતો. એના મિત્ર, સેવકો ને અંતેવાસીઓ સાથે હતા. તેઓ ઊંચાં ઊંચાં નારિયેળનાં વૃક્ષોનાં પત્રોના પંખા વીંઝતા, હાથમાં રહેલાં શ્રીફળનાં અમૃત જળ પીતા, ધીરે ધીરે વૈદૂર્યમણિનાં આસન પર ગોઠવાયા. સમુદ્ર પરથી આવતી મંદમંદ અનિલલહરીનું તેઓ આસ્વાદન લઈ રહ્યા. પરવાળાનાં પાત્રોમાં સુસ્વાદુ મધુ આસ્વાદવા સાથે વિનોદલહરી ચલાવી રહ્યા. પ્રકૃતિ શાંત હતી. દરિયાની તરંગલોલા મધુર હતી. પંખી મીઠાં ગીત ગાતાં હતાં. પવન પણ રમતિયાળ બાળકની જેમ લાડતો હતો. એકાએક આ મધુર શાન્તિને ભેદતો એક કઠોર અવાજ આકાશમાંથી ઊઠતો જણાયો. આખી સભા ચમકી ઊઠી. બધા કાન એ દિશામાં એકલક્ષ બન્યા. અવાજ ધીરે ધીરે વેગ પકડી રહ્યો હતો. સાપના ફૂંફાડા જેવો લાગતો અવાજ ધીરે ધીરે વધતો વધતો રાની પશુની ત્રાડ જેવો ઘોર થયો. થોડી વારમાં અષાડનાં પહેલાં વાદળો સામે જાણે કેસરી ગર્જા૨વ કરતો હોય એમ પર્વતોમાં ઘનગર્જના થવા લાગી. સૃષ્ટિમાં આવું આ પહેલી વાર જ બનતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy