________________
છે એની રેખામાત્ર પણ મુખ પર નહોતી. સૂર્યને અભિનંદી તેમણે અન્નપ્રાશન કર્યું. સાથે સાથે આખા સૈન્યમાં આનંદ આનંદ વર્તી રહ્યો. ગૃહપતિરત્નના હર્ષને પણ આજે સીમા નહોતી. રોજ રાંધ્યાં ધાન રખડ્યાં હતાં ; આજ એનું અન્ન હોંશે હોંશે સહુએ આરોગ્યું.
મહાસાગરનો જળરાશિ તરંગો ઉડાડ્યે જતો હતો. ભરતદેવે પછી પોતાનું ધનુષ્ય લીધું. થોડાએક કદમ ચાલીને તેઓ સાગરજળમાં જઈને ઊભા રહ્યા. તેમણે પોતાના ભાથામાં સંગ્રહેલું સાંધિ-વિગ્રહિક તીર ખેંચ્યું ને ધનુષ્ય પર ચઢાવ્યું, વિશાળ ભવાંને સંકોચ્યાં, તીરના શિરોભાગને અને માગધદેવના આવાસને નેત્રોથી એક સીધાણમાં આણ્યાં. ધનુષ્યનો આકાર શુક્લ પંચમીના ચંદ્રના જેવો થઈ રહ્યો.
પણછ ખેંચાઈ, વધુ જોરથી ખેંચાઈ ને તીર છૂટ્યું ! સુમેરુમાં વસનારું ગરુડ પક્ષી હવા વીંધતું ભક્ષ ઉપર જાય, એમ એ તીર સડસડાટ ચાલ્યું. મહારાજ ભરતદેવ તી૨ને જતું એક ક્ષણ જોઈ રહ્યા, ને પછી પાછા ફર્યા. સાગર એમનાં ચરણ પખાળી રહ્યો !
૬૪ ૨ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org