SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ માગધદેવની આંખો નવીન ભયથી ચમકી ઊઠી. એણે ખડગ કાઢીને હસ્તમાં ગ્રહ્યું, ગદાને છૂટી કરી. અન્ય પરિજનોએ તેનું અનુકરણ કર્યું : આવતા અજાણ્યા ભયને ક્રોધાન્વિત નજરથી ડા૨વા સહુ એકપગે તૈયાર થઈ રહ્યા. હવા સાથે પ્રલયનો ગુંજારવ વધતો હતો. પંખી ચૂપ થઈ ગયાં. વનના વરાહ બોડમાં મોં ઘાલી ગયા હતા. સાપ દરમાં જઈ ભરાયા હતાં. એકાએક માગધદેવે બે કદમ આગળ આવીને, પોતાના સભાજનોને પીઠ પાછળ રક્ષણ આપીને કહ્યું : આહ ! આજ નવી નવાઈ જેવી ઘટના ઘટે છે ! વાદળ ચિરાતાં હોય એવો અવાજ ! પૃથ્વીના બંધ તૂટતા હોય એવો ઘોર! આહ ! એ અવાજને રસ્તે ઘનઘોર અવાજ કરતું, આકાશવિહારી ગરુડરાજની જેમ વિકરાળ પાંખો પ્રસારતું એક તીર ચાલ્યું આવે છે ! અહા ! શી એની તીક્ષ્ણતા છે. શો એનો વેગ છે ! શું એનું ઝનૂન છે ! સભાસદો ! તમે એને જોઈ શકો છો ?” ‘હા, પ્રભુ ! જેમ મેઘના થર વીંધીને વીજળી પૃથ્વી પર પડવા આવે એમ એ ચાલ્યું આવે છે !’ મંત્રીએ કહ્યું. આકાશમાંથી ઉલ્કાગ્નિ ઝરે એવું એનું તેજ છે !’ સેનાપતિએ કહ્યું. પાતાળમાંથી શેષનાગ ફૂંફાડા નાખતા આવે, એમ એ પ્રલયનો ઘંટનાદ બજાવતું આવે છે !' સેનામાંથી એકે કહ્યું. એના અવાજમાં ભય છુપાયો હતો. નિશ્ચિંત રહો. હું જીવતો છું ત્યાં સુધી કોઈને પણ ઊની આંચ સુધ્ધાં નહિ આવવા દઉં !’ માગધદેવે રાજા તરીકેના પોતાના કર્તવ્યને પ્રગટ કર્યું. ‘પહેલો હું, પછી તમે !” માગધદેવ આશ્વાસનના આટલા શબ્દો બોલે છે, ત્યાં તો તીર આવીને માગધદેવની સામે જ જમીનમાં ખૂંતી ગયું ! જાણે આકાશમાંથી પાતાળ ભેદતું વજ્ર આવીને પડ્યું. માગધદેવે ઘવાયેલા વાઘ જેવી રાડ નાખી : આહ ! કોણે વિષધર સર્પના બિલમાં હાથ નાખવાની હામ ભીડી છે ? ભૂત હો, વિદ્યાધર હો, દેવ હો કે દાનવ હો, જે કોઈ હો તે ભલે હો ! એણે હજી માગધદેવના હાથ જોયા લાગતા નથી !’ માધવદેવ બે કદમ પાછો હઠી આગળ વધ્યો. તેની બ્રૂકુટિ ધનુષ્યની જેમ ૬૬ : ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy