SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ખેંચાઈ ગઈ, નેત્રોમાંથી અંગારા ઝરવા લાગ્યા, નાસિકા ધમણની જેમ ફૂલી રહી. દબાયેલો સાપ ફૂંફાડા નાખે એમ એના અધરદ્રય ફૂંકાર કરી રહ્યા. કોણ છે એ મૃત્યુના મુખમાં પેઠેલો મેંડક ? ' સેનાપતિએ માગધદેવની પાછળ જઈને પોતાની ગદાને ચારે દિશામાં ઘુમાવીને કહ્યું. કોણ છે એ બે-માથાળો, જે ગગનવિહારી ગરુડની પાંખો કાપવાનું દુસ્સાહસ કરીને પોતાનો મુગટ શણગારવા ઇચ્છે છે ?” એક દરબારીએ વધુ પાસે જઈને કહ્યું. “કોણ છે એ અરાવત હાથીના દંકૂશળને હાથે કરીને ઉખેડવા માગતો અહંકારી ?” બીજા દરબારીએ કહ્યું. કોણ મૂર્ખ એ શેષનાગના મસ્તક પર રહેલા મણિનું આભૂષણ બનાવવા માગે છે?” સ્વામીના હુંકારે મરવા-મારવા તૈયાર થયેલા સામંતવર્ગે કહ્યું. “અરે ! જેમ ગરુડ સર્ષના પ્રાણ હરે, એમ એ મુમૂર્ષના પ્રાણ હું નિશ્ચય હરીશ !” માગધદેવે આગળ વધીને કહ્યું અને વેગથી તીરને ખેંચ્યું. તીર ઠીક ઠીક ઊંડે ઊતરી ગયું હતું. માગધદેવથી એ સહજ રીતે ખેંચી ન શકાયું. એની શક્તિને એક આછો ફટકો પડ્યો. એના મનોભાવે એની વિરપ્રકૃતિને એક ચૂંટી ખણી. એને મનમાં ઊગી આવ્યું કે પ્રતિસ્પર્ધી લાગે છે તો સમર્થ! તીર ખેંચીને જોયું તો એના પર કંઈ ચિતરામણ જેવું લાગ્યું. માગધદેવે મંત્રીને પાસે બોલાવીને કહ્યું: “મંત્રીરાજ! જાઓ તો, તીર કંઈ કહેવા માગે છે ! હમણાં હમણાં તો લાકડા ને પથરા પણ બોલતા થયા છે ને !” હા, પ્રભુ! ભગવાન ઋષભદેવે પ્રવર્તાવેલી એ વિદ્યાઓ છે. મંત્રીએ કહ્યું ને તીણ નજરથી તીરને જોઈ રહ્યા. થોડી વારે બોલ્યા “આનું નામ બોલતું તીર છે. ભગવાન ઋષભદેવના શાસનનું એ તીર છે. ત્યાં જડ પણ ચેતનની જેમ બોલે છે ! આ તીર પર ચિતરામણ છે. એ દ્વારા એ કહેવા માગે છે કે ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરત સંસાર પર દિગ્વિજય કરવા નીકળ્યા છે. એ દિગ્વિજય દ્વારા પોતાનું શાસન પ્રસારવા ઇચ્છે છે. આ તીર સંદેશવાહક બનીને આવ્યું છે. એ કહે છે કે ચક્રવર્તી મહારાજ ભરતદેવનું શાસન સ્વીકારી મિત્ર બને, નહિ તો શત્રુ થઈ મોતને અધીન થવા તૈયાર રહો !” આહ ! અરે, છે કોઈ હાજર ! જાઓ, આકાશમાર્ગે જઈને એ મૂર્ખ જંગલમાં મંગલ ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy