SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ! એ રસિયાએ તો અમને પ્રારંભમાં ખૂબ લાડ લડાવ્યા. હેમંતની હૂંફાળી રાતોમાં અમારો એ રસિયો રોજ સ્વપ્નમાધુરી લઈ આવતો. અગ્નિનો મધુરો તાપ અમને એની સોડ પાસે નિરર્થક લાગતો. દેવવારુણીની ઉષ્મા એની અંગઉષ્મા પાસે અમે સાવ ભૂલી ગયેલાં. અમે આખી રાત એકબીજાની સોડમાં ભરાઈ વાતો કરતાં. અમારી વાતો ન ખૂટતી ને રાતો ખૂટી જતી; અને અળખામણી ઉષાનાં પગલાં પડતાં ! એ પગલાંની સાથે એ રસિયાનાં પગલાં પણ ફરી જતાં !' સોંદર્યઝરણ સમી વાત કરનારી સુંદરી જાણે એનો પતિ હમણાં જ એને વિછોડીને ચાલ્યો ગયો હોય ને એ રસતરસી ઝરતી રહી ગઈ હોય, એમ ખેદમાં ડૂબી ગઈ ! ‘તમે પુરુષો ઉષાના દર્શનને અનેક રીતે વખાણો છો. એ જ તમારી ઉષા અમને પતિવિરહને કારણે આંખમાં પડેલા કણા જેવી અળખામણી લાગે છે. અમે તો સંધ્યાદેવીને રોજ નૈવેદ્ય ને ધૂપથી પૂજીએ છીએ. સલૂણી સંધ્યા અમારા સ્વામીને અમારી સમીપ ખેંચી લાવે છે, સંયોગ સુખ આપે છે. તે તમારી લાડકી ઉષા અમને રોવરાવે છે. એનું પહેલું કિરણ પૃથ્વી પર રમવા આવ્યું કે અમારો સાહ્યબો અમારી સાથેની રમત છાંડી દે છે. લીંબુની ફાડ જેવાં મોટાં નયનોવાળી એક કિશોરીએ કટિભંગ કરતાં કહ્યું. ‘તમે બધી પ્રેમદીવાની લાગો છો ! જો પુરુષો તમને આટલા પ્રિય હોય તો પછી અમારી ફરિયાદનું લેશ પણ કારણ ન રહે અને તમારી સંખ્યા પણ કંઈ સાધારણ નથી. ને એટલી મોટી સંખ્યામાં તો શું, એક પણ પુરુષને મેં અહી આવતો-જતો જોયો નથી ! તમારા તરફથી કોઈને નિમંત્રણ મળ્યું હોય તેવું પણ અમે જાણ્યું નથી. તમે વિનોદ કે હાસ્યના કોઈ પ્રસંગે એકત્રિત થયેલ પુરુષોનાં મોં સામે રાગભરી દૃષ્ટિ ફેંકવા પણ તૈયાર હોતાં નથી ! બલ્ક એવી ફરિયાદ છે, કે તેઓના તરફ તમે ખૂંચે તેવી ઉપેક્ષાવૃત્તિ દાખવો છો !” સુષેણે પોતાની શંકા ને ફરિયાદ વ્યક્ત કરતાં કહ્યું. એના શબ્દોમાં આછો ઉપાલંભ પણ ભર્યો હતો. “સાચું કહ્યું? અમને તમે જે વિશેષણ આપ્યું તે યોગ્ય છે !” એક યુવતીએ કહ્યું, “અમે પ્રેમદીવાની છીએ. અને તમને જાણીને આશ્ચર્ય થશે – એક દિવસ અમને પણ જાણીને આશ્ચર્ય થયું હતું કે અમારા સહુનો સ્વામી એક જ નરપુંગવ છે ! અનેક સુંદરીઓનો એ એક જ સ્વામી – હજાર કમલિનીઓને કિલ્લોલ કરાવનાર માત્ર એક રસરાજ સૂર્યદેવ છે તેમ !' સહસ કમલિનીઓનો એક સ્વામી ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy