________________
ધન્ય ! ધન્ય ) પ્રવાસીનું હૈયું એકદમ ખીલી ગયું. એણે કહ્યું : મહાપુરુષ ! હું ભગવાન ઋષભદેવનો સેનાપતિ સુષેણ છું. પૃથ્વીની પરકમ્મા કરીને આવ્યો છું. જે જોયું એથી જીવતર ભારે ભારે લાગે છે. મને ગર્વ હતો કે હું ભગવાન ઋષભદેવનો સાચો સેવક છું. વર્ષો સુધી એમની સાથે ખભા મિલાવી ઘુમ્યો . તારી વફાદારી જોઈ – દેહસ્પર્શ પણ નહિ, ચરણધૂલિના સ્પર્શની ખુમારી જોઈ – મારું અભિમાન ચૂરચૂર થઈ જાય છે. ધન્ય ! ધન્ય ! મહાપુરુષ !'
‘તમારા ધન્યવાદને શું કરું? હું મારા સ્વામી કાજે કંઈ કરી ન શક્યો. મારી વાણી વૃથા થઈ. રે ! એવી ઘોર નિરાશા સાથે મારે મરવું રહ્યું. સેનાપતિજી ! પભુ ગયા ને એમનો પ્રતાપે ગયો. પ્રભુએ આમ એકાએક રાજ છોડવું જોઈતું નહોતું. જોકે એવા માણસે જે કર્યું હશે એ ઠીક જ કર્યું હશે. ભાઈ ! ભગવાનને પ્રણામ !'
“મહાપુરુષ ! ડાહ્યા માણસો એક દીવો હોલવાય એ પહેલાં બીજો પ્રગટાવીને જાય છે. એમણે રાજકુમાર ભરતને અયોધ્યાની ગાદી પર સ્થાપ્યા છે. હું તેમની વતી પૃથ્વચર્યા કરવા નીકળ્યો હતો. આપને ભરતદેવને કંઈ સંદેશો આપવો છે ?”
‘એટલો જ સંદેશ : પિતાજીએ સંસ્કાર વાવ્યા, માનવતાના મોલ પકવ્યા, તો એ સુકાય નહિ, વેડાય નહિ, સુરક્ષિત રહે, માટે ભરતદેવ એક સુવ્યવસ્થિત શાસન સ્થાપે ! પૃથ્વી પર તો મચ્છ-ગલાગલ જેવું યુગોથી ચાલ્યું આવતું. સબળો નબળાને પડે. ઋષભદેવે એમાં પરિવર્તન આણ્યું. ભારતદેવને કહેજો કે પૃથ્વીને મજબૂત હાથે શાસિત કરે. નબળાનું રક્ષણ ને સબળાનું નિયમન કરે. હું તો આ ચાલ્યો ! જય ભગવાન વૃષભ.૪ !?*
એટલું બોલતાં એ પુરુષ ઢળી પડ્યો. એનું પ્રાણપંખેરુ ઊડી ગયું. પ્રવાસીએ પ્રેમ ને આદર સાથે એને પૃથ્વીના પેટાળમાં સુવાડ્યો. ભગવાન વૃષભધ્વજના આ અનામી પણ અણનમ સેવકને સદાની શાંત નિદ્રા આપતાં સેનાપતિ સુષેણ જેવા લોહપુરુષનું હૈયું પણ દ્રવી ગયું.
મધ્યાહ થઈ ગયો હતો. પ્રવાસીએ ત્રણ ત્રણ નવજાત શિશુઓના બોજ સાથે પ્રવાસ આગળ ધપાવ્યો. * ભગવાન ઋષભદેવનું બીજું નામ વૃષભદેવ અથવા વૃષભધ્વજ છે. ૮ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org