SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર દૂર સરયૂના પૂર્વ ભાગમાં હાથીશાળા આવેલી હતી. એના દક્ષિણ ભાગમાં અશ્વશાળા ને ગોશાળા આવેલી હતી. અશ્વોના હણહણાટ ને મદગળતા માતંગોના ચિત્કારો દિશાને ભરી રહ્યા હતા. ક્યાંક હાથીઓને કુસ્તી કરાવાતી હતી, ક્યાંક અથખેલન ચાલતું હતું. એમની પદરેણુથી દિશાઓ આવરાયેલી હતી. સેનાપતિ સુષેણે મંત્રીરાજનું સ્થાન લીધું ને કહ્યું : “સ્વામી ! પેલાં આપણાં ગજરત્ન અને પેલાં આપણાં અથરત્ન ! બંને આપની ઇચ્છાનુસાર વતાર્યા પર્વતમાંથી આણવામાં આવ્યાં છે. સમસ્ત અરિદળને સૂંઢના પ્રહારમાત્રથી ભગાડી શકે તેવા માતંગો પણ એમાં છે, ને ગતિમાં વાયુની હરીફાઈ કરે તેવા અશ્વો પણ એમાં છે. સેનાપતિજી ! આજ્ઞા કરતાં આજ્ઞાના હાર્દને સમજનારો સેવક જ સ્વામીનો સાચો મિત્ર છે. ગજરત્ન ને અથરત્ન તો ખરેખર ઉત્તમ એકત્ર કર્યા છે. પશુને કેળવીએ તો માણસ કરતાંય વધુ વફાદાર રહે છે, ને પેટના પુત્ર કરતાંય વધુ સેવા કરે છે, મહારાજ ભરતદેવે પ્રશંસાભર્યા શબ્દોમાં કહ્યું. ભરતદેવને તેમના પિતા ઋષભદેવે નીતિશાસ્ત્રમાં ને નૃત્યશાસ્ત્રમાં કુશળ કર્યા હતા. આવા પ્રસંગોએ સામાન્ય વાર્તાલાપ દ્વારા નીતિદર્શન કરવામાં ભરતદેવ અજોડ હતા. આ વાક્યોમાં પશુઓ તરફ માણસની કૃતજ્ઞતાનો ખ્યાલ હતો. હવે આપ આયુષ્માન ! ભંડાર તરફ પધારો ! આપે કહેલાં ખગ, કાકિણી ને મણિરત્નોનો સમૂહ ત્યાં મોજૂદ છે !” સેનાપતિએ હાથથી દિશા ચીંધતાં કહ્યું. ચંદ્રને નક્ષત્રમંડળ અનુસરે એમ મહારાજ ભરતદેવને સહુ અનુસર્યા. એક યોજનના વિસ્તારમાં આ ભંડાર આવેલો હતો. પહેલો વિભાગ ખગ્નનો હતો. ‘આ ખગરન બત્રીસ અંગુલ પ્રમાણ છે.” સેનાપતિ સુષેણે એક ખડ્ઝ ઉપાડી એની તીક્ષ્ણ ધાર પર આંગળી ફેરવતાં કહ્યું. પણ એમ કરતાં ઇરાદાપૂર્વક કે પછી અજાણતાં–કશુંય નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી–એ ખગરત્ન પર આંગળી ફેરવતાં, એની તીક્ષ્ણ ધાર સુષેણની આંગળીમાં ઊતરી ગઈ. દડ દડદડ કરતું રક્ત વહી નીકળ્યું. ચક્રવર્તીનાં ચૌદ રત્નો ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy