SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય, પણ મોંએથી આ શબ્દનો ઉચ્ચાર કરવો કઠિન છે : આકાશકુસુમ !” ભરતે જાણે હૃદય ચિરાઈ જતું હોય તેમ એ શબ્દો પર ભાર મૂકતાં કહ્યું, ‘સુંદરી ! સંસારમાં ગર્વ નિરર્થક છે. હું જાણું છું કે પિતાજીએ શિક્ષણમાં તમને પુત્રીઓને પહેલું સ્થાન આપ્યું. અમને પુત્રોને પાછળ રાખ્યા. પહેલાં તને અને બ્રાહ્મીને ખોળે બેસારીને શબ્દ-અંકની પંડિતા બનાવી. અરે ! તમારા પરથી વાણીને સરસ્વતી એવું સ્ત્રીનામ આપ્યું. બ્રાહ્મીને હંસ પ્રિય છે ઃ સદા વિવેકીનીરક્ષીર નીરખીને ચાલના૨. તને દિવ્યાનંદી મોર પસંદ છે, સદા નૃત્ય કરતો ને સાથે સાથે સાપને પણ ગળતો. તમારા પંખીશોખ એ પ્રકારના હોવાથી સરસ્વતીના વાહન તરીકે પણ સહુએ એ બેને કલ્પ્યાં છે !' ભરત ભૂતકાળમાં સરતો લાગ્યો. એ થોભ્યો ને વળી બોલ્યો : ‘પણ ઓ પંડિતા ! ક્ષણવાર માટે એ પાંડિત્ય ભૂલી જા ! એ જ્ઞાનનો બોજ હટાવી દે, ને એ નદી-કંદરાઓને યાદ કર, જ્યાં આપણે સાથે રમ્યાં હતાં; એ પહાડ-પર્વતોને સ્મૃતિમાં આણ, જ્યાં મારા ખભે તું ને તારા ખભે હું બેસીને ખેલ્યાં હતાં. સરયૂતીરની એ ફૂલવાડીઓ શું સાવ ભૂલી ગઈ કે જ્યાં સાથે બેસીને આપણે વેણીઓ ગૂંથી હતી. રે ! તારા હાથની ગૂંથેલી વેણી પહેરવા કેટલા સમવયસ્ક મિત્રો ઉત્સુક હતા ? તારા પર કેટલા મરી ફીટતા હતા, છતાં તેં નિર્લજ્જ થઈને નહોતું કહ્યું કે, હું તો મારા ભરત કાજે જ વેણી ગૂંથું છું, અન્ય કાજે નહિ ?” ભરત વળી થોભ્યો ને થોડી વારે ભાવાવેશમાં આવ્યો હોય તેમ બોલવા લાગ્યો, મારો ભરત ! સુંદરીનો ભરત ! એ મારો ભરત ક્યાં ગયો ? એ ભરતની સુંદરી ક્યાં ગઈ ? શું એ બધું છળ હતું ? શબ્દછળ હતું ? અરે ! હજી સુધી માણસ જિા સહેલાઈથી કપાવી શકે છે, પણ એટલી સહેલાઈથી અસત્ય વદી શકતો નથી.’ ભરત બોલતો બોલતો અટક્યો. સુંદરીના કાન ભરત તરફ હતા, અને દૃષ્ટિ પ્રવાહ તરફ હતી. સુંદરીએ ભરતના પ્રશ્નનો જવાબ ન વાળ્યો ! એનું મૌન ભરતને વધુ અકળાવી રહ્યું. વિહ્વળ બનતા ભરતે આગળ ચલાવ્યું. દિલનું જોશ એને બોલાવી રહ્યું હતું. ૨૮ : ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy