SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મહારાજ, સત્યની પુત્રી વાચા જેવી એ પવિત્ર છે.’ બહેન બ્રાહ્મીની પવિત્રતા પાસે સંસાર ભરની પવિત્રતા ઝાંખી પડે તેમ છે. સૈનિકો ! બ્રાહ્મીની પવિત્રતાનો તો હું બાળપણથી પૂજારી છું.’ સ્વામી અમને શબ્દ-છલથી છેતરે નહિ. શું શબ્દોની ભુલભુલામણી તો સ્વામી રચી રહ્યા નથી ને ? ઇક્ષ્વાકુ વંશના તેજને સંઘ૨ના૨ી પવિત્ર સમિધ જેવી એ સુંદરી છે. સ્વામી પોતાની હઠ છોડી દે !’ સૈનિકોએ ફરી વાર વિનંતી કરી. " ‘વારુ, એ સુંદરી ક્યાં રહે છે ? ' ભરતદેવે એકદમ નવીન પ્રશ્ન કર્યો. ‘સૈનિકો આ પ્રશ્નનો તરત ઉત્તર ન આપી શક્યા; તેઓ એકબીજા સામે જોઈ રહ્યા. એક જણાએ ધીરેથી કહ્યું : “એ અમે હજી સુધી જાણી શક્યા નથી, પણ જાણવાનો યત્ન કરીએ છીએ.’ ‘સુંદર ! વારુ, એનાં માતા-પિતાનું નામ ?’ ભરતદેવે બીજો પ્રશ્ન કર્યો. ‘એ પણ અમે જાણી શક્યા નથી.’ ‘વારુ ! એનું પોતાનું નામ ?’ ભરતદેવની પ્રશ્નોત્તરી આગળ વધી. વગર કહ્યું સૈનિકોનો ઉત્સાહ ઠંડો પડતો ગયો. “એ પણ અર્મ જ્ઞાત કરી શક્યા નથી.’ ‘સુંદર ! અતિસુંદર ! પારકાની વહુ–બેટી વિષે સૈનિકોની આટલી ઉદાસીનતા ખરેખર પ્રશંસનીય છે ! વારુ, એ વિવાહિતા છે કે અવિવાહિતા ? ભરતદેવે સૈનિકોને નિરુત્તર બનતા જોઈ ઉચ્ચાર્યું. તેઓ ધીરે ધીરે નીતિશાસ્ત્રવેત્તાનો સ્વાંગ ધરી રહ્યા. ‘એ પણ જાણી શક્યા નથી.’ “સારું. કેટલીક વાતોનું અજ્ઞાન પણ સુખદ છે. તમે એને તમારા ચક્રવર્તીની વાત કરી છે ?’ ‘એમાં વાત કરવાની કેવી ? ચક્રવર્તી જેવો સ્વામી મળતો હોય તો સ્વર્ગની સુંદરી પણ ના ન પાડે, તો આ સુંદરી તો કોણ માત્ર ? ના પાડનાર મૂરખ જ કહેવાય !’ ‘સૈનિકો ! તમે શસ્ત્રની દુનિયા જોઈ છે, સ્ત્રી-પુરુષની દુનિયા નથી જોઈ. તમારે મન તમારો ચક્રવર્તી કંઈ કેવોય હોય, પણ સ્ત્રીને મન તો એને જે ભાવ્યો ૧૬૨ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy