SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી સીમમાં સ્વતંત્ર છો. ભરતને મિત્ર તરીકે સ્વીકારી આભારી કરો. સજ્જનની મૈત્રી સાટે તો પૃથ્વી આખીનું સુવર્ણ મૂલવવા તૈયાર છું. તમે સ્વતંત્ર ! તમારી સ્વતંત્રતા અબાધિત !' પૂર્વે આપના ગુણશ્રવણ થકી ને અત્યારે આપના દેહદર્શન થકી સ્વતંત્રતાનો મારો મોહ શમી ગયો છે. હું તો શું, મારી સ્વતંત્રતા પણ આપની ચરણકિંકરી થઈ ગઈ છે. સાંભળ્યું છે કે આપ શ્રીમાન્ પશ્ચિમસાગરસીમા પર વિજય માટે જવાના છો. જો દેવ કૃપા કરે તો હું ને માગધદેવ એ વિષયમાં આપની યત્કિંચિત્ સેવા બજાવીએ. પ્રભાસદેવને અત્રે જ આપની સેવામાં ઉપસ્થિત કરીએ. એ સજ્જન છે.’ ‘વરદામદેવ ! તમારી ભાવના સુંદર છે. પણ જો હું માત્ર વિજેતા તરીકેના મારા હુંકારને પોષવા નીકળ્યો હોત, માત્ર મારા નામની વિજયપતાકા ફરકાવવા જ નીકળ્યો હોત, માત્ર મારા અંતરની પ્રશંસાપ્રિય લાગણીઓને પંપાળવા નીકળ્યો હોત, તો તમારી કૃતજ્ઞ-ભાવનાને અવશ્ય વધાવી લેત. પણ હું તો શાસન પ્રચારવા નીકળ્યો છું. આપણે સહુ ચાલીએ -- પ્રભાસદેવને સામે પગલે જઈને ભેટીએ !” ભરતદેવે નિખાલસતાથી કહ્યું. “પણ આપ મારી સીમમાં અલ્પ સમય તો સ્થિરતા કરશો ને ?” ‘અવશ્ય ! શાસન-પ્રસારનું કામ એ વિના કેમ થશે ? અહીં રહીને અમે નાટક પણ ભજવશું !’ ભરતદેવે પ્રસન્ન થઈને ઉચ્ચાર્યું. સુંદર ! જય હો સ્વામીનો ’ વરદામદેવે કહ્યું. એનું અનુકરણ સહુએ કર્યું. દક્ષિણસાગરસીમા ભરતશાસનથી વ્યાપ્ત બની ગઈ. ટૂંક સમયમાં પશ્ચિમસાગરસીમા પર પણ ભરત-સેના દૃષ્ટિગોચર થઈ. Jain Education International આપત્તિ કે ઇષ્ટાપત્તિ ? * ૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy