SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ વધ્યો, ને સૈનિકોના આવાસો વૃક્ષનાં પત્રોની જેમ આકાશમાં ઊડવા લાગ્યા. સૈનિકો નિરાધાર થઈને ઊભા રહ્યા. પ્રારંભમાં ગ્રીષ્મથી કંટાળેલા સૈનિકો કુદરતના આ તાંડવને કંઈક હર્ષથી વધાવી રહ્યા. હમણાં તોફાન શમી જશે, એવી અપેક્ષા રાખી કેટલાક ગિરિકંદરામાં તો કોઈ પાસેની વનકુંજોમાં જઈ ભરાઈ બેઠા. કોઈકે બંસી કે મેઘમલાર છેડી દૂર દૂર રહેલી પ્રિયતમાને યાદ કરવા માંડી ! વર્ષા તો વિજોગીને સહયોગી કરનારી ઋતુ ખરી ને ! થોડી વારે ઝંઝાવાતના પ્રલયગીત સાથે મુશળધાર વૃષ્ટિ શરૂ થઈ. ભયંકર ગર્જનાઓ, પાતાળ ભેદતા ઉલ્કાપાતો, માણસ જેવા માણસને પાંદડાની જેમ ઉડાડી મૂકતા વાવંટોળો. આ બધી આકાશી સેના સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ભરતદેવ મંત્રી સાથે વરસાદ થંભી જવાની રાહ જોતા જ બેઠા. પણ કુદરત જળદેવને વધુ અધીન બનતી ચાલી. પૃથ્વી પર જળઘ ઊભરાવા લાગ્યા અને ડુંગરાઓ પરથી નીચે ધસી આવીને સેનાના બાકી રહેલા આવાસોને ખેંચી ગયા. પર્વતની ખીણોમાં ઊભરાયેલાં પાણી મહાસાગર બનીને જરા આઘાપાછા થતા ગજ અને અશ્વને આખા ને આખા ગળી જવા લાગ્યાં. પર્વતના આ પ્રદેશોમાં ઠેરઠેર પાણી જામવા લાગ્યાં. પૃથ્વી આખી જળબંબાકાર થઈ ગઈ. થળને જળ માનીને સર્પો, મગરો, જળહાથીઓ એ તરફ આવવા લાગ્યા. છતાં સેનાને હૈયે આ પ્રકૃતિ-ખેલ સામે ધરપત હતી : દરેક ઋતુને ઋતુના ધર્મ છે, હમણાં વાદળ વરસીને ખાલી થઈ જશે. પર્વતનાં પાણીને વહી જતાં શી વાર ? ઘન, ગોવન, ડુંગરા પાન વ૬ ના જિનમેં— થોડી વાર સમાલી લઈએ ! પણ એ આશા ઠગારી નીવડી. પરિસ્થિતિ ઉત્તરોત્તર વિશેષ ખરાબ બનતી ચાલી. વાદળોનો ઘટાટોપ વિશેષ જામવા લાગ્યો. વીજળી કાળજાં તોડી નાખવા લાગી. ગર્જના કાન ફાડી નાખવા લાગી. પહાડ જેવા કાળમેઘ આકાશને ઘેરી વળ્યા. વરસાદ હવે હેલી માંડી. પર્વતનાં પાણી, જે જલદી વહી જવાં જોઈએ, એ જાણે કોઈએ આડી પાળ બાંધીને રોકયાં હોય તેમ ત્યાં જ સેનાના પડાવની જગ્યાએ જમા થવા લાગ્યાં. હાથી ને ઘોડા આકંઠ ડૂબી ગયા. શસ્ત્રાસ્ત્રનું કંઈ ઠેકાણું ન રહ્યું! ખાદ્યસામગ્રી ક્યાં વહી ગઈ એનો પણ પત્તો ન રહ્યો. ૧૨૪ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy