SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી સિંધુ નદીનો જળપ્રવાસ કરતાં કરતાં હિમવાન પર્વત સુધી પહોંચેલા આ ભારતી સંઘમાં નવા સેનાપતિ જયકુમારે સહુથી વિશેષ સગવડ કોઈને આપી હોય તો આ સ્ત્રી-સંઘને ! વાદળથી વાતો કરતો, મૃત્યુના અનંત હાસ્ય સમો, હાડ થિજાવતો હિમવાન પર્વત દેખાયો. હાડ થિજાવી દે એવા ઠંડા પવનના સુસવાટા બોલવા લાગ્યા. એ રાતે શેકતાપનાં સાધનો આ સુંદરીવૃંદ પાસે પહોંચ્યાં, ત્યારે એણે કહ્યું : “અહીં શિશિર કેવી ને શીત કેવી ! આ સાધનો અમારે તો નિરર્થક છે. અમારા સાહ્યબાની સાથે રમત રમતાં વાતવાતમાં રાત ટૂંકી થઈ જશે. શીતઉષ્ણતાથી પીડાતા અન્યને એ પહોંચાડો !' જયકુમારે જોયું કે એ પ્રેમદીવાના વૃંદને ખરેખર કોઈ ગરમ રાખી રહ્યું હતું. એની અશ્રદ્ધા પણ શ્રદ્ધામાં પરિવર્તિત થઈ ગઈ. દુનિયાનું એક ગુપ્ત રહસ્ય એ દિવસે એ પામ્યો. ૧૪૪ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy