SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સેનાપતિજી! આંખે પાટા બાંધીને પણ અમે પતિ કે પુત્રની એક આંગળીને જ સ્પર્શ કરીએ તો કહી આપીએ કે એ સ્વ છે કે પર ! અમારા સ્વામી તો ભરતદેવ પોતે જ છે. દેવ, વ્યંતર કે વિદ્યાધરને અમારા પગની પાની પણ જોવાની કેવી?’ પણ મહારાજ તો હજી સ્ત્રીરત્નની શોધમાં જ છે !” ‘એ ગમે તેમ હોય. અમે તો એમના અંતરના અંતઃપુરની દાસીઓ છીએ! એ અમને રોજ રાતે લાડ લડાવે છેઅમે એને રોજ રસસાગરમાં સ્નાન કરાવીએ છીએ.* ‘સ્વપ્નસૃષ્ટિની તમે સુંદરીઓ છો. મોહ-ઘેલછાની હદે જતો આટલો બધો મોહ તો મેં તમારામાં જ જોયો.” ‘સેનાપતિ ! એ ઘેલછા છે તો જ જીવીએ છીએ. સ્વપ્ન કે સત્યની ચર્ચા અમારે કરવી નથી. સ્વપ્ન હોય તો સ્વપ્ન, પણ અમારી એ સૃષ્ટિને તમારા દુન્યવી ડહાપણથી વિદારશો નહિ !' સુષેણ સ્વપ્નજગતમાં જીવતી આ સ્ત્રીઓને વિશેષ કંઈ કહી ન શક્યો. બલ્ક તે દિવસથી એણે એ જૂથ તરફ ખૂબ જ આદરભાવ રાખવા માંડ્યો. નવા સેનાપતિ જયકુમારે આ વિષે જ્યારે ઉલ્લેખ કર્યો ને માર્ગદર્શન માંગ્યું ત્યારે સુષેણે એટલું જ કહ્યું: ‘એમને બને તેટલું વધુ માન આપો. આપણું જગત મિથ્યા છે, એમનું જગત સત્ય છે. આપણી સ્વામીભક્તિ કરતાં એમની સ્વામીભક્તિ નિરાળી છે. કોઈને આદર્શ સ્વામી ભક્તિ શીખવી હોય તો એણે સ્ત્રી પાસે જવું પડશે. એક પક્ષીય અર્પણ કરનાર, બીજા પક્ષે સાવ નિરપેક્ષ, સ્વકર્તવ્ય સાવધાન, પરકર્તવ્ય નિરપેક્ષ, સંસારમાં આદર્શ ભક્તિનું એકમાત્ર પ્રતીક સ્ત્રી જ છે !' * ચક્રવર્તીની સ્ત્રીઓ બાબત ઘણી ઘણી મોટી સંખ્યા લખવામાં આવી છે. એક ઉલ્લેખ પ્રમાણે ૩૨ હજાર ઉચ્ચ કુલની માનવકન્યા, ૩૨ હજાર મ્લેચ્છ કન્યાઓ, ૩૨ હજાર વિદ્યાધર કન્યાઓ એને પરણે છે; બીજા ઉલ્લેખ પ્રમાણે ૬૪,OOO અંતઃપુરની સ્ત્રીઓ ને દરેકને બબે દાસી (વારાંગના) એમ, ૧,૯૨,000 સ્ત્રીઓ હોય. પણ એક વાતનો ખાસ ઉલ્લેખ છે, કે સ્ત્રીરત્ન સિવાય બીજી સ્ત્રી ચક્રીભોગને સહન ન કરી શકે. એટલે બા બધી સ્ત્રીઓ સાથે ચક્રવર્તી પોતાના વૈશ્યિ (બનાવટી) રૂપે ભોગવે છે, મૂળ રૂપે નહિ ! સહરત્ર કમલિનીઓનો એક સ્વામી ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy