SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય જૂનો છે. તેઓશ્રીએ મારા સાહિત્યને સદા પ્રશસ્યું છે ને ધન્યતાનાં અમી પાયાં છે, એ માટે હું તેઓશ્રીનો ઋણી છું. વિશેષમાં, આ પુસ્તક એક સંમાન્ય વ્યક્તિને અર્પણ થાય છે. અર્પણપત્રિકા ઘણી વાર અર્થપત્રિકા બની જાય છે, પણ મેં મારા સાહિત્યમાં તેવો લોભ કદી સેવ્યો નથી. પોતાના આત્મમાંથી જન્મેલી કૃતિ તો આત્મીય જન વા ગુણશાળી અધિકારી જનને જ અર્પણ થવી જોઈએ, અને તે પણ નિઃસ્વાર્થ ભાવે. એવા ભાવે આ કૃતિ એક અધિકારી સુજનને અર્પણ કરી છે. તાજેતરમાં જ શ્રી રાણકપુર અને ગિરિરાજ આબુક પરનાં દેલવાડાનાં દેરાં નીરખવાનો પ્રસંગ મળ્યો. એમાં રાણકપુરના દેવમંદિરે મારું ચિત્ત ખૂબ જ આકર્ષિત કર્યું. હિંદનાં બેનમૂન સ્થાપત્યોમાંનું એ એક ભાસ્યું. એ જીર્ણશીર્ણ સ્થાપત્યનો હાલમાં જ જીર્ણોદ્ધાર થયો છે. જીર્ણોદ્ધાર તો ઘણા થયા છે ને થાય છે, પણ એ જોઈને એમ જ ઇચ્છા થઈ જાય છે, કે આના કરતાં તો ખંડેર જ રાખ્યું હોત તો સારું થાત ! પણ શ્રી રાણકપુર તીર્થનો થયેલો જીર્ણોદ્ધાર ને આબુ.દેલવાડાનાં દેરાંનો થતો જીર્ણોદ્ધાર જોઈને મન ખરેખર પ્રસન્ન થઈ ગયું. જૂના સદ્અંશોને રક્ષવાની કાળજી ને નવી કારીગરીને એમાં આમેજ કરવાની આવડત અપૂર્વ લાગી. શિલ્પવિજ્ઞાન ને કલાસૌંદર્યભરી કોઈ આંખ એના પર સતત પહેરો રાખી રહેલી મને જણાઈ. દેલવાડાના જીર્ણોદ્ધારમાં બાદશાહી રકમ ખર્ચવાનો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નિરધાર કર્યો છે, ને એમાંના કેટલાય લાખ ખર્ચાઈ પણ ગયા છે. રાણકપુરમાં પણ કેટલાય લાખનું ખર્ચ થયું છે. આ રીતે જૈનોના બલ્ક ભારતનાં કલા, શિલ્પ ને ઉદાર ધર્મભાવભર્યા ભવ્ય ભૂતકાળની અપૂર્વ રક્ષા થઈ રહી છે. આ સર્વનું સર્વપ્રથમ શ્રેય શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ઘટે છે. એમની જીર્ણોદ્ધાર વિશેની ઝીણવટભરી દષ્ટિ, પ્રાચીન કળા વિશેનો ખ્યાલ ને તીર્થરક્ષાની તમન્ના – આ સર્વેએ મારું મન આપ્યું છે, એ અદ્યતન છતાં પુરાતન દષ્ટિને મારા મને પ્રશંસી છે ને એ કારણે આ પુસ્તક તેઓશ્રીને વગર રજાએ અર્પણ કર્યું છે. હિં. વૈશાખી પૂર્ણિમા, સં. ૨૦૦૯ - જયભિખ્ખું *** બીજી આવૃત્તિમાં નહિવતું સુધારો કર્યો છે. બાકી પુનર્મુદ્રણ જ છે. તા. ૧૫-૮-૬૧ - જયભિખ્ખ * મંત્રીશ્વર વિમલ' આ નામનું આ જ લેખકનું પુસ્તક જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy