SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચિલ્લાત નામના દુર્મદ ભિલ્લોના રાજ્યનો સામનો કરવાનો આવે છે. આ લોકો સુવર્ણના મહેલોમાં રહે છે, રૂપાના રસ્તાઓ પર ચાલે છે, ને એમના એશ્વર્યનો કોઈ પાર નથી. દાસ-દાસીઓ પણ અપાર છે. યુદ્ધમાં તો એ યમરાજના ભાઈ છે. કપિની જેમ પર્વત ચઢે છે, ઘોની જેમ કંદરાઓમાં સરી જાય છે, પંખીની જેમ એક શિખરથી બીજે શિખર જાય છે.' ‘આ લોકોના પક્ષકાર મેઘમુખ ને કાલમેઘ નામના દેવો છે. એ આંધી, વાવાઝોડાં ને ઉલ્કાપાત આણવામાં કુશળ છે. આ લોકોનાં અન્ય કુળો દક્ષિણ સિંધુ નિષ્ફટમાં વસે છે. કોઈ આ રસ્તે આગળ વધે કે તેઓ પાછળથી આવીને આ ગુફાનાં દ્વાર ઘેરી લે છે. આભઅડતી જ્વાળાઓ સળગાવે છે. આમ આગળ અને પાછળથી ઘેરાયેલો શત્રુ ભલે ઇંદ્રનો અવતાર હોય તોપણ કરુણ દશામાં અસહાય રીતે નાશ પામે છે ! પર્વતના દક્ષિણ ભાગમાં આ આવેલ છે. દક્ષિણોત્તર ભાગમાં વિદ્યાધરો, કિન્નરો, યક્ષો ને દેવો રહે છે.’ - અહીંથી પણ આગળ એક પર્વતકૂટ છે. કહે છે કે દેવ, વિદ્યાધર કે માનવી સુધ્ધાં આજ સુધી કોઈ ત્યાં ગયું જાણ્યું નથી.’ કૃતમાલદેવની આ વાતોને ભરતદેવ શાન્તિથી એકચિત્ત થઈને સાંભળી રહ્યા. એ પછી વિચારમગ્ન બનીને થોડી વાર ખંડમાં ફર્યા, ને પછી મહામંત્રી તરફ ફરતાં કહ્યું : મંત્રીરાજ ! આપણે વૈતાઢ્ય વીંધવો જ પડશે.’ હા, સ્વામી ! બીજા માટે નહિ તો સ્ત્રીરત્ન માટે તો ખરો જ ! પૃથ્વીની કોઈ પુત્રી આપને પસંદ ન પડી, તો હવે કદાચ વિદ્યાધરની કોઈ પુત્રીને સ્વામી સ્ત્રીરત્ન તરીકે પસંદ કરે !' મંત્રીરાજે સ્વામી પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતાં કહ્યું. સેવકને એટલા સ્પષ્ટ થવાનો અધિકાર હતો. મંત્રીરાજ ! મારો વિચાર તમને વારંવાર સતાવે છે. મારું સુખ તમને આવા દુર્ભેદ્ય પહાડો ભેદવા માટે પણ પ્રેરે છે. હું જાણું છું કે તમે બાહ્ય રીતે જેટલો પ્રેમ બતાવો છો, એના કરતાં વિશાળ પ્રેમસાગર તમારા દિલમાં લહેરાઈ રહ્યો છે. પણ એટલું યાદ રાખો કે ભરતને ભરત કરતાં ભરતનું શાસન વધુ પ્રિય છે. કારણ ભરતદેવે શિક્ષકની અદાથી મંત્રીને પ્રશ્ન કર્યો : મંત્રીરાજ ! એનું કારણ કહેશો ?” Jain Education International For Private & Personal Use Only ઉત્તરાખંડ * ૯૩ www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy