SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ માહિતી આપતાં કહ્યું: ‘આપે આજ સુધી જે સાધ્ય કર્યું, એ સઘળું હવે જે સાધ્ય કરવાનું છે, એને હિસાબે કંઈ નથી. ત્રણ ત્રણ સાગરસીમાડાઓ જીતવા જેટલું કપરું કામ અહીં એક એક યોજન ભૂમિ જીતવા પાછળ રહેલું છે. પર્વતારોહી બનીને આ પર્વત ઉલ્લંઘવો અશક્ય છે. પર્વતને ભેદવા માટે કેટલીક યોજન સુધીની ઊંડી ગુફાઓ પસાર કરવાની જરૂર પડશે. પણ એ ગુફાઓ ઘોર અંધકારથી વ્યાપ્ત છે.” “તમિસા ગુફા એમાં પ્રખ્યાત છે. એ ગુફાનાં સાંકડાં વજકપાટ હજુ સુધી કોઈએ ખોલ્યાં નથી. માર્ગમાં અગ્નિ વરસાવતા પ્રદેશો ને વરસાદથી જળબંબાકાર અરણ્યો આવેલાં છે. આડે એવી એવી નદીઓ આવેલી છે, જેમાં પથ્થર પણ તુંબડીની જેમ તરે છે, ને કેટલીક એવી પણ નદીઓ છે, જેમાં બીપાત્ર પણ પથ્થરશિલાની જેમ ડૂબી જાય છે. કેટલીક નદીઓ એવી છે કે માણસ એમાં પ્રવેશે કે સીધો પાતાળમાં પધરાવી દે, કાં તો આકાશમાં ઊંચો ફંગોળી દે. એ નદીઓને કાળા માથાનો કોઈ માનવી હજી સુધી પાર કરી શક્યો નથી.' ‘હવે ત્યાંની પૃથ્વીની વાત કરું કેટલેક સ્થળે પૃથ્વી એવી પોચી છે કે દૂધ સાકરને ગળી જાય, એમ માણસને જોતજોતાંમાં આખો ને આખો ગળી જાય. કેટલીક જમીન એટલી કઠણ છે કે માણસના પગ જાણે કાંટાની વાડમાં ચાલતા હોય. ચઢાવ-ઉતારનો તો કોઈ પાર નથી.' અંધકાર તો આઠે પ્રહર ત્યાં બિછાયેલો છે. ને એ અંધકારને લીધે અનેક જાતનાં વિષભર્યા કીટાણુ ને રક્તચૂસ પ્રાણીઓ ત્યાં ઘૂમ્યાં કરે છે. ફક્ત પગની આંગળીને સ્પર્શ કરીને આખા દેહનું લોહી પી જનારી જળો, ને માણસના નાકમોં પર બેસી આંખો ઠોલી ખાનારાં ચામાચીડિયાંનો ત્યાં પાર નથી. ત્યાંના કરોળિયા એવી જાળ ગૂંથે છે કે અન્ય કે હાથી પણ એ બંધનમાં ગૂંચવાઈ જાય. હવામાં પણ એવી જીવાતનાં ધણનાં ધણ ઊડ્યા કરે છે કે જેના પર બેઠાં, પછી એ માનવ હોય, અશ્વ હોય કે હસ્તી હોય, તેનાં રક્ત માંસ ને મેદ સુધ્ધાં ચાટી લઈ, ચૂસી લઈ, ફક્ત કંકાલ બાકી રહેવા દે. સ્વામી ! સારાંશમાં, અહીંની દિશાઓ દાવાનળ જેવી છે, પવન પ્રલયાગ્નિ જેવા છે, પૃથ્વી અસિધારા જેવી ‘આટલાં સંકટો વેઠીને વૈતાઢ્ય પાર કરનારને તરત જ આપાત ને ચક્રવર્તી ભરતદેવ ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy