SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાની વિદાયને મંજૂર ન કરી ! ભરતદેવની નામંજૂરી એના પગની બેડી બની ગઈ. આજની પૃથ્વીનો માલિક ભરતદેવ હતો ! યુગલધર્મ મુજબ તો સુંદરી પર બાહુબલિનો જન્મજાત હક્ક હતો, કારણ કે એ એક માતાનાં ઉદરથી અવતરેલાં હતાં. બ્રાહ્મી ને ભરત સહોદર હતાં. ભાઈબહેન પતિપત્ની થઈને જીવે એવો જૂનો વ્યવહાર હતો. છતાં ગમે તેમ, નાનપણથી સુંદરી ભરત પ્રત્યે આકર્ષાયેલી રહેતી. દરેક રમત, પ્રત્યેક ક્રીડા ને તમામ હાસ્યખેલમાં ભારતનો જ સાથે એને ગમતો. ઘરડેરાં ચિંતા કરતાં કે આ ગૂંચ કેમ ઊકલશે ? ત્યાં તો ભગવાન વૃષભધ્વજે નવા યુગનું મંડાણ કર્યું, નવું પ્રીતિશાસન સ્થાપ્યું. ભાઈબહેન ન પરણે. એકાએક જૂનાં મૂલ્ય પલટાઈ ગયાં. ભાઈબહેનને પતિપત્ની બનવાનો નિષેધ થયો. યુગલિક ધર્મ ગઈગુજરી બન્યો. નવો યુગ આરંભાયો. એમાં સુંદરી ભરતની બની. બંનેને ઇસિત મળ્યું. પણ આજે એ ઇસિત જ સુંદરીને આડે આવ્યું. ભગવાને રાજા બનીને રાજમાર્ગ પ્રવર્તાવી, હવે યોગીનો માર્ગ લીધો. એ બતાવવા માગતા હતા કે સાચો રાજા સાચો યોગી છે, ને સાચો યોગી સાચો રાજા છે. આ રાજપદ જેટલું સાચું છે, એનાથી હવે જે હું આચરું છું તે ત્યાગપદ વધુ સારું છે, અથવા છેવટે એ જ સાચું છે. ભગવાને કહ્યું : જીવનને સંસ્કારથી શણગારો. ભોગને ત્યાગથી અજવાળો. મૃત્યુ તમને સંસારથી અળગા કરે, એ પહેલાં તમે જ સંસારથી અળગા થાઓ. ભોગમાત્ર તમને છોડી જાય, એ પહેલાં તમે એને છોડી જાઓ એમાં તમારી શોભા છે, તમારો વિજય છે. રાજા કે રાજદંડ તમને નીતિમાન રાખે, એમાં તમારી જાતનું અપમાન છે. ધર્મ તમારો નેતા હો ! ધર્મ તમને દોરે ! ધર્મના ચરણે તમારો વૈભવ રાખની ચપટી બને, ને એ રાખની ચપટી તમારા અંતરનો અલૌકિક રાજવૈભવ બને ! અંધારી દુનિયામાં તમે દીવાદાંડી બનો !' આ ઉપદેશે અનેકને અસર કરી. બ્રાહ્મીએ ભેખ લીધો, અનેકોએ લીધો. સુંદરી પણ એ રસ્તે જવા સજ્જ થઈ. ત્યાં રાજા ભરતદેવે એને રોકી લીધી. પણ આ સુંદરીના રોકવાના પ્રસંગે અજબ વિમાસણ પેદા કરી દીધી. ભુવનમોહના ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy