________________
પર રઝળવા દેવા જેટલા એ સહિષ્ણુ ન થઈ શક્યા. ગાઢ અરણ્યો, ને લાહ્ય વરસાવતાં રણોમાં ભૂખ-પિપાસાભરી સ્થિતિમાં સુશ્રીભરી સુંદરીને તેઓ નિરાધાર ફરવા દેવા તૈયાર નહોતા.
મનના મોહની વાત વિચિત્ર છે ને ! પૂજ્ય પિતાજીની સામે જ એમણે સુંદરીના સંન્યાસ માટે ન છાજતી ના કહી દીધી. સાગર સમ ગંભીર પિતાએ સામે એક વચન પણ ન ઉચ્ચાર્યું. છતાં ભારતના અંતરમાં પોતાની મનોદુર્બલતાથી ક્ષોભ તો અવશ્ય થયો. પણ એણે સુંદરીની નવજાત મેઘ સમી ભરી ભરી દેહયષ્ટિ સામે જોયું ને એનું હૈયું ક્ષોભ ભૂલીને મોરલાનો થનગનાટ અનુભવી રહ્યું.
અરે ! રાજગૃહોની શોભા સમાન સુંદરી અગર ચાલી જાય, તો નિષ્કાંતિમાન અયોધ્યાના સિંહાસનને અને રાજઆવાસોને એ શું કરે?
સુંદરી રાજા ભરતદેવની પ્રેરણામૂર્તિ હતી. એના સફળ ધનુષટંકાર પાછળ સુંદરીનું હાસ્ય ન હોય તો એ ટંકાર એને અફળ લાગતા. પ્રેક્ષકવર્ગમાં દ્રષ્ટા તરીકે સુંદરી ન હોય તો રાજા ભરતદેવ જેવો પણ મલ્લવિદ્યામાં નિપુણતા ન બતાવી શકતો. કમળની પાંખડી જેવાં સુંદરીનાં નેત્રો ફરતાં ને જાણે મુમુક્માં પણ નવજીવનની ઉખા પ્રસરી જતી !
ભરતદેવ જેવા વજકાય પુરુષ સ્ત્રીનું સર્જનજૂનું આકર્ષણ સુંદરીમાં અનુભવ્યું. સુંદરીને પોતાની કરી રાખવામાં એમણે ચિત્તની શાન્તિ અનુભવી. પણ સુંદરીનો મનમયૂર જુદી જ રમણામાં રાચી રહ્યો હતો. ગઈ કાલનું એનું નયનનર્તન, ગઈ કાલનું એનું દેહડોલન પિતાજીના રાજસંન્યાસથી પલટાઈ ગયું. સંસારને જે આજ સુધી પોતાના ઇશારા પર નચાવતી હતી. એમાં જ પોતાના સૌંદર્યનો વિજય લેખતી, એને આજે સમજાયું કે અહીં જાળમાં મત્સ્ય પકડ્યાનો માછીમારનો ગર્વ નિરર્થક છે. કારણ કે ખુદ માછીમાર જ કોઈ મોટા માછીમારની અકાટ્ય જાળમાં મત્સ્ય બનેલો છે.
પિતાજી આ ઉન્નત વિચારસરણીમાં પૂજ્ય પ્રેરણામૂર્તિ બન્યા. પોતાનું અણુએ અણુ સૌદર્યભોગને ત્યાગની કલગી પહેરાવવા તૈયાર થયું આખું વાતાવરણ રણઝણી રહ્યું. ને છેલ્લી પળે રે, સાવ છેલ્લી પળે-જ્યારે નાનાંમોટાં અનેક પિતાજીના ચરણમાં મસ્તક ઝુકાવી રહ્યાં ને સંન્યાસનો માર્ગ સ્વીકારી રહ્યાં ત્યારેતે ઘડીએ પોતાનો જીવનસખા ભરતદેવ જ આડે આવ્યો ! એણે ૨૦ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org