SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી પહોંચે તેવો રસ્તો તૈયાર કરવા માંડ્યો. બીજા સૈનિકોને મદદે આમંત્ર્યા. ખૂબ પરિશ્રમ પછી હિમશિલાઓ વચ્ચે લાંબી નેળ તૈયાર કરી, ને વચ્ચે શિલાખંડ પૂરીને કાચો નાનો રસ્તો બનાવ્યો. પણ આટલું કાર્ય પૂરું થયા પછી જ ખ્યાલ આવ્યો કે કાર્ય હજી એટલું જ કઠિન રહ્યું છે. તેઓએ ગજબાળને એ નળ વાટે બહાર લાવવા પ્રયત્ન કર્યો, પણ એનો પગ નેળમાં ચઢતાં જ ફસક્યો. પહેલાં પડ્યો હતો એનાથી ભૂંડી રીતે એ પડ્યો. પડતાં પડતાં એણે ફરી કરુણ ચીસ નાખી. એ કરુણ ચીસે પહાડના ગાળે ગાળે પડછંદા જગાવ્યા. સૈનિકો ભારે વિમાસણમાં પડ્યા. એમની સમજ અને શક્તિ બંને વ્યર્થ નીવડી હતી. આખરે આ સ્થિતિમાંથી ઊગરવાનો તેમણે નિશ્ચય કર્યો; શસ્ત્રના ઘાથીય વધુ તીણ ઉપાલંભ સહેવાના નિરધાર સાથે એમણે સેનાપતિજીને મદદે બોલાવવાનો નિશ્ચય કર્યો. કેટલાક હિંમતવાન સૈનિકોએ એ માટે છાવણીમાં જવા પાછા પગ કર્યા, કે તેમણે એક સુંદર દશ્ય જોયું ! એક અનુપમ લાવણ્યવતી યુવતી હિમખંડો પરથી એમના તરફ ચાલી આવતી હતી; ચાલી આવતી હતી, એમ ન કહીએ, બલ્ક રૂપાળા પતંગિયાની જેમ ઊડતી આવતી હતી. હિમાવાન પર્વત પર દિવસે ઊગતી ઉષા જાણે આજે સદેહે આ તરફ આવી રહી હતી. હંસલક્ષણ વસ્ત્ર એના ખભા પરથી બંને બાજુ લહેરિયા લેતું હતું. એના હાથમાં રત્ન, મણિ ને માણેકનો સમૂહ હતો. બે આંગળીની ચપટી વચ્ચે એ મણિ કે રત્નને દબાવી એનું ચૂર્ણ કરી જ્યાં ને ત્યાં એ રંગોળી અંકિત કરતી આવતી હતી ! કનકકળશ જેવા ઘાટીલા એના વિશાળ મસ્તકમાં જળના નાનાશા સાયર જેવાં બે નયનો હતાં. એ નયન-સાગરમાં નૃત્ય કરતાં બે મત્સ્ય જેવી એની બે પાણીદાર કીકીઓ હતી. દેવદારુને પણ શરમાવે એવો ઊંચો, પડછંદ ને સશક્ત એનો દેહ હતો. એના કમળવેલથી શોભતા બે હસ્ત હસ્તીની સૂંઢને પણ શરમાવતા હતા. એ રમણી પર્વતના જોખમી શિલાખંડો પર ચાલવાની રોજિંદી ટેવવાળી લાગતી હતી. પગ લપસી જવાની કે ઠોકર લાગવાની લેશ પણ ભીતિ વગર, ખંજન પક્ષીની જેમ ઠેકતી કૂદતી એ અવાજના માર્ગે આવી રહી હતી ! ૧૫૬ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy