SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે ઓળખે છે. ભાઈ ! મને શ્રદ્ધા છે કે સુભદ્રા આપણા સહુનું ભદ્ર કરનાર નીવડશે. ‘રણક્ષેત્રમાંથી ભાગનારનું ક્યારેય ભદ્ર થતું નથી !’ ‘આ ભાગવાનું નથી, આ તો જનકલ્યાણ અર્થે ત્યાગ કરવાનો છે. જોજો તો ખરા, ભરતના અહંકારને લોકો કેવો નિંદે છે, ને આપણા ત્યાગને કેવો વખાણે છે !” બંને ભાઈ લાંબો સમય વાર્તાલાપ ને વિચારણા કરતા રહ્યા. એક વાર નગરચર્ચા પણ કરી આવ્યા. બાર બાર વર્ષના યુદ્ધે સર્જેલો વિનાશ એમણે સગી નજરે નિહાળ્યો, ઠેર ઠેર જાગેલાં કલ્પાંતો સાંભળ્યાં. ‘ભાઈ ! ભગવાનની ચરણસેવાથી પણ શું આપણામાં સર્વસ્વ ત્યાગની શક્તિ નથી પ્રગટી ? ભગવાનનો રાજા તરીકેનો સંપર્ક ભરતને મળ્યો છે, તો એ રાજપદ ઊજળું કરી બતાવે ! યોગી તરીકેનો સંપર્ક આપણને મળ્યો છે, તો આપણે યોગી તરીકેના એ મહાન સંપર્કને ઊજળો કરી બતાવીએ ! આ ત્રાસ હવે મારાથી નજરે જોયો જતો નથી ! હું તો ભાઈ, આ ચાલ્યો !’ તો મારે આ રાજપાટને શું કરવું છે ? અરે ! જાઓ, સુલેહનો દૂત મોકલો.’ ભરતની સેનામાં પણ આવા જ પ્રકારની વિચારણા ચાલતી હતી. અંતરના તારની ખૂબી ઔર છે. જેવા તાર નમિ-વિનમિને ત્યાં રણઝણતા હતા, તેવા જ તાર ભરતદેવની સેનામાં ગુંજતા હતા. દિલભર દિલ તે આનું નામ ! સહુ છડેચોક કહેતા કે દયા, દાન ને દૈવતના પ્રચાર માટે ભરતશાસનનો યત્ન છે, ને એવું શાસન તો અહીં પ્રવર્તે છે, પછી યુદ્ધ શા માટે ? સુલેહ કાં નહિ ? અજબ પ્રકારનું આ યુદ્ધ બની રહ્યું : મનમાં પ્રેમ ને બહારથી પ્રહાર ! ભરતદેવ ને સેનાપતિ સુષેણના લક્ષ પર આ વિચારપ્રવાહો આવ્યા. એમાં અજબ સુંદરી સુભદ્રાની વાતે વાતાવરણને વધુ રણઝણતું કર્યું. ચક્રવર્તી યુદ્ધ થોભવવાની આજ્ઞા આપવાની તૈયારીમાં હતા, એવામાં સ્વયં નમિ-વિનમિ તરફથી સુલેહનો દૂત આવ્યાના ખબર મળ્યા. દૂતે તો હજી પૂરો પ્રવેશ પણ નહોતો કર્યો, ત્યાં સહુએ કૂદી કૂદીને એનું સ્વાગત કર્યું. જાણે ૧૮૮ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy