SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પહાડોમાંથી ને કંદરાઓમાંથી ઊડતા રીંછ જેવા આકારો છલાંગો મારતા કોઈ એક દિશામાં ધસી રહ્યા હતા. થોડી વારમાં આજુબાજુની કંદરાઓમાંથી પાંખોવાળા વાઘ જેવાં પ્રાણીઓ નીકળી આવ્યાં, ને મહાકાલના મૃદંગ જેવો વિકરાળ શોર મચાવતાં એ એક જ દિશામાં ધસી ગયાં. માનવીનું મન બહેર મારી જાય, વહેતું રુધિર સ્થિર થઈ જાય, ચાલતા શ્વાસ થંભી જાય એવી ભયંકરતા એ પોકારોમાં ભરી હતી. કાળો કકળાટ વ્યાપી રહ્યો. ગીધડાં એક શિકાર પર તૂટી પડે એમ એ બધાં એક ભક્ષ પર તૂટી પડ્યાં હતાં. પ્રવાસીના કદમ થંભી ગયા. એનું રોમ રોમ સળગી ઊઠ્યું. એણે પોતાનું પ્રચંડ ધનુષ ખભેથી ઉતાર્યું. ધનુષ્ય પર તીર ચઢાવ્યું. ત્યાં એક રીંછ નાસતું-ભાગતું તેના તરફ આવતું દેખાયું. નિરાશ શ્રમિત પ્રવાસીમાં આ આકસ્મિક ઘટનાએ ચેતન પૂર્યું. હોલવાતા દીપક જેવા એના હૈયામાં પરાક્રમનું તેલ સિંચાયું. એનો કંટાળેલો ચહેરો સજાગ બન્યો. એણે કાન સુધી પ્રત્યંચા ખેંચીને ધો૨ ૨૦ સાથે તીર ચલાવ્યું. તીર આબાદ નિશાન પર ગયું. પેલા રીંછને એણે ગબડાવી પાડ્યું. એ રીંછ લથડ્યું, સાથે એના હાથમાંથી કોઈ વસ્તુ પણ જમીન પર ગબડી પડી. ઊં ! ઊંઆં ! ઊંઆં ! કોઈ નવજાત બાળકની ચીસો પ્રવાસીના કર્ણને સ્પર્શી રહી. એ ચીસે એના વજહૃદયને ભેદી નાખ્યું. એનો પુણ્યપ્રકોપ ઝગી ઊઠ્યો. પ્રવાસી દોડ્યો. પેલા નાસતા રીંછને ગળાથી પકડ્યું. પણ રે ! જાણે એક રીંછમાંથી બીજું રીંછ નીકળીને નાસી ગયું ! જીવ ચાલ્યો જાય ને ખોળિયું પડી રહે તેમ એના હાથમાં માત્ર રીંછની ખાલ રહી ગઈ. પ્રવાસી તરત સમજી ગયો. એણે જેને પકડ્યું એ તો કોઈ બીજું જાનવર હતું. એણે માત્ર રીંછની ખાલ ઓઢી હતી, એ રીંછ ન હતું. પ્રવાસી એ જતા જાનવરને પકડવા વેગથી દોડ્યો. પેલું તો છલંગ મારતું, ઘડીમાં પૃથ્વીમાં પેસી જતું, ઘડીમાં ઝાડીમાં અલોપ થઈ જતું, દૂર દૂર સરવા લાગ્યું. પણ પ્રવાસી એમ હારે તેવો નહોતો. એણે હાથથી ઝડપવાનો પ્રયાસ છાંડી દીધો. એ ઊભો રહી ગયો. એણે ભાથામાંથી બીજું તી૨ કાઢ્યું. ને નિશાન લીધું. તીર નિશાન પર જઈ બેઠું ને પેલું જાનવર ગબડી પડ્યું. પ્રવાસી દોડતો ૪ : ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy