SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આંખવાળો બીજો કોઈ પુરુષ નહોતો. ભરતદેવે યોગ્ય સૂચના આપી એમને વિદાય કર્યાં. કાર્યવેગભર્યાં એ દિવસો ને રાત્રિઓ ભારે ઉલ્લાસભર્યાં વીતવા લાગ્યાં. આઠે પ્રહર પ્રવૃત્તિઓથી ધમધમતા પસાર થવા લાગ્યા. તમિસા ગુફાનું વજ્રદ્વાર સહુનું લક્ષ બન્યું હતું. યુગોથી એ અસ્પર્થ રહેલું દ્વાર શું ખરેખર ખૂલશે, એમ ભરતદેવની અચિંત્ય, અમોઘ શક્તિમાં વિશ્વાસ રાખનારાઓને પણ ઘણી વાર શંકા થઈ જતી ! ચક્રરત્ન જેવું ચક્રરત્ન પણ અહીં કશું કરી શકે તેમ લાગતું નહોતું ! સેનાની વચ્ચે ફરી રહેલા ભરતદેવે અચાનક વાર્ધકીરત્નને તેડાવ્યું. વિબુધશેખરની કાર્યવાહી તો એ અયોધ્યાથી નીકળ્યો ત્યારથી જરાય અલ્પ બની નહોતી. ભરતદેવનું તેડું મળતાં એ દોડતો આવ્યો. ‘વિબુધ ! સુષેણ સાથે તારી કેટલી સેના ગઈ છે ?” ભરતદેવે પૂછ્યું. અર્ધ સેના !’ તો તારે શેષ અર્ધ સેનાથી એક મહત્ત્વનું કાર્ય પાર પાડવું પડશે. તમિસા ગુફાનાં વજદ્વાર ખૂલશે ત્યારે એમાંથી અગ્નિ ઝરશે. એ અગ્નિ બાર બાર યોજન સુધીમાં લીલું કે સૂકું કંઈ બાકી નહિ મૂકે. માટે સિંધુ નદીના પશ્ચિમ ભાગમાં ખાઈ ખોદો, દક્ષિણમાં સિંધુ નદીના બન્ને કિનારા સુધી ખાઈ ખોદો, અને એમાં સિંધુનો પ્રવાહ વાળો !’ વાર્ધકીરત્નનો અધિનેતા વિબુધ ઘડીભર વિચાર કરી રહ્યો. એણે સાગર પર સેતુ બાંધ્યા હતા, સમુદ્ર પર પાજ બાંધી હતી, નદી આડા બંધ રચ્યા હતા, કૂવા, વાવ ને તડાગ ખોઘાં હતાં, પણ આ પ્રકારની ખાઈથી એ અજાણ હતો. એ અજાણ જરૂર હતો, પણ અબુધ નહોતો. એણે થોડી વાર વિચાર કરીને કહ્યું : સ્વામીની ઇચ્છા પ્રમાણે જ થશે !’ એ ખાઈ રચવાની તૈયારીમાં ગૂંથાયો. રચતાં રચતાં એનો આનંદ વધી ગયો. આ પ્રયોગમાં એને ભાવિની મોટી મોટી શક્યતાઓ દેખાઈ. આ પરિશ્રમમાં એ સફળ થાય તો સાગર, સરિતા કે ઝરાનાં જળ જ્યાં ચાહે ત્યાં વાળીને લઈ જઈ શકાય અને મરુભૂમિને પણ જળબંબાકાર કરી શકાય ! સૂકી ધરામાં જીવનારા લોકો ખેતીની ના કહ્યા કરતા. અતિ આગ્રહે એ ૧૦૪ * ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy