________________
૨૧
ઘર્ષણ જાગ્યું
જગ્યું
૨થનૂપુરચક્રવાલ નગરના રાજેંદ્ર વિનમિરાજ પ્રભાતકાલે સહુની ભેટ કરતા બેઠા હતા. એમની પાસે સિંહાસન પર એક સુંદરી બેઠી હતી. કમલવનમાંથી નીકળીને આવેલી પદ્મશ્રી જેવી એની શોભા હતી. પોતાના સુકોમળ લાગતા હસ્તથી એ ઇન્દ્રનીલમણિઓને ચપટીથી ચૂરચૂર કરતી ચક્રવાલ રચતી હતી.
ગાયકો, વાદકો, બંદીજનો, પૌરજનો, સામંતો એક પછી એક ભેટશે આવતા હતા. આપણો પરિચિત ઊડતાં પારેવાંનો વેપારી પણ ધીરે ધીરે આવી રહ્યો હતો, પણ અત્યારે એની વેશભૂષા જુદા પ્રકારની હતી.
. એ રાજદૂતના લેબાસમાં હતો. એણે “જય વૃષભધ્વજ કરીને વિનમિરાજને પ્રણામ કર્યા ને કહ્યું: ‘છ ખંડના વિજેતા મહારાજાધિરાજ, ચક્રવર્તી ભરતદેવનો હું દૂત છું.'
‘ચક્ર-બક્ર અમે ન સમજીએ. રાજદૂત ! હમણાં સીમા પરથી વર્તમાન આવ્યા હતા, કે કોઈ અભિમાની રાજા ભરતદેવના માણસોએ અમારી સીમામાં ડેરા-તંબૂ નાખેલા અને અમારા સેવકોની સામે કંઈક મિથ્યાભિમાન પણ કરેલું. એ કારણે સેવકોને કંઈક કડક થવું પડેલું. અરે ભાઈ ! એ તમારા રાજા ભરતદેવ છે ક્યાંના?’ વિનમિરાજના શબ્દોમાં સ્વાભાવિકતા ગુંજતી હતી. - “અમારા મહારાજા ભરતદેવ અયોધ્યાપતિ ભગવાન ઋષભદેવના પુત્ર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org