Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
Catalog link: https://jainqq.org/explore/005060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दंसणस्स Horsehu આગામદીપ ૪૫ આગમ ગુર્જર છાયા: ज्योतिषाचार्य शासन दीपक ज्योतिष सम्राट शिरोमणि मुनिराजश्रीजयप्रभविजयजी श्रमण श्री मोहनखेड़ा तीर्थ - વોર રાષrs (ઘાર) ૫૫. ફોન : 07298-33064 આગમ:- ૪૦ થી ૪૫ ચારમૂળસૂત્ર-નંદી-અનુયોગ -: ગુર્જર છાયા કર્તા :| મુનિ દીપરન-સાગર Jein-Edueeti ersonal use only www.jammenbrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ :11 ? { : :: :: કાર 'RST : બાલ બહાચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मल देसणस्स દીપાવલી રેલ્વે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ wામમાં જ કક અTEL હક કે કાકા 00 ALL છેરાગી વ્હાપણ 3 :: વિભાગ સાતમો આગમ-૪૦ થી ૪૫-ગુર્જરછાયા ચાર મૂળસૂત્ર-નંદી - અનુયોગ ગુર્જર છાયા કર્તા - - મુનિ દીપરત્નસાગર તા. ૩૧/૩/૯૭ સોમવાર ૨૦પ૩ ફા. વ. ૭ JI ૪૫ આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. ૨૦૦૦/ | કે આગમ દીપ પ્રકાશન ' esી દ: : ::: Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘી કાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - ( શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * ૪૫ આગમરોપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ ૧૬, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે ૧, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ ૨૦, ગૌતમનગર સોસાયટી, ૨૧, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ - ૪૫ આગમ - “ગુર્જર છાયા” માટે કામ લીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આગમદીપ - વિભાગ-૯ - અનુક્રમ 1 ચાર મૂળસૂત્ર બે ચૂલિકા આગમક્રમ-૪૦ થી ૪૩ પૃષ્ઠ. ૧૩ આગમક્રમ-૪ થી ૪૫ પૃષ્ઠ. (બે આવરસર્ચ - પહેલું મૂળસૂર - ગુર્જરછાયા ) વંદનક ૨ વિષય અનુકમ | પૃષ્ઠક ૧ સામાયિક ૧-૨ ૧૧-૧૨ ચતુર્વિશતીની સ્તવ ૩- ૯ / ૧૨ ૧૦ | ૧૩પ્રતિક્રમણ ૧૧-૩૬ ૧૪-૧૮ કાયોત્સર્ગ ૩૭- ૬૨ ૧૮-૨૦ પ્રત્યાખ્યાન ૩-૯૨ | ૨૧-૨૪ ૪૧ ઓહનિષિ - બીજું મળસત્ર-૧ - ગુર્જરછાયા કમ | વિષય અનુકમ પૃષ્ઠોક ૧ | મંગલ – પ્રસ્તાવના ૧-૨૦ | ૨૫-૨૬ પ્રતિલેખના દ્વારા ૨૧-૫૪૬ ૨૬-પર પિંડ દ્વાર પ૪૭-૧૦૦૬ પ૨-૬૮ ઉપધિપ્રમાણ દ્વાર ૧૦0૭-૧૧૧૪ ૬૮-૭૨ અનાયતન વર્જન દ્વારા ૧૧૧પ-૧૧૩૯ ૭૨-૭૩ પ્રતિ સેવના દ્વાર ૧૧૪૦-૧૧૪૨ ૭૩-૭૪ આલોચના દ્વારા ૧૧૪૩-૧૧૪૬ ૭૪વિશુદ્ધિ દ્વાર ૧૧૪૩-૧૧૬૦ ૭૪૭૫ ઉપસંહાર | ૧૧૧-૧૧૬૫ | ૭૫-૭૬ (૪૧Y પિડ નિજજુત્તિ - બીજું મૂળ સૂગ - ૨ - ગુર્જરછાયા મ વિષય અનુક્રમ | પૃષ્ઠક પ્રસ્તાવના - ગાથા. ૧- | ૭૦| ૨ પિંડ ૨-૧૦૦ | ૭૭-૯૩ له | s Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ ૫ S ७ C 1.0 ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ G O ८ ૯ ૧૦ T ૧ ૨ ક્રમ ૧ ૨ ૩ ઉદ્ગમ ઉત્પાદના એષણા સંયોજના પ્રમાણ કારણ ઉપસંહાર સ વિષય દુમપુષ્પિકા શ્રામણ્યપુર્વ મુલ્લાકાચાર કથા છ જીવનિકાય પિંડેષણા મહાચારકથા વાક્ય શુદ્ધિ આચારપ્રણિધિ વિનયસમાધિ તે-ભિક્ષુ ચૂલિકા રતિ વાકય વિવિક્ત ચર્ચા ૪૩ વિષય [૪] દસવેચાલિયં - ત્રીજું મૂળસૂત્ર - ગુર્જરછાચા અનુક્રમ ૧-૫ ૬-૧૬ ૧૭-૩૧ ૩૨-૭૫ વિનય શ્રુત પરિષહ વિભક્તિ ચાતુરંગીય ૧૦૧-૪૩૫ ૯૩-૧૧૩ ૪૩૬-૫૫૭ ૧૧૩-૧૨૬ ૫૫૮-૬૭૭ ૧૨૬-૧૪૦ ૬૭૮-૬૮૩ ૧૪૦-૧૪૧ ૬૮૪-૬૯૬ ૧૪૧ ૬૯૭-૧૦૨ ૧૪૧-૧૪૨ ૧૧૧-૭૧૨ ૧૪૨-૧૪૪ ૫૦૫-૫૨૪ ૫૨૫-૫૫૦ ઉત્તરજીચણું - ચોથુ મૂળસૂત્ર - ગુર્જરછાયા અનુક્રમ ૧-૪૮ ૪૯-૯૫ ૯૬-૧૧૫ ૧૪૫-૧૪૬ ૧૪૬-૧૪૭ ૧૪૭-૧૫૩ ૭૬-૨૨૫ ૧૫૩-૧૬૧ ૨૨૬-૨૯૩ ૧૬૧-૧૬૫ ૨૯૪-૩૫૦ ૧૬૫-૧૬૮ ૩૫૧-૪૧૪ ૧૬૮-૧૭૨ ૪૧૫-૪૮૪ ૧૭૨-૧૭૮ ૪૮૫-૫૦૫ ૧૭૮-૧૮૦ પૃષ્ઠાંક ૧૪૫ ૧૮૦-૧૮૨ ૧૮૨-૧૮૩ પૃષ્ઠાંક ૧૮૪-૧૮૭ ૧૮૭-૧૯૦ ૧૯૦-૧૯૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ LI અનુકમ | પૃષ્ઠક ૧૧૬-૧૨૮ ૫ ૧૯૧-૧૯૨ ૧૨૯-૧૦] ૧૯૨-૧૯૪ ૧૬૧-૧૭૮ | ૧૯૪-૧૯૫ ૧૭૯-૨૦૮ { ૧૯૫-૧૯૭ ૨૦૯-૨૨૮ ૧૯૭-૧૯૮ ૨૨૯-૨૯૦ ૧૯૮-૨૦૧ ૨૯૧૩૨૭ ૨૦૧-૨૦૨ ૩૨૨૩પ૯ ૨૦૩-૨૦૪ ૩૬૦-૪૦૬ | ૨૦૪-૨૦૭ મ વિષય અસંખ્ય અકામ મરણ ક્ષુલ્લક નિર્ગથીય ઉરભિજ્જ કાપિલિય નમિપ્રવજ્યા |૧૦| દુમપત્રક બહુશ્રુતપૂજા હરિકેશી ચિત્ર-સંભૂતિ ઈષકારીય [૧૫તે ભિક્ષુ બ્રહ્મચર્યસમાધિસ્થાન [૧૭પાપશ્રમણ સંયત [૧૯] મૃગાપુત્ર ૨૦ મહાનિગ્રંથ સુમુદ્રપાલીત રથનેમિ કેસી-ગૌતમ ૪ ૭-૪૪૧ | ૨૦૭-૨૦૯ ૪૨-૪૯૪ | ૨૦૯-૨૧૨ ૧૮ ૪૯૫-૫૧૦ | ૨૧૨-૨૦૧૩ ૫૧૧-પ૩૯. ૨૧૩-૨૧૬ પ૩૯-પપ૯ | ૨૧-૨૧૭ પ૬૦-૬૧૩ | ૨૧૭-૨૧૯ ૬૧૪-૭૧૨ ૨૧૯-૨૨૪ ૭૧૩-૭૭૨ ૨૨૪-૨૨૬ ૭૭૩-૭૯૬ ૨૨૭-૨૨૮ ૭૯૭-૮૪૬ ૨૨૮-૨૩૦ ૮૪૭-૯૩પ | ૨૩૦-૨૩૪ પ્રવચનમાતા. ૩૬-૯૬૨ | ૨૩૪-૨૩૫ ૯૬૩-૧૦૦૬ | ૨૩પ-૨૩૭ ૨૭ યજ્ઞીય સામાચારી ખલુંકીય મોક્ષમાર્ગગતિ સમ્યક્ત્વપરાક્રમ ૨૮૫ ૧૦૦૭-૧૦૫૮ | ૨૩૭-૨૪૦ ૧૦પ૯-૧૦૭૫ | ૨૪-૨૪૧ ૧૦૭૬-૧૧૧૧ | ૨૪૧-૨૪૩ ૧૧૧૨-૧૧૮૮ | ૨૪૩-૨પ૦ ૨૯ ] Page #7 -------------------------------------------------------------------------- ________________ | []. | અનુકમ | પૃષ્ઠક | ૧૧૮૯-૧૨૨૫ | ૨પ૦-૨૫૩ ૧૨૨૬-૧૨૪૬ ૨૫૨ ૧૨૪૭-૧૩પ૭ ૨૫૨-૨૫૯ કિમ | વિષય ૩િ૦| તપમાર્ગગતિ [૩૧] ચરણવિધિ ૩ર | પ્રમાદ સ્થાન ૩૩| કર્મપ્રકૃતિ | લેગ્યાઅધ્યયન અણાગારમાર્ગગતિ ૩૬| જીવાજીવવિભક્ત ૧૩પ૮-૧૩૮૨ ૧ ૨પ૯-૨૬o ૩૪ ૧૩૮૩-૧૪૩ ૨૬૦-૨૬૩ ૩પ ૧૪૪૪-૧૪૬૪ ૨૬૩-૨૬૪ ૧૪૬૫-૧૪૭૧ | ૨૬૪-૨૭૩ ( નદી સુd - પહેલી ચૂલિકા - ગુર્જરછાયા ) મ| વિષય અનુકમ | પૃષ્ઠક . અહેતુ - સંઘ સાદિ સ્તુતિ ૧-પર | ૨૭૪-૨૭૭ જ્ઞાનના વિવિધ ભેદો પ૩-૧૩૮ | ૨૭૭-૨૯૦ બાર અંગ - સૂત્રોનો વિષય ૧૩૯-૧૫૬ | ૨૯૦-૨૯૭ દ્વાદશાંગી આરાધના-વિરાધના ફળાદિ | ૧૫૭-૧૬૦ | ૨૯૭-૨૯૮ | ૫ | બુદ્ધિના આઠગણો - કૃતગ્રહણ | ૧૬૦-૧૩] ૨૯૮અનુજ્ઞાનંદી ૧-૪ | ૨૯૮-૨૯૯ [૭ | જોગ નંદી ૧- 1 ૨૯૯-૩૦૦ ૪ (૬ . અનુગાદાર • બીજી ચૂલિકા - ગુર્જરછાયા અનુકમ | પૃષ્ઠક ૩૦૧-૩૦૮ ૧-૬૯ ૭૦-૧૪૫ ૩૦૮-૩૩૪ ૩િ | નામ વિષય જ્ઞાન અને આવશ્યક આનુપૂર્વી નામ - એકથી દસ ભેદે અને પ્રમાણ સામાસિક ભાવ પ્રમાણ પ્રમાણનું સ્વરૂપ | વક્તવ્યતા અને અધિકાર ૧૪૬-૨૪૭. ૩૩૪૩૪૬ ૪ ૨૪૮-૨૫૧ | ૩૪-૩૪૮ ૨પ૨-૩૧૭ | ૩૪૮-૩૮૨ | ૩૧૮-૩પ૦ | ૩૮૨-૩૯૧ | WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - ૧ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ- પરિવાર, વડોદરા ભાગ - ૨ રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (૧) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (૨) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (૩) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ - ૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ. Sભાગ-૪ (૧) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (૨) શ્રી ગગન વિહાર જે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા (ભાગ-૬) તથા ભાગ- ૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક IIIIIIIIIIIIIIIIIIIIII (૧) આયારો (૨) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂઆ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જેન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (૧) ઠાણે ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (૨) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (૧) જંબુદ્વીવપન્નતિ (૨) સૂરપન્નત્તિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (૧) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (૧) નાયાધમકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ દમદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર, કામદાર, કલક્તા (૧) પહાવાગરણ - સ્વપૂ.આગમોઢારશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પદાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (૧) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સાપૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૯િ] [૧૦] [૧૧] [૧૨] [૧૩] نی نی - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - १ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - २ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ३ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ४ - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - २०४६ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧. શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૨. શ્રાવક કર્તવ્ય - ૧૨ થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩. શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય – આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળો ૭િ૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ]. તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - ૨૦૪૨ સિર્વપ્રથમ ૧૩ વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના આિવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ] પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ نی که [૨૦] هر [૨૪] [૨૫] [], [૨૭] [૨૮] [૨૯] [૩૦]. [૩૧] [૩૨] [૩૩] [૩૪] Page #11 -------------------------------------------------------------------------- ________________ (४१) ه ه * م م . م .......... [८] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા – અધ્યાય-૭ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ ० -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ । ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उववाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुत्तं [आगमसुत्ताणि-१५ ] सूरपन्नति [आगमसुत्ताणि-१६ ] चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ ] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२ ] वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ । तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] الالالالا که पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छठे अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुतं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं ت ح ت [६९] Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ७०] संथारगं [ ७१ ] [७२] [ ७३] [ ७४ ] [ ७५ ] [ ७६ ] [ ७७ ] [ ७८ ] [७९] [ ८० ] पंचकप्पभास [ ८१] [८२ ] [८३] [८४ ] आवसस्यं महानिसीहं ओहनिजत्ति [८५] [ ८६ ] पिंडनिजत्ति दसवेयालियं उतरज्झयणं 980854 9 9 9 4 9 × 3 × ÷ 4 [८७] [८८] [ ८९] [ ९०] गच्छायार चंदावेज्झयं गणिविज्जा देविंदत्थओ मरणसमाहि वीरत्थव निसीह बुहत्कप्पो ववहार दसासुयक्खंधं जीयकप्पो नंदीसूर्य अणुओगदारं [१००] पएडावागरएशं - [१०१] विवाजसूयं - [१०२] Gववार्धयं - [१०3] रायप्पसेशियं - [१०४] छवाछवाभिगमं - [C] [आगमसुत्ताणि - २९ ] [आगमसुत्ताणि-३० [आगमसुत्ताणि-३० [आगमसुत्ताणि-३१ [आगमसुत्ताणि- ३२ [आगमसुत्ताणि-३३ [आगमसुत्ताणि-३३ [आगमसुत्ताणि-३४ [आगमसुत्ताणि-३५ [आगमसुत्ताणि-३६ [आगमसुत्ताणि-३७ [आगमसुत्ताणि-३८ [आगमसुत्ताणि- ३८ [आगमसुत्ताणि- ३९ · [१] खायारो - [२] सूयगडी - [3] - [७४] समवासी - [4] विवाहपन्नति - [ए] नायाधम्महार - [१] वासगहसास - [[८] अंतगउहसाखो - ગુર્જરછાયા [ આગમદીપ-૧] પહેલું અંગસૂત્ર ગુર્જર છાયા [ આગમદી૫-૨] બીજું અંગસૂત્ર गुर्भर छाया [ खागमहीप - 3 ] त्रीभुं अंगसूत्र ગુર્જરછાયા [ આગમદી૫-૪] ચોથું અંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૫] પાંચમું અંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૬] છઠ્ઠું અંગસૂત્ર गुर्भरछाया [ आगमद्दीप-७ ] સાતમું અંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૮] આઠમું અંગસૂત્ર [८] अनुत्तरोषपातिहसास गुर्भरछाया [ आगमहीप- ] नवभुं अंगसूत्र तइयं छेयसुतं चउत्थं छेयसुत्तं पंचमं छेयसुत्तं -9 पंचमं छेयसुतं -२ छठ्ठे छेयसुतं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं [आगमसुत्ताणि-४१ [आगमसुत्ताणि-४१ [आगमसुत्ताणि-४२ [आगमसुत्ताणि-४३ [आगमसुत्ताणि - ४४ ] पढमा चूलिया [आगमसुत्ताणि-४५ बीअं मूलसुत्तं - 9 बीअं मूलसुतं - २ तइयं मुलसुतं उत्थं मूलसुतं बितिया चूलिया O-X छठ्ठे पईण्णगं सत्तमं पईण्णगं - 9 सतमं पईण्णगं - २ अठ्ठमं पईण्णगं नवमं पईण्णगं दसमं पईण्णगं - 9 दसमं पईण्णगं-२ पढमं छेयसुतं बीअं छेत्तं ० ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાયંસૂત્ર गुर्भरछाया [ आगमहीप - १४ ] त्रीभुं उपांगसूत्र Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫] પન્નવા સુi[૧૦૬] સૂરપન્નત્તિ - [૧૦૭] ચંદપન્નતિ - [૧૦૮] જંબુદ્દીવપન્નતિ[૧૦૯] નિરયાવલિયાણું - [૧૧૦] કપ્પવડિસિયાણું - [૧૧૧] પુલ્ફિયાણું - [૧૧૨] પુચૂલિયાણું - [૧૧૩] વùિદસાણું - [૧૧૪] ચઉસરણૈ - [૧૧૫] આઉ૨પચ્ચક્ખાણું - [૧૧૭] મહાપચ્ચક્ખાણું - [૧૧૭] ભત્તપરિણા - [૧૧૮] તંદુલવેયાલિય - [૧૧૯] સંથારગં - [૧૨૦] ગચ્છાયાર [૧૨૧] ચંદાવેયં - [૧૨૨] ગણિવિજ્જા - [૧૨૩] દેવિંદત્થઓ - [૧૨૪] વીરત્થવ - [૧૨૫] નિસીહં - [૧૨૬] બુહતકપ્પો – [૧૨૭] વવાર - [૧૨૮] દસાસુયસ્તંધ - [૧૨૯] જીયકપ્પો - [૧૩૦] મહાનિસીહં - [૧૩૧] આવસ્તર્ય - [૧૩૨] ઓહનિજ્જુત્તિ[૧૩૩] પિંડનિજ્જુત્તિ - [૧૩૪] દસવેયાલિયું - [૧૩૫] ઉત્તરજ્ગ્ગણું - [૧૩૬] નંદીસુત્તે - [૧૩૭] અનુયોગારાઈ - નોંધઃ -- [૧૦] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] ગુર્જરછાયા [ આગમદી૫-૨૦ ] ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] [ આગમદી૫-૨૪ ] [ આગમદી૫-૨૫ ] ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા [ આગમદી૫-૨૬] [ આગમદીપ-૨૭ ] [ આગમદી૫-૨૮ ] [ આગમદીપ-૨૯ ] [ આગમદીપ-૩૦ ] [ આગમદીપ-૩૦ ] [ આગમદીપ-૩૧ ] [ આગમદી૫-૩૨] ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા [ આગમદીપ-૩૪] આગમદી૫-૩૫ ગુર્જરછાયા ગુર્જરછાયા આગમદીપ-૩૬ આગમદી૫-૩૭ આગમદીપ-૩૮ ] [ આગમદીપ-૩૯ ] આગમદી૫-૪૦ આગમદીપ-૪૧] આગમદીપ-૪૧ ] [ આગમદી૫-૪૨ ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા ગુર્જરછાયા આગમદી૫-૪૩ આગમદી૫-૪૪ આગમદી૫-૪૫ ] O * ૦ X O પ્રકાશન ૧ થી ૩૧ અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૪૨ થી ૯૦ આગમશ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. ચોથું ઉપાંગસૂત્ર પાંચમું ઉપાંગસૂત્ર છઠ્ઠું ઉપાંગસૂત્ર સાતમું ઉપાંગસૂત્ર આઠમું ઉપાર્ગસૂત્ર નવમું ઉપાગંસૂત્ર દશમું ઉપાંગસૂત્ર અગિયારમું ઉપાંગસૂત્ર બારમું ઉપાંગસૂત્ર પહેલો પયત્નો બીજો પયત્નો ત્રીજો પયત્નો ચોથો પયત્નો પાંચમો પયત્નો છઠ્ઠો પયત્નો સાતમો પયત્નો-૧ સાતમો ૫યત્નો-૨ આઠમો પયત્નો નવમો પયત્નો દશમો પયત્નો પહેલું છેદસૂત્ર બીજું છેદસૂત્ર ત્રીજું છેદસૂત્ર ચોથું છેદસૂત્ર પાંચમું છેદસૂત્ર છઠ્ઠું છેદસૂત્ર પહેલું મૂલસુત્ર બીજું મૂલસુત્ર-૧ બીજું મૂલસુત્ર-૨ ત્રીજું મૂલસુત્ર ચોથું મૂલસુત્ર પહેલી ચૂલિકા બીજી ચૂલિકા Page #14 -------------------------------------------------------------------------- ________________ : - દી . नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ s ૪૦ | આવસ્મય (પહેલુ મૂળસૂત્ર-ગુર્જરછાયા (અધ્યયન-૧ સામાયિક) [૧] અરિહંતોને નમસ્કાર થાઓ. સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઊપાધ્યાયોને નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વસાધુને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિઓ)ને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશક છે. સર્વમંગલોમાં પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. - અરિહંત શબ્દ માટે ત્રણ પાઠ છે. અરહંત, અરિહંત અને અરહંત, અહીં અરહંત શબ્દનો અર્થ છે- જેઓ વંદન નમસ્કારને અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજા તથા સત્કારને અને સિદ્ધિ ગમનને યોગ્ય છે માટે તેઓ “અરહંત' કહેવાય છે. - અરિહંત - અપ્રશસ્ત ભાવમાં વર્તની ઈદ્રિયો, કામભોગની ઇચ્છા, ક્રોધ આદિ કષાય, બાવીશ પ્રકારના પરીષહો, શારીરિક - માનસિક વેદનાઓ તથા ઉપસર્ગો રૂપ ભાવ શત્રુઓને હણનાર અથતુ તેના ઉપર વિજય મેળવનાર હોવાથી “અરિહંત' છે. - અરુહંત - કમરૂપી બીજ બળી જવાથી જેને ફરી જન્મ લેવા રૂપ અંકુર ફુટવાના નથી માટે અરહંત સિદ્ધ - સર્વદુઃખોથી સર્વથા તરી ગયેલા, જન્મ-જરા-મરણ અને કર્મના બંધનથી. છૂટા થયેલા તથા કોઈ પણ પ્રકારના અંતરાય સિવાય એવા શાશ્વત સુખનો અનુભવ કરનારા હોવાથી સિદ્ધ કહેવાય છે. આચાર્ય - જ્ઞાનાવરણીય આદિ પાંચ પ્રકારના આચારને સ્વયં આચરનારા, પ્રયત્નપૂર્વક બીજાની આગળ તે આચારને પ્રકાશનારા તથા શૈક્ષ આદિને તે પાંચ પ્રકારનો આચાર દેખાડનારા હોવાથી તે આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય - જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલ દ્વાદશાંગી અથતુ સ્વાધ્યાયનો ઉપદેશ કરનારા હોવાથી ઉપાધ્યાય કહેવાય છે. - સાધુ :- મનુષ્ય લોકમાં રહેલા બધાંજ “સાધુ” અર્થાતુ જે આત્મહિતને અને પરહિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે કે નિવણ સાધક યોગોને સાધે તે સાધુ. ' - આ પાંચના સમૂહને કરેલો નમસ્કાર. - સર્વ પાપ અથતું બધાં જ અશુભ કર્મોને પ્રકૃષ્ટ નાશક છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આવસ્સયં – ૧/૨ - સર્વ પ્રાણીના હિતને માટે પ્રવર્તે તે મંગલ. એવા દ્રવ્ય અને ભાવ, લૌકિક અને લોકોત્તર આદિ સર્વ પ્રકારના મંગલોને વિશે સર્વોત્તમ કે ઉત્કૃષ્ટ મંગલ છે. [૨] હે ભગવંત ! (હે પૂજ્ય !) હું (આપની સાક્ષીએ) સામાયિકનો સ્વીકાર કરું છું અર્થાિત્ સમભાવની સાધના કરું છું. જીવું ત્યાં સુધી સર્વ સાવદ્ય (-પાપ) યોગોનું પ્રત્યાખ્યાન કરું છું. અર્થાત્ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ ન કરવાનો નિયમ કરું છું. (જાવજજીવને માટે) મનથી, વચનથી, કાયાથી (એ રીતે ત્રણે યોગથી તે પાપ વ્યાપાર) હું પોતે કરું નહીં, બીજા પાસે કરાવું નહીં કોઈ કરે તેની અનુમોદના ન કરું. હે ભગવંત (પૂજ્ય) હું તે પાપનું (મેં સેવેલ અશુભ પ્રવૃત્તિનું) પ્રતિક્રમણ કરું છું (અર્થાત્ તેનાથી નિવૃત્ત થાઉં છું.) મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. (અર્થાત્ તે અશુભ પ્રવૃત્તિ ને હું ખોટી ગણું છું) અને આપની સમક્ષ ‘એ પાપ છે.’ એ વાતનો એકરાર કરું છું.. ગીં કરું છું. (વળી તે પાપ-અશુભ પ્રવૃત્તિ કરનારા મારા ભૂતકાલિન પર્યાય રૂપ) આત્માને વોસિરાવું છું. સર્વથા ત્યાગ કરું છું. (અહીં ‘પડિક્કમામિ’ આદિ શબ્દોથી ભૂતકાળના, ‘કરેમિ’ શબ્દથી વર્તમાનકાળના અને પચ્ચક્ખામિ' શબ્દથી ભવિષ્યકાળના એમ ત્રણે કાળના પાપ વ્યાપારનો ત્યાગ થાય છે.) ૧૨ પહેલા અધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૨ - ચતુર્વિશતિસ્તવ) [૩] લોકમાં ઉદ્યોત કરનારા (- ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગદેશને જીતનારા, કેવલી, ચોવીસે તીર્થંકરોનો અને અન્ય તીર્થંકરોનું હું કીર્તન કરીશ. [૪] ૠષભ અને અજીતને, સંભવ અભિનંદન અને સુમિતને, પદ્મપ્રભૂ સુપાર્શ્વ (તથા) ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદન કરું છું. [પ] સુવિધિ અથવા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંત (તથા) ધર્મ અને શાંતિ જિનને હું વંદન કરું છું. [૬] કુંથુ - અર અને મલ્લિ, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ પાર્શ્વ તથા વર્ધમાન (એ સર્વે) જિનને હું વંદન કરું છું. (આ રીતે ૪-૫-૬ ત્રણ ગાથા થકી ઋષભ આદિ ચોવીસે જિનની વંદના કરાઈ છે.) [9] એવી રીતે મારા વડે સ્તવાયેલા કર્મરૂપી કચરાથી મુક્ત અને વિશેષ રીતે જેના જન્મ મરણ નાશ પામ્યા છે અર્થાત્ ફરી અવતાર નહીં લેનારા ચોવીસ તથા અન્ય જિનવર-તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. [૮] જે (તીર્થંકરો) લોકો વડે સ્તવના કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે. લોકોમાં ઉત્તમસિદ્ધ છે. તેઓ મને આરોગ્ય (રોગ ન હોય તેવી સ્થિતિ), બોધિ (જ્ઞાનદર્શન અને ચારિત્રનું બોધ) સર્વોત્કૃષ્ટ સમાધિ આપો. [૯] ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્ય કરતા વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતા વધારે ગંભીર એવા સિદ્ધો (ભગવંતો) મને સિદ્ધિ (મોક્ષ) આપો. બીજા અધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અધ્યયન-૭ (અધ્યયન-૩-વંદન) [૧૦] શિષ્ય કહે છે) હે ક્ષમા (આદિ દશવિધ ધર્મથી યુક્ત) શ્રમણ (હે ગુરુદેવ !) આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત નિર્વિકારી અને નિષ્પાપ પ્રાણાતિપાત આદિ પાપકારી પ્રવૃત્તિ રહિત કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. મને આપની મર્યાદિત ભૂમિમાં (અથતુ સાડા ત્રણ હાથ અવગ્રહ રૂપ મયદાની અંદર) નજીક આવવાની પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપો. નિસીહી (એટલે સર્વ અશુભ વ્યાપારોના ત્યાગપૂર્વક) (એ શબ્દ બોલી અવગ્રહમાં પ્રવેશ કરીને પછી શિષ્ય બોલે) અધોકાય એટલે કે આપણા ચરણને હું મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. અલ્પગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતિત થયો છે? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઇન્દ્રિયો અને કષાયો ઉપઘાત રહિત વર્તે છે ? હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું ખમાઉં છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. (એમ બોલી શિષ્ય અવગ્રહની. બહાર નીકળે છે.) દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું. વળી મિથ્યાભાવને લીધે થયેલી આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલી આસાતના વડે, ક્રોધ, માન, માયા, લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે, સર્વકાળ સંબંધી-સર્વ પ્રકારના મિથ્યા ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણની લીધે થયેલી આશાતના વડે જે કોઈ અતિચાર થયો હોય તેનાથી એ ક્ષમાશ્રમણ હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારની ગહ છું. અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મ પર્યાયોનો ત્યાગ કરું છું. ત્રીજા અધ્યયનની મુનિદીપરના સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૪-પ્રતિકમણ) [૧૦-૧] (નમસ્કાર મંત્રની) વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ ૧ મુજબ જાણવી. [૧૧] કરેમિ ભંતે - વ્યાખ્યા - પૂર્વ સૂત્રઃ ૨ મુજબ જાણવી. [૧૨] મંગલ-એટલે સંસારથી મને પાર ઉતારે તે અથવા જેનાથી હિતની પ્રાપ્તી થાય તે અથવા જે ધર્મને આપે તે (આવા “મંગલ’ - ચાર છે.) અરહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ ચાર મંગલ છે. (અહીં અને હવે પછી સૂત્રઃ ૧૩, ૧૪ માં “સાધુ' શબ્દના અર્થમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, આદિ સર્વને સમજી લેવા. તેમજ કેવલી પ્રરૂપિત ધર્મથી શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ બંનેનો સમાવેશ જાણવો. [૧૩] ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ ભાવલોકમાં ચારને ઉત્તમ કહ્યા છે. અહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ અહંતોને સર્વ શુભ પ્રકૃતિઓનો ઉદય છે. અર્થાત્ તેઓ શુભ ઔદયિક ભાવમાં વર્તે છે. આમ તે ભાવલોકમાં ઉત્તમ છે. સિદ્ધો ચૌદ રાજલોકને અંતે મસ્તકે બિરાજતા Page #17 -------------------------------------------------------------------------- ________________ આવસ્યયં - ૪/૧૪ ૧૪ હોય છે તે ક્ષેત્રલોકમાં ઉત્તમ છે. સાધુઓ શ્રુતધર્મ આરાધક હોવાથી ક્ષાયોપશમિક ભાવે અને રત્નત્રય આરાધનાથી ભાવલોકમાં ઉત્તમ છે. કેવલી પ્રરૂપિત ધર્મમાં ચારિત્ર ધર્મ અપેક્ષાએ ક્ષાયિક તથા મિશ્ર ભાવની ઉત્તમતા રહેલી છે. [૧૪] શરણ-એટલે સાંસારિક દુઃખોની અપેક્ષાએ રક્ષણ મેળવવા માટે આશ્રય મેળવવાની પ્રવૃત્તિ. આવા ચાર શરણોનો હું અંગીકાર કરું છું. હું અરિહંતોનું - સિદ્ધોનું - સાધુનું અને કેવલી ભગવંતે ભાખેલા ધર્મોનું શરણ અંગીકાર કરું છું. [૧૫] હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ ક૨વાને ઈચ્છું છું આ અતિચાર સેવન કાયાથી - મનથી - વચનથી (કરેલ હોય), ઉત્સૂત્ર, ભાષણ - ઉન્માર્ગ સેવનથી (કરેલ હોય), અકલ્પ્ય કે અકરણીય (પ્રવૃત્તિથી કરેલ હોય), દુર્ધ્યાન કે દુષ્ટ ચિંતવનથી (કરેલ હોય) અનાચાર સેવનથી, અનીચ્છનીય શ્રમણને અયોગ્ય (પ્રવૃત્તિથી કરેલ હોય) જ્ઞાન - દર્શન-ચારિત્ર-શ્રુત કે સામાયિકને વિશે (અતિક્રમણ થયું હોય), ત્રણ ગુપ્તિમાં પ્રમાદ કરવાથી, ચાર કષાયોને વશ થવાથી, પાંચ મહાવ્રતોમાં પ્રમાદથી, છ જીવનિકાયની રક્ષા નહીં કરવાથી, સાત પિંડેષણામાં દોષ લગાડવાથી, આઠ પ્રવચન માતામાં દોષથી, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ નહીં પાળવાથી, દશ પ્રકારના ક્ષમા વગેરે શ્રમણ ધર્મોનું સેવન ન કરવાથી (જે અતિચાર-દોષ થયા હોય) અને સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમાદ આદિ કરવાથી જે જે ખંડણા-વિરાધના કરી હોય તેનું મિચ્છામીદુક્કડમ્ અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. [૧૬] (હું પ્રતિક્રમણ કરવાને અર્થાત્ પાપથી પાછા ફરવા રૂપ ક્રિયાને કરવાને) ઇચ્છું છું. ઐપિથિકી અર્થાત્ ગમનાગમનની ક્રિયા દરમિયાન થયેલ વિરાધનાથી (આ વિરાધના કઈ રીતે થાય તે જણાવે છે-) જતા-આવતા, મારા વડે કોઈ ત્રસજીવ, બિજ, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીના દર, સેવાળ, કાચું પાણી, કીચડ કે કરોળિયા જાળાં વગેરે ચંપાયા હોય; જે કોઈ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય. આ જીવો મારા વડે ઠોકરે મરાયા હોય, ધૂળ વડે ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, પરસ્પર તેના શરીરો અફળાવાયા હોય, થોડા સ્પર્શિત થયા હોય, દુઃખ ઉપજાવાયું હોય, ખેદ પમાડાયા હોય, ત્રાસ પમાડેલ હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે તેઓનો પ્રાણથી વિયોગ કરાયો હોય- એમ કરતાં જે કંઈ વિરાધના થઈ હોય એ સંબંધિ મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ. [૧૭] હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. (પણ શેનું ?) - દિવસના પ્રકામશય્યા-ગાઢ નિદ્રા લેવાથી (અહીં પ્રકામ એટલે ગાઢ અથવા સંથારા ઉત્તરપટ્ટાથી કે ત્રણ કપડાંથી વધુ ઉપકરણ વાપરવાથી, શય્યા એટલે નિંદ્રા અથવા સંથારીયું વગેરે), દરરોજ આવી ઊંઘ કરવાથી, સંથારામાં પડખા ફેરવવાર્થી અને પુનઃ તેજ પડખે ફરવાથી, શરીરનાઅવયવો સંકોચવાથી કે ફેલાવાથી, જુ (વગેરે જીવોને) અવિધિએ સ્પર્શ કરવાથી, ખાંસતી વખતે મુખ વસ્ત્રિકા નહીં રાખવાથી, નારાજગી થી વસતિ વિશે કચકચ કરવાથી, છીંક કે બગાસા વખતે મુખ વસ્ત્રિકા વડે જયણા નહીં કરવાથી કોઈ વસ્તુને પ્રમાર્જન કર્યા વિના સ્પર્શ કરવાથી, સચિત્ત રજવાળી વસ્તુને સ્પર્શ ક૨વાથી, નિંદ્રામાં આકુળવ્યાકુળતાથી કુસ્વપ્ન કે દુસ્વપ્ન આવવાથી, સ્ત્રી સાથે અબ્રહ્મ સેવન સંબંધિ - Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૧૫ રૂપને જોવાના અનુરાગથી - મનોવિકારથી - આહાર પાણી વાપરવા રૂપ વર્તનથી જે આકુળવ્યાકુળતા થઈ હોય- એ રીતે દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે મારું પાપ મિથ્યા થાઓ. [૧૮] હું પ્રતિક્રમણ કરું છું. (શેનું ?) ભિક્ષા માટે ગોચરી ફરવામાં, લાગેલા અતિચારોનું (કઈ રીતે ?) સાંકળ ચઢાવેલ કે સામાન્યથી બંધ કરેલ બારણા-જાળી વગેરે ઉઘાડવાથી કૂતરા-વાછરડાં કે નાના બાળકનો (તીર્યંચ માત્રનો) સંઘટ્ટો-સ્પર્શ કરવાથી, કોઈ વાસણ આદિમાં જુદો કાઢીને અપાયેલ આહાર લેવાથી, અન્ય ધર્મીઓ મૂળ ભાજનમાંથી ચારે દિશામાં જે બલી ફેંકે તેમ કરીને પછી આપવાથી, અન્ય ભિક્ષુ માટે સ્થાપના કરાયેલ આહારમાંથી આપતા, આધાકર્મ વગેરે દોષની શંકાવાળા આહારથી, શીઘ્રતાથી ગ્રહણ કરતા અકલ્પનીય વસ્તુ આવી જતા, યોગ્ય ગવેષણા નહીં કરવાથી, દોષનો સર્વથી વિચાર નહીં કરવાથી, જીવોવાળી વસ્તુનું ભોજન કરવાથી, ચિત્ત બીજ કે લીલોતરી વાળું ભોજન કરવાથી, ભિક્ષા લેતા પૂર્વે કે પછી ગૃહસ્થ હાથ-વાસણ આદિ ધોવે તે રીતે લેવાથી, ચિત્ત એવા પાણી કે રજના સ્પર્શવાળી વસ્તુ લેવાથી, જમીન ઉપર ઢોળતા ભિક્ષા આપે તે લેવાથી, વાસણમાંનું બીજું દ્રવ્ય ખાલી કરીને તેના વડે અપાતી ભિક્ષા લેવાથી, વિશિષ્ટ દ્રવ્યની માંગણી કરીને લેવાથી, જે “ઉદ્ગમ” - “ઉત્પાદન” - “એષણા” અપરિશુદ્ધ હોવા છતાં લે અને લઈને જે પરઠવે નહીં અર્થાત્ વાપરે એમ કરતા લાગેલ અતિચાર રૂપ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [૧૯] હું પ્રતિક્રમણ કરું છું. (-પણ શેનું ?) દિવસ અને રાત્રિના પહેલાં અને છેલ્લા બે પ્રહર એમ ચાર કાળ સ્વાધ્યાય ન કરવા રૂપ અતિચારોનું, દિવસની પહેલી છેલ્લા પોરિસી રૂપ ઉભયકાલે પાત્ર - ઉપકરણ વગેરેની પ્રતિલેખના (વૃષ્ટિ વડે જોવું) ન કરી કે અવિધિથી કરી, સર્વથા પ્રમાર્જના ન કરી કે અવિધિએ પ્રમાર્જના કરી, તેમજ અતિક્રમ - વ્યતિક્રમ - અતિચાર - અનાચારનું સેવન કર્યુ એ રીતે મેં દિવસ સંબંધિ જે અતિચાર - દોષનું સેવન કર્યું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [૨૦-૨૧] હું પ્રતિક્રમણ કરું છું (પણ શેનું ? એક-બે-ત્રણ આદિ ભેદો વડે જણાવે છે.) (અહીં મિચ્છામિ દુક્કડમ્ ‘અર્થાત્ તે મારું પાપ મિથ્યા થાઓ' એ વાક્ય એકવિધ આદિ દરેક દોષ સાથે જોડવું) અવિરત રૂપ એક અસંયમથી (હવેના બધાં પદો અસંયમનો વિસ્તાર જાણવો) બે બંધનથી રાગ અને દ્વેષ રૂપ બંધનથી, મન-વચન-કાયા દંડ સેવનથી, મન-વચનકાયા ગુપ્તિનું પાલન નહીં કરવાથી, માયા-નિયાણ-મિથ્યાત્વ શલ્યના સેવનથી, ઋદ્ધિરસ-શાતાના અભિમાન અથવા લોભરૂપ અશુભ ભાવથી, જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધના થકી, ક્રોધ-માન-માયા-લોભ-રૂપ ચાર કષાયના સેવનથી, આહા૨-ભયમૈથુન-પરીગ્રહની ઇચ્છાથી, સ્ત્રી-દેશ-ભોજન-રાજ સંબંધિ વિકથા કરવાથી, આર્ત્તરૌદ્ર ધ્યાન કરવાથી તથા ધર્મ-શુક્લ ધ્યાન ન કરવાથી [૨૨-૨૪]કાયિકી-આધિકરણિકી-પ્રાક્રેષિકી-પારિતાપનિકી-પ્રાણાતિપાતિકી એ પાંચમાંની કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાથી, શબ્દ-રૂપ-ગંધ-૨સ-સ્પર્શ એ પાંચ કામગુણોથી, પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ એ પાંચના વિરમણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આવસ્મય-૪૨૨ એટલે નહીં અટકવાથી, ઈય-ભાષા-એષણા- વસ્ત્ર પાત્ર લેવા મૂકવા - મળ મૂત્ર કફ મેલ નાકનો મેલનું નિર્જીવ ભૂમિએ પરિષ્ઠાપન નહીં કરવાથી પૃથ્વી-અ-ઉ-વાયુવનસ્પતિ-ત્રસ એ છ કાયની વિરાધના કરવાથી, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાનું સેવન કરવાથી અને તેજો-પદ્ય-શુક્લ લેગ્યામાં પ્રવૃત્તિ નહીં કરવાથી - ૨૪-૨૬] ઈહલોક - પરલોક આદિ સાત ભય સ્થાનોને લીધે, જાતિમદ-કુળમદ આદિ આઠ મદોનું સેવન કરવાથી, વસતિ શુદ્ધિ વગેરે બ્રહ્મચર્યની નવવાડોનું પાલન નહીં કરવાથી, ક્ષમા વગેરે દશવિધ ધર્મનું પાલન ન કરવાથી, શ્રાવકની અગિયાર પ્રતિમામાં અશ્રદ્ધા કરવાથી, બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા ધારણ ન કરવાથી કે તે વિષયમાં અશ્રદ્ધા કરવાથી, અથય - અનથયિ - હિંસા આદિ તેર પ્રકારની ક્રિયાના સેવનથી, ચૌદ ભૂતગ્રામ અથતુ એકેન્દ્રિય- વિશ્લેન્દ્રિય આદિ પયર્તિા - અપર્યાપ્તા ચૌદે ભેદે જે જીવો કહ્યા છે તેની અશ્રદ્ધા - વિપરીત પ્રરૂપણા કે હિંસાદી કરવાથી, પંદર પરમાધામી દેવોને વિશે અશ્રદ્ધા કરવાથી, સૂયગડાંગમાં “ગાથા' નામક અધ્યયન પર્વતના સોળ અધ્યયનો વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, પાંચ આશ્રવથી વિરમણ આદિ સત્તર પ્રકારના સંયમનું ઉચિત પાલન નહીં કરવાથી, અઢાર પ્રકારના અબ્રહ્મના આચરણથી, જ્ઞાતાધર્મકથાના ઓગણીસ અધ્યયનને વિશે અશ્રદ્ધાદિ કરવાથી, અજયણાથી ચાલવું વગેરે વીશ અસમાધિ સ્થાન અર્થાતુ મોક્ષમાર્ગમાં સ્થિરતા કે દૃઢતાનો અભાવ થાય તેવા આ વીશ સ્થાનોનું સેવન કરવાથી, હસ્તક્રિયા આદિ ચારિત્રને મલિન કરનારા એકવીસ શબલ દોષનું સેવન કરવાથી, સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કન્ધ મળીને કુલ ત્રેવીશ અધ્યયનો છે. આ ત્રેવીશ અધ્યયનો વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકર પરમાત્માની વિરાધનાથી અથવા ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫- જ્યોતિષ્ક અને એક પ્રકારે વૈમાનિક એમ ૨૪ દેવોના વિશે અશ્રદ્ધાદિ કરવાથી, પાંચ મહાવ્રતોના રક્ષણ માટે દરેક વ્રત વિષયક પાંચ-પાંચ ભાવના અપાયેલી છે તે રપ ભાવનાનું પાલન નહીં કરવાથી, દશા-કલ્પવ્યવહાર એ ત્રણે અલગ આગમ છે. તેમાં દસાશ્રુતસ્કંધના-૧૦, કલ્પના-૬, અને વ્યવહારના-૧૦ મળી કુલ ૨૬ અધ્યયનો થાય. તેના ઉદ્દેશ, સમુદ્દેશ - અનુજ્ઞાને વિશે વંદન-કાયોત્સર્ગ આદિ ક્રિયા ન કરવી કે અવિધિએ કરવાથી, છ પ્રકારે વ્રત, પાંચ પ્રકારે ઈન્દ્રિય જય આદિ ૨૭ – પ્રકારના સાધુના ગુણોના પાલન નહીં કરવાથી, આચાર પ્રકલ્પ અથ આચારો અને પ્રકલ્પ નિસીહ સૂત્ર તેમાં આયારોના રપ અધ્યયન અને નિસીહના ઉદ્ઘાતિમ-અનુદ્યાતિમ આરોપણા એ ત્રણ વિષયો મળી ૨૮ને વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, નિમિત્ત શાસ્ત્ર આદિ પાપના કારણ ભૂત ૨૯ પ્રકારના શ્રત ને વિશે પ્રવૃત્તિ કરવાથી, મોહનીય કર્મ બાંધવાના ત્રીશ કારણોનું સેવન કરવાથી, સિદ્ધના એકત્રીશ ગુણોને વિશે અશ્રદ્ધા - અબહુમાન આદિ કરવાથી, મન-વચન-કાયાના પ્રશસ્ત યોગોના સંગ્રહને માટે નિમિત્ત ભૂત આલોચના' વગેરે યોગસંગ્રહના બત્રીશ ભેદો તે થકી જે અતિચાર સેવાયો હોય - [૨૭-૨૮] તેત્રીશ પ્રકારની આશાતના જે અહીં સૂત્રમાંજ કહેવાયેલી છે. તેના દ્વારા લાગેલ અતિચાર - અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીનો અવર્ણવાદકે અબહુમાન કરવાથી, શ્રાવક-શ્રાવિકાની નિંદાદિથી, દેવ-દેવી વિશે ગમે Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૪ તેમ બોલવાથી, આલોક-પરલોક વિશે અસત્ પ્રરૂપણાથી, કેવલી પ્રણિત શ્રુત કે ચારિત્ર ધર્મની આશાતના વડે, ઉર્ધ્વ-અધોતિછરૂપ ચૌદ રાજલોકની વિપરીત પ્રરૂપણા આદિ કરવાથી, બધાં સ્થાવર, વિકસેન્દ્રિય, સંસારી આદિ જીવોને વિશે અશ્રદ્ધાવિપરીત પ્રરૂપણા આદિ કરવાથી, કાળ-મૃત-શ્રુતદેવતા વિશે અશ્રદ્ધાદિ કરવાથી, વાચનાચાર્ય માટે અબહુમાનાદિથી, એવી ૧૯ પ્રકારની આશાતના તથા હવે પછી શ્રુતના વિશે જણાવનારા ૧૪ પદો થકી થયેલી આશાતના તે આ પ્રમાણે–સૂત્રનો ક્રમ ને સાચવવો કે આડું અવળું બોલવું, જુદા જુદા પાઠો મેળવી મૂળ શાસ્ત્રનો ક્રમ બદલવો, અક્ષરો ઘટાડવા, વધારવા, પદ ઘટાડવા, ઉચિત. વિનય ન જાળવવો, ઉદાત્ત-અનુદાત્ત આદિ દોષ ન સાચવવો, યોગ્યતા રહિતને શ્રુત ભણાવવું, કલુષિત ચિત્તે ભણવું, અકાલે સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય ન કરવો, અસરઝાય કાળે સ્વાધ્યાય કર્યો, સજઝાયકાળે સ્વાધ્યાય ન કરવો - આ રીતે એકથી તેત્રીશ દોષ કે અતિચાર સેવન થયું હોય તે સર્વે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [૩૦] ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ચોવીશે તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ. [૩૧] આ નિગ્રંથ પ્રવચન (- જિન આગમ કે મૃત) સજ્જનોને હિતકારી, શ્રેષ્ઠ, અદ્વિતીય, પરિપૂર્ણ, ન્યાયયુક્ત, સર્વથાશુદ્ધ, શલ્યોને કાપી નાખનારું, સિદ્ધિના માગરૂપ, મોક્ષના - મુક્તાત્માઓના સ્થાનના અને સકળ કર્મક્ષયરૂપ નિવણના માર્ગરૂપ છે. સત્ય છે, પૂજાયુક્ત છે, નાશ રહિત અથતુ શાશ્વત, સર્વદુઃખો સર્વથા ક્ષીણ થયા છે જ્યાં તેવું એટલે કે મોક્ષના માર્ગ રૂપ છે. આ પ્રકારે નિર્ઝન્ય પ્રવચનમાં સ્થિત જીવો, સિદ્ધિને પ્રાપ્ત કરે છે. બોધ પામે છે. ભવોપગ્રાહી કમથી મૂકાય છે. સર્વ રીતે નિર્વાણ પામે છે. સર્વ દુઃખોનો વિનાશ કરે છે. [૩૨] તે ધર્મની હું શ્રદ્ધા કરું છું. પ્રીતિ રૂપે સ્વીકારું છે, તે ધર્મને વધારે સેવવાની રૂચિ-અભિલાષા કરું છું. તે ધર્મની પાલના - સ્પર્શના કરું છું. અતિચારોથી રક્ષણ કરું છું. પુનઃપુનઃ રક્ષણ કરું છું. તે ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ-સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું કેવલિકથિત ધર્મની આરાધના કરવા ઉદ્યત થયો છું અને વિરાધનાથી અટકેલો છું (તેના જ માટે) પ્રાણાતિપાત રૂપી અસંયમનો – અબ્રહ્મનો - અકૃત્યનો - અજ્ઞાનનો - અક્રિયાનો – મિથ્યાત્વનો - અબોધિનો અને અમાર્ગનો જાણી-સમજીને હું ત્યાગ કરું છું અને સંયમ-બ્રહ્મચર્ય - કલ્પ-જ્ઞાન-ક્રિયા-સમ્યકત્વ-બોધિ અને માર્ગનો સ્વીકાર કરું છું. [૩૩] (સર્વ દોષોની શુદ્ધિ માટે આગળ કહે છે કે, જે કંઈ થોડું મને સ્મૃતિમાં છે, છદ્મસ્થપણાથી સ્મૃતિમાં નથી, જાણ વસ્તુનું પ્રતિક્રમણ કર્યું અને સૂક્ષ્મનું પ્રતિક્રમણ ન કર્યું એ પ્રમાણે જે અતિચાર લાગ્યો હોય તે સર્વ દિવસ સંબંધિ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. આ પ્રમાણે અશુભપ્રવૃત્તિનો ત્યાગ કરીને હું તપ-સંયમ રત સાધુ છું. સમસ્ત પ્રકારે જયણાવાળો છું, પાપથી વિરમેલો છું, વર્તમાનમાં પણ અકરણીયરૂપે પાપકર્મોનો પચ્ચકખાણપૂર્વક ત્યાગ કર્યો છે. નિયાણા રહિત થયો છું, સમ્યગુદર્શનવાળો થયો છું અને માયા મૃષાવાદથી રહિત થયો છું. [૩૪] અઢીદ્વીપમાં અથતું બે દ્વીપ-બે સમુદ્ર અને અર્ધપુષ્કરાવર્તદ્વીપને વિશે જે પ-ભરત, પ-ઐરાવત પ-મહાવિદેહ રૂપ ૧૫ કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, 2. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આવસયં-૪૩૫ ગુચ્છા તથા પાત્ર આદિને ધારણ કરનારા, પાંચ મહાવ્રતમાં પરિણામની વધતી ધારાવાળા, અઢાર હજાર શિલાંગને ધારણ કરનારા, અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત થયેલ નથી તેવા નિર્મળ ચારિત્રવાળા તે સર્વને મસ્તકથી અંતઃકરણથી મસ્તક નમાવવા પૂર્વક વંદન કરું છું. [૩૫] સર્વ જીવોને હું ખમાવું . સર્વે જીવો મને ક્ષમા કરો સર્વજીવને સાથે મારે મૈત્રી છે. મારે કોઈની સાથે વેર નથી. [૩૬] એ પ્રમાણે મેં અતિચાર આલોચના કરી છે, આત્મ સાથીએ તે પાપ પયનનિદા-ગહ કરી છે, એ પાપ પ્રવૃત્તિની દુશંકા કરી છે, આ રીતે કરેલા થયેલા પાપ વ્યાપારને સમ્યફ-મન-વચન-કાયાથી પ્રતિક્રમતો હું ચોવિશે જિનવરોને વંદું છું. | ચોથાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-પ-કાયોત્સર્ગ) [૩૭] “કરેમિ ભંતે' -પૂર્વ સૂત્રઃ ૨ માં જણાવ્યા મુજબ અર્થ જાણવો. [૩૮] હું કાયોત્સર્ગમાં સ્થિર થવાને ઇચ્છું છું. જે મેં દિવસ સંબંધિ કોઈ અતિચારનું સેવન કરેલ હોય. (આ અતિચાર સેવન કઈ રીતે?.. જુઓ સૂત્રઃ ૧૫) [૩તે (ઇપિથિકી વિરાધનાના પરિણામે ઉત્પન્ન થયેલ) પાપકર્મોના સંપૂર્ણ નાશ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવા વડે, વિશુદ્ધિ કરવા વડે, શલ્ય રહિત કરવા વડે અને તદું રૂપ ઉત્તરક્રિયા કરવા માટે અર્થાત્ આલોચના-પ્રતિક્રમણ આદિ થકી પુનઃ સંસ્કરણ કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. અન્નત્થ” સિવાયકે (આ પદથી કાયોત્સર્ગની સ્થિરતા વિષયક અપવાદોને જણાવે છે. તે આ પ્રમાણે.) - શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, વાય આવવાથી, પિત્તને લીધે મૂછ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફૂરણા થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ સંચાર થવાથી, સ્થિર રાખેલી દ્રષ્ટી સૂક્ષ્મ રીતે ફરકી જવાથી, તથા અગ્નિ સ્પર્શ, શરીર છેદન આદિ અન્ય કારણોસર જે કાય પ્રવૃત્તિ થાય તેના વડે મારા કાયોત્સર્ગનો ભંગ ન થાઓ કે વિરાધિત ન થાઓ.... જ્યાં સુધી “નમો અરિહંતાણં” અથતુ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ પારું નહીં (પુરો કરું નહી) ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, “મૌન' વાણી વડે સ્થિર થઈને, “ધ્યાન- મન વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું. તમારા બહિરાત્માનો કે દેહભાવનો ત્યાગ કરું છું.) [૪૦-૪૬] “લોગસ્સ ઉજ્જો અગરે’ - આ સાત ગાથાનો અર્થ પૂર્વ સૂત્ર ૩ થી ૯ અનુસાર જાણવો. [૭] લોકમાં રહેલ સર્વ અહંતુ ચૈત્યોનું અર્થાત્ અર્હત્ પ્રતિમાઓનું આલંબન લઈને કે તેનું આરાધન કરવા વડે કરીને હું કાયોત્સર્ગ કરું છું. વધતી જતી - શ્રદ્ધા, બુદ્ધિ, ધૃતિ કે સ્થિરતા, ધારણા કે સ્મૃતિ અને તત્ત્વ ચિંતન પૂર્વક..વંદનની - પૂજનની - સત્કારની-સન્માનની-બોધિલાભની અને મોક્ષની ભાવના કે હેતુથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યય- ૫ ૧૯ [૪૮] અર્ધ પુષ્કરવદ્વીપ, ઘાતકી ખંડ અને જબૂદ્વીપ એ અઢીદ્વીપમાં આવેલ ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં મૃતધર્મની આદિકરનારાઓને અર્થાત્ તીર્થકરોને હું નમસ્કાર કરું છું.. | [૪૯] અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેદ્રોના સમૂહથી પૂજાયેલા અને મોહનીય કર્મની સર્વ જાળને તોડી નાખનાર એવા મર્યાદાવંત અર્થાત્ આગમ યુક્ત શ્રત ધર્મને હું વંદન કરું છું. [૫૦] જન્મ-વૃદ્ધાવસ્થા-મરણ અને શોકરૂપી સાંસારિક દુઃખોનો નાશ કરનાર, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવો-દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ મૃતધર્મનો સાર જાણ્યા પછી કયો માણસ ધર્મઆરાધનામાં પ્રમાદ કરે? " [૫૧] હે મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવો-નાગકુમારો-સુવર્ણકુમારો – કિન્નરોના સમૂહથી સાચાભાવ વડે પૂજાયેલ છે. જેમાં ત્રણ લોકના મનુષ્ય સુર અને અસુરાદિક સ્વરૂપના આધાર રૂપ જગત વર્ણવાયેલું છે આવા સંયમ-પોષક ને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થયેલો શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્ર ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. [પર શ્રુત-ભગવાન આરાધના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું “વંદણ વત્તિયાએ.” આ પદોનો અર્થ પૂર્વ સૂત્ર-૪૭માં જણાવેલો છે. [૫૩] સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, ફરી ન જન્મ લેવો પડે તે રીતે સંસારનો પાર પામેલા, પરંપર સિદ્ધ થયેલા અને લોકના અગ્ર ભાગને પામેલા અથતુ સિદ્ધ શીલા ઉપર બિરાજમાન એવા સર્વ સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર હો. [૫૪] જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિ પૂર્વક નમસ્કાર કરે છે. અને જેઓ ઈદ્રો વડે પૂજાયેલા છે તેવા શ્રી મહાવીર પ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. [પપી જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી મહાવીર પ્રભુને (સર્વ સામર્થ્યથી) કરાયેલો એક નમસ્કાર પણ નર કે નારીને સંસાર સમુદ્રથી તારે છે. [૫] જેમના દીક્ષા, કેવલજ્ઞાન અને નિવણિ (એ ત્રણે કલ્યાણક) ઉજ્જયંત પર્વતના શિખર ઉપર થયા છે તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. [૫૭] ચાર-આઠ-દસ અને બે એમ વંદન કરાયેલા ચોવીસ તીર્થંકરો તથા જેમણે પરમાર્થ (મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો. ૫૮] હે ક્ષમા શ્રમણ ! હું ઈચ્છું છું. (શું ઈચ્છે છે તે જણાવે છે-) પાક્ષિકની અંદર થયેલા અતિચારની ક્ષમા માંગવાને - તે સંબંધિ નિવેદન કરવાને ઉપસ્થિતિ થયો છું. (ગુરુ કહે ખમાવો એટલે શિષ્ય કહે) “ઇચ્છે.હું પાક્ષિક અંદર થયેલા અતિચારને ખમાવું છું. પંદર દિવસ અને પંદર રાત્રીમાં – આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઊંચું કે સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરુની ઉપરવટ જઈને બોલવામાં, ગુરુ વચન ઉપર ટીકા-ટીપ્પણ કરવામાં (આપને) જે કંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય તથા મારા વડે કંઈ સૂક્ષ્મ કે ધૂળ, થોડું કે વધારે વિનય રહિત વર્તન થયું હોય કે તમે જાણો છો અને હું જાણતો નથી તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધિ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [૫૯] ક્ષમા શ્રમણ (-પૂજ્ય) ! હું ઈચ્છું છું. (શું ઇચ્છે છે તે જણાવે છે.) અને મને Page #23 -------------------------------------------------------------------------- ________________ આવસ્સયં - ૫/૬૦ ૨૦ પ્રિય કે માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધના પૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પ્રિય છે.) નિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા-આતંકથી સર્વથા રહિત-અખંડ સંયમ વ્યાપારવાળા-અઢારહજાર શીલાંગ સહિત-સુંદર પંચમહાવ્રત ધારક - બીજા પણ અનુયોગાદિ આચાર્ય ઉપાધ્યાય સહિત - જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપનો હે ભગવંત ! પર્વ દિવસ અને પખવાડીયું અત્યંત શુભ કાર્ય કરવારૂપે પૂર્ણ થયું. અને બીજું પખવાડિયું પણ કલ્યાણકારી શરું થયું તે મને પ્રિય છે. હું આપને મસ્તક વડે-મન વડે સર્વભાવથી વંદુ છું. ત્યારે આચાર્ય કહે છે - તમારા સર્વની સાથે અર્થાત્ આપ સૌની સાથે સુંદર આરાધના થઈ. [0] હે ક્ષમાશ્રમણ (પૂજ્ય) ! હું (આપને ચૈત્યવંદના તથા સાધુવંદના) કરાવવાને ઇચ્છું છું. વિહાર કર્યા પહેલા આપની સાથે હતો ત્યારે હું આ ચૈત્યવંદનાસાધુવંદના શ્રી સંઘવતી કરું છું એવા અધ્યવસાય સાથે શ્રી જિનપ્રતિમાને વંદન નમસ્કાર કરીને અને અન્યત્ર વિચરતા, બીજા ક્ષેત્રોમાં જે કોઈ ઘણાં દિવસના પર્યાયવાળા સ્થિરવાસવાળા કે નવકલ્પી વિહારવાળા એક ગામથી બીજે ગામ જતા સાધુઓને જોયા. તે ગુણવાન આચાર્યાદિકને પણ વંદના કરી, આપના વતી પણ વાંઘા, જેઓ લઘુપર્યાયવાળા હતા તેઓએ આપને વંદના જણાવી. સામાન્ય સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા મળ્યા તેઓએ પણ આપને વંદના કરી. શલ્ય રહિત અને કષાય મુક્ત એવા મેં પણ મસ્તક વડે અને મનથી વંદના કરી તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરો. ત્યારે પૂજ્યશ્રી કહે કે - હું પણ તે તમે કરેલા ચૈત્યોને વંદન કરું છું. [૧] હે ક્ષમા-શ્રમણ (પૂજ્ય) ! હું પણ ઉપસ્થિત થઈને મારું નિવેદન કરવાને ઇચ્છું છું. આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ તથા અક્ષર, પદ, ગાથા, શ્લોક, અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ આદિ સ્થવિર કલ્પને ઉચિત અને વિના માંગ્યુ આપે મને પ્રીતિપૂર્વક આવ્યું છતાં મેં અવિનયથી ગ્રહણ કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ. ત્યારે પૂજ્યશ્રી કહે - આ બધું પૂર્વાચાર્યોનું આપેલું છે અર્થાત્ મારું કશું નથી. [૬૨] હે શ્રમા શ્રમણ (પૂજ્ય) ! હું ભવિષ્યકાળે પણ કૃતિકર્મ-વંદન કરવાને ઇચ્છું છું. મેં ભૂતકાળમાં જે વંદનો કર્યા તે વંદનોમાં કોઈ જ્ઞાનાદિ આચારો વિના કર્યા હોય, અવિનયથી કર્યા હોય, આપે સ્વયં મને તે આચાર - વિનય શીખડાવેલ હોય અથવા ઉપાધ્યાય આદિ અન્ય સાધુઓએ મને તેમાં કુશળ બનાવેલ હોય, આપે મને શિષ્ય તરીકે આશ્રય આપ્યો, જ્ઞાનાદિ - વસ્ત્રાદિ આપીને સંયમ માટે આધાર આપ્યો. મારા હિતમાર્ગે દોર્યો, અહિત પ્રવૃત્તિ કરતા અટકાવ્યો, સંયમઆદિમાં સ્ખલના કરતા મને આપે મધુર શબ્દોથી અટકાવ્યો, વારંવાર બચાવ્યો, પ્રેરણા આપી આપે વારંવાર પ્રેરણા કરી તે મને પ્રીતિકર બની છે. હવે હું તે-તે ભૂલો સુધારવા ઉપસ્થિત થયો છું. આપના તપ અને તેજ રૂપ લક્ષ્મી વડે આ ચારગતિરૂપ સંસાર અટવીમાં ભમતા મારા આત્માનું સંહરણ કરીને તે સંસાર અટવીનો પાર પામીશ. એ હેતુથી હું આપને મસ્તક અને મન વડે વંદન કરું છું. ત્યારે પૂજ્યશ્રી કહે - તમે સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ. પાંચમાં અધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ. Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૬ ૨૧ (અધ્યયન-ક-પચ્ચખાણ [૩] ત્યાં) શ્રમણોપાસકો - શ્રાવકો પૂર્વે જ અથતિ શ્રાવક બનતા પહેલા મિથ્યાત્વને છોડો અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં. (શું ન કહ્યું તે જણાવે છે) આજ પર્યન્ત અન્યતીથિક, અન્યતીથિના દેવો, અન્યતીથિકે ગ્રહણ કરેલ અહતની પ્રતિમાને વંદન-નમસ્કાર કરવો ન કલ્પે. (તેમ કરતાં જે દોષ લાગે તે જણાવે છે.) પૂર્વે ભલે ગ્રહણ કરી ન હોય પણ હવે તે (પ્રતિમા) અન્યતીથિક ગ્રહણ કરેલી છે. તેથી તેની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને છે. તેમ કરવાથી તે અન્યતીર્થિકોને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ દેવાનું કે પુનઃ પુનઃ દેવાનું બને છે, કલ્પતું નથી. જો કે રાજા - બળાત્કાર - દેવોના અભિયોગ અથત્ કારણોથી કે ગુરુ નિગ્રહથી, કાંતાર વૃત્તિથી આ પાંચ કારણથી અશન-આદિ આપે તો ધર્મનું અતિક્રમણ થતું નથી. આ સમ્યકત્વ પ્રશસ્ત છે. તે સમ્યકત્વ મોહનીય કર્મના ક્ષય અને ઉપશમથી પ્રાપ્ત થાય છે. પ્રથમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિકય એ પાંચ ચિહ્નોથી યુક્ત છે. તેનાથી શુભ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા અને આચરવા નહીં - તે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડપ્રશંસા, પરપાખંડસંસ્તવ. [૬૪] શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખ્ખાણ ત્યાગ) કરે. તે પ્રાણાતિપાત બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે - સંકલ્પથી અને આરંભથી. શ્રાવકે સંકલ્પ હિંસાનું જાવજીવ માટે પચ્ચખ્ખાણ-(ત્યાગ) કરે પણ આરંભ હિંસાનો ત્યાગ ન કરે. સ્થળ પ્રાણાતિપાત વિરમણના આ પાંચ અતિચારો જાણવા તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજન-પાનનો વ્યવચ્છેદ કરે. [૬૫] શ્રાવકો સ્થૂળ મૃષાવાદનું પચ્ચખાણ ત્યાગ) કરે. તે મૃષાવાદ પાંચ પ્રકારે કહ્યો છે. કન્યા સંબંધિ જૂઠ, ગો (ચાર પગા) સંબંધિ જૂઠ, ભૂમિ સંબંધિ જૂઠ, ન્યાસાપહાર અર્થાત્ થાપણ મેળવવી, ખોટી સાક્ષી પૂરવી, ધૂળ મૃષાવાદથી વિરમેલા. શ્રમણોપાસક આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે-સહસા અભ્યાખ્યાન, રહસ્ય ઉદ્ઘાટન, સ્વપત્નીના મર્મપ્રકાશવા, જૂઠો ઉપદેશ આપવો અને ખોટા લેખ કરવા. [૬૬] શ્રમણોપાસકે ધૂળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું અથતું ત્યાગ કરવો. તે અદત્તાદાન બે પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે - સચિત્ત અને અચિત્ત. સ્થળ અદત્તાદાનથી વિરમેલ શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ચોર કે ચોરીથી લાવેલ માલને અનુમોદન, તસ્કર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યોતિક્રમ, ખોટા તોલ-માપ કરવા. [૬૭] શ્રમણોપાસકે પરદારાગમનનો ત્યાગ કરવો અથવા સ્વપત્નીમાં સંતોષ રાખવો અર્થાતુ પોતાની પત્ની સાથેના અબ્રહ્મ આચરણમાં પણ નિયમ કરવો પરદારાગમન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે - ઔદારિક અને વૈક્રિય. સ્વદારા સંતોષનો નિયમ કરનારે શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે – અપરિગૃહિતાગમન, બીજા દ્વારા પરિગૃહિત સાથે ગમન, અનંગક્રીડા, પારકા વિવાહ કરવા અને કામભોગને વિશે તીવ્ર અભિલાષ કરવો. [૬૮] શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરે અથતિ પરિગ્રહનું પરિમાણ કરે. તે પરિગ્રહ બે પ્રકારે છે. સચિત્ત અને અચિત્ત. ઇચ્છા (પરિગ્રહ)નું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આવસ્સયં - ૬/૬૯ પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ધણ અને ધનના પ્રમાણમાં ૨-ક્ષેત્ર-વસ્તુના પ્રમાણમાં ૩-સોના-ચાંદીના પ્રમાણમાં ૪-દ્વીપદ-ચતુષ્પદના પ્રમાણમાં અને પ-કુપ્પ-ધાતુ વગેરેના પ્રમાણમાં અતિક્રમ થવો તે. [૬૯] દિશાવ્રત ત્રણ પ્રકારે જાણવું ઉર્ધ્વ-અધો-તિર્યક્ દિશાવ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ઉર્ધ્વ, ૨-અધો, ૩-તિર્યક્ દિશાના પ્રમાણનું અતિક્રમણ. ક્ષેત્ર વૃદ્ધિ અને સ્મૃતિ ભૂલથી કેટલું અંતર થયું તે ખ્યાલ ન રહેવો તે. [૭૦-૭૧] ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારે - ભોજનવિષયક પરિમાણ અને કર્માદાનવિષયક પરિમાણ ભોજનસંબંધિ પરિમાણ કરનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. અચિત્તઆહાર કરે, સચિત્તપ્રતિબદ્ધ આહાર કરે, અપક્વ દુષ્પક્વ આહાર કરે, તુચ્છ વનસ્પતિનું ભક્ષણ કરે. કર્માદાન સંબંધિ નિયમ કરનારે આ પંદર કર્માદાનો જાણવા. અંગાર-વન-શકટ-ભાટક-સ્ફોટક એ પાંચકર્મ, દાંત-લાખ-રસ- કેશવિષ એ પાંચ વાણિજ્ય, યંત્ર પીલણ - નિછન-દવદાન-જળશોષણ-અત્તિ પોષણ. [૭૨] અનર્થદંડ ચાર પ્રકારે કહ્યો છે તે આ પ્રમાણે અપધ્યાન - પ્રમાદાચરણ હિંસાપ્રદાન અને પાપકર્મોપદેશ. અનર્થદંડવિરમણ વ્રતધારક શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા તે આ પ્રમાણે - કામ વિકાર સંબંધે થયેલ અતિચાર, કુત્સિત ચેષ્ટા, મૌખર્ય - વાચાળપણું, હિંસા અધિકરણનો ઉપયોગ, ભોગનો અતિરેક. . [9૩-૭૭] સામાયિક એટલે સાવઘ યોગનું વર્જન અને નિરવઘ યોગનું સેવન એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે. ઉપરાંત સ્થિતિ, ઉપપાત, ગતિ, કષાયસેવન, કર્મબંધ અને કર્મવેદન આ પાંચ અતિક્રમણ વર્જવા, સામાયિક જ કર્યું હોય ત્યારે શ્રાવક સાધુ જેવા થાય છે માટે વારંવાર સામાયિક કરવું જોઈએ... બધેજ વિરતિની વાત કહેવાઈ છે. ખરેખર સર્વત્ર વિરતિ હોતી નથી. તેથી સર્વવતિ કહેનારે સર્વથી અને દેશથી (સામાયિક) કહેલ છે. સામાયિક વ્રતધારી શ્રમણોપાસકને આ પાંચ અતિચાર જાણવા. ૧-મન, ૨-વચન, ૩-કાયાનું દુષ્પ્રણિધાન, ૪-સામાયિકમાં અસ્થિરતા અને પ-સામાયિકમાં વિસ્તૃતિકરણ. [૭૮] દિવ્રત ગ્રહણ કરેલે પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેસાવકાશિક વ્રત. દેશાવકાસિક વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - બહારથી કોઈ વસ્તુ લાવવી, બહાર કોઇ વસ્તુ મોકલવી, શબ્દ કરી હાજરી જણાવવી, રૂપથી હાજરી જણાવવી અને બહાર કાંકરો વગેરે ફેંકવા. - [૭૯] પૌષધોપવાસ ચાર પ્રકારે કહેવાય છે તે આ પ્રમાણે - આહારપૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધ, પૌષધોપવાસ વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા તે આ પ્રમાણે - અપ્રતિલેખિત દુષ્કૃતિલેખિત શય્યા સંથારો, અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત શય્યા સંથારો, અપ્રતિલેખિત - દુષ્કૃતિલેખિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, અપ્રમાર્જિત - દુષ્પ્રમાર્જિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, પૌષધો પવાસની સમ્યક્ પરિપાલના ન કરવી. [૮૦] અતિથિ સંવિભાગ એટલે સાધુ-સાધ્વીને કલ્પનિય અન્ન-પાણી આપવા, દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર યુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિએ સંયનોને દાન આપવું. તે અતિથિ સંવિભાગ વ્રતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૬ પ્રમાણે અચિત્ત નિક્ષેપ, સચિત્ત વડે ઢાંકવું, ભોજનકાળ વીત્યાબાદ દાન આપવું, પોતાની વસ્તુને પારકી કહેવી, બીજાના સુખનો દ્વેષ કરવો. [૮૧] આ પ્રમાણે શ્રમણોપાસક ધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને થાવત્કથિક કે ઈત્વરકથિક અર્થાત્ ચિરકાળકે અલ્પકાળ માટે ચાર શિક્ષાવ્રતો કહ્યા છે. આ બધાંની પહેલા શ્રમણોપાસક ધર્મમાં મૂળ વસ્તુ સમ્યક્ત્વ છે. તે નિસર્ગથી અને અભિગમથી બે પ્રકારે છે. પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવ્રત અને ગુણવ્રતની પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પડિમાં વગેરે વિશેષથી કરવા યોગ્ય છે. અંતિમ - મરણ સંબંધિ સંલેખના આરાધના આરાધવી જોઈએ. સામાન્ય અર્થમાં કહીએ તો શ્રાવકે વ્રત અને પડિમા ઉપરાંત મરણ સમયે યોગ્ય સમાધિ અને સ્થિરતા માટે મરણ પર્વતનું અનશન સ્વીકારવું જોઈએ. શ્રમણોપાસકને આ સંબંધે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે ૧-આ લોક સંબંધિ કે ૨-પરલોક સંબંધિ ઇચ્છા કરવી ૩-જીવિત કે ૪-મરણ સંબંધિ ઇચ્છા કરવી અને પ-કામ ભોગ સંબંધિ ઈચ્છા કરવી. [૮] સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત અશન-પાન-ખાદિમ- સ્વાદિમના પચ્ચખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગથી કે સહસાકારથી (નિયમનો) ત્યાગ કરે. [૮૭ સૂર્યોદયથી પોરિસી (અર્થાત્ એક પ્રહર પર્વત) ચારે પ્રકારનું - અશન, પાન,આદિમ, સ્વાદિમનું પચ્ચખ્ખાણ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળથી, દિશા-મોહથી, સાધુ વચનથી, સર્વ સમાધિના હેતુરૂપ આગારથી (પચ્ચખાણ) છોડી દે છે. . [૮૪) સૂર્ય ઊંચે આવે ત્યાં સુધી પુરિમ (સૂર્ય મધ્યાલે આવે ત્યાં સુધી) અશન આદિ ચાર આહારનું પચ્ચકખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તરકારણ કે સર્વ સમાધિના હેતુરૂપ આગારથી નિયમ છોડી દે. [૮૫] એકાસણાનું પચ્ચકખાણ કરે છે. (એક વખત સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, સાગારિક કારણે, આકુંચનપ્રસારણથી, ગુરઅભ્યત્થાન, પારિષ્ઠાપનિકા કારણે, મહતું કારણ કે સર્વસમાધિના હેતુરૂપ આગારથી (પચ્ચકખાણ) છોડી દે. [૮] એકલઠાણાનું પચ્ચખાણ કરે છે. (બાકીનો અર્થ સૂત્ર : ૮૫ મુજબ માત્ર તેમાં મહત્તર કારણ ન આવે. [૮૭) આયંબિલનું પચ્ચકખાણ કરે છે. તેમાં આયંબિલ માટે એક વખત બેસવા સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગથી, સહસાકારથી, લેપાલેપથી, ઉક્લિપ્ત વિવેકથી, ગૃહસ્થ સંસૃષ્ટથી, પારિષ્ઠાપન કારણે, મહત્તર કારણે કે સર્વસમાધિને માટે (પચ્ચક્ખાણ) છોડી દે. [૮૮) સૂર્ય ઊંચો આવ્યે છતે ભોજન ન કરવાનું પચ્ચખાણ કરે છે (તે માટે) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા કારણે, મહત્તર કારણે, સર્વ સમાધિને માટે (પચ્ચકખાણ) છોડી દે. [૮] દિવસને અંતે અશનાદિ ચારે પ્રકારના આહારનું પચ્ચખાણ કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આવસ્મય - ૬૯૦ સિવાયકે અનાભોગ, સહસાકાર, મહત્તર કારણ, સર્વ સમાધિના હેતુથી છોડી દે. | [co] ભવચરિમ અર્થાત્ જીવનનો અંત જણાતા (અશનાદિ ચારે આહારનું પચ્ચષ્માણ કરે છે.) (શેષ પૂર્વ સૂત્ર ૮૮ મુજબ) [૧] અભિગ્રહ પૂર્વક અશનાદિ ચારે આહારનું પચ્ચખાણ કરે છે. (શેષ પૂર્વ સૂત્ર-૮૯ મુજબ) [૨] વિગઈઓનું પચ્ચખાણ કરે છે. સિવાયકે અનાભોગ - સહસાકારલેપાલેપ - ગૃહસ્થ સંસૃષ્ટ – ઉક્લિપ્ત વિવેક - પ્રતીત્યપ્રક્ષિત – પરિષ્ઠાપન - મહત્તર – સર્વ સમાધિનો હેતુ. આટલા કારણે પચ્ચખાણ છોડી દે. સૂત્ર - ૮૨ થી ૯૨ના મહત્ત્વના શબ્દોની વ્યાખ્યા - પચ્ચખાણ એટલે નિયમ અથવા ગુણ ધારણા. - નમસ્કાર સહિત - જેમાં મુહૂર્ત (બે ઘડી) પ્રમાણ કાળ માન છે. - અન્નત્ય - સિવાયકે આપેલા કારણો સિવાય. -અનાભોગ ભૂલી જવાથી - સહસાકાર-અચાનક - મહત્તરાકાર - મોટું પ્રયોજન કે કારણ ઉપસ્થિત થતા - સવ્વસમાહિ- તીવ્ર રોગાદિ કારણે ચિત્તની સમાધિ ટકાવવા. -પચ્છન્નકાળ - સમયને નહીં જાણવાથી - દિશામોહ-દિશાને વિશે ભ્રમ થાય અને કાળ ન જાણે. - સાધુવચન - સાધુ મોટેથી કોઈ શબ્દ બોલે અને વિપરીત સમજે. -લેપાલેપન કલ્પતી વસ્તુનો સંસ્પર્શ થઈ ગયો હોય. - ગૃહસ્થ સંસ્કૃષ્ટ - ગૃહસ્થ વડે મિશ્ર થયેલું હોય તે - ઉક્લિપ્ત વિવેક - જેના ઉપર વિગઈ મૂકીને ઉઠાવી લીધી હોય. - પ્રતીત્યપ્રક્ષિત - સહેજ ઘી વગેરે ચોપડેલ હોય તેવી વસ્તુ - ગુરુ અભ્યત્થાન - ગુરુ કે વડીલ આવતા ઉભું થવું પડે. છઠ્ઠાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ૪૦ આવશ્યક સૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ પહેલું મૂળસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨૫] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ૪૧ ઓહ નિજ્જુત્તિ બીજું મૂળસૂત્ર-ગુર્જર છાયા અ૨હંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ. આ લોકમાં રહેલા સર્વ સાધુને નમસ્કાર થાઓ. આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. [૧-૩]ઉપક્રમ કાળ બે પ્રકારે છે. સામાચારી ઉપક્રમકાળ અને યથાયુષ્ક ઉપક્રમ કાળ (અહીં ઉપક્રમનો અર્થ વૃત્તિ માં કર્યો છે.-"દૂર હોય તેને સમીપ લાવવું તે”) સામાચારી ઉપક્રમ કાળ ત્રણ પ્રકારે છે. ૧-ઓઘ, ૨-૬શઘા, ૩-પદવિભાગ, તેમાં ઓઘ અને દશધા સામાચારી એ નવમાં પૂર્વમાં રહેલા ત્રીજી આચાર વસ્તુના વીસમાં ઓઘ પ્રાકૃતમાં રહેલા હતી. સાધુના અનુગ્રહને માટે તે ત્યાંથી અત્રે લાવવામાં આવી માટે તેને ઉપક્રમ કહેવાય. તે ઉપક્રમ કાળ પૂર્વે વીસવર્ષનો હતો જે હાલ દીક્ષાના પ્રથમ દીવસે જ આપી શકાય છે. હવે મંગલના આરંભને માટે નીચેની ગાથાઓ જણાવે છે. [૪-૫] અરહંતોને વંદીને, ચૌદપૂર્વી તથા દશપૂર્વીને વંદીને, અગીયાર અંગને સૂત્ર-અર્થ સહિત ધારણ કરનાર સર્વેસાધુઓનો વંદીને ચરણ-કરણ અનુયોગમાંથી અલ્પઅક્ષર અને મહાનઅર્થવાળી ઓઘથી નિયુક્તિ સાધુઓના અનુગ્રહને માટે કહું છું. [૬] ઓઘનો જે સમૂહ તે સમાસથી, સંક્ષેપથી એકી ભાવથી મળેલો છે. અત્યંત અર્થો-ગમો થી યુક્ત કે બદ્ધ હોય તેને નિર્યુક્તિ કહેવાય. અર્થાત્ અહીં સમાસસંક્ષેપથી એકીભાવવાળા અનેક અર્થ અને ગમો જોડાયેલા છે. બદ્ધ થયા છે તે ‘ઓહનિત્તિ’ [૭] (ચરણ સિત્તરીના સિત્તેર ભેદો) પાંચવ્રત, દશ શ્રમણ ધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વેયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્ય, જ્ઞાનાદિત્રિક, ૧૨ પ્રકારે તપ, ક્રોધાદિ નિગ્રહ, [૮] (કરણ સિતરીના સિત્તેર ભેદો) પિંડ વિશુદ્ધિ-૪ ભેદે, ૫-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પ્રતિમા, ૫-ઇન્દ્રિયનિગ્રહ, ૨૫-પડિલેહણા, ૩-ગુપ્તિ, ૪-અભિગ્રહ [૯-૧૫] અહીં ષષ્ઠીને બદલે પાંચમી વિભક્તિ કેમ કહી ? એવા પ્રશ્નનો ભાષ્યમાં ખુલાસો કરે છે કે ચરણક૨ણાનુ યોગ સંબંધિ ઓઘનિયુક્તિ હું કહીશ ત્યાં પંચમી વિભક્તિનું પ્રયોજન એ છે કે ચરણકરણાનુયોગ સિવાયના પણ યોગ છે. તે આ પ્રમાણે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ છે. આ ચારે એક-એકથી ચઢીયાતા છે. ચારે અનુયોગ સ્વવિષયમાં તો Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઓહનિજુત્તિ-(૧૫) બળવાન જ છે. તો પણ ચરણાનુયોગ બળવાન છે. ચારિત્રના રક્ષણ માટે જ બીજા ત્રણ અનુયોગ છે. ચારિત્રની પ્રતિપત્તિના હેતુથી ધર્મકથા રૂપ કળાસમૂહ પ્રવજ્યા આદિના દાન માટે, દ્રવ્યાનુયોગ દર્શનશુદ્ધિ માટે છે કેમકે દર્શનશુદ્ધીથી ચારિત્રશુદ્ધી છે. જેમ એક રાજાના પ્રદેશમાં ચાર ખાણ હતી. એક રત્નની, બીજી સોનાની, ત્રીજી ચાંદીની, ચોથી લોઢાની ચારે પુત્રોને એક એક ખાણ વહેંચી દીધી, લોઢાની ખાણવાળાને ચિંતા થઈ મને નકામી ખાણ મળી (ત્યારે મંત્રીએ સમજાવ્યું કે) બીજી ત્રણે ખાણો લોઢા ઉપર આધાર રાખે છે. તે બધાં તારી પાસે લોઢું માગવા આવે ત્યારે રત્ન સોનું અને ચાંદીના • બદલામાં તું લોઢું આપજે (તું ધનવાન બનીશ). તે રીતે ચારિત્રમાં સમર્થ હોય તો બાકીના અનુયોગ ગ્રહણ કરવા સહેલા છે. માટે ચરણાનુયોગ સૌથી બળવાન છે. [૧૬-૧૭ (ચરણાનુયોગમાં અલ્પ અક્ષરો હોવા છતાં અર્થથી મહાન- વિસ્તૃત છે.) અહીં ચઉભંગી છે. અક્ષર ઓછાં મોટા અર્થ, અક્ષર વધુ થોડો અર્થ, બંને વધુ કે બંને થોડાં તેમાં ઓઘ સમાચારી એ પ્રથમ ભંગનું દ્રષ્ટાન્ત છે. જ્ઞાતાધર્મકથા એ બીજા ભંગનુ, દ્રષ્ટિવાદ ત્રીજા ભંગનું કેમકે ત્યાં અક્ષર અને અર્થ બંને વધારે છે. લૌકિક શાસ્ત્ર ચોથા ભંગનું દ્રષ્ટાન્ત છે. [૧૮-૧૯] બાળ જીવોની અનુકંપાથી જનપદને અન-બીજ અપાય તે રીતે સ્થવિરો એ સાધુના અનુગ્રહને માટે ઓઘનિયુક્તિ વર્તમાનકાળ અપેક્ષાએ આ (હવે પછી કહેવાશે તે) પદ વિભાગ રૂપે ઓઘનિયુક્ત ઉપદિષ્ટ કરેલી છે. અહીં સ્થવિર એટલે ભદ્રબાહુ સ્વામિ સમજવા.) [૨૦] ઓઘનિર્યુક્તિના સાત દ્વાર કહ્યા છે. પ્રતિલેખના, પિંડ, ઉપધિ પ્રમાણ, અનાયતન વર્જન, પ્રતિસેવના, આલોચના અને વિશુદ્ધિ. [૨૧] આભોગ, માર્ગણા, ગવેષણા, ઈહા, અપોહ, પ્રતિલેખના પ્રેક્ષણા, નિરિક્ષણા, આલોકના અને પ્રલોકના (એકાર્થિક નામો છે.) [૨૨] જેમ “ઘડો’ શબ્દ કહેવાથી કુંભાર-ઘડો અને માટી આવી જાય તેમ અહીં પણ પ્રતિલેખન-પડિલેહણ કરનાર સાધુ, પ્રતિલેખના અને પ્રતિલેખિતવ્ય-પડિલેહણ કરવાની વસ્તુ એ ત્રણની પ્રરૂપણા અહીં કરાશે. [૨૩-૨૭] પ્રતિલેખક - એક હોય કે અનેક હોય, કારણિક હોય કે નિષ્કારણિક, સાધર્મિક હોય કે વૈધર્મિક એમ સંક્ષેપથી બે પ્રકારે જાણવા તેમાં અશિવ આદિ કારણે એકલા જાય તે કારણિક, ધર્મચક્ર સ્તુપ, યાત્રાદિ કારણે એકલા જાય તે નિષ્કારણિક તેમાં એક - કારણિક અહીં કહેવાશે તે સિવાયના બધાં સ્થિત જાણવા. અશિવ, દુકાળ, રાજાનો ભય, ક્ષોભ, અનશન, માર્ગભૂલવો, બિમારી, અતિશય, દેવતાના કહેવાથી અને આચાર્યના કહેવાથી આટલા કારણે એકલા પડે તે કારણિક કહેવાય. બાર વર્ષ પૂર્વે ખ્યાલ આવે કે દુષ્કાળ થવાનો છે. તો વિહાર કરી સૂત્ર અને અર્થ પોરિસિ કરતા બીજા સુકાળ પ્રદેશમાં જાય. આ દુષ્કાળની ખબર અવધિજ્ઞાનાદિ અતિશયથી, નિમિત્ત જ્ઞાનથી શિષ્યને વાચના થકી જણાવે કે જાણે અથવા જ્યારે અન્ય રીતે જાણે ત્યારે વિહાર કરે. કે ગ્લાનાદિ કારણે ન નીકળી શકે. [૨૮-૨૯] સાધુ ભદ્રિક હોય- ગૃહસ્થ ન હોય, ગૃહસ્થ ભદ્રિક હોય પણ સાધુ ન હોય, બંને ભદ્રિક હોય, બેમાંથી કોઈપણ ભદ્રિક ન હોય. બીજી ચઉભંગી સાધુ ભદ્રિક Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૯ હોય પણ ગૃહસ્થ તુચ્છ-પ્રાંત હોય. ગૃહસ્થ ભદ્રિક હોય પણ સાધુ તુચ્છપ્રાંત હોય, બંને પ્રાંત હોય, બંને ભદ્રિક હોય. તેમાં બંને ભદ્રિક હોય ત્યારે વિહાર કરી ઉપસર્ગ ન હોય ત્યાં જાય. અશિવ પ્રાપ્ત (-ગ્લાન) સાધુને ત્રણ પરંપરાએ ભોજન આપવું. એક ગ્રહણ કરે. બીજો લાવે ત્રીજો અવજ્ઞાપૂર્વક આપે. ગ્લાનની સારવાર માટે રોકાયા હોય ત્યારે તેને વિગઈ -મીઠું - દશીવાળું વસ્ત્ર અને લોહસ્પર્શ એ ચાર વર્જવા. [૩૦-૩૨] ઉપદ્રવ પ્રાપ્ત સાધુને ઉદ્વર્તન કે નિર્લેપ (લેપ કાઢી નાખવો) કરનાર સાધુએ દિવસે કે રાત્રે સાથે ન રહેવું. જે બીકણ હોય તેને સેવા માટે ન રાખવો. પણ ત્યાં નિર્ભયને રાખવો. જ્યાં દેવતાનાં ઉપદ્રવ હોય ત્યાં ગોચરી ન જવું. જો તેવા ઘર ન મળે તો ગોચરી આપનાર સામે દ્રષ્ટિ મેળવવી નહીં. અશિવ ન હોય અથતુ નિરુપદ્રવ સ્થિતિમાં જે અભિગ્રહ-તપ ગ્રહણ કર્યા હોય તેમાં વૃદ્ધિ કરવી. જો સેવા કરનારને જવું પડે તો અન્ય સમાન સામાચારી વાળાને તે ઉપદ્રવ યુક્ત સાધુપાસે મૂકીને જવું. સાધુ ન હોય તો બીજા પાસે પણ સોંપીને અન્યત્ર જવું. કદાચ તે ઉપદ્રવવાળા સાધુ આક્રોશ કરે તો સમર્થ સાધુ ત્યાં રહેવા ઇચ્છે તો તેને કહીને જલ્દી નીકળી જવું. જો ન ઇચ્છે તો તે દિવસે રહીને સમય મળતા છિદ્ર શોધીને બધાંએ – અડધાએ કે છેવટે એક-એક કરીને પણ નીકળી જવું. [૩૩-૩૪] વિહાર કરતી વેળા સંકેત કરીને બધાં નીકળે અને જ્યાં ભેગા થાય ત્યાં જે ગીતાર્થ હોય તેની પાસે આલોચના કરે. જો સૌમ્યમુખી દેવતા હોય તો તેજ ક્ષેત્રમાં ઉપદ્રવ કરે માટે બીજા ક્ષેત્રમાં જવું. કાલમુખી દેવતા હોય તો ચારે દિશાના બીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે તો ત્રીજા ક્ષેત્રમાં જવું. રક્તાક્ષી દેવ ચારે દીશાના ત્રીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે તો ચોથા ક્ષેત્રમાં જવું. અહીં જે અશીવ અર્થાત્ દેવ ઉપદ્રવ માટે કહ્યું. (અશિવકારણ પુરુ થય) તે જ વિધિ દુર્મિક્ષ માટે પણ જાણવી. જેમ ગાયના સમૂહને થોડાં ઘાસમાં તૃપ્તિ ન થાય તો અલગ અલગ જાય તેમ દુકાળમાં એકલાએકલા સાધુએ જુદા જુદા નીકળી જવું. (દુર્મિક્ષ કારણ પુરું થયું) [૩૪-૩૭] રાજ્ય તરફથી ચાર પ્રકારે ભય થાય, વસતિ ન આપે, આહાર પાણી ન આપે, વસ્ત્ર-પાત્ર છીનવી લે, મારી નાખે તેમાં છેલ્લા બે ભેદ વર્તતા હોય ત્યારે રાજ્યમાંથી નીકળી જાય. આ રાજ્ય ભયનું કારણ જણાવે છે કે કોઈ સાધુ વેશે પ્રવેશી કોઈને મારી નાંખેલ હોય, રાજા સાધુનું દર્શન અમંગલ માનતો હોય, કોઈ રાજાને ચડાવે કે સાધુ તમારુ અહિત કરવાના છે. રાજાના નિષેધ છતાં કોઈને દીક્ષા આપી હોય. રાજાના અંતઃપુરમાં પ્રવેશી અકૃત્ય સેવ્યું હોય, કોઈ વાદી સાધુએ રાજાનો પરાભવ કર્યો હોય. (આવા કારણે રાજ્યભય પામતો સાધુઓ વિહાર કરી જાય અને ચારિત્ર કે જીવિત નાશનો ભય હોયતો એકાકી પણ થાય.). [૩૮] ક્ષોભથી એકાકી થાય. - ભય કે ત્રાસ. જેમ કે ઉજ્જૈની નગરીમાં ચોરો આવી મનુષ્યાદિનું હરણ કરી જતા હતા. કોઈ વખત રેંટની માળા કુવામાં પડી, ત્યારે કોઈ બોલ્યું કે “માલા પતિતા” બીજા સમજ્યા “માલવાપતિતા” માળવાના ચોરો આવ્યા. ગભરાટમાં ત્યાં બેઠેલાએ નાશ ભાગ કરી. એ રીતે સાધુ ભય કે ત્રાસથી એકલો થઈ જાય. [૩૯] અનશનથી એકાકી થાય. અનશન ગૃહી સાધુને કોઈ નિયમિણા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઓહનિજજુત્તિ- (૪૦). કરાવનાર ન મળે કે સંઘાટક ન મળે અને તેને સૂત્ર-અર્થ પૂછવા હોય તો એકલા જાય. | [૪૦] ફિટિત-રસ્તામાં બે માર્ગ આવે. ત્યાં ભૂલથી મંદગતિથી ચાલવાને લીધે કે ડુંગર આદિ ન ચઢી શકવાથી ફરીને આવવાના કારણે સાધુ એકાકી થાય.. ગ્લાન :- બીમાર સાધુ નિમિત્તે ઔષધાદિ લાવવા કે અન્ય સ્થળે બિમાર સાધુની સેવા કરનાર કોઈ ન હોય અને જવું પડે ત્યારે એકાકી થાય. [૪૧] કોઈ અતિશય સંપન્ન જાણે કે નવ દિક્ષિતને તેના કુટુમ્બી ઘેર લઈ જવા આવે છે ત્યારે સંઘાટક અભાવે એકલો વિહાર કરાવે. દેવતાના કહેવાથી વિહાર કરે ત્યારે એકાકી થાય છે માટે કલિંગમાં દેવીનું રૂદનનો પ્રસંગ ટાંકે છે. ૪િ૨-૫] છેલ્લી પોરિસીએ આચાર્યે કહ્યું કે તમારે અમુક સ્થળે જવું. ઓઘ હેતુથી માત્રક લાવવા કહ્યું તે માટે ગ્રન્થિ આપી કે તેને ભય ન થાય. અહીં તેને પોતાના ગણની પરીક્ષા કરવી હતી એટલે બધાંને બોલાવ્યા. મારે અમુક ગમન કાર્ય છે. કોણ જશે? બધાં જવા તૈયાર થયા ત્યારે આચાર્યએ કહ્યું અમુક આ સમર્થ છે માટે તેણે જવું ત્યારે સાધુ કહે કે આપે મારા ઉપર અનુગ્રહ કર્યો. તે કાર્ય માટે સાધુને વહેલાં જવાનું હોય તો સ્વાધ્યાય કરીને કે કર્યા સિવાય સૂતી વખતે આચાર્યને કહે કે આપે કહેલ કામ માટે હું સવારે જઈશ, એમ ન કહેતો દોષ લાગે. પૂછે તો કદાચ આચાર્યને સ્મરણ થાયકે મારે તો બીજું કાર્ય કહેવાનું હતું. અથવા જે માટે મોકલવાના છે તે સાધુ આદિતો અન્યત્ર ગયા છે. અથવા સંઘાટક કહી જાય કે આ સાધુ તો ગચ્છ છોડી જવાનો છે. ત્યારે આચાર્ય સમયોચિત્ત ભલામણ કરે. સવારમાં જનાર સાધુ ગુરુવંદનાર્થે પગને સ્પશે અને આચાર્ય જાગે કે ધ્યાનમાં હોય તો ધ્યાન પૂરૂ થાય ત્યારે કહે કે આપે દર્શાવેલ કાર્ય માટે હું જાઉં છું. [૪૬-૪૮] અનુજ્ઞા પ્રાપ્ત સાધુ વિહાર કરે ત્યારે નીકળતી વખતે અંધારું હોય તો અજવાળું થાય ત્યાં સુધી બીજો સાધુ સાથે જાય. મળ-મૂત્રની શંકા હોય તો ગામની નજીક શંકા ટાળે જો ઠંડી, ચોર, કુતરા-સિંહ આદિનો ભય હોય, નગરના દ્વાર બંધ હોય, અજાણ્યો માર્ગ હોય તો સવાર સુધી રાહ જુએ. જો જનાર સાધુને વાપરીને જવું હોયતો ગીતાર્થ સાધુ સંખડી કે સ્થાપના કુલમાંથી યોગ્ય દુધ સિવાય ધી વગેરે આહાર લાવી આપે. તે વાપરી લે. જો વસતિમાં ન વાપરવું હોય તો સાથે લઈને વિહાર કરે અને બે કોશમાં તે વાપરી લે. [૪૯] ગામની હદ પૂરી થતાં રજોહરણથી પગ પ્રમાર્જ. પગ પ્રમાર્જતી વખતે ત્યાં રહેલ કોઈ ગૃહસ્થ ચાલતો હોય, અન્ય કાર્યમાં ચિત્તવાળો હોય, સાધુ તરફ ધ્યાન ન હોય તો પગ પ્રમાર્જે, જો તે ગૃહસ્થ જતો હોય તો પગ ન પ્રમાર્જ, નિષદ્યા - આસન વડે પ્રમાર્જે. પિ૦-પ૭ પુરષ-સ્ત્રી-નપુંસક એ ત્રણેના વૃદ્ધ મધ્યમ અને તરણ એમ ત્રણ-ત્રણ ભેદ છે. તેમાં બે સાધર્મિક કે બે ગૃહસ્થને રસ્તો પૂછે. ત્રીજો પોતે નિર્ણય કરે. સાધર્મિક કે અન્યધર્મી મધ્યમ વયનાને પ્રીતિપૂર્વક રસ્તો પૂછે. બીજાને પૂછવામાં અનેક દોષ સંભવે છે. જેમકે – વૃદ્ધ જાણતા નથી. બાળકો પ્રપંચથી ખોટો રસ્તો કહે, મધ્યમ વયસ્ક સ્ત્રી કે નપુંસકને પૂછતા શંકા થાય કે “સાધુ’ આમની સાથે શું વાત કરે છે? વૃદ્ધ-નપુંસક કે સ્ત્રી, બાળ-નપુંસક કે સ્ત્રી ચારે માર્ગથી અજાણ હોય તેવું બને નજીકમાં રહેલાની પાસે જઈને રસ્તો પૂછે. કેટલાંક પગલા તેની પાછળ જઈને પૂછે અને જો તે મુંગો રહેતો રસ્તો ન પૂછે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગાથા - ૫૭. માર્ગમાં નજીક રહેલ ગોપાલ આદિને પૂછે પણ દૂર હોય તેને ન પૂછે. કેમકે તેવી રીતે પૂછતા શંકા આદિ દોષ તથા વિરાધનાનો દોષ લાગે. જો મધ્યમ વયસ્ક પુરુષ ન હોયતો દ્રઢ સ્મૃતિવાળા વૃદ્ધને અને તે ન હોયતો ભદ્રિક તરુણને રસ્તો પૂછે? એ જ રીતે ક્રમશઃ પ્રાપ્ત સ્ત્રી વર્ગ કે નપુંસક વર્ગને સંજોગાનુસાર પૂછે. આવા સંજોગો અનેક ભેદે હોય. [૫૮-૬૨] રસ્તામાં છકાયની જયણા માટે કહે છે- પૃથ્વિકાય ત્રણ ભેદે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, આ ત્રણેના પણ કાળો-નીલો આદિ વર્ણ ભેદે પાંચ-પાંચ પેટા ભેદો, તેમાં અચિત્ત પૃથ્વિમાં વિચરવું. અચિત્ત પૃથ્વિમાંપણ ભીની અને સૂકી બંને હોય તો ભીનામાં જવાથી વિરાધના થાય છે. શ્રમ લાગવો અને કાદવ ચોંટવાનું બને છે. સૂકામાં પણ રેતાળ અને રેતી વિનાનો માર્ગ હોય છે. રેતીવાળા માર્ગે દોષ લાગે માટે રેતી વિનાના માર્ગે જવું. ભીનો માર્ગ પણ ત્રણ પ્રકારે છે. “મધુસિકથ' - પગની પાની સુધીનો કાદવ, પિંડક પગે મોજાં પહેર્યા હોય તેટલો કાદવ અને ચિMિલ્લ’ ગરકી જવાય તેટલો કાદવ, વળી સૂકા માર્ગમાં પણ “પ્રત્યપાય” નામક દોષ છે. હિંસક પશુ, કૂતરા, ચોર, કાંટા, મ્લેચ્છો એ પ્રત્યપાય દોષ છે. સુષ્ક માર્ગના બે ભેદ-આક્રાંત અને અનાક્રાંત. આક્રાંત માર્ગના બે ભેદ. પ્રત્યપાય અને અપ્રત્યાપાય. પ્રત્યપાય દોષવાળા, માર્ગે ન જતા અપ્રત્યપાય માર્ગે જવું તે માર્ગ ન મળે તો ધૂળવાળા માર્ગે, તે ન મળે તો ભીની પૃથ્વિવાળા માર્ગે, તે ન હોયતો મિશ્ર, તે ન હોયતો સચિત્ત એમ ગમન કરવું. [૩-૬પી શીયાળા - ઉનાળામાં રજોહરણથી પગ પ્રમાજે. ચોમાસામાં પાદલેખનીકાથી પ્રમાર્જ. આ પાદ લેખનિકા ઉદુમ્બર વડ કે આંબલીના વૃક્ષની બનેલી બાર આંગળ લાંબી અને એક આંગળ જડી હોય છે. બંને તરફ અણીવાળી કોમળ હોય છે. તેમજ દરેક સાધુની અલગ-અલગ હોય છે. એક તરફની અણીથી પગે લાગેલી સચિત્ત પૃથ્વિને દૂર કરે બીજી તરફથી અચિત્ત પૃથ્વીને દૂર કરે. [૬૫-૭૦] અપૂકાય બે પ્રકાર છે. જમીનનું પાણી અને આકાશનું પાણી. આકાશ પાણીના બે ભેદ ધુમસનું અને વરસાદનું. આ બંને પાણી જોઈને બહાર ન નીકળે. નીકળ્યા પછી જાણે તો નિકટના ઘર કે વૃક્ષ નીચે ઉભો રહે. જો ત્યાં ઉભા રહેવામાં કોઈ ભય હોય તો ‘વષકલ્પ' વરસાદથી રક્ષણનું સાધન ઓઢીને જાય. અતિ વર્ષા હોય તો સુકા ઝાડ ઉપર ચઢી જાય. જો માર્ગમાં નદી આવે તો બીજે માર્ગે જાય કે પુલ ઉપરથી જાય. એ જ રીતે જમીન ઉપરનું પાણી હોય ત્યારે પ્રતિપૃચ્છા કરીને જવું. જો કે આ બધું એકાકી નથી. પરંપરા પ્રતિષ્ઠ છે. જો નદીનો પુલ કે અન્ય રસ્તો કાચો હોય, ધૂળો વગેરે ખરતી હોય, અન્ય કોઈ ભય હોય તો તે રસ્તે ન જવું. પ્રતિપક્ષી રસ્તે જવું. અથતું નિર્ભય કે આલંબનવાળા રસ્તે અથવા તેવા પ્રકારના અન્ય રસ્તે જવું. ચલમાન, અનાક્રાંત, ભયવાળો રસ્તો છોડી અચલ, આકાંત અને નિર્ભય રસ્તે જવું ભીની માટીનો લેપ થયો હોય તો નીકટથી પગને પ્રમાર્જવા. પાણી ત્રણ ભેદે કહ્યું. પત્થર ઉપરથી વહેતું, કાદવ ઉપરથી વહેતું અને રેતી ઉપરથી વહેતું. આ ત્રણેના બે ભેદ છે આક્રાંત અને અનાક્રાંત. આક્રાંતના બે ભેદ પ્રત્યપાય અને અપ્રત્યાધાય ક્રમશઃ પાષાણ ઉપરથી વહેતું પાણી પછી કાદવ ઉપરથી.. એ રીતે માર્ગ પસંદ કરવો. [૭૧-૭૬] અર્ધજંઘા જેટલા પાણીને સંઘટ્ટ કહે છે, નાભિ પ્રમાણમાં પાણીને લેપ કહે છે અને નાભિથી ઉપર પાણી હોયતો લેપોપરી કહેવાય છે. સંઘટ્ટ નદી ઉતરતા એક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઓહનિજુત્તિ-(૭૧) પગ પાણીમાં અને બીજો પગ ઊંચો રાખે. તેમાંથી પાણી નીતરી જાય એટલે તે પગ પાણીમાં મૂકે અને પહેલો પગ ઊંચો રાખે. એ રીતે સામા કિનારે પહોંચે. પછી (ઇરિયાવહી) કાયોત્સર્ગ કરે. જો નિર્ભય જલ હોય તો ગૃહસ્થ સ્ત્રી વગેરે ઉતરતાં હોય તો પાછળ-પાછળ જાય. લયવાળું પાણી હોય તો ચોલ પટ્ટાને ઊંચો લઈ ગાંઠ બાંધી. માણસોની વચમાં ઉતરે કેમકે કદાચ પાણીમાં ખેંચાય તો લોકો બચાવી લે. કિનારે ગયા. પછી ચોલપટ્ટનું પાણી નીતરી જાય ત્યાં સુધી ઉભો રહે. જો ભય હોય તો ભીનો ચોલપટ્ટો શરીરને ન અડે તે રીતે લટકતો રાખી આગળ જાય. નદી ઉતરતાં ને ત્યાં ગૃહસ્થ ન હોય તો શરીરથી ચાર આંગળ ઊંચી લાકડીથી પાણી માપે. જે ઘણું પાણી હોય તો ઉપકરણો ભેગા કરી બાંધે અને મોટું પાત્ર ઊંધું કરી શરીર સાથે બાંધી તરીને સામે કાંઠે જાય. જો નાવમાં બેસીને ઉતરવું પડે તો સંવર અથતુ પચ્ચક્ખાણ કરે નાવમાં મધ્યમાં બેસે, નવકાર મંત્ર સ્મરણ કરે અને કાંઠે ઉતરી ઇરિયાવહી કરે. ઉતરતી વખતે પણ પહેલા કે પછી ન ઉતરે પણ મધ્યમાં ઉતરે અને પચીશ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ કરે. જો નાવ ન હોય તો લાકડા કે તુંબડાને આધારે નદી તરે. [૭૭] રસ્તામાં જતા વનદવ લાગેલો હોય તો અગ્નિ આગળ હોય તો પાછળ જવું, સામો આવતો હોય તો તૃણ રહિત ભૂમિમાં ઊભા રહેવું, તૃણ રહિત ભૂમિ ન હોય તો કામળી ભીની કરીને ઓઢી લે. જે ખૂબ જ અગ્નિ હોય તો ચામડું ઓઢી લે અથવા ઉપાનહ ધારણ કરીને જવું. [૭૮] જો પવન ઘણો હોયતો ખીણમાં કે વૃક્ષની ઓથ લઈ ઊભા રહેવું. જો ત્યાં ઉભવામાં ભય હોયતો છિદ્રરહિત કામળી ઓઢીલે અને છેડા લટકે નહીં તેમ જવું. [૯] વનસ્પતિ ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત, મિશ્ર. એ પણ પ્રત્યેક અને સાધારણ બે ભેદે છે. તે દરેક સ્થિર અને અસ્થિર ભેદ હોય છે. તેના પણ ચાર-ચાર ભેદ છે. કચડાયેલી-ભયરહિત, કચડાયેલી ભયયુક્ત, નહીં કચડાયેલી ભય રહિત અને નહીં કચડાયેલી ભયયુક્ત તેમાં સચિત્ત, પ્રત્યેક, સ્થિર, આકાંત અને ભયવિનાની વનસ્પતિમાં જવું. જો તેમ ન હોય તો સંજોગ અનુસાર વર્તવું. [૮૦] બેઇન્દ્રિય જીવો સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ ભેદે કહ્યા છે. તેના સ્થિર સંઘયણ બે ભેદ તે દરેકના આક્રાંત, અનાક્રાંત, સંપ્રત્યયાય (ભયયુક્ત) અને અપ્રત્યયાય (ભયરહિત) એવા ચાર ભેદો છે. એ જ રીતે તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિશે સમજવું. તેમાં અચિત્ત ત્રસવાળી ભૂમિમાં જવું. [૮૧-૮૩] પૃથ્વીકાય અને અપૂકાય વાળા બે માર્ગમાં પૃથ્વીકાયમાં જવું, પૃથ્વી અને વનસ્પતિ યુક્ત માર્ગ હોયતો પૃથ્વીકાયમાં જવું, પૃથ્વી-ત્રસ-વનસ્પતિ હોય તો ત્રસરહિત પૃથ્વી માર્ગે જવું અપૂકાય-વનસ્પતિકાય વાળો માર્ગ હોય તો વનના માર્ગે જવું તેઉવાઉ સિવાયના પણ અન્ય સંજોગો છે તે માટે સંક્ષેપમાં કહીએ તો ઓછામાં ઓછી વિરાધનાવાળા માર્ગે જવું [૮૪-૮૫]બધે સંયમ રક્ષા કરવી. સંયમથી પણ આત્માની રક્ષા કરવી. કેમકે જીવતો રહેશે તો પુનઃ તપઆદીથી વિશુદ્ધિ કરી લેશે. સંયમ નિમિત્તે દેહને ધારણ કરેલો છે. જો દેહ જ ન હોય તો સંયમ કેમ પાળશે? સંયમ વૃદ્ધિ માટે શરીરનું પાલન ઈષ્ટ છે. [૮૬-૯૮]લોકો પણ કાદવ, શિકારી પશુ, કૂતરા, રેતાળ કંટકવાળો અને ઘણું Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૮૬ ૩૧ પાણી હોય તેવા રસ્તાનો ત્યાગ કરે છે. તો પછી સાધુમાં ગૃહસ્થમાં ફેર શું? ગૃહસ્થો જયણા કે અજયણાને જાણતા નથી. સચિત- મિશ્ર-પ્રત્યેક કે અનંતને જાણતા નથી જીવવધ ન કરવો તેવા પચ્ચકખાણ નથી જ્યારે સાધુને આ પ્રતિજ્ઞા અને જાણપણું બને છે તે વિશેષતા છે લોકો મરણનો ભય અને પરીશ્રમ ભાવથી તે પથ છોડે છે.જ્યારે સાધુ દયાના પરિણામથી મોક્ષના હેતુવાળા થઈ ઉપયોગ પૂર્વક પથને ગ્રહણ કરે છે કે છોડે છે. જો કે બાહ્ય વસ્તુને આશ્રીને સાધુને હિંસાજન્ય કર્મબંધ થતો નથી. તો પણ મુનિ પરિણામની વિશુદ્ધિ માટે પૃથ્વિકાય આદિની જયણા કરે છે. જો આવી જયણા ન કરે તો પરિણામની શુદ્ધિ કે કઈ રીતે ? સિદ્ધાંતમાં તુલ્ય પ્રાણિવધના પરિણામમાં પણ મોટું અંતર કહ્યું છે. તીવ્ર સંકિલષ્ટ પરિણામવાળાને સાતમી નરક પ્રાપ્ત થાય અને મંદ પરિણામ વાળો બીજે પણ જાય, એજ રીતે નિરા પણ પરિણામ આધારીત છે. આ રીતે જે અને જેટલા હેતુ સંસાર માટે છે તે અને તેટલા હેતુ મોક્ષ માટે છે. અતીતભૂતકાળની સંખ્યા ગણવા જઈએ તો બંનેમાં લોકો સમાન આવે. રસ્તામાં જયણાપૂર્વક ચાલવામાં આવે તો તે ક્રિયા મોક્ષ માટેની થાય છે અને તેમ ચાલવામાં ન આવે તો તે ક્રિયા કર્મબંધ માટેની થાય છે. જિનેશ્વર પરમાત્માએ કોઈ વસ્તુનો એકાંત નિષેધ કરેલ નથી. તેમ એકાંત વિધિ કહી નથી. જેમ રોગમાં એક રોગમાં જેનો નિષેધ છે તે બીજામાં વિધિ પણ હોઈ શકે. જેમ ક્રોધાદિ સેવનથી અતિચાર થાય છે. તે જ ક્રોધાદિભાવ ચંડરૂદ્રાચાર્યની જેમ કદાચિત શુદ્ધિ પણ કરાવી દે છે. સંક્ષેપમાં કહીએ તો બાહ્ય વસ્તુને આશ્રીને કર્મબંધ ન થતો હોવા છતાં સાધુ સદા જયણાના પરિણામ પૂર્વક જીવે અને પરિણામની વિશુદ્ધિ રાખે. પણ ક્લિષ્ટ ભાવ કે અવિધિ કરે નહિ. [૯૯-૧૦૦]પહેલું અને બીજું ગ્લાન યાતના, ત્રીજું શ્રાવક, ચોથું સાધું, પાંચમી વસતિ, છઠ્ઠ સ્થાનસ્થિત (એ પ્રમાણે પ્રવેશ વિધિ સંબંધે જણાવે છે. ગામ પ્રવેશના પ્રયોજનને જણાવતા કહે છે કે તે વિધિનો લાભ શું?) ઈહલૌક્કિ અને પરલૌકિક બે લાભ છે. પૃચ્છાના પણ બે ભેદ તેના પણ એક એક આદિ ભેદો છે. સુચનાઃ”ઓહનિતિ 'માં હવે પછીની ગુર્જર છાયાનો આવશ્યકતા અનુસાર ભાવાનુવાદ છે તેમાં કચાક નિર્યુક્તિ ભાષ્ય કે પ્રક્ષેપનો અનુવાદ નથી પણ કર્યો અને કયાંક દ્રોણાચાર્યજીની વૃત્તિને આધારે વિશેષ સ્પષ્ટીકરણો પણ કર્યા છે. મુનિદીપરત્નસાગર [૧૦૧] ઈહલૌકિક ગુણો - જે કામ માટે સાધુ નીકળેલો હોય તે કામની ગામમાં કિંઈ ખબર મળે કે, તેઓ ત્યાંથી નીકળી ગયા છે. હાલ અમુક સ્થાને રહેલા છે. અથવા તો માસિકલ્પાદિ કરીને કદાચ તેજ ગામમાં આવેલા હોય, તો તેથી, ત્યાંજ કામ પતી જાય. પારલૌકિક ગુણો - કદાચ ગામમાં કોઈ (સાધુ સાધ્વી) બીમાર હોય તો તેની સેવાનો લાભ મળે. ગામમાં જિનમંદિર હોય તો તેનાં દર્શન વંદન થાય, ગામમાં કોઈ વાદી હોય કે પ્રત્યેનીક હોય અને પોતે વાદલબ્ધિસંપન્ન હોય તો તેને શાંત કરી શકે, [૧૦૨] પૃચ્છા - ગામમાં પ્રવેશ કરતાં પૃચ્છા બે પ્રકારે થાય. અવિધિપૃચ્છા, વિધિપચ્છ. અવિધિપૃચ્છા - ‘ગામમાં સાધુઓ છે કે નહિ ? સાધ્વી હોયતો જવાબ મળે કે સાધુ નથી. “સાધ્વીઓ છે કે નહિ?” તો સાધુઓ હોય તો જવાબ આપનાર માણસ ના પાડે કે “સાધ્વીઓ નથી.” ઉપરાંત “ઘોડા-ઘોડી' ન્યાયે શંકા પણ થાય. [૧૦૩] શ્રાવક છે કે નહિ એમ પૂછે તો એને શંકા થાય કે “આને અહીં આહાર કરવો હશે.” શ્રાવિકા વિષય પૂછે તો તેને શંકા થાય કે જરૂર આ ખરાબ આચારવાળો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હનિજુત્તિ-(૧૦૩) હશે.” જિન મંદિરનું પૂછે તો બીજા ચાર હોય તો પણ ન કહે એથી તદ્વિષયક લાભની હાનિ થાય. માટે વિધિ પૃચ્છા કરવી જોઇએ. [૧૦૪-૧૦૭] વિધિપૃચ્છા - ગામમાં જવા આવવાના રસ્તામાં ઉભા રહીને અથવા ગામની નજીકમાં કે કૂવા પાસે માણસોને પૂછે કે ગામમાં અમારો પક્ષ છે-સંપ્રદાય છે?” પેલો જાણતો ન હોય તો પૂછે કે તમારો પક્ષ કયો?” ત્યારે સાધુ કહે કે જિન મંદિર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.” જે ગામમાં જિન મંદિર હોય તો પહેલા મંદિરે દર્શન કરી પછી સાધુ પાસે જાય. સાંભોગિક સાધુ હોય તો વંદન કરીને સુખશાતા પૂછે. કહે કે “આપના દર્શન કરવા ગામમાં આવ્યા છીએ. હવે અમારા અમુક કામે જઈએ છીએ. જો ત્યાં રહેલા સાધુ એમ કહે કે “અહીં સાધુ બિમાર છે, તેને ઔષધ કેવી રીતે આપવું. તે અમે જાણતા નથી.’ આવેલ સાધુ જ જાણતો હોય, તો ઔષધની સંયોજના બતાવે અને વ્યાધિ શાંત પડે એટલે આગળ વિહાર કરે. | [૧૦૮-૧૧૩] ગ્લાનપરિચયદિ - ગમન, પ્રમાણ, ઉપકરણ, શુકન, વ્યાપાર, સ્થાન, ઉપદેશ, લાવવું. ગમન - બિમાર સાધુમાં શક્તિ હોય તો વૈદ્યને ત્યાં લઈ જાય. જો શક્તિ ન હોય તો બીજા સાધુ ઔષધ માટે વૈદ્યને ત્યાં જાય. પ્રમાણ - વૈદ્યને ત્યાં ત્રણ પાંચ કે સાત સાધુએ જવું. શુકન - જતી વખતે સારા શુકન જોઈને જવું. વ્યાપાર - જો વૈદ્ય ભોજન કરતો હોય, ગડગુમડ કાપતો હોય તો તે વખતે ન જવું. સ્થાન - વૈદ્ય ઉકરડા આદિ પાસે ઉભો હોય તે વખતે ન પૂછવું, પણ પવિત્ર જગ્યાએ બેઠા હોય ત્યારે પૂછવું. ઉપદેશ - વૈદ્યને યતનાપૂર્વક પૂછયા પછી વૈદ્ય જે કહે તે મુજબ પરિચય-સેવા કરવી. લાવવું - જો વૈદ્ય એમ કહે કે બિમારનો જોવો પડશે તો બિમારને ઉપાડી વૈદ્યને ત્યાં લઈ ન જવો, પણ વૈદ્યને ઉપાશ્રયમાં લાવવા. ગ્લાન સાધુ ગામ બહાર ઠલ્લે જતો થઈ જાય, ત્યાં સુધી વૈયાવચ્ચ કરે, પછી ત્યાં રહેલા સાધુ જો સહાય આપે તો તેમની સાથે, નહિતર એકલા આગળ વિહાર કરે. અન્યસાંભોગિક સાધુ હોય તો, બીજા સાધુને સામાચારી જોતાં વિપરીત પરિણામ ન થાય તે માટે, પોતાની ઉપાધિ આદિ ઉપાશ્રયની બહાર મૂકીને અંદર જાય. જો બિમાર અંગે રોકાવું પડે તો, બીજી વસતીમાં રહીને ગ્લાનની સેવા કરે. ગામની પાસેથી જતાં કોઈ માણસ એમ કહે કે “તમે ગ્લાનની સેવા કરશો ?' સાધુ કહે “હા, કરીશ.' પેલો કહે કે “ગામમાં સાધુ ઠલ્લા, માત્રાથી લેપાયેલા છે', તો સાધુ પાણી લઈને ગ્લાન સાધુ પાસે જાય અને લોકો જુએ એ રીતે બગડેલાં વસ્ત્ર આદિ ધૂએ. સાધુ વૈદિકનું જાણતો હોય તો તે રીતે ઔષધાદિ કરે, ન જાણતો હોય તો વૈદ્યની સલાહ મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વૈયાવચ્ચ કરે. ગ્લાના કારણે એકાકી થયો હોય તો સારૂ થયે તેની અનુકુળતા પ્રમાણે સાથે વિહાર કરે. નિષ્કારણે એકાકી થયો હોય તો શાસ્ત્રમાં કહ્યા મુજબ તેને ઠપકો આપે. [૧૧૪-૧૧૮] ગામમાં સાધ્વી રહેલાં હોય તો ઉપાશ્રય પાસે આવી બહારથી નિસીહિ કહે. જો સાધ્વીઓ સ્વાધ્યાયઆદિમાં લીન હોય તો બીજા પાસે કહેવરાવે કે સાધુ આવ્યા છે” આ સાંભળી, સાધ્વીઓમાં મુખ્ય સાધ્વી સ્થવિરા વૃદ્ધ હોય તો બીજા એક અથવા તે સાધ્વી સાથે બહાર આવે જો તરણી હોય તો બીજી ત્રણ કે ચાર વૃદ્ધ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૧૮ સાધ્વીઓ સાથે બહાર આવે. સાધુને આસન આદિ નિમંત્રણા કરે. પછી સાધુ, સાધ્વીજીઓની સુખશાતા પૂછે. કોઈ જાતની બાધા હોય તો સાધ્વીજી જણાવે. તે સાધુ સમર્થ હોય તો પ્રત્યેનીક આદિનો નિગ્રહ કરે, પોતે સમર્થ ન હોય, તો બીજા સમર્થ સાધુને મોકલી આપે. કોઈ સાધ્વી બિમાર હોય તો તેને ઔષધિ આદિની ભલામણ કરે. પોતા. ઔષધનું જાણતો ન હોય તો વૈદ્યને ત્યાં જઈ વિધિપૂર્વક પૂછી લાવે અને સાધ્વીને તે પ્રમાણે બધું કહે. સાધુને રોકાવું પડે એમ હોય તો બીજા ઉપાશ્રયમાં રોકાય. સાધ્વીને સારું થાય એટલે વિહાર કરે. કદાચ સાધ્વી એકલી હોય અને તે બીમાર હોય અને બીજા ઉપાશ્રયમાં રહીને બરદાસ થઈ શકે એમ ન હોય તો તેજ સ્થાનમાં વચ્ચે પડદો રાખી શુશ્રુષા કરે. સારું થાય એટલે જો તે સાધ્વી નિષ્કારણે એકલી થઈ હોય તો ઠપકો આપીને ગચ્છમાં ભેગી કરાવે. કારણે એકલી થઈ હોય તો યતના પૂર્વક સ્થાને પહોંચાડે. [૧૧૯-૧૩૬] ગામમાં જિમંદિરમાં દર્શન કરી, બહાર આવી, શ્રાવકને પૂછે કે ગામમાં સાધુ છે કે નહિ?” શ્રાવક કહે કે “અહીં સાધુ નથી પણ બાજુના ગામમાં છે. અને તે બિમાર છે.’ તો સાધુ તે ગામમાં જાય. સાંભોગિક, અન્ય સાંભોગિક, અને ગ્લાનની સેવા કરે તે મુજબ પાસત્યો, ઓસન્ન, કુશીલ, સંસક્ત, નિત્યવાસી ગ્લાનની પણ સેવા કરે, પરંતુ તેમની સેવા પ્રાસુક આહાર પાણી ઔષધ આદિથી કરે. કોઈ એવા ગામમાં જઈ ચડે કે જ્યાં ગ્લાનને યોગ્ય વસ્તુ મળી. પછી આગલા ગામમાં ગયો, ત્યાં ગ્લાન સાધુના સમાચાર મળ્યા તો તે ગામમાં જઈ આચાયાદિ હોય તો તેમને બતાવે, આચાર્ય કહે કે-“ગ્લાનને આપો તો ગ્લાનને આપે, પણ એમ કહે કે- “ગ્લાનને યોગ્ય બીજું ઘણું છે, માટે તમેજ વાપરો.” તો પોતે વાપરે. જાણવામાં આવે કે - “આચાર્ય શઠ છે.” તો ત્યાં રોકાય નહિ. વેશધારી કોઈ ગ્લાન હોય તો, તે સાજો થાય એટલે કહે કે – “ધર્મમાં ઉદ્યમ કરો, જેથી સંયમમાં દોષ ન લાગે, એ પ્રકારે સમજાવો. આ રીતે ગ્લાનાદિની સેવા કરતો આગળ વિહાર કરે. આવી રીતે બધે સેવા આદિ કરતો વિહાર કરે તો આચાર્યની આજ્ઞાનો લોપ કર્યો ન કહેવાય? કેમકે જે કામે આચાર્યો મોકલ્યો છે તે સ્થાને તો તે ઘણા કાલે પહોંચે. શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે કે - “ગ્લાનની સેવા કરવી.’ આથી વચમાં રોકાય, તેમાં આચાર્યની. આજ્ઞાનો લોપ કય ન કહેવાય. પણ આજ્ઞાનું પાલન જ કહેવાય. કારણ કે તીર્થંકરની આજ્ઞા આચાર્યની આજ્ઞા કરતાં બલવાન છે. તે સંબંધી અહીં રાજા મુખીનું દ્રષ્ટાંત છે. એક રાજા નીકળ્યો. સિપાઈને કહ્યું કે-અમુક ગામે મુકામ કરીશું. ત્યાં એક આવાસ કરાવો.” સિપાઈ ગયો અને કહ્યું કે-રાજા માટે એક આવાસ તૈયાર કરો. આ વાત સાંભળી મુખીએ પણ ગામ લોકોને કહ્યું કે મારા માટે પણ એક આવાસ બનાવજો.” ગામ લોકોએ વિચાર્યું કે-રાજા એક દિવસ રહીને જતા રહેવાના, મુખી કાયમ અહીં રહેવાના, માટે રાજા માટે સામાન્ય મકાન અને મુખી માટે સુંદર મકાન બનાવીએ.” રાજા માટે ઘાસના માંડવા જેવું મકાન બનાવ્યું, જ્યારે મુખી માટે સુંદર મહેલ જેવું મકાન બનાવ્યું રાજાને સામાન્ય મકાનમાં ઉતારો આપ્યો. સુંદર મકાન રાજાના જોવામાં આવતાં પૂછ્યું કે – “આ મકાન કોનું છે. ?” માણસોએ કહ્યું કે - “મુખીનું સાંભળતાં રાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને મુખીને કાઢી મૂકી ગામ લોકોનો દંડ કર્યો. અહીં મુખીની જગ્યાએ આચાર્ય છે, રાજાની જગ્યાએ તીર્થકર ભગવંત. ગામ લોકોની Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૩૪ ઓહનિત્તિ -(૧૩) જગ્યાએ સાધુ. શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ કરવાથી. આચાર્ય અને સાધુને સંસાર રૂપી દંડ થાય છે. બીજા ગામના લોકોએ વિચાર્યું કે –“રાજા માટે સુંદરમાં સુંદર મહેલ જેવું બનાવીએ, કેમકે રાજાના ગયા પછી મુખીના કામમાં જ આવશે” રાજા. આવ્યો, તે મકાન જોઈ ખુશ ખુશ થઈ ગયો, અને ગામ લોકોનો કર માફ કર્યો અને મુખીનો દરજ્જો વધારી, બીજા ગામનો પણ સ્વામિ બનાવ્યો. આ પ્રમાણે જે શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે સમુદ્ર તરી જાય છે. તીર્થંકરની આજ્ઞામાં આચાર્યની આજ્ઞા આવી જાય છે. [૧૩૭-૧૫૪] શ્રાવકાર - ગ્લાનને માટે રસ્તામાં રોકાય, પણ ભિક્ષા માટે વિહારમાં વિલંબ ન કરવો. તેનાં દ્વારો - ગોકુલ, ગામ, સંખડી સંશી, દાન, ભદ્રક, મહાનિનાદ. આ બધાના કારણે જવામાં વિલંબ થાય. ગોકુલ - રસ્તામાં જતાં ગોકુલ આવે ત્યાં દૂધ વગેરે વાપરીને તુરત ચાલવામાં આવે તો રસ્તામાં ઠલ્લા વગેરે થાય, તેથી સંયમ વિરાધના થાય અને શંકા રોકે તો મરણ થાય. માટે ગોકુલમાં ભિક્ષા માટે ન જવું. ગામ-ગામ - ગામ સમૃદ્ધ હોય તેમાં ભિક્ષાનો સમય થયો ન હોય, એટલે દૂધ વગેરે ગ્રહણ કરે તો ઠલ્લા આદિના દોષો થાય. સુખડી - સમય ન હોય તો રાહ જુએ તેમાં સ્ત્રી આદિના સંઘટ્ટાદિ દોષો થાય, સમય થયે આહાર લાવે ઘણું વાપરે તો બિમારી આવે. ઠલ્લા વગેરે થાય તેમાં આત્મવિરાધના-સંયમવિરાધનાથાય. વિહારમાં વિલંબ થાય. સંશી - (શ્રાવક) આગ્રહ કરે, ગોચરીનો સમય ન થયો હોય તેથી દૂધ આદિ ગ્રહણ કરે તેમાં ઠલ્લા આદિના દોષો થાય. દાન શ્રાવક - ઘી વગેરે ખૂબ વહોરાવી દે, જો વાપરે તો બિમારી, ઠલ્લા વગેરેના દોષો થાય. પરઠવે તો સંયમવિરાધના. ભદ્રક- કોઇ સ્વભાવથી સાધુ તરફ ભાવવાળો ભદ્રક હોય, તેની પાસે જવા માટે વિલંબ કરે, પછી તે લાડવા આદિ વહોરાવે, તે વાપરે તો બિમારી ઠલ્લા આદિ દોષો થાય. પરઠવે તો સંયમવિરાધના. મહાનિનાદ - (વસતિવાળાં પ્રસિદ્ધ ઘરો) ત્યાં જવા માટે ગોચરીનો સમય થયો ન હોય, એટલે રાહ જુએ. સમય થયે તેવા ઘરોમાં જાય, ત્યાંથી નિગ્ધ આહાર મળે તે વાપરે, તેમાં ઉપર મુજબ દોષો થાય. એવી રીતે માર્ગમાં અનુકુળ, ગોકુળ ગામ-જમણ-ઉત્સવ સગા વગેરે શ્રાવક ઘરોમાં ભિક્ષા માટે ફરવાથી થતો ગમન-વિઘાત વગેરે દોષ બતાવ્યો, ત્યાંથી નિગ્ધ સારું સારું લાવી વધારે આહાર વાપર્યો હોય તેથી ઉંઘ આવે. ઉંઘી જાય તો સૂત્ર અને અર્થનો પાઠ ન થાય, તેથી સૂત્ર અને અર્થ, વિસ્મરણ થઈ જાય. ન ઉંઘે તો અજીરણ થાય, માંદગી આવે. આ બધા દોષોથી બચવા માટે માર્ગમાં આવતાં ગોકુલ આદિમાંથી છાશ ભાત ગ્રહણ કરે. તો ઉપલા લાનત્વાદિ અને આજ્ઞા ભંગાદિ દોષોનો ત્યાગ કર્યો ગણાય. પોતે જે ગામ પાસે આવ્યો, તે ગામમાં ભિક્ષાવેળા થઈ ન હોય અને બીજું ગામ દૂર હોય અથવા નજીક રહેલું ગામ નવું વસેલું હોય, ખાલી થઈ ગયું હોય, સીપાઈઓ આવ્યા હોય. બળી ગયું હોય, કે-પ્રત્યનીકો હોય તો, આવાં કારણે ગામ બહાર રાહ પણ જુએ. ભિક્ષાવેળા થાય એટલે ઉપર કહેલ ગામ ગોકુલ-સંખડી શ્રાવક વગેરેને ત્યાં જઈ દૂધ વગેરે પણ લાવી વાપરીને આગળ વિહાર કરે. તપેલા લોઢા ઉપર જેમ પાણી વગેરેનો ક્ષય થઈ જાય છે તેમ સાધુ રૂક્ષ સ્વભાવના હોઈ તેમના કોઠામાં ઘી-દુધ આદિ ક્ષીણ થઇ જાય છે. આ પ્રમાણે કારણે દોષો ગુણ રૂપ થાય છે. હવે ગામમાં ગયા પછી ખબર પડે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગાથા- ૧૫૪ કે-હજુ ભિક્ષાવેળા થઈ નથી.” તો ત્યાં રાહ જુએ અને ઉદ્દગમાદિ દોષોની તપાસ કરે ગૃહસ્થ ન કહે તો બાળકોને પૂછે. તપાસ કર્યા પછી ભિક્ષા ગ્રહણ કરે. ગામમાં ગોચરી વાપરી શકાય એવું કોઈ સ્થાન ન હોય તો, ગામ બહાર જાય, ગૃહસ્થો હોય તો આગળ જાય અને દેવકુલાદિ-શૂન્યગૃહ આદિમાં જ્યાં ગૃહસ્થ આદિ ન હોય, ત્યાં જઈને ગોચરી વાપરે. શૂન્યગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં લાકડી ઠપકારે, ખાંસી વગેરે કરે, જેથી કદાચ કોઈ અંદર હોય, તો બહાર નીકળી જાય. પછી અંદર જઈ ઈરિયાવહિ કરી, ગોચરી વાપરે. છે. [૧૧પ-૧૬૧] ગોચરી વાપરતાં કદાચ અંદરથી કોઈ ગૃહસ્થ આવી જાય તો ગભરાયા સિવાય આ તારું પિંડ સ્વાહા, આ યમ પિંડ આ વરુણ પિંડ આદિ બોલવા માંડે પિશાચે ગ્રહણ કર્યો હોય તેવું મુખ કરે. આથી પેલો માણસ ભય પામી ત્યાંથી નીકળી જાય. કદાચ કોઈ માણસ બહારથી, છીદ્રમાંથી કે બારીમાંથી કે ઉપરથી જોઈ જાય અને તે માણસ બૂમ પાડીને બીજા માણસોને કહે કે- “અહીં આવો, અહીં આવો, આ સાધુ પાત્રમાં ભોજન કરે છે. આવું બને તો સાધુએ શું કરવું? ગૃહસ્થો દૂર હોય તો થોડું વાપરે અને વધારે ત્યાં રહેલા ખાડા વગેરેમાં નાંખી દે-સંતાડી દે અથવા ધૂળથી ઢાંકી દે અને તે માણસો આવતાં પહેલાં પાત્ર સ્વચ્છ કરી નાખે અને સ્વાધ્યાય કરવા લાગી જાય. તે માણસો પાસે આવીને પૂછે છે કે- તમે ભિક્ષા ક્યાં કરી, જો તે માણસો ગામમાં ગોચરી ફરતા જોઈ ગયા હોય તો કહે કે - “શ્રાવક આદિના ઘેર વાપરીને અહીં આવ્યો છું તે માણસોએ ભિક્ષાએ ફરતા જોયા ન હોય તો, તેમને સામું પૂછે કે શું ભિક્ષા વેળા થઈ છે?” જો તેઓ પાત્ર જોવા માટે આગ્રહ કરે તો પાત્ર બતાવે. પાત્ર ચોકખાં જોતાં, પેલા આવેલા માણસો કહેનારનો તિરસ્કાર કરે. આથી શાસનનો ઉદ્દાહ થાય નહિ. ગામની નજીકમાં સ્થાન ન મળે અને કદાચ દૂર જવું પડે, તો ત્યાં ગયા પછી ઈરિયાવહી કરી થોડીવાર સ્વાધ્યાય કરી શાંત થયા પછી ભિક્ષા વાપરે. કોઈ ભદ્રક વૈદ્ય સાધુને ભિક્ષા લઈ જતાં જુએ અને તેને લાગે કે આ સાધુને ધાતુનું વૈષમ્ય થયેલું છે, જે આ આહાર તુરત વાપરશે તો અવશ્ય મરણ થશે. આથી વૈદ્યને વિચાર આવે કે- હું આ સાધુની પાછળ જાઉં, જો તુરત આહાર વાપરવા બેસે તો હું રોકું.’ પણ જ્યારે વૈદ્યના જોવામાં આવે કે - “આ સાધુ એકદમ ખાવા લાગતા નથી પણ ક્રિયા કરે છે. ક્રિયા કરવામાં શરીરની ધાતુ સમ થઈ જાય છે. આવું બધું જોઇને વૈદ્યસાધુ પાસે આવીને પૂછે કે- “શું તમે વૈદિકશાસ્ત્ર ભણ્યા છો? કે જેથી તમે આવીને તુરત ભિક્ષા ન વાપરી?' સાધુ કહે કે- “અમારા સર્વજ્ઞ ભગવાનનો આ ઉપદેશ છે, કે- “સ્વાધ્યાય કર્યા પછી વાપરવું.” પછી સાધુ વૈદ્યને ધર્મોપદેશ આપે. આથી તે વૈદ્ય કદાચ દીક્ષા ગ્રહણ કરે અથવા તો શ્રાવક થાય. આમ વિધિ સાચવવામાં અનેક લાભો રહેલા છે. ત્રણ ગાઉ જવા છતાં ગોચરી વાપરવાનું સ્થાન ન મળે, તો અને નજીકના ગામમાં આહાર મળે તેમ હોય તથા સમય પહોંચતો હોયતો સાથે લાવેલો આહાર પરઠવી દે, પણ જો સામે પહોંચતાં અને આહાર લાવીને વાપરતાં સૂર્ય અસ્ત થઈ જાય એમ હોય તો ત્યાં જ છેવટે ધમસ્તિકાયાદિની કલ્પના કરી યતના પૂર્વક આહાર વાપરી લે. [૧૨-૧૭૧] સાધુ - બે પ્રકારના. જોએલા અને નહિ જોએલા, તેમાં પાછા પરિચયથી ગુણ જાણેલા અને ગુણ નહિ જાણેલા. નહિ જોએલામાં સાંભળેલા | ગુણવાળા અને નહિ સાંભળેલા ગુણવાળા. તેમાં પ્રશસ્ત ગુણવાળા અને અપ્રશસ્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ ઓહનિસ્તુતિ (૧૨) ગુણવાળા. તેમાં પણ સાંભોગિક અને અન્ય સાંભોગિક, સાધુ જોયેલા હોય તો પછી તે અજ્ઞાત ગુણવાળા કેમ હોઈ શકે ? સમવસરણ-મહોત્સવ આદિ સ્થાનમાં જોએલા હોય, પણ પરિચય નહિ થવાથી ગુણો જાણવામાં આવ્યા ન હોય, કેટલાક જોએલા ન હોય પણ ગુણો સાંભળેલા હોય. જે સાધુ શુદ્ધ આચારવાળા હોય, તેમની સાથે નિવાસ કરવો., (અશુદ્ધ) સાધુની પરીક્ષા બે પ્રકારે. ૧. બાહ્ય. ૨. અત્યંતર. બન્નેમાં પાછી દ્રવ્યથી અને ભાવથી બાહ્ય-દ્રવ્યથી પરીક્ષા- જંઘા આદિ સાબુ આદિથી સાફ કરે. જોડા રાખે, રંગબેરંગી લાકડી રાખે, સાધ્વીની માફક માથે કપડું ઓઢે, એક બીજા સાધુની સાથે હાથ મીલાવીને ચાલે, આડુ અવળું જોતા જોતા ચાલે, દિશા આદિના ઉપયોગ વગર ચંડિલ બેસે. (પવનની સામે, ગામની સામે, સૂર્યની સામે ન બેસે પણ પુંઠ દઈને બેસે. ઘણા પાણીથી પ્રક્ષાલન કરે. વગેરે., બાહ્ય-ભાવથી પરીક્ષા- સ્ત્રી, ભોજન દેશ અને ચોર કથા કરતા જતા હોય, રસ્તામાં ગાયન, મૈથુન સંબંધી વાતો, કે ફેરફુદડી કરતા જાય, મનુષ્ય તિર્યંચો આવતા હોય ત્યાં માત્રે ચંડીલ જાય, આંગળી કરીને કંઈ ચાળા કરતા હોય. કદાચ બાહ્ય પ્રેક્ષણામાં અશુદ્ધ હોય તો પણ વસિતમાં જવું અને ગુરુની પરીક્ષા કરવી કેમકે કદાચ તે સાધુ ગુરુની મના હોવા છતાં તેવું આચરણ કરતા હોય. બાહ્ય પરીક્ષામાં શુદ્ધ હોય; છતાં અત્યંતર પરીક્ષા કરવી. અત્યંતર દ્રવ્ય પરીક્ષાભિક્ષા આદિ માટે બહાર ગયા હોય, ત્યાં કોઈ ગૃહસ્થ આદિ નિમિત્ત આદિ પૂછે તો તે ન કહેતો હોય, અશુદ્ધ આહારાદિનો નિષેધ કરતો હોય અને શુદ્ધ આહાર ગ્રહણ કરતો હોય વેશ્યા-દાસી આદિના સ્થાન નજીક રહેતા ન હોય, તો તેવા સાધુ શુદ્ધ જાણવા. ઉપાશ્રયની અંદર શેષકાલમાં પીઠફલક આદિ વાપરતા ન હોય, માનું આદિ ગૃહસ્થથી. જુદુ કરતા હોય, શ્લેષ્મ આદિ રાખવાળી કુંડીમાં નાખતા હોય તો તે શુદ્ધ જાણવા, અત્યંતરભાવ પરીક્ષા- કામોત્તેજક ગીત ગાતા હોય કે કથા કરતા હોય, પાસા.કોડી આદિ રમતા હોય તો અશુદ્ધ જાણવા. ગુણોથી યુક્ત સમનોજ્ઞ સાધુ સાથે રહેવું, તેવા ન હોય, તો અમનોજ્ઞ ગુણવાળા સાથે રહેવું. ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઉપકરણો એક બાજુએ મૂકી વંદનાદિ કરી સ્થાપના આદિ કુલો પૂછીને પછી ગોચરીએ જાય. [૧૭૨-૧૭૮] વસતિકાર-સંવિજ્ઞ સમનોજ્ઞ સાધુ સાથે વસતિ શોધવી, તેવી ન હોય તો, નિત્યવાસી અમનોજ્ઞ, પાર્શ્વસ્થ આદિ ત્યાં રહેલા હોય તો, તેમની સાથે નહિ વસતાં તેમને જણાવીને જુદા સ્થાનમાં એટલે સ્ત્રી રહિત શ્રાવકના ઘરમાં રહેવું. તેવું ન હોય તો, સ્ત્રી રહિત ભદ્રકના ઘરમાં રહેવું, તેવું ન હોય તો, સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં જુદા ઓરડા કે ડેલીમાં રહેવું, તેવું ન હોય તો, સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં વચ્ચે પડદો * આદિ કરીને રહેવું. તેવું પણ ન હોય તો. દર વગેરેથી રહિત, મજબૂત, તથા બારણાવાળા શૂન્ય ગૃહમાં હેવું, અને પોતાની ખબર રાખવા નિત્યવાસીઓ વગેરેને જણાવવું. શૂન્યગૃહ પણ ન હોય તો ઉપર્યુક્ત કાલચારિ નિત્યવાસી પાર્થસ્થાદિ રહ્યા હોય ત્યાં તેમણે ન વાપરેલા પ્રદેશમાં ઉતરે, ઉપધિ વગેરે પોતાની પાસે રાખીને પ્રતિક્રમણ આદિ ક્રિયા કરીને કાયોત્સર્ગ આદિ કરે. જો જાગવાની શક્તિ ન હોય તો યતનાપૂર્વક સુવે, તેવું સ્થાન પણ ન હોય તો યથાછંદ આદિની વસતિનો પણ ઉપયોગ કરે. તેની વિશેષ વિધિ આ છે -તે ખોટી પ્રરૂપણા કરતા હોય, તેનો વ્યાઘાત કરે, જો વ્યાઘાત કરવા સમર્થ ન હોય તો, ધ્યાન કરે, ધ્યાન ન કરી શકે તો ઊંચેથી ભણવા માંડે, ભણી ન શકે તો પોતાના Page #40 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૭૮ ૩૭ કાનમાં આંગળીઓ નાખવી, આથી પેલાને લાગે કે આ સાંભળશે નહિ એટલે એની ધર્મકથા બંધ કરે, નસકોરા વગેરેના મોટા અવાજ પૂર્વક ઉંઘવાનો ડોળ કરે, જેથી પેલો થાકી-કંટાળી જાય. એમ ન થાય તો, પોતાનાં ઉપકરણો પાસે રાખીને યતનાપૂર્વક સુવે. [૧૭૯-૧૮૪] સ્થાનસ્થિત - (કારણે.) વિહાર કરતાં વષકાલ આવી જાય, જે રસ્તે જવાનું હોય તે ગામમાં એશિવ આદિનો ઉપદ્રવ હોય, દુકાળ હોય, નદીમાં પૂર આવ્યું હોય. બીજા રસ્તે ફરીને જવા સમર્થ હોય, તો તે રસ્તે ફરીને જાય. નહિતર જ્યાં સુધી ઉપદ્રવ આદિની શાંતિ ન થાય ત્યાં સુધી તે વચલા ગામમાં રોકાય. રસ્તામાં ખબર પડે કે જે કામ માટે જે આચાર્ય પાસે જવા નીકળ્યો છે તે આચાર્ય તે ગામમાંથી વિહાર કરી ગયા છે. તો જ્યાં સુધી તે આચાર્ય કઈ તરફ કયા ગામમાં ગયા છે, તે ખબર ન પડે ત્યાં સુધી તે ગામમાં રોકાય અને ખબર પડે એટલે તે તરફ વિહાર કરે. તે આચાર્ય મહારાજ કાલધર્મ પામ્યાનું સાંભળવામાં આવે, તો જ્યાં સુધી ચોક્કસ સમાચાર ન મળે ત્યાં સુધી વચલા ગામમાં રોકાઈ જાય. પોતે જ બિમાર પડી જાય તો રોકાઈ જાય. ગામમાં રોકાતાં પહેલાં ગામમાં વૈદ્યને અને ગામના સ્વામી (મુખી)ને વાત કરીને રોકાય. કેમકે વૈદ્યને વાત કરી હોય તો બિમારીમાં ઔષધ સારી રીતે કરે અને મુખીને વાત કરી હોય તો રક્ષણ કરે. ગામમાં મુખ્ય માણસ હોય તેમના સ્થાનમાં રહે, અથવા યોગ્ય વસતિમાં રોકાય. ત્યાં રહેતાં દંડક આદિની પોતાના આચાર્ય તરીકેની સ્થાપના કરે, આ રીતે કારણિક હોય તે પ્રમાદ છોડીને વિચરે છે. [૧૮૫-૧૯૦] સ્થાનસ્થિત (અકારણે) - ગચ્છમાં સારણા, વારણા, ચોયણા, પડિચોયણા થતાં હોય, તેથી દુભાઈને એકલો થઈ જાય, તો તે પોતાના આત્માને નુકશાન કરે છે, જેમ સમુદ્રમાં નાનાં મોટાં અનેક માછલાં હોય છે તે એક બીજાને અથડાતાં હોય, તેથી કોઈ માછલું તે દુઃખથી પીડા પામી સુખી થવા માટે અગાધ જલમાંથી છીછરાજલમાં જાય તો તે માછલું કેટલું સુખી થાય? અથતુ માછીની જાલ કે બગલાની ચાંચ વગેરેમાં સપડાઈ જઈ તે માછલું ઉલટું જલ્દી નાશ પામે છે તેમ સાધુ જો ગચ્છમાંથી કંટાળીને નીકળી જાયતો ઉલટો સાધુતાથી ભ્રષ્ટ થઈ જતાં તેને વાર લાગતી નથી, માટે ગચ્છમાં પ્રતિકૂળતાઓ પડવા છતાં પણ ગચ્છમાં જ રહેવું જોઈએ. જે સાધુ ચક્ર, સૂપ પ્રતિમા, કલ્યાણકાદિભૂમિ, સંખડી આદિ માટે વિહાર કરે. પોતે જ્યાં રહ્યા હોય તે સ્થાન સારું ન હોય પોતાને ગમતું ન હોય એટલે બીજે સારાં સ્થાન હોય ત્યાં વિહાર કરે. સારી સારી ઉપધિ-વસ્ત્ર-પાત્ર તથા ગોચરી સારી ન મળતી હોય તેથી બીજે વિહાર કરે. આ નિષ્કારણ વિહાર કહેવાય છે, પણ જો ગીતાર્થ સાધુ સૂત્ર અર્થ ઉભયને કરતા સમ્યગું દર્શન આદિ સ્થિર કરવા માટે વિહાર કરે તો તે કારણિક વિહાર કહેવાય છે. [૧૯૧-૧૯૯] શાસ્ત્રકારોએ એક ગીતાર્થ અને બીજો ગીતાર્થ નિશ્રિત એટલે પોતે ગીતાર્થ ન હોય પણ ગીતાર્થની નિશ્રા હેઠળ રહ્યો હોય એવા બે વિહારની અનુજ્ઞા-રજા આપી છે. અગીતાર્થ એકલો વિચરે અથવા જેમાં બધાજ સાધુ અગીતાર્થ વિચરતા હોય તો તે સંયમ વિરાધના, આત્મવિરાધના, અને જ્ઞાનદર્શનચારિત્રની વિરાધના કરનારા થાય છે, તથા શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાના લોપ કરનારા થાય છે અને તેથી સંસાર વધારે છે. આ રીતે વિહાર કરનારા- ચાર પ્રકારના છે. જયમાના, વિહરમાના, અવધાનમાના, આહિંડકા. જયમાલા- ત્રણ પ્રકારે- જ્ઞાનમાં તત્પર દર્શનમાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩. ઓહનિજ્જુત્તિ - (૧૯૯) તત્પર, ચારિત્રમાં તત્પર. વિહરમાના - બે પ્રકારે. ગચ્છગતા, ગચ્છનિર્ગતા. પ્રત્યેકબુદ્ધજાતિસ્મરણ કે બીજા કોઈ નિમિત્તે બોધ પામીને સાધુ બનેલા જિનકલ્પસ્વીકારેલાપ્રતિમાધારી - સાધુની બાર પ્રતિમાઓને વહન કરનારા. અવધાવમાન- બે પ્રકારે. લિંગથી વિહારથી. લિંગથી-સાધુવેષ રાખવાપૂર્વક ગૃહસ્થ થયેલા. વિહાર- પાર્શ્વસ્થકુશીલ આદિ થઇ ગએલા. આહિંડકા- બે પ્રકારે ઉપદેશ આહિંડકા, અનુપદેશ આહિંડકા. ઉપદેશ આહિંડકા- આજ્ઞા મુજબ વિહાર કરનારા, અનુપદેશ આહિંડકા- કારણ વિના વિચરનારા. સ્તૂપ આદિ જોવા માટે વિહાર કરનારા. [૨૦૦-૨૧૯] માસકલ્પ કે ચોમાસું પૂર્ણ થયે, બીજા ક્ષેત્રમાં જવાનું હોય ત્યારે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો આવી ગયા પછી આચાર્ય બધા સાધુઓને ભેગા કરે અને પૂછી જૂએ કે ‘કોને કર્યું ક્ષેત્ર ઠીક લાગ્યું ?’ બધાનો મત લઈને સૂત્ર અર્થની હાનિ ન થાય તે રીતે વિહાર કરે. ચારે દિશા શુદ્ધ હોય (અનુકૂળ હોય) તો ચારે દિશામાં, ત્રણ દિશા શુદ્ધ હોય તો ત્રણ દિશામાં, બે દિશા શુદ્ધ હોય તો બે દિશામાં, સાત સાત, પાંચ પાંચ કે ત્રણ ત્રણ સાધુઓને વિહાર કરાવે. જે ક્ષેત્રમાં જવાનું હોય તે ક્ષેત્ર કેવું છે તે પહેલેથી જાણી લેવું જોઇએ. જાણાય પછી વિહાર કરવો. જો તપાસ કર્યા સિવાય તે ક્ષેત્રમાં જાય તો કદાચ. ઉતરવા માટે વસતિ ન મળે. ભિક્ષા દુર્લભ હોય. બાલ, ગ્લાન આદિને યોગ્ય ભિક્ષા ન મળે. માંસ રૂધિર આદિથી અસજ્ઝાય રહેતી હોય. તેથી સ્વાધ્યાય થઈ શકે નહિ. માટે પ્રથમથી તપાસ કર્યા પછી યતના પૂર્વક વિહાર કરવો. ક્ષેત્રની તપાસ કરવા માટે બધાની સલાહ લેવી અને ગણને પૂછીને જેને મોકલવાનો હોય તેને મોકલવો. ખાસ અભિગ્રહવાળા સાધુ હોય તો તેમને મોકલે. તે ન હોય તો બીજા સમર્થ હોય તેને મોકલે. પણ બાલ, વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૈયાવચ્ચ કરનાર, તપસ્વી આદિને ન મોકલે, કેમકે તેમને મોકલવામાં દોષો રહેલા છે. બાલસાધુને-મોકલે તો મ્લેચ્છ આદિ સાધુને ઉપાડી જાય. અથવા તો રમતનો સ્વભાવ હોવાથી રસ્તામાં રમવા લાગી જાય. કર્તવ્ય અકર્તવ્ય સમજી શકે નહિ. તથા જે ક્ષેત્રમાં જાય, ત્યાં બાલસાધુ હોવાથી લોકો અનુકંપાથી વધુ આપે. માટે બાલસાધુને ન મોકલે. વૃદ્ધસાધુને- મોકલે તો વૃદ્ધાવસ્થાને લીધે શરીર કંપતુ હોય તેથી લાંબા કાળે યોગ્ય સ્થાને પહોંચે. વળી ઇન્દ્રિયો શિથિલ થઇ ગઇ હોય એટલે રસ્તો બરાબર જોઈ ન શકે, સ્થંડિલભૂમિ પણ બરાબર તપાસી ન શકે. વૃદ્ધ હોય એટલે લોકો અનુકંપાથી વધુ આપે. માટે વૃદ્ધ સાધુને ન મોકલે. અગીતાર્થને - મોકલે તો તે માસ કલ્પ, વર્ષાકલ્પ, આદિ વિધિ જાણતો ન હોય, વસતિની પરીક્ષા કરી ન શકે. શય્યાતર પૂછે કે ‘તમે ક્યારે આવશો ? અગીતાર્થ હોવાથી કહે કે અમુક દિવસમાં આવીશું’ આ પ્રમાણે અવિધિથી બોલવાનો દોષ લાગે. માટે અગીતાર્થ સાધુને ન મોકલે. યોગીને- મોકલે તો તે જલ્દી જલ્દી કામ પુરું કરવાની ઈચ્છાવાળો હોય, એટલે જલ્દી જલ્દી જાય, તેથી માર્ગની બરાબર પ્રત્યુપેક્ષા થઇ શકે નહિ, વળી પાઠ સ્વાધ્યાયનો અર્થી હોય, તેથી ભિક્ષા માટે બહુ ફરે નહિ, દૂધ દહીં આદિ મળતું હોય તો પણ ગ્રહણ કરે નહિ. માટે યોગી-સૂત્રોદેશ આદિનાયોગ કરતા સાધુને ન મોકલે. વૃષભને- મોકલે તો તે વૃષભ સાધુ રોષથી સ્થાપના કુલો કહે નહિ, અથવા કહે ખરો પણ બીજા સાધુને ત્યાં જવા ન દે, અથવા સ્થાપના કુલો તેના જ પરિચિત હોય, તેથી બીજા સાધુને પ્રાયોગ્ય આહારાદિ ન મળે, Page #42 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૯ ૩૯ તેથી ગ્લાનાદિ સાધુ સદાય, માટે વૃષભ સાધુને ન મોકલે. તપસ્વીને- મોકલે તો તપસ્વી દુઃખી થાય, અથવા તો તપસી જાણીને લોકો આહારાદિ વધુ આપે, માટે તપસ્વી સાધુને ન મોકલે. બીજા કોઈ સમર્થ સાધુ જાય એમ ન હોય તો અપવાદે ઉપર કહેલામાંથી સાધુને યતના પૂર્વક મોકલે. બાલસાધુને મોકલે તો તેની સાથે ગણાવચ્છેદકને મોકલે, તે ન હોય તો બીજો ગીતાર્થ સાધુ મોકલે, તે ન હોય તો બીજા અગીતાર્થ સાધુને સામાચારી કહીને મોકલે. યોગીને મોકલે તો અનાગાઢ યોગી હોય તો યોગમાંથી કાઢીને મોકલે. તે ન હોય તો. તપસ્વીને પારણું કરાવીને મોકલે. તે ન હોય તો વૈયાવચ્ચ કરનારને મોકલે. તે ન હોય તો વૃદ્ધ અને તરૂણ અથવા બાલ અને તરૂણને મોકલે. [૨૨૦-૨૪૩ માર્ગે જતાં ચાર પ્રકારની પ્રત્યુપ્રેક્ષણા કરતા જાય. રસ્તામાં ઠલ્લા માત્રાની ભૂમિ, પાણીનાં સ્થાન, ભિક્ષાનાં સ્થાન, વસતિ-રહેવા માટેનાં સ્થાન જુએ. તેમજ ભયવાળાં સ્થાન હોય તે દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રત્યુપેક્ષણા. કરે. દ્રવ્યથી- રસ્તામાં કાંટા, ચોર, શિકારી પશુ, પ્રત્યેનીક કૂતરા આદિ, ક્ષેત્રથી ઉંચી, નીચી, ખાડા-ટેકરા, પાણીવાળાં સ્થાન આદિ, કાળથી- જવામાં જ્યાં રાત્રે આપત્તિ હોય કે દિવસે આપત્તિ હોય તે જાણી લે. અથવા દિવસે રસ્તો સારો છે કે ખરાબ, રાત્રે રસ્તો સારો છે કે ખરાબ તેની તપાસ કરે, ભાવ- તે ક્ષેત્રમાં નિલવ, ચરક, પરિવ્રાજક વગેરે વારંવાર આવતા હોય તેથી લોકોની દાનની રૂચિ રહી ન હોય, તે તપાસે. જ્યાં સુધી ઇચ્છિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી સૂત્ર પોરિસી, અર્થ પોરિસી ન કરે. તે ક્ષેત્રની નજીક આવી જાય ત્યારે નજીકના ગામમાં કે ગામ બહાર ગોચરી વાપરીને, સાંજના વખતે ગામમાં પ્રવેશ કરે અને વસતિ શોધે, વસતિ મળી જાય એટલે કાળગ્રહણ લઈ બીજે કંઈક ન્યૂન પોરિસી સુધી સ્વાધ્યાય કરે. પછી સંઘાટક થઈ ગોચરીએ જાય. ક્ષેત્રના ત્રણ ભાગ કરે. એક ભાગમાં સવારે ગોચરી જાય, બીજા ભાગમાં મધ્યાä ગોચરી જાય અને ત્રીજા ભાગમાં સાંજે ગોચરી જાય. બધેથી થોડું થોડું ગ્રહણ કરે, તથા દૂધ, દહીં, ઘી વગેરે માગે કેમકે માગવાથી લોકો દાનશીલ છે કે કેવા છે તેની ખબર પડી જાય. ત્રણે વખત ગોચરી જઈને પરીક્ષા કરે. આ રીતે નજીકમાં રહેલા આજુબાજુના ગામમાં પણ પરીક્ષા કરે. બધી વસ્તુ સારી રીતે મળતી હોય તો તે ક્ષેત્ર ઉત્તમ કહેવાય. કોઈ સાધુ કદાચ કાળ કરે તો તેને પરઠવી શકાય તે માટે મહાસ્થડિલભૂમિ પણ જોઈ રાખે. વસતિ કયા સ્થાને કરવી અને કયા સ્થાને ન કરવી તે માટે જે વસતિ હોય તેમાં ડાબા પડખે પૂર્વાભિમુખ વૃષભ બેઠેલો હોય તેવી કલ્પના કરવી. તેના દરેક અંગના લાભાલાભ આ પ્રમાણે છે. શીંગડાના સ્થાને વસતિ કરે તો કલહ થાય. પગના કે ગુદાને સ્થાને વસતિ કરે તો પેટના રોગ થાય. પુછડાના સ્થાને વસતિ કરે તો નીકળી જવું પડે. મુખના સ્થાને વસતિ કરે તો ગોચરી સારી મળે. શીંગડાના કે ખાંધના મધ્યમાં વસતિ કરે તો પૂજા સત્કાર થાય. સ્કંધ અને પીઠના સ્થાને વસતિ કરે તો ભાર થાય પેટના સ્થાને વસતિ કરે તો નિત્ય તૃપ્ત રહે. [૨૪૪-૨૪૬] શય્યાતર પાસેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રાયોગ્યની અનુજ્ઞા મેળવે. દ્રવ્યથી- ઘાસ, ડગલ, રાખ આદિની અનુજ્ઞા. ક્ષેત્રથી- ક્ષેત્રની મર્યાદા આદિ કાળથી- રાત્રે કે દિવસે ઠલ્લા માત્રુ પરઠવવા માટેની અનુજ્ઞા. ભાવથી- ગ્લાન આદિ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઓહનિત્તિ -(૨૪) માટે પવન રહિત આદિ પ્રદેશની અનુજ્ઞા. શય્યાતર કહે કે હું તો તમોને આટલું સ્થાન આપું છું, વધારે નહિ. ત્યારે સાધુએ કહેવું કે જે ભોજન આપે તે પાણી વગેરે પણ આપે છે. એવી રીતે અમોને વસતિ-સ્થાન આપતા તમોએ સ્થડિલ-માત્રાદિ ભૂમિ વગેરે પણ આપીજ છે. શય્યાતર પૂછે કે “તમે કેટલો સમય અહીં રહેશો?' સાધુએ કહેવું જોઇએ કે “જ્યાં સુધી અનુકૂળ હશે ત્યાં સુધી રહીશું.” શય્યાતર પૂછે કે તમે કેટલા સાધુ અહીં રહેશો?” સાધુ કહે કે “સાગરની ઉપમાએ.’ સમદ્રમાં કોઈ વખતે ઘણું પાણી હોય, કોઈ વખતે મર્યાદિત પાણી હોય છે, તેમ ગચ્છમાં કોઈ વખતે વધારે સાધુ હોય, કોઇ વખતે પરિમિત સાધુ હોય. શય્યાતર પૂછે કે “તમે ક્યારે આવશો?” સાધુ કહે કે અમારા બીજા સાધુ બીજે સ્થાને ક્ષેત્ર જોવા ગયેલા છે, તેથી વિચાર કરીને જો આ ક્ષેત્ર ઠીક લાગશે તો આવીશું, જો શય્યાતર એમ કહે કે તમારે આટલાજ ક્ષેત્રમાં અને આટલી સંખ્યામાં રહેવું. તો તે ક્ષેત્રમાં સાધુને માસ કલ્પ આદિ કરવા કહ્યું નહિ. જો બીજે વસતિ ન મળે તો ત્યાં નિવાસ કરે. જે વસતિમાં પોતે રહેલા હોય તે વસતિ જો પરિમિત હોય અને ત્યાં બીજ સાધુઓ આવે તો તેમને વંદનાદિ કરવાં, ઉભા થવું. સન્માન કરવું, ભિક્ષા લાવી આપવી, ઈત્યાદિ વિધિ સાચવવી, પછી તે સાધુને કહેવું કે “અમોને આ વસતિ પરિમિત મળી છે, એટલે બીજા વધુ રહી શકે એમ નથી, માટે બીજી વસતિની તપાસ કરવી જોઈએ.” | [૨૪૭-૨૮૦] ક્ષેત્રની તપાસ કરી પાછા આવતાં બીજા રસ્તે થઈને આવવું, કેમકે કદાચ જે ક્ષેત્ર જોયું હતું, તેના કરતાં બીજું સારું ક્ષેત્ર હોય તો ખબર પડે. પાછા વળતાં પણ સૂત્રપોરિસી અર્થપોરિસી કરે નહિ. કેમકે જેટલા મોડા આવે તેટલો સમય આચાર્યને રોકાવું પડે, માસકલ્પથી જેટલું વધારે રોકાણ થાય તેટલો નિત્યવાસ ગણાય. આચાર્ય ભગવંત પાસે આવી, ઇરિયાવહિ કરી, અતિચાર આદિની આલોચના કરીને આચાર્યને ક્ષેત્રના ગુણો વગેરે કહે. આચાર્ય રાત્રે બધા સાધુઓને ભેગા કરી ક્ષેત્રની વાત કરે. બધાનો અભિપ્રાય લઈ પોતાને યોગ્ય લાગે તે ક્ષેત્ર તરફ વિહાર કરે. આચાર્યનો મત પ્રમાણ ગણાય, તે ક્ષેત્રમાંથી વિહાર કરતાં વિધિપૂર્વક શય્યાતરને જણાવે. અવિધિથી કહેવામાં અનેક દોષો રહેલા છે. શય્યાતરને કહ્યા સિવાય વિહાર કરે તો, શય્યાતરને થાય કે “આ ભિક્ષુઓ લોકધર્મને જાણતા નથી. જે પ્રત્યક્ષ એવા લોકધર્મને જાણતા નથી તે અદ્રષ્ટને કેવી રીતે જાણતા હોય ?” આથી કદાચ જેનધર્મને મૂકી દે. બીજી વાર કોઈ સાધુને વસતિ આપે નહિ. કોઈ શ્રાવક આદિ આચાર્યને મળવા આવ્યા હોય અથવા દીક્ષા લેવા માટે આવ્યા હોય, તે શય્યાતરને પૂછે કે “આચાર્ય ક્યાં છે?” રોપાયમાન થયેલો શય્યાતર કહે કે “અમને શી ખબર? આવો જવાબ સાંભળી શ્રાવક આદિને થાય કે લોકવ્યવહારનું પણ જ્ઞાન નથી તો પછી પરલોકનું શું જ્ઞાન હશે ? આથી દર્શનનો ત્યાગ કરે, ઇત્યાદિ દોષો ન થાય તે માટે વિધિપૂર્વક શય્યાતરને પૂછીને વિહાર કરે. નજીકના ગામમાં જવાનું હોય તો સૂત્ર પોરિસી, અર્થ પોરિસી કરીને વિહાર કરે. બહુ દૂર જવાનું હોય તો પાત્ર પડિલેહણા કર્યા સિવાય વહેલા નીકળે. બાળ, વૃદ્ધ આદિ પોતાથી ઉપડે તેટલી ઉપધિ ઉપાડે, બાકીની ઉપધિ તરૂણ આદિ સમર્થ હોય તે ઉપાડે. કોઈ નિદ્રાળુ જેવા વહેલા ન નીકળે તો તેમને ભેગા થવા માટે જતાં સંકેત કરતાં જાય, વહેલા જતી વખતે અવાજ ન કરે, અવાજ કરે તો લોકો ઉંઘતા હોય તે જાગી જાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૮૦ તેથી અધિકરણ આદિ દોષો લાગે બધા સાથે નીકળે, જેથી કોઈ સાધુને રસ્તો પૂછવા માટે અવાજ વગેરે કરવો ન પડે. સારી તિથિ, મુહૂર્ત, સારા શકુન જોઈને વિહાર કરે. મલીન શરીરવાળો, ફાટેલા તૂટેલા કપડાવાળો, શરીરે તેલ ચોળેલો, કુબડો, વામન, કૂતરો, આઠ નવ મહિનાના ગર્ભવાળી સ્ત્રી, મોટી ઉંમરની કન્યા, લાકડાનો ભારો, બાવો, સંન્યાસી, લાંબી દાઢી મૂછોવાળો, લુહાર, પાંડુરોગવાળો, બૌદ્ધભિક્ષુ, દિગમ્બર ઈત્યાદિ. અપશુકન છે જ્યારે નંદી, વાજીંત્ર, પાણીથી ભરેલો ઘડો, શંખ, પડહનો શબ્દ, ઝારી, છત્ર, ચામર, ધ્વજા, પતાકા, શ્રમણ, સાધુ, જીતેન્દ્રિય, પુષ્પ ઈત્યાદિ. શુભ શુકનો છે. [૨૮૧-૨૯૦] સંકેત - પ્રદેશ, (સંધ્યા) વખતે આચાર્ય બધા સાધુઓને ભેગા કરી કહે, કે અમુક સમયે નીકળશું. અમુક અમુક સ્થાને વિશ્રામ કરીશું, અમુક સ્થાને રોકાઈશું, અમુક ગામે ભિક્ષાએ જઈશું.' વગેરે કોઇ નિદ્રા/શઠ પ્રાયઃ સાથે આવવા તૈયાર ન થાય તો તેને માટે પણ અમુક સ્થાને ભેગા થવાનો સંકેત આપે. તે એકલો જો સુઈ જાય કે ગોકુલ વગેરેમાં ફરતો આવે તો પ્રમાદ દોષથી તેની ઉપધિ હણાય. ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો કેટલાક ગચ્છની આગળ, કેટલાક મધ્યમાં અને કેટલાક પાછળ ચાલે. રસ્તામાં અંડિલ, માત્રા આદિની જગ્યા બતાવે. કેમકે કોઈને અતિ શંકા થઈ હોય તો ટાળી શકે. રસ્તામાં ગામ આવે ત્યાં ભિક્ષા મળી શકે એવી હોય અને જે ગામમાં રોકાવાનું છે, તે ગામ નાનું હોય, તો તરૂણ સાધુને ગામમાં ભિક્ષા લેવા મોકલે અને તેમની ઉપાધિ આદિ બીજા સાધુ લઈ લે. કોઈ સાધુ અસહિષ્ણુ હોય તો ગોચરી માટે ત્યાં મૂકતાં જાય અને સાથે માર્ગને જાણનાર સાધુ મૂકે. જેથી જે ગામ જવાનું છે ત્યાં સુખપૂર્વક આવી શકે. જે ગામમાં મુકામ કરવાનો છે, તે ગામમાં કોઈ કારણસર ફેરફાર થઈ ગયો હોય. અથતુ તે ગામમાં રહી શકાય એમ ન હોય, તો પાછળ રહેલા સાધુ ભેગા થઈ શકે તે માટે ત્યાં બે સાધુને રોકતા જાય. બે સાધુ ન હોય તો એક સાધુને રોકે, અથવા ત્યાં કોઈ લુહાર આદિ માણસને કહે કે “અમે અમુક ગામ જઈએ છીએ. પાછળ અમારા સાધુ આવે છે, તેમને કહેવું કે તમારા સાધુ આ રસ્તે અમુક ગામ ગયા છે. તે ગામ જો શૂન્ય હોય તો જે રસ્તે જવાનું હોય તે રસ્તા ઉપર લાંબી રેખા કરવી. જેથી પાછળ આવતા સાધુઓને માર્ગની ખબર પડે. ગામમાં પ્રવેશ કરે તેમાં જો વસતિનો વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિની તપાસ કરીને ઉતરે. રસ્તામાં ભિક્ષા માટે રોકેલા સાધુ ભિક્ષા લઇને આવે, ત્યાં ખબર પડે કે “ગચ્છ તો આગળના ગામે ગયેલા છે.” તો જો તે ગામ બે ગાઉથી વધારે હોય, તો એક સાધુને ગચ્છ પાસે મોકલે, તે સાધુ ગચ્છમાં ખબર આપે કે "ભિક્ષા લાવીને વચમાં રોકાયા છીએ.' આ સાંભળી ગચ્છમાં રહેલા સાધુઓમાં ભૂખ્યા હોય તે સાધુઓ ભિક્ષા લઈને રોકાયા છે ત્યાં પાછા આવે. પછી ગોચરી વાપરીને તે ગામમાં જાય. ગામમાં રહેલા સાધુઓએ જો ગોચરી વાપરી લીધી હોય, તો કહેવડાવે કે “અમે વાપર્યું છે, તમે ત્યાં ગોચરી વાપરીને આવજો.” [૨૯૧-૩૧૮] વસતિ ગ્રહણ- ગામમાં પ્રવેશ કરી ઉપાશ્રય પાસે આવે, પછી વૃષભ સાધુ વસતિમાં પ્રવેશ કરી કાજો લે પડદો બાંધે ત્યાં સુધી બીજા સાધુ ઉપાશ્રયની બહાર ઉભા રહે. કાજો લેવાઈ જાય એટલે બધા સાધુઓ વસતિમાં પ્રવેશ કરે. જો તે વખતે ગોચરી વેળા થઈ હોય, તો એક સંઘાટક કો લે અને બીજા ગોચરી માટે જાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઓહનિજ્જુત્તિ - (૨૯૧) પૂર્વે નક્કી કરેલી વસતિનો કોઇ કારણસર વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિની તપાસ કરી, બધા સાધુઓ તે વસતિમાં જાય. પ્રશ્ન- ગામ બહાર ગોચરી વાપરીને પછી વસતિમાં પ્રવેશ કરવો. કેમકે ભૂખ્યા અને તરસ્યા હોવાથી ઇપિથિકી શોધી ન શકાય, તેથી સંયમ વિરાધના થાય. પગમાં કાંટા વગેરે વાગ્યા હોય તે ઉપધિના ભારથી જોઇ ન શકાય, તેથી આત્મ વિરાધના થાય, માટે બહાર વિકાલે આહાર કરીને પ્રવેશ કરવો. ઉચિત નથી ?...ના. બહાર વાપરવામાં આત્મવિરાધના, સંયમવિરાધનાના દોષો છે. કેમકે જો બહાર ગોચરી કરે તો ત્યાં ગૃહસ્થો હોય. તેમને દૂર જવાનું કહે અને તે દૂર જાય તેમાં સંયવિરાધના થાય. એમાં કદાચ તે ગૃહસ્થો ત્યાંથી ખસે નહિ અને ઉલટા સામા કહે કે ‘તમે આ જગ્યાના માલિક નથી.' કદાચ પરસ્પર કલહ થાય. સાધુઓ મંડલીબદ્ધ વાપરતા હોય, એટલે ગૃહસ્થો કૌતુકથી ત્યાં આવે, તેથી સંક્ષોભ થાય. આહાર ગળે ન ઉતરે. કલહ થાય. આથી ગૃહસ્થ કોપાયમાન થાય અને ફરીથી વસતિ ન આપે. બીજા ગામમાં જઇને વાપરે તો ઉપધિ અને ભિક્ષાના ભારથી, તથા ક્ષુધાને લીધે, ઇર્યાપથિકી જોઈ ન શકે. તેથી પગમાં કાંટા વાગે એટલે આત્મવિરાધના. આહારાદિ નીચે પડી જાય કે વેરાય તેમાં છકાયની વિરાધના થાય. એટલે સંયમવિરાધના. વિકાલે પ્રવેશ કરે તો વસતિ જોયા વિનાની હોય તો દોષ થાય. ગામમાં પ્રવેશ કરતાં કૂતરા વગેરે કરડી જાય ચોર હોય તો માર મારે અથવા ઉપધિ ઉપાડી જાય. રખેવાળ કદાચ પકડે કે મારે. બળદ આખલા વગેરે કદાચ શીંગડું મારે. ભૂલા પડી જવાય. વેશ્યા આદિ નિંદ્યના ઘરો હોય તેની ખબર ન પડે. વસતિમાં કાંટા વગેરે પડ્યા હોય તો વાગી જાય. સર્પ આદિનાં દર હોય તો કદાચ સર્પ આદિ દેશ દે. આથી આત્મવિરાધના થાય. નહિ જોયેલી-પ્રમાર્જન નહિ કરેલી વસતિમાં સંથારો કરવાથી કીડી વગેરે જીવજંતુની વિરાધના થાય, તેથી સંયમવિરાધના થાય. નહિ જોયેલી વસતિમાં કાળગ્રહણ લીધા સિવાય સ્વાધ્યાય કરે તો દોષ થાય અને જો સ્વાધ્યાય ન કરે તો સૂત્ર અર્થની હાની થાય. સ્થંડિલ માત્રું નહિ જોયેલી જગ્યાએ પરઠવતાં સંયવિરાધના તથા આત્મવિરાધના થાય, જો સ્થંડિલ વગેરે રોકે તો :- સ્થંડિલ રોકવાથી મરણ થાય, માત્ર રોકવાથી ચક્ષુનું તેજ ઘટે, ઓડકાર રોકવાથી કોઢ રોગ થાય. ઉપર મુજબના દોષો ન થાય તે માટે બને ત્યાં સુધી સવારમાં જાય. ઉપાશ્રય ન મળે તો શૂન્યગૃહ, દેવકુલિકા અથવા ઉદ્યાનમાં રહે. શૂન્યગૃહ આદિમાં ગૃહસ્થો આવતા હોય તો વચમાં પડદો કરીને રહે. કોષ્ટક ગાયો ભેંસો વગેરે રાખવાનો વાડો અથવા ગૌશાળા સભા, આદિ મળી હોય તો ત્યાં કાલભૂમિ જોઇને ત્યાં કાલ ગ્રહણ કરે, તથા ઠલ્લા માત્રાની જગ્યા જોઈ આવે. અપવાદે વિકાલે પ્રવેશ કરે. કદાચ આવતાં રાત્રિ પડી જાય તો રાત્રે પણ પ્રવેશ કરે. રસ્તામાં પહેરેગીર આદિ મળે તો કહે કે “અમે સાધુઓ છીએ, ચોર નથી.' વસતિમાં પ્રવેશ કરતાં જો તે શૂન્યગૃહ હોય તો વૃષભ સાધુ દાંડાથી ઉપર નીચે ઠપકારે, કદાચ અંદર સર્પ આદિ હોય તો જતા રહે, અથવા બીજું કોઈ અંદર હોય તો ખબર પડે. ત્યારબાદ ગચ્છ પ્રવેશ કરે. આચાર્ય માટે ત્રણ સંથારા ભૂમિ રાખે. એક પવનવાળી, બીજી પવન વિનાની અને ત્રીજી સંથારા માટે. વસતિ મોટી હોય તો બીજા સાધુઓ માટે છૂટાછૂટા સંથાા કરવા, જેથી ગૃહસ્થને માટે જગ્યા ન રહે. વસતિ નાની હોય તો પંકિત અનુસાર સંથારા કરી વચમાં પાત્રા આદિ મૂકે. સ્થવિર સાધુ બીજા સાધુઓને Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૩૧૮ ૪૩ સંથારાની જગ્યા વહેંચી આપે. જો આવતાં રાત્રિ પડી ગઈ હોય તો કાલગ્રહણ ન કરે, પણ નિયુક્તિ સંગ્રહણી આદિની ગાથાઓ ધીમા સ્વરે ગણે. પહેલી પોરિસી કરીને ગુરુ પાસે જઈ ત્રણ વખત સામાયિકના પાઠના ઉચ્ચારણ પૂર્વક સંથારા પોરિસી ભણાવે. પછી માત્રા આદિની શંકા ટાળીને સંથારા ઉપર ઉત્તરપટો પાથરી, આખું શરીર પડિલેહી ગુરુ મહારાજ પાસે સંથારાની આજ્ઞા માગી, હાથનું ઓસીકું કરી, પગ ઉંચા રાખી સૂવે. પગ ઉંચા રાખી ન શકે તો પગ સંથારા ઉપર રાખીને સૂઈ જાય. પગ લાંબા ટુંકા કરતાં કે પડખું ફેરવતાં કાય-પ્રમાર્જન કરે. રાત્રે માત્રા આદિના કારણે ઉઠે તો, ઉઠીને પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો ઉપયોગ કરે. દ્રવ્યથી હું કોણ છું? દીક્ષિત છું કે અદીક્ષિત ? ક્ષેત્રથી નીચે છું કે માળ ઉપર ? કાલથી રાત્રિ છે કે દિવસ ? ભાવથી કાયિકાદિની શંકા છે કે કેમ ? આંખમાં ઉંધ હોય તો શ્વાસને રૂંધે, ઊંઘ ઉડી જાય એટલે સંથારામાં ઉભો થઈ પ્રમાર્જના કરતાં દ્વાર પાસે આવે . બહાર ચોર આદિનો ભય હોય તો એક સાધુને ઉઠાડે, તે દ્વાર પાસે ઊભો રહે, અને પોતે કાયિકાદિશંકા ટાળી આવે. કૂતરા આદિ જાનવરનો ભય હોય તો બે સાધુને ઉઠાડે, એક સાધુ દ્વાર પાસે ઉભો રહે પોતે કાયિકાદિ વોસિરાવે, ત્રીજો રક્ષણ કરે. પછી પાછા આવી ઈરિયાવાહી કરી પોતે સૂક્ષ્મઆનપ્રાણ લબ્ધિ હોય તો ચૌદપૂર્વ ગણી જાય. લબ્ધિયુક્ત ન હોય, તો ઘટતાં ઘટતાં સ્વાધ્યાય કરતા યાવતુ છેવટે જઘન્યથી ત્રણગાથા ગણીને પાછો સૂઈ જાય. આ પ્રમાણે વિધિ કરવાથી નિદ્રાના પ્રમાદનો દોષ દૂર થઈ જાય છે. ઉત્સર્ગથી શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર સૂવે. ઠંડી આદિ લાગતી હોય તો એક બે કે ત્રણ કપડાં ઓઢે તેનાથી પણ ઠંડી દૂર ન થાય તો બહાર જઈ કાઉસ્સગ કરે, પછી અંદર આવે, છતાં ઠંડી લાગતી હોય તો બધાં કપડાં કાઢી નાખે. પછી એક એક વસ્ત્ર ઓઢે. આ માટે ગધેડાનું દ્રષ્ટાંત જાણવું અપવાદ જેમ સમાધિ રહે તેમ કરવું [૩૧૯-૩૩૧]સંશી - આ પ્રમાણે વિહાર કરતાં વચમાં કોઈ ગામ આવે. તે ગામ સાધુઓના વિહારવાળું હોય અથવા સાધુઓના વિહાર વિનાનું હોય, તેમાં શ્રાવકોના ઘર હોય પણ ખરાં અથવા ન પણ હોય. જો તે ગામ સંવિજ્ઞ સાધુઓના વિહારવાળું હોય તો ગામમાં પ્રવેશ કરે. પાર્થસ્થ આદિનું હોય તો પ્રવેશ ન કરે. જિનચૈત્ય હોય તો દર્શન કરવા જાય. ગામમાં સાંભોગિક સાધુ હોય તો, તે આવેલા માટે ગોચરી પાણી લાવી આપે. કદાચ કોઈ શ્રાવક નવા આવેલા સાધુને ગોચરી માટે ખૂબ આગ્રહ કરે, તો ત્યાં રહેલા એક સાધુની સાથે નવા આવેલા સાધુને મોકલે. ઉપાશ્રય નાનો હોય તો નવા આવેલા સાધુ બીજા સ્થાનમાં ઉતરે ત્યાં ગામમાં રહેલા સાધુ તેમને ગોચરી લાવી આપે. સાંભોગિક સાધુ ન હોય તો આવેલા સાધુ ગોચરી લાવી આચાર્ય આદિને પ્રાયોગ્ય આપી બાકીનું બીજા વાપરે. [૩૩૨-૩૩૬]સાધર્મિક- આહાર આદિનું કામ પતાવી તથા ઠલ્લા માત્રાની શંકા ટાળીને સાંજના સમયે સાધર્મિક સાધુ પાસે જાય, કેમકે સાંજે જવાથી ત્યાં રહેલા સાધુઓને ભિક્ષા આદિ કાર્ય માટે આકુલપણું ન થાય. સાધુ આવેલ જોઈને ત્યાં રહેલા સાધુ ઉભા થઈ જાય અને સામા જઈ દાંડો પાત્રાદિ લઈ લે. તે ન આપે તો ખેંચતાણ ન કરવી. તેમ કરતાં કદાચ પાત્રનો વિનાશ થાય. જે ગામમાં રહેલા છે તે ગામ નાનું હોય, ભિક્ષા મળી શકે એમ ન હોય, તથા બપોરે જવામાં રસ્તામાં ચોર આદિનો ભય હોય, તો Page #47 -------------------------------------------------------------------------- ________________ ४४ ઓહનિજુત્તિ-(૩૩૬) સવારમાં જ બીજે ગામ જાય. ઉપાશ્રયમાં પેસતા નિસીહિ કહે. ત્યાં રહેલા સાધુ નિસાહિ સાંભળી સામા આવે. વાપરતાં હોય તો મોંમાં મૂકેલો કોળીયો વાપરી લે, હાથમાં લીધેલો કોળીયો પાત્રામાં પાછો મૂકી દે, સામે આવી આવેલા સાધુનું સન્માન કરે. આવેલાં સાધુ સંક્ષેપથી આલોચના કરી. તેમની સાથે આહાર વાપરે. જો આવેલ સાધુઓએ વાપરેલું હોય, તો ત્યાં રહેલાં સાધુઓને કહે કે 'અમે વાપર્યું છે તમે વાપરો.” આવેલા સાધુઓને વાપરવાનું હોય તો જો ત્યાં લાવેલો આહાર પૂરતો હોય તો બધા સાથે વાપરે, ઓછો હોય તો તે આહાર આવેલા સાધુઓને આપી દે અને પોતાના માટે બીજા આહાર લાવીને વાપરે. આવેલા સાધુઓની ત્રણ દિવસે આહાર પાણી આદિથી ભક્તિ કરવી. શક્તિ ન હોય તો બાલ વૃદ્ધ આદિની ભક્તિ કરવી. આવેલા સાધુ તે ગામમાં ગોચરીએ જાય અને ત્યાં રહેલા સાધુમાં તરૂણા બીજા ગામમાં ગોચરીએ જાય. ૩િ૩૭–૩પપ વસતિ - ત્રણ પ્રકારની હોય. ૧.મોટી, ૨ નાની, ૩.પ્રમાણયુક્ત. સૌથી પહેલાં પ્રમાણયુક્ત વસતિ ગ્રહણ કરવી, તેવી ન હોય તો નાની વસતિ ગ્રહણ કરવી, નાની પણ ન હોય તો મોટી વસતિ ગ્રહણ કરવી. જો મોટી વસતિમાં ઉતર્યા હોય તો ત્યાં બીજા લોકો દંડપાસકો, પારદારિકા, આદિ આવીને સૂઈ જાય, તેથી ત્યાં પ્રતિક્રમણ, સૂત્રપોરિસી અર્થપોરિસી કરતાં તથા જતાં આવતાં, લોકોમાં કોઈ અસહિષ્ણુ હોય તો તે બૂમાબૂમ કરી મુકે, તેથી ઝઘડો થાય, પાત્ર આદિ તૂટી જાય, ઠલ્લા માત્રાની શંકા રોકે તો રોગ આદિ થાય, દૂર જઈ નહિ જોએલી જગ્યામાં શંકા ટાળે તો સંયમ-આત્મવિરાધના થાય, બધાના દેખતાં શંકા ટાળે તો પ્રવચનની લઘુતા થાય. રાત્રે વસતિમાં પૂજતાં પૂંજતાં જાય, તો તે જોઈને કોઈને ચોરની શંકા થાય, અને કદાચ મારી નાંખે. સાગારિક-ગૃહસ્થને સ્પર્શ થઈ જાય અને તે જાગી જાય તો, તેને શંકા થાય કે આ નપુંસક હશે. કોઈ સ્ત્રીને સ્પર્શ થઈ જાય તો તે સ્ત્રીને થાય કે આ મારી ઈચ્છા કરે છે.' તેથી બીજાને કહે કે 'આ મારી ઈચ્છા કરે છે સાંભળી લોકો કોપાયમાન થાય. સાધુને મારે, દિવસે કોઈ સ્ત્રી કે નપુસંક સુંદરરૂપ જોઈને સાધુ ઉપર રાગવાળા થયા, હોય, તેથી રાત્રે ત્યાં સૂઈ જાય અને સાધુને બળાત્કાર ગ્રહણ કરે ઈત્યાદિ દોષો મોટી વસતિમાં ઉતરવામાં રહેલા છે. માટે મોટી વસતિમાં ન ઉતરવું. નાની વસતિમાં ઉતરવાથી રાત્રે જતાં આવતાં કોઈના ઉપર પડી જવાય, જાગી જતાં તેને ચોરની શંકા થાય. રાત્રે નહિ દેખી શકવા થી યુદ્ધ થાય, તેમાં પાત્ર આદી તૂટી જાય તેથી સંયમ- આત્મવિરાધના થાય, માટે નાની વસતિમાં ન ઉતરવું. પ્રમાણસર વસતિમાં ઉતરવું તે આરીતે એક એક સાધુ માટે ત્રણ હાથ પહોળી જગ્યા રાખવી એક હાથને ચાર આંગળ પહોળો સંથારો, પછી વીસ આંગળ જગ્યા ખાલી પછી એક હાથ જગ્યામાં પાત્રાદિ મૂકવાં, ત્યાર પછી બીજા સાધુનાં આસન આદિ કરવાં. પાત્રાદી બહુ દૂર મૂકે તો બિલાડી, ઉંદર આદિથી રક્ષણ ન થઈ શકે. બહુ નદજીક પાત્રાદિ રાખે તો શરીર ફેરવતાં ઉંચું નીંચું કરતાં પાત્રાદિ ને ધક્કો લાગે તો પાત્રાદિ તૂટી જાય. માટે વીસ આંગળનું અંતર રાખવું જોઈએ. બે હાથ કરતાં વધારે અંતર હોય તો, કોઈ ગૃહસ્થ આદિ જોર કરીને વચમાં સૂઈ જાય, તો બીજા દોષો આવી પડે. તો તેવા સ્થાન માટે વસતિનું પ્રમાણ આ રીતે જાણવું. એક હાથ શરીર, વીસ આગળ ખાલી, આઠ આંગળમાં પાત્રો, પછી વીસ આગળ ખાલી પછી બીજા સાધુ આ પ્રમાણે ત્રણ હાથે એક સાધુથી બીજો સાધુ આવે. વચમાં બે હાથનું Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૫૫ ૪૫ આંતરૂં રહે, એક સાધુથી બીજા સાધુની વચમાં બે હાથની જગ્યા રાખવી જોઈએ. બે હાથથી ઓછું આંતરૂં હોય તો, બીજાને સાધુનો સ્પર્શ થઈ જાય તો ભૂક્તભોગી (સંસાર ભોગવેલા) ને પૂર્વ ક્રીડાને સ્મરણ થઈ આવે. કુમાર અવસ્થામાં દીક્ષા લીધી હોય તો તેને સાધુનો સ્પર્શ થતાં સ્ત્રીનો સ્પર્શ દીક્ષા કેવો હશે ? એનું કુતૂહલ થાય. માટે વચમાં બે હાથનું અંતર રાખવું. તેથી એક બીજાને કલહ આદિ પણ ન થાય. ભીંતથી એક હાથ દૂર સંથારો કરવો. પગ નીચે પણ જવાં આવવાનો માર્ગ રાખવો. મોટી વસતિ હોય તો ભીંતથી ત્રણ હાથ દૂર સંથારો કરવો. પ્રમાણયુક્ત વસતિ ન હોય તો નાની વસતિમાં રાત્રે યતના પૂર્વક જવું આવવું. પહેલાં હાથથી પરામર્શ કરીને બહાર નીકળવું. પાત્રાદિ ખાડો હોય તો તેમાં મૂકવા. ખાડો ન હોય તો દોરી બાંધી ઉંચે લટકાવી દેવાં. મોટી વસતિમાં ઉતરવું પડ્યું હોય, તો સાધુઓએ છૂટાછૂટા સૂઈ જવું. કદાચ ત્યાં કોઈ લોકો આવીને કહે કે 'એક બાજુમાં આટલી જગ્યામાં થઈ જાવ. તો સાધુઓ એક બાજું થઈ જાય, ત્યાં પડદો અથવા ખડીથી નીશાની કરી લે. ત્યાં બીજા ગૃહસ્થો આદિ રહેલા હોય, તો જતાં આવતાં પ્રમાર્જના આદિ ન કરે. તથા ’આસા આસજ્જા' પણ ન કરે. પરંતુ ખાંસી આદિથી બીજાને જણાવે . [૩૫૬-૩૮૭] સ્થાનસ્થિત - ગામમાં પ્રવેશ કરવાનો હોય, તે દિવસે સવારનું પ્રતિક્રમણ આદિ કરી, સ્થાપના કુલ, પ્રત્યનીક કુલ, પ્રાન્તકુલ, આદિનો વિભાગ કરે, એટલે અમુક ઘરોમાં ગોચરી જવું, અમુક ઘરોમાં ગોચરી ન જવું. પછી સારા શકુન જોઈને ગામમાં પ્રવેશ કરે. વસતિમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રથમ કથાલબ્ધિસંપન્ન સાધુને મોકલે. તે સાધુ ગામમાં જઈ શય્યાતરની આગળ કથા કરે પછી આચાર્ય મહારાજ પધારે ત્યારે ઊભા થઈ વિનય સાચવે અને શય્યાતર કહે કે 'આ અમારા આચાર્ય ભગવંત છે.’ આચાર્ય ભગવંત કહે કે 'આ મહાનુભાવે આપણને વસતિ આપી છે.' જો શય્યાતર આચાર્ય સાથે વાતચીત કરે તો ઠીક ન કરે તો આચાર્ય તેની સાથે વાતચીત કરે કેમકે જો આચાર્ય શય્યાતર સાથે વાત ન કરે, તો શય્યાતરને થાય કે 'આ લોકો ઉચિત પણ જાણતાં નથી.' વસતિમાં આચાર્ય માટે ત્રણ જગ્યા રાખી સ્થવિર સાધુ બીજા સાધુઓ માટે રત્નાધિકના ક્રમે યોગ્ય જગ્યા વહેંચી આપે. ક્ષેત્રપ્રત્યુપેક્ષકો આવેલાં સાધુઓને ઠલ્લા, માત્રાની ભૂમિ, પાત્રાં રંગવાની ભૂમિ સ્વાધ્યાય ભૂમિ આદિ બતાવે તથા સાધુઓમાં કોઈ તપસ્વી હોય, કોઈને વાપરવાનું હોય, તો જિનચૈત્ય દર્શન ક૨વા જતાં સ્થાપનાકુલો શ્રાવકનાંઘરો વગેરે બતાવે. પ્રવેશ દિને કોઈને ઉપવાસ હોય તો તે મંગલ જ છે. જિનાલય જતી વખતે આચાર્ય સાથેએક બે સાધુએ પાત્રા લઈને જવું. કેમકે ત્યાં કોઈ ગૃહસ્થને ગોચરી આપવાની ભાવના થાય. તો તુરત લઈ શકાય. જો પાત્રાં ન હોય તો ગૃહસ્થની શ્રધ્ધા તૂટે અથવા સાધું એમ કહે કે પાત્રાં લઈને આવીશું’ તો ગૃહસ્થ તે વસ્તુ રાખી મૂકે, તેથી સ્થાપના નામનો દોષ લાગે. બધા સાધુઓએ સાથે જવું નહિ, જો બધાં સાથે જાય તો ગૃહસ્થને એમ થાય કે 'કોને આપું અને કોને ન આપું’ આથી સાધુને જોઈ ભય પામે અથવા તો એમ થાય કે ’આ બધા બ્રાહ્મણભટ્ટ જેવા ખાઉધરા છે. માટે આચાર્યની સાથે ત્રણ, બે કે એક સાધુએ પાત્રાં લઈને જવું અને ગૃહસ્થ વિનંતિ કરે તો ધૃત વગેરે વહોરવું. જો તે ક્ષેત્રમાં પહેલાં માસકલ્પ કરેલ ન હોય અર્થાત્ પ્રથમ આવેલાં હોય, તો જાણકાર સાધુ ચૈત્યદર્શન કરવા જાય, ત્યારે અથવા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪ ઓહનિજ્જુત્તિ - (૩૮૬) ગોચરીએ જાય ત્યારે દાન આપનાર આદિનાં કુળો બતાવે અથવા તો પ્રતિક્રમણ કર્યા પછી દાનાદિ કુલો કહે. પ્રતિકમણ કર્યા પછી આચાર્ય ક્ષેત્રપ્રત્યુપેક્ષકોને બોલાવી સ્થાપનાદિ કુલો પૂછે ક્ષેપ્રત્યુપેક્ષકો તે જણાવે. ક્ષેત્રપ્રત્યુપેક્ષકોને પૂછ્યા સિવાય સાધુઓ સ્થાપનાદિ કુળોમાં જાય, તો સંયમ વિરાધના આત્મવિરાધના આદિ દોષો થાય. સ્થાપના કુલોમાં ગીતાર્થ સંઘાટકજાય આવીરીતે સ્થાપનાદિ કુળો સ્થાપવાનું કારણ એ છે કે આચાર્ય ગ્લાન પ્રાઘુર્ણક આદિને યોગ્ય ભિક્ષા મળી શકે. જો બધા જ સાધુઓ સ્થાપના કુળમાં ભિક્ષા લેવા જાય તો ગૃહસ્થોને કદર્થના થાય અને આચાર્ય આદિના પ્રાયોગ્ય દ્રવ્યનો ક્ષય થાય. જેથી જોઈએ ત્યારે વસ્તુ ન મળે. જેમ કોઈ માણસ પરાક્રમી શિકારી કૂતરાને છૂ છૂ કરી કરીને કૂતરાને દોડાવે. પણ ત્યાં કાંઈ ન જોતાં કૂતરો પાછો આવે વારંવાર એ પ્રમાણે કરવાથી કૂતરો કંટાળ્યો, પછી જ્યારે મોર આદિને પકડાવાની જરૂર પડી ત્યારે કૂતરાને છૂ છૂ કરવાં છતાં કૂતરો દોડ્યો નહિ અને કાર્ય કર્યુ નહિ. આ રીતે વારંવાર વિના કારણે સ્થાપનાદિ કુળોમાંથી આહાર વગેરે ગ્રહણ ક૨વાથી જ્યારે ગ્લાન, પ્રાથુર્ણક આદિ માટે જરૂર પડે છે ત્યારે આહારાદિ મળી શકતાં નથી કેમકે તેણે ઘણાં સાધુઓને ધૃતાદિ આપ્યાં હોવાથી ધૃત આદિ ખલાસ થઈ જાય. પ્રાંત-વિરોધી ગૃહસ્થ હોય તો સાધુઓને ઘી વગેરે આપી દીધેલું હોવાથી સ્ત્રીને માર મારે અથવા મારી પણ નાખે અથવા તો ઠપકો આપે કે તેં સાધુઓને ધૃતાદિ આપ્યું એટલે ખલાસ થઈ ગયું, ભદ્રક હોય તો નવું લાવે અથવા કરાવે. સ્થાપના કુળો રાખવાથી ગ્લાન, આચાર્ય બાળ, વૃદ્ધ, તપસ્વી પ્રાબ્ધિર્ણક આદિની યથાયોગ્ય ભક્તિ કરી શકાય છે, માટે સ્થાપના કુળો રાખવાં જોઈએ, ત્યાં અમુક ગીતાર્થ સિવાય બધા સાધુઓએ જવું નહિ. કહ્યું છે કે આચાર્યની અનુકંપા ભક્તિથી ગચ્છની અનુકંપા, ગચ્છની અનુકંપાથી તીર્થની પરંપરા ચાલે. આ સ્થાપનાદિ કુળોમાં થોડા થોડા દિવસનાં આંતરે કારણ વિના પણ જવું. કેમકે તેમને ખબર રહે કે અહીં સાધુ આદિ રહેલા છે. આ માટે ગાય અને બગીચાનું દૃષ્ટાંત જાણવું. ગાયને દોહતા રહે અને બગીચામાંથી ફુલ લેતા રહે તો રોજ દુધ, ફુલ મળતા રહે, ન લે તો ઉલટા સૂકાઈ જાય. [૩૮૮-૪૨૮]દશ પ્રકારના સાધુ આચાર્યની વૈયાવચ્ચ-સેવા માટે અયોગ્ય છે. આળસુ. સિ૨. ઉંધણસી. તપસ્વી. ક્રોધી. માની. માયી. લોભી. કુતૂહલી . પ્રતિબદ્ધ. આળસુ- પ્રમાદી હોવાથી સમયાનુસાર ગોચરી જાય નહિ સિર-બહુ ખાનારો હોવાથી પોતાનો જ આહાર પહેલાં પૂરો કરે, એટલામાં ભિક્ષાનો સમય પુરો થઈ જાય. ઉંઘણસી-ઉંધ્યા કરે, ત્યાં ગોચરીના સમય પુરો થઈ જાય. કદાચ વહેલો જાય, ત્યારે ભિક્ષાની વાર હોય, એટલે પાછો આવીને સૂઈ જાય એટલાંમાં ભિક્ષાનો સમય ઉંઘમાં ચાલ્યો જાય. તપસ્વી-ગોચરી જાય તો તપસ્વી હોવાથી વાર લાગે. તેથી આચાર્યને પરિતાપનાદિ થાય. તપસ્વી જો પહેલી આચાર્યની ગોચરી લાવે તો તપસ્વીને પરિતાપનાદિ થાય. ક્રોધી- ગોચરીને જાય ત્યાં ક્રોદ કરે. માની-ગૃહસ્થ સત્કાર ન કરે એટલે તેને ત્યાં ગોચરી ન જાય. માયી-સારું સારું એકાંતમાં વાપરીને સુકુંપાકું વસતિમાં લાવે. લોભી-જેટલું મળે તેટલું બધું વહોરી લે. કુતૂહલી-રસ્તામાં નટ આદિ રમતા હોય તો જોવા ઉભો રહે. પ્રતિબદ્ધ-સૂત્ર અર્થમાં એટલો બધો તલ્લીન રહે કે ગોચરી વેળા પુરી થઈ જાય. ઉપર જણાવ્યું તે સિવાયના જે ગીતાર્થ પ્રિયધર્મી સાધુ હોય તે આચાર્યની ભક્તિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૪૨૮ માટે યોગ્ય છે, તેમને ગોચરીએ મોકલવાં, કેમકે ગીતાર્થ હોવાથી તેઓ ગૃહસ્થને ત્યાં ગોચરી વગેરે કેટલા પ્રમાણમાં છે.? ઈત્યાદિ વિવેક રાખીને ભિક્ષા ગ્રહણ કરે, પરિણામે વૃતાદિ દ્રવ્યોની નિરંતર પ્રાપ્તિએ કરીને ભાવની વૃદ્ધિ કરનારા થાય છે. સ્થાપના કૂળોમાં એક સંઘાટક જાય અને બીજા કુળોમાં બાલ, વૃદ્ધ, તપસ્વી આદિ જાય. શક્તિવાળા તરૂણ સાધુ હોય તે બીજા ગામમાં ગોચરીએ જાય. અહીં શંકા થાય કે – જે ગામમાં ગચ્છ રહ્યો છે તે ગામમાં પહેલાં તપાસ કરીને આવેલાં છે, તો પછી તરૂણ સાધુને બીજા ગામમાં ગોચરીએ મોકલવાનું શું પ્રયોજન? તો જણાવે છે કે બહારગામ મોકલવાનું કારણ એ છે કે 'ગામમાં રહેલા ગૃહસ્થોને એમ થાય કે આ સાધુઓ બહારગામ ગોચરીએ જાય છે, નવા સાધુ આવે ત્યારે આપણાં ત્યાં આવે છે, માટે બાલ, વૃદ્ધ આદીને ઘણું આપો. આ પ્રમાણે ગોચરીએ જતાં આચાર્ય આદિને પૂછીને નીકળવું જોઈએ. પૂછ્યા વિના જાય, તો નીચે પ્રમાણે દોષો થાય. રસ્તામાં ચોર આદિ હોય, તે ઉપધિને કે પોતાને ઉપાડી જાય તો તેમને શોઘવામાં ઘણી મુશ્કેલી પડે. પ્રાઘુર્ણક આવ્યા હોય તેમને યોગ્ય કાંઈ લાવવાનું હોય, તેની ખબર ન પડે. ગ્લાનને યોગ્ય અથવા આચાર્યને યોગ્ય કાંઈ લાવવાનું હોય તેની ખબર ન પડે. રસ્તામાં કુતરા આદિનો ભય હોય તો તે કરડી જાય. કોઈ ગામમાં સ્ત્રી કે નપુંસકના દોષો હોય તેની ખબર ન પડે. કદાચ ભિક્ષાએ ગયાં ત્યાં મૂછી આવી જાય, તો ક્યાં તપાસ કરે? માટે જતી વખતે આચાર્યને કહે કે હું અમુક ગામમાં ગોચરીએ જાઉં છું, ત્યાં ગોચરી પુરી નહિ થાય તો ત્યાંથી અમુક બીજા ગામમાં જઈશ. આચાર્ય ન હોય તો, આચાર્યો જે કોઈને નીમેલા હોય, તેને કહીને જાય કદાચ નીકળતી વખતે કહેવું ભૂલી જાય અને થોડે દૂર ગયા પછી યાદ આવે, તો પાછો આવીને કહી જાય, પાછા આવીને કહી જવાનો સમય પહોંચતો ન હોય તો રસ્તામાં ઠલ્લે, માત્ર કે ગોચરી પાણી માટે નીકળેલા સાધુને કહે કે 'હું અમુક ગામ ગોચરીએ જાઉં છું, તમો આચાર્ય ભગવંતને કહી દેજો. જે ગામમાં ગોચરી ગયો છે તે ગામ કોઈ કારણસર દૂર હોય, નાનું હોય કે ખાલી થઈ ગયું હોય, તો કોઈની સાથે કહેવરાવે અને બીજા ગામમાં ગોચરીએ જાય. ચોર આદિ સાધુને ઉપાડી જાય, તો સાધુ રસ્તામાં અક્ષરો લખતો જાય અથવા વસ્ત્ર ફાડીને તેનાં ટૂકડાં રસ્તામાં નાખતો જાય. જેથી તપાસ કરનારને ખબર પડી શકે કે આ રસ્તે સાધુને ઉપાડી ગયા લાગે છે ગોચરી આદિ માટે ગયેલા કોઈ સાધુને આવતાં ઘણી વાર લાગે તો વસતિમાં રહેલાં સાધુઓ નહિ આવેલાં સાધુ માટે વિશિષ્ટ વસ્તુ રાખીને બીજું વાપરી લે. ત્યાર પછી આહાર લઈને જે દિશામાં તે સાધુ ગયેલા હોય, તે દિશામાં તપાસ કરવા જાય. નહિ આવેલો સાધુ કહ્યા વિના ગયેલા હોય, તો ચારે દિશામાં તપાસ કરે. રસ્તામાં કોઈ ચિહ્ન ન મળે, તો ગામમાં જઈને પૂછે, છતાં ખબર ન પડે તો ગામમાં ભેગાં થયેલા લોકોને કહે કે અમારા સાધુ આ ગામમાં ભિક્ષા માટે આવ્યા હતા તેમના કાંઈ સમાચાર મળતાં નથી. આ રીતે કાંઈ સમાચાર ન મળે તો બીજા ગામમાં જઈને એ રીતે તપાસ કરે. બીજા ગામમાં ગોચરીએ જવાથી - આધાકમદિ દોષોથી બચાય છે, આહારાજિ વધુ મળે છે. અપમાન આદિ થાય નહિ. મોહ થાય નહિ. વિયચારનું પાલન થાય છે. (પ્રશ્ન) વૃષભ-વૈયાચ્ચી સાધુને બહારગામ મોકલે. તેમાં આચાર્યે પોતાના આત્માનીજ અનુકંપા કરી એમ ન કહેવાય ? ના- આચાર્ય વૃષભ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઓહનિજુત્તિ-(૨૮) સાધુને મોકલે તેમાં શિષ્ય ઉપર અનુકંપા થાય છે, પરલોક સારો થાય છે, અને આ લોકોમાં પ્રશંસા થાય છે. (પ્રશ્ન) તો પછી શિષ્યની કઈ અનુકંપા થઈ? ઉલટો સાધુ ભૂખ અને તરસથી પીડાઈ કદાચ કાળ કરી જાય તો? ના જો ભૂખ અને તરસ સહન કરી શકે એમ ન હોય, ઉનાળો હોય, તપસ્વી હોય, તો પ્રથમાલિકાદિ વગેરે કરીને જાય. લુપુંસકું વાપરીને અથવા યતના પૂર્વક વાપરીને જાય. જઘન્ય ત્રણ કવલ અથવા ત્રણ ભિક્ષા, ઉત્કરથી પાંચ કવલ અથવા પાંચ ભિક્ષા. સહિષ્ણુ હોય તો પ્રથમાલિકા કર્યા સિવાય જાય ગોચરી લાવવાની વિધિ જણાવતાં કહે છે. એક પાત્રમાં આહાર, બીજા પાત્રામાં પાણી, એકમાં આચાર્યદિને પ્રાયોગ્ય આહાર, બીજામાં જીવ સંસાદિ હોય તેવો આહાર કે પાણી ગ્રહણ કરે. [૪૨૯-૪૩પ પડીલેહણાદ્વાર બે પ્રકારે એક કેવળીની બીજી છહ્મસ્થની. બન્ને બાહ્યથી અને અત્યંતરથી બાહ્ય એટલે દ્રવ્ય અને અત્યંતર એટલે ભાવ. કેવળીની પડિલેહણા પ્રાણીથી સંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અર્થાત કપડા વગેરે ઉપર જીવજંતુ હોય તો પડિલેહણા કરે ? છદ્મસ્થની પડિલેહણા પ્રાણીથી સંસક્ત કે અસંસક્ત દ્રવ્ય વિષયની હોય છે. અતિ કપડાં આદિ પર જીવજંતુ હોય કે ન હોય, તો પણ પડિલેહણા કરવાની હોય છે. પડિલેહણા દ્રવ્યથી કેવલી માટેની વસ્ત્ર વગેરે જીવજંતુથી સંસક્ત હોય તો પડિલેહણા કરે છે. તથા જ્યારે તે વસ્ત્ર આદિ વાપરવાનું હોય ત્યારે જો સંસક્ત હોય તો પડિલેહણા કરે છે પરંતુ જીવથી સંસક્ત ન હોય તો પડિલેહણા હોતી નથી. ભાવથી કેવલીની પડિલહેણાંમાં - વેદનીય કર્મ ઘણું ભોગવવાનું હોય અને આયુષ્યકમ ઓછું હોય તો કેવળી ભગવંતો કેવળી સમુદૂર્ઘાત કરે છે. દ્રવ્યથી છઘસ્થ- સંસક્ત કે અસંસક્ત વસ્ત્ર આદિની પડિલેહણા કરવી તે. ભાવથી છાની- રાત્રે જાગે ત્યારે વિચારે કે 'શું કર્યું. મારે શું કરવાનું બાકી છે. કરવા યોગ્ય તપ વગેરે શું કરતો નથી? ઈત્યાદિ. [૪૩૬-૪૯] સ્થાન, ઉપકરણ, વ્યંડિલ, અવખંભ અને માર્ગનું પડિલેહણ કરવું. સ્થાન - ત્રણ પ્રકારે. કાયોત્સર્ગ, બેસવુ, સુવું. કાયોત્સર્ગ ઠલ્લા માર્ગે જઈને ગુરુ પાસે આવી ઈરિયાવહી કરતાં કાઉસ્સગ કરે. યોગ્ય સ્થાને ચક્ષુથી જોઈ પ્રમાર્જના કરી પછી કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્ગ ગુરુની સામે કે બે બાજુએ કે પાછળ ન કરવો. તથા જવા-આવવાનો માર્ગ રોકીને ન કરવો. બેસવું. બેસતી વખતે જંઘા અને સાથળનો વચલો ભાગ પ્રમાજી પછી ઉત્કટુક આસને રહી, જમીન પ્રમાર્જીને બેસવું. સૂવું. સુતા હોય ત્યારે પડખું ફેરવતાં પ્રમાર્જીને પડખું ફેરવવું સુતી વખતે પણ પૂંજીને સુવું. ઉપકરણ - બે પ્રકારે. ૧.વસ્ત્ર, ૨.પાત્રસંબંધી. સવારે અને સાંજે હંમેશા બે સમય પડિલેહણા કરવી. પહેલાં મુહપત્તિ પડિલેહી પછી બીજા વસ્ત્ર આદિની પડિલેહણા કરવી. વસ્ત્રની પડિલેહણા વિધિ :- પહેલાં મતિ કલ્પનાની આખા વસ્ત્રના ત્રણ ભાગ કરીને જોવા, પછી પાછળની બાજુ ત્રણ ભાગ કરીને જોવા. ત્રણ વાર છ છ પુરિમા કરવા. ઉત્કટુક આસને બેસી વિધિપૂર્વક પડિલેહણા કરે, પડિલેહણા કરતાં આટલી કાળજી રાખવી. પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ. સાંબેલાની માફક વસ્ત્રને ઊંચું ન કરવું. વસ્ત્રના નવ અખોડા પખોડા અને છ વાર પ્રસ્ફોટન કરવું, પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને ઉંચે છત કે છાપરાને તથા ભીંત કે જમીનને લગાડવું. પડિલેહણ કરતાં ઉતાવળ ન કરવી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૪૬૯ વેદિકા દોષ વર્જવો. ઉર્ધ્વવેદિકા-ઢીંચણ ઉપર હાથ રાખવા. અધોવેદિકા-ઢીંચણની નીચે હાથ રાખવા. તિર્યક્ વેદિકા-સંડાસાની વચમાં હાથ રાખવા. દ્વિધાતો વેદિકા-બે હાથની વચમાં પગ રાખવા. એગતો વેદિકા-એક હાથ બે પગની અંદર બીજો હાથ બહાર રાખવો. વસ્ત્ર અને શરીર બરાબર સીધું રાખવું. વસ્ત્ર લાંબું ન રાખવું. વસ્ત્રને લટકતું ન રાખવું. વસ્ત્રના બરાબર ત્રણ ભાગ કરવાએક પછી એક વસ્ત્રની પડિલેહણ કરવી. એક સાથે વધારે વસ્ત્ર ન જોવા. બરાબર ઉપયોગ પૂર્વક વસ્ત્રની પડિલેહણા કરવી. અખોડા પખોડાની ગણતરી બરાબર રાખવી. ૪૯ સવારે પડિલેહણાનો સમય ઃ- અરૂણોદય-પ્રભા ફાટે ત્યારે પડિલેહણા કરવી. અરૂણોદય-પ્રભા ફાટે ત્યારે આવશ્યક-પ્રતિકમણ કરી પછી પડિલેહણા કરવી એક બીજાના મુખ જોઈ શકાય, ત્યારે પડિલેહણા કરવી. હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણા કરવી. સિદ્ધાંતવાદી કહે છે કે 'આ બધા આદેશો બરાબર નથી. કેમકે ઉપાશ્રયમાં અંધારૂ હોય, તો સૂર્ય ઉગ્યો હોય તો પણ હાથની રેખા ન દેખાય. બાકીના ત્રણમા તો અંધારૂ હોય છે. ઉત્સર્ગ રીતે પ્રતિક્રમણ પુરૂં થયાં પછી મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા રજોહરણ ઉપરના વસ્ત્ર, ચોલપટ્ટો ત્રણકપડાં સંથારો અને ઉતરપટ્ટો આ દશથી પડિલહેણા પુરી થતાં સૂર્યોદય થાય. તે રીતે પડિલેહણ શરૂં કરવી. અપવાદે જેવો સમય તે રીતે પડિલેહણ કરે. પડિલેહણમાં વિપર્યાસ કરવો નહિ. અપવાદે કરે. વિપર્યાસ બે પ્રકારે પુરુષ વિપયસિ અને ઉપધિ વિપર્યાસ. પુરૂષવિપર્યાસ - મુખ્ય રીતે આચાર્ય આદિનીપડિલેહણ કરનાર અભિગ્રહવાળા સાધુ પહોંચી વળે તેમ હોય, તો ગુરુને પૂછીને પોતાની અથવા ગ્લાન આદિની ઉષધિ પડિલેહે. જો અભિગ્રહવાળા ન હોય અને પોતાની ઉપાધિ પડિલેહે તો અનાચાર થાય. તથા પડિલેહણ કરતાં પરસ્પર મૈથુન સંબંધી કથા આદિ વાતો કરે, શ્રાવક આદિને પચ્ચક્ખાણ કરાવે, સાધુને પાઠ આપે અથવા પોતે પાઠ ગ્રહણ કરે, તો પણ અનાચાર થાય, છકાય જીવની વિરાધના કર્યાનો દોષ લાગે. કોઈ વાર સાધુ કુંભાર આદિની વસતિમાં ઉતર્યા હોય, ત્યાં પડિલેહણ કરતાં વાતચીત કરતાં ઉપયોગ નહિ રહેવાથી, પાણીનો ઘડો આદિ ફુટી જાય, તેથી તે પાણી, માટી, અગ્નિ, બી, કુંથુંવા આદિ ઉપર જાવ, તેથી તે જીવોની વિરાધના થાય, જ્યાં અગ્નિ ત્યાં વાયુ અવશ્ય હોય છે. આ રીતે છએ કાયજીવની વિરાધના થાય માટે ઉપયોગ પૂર્વક પડિલેહણા કરવી જોઈએ. ઉપધિ વિપર્યાસ- કોઈ ચોર આદિ આવેલા હોય, તો પહેલાં પાત્રાની પડિલેહણા કરી, પછી વસ્ત્રોની પડિલેહણા કરે. આ પ્રમાણે વિકાલે સાગારિક ગૃહસ્થ આવી જાય તો પણ પડિલેહણમાં વિપર્યાસ કરે. પડિલેહણ તથા બીજા પણ જે જે અનુષ્ઠાનો ભગવંતે બતાવેલા છે. તે બધાં એક બીજાને બાધા ન પહોંચે તે રીતે બધાં અનુષ્ઠાનો કરવાથી દુઃખનો ક્ષય થાય છે. અર્થાત્ કર્મની નિર્જરા કરવામાં સમર્થ બને છે. શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલ યોગોમાંથી એક એક યોગની સમ્યક્ રીતે આરાધના કરતાં અનંતા આત્માઓ કેવળી બન્યા છે. એ પ્રમાણે પડિલેહણ કરતાં પણ અનંત આત્માઓ કેવળી થઈ મોક્ષે ગયા છે, આ પ્રમાણે સાંભળી શિષ્ય કહે છે કે પડિલેહણ કરતાં અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, તો અમે ફક્ત પડિલેહણ કરીએ, બીજા અનુષ્ઠાનો શા માટે કરવા ? આ વાત બરાબર નથી. કેમકે બીજા અનુષ્ઠાનો ન 4 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઓહનિજજુત્તિ-(૪૭૦) કરે અને માત્ર પડિલેહણ કર્યા કરે તો તે આત્મા સંપૂર્ણ આરાધક થઈ શકતો નથી માત્ર દેશથી જ આરાધક થાય. માટે બધાંજ અનુષ્ઠાનો આચરવાં જોઈએ. [૪૭૦-૪૭૬સર્વ આરાધક કોને કહેવા?પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત, મન વચન અને કાયાના યોગોથી યુક્ત, બાર પ્રકારના તપોનું આચરણ, ઈન્દ્રિય અને મનનો કાબુ સત્તર પ્રકારના સંયમનું પાલન કરનાર સંપૂર્ણ આરાધક થાય છે. પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત - એટલે પાંચે ઈન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ મેળવવાની ઈચ્છા નહિ કરવી, તથા પ્રાપ્ત થયેલાં વિષયો પ્રત્યે સારા હોય-અનુકુળ હોય તેમાં રાગ નહિ કરવો, ખરાબ-પ્રતિકુળ હોય તેમાં દ્વેષ નહિ કરવો. મન, વચન અને કાયાના યોગોથી યુક્ત - એટલે મન, વચન અને કાયાને અશુભ કર્મબંધ થાય એવા વ્યાપારથી રોકવા અને શુભ કર્મબંધ થાય તેમાં પ્રવૃત્ત કરવા. મનથી સારા વિચારો કરવા, વચનથી સારાં નિરવદ્ય વચન બોલવા અને કાયાને સંયમના યોગોમાં રોકી રાખવી. ખરાબ વિચારો વગેરે આવે તો તેને રોકીને સારા વિચારોમાં મન વગેરેને લઈ જવું. ત૫ - છ બાહ્ય અને છ અત્યંતર, એમ બાર પ્રકારનો તપ રાખવો. નિયમ - એટલે ઈન્દ્રિયો અને મનને કાબુમાં રાખવા. તથા ક્રોધ માન માયા અને લોભ ન કરવો. સંયમ- સત્તર પ્રકારે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય સંયમ આ જીવોની વિરાધના ન થાય તેમ વર્તવું. અજીવસંયમ - લાકડું, વસ્ત્ર, પુસ્તક આદિ ઉપર લીલફુલ-નિગોદ વગેરે લાગેલી હોય તો તે ગ્રહણ ન કરવું. પ્રેક્ષાસંયમ વસ્તુ જોઈ પૂંજી પ્રમાજીને લેવી મૂકવી, તથા ચાલવું, બેસવું, શરીર ફેરવવું વગેરે કાર્ય કરતાં જોવું, પ્રમાર્જ, પ્રત્યેક કાર્ય કરતાં ચક્ષુ આદિથી પડિલેહણા કરવી. ઉપેક્ષાસંયમ - બે પ્રકારે સાધુ સંબંધી, ગૃહસ્થી સંબંધી. સાધુ સંયમમાં બરાબર વર્તતો ન હોય તો તેને સંયમમાં પ્રવતવિવા પ્રેરણા કરવી, ગૃહસ્થને પાપકારી વ્યાપારમાં પ્રેરણા ન કરવી. આ ' રીતે આરાધના કરનાર સંપૂર્ણ આરાધક થઈ શકે છે. [૪૭૭-૪૯૭સવારે પડિલેહણ કરી પછી સ્વાધ્યાય કરવો, પાદોન પોરિસી થાય ત્યારે પાત્રાની પડિલેહણા કરવી જોઈએ. પછી સાંજે પાદોન પોરિસ-ચરમ પોરિસીમાં બીજી વાર પડિલેહણાં કરવી. પોરિસીકાળ નિશ્ચયથી અને વ્યવહારથી બે પ્રકારે છેમહિનો પોરિસી ચરમપોરિસી પગલાં આગળ પગલાં આગળ આષાડ સુદ ૧૫ ૨-૦ ૨-૬ શ્રાવણ સુદ ૧૫ ૨-૪ ૨-૧૦ ભાદરવા સુદ ૧૫ ૩-૪ આસો સુદ ૧૫ ૩-૦ ૩-૮ કારતક સુદ ૧૫ ૩-૪ ૪-૦ માગસર સુદ ૧૫ પોષ સુદ ૧૫ ૪-૦ ૪-૧૦ મહા સુદ ૧૫ ૩-૮ ૪-૬ | ફાગણ સુદ ૧૫ ૪-૦ ૨-૮ ૩-૮ ૪-૬ ૩-૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯૭ ચૈત્ર 1 સુદ ૧૫ ૩-૦ ૩-૮ વૈશાખ સુદ ૧૫ ૨-૮ ૩-૪ જેઠ સુદ ૧૫ ૨-૪ ૨-૧૦ પાત્રોની પડિલેહણ વખતે પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર રાખવો. પાત્રો જમીનથી ચાર આંગળ ઉંચા રાખવા. પાત્રાદિ ઉપર ભ્રમર આદિ હોય, તો યતના પૂર્વક દૂર મૂકવા, પ્રથમ પાત્રો પછી ગુચ્છા અને ત્યાર પછી પડલાની પડિલેહણા કરવી. પડિલેહણનો સમય પસાર થઈ જાય, તો એક કલ્યાણકનું પ્રાયશ્ચિત આવે છે. જે પાત્રાને ગૃહકોકિલા આદિનું ઘર લાગ્યું હોય તો તે પાત્રાને પ્રહર સુધી એક બાજુ મૂકી રાખવું એટલામાં ઘર ખરી પડે તો ઠીક નહિતર જો બીજું હોય, તો આખું પાડ્યું મૂકી દે. બીજું પાત્ર ન હોય, તો પાત્રાનો તેટલો ભાગ કાપી નાખી એક બાજુ મૂકી દે. જે સૂકી માટીનું ઘર કર્યું હોય અને તેમાં જો કીડા ન હોય તો તે માટી દૂર કરી નાખે. ઋતુબદ્ધકાળમાં-શિયાળા અને ઉનાળામાં પાત્રાદિ પડિલેહણ કરીને બાંધીને રાખવાં. કેમકે અગ્નિ, ચોર આદિના ભય વખતે, એકદમ બધી ઉપાધી આદિ લઈને સુખેથી નીકળી શકાય. જે બાંધી રાખ્યા ન હોય તો અગ્નિમાં બળી જાય. ઉતાવળથી લેવા જતાં પાત્રાદિ તૂટી જાય,ચોમાસામાં આ ભય હોતો નથી. [૪૯૮-પપ૩સ્થડિલ - અનાપાત અને અસંલોક શુદ્ધ છે. અનાપાત - એટલે સ્વપક્ષ (સાધુ) પરપક્ષ(બીજા)માંથી કોઈનું ત્યાં આવાગમન ન હોય. અસલોક એટલે સ્પંડિલ બેઠા હોય ત્યાં કોઈ જોઇ ન શકે. સ્થડિલભૂમિ નીચે પ્રકારે હોય. અનાપાત અને અસંલોક-કોઈની અવરજવર ન હોય, તેમ કોઈ જૂએ નહિ. અનાપાત અને સંલોક - કોઈની અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. આપાત અને અસલોકકોઈની અવર જવર હોય, પણ કોઈ જોઈ ન શકે. એટલે વચમાં વાડ આદિનું આંતરૂં હોય. આપાત અને સંલોક- કોઈની અવર જવર હોય, તેમ જોઈ શકાતું હોય. આપાત બે પ્રકારે સ્વપક્ષ સંયત વર્ગ પરપક્ષ ગૃહસ્થ આદિ. સ્વપશ આપાત બે પ્રકારે. સાધુ અને સાધ્વી. સાધમાં સંવિજ્ઞ અને અસંવિજ્ઞ. સંવિજ્ઞમાં ધર્મિ અને અધમિ. પરપણ આપાતમાં બે પ્રકાર મનુષ્ય આપાત અને તિર્યંચ આપાત. મનુષ્ય આપાત ત્રણ પ્રકારે - પુરુષ, સ્ત્રી અને નપુંસક, તિર્યંચ આપાત ત્રણ પ્રકારે - પુરુષ સ્ત્રી અને નપુંસક તેમાં પુરુષ આપાત. ત્રણ પ્રકારે - રાજા શ્રેષ્ઠિ અને અને સામાન્ય. પાછા શૌચવાદી અને અશૌચવાદી આ પ્રમાણે સ્ત્રી અને નપુંસકમાં પણ ત્રણ ત્રણ ભેદ જાણવા. ઉપર્યુક્ત તિર્યંચ આપાત પાછા બે પ્રકારે-મારકણાં અને નહિ મારકણાં તે પાછાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, દરેકમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક જાતિના તેમાં નિંદનીય અને અનિંદનીય મુખ્ય રીતે અનાપાત અને અસંલોકમાં ડિલ જવું મનોજ્ઞના આપાતમાં સ્થડિલ જઈ શકાય. સાધ્વીનો આપાત એકાંતે વર્કવો. પરપક્ષના આપાતમાં દોષો. લોકોને થાય કે 'અમે જે દિશામાં સ્પંડિલ જઈએ છીએ, ત્યાં આ સાધુઓ આવે છે તેથી અમારું અપમાન કરનારો છે અથવા અમારી સ્ત્રીઓનો અભિલાષ હશે માટે આ દિશામાં જાય છે. અથવા કોઈ સ્ત્રીએ સંકેત કરી રાખ્યો હશે. તેથી આ દિશામાં જાય છે. આથી શાસનનો ઉદ્દાહ થાય. કદાચ પાણી ઓછું હોય, તો તેથી ઉઠ્ઠહ થાય. કોઈ મોટો માણસ સાધુને તે દિશામાં ડિલ જતાં જોઈ ભિક્ષા આદિનો નિષેધ કરે. શ્રાવક આદિને ચારિત્ર સંબંધી શંકા Page #55 -------------------------------------------------------------------------- ________________ પર ઓહનિજુત્તિ-(પ૩૨) થાય. કદાચ કોઈ સ્ત્રી નપુંસક આદિ બલાત્કારે ગ્રહણ કરે. તિર્યંચના આપાતમાં દોષો મારકણાં હોય તો શીંગડું આદિ મારે કરડી, જાય. હિંસક હોય તો ભક્ષણ કરી જાય. ગધેડી આદિ હોય તો મૈથુનની શંકા થઈ આવે. સંલોકમાં દોષો. તીયચના સંલોકમાં કોઈ દોષ થતાં નથી. મનુષ્યના સંલોકમાં ઉડાહ આદિ દોષો થાય. સ્ત્રી આદિનાં સંલોકમાં મૂચછા કે અનુરાગ થાય. માટે સ્ત્રી આદિનો સંલોક હોય ત્યાં સ્થડિલ ન જવું. આપાત. અને સંલોકના દોષો થાય એમ ન હોય ત્યાં સ્થડિલ જવું સાધ્વીજીઓનો આપાત હોય પણ સંલોક ન હોય, ત્યાં સ્થાડિલ જવું જોઈએ. સ્થગિલ જવા માટે સંજ્ઞા -કાલસંજ્ઞા -ત્રીજી પોરિસીમાં ડિલ જવું તે. અકાલસંજ્ઞાત્રીજી પોરિસી સિવાયના વખતે ચંડિલ જવું તે, અથવા ગોચરી કર્યા પછી ચંડિલ જવું તે કાલસંજ્ઞા અથવા અર્થ પોરિસી પછી અંડિલ જવું તે કાલસંa. ચોમાસા સિવાય ના કાળમાં ડગલ (ઈટ આદિનો ટુકડો) લઈ તેનાથી સાફ કરી ત્રણ વાર પાણી થી આચમન-સાફ કરવું. સાપ, વિંછી આદિના દર ન હોય, કીડા, જીવજંતુ કે વનસ્પતિ ન હોય, તથા પ્રાસુક સમ-સરખી ભૂમિમાં છાંયો હોય ત્યાં સ્થડિલે જવું. પ્રાસુક ભૂમિ ઉત્કૃષ્ટથી બાર યોજનની, જઘન્યથી એક હાથ લાંબી પહોળી, આગાઢ કારણે જઘન્યથી ચાર આંગળ લાંબી પહોળી અને દશ દોષોથી રહિત જગ્યામાં ઉપયોગ કરવો. આત્મ ઉપઘાત - બગીચા આદિમાં જતાં. પ્રવચન ઉપઘાત - ખરાબ સ્થાન વિણ આદિ હોય ત્યાં જતાં. સંયમ ઉપઘાત - અગ્નિ, વનસ્પતિ આદિ હોય જ્યાં જવાથઈ ષજીવનિકાયની વિરાધના થાય. વિષમજગ્યાએ જતાં પડી જવાય, તેથી આત્મ વિરાધના, માત્રા આદિનો રેલો ઉતરે તેમાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય તેથી સંયમ વિરાધના. પોલાણવાળી જગ્યાએ જતાં, તેમાં વીંછી આદિ હોય તો કરડી જાય તેથી આત્મ વિરાધના પોલાણમાં પાણી આદિ જતાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય, તેથી સંયમ વિરાધના. મકાનોની નજીકમાં જાય, તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. બીલવાળી જગ્યામાં જાય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. બીજ, ત્રસાદિ જીવો હોય ત્યાં જાય તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. સચિત્તભૂમિમાં જાય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. એક હાથથી ઓછી અચિત્ત ભૂમિમાં જાય તો સંયમ વિરાધના, આત્મવિરાધના. આ દશના એકાદિ સાંયોગિક ભાંગા ૧૦૨૪ થાયછે. પિ૩૩-પ૬૭અવખંભ - લીઘેલી ભીંત થાંભલાદિને ટેકો ન દેવો. ત્યાં નિરંતર ત્રણ જીવો રહેલા હોય છે. પુંજીને પણ ટેકો ન દેવો. ટેકો દેવાની જરૂર પડે તો લાદિઆદિ લગાવેલી ભીંત વગેરે હોય ત્યાં પુંજીને ટેકો દેવો, સામાન્ય જીવોનો મદન આદિ થાય તો સંયમ વિરાધના થાય અને વિંછી વગેરે હોય તો આત્મ વિરાધના થાય. [પ૩૮-૫૪૭માર્ગ - રસ્તામાં ચાલતાં ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું. કેમકે ચાર હાથની અંદર દૃષ્ટિ રાખી હોય તો જીવાદિ જતાં એકદમ પગ મૂકાતો રોકી શકાય નહિ, ચાર હાથથી દૂર નજર રાખી હોય, તો નજીક રહેલા જીવોની રક્ષા થઈ શકે નહિ, જોયા વગર ચાલે તો રસ્તામાં ખાડો આદિ આવે, તો પડી જવાય, તેથી પગમાં કાંટા આદિ વાગે કે પગ ઉતરી જાય, તથા જીવોની વિરાધના આદિ થાય, પાત્ર ભાંગે લોકોપવાદ થાય આદિ સંયમ તથા આત્મ વિરાધના થાય. માટે ચાર હાથ પ્રમાણ ભૂમિ Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૪૮ ૫૩ ઉપર નજર રાખીને ઉપયોગ પૂર્વક ચાલવું. આ પ્રમાણે પડિલેહણની વિધિ શ્રી ગણધર ભગવંતોએ કહેલી છે. આ પડિલેહણ વિધિને આચરતાં ચરણકરણાનું યોગવાળા સાધુઓ અનેક ભવમાં બાંધેલાં અનંતા કર્મોને ખપાવે છે. [૫૪૮-૫૫૩]હવે પિંડ અને એષણાનું સ્વરૂપ ગુરુઉપદેશ અનુસાર કહે છે. પિંડની એષણા ત્રણ પ્રકારે :-૧.ગવેષણા. ૨.ગ્રહણ એષણા, ૩.ગ્રાસ એષણા. પિંડ ચાર પ્રકારે-નામ,સ્થાપના, દ્રવ્ય, ભાવ જેનો અર્થ સુગમ છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે-સચિત્ત, અચિત્ત, અને મિશ્ર તેમાં. અચિત્તપિંડ દશ પ્રકારે - ૧.પૃથ્વીકાય પિંડ, ૨.અપકાય પિંડ ૩.તેજસ્કાય પિંડ, ૪.વાયુકાયપિંડ, પ.વનસ્પતિકાયપિંડ, ૬.બેઈન્દ્રિય પિંડ, ૭.તેઈન્દ્રિયપિંડ, ૮.ચઉરિન્દ્રિય પિંડ, ૯.૫ચેન્દ્રિય પિંડ, અને ૧૦, પાત્ર માટે લેપ પિંડ, સચિત્ત પિંડ અને મિશ્રપિંડ - લેપ પિંડ સિવાય નવ નવ પ્રકારે. પૃથ્વીકાયથી પંચેન્દ્રિય સુધીના પિંડ ત્રણ પ્રકારે. સચિત્ત જીવવાળો, મિશ્ર જીવસહિત અને જીવરહિત, અચિત્ત જીવરહિત. [૫૫૪-૫૫૯]પૃથ્વીકાય પિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત નિશ્ચયથી સચિત્ત -રત્નપ્રભા, શર્કરપ્રભા આદિ. વ્યવહારથી સચિત્ત - જ્યાં ગોમય - છાણ વગેરે પડ્યાં ન હોય સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. મિશ્રપૃથ્વીકાય - ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેનો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયાવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે. હળથી ખેડેલી જમીન આદ્ર હોય ત્યાં સુધી, ભીની માટી એક બે ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે. ઈંધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઇંધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર બન્ને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર, અચિત્ પૃથ્વીકાય - શીતશસ્ત્ર, ઉષ્ણુશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. અચિત્ત પૃથ્વીકાયનો ઉપયોગ - લૂતા સ્ફોટથી થયેલાં દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક વગેરે કરવા માટે અચિત્ત મીઠાનો તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ગ ક૨વા માટે, બેસવા ઉઠવા, ચાલવાદિ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. [૫૬૦-૫૭૪]અકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - ઘનોદધિ આદિ, કરા, દ્રહ- સમુદ્રના મધ્ય ભાગ આદિનું પાણી. વ્યવહારથી સચિત્ત - કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી. મિશ્ર અકાય - બરાબર નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર, વરસાદનું પાણી પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપકાય - ત્રણ ઉકાળા આવેલું પાણી તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી ચોખાનું ધોવાણ આદિ અચિત્ત થઈ જાય છે. અચિત્ત અપકાયનો ઉપયોગ - શેક કરવો. તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે. વર્ષાઋતુની શરૂઆતમાં વસ્ત્રનો કાપ કાઢવો જોઈએ. તે સિવાય શિયાળા અને ઉનાળામાં વસ્ત્રનો કાપ કાઢે તો બકુશ ચારિત્રવાળો, વિભૂષણશીલ થાય અને તેથી બ્રહ્મચર્યનો વિનાશ થાય. લોકોને શંકા થાય કે 'ઉજળાં વસ્ત્ર ઓઢે છે, માટે નક્કી કામી હશે.’ કપડાં ધોવામાં સંપાતિત જીવો તથા વાયુકાય જીવોની વિરાધના થાય. (શંકા) જો વસ્ત્રનો કાપ કાઢવામાં દોષ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ઓહમિજુત્તિ-(૫૭૪) રહેલા છે તો પછી વસ્ત્રનો કાપ જ ન કાઢવો? વષકાલ પહેલાં કાપ કાઢવો જોઈએ, ન કાઢે તો દોષો થાય. કપડાં મેલાં થવાથી ભારે થાય. લીલ ફુગ થાય, જૂ આદિ પડે, મેલા કપડાં ઓઢવાથી અજીર્ણ આદિ થાય, તેથી માંદગી આવે. માટે વર્ષાઋતુની શરૂઆત થાય તે પહેલાં પંદર દિવસ અગાઉ કપડાનો કાપ કાઢવો જોઈએ. પાણી વધારે ન હોય તો છેવટે ઝોલી પડલાંનો તો અવશ્ય કાપ કાઢવો, જેથી ગૃહસ્થોમાં જુગુપ્સા ન થાય. (શંકા) તો શું બધાનો બાર મહિને કાપ કાઢવો? ના. આચાર્ય તથા ગ્લાન આદિના મેલાં થતાં વસ્ત્ર ધોઈ નાંખવાં જેથી લોકમાં નીંદા કે ગ્લાન આદિને અજીર્ણ વગેરે ન થાય. કપડાનો કાપ કેવી રીતે કાઢવો? કપડામાં જૂ આદિની પરીક્ષા કર્યા બાદ કાપ કાઢવો. જૂ આદિ હોયતો તેને જયણા પૂર્વક દૂર કરીને પછી કાપ કાઢવો. સૌથી પહેલાં ગુરુની ઉપધિ, પછી અનશન કરેલા સાધુની ઉપધિ, પછી ગ્લાનની ઉપધિ, પછી નવ દિક્ષિત સાધુની ઉપધિ, ત્યાર પછી પોતાની ઉપધિ નો કાપ કાઢવો. ધોબીની માફક કપડાં પછાડીને ન ધોવાં, સ્ત્રીની માફક ધોકા મારીને કપડાં ન ધોવાં, પણ જયણા પૂર્વક બે હાથથી મસળીને કાપ કાઢવો. કાપ કાઢ્યા કાપ કાઢ્યા પછી કપડાં છાંયડે સુકવવાં પણ તડકે સુકવવાં નહિ. એક વાર કાપ કાઢ્યાનું એક કલ્યાણક પ્રાયશ્ચિત આવે છે. પિ૭પ-પ૭૮]અનિકાય પિંડ- સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત - ઈટના નીભાડાના મધ્ય ભાગનો તથા વિજળી વગેરેનો અગ્નિ. વ્યવહારથી સચિત્ત - અંગારા આદિનો અગ્નિ. મિશ્ર - તણખાં. મુર્મરાદિનો અગ્નિ. અચિત્ત અનિ-ભાત, કૂર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ - ઈટના ટુકડા, રાખ, આદિનો ઉપયોગ કરાય છે, તથા આહાર પાણી આદિ વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયનાં શરીર બે પ્રકારનાં હોય છે. બઢેલક અને મુશ્કેલક. બહેલક- એટલે અગ્નિ સાથે સંબંધિત. મુશ્કેલક - અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયાં હોય તેવાં આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય છે. તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. [પ૭૯)વાયુકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી નિશ્ચયથી સચિત્ત રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ઘનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ. વ્યવહારથી સચિત્ત - પૂર્વ આદિ દિશાનો પવન અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયું. મિશ્ર - દતિ આદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર. અચિત્ત - પાંચ પ્રકારે - આકાંત - કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. ધંત - મસક આદિનો વાયુ. પીલાત - ધમણ આદિનો વાયુ. શરીર અનુગત - શ્વાસોશ્વાસ – શરીરમાં રહેલો વાયું. સમુદ્ઘિમપંખા આદિનો વાયુ. મિશ્રાવાયુ - અમુક સમય સુધી મિશ્ર પછી સચિત્ત અચિત્ત વાયુકાયનો ઉપયોગ ભરેલી મશક તરવાના કામમાં લેવાય છે તથા ગ્લાન આદિનો ઉપયોગમાં લેવાય છે. અચિત્ત વાયુ ભરેલી મસક- ક્ષેત્રથી સો હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત. બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે. [૫૮૦૫૮૧વનસ્પતિકાયપિંડ - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી, નિશ્ચયથી સચિત્ત - અનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્ત - . For•Private & Personal Use Only . Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ગાથા-૫૮૨ પ્રત્યેક વનસ્પતિ. મિશ્ર - ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વિનાનો લોટ, ખાંડેલી ડાંગર આદિ. અચિત્ત - શસ્ત્ર આદિ થી પરિણત થયેલ વનસ્પતિ, અચિત્ત વનસ્પતિનો ઉપયોગ - સંથારો, કપડાં, ઔષધ આદિમાં ઉપયોગ થાય છે. [૫૮૨-૫૮૭]બેઈન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ. આ બધા એક સાથે પોત પોતાના સમૂહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. બેઈન્દ્રિય ચંદનક, શંખ છીપ આદિ ઔષદ વગેરે કાયોમાં. તેઈક્રિય - ઉઘેહીની માટી આદિ. ચઉરિક્રિય - શરીર આરોગ્ય માટે ઊલ્ટી વગેરે કાર્યમાં માખીની અધાર વગેરે. પંચેનિયપિંડ - ચાર પ્રકારે નારકી, તીર્થચ, મનુષ્ય, દેવતાં. નારકીનો - વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીય પંચેન્દ્રિયનો ઉપયોગ - ચામડુ હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડા, વિષ્ટા મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ - સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ પૂછવા માટે થાય છે. અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ. રસ્તો આદિ પૂછવા માટે દેવનો ઉપયોગ - તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યું આદિ પૂછવા માટે તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે દેવનો ઉપયોગ કરે. આ પ્રમાણે ચિત્ત-અચિત્ત-મિશ્ર. નવ પ્રકારના પિંડોની હકીકત થઈ. [૫૮૮-૬૪૪] લેપપિંડ - પૃથ્વીકાયથી મનુષ્ય સુધી આ નવેના સંયોગથી ઉત્પન્ન થયેલો લેપ પિંડ હોય છે કેવી રીતે ? ગાડાના અક્ષમાં પૃથ્વીની રજ લાગેલ હોય તેથી પૃથ્વીકાય. ગાડું નદી ઉતરતાં પાણી લાગેલું હોય તેથી અકાય. ગાડાનું લોઢું ઘસાતા અગ્નિ ઉત્પન્ન થાય તેથી તેઉકાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુકાય છે તેથી વાયુકાય અક્ષ લાકડાનો હોય તેથી વનસ્પતિકાય. મળી માં સંપાતિમ જીવ પડ્યા હોય તેથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અને દોરડું ઘસાય છે તેથી પંચેન્દ્રિય. આ લેપનું ગ્રહણ પાત્રાદિ રંગવા માટે કરાય છે. લેપ યતના પૂર્વક પ્રહણ કરવો. ગાડા પાસે જઈ તેના માલિકને પૂછીને લેપ ગ્રહણ કરવો. શય્યાતરના ગાડાનો લેપ ગ્રહણ કરવામાં શય્યાતર પિંડનો દોષ લાગતો નથી. લેપની છેટેથી સુંધીને પરીક્ષા કરવી. મીઠો હોય તો ગ્રહણ કરવો. લેપ લેવા જતાં ગુરુ મહારાજને વંદન કરી પૂછીને જવું પ્રથમ નવા પાત્રાને લેપ કરવો પછી જુનાં પાત્રાને લેપ કરવો જુના પાત્રો ઉખડી ગયાં હોય તો તે ગુરુ મહારાજને બતાવીને પછી લેપ કરવો, પૂછવાનું કારણ એ છે કે કોઈ નવા સાધુ સૂત્ર અર્થ ગ્રહણ કરવા માટે આવવાના હોય તો પાત્રાને લેપ કરવાનો નિષેધ કરી શકે અથવા તો કોઈ માયાવી હોય તો તેની વારણા કરી શકાય. સવારમાં લેપ લગાવી પાત્રને સૂકાવા દેવું શક્તિ હોય તો ઉપવાસ કરીને લેપ કરવો. ઉપવાસની શક્તિ ન હોય તો લેપ કરેલું પાત્ર બીજાને સાચવવા સોંપીને વાપરવા જાય. બીજાને ન સોંપે અને એમને એમ મૂકીને જાય તો સંપાતિમ જીવોની વિરાધના થાય. લેપની પોટલી બનાવી પાતરાને રંગે. પછી આંગળી વડે સુંવાળા બનાવે. લેપ બે ત્રણ કે પાંચ વાર લગાવવો. પાત્રાનો લેપ વિભૂષા માટે ન કરે પણ સંયમને માટે કરે. વધેલો લેપ રૂ વગેરે સાથે રાખવામાં મસળીને પરઠવી દેવો. લેપ બે પ્રકારના છે એક યુક્તિ લેપ, બીજો ખંજન લેપ. અનેક વસ્તુ મેળવીને થતો Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઓહનિજજુત્તિ-(૪૫) યુક્તિ લેપ નિષિદ્ધ છે, કારણકે તેમાં સંનિધિ કરવી પડે છે. શિયાળામાં પહેલાં અને ચોથા પ્રહરમાં લેપ લગાવેલાં પાત્રા તડકામાં ન સુકવવા. ઉનાળામાં પહેલાં અર્ધ પ્રહર અને છેલ્લો અર્ધ પ્રહરમાં લેપ લગાવેલાં પાત્રા તડકામાં ન સૂકવવા. આ કાળ નિગ્ધ હોવા થી લેપનો વિનાશ થાય માટે ન સૂકવવા. પાત્રો ઘણા તાપમાં સુકવવાથી લેપ જલ્દી સુકાઈ જાય. પાત્ર તૂટેલું હોય તો મુદ્રિકાબંધથી તથા નાનાબંધથી સાંધવું, પણ તેનબંધથી ન સાંધવું. તેના બંધમાં બેય બાજુ સાંધા ન દેખાય તે રીતે પાત્રને અંદરથી સાંધતા, પાત્રનિર્બળ બને છે. [૬૪૫-૬૪૮]પિંડ, નિકાય, સમૂહ સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચમ, જન્મ અને રાશી એ એકાઈક નામો છે આ રીતે દ્રવ્યપિંડ કહ્યો હવે ભાવપિંડ કહે છે. ભાવપિંડ - બે પ્રકારે પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્ત ભાવપિંડ - બે પ્રકાર, સાત પ્રકારે, આઠ પ્રકારે, અને ચાર પ્રકારે. બે પ્રકારે - રાગથી અને દ્વેષથી. સાત પ્રકારે ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય અપયશભય. આઠપ્રકારે-આઠ મદના સ્થાનથી જાતિ, કુલ, બળ, રૂપ, તપ, સત્તા, શ્રુત લાભથી તથા આઠ કર્મના ઉદયથી. ચાર પ્રકારે - ક્રોધ, માન, માયા, અને લોભથી પિંડ ગ્રહણ કરવો તે અપ્રશસ્ત પિંડ, અપ્રશસ્ત પિંડથી આત્મા કર્મો કરીને બંધાય છે. પ્રશસ્ત ભાવ પિંડ - ત્રણ પ્રકારે. જ્ઞાન વિષય, દર્શન વિષય, ચારિત્ર વિષય, એટલે જે પિંડથી જ્ઞાનની વૃદ્ધિ થાય, તે જ્ઞાનપિંડ. જે પિંડથી દર્શનની વૃદ્ધિ થાય તે દર્શનપિંડ. ચારિત્રની વૃદ્ધિ કરે તે ચારિત્ર પિંડ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય, તે માટે શુદ્ધ આહાર આદિ ગ્રહણ કરવાં. લેપ કરેલા પાત્રમાં આહારાદિ ગ્રહણ કરાય છે તે એષણા યુક્ત હોવા જોઈએ. [૬૪૯-૬૭૯) એષણા ચાર પ્રકારે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ તેમાં દ્રવ્ય એષણા ત્રણ પ્રકારે ગવેષણા, ગ્રહણએષણા, ગ્રાસએષણા. અન્વેષણના આઠ ભાગ પ્રમાણ, કાલ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માત્રક કાઉસ્સગ્ગ, યોગ પ્રમાણ- ભિક્ષા માટે ગૃહસ્થોનો ઘેર બે વાર જવું, અકાલે ઠલ્લાની શંકા થઈ હોય તો તે વખતે પાણી લેવા, ભિક્ષા વખતે ગોચરી અને પાણી લેવા. કળ - જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય તે સમયે જવું. સમય પહેલાં જાય તો તે પ્રાન્ત ષવાળા ગૃહસ્થ હોય તો નીચે પ્રમાણે દોષો થાય. જે તે સાધુનું દર્શન અમંગલ માનતો હોય તો સાધુ જોવામાં આવતાં પરાભવ-અપમાન કરે નિંદા કરે, મારે., આ સાધુડા પેટ ભરવામાં સમજ્યા છે, અત્યારમાં નીકળી પડ્યા વગેરે. ભિક્ષા સમય થયા પછી ગોચરી જાય તો જો ગૃહસ્થ સરળ હોય તો ઘરમાં કહે કે હવેથી આ સમયે રસોઈ તૈયાર થાય તેમ કરજો, આથી ઉદ્ગમ આધાકર્મ આદિ દોષો થાય. અથવા સાધું માટે આહારાદિ રાખી મૂકે, ગૃહસ્થ પ્રાન્ત હોય તો નિંદા કરે છે, શું આ ભિક્ષાનો સમય છે.? નહિ સવારનો નહીં બપોરનો ? સમય સિવાય ભિક્ષાએ જવા થી ઘણું ફરવું પડે તેથી શરીરને ક્લેશ થાય. ભિક્ષાના સમય પહેલાં જાય તો. જો ભદ્રક હોય તો રસોઈ વહેલી કરે, પ્રાન્ત હોય તો હાલના આદિ કરે. આવશ્યક - ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બાહર નીકળતાં 'આવર્સીહિ' કહેવી. સંઘાદક - બે સાધુઓ સાથે ભિક્ષાએ જવું એકલા જવામાં અનેક દોષોનો સંભવ છે. સ્ત્રીનો ઉપદ્રવ થાય અથવા કૂતરાં, Page #60 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૭૯ પ્રત્યેનીક આદિથી ઉપઘાત થાય. સાધુ એકલો ભિક્ષાએ જાય તેના કારણો. હું લબ્ધિમાન છું એટલે એકલો જાય. ભિક્ષા માટે જાય ત્યાં ધર્મ કથા કરવા માંડે તેથી તેની સાથે બીજા સાધુ જાય નહિ. માયાવી હોવાથી એકલો જાય. સારું સારું બહાર વાપરી લે અને સામાન્ય ગોચરી વસતિમાં લાવે તેથી સાથે બીજા સાધુને લઈ ન જાય. આળસું હોવાથી એકલો ગોચરી લાવીને વાપરે. લુબ્ધ હોવાથી બીજો સાધુ સાથે હોય તો વિગઈ આદિ માગી ન શકે માટે, નિધર્મિ હોવાથી અનેષણીય ગ્રહણ કરે, તેથી એકલો જાય. દુકાળ આદિ કારણે જુદા જુદા જાય તો ભિક્ષા મળી શકે માટે એકલા જાય. આત્માધિષ્ઠિત એટલે પોતાને જે મળે તે જ વાપરવું તેથી એકલો જાય. વઢકણો હોય તેથી તેની સાથે કોઈ ન જાય. ઉપરકણઉત્સર્ગ થી સઘળાં ઉપરકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. બધા. ઉપકરણ સાથે લઈને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રા, પડલાં રજોહરણ, બે વસ્ત્ર (એક સુતરાઉ બીજું ઊનનું) અને દાંડો લઈને ગોચરી જાય. માત્રક - પાત્રાની સાથે બીજું માત્રક લઈને ભિક્ષાએ જાય. જેમાં સહસાભિક્ષાલાભ આચાયદિીની સેવા આદિ લાભો ભાષ્યકારે કહ્યા છે. કાઉસ્સગ્ન - ઉપયોગ કરાવણિયે નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ન કરીને આદેશ માંગે. 'સંદિસહ આચાર્ય કહે 'લાભ' સાધુ કહે 'કંહતિ (કહલેસ),આચાર્ય કહે 'તહતિ (જહા ગહિંએ પુત્ર સાહિ). યોગ પછી કહે કે આસિયાએ જલ્સ જોગો જેજે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. અપવાદો - આચાર્ય, ગ્લાન, બાલ, તપસ્વી આદિ માટે બેથી વધુ વાર ગોચરી જાય. ગયા પછી ઠલ્લા માત્રાની શંકા થઈ આવે તો યતના પૂર્વક ગૃહસ્થની રજા લઈને શંકા દૂર કરે. સાથે ગોચરી ફરતાં સમય પહોંચે એમ ન હોય તો બને જુદા જુદા જાય. એકાકી ગોચરી ગયા હોય અને કદાચ સ્ત્રી, ભોગ માટે પ્રાર્થના કરે, તો તેને સમજાવે કે "મૈથુન સેવવા થી આત્મા નરકમાં જાય છે.” ઈત્યાદિ સમજાવવા છતાં ન છોડે તો કહે કે 'મારા મહાવ્રતો ગુરુ પાસે મૂકીને આવું. આમ કહીને ઘરની બહાર નીકળી જાય. તે જવા ન દે તો કહે કે 'ઓરડામાં મારાં વ્રતો મૂકી દઉ” પછી ઓરડામાં જઈ ગળે ફાંસો નાખે. આ જોઈને ભયથી તે સ્ત્રીનો મોહોદય શમી જાય અને છોડી મૂકે. આમ કરવા છતાં કદાચ તે સ્ત્રીનો મોહોદય ન શમે તો ગળે ફાંસો ખાઈને મરી જાય. પણ. વ્રતોનું ખંડન ન કરે. આ રીતે સ્ત્રીની યતના કરે. કૂતરાં, ગાય આદિની દાંડા વતી યતના કરે. પ્રત્યેનીક વિરોધીના ઘરમાં જવું નહિ, કદાચ તેના ઘરમાં પ્રવેશ થઈ જાય અને પ્રત્યેનીક પકડે તો બૂમાબૂમ કરવી જેથી લોકો ભેગા થઈ જાય એટલે ત્યાંથી નીકળી જાય. [૬૮૦-૬૮૮]ભિક્ષા ગ્રહણ કરતા યતનાભિક્ષા ગ્રહણ કરતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો. કોઈ નિમિત્તાદિ પૂછે તો કહે કે હું જાણતો નથી. હિરણ્ય, ધન, આદિ રહેલું હોય ત્યાં જવું નહિ. પૂર્વે કહ્યા મુજબ બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરવું. ઉદ્ગમાદિ દોષોથી રહિત આહાર આદિની ગવેષણા કરવી. અશુદ્ધ સંસક્ત આહાર પાણી આવી જાય તો ખબર પડતાં તુરત પરઠવી દેવાં. [૬૮૯-૭૦૩બીજા ગામમાં ગોચરી જાય ત્યાં ભિક્ષાવેળા થઈ છે કે નહિ ? તે કોને કેવી રીતે પૂછવું? તરૂણ મધ્યમ અને સ્થવિર. દરેકમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક આ બધામાં પહેલાં કહેવાયું છે. તે પ્રમાણે યતના પૂર્વક પૂછવું. ભિક્ષા વખત થઈ ગયો હોય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઓહનિ′ત્તિ - (૭૦૩) તો પગ પૂંજીને ગામમાં પ્રવેશ કરે. ગામમાં એક સામાચારીવાળા સાધુ હોય તો ઉપકરણ બહાર મૂકી અંદર જઈ દ્વાદશાવર્ત વંદન કરે. પછી સ્થાપનાદિ કુળો પૂછીને ગોચરી જાય. ભિન્ન સામાચારીવાળા સાધુ સામા મળેતો. થોભવંદન (બે હાથોડી) કરે છ જીવનિકાયની રક્ષા કરવાવાળો સાધુ પણ જો અયતનાથી આહાર, નિહાર કરે કે જુગુપ્સિત એવી મ્લેચ્છ, ચંડાળાદિ કુળમાંથી ભિક્ષા ગ્રહણ કરે તો તે બોધિ દુર્લભ કરે છે. શ્રી જિનશાસનમાં દીક્ષા આપવામાં, વસતિ કરવામાં કે આહાર પાણી ગ્રહણ કરવામાં જેનો નિષેધ કર્યો છે.તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. અર્થાત્ તેવા નિષિધ્ધ મનુષ્યોને દીક્ષા ન આપવી નિષિધ્ધ સ્થાનો વસતિ ન કરવી તેવાં નિષિધ્ધ ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. [૭૦૪-૭૦૮]જે સાધુ જેમ તેમ જે મળે તે દોષિત આહાર ઉપધિ આદિ ગ્રહણ કરે છે તે શ્રમણગુણથી રહિત થઈ સંસારને વધારે છે, જે પ્રવચનથી નિરપેક્ષ, આહાર આદિમાં નિઃશુક લુબ્ધ અને મોહવાળો થાય છે. તેનો અનંત સંસાર શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે માટે વિધિ પૂર્વક નિર્દોષ આહાર આદિની ગવેષણા કરવી. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્ય ગવેષણા, બીજી ભાવ ગવેષણા. [9૦૯-૭૨૫] દ્રવ્યગવેષણાનું દૃષ્ટાંત. વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. તે એક વાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાળું હરણ જોયું, તે રાણી ગર્ભવાળી હતી આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલો થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણી સુકાવા લાગી. રાણીને દુર્બળ થતી જોઇ રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે, તારે શું દુઃખ છે.’ રાણીએ સુવર્ણમૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાના માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે. પણ અત્યારે તે ફળોની ઋતુ નથી, માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા, અને ત્યાં તે બનાવટી ફળોના છુટાં છુટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યાં. હરણીઆઓએ તે ફળો જોયાં, નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યાં, નાયકે તે ફ્ળો જોયાં અને બધાં હરણીઆંઓને કહ્યું કે ‘કોઈ ધૂર્તે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે, કેમકે અત્યારે આ ફળોની ઋતુ નથી.' કદાચ તમે એમ કહો કે અકાલે પણ ફળો આવે. તો પણ પહેલાં કોઇ વખત આ રીતે ઢગલા થયા ન હતા. જો પવનથી આ રીતે ઢગલા થઇ ગયા હશે એમ લાગતું હોય તો પૂર્વે પણ પવન વાતો હતો પણ આ રીતે ઢગલા થયા નથી.’ માટે તે ફળો ખાવા માટે કોઇએ જવું નહિ.’ આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાંક હરણીયાં તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાંક હરણીયાં નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવાં ગયાં, જ્યાં ફળો ખાવા લાગ્યાં ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાંઓને પકડી લીધાં. આથી તે હરણીયાંમાંથી કેટલાંક બંધાયાં અને કેટલાંક હરણીયાં મરણ પામ્યાં. જે હરણીયાંએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઇચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં. ભાવગવેષણાનું દૃષ્ટાંત. નિયુક્તિમાં અહીં ધર્મચિ અણગારનું દૃષ્ટાંત છે) કોઇ મહોત્સ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઈ ભદ્રિક માણસે સાધુઓને માટે ભોજન તૈયાર કરાવ્યું. અને બીજા અનેકને બોલાવીને ભોજન Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૨૩ ૫૯ આપવા માંડ્યું તેના મનમાં એ હતું કે “આ જોઇને સાધુઓ આહાર લેવા આવશે. આચાર્યને આ વાતની કોઇ રીતે ખબર પડી ગઇ, તેથી સાધુઓને કહ્યું કે ‘ત્યાં આહાર લેવા જશો નહિ ‘કેમકે તે આહાર આધાર્મિ છે.’ કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુલોમાંથી ગોચરી લઇ આવ્યા, જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રીતીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહા સુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી આદિની ગવેષણા કરવી જોઇએ. દોષિત આહાર પાણી આદિનો ત્યાગ કરવો જોઇએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીઘ્ર થાય છે. [૭૨૪-૭૨૮] ગ્રહણ એષણા ચાર પ્રકારે - નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ ગ્રહણ એષણા. દ્રવ્યગ્રહણ એષણા એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનનાં ફળ, પાન વગેરે સુકાઈ ગયેલાં જોઇ મુખ્ય વાનરે વિચાર્યું કે ‘બીજા વનમાં જઇએ.’ બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યાં. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા. તે વનમાં એક મોટો દ્રહ હતો. આ જોઇને વાનરો ખુશ ખુશ થઇ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી, તો તે દ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાંનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે ‘આ દ્રહથી સાવચેતી રાખવી, કીનારેથી કે તેમાં જઇને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું.' જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વર્ત્યા તે સુખી થયા અને જેઓ દ્રહમાં જઇને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાર્મિ ઉદ્દેસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળાં કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવમાં જન્મ જરા, મરણનાં દુઃખો પામે છે. [૭૨૯૭૮૨] ભાવગ્રહણ એષણા. ના ૧૧ દ્વારો કહ્યા છે તે આ પ્રમાણે-સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પ્રાપ્ત, પરાવૃત્ત, પતિત, ગુરુક, ત્રિવિધ, ભાવ. સ્થાનત્રણ પ્રકારનાં ૧. આત્મ ઉપઘાતિક, ૨. પ્રવચન ઉપઘાતિક, ૩. સંયમ ઉપઘાતિક. આત્મઉપઘાતિક સ્થાન- ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ ક૨વામાં તે ગાય, ભેંસ આદિ શીંગડું કે લાત મારે, તેથી પડી જવાય, વાગે, અથવા પાત્ર ભાંગી જાય. તેથી છકાય જીવની વિરાધના થાય તેથી તેવા સ્થાનો તથા જ્યાં જીર્ણભીંત, કાંટાં, દ૨ આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રવચન ઉપથાતિક સ્થાન- ઠલ્લા માત્રાનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરવાના સ્થાન, ખાળ આદિ અશુચિવાળાં સ્થાન, આવાં સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં પ્રવચનની હીલના થાય, માટે આવા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરવી નહી. દાયક - આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, નોકર, વૃદ્ધ, નપુંસક મત્ત (દારૂં આદિ પીધેલ) ગાંડો, ક્રોધાયમાન, ભૂતઆદિના Page #63 -------------------------------------------------------------------------- ________________ so હનિજજુત્તિ-(૭૮૨) વળગાડવાળો, હાથ વિનાનો, પગ વિનાનો, આંધળો, બેડીવાળો, કોઢરોગવાળ, ગર્ભવાળી સ્ત્રી, ખાંડતી, દળતી, રૂ પીંજતી, આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે કોઈ જાતનો દોષ થાય એમ ન હોય તો ઉપયોગ પૂર્વક ભિક્ષા ગ્રહણ કરે. ગમનભિક્ષા આપનાર ભિક્ષા લેવા માટે અંદર જાય, તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જોવું. જે તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતા કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થ આદિ મિથ્યાત્વ પામે. ગ્રહણ - નાનું-નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલુ હોય, બારણું બંધ હોય, ઘણાં માણસો આવજાવ કરતાં હોય, ગાડાં વગેરે આડા પડેલા હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. જો બરાબર ઉપયોગ રહી શકે એમ હોય, તો ભિક્ષા ગ્રહણ કરવી. આગમન - ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રાપ્ત - આપનારનો હાથ કાચા પાણીવાળો છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ? તે જોવું, ભાજન ભીનું છે કે કેમ? તે જેવું, કાચું પાણી સંસક્ત કે ભીનું હોય, તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પરાવર્ત - આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક તે જોવું જો યોગવાળો કે કૃત્રિમ ભેળસેળ વગેરે લાગે તો તોડીને તપાસવો. ન તપાસે તો કદાચ તેમાં ઝેર ભેળવેલું હોય કે કંઈ કામણ કરેલું હોય, અથવા સુવર્ણ આદિ નાખેલું હોય, કાંટા, આદિ હોય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. સુવણ આદિ હોય તો તે પાછું આપે. ગુરુક-મોટા પત્થર વગેરથી ઢાંકેલું હોય, તે ખસેડવા જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય. આપવાનું ભાજન ઘણું મોટું હોય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતાં કદાચ હાથમાંથી પડી જાય, તો ગૃહસ્થ દાઝી જાય અથવા પગે ઈજા થાય તથા તેમાં રહેલી વસ્તુ નીચે ઢોળાય તો તેથી છકાય જીવની વિરાધના થાય, માટે તેવા મોટા કે ભારે ભાજન થી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ત્રિવિધ - તેમાં કાલ ત્રણ પ્રકારે ગ્રીષ્મ, હેમન્ત અને વર્ષાકાલ તથા આપનાર ત્રણ પ્રકારે સ્ત્રી, પુરુષ અને નપુંસક, તે દરેક તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉષ્માવાળી હોય છે પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકાર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરક્રમ અને ઉદકાદ્રમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સનિષ્પમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય તે હાથમાં આંગળાં, રેખા અને, હથેલીને આશ્રીને સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિભેદ નીચે મુજબ ભાગ જો સુકાયેલા હોય, તો ગ્રહણ કરાય. નામ ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં તરૂણ સ્ત્રીના. ૧ ભાગ. ૨ ભાગ. ૩ ભાગ. મધ્યમ સ્ત્રીના. ૨ ભાગ. ૩ભાગ. ૪ ભાગ. વૃદ્ધ સ્ત્રીના. ૩ભાગ. ૪ ભાગ. ૫ ભાગ. તરૂણ પુરુષના. ૨ ભાગ. ૩ભાગ. ૪ ભાગ. મધ્યમ પુરુષના. ૩ભાગ. ૪ ભાગ. પ ભાગ. વૃદ્ધ પુરુષના. ૪ ભાગ. પ ભાગ. ૬ ભાગ. -- - Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૭૮૩ તરૂણ નપુંસક. ૩ભાગ. ૪ ભાગ. ૫ ભાગ, મધ્યમ નપુંસક. ૪ભાગ. ૫ ભાગ. ભાગ. વૃદ્ધ નપુંસક. પ ભાગ. ૬ ભાગ. ૭ ભાગ. ૭૮૩-૮૧૧] ભાવ- લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત. લૌકિક એટલે સામાન્ય માણસોમાં પ્રચલિત. લોકોત્તર એટલે શ્રીનિજેશ્વર ભગવંતના શાસનમાં પ્રચલિત. પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહિ. લૌકિક દૃષ્ટાંત - કોઈ ગામમાં બે ભાઈઓ જુદા જુદા રહેતા હતા. અને ખેતી કરીને નિર્વાહ કરતાં. એકને સારી સ્ત્રી હતી, બીજાને ખરાબ સ્ત્રી હતી. જે ખરાબ સ્ત્રી હતી, તે સવારમાં વહેલી ઉઠીને હાથ, મોં વગેરે ધોઈ પોતાની કાળજી કરતી, પણ નોકરી વગેરેની કંઈ ખબર આદિ પૂછે નહિ, તેમજ તેમની સાથે કલહ કરતી હતી. આથી નોકરો વગેરે બધા ચાલ્યા ગયા. ઘરમાં રહેલું દ્રવ્ય વગેરે ખલાસ થઈ ગયું. આ લૌકિક અપ્રશસ્ત ભાગ. જ્યારે બીજાની સ્ત્રી હતી, તે નોકરો વગેરેની ખબર રાખતી, સમયે ખાવા વગેરે આપતી. પછી પોતે જમતી.કામકાજ કરવામાં પ્રેરણા કરતી. આથી નોકરી સારી રીતે કામ કરતાં અનાજ ઘણું પાડ્યું અને ઘર ધન ધાન્યથી સમૃદ્ધ બન્યું. આ લૌકિક પ્રશસ્ત ભાવ. લોકોત્તર-દ્મશત-અપ્રશસ્ત- જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે. પણ પોતાના રૂપ બલ, કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતો નથી. તેથી જે આહાર વગેરે લાગે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે, તે જ્ઞાન દર્શન ચારિત્રનો આરાધક થાય છે. આ લોકોત્તર પ્રશસ્તભાવ. જે સાધુ પોતાના વર્ગ માટે બલ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે, આચાર્ય આદિની ભક્તિ ન કરે. તે જ્ઞાન દર્શન ચારિત્રનો આરાધક થઈ શકતો નથી. આ લોકત્તર અપ્રશસ્તભાવ. બેંતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કર્યા પછી તે આહાર જોઈ તપાસી લેવો. તેમાં કાંટા, સંસક્ત આદિ હોય, તો તે કાઢી નાખી-પરઠવીને ઉપાશ્રયમાં આવે. (નિર્યુક્તિ કમાંક ૭૯૪-૭૯૭ માથામાં ગામકાળ ભાજનનું પર્યાપ્ત પણું આદિ કથન પણ કરેલ છે.) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પગ પૂંજીને ત્રણ વાર નિસાહિ કહી, નમો ખમાસમણાણું કહી માથું નમાવીને નમસ્કાર કરવા. પછી જો ઠલ્લા માત્રાની શંકા હોય, તો પાત્રા બીજાને સોંપીને શંકા દૂર કરી આવીને કાઉસ્સગ્ન કરવો. સહપત્તિ રજોહરણ ચોલપહક આદિ કઈ રીતે રાખવા વગેરે વિધાન નિર્યુક્તિ ગાથાકમ ૮૦૩-૮૦૪૮૦૫માં છે) કાઉસ્સગ્નમાં ગોચરીમાં જે કોઈ દોષ લાગ્યા હોય તેનું ચિંતવન કરવું. ઉપાશ્રયમાંથી નીકળ્યા ત્યાંથી માંડી ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યાં સુધીના દોષો મનમાં વિચારી લે. પછી ગુરુને કહી સંભળાવે. જો ગુરુ સ્વાધ્યાય કરતા હોય, સૂતેલા હોય, વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય, આહાર કે નિહાર કરતા હોય તો આલોચના ન કરે. પણ ગુરુ શાંત હોય વ્યાક્ષિપ્તચિત્તવાળા ન હોય તો ગોચરીના બધા દોષોની આલોચના કરે. [૮૧૨-૮૨૨]ગોચરીની આલોચના કરતાં નીચેના છ દોષો લગાડવા નહિ. ન - ગોચરી આલોવતાં હાથ, પગ, ભૃકુટી, માથું, આંખ આદિના વિકાર કરવા તે. વલ - હાથ અને શરીરને વાળવા તે, ચલ - આળસ મરડતાં આલોચના કરવી અથવા ગ્રહણ કર્યું હોય તેનાથી વિપરીત આલોચના કરવી તે. ભાસં - ગૃહસ્થની ભાષાથી આલોચના કિરવી તે. મૂક-મુંગા મુગા આલોચના કરવી ઢહર - મોટા અવાજે આલોચના કરવી. Page #65 -------------------------------------------------------------------------- ________________ - - - ૨ ઓહનિજુત્તિ-(૮૨૨) ઉપર મુજબ દોષો લાગે નહિ એ રીતે આચાર્યની પાસે અથવા તેમના સંમત હોય તેમની પાસે આલોચના કરવી. સમય થોડો હોય, તો સંક્ષેપથી આલોચના કરવી. પછી ગોચરી બતાવતાં પહેલા પોતાનું મુખ, માથુ પ્રમાજવું અને ઉપર નીચે તેમજ આજુબાજુ નજર કરીને પછી ગોચરી બતાવવી. કેમકે ઉદ્યાન-બાગ આદિમાં ઉતર્યા હોય ત્યાં ઉપરથી ફળ, પુષ્પ, આદિ ન પડે, નીચે ફળ આદિ હોય, તેની જયણા કરી શકાય, આજુબાજુમાં બિલાડી કૂતરો હોય તો ત્રાપ મારી ન જાય. ગોચરી બતાવીને અજાણતાં લાગેલા દોષની શુધ્ધિ માટે આઠ શ્વાસોચ્છવાસ (એક નવકારનો) કાઉસ્સગ્ન કરે અથવા અનુગ્રહ આદિનું ધ્યાન કરે. [૮૨૩-૮૩૯પછી મૂહૂર્તમાત્ર સ્વાધ્યાય કરીને પછી ગુરુ પાસે જઈને કહે કે, પ્રાઘુર્ણક, તપસ્વી, બાળ આદિને આપ ગોચરી આપો.” ગુરુમહારાજ આપે અથવા કહે કે તમે જ તેઓને આપો.' તો પોતે પ્રાઘુર્ણક આદિને તથા બીજા સાધુને પણ નિમંત્રણા કરે. જો તેઓ ગ્રહણ કરે, તો નિરાને લાભ મળે અને ન ગ્રહણ કરે તો પણ વિશુદ્ધ પરિણામથી નિર્જરા થાય. જે અવજ્ઞાથી નિમંત્રણ કરે તો કર્મબંધ કરે. પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ. આ પન્નર કર્મભૂમિમાં રહેલા સાધુમાંથી એક સાધુની પણ હીલના કરવાથી બધા સાધુની હીલના થાય છે. એક સાધુની પણ ભક્તિ કરવાથી સઘળા સાધુની ભક્તિ થાય છે. (પ્રશ્ન) એકની હીલનાથી સઘળાથી હીલના અને • એકની ભક્તિથઈ સઘળાની ભક્તિ કેમ થાય? જ્ઞાન, દર્શન, તપ, તથા સંયમ એ સાધુના ગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં છે, તેમ સઘળાયે સાધુમાં છે. માટે એક સાધુની નિંદા કરવાથી સઘળા સાધુના ગુણોની નિંદા થાય છે અને એક સાધુની ભક્તિ, પૂજા, બહુમાન કરવાથી પંદરે કર્મભૂમિમાં રહેલા સઘળાયે સાધુની ભક્તિ, પૂજા, બહુમાન થાય છે. ઉત્તમ ગુણવાન સાધુની હંમેશા વૈયાવચ્ચ આદિ કરવાથી, પોતાને સર્વ પ્રકારે સમાધિ મળે છે. વૈયાવચ્ચ કરનારને એકાંત કર્મ નિર્જરાનો લાભ મળે છે. સાધુ બે પ્રકારના હોય, કેટલાક માંડલીમાં વાપરનારા હોય અને કેટલાંક જુદા જુદા વાપરનારા. જે માંડલીમાં વાપરનારા હોય, તે ભિક્ષા ગયેલા સાધુ આવી જાય એટલે બધા સાથે વાપરે. તપસ્વી, નવદીક્ષિત, બાળ, વૃદ્ધ આદિ હોય તે, ગુરુની આજ્ઞા મેળવી જુદું વાપરી લે. એ પ્રમાણે ગ્રહણ એષણાવિધિ ઘીર પુરુષો એ કરેલી છે. " [૮૪૦-૮૪૫ગ્રાસ એષણા બે પ્રકારે - દ્રવ્યગ્રાસ એષણા, ભાવગ્રાસ એષણા. દ્રવ્યગ્રાસ એષણા - એક માછીમાર માછલાં પકડવા માટેના ગલ-કાંટામાં માંસપિંડ ભરાવીને દ્રહમાં નાખતો હતો. તે વાત એક માછલું જાણે છે, તેથી તે માછલું કાંટા પરનો માંસપિંડ આજુબાજુથી ખાઈ જાય છે, પછી તે ગલ હલાવે છે, તેથી માછીમાર માછલું તેમાં ફસાએલું જાણી, તે બહાર કાઢે છે, તો કંઈ હોતું નથી. આ પ્રમાણે વારંવાર પેલું માછલું માંસ ખાઈ જાય છે, પણ ગલમાં સપડાતું નથી. આ જોઈને માછીમાર વિચારમાં પડી જાય છે. વિચારમાં પડેલાં તે માછીમારને માછલું કહેવા લાગ્યું કે એક વાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડયો. 'બગલો ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને ઉછાળ્યો એટલે હું વાંકો થઈ તેના મોંઢામાં પડ્યો. આ રીતે ત્રણ વાર હું વાંકો પડ્યો એટલે બગલાએ મને મૂકી દીધો. એકવાર હું સમુદ્રમાં ગયો, ત્યાં માછીમારોએ વલયમુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૪૫ ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયો. ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયો. આ પ્રમાણે હું ત્રણવાર તેમાંથી છટકી ગયો. એકવીસવાર જાળમાં સપડાતાં હું જમીન પર લપાઈ જતો હતો એટલે છૂટી જતો. એકવાર હું ખાબોચીયાના પાણીમાં રહેતો હતો, તે વખતે પાણી સુકાઈ ગયું. માછલાં જમીન ઉપર ફરી શકતાં નથી, એટલે તે ખાબોચીયાનાં ઘણાં માછલાં મરી ગયાં. કેટલાંક જીવતાં હતાતેમાં પણ જીવતો હતો. ત્યાં કોઈ માછીમાર આવ્યો અને હાથથી પકડી પકડીને માછલાં સોયોમાં પરોવવા લાગ્યો ત્યારે મને થયું કે હવે નક્કી મરી જવાશે જ્યાં સુધી વીંધાયો નથી ત્યાં સુધીમાં કોઈ ઉપાય કરુ જેથી બચી જવાય’ આમ વિચાર કરીને પરોવાયેલા માછલાની વચમાં જઈ તે સોયો મોંથી પકડીને હું વળગી ગયો. માછીમારે જાણ્યું કે બધા માછલાં પરોવાઈ ગયાં છે, એટલે તે સોયો લઈને માછલા ધોવા માટે બીજા દ્રહમાં ગયો. એટલે હું પાણીમાં જતો રહ્યો આવું મારુ પરાક્રમ છે. તો પણ તું મને પકડવાની ઈચ્છા કરે છે? તારુ કેવું નિર્લજપણું ? આ રીતે માછલો સાવચેતીથી આહાર મેળવતો હતો. તેથી છળાતો ન હતો. તે દ્રવ્યગ્રાસ એષણા. [૮૪૬-૮૪૮]આ પ્રમાણે કોઈ દોષોમાં ન છલાય તે રીતે નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરી, સંયમના નિવાહ માટે જ આહાર વાપરવો. આહાર વાપરતાં પણ આત્માને શિખામણ આપવી કે હે જીવ ! તું બેંતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરવામાં મૂચ્છવશ થઈશ નહિ, રાગ દ્વેષ કરીશ નહિ. આહાર વધારે પણ ન વાપરવો, તેમ ઓછો પણ ન વાપરવો જેટલાં આહારથી શરીર ટકી રહે, તેટલા પ્રમાણમાં આહાર વાપરવો. [૮૪૯-૮૫૦આગાયોગ વહન કરનાર - જુદા વાપરે. અમનો - માંડલી બહાર રાખેલા હોય તે જુદા વાપરે. આત્માર્થિક - પોતાની લબ્ધીથી લાવીને વાપરતાં હોય તે જુદા વાપરે. પ્રાદુર્ણક - મેમાન આવેલા હોય તેમને પહેલેથી પુરેપુરુ આપવામાં આવે એટલે જુદા વાપરે. નવદીક્ષિત - ઉપાસ્થાપના હજુ થઈ નથી. એટલે હજુ ગૃહસ્થવતુ હોય જેથી તેમને જુદુ આપી દે. પ્રાયશ્ચિત્તવાળા દોષશુધ્ધિ માટે પ્રાયશ્ચિત કરતાં હોય તે શબલ ભ્રષ્ટ ચારિત્રીઓ જુદ વાપરે. બાલ વૃદ્ધ - અસહિષ્ણુ હોવાથી જુદું વાપરે. આ રીતે જુદું વાપરનારા અસમુદ્દિશક. તથા કોઢ આદિ રોગ થયેલા હોય તે જુદું વાપરે. [૮૫૧-૮૫૯]આહાર પ્રકાશમાં કરવો જોઈએ. પ્રકાશ બે પ્રકારનો દ્રવ્ય પ્રકાશ ને ભાવ પ્રકાશ. દ્રવ્ય પ્રકાશ - દીપક, રત્ન આદિનો. ભાવ પ્રકાશ - સાત પ્રકારના સ્થાન, દિશા, પ્રકાશ, ભાજન, પ્રક્ષેપ, ગુરુ, ભાવ. સ્થાન -માંડલીમાં સાધુઓને જવા આવવાનો માર્ગ મૂકીને તથા ગૃહસ્થ આવતાં ન હોય તેવા સ્થાનમાં પોતાના પર્યાય પ્રમાણે બેસીને આહાર કરવો. દિશા -આચાર્ય ભગવંતની સામાં, પાછળ, તેમ પરાડુ મુખ ન બેસવું પણ. માંડલી પ્રમાણે ગુરુથી અગ્નિ કે ઈશાન દિશામાં બેસીને આહાર કરવો. પ્રકાશ - અજવાળું હોય, તેવા સ્થાને બેસીને આહાર કરવો. કેમકે માખી, કાંટો વાળ, આદિ હોય તો ખબર પડે. અંધારામાં આહાર કરતાં માખી આદિ આહાર સાથે પેટમાં જાય, તો. ઉલટી, વ્યાધિ આદિ થાય. ભાજન - અંધારામાં ભોજન કરતાં જે દોષો લાગે તે દોષો સાંકડા મુખવાળા પાત્રમાં વાપરતાં લાગે, ઉપરાંત નીચે વેરાય, વસ્ત્ર આદિ બગડે ઈત્યાદિ દોષો લાગે માટે પહોળા પાત્રામાં આહાર વાપરવો. પ્રક્ષેપ - કૂકડીનાં ઈંડા Page #67 -------------------------------------------------------------------------- ________________ Ex ઓહનિજ્જુત્તિ - (૮૫૯) પ્રમાણે કોળીયો મુખમાં મૂકવો. અથવા મોં વિકૃત ન થાય તેટલા પ્રમાણનો કોળીયો. ગુરુગુરુ મહારાજ જોઈ શકે એમ વાપરવું જો એમ ન વાપરે તો કદાચ કોઈ સાધુ ઘણું વાપરે, અથવા અપથ્ય વાપરે તો રોગ આદિ થાય, અથવા ગોચરીમાં સ્નિગ્ધ દ્રવ્ય મળ્યું હોય, તો તે ગુરુને બતાવ્યા સિવાય વાપરી લે. માટે ગુરુ મહારાજ જોઈ શકે તે રીતે આહાર વાપરવો. ભાવ- જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના સારી રીતે થઈ શકે તે માટે વાપરવું. પણ વર્ણ, બલ, રૂપ, આદિ માટે આહાર ન વાપરવો. જે સાધુ ગુરુને બતાવીને, વિધિપૂર્વક વાપરે છે. તે સાધુ ગવેષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણાથી શુદ્ધ વાપરે છે. [૮૬૦]આ રીતે એક સાધુને વાપરવાનો વિધિ સંક્ષેપથી કહ્યો. તેજ રીતે અનેક સાધુને વાપરવાનો વિધિ સમજી લેવા. પરંતુ અને સાધુએ માંડલીબદ્ધ વાપરવું. [૮૬૧]માંડલી કરવાનાં કારણો-અતિગ્લાન, બાળ, વૃદ્ધ, શૈક્ષ, પ્રાથુર્ણક અલબ્ધિવાન કે અસમર્થના કારણે માંડલી અલગ કરવી. [૮૬૨-૮૬૮]ભિક્ષાએ ગયેલા સાધુઓને આવવાનો સમય થાય એટલે વસતિપાલકે નંદીપાત્ર, પડિલેહણ કરીને તૈયાર રાખે, સાધુ આવીને તેમાં પાણી નાખે. પછી પાણી સ્વચ્છ થઈ જાય એટલે બીજા પાત્રમાં ગાળી લેવાય. ગચ્છમાં સાધુઓ હોય તે પ્રમાણે પાત્ર રાખવું. ગચ્છ મોટો હોય તો બે ત્રણ કે પાંચ નંદીપાત્ર રાખે. વસતિપાલક નંદીપાત્ર રાખવા સમર્થ ન હોય, અથવા નંદીપાત્ર ન હોય, તો સાધુ પોતાના પાત્રમાં ચાર આંગળ ઓછું પાણી લાવે, જેથી એક બીજામાં નાંખીને પાણી સ્વચ્છ કરી શકાય. પાણીમાં કીડી, મંકોડા કચરો આદિ હોય તો પાણી ગાળતાં જયણાપૂર્વક કીડી આદિને દૂર કરે. ગૃહસ્થ આગળ પાણી સુખેથી વાપરી શકાય, આચાર્ય આદિના ઉપયોગમાં આવી શકે. જીવદયા પળાય વગેરે કારણે પણ પાણી ગાળવું જોઈએ. સાધુઓએ માંડલીમાં યથાસ્થાને બેસીને બધા સાધુઓ આવી ન જાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. કોઈ અસહિષ્ણુ હોય તો તેને પહેલાં વાપરવાં આપી દે. [૮૬૯-૮૭૫]ગીતાર્થ, રત્નાધિક અને અલુબ્ધ એવાં મંડલીસ્થવિર આચાર્યની રજા લઇને માંડલીમાં આવે. ગીતાર્થ રત્નાધિક અને અલુબ્ધ આ ત્રણ ના આઠ ભેદ છે. ગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ., ગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ, ગીતાર્થ, લઘુપર્યાય, અલુબ્ધ., ગીતાર્થ, લઘુપયિ, અક્ષુબ્ધ., અગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ, અગીતાર્થ રત્નાધિક, લુબ્ધ., અગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ., અગીતાર્થ, લઘુપર્યાય, અક્ષુબ્ધ., અગીતાર્થ, લઘુપર્યાય, લુબ્ધ. આમાં ૨-૪-૬-૮ ભાંગા દુષ્ટ છે. ૫-૭ અપવાદે શુધ્ધ, ૧-૩ શુધ્ધ છે. શુદ્ધ મંડલીસ્થવિર બધા સાધુઓને આહાર આદિ વહેંચી આપે. રત્નાધિકસાધુ પૂર્વાભિમુખ બેસે, બાકીના સાધુ યથાયોગ્ય પર્યાય પ્રમાણે માંડલીબદ્ધ બેસે. ગોચરી વાપરતી વખતે દરેક સાધુઓ સાથે રાખની કુંડી રાખે. કેમકે વાપરતાં કદાચ કાંટો, ઠળીયો આદિ આવે તો કુંડીમાં નાખી શકાય. વાપરતા હોય ત્યાંરે, ગૃહસ્થ આદિ અંદર ન આવી જાય, તે માટે એક સાધુ (ઉપવાસી હોય, કે જલ્દી વાપરી લીધુ હોય તે ) ખબર રાખવા નાકા ઉપર બેસે. [૮૭૬-૮૮૩]આહાર વાપરવાની વિધિ. પ્રથમ સ્નિગ્ધ અને મધુર આહાર વાપરવો. કેમકે તેથી બુદ્ધિ અને બળ વધે છે. તથા પિત્ત શમી જાય છે. બળ-શક્તિ હોય, તો વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય. વળી સ્નિગ્ધ આહાર છેલ્લો વાપરવાનો રાખ્યો Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ ગાથા-૮૮૭ હોય અને પરઠવવો પડે તો અસંયમ થાય. માટે પ્રથમ સ્નિગ્ધ અને મધુર આહાર વાપરવો. આહાર કટકછેદ, પ્રતરછેદ, અથવા સિંહભક્ષિત રીતે વાપરવો. કટક છેદએટલે કટકા કરી કરીને વાપરવો. પ્રતરછેદ- એટલે ઉપરથી વાપરતાં જવું. સિંહભણિતએટલે એક બાજુથી શરૂ કરી બધો આહાર ક્રમસર વાપરવો. આહાર વાપરતાં - સબકડાં ન બોલાવવા. ચબચબ ન કરવું. ઉતાવળ ન કરવી. બહું ધીમે ધીમે પણ ન વાપરવું. વાપરતાં નીચે વેરવું નહિ. રાગ દ્વેષ કરવો નહિ. મન, વચન અને કાયાથી ગુપ્ત થઈને શાંત ચિત્તે આહાર વાપરવો. [૮૮૪-૮૮૯]ઉદ્ગમ ઉત્પાદના દોષોથી શુધ્ધ, એષણા દોષ વિનાનો એવો પણ ગુડ આદિ આહાર દુષ્ટભાવથી અધિક ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અસાર થાય છે. જ્યારે શુધ્ધ ભાવથી પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારરૂપ (કર્મનિર્જરા કરનાર) થાય છે. [૮૯૦-૮૯૫ગોચરી ઘટે તો શું કરવું અને ભોજન શુધ્ધિ કઈ રીતે જળવાય તેની સમજ અહી આપી છે. જેમકે ગોચરીની પુનઃવહેંચણી કરી ગોચરી આપવી અને ધૂમ - અંગાર આદિ દોષો નિવારવા વગેરે. [૮૯૬-૯૦૮]આહાર વાપરવાનાં છ કારણો- સુધાવેદના શમાવવા, વૈયાવચ્ચે કરવા, ઈયપિથિકી શોધવા, સંયમ પાળવા, શરીર ટકાવવા, સ્વાધ્યાય કરવા. આહાર નહિ વાપરવાના છ કારણો - તાવ આદિ હોય, રાજા, સ્વજન આદિનો ઉપદ્રવ હોય, બ્રહ્મચર્યનું રક્ષણ કરવા, જીવદયા માટે (વરસાદ, ધુમસ આદિ હોય) ઉપવાસ આદિ તપશ્ચર્યા કરી હોય, શરીરનો ત્યાગ કરવા, અનશન સ્વીકાર્યું હોય ત્યારે. આહાર વાપર્યા પછી પાત્રાં ત્રણ વાર પાણીથી ધોવાં જોઈએ. [૯૦૯૯૯૧૩આહાર વધ્યો હોય તો શું કરવું?- વાપરવા છતાં આહાર વધ્યો હોય તો રત્નાધિક સાધુ વધેલો આહાર આચાર્ય મહારાજને બતાવે. આચાર્ય મહારાજ કહે કે "આયંબીલ ઉપવાસવાળા સાધુને બોલાવો.મોહની ચિકિત્સા માટે જેમણે ઉપાવાસ કર્યો હોય, જેમણે અઠ્ઠમ કે તેથી વધુ ઉપવાસ કર્યો હોય, જે ગ્લાન હોય, તાવવાળા હોય, જે આત્મબબ્લિક હોય, તે સિવાયના સાધુઓને રત્નાધિક સાધુ કહે છે કે 'તમને આચાર્ય ભગવંત બોલાવે છે. તે સાધુઓ તુરતજ આચાર્ય મહારાજ પાસે જઈ વંદન કરીને કહે કે 'ફરમાવો ભગવંત! શી આજ્ઞા છે ?” આચાર્ય મહારાજ કહે કે “આ આહાર વધ્યો છે, તે વાપરી જાઓ. આ સાંભળી સાધુ કહે કે, વપરાશે એટલું વાપરી જઈશ.” એમ કહીને પોતાનાથી વપરાય એટલો આહાર વાપરે. છતાં પણ વધે તો જેનું પાત્ર હોય તે સાધુ આહાર પરઠવી દે. જો વાપરનાર સાધુ 'વપરાશે એટલું વાપરીશ' એવું ન બોલ્યો હોય તો વધેલું એણે પોતે જ પરઠવી દેવું. [૯૧૪-૯૧૫]વિધિ પૂર્વક લાવેલો અને વિધિ પૂર્વક વાપરેલો આહાર બીજાને આપી શકાય. તેના ચાર ભેદ છે. વિધિપૂર્વક ગ્રહણ કરેલો અને વિધિપૂર્વક વાપરેલો. વિધિપૂર્વક ગ્રહણ કરેલો અને અવિધિપૂર્વક વાપરેલો. અવિધિથી ગ્રહણ કરેલો અને વિધિ પૂર્વક વાપરેલો. અવિધિથી ગ્રહણ કરેલો અને અવિધિથી વાપરેલો. વિધિપૂર્વક ગ્રહણ કરેલો એટલે ઉદ્દગમાદિ દોષોથી રહિત ગૃહસ્થ જેવો આપ્યો હોય તેવોજ ગ્રહણ કરીને લાવેલો આહાર, એ સિવાય ગ્રહણ કરેલો આહાર અવિધિ ગ્રહણ કહેવાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઓહનિજુત્તિ- (૧૬) [૯૧-૯૨૩અવિધિ ભોજન - ૧.કાકભુક્ત, ૨.શૃંગાલમુક્ત, ૩.દ્રાવિતરસ, ૪.પરામૃ. કાકભુક્ત - એટલે જેમ કાગડો વિષ્ટા આદિમાંથી વાલ, ચણા આદિ કાઢીને ખાય છે, તેમ પાત્રામાંથી સારી સારી કે અમુક અમુક વસ્તુ કાઢીને વાપરે છે. અથવા ખાતાં ખાતાં વેરે, તથા મોંમાં કોળીયો નાખીને કાગડાની માફક આજુબાજુ જુવે. શૃંગાલમુક્ત - શીયાળીયાની જેમ જુદે જુદેથી લઈને ખાય. દ્રાવિતરસ - એટલે ભાત ઓસામણ ભેગાં કરેલામાં પાણી કે પ્રવાહી નાખીને એક રસરૂપ થયેલું પી જાય. પરાકૃષ્ટ - એટલે ફેરફાર ઉધું છતું- નીચેનું ઉપર અને ઉપરનું નીચે કરીને વાપરે. વિધિ ભોજનપ્રથમ ઉત્કૃષ્ટ દ્રવ્ય, પછી અનુત્કૃષ્ટ દ્રવ્ય પછી સમીકતરસ વાપરવું. એ વિધિ ભોજન અવિધિથી ગ્રહણ કરેલું અને અવિધિથી વાપરેલું બીજાને આપે કે લે, તો આચાર્યો આપનારને અને લેનારને બંનેને ઠપકો આપવો. તથા એક કલ્યાણક પ્રાયશ્ચિત આપવું. ધીરપુરુષોએ આ પ્રમાણે સંયમવૃદ્ધિને માટે ગ્રાસ એષણા કહી, નિગ્રંથોને આ રીતે વિધિપાલન કરતાં અનેક ભવ, સંચિત કર્મો ખપે છે. [૯૨૪-૯૪૨]પરિષ્ઠાપના બે પ્રકારે -જાત, અજાત. જીત - એટલે પ્રાણાતિપાતાદિ દોષોથી યુક્ત, અથવા આધાકમદિ દોષવાળું, અથવા લોભથી લીધેલું તથા અભિયોગકત, વશીકરણકત, મંત્ર, ચૂર્ણ આદિ મિશ્રત અને વિષમિશ્રિત આહારો પણ અશુદ્ધ હોઈ પરઠવવામાં જાત પ્રકારના છે. અજાત - એટલે શુધ્ધ આહાર. જાતપારિષ્ઠાપનિકા - મૂલ ગુણે કરી અશુદ્ધ જીવહિંસાદિ દોષવાળો આહાર, એકાંત સ્થળમાં, જ્યાં લોકોનું જવું આવવું ન હોય, તેવી સરખી જમીન ઉપર જ્યાં પ્રાદુર્ણક આદિ સુખ પૂર્વક જોઈ શકે, ત્યાં એક ઢગલી કરીને પરઠવવો. મૂચ્છ કે લોભથી ગ્રહણ કરેલો અથવા ઉત્તરગુણે કરી અશુદ્ધ આધાકમિ વગેરે દોષવાળો હોય, તો તે આહારને બે ઢગલી કરી પરઠવવો. અભિયોગાદિ કે મંત્ર, તંત્રવાળો હોય તો તેવા આહારને રાખમાં એકમેક કરીને પરઠવવો. ત્રણ વાર વોસિરે વોસિરે વોસિરે કહેવું. અજાતા પારિષ્ઠાપનિકા - શુદ્ધ આહાર વધેલો હોય તેની પારિષ્ઠાપનિકા અજાત કહેવાય છે, તે આહારને સાધુઓને ખબર પડે તે રીતે ત્રણ ઢગલી કરી પરઠવવો. ત્રણ વાર વોસિરે વોસિરે વોસિરે કહેવું. આ પ્રમાણે વિધિપૂર્વક પરઠવતા સાધુ કર્મથી મૂકાય છે. શુદ્ધ અને વિધિ પૂર્વક લાવેલો આહાર શી રીતે વધે ? જે ક્ષેત્રમાં રહેલા હોય ત્યાં આચાર્ય, ગ્લાન આદિને પ્રાયોગ્ય દ્રવ્ય દુર્લભ હોવાથી બહાર બીજે ગામ ગોચરી ગયેલા બધા સાધુઓને પ્રાયોગ્ય દ્રવ્ય મળી જતાં તેઓ ગ્રહણ કરે, અથવા ગૃહસ્થ વધુ વહોરાવી દે તેથી વધે. આથી શુદ્ધ એવો પણ આહાર પરઠવવો પડે. આવા શુદ્ધ આહારની ત્રણ ઢગલી કરે, જેથી જરૂરીઆતવાળા સાધુ સમજીને ગ્રહણ કરી શકે. ૯િ૪૩-૯૪૯]આચાર્યને પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી ગુરુને સૂત્ર અને અર્થ સ્થિર થાય છે, મનોજ્ઞ આહારથી સૂત્ર અને અર્થનું સુખ પૂર્વક ચિંતવન કરી શકે છે. આથી આચાર્યનો વિનય થાય છે. ગુરુની પૂજા થાય છે. નવદીક્ષિતને આચાર્ય પ્રતિ બહુમાન થાય છે, પ્રાયોગ્ય આપનાર ગૃહસ્થને શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે. આચાર્યની બુદ્ધિ અને બલ વૃધ્ધિ પામે છે. આથી શિષ્યને ઘણી નિર્જરા થાય છે. આ કારણથી પ્રયોગ્ય ગ્રહણ કરવાથી આચાર્યની અનુકંપા-ભક્તિ થાય છે. આચાર્યની અનુકંપાથી ગચ્છની અનુકંપા થાય છે. ગચ્છની અનુકંપાથઈ તીર્થની અનુકંપા થાય છે. માટે પ્રાયોગ્ય ગ્રહણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ગાથા -૯૪૯ કરવું. આચાર્યને પ્રાયોગ્ય જો મળતું હોય, તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રથમ ગ્રહણ કરવું., ઉત્કૃષ્ટ ન મળતું હો તો યથાયોગ્ય ગ્રહણ કરવું. ગ્લાન માટે નિયમો પ્રાયોગ્ય ગ્રહણ કરવું. માંગણી કરીને પણ પ્રાયોગ્ય ગ્રહણ કરવું. [૯૫૦-૯૫૨] પરઠવતાં એક, બે, ત્રણ ઢગલી કરવાનું કારણ - ગોચરી આદિ ગયેલા મોટા માર્ગ - અધ્વનાદિ કલ્પ વિહારોમાં રહેલા સાધુઓને શુદ્ધ અશુદ્ધ આદિ આહારની ખબર પડી શકે અથવા કદાચીત ગામમાં રહેલા સાધુને પણ જરૂર પડે માટે. [૯૫૩-૯૬૨]વાપર્યા પછી ઠલ્લા આદિની શંકા હોય તો દૂર અનાપાતાદિ અંડિલમાં જઈ વોસિરાવે. કારણ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે નિયુક્તિક્રમ ૯પ૭ થી ૯૫૮) પણ કરી આવે. કારણવાતાદિ ત્રણ શલ્યો દુધર છે. પછી પડિલેહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. " [૯૩-૯૬૭]ચોથી પોરિસી પ્રિહરીની શરૂઆત થાય, એટલે ઉપવાસી પ્રથમ મુહપત્તિ અને શરીર પડિલેહીને આચાર્યની ઉપાધિ પડિલેહ, ત્યાર પછી અનશન કરેલાની, નવ દીક્ષિતની, વૃદ્ધ આદિની ક્રમશઃ પડિલેહણા કરે. પછી આચાર્ય પાસે જઈને આદેશ માગીને પાત્રાની પડિલેહણા કરે, પછી માત્રક અને પોતાની ઉપધિ પડિલેહી છેલ્લે ચોલપટ્ટો પડિલેહે. વાપરેલું હોય તેણે પ્રથમ મુહપત્તિ, શરીર, ચોલપટ્ટો : પડિલેહી, પછી ક્રમશઃ, ગુચ્છા, ઝોળી. પડલા, રજસ્ત્રાણ પછી પાત્રો પડિલેહે. પછી આચાર્ય આદિની ઉપધિ પડિલેહે પછી આદેશ માગી, ગચ્છ સાધારણ પાત્રો, વસ્ત્ર અપરિભોગ્ય નિહિ વપરાતા] પડિલેહે ત્યાર પછી પોતાની ઉપધિ પડિલેહે. છેલ્લે રજોહરણ પડિલેહણ કરીને બાંધે. [૯૮૬-૮૭૪] પડિલેહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો અથવા સીવવા આદિ અન્ય કાર્ય હોય તો તે કરવું આ પ્રમાણે સ્વાધ્યાય આદિ કરીને છેલ્લી પોરિસીનો ચોથો ભાગ બાકી રહે ત્યારે કાલપ્રતિક્રમી ચોવીસ માંડલા કરે. એટલામાં સૂર્ય અસ્ત પામે. પછી બધા સાથે પ્રતિક્રમણ કરે. આચાર્ય મહારાજ ધર્મકથાદિ કરતાં હોય, તો બધા સાધુ આવશ્યકભૂમિમાં પોતપોતાના યથાયોગ્ય સ્થાને કાઉસ્સગમાં રહી સ્વાધ્યાય કરે. કોઈ એમ કહે છે કે 'સાધુઓ સામાયિક સૂત્ર કહી કાઉસ્સગ્નમાં ગ્રંથના અર્થનો પાઠ કરે જ્યાં સુધી આચાર્ય ન આવે, ત્યાં સુધી ચિંતવન કરે. આચાર્ય આવી સામાયિક સૂત્ર કહી, દેવસિક અતિચાર ચિંતવે, ત્યારે સાધુઓ પણ મનમાં દેવસિક અતિચાર ચિંતવે.” બીજા એમ કહે છે કે 'આચાર્ય આવે એટલે સ્વાધ્યાય કરતાં સાધુઓ પણ આચાર્યની સાથે સામાયિક સૂત્ર ચિંતવી પછી અતિચાર ચિંતવે. આચાર્ય પોતાના અતિચાર બે વાર ચિંતવે, સાધુઓ એક વાર ચિંતવે. કેમકે સાધુઓ ગોચરી આદિ ગયેલા હોય એટલે તેટલી વારમાં ચિંતવી ન શકે. ઉભા ઉભા કાઉસ્સગ કરવા અસમર્થ હોય, તેવા બાલ, વૃદ્ધ, ગ્લાન આદિ સાધુઓ બેસીને કાયોત્સર્ગ કરે. આ રીતે આવશ્યક પૂર્ણ કરી. ઉંચા વધતાં સ્વરથી ત્રણ સ્તુતિ મંગલ માટે બોલે, ત્યારે કાલની ગ્રહણવેળા થઈ છે કે નહિ તે તપાસે. [૯૭૫-૧૦૦૫]કાલ બે પ્રકારના છે- વ્યાઘાત અને અત્યાઘાત. વ્યાઘાત - અનાથ મંડપમાં જ્યાં વૈદેશિકો સાથે અથવા થાંભલા વગેરે સાથે જતાં આવતાં સંઘટ્ટો થાય, તથા આચાર્ય શ્રાવક આદિની સાથે ધર્મકથા કરતાં હોય તો કાલગ્રહણ કરે નહિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૮ હનિજુત્તિ-(૧૦૦૫) અવ્યાઘાત- કોઈ જાતનો વ્યાઘાત ન હોય તો કાલગ્રહી અને દાંડીધર આચાર્ય મહારાજ પાસે જઈને આજ્ઞા માગે કે "અમે કાલગ્રહણ કરીએ ? પછી પણ જો નીચે મુજબના વ્યાઘાતો હોય તો કાલગ્રહણ ન કરે. આચાર્યને પૂછ્યું ન હોય, અથવા અવિનયથી પૂછ્યું હોય વંદન કર્યું ન હોય, આવત્સહી કહી ન હોય, અવિનયથી કહી હોય, પડી જવાય, ઈન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ હોય, દિગુમોહ થાય. તારા પડે કે ખરે, અસ્વાધ્યાય હોય, છીંક થાય, ઉજેડી લાગે ઈત્યાદિ વ્યાઘાત-વળ વગેરે હોય તો કાલગ્રહણ કર્યા સિવાય પાછા ફરે. શુધ્ધ હોય, તો કાલગ્રહણ કરે. બીજા સાધુઓ ઉપયોગ પૂર્વક ધ્યાન રાખે. - કાલગ્રહી કેવો હોય ? - પ્રિયધમ, દૃઢધર્મી, મોક્ષસુખનો અભિલાષી, પાપભીરૂ, ગીતાર્થ, સત્વશીલ હોય તેવો સાધુ કાલગ્રહણ કરે. કાલ ચાર પ્રકારના -૧. પ્રાદોષિક, ૨.અર્ધરાત્રિક, ૩.વૈરાત્રિક, ૪.પ્રાભાતિક. પ્રાદોષિક કાલમાં બધા સાથે સાય સ્થાપે, બાકી ત્રણમાં સાથે અથવા જુદા જુદા સ્થાપે. (અહીં નિર્યુક્તિમાં કેટલીક વિધિ તથા અન્ય બાબતોપણ છે જે પરંપરા અનુસાર જાણી લેવી, કેમકે વિધિ અને વર્તમાનપરંપરામાં તફાવત નજરે પડે છે.). ગ્રીખકાલમાં ત્રણ તારા ખરે તો શિશિરકાલમાં પાંચ તારા ખરે તો અને વર્ષાકિાલમાં સાત તારા ખરે તો કાલ હણાય છે. વર્ષાકાલમાં ત્રણે દિશા ખુલ્લી હોય તો પ્રાભાતિક અને ચારે દિશા ખુલ્લી હોય તો ત્રણે કાલગ્રહણ કરાય. વષકાલમાં આકાશમાં તારા ન દેખાય તો પણ કાલગ્રહણ કરાય. પ્રાદેશિક અને અર્ધરાત્રિક કાલ ઉત્તર દિશામાં, વૈરાત્રિકકાલ ઉત્તર કે પૂર્વમાં, પ્રાભાતિકકાલ પૂર્વ માં લેવાય. પ્રાદોષિક કાલ શુધ્ધ હોય, તો સ્વાધ્યાય કરીને પહેલી બીજી પોરિસી જાગરણ કરે, કાલ શુધ્ધ ન આવે તો ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે કે સાંભળે. અપવાદ - પ્રાદોષિક કાલ શુધ્ધ હોય, પણ અધરાત્રિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. આ પ્રમાણે વૈરાત્રિક શુધ્ધ ન હોય, પણ. અર્ધરાત્રિક શુધ્ધ હોય તો અનુગ્રહ માટે પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. એ પ્રમાણે વૈરાત્રિક શુધ્ધ હોય અને પ્રાભાતિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કર્યા બાદ સાધુ સુવે. આ પ્રમાણે ધીર પુરુષે કહેલ સમાચારી જણાવી. [૧૦૦-૧૦૦૦]ઉપકાર કરે તે ઉપધિ કહેવાય છે. તે દ્રવ્યથી શરીરને ઉપકાર કરે છે અને ભાવથી જ્ઞાન, દર્શન ચારિત્રને ઉપકાર કરે છે. આ ઉપધિ બે પ્રકારની છે. એક ઓઘ ઉપધિ એક બીજી ઉપગ્રહ ઉપધિ તે બને પાછી સંખ્યા પ્રમાણ અને માપ પ્રમાણથી બન્ને પ્રકારની આગળ કહેવાશે તે પ્રમાણેની જાણવી. ઓથ ઉપધિ - એટલે જે નિત્ય ધારણ કરાય. ઉપગ્રહ ઉપધિ- એટલે જે કારણે સંયમના માટે ધારણ કરાય. [૧૦૦૮-૧૦૧૦]જિનકલ્પિની ઓઘ ઉપધિ - બાર પ્રકારે કહી છે. પાત્રા, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા-પાત્ર પડિલેહવાની મુહપત્તિ, પડલા, રજત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, અને મુહપત્તિ હોય છે. બાકી ૧૧-૧૦-૯-૫-૪૩ અને અન્ય જઘન્ય બે પ્રકારથી પણ હોય છે. બે પ્રકારમાં ઓઘો, મુહપતિ, તો અવશ્ય દરેકને હોય જ. ત્રણ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, એક વસ્ત્ર. ચાર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, બે વસ્ત્ર. પાંચ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ ત્રણ વસ્ત્ર. નવ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા , પડલા, રસ્ત્રાણ, ગુચ્છો, અને એક વસ્ત્ર. અગીઆર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, પાત્ર, ઝોળી, નીચેનો, ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૧૦૧૦ રજસ્ત્રાણ ગુચ્છો અને બે વસ્ત્ર. બાર પ્રકારમાં ઓધો, મુહપત્તિ, પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા પડલા, રજસ્ત્રાણ ગુચ્છો અને ત્રણ વસ્ત્ર. [૧૦૧૧-૧૦૨૭સ્થવિર કલ્પિની ઓધ ઉપાધિ. ચૌદ ભેદે છે. ઉપર મુજબની બાર ઉપરાંત ૧૩. માત્રક, ૧૪. ચોલપટ્ટો. સાધ્વી માટે પચીસ પ્રકારની - પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, મુહપત્તિ, માત્રક, કમંઢક. (વાપરવા માટેનું જુદુ પાત્ર.)અવગ્રહાનત્તક (ગુહ્યભાગનું રક્ષણ કરવા માટે કોમળ અને મજબૂત નાવ સરખુ. પટ્ટો (શરીર પ્રમાણ કટીબંધ) અબ્દોરૂગ.(અધી સાથળ સુધી સીવ્યા વિનાનું ચડ્ડી જેવું.)ચલણી (જાનું પ્રમાણનું સાડા જેવું-નર્તકીના જેવું) બે નિવસની. અન્તર્નિવસની અર્ધ સાથળ સુધી લાંબી બહિર્નિવસનિ ઘુંટી સુધીની લાંબી. કંચુક (સિવ્યા વિનાનો,છાતી ઢાંકવા માટે ઉપકક્ષિકા જમણી બાજુથી કંચુક ઢાંકવા માટે વેકક્ષિકા (ઉપકક્ષિકા અને કંચુક ઢાંકવા માટે) સંઘાડી ચાર. બે હાથની પહોળી ઉપાશ્રયમાં, ત્રણહાથ પહોળી ગોચરી જતાં. ત્રણ હાથ પહોળી થંડિલ જતાં, ચાર હાથ પહોળી સમવસરણમાં વ્યાખ્યાનમાં ઉભા રહેતાં, માથાથી પગ સુધી આચ્છાદન માટે. સ્કંધકરણી (ચાર હાથની વિસ્તારવાળી, સ્વરૂપવાન સાધ્વીને ખુંદી કરવા માટે.). - આ ઉપધિઓમાં કેટલીક ઉત્તમ કેટલીક મધ્યમ અને કેટલીક જઘન્ય પ્રકારની ગણાય છે. તેના વિભાગ નીચે પ્રમાણે છે. [૧૦૨૮-૧૦૩૦]જિનકલ્પિની ઉપધિમાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ ચાર-ત્રણ વસ્ત્ર અને પાત્રક, મધ્યમ ચાર-ઝોળી, પડલા, રજસ્ત્રાણ અને ઓઘો. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્રકેસરિકા. સ્થવિર કલ્પિની ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ઉપધિ-ઉત્તમ ચાર -ત્રણ વસ્ત્ર અને પાત્ર. મધ્યમ છ - પડલા, રજત્રાણ, ઝોળી ચોલપટ્ટો, ઓઘો અને માત્રક. જઘન્ય ચારગુચ્છો નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્રકેસરિકા. સાધ્વીની ઉત્તમ મધ્યમ અને જઘન્ય ઉપધિ ઉત્તમ આઠ - ચારસંઘાટિકા મુખ્યપાત્ર, અંધકરણી, અન્તર્નિવસની અને બહિનિવસની મધ્યમ તેર - ઝોળી પડલા, રજસ્ત્રાણ, ઓઘો, માત્રક, અવગ્રહાનન્તક, પટ્ટો, અદ્ધોક, ચલણી, કંચુક, ઉત્કક્ષિકા વૈકક્ષિકા, કમઢક. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્ર પુંજવાની પાત્રકેસરિકા. [૧૦૩૧-૧૦૩૭]ઓ ઉપધિનું પ્રમાણ ૧.પાનું - સરખું અને ગોળ, ગોળાઈમાં પોતાની ત્રણ વેંત અને ચાર આંગળ મધ્યમ પ્રમાણ છે. આથી ઓછું હોય તો જઘન્ય, વધારે હોય તો ઉત્કૃષ્ટ પ્રમાણનું ગણાય અથવા પોતાના આહાર જેટલું પાડ્યું. વૈયાવચ્ચ કરનાર આચાર્યે આપેલું કે પોતાનું નંદીપાત્ર રાખે નગરનો રોધ કે અટવી ઉતરતાં વગેરે કારણે આ નંદીપાત્રનો ઉપયોગ કરાય. પાનું મજબૂત, સ્નિગ્ધવર્ણવાળું, બરાબરગોળ અને લક્ષણવાળું ગ્રહણ કરવું. બળેલું છિદ્રવાળું કે વળી ગયેલું પાનું રાખવું નહિ. છકાયજીવની રક્ષા માટે પાત્રુ રાખવાનું હોયછે. [૧૦૩૮-૧૦૪૫]લક્ષણવાળું - ચારે તરફથી સરખું ગોળ, મજબૂત પોતાનું, Page #73 -------------------------------------------------------------------------- ________________ ઓહનિજ્જુત્તિ- (૧૦૪૫) સ્નિગ્ધવર્ણવાળું હોય તેવું પાત્ર ગ્રહણ કરવું. લક્ષણવિનાનું - ઉંચું નીચું, વળી ગયેલું, છિદ્રવાળું, હોય તે પાત્રા રાખવું નહિ. સરખા ગોળ પાત્રાથી લાભ થાય. મજબૂત પાત્રથી ગચ્છની પ્રતિષ્ઠા થાય. વ્રણરહિત પાત્રાથી કીર્તિ અને આરોગ્ય મળે. સ્નિગ્ધવર્ણવાળા પાત્રાથી જ્ઞાન સંપત્તિ થાય. ઉંચા નીચા પાત્રાથી ચારિત્રનો ભેદ-વિનાશ થાય છે. દોષવાળા પાત્રાથી ગાંડપણ થાય. પડઘી વિનાના પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. ખીલા જેવાં ઉંચા પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. કમળ જેવાં પહોળા પાત્રાથી અકુશલ થાય. વ્રણ-છિદ્રવાળાપાત્રાથી શરીરમાં ગુમડાં આદિ થાય. અંદર અથવા બહારથી બળેલા પાત્રાથી મરણ થાય. ૭૦ [૧૦૪૬]પાત્રબંધ- પાત્રા બંધાય અને છેડા ચાર આંગળ વધે તેવા રાખવા. [૧૦૪૭-૧૦૪૯]બંનેગુચ્છા તથા પાત્રકેસરીકા આ ત્રણે એક વેંતને ચાર આંગળના રાખવા બન્ને ગુચ્છા ઊનના રાખવા. રજ આદિથી રક્ષા માટે નીચેનો ગુચ્છો, ગુચ્છાથી પડલાની પ્રમાર્જના કરાય. પાત્રાં પ્રમાર્જવા ઝીણા સુંવાળા સુતરાઉ કપડાની પાત્રકેસરિકા-પાત્રમુખવસ્ત્રિકા જે પાત્રા દીઠ એક એક અલગ રાખવા [૧૦૫૦-૧૦૫૫]પડલા - કોમળ અને મજબૂત રૂતુભેદે ત્રણ, પાચં કે સાત, ભેગા કરતાં સૂર્યના કીરણો ન દેખાય તેવાં અઢી હાથ લાંબા અને છત્રીસ આંગળ પહોળાં રાખવાં સારા કે તેથી ઉત્તરતી કોટીનાં હોય તો રૂતુભેદે નીચે પ્રમાણે તે ધારણ કરાય છે. ઉત્કૃષ્ટ મજબૂત પહેલાં અનુક્રમે ૩-૪-૫, મધ્યમ(કંઈકજીર્ણ.)પડલાં અનુક્રમે ૪-૫-૬, જીર્ણ પડલાં અનુક્રમે ૫-૬-૭ ઉનાળા, શિયાળા ચોમાસે રાખવા. ભિક્ષા લેવા જતાં ફુલ, પત્ર, આદિથી રક્ષણ કરવા માટે પાત્રાં ઉપર ઢાંકવા તથા લિંગ ઢાંકવા માટે પડલાં જોઈએ. [૧૦૫૬-૧૦૫૭]રજસ્ત્રાણ - પાત્રાના પ્રમાણમાં રાખવું. રજ આદિથી રક્ષણ માટે પ્રદક્ષિણાવત્ત પાત્રાને વીંટવું. તે પાત્રાનુસાર અલગ રાખવું. [૧૦૫૮-૧૦૫૯]ત્રણ વસ્ત્રો - શરીર પ્રમાણ, ઓઢતાં ખભા ઉપર રહે. અઢી હાથ પહોળાં, લંબાઈમાં શરીર પ્રમાણ બે સુતરાઉ અને એક ઊનનું. ઘાસ, અગ્નિ આદિ ગ્રહણ કરવાં ન પડે, તથા ઠંડી આદિથી રક્ષણ થાય તે માટે અને ધર્મધ્યાન, શુક્લધ્યાન, સારી રીતે થઈ શકે એ માટે વસ્ત્ર રાખવાનું ભગવાને કહ્યું છે. [૧૦૬૦-૧૦૬૪]રજોહરણ - મૂળમાં ઘન, મધ્યમાં સ્થિર અને દશી પાસે કોમળ દશીવાળો દાંડી-નિષધા સાથે પોરાયામ અંગુઠાના પર્વમાં પ્રદેશની આંગળી રાખતાં જેટલો પહોલો ભાગ રહે તેટલી જાડાઈવાળો, રજોહરણ રાખવો. મધ્યમાં દોરાથી ત્રણ આંટા મારી બાંધવો. કુલ બત્રીસ આંગળ લાંબો. (દાંડી ચોવીસ આંગળ, દશી આઠ આંગળ)હીન અધિક હોય તો બંન્ને મળીને બત્રીસ આંગળ થાય તેટલો રાખવો. લેવા મૂકવા વગેરે ક્રિયામાં પૂજવા પ્રમાર્જવા તથા સાધુ લિંગ તરીકે રજોહરણ ધારણ કરવું. [૧૦૬૫-૧૦૬૬]મુહપત્તિ - સુતરાઉ એક વેંત ચાર આંગળની એક અને બીજી મુખ પ્રમાણે મુખ ઢાંકી શકાય તેટલા પ્રમાણની વસતિ પ્રમાર્જના વખતે બાંધવા. સંપાતિમ જીવોના રક્ષણ માટે, બોલતી વખતે મુખ આગળ રાખવા. તથા કાજો લેતાં ૨જ આદિ મુખમાં પેસી ન જાય તે માટે બીજી નાસિકા સાથે મોંઢા ઉપર બાંધવા એમ બે. [૧૦૬૭-૧૦૭૪]માત્રક- પ્રસ્થ પ્રમાણ. આચાર્ય આદિને પ્રાયોગ્ય લેવા માટે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૦૭૪ અથવા ઓદન સુપથી ભરેલું બે ગાઉ ચાલીને આવેલો સાધુ વાપરી શકે તેટલા પ્રમાણનું. (માત્રકપાત્ર ગ્રહણની વિધિપણનિર્યુક્લિકમ ૧૦૭૧ થી ૧૦૭૪માં છે.) [૧૦૭પ-૧૦૭૬]ચોલપટ્ટો - સ્થવિર માટે કોમળ, બે હાથ લંબાઈનો, યુવાનો માટે સ્કૂલ ચાર હાથનો ગુલ્વેન્દ્રિય વગેરે ઢાંકવા માટે. જેથી સાધુનું ચારિત્ર સચવાય. | [૧૦૭૭-૧૦૭૮]સંથારો- ઉત્તરપટ્ટો - જીવ અને ધૂળથી રક્ષણ કરવા માટે અઢી હાથ લાંબો અને એક હાથ ચાર આંગળ પહોળો રાખવો. નીચે સંથારિયું પાથરી ઉપર ઉત્તરપટ્ટો પાથરવો. સંથારો ઊનનો અને ઉત્તરપટ્ટો સુતરાઉ રાખવો. [૧૦૭૯]નિષદ્યા - જીવ રક્ષા માટે. એક હાથ પહોળું અને રજોહરણ જેટલું લાંબુ. બે નિષદ્યા રાખવા એક અત્યંતર અને બીજું બાહ્ય. [૧૦૮૦]ઔપગ્રહિક ઉપધિ વષકલ્પ અને પડલાં આત્મરક્ષા તથા સંયમરક્ષા માટે જેઓ ગોચરી આદિ માટે બહાર જતાં હોય તેમણે ચોમાસામાં બે ગુણા રાખવા. કેમકે જો એક રાખે તો તે ભીના થયેલા ઓઢી રાખવાથી પેટના શૂલ વગેરેથી કદાચ મરી જાય, તથા અતિમલીન કપડાં ઓઢ્યા હોય અને ઉપર પાણી પડે તો અપૂકાય જીવોની. વિરાધના થાય, વળી બાકીની ઉપધિ તો એક એક જ રાખવી. [૧૦૮૧]કપડાં શરીર પ્રમાણ કરતાં લાંબાં કે ટુંકા જેવાં મળે તેવા ગ્રહણ કરવાં, પણ લાંબા હોય તો ફાડવા નહિ અને ટૂંકા હોય તો સાંધો કરવો નહિ. [૧૦૮૨-૧૦૮૩]ઔપગ્રહિક ઉપધિમાં દરેક સાધુને દાંડો યષ્ટિ અને વિયષ્ટિ રાખવી તથા ચર્મ, ચર્મકોશ, ચપ્સ, અસ્ત્રો, યોગપટ્ટક અને પડદો વગેરે ગુરુ-આચાર્યને જ ઔપગ્રહિક ઉપધિમાં હોય છે, સાધુને નહિ. આ પ્રમાણે સાધુને ઓઘ ઉપરાંત તપ સંયમને ઉપકારક એવી ઉપાનહ વગેરે બીજી ઔપગ્રહિક ઉપધિ જાણવી. [૧૦૮૪-૧૦૯૫]શાસ્ત્રમાં દંડ પાંચ પ્રકારના છે. : યષ્ટિ - શરીર પ્રમાણ પડદો બાંધવા માટે, વિષ્ટિ - શરીર પ્રમાણ કરતાં ચાર આંગળ જૂન-નાસિકા સુધી. ઉપાશ્રય દ્વારની આડે રાખવા માટે હોય છે. દંડ- ખભા સુધીનો ઋતુબદ્ધકાળમાં ઉપાશ્રયની બહાર ભિક્ષા ભમતાં હાથમાં રાખવા માટે. વિદંડ- કાખ પ્રમાણ વષકાળમાં ભિક્ષા ભમતાં ગ્રહણ કરાય છે. નાલિકા - પાણીની ઊંડાઈ માપવા માટે શરીર પ્રમાણથી ચાર આંગળ અધિક. યષ્ટિના લક્ષણો - એક પર્વની યષ્ટિ હોય તો પ્રશંસાવાળી, બે પર્વની યષ્ટિ હોય તો કલહકારી, ત્રણ પર્વની યષ્ટિ હોય તો લાભકારી, ચાર પર્વની યષ્ટિ હોય તો મૃત્યુકારી. પાંચ પર્વની યષ્ટિ હોય તો શાંતિકારી, રસ્તામાં કલહ નિવારનારી, છ પર્વની યષ્ટિ હોય તો કષ્ટકારી., સાત પર્વની યષ્ટિ હોય તો નિરોગી રહે, આઠ પર્વની યષ્ટિ હોય તો સંપત્તિ દૂર કરે., નવ પર્વની યષ્ટિ હોય તો જશ કરનારી, દશ પર્વની યષ્ટિ હોય તો સર્વ રીતે સંપદા કરે. નીચેથી ચાર આંગળ જાડી, ઉપર પકડવાનો ભાગ આઠ આંગળ ઊંચાઈનો રાખવો, દુષ્ટ પશુ, કૂતરા, કાદવ, તથા વિષમ સ્થાનથી રક્ષા માટે યષ્ટિ રાખવામાં આવે છે. તથા તે તપ અને સંયમને પણ વધારે છે. કેવી રીતે? મોક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાન મેળવાય છે. જ્ઞાન માટે શરીર, શરીરના રક્ષણ માટે યષ્ટિ આદિ ઉપકરણો છે. પાત્ર આદિ જે જ્ઞાનાદિના ઉપકાર માટે થાય, તે ઉપકરણ કહેવાય અને જે જ્ઞાન આદિના ઉપકાર માટે ન થાય તે સર્વ અધિકરણ કહેવાય. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઓહનિજુત્તિ-(૧૦૯) ૧૦૯-૧૧૦૦]ઉદ્દગમ ઉત્પાદન અને એષણાના દોષોથી રહિત તેમજ પ્રગટ જેની પડિલેહણ કરી શકાય એવી ઉપધિ સાધુએ રાખવી. સંયમની સાધના માટે ઉપધિ રાખવી. તેની ઉપર મૂચ્છ રાખવી નહિ. કેમકે મૂચ્છ એ પરિગ્રહ છે. [૧૧૦૧-૧૧૧]આત્મભાવની વિશુદ્ધિ ધરતો સાધુ વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપકરણોને સેવતો થકો પણ અપરિગ્રહી છે, એમ ત્રૈલોક્યદર્શી શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. અહી દિગમ્બર મતવાળો કોઈ શંકા કરે કે ઉપરકરણ હોવા છતાં નિર્ગથ કહેવાય તો પછી ગૃહસ્થો પણ ઉપકરણ રાખે છે, તેથી ગૃહસ્થો પણ નિર્ગથ કહેવાશે. તેનાં સમાધાનમાં જણાવે છે કે અધ્યાત્મની વિશુદ્ધિએ કરીને સાધુ, ઉપકરણ હોવા છતાં નિગ્રંથ કહેવાય છે. જો અધ્યાત્મવિશુદ્ધિ ન માનો તો આખો લોક જીવોથી વ્યાપ્ત છે, તેમાં નગ્ન પણે ફરતાં એવા તમોને પણ હિંસકપણું કેમ નહિ આવે? આવશે જ. માટે આત્મભાવની વિશુદ્ધિથી જ તમારે અહિંસક પણું માનવાનું રહેશે તેમ અહીં પણ આત્મભાવવિશુદ્ધિથી સાધુને નિષ્પરિગ્રહીપણું છે. ગૃહસ્થને એ ભાવ આવી શકે. માટે તે નિષ્પરિગ્રહી નહિ થાય. અહિંસકપણું પણ ભગવંતે, આત્માની વિશુદ્ધિમાં કહેલું છે. જેમકે ઈયસિમિતિયુક્ત એવા સાધુના પગ નીચે કદાચ બેઈન્દ્રિયાદિ જીવની વિરાધના થઈ જાય, તો પણ મન, વચન, કાયાથી તે નિર્દોષ હોવાથી તે નિમિત્તનો સૂક્ષ્મ પણ પાપબંધ લાગતો નથી. યોગપ્રત્યયિકબંધ તો પહેલાં સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઈ જાય છે. જ્યારે પ્રમત્તપુરુષથી જે હિંસા થાય, તેનો હિંસાજન્ય કર્મબંધ તે પુરુષને અવશ્ય થાય છે ઉપરાંત હિંસા ન થાય તો પણ હિંસાજન્ય પાપકર્મથી તે બંધાય છે. એટલે પ્રમાદી જ હિંસક ગણાય છે. જ્હયું છે કે નિશ્ચયથી આત્મા એજ હિંસક છે અને આત્મા એજ અહિંસક છે, જે અપ્રમત્ત છે તે અહિંસક છે અને જે પ્રમત્ત છે તે હિંસક છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પરિણામ એ પ્રધાન વસ્તુ છે, આ ઉપરથી જેઓ બાહ્ય ક્રિયા મૂકીને એકલા પરિણામને જ પકડે છે, તેઓએ ધ્યાનમાં રાખવું કે "બાહ્યક્રિયાની શુદ્ધિ વિના પરિણામની શુદ્ધિ પણ જીવમાં આવી શકતી નથી. માટે વ્યવહાર અને નિશ્ચય એજ મોક્ષનો માર્ગ છે. ૧૧૧૬ઉપર મુજબ વિધિપૂર્વક ઉપકરણને ધારણ કરતો સાધુ સર્વદોષોથી રહિત આયતન એટલે ગુણોના સ્થાનભૂત બને છે અને જે સાધુ અવિધિપૂર્વક ગ્રહણ કરેલ ઉપધિ આદિ ધારણ કરે છે તે અનાયતન-ગુણોના અસ્થાનરૂપ થાય છે. [૧૧૧૭અનાયતન, સાવદ્ય, અશોધિસ્થાન, કુશીલસંસર્ગ, આ શબ્દો, એકાWક છે-આયતનનિરવદ્ય-શોધિસ્થાન સુશીલસંસર્ગ એકાઈક છે. [૧૧૧૮-૧૧૩૧]સાધુને અનાયતનના સ્થાન છોડીને આયતનનાં સ્થાન સેવવા જોઈએ. અનાયતન સ્થાન બે પ્રકારના - દ્રવ્ય અનાયતન સ્થાન, ભાવ અનાયતન સ્થાન. દ્રવ્ય અનાયતન સ્થાન - રૂદ્ર આદિનાં ઘર વગેરે., ભાવ અનાયતન સ્થાન - લૌકિક અને લોકોત્તર, લૌકિક ભાવ અનાયતન સ્થાન – વેશ્યા, દાસી, તિર્યંચો, ચારણો, શાક્યાદિ, બ્રાહ્મણો આદિ રહેલા હોય તથા સ્મશાન, શિકારી, સિપાઈઓ, ભીલ માછીમાર આદિ હોય તથા લોકમાં દુગંછાને પાત્ર નિંદનીયસ્થાન હોય, તે બધાં લૌકિક ભાવ અનાયતન સ્થાનો છે. આવાં સ્થાનોમાં સાધુએ તથા સાધ્વીએ ક્ષણવાર પણ રહેવું ન જોઈએ. કેમકે "પવન, જેવી ગંધ હોય તેવી ગંધને લઈ જાય છે. તેથી અનાયતન સ્થાનમાં રહેવાથી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ગાથા- ૧૧૩૧ સંસર્ગ દોષ લાગે. લોકોત્તર ભાવ અનાયતન સ્થાન - જેઓએ દીક્ષા લીધેલી છે અને સમર્થ હોવા છતાં સંયમયોગોની હાની કરતાં હોય તેવા સાધુની સાથે વસવું નહિ. તેમજ તેમનો સંસર્ગ પણ કરવો નહિ. કેમકે આંબો અને લીમડો ભેગા હોય તો આંબાનું મધુરપણું નાશ પામે છે અને તેનાં ફળો કડવાં થાય છે. તેમ સારા સાધુના ગુણ નાશ પામે. અને દુર્ગુણો આવતાં વાર ન લાગે "સંસર્ગથી દોષ જ થાય' એવું એકાંત નથી. કેમકે શેરડીની વાડીમાં લાંબા કાળ સુધી રહેલો જલસ્તંભ (એક જાતના ઘાસનો સાંથો) કેમ મધુર થતો નથી? તથા વૈદુર્યરત્ન કાચના ટુકડાઓ સાથે લાંબો સમય રાખવા છતાં કેમ કાચ રૂપ થતું નથી. ? જગતમાં દ્રવ્યો બે પ્રકારના છે. એક ભાવુક એટલે જેવાં સંસર્ગમાં આવે તેવાં બની જાય અને બીજા અભાવુક એટલે બીજાના સંસર્ગમાં ગમેતેટલો આવવાં છતાં હોય તેવાને તેવાં રહે. વૈર્યરત્ન, મણી આદિ બીજાં દ્રવ્યથી અભાવુક છે જ્યારે આમ્રવૃક્ષ આદિ ભાવુક છે. ભાવુક દ્રવ્યમાં તેના સોમા ભાગ જેટલું લવણ આદિ વ્યાપ્ત થાય, તો તે આખુ દ્રવ્ય લવણ ભાગને પ્રાપ્ત કરે છે. ચર્મ-કાષ્ઠાદિના સોમાં ભાગમાં પણ જો લવણ નો સ્પર્શ થઈ જાય તો તે આખું ચર્મકાષ્ઠાદિ નાશ પામી જાય છે. તે પ્રમાણે કુશીલનો સંસર્ગ સાધુ સમૂહને દૂષિત કરે છે. માટે કુશીલનો સંસર્ગ કરવો નહિ. જીવ અનાદિ કાળથી સંસારમાં ભમી રહ્યો છે, તેથી અનાદિ કાળનો અભ્યાસ હોવાથી દોષો આવતાં વાર લાગતી નથી જ્યારે ગુણો મહા મુશ્કેલીએ આવે છે. પાછા સંસર્ગ દોષથી ગુણો ચાલ્યા જતાં વાર લાગતી નથી. નદીઓનું મધુર પાણી સમુદ્રમાં મળતાં ખારૂ બની જાય છે, તેમ શીલવાન એવો પણ સાધુ કુશીલ સાધુનો સંગ કરે તો પોતાના ગુણોનો નાશ કરે છે. [૧૧૩ર-૧૧૩૫]જ્યાં જ્યાં જ્ઞાન દર્શન અને ચરિત્રનો ઉપઘાત (હાની) થાય એમ હોય, તેવા અનાયતન સ્થાનોનો પાપભીરૂ સાધુએ તુરંત ત્યાગ કરવો. જ્યાં ઘણાં સાધર્મિકો (સાધુઓ) શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, મૂલગુણ- પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહને સેવતાં હોય, જ્યાં ઘણાં સાધુઓ શ્રધ્ધા સંવેગ રહિત હોય ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ દોષ યુક્ત હોય-બાહ્યથી વેશ ધારણ કરતા હોય મૂલગુણ ઉત્તર ગુણના દોષોનો સેવતાં હોય તેને અનાયતન જાણો. [૧૧૩૬-૧૧૩૮]આયતન કોને કહેવાય ? આયતન બે પ્રકારે દ્રવ્ય આયતન અને ભાવ આયતન. દ્રવ્ય આયતન સ્થાન - જિનમંદિર, ઉપાશ્રય આદિ. ભાવ આયતન સ્થાન - ત્રણ પ્રકારે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ. જ્યાં સાધુઓ ઘણાં શીલવાન, બહુશ્રુત ચારિત્રાચારનું પાલન કરતાં હોય તેને આયતન જાણો. આવા સાધુઓની સાથે વસવું. સારા માણસો (સાધુ)નો સંસર્ગ, એ શીલગુણોથી દરિદ્ર હોય તો પણ તેને શીલ આદિ ગુણોવાળો બનાવે છે. જેમ મેરૂ પર્વત ઉપર ઉગેલું ઘાસ પણ સોનાપણાને પામે છે. તેમ સારા ગુણવાળાનો સંસર્ગ કરવાથી પોતાનામાં તેવા ગુણો ન હોય તો પણ તેવા ગુણો પ્રાપ્ત થાય છે. [૧૧૩૯-૧૧૪૧]આયતનનું સેવન કરતાં એટલે સારા શીલવાન. સારા જ્ઞાનવાન અને સારા ચારિત્રવાન સાધુઓની સાથે રહેતાં પણ સાધુને “કંટકપથીની જેમ કદાચ રાગ દ્વેષ આવી જાય અને તેથી વિરુદ્ધ આચરણ થઈ જાય. તે પ્રતિસેવન બે પ્રકારે Page #77 -------------------------------------------------------------------------- ________________ ઓહનિજુત્તિ-(૧૧૪૨) ૧. મૂળ ૨.ઉત્તર ગુણ. મૂલગુણમાં છ પ્રકારે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન સંબંધી કોઈ દોષો લાગી જાય. ઉત્તરગુણમાં ત્રણ પ્રકારે – ઉદ્દગમ, ઉત્પાદનો અને એષણા સંબંધી કોઈ દોષો લાગી જાય. આ પ્રતિસેવન કહેવાય- પ્રતિસેવન. દોષોનું સેવવુ તે. [૧૧૪૨]પ્રતિસેવના, મલિન, ભંગ, વિરાધના, સ્કૂલના, ઉપઘાત, અશુધ્ધી અને સબલીકરણ એકાર્થિક નામો છે. [૧૧૪૩] ચારિત્રનું પાલન કરતાં જે જે વિરૂદ્ધ આચરણ થાય તેને પ્રતિસેવના કહેવાય. પ્રાણાતિપાતાદિ છ સ્થાન અને ઉદ્ગમાદિ ત્રણ સ્થાનમાંના કોઈપણ એક સ્થાનમાં સ્કૂલના થઈ હોય તો સાધુએ દુઃખના ક્ષય માટે વિશુદ્ધ થવા આલોચના કરવી. [૧૧] આલોચનો બે પ્રકારે મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણ સંબંધી. આ બને આલોચના સાધુ, સાધ્વીવર્ગમાં ચાર કાનવાળી થાય છે. કેવી રીતે? સાધુમાં એક આચાર્ય અને આલોચના કરનાર સાધુ, એમ એના થઈ ચાર કાન, સાધ્વીમાં એક પ્રવર્તિની અને આલોચના કરનાર સાધ્વી, એમ એના થઈ ચાર કાન. તેઓ આચાર્ય પાસે મૂલગુણ અને ઉત્તરગુણની આલોચના કરે બન્નેના મળી આઠ કાનવાળી આલોચના થાય. એક આચાર્ય અને તેમની સાથે એક સાધુના મળી ચાર કાન તથા પ્રવર્તિની અને બીજી સાધ્વી આલોચનાકારી એમ ચારેના મળીને આઠકાન થાય. આચાર્ય વૃદ્ધ હોય તો છકાનવાળી પણ આલોચના થાય. સાધ્વીએ આચાર્ય પાસે આલોચના લેતી વખતે પાસે બીજી સાથ્વી અવશ્ય રાખવી. એકલી સાધ્વીએ કદી આલોચના ન કરવી. ઉત્સર્ગ રીતે આલોચના આચાર્ય મહારાજ પાસે કરવી જોઈએ. આચાર્ય મહારાજ ન હોય, તો બીજા દેશ ગામમાં તપાસ કરીને આચાર્ય મહારાજ પાસે આલોચના કરવી. આચાર્ય મહારાજ ન હોય, તો ગીતાર્થની પાસે આચોલના કરવી. ગીતાર્થ પણ ન મળે તો યાવતુ છેલ્લે શ્રીસિદ્ધ ભગવંતની સાક્ષીએ પણ અવશ્ય આલોચના કરી આત્મશુદ્ધિ કરવી. [૧૧૪૫] આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવદાયના, નિંદના, ગહ, વિકટ, સલૂદ્ધરણ એ પર્યાયવાચી નામો છે. [૧૧૪૬ ધીરપુરષોએ, જ્ઞાની ભગવંતોએ શલ્યોદ્ધાર કરવાનું ફરમાવ્યું છે, તે જાણીને સુવિહિત લોકો તેને જીવનમાં આચરીને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. [૧૧૪૭-૧૧૫૨] શુદ્ધિ બે પ્રકારે - દ્રવ્યશુદ્ધિ. ભાવશુદ્ધિ. દ્રવ્યશુદ્ધિ - વસ્ત્ર આદિને ચોખા કરવા. ભાવશુદ્ધિ-મૂલગુણ અને ઉત્તર ગુણોમાં જે દોષ લાગ્યા હોય, તેની આલોચના પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરવી. રૂપાદિ છત્રીસ ગુણોથી યુક્ત એવા આચાર્યને પણ શુદ્ધિ કરવાનો અવસર આવે તો બીજાની સાક્ષીએ કરવી જોઇએ. જેમ હોંશીયાર વૈદ્યને પણ પોતાની જાત માટેની ચિકિત્સા તો બીજાની પાસેથી લેવી પડે છે. તેમ પોતે પ્રાયશ્ચિત્તની વિધિ જાણતા હોય, તો પણ અવશ્ય બીજાની પાસે આલોચના કરી શુદ્ધિ કરવી જોઈએ. આવા આચાર્યને પણ બીજા આગળ આલોચનાની જરૂર છે, તો પછી બીજાની તો શી વાત. માટે સર્વ કોઇએ ગુરુ સમક્ષ વિનયભૂત અંજલી જોડી આત્માની શુદ્ધિ કરવી. આ સાર છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૧૫ જેમણે આત્માનો સર્વરજમલ દૂર કર્યો છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં ફરમાવ્યું છે કે ‘જે આત્મા સશલ્ય છે તેની શુદ્ધિ થતી નથી. સર્વ શલ્યોનો જે ઉદ્ધાર કરે છે, તે જ આત્મા શુદ્ધ બને છે.’ [૧૧૫૩] સહસા, અજ્ઞાનતાથી, ભયથી, બીજાની પ્રેરણાથી, સંકટમાં, રોગની પીડામાં, મૂઢતાથી, રાગ દ્વેષથી. દોષો લાગે છે અર્થાત્ શલ્ય થાય છે. સહસા- પગલું જોઇને ઉપાડ્યું ત્યાં સુધી નીચે કાંઈ ન હતું, પણ પગ મૂકતાં જ નીચે કોઇ જીવ આવી જાય. વગેરેથી. અજ્ઞાનતાથી- લાકડાં ઉપર નિગોદ વગેરે હોય પણ તેના જ્ઞાન વિના તેને લૂંછી નાખ્યું. વગેરેથી. ભયથી- જુઠું બોલે, પૂછે તેનો જુઠ્ઠો ઉત્તર આપે. વગેરેથી. બીજાની પ્રેરણાથી- બીજાએ આડું-અવળું સમજાવી દીધું ને તે મુજબ આ કાર્ય કરે. સંકટમાં-વિહાર આદિમાં ભૂખ તૃષા લાગી હોય, ત્યારે આહારાદિની શુદ્ધિની પૂરી તપાસ કર્યા સિવાય વાપરી લેવું વગેરેથી. રોગની પીડામાં- આધાર્મિ આદિ વાપરતાં મૂઢતાથી- ખ્યાલ નહિ રહેવાથી. રાગદ્વેષથી-રાગ તથા દ્વેષથી દોષો લાગે. ૭૫ [૧૧૫૪-૧૧૫૫] ગુરુ પાસે જઇ વિનયપૂર્વક બે હાથ જોડીને જે રીતે દોષો થયા હોય, તે બધા દોષો શલ્યરહિત રીતે, જેવી રીતે નાનું બાળક પોતાની માતા પાસે જેવું હોય તેવું સરળ રીતે કહી દે છે તેવી રીતે માયા અને મદથી રહિત થઇ દોષો જણાવીને પોતાની આત્મ શુદ્ધિ કરવી જોઇએ. [૧૧૫૬] શલ્યનો ઉધ્ધાર કર્યાં પછી માર્ગના જાણ આચાર્ય ભગવંત જે પ્રાયશ્ચિત્ત આપે, તેને તે રીતે વિધિ પૂર્વક પૂર્ણ કરી આપવું જોઇએ. કે જેથી અનવસ્થા પ્રસંગ ન થાય. અનવસ્થા એટલે અકાર્ય થાય તેની આલોચના ન કરે અથવા આલોચના લઇને તે પૂર્ણન કરે, [૧૧૫૭-૧૧૬૧] શસ્ત્ર, ઝેર, જે નુકશાન નથી કરતાં, કોઈ વેતાલની સાધના કરી પણ અવળી કરી તેથી વેતાલ પ્રતિકૂલ થઈને જે દુઃખ નથી આપતો, ઉલ્ટું ચાલેલું યંત્ર જે નુકશાન નથી કરતું, તેનાથી કંઈ ગણું દુઃખ શલ્યનો ઉધ્ધાર-આત્મશુદ્ધિ નહિ કરવાથી થાય છે. શસ્ત્ર આદિના દુઃખથી બહુ બહુ તો એક ભવનું જ મરણ થાય, જ્યારે આત્મશુદ્ધિ નહિ કરવાથી દુર્લભબોધિપણું અને અનંત સંસારીપણું આ બે ભયંકર નુકશાન થાય છે. માટે સાધુએ સર્વ અકાર્યપાપોની આલોચના કરી આત્મશુદ્ધિ ક૨વી જોઈએ. ગારવ રહિતપણે આલોચના કરવાથી મુનિ ભવસંસારરૂપી લતાના મૂળને છેદી નાખે છે, તથા માયાશલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાદર્શન શલ્યને દૂર કરે છે. જેમ મજુર માથે ઉપાડેલા ભારને નીચે મૂકવાથી હળવો થાય છે, તેમ સાધુ ગુરુની પાસે શલ્ય રહિત પાપોની આલોચના નિંદા, ગહ કરવાથી કર્મરૂપી ભારથી હળવો થાય છે. સર્વ શલ્યોથી શુદ્ધ બનેલો સાધુ ભક્ત પ્રત્યાખ્યાન અનશનમાં અત્યંત ઉપયોગવાળો થઈ મરણાંતિક આરાધના કરતો રાધા વેધને સાધે છે. એટલે સમાધિપૂર્વક કાળ કરી પોતાનો ઉત્તમાર્થ સાધી શકે છે. [૧૧૬૨] આરાધનામાં તત્પર સાધુ સારી રીતે આરાધના કરી, સમાધિ પૂર્વક કાળ કરે તો ત્રીજા ભવે અવશ્ય મોક્ષ પામે છે. [૧૧૬૩] સંયમની વૃદ્ધિને માટે ઘીર પુરુષો એ આ સામાચારી કહેલી છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઓહનિજ્જુત્તિ - (૧૧૬૪) [૧૧૬૪] ચરણકરણમાં આયુક્ત સાધુ, આ પ્રમાણેની સામાચારીનું પાલન કરતાં અનેક ભવમાં બાંધેલા અનંતા કર્મોને ખપાવે છે. મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ. ૭૬ ૪૧ ‘ઓહનિજ્જુત્તિ’ગુર્જરછાયાપૂર્ણ બીજું મૂળસૂત્ર (૧) ગુર્જરછાયાપૂર્ણ Page #80 -------------------------------------------------------------------------- ________________ [૭૭] s नमो नमो निम्मल सणस्स પંચમગણઘર શ્રી સુધર્માસ્વામિને નામ ( ૪૧ પિંડનિક્યુત્તિ (બીજું મૂળસૂત્ર-ગુર્જરછાયા મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ આવશ્યક છે. સંયમ સાધના માનવ દેહથી થાય છે. દેહ ટકાવવા આહાર જરૂરી છે. આ આહાર શુદ્ધિ કે નિર્દોષ આહાર માટે “દસયાલિય” સૂત્રમાં પાંચમું પિપૈષણા નામક અધ્યયન છે. તેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની રચેલ પિંડનિસ્કુત્તિ છે. જેમાં ભાષ્ય ગાથા પણ છે અને પૂ. મલયગીરી મહારાજની ટીકા પણ છે. (અમે લગભગ ૧૩૫કમાંકપર્વતની નિયુક્તિ-ભાષ્યના અક્ષરશઃ અનુવાદ પછી એવું અનુભવ્યું કે સાધુ-સાધ્વીને પ્રત્યક્ષ અને નિતાંત ઉપયોગી એવા આ આગમનો ગાથાબત અનુવાદ કરવાને બદલે ઉપયોગીતા મૂલ્યવધુ પ્રતીત થાય તે રીતે આવશ્યકતા મુજબ થોડું વિશેષ સંપાદન-સંકલન કરીને અને જરૂર મુજબ વૃત્તિ-ટીકાનો સહારો લઈને જે ગુર્જરછાયા અપાય તો વિશેષ આવકાર્ય બનશે. તેથી ગાથાબદ્ધ ગુર્જરછાયાન કરતાંવિશિષ્ટ પદચ્છેદરૂપેઅનુવાદમૂકેલ છે. માયાચનાસ- મુનિદીપરત્નસાગર [૧-૧૪] પિંડ એટલે સમુહ. તેના ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપિંડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. આહાર, શય્યા, ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડનો વિચાર કરવાનો છે. પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. ઉગમ, ઉત્પાદના, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ. ઉદ્દગમ- એટલે આહારની ઉત્પત્તિ. એથી ઉત્પન્ન થતા દોષો તે ઉદ્ગમાદિ દોષો કહેવાય છે, તે આધાકમદિ સોળ પ્રકારે થાય છે, આ દોષો ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્પાદનાએટલે આહારને મેળવવો એમાં થતાં દોષો ઉત્પાદનાદિ દોષો કહેવાય છે, તે ધાત્રી આદિ સોળ પ્રકારે થાય છે. આ દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે. એષણાના-ત્રણ પ્રકારો છે. ગવેષણા એષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણા. ગવેષણા એષણાના આઠ પ્રકારો- પ્રમાણ, કાળ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માત્રક, કાઉસ્સગ્ન, યોગ અને અપવાદ પ્રમાણ- ભિક્ષા માટે ગૃહસ્થોનાં ઘેર બે વાર જવું. અકાલે ઠલ્લાની શંકા થઈ તો તે વખતે પાણી લેવા. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા. કાળ-જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય ત્યારે જવું. આવશ્યક- ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં “આવસ્યહિ કહેવી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭. પિંડનિજ્જુત્તિ- (૧૪) સંઘાટ્ટક- બે સાધુએ સાથે ભિક્ષાએ જવું. ઉપકરણ- ઉત્સર્ગથી સઘળાં ઉપકરણો સાથે લઇને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઇને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રાં, પડલાં, રજોહરણ, બે વસ્ત્ર અને દાંડો લઇને ગોચરી જાય. માત્રક પાત્રની સાથે બીજું માત્રક લઇને ભિક્ષાએ જાય. કાઉસ્સગ્ગ- ઉપયોગ કરાવણિય’નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ગ કરીને આદેશ માંગે. ‘સંદિસહ’ આચાર્ય કહે ‘લાભ’ સાધુ કહે (કહું લેસુ) આચાર્ય કહે (જહા ગહિયં પુવ્વસાહૂäિ) યોગ- પછી કહે કે “આવસ્સિયાએ જસ્ત જોગો’ જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, બીજી ભાવગવેષણા. દ્રવ્યગદ્વેષણા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાણું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી, આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલો (ઇચ્છા) થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું. રાણીને દુર્બળ થતી જોઈ. રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે ? તારે શું દુઃખ છે ?' રાણીએ સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાનાં માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે, પણ અત્યારે તે ફળોની ૠતુ નથી. માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા. ત્યાં તે બનાવટી ફળોના છુટાં છુટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યા. હરણીયાઓએ તે ફળો જોયા અને પોતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળો જોયા અને બધા હરણીયાઓને કહ્યું કે ‘કોઈ ધૂર્વે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળોની ૠતુ નથી.’ માટે તે ફળો ખાવા માટે કોઇએ જવું નહિ.’ આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ, કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવા ગયા, જ્યાં ફળો ખાવા લાગ્યા ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાઓને પરડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાઓએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઇચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં. ભાવગવેષણા કોઈ મહોત્સવ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઇ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાકિમ) ભોજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બોલાવીને ભોજન આપવા માંડ્યું. તેના મનમાં એક હતું કે ‘આ જોઇને સાધુને આહાર લેવા આવશે.' આચાર્યને આ વાતની કોઇ રીતે ખબર પડી ગઇ. તેથી સાધુઓને કહ્યું કે ‘ત્યાં આહાર લેવા જશો નહિં. કેમકે તે આહાર આધાર્મિ છે.’ કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળોમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી આદિની ગવેષણા કરવી જોઇએ અને Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૧૪ દોષિત આહાર પાણી આદિનો ત્યાગ કરવો જોઈએ. કેમકે નિર્દોષ આહાર આદિના ગ્રહણથી સંસારનો અંત શીધ્ર થાય છે. ગ્રહણ એષણા બે પ્રકારે. એક દ્રવ્ય, બીજી ભાવ દ્રવ્યગ્રહણ એષણા એક વનમાં કેટલાક વાનરો રહેતાં હતાં. એક વખતે ઉનાળામાં તે વનમાં, ફળ, પાન વગેરે સુકાઈ ગયેલા જોઈ મુખ્ય વાનરે વિચાર્યું કે બીજા વનમાં જઈએ.” બીજા સારાં વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાક વાનરોને મોકલ્યા. તે વાનરો તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરો ગયા. તે વનમાં એક મોટો દ્રહ હતો. આ જોઈને વાનરો ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી, તો તે દ્રહમાં જવાનાં પગલાં દેખતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરોને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કીનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પોલી નળી વાટે પાણી પીવું. જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વર્યાં તે સુખી થયા. અને જેઓ દ્રહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહોત્સવ વગેરેમાં આધાકમિ, ઉસિક આદિ દોષવાળા આહાર આદિનો ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુઓ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોનો ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવોમાં જન્મ, જરા, મરણ આદિનાં દુઃખો પામે છે. ભાવગ્રહણ એષણા અગીઆર પ્રકારો- સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પ્રાપ્ત, પરવૃત્ત, પતિત, ગુરુક, ત્રિવિધ, ભાવ. સ્થાન- ત્રણ પ્રકારનાં આત્મ ઉપઘાતિક, પ્રવચન ઉપઘાતિક, સંયમ ઉપઘાતિક. દાયક- આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, વૃદ્ધ, નોકર, નપુંસક, ગાંડો, ક્રોધાયમાન આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. ગમન- ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા માટે અંદર જાય, તો તેની ઉપર નીચેની જમીન તથા આજુબાજુ પણ જોવું. જો તે જતાં પૃથ્વી પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ગ્રહણ- નાનુ-નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કબાટ વાસેલું હોય, બારણું બંધ હોય, ઘણા માણસો આવજાવ કરતા હોય, ગાડા વગેરે આડા પડેલાં હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ કરવી નહિ. આગમન-ભિક્ષા લઈને આવતાં ગૃહસ્થ પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પ્રાપ્ત- કાચું પાણી, સંસક્ત કે ભીનું હોય તો ભિક્ષા ગ્રહણ કરવી નહિ. પરાવર્ત- આહાર આદિ બીજા વાસણમાંનાંખે તો તે વાસણને કાચું પાણી આદિ લાગેલું હોય તો તે વાસણમાંનો આહાર ગ્રહણ કરવો નહિ. પતિત- આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. યોગવાળો પિંડ છે કે સ્વાભાવિક છે, તે જોવું. ગુરુ મોટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ કરવી નહિ. ત્રિવિધ-કાલ ત્રણ પ્રકારે. ગ્રીષ્મ, હેમંત, અને વર્ષાકાલ. તથા આપનાર ત્રણ પ્રકારે, સ્ત્રી, પુરુષ અને નપુંસક. તે દરેકમાં તરૂણ, મધ્યમ અને સ્થવિર. નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉષ્માવાળી હોય છે અને પુરુષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકાર્ટ, સસ્નિગ્ધ ત્રણ હોય છે. તે દરેક સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારે છે. પુરકર્મ અને ઉદકર્તમાં ભિક્ષા ગ્રહણ ન કરવી. સસ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત્ત પાણીવાળા હાથ હોય, તે હાથનાં આંગળાં, રેખા અને હથેલી જો સુકાયેલા હોય તો ભિક્ષા ગ્રહણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ८० પિંડનિજ્જુત્તિ – (૧૪) કરાય. ભાવ-લૌકિક અને લોકોત્તર, બન્નેમા પ્રશસ્ત અને અપ્રશસ્ત. ગ્રાસએષણા બેતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહારગ્રહણ કરી, તપાસીને વિધિપૂર્વક ઉપાશ્રયમાં આવી, વિધિપૂર્વક ગોચરીની આલોચના કરવી. પછી મુહૂર્ત સુધી સ્વાધ્યાય આદિ કરી, આચાર્ય, પ્રાઘુર્ણક, તપસ્વી, બાલ, વૃદ્ધ આદિને નિમંત્રણા કરી આસક્તિ વગર વિધિપૂર્વક આહાર વાપરે. આહાર શુદ્ધ છે કે નહિ તેની તપાસ કરવી તે ગવેષણા એષણા, તેમાં દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો તે ગ્રહણએષણા. અને દોષ ન લાગે તે રીતે વાપરવો તે ગ્રાસએષણા કહેવાય છે. સંયોજના- તે દ્રવ્ય સંયોજના અને ભાવ સંયોજના એમ બે પ્રકારે છે. અર્થાત ઉદ્ગમ ઉત્પાદનાદિ દોષો ક્યા ક્યા છે, તે જામીને ટાળવાની ગવેષણા કરવી, આહાર ગ્રહણ કર્યા પછી સંયોજનાદિ દોષો ન લાગે તેમ આહાર વાપરવો એ ઉદ્દેશ છે. પ્રમાણઆહા૨ કેટલો વાપરવો તેનું પ્રમાણ અંગાર-સરસ આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરવાં. ધુમ્ર- ખરાબ આહારનાં કે આહાર બનાવનારની નિંદા કરવી. કારણ- કયા કા૨ણે આહાર વાપરવો અને કયા કારણે આહાર ન વાપરવો ? પિંડનિયુક્તિના આ આઠ દ્વારો છે. તેનું ક્રમસર વર્ણન કરાશે. [૧૫] દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તે દરેકના પાછા નવ નવ પ્રકારો છે. સચિત્તના નવ પ્રકારો- પૃથ્વીકાય પિંડ, અપ્લાય પિંડ, તેઉકાય પિંડ, વાયુકાયપિંડ, વનસ્પતિકાયપિંડ, બેઇન્દ્રિયપિંડ, તેઇન્દ્રિયપિંડ, ચઉરિન્દ્રિયપિંડ, અને પંચેન્દ્રિયપિંડ, મિશ્રમાં અને અચિત્તમાં પણ નવ ભેદો જાણવા. [૧૬-૨૨]પૃથ્વીકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે. નિશ્ચયથી સચિત્ત અને વ્યવહારથી સચિત્ત. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભા, શર્કરાપ્રભા આદિ પૃથ્વી, હિમવંત આદિ મહાપર્વતોના મધ્ય ભાગ આદિ. વ્યવહારથી સચિત્ત-જ્યાં ગોમય-છાણ વગેરે પડ્યાં ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્ય વગેરેની અવર-જવર ન હોય તેવાં જંગલ આદિ. મિશ્ર પૃથ્વીકાય-ક્ષીરવૃક્ષ, વડ, ઉદુમ્બર આદિ વૃક્ષોની નીચેનો ભાગ, એટલે ઝાડ નીચેનો છાયાવાળો બેસવાનો ભાગ મિશ્ર પૃથ્વીકાય હોય છે, હળથી ખેડેલી જમીન આર્દ્ર હોય ત્યાં સુધઈ, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે. ઈંધન ઘણું હોય પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઈંધન થોડું હોય પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બંન્ને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર. અચિત્ત પૃથ્વીકાય-શીતશસ્ત્ર, ઉષ્ણશસ્ત્ર, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અગ્નિ, લવણ, કાંજી, ઘી આદિથી હણાયેલ પૃથ્વી અચિત્ત થાય છે. અચિત્ત પૃથ્વીકાયનો ઉપયોગ-લૂતા સ્ફોટથી થયેલા દાહને શમાવવા માટે શેક કરવા, સર્પદંશ ઉપર શેક કરવા માટે અચિત્ત મીઠાનો, તેમજ બીમારી આદિમાં અને કાઉસ્સગ્ગ કરવા માટે, બેસવા, ઉઠવા, ચાલવા વગેર કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. [૨૩-૪૫]અકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી.નિશ્ચયથી સચિત્ત-ઘનોદધિ આદિ, કરાં, દ્રહ-સમુદ્રનો મધ્યભાગ આદિનું પાણી. વ્યવહારથી સચિત્ત-કુવા, તળાવ, વરસાદ આદિનું પાણી મિશ્ર અપકાય- બરાબર નહિ ઉકળેલું પાણી, જ્યાં સુધી ત્રણ ઉકાળા આવે નહિ ત્યાં સુધી મિશ્ર. વરસાદનું પાણી Page #84 -------------------------------------------------------------------------- ________________ માથા -૪૬ પ્રથમવાર ભૂમિ ઉપર પડતાં મિશ્ર હોય છે. અચિત્ત અપકાય-ત્રણ ઉકાળા આવેલું પાણી, તથા બીજાં શસ્ત્ર આદિથી હણાયેલું પાણી અચિત્ત થઈ જાય છે. અચિત્ત અપકાયનો. ઉપયોગ-શેક કરવો, તૃષા છીપાવવી, હાથ, પગ, વસ્ત્ર, પાત્ર આદિ ધોવાં વગેરેમાં ઉપયોગ થાય છે.(અહીં મૂળ નિયુક્તિમાં વસ્ત્ર કઈ રીતે ધોવા, તેમાં વડીલ આદિના કપડાંના કમની જાળવણી પાણી કેમ લેવું વગેરે વિધિ પણ છે જે ઓઘ નિયુક્તિમાં પણ આવેલી જ છે. માટે તેને વિશેષતા અહીં નોંધીનથી.) [૪૬-૪૮]અગ્નિકાય પિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે નિશ્ચયથી અને વ્યવહારથી. નિશ્ચયથી - ઈટના નીભાડાના મધ્ય ભાગનો તથા વીજળી વેગેરેનો અગ્નિ. વ્યવહારથી અંગારા આદિનો અગ્નિ. મિશ્ર અગ્નિકાય-તણખા, મુમુરાદિનો અગ્નિ. અચિત્ત અગ્નિ-ભાત, કુર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અગ્નિથી પરિપક્વ થયેલ. અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ-ઈટના ટુકડા, રાખ, આદિનો ઉપયોગ કરાય છે. તથા આહાર પાણી આદિનો વાપરવામાં ઉપયોગ કરાય છે. અગ્નિકાયના. શરીરો બે પ્રકારના હોય છે. બધેલક અને મુશ્કેલક. બધેલક-એટલે અગ્નિ સાથે સંબંધિત હોય તેવાં. મુશ્કેલક-અગ્નિરૂપ બનીને છુટા પડી ગયા હોય તેવા. આહાર આદિ મુશ્કેલક અગ્નિકાય છે અને તેનો ઉપયોગ વાપરવામાં થાય છે. ૪િ૯-૫૭વાયુકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારે, નિશ્ચયથી. અને વ્યવહારથી. નિશ્ચયથી સચિત્ત-રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે વલયાકારે રહેલો ધનવાત, તનવાત, અતિ ઠંડીમાં જે વાયુ વાય તે, અતિ દુર્દિનમાં વાતો આદિ. વ્યવહારથી સચિત્ત-પૂર્વ આદિ દિશાનો પવન, અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્ર-દત્તિ આદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર. અચિત્ત-પાંચ પ્રકારે. આક્રાંત-કાદવ આદિ દબાવવાથી નીકળતો વાયુ. ધંત-મસક આદિનો વાયું. પાલિત-ધમણ આદિનો વાયુ. શરીર અનુગત-શ્વાસોશ્વાસ-શરીરમાં રહેલો વાયુ. મિશ્ર-અમુક સમય સુધી મિશ્ર પછી સચિત્ત. અચિત્ત વાયુકાયનો ઉપયોગ અચિત્ત વાયુ ભરેલી મસક તરવાના કામમાં લેવાય છે, તથા ગ્લાનાદિના ઉપયોગમાં લેવાય અચિત્ત વાયુ ભરેલી મસક ક્ષેત્રથી સો હાથ સુધી તરે ત્યાં સુધી અચિત્ત, બીજા સો હાથ સુધી એટલે એકસો એકમાં હાથથી બસો હાથ સુધી મિશ્ર, બસો હાથ પછી વાયુ સચિત્ત થઈ જાય છે. નિષ્પ (ચોમાસુ) ઋક્ષ (શિયાળો-ઉનાળો) કાળમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અચિત્ત આદિ વાયુ ની જાણકારી માટે નો કોઠો. કાળ | | અચિત્ત | મિશ્ર | સચિત્ત [ઉત્કૃષ્ટ સ્નિગ્ધકાળ | એક પ્રહર સુધી બીજા પ્રહર સુધી | બીજા પ્રહરની શરૂઆતથી મધ્યમ સ્નિગ્ધકાળ | બે પ્રહર સુધી ત્રીજા પ્રહર સુધી ચોથાની શરૂઆતથી જઘન્ય નિષ્પકાળ બે પ્રહર સુધી ચાર પ્રહર સુધી પાંચમાંની શરૂઆતથી | જઘન્ય ક્ષકાળ એક દિવસ બીજે દિવસે ત્રીજે દિવસે મધ્યમ ઋક્ષકાળ બે દિવસ ત્રીજે દિવસે ચોથે દિવસે | ઉત્કૃષ્ટ ઋક્ષકાળ ત્રણ દિવસ ચોથે દિવસે પાંચમે દિવસે. Page #85 -------------------------------------------------------------------------- ________________ e પિંડનિજુત્તિ-(૫૮) [૫૮-૬૧]વનસ્પતિકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારેનિશ્ચયથી અને વ્યવહારથી.નિશ્ચયથી સચિત્ત-અનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્તપ્રત્યેક વનસ્પતિ. મિશ્ર ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરનો લોટ, ખાંડેલી ડાંગર વગેરે. અચિત્ત-શસ્ત્ર આદિથી પરિણત થયેલ વનસ્પતિ. અચિત્ત વનસ્પતિનો ઉપયોગ સંથારો, કપડાં, ઔષદ આદિમાં ઉપયોગ થાય છે. [૩-૬૭ બેઈન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ, પચેન્દ્રિયપિંડ. આ બધા એક સાથે પોતપોતાના સમુહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સચિત્ત, મિશ્ર, અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રયોજન. બેઈન્દ્રિયચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના, ઔષધ વગેરે કાર્યોમાં. તે ઈન્દ્રિય-ઉધહીની માટી વગેરે. ચ6રિદ્રિય-શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની આધાર વગેરે. પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે, નારકી, તીર્થંચ, મનુષ્ય અને દેવ. નારકીનો વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીર્થંચ પંચેન્દ્રિયનો ઉપયોગ-ચામડું હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડાં, વિષ્ટા, મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ-સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ રસ્તો આદિ પૂછવા માટે. અચિત્ત મનુષયની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ધસીને ઉપદ્રવ શાંત કરવા માટે. દેવનો ઉપયોગ-તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ આદિ પૂછવા માટે, તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે કરે. ૬૮-૮૩)ભાવપિંડ બે પ્રકારે છે-૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત. પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. પ્રશસ્ત ભાવપિંડ- એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. પાંચ પ્રકાર તે ૧- પ્રાણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદ વિરમણ, ૩ અદત્તાદાન વિરમણ, ૪ મૈથુન વિરમણ, અને ૫ પરિગ્રહ વિરમણ. છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને ૬ રાત્રિ ભોજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિડેષણા, સાત પાણેષણા, સાત અવગ્રહ પ્રતિમા. આમાં સાત પિવૈષણા તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, સંસૃષ્ટ-હાથ અને પાત્ર ખરડાયેલું, અસંસૃષ્ટ-હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, ઉદ્ધત-તપેલી આદિમાં કાઢેલું, અલ્પલેપ સેકેલા ચણા વગેરે અવગૃહીત-ભોજન માટે લીધેલું, પ્રગહિત-હાથમાં કોળીયો લીધેલો, ઉઝિતધર્મ-નાખી દેવા જેવી. સાત અવગ્રહ પ્રતિમા તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદા અભિગ્રહ રાખે છે. જેમકે-૧ “આવા પ્રકારનો ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારનો ઉપાશ્રય વાચીને ઉતરે છે. હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. હું બીજાને માટે વસતિ માગીશ. પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. હું મારો અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગું. હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઉભા ઉભા અથવા ઉત્કટુક આસને રહીશ. ઉપરની છઠ્ઠી પ્રમાણે જ, વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સંસ્તારક હશે તેનો તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજો નહિ આઠ પ્રકાર તે આઠ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૯ ૮૩ પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ. દસ પ્રકારે તે ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ. આ દશ પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થકર ભગવંતોએ કહેલો છે. અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકાર તે અસંયમ (વિરતિના અભાવરૂ૫) બે પ્રકારે તે-અજ્ઞાન અને અવિરતિ. ત્રણ પ્રકારે તેનમિત્ત્વ, અજ્ઞાન અને અવિરતિ. ચાર પ્રકારે તે-ક્રોધ, માન, માયા અને લોભ. પાંચ પ્રકારે તે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે–પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના સાત પ્રકારે તે-આયુષ્ય સિવાય સાત કર્મોનાં બંધના કારણભૂત અધ્યવસાયો. આઠ પ્રકારે તે-આઠે કર્મોના બંધના કારણભૂત. અધ્યવસાયો. નવ પ્રકારે તે બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે. દશ પ્રકારે તે ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ન કરવું તે. અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડ જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મોને ક્ષય થાય આત્મા કર્મોથી મૂકાય મુક્ત થતો જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. અહીં એકાદિ પ્રકારોને પિંડ શી રીતે કહેવાય ? આ શંકાના સમાધાનામાં સમજવું કે તે તે પ્રકારને આશ્રીને તેના અવિભાગ્ય અંશસમૂહને પિંડ કહેવામાં આવે છે. અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતો હોવાથી તે ભાવપિંડ કહેવાય છે. અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મોક્ષના અર્થી જીવોને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તોડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત્ત. દ્રવ્યપિંડ એને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે. [-૧૦૮] મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય માત્ર મોક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે. આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ. ઉગમાદિ દોષવાળો આહાર ચારિત્રનો નાશ કરનાર છે. શુદ્ધ આહાર મોક્ષના કારણરૂપ બને છે, જેમ તંતુ (સુતર) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સુતર બને છે અને સુતરથી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવનો મોક્ષ થાય. આ માટે સાધુએ ઉગમ ઉત્પાદનાદિ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો જોઇએ. તેમાં ઉદ્દગમના સોળ દોષો છે. તે આ પ્રમાણે- આઘાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ઉદેશિ- સાધુ વેગેરે બધા ભિક્ષાચરોને ઉદેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. પૂતિકર્મ- શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે. મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. પ્રાભૃતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડાં કરવાં તે. પ્રાદુ સ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં ખોલવા અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે. કીત-સાધુને વહોરાવવા માટે વેચાતું લેવું તે. પ્રામિય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે. પરિવર્તિત-સાધુને વહોરાવવા Page #87 -------------------------------------------------------------------------- ________________ પિંડનિત્તિ -(૧૦૮) માટે વસ્તુનો અદલો બદલો કરવો તે. અભ્યાહત-સાધુને વહોરાવવા માટે સામે લઈ જવું તે. ઉમિન-સાધુને વહોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તોડીને આપવો તે. માલાહત-ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે. આછેદ્ય-પુત્ર, નોકર આદિ પાસેથી બળજબરીથી ઝુંટવી લઇને આપવું તે. અનિસૃષ્ટ-ઘણાની માલિકની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિએ આપવી તે. અધ્યપૂરક-પોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (અહીં નિર્યુક્તિમાં આવતું જિતશ રાજાનું દાંત, કેટલીક વિશેષ વાતો, એસણાનો અર્થ તથા એસણાના પ્રકારો દર્શનાદિ શુદ્ધિ અને તે માટે આહારશુટિની આવશ્યકતા વગેરે વાતોઆ પૂર્વે કહેવાઈ ગઈ છે.માટે અહીં તેનું પુનરાવર્તન કરેલ નથી.) [૧૦] આધાકર્મના દ્વારો આધાકર્મના એકાર્થિક નામો, આવા કર્મ ક્યારે થાય ? આધાકર્મનું સ્વરૂપ અને પરાક્ષ, સ્વપક્ષ, તથા સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકારો. [૧૧૦-૧૧૬] આધાકર્મનાં એકાWક નામો આધાકર્મ, અધઃકર્મ આત્મઘ્ન, અને આત્મક”. આધાકર્મ એટલે “સાધુને હું આપીશ” આવો સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર તૈયાર કરવાની જે ક્રિયા. અધઃકર્મ- એટલે આધાકર્મ દોષવાળો આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે, અથવા નરકગતિમાં લઈ જાય માટે અધઃકર્મ આત્મબ-એટલે સાધુના ચારિત્રરૂપી આત્માનો નાશ કરનાર. આત્મકર્મ- એટલે અશુભકર્મનો બંધ થાય. આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જો કે સાધુ પોતે છકાયજીવનો વધ નથી કરતો, પરંતુ તેવો આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાયજીવના વધના પાપનો ભાગીદાર બને છે, [૧૧૭-૨૪૦] સંયમસ્થાનો-કંડકો-સંયમશ્રેણી, વેશ્યા તથા શાતા વેદનીય આદિ રૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકર્મી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધકર્મ કહેવાય છે. સંયમસ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધસ્થાનવાળા જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધસ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે અથતુ નીચામાં નીચા વિશુદ્ધિસ્થાને રહેલો સાધુ, ઉંચામાં ઉંચા વિશુદ્ધિસ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે. જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનની દ્રષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ કરવામાં આવે, તેવા ભાગોની સર્વ સંખ્યાનો વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગો હોય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગો સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે. સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, આ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૪૦ પ્રમાણે અનંતભાગ અનંત ભાગ વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી એ સ્થાનોની સંખ્યા એક અંગુલના અસંખ્યાતભાગમાં રહેલા પ્રદેશની સંખ્યા જેટલી થાય. અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ આકાશ પ્રદેશમાં રહેલા પ્રદેશોની સંખ્યા જેટલાં સંયમ સ્થાનોને, શાસ્ત્રની પરિભાષામાં એક કંડક કહેવાય છે. એક કંડકમાં અસંખ્યાતા સંયમસ્થાનોનો સમુહ હોય છે. આ પ્રમાણે થયેલા પ્રથમ કંડકના છેલ્લા સંયમ સ્થાનમાં જેટલા અવિભાજ્ય અંશો છે તેમાં અસંખ્યભાગ વૃદ્ધિ કરતાં જે સંખ્યા થાય તેટલી સંખ્યાનું બીજા કંડકનું પહેલું સ્થાન બને છે. ત્યાર બાદ તેનાથી બીજું સ્થાન અનંતભાગ અધિક કરતાં આવે એમ અનંતભાગ અધિક અનંતભાગ અધિકની વૃદ્ધિ કરતાં આખું કંડક થાય, તે પછી અસંખ્યભાગ અધિક ઉમેરતાં બીજા કંડકનું બીજું સ્થાન આવે. તેના અસંખ્યાત ભાગ વૃદ્ધિનું ત્રીજું સ્થાન. આ રીતે એક એક કંડકાન્તરિત અસંખ્યાતભાગ વૃદ્ધિવાળાં સંયમ સ્થાનો એક કંડક પ્રમાણે બને તે પછી, સંખ્યામભાગ અધિક વૃદ્ધિ કરતાં સંખ્યાત ભાગ અધિકનું પહેલું સંયમસ્થાન આવે. ત્યાર પછી અનંતભાગ અધિક એક કંડક પ્રમાણે કરતા એક એક અસંખ્યભાગ અધિકનું સંયમસ્થાન આવે, તે પણ કંડક પ્રમાણ થાય એટલે સંખ્યાતભાગ અધિકનું બીજ સંયમ સ્થાન આવે. તેમ ક્રમે ક્રમે વચમાં અનંતભાગ અધિક કંડકો તેની વચ્ચે અસંખ્યાતભાગ અધિક સ્થાનો આવતા જાય. જ્યારે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનોની સંખ્યા પણ કંડક પ્રમાણ થાય તે પછી સંખ્યાતગુણ અધિક પહેલું સંયમ સ્થાન આવે ત્યાર પછી કંડક સંખ્યા પ્રમાણ અનંતભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાનો આવે, ત્યાર પછી એક અસંખ્યભાગ વૃદ્ધિવાળા સંયમ સ્થાન આવે, એમ અનંતભાગ અધિક કિંડકોની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિકવાળા કંડક પ્રમાણ થાય. તે પછી પૂર્વના ક્રમે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનોનું કંડક કરવું. તે કંડક પુરૂ થયા પછી બીજું સંખ્યાતગુણ અધિકનું સંયમ સ્થાન આવે. ત્યાર બાદ અનંતભાગ અધિક સંયમ સ્થાનો કંડક પ્રમાણે, તેની વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનો કંડક પ્રમાણે, તે બેની વચ્ચે વચ્ચે સંખ્યતભાગ અધિક સંયમ સ્થાન આવે તે પણ કંડક પ્રમાણ થાય, ત્યાર પછી અસંખ્યગુણ અધિકનું પહેલું સંયમ સ્થાન આવે. ત્યાર બાદ પૂર્વક્રમથી કંડક પ્રમાણ અનંતભાગ અધિક સંયમ સ્થાનો તથા અનંતભાગ અધિક સંયમ સ્થાનોની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણ અસંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનો આવે, તે પછી બન્નેની વચ્ચે કંડક પ્રમાણે સંખ્યાતભાગ અધિક સંયમ સ્થાનો આવે, તે પછી ત્રણેની વચ્ચે વચ્ચે કંડક પ્રમાણે સંખ્યાત ગુણ અધિક સંયમ સ્થાનો આવે, તે પછી અસંખ્યાતગુણ અધિકનું બીજું સંયમ સ્થાન આવે. આ જ ક્રમે ચારેથી અંતરિત થયેલ અસંખ્યગુણ અધિકના સંયમ સ્થાનો કંડક પ્રમાણ કરવાં. તે પછી અનંતગુણ અધિકનું પહેલું સંયમ સ્થાન આવે. ત્યારબાદ પાંચે વૃદ્ધિના સંયમ સ્થાનો આવે, એટલે પ્રથમની જેમ અનંતભાગ અધિક કંડક પ્રમાણ સંયમ સ્થાનો આવે. તે પછી એક સંખ્યાતભાગ અધિકનું સંયમ સ્થાન આવે તે જ રીતે અનંતભાગ અંતરિત અસંખ્યાતભાગ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી એના આંતરાવાળું સંખ્યાતભાગ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું કંડક પ્રમાણ થાય, તે પછી ચારેના આંતરાવાળું અસંખ્યાત ગુણ અધિકનું કંડક પ્રમાણ થાય. તે પછી અનંતગુણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પિંડનિરિ-(૨૪) અધિકનું બીજું સંયમ સ્થાન આવે. આ ક્રમ પ્રમાણે અનંતગુણ અધિકના સ્થાનો પણ કંડક પ્રમાણ કરવાં. તે પછી ઉપર પ્રમાણે અનંતભાગ અધિકનું સંયમ સ્થાન તેની વચ્ચે વચ્ચે અસંખ્યભાગ અધિકનું. તે પછી બન્ને વચ્ચે વચ્ચે સંખ્યાતભાગ અધિકનું, તે પછી ત્રણના આંતરાવાળું સંખ્યાતગુણ અધિકનું અને તે પછી ચારના આંતરાવાળું અસંખ્યાતગુણ અધિકનું કંડક કરવું. એટલે ષ સ્થાનક પરિપૂર્ણ થાય. આવા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષટુ સ્થાનકો સંયમ શ્રેણીમાં બને છે. આ પ્રમાણે સંયમશ્રેણીનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલું છે. આધાકર્મી આહાર ગ્રહણ કરનાર વિશુદ્ધ સંયમ સ્થાનથી નીચે નીચે પડતો હીન હીન ભાવમાં આવતો યાવતુ રત્નપ્રભાદિ નરકગતિનું આયુષ્ય બાંધે છે, અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- આહાર તૈયાર કરતાં છ કયાદિનો આરંભ ગૃહસ્થ કરે છે, તો તે આરંભ આદિનું જ્ઞાનાવરણાદિ પાપકર્મ સાધુને આહારગ્રહણ કરતાં કેમ લાગે? કેમકે એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું નથી. જો એકે કરેલું કર્મ બીજામાં સંક્રમ થતું હોત તો ક્ષપકશ્રેણી ઉપર ચઢેલા મહાત્મા કૃપાલુ અને સઘળા જગતના જીવોના કર્મોનોનાશ કરવામાં સમર્થ છે; તેથી સઘળાંય પ્રાણીઓના જ્ઞાનાવરણાદિ કમને પોતાની ક્ષપકશ્રેણીમાં સંક્રમાવીને ખપાવી નાખે તો બધાનો એક સાથે મોક્ષ થાય. જો. બીજાએ કરેલા કર્મોનો સંક્રમ થઈ શકે તો, ક્ષપકશ્રેણીમાં રહેલ એક આત્મા સઘળાં પ્રાણીઓના કર્મને ખપાવી નાખવા સમર્થ છે. પરંતુ આમ બનતું નથી, તેથી બીજાએ કરેલું કર્મ બીજામાં સંક્રમી ન શકે? તેનો ઉત્તર આપતા જણાવે છે કે, જે સાધુ પ્રમત્ત હોય અને હોશિયાર નથી હોતો તે સાધુ કર્મથી બંધાય છે, પરંતુ જે અપ્રમત્ત અને હોશિયાર હોય છે તે કર્મથી બંધાતો નથી. આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે અશુભ પરિણામ છે. અશુભ પરિણામ થવાથી તે અશુભ કર્મબંધ કરે છે. જે સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરતા નથી, તેમના પરિણામ અશુભ થતા નથી, એટલે તેઓને અશુભ કર્મબંધ થતો નથી. માટે આધાકર્મી આહાર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રયત્નપૂર્વક સાધુએ કરવી નહિ. બીજાએ કરેલું કર્મ પોતાને ત્યારે જ બંધાય કે જ્યારે આધાકમ આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલો તે આહાર વાપરે. ઉપચારથી અહીં આધાકર્મને આત્મકર્મ કહેવામાં આવ્યું છે. કઈ વસ્તુ આધાકર્મી બને ? અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. આ ચાર પ્રકારનો આહાર આધાકર્મી બને છે. આ પ્રમાણે પ્રવચનમાં શ્રી તીર્થકર ભગવંતો કહે છે. કેવા પ્રકારનું આધાકર્મી બને છે? તો ધાન્યાદિની ઉત્પત્તિથી માંડીને ચારે પ્રકારનો આહાર અચિત્તપ્રાસુક થાય ત્યાં સુધી જો સાધુનો ઉદેશ રખવામાં આવ્યો હોય, તો તે તૈયાર થયેલ આહાર સુધીનું બધું આધાકર્મી કહેવાય છે. વસ્ત્રાદિ પણ સાધુ નિમિત્તે કરવામાં આવે તો સાધુને તે પણ બધું આધાકર્મી-અકથ્ય બને છે. પરંતુ અહીં પિંડનો અધિકાર હોવાથી અશનાદિ ચાર પ્રકારના આહારનો જ વિષય કહ્યો છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારનો આહાર આધાકર્મી બની શકે છે. તેમાં કૃત અને નિષ્ઠિત એમ ભેદ થાય. કત-એટલે સાધુને ઉદેશીને તે અશનાદિ કરવાની શરૂઆત કરવી. નિષ્ઠિત એટલે સાધુને ઉદ્દેશીને તે અશનાદિ પ્રાસુક અચિત્ત બનાવવું. શંકા- શરૂઆતથી માંડીને અશનાદિ આધાકર્મી કેવી રીતે સંભવે ? સાધુને આધાકર્મી Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૪૦ કલ્પ નહિ એમ જાણતો હોય કે ન જાણતો હોય તેવો કોઈ ગૃહસ્થ સાધુ ઉપરની અતિ ભક્તિથી કોઈ રીતે તેના જાણવામાં આવે કે “સાધુઓને આવા પ્રકારના આહાર આદિની જરૂર છે. એટલે તે ગૃહસ્થ તેવા પ્રકારના ધાન્ય વગેરે પોતે, અગર બીજા પાસે ખેતરમાં વાવીને તે વસ્તુ તૈયાર કરાવે. તો શરૂઆતથી તે વસ્તુ આધાકર્મી કહેવાય. અશનાદિ શરૂઆતથી માંડીને જ્યાં સુધી અચિત્ત ન બને ત્યાં સુધી તે 'કૃત’ કહેવાય છે અને અચિત્ત બન્યા પછી તે નિષ્ઠિત’ કહેવાય છે. કૃત અને નિષ્ઠિતમાં ચતુર્ભાગી ગૃહસ્થી અને સાધુને ઉદ્દેશીને થાય છે. સાધુને માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત. સાધુને માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત. ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને સાધુ માટે નિષ્ઠિત, ગૃહસ્થ માટે કૃત (શરૂઆત) અને ગૃહસ્થ માટે નિષ્ઠિત આ ચાર ભાંગામાં બીજા અને ચોથા ભાંગામાં તૈયાર થયેલ આહારાદિ સાધુને કલ્પી શકે. પહેલો અને ત્રીજો ભાંગો અકથ્ય. - સાધુને ઉદ્દેશીને ડાંગર વાવવી, ક્યારામાં પાણી ભરવું, ઉગ્યા પછી લણવી, ધાન્ય જુદું પાડવું અને ચોખા જુદા પાડવા માટે બે વખત છડે, ત્યાં સુધીનું બધું કત. કહેવાય. જ્યારે ત્રીજી વાર છડીને ચોખા છુટા પાડવામાં આવે ત્યારે તે નિષ્ઠિત કહેવાય. આ જ પ્રમાણે પાણી, ખાદિમ અને સ્વાદિમ માટે સમજી લેવું. ત્રીજી વાર પણ સાધુને નિમિત્તે છડીને તૈયાર કરવામાં આવેલા ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો પણ સાધુને તે ચોખા-ભાગ કલ્પ નહિ, એટલે તે આધાકર્મી જ ગણાય. પરંતુ ડાંગર બીજીવાર છડતા સુધી સાધુનો ઉદ્દેશ હોય અને ત્રીજી વાર ગૃહસ્થ પોતાના ઉદ્દેશથી છયા હોય અને પોતાના માટે રાંધ્યા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે છે. જે ડાંગર ત્રીજી વાર સાધુને છડીને ચોખા કરેલા હોય, તે ચોખા ગૃહસ્થ પોતાના માટે રાંધ્યા હોય તો તે તૈયાર થયેલા ભાત એક બીજાને આપ્યા, બીજાએ ત્રીજાને આપ્યા, ત્રીજાએ ચોથાને આપ્યા એમ યાવતું એક હજાર સ્થાને આપવામાં આવ્યા હોય ત્યાં સુધી તે ભાત સાધુને કહ્યું નહિ, પરંતુ એક હજાર પછીના સ્થાને ગયા હોય તો તે ભાત સાધુને કલ્પી શકે. કેટલાક આચાર્ય એમ કહે છે કે લાખો ઘેર જાય તો પણ કલ્પ નહિ. પાણી માટે-સાધુને ઉદ્દેશીને પાણી માટે કૂવો ખોદવાની ક્રિયાથી માંડીને છેવટે ત્રણ ઉકાળા થયા પછી જ્યાં સુધી નીચે ઉતારવામાં ન આવે ત્યાં સુધીની ક્રિયાને કૃત કહેવાય અને નીચે ઉતારવાની ક્રિયાને નિષ્ઠિત કહેવામાં આવે છે. આથી એમ નક્કી થાય છે કે સચિત્ત વસ્તુને અચિત્ત બનાવવાની શરૂઆત ક્યાં પછી છેવટે અચિત્ત બને ત્યાં સુધી જો સાધુનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકતી નથી, પરંતુ જો સાધુને ઉદ્દેશીને શરૂ કર્યા પછી અચિત્ત બનતાં પહેલાં સાધુનો ઉદ્દેશ ફેરવીને ગૃહસ્થ પોતાના માટે વસ્તુ તૈયાર કરે-અચિત્ત કરે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. વળી અચિત્ત વસ્તુને અગ્નિ વગેરેના આરંભથી સાધુને ઉદ્દેશીને પકવવામાં આવે તો તે વસ્તુ સાધુને કલો નહિ, પરંતુ તે અચિત્ત વસ્તુ પકવવાની શરૂઆત સાધુને ઉદ્દેશીને કરી હોય અને પકાવી, પણ પકાવીને તૈયાર કર્યા પછી ચૂલા ઉપરથી ગૃહ પોતાના માટે ચે ઉતારી હોય તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ અચિત્ત વસ્તુ ગૃહસ્થ પોતાના માટે પકવવાની શરૂઆત કરી હોય અને પકાવી હોય પણ સાધુ આવવાના કે આવ્યાના - સમાચાર જાણી સાધુને વહોરાવવાના નિમિત્તે તે તૈયાર થયેલી વસ્તુ ચૂલા ઉપરથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પિંડનિષુત્તિ-(૨૪૦) નીચે ઉતારે તો તે વસ્તુ સાધુને કહ્યું નહિ. કોના માટે બનાવેલું આધાકર્મી કહેવાય? પ્રવચન અને લિંગ-વેષથી જે સાધુનો સાધર્મિક હોય, તેમને માટે બનાવેલી વસ્તુ સાધુને માટે આધાકર્મી દોષવાળી છે, એટલે તે વસ્તુ સાધુને કહ્યું નહિ. પરંતુ પ્રત્યેકબુદ્ધ, નિલવ, તીર્થંકર આદિ માટે બનાવેલ વસ્તુ સાધુને કહ્યું. સાધર્મીકના પ્રકાર જણાવે છે. ૧ નામ, ૨ સ્થાપના, ૩દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાળ, ૬ પ્રવચન, ૭ લિંગ, ૮ દર્શન, ૯ જ્ઞાન, ૧૦ ચારિત્ર, ૧૧ અભિગ્રહ, અને ૧૨ ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હોય. આ બાર પ્રકારના સાધમિકમાં કચ્છ અને અકથ્યપણું જણાવે છે. નામ સાધર્મિકકોઈ માણસ પોતાના પિતા જીવતા હોય ત્યારે કે મૃત્યુ પામ્યા બાદ તેમના અનુરાગથી તે નામવાળાને આહાર આપવાની ઈચ્છા કરે, એટલે તે સંકલ્પ કરે કે “જે કોઈ દેવદત્ત નામના ગૃહસ્થ કે ત્યાગી હોય તે બધાને મારે ભોજન તૈયાર કરીને આપવું.” જ્યાં આવો સંકલ્પ હોય તો દેવદત્ત નામના સાધુને તે ભોજન કર્ભે નહિ, પરંતુ તે નામ સિવાયના બીજા નામવાળા સાધુઓને કહ્યું. સ્થાપના સાઘર્મિ-કોઈના સંબંધીઓ દીક્ષા લીધી હોય અને તેમના રાગથી તે સંબંધી સાધુની મૂર્તિ કે ચિત્ર બનાવીને તેની આગળ મૂકવા ભોજન તૈયાર કરાવે અને પછી સંકલ્પ કરે કે “આવા વેષવાળાને મારે આ ભોજન આપવું.” તો સાધુને કહ્યું નહિ, દ્રવ્યસાઘર્મિક- સાધુ કાળધર્મ પામ્યા હોય અને તેમના નિમિત્તે આહાર બનાવીને સાધુને આપવાનો સંકલ્પ કર્યો હોય તો સાધુને તે આહાર લેવો કલ્પે નહિ. ક્ષેત્રસાધર્મિક-સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, આદિ પ્રદેશને ક્ષેત્ર કહેવાય. તેમજ ગામ, નગર, પોળ, મહોલ્લો આદિ પણ ક્ષેત્ર કહેવાય. સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને મારે આહાર આપવો.” આવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં જન્મેલા સાધુઓને ન કહ્યું, બીજા સાધુઓને કલ્પે. કાળસાઘર્મિક મહિનો, દિવસ પ્રહર આદિ કાલ કહેવાય. ‘અમુક તિથિ, અમુક વાર કે અમુક પ્રહરમાં જન્મેલાને મારે ભોજન આપવું.” આવો સંકલ્પ કર્યો હોય તો, તે મહિનો, તિથિ, વાર, પ્રહરમાં જન્મેલા સાધુને તે આહાર કહ્યું નહિ. તે સિવાયના ન કલ્પે. પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવના. આ સાત પ્રકારના સાધર્મિકમાં દ્વિસંયોગી ૨૧ ભાંગા થાય છે. તે આ પ્રમાણે ૧ પ્રવચન અને લિગ. ૨ પ્રવચન અને દર્શન. ૩ પ્રવચન અને જ્ઞાન. ૪ પ્રવચન અને ચારિત્ર. ૫ પ્રવચન અને અભિગ્રહ. ૬ પ્રવચન અને ભાવના. ૭ લિંગ અને દર્શન. ૮ લિંગ અને જ્ઞાન. ૯ લિંગ અને ચારિત્ર. ૧૦ લિંગ અને અભિગ્રહ. ૧૧ લિંગ અને ભાવના. ૧૨ દર્શન અને જ્ઞાન. ૧૩ દર્શન અને ચારિત્ર. ૧૪ દર્શન અને અભિગ્રહ. ૧૫ દર્શન અને ભાવના ૧૬ જ્ઞાન અને ચારિત્ર. ૧૭ જ્ઞાન અને અભિગ્રહ. ૧૮ જ્ઞાન અને ભાવના. ૧૯ ચારિત્ર અને અભિગ્રહ. ૨૦. ચારિત્ર અને ભાવના. ૨૧ અભિગ્રહ અને ભાવના. ઉપરમુજબના એકવીસે ભેદોમાં ચાર ચાર ભાંગા નીચે મુજબ થાય છે. પ્રવચનથી સાધર્મિક, લિંગ (વેષ)થી નહિ. લિંગથી સાધર્મિક પ્રવચનથી નહિ. પ્રવચનથી સાધર્મિક અને લિંગથી સાધર્મિક પ્રવચન નહિ અને લિંગથી નહિ. આ પ્રમાણે બાકીના વીસ-ભેદોમાં ૪-૪ ભાંગા સમજી લેવાં. Page #92 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૪૦ પ્રવચનથી સાઘર્મિક પણ લિંગથી સાધર્મિક નહિ. અવિરતિ સમ્યગદ્રષ્ટિથી માંડીને શ્રાવકથઈ દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધર્મિક નથી. લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી સાધર્મિક નહિ- શ્રાવકની અગીઆરમી પ્રતિમા વહન કરનાર (મુંડન-કરાવેલું હોય છે) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે. નિધવો સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી સાધર્મિક છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી શકે. પરંતુ જો તેને નિધવ તરીકે લોકો જાણતાં ન હોય તો તેવા નિધવા માટે કરેલું પણ સાધુને કહ્યું નહિ. પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધર્મિક-સાધુ અથવા અગીઆરમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કહ્યું, શ્રાવક માટે કરેલું કહ્યું. પ્રવચનથી સાઘર્મિક નહિ અને લિંગથી પણ સાઘર્મિક નહિ-ગૃહસ્થ, પ્રત્યેકબુદ્ધ અને તીર્થકર, તેમના માટે કરેલું સાધુને કહ્યું. કેમકે પ્રત્યેકબુધ્ધો અને શ્રી તીર્થંકર લિંગ અને પ્રવચનથી અતીત છે. આ જ રીતે પ્રવચન અને દર્શનની પ્રવચન અને જ્ઞાનની પ્રવચન અને ચારિત્રની પ્રવચન અને અભિગ્રહની, પ્રવચન અને ભાવનાની, લિંગ અને દર્શન કે જ્ઞાન કે ચારિત્ર કે અભિગ્રહ કે ભાવનાની ચતુર્ભગી, દર્શન સાથે જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી, જ્ઞાન સાથે ચારિત્ર કે અભિગ્રહ કે ભાવનાની ચતુર્ભગી અને છેલ્લે ચારિત્ર સાથે અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી એ પ્રમાણે બીજી વસ ચતુર્ભાગી કરાય છે. આ દરેક ભેદમાં સાધુ માટે કરેલું હોય તો સાધુને ન કહ્યું. તીર્થંકર, પ્રત્યેકબુધ્ધ, નિહૂનવો અને શ્રાવક માટે કરેલું હોય તો સાધુને કહ્યું. કશા ઉચા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય?પ્રતિસેવના એટલે આધાકર્મી દોષવાળા આહારાદિનું વાપરવું. પ્રતિશ્રવણા એટલે આધાકર્મી આહારના નિમંત્રણનો સ્વીકાર કરવો. સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતાં હોય તેમની સાથે રહેવું. અનુમોદના એટલે આધાકર્મી આહાર વાપરતાં હોય તેની પ્રસંશા કરવી. આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ થાય છે. આ માટે ચોર, રાજપુત્ર, ચોરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું, એમ ચાર દૃષ્ટાંત છે. પ્રતિસેવના-બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરવો. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કોઈ સાધુ કહે કે 'તમે સંમત થઈને આધાકર્મી આહાર કેમ વાપરો છો?' આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે આમાં મને કંઈ દોષ નથી, કેમકે હું કંઈ આધાકર્મી આહાર લાવ્યો નથી, એ તો જે લાવે તેને દોષ લાગે. જેમ અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતો નથી, તેમ આધાકર્મી લાવે તેને દોષ લાગે. એમાં મને શું ? આ પ્રમાણે ઊંધુ દ્રષ્ટાંત આપે અને બીજાએ લાવેલો આધાકર્મી આહાર પોતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલો આધાકર્મી આહાર સાધુ વાપરે તો તે વાપરવાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચોરનું દ્રષ્ટાંત કોઈ એક ગામમાં ઘણાં ચોર લોકો રહેતાં હતા. એક વખત કેટલાંક ચોરો નજીકના કોઈ ગામમાં જઈને કેટલીક ગાયો ઉઠાવીને પોતાના ગામ તરફ આવતાં હતાં, ત્યાં રસ્તામાં બીજા કેટલાંક ચોરો અને મુસાફરો મળ્યાં. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતાં પોતાની દેશની હદ આવી ગઈ એટલે તે નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભોજન વખતે કેટલીક ગાયોને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પિંડનિજુત્તિ-(૨૪) તે વખતે બીજા કેટલાંક મુસાફરો આવ્યા. ચોરોએ તેમને પણ નિમંત્રણ કરીને બેસાડ્યા. પકાવેલું માંસ જમવા માટે આપવા લાગ્યા. તેમાંથી કેટલાંકે 'ગાયના માંસનું ભક્ષણ બહુ પાપકારી છે. એમ સમજી તે માંસ ખાધુ નહીં, કેટલાંક પીરસતાં હતા, કેટલાંક ખાતા હતા. એટલામાં સીપાઈઓ આવી પહોંચ્યા અને બધાને ઘેરી લઈને પકડી લીધા. જે રસ્તામાં ભેગા થયા હતાં તે કહેવા લાગ્યા કે ” અમે ગાયો ચોરી નથી, અમે તો રસ્તામાં ભેગા થયા હતાં મુસાફરોએ કહ્યું કે અમે તો આ બાજુથી આવીએ છીએ અને અહીં વિસામો લેવા છીએ સીપાઈઓએ તેમનું કંઈ સાંભળ્યું નહિ અને બધાને મારી નાંખ્યા. ચોરી નહિ કરવા છતાં રસ્તામાં ભેગાં થયેલા પણ ચોરોની સાથે મૃત્યુ પામ્યા. આ દ્રષ્ટાંતમાં ચોરોને રસ્તામાં અને ભોજન વખતે જ મુસાફરો મળ્યા. તેમાં પણ જે ભોજન કરવામાં ન હતા પરંતુ માત્ર પીરસવામાં હતા, તેઓને પણ સિપાઈઓએ પકડ્યા અને મારી નાખ્યા. તેમ અહીં પણ જે સાધુઓ બીજા સાધુઓને આધાકર્મી આહાર આપે છે, તે સાધુઓ નરકાદિ ગતિના હેતુભૂત કર્મથી બંધાય છે. તો પછી જેઓ આધાકર્મી આહાર વાપરે તેમને બંધ થાય તે માટે શું કહેવું? પ્રતિશ્રવણા-આધાકર્મી લાવનાર સાધુને ગુરુ દાક્ષિણ્યતાદિથી ‘લાભ” કહે, આધાકર્મી આહાર લઈને કોઈ સાધુ ગુરુ પાસે આવે અને આધાકર્મી આહાર આલોચના કરે. ત્યાં ગુરુ “સારું થયું તમને આ મળ્યું' એમ કહે, આ પ્રમાણે સાંભળી લેવું. પરંતુ નિષેધ ન કરે તો પ્રતિશ્રવણા કહેવાય. તેના ઉપર રાજપુત્રનું દ્રષ્ટાંત. ગુણસમૃદ્ધ નામના નગરમાં મહાબલ રાજા રાજ્ય કરે. તેમને શીલા મહારાણી છે. તેમની કુખે એક પુત્ર થયો તેનું નામ વિજિતસમર રાખ્યું. ઉંમર લાયક થતાં કુમારને રાજ્ય મેળવવાની ઈચ્છા થઈ અને મનમાં વિચારવા લાગ્યો કે મારા પિતા ઘરડા થયા છતાં હજુ મરતાં નથી, તેથી લાંબા આયુષ્યવાળા લાગે છે. માટે મારા સુભટોની સહાય મેળવીને મારા પિતાને મારી નાખ્યું અને હું રાજા બનું.” આ પ્રમાણે વિચાર કરી ગુપ્તસ્થાનમાં પોતાના સુભટોને બોલાવીને અભિપ્રાય જણાવ્યો. તેમાંથી કેટલાકે કહ્યું કે 'કુમાર! તમારો વિચાર ઉત્તમ છે. અમે તમારા કામમાં સહાયક થઈશું.' કેટલાંક કહ્યું કે આ પ્રમાણે કરો.” કેટલાંક મુંગા રહ્યા કંઈ પણ જવાબ આપ્યો નહિ. કેટલાંક સુભટોને કુમારની વાત રૂચી નહિ. એટલે રાજા પાસે જઈને ખાનગીમાં બધી વાત જાહેર કરી દીધી. આ વાત સાંભળતાં રાજ કોપાયમાન થયો અને રાજુકમાર અને સુભટોને કેદ કર્યા. પછી જેઓએ "સહાય કરીશું' એમ કહેલું. એમ કરો” એમ કહ્યું હતું અને જેઓ મુંગા રહ્યા હતા તે બધા. સુભટોને અને રાજકુમારને મારી નાખ્યા. જેઓએ રાજાને સમાચાર જણાવ્યા હતા તે સુભટોનો પગાર વધાર્યો, માન વધાર્યું અને સારું ઈનામ આપ્યું. કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મી આહાર વાપરવા માટે નિમંત્રણ કર્યું. આ નિમંત્રણ સાંભળીને એક સાધુએ તે આધાકર્મી આહાર વાપર્યો. બીજા એમ કહ્યું કે હું નહિ વાપરૂ.” તમે વાપરો.” ત્રીજો સાધુ કંઈ બોલ્યો નહિ. જ્યારે ચોથા સાધુએ કહ્યું કે સાધુઓને આધાકર્મી આહાર વાપરવો કલ્પ નહિ, માટે હું તે આહાર વાપરીશ નહિ.” આમાં પહેલા ત્રણને પ્રતિકવણા દોષ લાગે. જ્યારે ચોથા સાધુએ નિષેધ કરવાથી તેને ‘પ્રતિશ્રવણા’ દોષ લાગતો નથી. સંવાસ- આધાકર્મી આહાર વાપરતા હોય તેમના ભેગા રહેવું. અત્યંત રૂક્ષ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ગાથા - ૨૪૦ વૃત્તિથી નિવહ કરનાર સાધુને પણ આધાકર્મ આહાર વાપરનાર સાથેનો સહવાસ, આધાકર્મી આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલચાવીને નીચો પાડનારી છે. માટે આધાકર્મી આહાર વાપરનાર સાધુઓ સાથે રહેવું પણ ન કહ્યું. તેના ઉપર ચોરપલ્લીનું દ્રષ્ટાંત. વસંતપુર નગરમાં અરિમર્દન રાજા રાજ્ય કરે. તેમને પ્રિયદર્શના રાણી છે. વસંતપુર નગરની નજીકમાં થોડે દૂર ભીમ નામની પલ્લી આવેલી છે. કેટલાક ભીલ જાતિના ચોરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે. ભીલ લોકો. નજીકના ગામોમાં જઈ લૂંટફાટ કરે, લોકોને હેરાન કરે, બળવાન હોવાથી કોઈ સામંત રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોનો રંજાડ વધવા લાગ્યો એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી. આ સાંભળી અરિમર્દન રાજા કોપાયમાન થયો અને ઘણા સુભટો વગેરે સામગ્રી સજ્જ કરીને ભીલ લોકોની પલ્લી પાસે આવી પહોંચ્યો. ભીલોને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. તેમાં કેટલાક ભીલો મૃત્યુ પામ્યા, કેટલાક ભીલો નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ ક્યાં. ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચોર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા. પરંતુ રાજાના હુકમથી સૈનિકોએ તો બધાને કેદ કર્યા અને બધાને રાજા પાસે હાજર કર્યો. વાણિયાઓએ ઘણું કહ્યું કે અમે તો વાણિયા છીએ પણ ચોર નથી.” રાજાએ કહ્યું કે “તમે ભલે ચોર નથી પણ તમે તો ચોર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છો, કેમકે અમારા અપરાધી એવા ભીલ લોકોની સાથે રહ્યા છો.' આમ કહી બધાને શિક્ષા કરી. તેમ સાધુ પણ આધાકમ આહાર વાપરનારની સાથે રહે તો તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હોય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. અનુમોદના- આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવી. “આ પુણ્યશાળી છે. સારૂં સારૂં મળે છે અને રોજ સારૂં સારૂં વાપરે છે.” અથવા કોઈ સાધુ એમ બોલે કે અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતો નથી, જ્યારે આમને તો હંમેશાં ઇચ્છિત આહાર મળે છે, તે પણ પુરેપુરો, આદરપૂર્વક, વખતસર અને ઋતુઋતુને યોગ્ય મળે છે, આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.” આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવાથી અનુમોદનાનો દોષ લાગે છે. કોઈ સાધુઓ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કોઈ તેમની પ્રશંસા કરે કે ધન્ય છે, આ સુખે જીવે છે. જ્યારે બીજા કહે કે ધિક્કાર છે આમને, કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે.” જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાનો દોષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતો નથી. પ્રતિસેવના દોષમાં પ્રતિશ્રવણા-સંવાસ અને અનુમોદના ચાર દોષ લાગે, પ્રતિશ્રવણામાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દોષો લાગે. સંવાસ દોષમાં સંવાસ અને અનુમોદના બે દોષ લાગે. અનુમોદના દોષમાં એક અનુમોદના દોષ લાગે. માટે - સાધુઓએ આ ચારે દોષોમાંથી કોઈ દોષ ન લાગે તેની કાળજી રાખવી. આધાકર્મ કોના જેવું છે? આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. આધાકમ આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલો હોય તે Page #95 -------------------------------------------------------------------------- ________________ પિંડનિજજુત્તિ-(૨૪૦) પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઇને કોરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પ. સાધુએ અસંયમનો ત્યાગ કરેલો છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વસેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય. વળી તલનો લોટ, નાળીએર (શ્રીફળ) આદિ ફળ વિશ્વમાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિશ્વ કે અશુચિ પડે તો તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાકર્મી આહાર પડી જાય કે તેના ભેગો થાય તો તે શુદ્ધ આહાર પણ વાપરવા યોગ્ય રહેતો નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણવાર ધોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું છે. આધાકર્મ વાપરવામાં કયા ક્યા દોષો છે? આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં ૧ અતિક્રમ, ૨ વ્યતિક્રમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્ત્વ અને ૮ વિરાધના દોષો લાગે છે. અતિક્રમ- આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામનો દોષ લાગે છે. વ્યતિક્રમ- આધાકર્મી આહાર લેવા માટે વસતિ ઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિક્રમ નામનો દોષ લાગે છે. અતિચાર- આધાકર્મી આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વાપરવા બેસે અને જ્યાં સુધી કોળીઓ કરી મોંઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામનો દોષ લાગે છે. અનાચાર- આધાકર્મી આહારનો કોળીઓ મોંઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામનો દોષ લાગે છે. અતિક્રમાદિ દોષો ઉત્તરોત્તર વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદોષો છે. આજ્ઞાભંગ- વિના કારણે, સ્વાદની ખાતર આધાકર્મી વાપરવાથી આજ્ઞાભંગ દોષ લાગે છે. શ્રી તીર્થકર ભગવંતોએ કારણ વગર આધાકર્મી આહાર વાપરવાનો નિષેધ કરેલો છે. અનવસ્થા- એક સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જૂએ એટલે તેને પણ આધાકર્મી આહાર વાપરવાની ઈચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઇચ્છા થાય એમ પરંપરા વધે. એમ પરંપરા વધવાથી સંયમનો સર્વથા ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. આથી અનવસ્થા નામનો દોષ લાગે છે. મિથ્યાત્વ- દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા ત્રિવિધે ત્રિવિધે કરી હોય છે, આધાકમ આહાર વાપરવામાં પ્રાણીવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકર્મી આહારવાપરવો ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકમ આહાર વાપરતા જૂએ તેથી તેના મનમાં એમ થાય કે “આ સાધુઓ અસત્યવાદી છે, બોલે છે જુદું અને આચરે છે જુદું. આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્વ પામે. વિરાધના- વિરાધના ત્રણ પ્રકારે. આત્મવિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના. મહેમાનની જેમ સાધુ માટે આધાકર્મી આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તેવો આહાર સાધુ વધારે વાપરે. વધારે વાપરવાથી બીમારી આવે, સ્વાધ્યાય થાય નહિ, સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિહ્વળ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય, દર્શનનો નાશ થાય. પ્રત્યુપ્રેક્ષણાનો અભાવ એટલે ચારિત્રનો નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ. બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૪૦ ૯૩ વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમ વિરાધના. લાંબા કાળની માંદગીમાં આ સાધુઓ બહુ ખાનારા છે, પોતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.” વગેરે બીજા લોકો બોલે. આથી પ્રવચન વિરાધના. આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દોષો રહેલા છે. માટે આધાકર્મી આહાર વાપરવો ન જોઈએ. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરીને જે સાધુ આધાકર્મી આહાર વાપરે છે, તે સાધુને સદ્ગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમનો ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે. આ લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરવાથી જીવને ભારે દડાવું પડે છે. અર્થાત્ જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. આધાકર્મી આહાર વાપરવાની બુદ્ધિવાળા શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞાભંગના દોષથી દંડાય છે અને શુદ્ધઆહારની ગવેષણા કરનારને કદાચ આધાકર્મી આહાર વાપરવામાં આવી જાય તો પણ તેઓ દંડતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલું છે. આધાકર્મી આહાર આપવામાં ક્યા દોષો છે? નિવહ થતો હોય તે વખતે આધાકર્મીઅશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પરંતુ, નિવહિ થતો ન હોય (એટલે ગ્લાનાદિ કારણે) તો આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે. આધાકર્મી આહાર ચારિત્રનો નાશ કરનારો છે, એથી ગૃહસ્થો માટે ઉત્સર્ગથી સાધુને આધાકર્મી આહારનું દાન કરવું યોગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્ક ઉચિત છે અને લાભકારી છે. જેમ તાવથી પીડાતા દર્દીને ઘેબરાદિ આપનાર વૈદ્ય બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રોગમાં ઘેબરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી . આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય, કારણે આપવાથી બન્નેને લાભ થાય. આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું? આધાકર્મી આહાર ગ્રહણ થઇ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજું અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દ્રષ્ટાંત. શાલી નામના ગામમાં એક ગ્રામણી નામનો વણિક રહેતો હતો. તેને પત્નિ પણ ગ્રામણી નામની હતી. એકવાર વણિક દુકાને ગયો હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણી સાધુને શાલિજાતના ભાત વહોરાવવા લાવી. ભાત આધાકર્મી છે કે શુદ્ધ ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે હે શ્રાવિકા ! આ ચોખા ક્યાંના છે?' તે સ્ત્રીઓ કહ્યું કે “મને ખબર નથી, મારા પતિ જાણે, દુકાને જઇને પૂછી જૂઓ.” આથી સાધુએ દુકાને જઇને પૂછ્યું. વણિકે કહ્યું કે “મગધ દેશના સીમાડાના ગોમ્બર ગામથી આવ્યા છે. આ પ્રમાણે સાંભળી તે સાધુ ગોમ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે “આ રસ્તો કોઈ શ્રાવકે સાધુ માટે બનાવ્યો હોય તો ?' એ શંકાથી રસ્તો મૂકીને ઉંધા માર્ગે ચાલવા લાગ્યો. તેથી પગમાં કાંટા કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભય, સૂર્યનો તાપ પણ વધવા લાગ્યો. આધાકર્મની શંકાથી વૃક્ષની છાયામાં પણ બેસતો નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂચ્છ આવી ગઈ, ખૂબ ખૂબ હેરાન થઈ ગયો. Page #97 -------------------------------------------------------------------------- ________________ પિંડનિજજુત્તિ-(૨૪) આ પ્રમાણે કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થઈ શકતી નથી. આ અવિધિ પૃચ્છા છે, એ રીતે પૂછવું ન જોઇએ, પરંતુ વિધિપૂર્વક પૂછવું તે બતાવે છે- તે દેશમાં વસ્તુનો અભાવ હોય અને ત્યાં તે ઘણી લેવામાં આવે, ઘરમાં માણસો થોડા હોય અને રસોઈ વધારે દેખાય, ઘણો આગ્રહ કરતા હોય તો ત્યાં પૂછવું કે આ વસ્તુ કોના માટે અને કોના નિમિત્તે બનાવી છે? તે દેશમાં તે વસ્તુ ઘણી થતી હોય, તો ત્યાં પૂછવાની જરૂર નથી. પરંતુ ઘરમાં માણસો ઓછા હોય અને આગ્રહ કરે તો પૂછવું. અનાદર એટલે બહુ આગ્રહ ન હોય અને ઘરમાં માણસો ઘણા હોય તો પૂછવાની જરૂર નથી. કેમકે આધાકર્મી હોય તો આગ્રહ કરે. આપનાર સરળ હોય તો પૂછવામાં જેવું હોય તેવું કહી દે કે “ભગવન્! આ તમારે માટે બનાવેલું છે.” માયાવી હોય તો આ ગ્રહણ. કરો. તમારે માટે કંઈ બનાવ્યું નથી.” આમ કહીને ઘરમાં બીજાની સામું જુઓ, કે હસે. મુખ ઉપરના ભાવથી ખબર પડી જાય કે “આ આધાકમ છે.” “આ કોના માટે બનાવ્યું છે?” એમ પૂછતાં આપનાર રોષાયમાન થાય અને કહે કે “તમારે શી પંચાત?” તો ત્યાં આહાર ગ્રહણ કરવામાં શંકા ન રાખવી. ઉપયોગ રાખવા છતાં કેવી રીતે આધાકર્મનું ગ્રહણ થાય? જે કોઈ શ્રાવક-શ્રાવિકા અતિશય ભક્તિવાળા અને ગૂઢ આચારવાળા હોય તે આધાકર્મી આહાર બનાવીને વહોરાવામાં બહુ આદર બતાવે નહિ, પૂછવા છતાં સાચુ કહે નહિ, અથવા વસ્તુ થોડી હોય એટલે અશુદ્ધ કેમ હોય? તેથી સાધુએ પૂછ્યું ન હોય. આ કારણોથી તે આહાર આધાકર્મી હોવા છતાં, શુદ્ધ જાણીને ગ્રહણ કરવાથી સાધુ ઠગાય. ગૃહસ્થના છળથી આધાકર્મી ગ્રહણ કરવા છતાં નિર્દોષતા કેવી રીતે? ગાથામાં ફાસુભોઇ' એનો અર્થ અહીંયા “સર્વ દોષથી રહિત શુદ્ધ આહાર વાપરનાર કરવાનો છે.” સાધુનો આચાર છે કે ગ્લાનાદિ પ્રયોજન વખતે નિર્દોષ આહારની ગવેષણા કરવી. નિર્દોષ ન મળે તો ઓછાઓછા દોષવાળી વસ્તુ લેવી, તે ન મળે તો શ્રાવક આદિને સૂચના કરીને દોષવાળી લેવી. શ્રાવકના અભાવે શાસ્ત્રની વિધિપૂર્વક ગ્રહણ કરવું. પણ અપ્રાસુક એટલે સચિત્ત વસ્તુ તો કદી પણ ન લેવી. આધાકર્મી આહાર વાપરવાના પરિણામવાળો સાધુ શુદ્ધ આહાર વાપરવા છતાં, કર્મબંધથી બંધાય છે, જ્યારે શુદ્ધ આહારની ગવેષણા કરવાવાળાને કદાચ આધાકમ આહાર આવી જાય અને તે અશુદ્ધ આહાર વાપરવા છતાં તે કર્મબંધથી બંધાતો નથી. કેમકે તેને આધાકર્મી આહાર વાપરવાની ભાવના નથી. શુદ્ધમાં અશુદ્ધ બુદ્ધિથી વાપરનાર સાધુ કર્મથી બંધાય છે. શુદ્ધની ગવેષણા કરતાં અશુદ્ધ આવી જાય તો પણ ભાવ શુદ્ધિથી સાધુને નિર્જરા થાય છે, તેના ઉપર હવે દ્રષ્ટાંત આચાર્ય ભગવંત શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજ ૫૦૦ શિષ્યથી પરિવરેલા શાસ્ત્રની વિધિપૂર્વક વિહાર કરતા કરતા પોતનપુર નામના નગરમાં આવ્યા. પ૦૦ શિષ્યોમાં એક પ્રિયંકર નામના સાધુ મા ખમણને પારણે માસખમણની તપશ્ચર્યા કરનારા હતા. પારણાના દિવસે તે સાધુએ વિચાર્યું કે “મારૂં પારણું જાણીને કોઇએ આધાકર્મી આહાર કર્યો હોય માટે, નજીકના ગામમાં ગોચરી જઉં, કે જેથી શુદ્ધ આહાર મળે.” આમ વિચાર કરી તે ગામમાં ગોચરી નહિ જતાં નજીકના કોઈ એક ગામમાં ગયા. તે ગામમાં યશોમતી નામની વિચક્ષણ શ્રાવિકા Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૪૦ ૫ રહેતી હતી. માણસોના મુખથી તપસ્વી પારણાનો દિવસ તેના જાણવામાં આવ્યો હતો, એટલે તેણીએ વિચાર્યું કે “કદાચ તે તપસ્વી મહાત્મા પારણા માટે આવે તો મને લાભ મળે, એ હેતુથી અત્યંત ભક્તિપૂર્વક ખીર વગેરે ઉત્તમ રસોઈ તૈયાર કરી. ખીર વગેરે ઉત્તમ દ્રવ્યો જોઈને સાધુને આધાકર્મીની શંકા ન પડે, એટલા માટે પાંદડાંના પડિયામાં બાળકો માટેની થોડી થોડી ખીર નાખી રાખી અને બાળકોને શિખવી રાખ્યું કે “જો આવા પ્રકારના સાધુ અહીં આવે તો બોલવું કે “હે મા ! અમને આટલી બધી ખીર કેમ આપી? બનવા જોગે તે તપસ્વી સાધુ ફરતાં ફરતાં સૌથી પહેલાં યશોમતી શ્રાવિકાને ઘેર આવી પહોંચ્યાં. યશોમતિ અંતરથી ખૂબ ઉલ્લાસ પામી, પરંતુ સાધુને શંકા ન પડે એટલે બહારથી ખાસ કોઈ આદર બતાવ્યો નહિ, બાળકો શિખવાડ્યા પ્રમાણે બોલવા લાગ્યા, એટલે યશોમતીએ બાળકોને ઠપકો આપ્યો. અને બહારથી અનાદર અને રોષપૂર્વક સાધુને કહ્યું કે “આ બાળકો ગાંડા થઈ ગયા છે. ખીર પણ એમને રૂચતી નથી. જે તમને રૂચતી હોય તો લો નહિતર બીજે જાવ.” મુનિને આધાકર્મી આદિ વિષે શંકા નહિ લાગવાથી પાતરૂં કાઢ્યું. યશોમતિએ ખૂબ ભક્તિપૂર્વક પાતરૂં ભરી દીધું અને બીજુ ઘી, ગોળ વગેરે ભાવથી વહોરાવ્યું. સાધુ આહાર લઈને વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક ગામ બહાર નીકળ્યા અને કોઈ એક વૃક્ષ નીચે ગયા, ત્યાં વિધિપૂર્વક ઈરિયાવહિ આદિ કરી, પછી કેટલોક સ્વાધ્યાય કર્યો અને વિચારવા લાગ્યા કે “આજે ગોચરીમાં ખીર વગેરે ઉત્તમ દ્રવ્ય મળેલ છે, તો કોઈ સાધુ આવીને મને લાભ આપે તો હું સંસાર સમુદ્રને તરી જાઉં. કેમકે સાધુઓ નિરંતર સ્વાધ્યાયમાં રક્ત હોય છે અને સંસારસ્વરૂપને યથાવસ્થિત-જેવું છે તેવું નિરંતર વિચારે છે, આથી તેઓ દુઃખરૂપ સંસારથી વિરક્ત થઈ મોક્ષની સાધનામાં એક ચિત્ત રહે છે, આચાયાદિની શક્તિ મુજબ વૈયાવચ્ચમાં ઉઘુક્ત રહે છે, વળી દેશના લબ્ધિવાળા ઉપદેશ આપીને ઘણો ઉપકાર કરે છે તથા સારી રીતે સંયમને પાળનારા છે. આવા મહાત્માઓને સારો આહાર જ્ઞાનાદિમાં સહાયક બને, આ મારો આહાર તેમને જ્ઞાનાદિકમાં સહાયક થાય તો મને મોટો લાભ મળે. જ્યારે આ મારું શરીર અસાર પ્રાયઃ અને નિરુપયોગી છે, મારે તો જે તે આહારથી પણ નિવહ થઈ શકે તેમ છે. આ ભાવના પૂર્વક મૂચ્છ રહિત તે આહાર વાપરતાં વિશુદ્ધ અધ્યવસાય થતાં ક્ષપકશ્રેણી માંડી અને વાપરી રહેતાં તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે ભાવથી શુદ્ધ આહારની ગવેષણા કરતાં આધાકર્મી આહાર આવી જાય તે વાપરવા છતાં તે આધાકર્મીના કર્મબંધથી બંધાતો નથી, કેમકે તેણે ભગવંતની આજ્ઞાનું પાલન કરે છે. શંકા-જે અશુદ્ધ આહારાદિને સાધુએ પોતે બનાવ્યો નથી, તેમ બનાવડાવ્યો નથી, તેમજ બનાવનારની અનુમોદના કરી નથી તે આહારને ગ્રહણ કરવામાં દોષ શો? તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાદિ નથી કરતો, બીજા પાસે નથી કરાવતો તો પણ “આ આહારાદિ સાધુ માટે બનાવેલો છે.” એમ જાણવા છતાં જો તે આધાકર્મી આહાર ગ્રહણ કરે છે, તો આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઓને એમ થાય કે “આધાકર્મી આહારાદિ આપવામાં અને લેવામાં કોઈ જાતનો દોષ નથી, જો દોષ હોય -તો આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે?” આમ થવાથી આધાકર્મી આહારમાં લાંબા સમય સુધી છજીવનિકાયનો ઘાત ચાલુ રહે છે. જે સાધુઓ આધાકર્મી આહારનો Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પિંડનિજજુત્તિ-(૨૪૧) નિષેધ કરે કે “સાધુને આધાકર્મી આહાર કહ્યું નહિ.” અને આધાકર્મી આહાર ગ્રહણ ન કરે તો ઉપર મુજબનો દોષ તે સાધુઓને લાગતો નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જેઓ તે આહાર વાપરે તો ચોક્કસ તેઓને અનુમોદનાનો દોષ લાગે છે. નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકમ આહાર વાપરવાનો શોખ લાગી જાય, તો તેવો આહાર ન મળે તો જાતે પણ તૈયાર કરવા લાગી જાય એવું પણ બને, માટે સાધુ આધાકર્મી આહારાદિ વાપરવો ન જોઈએ. જે સાધુ આધાકર્મી આહાર વાપરે અને તેનું પ્રાયશ્ચિત્ત કરે નહિ, તો તે સાધુ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંજક હોવાથી તે સાધુનું લોચ કરવો-કરાવવો, વિહાર કરવો વગેરે બધુ નિષ્ફળ-નિરર્થક છે. જેમ કબૂતર પોતાનાં પીંછાં તોડે છે અને બધે ફરે છે. પરંતુ તેને ધર્મ માટે થતું નથી. તેમ આધાકર્મી આહાર વાપરનારનું લોચ, વિહાર વગેરે ધર્મ માટે થતા નથી. [૨૪૧-૨૭૨] ઔદેશિક દોષ બે પ્રકારે છે. ૧ ઓઘથી અને ૨ વિભાગથી, ઓઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે જુદું જુદું. ઓઘદેશિકનું વર્ણન આગળ આવશે, એટલે અહીં કરતા નથી. વિભાગ ઔદેશિક બાર પ્રકારે છે. તે ૧. ઉદ્દિષ્ટ, ૨. કૃત અને ૩. કર્મ. તે દરેકનાં પાછા ચાર પ્રકાર એટલે બાર પ્રકારે થાય છે. ઓથઔશિક- પૂર્વભવમાં કિંઈ પણ આપ્યા વિના આ ભવમાં મળતું નથી. માટે કેટલીક ભિક્ષા આપણે આપીશું.' આ બુદ્ધિથી ગૃહસ્થ કેટલાક ચોખા વગેરે વધારે નાખીને જે આહારાદિ તૈયાર કરે, તે ઓઘદેશિક કહેવાય છે. ઓથ- એટલે “આટલું અમારૂં, આટલું ભિક્ષકનું.” આવો વિભાગ કયાં સિવાય સામાન્ય રીતે કોઈ પણ ભિક્ષુકને આપવાની બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલ અશનાદિ ઓઘઔદેશિક કહેવાય. વિભાગ-એટલે વિવાહ-લગ્નાદિ પ્રસંગોમાં કરેલી વસ્તુ વધી હોય, તેમાંથી જે ભિક્ષકને ઉદ્દેશી આપવા માટે જુદી. કરવામાં આવી હોય તે, વિભાગ ઔદ્દેશિક કહેવાય. તેના બાર ભેદો છે. આ પ્રમાણે - ઉદિષ્ટ-પોતાને માટે જે બનાવેલા આહારમાંથી કોઈપણ ભિક્ષુકને આપવા માટે જુદી કલ્પના કરે કે “આટલું સાધુને આપીશું તે. ઉત- પોતાને માટે બનાવેલું, તેમાંથી વાપરતાં જે વધેલું હોય તે ભિક્ષુકને દાન કરવા માટે છ કાયાદિનો આરંભ કરે તે. ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ, દરેકના ચાર ચાર ભેદો. ઉદેશ- કોઈપણ ભિક્ષુકને આપવા માટે કલ્પેલું. સમુદેશ-પાખંડીઓને આપવા માટે કલ્પેલું. આદેશ- શ્રમણોને આપવા માટે કલ્પેલું. સમાદેશનિગ્રંથોને આપવા માટે કલ્પેલું. ઉદિષ્ટઉદેશિક છિન્ન અને અછિન્ન. છિન્ન એટલે નિયમિત કરેલું એટલે જે વધેલું છે તેમાંથી આપવા માટે જુદુ કાર્યું હોય તે. અછિન્ન જુદુ કાઢ્યું ન હોય પરંતુ આમાંથી ભિક્ષાચારોને આપવું. એવો ઉદ્દેશ રાખેલો હોય. છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો થાય. કૃતઉદેશિક-છિન્ન અને અછિન્ન બન્નેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ આઠ ભેદો. કર્મઉદેશિક- ઉપર મુજબ આઠ ભેદો. દ્રવ્યઅછિન્ન-વધેલી વસ્તુઓ આપવાની નક્કી કરે છે. શેત્રઅછિન્ન- ઘરની અંદર રહીને કે ઘરની બહાર ગમે ત્યાંથી આપવું. કાલઅછિન્ન-જે દિવસે વધ્યું હોય તે જ દિવસે કે ગમે તે દિવસે આપવાનું નક્કી કરે છે. ભાવઅછિન્ન-ગૃહનાયક-ઘરના માલિક આપનાર ઘરની સ્ત્રી આદિને કહે કે “તને રૂચે તો પણ આપવું અને ન રૂચે તો પણ આપવું.” દ્રવ્યછિન્ન-અમુક વસ્તુ કે આટલી વસ્તુ આપવાનું નક્કી કર્યું હોય તે. શેત્રછિન્ન-ઘરની Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૭૨ અંદરથી કે બહાર ગમે તે એક સ્થાનેથી જ આપવાનું નક્કી કર્યું હોય તે. કાળિછિન્ન-અમુક સમયથી અમુક સમય સુધી જ આપવાનું નક્કી કર્યું હોય તે. ભાવછિન્ન- તને રૂચે તેટલું જ આપજે.' એમ કહેલું હોય તે. ઓથઓશીકનું સ્વરૂપ - દુકાળ પુરો થઈ ગયા બાદ કોઈ ગૃહસ્થો વિચાર કરે કે આપણે મહામુશીબતે જીવી ગયા, તો રોજ કેટલીક ભિક્ષા આપીશું.” ગયા ભવમાં જો આપ્યું ન હોત તો આ ભવમાં મળતા નહિ, જો આ ભવમાં નહિ આપીએ તો આવતા. ભવમાં મળશે નહિ. એટલે આવતા ભવમાં મળે માટે ભિક્ષુક વગેરેને ભિક્ષા આદિ આપીને શુભકર્મનું ઉપાર્જન કરીએ.” આ કારણથી ઘરની મુખ્ય સ્ત્રી આદિ જેટલી રસોઈ કરતા હોય તેમાં પાખંડી, ગૃહસ્થ આદિ આવી જાય તો તેમને આપવા માટે ચોખા આદિ વધારે પકાવે. આ રીતે રસોઇ પકાવતાં તેમનો એવો ઉદ્દેશ નથી હોતો કે “આટલું અમારૂં અને આટલું ભિક્ષુકનું.’ વિભાગ રહિત હોવાથી આ ઓઘદેશીક કહેવાય છે. છાસ્થ સાધુને “આ આહારાદિ ઓઘઔદ્દેશીક છે કે શુદ્ધ આહારાદિ છે તેની શી ખબર પડે ? ઉપયોગ રાખવામાં આવે તો છઘી પણ જાણી શકે કે “આ આહાર ઓઘદેશીક છે કે શુદ્ધ છે.” જો ભિક્ષા આપવાના સંકલ્પ પૂર્વક વધારે રસોઈ કરેલી હોય તો પ્રાયઃ ગૃહસ્થ આપનારની આ જાતની ભાષા, ચેષ્ટા વગેરે હોય. કોઈ સાધુ ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરનો નાયક પોતાની પત્નિ આદિ પાસે ભિક્ષા અપાવતાં કહે અથવા સ્ત્રી બોલે કે “રોજની નક્કી કર્યા મુજબ પાંચ જણને ભિક્ષા અપાઈ ગઈ છે.” અથવા ભિક્ષા આપતાં ગણતરી રાખવા માટે ભીંત ઉપર ખડી કે કોલસા વડે લીટા કરેલા હોય કે કરતી હોય, અથવા તો આ એકને આપ્યું. “આ બીજાને આપ્યું એમ ગણતી હોય, અથવા ધણી કે બીજી બાઈ આપનારીને કહે કે “આપવા માટે આ રાખ્યું છે, તેમાંથી આપજે પણ આમાંથી ન આપીશ.” અથવા ઘરમાં પ્રવેશ કરતા સાધુને સાંભળવામાં આવે કે “આ રસોઈમાંથી ભિક્ષાચારોને આપવા માટે આટલી વસ્તુ જુદી કરો.” આ પ્રમાણે બોલતા સાંભળવાથી, ભીંત ઉપરના લીટા વગેરે ઉપરથી છઘસ્થ સાધુ-“આ આહાર ઓઘઔદેશિક છે.” ઈત્યાદિ જાણી શકે અને તેવી ભિક્ષા ગ્રહણ કરે નહિ. અહીં વૃદ્ધ સંપ્રદાયથી એટલું ધ્યાન રાખો કે-ઉદેશ પ્રમાણે આપવાની ભિક્ષા અપાઈ ગયા પછી અથવા ઉદ્દેશ અનુસાર જુદી કાઢી લીધી હોય તે સિવાયની બાકી રહેલી રસોઈમાંથી સાધુને વહોરવું કલ્પી શકે, કેમકે તે શુદ્ધ છે. સાધુઓ ગોચરી વખતે ઉપયોગ કેવો રાખવો જોઇએ? ગોચરી માટે ગયેલા સાધુએ શબ્દ-રૂપ-રસ વગેરેમાં મૂચ્છ આસક્તિ કરવી ન જોઈએ. પરંતુ ઉદ્ગમાદિ દોષોની શુદ્ધિ માટે, તત્પર રહેવું. ગાયનો વાછરડો જેમ પોતાના ખાણા ઉપર લક્ષ રાખે તેમ સાધુએ આહારની શુદ્ધિ ઉપર લક્ષ રાખવું. - ઉદિષ્ટ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, આ ચારેમાં આપવાનું નક્કી કર્યું હોય તે કહ્યું નહિ, તે સિવાયનું કહ્યું. અમુકને આપવું અને અમુકને ન આપવું એ પ્રમાણે વિભાગ કરેલો હોય તો એમાંના કોઈ સંકલ્પમાં જો સાધુ આવી જતા હોય તો તે ન કલ્પ, સાધુ ન આવી જતા હોય તો તે કલ્પે. ઓઘઔદેશિક કે વિભાગઔદેશિક વસ્તુમાં જો ગૃહસ્થ પોતાનો સંકલ્પ કરી દે તો તે વસ્તુ સાધુને કલ્પી શકે. પરંતુ કર્મઔદેશીકમાં યાવદર્થિક કોઇપણ ભિક્ષુઓને છોડીને બીજા પ્રકારના કર્મઔદેશીકોમાં પોતાનો સંકલ્પ કરી દીધા પછી Page #101 -------------------------------------------------------------------------- ________________ પિંડનિજજુત્તિ-(૨૭૩) પણ સાધુને બીલકુલ ખપે નહિ. આધાકર્મ અને કર્મદેશિક આ બે દોષો તો સરખા લાગે છે. તો પછી તેમાં ફેર શો ? જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાકર્મી કહેવાય છે અને કર્મઔદેશિકમાં તો પહેલા પોતાને માટે વસ્તુ બનાવેલી છે, પણ પછી સાધુ વગેરેને આપવા માટે તેને પાક વગેરેનો સંસ્કાર કરી ફરી બનાવે. તે કર્મઔદેશિક કહેવાય છે. [૨૭૩-૨૯૪] પૂતિકર્મ બે પ્રકારે છે. એક સૂક્ષ્મપૂતિ અને બીજી બાદરપૂતિ. સૂક્ષ્મપૂતિ આગળ કહીશું. બાદરપૂતિ બે પ્રકારે. ઉપકરણપૂતિ અને ભક્તપાનભૂતિ. પૂતિકર્મ એટલે શુદ્ધ આહારમાં આધાકર્મી આહારનું ભેગુ થવું. એટલે શુદ્ધ આહાર પણ અશુદ્ધ બનાવે. પૂતિ ચાર પ્રકારે. નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. નામપૂતિ-પૂતિ નામ હોય છે. સ્થાપનાપૂતિ-પૂતિ સ્થાપના કરી હોયતે. દ્રવ્યપૂતિછાણ, વિશ આદિ ગંધાતા-અશુચી પદાર્થો. ભાવપૂતિ- બે પ્રકારે. સૂક્ષ્મભાવપૂતિ અને બાદરભાવપૂતિ. તે દરેકના ઉપરના બતાવેલ બે ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ. જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપૂતિ કહેવાય. ઉપકરણ બાદરપૂતિ- આધાકમ ચૂલા ઉપર રાંધેલુ કે મૂકેલું, અથવા આધાકર્મભાજન, કડછી, ચમતા આદિમાં રહેલો શુદ્ધ આહાર પણ આધાકર્મી ઉપકરણના સંસર્ગવાળો હોવાથી તે ઉપકરણ બાદરપૂતિ કહેવાય છે. ચૂલો વગેરે રાંધવા વગેરેનાં સાધનો હોવાથી ઉપકરણ કહેવાય છે. આવો દોષવાળો આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકર્મી ઉપકરણ આદિ ઉપરથી લઈને ગૃહસ્થ પોતાને માટે બીજે મૂકેલો હોય તો તે આહારાદિ સાધુને કલ્પી શકે છે. ભક્તપાન બાદરપૂતિ- આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને બાળવાથી જે ધૂમાડો થાય તેના ઉપર ઉંધું વાસણ મુકીને વાસણ ધૂમાડાની વાસનાવાળું કર્યું હોય અથતુિ વઘાર દીધો હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધ આહાર નાખેલો હોય અથવા તો આધાકર્મી આહારથી ખરડાએલા હાથ કે ચમચા વગેરેથી અપાતો શુદ્ધ આહાર, તે ભક્તપાન બાદરપૂતિ દોષવાળો ગણાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ. સૂથમપતિ- આધાકમ સંબંધી ઇધન-લાકડાં અંગારા વગેરે કે તેની વરાળ, ધૂમાડો, ગંધ વગેરે શુદ્ધ આહારાદિને લાગે તે સૂક્ષ્મપૂતિ. સૂક્ષ્મપૂતિવાળુ અકથ્ય બનતું નથી, કેમકે વરાળ, ધૂમાડો, ગંધ સકલ લોકમાં પણ ફેલાઈ જાય, તેથી તે સૂક્ષ્મપૂતિ ટાળવી અશક્ય હોવાથી તેનો ત્યાગ કરવાનું આગમમાં કહ્યું નથી. શિષ્ય કહે છે કે “સૂક્ષ્મપૂતિ અશક્ય પરિહાર કેમ ? તમે જો જે પાત્રમાં આધાકર્મી આહાર ગ્રહણ કર્યો હોય, તો આધાકર્મી આહાર પાત્રમાંથી કાઢી નાંખવામાં આવે તથા આંગળી કે હાથ ઉપર ચોટેલું પણ કાઢી નાખવામાં આવે, તે પછી તે પાત્ર ત્રણ વાર પાણીથી ધોયા વિના તેમાં શુદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તે સૂક્ષ્મપૂતિ માનો, તો આ સૂક્ષ્મપતિ દોષ તે પાત્રને ત્રણવાર ધોવાથી દૂર કરી શકાશે. એટલે સૂક્ષ્મપૂતિ શક્ય પરિહાર બની જશે.” આચાર્ય શિષ્યને ખૂલાસો કરે છે કે તું જે સૂક્ષ્મપૂતિ માનવાનું કહે છે, તે સૂક્ષ્મપૂતિ નથી પણ બાદરપૂતિ જ દોષ રહે છે. કેમકે ધોયા વિનાના પાત્રમાં તે આધાકર્મીના સ્થૂલ અવયવો રહ્યો હોય છે, વળી પાત્ર ત્રણ વાર ધોવા માત્રથી પાત્ર સંપૂર્ણ નિરવયવ બનતું નથી, તે પાત્રમાં ગંધની વાસ આવે છે. ગંધ એ ગુણ છે અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૦૧ ગુણ દ્રવ્ય વિના રહી શકતા નથી. માટે તારા કહેવા મુજબ તો પણ સૂક્ષ્મપૂતિ થશે નહિ. મતલબ કે આથી સૂક્ષ્મપૂતિ સમજવારૂપ છે પણ એનો ત્યાગ અશક્ય છે. વ્યવહારમાં પણ દૂરથી અશુચીની ગંધ આવતી હોય તો લોકો તેનો બાધ ગણતા નથી, તેમ વસ્તુનો. પરિહાર કરતા નથી. જો અશુચી પદાર્થ કોઈ વસ્તુને લાગી જાય તો તે વસ્તુનો ઉપયોગ કરતા નથી, પણ ગંધ માત્રથી તેનો ત્યાગ કરાતો નથી. ઝેરની ગંધ દૂરથી આવે તેથી માણસ મરી જતો નથી. તેમ ગંધ, ધૂમાડા વગેરેથી સૂક્ષ્મપૂતિ બનેલ આહાર સંયમી આત્માને ત્યાગ કરવા યોગ્ય થતો નથી, કેમકે તે નુકશાન કરતો નથી. બાદરપૂતિની શુદ્ધિ ક્યારે થાય?- ધન, ધૂમાડો, વરાળ, ગંધ તે સિવાય સમજો કે એકમાં આધાક રાંધ્યું, પછી એમાંથી તે આધાકર્મી કાઢી નાખ્યું, તેને ધોયું નથી, એટલે તે આધાકર્મીથી ખરડાએલું છે, એમાં બીજી વખત શુદ્ધ આહાર રાંધ્યો હોય કે શુદ્ધ શાક વગેરે મૂક્યાં હોય, બાદ તે વાસણમાંથી તે આધાકર્મી આહાર આદિ દૂર કર્યા પછી ધોયા વિના ત્રીજી વખત પણ એવું કર્યું તો આ ત્રણ વખત રાંધેલ પૂતિકર્મ થયું. પછી તે કાઢી નાખીને એ જ વાસણમાં ચોથીવાર રાંધવામાં આવે તો તે આહારપૂતિ થતો નથી, માટે કલ્પી શકે છે. હવે જે ગૃહસ્થી પોતાના ઉદ્દેશથી એ વાસણને જો. નિરવયવ કરવા માટે ત્રણ વખત બરાબર ધોઈને પછી તેમાં રાંધે તો તે સુતરાં કલ્પી શકે, એમાં શંકા જ શું? જે ઘેર આધાકર્મી આહાર રંધાયો હોય તે દિવસે તે ઘરનો આહાર આધાકમાં ગણાય છે. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી રંધાયેલો આહાર પૂતિ દોષવાળો ગણાય છે, તેથી ચાર દિવસ સુધી તે ઘરનો આહાર આદિ કલ્પ નહિ, પણ પાંચમા દિવસથી તે ઘરનો શુદ્ધ આહાર કહ્યું. પછી તેમાં પૂતિની પરંપરા ચાલતી નથી, પણ જો પૂતિ દોષવાળું ભાજન તે દિવસે કે બીજે દિવસે ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે ત્રણવાર ધોયા પછી તેમાં શુદ્ધ આહાર રાંધ્યો હોય તો તે તુરત કલ્પી શકે. - સાધુના પાત્રમાં શુદ્ધ આહાર ભેગો આધાકર્મી આહાર આવી ગયો હોય તો તે આહાર કાઢી નાખી, ત્રણવાર પાણીથી ધોયા બાદ બીજે આહાર લેવો કલ્પી શકે. ગોચરી ગયેલા સાધુને ઘરમાં જમણ વગેરે થયાની નિશાની દેખાય ત્યાં મનમાં પૂતિકર્મની શંકા પડે, હોંશીયારી પૂર્વક ગૃહસ્થને અથવા તેની સ્ત્રી આદિને પૂછવું કે જમણ થયે-સાધુ માટે આહાર આદિ કર્યાને કેટલા દિવસ થયા ?” અથવા તો તેઓની વાત ઉપરથી જાણી લેવું. ત્રણ દિવસથી વધારે દિવસ થયા હોય તો પૂતિ થતી નથી. આ રીતે જાણીને પૂતિદોષનો પરિહાર કરી શુદ્ધ આહારની ગવેષણા કરવી. [૨૯૫-૩૦૧] મિશ્રદોષ ત્રણ પ્રકારે ૧. કોઈપણ ભિક્ષાચર માટે, ૨. પાખંડી માટે અને ૩. સાધુ માટે. પોતાના માટે અને યાવતું સાધુ વગેરે માટે પહેલેથી ભેગું રાંધ્યું હોય તો તે મિશ્રદોષ કહેવાય છે. મિશ્રદોષવાળો આહાર એક હજાર ઘરે ફરતો ફરતો જાય તો પણ તે શુદ્ધ થતો નથી. મિશ્રદોષવાળો આહાર પાત્રમાં આવી ગયો હોય તો તે આહાર અંગુલી કે રાખ વડે દૂર કર્યા પછી તે પાત્ર ત્રણવાર ધોયા પછી તડકે સુકવ્યા બાદ તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું. કોઈપણ એટલે તમામ ભિક્ષુકો માટે કરેલું જાણવાનો ઉપાય- “કોઈ સ્ત્રી કોઈ સાધુને ભિક્ષા આપવા જાય ત્યાં ઘરનો માલિક કે બીજા કોઈ તેને નિષેધ કરે કે આમાંથી આપશો નહિ. કેમકે આ રસોઈ બધા માટે કરી નથી, માટે આ બીજી રસોઈ જે બધાને Page #103 -------------------------------------------------------------------------- ________________ 10 પિંડમિજુત્તિ-(૩૦૨) આપવા માટે બનાવી છે, તેમાંથી આપો.” રસોઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પુરું નહિ થાય, વધારે રાંધો જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તો જાણી શકાય કે “આ. રસોઈ યાવર્થિક-તમામ ભિક્ષકો માટેની મિશ્રદોષવાળી છે. આવો આહાર સાધુને લેવો કહ્યું નહિ. પાખંડીમિશ્ર-ગૃહનાયક રસોઈ કરનારને કહે કે “પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે તે પાખંડી મિશ્રદોષવાળું થયું, તે સાધુને લેવું કે નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. શ્રમણમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી. જાય છે. નિયમિશ્ન- કોઈ એમ કહે કે નિગ્રંથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.” તે નિગ્રંથમિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કહ્યું નહિ. ૩૦૨-૩૧૦] ગૃહસ્થે પોતાના માટે આહાર બનાવ્યો હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપના દોષવાળો આહાર કહેવાય. સ્થાપનાના છ પ્રકારસ્વસ્થાની સ્થાપના, પરસ્થાન સ્થાપના, પરંપર સ્થાપના, અનંતર સ્થાપના, ચિરકાલ સ્થાપના અને ઈન્તરકાલ સ્થાપના. સ્વસ્થાની સ્થાપના-આહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવો. પરસ્થાન સ્થાપના- જ્યાં આહાર પકાવ્યો હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીકું આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકવો. સ્થાપના રાખવાના દ્રવ્યો બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી. જે દ્રવ્યોનો ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ, શેરડી વગેરે દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. સેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે. જેદ્રવ્યોમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે. પરંપર સ્થાપના-વિકારી દ્રવ્યો, દૂધ, દહીં, છાશ, વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. અનંતર સ્થાપના- અવિકારી દ્રવ્યો, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. ચિરકાલ સ્થાપના-ઘી વગેરે પદાર્થ, જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ સુધીની હોય. અહીં ધ્યાન રાખવું કે ગર્ભથી કે જન્મથી પણ આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હોતું નથી અને પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હોતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂના પૂર્વક ક્રોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે. - ઈત્તરકાલ સ્થાપના- હારબંધ રહેલા ઘર કે ઘરોમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરોમાંથી ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે આહારાદિ હાથમાં લઈને ઉભો રહે તે ઈન્વરકાલ સ્થાપના. આ સ્થાપનામાં ઉપયોગ રહેવાથી (જો આધાકમદિ બીજા દોષ ન હોય તો) સાધુને કહ્યું. એમાં સ્થાપના દોષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતનાં ત્રીજા આદિ ઘરોમાં આહાર લઈને ઉભા રહ્યા હોય તો તે સ્થાપનાદોષવાળો આહાર સાધુને કહ્યું નહિ. સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ. આથી ગૃહસ્થને એમ થાય કે સાધુ આવ્યા નહિ માટે આપણા ઉપયોગમાં લઈ લો.' આ રીતે જો તે આહારદિમાં પોતાના ઉપયોગનો સંકલ્પ કરી દે તો તેવો આહાર સાધુને કલ્પી શકે. [૩૧૧-૩રપ સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મોડા Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૩૨૫ ૧૦૧ બનાવવા તે પ્રાકૃતિકા કહેવાય. આ પ્રાભૃતિકા બે પ્રકારની છે. બાદર અને સૂક્ષ્મ. તે બન્નેના બબ્બે ભેદ છે. અવસર્ષણ એટલે વહેલું કરવું અને ઉત્સર્ષણ એટલે મોડું કરવું. તે સાધુ સમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પોતાને ત્યાં લીધેલ લગ્નાદિ પ્રસંગ મોડો આવતો હોય તો વહેલો કરવો અને વહેલો આવતો હોય તો મોડો કરવો. બાદર અવસર્પણ- સાધુસમુદાય વિહાર કરતા પોતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ થોડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તો મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલાં કરૂં. જેથી વહોરાવવાનો લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલો કરે. તેમાં જે રસોઇ વગેરે બનાવવામાં આવે તે સાધુને કલો નહિ. બાદર ઉત્સર્પણ- સાધુ મોડા આવવાની ખબર પડે એટલે વિચારે કે વિવાહ થઈ ગયા પછી મને કાંઈ લાભ મળશે નહિ માટે વિવાહ મોડા કરૂં, જેથી મને ભિક્ષા આદિનો લાભ મળે.’ આમ સમજી લગ્ન મોડા રાખે. તેમાં જે રસોઈ બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ. સૂક્ષ્મ અવસર્પણ-કોઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કોઈ કામ કરતી હોય, ત્યારે બાળક રોતું રોતું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે હમણાં હું આ કામ કરે છું, તે થયા પછી તને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ સમયે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તો તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જો તે જાય તો તે સ્ત્રી ગોચરી આપવા ઉઠે અને સાધુ તે ગોચરી લે તો સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા નામનો દોષ લાગે. આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઉઠે, સાધુને વહોરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેનો આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે કેમ! તું પછી કહેતી હતી ને વહેલી ઉઠી ?” ત્યાં સૂક્ષ્મ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ. સૂમ ઉત્સર્પણ- ભોજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે હમણાં ચૂપ રહે, સાધુ ફરતાં ફરતા અહીં ભિક્ષાએ આવશે ત્યારે ઉઠીશ એટલે તને ખાવા આપીશ.” આ સાંભળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પોતાના ઘેર લઈ જવા માગે, સાધુ એને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે. ત્યાં સૂક્ષ્મ ઉત્સર્પણ પ્રાભૃતિકા દોષ સમજી સાધુએ ભિક્ષા લેવી નહિ. [૩૨૬-૩૩૩ સાધુને વહોરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણદોષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરવો. પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા. પ્રકાશ કરવો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળું આવે તેવું કરવું. તથા રત્ન, દીવો, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળુ કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી. આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને કલો નહિ. પરંતુ જો ગૃહસ્થ પોતાના માટે પ્રકટ કરી હોય કે પ્રકાશ કર્યો હોય તો સાધુને તે ભિક્ષા કલ્પી શકે. પ્રાદુષ્કરણદોષવાળી ગોચરી કદાચ અજાણ્યે આવી ગઈ હોય અને પછી ખબર પડે તે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પિંડનિત્તિ (૩૩૩) વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તો પણ તે આહાર પરઠવીને પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ધોઈ, કોરૂં કર્યા બાદ તેમાં બીજો આહાર લાવવા કહ્યું. કદાચ ધોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તો આ વિશુદ્ધકોટિ હોવાથી બાધ નથી. * ચૂલો ત્રણ પ્રકારનો હોય. છૂટો ચૂલો. જ્યાં ફેરવવો હોય ત્યાં ફેરવી શકાય તેવો, સાધુને માટે બનાવેલો હોય. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલો ચૂલો હોય. ચૂલો પોતાના માટે બનાવેલો હોય પરંતુ, સાધુનો લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામાં લાવેલો હોય. જો ગૃહસ્થ આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભોજન પકાવ્યું હોય તો બે દોષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પૂતિદોષ. ચૂલો પોતાના માટે બનાવેલો હોય અને તે ચૂલો બહાર લાવીને રાંધ્યું હોય તો એક જ પ્રાદુષ્કરણદોષ લાગે. ચૂલો બહાર રાખીને રસોઈ તૈયાર કરી હોય ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે બહાર રસોઇ કેમ કરી છે?' સરળ હોય તો કહી દે કે “અંધારામાં તમો ભિક્ષા લો નહિ, એટલે ચૂલો બહાર લાવીને રસોઈ બનાવી છે.” આવો આહાર સાધુને કહ્યું નહિ. જો ગૃહસ્થ પોતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણી માખીઓ હોય તેથી ચૂલો બહાર લાવ્યા હોય અને રસોઈ કરી હોય તો કલ્પ. પ્રકાશ કરવાના પ્રકારો-ભીંતમાં બાકોરું પાડીને. બારણું નાનું હોય તો મોટું કરીને. નવું બારણું કરીને. છાપરામાં બાકોરૂં પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળીયા ખસેડીને. દીવો કે લાઈટ સળગાવીને રાખે. આ પ્રમાણે ગૃહસ્થે પોતાની સગવડ માટે કર્યું હોય તો ત્યાંથી આહાર લેવો કહ્યું. પણ જો સાધુનો લાભ મળે તે માટે કર્યું હોય તો સાધુને આહાર લેવો કહ્યું નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય, માટે તેવો પ્રાદુષ્કરણ દોષવાળો આહાર સાધુએ વહોરવો ન જોઇએ. [૩૩૪-૩૪૩] સાધુ માટે વેચાતું લાવીને આપવું તે કતદોષ કહેવાય છે. કતદોષ બે પ્રકારે છે. ૧ દ્રવ્યથી અને ૨ ભાવથી. દ્રવ્યના અને ભાવના બે બે પ્રકાર. આત્મકીત અને પરકીત. પરદ્રવ્યકત. ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આત્મદ્રવ્યતીત- સાધુ પોતાની પાસેનું નિર્માલ્યતીદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની ૧ શેષ-ચોખા વગેરે, ૨ ગંધ-સુગંધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, ૩ ગુટિકાતે રૂપપરાવર્તનકારી, જડીબુટ્ટી વગેરે, ૪ ચંદન, પ વસ્ત્રનો કકડો આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારાદિ સારો સારો અને વધારે આપે. તે આત્મદ્રવ્યકત ગણાય. આવો આહાર સાધુને કહ્યું નહિ. કેમકે વસ્તુ આપ્યા પછી કોઈ માંદો પડી જાય તો શાસનનો ઉદ્દાહ થાય. “આ સાધુએ અમને માંદા કર્યા,' કોઈ માંદો હોય અને સારો થઈ જાય તો અનેકને કહેતો ફરે કે અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારું થઈ ગયું.’ તો આથી અધિકરણ થાય. આત્મભાવીત આહારાદિ સારો મળે તે માટે વ્યાખ્યાન કરે. વાકછટાથી સાંભળવાનારને આકર્ષે, પછી તેમની પાસે માગણી કરે, અથવા સાંભળનારા હર્ષમાં આવી ગયા હોય ત્યારે માગણી કરે. આ આત્મભાવકીત. કોઈ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઈને કોઈ પૂછે કે પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તે તમો જ છો ?” ત્યારે તે મૌન રહે. અથવા તો કહે કે “સાધુઓ જ વ્યાખ્યાન આપે Page #106 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૪૭ ૧૦૩ બીજા નહિ.” આથી તેઓ સમજે કે “આ તેજ સાધુ છે, ગંભીર હોવાથી પોતાની ઓળખાણ આપતા નથી.’ આ રીતે ગૃહસ્થો ભિક્ષા વધારે અને સારી આપે. પોતે વક્તા નહિ હોવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રીત થાય. કોઈ પૂછે કે “હોંશીયાર વક્તા કહેવાય છે, તે તમો છો ?' તો કહે કે “શું ત્યારે ભીખારા ઉપદેશ આપતા હશે ?” અથવા તો કહે કે શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માંથું મુંડાવ્યું હોય અને કુટુંબી હોય તેઓ વક્તા હશે?” આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય. આ પ્રમાણે વાદી, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે. અથવા આહારાદિના માટે લોકોને કહે કે અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાય છીએ.” વગેરે. આ રીતે મેળવેલો આહાર આદિ આત્મભાવકીત કહેવાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ. પરદ્રવ્યકત- સાધુ માટે કોઇ આહારાદિ વેચાતો લાવીને આપે છે. તે સચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પદ્રવ્યકત કહેવાય. આ રીતે લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. પરભાવકીત- જે ચિત્ર બતાવીને ભિક્ષા માગનારા આદિ છે તેઓ સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવીત છે. આ દોષમાં ત્રણ દોષો લાગે. કીત, અભ્યાત અને સ્થાપના. [૩૪૪-૩પ૦] પ્રામિત્વ એટલે સાધુ માટે ઉધારે લાવીને આપવું. ઉધારે લાવવાનું બે પ્રકારે. ૧ લૌકિક અને ૨ લોકોત્તર, લૌકિકમાં બહેન આદિનું દ્રષ્ટાંત અને લોકોત્તરમાં સાધુ સાધુઓમાં વસ્ત્ર વગેરેનું. કોશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામનો કુટુંબી રહેતો હતો. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમસ્ત આદિ ઘણા પુત્રો અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધાએ જૈનધર્મી હતા. તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની જાય હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર કરતા હતા. એક વાર તે ગામમાં શ્રી સમુદ્રઘોષ નામના આચાર્ય શિષ્યો સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પોતાના કુટુંબનું કોઈ દીક્ષા લે તો સારું, એ જ ખરો ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઇને પૂછ્યું કે “દેવશમાં કુટુંબનું કોઈ છે ખરૂં?' તે માણસે કહ્યું કે તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.” સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ મુનિને આવેલા જોઈ બહેનને ખૂબ આનંદ થયો અને ઉતરવાનું સ્થાન આપ્યું. પછી સાધુ નિમિત્તે રસોઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અમોને કો નહિ.” સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબુલાત કરી બે પળી તેલ લાવી સાધુને વહોરાવ્યું. ભાઈ મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું. સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વોળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયોગના દુઃખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પિંડમિજુત્તિ-(૭૫૦) શક્યું નહિ. એટલે ચાર પલી જેટલું તેલ ચઢ્યું. ત્રીજે દિવસે આઠ પલી થયું. તેટલું એક દિવસમાં કામ કરીને મેળવી શકી નહિ. રોજ ખાવાનો નિવહિ પણ મજુરી કરવા ઉપર હતો. આમ દિવસે દિવસે તેલનું પ્રમાણ વધતું ચાલ્યું. કેટલાક ઘડા પ્રમાણ તેલનું દેવું થઈ ગયું. શિવદેવ શેઠે કહ્યું કે “કાં તો મારું ચઢેલું તેલ આપ અથવા મારા ઘેર દાસી થઈને રહે.” સમ્મતિ તેલ આપી શકી નહિ એટલે શેઠને ઘેર દાસી થઈને રહી. શેઠનું બધુ કામ કરે છે અને દુઃખે દિવસો પસાર કરે છે. સમ્મત મુનિ પાછા કેટલાક વર્ષે તે ગામમાં આવી પહોંચ્યા. તેના ઘેર બહેનને દેખી નહિ, એટલે પાછા ફર્યા રસ્તામાં બહેન જોવામાં આવી, એટલે મુનિએ પૂછ્યું. બહેન રોતા રોતા બધો વૃત્તાંત કહ્યો. આ સાંભળી મુનિને ખેદ થયો. મારા નિમિત્તે ઉધારે લાવેલી વસ્તુ મેં પ્રમાદથી લીધી, જેથી બહેનને દાસી થવાનો વખત આવ્યો. - લોકોત્તર પ્રાદિત્ય બે પ્રકારે. અમુક સમય પછી પાછું આપવાની શરતે વસ્ત્ર પાત્ર વગેરે સાધુ પાસેથી વાપરવા લેવું. અને આના જેવું બીજુ વસ્ત્ર આદિ પાછુ આપવાની કબુલાત કરીને વસ્ત્ર આદિ લેવું. અમુક સમય પછી વસ્ત્ર આદિ પાછુ આપવાનું નક્કી કરીને વસ્ત્ર આદિ લીધું હોય તો તે વસ્ત્ર આદિ પાછા આપવાના સમયમાં જીર્ણ થઈ જાય, ફાટી જાય, કે ખોવાઈ જાય કે કોઈ લઈ જાય તેથી તેને પાછુ નહિ આપવાથી બોલચાલી વગેરે થાય, માટે આ રીતે વસ્ત્ર આદિ લેવું નહિ. તેના જેવું બીજુ આપવાનું નક્કી કરીને લીધું હોય, પછી તે સાધુને તે વસ્ત્ર કરતાં પણ સારૂ વસ્ત્ર આપતાં તે સાધુને પસંદ ન પડે. હતું તેવું જ માગે અને તેથી ઝગડો આદિ થાય. માટે આ રીતે વસ્ત્રાદિ લેવું ન જોઈએ. વસ્ત્ર આદિની ખેંચ હોય તો સાધુએ પાછું આપવાની શરતે લેવું કે આપવું નહિ, પણ એમને એમ લેવું કે આપવું. ગુરુની સેવા વગેરેમાં આળસુ સાધુને વૈયાવચ્ચ કરવા માટે વસ્ત્ર આદિ આપવાનું નક્કી કરી શકાય. એવે સમયે તે વસ્ત્ર આદિ પોતે સીધુ આપવું નહિ, પણ આચાર્યને આપવું. પછી આચાર્ય આદિ વડિલ તે સાધુને આપે. જેથી કોઈ વખતે કલહ આદિ થવાનો સંભવ ન રહે. [૩પ૧-૩પ૬] સાધુને માટે વસ્તુનો અદલો બદલો કરીને આપવું તે પરાવર્તિત. પરાવર્તિત બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર. લૌકિકમાં એક વસ્તુ આપીને તેવી જ વસ્તુ બીજા પાસેથી લેવી. અથવા એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લોકોત્તરમાં પણ ઉપર મુજબ. તે વસ્તુ આપીને તે વસ્તુ લેવી અથવા વસ્તુ આપીને તેના બદલામાં બીજી વસ્તુ લેવી. લૌકિક દ્રવ્ય એટલે ખરાબી થી આદિ આપીને બીજાને ત્યાંથી સાધુ નિમિત્તે સુગંધીવાળુ સારૂ ઘી આદિ લાવીને સાધુને આપવું. લૌકિક અન્યદ્રવ્ય એટલે કોદ્રવ આદિ આપીને સાધુ નિમિત્તે સારા ચોખા આદિ લાવીને સાધુને આપવા. વસંતપુર નગરમાં નિલય નામના શેઠ રહેતા હતા. તેમને સુદર્શના નામે ભાય હતી. ક્ષેમંકર અને દેવદત્ત નામના બે પુત્રો અને લક્ષ્મી નામની પુત્રી હતી. તે જ નગરમાં બીજા. તિલક નામના શેઠ હતા. તેમને સુંદરી નામની પત્નિ, ધનદત્ત નામનો પુત્ર અને બંધમતી નામની પુત્રી હતી. લક્ષ્મી તિલક શેઠના પુત્ર ધનદત્ત સાથે પરણાવી હતી. બંધુમતી નિલય શેઠના પુત્ર દેવદત્ત સાથે પરણાવી હતી. એક વખતે તે નગરમાં શ્રી સમિતસૂરિ નામના આચાર્ય પધારતાં તેમનો ઉપદેશ સાંભળી ક્ષેમંકરે દીક્ષા લીધી. Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૫૬ ૧૦૫ કર્મસંયોગો ધનદત્ત દરિદ્ર થઇ ગયો, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું. શ્રી ક્ષેમંકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે “જો હું ભાઇના ઘેર જઇશ તો મારી બહેનને એમ થશે કે “ગરીબ હોવાથી ભાઇમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઇને ઘેર ગયા. આથી તેના મનને દુઃખ થશે.’ આમ વિચાર કરી અનુકંપાથી ભાઇને ત્યાં નહિ જતાં, બહેનને ત્યાં ગયા. ભિક્ષા વખત થતાં બહેન વિચારવા લાગી કે ‘એક તો ભાઈ, બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર તો કોદ્રા રાંધેલા છે, તે ભાઇમુનિને કેમ અપાય ? શાલી ડાંગરના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કોદ્રા આપીને ભાત લઇ આવું અને મુનિને આપું.’ આ પ્રમાણે વિચાર કરીને કોદ્રા બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કોદ્રા આપીને ભાત લઇને આવી. તે ભાત ભાઇ મુનિને વહોરાવ્યા. દેવદત્ત જમવા બેઠો ત્યારે બંધુમતીએ કહ્યું કે ‘આજ તો કોદ્રા ખાવાના છે,' દેવદત્તને ખબર નહિ કે મારી બહેન લક્ષ્મી કોદ્રા આપીને ભાત લઈ ગઇ છે.’ આથી દેવદત્ત સમજ્યો કે “આને કૃપણતાથી આજે કોદ્રા રાંધ્યા છે.’ આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો કે ‘આજ ભાત કેમ રાંધ્યા નહિ.’ બંધુમતીબોલી કે ‘મને મારો છો શાના ? તમારી બહેન કોદ્રા મૂકીને ભાત લઈ ગઇ છે.’ આ તરફ ધનદત્ત જમવા બેઠો ત્યારે સાધુને વહોરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે “આજે ભાત ક્યાંથી ?' લક્ષ્મીએ કહ્યું કે ‘આજે મારા ભાઇ મુનિ આવેલા છે, તેમને કોદ્રા કેમ અપાય ? આથી મારી ભાભીને કોદ્રા આપીને ભાત લઇ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.’ આ સાંભળતાં ધનદત્તને ગુસ્સો આવ્યો કે ‘આ પાપિણીએ મારી લઘુતા કરી.’ અને લક્ષ્મીને મારવા લાગ્યો. લોકના મુખથી બન્ને ઘરનો વૃત્તાંત ક્ષેમંકર મુનિના જાણવામાં આવ્યો. એટલે બધાને બોલાવીને પ્રતિબોધ કરતાં કહ્યું કે ‘વસ્તુનો અદલો બદલો કરીનો લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. મેં તો અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલો બદલો કરીને લેવામાં કલહ આદિ દોષો રહેલા હોઇ શ્રી તીર્થંકર ભગવંતોએ તેવો આહાર લેવાનો નિષેધ કરેલો છે.’ લોકોત્તર પરાવર્તિત-સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કોઇને એમ થાય કે “મારૂં વસ્ત્ર પ્રમાણસર અને સારૂં હતું, જ્યારે આતો મોટું અને જીર્ણ છે, જાડું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખુ છે, ઠંડી રોકે નહિ એવું છે, આવું જાણીને મને આપી ગયો અને મારૂં સારૂં વસ્ત્ર લઈ ગયો.' આથી પરસ્પર કલહ થાય. એકને લાંબુ હોય અને બીજા ને ટુંકું હોય તો બારોબાર અદલોબદલો નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પોતપોતાનાં વસ્ત્ર મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલો બદલો કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાત્રાદિનો અદલો-બદલો કરે તે અન્યદ્રવ્ય લોકોત્તર પરાવર્તિત કહેવાય. [૩૫૭-૩૭૫] સાધુને વહોરાવવા માટે સામે લાવેલો આહાર આદિ તે અભ્યાતદોષવાળો કહેવાય. સાધુ રહેલા હોય તે ગામમાંથી કે બીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણા દોષો રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હોય. મુખ્ય બે ભેદ. ૧. અનાચીર્ણ અને ૨. આચીર્ણ. અનાચીર્ણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ • પિંડનિજત્તિ-(૩૭૫) એટલે સાધુને લેવો ન કલ્પે તે રીતે સામે લાવેલો. આચીર્ણ એટલે સાધુને કહ્યું તે રીતે સામે લાવેલો. અનાચીર્ણના આઠ પ્રકારો સાધુને ખબર ન પડે તે રીતે લાવેલો. સાધુને ખબર પડે તે રીતે લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહેલા છે તે ગામમાંથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ રહ્યા છે તે સિવાયનાબીજા ગામથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે સિવાયના બીજા દેશના બીજા ગામથી લાવેલો. સાધુને ખબર ન પડે તે રીતે સાધુ જે દેશમાં રહ્યા છે તે દેશના બીજા ગામથી લાવેલો. (પરગામથી કઈ રીતે લાવે-૧. પાણીમાં ઉતરીને, ૨. પાણીમાં તરીને, ૩. ત્રાપામાં બેસીને, ૪. હોડી આદિમાં બેસીને લાવેલા. જળમાર્ગે લાવવામાં અપકાયાદિ જીવોની વિરાધના થાય, તથા ઉતરીને આવવામાં પાણીની ઉંડાઈનો ખ્યાલ ન રહે તો ડૂબી જાય, અથવા તો જલચર જીવ પકડી લે કે મગર પાણીમાં ખેંચી જાય, કાદવમાં ખેંચી જાય વગેરે. આથી કદાચ મૃત્યુ થઈ જાય. જમીન માર્ગે-પગે ચાલીને, ગાડામાં બેસીને, ઘોડા, ખચ્ચર, ઊંટ, બળદ, ગધેડા આદિ ઉપર બેસીને લાવેલા. જમીનમાર્ગે આવવામાં પગમાં કાંટા વાગી જાય, કૂતરા આદિ જનાવર કરડે, ચાલવાના યોગે તાવ આવી જાય, ચોર વગેરે લૂંટી લે, વનસ્પતિ આદિની વિરાધના પણ થાય.) સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલો. સાધુને ખબર પડે તે રીતે તે જ ગામથી લાવેલો. - સાધુ ગામમાં ભિક્ષાએ ગયા હોય ત્યારે. ઘર બંધ હોય તેથી વહોરાવવાનો લાભ મળ્યો ન હોય. રસોઈ થઈ ન હોય તેથી લાભ મળ્યો ન હોય. રસોઈ રાંધતા હોય તેથી લાભ મળ્યો ન હોય. સ્વજન આદિ ભોજન કરતા હોય તેથી લાભ મળ્યો ન હોય. સાધુ ગયા બાદ કોઈ સારી વસ્તુ આવી હોય એટલે લાભ લેવાનું મન થાય. શ્રાવિકા નિદ્રામાં હોય કે કોઈ કામમાં હોય વગેરે કારણોએ શ્રાવિકા આહાર લઈને ઉપાશ્રયે આવે અને જણાવે કે “આ કારણથી મને લાભ મળ્યો નથી, માટે હવે મને લાભ આપો.” આમ સાધુને ખબર પડે તે રીતે તે ગામમાંથી લાવેલ કહેવાય. આ પ્રમાણે બહારગામથી લાભ લેવાની ઈચ્છાથી આવીને વિનંતિ કરી. તે સાધુને ખબર પડે તે રીતે બીજા ગામથી લાવેલું. જે પાછળથી અભ્યાતની ખબર પડે તો આહાર વાપર્યો ન હોય તો પરઠવી દે. વાપરી ગયા હોય તો કાંઈ દોષ નથી. જાણ્યા પછી વાપરે તો દોષના ભાગીદાર થાય. ગીતાર્થ સાધુ ભગવંતોએ જે લેવાનું આચરણ કર્યું હોય તે આચણ કહેવાય, આચીણ બે પ્રકારે. ક્ષેત્રની અપેક્ષાએ અને. ઘરની અપેક્ષાએ. ક્ષેત્ર અપેક્ષાએ ત્રણ ભેદ, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ક્ષેત્રથી ઉત્કૃષ્ટ સો હાથ સુધીનું. ક્ષેત્રથી જઘન્ય, બેઠા બેઠા કે ઉભા હાથથી ઉંચું રહેલું વાસણ લઈને, ઉંચું કરીને કે આઘુંપાછું કરીને આપે છે. બાકીનું મધ્યમ. આમાં સાધુનો ઉપયોગ રહી શકતો હોય તો કલ્પે. ઉત્કૃષ્ટ સો હાથ ક્ષેત્રની સંભાવના- જ્યાં ઘણા માણસો જમવા માટે બેઠેલા હોય, વચ્ચે લાંબી છીંડી હોય, ધર્મશાળા કે વાડી હોય ત્યાં ભોજનની સામગ્રી સો હાથ પ્રમાણ દૂર છે. અને ત્યાં જવામાં સંઘટ્ટો આદિ થઈ જાય એવું હોવાથી જઈ શકાય એમ ન હોય, ત્યારે સો હાથ દૂર રહેલી વસ્તુ લાવે તો તે સાધુને લેવી કલ્પી શકે. આપનાર ઉભા હોય કે બેઠેલા હોય, થાળી, તપેલી આદિ વાસણ પોતાના હાથમાં હોય અને તેમાંથી ભોજન આપે તો જઘન્ય ક્ષેત્ર આશીર્ણ કહેવાય. તેમાં થોડું પણ હલન-ચલન રહેલું છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૩૭૫ ૧૦૭ જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આચર્ણ કહેવાય. ઘરની અપેક્ષાએ- ત્રણ ઘર સુધીનું લાવેલું. એક સાથે ત્રણ ઘરો હોય, ત્યાં એક સાધુ એક ઘેર ભિક્ષા લેતા હોય અને બીજો સંઘાટ્ટક સાધુ બીજા ઘરોમાં એષણાનો ઉપયોગ રાખતો હોય, ત્યારે ત્રણ ઘરનું લાવેલું પણ કલ્પી શકે. તે સિવાય આહાર લેવો કહ્યું નહિ. [૩૭૬-૩૮૫] સાધુને માટે કપાટ આદિ ઉઘાડીને કે તોડીને આપે તે ઉદ્વિભન દોષ ઉભિન્ન-એટલે બંધક વગેરે તોડીને કે બંધ હોય તે ઉઘાડીને ખોલવું. તે બે પ્રકારે. બરણી આદિ ઉપર બંધ કરેલું કે ઢાંકેલી વસ્તુ ઉપાડી લઈને તેમાં રહેલી વસ્તુ આપવી. કપાટ વગેરે ઉઘાડીને આપવું. ઢાંકણ બે પ્રકારના - સચિત્ત-માટી આદિથી પેક કરેલ, બાંધેલ કે ઢાંકેલ. અચિત્ત-સુકુ છાણ, કપડાં વગેરેથી બાંધેલ. ઢાંકેલી વસ્તુ ખોલીને આપવામાં છકાય જીવોની વિરાધના રહેલી છે. બરણી આદિ વસ્તુ ઉપર પત્થર મૂકેલો હોય, કે સચિત્ત પાણી નાખીને તેનાથી વસ્તુ પેક કરેલી હોય. જે લાંબા સમય સુધી પણ સચિત્ત રહે, વળી જીવો ત્યાં આવીને રહ્યા હોય. સાધુ માટે આ વસ્તુ ખોલીને તેમાં રહેલું ઘી, તેલ આદિ સાધુને આપે તો પૃથ્વીકાય, અપ્લાય આદિનો નાશ થાય. તેની નિશ્રાએ ત્રસ જીવો રહેલા હોય તો તેની પણ વિરાધના થાય. ફરીથી પાછું પેક કરે તેમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખથી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હોય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના દાણા કે ત્રસ જીવ રહેલા હોય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અપ્લાયની વિરાધના. આમ છએ કાયાની વિરાધના થાય. વસ્તુ ખોલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઈને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિઓ સાધુના નિમિત્તે થાય. બરણી આદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તો તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તો તેની વિરાધના થાય. કબાટ આદિ ઉઘાડીને આપવામાં ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી વસ્તુ અંદર હોય તો નીચે ઢોળાઈ જાય, અથવા તો ફુટી જાય, પાસે ચૂલો હોય તો પાણીનો રેલો તેમાં જાય તો અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતીકાય, ત્રયકાની પણ વિરાધના થાય. બારણું બંધ કરતાં ગીરોલી, ઉંદર કે કોઈ જીવજંતુ તેમાં દબાઈ જાય કે મરી જાય. આ વગેરે સંયમ વિરાધના રહેલી છે. વળી બરણી આદિ ઉઘાડવા જતાં ત્યાં કદાચ સર્પ, વીંછી આદિ રહેલ હોય તો ઉઘાડનારને કરડે. આથી લોકો બોલે કે “આ સાધુઓ ભક્તાદિમાં આસક્ત થયેલા, આગળ પાછળનો અનર્થનો વિચાર કરતા નથી. આથી પ્રવચન વિરાધના થાય. કોઈ રોષમાં આવી જઈને સાધુને મારે-કૂટે તો તેથી આત્મવિરાધના થાય. માટે સાધુઓએ ઉભિન દોષવાળી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. ૩િ૮-૩૯૪] માલાપત બે પ્રકારે છે. ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ. પગની પાની ઉંચી કરીને શીંકા વગેરેમાં રહેલી વસ્તુ આપે તે જઘન્ય અને તે સિવાયનું કોઠી મોસ ઘડા વગેરેમાંથી કે નીસરણી વગેરે ઉપર ચઢીને લાવીને આપે તે ઉત્કૃષ્ટ માલાપત. અથવા ચાર ભેદો પણ કહ્યા છે- ઉર્ધ્વ માલાપત-શીંકુ છાજલી, માળીયું કે મેડા ઉપરથી લાવીને આપે છે. અધો માલાપહત- ભોંયરામાંથી લાવીને આપે તે. ઉભય Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પિંડનિત્તિ (૩૯૪) માલાપહત- ઉંચી કોઠી હોય તેમાંથી વસ્તુ કાઢતાં પગની પાનીથી ઉંચા થઈ પછી વાંકા વળીને વસ્તુ કાઢીને આપે છે. તિર્ય, માલાપત- જમીન ઉપર બેઠા બેઠા ગોખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે છે. માલાપત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોયરામાં જતાં-ઉતરતાં કષ્ટ પડતું હોવાથી, ચઢતાં ઉતરતા કદાચ પડી જાય, તથા શીંકા વગેરેમાં પોતે દેખી શકે એમ ન હોવાતી ત્યાં કાચ સર્પ આદિ હોય તો કરડે, તો જીવવિરાધના (સંયમ વિરાધના) પ્રવચન વિરાધના આત્મવિરાધના આદિ દોષો રહેલા છે. માલાપતદોષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીંકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઉંચા કરતાં, કે સીડી ઉપર ચઢતાં ઉતરતા પગ ખસી જાય તો નીચે પડી જાય તો તેના હાથ પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજંતું હોય તો તે દબાતા મરી જાય. આથી સંયમ વિરાધના થાય. લોકો નિંદા કરે કે “આ સાધુઓ કેવા કે આને નીચે પાડી.” આથી પ્રવચન વિરાધના થાય અને કોઈ ગૃહસ્થ ગુસ્સે થઈને સાધુને મારે જેથી આત્મવિરાધના થાય. [૩૯૫-૪૦] બીજા પાસેથી બલાત્કારે જે અશનાદિ ઝૂંટવીને સાધુને આપવામાં આવે તે આચ્છેદ્યદોષ કહેવાય. આછેદ્ય ત્રણ પ્રકારે છે. પ્રભુ-ઘરનો નાયક, સ્વામિરાજા કે ગામનો મુખી, નાયક અને તેનચોર. આ ત્રણે, બીજા પાસેથી બળાત્કારે ઝુંટવીને આહાર આદિ આપે તો તેવા અશનાદિ સાધુને લેવા કહ્યું નહિ. પ્રભુ આજેઘ-મુનિનો ભક્ત ઘરનો નાયક આદિ પોતાના પુત્ર, પુત્રી, પત્નિ, પુત્રવધુ આદિ પાસેથી અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે તે. સ્વામિ આછે- મુનિનો ભક્ત ગામનો માલિક આદિ પોતાના આશ્રિતની માલિકીના અશનાદિ ઝુંટવીને તેમની ઈચ્છા વિરૂદ્ધ સાધુને આપે છે. તેની આછેદ્ય-સાધુનો ભક્ત કે લાગણીવાળો કોઇ ચોર મુસાફરો પાસેથી તેમની ઇચ્છા વિરૂદ્ધ અશનાદિ ઝુંટવીને સાધુને આપે છે. આવો આહારાદિ ગ્રહણ કરવાથી તે વસ્તુનો માલિક સાધુ ઉપર દ્વેષ રાખે અને તેથી તાડન મારણ આદિનો પ્રસંગ આવે. માટે આચ્છેદ્ય દોષવાળી ભિક્ષા. સાધુએ લેવી ન જોઈએ. માલિક બલાત્કારે પોતાના આશ્રિત આદિ પાસેથી વસ્તુ લઈને સાધુને આપે તો વસ્તુનો માલિક નીચે પ્રમાણે વર્તાવ કરે. માલિક પ્રત્યે રોષાયમાન થાય અને જેમ તેમ બોલવા લાગે અથવા સાધુ પ્રત્યે રોષાયમાન થાય. માલિકને કહે કે “આ વસ્તુ દૂધ વગેરે મારા હક્કનું છે, શા માટે બલાત્કારે લઈ લો છો ? મેં મહેનત કરીને બદલામાં આ દૂધ મેળવેલું છે. મહેનત કર્યા વિના તમે કંઈ આપતા નથી. વગેરે બોલે.’ આથી પરસ્પર ઝગડો થાય. દ્વેષ વધે, ગોવાળીઆ આદિ શેઠ આદિને ત્યાં ધન આદિની ચોરી કરે. વગેરે સાધુ નિમિત્તે દોષો થાય. મુનિ પ્રત્યે દ્વેષ રાખે, મુનિને તાડન કરે કે મારી નાખે. વસ્તુના માલિકને અપ્રીતિ થાય. તે વસ્તુ નહિ મળવાથી તેને અંતરાય થાય, તેથી સાધુને તેનો દોષ લાગે. ઉપરાંત અદત્તાદાનનો દોષ પણ લાગે, તેથી મહાવ્રતનું ખંડન થાય. બીજા કોઈ વખતે સાધુને જોતા તેને એમ થાય કે “આવા વેષવાળાએ બલાત્કારે મારી વસ્તુ લીધી હતી, માટે આવાને આપવું ન જોઈએ.’ આથી ભિક્ષાનો વિચ્છેદ થાય. ઉતરવા માટે સ્થાન આપેલું હોય તો તે રોષમાં આવવાથી સાધુને ત્યાંથી કાઢી મૂકે કે Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૦૭ ૧૦૯ કઠોર શબ્દો સંભલાવે. વગેરે વગેરે દોષો રહેલા છે. આ પ્રમાણે ગામનો માલિક કે ચોર બીજા પાસેથી બલાત્કારે લઇને ભિક્ષા આપે તો તે પણ સાધુને કલ્પે નહિ. આમાં વિશેષતા એટલી કે કોઇ ભદ્રિક ચોરે સાધુને જોતાં મુસાફરો પાસેથી ભોજન આદિ ઝુંટવીને સાધુને આપે. તે વખતે જે તે મુસાફરો એમ બોલે કે ‘અમારે સારૂં થયું કે “ઘી ખીચડીમાં ઢોળાયું.' અમારી પાસેથી લઈને તમને આપે છે, તો બહુ સરસ થયું. અમને પણ પુણ્યનો લાભ મળશે.' આ પ્રમાણેબોલે તો સાધુ તે વખતે તે ભિક્ષા ગ્રહણ કરે. પરંતુ ચોરોના ગયા પછી સાધુ તે મુસાફરોને કહે કે “આ તમારી ભિક્ષા તમે પાછી લઈ લો, કેમકે તે વખતે ચોરોના ભયથી ભિક્ષા લીધી હતી, ન લેત તો ચોર કદાચ અમને શિક્ષા કરત.’ આ પ્રમાણે કહેવાથી જો મુસાફરો એમ કહે કે ‘આ ભિક્ષા તમે જ રાખો, તમે જ વાપરો, અમારી રજા છે.’ તો તે ભિક્ષા સાધુને વાપરવી કલ્પે. જો રજા ન આપે તો વા૫૨વી કલ્પે નહિ. [૪૦૭-૪૧૭] માલિકે રજા નહિ આપેલું ગ્રહણ કરવું તે અનિસૃષ્ટદોષ કહેવાય. શ્રી તીર્થંકર ભગવંતોએ જણાવ્યું છે કે ‘રજા નહિ આપેલું ભક્તાદિ સાધુને લેવું કલ્પે નહિ, પરંતુ રજા આપેલી હોય તો લેવું કલ્પે.' રજા નહિ આપેલાના અનેક પ્રકારો છે. તે ૧. મોદક સંબંધી, ૨. ભોજન સંબધી ૩. શેલડી પીલવાનું યંત્ર કોળા ઘાણી વગેરે સંબંધી, ૪. લગ્નાદિ સંબંધી, ૫. દૂધ. ૬. દુકાન-ઘર વગેરે સંબંધી. સામાન્ય રીતે રજા નહિ આપેલાના બે પ્રકારો છે. ૧. સાધારણ અનિસૃષ્ટ-બધાએ રજા નહિ આપેલી. અને ૨. ભોજન અનિસૃષ્ટ-જેના હકનું હોય તેણે રજા નહિ આપેલી. સાધારણ અનિસૃષ્ટ- વસ્તુના ઘણા માલિક હોય તેવું. તેમાંથી એક જણ આપતો હોય પણ બીજાઓની રજા ન હોય; તેવું સાધારણ અનિસૃષ્ટ કહેવાય. ભોજન અનિસૃષ્ટ-જેના હકનું હોય તેની રજા સિવાય આપતા હોય તે ભોજન અનિસૃષ્ટ કહેવાય. આમાં ચોલ્લક એ ભોજન અનિસૃષ્ટ કહેવાય અને બાકી મોદક, યંત્ર, સંખડિ વગેરે સાધારણ અનિસૃષ્ટ કહેવાય છે. ભોજન અનિસૃષ્ટ- બે પ્રકારે. ૧. છિન્ન અને ૨. અછિન્ન. છિન્ન એટલે ખેતર આદિમાં કામ કરતાં મજુરો આદિ માટે ભોજન તૈયાર કરાવ્યું હોય અને ભોજન દરેકને આપવા માટેનું જુદું જુદું કરી રાખ્યું હોય તે. ભાગ પાડેલું. અછિન્ન-એટલે બધાને આપવા માટેનું ભેગું હોય, પણ ભાગ નહિ પાડેલું. ભાગ નહિ પાડેલામાં -૧. બધાએ ૨જા આપેલી અને બધાએ રજા નહિ આપેલી. બધાએ રજા આપેલી હોય તો સાધુએ લેવું કલ્પે. બધાએ રજા ન આપી હોય તો ન કલ્પે. ભાગ પાડેલું હોય – તેમાં જેના ભાગમાં આવેલું હોય તે વ્યક્તિ સાધુને આપે તો સાધુને લેવું કલ્પે. તે સિવાય ન કલ્પે. - સાધારણ અને ભોજન અનિસૃષ્ટમાં ફરક-સાધારણ અને ભોજન અનિસૃષ્ટમાં વાસ્તવિક રીતે પિંડનો જ અધિકાર છે, તેથી કોઈ પણ ભોજન હોય, જેની અંદર તે તે વસ્તુ ઉપર દરેકની માલિકી તુલ્ય અને મુખ્ય હોય તે સાધારણ કહેવાય, જ્યારે ભોજન અનિસૃષ્ટમાં તે તે ચીજનો રાજા, કૌટુમ્બિક આદિ મુખ્ય એક માલિક અને ગૌણથી એટલે હક તરીકે બીજા પણ ઘણા હોય છે. સાધારણ અનિસૃષ્ટમાં પહેલા દરેક સ્વામિએ ભોજન આપવાની હા ન પાડી હોય પરંતુ પાછળથી પરસ્પર સમજાવટ આદિથી દરેક અનુજ્ઞા આપો તો તે આહાર સાધુને લેવો કલ્પી શકે. જો એકને વહોરાવવા માટે રજા આપીને સર્વમાલિક અન્ય સ્થળે ગયા હોય તો તેવા કારણે તેઓ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પિડનિજજુત્તિ. (૪૧) ની માલિકની ગેરહાજરીમાં પણ તે ભિક્ષા ગ્રહણ કરી શકાય. હાથીને ખાવા માટે વસ્તુ બનાવેલી હોય. હાથીનો મહાવત તે વસ્તુ મુનિને આપે તો મુનિને તે લેવું કહ્યું નહિ. જે ગ્રહણ કરે તો આ પ્રમાણે દોષો લાગે. હાથીનું ભોજન એ રાજાનું ભોજન એટલે તે રાજપિંડ કહેવાય. રાજાની આજ્ઞા નહિ હોવાથી મુનિએ લીધું હોય તો રાજા સાધુને કેદ કરે, મારે કે કપડાં ઉતારી લે. હાથીના આહારમાં એટલો અંતરાય લાગે. તેથી અંતરાય જન્ય પાપ લાગે. હાથીના મહાવત ઉપર રાજા ગુસ્સે થાય. મારી આજ્ઞા સિવાય સાધુને કેમ આપ્યું?” તેથી કદાચ મહાવતને રજા આપે કે દંડ કરે, સાધુ નિમિત્તે મહાવતની નોકરી જાય. અદત્તાદાનનો દોષ સાધુને લાગે. મહાવત પોતાનો પિંડ પણ હાથીના દેખતા આપે તો હાથીને એમ થાય કે “મારા ભોજનમાંથી આ મુંડિયો રોજ ગ્રહણ કરે છે. એ કારણે હાથી રોષાયમાન થાય અને રસ્તામાં કોઈ વખતે સાધુને જોતાં સાધુને મારી નાંખે કે ઉપાશ્રય ભાંગી નાખે. [૪૧૮-૪૨૨] પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય, પછી સાધુ આવેલા જાણી તે રસોઈમાં બીજુ ઉમેરવામાં આવે તે અધ્યવપૂરક દોષવાળું કહેવાય. પ્રથમ પોતાને માટે રાંધવા આદિની શરૂઆત કરી હોય પછી પાછળથી ત્રણે પ્રકારમાંથી કોઇના માટે ચોખા આદિનો ઉમેરો કરે તો તે તે આહારાદિ અધ્યપૂરક દોષવાળું થાય છે. અધ્યપૂરવકના ત્રણ પ્રકારો છે. સ્વગૃહ યાવદર્થિકમિશ્ર, સ્વગૃહ સાધુમિશ્ર, સ્વગૃહ પાખંડીમિશ્ર. સ્વગૃહ યાવદર્શિકમિશ્ન- સ્વગૃહ એટલે પોતાના ઘર માટે અને યાવદર્થિક એટલે કોઇ પણ ભિક્ષુઓ માટે. પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી ગામમાં અનેક યાચકો, સાધુઓ, પાખંડીઓ વગેરે આવ્યાની ખબર પડતાં, પૂર્વની શરૂઆત કરેલી રસોઈમાં જ પાણી, ચોખા વગેરે ઉમેરીને સર્વને માટે બનાવેલ ભોજન. સ્વગૃહ સાધુમિશ્ર પ્રથમ પોતાના માટે રસોઈ કરવાની શરૂઆત કરી હોય અને પછી સાધુઓ આવ્યાની ખબર પડતાં, રસોઈમાં પાણી, ચોખા આદિ સામગ્રી ઉમેરીને પોતાના માટે અને સાધુ માટે રસોઈ તૈયાર કરવામાં આવે. સ્વગૃહ પાખંડીમિ-પ્રથમ પોતાના માટે રસોઈ બનાવવાની શરૂઆત કરી હોય અને પછી પાખંડીને આપવા માટે પાછળથી વધારો કરીને તૈયાર કરેલ ભોજન. યાવદર્થિક માટે નાખેલું ભોજન તેમાંથી દૂર કરવામાં આવે તો બાકી રહેલું ભોજન સાધુને લેવું કલ્પી શકે, જ્યારે સ્વગૃહ અને સાધુ મિશ્ર તથા સ્વગૃહ અને પાખંડી મિશ્રમાં નાંખેલું જુદું કરવા છતાં બાકી રહેલાં ભોજનમાંથી સાધુને લેવું કહ્યું નહિ, કેમકે તે બધો આહાર પૂતિદોષથી દોષિત ગણાય છે. મિશ્રદોષ અને અધ્યવપૂરકદોષમાં ફેર શો ? મિશ્ર નામના દોષમાં પહેલેથી જ પોતાના માટે અને ભિક્ષુક આદિને માટે એમ બન્નેનો ઉદ્દેશ રાખીને રાંધવાની શરૂઆત કરે, જ્યારે આ અધ્યપૂરક નામના દોષમાં પ્રથમ ગૃહસ્થ પોતાને માટે રાંધવાની. શરૂઆત કરે અને પાછળથી તેમાં ભિક્ષુક આદિ માટે ઉમેરો કરે. મિશ્ર અને અધ્યવપૂરકની ઓળખાણ-મિશ્ર અને અધ્યપૂરવક દોષની પરીક્ષા રસોઇના વિચિત્ર પરિણામ ઉપરથી કરી શકાય છે. જેમકે મિશ્રજાતમાં તો પ્રથમથી જ સાધુ માટે પણ કલ્પના હોય છે, તેથી માપસર જેટલા મસાલા, પાણી, અન આદિ જોઈએ તે પ્રમાણે નાખી અધિક રસોઈ બનાવેલ હોય છે, તેથી ભોજનના સૌષ્ઠવમાં ક્ષતિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૪૨૨ હોતી નથી. પરંતુ ઘરના માણસ થોડા છે અને આટલી બધી રસોઈ કેમ ? તે વિચારવાથી મિશ્રાત દોષનું જ્ઞાન થઈ શકે છે. જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હોવાથી, ભાત અર્ધપકવ, દાળ આદિના વર્ણ, ગંધ, રસમાં તફાવત-પાતળાપણા આદિનો ફેરફાર હોય છે, તેથી તે રીતે અધ્યપૂરકદોષનો નિર્ણય કરી શકાય છે. આ પ્રમાણે ઉદ્ગમના સોળ દોષો થયા. તેમાં કેટલાક વિશોધિકોટિના છે અને કેટલા અવિશોધિકોટિના છે. [૪૨૩-૪૨૮] વિશોધિકોટિ-એટલે જેટલું સાધુ માટે કલ્પેલું કે રાંધેલું હોય તેટલું દૂર કરવામાં આવે તો બાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અર્થાત્ સાધુને લેવું કલ્પી શકે. અવિશોધિકોટિ - એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરી શકે તેવું. અથતુ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવો એટલે અવિશોધિકોટિ આહાર ગ્રહણ થઈ ગયો હોય તો તે પાત્રમાંથી તેવો આહાર કાઢી નાખી તે પાત્રને રાખ આદિથી ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પી શકે. આધાકર્મ સવભેદ, વિભાગ ઉદ્દેશના છેલ્લા ત્રણ ભેદ, સમુદેશ,આદેશ અને સમાદેશ. બાદર ભક્તપાન પૂતિ. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, બાદર પ્રાભૃતિકા, અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યપૂરક અને સાધુ અધ્વપૂરક, મૂલ છ દોષમાંથી દશ ભેદો અવિશોધિ કોટીના છે. એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષો વિશોધિ-કોટીના છે. - ઉદેસિકના નવ ભેદો, પૂતિદોષ, યાવદર્થિકમિશ્ર, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવતિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય. સૂક્ષ્મપ્રાકૃતિકા, સ્થાપનાના બે પ્રકારો. આ બધા વિશોધિકોટિના જાણવા. ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર ગ્રહણ કર્યો હોય, ત્યાર બાદ અનાભોગ આદિના કારણે વિશોધિકોટિ દોષવાળું ગ્રહણ કર્યું હોય, પાછળથી તેની ખબર પડે કે “આ તો વિશોધિકોટિ દોષવાળું હતું,' તો ગ્રહણ કરેલા આહાર વિના જો નિવહ થઈ શકે એમ હોય તો તે બધો (શુદ્ધ આહાર અને વિશોધિ દોષવાળો) આહાર પરઠવી દે, જો નિહિ થઈ શકે એમ ન હોય તો જેટલો આહાર વિશોધિ દોષવાળો હોય તેટલો બરાબર જોઈને કાઢી નાખે. હવે જો સરખા વર્ણ અને ગંધવાળો હોય એટલે ઓળખી શકાય તેવો ન હોય, કે ભેગો થઈ ગયેલો હોય અથવા તો પ્રવાહી હોય તો તે બધો પરઠવી દે. છતાં કોઈ સૂક્ષ્મ અવયવો પાત્રમાં રહી ગયા હોય તો પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવો કલ્પી શકે છે. કેમકે તે આહાર વિશોધિકોટિનો હતો માટે. [૪૨૯] વિવેક (પરઠવવું) ના ચાર પ્રકારો- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, દ્રવ્ય વિવેક દોષવાળા દ્રવ્યનો ત્યાગ કરવો તે. શેત્ર વિવેક- જે ક્ષેત્રમાં તે દ્રવ્યનો ત્યાગ કરવો તે. કાલ વિવેક- ખબર પડે કે તુરત વિલંબ ક્યા વિના ત્યાગ કરવો તે. ભાવ વિવેક- ભાવથી મૂચ્છ રાખ્યા સિવાય તેનો ત્યાગ કરવો તે. અથવા અસઠ સાધુ જેને દોષવાળું જૂએ ને તેનો ત્યાગ કરે. પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિવહિ થઈ શકે એમ હોય તો બધો શુદ્ધ અને દોષવાળો આહારનો ત્યાગ કરવો. નિવહિ થઈ શકે એમ ન હોય તો Page #115 -------------------------------------------------------------------------- ________________ ર પિંડનિત્તિ – (૪૩૦) દોષવાળા આહારનો ત્યાગ કરવો. [૪૩૦-૪૩૨] અશુદ્ધ આહાર ત્યાગ કરવામાં નીચે મુજબ ચતુર્ભગી થાય. શુષ્ક અને આર્દ્ર સરખે સરખી વસ્તુમાં પડેલું અને જુદી વસ્તુમાં પડેલું તેમાં ચાર પ્રકાર પડે, ૧ શુષ્કમાં શુષ્ક, ૨ શુષ્કમાં આર્દ્ર, ૩ આર્દ્રમાં શુષ્ક, ૪ આર્દ્રમાં આર્દ્ર. શુષ્કમાં શુષ્ક- શુષ્ક વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે વાલા, ચણા વગેરે સુકા કહેવાય. વાલમાં ચણા પડ્યાં હોય તો કે ચણામાં વાલ પડ્યાં હોય તો તે સુખપૂર્વક જુદા કાઢી શકાય છે. ચણામાં ચણા કે વાલમાં વાલ પડ્યાં હોય તો જે જેટલા દોષવાળા હોય તેટલા પ્રમાણમાં ખ્યાલ હોય તેટલા) કપટ વિના જુદા કાઢી નાખવા, બાકીના કલ્પી શકે. શુષ્યમાં આર્દ્ર- શુષ્ક વસ્તુમાં આર્દ્ર વસ્તુ પડી હોય. એટલે વાલ, ચણા આદિ ભેગું ઓસામણ, દાળ આદિ પડ્યું હોય તો, પાત્રમાં પાણી નાખીને પાત્રુ નમાવીને બધું પ્રવાહી કાઢી નાખવું, બાકીનું કલ્પી શકે. આર્દ્રમાં શુષ્ક - આર્દ્ર વસ્તુમાં શુષ્ક વસ્તુ પડી હોય. એટલે ઓસામણ, દુધ, ખીર આદિમાં ચણા વાલ વગેરે પડ્યું હોય તો પાત્રમાં હાથ નાખીને ચણા વગેરે કઢાય તેટલા કાઢી નાખવા, બાકીનું કલ્પી શકે. આર્ટમાં - આર્દ્ર આર્દ્ર વસ્તુમાં આર્દ્ર વસ્તુ પડી હોય. એટલે ઓસામણ આદિમાં ઓસામણ આદિ પડ્યું હોય તો, જો તે દ્રવ્ય દુર્લભ હોય અર્થાત્ બીજું મળી શકે તેમ ન હોય અને તે વસ્તુની જરૂર હોય તો જેટલા પ્રમાણનું દોષવાળું હોય તેટલું કાઢી નાખવું, બાકીનું કલ્પે. [૪૩૩] નિર્વાહ થઇ શકે એમ ન હોય તો આ ચાર ભાંગાનો ઉપયોગ કરી શકાય. જો નિર્વાહ થઇ શકે એમ હોય કે બીજો શુદ્ધ આહાર મળી શકે એમ હોય તો પાત્રમાં આવેલું બધું પરઠવી દેવું જોઇએ. નિર્વાહ થાય એમ હોય તો પાત્રમાં વિશોધિકોટિથી સ્પર્શ થયેલા બધા આહારનો ત્યાગ કરવો, નિર્વાહ ન થાય તેમ હોય તો ચા૨ ભાંગામાં બતાવ્યા પ્રમાણે ત્યાગ કરવો. કપટ રહિત જે ત્યાગ કરે તે સાધુ શુદ્ધ રહે છે અર્થાત્ તેને અશુભકર્મનો બંધ થતો નથી, પરંતુ માયા પૂર્વક ત્યાગ કર્યો હોય તો તે સાધુ કર્મબંધથી બંધાય છે, જે ક્રિયામાં માયાવી બંધાય છે તેમાં માયા રહિત શુદ્ધ રહે છે. [૪૩૪-૪૩૫] હવે બીજી રીતે વિશોધિકોટિ અવિશોધિકોટિ સમજાવે છે. કોટિકરણ બે પ્રકારે. ઉદ્ગમકોટિ અને વિશોધિકોટિ. ઉદ્ગમકોટિ છ પ્રકારે, આગળ કહ્યા પ્રમાણે. વિશોધિકોટિ અનેક પ્રકારે ૯-૧૮-૨૭-૫૪-૯૦ અને ૨૭૦ ભેદો થાય છે. ૯ પ્રકાર - હણવું, હણાવવું અને અનુમોદવું. રાધવું, રંધાવવું અને અનુમોદવું. વેચાતું લેવું, લેવરાવવું અને અનુમોદવું. પહેલા છ ભાંગા અવિશોધિકોટિના અને છેલ્લા ત્રણ વિશોધિકોટિના જાણવા. ૧૮ પ્રકાર-નવકોટિને કોઈ રાગથી કે કોઈ દ્વેષથી. સેવે. ૯×૨=૧૮. ૨૭ પ્રકાર- (નવ કોટિને) સેવનાર કોઇ મિથ્યાવૃષ્ટિ નિઃશંકપણે સેવે, કોઇ સમ્યગ્દષ્ટિ વિરતિવાળો આત્મા અનાભોગથી સેવે, કોઇ સમ્યગ્દષ્ટિ અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સેવે. મિથ્યાત્ત્વ, અજ્ઞાન અને અવિરતિરૂપથી સેવતા ૯૪૩=૨૭ પ્રકાર થાય. ૫૪ પ્રકાર-૨૭ પ્રકા૨ને કોઈ રાગથી સેવે, કોઇ દ્વેષથી સેવે ૨૭×૨-૫૪ પ્રકાર થાય. ૯૦ પ્રકાર- નવ કોટિને કોઇ પુષ્ટ આલંબનથી દુકાળ, અરણ્ય આદિ વિકટ દેશ કાળમાં ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવા માટે સેવે. ૯×૧૦=૯૦ પ્રકાર થાય. ૨૭૦ પ્રકાર-આમાં કોઇ વિશિષ્ટ ચારિત્ર નિમિત્તે સેવે, કોઈ ચારિત્રમાં વિશિષ્ટ જ્ઞાન નિમિત્તે સેવે, કોઇ ચારિત્રમાં ખાસ દર્શનની સ્થિરતા નિમિત્તે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ગાથા -૪૩૬ દોષ સેવે ૯૦૩=૨૭૦પ્રકાર થાય. [૪૩] ઉપર જે કહી ગયા તે સોળ ઉદ્ગમનાના દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા. અથતું ગૃહસ્થ કરે છે. હવે કહેવામાં આવે છે તે ઉત્પાદનોના (૧૬) દોષો સાધુથી થતા જાણવા. અથતુિ સાધુ પોતે દોષ ઉભા કરે છે. [૪૩૩-૪૪૨] ઉત્પાદનના ચાર નિક્ષેપો છે. ૧ નામ ઉત્પાદના, ૨ સ્થાપના ઉત્પાદનો, ૩ દ્રવ્ય ઉત્પાદન, ૪ ભાવ ઉત્પાદના. નામ ઉત્પાદના-ઉત્પાદના એવું. કોઈનું પણ નામ હોવું તે. સ્થાપના ઉત્પાદના-ઉત્પાદનોની સ્થાપના-આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ઉત્પાદના- ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્ય ઉત્પાદન. ભાવ ઉત્પાદના-બે પ્રકારે. આગમ ભાવઉત્પાદનો અને નોઆગમ ભાવઉત્પાદના. આગમથી ભાવઉત્પાદના-એટલે ઉત્પાદનના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમથી ભાવઉત્પાદના-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત ઉત્પાદના-એટલે આત્માને લાભ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી ઉત્પાદના. અપ્રશસ્ત ઉત્પાદના-એટલે આત્માને નુકશાન કરનારી-કર્મબંધ કરનારી ઉત્પાદના. તે સોળ પ્રકારની અહીં પ્રસ્તુત છે. તે આ પ્રમાણે-ધાત્રીદોષ – ધાત્રી એટલે બાળકનું પરિપાલન કરનાર સ્ત્રી. ભિક્ષા મેળવવા માટે તેના જેવું ધાત્રીપણું કરવું. જેમકે-ગૃહસ્થના બાળકને રમાડવા, હવરાવવા વગેરે. દૂતીદોષ- ભિક્ષા માટે જ સામાસામી ગૃહસ્થના સંદેશા લાવવા લઈ જવા. નિમિત્તદોષ-વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળનાં આઠ આ પ્રકારમાંથી કોઈ પણ નિમિત્તે કહેવું. આજીવિકાદોષ-સામાની સાથે પોતાની સમાન કુલ, કળા, જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરવું. વનીપફદોષ- ભિખારીના જેવું દીન આચરણ કરવું. ચિકિત્સાદોષ- દવા આપવી કે બતાવવી. કોuદોષ- ક્રોધ કરીને ભિક્ષા લેવી. માનદોષ-માન કરીને ભિક્ષા લેવી. માયાદોષ-માયા કરીને ભિક્ષા લેવી. લોભદોષ- લોભ રાખીને ભિક્ષા લેવી. સંસ્તવદોષ- પૂર્વસંતવ-માતા આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. પશ્ચાત્ સંસ્તવ-સસરા પક્ષના સામૂ આદિનો સંબંધ કાઢીને ભિક્ષા લેવી તે. વિદ્યાદોષ-જેની સ્ત્રીરૂપ-દેવી અધિષ્ઠિતા હોય તે વિદ્યા કહેવાય, તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. મંત્રદોષ-જેનો પુરુષરૂપ-દેવ અધિષ્ઠિત હોય તે મંત્ર કહેવાય તેના પ્રયોગ વગેરેથી ભિક્ષા લેવી તે. ચૂર્ણદોષ-સૌભાગ્ય આદિ કરનાર ચૂર્ણ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી. યોગદોષ-આકાશ ગમનાદિ સિદ્ધિ વગેરેના પ્રયોગથી ભિક્ષા લેવી તે. મૂલકર્મદોષ- વશીકરણ, ગર્ભશાટન વગેરે મૂલકર્મના પ્રયોગથી ભિક્ષા લેવી તે. ધાત્રીપણું જાતે કરે કે બીજા પાસે કરાવે, દૂતીપણું પોતે કરે કે બીજા પાસે કરાવે યાવતુ વશીકરણાદિ પણ પોતે કરે કે બીજા પાસે કરાવે અને તેથી ભિક્ષા મેળવે તે “ઘાત્રીપિંડ' દૂતપિંડ' આદિ ઉત્પાદનોના દોષો કહેવાય છે. તેનું વિશેષ વર્ણન જણાવાય છે. ૪૩-૪૪] બાળકનું રક્ષણ કરવા રાખેલી સ્ત્રી તે ધાત્રી કહેવાય. તે પાંચ પ્રકારની હોય. બાળકને સ્તનપાન કરાવનારી, બાળકને સ્નાન કરાવનારી, બાળકને વસ્ત્ર આદિ પહેરાવનારી, બાળકને રમાડનારી અને બાળકને ખોળામાં રાખનારીઆરામ કરાવનારી. દરેકમાં બે પ્રકારો. એક પોતે કરે બીજો બીજા પાસે કરાવડાવે. ૪૫-૪૬૨] પૂર્વ પરિચિત ઘરમાં સાધુ ભિક્ષા માટે ગયા હોય, ત્યાં બાળકને રડતો જોઇને બાળકની માતાને કહે કે “આ બાળક હજી સ્તનપાન ઉપર જીવે છે, ભૂખ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પિંડનિજુત્તિ-(૦૨) લાગી હશે એટલે રૂદન કરે છે, માટે જલદી મને વહોરાવો, પછી બાળકને ધવરાવજો' અથવા એમ કહે કે પહેલા બાળકને સ્તનપાન કરાવો પછી મને વહોરાવો,” અથવા તો કહે કે “હમણાં બાળકને ધવરાવી લો પછી હું વહોરવા આવીશ.” “બાળકને સારી રીતે રાખવાથી, બુદ્ધિશાળી, નિરોગી અને દીર્ઘઆયુષ્યવાળો થાય છે, જ્યારે બાળકને સારી રીતે નહિ રાખવાથી મૂર્ણ રોગી અને અલ્પ આયુષ્યવાળો થાય. લોકમાં પણ કહેવત છે કે પુત્રની પ્રાપ્તિ થવી દુર્લભ છે માટે બીજા બધા કામ મૂકીને બાળકને સ્તનપાન કરાવો. જો તમે સ્તનપાન નહિ કરાવો તો હું બાળકને દૂધ પીવરાવું કે બીજા પાસે સ્તનપાન કરાવડાવું.” આ પ્રમાણે બોલીને ભિક્ષા લેવી તે ધાત્રીપિંડ. આ પ્રકારનાં વચનો સાંભળી, જો તે સ્ત્રી ધર્મિષ્ઠ હોય તો ખુશ થાય. અને સાધુને સારો સારો આહાર આપે, પ્રસન્ન થયેલી તે સ્ત્રી સાધુ માટે આધાકમદિ આહાર પણ બનાવે. તે સ્ત્રી ધર્મની ભાવનાવાળી ન હોય તો સાધુના આવા વચનો સાંભળી સાધુ પ્રત્યે ગુસ્સો કરે. કદાચ બાળક માંદો પડી જાય તો સાધુની નિંદા કરે, શાસનનો ઉડ્ડાહ કરે, લોકોને કહે કે “તે દિવસે સાધુએ બાળકને બોલાવ્યો હતો કે દૂધ પીવરાવ્યું હતું કે બીજે જઇને સ્તનપાન કરાવી આવ્યો હતો એટલે મારું બાળક બીમાર થઈ ગયું.” અથવા તો કહે કે “આ સાધુ બાઈઓ આગળ મીઠું મીઠું બોલે છે.” અથવા પોતાના પતિને કે બીજા લોકોને કહે કે “આ સાધુ ખરાબ આચરણવાળો છે, મૈથુનની અભિલાષા રાખે છે.” વગેરે વાતો કરીને શાસનની હીલના કરે ધાત્રીપિંડમાં આ દોષો આવે. ભિક્ષાએ ફરતાં કોઈ ઘરમાં સ્ત્રીને ચિંતાતુર જઈને પૂછે કે કેમ આજે ચિંતાતુર દેખાઓ છો? સ્ત્રી કહે કે “જે દુઃખમાં સહાયક થઈ શકે તેમ હોય તેમને દુઃખ કહ્યું હોય તો દુઃખ દૂર થાય. તમને કહેવાથી શું?’ સાધુ કહે કે હું તમારા દુઃખમાં સહાયક થઇશ, માટે તમારે દુઃખ હોય તે મને કહો.” સ્ત્રી કહે કે “મારે ઘેર ધાત્રી હતી તેને અમુક શેઠ પોતાના ઘેર લઈ ગયા છે. હવે બાળકને હું કેવી રીતે સાચવી શકીશ? તેની ચિંતા છે. આ પ્રમાણે સાંભળી સાધુ તેની આગળ પ્રતિજ્ઞા કરે કે તમે જરા પણ ચિંતા કરશો નહિ, હું એવું કરીશ કે તે ધાત્રીને શેઠ રજા આપી દેશે અને પાછી તમારી પાસે આવી જશે. હું થોડા સમયમાં જ તમને ધાત્રી પાછી લાવી આપીશ.” પછી સાધુ તે સ્ત્રી પાસેથી તે ધાત્રીની ઉંમર, શરીરનો બાંધો, સ્વભાવ, દેખાવ વગેરે જાણી લઇને, તે શેઠને ત્યાં જઈ શેઠની આગળ ધાત્રીના ગુણ-દોષો એવા પ્રકારે બોલે કે શેઠ પેલી ધાત્રીને છૂટી કરી દે. છૂટી થયેલી તે ધાત્રી સાધુ પ્રત્યે દ્વેષ કરે, ઉદ્દાહ કરે કે સાધુને મારી પણ નાખે વગેરે દોષો રહેલા હોવાથી સાધુએ ધાત્રીપણું કરવું ન જોઈએ. આ ક્ષીર ધાત્રીપણું કહ્યું. તે પ્રમાણે બાઝના ચાર ધાત્રીપણાં પણ સમજી લેવાં. બાળકને રમાડવા, ખેલાવવા વગેરે કરવાથી સાધુને ધાત્રીદોષ લાગે છે. શ્રી સંગમ નામના આચાર્ય હતા. વૃદ્ધાવસ્થા આવતાં તેઓનું જંઘાબળ ક્ષીણ થતાં અથતુ ચાલવાની શક્તિ નહિ રહેવાથી, કોલ્લેકિર નામના નગરમાં સ્થિરવાસ કર્યો હતો. એક વખત તે પ્રદેશમાં દુકાળ પડવાથી શ્રી સંગમસૂરિજીએ સિંહ નામના પોતાના શિષ્યને આચાર્ય પદવી આપી, ગચ્છ સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા જ તે નગરમાં રોકાયા. આચાર્ય ભગવંતે નગરમાં નવ ભાગો કલ્પી, યતના પૂર્વક માસકલ્પ સાચવતા હતા. આ પ્રમાણે વિધિપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૬૨ ૧૧૫ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. એક વખત શ્રી સિહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મોકલ્યો. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા, તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં, મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિં. આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઉતર્યો નહિ પણ બહારની ઓસરીમાં મુકામ કર્યો. ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂક્યા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલ્યો છે. આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે “અહીં કોઈ જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.' ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દતમુનિને સાથે લઈને ગોચરી નીકળ્યા. અંત પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકુળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખુ પડી ગયું. તેના ભાવ જાણીને આચાર્ય ભગવંતે દત્તમુનિને કોઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઈ ગયા. તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હોવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતો હતો. આથી આચાર્યે તે બાળકની સામું જોઇને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ! રુદન કર નહિ.” આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયો. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયો. અને ભિક્ષામાં ઘણા લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યો તેને ઉપાશ્રયે મોકલી દીધો અને પોતે સંતપ્રાંત ભિક્ષા વહોરીને ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણ વખતે આચાર્યે દત્તમુનિને કહ્યું કે “ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની આલોચના કરો.” દત્તમુનિએ કહ્યું કે “તો તમારી સાથે ભિક્ષાએ આવ્યો હતો. ધાત્રીપિંડાદિનો પરિભોગ કેવી રીતે લાગ્યો !' આચાર્યે કહ્યું કે “નાના બાળકને રમાડ્યો. તેથી કીડન ધાત્રીપિંડદોષ અને ચપટી વગાડી વ્યંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિંડદોષ, માટે તે દોષોની આલોચના કરી લો. આચાર્યનું કહેવું સાંભળી દતમુનિને મનમાં દ્વેષ આવ્યો અને વિચારવા લાગ્યો કે “આ આચાર્ય કેવા છે? પોતે ભાવથી માસકલ્પનું યે આચરણ કરતા નથી, વળી હંમેશાં આવો મનોજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મેં એક દિવસ તેવો આહાર લીધો તેમાં મને આલોચના કરવાનું કહે છે.” ગુસ્સે થઇને આલોચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતો રહ્યો. એક દેવ આચાર્યશ્રીના ગુણોથી તેમના પ્રત્યે બહુમાનવાળો થયો હતો. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયો અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિકવ્ય, પછી પવનનો વાવંટોળ અને વરસાદ શરૂ કર્યો. દત્તમુનિ તો ભયભીત થઈ ગયા. કંઇ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યો, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમો પાડવા લાગ્યો અને આચાર્યને કહેવા લાગ્યો કે “ભગવન્હું ક્યાં જઉં ? કશું જ દેખાતું નથી.... ક્ષીરોદધિ જળના જેવા નિર્મળ દ્દયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ ! ઉપાશ્રયની અંદર આવી જા.” દત્તમુનિએ કહ્યું કે “ભગવન્! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હોવાથી બારણું પણ દેખાતું નથી. અનુકંપાથી આચાર્યે પોતાની આંગળી થુંકવાળી કરીને ઉંચી કરી, તો તેનો દીવાની જ્યોત જેવો પ્રકાશ ફેલાયો. દુરાત્મા દત્તમુનિ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પિંડનિજજુતિ- (૪૩) વિચારવા લાગ્યો કે “અહો ! આ તો પરિગ્રહમાં અગ્નિ-દીવો પણ પાસે રાખે છે ?” આચાર્ય પ્રત્યે દત્તે આવો ભાવ કર્યો, ત્યાં દેવે તેની નિર્ભત્સના કરીને કહ્યું કે “દુષ્ટ, અધમ ! આવા સર્વ ગુણ રત્નાકર આચાર્ય ભગવંત પ્રત્યે આવો દુષ્ટ વિચાર કરે છે? તારી પ્રસન્નતા માટે કેટલું કર્યું, છતાં તું આવું દુષ્ટ ચિંતવે છે?” એમ કહી ગોચરી વગેરેની હકીકત જણાવી અને કહ્યું કે “આ જે પ્રકાશ છે તે દીવાનો નથી, પણ તારી ઉપર અનુકંપા આવવાથી પોતાની આંગળી થુંકવાળી કરી, તેમના પ્રભાવથી તે પ્રકાશવાળી થઈ છે. શ્રી દત્તમુનિને પોતાની ભૂલ સમજાઈ, પશ્ચાત્તાપ થયો, તુરત આચાર્યના પગમાં પડી ક્ષમા માગી. આલોચના કરી. આ રીતે સાધુને ધાત્રીપિંડ લેવો કલ્પ નહિ. [૪૩-૪૬૯] દૂતીપણું બે પ્રકારે થાય છે. જે ગામમાં રહ્યા હોય તે જ ગામમાં અને બીજા ગામમાં. ગૃહસ્થનો સંદેશો સાધુ લઈ જાય કે લાવે અને તે દ્વારા ભિક્ષા મેળવે તે દૂતીપિંડ કહેવાય. સંદેશો બે પ્રકારે જાણવા- પ્રગટ રીતે જણાવે અને ગુપ્ત રીતે જણાવે. તે પણ બે પ્રકારે. લૌકિક અને લોકોત્તર. લોકિક પ્રગટ દૂતીપણું - બીજા ગૃહસ્થ જાણી શકે તે રીતે સંદેશો જણાવે. લૌકિક ગુપ્ત દૂતીપણું- બીજા ગૃહસ્થ આદિને ખબર ન પડે તે રીતે સંકેતથી જણાવે. લોકોત્તર પ્રગટ દૂતીપણું- સંઘટ્ટક સાધુને ખબર પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું- સંઘાટ્ટક સાધુને ખબર ન પડે તે રીતે જણાવે. લોકોત્તર ગુપ્ત દૂતીપણું કેવી રીતે થાય?- કોઈ સ્ત્રીએ પોતાની માતાને કહેવા સંદેશો સાધુને કહ્યો. હવે સાધુ વિચાર કરે કે જે પ્રગટ રીતે સંદેશો કહીશ તો સંઘાટ્ટક સાધુને એમ થશે કે “આ સાધુ તો દૂતીપણું કરે છે. માટે એવી રીતે કહું કે “આ સાધુને ખબર ન પડે કે “આ દૂતીપણું કરે છે.' આમ વિચારીને તે સાધુ તે સ્ત્રીની માતાની આગળ જઈને કહે કે તમારી પુત્રી જૈન શાસનની મર્યાદા સમજતી નથી. મને કહ્યું કે મારી માતાને આટલું કહેજો. આમ કહીને જે કહ્યું હોય તે બધું કહી દે.” આ સાંભળી તે સ્ત્રીની માતા સમજી જાય અને બીજા સંઘાટ્ટક સાધુને બીજો વિચાર ન આવે તેથી તે પણ સાધુને કહે “મારી પુત્રીને હું કહી દઈશ કે આવી રીતે સાધુને કહેવાય નહિ.' આ રીતે બોલવાથી સંઘાટ્ટક સાધુને દૂતીપણાની ખબર ન પડે. સાંકેતિક ભાષામાં કહે તો તેમાં બીજાને ખબર ન પડે. દૂતીપણું કરવામાં અનેક દોષો રહેલા છે. [૪૭૦-૪૭૩]જે કોઈ આહારાદિ માટે ગૃહસ્થોને વર્તમાનકાલ, ભૂતકાલ, ભવિષ્યકાલનાં લાભ, નુકશાન, સુખ, દુખ, આયુષ્ય, મરણ વગેરે સંબંધી નિમિત્તજ્ઞાનથી કથન કરે, તે સાધુ પાપી છે. કેમકે નિમિત્તે કહેવું તે પાપને ઉપદેશ છે. તેથી કોઈ વખતે પોતાનો ઘાત થાય, બીજાનો ઘાત થાય કે ઊભયનો ઘાત આદિ અનર્થો થવા સંભવ છે. માટે સાધુએ નિમિત્ત આદિ કહીને ભિક્ષી મેળવવી ન જોઈએ. એક મુખી પોતાની પત્ની ઘેર મૂકીને રાજાની આજ્ઞાથી બહાર ગામ ગયો હતો. તે દરમ્યાન કોઈ સાધુએ નિમિત્ત વગેરે કહેવાથી મુખીની સ્ત્રીને ભક્ત બનાવી હતી. તેથી તે સારો સારો આહાર બનાવીને સાધુને આપતી હતી. બહાર ગામ ગયાને ઘણા દિવસ થવા છતાં પોતાનો પતિ પાછો નહિ આવવાથી શોક કરતી હતી. આથી સાધુએ મુખીની સ્ત્રીને કહ્યું કે “તું શોક શા માટે કરે છે? તારા પતિ ગામ બહાર આવી ગયા છે, આજે જ તને મળશે. સ્ત્રી હર્ષ પામી. પોતાના સંબંધીઓને તેમને લેવા માટે સામાં મોકલ્યા. આ બાજુ મુખીએ વિચાર કર્યો હતો કે છાનોમાનો મારા ઘેર જાઉં અને Page #120 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૪૭૩ મારી સ્ત્રીનું ચારિત્ર જેઉં કે સુશીલા છે કે દુશીલા છે?” પરંતુ સંબંધીઓ સામા મળ્યા એટલે મુખી આશ્ચર્ય પામ્યો. પૂછ્યું કે “મારા આગમનની તમને શી રીતે ખબર પડી ?” સંબંધીઓએ કહ્યું કે તમારી પત્નિએ કહ્યું એટલે અમે આવ્યા. બીજું કંઈ અમે જાણતા નથી.’ મુખી ઘેર આવ્યો અને પોતાની પત્નિને પૂછ્યું કે “મારા આગમનની તને શી રીતે ખબર પડી?” સ્ત્રીએ કહ્યું કે અહીં મુનિ આવ્યા છે તેમણે નિમિત્તના બળે મને કહ્યું હતું.” મુખીએ પૂછ્યું કે “એના જ્ઞાનની બીજી પણ કાંઈ ખાત્રી છે?” સ્ત્રીએ કહ્યું કે, તમે મારી સાથે જે ચેષ્ટાઓ કરેલી, જે વાતચિતો કરેલી, તથા મેં જે સ્વપ્ન જોયેલાં તથા મારા ગુપ્ત ભાગમાં રહેલું તલ વગેરે મને કહેલું, તે બધું સાચું હોવાથી તમારું આગમન પણ સાચું હશે, એમ મેં નિર્ણય કર્યો હતો અને તેથી તમને લેવા માટે બધાને સામે મોકલ્યા હતા.' આ સાંભળતાં મુખીને ઇષ આવી અને રોષાયમાન થયો. સાધુ પાસે આવીને રોષપૂર્વક પૂછ્યું કે “બોલ! આ ઘોડીના પેટમાં વછેરો છે કે વછેરી છે?” સાધુએ કહ્યું કે ‘તેના પેટમાં પાંચ લક્ષણવાળો વછેરો છે. મુખીએ મનમાં વિચાર્યું કે “જો આ સાચું પડશે તો મારી સ્ત્રીએ કહેલું બધું સાચું માનીશ, નહિતર આ દુરાચારી બન્નેને મારી નાખીશ.” મુખીએ ખાત્રી કરવા માટે ઘોડીનું પેટ ચીરી નાંખ્યું અને જોયું તો મુનિના કહેવા પ્રમાણે પાંચ લક્ષણવાળો ઘોડો હતો, આ જોતાં તેને ક્રોધ શાંત થઈ ગયો. આ રીતે નિમિત્ત કહેવામાં અનેક દોષો રહેલા છે. એટલે નિમિત્ત કહી પિંડ લેવો કલ્પે નહિ. ૪િ૭૪-૭૮૦] આજીવિકા પાંચ પ્રકારે થાય છે. જાતિસંબંધિ, કુલસંબંધિ ગણસંબંધિ, કર્મસંબંધિ, શીલ્પસંબંધિ. આ પાંચે પ્રકારમાં સાધુ એવા પ્રકારે બોલે કે જેથી ગૃહસ્થ સમજે કે “આ અમારી જાતિ આદિનો છે, અથવા તો સ્પષ્ટ ભાષામાં કહે કે હું બ્રાહ્મણ આદિ છું.’ આ રીતે પોતાને તેવા ઓળખાવવાપૂર્વક ભિક્ષા લેવી, તે આજિવિકા દોષવાળી કહેવાય છે. જાતિ-બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ અથવા માતૃપક્ષની માતાનાં સગાંવહાલાં જાતિ કહેવાય. કુલ-ઉગ્રકુલ, રાજન્યકુલ, ભોગકુલ આદિ અથવા પિતાપક્ષનું-પિતાનાં સગાંવહાલા સંબંધી કુલ કહેવાય. ગણ-મલ્લ આદિનો સમુહ. કર્મ-ખેતી આદિનું કાર્ય અથવા અપ્રીતિને ઉત્પન્ન કરનાર. શિલ્પ-તૂણવું, સીવવું, વણવું વગેરે અથવા પ્રીતિને ઉત્પન્ન કરનાર. કોઈ એમ કહે છે કે ગુરુ વિના ઉપદેશ કરાયું-શિખેલું હોય તે કર્મ અને ગુરુએ ઉપદેશેલું-કહેલું-બતાવેલું-શીખવેલું તે શિલ્પ. કોઈ સાધુએ ભિક્ષા ભમતાં કોઈ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં બ્રાહ્મણના પુત્રને હોમાદિ ક્રિયા બરાબર કરતો જોઈને પોતાની જાતિ બતાવવા માટે બ્રાહ્મણને કહે કે ‘તમારો પુત્ર હોમાદિ ક્રિયા બરાબર કરે છે. અથવા એમ કહે કે “ગુરુકુલમાં સારી રીતે રહ્યો હોય એમ લાગે છે. આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ કહે કે 'તમે હોમાદિ ક્રિયા વગેરે બરાબર જાણો છો તેથી નક્કી તમે બ્રાહ્મણ જાતિના લાગો છો. જો બ્રાહ્મણ ન હો તો આ બધું બરાબર શી રીતે જાણી શકો ?” સાધુ મૌન રહે. આ પ્રમાણે સાધુએ આડકતરૂં કહીને જે પોતાની જાતિ જણાવી તે બોલવાની કળા વડે જણાવી કહેવાય. અથવા તો સાધુ સ્પષ્ટ કહે છે હું બ્રાહ્મણ છું.” જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો “આ અમારી જાતિનો છે.” એમ સમજી સારો સારો અને વધારો પ્રમાણમાં આહાર આપે. જો તે બ્રાહ્મણ દ્વેષી હોય તો “આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે. આમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકે. Page #121 -------------------------------------------------------------------------- ________________ પિંડનિજ્જુત્તિ - (૪૮૧) આ પ્રમાણે કુલ, ગણ, કર્મ, શિલ્પમાં દોષો સમજી લેવા. આ રીતે ભિક્ષા લેવી તે આજીવિકાપિંડ દોષવાળી કહેવાય. સાધુને આવો પિંડ લેવો કલ્પે નહિ. [૪૮૧-૪૯૩] આહારાદિને માટે સાધુ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, શ્વાન આદિના ભક્તની આગળ-એટલે જે જેનો ભક્ત હોય તેની આગળ તેની પ્રશંસા કરીને પોતે આહારાદિ મેળવે તે વનીપક પિંડ કહેવાય. શ્રમણના પાંચ ભેદો છે. નિગ્રંથ, બૌદ્ધ, તાપસ, પરિવ્રાજક, અને ગોશાળના મતને અનુસરનારા. કૃપણથી દિવ, અંધ, હુંઠા, લંગડા, રોગી, ગિત વગેરે સમજવા. શ્વાનથી કૂતરા, કાગડા, ગાય, યક્ષની પ્રતિમા વગેરે સમજવા. જે જેના ભક્ત હોય તેની આગળ પોતે તેના વખાણ આદિ કરે. કોઈ સાધુ ભિક્ષાએ ગયો હોય ત્યાં ભિક્ષા મેળવવા માટે. નિગ્રંથને આશ્રીને શ્રાવકની આગળ બોલે કે ‘હૈ ઉત્તમ શ્રાવક ! તારા આ ગુરુ તો અતિશય જ્ઞાનવાળા છે, શુદ્ધ ક્રિયા અને અનુદાન પાળવામાં તત્પર છે, મોક્ષના અભિલાષી છે. બૌદ્ધના ભક્તની આગળ ત્યાં બૌદ્ધ ભિક્ષુકો ભોજન કરતા હોય તો તેમની પ્રશંસા કરે આ પ્રમાણે તાપસ, પરિવ્રાજક અને ગોશાળના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે. બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે બ્રાહ્મણને દાન કરવાથી આવા આવા લાભ મળે. કૃપણના ભક્તની આગળ કહે કે ‘બીચારા આ લોકોને કોણ આપવાનું હતું. આમને આપવાથી તો જગતમાં દાનની જયપતાકા મળે છે. વગેરે.’ શ્વાન આદિના ભક્તની આગળ કહે કે બળદ વગેરેને તો ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તો લોકો હટ્યુટ્ કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે બીચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. કાક, પોપટ આદિ શુભાશુભ જણાવે છે. યક્ષની મૂર્તિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે. આ પ્રમાણે આહાર મેળવવો એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી બીજાને એમ થાય કે “આ સાધુ બૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે.' આથી જીવો મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળો હોય તે મિથ્યાત્ત્વ પામે. વગેરે અનેક દોષો રહેલા છે. વળી જો તે બૌદ્ધ આદિનો ભક્ત હોય તો સાધુને આધાકદિ સારો સારો આહાર બનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રોજ જવાથી, બૌદ્ધની પ્રશંસા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઇ જાય. ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે. જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હોય તો બોલે કે ‘આને ગયા ભવમાં કંઇ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠું મીઠું બોલે છે, કૂતરાની જેમ દીનતા બતાવે છે, વગેરે બોલે. તેથી પ્રવચન વિરાધના થાય, ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય. આથી આત્મવિરાધના વગેરે દોષો રહેલા છે. ૧૧૮ [૪૯૪-૪૯૮] કોઈના ઘેર સાધુ ભિક્ષાએ ગયા, ત્યાં ગૃહસ્થ રોગ મટાડવા માટે દવાનું પૂછે, તો સાધુ એમ કહે કે- ‘શું હું વૈદ્ય છું ? આથી પેલો ગૃહસ્થ સમજે કે “આ રોગ મટાડવા માટે વૈદ્ય પાસે જવાનું સૂચવે છે.’ અથવા તો કહે કે મને આવો રોગ થયો હતો, ત્યારે આવો આવો ઉપચાર કરેલો. એટલે રોગ મટી ગયો હતો. અથવા સાધુ પોતે જ રોગની ચિકિત્સા કરે. આ ત્રણે પ્રકારે ચિકિત્સા દોષ લાગે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૯૮ ૧૧૯ આ રીતે આહારાદિ માટે ચિકિત્સા કરવાથી અનેક પ્રકારના દોષો લાગે છે. જેમકે-ઔષધમાં કંદમૂલ વગેરનો ઉપયોગ થાય, તેમાં જીવ વિરાધના થાય. ઉકાળાકવાથ વગેરે ક૨વાથી અસંયમ થાય. ગૃહસ્થ સારો થયા પછી તપેલા લોઢાની જેમ જે કોઇ પાપ વ્યાપાર જીવવધ કરે તેનો સાધુ નિમિત્ત બને. સારો થઈ જવાથી સાધુને સારો સારો આહાર બનાવીને આપે તેમાં આધાકદિ અનેક દોષો લાગે. વળી જો તે રોગીને રોગ વધી જાય કે મરી જાય તો તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઇ જાય, ત્યાં કહે કે ‘આ વેષધારીએ આને મારી નાંખ્યો.' ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મ વિરાધના થાય. લોકો બોલવા લાગે કે “આ સાધુડા સારો સારો આહાર મળે એટલે આવું વૈદું કરે છે.’ આથી પ્રવચન વિરાધના થાય. આ રીતે ચિકિત્સા કરવાથી જીવ વિરાધના એટલે સંયમ વિરાધના, આત્મવિરાધના અને પ્રવચન વિરાધના એમ ત્રણે પ્રકારની વિરાધના થાય. [૪૯૯-૫૦૨] વિદ્યા ઓકાદિ અક્ષર સમુહ, તથા મંત્ર યોગાદિનો પ્રભાવ, તપ-ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિનો પ્રભાવ, રાજા-રાજા, પ્રધાન આદિ અધિકારીનો માનનીય રાજાદિ વલ્લભ, બલ-સહસ્ર યોદ્ધાદિ જેટલું સાધુનું પરાક્રમ જોઇને કે બીજા દ્વારા જાણીને, ગૃહસ્થ વિચારે કે જો આ સાધુને નહિ આપીએ તો શાપ આપશે, તો ઘરમાં કોઈનું મરણ થશે. અથવા વિદ્યા-મંત્રનો પ્રયોગ કરશે, રાજાનો વલ્લભ હોવાથી આપણને નગર બહાર કઢાવી મૂકશે, પરાક્રમી હોવાથી આપણને મારઝુડ ક૨શે. વગેરે અનર્થના ભયથી સાધુને આહારાદિ આપે તે ક્રોધપિંડ કહેવાય. ક્રોધ દ્વારા જે આહાર ગ્રહણ કરાય તેને ક્રોધપિંડ દોષ લાગે. [પ૦૩-૫૧૧] પોતાનું લબ્ધિપણું અથવા બીજા પાસે પોતાની પ્રશંસા સાંભળીને ગર્વિત બનેલો, ‘તું જ આ કાર્ય કરવા માટે સમર્થ છે' એમ બીજા સાધુના કહેવાથી ઉત્સાહિત થયેલો, અથવા ‘તારાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.’ એમ બીજાના કહેવાથી અપમાનીત થયેલો સાધુ, અહંકારને વશ થઇ પિંડની ગવેષણા કરે એટલે ગૃહસ્થની આગળ જઇને કહે કે-બીજા વડે પ્રાર્થના કરાયેલો જે પુરુષ સામાના ઇચ્છિતને પૂર્ણ કરવા પોતે સમર્થ હોવા છતાં આપતો નથી, તે અધમ પુરુષ છે.’ વગેરે વચન દ્વારા ગૃહસ્થને ઉત્તેજિત કરીને તેની પાસેથી અશનાદિ મેળવે તે માનપિંડ કહેવાય. ગિરિપુષ્પિત નામના નગરમાં વિજયસિંહસૂરિજી પરિવાર સાથે પધારેલા હતા. એક દિવસ કેટલાક તરૂણ સાધુઓ ભેગા થયા અને પરસ્પર વાતે ચઢ્યા. ત્યાં એક સાધુ બોલ્યો કે ‘બોલો આપણામાંથી કોણ સવારમાં જ રાંધેલી સેવ લાવી આપે એમ છે ?’ ત્યાં ગુણચંદ્ર નામના એક નાના સાધુએ કહ્યું કે ‘હું લાવી આપું.’ ત્યારે બીજો સાધુ બોલ્યો કે “જો ઘી ગોળ સાથે આપણા બધાને સેવ પુરી ન થાય તો શા કામની ? થોડી લઇને આવે તેમાં શું થાય ? માટે બધાને પૂર્ણ થાય તેટલી લાવે તો ખરો ?' આ સાંભળી અભિમાનમાં આવેલો ગુણચંદ્ર મુનિ બોલ્યો કે ‘સારૂં, તમારી જેવી ઇચ્છા હશે તે પ્રમાણે લાવી આપીશ.' એવી પ્રતિજ્ઞા કરીને મોટું નંદીપાત્ર લઇને સેવો લેવા માટે નીકળ્યો. ફરતાં ફરતાં એક કૌટુંબિકના ઘરમાં ઘણી સેવ, ઘી, ગોળ વગેરે તૈયાર કરેલું જોવામાં આવ્યું. આથી તે સાધુએ ત્યાં જઇને અનેક પ્રકારનાં વચનો બોલવા દ્વારા સેવની માંગણી કરી, પરંતુ કૌટુંબિકની સ્ત્રી સુલોચનાએ સેવો આપવાની સાફ ના પાડી, અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પિંડનિષુત્તિ-(૫૧૧) કહ્યું કે “તને તો જરા પણ ન આપું.” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે હું તારે ઘેરથી જ અવશ્ય ઘી ગોળ સાથે સેવ લેવાનો.' સુલોચના પણ અભિમાન પૂર્વક બોલી કે જો તું આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તો મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજે.' સુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.” પછી ઘરમાંથી બહાર નીકળીને કોઈને પૂછ્યું કે “આ કોનું ઘર છે?” તેણે કહ્યું કે વિષ્ણુમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે? અત્યારે ચોરા ઉપર હશે. ગુણચંદ્ર મુનિ ચોરા ઉપર પહોંચ્યો અને ત્યાં જઈને પૂછ્યું કે “તમારામાં વિશુમિત્ર કોણ છે ?” તમારે તેમનું શું કામ છે ? મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે. તે વિષ્ણુમિત્ર, આ બધાનો બનેવી જેવો થતો હતો એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તો કપણ છે, એ તમોને કાંઈ આપે એવો નથી, માટે અમારી પાસે પાસે જ જે માગવું હોય તે માગો.’ વિષ્ણુમિત્રને થયું કે આ તો મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું હું વિષ્ણમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગો, આ બધા મશ્કરીમાં બોલે છે તે તમે ગણશો નહિ.” ત્યારે સાધુએ કહ્યું કે “જો તમે સ્ત્રીપ્રધાન છ પુરુષોમાંના એકે ન હો તો હું માનું.” આ સાંભળી ચોરા ઉપર બેઠાલા બીજા માણસોએ પૂછ્યું કે તે સ્ત્રીપ્રધાન છે પુરુષો ક્યા? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરો છો?' ગુણચંદ્ર મુનિએ કહ્યું કે “સાંભળો ! તેમના નામો ૧. શ્વેતાંગુલી, ૨. બકોડાયક, ૩. કિંકર, ૪. સ્નાતક, પ. ગીધડાની જેમ કૂદનાર અને ૬. બાળકના મલમૂત્ર સાફ કરપર. આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચોરા ઉપર બેઠેલા બધા માણસો એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તો છએ પુરુષોના ગુણોને ધારણ કરનારો છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.” આ સાંભળી વિષ્ણમિત્ર બોલ્યો કે હું તે છ પુરષોના જેવો બાયલો નથી. માટે તમારે જે જોઈએ તે માગો, હું જરૂર આપીશ.” સાધુએ કહ્યું કે “જો એમ છે, તો ઘી, ગોળ સાથે પાતડું ભરીને સેવ મને આપો.' ચાલો પાતડું ભરીને સેવ આપું.” એમ કહીને વિષ્ણુમિત્ર સાધુને લઈને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં સાધુએ બધી વાત કરી કે “તમારે ઘેર ગયો હતો પણ તમારી પત્નિએ આપવાનો ઈન્કાર કર્યો છે, જો તે હાજર હશે તો તમને આપવા નહિ દે. વિષ્ણુમિત્રે કહ્યું કે “જે એમ છે તો તમે અહીં બાજુમાં ઉભા રહો, થોડી વાર પછી તમને બોલાવીને સેવ આપું.’ વિષ્ણુમિત્ર ઘેર ગયો અને પોતાની પત્નિને પૂછ્યું કે કેમ સેવ રંધાઈ ગઈ છે ?” ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે?” સ્ત્રીએ કહ્યું કે હા, બધું તૈયાર છે.” વિષ્ણમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બોલ્યો કે “ગોળ આટલો નહિં થાય, માળીયા ઉપરથી બીજો ગોળ કાઢી આવ.” સ્ત્રી નીસરણી મૂકીને ગોળ લેવા માળીયા ઉપર ગઈ, એટલે વિષ્ણુમિત્રે નીસરણી લઈ લીધી. પછી સાધુ બોલાવીને ઘી, ગોળ, સેવ આપવા લાગ્યો. ત્યાં સુલોચના સ્ત્રી ગોળ લઈને નીચે આવવા જાય છે તો નીસરણી મળે નહિ. એટલે નીચે જોવા લાગી તો વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતો હતો. આ જોતાં તે બોલી ઉઠી “અરે! આને સેવા આપતા નહિ, આપતા નહિ. સાધુએ પણ તેની સામે જોઇને પોતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે હું તારી નાસિકા ઉપર મૂતર્યો.' એમ કહી ઘી, ગોળ, સેવથી ભરેલું પાનું લઈને ઉપાશ્રયે ગયો. આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કહ્યું નહિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૧૨ ૧૨૧ કેમકે તે સ્ત્રી પુરુષને સાધુ પ્રત્યે દ્વેષ જાગે તેથી ફરીથી ભિક્ષા આદિ આપે નહિ. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય. ક્રોધમાં આવી જઇને કદાચ સાધુને મારે કે મારી નાખે તેથી આત્મ વિરાધના થાય, લોકોની આગળ જેમ તેમ બોલે તેમાં પ્રવચન વિરાધના થાય. માટે સાધુએ આવી માનપિંડદોષવાળી ભિક્ષા લેવી નહિ. [પ૧૨-૫૧૮] આહાર મેળવવા માટે બીજાને ખબર ન પડે તે રીતે મંત્ર, યોગ, અભિનય આદિથી પોતાના રૂપમાં ફેરફાર કરીને આહાર મેળવવો. આ રીતે મેળવેલો આહાર માયાપિંડ નામના દોષથી દૂષિત ગણાય છે. રાજગૃહી નગરીમાં સિંહરથ નામના રાજા રાજ્ય કરતાં હતા. તે નગરમાં વિશ્વકમાં નામનો પ્રખ્યાત નટ રહેતો હતો. તેને સઘળીકળામાં કુશલ અતિસ્વરૂપવાન મનોહર એવી બે કન્યાઓ હતી. ધર્મરૂચી નામના આચાર્ય વિહાર કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમને અનેક શિષ્યો હતા, તેમાં આષાઢાભૂતિ નામના શિષ્ય તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. એક વાર આષાઢાભૂતિ નગરમાં ભિક્ષાએ ફરતાં ફરતાં વિશ્વકમાં નટના ઘેર ગયા. વિશ્વકર્માની પુત્રીએ સુંદર મોદક આપ્યો તે લઇને મુનિ બહાર નીકળ્યા. અનેક વસાણાથી ભરપુર, સુગંધીવાળો મોદક જોઈ, આષાઢાભૂતિ મુનિએ વિચાર કર્યો કે “આ ઉત્તમ મોદક તો આચાર્ય મહારાજની ભક્તિમાં જશે. આવો મોદક ફરી ક્યાં મળવાનો છે? માટે રૂપ બદલીને બીજો લાડવો લઈ આવું.” આમ વિચાર કરીને પોતે એક આંખે કાણા બની ગયા. અને પાછા “ધર્મલાભ” આપીને તે નટના ઘરમાં ગયા. બીજો લાડવો મળ્યો. વિચાર કર્યો કે “આ મોદક તો ઉપાધ્યાયને આપવો પડશે.” એટલે પાછા કુબડાનું રૂપ ધારણ કરી ત્રીજો લાડવો મેળવ્યો. “આ તો સંઘાટ્ટક સાધુને આપવો પડશે.” એટલે કોઢીઆનું રૂપ બનાવીને ચોથો લાડવો લઈ આવ્યા. પોતાના ઘરના ઝરૂખામાં બેઠેલા વિશ્વકર્માએ સાધુને જુદા જુદા રૂપ કરતા જોઈ લીધા હતા. આથી તેણે વિચાર કર્યો કે “જો આ નટ બને તો ઉત્તમ કલાકાર થઈ શકે. માટે કોઈ પણ ઉપાયે આને વશ કરવો જોઇએ.’ વિચાર કરતાં ઉપાય મળી આવ્યો.” મારી અને પુત્રીઓ યુવાન, સ્વરૂપવાન, ચતુર અને હોંશીયાર છે. તેમના આકર્ષણથી સાધુને વશ કરી શકાશે.” વિશ્વકમાં નીચે ઉતર્યો અને તુરત સાધુને પાછા બોલાવ્યા અને લાડવાથી પાતરૂં ભરી દીધું અને કહ્યું કે “ભગવદ્ ! હંમેશાં અહીં પધારીને અમને લાભ આપજો.” આષાઢાભૂતિ ભિક્ષા લઇને ઉપાશ્રયે પહોંચ્યા. આ બાજુ વિશ્વકર્માએ પોતાના કુટુંબને સાધુના રૂપ પરાવર્તનની બધી વાત કરી. પછી બન્ને પુત્રીઓને એકાંતમાં બોલાવીને કહ્યું કે “આવતી કાલે પણ આ મુનિ ભિક્ષા લેવા માટે જરૂર આવશે. આવે એટલે તમારે આદર પૂર્વક સારી રીતે ભિક્ષા આપવી અને તેમને વશ થાય તેમ કરવું. તે આસક્ત થઈ જાય ત્યારે પછી કહેવું કે “અમને તમારા ઉપર ખૂબ સ્નેહ થાય છે, માટે તમો અમારો સ્વીકાર કરીને અમારી સાથે લગ્ન કરો.” આષાઢભૂતિ મુનિ તો મોદક વગેરેના આહારમાં લટ્ટ બની ગયા અને રોજ વિશ્વકમાં નટને ઘેર ભિક્ષાએ આવવા લાગ્યા. નટકન્યાઓ આદરપૂર્વક સસ્નેહ સારી સારી ભિક્ષા આપે છે. આષાઢાભૂતિ ધીમે ધીમે નટકન્યા પ્રત્યે આકર્ષવા લાગ્યા અને પ્રેમ વધવા લાગ્યો. એક દિવસે નટકન્યાઓ લગ્નની માગણી કરી. ચારિત્રાવરણ કર્મનો જોરદાર ઉદય જાગ્યો. ગુરુનો ઉપદેશ વીસરી ગયા, વિવેક નાશ પામ્યો, કુલજાતિનું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પિંડનિજજુત્તિ- (પ૧૮) અભિમાન ઓસરી ગયું. આથી આષાઢાભૂતિએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે “આ મારો મુનિવેષ મારા ગુરુને સોંપીને પાછો આવું છું.' ગુરુમહારાજના પગમાં પડીને આષાઢાભૂતિએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ગુરમહારાજે કહ્યું કે “વત્સ ! તારા જેવા વિવેકી અને જ્ઞાનવાનને આલોક અને પરલોકમાં જુગુપ્સનીય આચરણ કરવું યોગ્ય નથી. તું વિચાર કર, લાંબા કાળ સુધી ઉત્તમ પ્રકારના શીલનું પાલન કર્યું છે, તો પછી હવે વિષયોમાં આસક્ત થા નહિ, બે હાથ વડે આખો સમુદ્ર તરી ગયા પછી ખાબોચિયામાં કોણ ડૂબે ?” વગેરે ઘણા પ્રકારે આષાઢાભૂતિને સમજાવ્યા છતાં પણ આષાઢાભૂતિને કંઈ અસર થઈ નહિ. આષાઢાભૂતિએ કહ્યું કે “ભગવન્! આપ કહો છો તે બધું બરાબર છે, પરંતુ પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી વિષયના વિરાગરૂપ મારું કવચ નિર્બળતાના યોગે સ્ત્રીના કટાક્ષરૂપી બાણોથી જર્જરિત થઈ ગયું છે.’ આમ કહી આચાર્ય ભગવંતને નમસ્કાર કરી પોતાનો ઓઘો ગુરુમહારાજ પાસે મૂકી દીધો. પછી વિચાર કર્યો કે 'એકાંત ઉપકારી સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને ઉદ્ધાર કરવાની ભાવનાવાળા, સઘળા જીવોના બંધુતુલ્ય એવા ગુરુને પુંઠ કેમ કરાય ?' આમ વિચાર કરી પાછા પગલે ઉપાશ્રયની બહાર નીકળી વિચારે છે.- 'આવા ગુરુની ચરણસેવા ફરીને ક્યારે પ્રાપ્ત થશે.?” અષાઢાભૂતિ વિશ્વકર્માના મંદિરે આવી પહોંચ્યાં. વિશ્વકર્માએ આદરપૂર્વક કહ્યું કે "મહાભાગ્યવાન ! આ મારી બે કન્યાનો સ્વીકાર કરો. બને કન્યાના લગ્ન આષાઢાભૂતિ સાથે કરવામાં આવ્યા. વૃત્તિમાં આપેલી પછીની કથા વિષયવસ્તુને સમજાવવા ઉપયોગી નથી પણ સાર એટલો જ કે માયાપિંડ તે સાધુને ચારિત્ર મુકાવનાર બન્યું માટે - આ રીતે સાધુએ મુખ્ય ઉત્સર્ગ માર્ગે માયાપિંડ ગ્રહણ કરવો. નહિ. અપવાદ માર્ગે, બિમારી, તપશ્ચર્યા, માસક્ષમણ, માધુર્ણક, વૃદ્ધ તથા સંઘ આદિના. વિશેષ કારણે માયાપિંડ લઈ શકે. [૫૧૯૫૨૧] રસની આસક્તિથી ‘સિંહકેસરીયા લાડુ, ઘેબર આદિ જ આજે હું ગ્રહણ કરીશ.” આવો વિચાર કરી ગોચરીએ જાય, બીજું મળતું હોય તે ગ્રહણ ન કરે પણ પોતાની ઇચ્છિત વસ્તુ મેળવવા માટે ઘણું ભમે, અને ઇચ્છિત વસ્તુ પોતાના જોઈતા પ્રમાણમાં મેળવે. તે લોભપિંડ કહેવાય. સાધુને આવી લોભપિંડદોષવાળી ભિક્ષા લેવી કલ્પ નહિ. ચંપા નામની નગરીમાં સુવ્રત નામના સાધુ આવેલા હતા. એક વખત ત્યાં લાડુનો ઉત્સવ હતો એટલે લોકો વિવિધ પ્રકારના લાડુ બનાવતા અને ખાતા. સુવ્રત. મુનિએ ગોચરીએ નીકળતાં મનમાં નક્કી કર્યું કે આજે તો સિંહકેસરીઆ લાડુ ભિક્ષામાં મેળવવા.” ચંપાનગરીમાં એક ઘેરથી બીજે ઘેર ફરે છે, પણ સિંહકેસરીઓ લાડુ મળતો નથી. ભમતાં બે પ્રહર વીતી ગયા પણ લાડુ મળ્યો નહિ, એટલે ધ્યાન લાડુમાં હોવાથી મગજ ખસી ગયું. પછી તો ઘરમાં પ્રવેશ કરતાં ધર્મલાભને બદલે સિંહકેસરા' બોલવા લાગ્યા. આમને આમ આખો દિવસ પુરો થયો, પણ સિંહકેસરીઓ લાડુ મળ્યો નહિ. રાત્રી પડી પણ ફરવાનું તો ચાલુ રાખ્યું. રાત્રીના બે પ્રહર વ્યતીત થયા હશે ત્યાં એક ગીતાર્થ અને હોંશીઆર શ્રાવકના ઘરમાં સિંહકેસરા’ બોલતાં પ્રવેશ કર્યો. શ્રાવકે વિચાર કર્યો ‘દિવસે ફરતા સિંહ કેસરીઓ લાડવો મળ્યો નથી, તેથી મગજ ખસી ગયું લાગે છે. જો સિંહકેસરીઓ લાડવો મળે તો ચિત્ત સ્વસ્થ Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પર૧ ૧૨૩ બની જાય.’ આમ વિચાર શ્રાવકે “પધારો મહારાજ.’ સિંહકેસરીયા લાડવાનો ભરેલો ડબો લઇને તેમની પાસે આવીને કહ્યું કે “લો મહારાજ સિંહકેસરીયા લાડવા. ગ્રહણ કરી મને લાભ આપો.” મુનિએ લાડવા ગ્રહણ કર્યા. પાત્રામાં સિંહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું. શ્રાવકે મુનિને પૂછ્યું કે “ભગવન્! આજે મેં પુરિમઠનું પચ્ચખાણ કર્યું છે, તો તે પુરૂં થયું કે નહિ?” સુવ્રતમુનિએ સમય જોવા માટે આકાશ તરફ જોયું, તો આકાશમાં અનેક તારાઓનાં મંડળો જોયાં અને અર્ધરાત્રી થયાનું જાણ્યું. અર્ધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પોતાનો ચિત્તભ્રમ જાણ્યો. હા ! મૂખ! એવા મેં આજે શું કર્યું? અયોગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને લોભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહકેસરીઆ લાડવા વહોરાવીને મારી આંખ ઉઘાડી.” મુનિએ શ્રાવકને કહ્યું કે “ભો ! મહાશ્રાવક! તમે સારું કર્યું, સિંહકેસરીઆ લાડવા આપીને પુરિમષ્ઠ પચ્ચખાણનો સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારો બચાવ કર્યો.” રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પોતાના આત્માની નિંદા કરતા અને લાડુને પરઠવતા શુક્લધ્યાનમાં ચઢ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોના પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લોભથી પણ ભિક્ષા લેવી કલો નહિ. પરચ-પ૩૧] સંસ્તવ એટલે પ્રશંસા. તે બે પ્રકારે છે-૧ સંબંધી સંસ્તવ, ૨ વચન સંસ્તવ. સંબંધી સંસ્તવ તે પરિચયરૂપ છે અને વખાણવારૂપ વચનો બોલવાં તે વચન સંસ્તવ છે. સંબંધી સંસ્તવમાં પૂર્વ સંતવ અને પશ્ચાતુ સંસ્તવ. વચન સંસ્તવમાં પણ પૂર્વસંસ્તવ અને પશ્ચાતુ સંસ્તવ. સંબંધી પૂર્વસંસ્તવ-માતા-પિતાદિના સંબંધથી પરિચય પાડવો. સાધુ ભિક્ષાએ ફરતા કોઈના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં આહારની લંપટતાથી પોતાની ઉંમર અને સામાની ઉંમર જાણીને ઉંમરને સંબંધથી બોલે. જો તે સ્ત્રી વયોવૃદ્ધ અને પોતે મધ્યમ ઉંમરનો હોય તો કહે કે “મારી માતા તમારા જેવી હતી.” તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તો કહે કે “મારી બેન તમારા જેવી હતી. નાની ઉંમરની હોય તો કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.' ઇત્યાદિ રીતે બોલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વસંસ્તવ નામનો દોષ લાગે. સંબંધી પશ્ચાત્સસ્તવ-પાછળથી સંબંધ બંધાયો હોય તે સાસુ-સસરા આદિના સંબંધથી પરિચય પાડવો. “મારી સાસુ, પત્નિ તમારા જેવા હતાં' વગેરે બોલે તે સંબંધી પશ્વાત્સસ્તવ કહેવાય. પૂર્વસંસ્તવ-દાતારના ગુણો આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. ભિક્ષા લીધા પહેલા સાચા કે ખોટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમકે “અહો ! તમે દાનેશ્વરી છો તેની માત્ર વાત જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારા ગુણોની પ્રશંસા તો ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.” વગેરે બોલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય. વચન પશ્વાત્સસ્તવ-ભિક્ષા લીધા પછી દાતારની પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બોલે કે “આજ તમને જોવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જોવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય ! તમારા ગુણો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પિંડનિ′ત્તિ – (૫૩૨) સાચા જ છે, તમને જોયા પહેલા તમારા દાનાદિ ગુણો સાંભળ્યા હતા, ત્યારે મનમાં શંકા હતી કે ‘આ વાત સાચી હશે કે ખોટી હશે ?' પરંતુ આજે તમોને જોવાથી શંકા દૂર થઈ ગઈ છે.’ ઇત્યાદિ પ્રશંસા કરે તે વચનપશ્ચાત્ સંસ્તવ કહેવાય. આવા સંસ્તવદોષવાળી ભિક્ષા લેવાથી બીજા અનેક પ્રકારના દોષો થાય છે. [૫૩૨-૫૩૭] જાપ હોમ બલી અથવા અક્ષતાદિની પૂજા કરવાથી સાધ્ય થતી અથવા જેના અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્ત્રી દેવતા હોય તે વિદ્યા. તથા જાપ હોમાદિ વગર સાધ્ય થતો અથવા જેના અધિષ્ઠાતા પુરુષ દેવતા હોય તે મંત્ર. ભિક્ષા મેળવવા માટે વિદ્યા કે મંત્રનો ઉપયોગ કરે તો તે પિંડ વિદ્યાપિંડ કે મંત્રપિંડ કહેવાય. આવો પિંડ સાધુને લેવો કલ્પે નહિ. ગંધસમૃદ્ધ નામના નગરમાં બૌદ્ધ સાધુનો ભક્ત ધનદેવ રહેતો હતો. તે બૌદ્ધ સાધુઓની ભક્તિ કરતો હતો. તેને ત્યાં જો જૈન સાધુ આવ્યા હોય તો કંઇ પણ આપતો નહિ. એક વખત તરૂણ સાધુઓ પરસ્પર ભેગા થઇને વાતો કરતા હતા, ત્યાં એક સાધુ બોલ્યો કે ‘આ ધનદેવ સંયત સાધુને કંઇ પણ આપતો નથી. આપણામાં કોઇ એવો છે કે જે ધનદેવ પાસે ઘી, ગોળ આદિ ભિક્ષા અપાવી શકે ?’ એક સાધુ બોલી ઉઠ્યો કે “મને આજ્ઞા કરો, હું ધનદેવ પાસે દાન અપાવરાવું.' સાધુઓએ કહ્યું કે ‘સારૂં. તમને આજ્ઞા આપી. તે સાધુ ધનદેવના ઘર પાસે ગયો અને તેના ઘર ઉપર વિદ્યાનો પ્રયોગ કર્યો. એટલે ધનદેવે સાધુને કહ્યું કે ‘શું આપું ?” સાધુઓએ કહ્યું કે ‘ઘી, ગોળ, વસ્ત્ર આદિ આપો. ધનદેવે ખૂબ ઘી, ગોળ કપડાં વગેરે આપ્યાં. સાધુઓ ભિક્ષા આદિ લઇને ગયા પછી પેલા સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે ધનદેવને ભાન આવ્યું. ઘી, ગોળ વગેરે થોડું જોતાં તેને થયું કે ‘કોઇ મારાં ઘી, ગોળ વગેરેની ચોરી કરી ગયું.’ અને પોતે વિલાપ કરવા લાગ્યો. લોકોએ પૂછ્યું કે ‘કેમ વિલાપ કરો છો ? શું થયું ?' ધનદેવે કહ્યું કે ‘મારૂં ઘી વગેરે કોઇ ચોરી ગયું લાગે છે.’ લોકોએ કહ્યું કે ‘તમારા હાથે જ સાધુઓને જોઇએ તેટલું આપ્યું છે અને હવે ચોરીની બૂમ શેની પાડો છો ?' આ સાંભળી ધનદેવ મૌન થઇ ગયો. વિદ્યા સંહરી લેતાં તે સ્વભાવસ્થ થયો. હવે જો તે સાધુનો દ્વેષી હોય તો બીજી વિદ્યા વડે સાધુઓને સ્થંભિત કરી દે કે મારી નાખે, અથવા લોકોને કહે કે વિદ્યા દિથી બીોનો દ્રોહ કરીને જીવે છે તેથી માયાવી છે, કપટી છે, વગેરે જેમ ફાવે તેમ બોલે. આથી સાધુઓની નિંદા થાય, રાજકુલમાં લઇ જાય તો વધ, બંધનાદિ કદર્થના થાય. માટે સાધુઓને વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી કલ્પે નહિ. [૫૩૮-૫૫૪] ચૂર્ણપિંડ-અદૃશ્ય થવું કે વશીકરણ કરવા, આંખમાં આંજવાનું અંજન તથા કપળમાં તિલક કરવા વગેરેની સામગ્રી તે ચૂર્ણ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં ચૂર્ણનો ઉપયોગ કરવો, તે ચૂર્ણપિંડ કહેવાય. યોગપિંડ-સૌભાગ્ય અને દૌર્ભાગ્યને કરવાવાળા પાણી સાથે ઘસીને પીવામાં આવે તેવા ચંદન આદિ, ધૂપનો વાસ આપવાવાળા દ્રવ્ય વિશેષો તથા આકાશગમન, જળસ્થંભન આદિ કરે તેવા પગે લગાડવાના લેપ વગેરે ઔષધિઓ યોગ કહેવાય. ભિક્ષા મેળવવા માટે આવા પ્રકારનાં યોગનો ઉપયોગ કરવો, તે યોગપિંડ કહેવાય. ચૂર્ણપિંડ ઉપર ચાણાક્યે જાણી લીધેલા બે અદૃશ્ય સાધુનું દૃષ્ટાંત, પાદલેપનરૂપ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૫૫૪ ૧૨૫ યોગપિંડ ઉપર શ્રી સમિતિસૂરિનું દ્રષ્ટાંત, મૂલકમપિંડ ઉપર અક્ષતયોનિ તથા ક્ષતયોનિ કરવા ઉપર બે સ્ત્રીનું દૃષ્ટાંત, વિવાહ વિષયક મૂલકર્મપિંડ ઉપર પણ બે સ્ત્રીનું દ્રષ્ટાંત અને ગભધાન તથા ગર્ભપાડનારૂપ મૂલકમપિંડ ઉપર રાજાની બે રાણીઓનું દ્રષ્ટાંત. ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જો ગણ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયોગ કરે તો આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયોગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયોગ કરે તો તેવો પિંડ સાધુને માટે અકથ્ય છે. મૂલકર્મપિંડ-મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું, ધૂપ વગેરે કરવો, તથા ગભધાન, ગર્ભસ્થંભન, ગર્ભપાત કરાવવો, રક્ષાબંધન કરવું, વિવાહ લગ્નાદિ કરાવવાં કે તોડાવવાં વગેરે. ક્ષતયોનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારીકા આદિને આપે કે જેથી યોનિમાંથી રૂધિર વહ્યા કરે. અક્ષતયોનિ એટલે ઔષધ આદિના પ્રયોગથી વહેતું રૂધિર બંધ થાય. આ બધુ આહારાદિ માટે કરે તો મૂલકર્મપિંડ કહેવાય. બ્રહ્મદ્વિીપમાં દેવશમાં નામનો કુલપતિ ૪૯૯ તાપસો સાથે રહે છે. પોતાનો મહિમા બતાવવા માટે સંક્રાંતિ આદિ પર્વ દિવસે દેવશર્મા પોતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કષ્ણા નદી ઉતરીને અચલપુર નગરમાં આવતો હતો. લોકો આવો અતિશય જોઇને આશ્ચર્ય પામ્યા, તેથી ભોજન આદિ સારી રીતે આપીને તાપસોનો સારો સત્કાર કરતા હતા. આથી લોકો તાપસની પ્રશંસા કરતા હતા અને જૈનોની નિંદા કરતા. હતા, તથા શ્રાવકોને કહેવા લાગ્યા કે તમારા ગુરુઓમાં છે આવી શક્તિ?” શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતિસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતો નથી.” આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું કે તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા. તાપસો સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે ધોવા કે લેપોનો જરા પણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.” શ્રાવકો તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું. તાપસો ભોજન માટે આવ્યા, એટલે શ્રાવકો તાપસોના પગ ધોવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યો. કેમકે “પગ ધોવાય તો લેપ નીકળી જાય.' શ્રાવકોએ કહ્યું કે “પગ ધોયા વગર ભોજન કરાવીએ તો અવિનય થાય, માટે પગ ધોયા પછી જ ભોજન કરાવાય.’ શ્રાવકોએ તાપસોના પગ બરાબર ધોયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકો તેમની સાથે નદી કિનારે ગયા. કુલપતિ પોતાના તાપસો સાથે નદી ઉતરવા લાગ્યો. પરંતુ લેપ નહિ હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યો આ દ્રશ્ય જોતાં લોકોમાં તેમની અપભ્રાજના થઈ કે અહો ! આ તો લોકોને છેતરવા માટે લેપ લગાવીને નદી ઉતરતા હતા. આ વખતે તાપસી આદિના પ્રતિબોધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લોકો સાંભળે એમ બોલ્યા કે “હે કૃષ્ણા ! અમારે સામે કિનારે જવું છે. ત્યાં તો નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લોકો તથા તાપસો સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા. Page #129 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૬ પિંડનિજજુત્તિ-(પાપ) આચાર્યશ્રીનો આવો પ્રભાવ જોઈ, દેવશમાં તાપસે પોતાના ૪૯૯ તાપસો સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. તેમની બ્રહ્મ નામની શાખા થઈ. અજ્ઞાન લોકો શાસનની નિંદા કરતાં હતા તે ટાળવા માટે અને શાસનની પ્રભાવના કરવા માટે સૂરિજીએ કરેલો આ ઉપયોગ બરાબર હતો, પરંતુ કેવલ ભિક્ષા માટે આ રીતે લેપ વગેરે કરે તે સાધુને કહ્યું નહિ. એમાં પણ સંયમ વિરાધના આત્મ વિરાધના, પ્રવચન વિરાધના રહેલી છે. સાધુએ ભિક્ષાદિ નિમિત્તે ચૂર્ણ, યોગ, મૂળકર્મ-આદિ પિંડો ગ્રહણ કરવા નહીં. કેમકે આ રીતે કરવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. પ્રયોગ કર્યાની ખબર પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, તાડન-મારણ કરે. ઔષધ આદિ માટે વનસ્પતિકાય, પૃથ્વીકાયાદિની વિરાધના થાય. ભિનયોનિ કરવાથી જીંદગી સુધી તેને ભોગનો અંતરાય થાય. અક્ષતયોનિ કરવાથી મૈથુન સેવે. ગર્ભ પડાવે તેથી પ્રવચનની મલીનતા થાય. જીવહિંસા થાય. આ રીતે સંયમ વિરાધના, આત્મ વિરાધના અને પ્રવચન વિરાધના વગેરે દોષો થાય. માટે સાધુએ આવા પ્રકારની ભિક્ષા લેવી કહ્યું નહિ. મૂલકર્મ કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિમાં જાય છે. [પપપ-પ૬૧] શાસ્ત્રમાં ત્રણ પ્રકારની એષણા કહી છે - ગવેષણા, ગ્રહણ એષણા, ગ્રાસ એષણા, ગવેષણા-દોષ વગરના આહારની તપાસ કરવી તે. ગ્રહણ એષણા-દોષ વગરનો આહાર ગ્રહણ કરવો તે. ગ્રાસ એષણા-દોષોથી રહિત-શુદ્ધ આહારને વિધિપૂર્વક વાપરવો તે. ઉગમના સોળ અને ઉત્પાદનના સોળ દોષો, આ બત્રીશ દોષો કહ્યા તે ગવેષણા કહેવાય છે. ગdવષણાનું નિરૂપણ પુરૂં થયું. ગ્રહણ એષણાના દશ દોષોમાં આઠ દોષો સાધુ અને ગૃહસ્થ બનેથી ઉત્પન્ન થાય છે. બે દોષો (શકિત અને અપરિણત) સાધુથી ઉત્પન્ન થાય છે. ગ્રહણ એષણાના ચાર નિક્ષેપા-પ્રકારો થાય છે. નામ ગ્રહણ એષણા, સ્થાપના ગ્રહણ એષણા, દ્રવ્ય ગ્રહણ એષણા, ભાવગ્રહણ એષણા નામગ્રહણ એષણા- ગ્રહણ એષણા નામ હોય તે. સ્થાપનાગ્રહણ એષણા-ગ્રહણ એષણાની સ્થાપના આકૃતિ કરી હોય તે. દ્રવ્યગ્રહણ એષણાત્રણ પ્રકારે-સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે. ભાવગ્રહણ એષણા-બે પ્રકારે-આગમ ભાવગ્રહણએષણા અને નોઆગમ ભાવગ્રહણ એષણા. આગમભાવગ્રહણ એષણા-ગ્રહણ એષણાનો જાણકાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવગ્રહણ એષણા-બે પ્રકારે-પ્રશસ્તભાવ ગ્રહણ એષણા અને અપ્રશસ્તભાવ ગ્રહણ એષણા. પ્રશસ્તભાવગ્રહણ એષણા-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. અપ્રશસ્તભાવગ્રહણ એષણા- શંકિત આદિ દોષવાળાં આહારપાણી ગ્રહણ કરવાં. ભાવ ગ્રહણ એષણામાં અહીં અપ્રશસ્તપિંડનો અધિકાર છે. અપ્રશસ્તપિંડના દશ પ્રકારો બતાવે છે. [૫૨] શકિતદોષ-આધાકમદિ દોષની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. પ્રતિદોષ-સચિત્ત પૃથ્વીકાયાદિ ખરડાએલો આહાર ગ્રહણ કરવો તે. નિખિદોષસચિત્ત વસ્તુ ઉપર મૂકેલો આહાર ગ્રહણ કરવો તે. પિહિતદોષ-સચિત્ત આદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. સંહતદોષ-જે વાસણમાં સચિત્ત આદિ વસ્તુ રહેલી હોય. તે ખાલી કરીને તેનાથી જે આહાર આપે તે ગ્રહણ કરવો તે. દાયકદોષ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૫૬૨ ૧૨૭ શાસ્ત્રમાં નિષેધ કરેલાના હાથે આહાર પ્રહણ કરવો તે. ઉન્મિશ્રદોષ-સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. અપરિણતદોષ-અચિત્ત નહિ થયેલો આહાર ગ્રહણ કરવો તે. લિપ્તદોષ-સચિત્ત આદિથી ખરડાએલા હાથ, વાસણ વગેરેથી આહાર આપે તે ગ્રહણ કરવો તે. છર્દિતદોષ- જમીન ઉપર વેરતાં-ઢોળતાં આહાર આપે તે ગ્રહણ કરવો તે. [પ૩-૫૬૫] શંકિતદોષમાં ચાર ભાંગા થાય છે. આહાર લેતી વખતે દોષની શંકા તથા વાપરતી વખતે પણ શંકા. આહાર લેતી વખતે દોષની શંકા પણ વાપરતી વખતે શંકા નહિ. આહાર લેતી વખતે દોષની શંકા નહિ પણ વાપરતી વખતે શંકા. આહાર લેતી વખતે દોષની શંકા નહિ અને વાપરતી વખતે પણ શંકા નહિ. ચાર ભાંગામાં બીજા અને ચોથો ભાંગો શુદ્ધ છે. શંકિત દોષમાં સોળ ઉદગમના દોષો અને પ્રક્ષિતાદિ નવ ગ્રહણ એષણાના દોષો એમ પચીસ દોષોમાંથી જે દોષની શંકા પડે તે દોષ લાગે છે. જે જે દોષની. શંકાપૂર્વક ગ્રહણ કરે અને વાપરે તો તે તે દોષના પાપકર્મથી આત્મા બંધાય છે. માટે લેતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર ગ્રહણ કરવો અને વાપરતી વખતે પણ શંકા ન હોય તેવો આહાર વાપરવો. એ શુદ્ધ ભાંગો છે. છદ્મસ્થ સાધુ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ રાખવા છતાં અશુદ્ધ-દોષવાળો આહાર લેવાઈ જાય તો તેમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે શ્રુતજ્ઞાન પ્રમાણથી તે શુદ્ધ બને છે. [પ૬૬-૫૭૨] સામાન્ય રીતે પિંડનિયુક્તિ આદિ શાસ્ત્રમાં કહેલ વિધિનો કચ્ચ અકથ્યનો વિચાર કરવાપૂર્વક શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ શુદ્ધ જાણીને કદાચ અશુદ્ધદોષવાળો આહાર પણ ગ્રહણ કરે અને તે આહાર કેવળજ્ઞાનીને આપે, તો કેવળજ્ઞાની પણ તે આહાર દોષવાળો જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થઈ જાય. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય. છદ્મસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયોગ્ય સાવદ્ય, નિરવદ્ય, પાપકારી પાપ વિનાની, વિધિનિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી. શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય તો ચારિત્રનો અભાવ થાય. ચારિત્રના અભાવ થાય તો મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ હોય તો પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થક-નકામી થાય. કેમકે દીક્ષાનું મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. [પ૭૩-૫૮૧) પ્રક્ષિત- (લાગેલું-ચોટેલું) બે પ્રકારે. સચિત્ત અને અચિત્ત. સચિત્ત પ્રક્ષિત ત્રણ પ્રકારે પૃથ્વીકાય પ્રક્ષિત, અષ્કાય પ્રક્ષિત, વનસ્પતિકાય પ્રક્ષિતે. અચિત્ત પ્રક્ષિત બે પ્રકારે - લોકોમાં નિંદનીય, માંસ, ચરબી, રૂધિર આદિથી પ્રક્ષિત. લોકોમાં અનિંદનીય ઘી આદિથી પ્રક્ષિત. સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત- બે પ્રકારે. શુષ્ક, આર્કિ. સચિત્ત અષ્કાય પ્રક્ષિત-ચાર પ્રકારે. પુરઃકર્મ સ્નિગ્ધ, પુરકર્મ આદ્ર, પશ્ચાત્કર્મ સ્નિગ્ધ, પશ્ચાત્કર્મ આદ્ર. પુરષ્કર્મ-સાધુને વહોરાવવા માટે હાથ આદિ પાણીથી ધુવે છે. પક્ષાત્કર્મ-સાધુને વહોરાવ્યા પછી હાથ આદિ પાણીથી ધુવે તે. સ્નિગ્ધ-કંઈક સામાન્ય પાણી લાગેલું હોય છે. આર્ટ્સવિશેષ પાણી લાગેલું હોય તે. સચિત્ત વનસ્પતિકાય પ્રક્ષિત-બે પ્રકારે. પ્રત્યેક વનસ્પતિકાય પ્રચુર રસવાળા-કેરી વગેરેના સુરતમાં કરેલા કકડા વગેરેથી લાગેલ. એવી જ રીતે અનંતકાય Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પિંડનિજજુત્તિ-(૫૮૧) વિસ્તુના કકડા વગેરેથી લાગેલ. પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારો હોય છે. પરંતુ અહીં માત્ર સચિત્તનો જ અધિકાર લીધેલો છે. તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઈ શકતા નથી, કેમકે લોકમાં તેવો વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરેનું પ્રક્ષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તો તેનો પ્રક્ષિતદોષ થતો નથી. સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા-હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. હાથ પ્રક્ષિત પણ વાસણ પ્રક્ષિત નહિ. વાસણ પ્રક્ષિત પણ હાથ પ્રક્ષિતનહિ. વાસણ પ્રક્ષિત નહિ અને હાથ પણ પ્રક્ષિત નહિ. પહેલા ત્રણ ભાંગનું કહ્યું નહિ, ચોથા ભાંગાનું કહ્યું. ગહિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કહ્યું નહિ. પ્રક્ષિત વસ્તુ ગ્રહણ કરવામાં કીડી, માખી, આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તેવો આહાર લેવાનો નિષેધ કરેલ છે. પિ૮૨-પ૯૯] પૃથ્વીકાયાદિને વિષે મુકેલું બે પ્રકારે. ૧ સચિત્ત. ૨ મિશ્ર સચિત્તમાં બે પ્રકાર. ૧ અનંતર-આંતરા વિનાનું, ૨ પરંપર-આંતરાવાળું. મિશ્રમાં બે પ્રકારે ૧ અનંતર, ૨પરંપર. આ પ્રમાણે હોઈ શકે. સામાન્ય રીતે નિક્ષિપ્તના ત્રણ પ્રકારો છે. ૧ સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિ. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભગી થાય છે તે આ પ્રમાણે - (૧) સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. મિશ્ર ઉપર સચિત્ત મૂકેલું સચિત્ત ઉપર મિશ્ર મૂકેલું. મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું. (૨) સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. અચિત્ત ઉપર સચિત્ત મૂકેલું સચિત્ત ઉપર અચિત્ત મૂકેલું અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું (૩) મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું અચિત્ત ઉપર મિશ્ર મૂકેલું મિશ્ર ઉપર અચિત્ત મૂકેલું અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું સચિત્ત પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય, દરેક ઉપર સચિત્ત મૂકેલું હોય તેના છ ભેદો થાય, તે પ્રમાણે અપ્લાય ઉપર મૂકેલાના છ ભેદો, તેઉકાયના છ ભેદો; વાઉકાયના છ ભેદો, વનસ્પતિકાયના છ ભેદો અને ત્રસકાયના છ ભેદો એમ કુલ ૩૬ ભેદો થાય. મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના ૩૬ ભાંગા કુલ ૧૪૪ ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ૧૪-૧૪ ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદો થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદો થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુર્ભગીનો ચોથો ભાંગો (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કહ્યું નહિ. બીજા મતે સચિત્ત ઉપર સચિત્તમિશ્ર મૂકેલું. અચિત્ત ઉપર સચિતમિશ્ર મૂકેલું. સચિરમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું. અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું. આમાં પણ પૃી.કાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના ૩૬-૩૬ ભાંગા થાય છે. કુલ ૧૪૪ ભાંગા. પહેલા ત્ર ભાગો ઉપર રહેલી વસ્તુ સાધુને કલ્પ નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કલ્ય. આમાં માટી વગેરે ઉપર સીધાંજ પકવાન, મંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાનાદિ પરંપર પૃથ્વીકાય નિક્ષિપ્ત કહેવાય. પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અપ્લાય નિશ્ચિત બને છે. અગ્નિકાય Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ગાથા -૫૯૯ ઉપર પૃથ્વીકાય આદિ સાત પ્રકારે નિક્ષિપ્ત હોય છે. વિધ્યાત, મુમ્મર, અંગાર, અપ્રાપ્ત, પ્રાપ્ત, સમજ્વાળા અને વ્યુત્ક્રાંત. વિધ્યાત સ્પષ્ટ રીતે પહેલા અગ્નિ દેખાય નહિ, પાછળથી ઈધણ નાખતા સળગતો દેખાય. મુર્ખર ફીક્કા પડી ગયેલા, અર્ધબુઝાયેલા અગ્નિના કણિયા. અંગાર-જ્વાળા વિનાના સળગતા કોલસા. અપ્રાપ્ત-ચૂલા ઉપર વાસણ મૂકેલું હોય તેને અગ્નિની જ્વાળા સ્પર્શ કરતી ન હોય. પ્રાપ્ત-અગ્નિનીવાળાઓ વાસણને સ્પર્શ કરતી હોય. સમજવાળા-જ્વાળાઓ વધીને વાસણના કાંઠા સુધી પહોંચેલી હોય. વ્યકાંત-જ્વાળાઓ એટલી વધેલી હોય કે વાસણની ઉપર જતી હોય. - આ સાતમાં અનંતર અને પરંપર એમ બન્ને રીતે હોય વિધ્યાતાદિ અગ્નિ ઉપર સીધા જ મંડકાદિ હોય તે અનંતર નિક્ષિપ્ત કલ્પે નહિ અને વાસણ વગેરેમાં હોય તે પરંપર અગ્નિકાય નિક્ષિપ્ત કહેવાય. તેમાં અગ્નિનો સ્પર્શ ન થતો હોય તો લેવું કલ્પે. પહેલા ચારમાં કહ્યું અને પ-૬-૭માં કહ્યું નહિ. કેટલીકવાર મોટા ભટ્ટા ઉપર વસ્તુ હોય તો તે ક્યારે કહ્યું તે બતાવે છે. ભટ્ટા ઉપર જે વાસણ મુકેલું હોય તેની ચારે બાજુ માટી લગાવેલી હોય, તે વિશાલ-મોટું હોય, તેમાં ઈક્ષરસ આદિ રહેલ હોય તે રસ આદિ ગૃહસ્થને આપવાની ઈચ્છા હોય તો જે તે રસ આદિ બહુ ગરમ ન હોય અને આપતાં. છાંટા પડે તો તે માટીના લેપમાં શોષાઈ જાય અથતુ ભટ્ટામાં બિંદુઓ પડે તેમ ન હોય, વળી અગ્નિની જ્વાળા વાસણને લાગતી ન હોય તો તે રસ આદિ લેવું કલો. તે સિવાય કલ્પ નહિ. આ પ્રમાણે બધે સમજી લેવું. સચિત્ત વસ્તુનો સ્પર્શ હોય તો તે લેવું ન કલ્પે. વાસણ બધી બાજુ લીધેલું, રસ બહુ ગરમ નહી, આપતાં છાંટા પડે નહિ. છાંટા પડે તો લેપમાં સુકાઈ જાય. આ ચાર પદને આશ્રીને એક બીજા સાથે મૂકતા સોળ ભાંગા. થાય. આ સોળ ભાંગામાં પહેલા ભાંગાનું કલ્પ. બાકીના પંદર ભાંગાનું ન કહ્યું. બહુ ગરમ લેવામાં આત્મા વિરાધના અને પર વિરાધના થાય. અતિ ગરમ હોવાથી, સાધુ લેતાં દાઝે તેથી આત્મવિરાધના, ગૃહસ્થ દાઝે તો પર વિરાધના. મોટા વાસણ થી આપતાં આપનારને કષ્ટ પડે ને આપતાં ઢોળાય, અતિ ગરમ હોવાથી દઝાતાં વાસણ એકદમ નીચે મુકવા જતાં વાસણ તૂટી જાય તો છકાયની વિરાધના થાય. તેથી સંયમ વિરાધના લાગે. માટે સાધુએ આવા પ્રકારનું લેવું કહ્યું નહિ. પવને ઉપાડેલી ચોખાની પાપડી વગેરે અનંતર નિક્ષિપ્ત કહેવાય અને પવનથી ભરેલી બસ્તી. આદિ ઉપર રોટલા, રોટલી વગેરે રાખેલું હોય તે પરંપર વાયુકાય નિક્ષિપ્ત કહેવાય. લીલા ઘાસ વગેરે ઉપર રોટલા, રોટલી આદિ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને તેના ઉપર વાસણ આદિમાં રહેલી પરંપર વનસ્પતિકાય નિક્ષિપ્ત કહેવાય. ત્રસકાયમાં બળદ, ઘોડા આદિની પીઠ ઉપર સીધી જ વસ્તુ રહેલી હોય તે અનંતર નિક્ષિપ્ત અને ગુણપાટ કે અન્ય વાસણ આદિમાં વસ્તુ રહેલી હોય તે પરંપર ત્રસકાય નિક્ષિપ્ત કહેવાય. આ બધામાં અનંતર નિક્ષિપ્ત કહ્યું નહિ, પરંપર નિક્ષિપ્તમાં સચિત્ત સંઘટ્ટનાદિ ન થાય તે રીતે યોગ્ય યતનાપૂર્વક લઈ શકાય. આ રીતે ૪૩ર ભેદો હોઈ શકે. [૬૦૦-૬૦૪] સાધુને આપવા માટેનું અશનાદિ સચિત્ત, મિશ્ર કે અચિત્ત હોય અને તે સચિત્ત, અચિત્ત કે મિશ્રથી ઢાંકેલું હોય એટલે આવા સચિત્ત, અચિત્ત અને મિશ્રથી ઢાંકેલાની ત્રણ ચતુર્ભાગી થાય છે. દરેકના પહેલા ત્રણ ભાગમાં લેવું કલ્યું નહિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પિંડનિજુત્તિ-(૦૪) છેલ્લા ભાંગામાં ભજના એટલે કોઈમાં કહ્યું કોઈમાં ન કલ્પે. પહેલી ચતુર્ભગી સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. મિશ્ર વડે સચિત્ત ઢાંકેલું. સચિત્ત વડે મિશ્ર ઢાંકેલું. મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું. બીજી ચતુભગી સચિત્ત વડે સચિત્ત ઢાંકેલું. અચિત્ત વડે સચિત્ત ઢાંકેલું સચિત્ત વડે અચિત્ત ઢાંકેલું અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું. ત્રીજી ચતુર્ભગી મિશ્ર વડે મિશ્ર ઢાંકેલું મિશ્ર વડે અચિત્ત ઢાંકેલું, અચિત્ત વડે મિશ્ર ઢાંકેલું, અચિત્ત વડે અચિત્ત ઢાંકેલું આ નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે સચિત્ત પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિ વડે મિશ્ર પૃથ્વીકાયાદિ ઢાંકેલાના ૩૬ ભાંગા. કુલ ૧૪૪ ભાંગા. ત્રણ ચતુર્ભગીના થઈને ૪૩ર ભાંગા ઢાંકેલાના થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ બન્ને પ્રકારે પડે. સચિત્ત પૃથ્વીકાયની વડે સચિત્ત મંડક આદિ ઢાંકેલા તે અનંતર ઢાંકેલા. સચિત્ત પૃથ્વીકાય વડે કલાડી આદિ હોય અને તેમાં સચિત્ત વસ્તુ હોય તે પરંપર ઢાંકેલા કહેવાય. એ જ રીતે સચિત્ત પાણી વડે લાડવા અદિ ઢાંકેલા હોય તે સચિત્ત અપ્લાય અનંતર ઢાંકેલા અને લાડવા કોઈ વાસણ આદિમાં રાખેલા હોય અને તે વાસણ આદિ પાણી વડે ઢાંકેલ હોય તે પરંપર ઢાંકેલું કહેવાય. આ પ્રમાણે બધા ભાંગામાં સમજી લેવું. ઢાંકેલામાં ૧ ભારે-વજનદાર ને ૨ હલકુ. એમ બે પ્રકાર હોય. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે ભારે વડે ઢાંકેલું. અચિત્ત પૃથ્વીકાયાદિ ભારે હલકા વડે ઢાંકેલું અચિત્ત પૃથ્વીકાયાદિ હલકા ભારે વડે ઢાંકેલું અચિત્ત પૃથ્વીકાયાદિ હલકા હલકા વડે ઢાંકેલું. આ દરેકમાં પહેલા અને ત્રીજા ભાંગાનું કહ્યું નહિ, બીજા અને ચોથા ભાંગાનું કલ્પસચિત્ત અને મિશ્રમાં ચારે ભાંગાનું કહ્યું નહિ. ભારે વસ્તુ ઉપાડતાં કે મૂકતાં વાગવા આદિનો અને જીવ વિરાધનાદિનો સંભવ રહેલો છે, માટે તેવું ઢાંકેલું હોય તે ઉપાડીને આપવા માંડે તો તે સાધુને લેવું કહ્યું નહિ. [૬૦પ-૬૧૩] સાધુને આપવા માટે અયોગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલ હોય તે ભાજનમાંથી તે અયોગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર બીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંતદોષવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુર્ભગી અને ભાંગાઓ બને છે. સચિત્ત અચિત્ત અને મિશ્ર વસ્તુ બીજામાં બદલીને આપવામાં આવે, તે સંત દોષવાળું કહેવાય. અહીં નાખવાને સંહરણ કહેવામાં આવે છે. આમાં સચિત્ત, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદોની ત્રણ ચતુર્ભગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ, ચોથામાં કોઈમાં કલ્પ અને કોઈમાં ન કલ્પે. નિક્ષિપ્તની જેમ આમાં પણ ૪૩૨ ભેદ થાય, તે અનંતર અને પરંપર ભેદ જાણવા. વસ્તુ બદલવામાં જેમાં નાખવાની છે, તે અને જે વસ્તુ નાખવાની હોય તે એમ બન્નેના ચાર ભાંગા આ રીતે થાય છે. સુકી વસ્તુ સુકી વસ્તુમાં નાખવી. સુકી વસ્તુ આર્ક વસ્તુમાં, આર્ક વસ્તુ સુકી વસ્તુમાં, આÁ વસ્તુ આર્ક વસ્તુમાં નાખવી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૧૩ ૧૩૧ આ દરેકમાં ચાર ચાર ભાંગા થાય છે. કુલ સોળ ભાંગા થાય. થોડી સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા સુકામાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ સુકામાં બદલવી, થોડી સુકી વસ્તુ થોડા આર્દ્રમાં બદલવી થોડી સુકી વસ્તુ બહુ આર્દ્રમાં બદલવી બહુ સુકી વસ્તુ થોડા આર્ડમાં બદલવી બહુ સુકી વસ્તુ બહુ આર્દ્રમાં બદલવી, થોડી આર્દ્ર વસ્તુ થોડા સુકામાં બદલવી થોડી આર્દ્ર વસ્તુ બહુ સુકામા બદલવી બહુ આર્દ્ર વસ્તુ થોડી સુકામાં નાખવી બહુ આર્દ્ર વસ્તુ બહુ સુકામાં નાખવી, થોડી આર્દ્ર વસ્તુ થોડા આર્ડમાં નાખવી થોડી આર્દ્ર વસ્તુ બહુ આર્દ્રમાં નાખવી બહુ આર્દ્ર થોડા આર્ડમાં નાખવી બહુ આર્દ્ર બહુ આર્દ્રમાં નાખવી હલકા ભાજનમાં જ્યાં થોડામાં થોડું, તેમાં પણ સુકામાં સુકુ અથવા સુકામા આર્દ્ર, આર્દ્રમાં સુકુ કે આર્દ્રમાં આર્દ્ર બદલવામાં આવે તે આચીર્ણ વસ્તુ સાધુને લેવી કલ્પે, તે સિવાયની અનાચીર્ણ વસ્તુ કલ્પે નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની એક પણ વસ્તુ કલ્પે નહિ. તેમજ ભારે ભાજનથી બદલે તો પણ તે કલ્પે નહિ. કેમકે ભારે વાસણ હોવાથી આપના૨ને ઉપાડવા-મૂકવામાં શ્રમ પડે, પીડા થવા સંભવ છે. તથા ગરમ વાસણ હોય અને કદાચ પડી જાય કે તૂટી જાય તો પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થાય. [૬૧૪-૬૪૩] નીચે જણાવેલા ચાલીસ પ્રકારના દાતા પાસેથી ઉત્સર્ગ માર્ગે સાધુએ ભિક્ષા લેવી કલ્પે નહિ. ન બાળક-આઠ વર્ષની અંદરની ઉંમરનો હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. વડીલ હાજર ન હોય તો ભિક્ષા આદિ લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પોતાની નાની ઉંમરની પુત્રીને કહ્યું કે ‘સાધુ ભિક્ષા માટે આવે તો આપજે.’ એક સાધુ સંઘાટક ફરતાં ફરતાં તેને ઘેર આવ્યા. બાલિકા વહોરાવા લાગી. નાની છોકરીને મુગ્ધ જોઇ મુખ્ય સાધુએ લંપટતાથી બાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહોરી લીધી. માએ કહ્યું હતું એટલે બાલિકાએ બધું વહોરાવી દીધું. તે સ્ત્રીને ખેતરેથી આવી ત્યારે કંઈ ન જોતા તેને ગુસ્સો આવ્યો અને બોલી કે “કેમ બધુંએ આપી દીધું ?' બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઇ લીધું.' સ્ત્રી રોષાયમાન થઇ ગઇ અને ઉપાશ્રયે આવીને ઘાંટા પાડીને બોલવા લાગી કે તમારો સાધુ કેવો કે બાલિકા પાસેથી બધુંએ લઇ લીધું ?” સ્ત્રીનો મોટો અવાજ સાંભળી લોકો ભેગા થઇ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. ‘આ લોકો માત્ર વેષધારી છે, લૂંટારા છે, સાધુપણું નથી.’ વગેરે જેમતેમ બોલવા લાગ્યા. આચાર્ય ભગવંતે શાસનનો અવર્ણવાદ થતો જોયો આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને ફરીથી આવું ન કરીશ' એમ કહીને ખૂબજ ઠપકો આપ્યો. આ રીતે શાસનનો ઉડ્ડાહ આદિ દોષો રહેલા છે, માટે આ રીતે વડીલની ગેરહાજરી વગેરેમાં નાના બાળક પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. અપવાદ-વડિલની હાજરી હોય અને તે અપાવડાવે તો નાના બાળક પાસેથી પણ ભિક્ષા લેવી કલ્પે. વૃદ્ધ-૬૦ વર્ષ મતાંતરે ૭૦ વર્ષની ઉંમરવાળા વૃદ્ઘ પાસેથી ભિક્ષા લેવી કલ્પે નહિ. કેમકે અતિવૃદ્ધની પાસેથી ભિક્ષા લેવામાં અનેક પ્રકારના દોષો રહેલા છે. અતિવૃદ્ધપણાને લીધે તેના મોંમાંથી લાળ પડતી હોય તેથી આપતાં આપતાં આપવાની વસ્તુમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પિંડનિજુત્તિ-(૬૪૩) પણ લાળ પડે, તે જોઇને જુગુપ્સા થાય કે કેવી ગંદી ભિક્ષા લેનારા છે?' હાથ કંપતા હોય તેથી વસ્તુ ઢોળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય. વૃદ્ધ હોવાથી આપવા જતાં પોતે જ પડી જાય, તો જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય કે વૃદ્ધના હાથ પગ આદિ ભાગે કે ઉતરી જાય. વૃદ્ધ જો ઘરનો નાયક ન હોય તો ઘરના માણસોને તેના ઉપર દ્વેષ થાય કે આ છોકરો બધુ આપી દે છે. કાંતો સાધુ ઉપર દ્વેષ કરે કે બન્ને ઉપર દ્વેષ કરે. અપવાદ-વૃદ્ધ હોવા છતાં મોંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય. શક્તિશાળી હોય, ઘરનો માલિક હોય, તો તેનું આપેલું લેવું કલ્પી શકે. મત્ત-દારૂ વગેરે પીધેલો હોય, તો તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. દારૂ આદિ પીધેલો હોવાથી ભાન ન હોય, એટલે કદાચ સાધુને વળગી પડે, અથવા તો બકવાટ કરે કે “અરે ! મુંડીઆ ! કેમ અહીં આવ્યો છે?” એમ બોલતો મારવા પણ આવે, કે પાત્ર આદિ ફોડી નાખે, કે પાત્રમાં થુંકે કે આપતાં આપતાં દારૂનું વમન કરે, તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લોકો સાધુની નિંદા કરે કે “આ લોકોને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા દારૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.' અપવાદ-જો તે શ્રાવક હોય, પરવશ ન હોય અથતુ ભાનમાં હોય અને આજુબાજુમાં લોકો ન હોય તો તે આપે તો લેવું કહ્યું. ઉન્મત્ત-મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલો અથવા તો ભૂત આદિનો વળગાડ થયેલો હોય તેથી ઉન્મત્ત થયેલો હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ. ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદોષ સિવાયના દોષો લાગે. અપવાદ-તે પવિત્ર હોય, ભદ્રક હોય અને શાંત હોય તો લેવું કહ્યું. વેપમાન-શરીર કંપતું હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. શરીર કંપતું હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢોળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે, અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તો, ભાજન તૂટી જાય, છકાય જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શરીર કંપતું હોય, પણ તેના હાથ સ્થિર હોય કંપતા ન હોય તો કહ્યું. જવરિત-તાવ આવતો હોય તેની પાસેથી લેવું કહ્યું નહિ ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત તેનો તાવ કદાચ સાધુમાં સંક્રમે, લોકોમાં ઉહાહ થાય કે “આ કેવા આહાર લંપટ છે તાવવાળા પાસેથી ભિક્ષા લે છે. માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. અપવાદ તાવ ઉતરી ગયો હોય-ભિક્ષા આપતી વખતે તાવ ન હોય તો કહ્યું અંધ-આંધળા પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. શાસનનો ઉદ્દાહ થાય કે “આ આંધળો આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુઓ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.” આંઘળો દેખતો નહિ હોવાથી જમીન ઉપર રહેલા છ જવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તો નીચે પડી જાય, તો તેને વાગે, ભાજન ઉપાડ્યું. હોય અને પડી જાય તો જીવોની વિરાધના થાય. આપતાં બહાર પડી જાય વગેરે દોષો હોવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શ્રાવક કે શ્રદ્ધાળું આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તો Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૪૩ ૧૩૭ ભિક્ષા લેવી કલ્પ. પ્રગલિત-ગળતો કોઢ વગેરે ચામડીનો રોગ જેને થયેલો હોય તેની પાસેથી ભિક્ષા. લેવી કહ્યું નહિ. ભિક્ષા આપતાં તેને કષ્ટ પડે, પડી જાય, ઝાડો-પેશાબ બરાબર સાફ કરી શકે નહિ તેથી અપવિત્ર રહે. તેની પાસેથી ભિક્ષા લેવામાં લોકોમાં જુગુપ્સા થાય, છ જીવનિકાયની વિરાધના વગેરે દોષો થાય, માટે તેની પાસેથી ભિક્ષા ન કલ્પે. અપવાદ-ઉપર કહેલ દોષોનો જે પ્રસંગમાં સંભવ ન હોય અને આજુબાજુમાં બીજા લોકો ન હોય તો ભિક્ષા લેવી કહ્યું. આરૂઢ-પગમાં પાદુકા-જોડા વગેરે પહેરેલ હોય તેની પાસે ભિક્ષા લેવી ન કલ્પે. હસ્તાબ્દુ-બંને હાથ લાકડાની હેંડમાં નાખેલ હોય તેની પાસે ભિક્ષ લેવી ને કહ્યું. નિગડ-પગમાં બેડી હોય તેની પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. છિનહસ્તપાદ-હાથ કે પગ કપાયેલા હોય તેવા ઠુંઠા કે લંગડા પાસેથી ભિક્ષા લેવી નકલ્પ. - ત્રિરાશિક-નપુંસક પાસેથી ભિક્ષા લેવી ન કહ્યું. નપુંસક પાસેથી ભિક્ષા લેવામાં સ્વ-પર અને ઉભયને દોષો રહેલો છે. નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા લેવાથી અતિ પરિચય થાય તેથી સાધુને જોઇને તેને વેદોદય થાય અને કુચેષ્ટા કરે એટલે બનેને મૈથુનકર્મનો દોષ લાગે. વારંવાર ન જાય પણ કોઈક વખતે જાય તો મૈથુન દોષનો પ્રસંગ ન આવે પરંતુ લોકોમાં જુગુપ્સા થાય કે “આ સાધુ નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે, તેથી સાધુ પણ નપુંસક હશે.' ઇત્યાદિ દોષો લાગે. અપવાદ-નપુંસક અનાસેવી હોય, કૃત્રિમ રીતે નપુંસક થયો હોય, મંત્ર કે તંત્રથી નપુંસક થયો હોય, શ્રાપથી નપુંસક થયો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું. | ગુહિણી-નજીકમાં પ્રસવકાળ-ગર્ભ રહે નવ મહિના થયા હોય તેવી ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ગર્ભવાળી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવામાં સ્ત્રીને ઉઠતા-બેસતા અંદર રહેલા ગર્ભના જીવને પીડા થાય, માટે તેની પાસેથી ભિક્ષા ન લેવી. અપવાદ-ગર્ભ રહે નવ મહિના થયા ન હોય, ભિક્ષા આપતાં કષ્ટ પડે એમ ન હોય, બેઠેલી હોય તો બેઠા બેઠા અને ઉભેલી હોય તો ઊભા ઊભા ભિક્ષા આપે તો લેવી કલ્પી શકે. જિનકલ્પી સાધુ માટે તો જે દિવસે ગર્ભ રહે તે જ દિવસથી માંડી જ્યાં સુધી બાળક નાનો-ધાવતો હોય ત્યાં સુધી તે સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી તેમને ન કહ્યું. બાલવત્સા-ધાવતું બાળક ખોળામાં હોય તેવી સ્ત્રી બાળકને બાજુમાં મૂકીને ભિક્ષા આપે તો તેની પાસેથી લેવી કહ્યું નહિ. બાળકને જમીન ઉપર કે માંચીમાં મૂકીને ભિક્ષા આપવા ઉઠે તો કદાચ તે બાળકને બિલાડી કે કૂતરું આદિ માંસનો ટૂકડો કે સસલાનું બચ્ચું વગેરે ધારીને મોંમાં પકડીને લઈ જાય, તો બાળકનો નાશ થાય. વળી ભિક્ષા આપતાં તે સ્ત્રીના હાથ ખરડાયા હોય તે કર્કશ હાથે બાળકને પાછી હાથમાં લેતાં બાળકને પીડા થાય ઈત્યાદિ દોષો રહેલા હોવાથી તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા ન કલ્પે. અપવાદ-બાળક મોટો થયો હોય, સ્તનપાન કરતો ન હોય તો તેવી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવી કલ્પે. કેમકે તે મોટો હોઈ બિલાડી આદિ ઉપાડી જવાનો સંભવ નથી. ભોજન કરતાં હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. ભોજન કરતાં હોય અને ભિક્ષા આપવા ઉઠે તો હાથ ધુવે તો અષ્કાયાદિની વિરાધના થાય. હાથ ધોયા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પિંડનિત્ત-(૪૩) સિવાય આપે તો લોકોમાં જુગુપ્સા થાય કે “એંઠી ભિક્ષા લે છે. માટે ભોજન કરતા હોય તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-હાથ એંઠા થયા ન હોય કે ભોજન કરવાની શરૂઆત કરી ન હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું. મનંતી-દહીંનું વલોણું કરતી હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. દહીં આદિ વલોવતી હોય તો તે સંસક્ત (જીવવાળું) હોય તે સંસક્ત દહીં આદિથી ખરડાએલા હાથે ભિક્ષા આપતા તે રસ જીવોનો વિનાશ થાય માટે તેના હાથે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-વલોણું પુરૂં થઈ ગયું હોય અને હાથ કોરા હોય, તો લેવું કહ્યું અથવા તો વલોણામાં હાથ બગડેલા ન હોય તો લેવું કહ્યું. ભજંતી- ચૂલા ઉપર તાવડી આદિમાં ચણાદિ સેકતી હોય તો ભિક્ષા ન કલ્પે. અપવાદ-ચૂલેથી તાવડી ઉતારી લીધી હોય કે સંઘટ્ટો ન હોય તો કલ્પ. દલતી-ઘંટી આદિમાં અનાજ દળતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-દળતાં દળતાં તે ઉભી થઈ હોય અને સાધુ આવી જાય અને આપે તો લેવું કહ્યું, અથવા અચિત્ત વસ્તુ દળતી હોય તો લેવું કહ્યું. ખંડતી-ખાણીયા આદિમાં ખાંડતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-સાંબેલું ઉંચું કરેલું હોય અને સાધુ આવી જાય તો ઉપાડેલા સાંબેલામાં કણ ચોટેલા ન હોય તો, સાંબેલું નિર્જીવ જગ્યામાં મૂકીને આપે તો લેવું કહ્યું. પીસતી-પત્થર, ખાણીયા આદિમાં લસોટતી હોય તો ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-વાટી રહ્યા હોય, સચિત્તનો સંઘટ્ટો ન હોય તેવા વખતે સાધુ આવે અને આપે તો લેવું કહ્યું. પીંજંતી-રૂ છૂટું છૂટું કરતી હોય તો લેવું કહ્યું નહિ. રૂચિંતી-કપાસમાંથી રૂ જુદુ કાઢતી હોય તો લેવું કલ્પ નહિ. કંનંતી-રૂમાંથી સુતર કાંતતી હોય તો લેવું કહ્યું નહિ. મઘાણી-રૂની પુણીઓ બનાવતી હોય તો લેવું કલ્પ નહિ.. અપવાદ-પિંજવા આદિનું કામ પૂરું થઈ ગયું હોય અથવા અચિત્ત રૂ ને પીંજતી હોય તો ભિક્ષા લેવી કહ્યું. અથવા તો ભિક્ષા આપ્યા પછી હાથ ન ધુએ એમ હોય તો લેવું કહ્યું. અથતુ પશ્ચાત્ કર્મદોષ ને લાગે એમ હોય તો લેવું કહ્યું. સચિત્ત પૃથ્વીકાય આદિ વસ્તુ (સચિત્ત મીઠું, પાણી, અગ્નિ, પવન ભરેલી બસ્તી, ફળ, મત્સ્ય આદિ) હાથમાં હોય તો ભિક્ષા લેવી ન કલ્પે. સાધુને ભિક્ષા આપવા માટે સચિત્ત વસ્તુ નીચે મૂકીને આપે તો લેવું ન કલ્પ. સચિત્ત વસ્તુ ઉપર ચાલતી હોય અને આપે તો લેવું ન કલ્પે. સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરતા આપે, માથામાં સચિત્ત ફુલની વેણી, ફુલ આદિ હોય અને આપે તો ભિક્ષા લેવી કહ્યું નહિ. પૃથ્વીકાય આદિનો આરંભ કરતી હોય તો તેની પાસેથી લેવું ન કલ્પે. કોદાળી આદિથી જમીન ખોદતી હોય ત્યારે પૃથ્વીકાયનો આરંભ થાય, સચિત્ત પાણીથી સ્નાન કરતી હોય, કપડાં ધોતી હોય કે વૃક્ષ ઉપર પાણી સીંચતી હોય તો અપ્લાયનો આરંભ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૬૪૬ ૧૩૫ થાય, ચૂલો સળગાવતી હોય તો તેઉકાયનો આરંભ થાય, પંખો નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તો વાયુકાયનો આરંભ થાય, શાક સમારતી હોય તો વનસ્પતિકાયનો આરંભ થાય, મસ્યાદિ છેદન કરતી હોય તો ત્રસકાયનો આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. લિપ્તહસ્ત-દહીં આદિથી ખરડાએલ હાથ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. હાથ ખરડાએલ હોય તો હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તે તેની વિરાધના થાય માટે કહ્યું નહિ. લિપ્તમાત્ર-દહીં આદિથી ખરડાયેલ વાસણથી આપે તો લેવું ન કલ્પે. ઉદ્વર્તતી-મોટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તો તેવી કલ્પ નહિ. મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકોડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તો તે ઉપાડીને આપે તો પાછુ મૂકતા તેની નીચેના તે કીડા, મંકોડા હોય તે ચગદાઈ જાય. વાસણ ઉપાડતાં કીડી, મંકોડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે ઇત્યાદિ દોષો રહેલા છે. માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તો તે ભિક્ષા લેવી કહ્યું નહિ. - સાધારણ-ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કહ્યું નહિ. દ્વેષ આદિ દોષો થાય. માટે ન કહ્યું. ચોરેલું-ચોરીછુપીથી અથવા ચોરેલું આપતા હોય તો તેવી ભિક્ષા લેવી ન કલ્પે. નોકર પુત્રવધુ આદિએ ચોરી છૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકો આપે વગેરે દોષો થાય માટે તેવો આહાર સાધુને લેવા કહ્યું નહિ. પ્રાભૂતિકા-લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તો સાધુને લેવું કલો નહિ. સપ્રયપાય-આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કોઈ અપાય-નુકશાન થાય એમ હોય તો લેવું કહ્યું નહિ. આ અપાય-ઉપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઉભા થવામાં માથા ઉપર ખીંટી, બારણ વાગે એમ હોય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હોય તો વાગવાનો સંભવ હોય, આજુ બાજુમાં ગાય, ભેંસ વગેરે હોય અને તે શીંગડું મારે એવો સંભવ હોય, અથવા ઉચે છાપરામાં સર્પ આદિ લટકતા હોય તે ઉભા થતાં કરડે એમ હોય તો સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ. અન્ય ઉદેશ-કાપટિકાદિ ભિક્ષાચરો વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવો કહ્યું નહિ. આવો આહાર ગ્રહણ કરવામાં અદત્તાદાનનો દોષ લાગે. કેમકે તે આહાર તે કાપેટિકાદિને માટે કલ્પેલો છે. વળી ગ્લાન આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યો હોય તે ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવો કલ્પ નહિ, પરંતુ જો એમ કહ્યું હોય કે તે ગ્લાન આદિ ન વાપરે તો બીજા ગમે તે વાપરજો.” તો તે આહાર બીજાને વાપરવા કહ્યું. તે સિવાય કહ્યું નહિ. આભોગ-સાધુને ન કલ્પે તેવી વસ્તુ જાણી જોઈને આપે તો તે લેવી કલો નહિ. કોઇને એમ વિચાર આવે કે “મહાનુભાવ સાધુઓ હંમેશાં લુખ, સુકુ પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તો ઘેબર આદિ બનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકો મળે, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ - - - - - - - - - - - - - - - - - - - પિંડમિજુત્તિ-(૪૭) શક્તિ વગેરે આવે.” આવો વિચાર કરીને ઘેબર આદિ બનાવીને સાધુને આપે, અથવા કોઈ દુમન, સાધુનો નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઈને આધાકર્મી આહાર આદિ આપે તો સાધુને તેવો આહાર લેવો કો નહિ. અનાભોગ-અજાણતાં સાધુને કહ્યું નહિ તેવી વસ્તુ આપે તો તે લેવી કહ્યું નહિ. [૬૪૭-૫૦ સચિત્ત અચિત્ત અને મિશ્ર એક બીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્ભાગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ. ચોથા ભાંગામાં કોઇ કહ્યું અને કોઈ ન કહ્યું. આમાં પણ નિક્ષિપ્તની માફક કુલ ૪૩ર ભાંગા સમજી લેવા. વસ્તુ ભેળસેળ કરવામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને સચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત, તથા મિશ્ર અચિત્ત પદોથી એની ત્રણ ચતુર્ભાગીઓ થાય છે. પહેલી ચતુભગી સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ મેળવેલી, મિશ્ર વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી, સચિત્ત માં મિશ્ર ભેળવેલી મિશ્ર માં મિશ્ર ભેળવેલી બીજી ચતુર્ભગી સચિત્તવસ્તુમાં સચિત્તવસ્તુ ભેળવેલી અચિત્તવસ્તુમાં સચિત્તવસ્તુ ભેળવેલી સચિત્તવસ્તુમાં અચિત્તવસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્તવસ્તુ ભેળવેલી ત્રીજી ચતુર્ભગી મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી અચિત્તમાં મિશ્ર ભેળવેલી મિશ્ર માં અચિત્ત ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા. કુલ ૧૪૪ ત્રણ ચતુર્ભગીના કુલ ૪૩૨ ભાંગા થાય છે. ભેળવવામાં સુકું અને આદ્ર હોય. તે બન્નેની મળીને ચતુર્ભગી થાય, પાછા તેમાં થોડી અને બહુ તેના સોળ ભાંગા થાય. સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી, સુકી વસ્તુમાં આર્ટ વસ્તુ ભેળવવી આર્ટ વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી અહીં પણ હલકા ભાજનમાં અચિત્ત-થોડા સુકામાં થોડું સુક, અથવા થોડા સૂકામાં થોડું આર્ટ, કે થોડા આર્ટમાં થોડું સુક, કે થોડા આદ્રમાં થોડું આદ્ર ભેળવવામાં આવે, તો તે વસ્તુ સાધુને લેવી કહ્યું. તે સિવાયની લેવી કહ્યું નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની તો એક પણ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનમાં ભેળવે તો પણ કહ્યું નહિ. [૬પ૧-૬૫૪]અપરિણત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર. દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બન્નેના બે બે પ્રકાર બને છે. આપનારથી દ્રવ્ય અપરિણત - અશનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. લેનારથી દ્રવ્ય અપરિણત - અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણતનું દૃષ્ટાંત-દૂધમાં મેળવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણનો પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તો તે અપરિણત કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હોય ત્યારે આપનારનું Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૫૪ ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. આપનારથી ભાવ અપરિણત-જે અશનાદિના બે અથવા વધારેના સંબંધીનું હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઇચ્છા ન હોય તે. લેનારથી ભાવ અપરિણત-જે અશનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હોય અને બીજા સાધુને અચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે. (પ્રશ્ન) સાધારણ અનિસૃષ્ટ અને આપનારથી ભાવ અપરિણતમાં શો ફરક છે ? અનિસૃષ્ટમાં બધા માલિક ત્યાં હાજર ન હોય ત્યારે તે સાધારણ અનિસૃષ્ટ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકો ત્યાં હાજર હોય. આટલો તફાવત છે. ૧૩૭ ભાવથી અપરિણત ભિક્ષા લેવી કલ્પે નહિ. કેમકે તેમાં કલહ આદિ દોષોનો સંભવ છે. દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઇઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે. [૬૫૫-૬૬૮] લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્યો લિપ્ત કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્યો સાધુને લેવા કલ્પે નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધોવામાં પશ્ચાત્કર્મ વગેરે દોષો લાગે છે, તથા રસની વૃદ્ધિ-આસક્તિપણું થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સવિશેષ (બાકી રહેલું) દ્રવ્યના આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવાદે લેપવાળું લેવું ક૨ે. ‘લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ આદિ દોષો થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું.’ એમ આપે કહ્યું તો પછી સાધુએ ભોજન કરવું જ નહિ, અર્થાત્ રોજ ઉપવાસ કરવા જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવા આવવાનું કષ્ટ ન થાય, રસની આસક્તિ વગેરે કોઈ દો। લાગે નહિ. રોજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન ? હે મહાનુભાવ ! જીંદગી સુધીનો ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની હાનિ થાય, માટે જીંદગી સુધી તપ કરવો યોગ્ય નથી-તપ ન કરી શકાય. જીંદગી સુધીનો તપ ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ તો કહ્યા છે ને ? તો છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે. જો છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હોય તો ખુશીથી કરે. એમાં નિષેધ નથી. જો છ મહિનાનો તપ ન કરી શકે તો એક એક દિવસ ઓછો કરતાં યાવત્ ઉપવાસના પારણે આયંબીલ કર્યા કરે. આમ કરવાથી અલેપકૃત ગ્રહણ થઈ શકે અને નિર્વાહ પણ થઇ શકે. ઉપવાસ પણ ન કરી શકે તો રોજ આયંબીલ કરે. જો તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણ, વૈયાવચ્ચ આદિ સંયમયોગોમાં હાનિ થાય એમ ન હોય તો ભલે તેવો તપ કરે,. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આયંબીલ કરવાની શક્તિ હોય તો રોજ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવટું સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તેવો તપ કરી શકે. માટે શ્રી તીર્થંકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ એવો ઉપદેશ આપ્યો નથી. આપ કહો છો કે ‘છેવË સંઘયણ હોવાથી તેવો તપ નિરંતર ન કરી શકે.’ તો પછી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પિંડનિસ્તુતિ -(૬૮) મહારાષ્ટ્ર, કોશલ આદિ નીચેના (દક્ષિણના) દેશોમાં જન્મેલા માણસો હંમેશા સૌવીર-ખાટું પાણી, દૂર-ભાત આદિ વાપરે છે અને જીંદગી સુધી કામ વગેરે કરી શકે છે, તો પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિવહિ કેમ ન કરી શકે ?” સાધુ તો સારી રીતે આયંબીલ વગેરેથી ચલાવી શકે. સાધુઓને ઉપધિ, શવ્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દોષો પ્રગટ થાય, જ્યારે ગૃહસ્થને તો સૌવીર, કૂર ખાવા. છતાં તેમના ઉપધિ શય્યા શીતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખોરાક પચી જાય છે, એટલે અજીર્ણ આદિ દોષો થવાનો સંભવ નથી. સાધુને તો આહાર, ઉપાધિ અને શય્યા ઉષ્ણકાલમાં પણ શીત હોય છે. ઉપધિનો વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શય્યાને અગ્નિનો તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત હોવાથી હોજરી બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે પ્રાયઃ સાધુઓએ વિગઈઓ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ હંમેશા પોતાના શરીરનો નિવહ કરવો, કદાચ જ્યારે શરીર સારું ન હોય તો સંયમયોગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે. વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે સિવાયની વિગઈ તો ગ્લાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી ગૃદ્ધિ થાય. લેપ વિનાના દ્રવ્યો- સુક્કા રાંધેલા ભાત આદિ, માંડા, જવનો સાથવો, અડદ, ચોળા, વાલ, વટાણા, ચણા, તુવેર વગેરે સર્વે સુકા હોય તે જે વાસણમાં ચોટે નહિ તે બધાં દ્રવ્યો. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ. અલ્પલેપવાળાં દ્રવ્યો- રાબડી, કોદ્રવ, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, વગેરે દ્રવ્યો. આમાં પશ્ચાત્કર્મ કદાચ થાય અને કદાચ ન થાય. બહુલેપવાળાં દ્રવ્યો-ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગોળનું પાણી, વગેરે. જે દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય ધોવું પડે તેવાં દ્રવ્યો. પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્યો ગ્રહણ કરતા નથી. અપવાદ-પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કહ્યું. ખરડાએલા હાથ, ખરડાએલું ભાજન અને સવિશેષ દ્રવ્ય તથા નિરવશેષ દ્રવ્યના યોગે આઠ ભાંગા થાય છે. ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય ખરડાએલા હાથ નહિ ખરડાયેલું ભાજન સાવશેષ દ્રવ્ય, ખરડાએલા હાથ નહીં, ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય નહિ ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ, નહિ ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય - આ આઠ ભાંગામાં ૧-૩-૫-૭માં ભાંગાનું લેવું કહ્યું. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કલ્પ નહિ. હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બને, ગૃહસ્થ સાધુને આવતાં પહેલાં તેના પોતાના માટે ખરડાએલા હોય પણ સાધુ માટે ન ખરડ્યા હોય, તેમાં પશ્ચાત્કર્મ હોતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હોય, તેમાં સાધુ માટે હાથ કે પાત્ર ખરડ્યું હોય તો પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૬૯ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે. [૬૬૯-૬૭૦] ગૃહસ્થ આહારાદિ વહોરાવતાં જમીન ઉપર છાંટા પાડે તે છર્દિતદોશવાળો આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મીશ્રની ત્રણ ચતુર્વાંગી થાય છે. તે પૃથ્વીકાયાદિ છની સાથે ભાંગા ક૨તાં કુલ ૪૩૨ ભાંગા થાય છે. પહેલી ચતુર્થંગી ચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, મિશ્ર વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય, મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય. બીજી ચતુર્ભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય ત્રીજી ચતુર્ભૂગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય, અચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય, મિશ્ર વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય. સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વિકાયાદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા ૧૩૯ કુલ ૧૪૪ ત્રણ ચતુર્ભગીના ૪૩૨ ભાંગા થાય. કોઇ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કલ્પે નહિ. જો છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરે તો-૧ આજ્ઞાભંગ, ૨ અનવસ્થા, ૩ મિથ્યાત્વ, ૪ સંયમ વિરાધના, ૫ આત્મવિરાધના, ૬ પ્રવચન વિરાધના આદિ દોષો લાગે. એ જ રીતે ઉદ્દેશિકાદિ દોષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાત્ત્વાદિ દોષો લાગે તે સમજી લેવું. ગવેષણાના અને ગ્રહણએષણાના દોષો જણાવ્યા. હવે ગ્રાસ એષણાના દોષો[૬૭૧-૬૭૬] ગ્રાસએષણાના ચાર નિક્ષેપા છે-૧ નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ત્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસ એષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે- નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઇનું નામ હોય તે. સ્થાપના ગ્રાસએષણા-ગ્રાસએષણાની કોઇ આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર. ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. આગમભાવગ્રાસએષણા. નોઆગમભાવ ગ્રાસએષણા. આગમભાવ ગ્રાસએષણાગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત-સંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કોઇ એક માછીમાર માછલાં પકડવા માટે સરોવર ઉપર ગયો. ત્યાં જઇને કાંટામાં ગલમાંસનો ટુકડો ભરાવીને સરોવરમાં નાખ્યો. તે સરોવરમાં બુદ્ધિશાળી અને હોંશીઆર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચવીને કાંટાની આજુબાજુ માંસ ખાઇ ગયું અને પછી પૂંછડાથી કાંટો હલાવીને આદું જતું રહ્યું. માછીમાર સમજ્યો કે માછલું પકડાયું છે એટલે કાંટો બહાર કાઢ્યો અને જોયું તો માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણ વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે ? ત્યાં તો માછલો બોલી ઉઠ્યો કે ‘હે માછીમાર ! તું શું વિચાર કરે છે ? મારૂં પરાક્રમ સાંભળ. એકવાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડ્યો. બગલો ભક્ષ ઉછાળીને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પિંડમિજુત્તિ-(૭) પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે જો હું સીધો તેના મુખમાં પડીશ તો મને ગળી જશે, માટે તીર્થો પડું કે જેથી મને ગળી શકે નહિ.” આમ વિચાર કરીને હું વાંકો પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકો પડ્યો, ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો. એકવીસ વાર જાળમાં સપડાએલો તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયો હતો. એકવાર માછીમારે દ્રહનું પાણી બીજી તરફ કાઢ્યું. તેમાં હું પણ આવી ગયો હતો, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માછલાંને પકડીને લાંબા સોયામાં પરોવતો હતો. માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા સરોવરમાં ગયો અને ધોવા લાગ્યો, ત્યાં મેં સોયો મૂકી દીધો અને પાણીમાં જતો રહ્યો.' આવું મારૂં પરાક્રમ છે તો પણ તું મને પકડવા ઈચ્છે છે? અહો કેવું તારૂં નિર્લજ્જપણું? આ દ્રષ્ટાંતનો ઉપનય-સાર આ પ્રમાણે છે. માછલાના સ્થાને સાધુ, માંસના સ્થાને આહારપાણી, માછીમારના સ્થાને રાગાદિ દોષનો સમુહ જેમ માછલું કોઈ રીતે સપડાયું નહિ તેમ સાધુએ પણ દોષ ન લાગે તે રીતે આહાર ગ્રહણ કરવો, કોઈ દોષમાં સપડાવું નહિ. સોળ ઉદ્દગમના, સોળ ઉત્પાદનોના અને દશ એષણાના એમ ૪૨ દોષોથી રહિત આહાર મેળવ્યા પછી સાધુએ આત્માને શિખામણ આપવી કે હે જીવ! તું કોઈ દોષમાં સપડાયો નહિ અને બેતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરતા મૂચ્છવશ થઈ રાગદ્વેષમાં ન સપડાય તેનું ધ્યાન રાખજે. [૬૭૭-૬૮૩ અપ્રશસ્ત ભાવગ્રાસએષણા તેના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે સંયોજના-વાપરવાનાં બે દ્રવ્યો સ્વાદ માટે ભેગાં કરવાં. પ્રમાણ-જરૂર કરતાં વધારે આહાર વાપરવો. અંગાર-વાપરતાં આહારના વખાણ કરવાં. ધૂમ્ર-વાપરતાં આહારની નિંદા કરવી. કારણ-આહાર વાપરવાના છ કારણ સિવાય આહાર લેવો. સંયોજના એટલે દ્રવ્ય ભેગાં કરવા. તે બે પ્રકારે દ્રવ્યથી ભેગું કરવું અને ભાવથી ભેગું કરવું. દ્રવ્યથી ભેગુ કરવું-બે પ્રકારે બાહ્ય સંયોજના, અત્યંતર સંયોજના. બાહ્ય સંયોજના-સ્વાદની ખાતર બે દ્રવ્યો દૂધ, દહીં આદિમાં સાકર આદિ મેળવવી તે. ઉપાશ્રયની બહાર ગોચરી ગયા હોય ત્યાં બે દ્રવ્યો ભેગાં કરવાં તે બાહ્ય સંયોજના. અત્યંતર સંયોજના-ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે સ્વાદની ખાતર બે દ્રવ્યો ભેગાં કરવાં. તે ત્રણ પ્રકારે. પાત્રમાં, હાથમાં અને મોંઢામાં. આ અભ્યતર સંયોજના. ગોચરીએ ફરતાં વાર લાગે એમ હોય એટલે વિચાર કરે કે “જો અહીં બે દ્રવ્યો ભેગાં કરીશ તો સ્વાદ બગડી જશે, એટલે વાપરતી વખતે ભેગાં કરીશ.” આમ વિચારીને બને દ્રવ્યો અલગ અલગ લે. પછી ઉપાશ્રયે આવીને વાપરતી વખતે બે દ્રવ્યો ભેગાં કરે. પાત્ર સંયોજના જુદાજુદા દ્રવ્યો પાત્રામાં જ ભેગા કરીને વાપરે. હસ્ત સંયોજના-કોળીઓ હાથમાં પછી તેના ઉપર બીજી વસ્તુ નાખીને વાપરે. મુખ સંયોજના-મોઢામાં કોળીઓ નાખે પછી ઉપરથી પ્રવાહી કે બીજી વસ્તુ લઇને એટલે ઠંડક આદિ મોંઢામાં લે, પછી ગોળ આદિ મોંમાં લે એમ બે વસ્તુ મેળવીને વાપરે. સંયોજના કરવાથી થતાં દોષો. સંયોજના રસની આસક્તિ કરનાર છે, આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે. સંસાર વધે છે. ભવાંતરમાં જીવને અશાતા થાય Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૬૮૭ ૧૪૧ છે. અનંતકાળ સુધી વેદના યોગ્ય અશુભ કર્મ બંધાય છે. આથી સાધુએ બાહ્ય કે અત્યંતર સંયોજના કરવી નહિ. અપવાદ-દરેક સંઘાટ્ટકને ગોચરી વધારે આવી ગઈ હોય, વાપરવા છતાં આહાર વધ્યો હોય તો, તે પરઠવવો ન પડે તે માટે બે દ્રવ્યો ભેગા કરીને વાપરે તો દોષ નથી. ગ્લાનને માટે દ્રવ્ય સંયોજના કરી શકાય. રાજપુત્રાદિ હોય અને એકલો આહાર ગળે ઉતરતો ન હોય તો સંયોજના કરે. નવદીક્ષિત હોય પરિણત ન થયો હોય તો સંયોજના કરે. અથવા રોગાદિ કારણે સંયોજન કરવામાં દોષ નથી. [૬૮૪-૬૯૬] પ્રમાણ દોષ જે આહાર કરવાથી જ્ઞાનાભ્યાસ, વૈયાવચ્ચ આદિ કરવામાં અને સંયમના વ્યાપારોમાં તે દિવસે અને બીજા દિવસે આહાર વાપરવાનો સમય ન થાય ત્યાં સુધી શારીરિક બળમાં હાનિ ન પહોંચે તેટલો આહાર પ્રમાણસર કહેવાય. પ્રમાણ કરતાં વધારે આહાર વાપરવાથી પ્રમાણાતિરિક્ત દોષ થાય અને તેથી સંયમ અને શરીરને નુકશાન થાય. સામાન્ય રીતે પુરુષ ને માટે બત્રીસ કોળીઆ આહાર અને સ્ત્રી માટે અઠ્ઠાવીસ કોળીઆ આહાર પ્રમાણસર કહેવાય. - કુકુટ-3556 કુકકુટી-કુકડીના ઈંડા જેટલા પ્રમાણનો એક કોળીઓ ગણાય. કક્કટી-બે પ્રકારની ૧ દ્રવ્ય કુકુટી અને ૨ ભાવકુકુટી. દ્રવ્ય કુકુટી-બે પ્રકારે ૧ ઉદરકુફ્ફટી, ૨ ગલકુકુટી. ઉદરકુફ્ફટી-જેટલો આહાર વાપરવાથી પેટ ભરાય તેટલો આહાર, ગલકુળુટી-પેટ પૂરતા આહારનો બત્રીસમો ભાગ અથવા જેટલો કોળીઓ મુખમાં મૂકતાં મોં વિકૃત ન થાય, તે પ્રમાણનો કોળીઓ અથવા સહેલાઇથી મુખમાં મૂકી શકાય તેટલા આહારનો કોળીઓ. ભાવકુકુટી- જેટલો આહાર વાપરવાથી (ઓછો નહિ તેમ વધારે નહિ) શરીરમાં સ્ફર્તિ. રહે, જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણનો આહાર, તેનો બત્રીસમો ભાગ એક કોળીઓ કહેવાય. બત્રીસ કોળીઆમાં એક, બે, ત્રણ કોળીઆ ઓછાં કરતાં યાવતુ સોળ કોળીઆ પ્રમાણ આહાર કરે યાવતુ તેમાંથી પણ ઓછા કરતાં આઠ કોળીઆ પ્રમાણ આહાર કરે તે યાત્રામાત્ર (નિવહ પૂરતો) આહાર કહેવાય. સાધુઓએ કેવો આહાર વાપરવો જોઇએ ? જેઓ હિતકારી દ્રવ્યથી અવિરૂદ્ધ, પ્રકૃતિને માફક અને એષણીય-દોષ વગરનો આહાર કરનારા, મિતાહારી પ્રમાણસર બત્રીસ કોળીઆ પ્રમાણ આહાર કરનારા, અલ્પાહારી-ભૂખ કરતાં ઓછો આહાર કિરનારા હોય છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. અથતુ તેવાઓને રોગ થતાં નથી. હિતકારી અને અહિતકારી આહારનું સ્વરૂપ-દહીંની સાથે તેલ ને, દુધની સાથે દહીં કે કાંજી એ અહિતકારી છે, અર્થાત્ શરીરને નુકશાન કરે છે. અહિતકારી આહાર વાપરવાથી સઘળા રોગ ઉત્પન્ન થાય છે. દૂધ અને તેલ કે દહીં અને તેલ સાથે વાપરવાથી કોઢ રોગ થાય છે, સરખા ભાગે વાપરવાથી ઝેરરૂપ બને છે. માટે અહિતકારી આહારનો ત્યાગ કરવો અને હિતકારી આહાર વાપરવો જોઇએ. મિતઆહારનું સ્વરૂપ-પોતાના ઉદરમાં છ ભાગની કલ્પના કરવી. તેમાં શિયાળો, ઉનાળો અને સાધારણ કાલની અપેક્ષાએ આહાર વાપરવો, તેની સમજ આપવા અહીં કોઠો બનાવેલ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પિકનિજજુત્તિ-(૬૯૬). કાળ પાણી ભોજન વાયું અતિ ઠંડીમાં ! એક ભાગ ચાર ભાગ, એક ભાગ મધ્યમ ઠંડીમાં | બે ભાગ ત્રણ ભાગ એક ભાગ. મધ્યમ ગરમીમાં | બે ભાગ ત્રણ ભાગ એક ભાગ વધુ ગરમીમાં | ત્રણ ભાગ બે ભાગ એક ભાગ કાયમ ઉદરનો એક ભાગ વાયુના પ્રચાર માટે ખાલી રાખવો જોઈએ. એક ભાગ ખાલી ન રહે તો શરીરમાં પીડા કરે. જે સાધુ પ્રકામ, નિષ્કામ, પ્રણીત, અતિબહુક અને અતિ બહુશઃ ભક્તપાનનો આહાર કરે તે પ્રમાણદોષ જાણવો. પ્રકામ-ઘી આદિ નહિ નીતરતા આહારના તેત્રીસ કોળીઆ પ્રમાણથી વધુ વાપરે છે. નિકામ-ધી આદિ નહિ નીતરતા આહારના બત્રીસથી વધારે કોળીઆ પ્રમાણ એકથી વધારે વાપરવા તે. પ્રણીત-કોળીઓ ઉપાડતાં તેમાંથી ઘી આદિ નીતરતો હોય તેવો આહાર વાપરવો તે. અતિબક-અકરાંતીયા થઈને વાપરવું તે. અતિબહુશ- અતિલોલુપતાથી અતૃપ્તપણે દિવસમાં ત્રણ વખતથી વધારે વખત આહાર વાપરવો તે. સાધુએ ભુખ કરતાં પણ ઓછો આહાર વાપરવો જોઈએ. જો વધુ આહાર વાપરે તો આત્મ વિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના આદિ દોષો થાય. [૬૯૭-૭૦૨] અંગાર દોષ અને ધૂમદોષ જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધૂમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી. અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જો વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તો તેથી બ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધૂમાડાવાળાં બનાવે છે. - રાગથી આહારને વખાણ કરતો વાપરે તો અંગારદોષ લાગે છે. દ્વેષથી આહારની નિંદા કરતો વાપરે તો ધૂમ્રદોષ લાગે છે. માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જેવો હોય તેવો સમભાવથી રાગ-દ્વેષ કર્યા સિવાય વાપરી લેવો જોઈએ, તે પણ કારણ હોય તો વાપરવો તે સિવાય ન વાપરવો. ૭િ૦૩-૭૧૦] આહાર કરવાના છ કારણો છે. આ છે કારણો સિવાય આહાર વાપરે તો કારણોતિરિક્ત નામનો દોષ લાગે. ક્ષુધાવેદનીય દૂર કરવા, વૈયાવચ્ચ સેવા ભક્તિ કરવા, સંયમનું પાલન કરવા, શુભધ્યાન કરવા, પ્રાણોને ટકાવી રાખવા, ઈયસિમિતિનું પાલન કરવા. આ છ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. સુધાનું નિવારણ કરવા-ભૂખ જેવી કોઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે, આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુઃખો સાનિધ્ય કરે છે, અથતુ ભૂખ લાગે ત્યારે બધાં દુઃખો આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે. વૈયાવચ્ચ કરવા-ભૂખ્યો સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, Page #146 -------------------------------------------------------------------------- ________________ ગાથા -૭૧૧ ૧૪૩ બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે. સંયમનું પાલન કરવા-ભૂખ્યો સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જના આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે. શુભધ્યાન કરવા-ભૂખ્યો સાધુ સ્વાધ્યાય આદિ શુભધ્યાન-ધર્મધ્યાન કરી ન શકે, અભ્યાસ કરેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવામાં અસમર્થ થાય, તેથી ધર્મધ્યાનની હાનિ થાય. માટે શુભ ધ્યાન કરવા સાધુ આહાર વાપરે. પ્રાણોને ટકાવી રાખવા-ભૂખ્યા હોય તો શરીરની શક્તિઓ ક્ષીણ થાય. જેથી શરીરની શક્તિ ટકાવી રાખવા સાધુ આહાર વાપરે. ઈયમિતિનું પાલન કરવા-ભૂખ્યા હોય તો ઈયસમિતિનું બરાબર પાલન થઈ ન શકે. ઈસમિતિનું પાલન સારી રીતે થઈ શકે તે માટે સાધુ આહાર વાપરે. આ છ કારણોએ સાધુ આહાર વાપરે. પરંતુ શરીરનો વિશિષ્ટ વર્ણ આકૃતિ થાય, મધુર સ્વર થાય, કંઠની મધુરતા થાય તેમજ સારા સારા માધુર્ય આદિ સ્વાદ કરવા આહાર ન વાપરે. શરીરના રૂપ, રસાદિ માટે આહાર વાપરતા ધર્મનું પ્રયોજન નહિ રહેવાથી કારણોતિરિક્ત નામનો દોષ લાગે છે. છ કારણે સાધુ આહાર વાપરે તે જણાવ્યું. હવે છ કારણે સાધુએ આહાર ન વાપરવો. અથતિ ઉપવાસ કરવો તે કહે છે. આતંક-તાવ આવ્યો હોય, કે અજીર્ણ આદિ થયું હોય ત્યારે આહાર ન વાપરે. કેમકે વાય. શ્રમ, ક્રોધ, શોક, કામ અને ક્ષતથી ઉત્પનું નહિ થયેલા તાવમાં લંઘન-ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થઈ જાય છે. ઉપસર્ગ-સગાસંબંધી, દીક્ષા છોડાવવા આવ્યા હોય, ત્યારે આહાર ન વાપરે. આહાર નહિ વાપરવાથી સગાસંબંધીઓને એમ થાય કે 'આહાર નહિ વાપરે તો મરી જશે. એટલે સગાસંબંધીઓ દીક્ષા છોડાવે નહિ. રાજા કોપાયમાન થયો હોય તો ન વાપરે, તથા દેવ, મનુષ્ય કે તીર્થંચ સંબંધી ઉપસર્ગ થયો હોય તો ઉપસર્ગ સહન કરવા ન વાપરે. બ્રહ્મચર્ય- બ્રહ્મચર્યને બાધક એવો મોહનો ઉદય થયો હોય તો ન વાપરે. ભોજનનો ત્યાગ કરવાથી મોહોદય શમી જાય છે. પ્રાણીદયા-વરસાદ વરસતો હોય, છાંટા પડતા હોય, સચિત્ત રજ કે ધૂમસ આદિ પડતી હોય કે સમૃદ્ઘિમ દેડકીઓ આદિની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો તે જીવોની રક્ષા માટે પોતાથી તે જીવોની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર નીકળે. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે બહાર જવું ન પડે અને અપૂકાયાદિ જીવોની વિરાધનાથી બચાય. તપ-તપશ્ચર્યા કરવા માટે. (શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસનો તપ કહ્યો છે.) ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે. શરીરનો ત્યાગ કરવા-લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું, શિષ્યોને વાચના આપી, અનેકને દીક્ષા આપી, અંતે વૃદ્ધપણામાં "સર્વ અનુષ્ઠાનોમાં મરણ-અનશન આરાધના સારા છે, માટે તેમાં મહાપ્રયત્ન કરવો જોઈએ.’ આમ સમજી આહાર ત્યાગ કરવા પૂર્વક શરીરનો ત્યાગ કરે. શરીરનો ત્યાગ કરવા આહાર ન વાપરે. [૭૧૨-૭૧૩]આ આહારનો વિધિ જે પ્રમાણે સર્વ ભાવને જોનારા તીર્થકરોએ કહ્યો છે. તે પ્રમાણે મેં વ્યાખ્યા કરી છે. જે વડે ધમવિશયક યોગો હાનિ ન પામે તેમ કરવું. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - પિંડનિજ્જુત્તિ – (૭૧૩) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રાગ-દ્વેષ વિના યતનાપૂર્વક વર્તનાર આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા સાધુનો યતના કરતાં જે કાંઈ પૃથ્વીકાયાદિની સંઘટ્ટ આદિ વિરાધના થાય તો તે વિરાધના પણ નિર્જરાને કરનારી થાય છે. પરંતુ અશુભ કર્મ બંધાવનારી થતી નથી. કેમકે જે કાંઈ વિરાધના થાય છે, તેમાં આત્માનો શુભ અધ્યવસાય હોવાથી અશુભ કર્મના બંધન માટે થતી નથી. પરંતુ કર્મની નિર્જરા કરાવે છે. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. ૪૧ પિંડનિજ્જુત્તિ-ગુર્જર છાયા પૂર્ણ બીજું મૂળસૂત્ર ગુર્જર છાયાપૂર્ણ Page #148 -------------------------------------------------------------------------- ________________ [૪૫] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ૪૨ દસવેયાલિયં ત્રીજું મૂળસૂત્ર- ગુર્જર છાયા અધ્યયનઃ ૧-૬મપુષ્પિકા [૧]અહિંસા, સંયમ અને તપરૂપ જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન ધર્મમાં સદા સંલગ્ન છે, તે ધર્માત્માને દેવો તથા અન્ય ચક્રવન્ત્યાર્દિ પણ નમસ્કાર કરે છે. [૨-૩]જેમ ભ્રમર, વૃક્ષના ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા સિવાય અને રસને પરિમાણ પૂર્વક પીએ છે અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે. તેમ આરંભાદિ ક્રિયાથી મુક્ત બનેલા જે શ્રમણો-સાધુઓ આ લોકમાં છે તેઓ ફૂલોમાં ભ્રમર ગણની જેમ ગૃહસ્થે આપેલા નિર્દોષ આહારાદિ માં અર્થાત્ તેના દ્વારા સંયમ જીવનમાં અનુરક્ત રહે છે. [૪]જેમ ભ્રમર (બીજા માટે ઉદય પામેલા વૃક્ષોના ) ફૂલોમાંથી રસ લેતાં કોઈને સતાવતા નથી. તેમ "શ્રમણ સાધકો કહે છે કે” અમે અમારી ભિક્ષા એવી રીતે પ્રાપ્ત કરશું કે જેમાં કોઈ જીવનની વિરાધના ન થાય. [૫]જેઓ તત્વના જાણનારા છે. ભ્રમરની સમાન કુલાદિના પ્રતિબંધથી રહિત છે અને થોડો થોડો પ્રાસુક આહાર અનેક ઘરોથી એકત્રિત કરીને પોતાની ઉદરપૂર્તિ કરનારા છે, તથા ઈન્દ્રિયાદિનું દમન કરવામાં જે સમર્થ છે તેજ સાધુ કહેવાય છે, અર્થાત્ આ ગુણોના કારણે જ તેઓ સાધુ કહેવાને યોગ્ય થાય છે.- એ પ્રમાણે હું (તમને) કહું છું. પ્રથમ અધ્યનની મુનિ દીપ રત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયન બીજું -શ્રામધ્યપૂર્વક [૬] જે પુરુષ કામભોગનું નિવારણ કરતો નથી, તે પગલે પગલે સંકલ્પવિકલ્પોથી વિષાદ પામે છે. વિષાદગ્રસ્ત આત્મા સંયમ ભાવનું પાલન કઇ રીતે કરે ? [૭-૮]જે પુરુષ. વસ્ત્રો, ગંઘ, આભૂષણો, સ્ત્રિયો તથા શય્યાઓ આદિને વિવશતાથી- પરાધીનતાથી ભોગવતો નથી તેથી તે વાસ્તવમાં 'ત્યાગી' કહેવાતો નથી, જે પુરુષ, પ્રિય અને મનોહર ભોગો મળી જવા પર પણ તે ભોગો તરફથી પીઠ ફેરવે છે. તથા સ્વાધીન ભોગો ત્યાગી દે છે, વાસ્તવમાં તેજ પુરુષ ’ત્યાગી’ છે એમ કહેવાય છે. 10 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દસયાલિય- ૨-૯ [૯]સમભાવની દ્રષ્ટિથી વિચારતા સાધુનું મન કદાચિત સંયમ રૂપી ગૃહમાંથી બહાર નીકળી જાય તો સાધુ ‘તે સ્ત્રી મારી નથી અને હું પણ તેણીનો નથી આ પ્રકારની વિચારણાથી તે સ્ત્રી ઉપરથી રાગને દૂર કરે. [૧૦] "આતાપના લે, સુકુમારતાને છોડ, કામોનું અતિક્રમણ કર આ રીતે છોડવાથી દુઃખ નિશ્ચયથી અતિક્રાંત થઈ જાય છે દ્વેષનું છેદન કર, રાગને દૂર કરી આ પ્રમાણે કરવાથી સંસારમાં તુ સુખી થઈશ." [૧૧-૧૩અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો, જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિમાં પડવાથી ઈચ્છા કરે છે પરંતુ વમન કરેલા વિષના પીવાની ઈચ્છા કરતા નથી. રે અપયશની ઈચ્છા રાખનારા ! તને ધિક્કાર હો ! જો તું અસંયમ રૂપ જીવનને માટે વસેલા વિષય ભોગરૂપ વિષને પુનઃ પીવાને ઈચ્છે છે. આના કરતાં તારું મૃત્યું થઈ જાય તે ઉત્તમ છે. (હે રહનેમિ !) હું ભોજરાજ- ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તું અંધકવૃષ્ણિ સમુદ્ર વિજય રાજાનો પુત્ર છો આ રીતે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા આપણે બંને ગંધન સર્પની સમાન ન થઈએ, પરંતુ તુ ચિત્ત નિશ્ચળ કરીને સંયમમાં વિચર. (એકદા ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દર્શનાર્થે રેવતગિરિ પર રાજીમતિ વગેરે જઈ રહ્યા હતાં. ત્યાં રસ્તામાં અકસ્માત સમુદ્રમાં વાવાઝોડું થતાં રાજિમતી વિખૂટા પડી ગયા. અને પોતાના ભીંજાયેલા વસ્ત્રો હોવાને કારણે એક ગુફામાં પ્રવેશ્યા. ત્યાં જઈને નિર્જન સ્થાન જોઈ વસ્ત્ર ઉતારીને ભૂમિપર રાખી દીધા. ત્યાં અરિષ્ટનેમિજીના નાનાભાઈ શ્રી રથનેમિ પહેલેથી જ સમાધિ લગાવીને ઊભા હતા. અંધારી ગુફામાં વિજળીના ચમકારામાં રાજિમતીની દેદીપ્યમાન દેહલતાં ઉપર એકાએક શ્રી રથનેમીની દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડતાં જ તેનું ચિત્ત કામભોગો તરફ આકર્ષિત થઈ ગયું અને રાજિમતીની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યો. તે સમયે ચારિત્રશીલા શ્રી રાજિમતીએ કહ્યું કે સંયમમાં સ્થિરથઈને વિચરો નહિતો જ્યાં જ્યાં જસો ત્યાં ત્યાં તમારી સ્થિતિ ડામાડોળ થઈ જશે.). [૧૪-૧૫](હે રહનેમિ !) તુ જે જે નારીઓને જોઈશ; વળી જો તેમાં વિષય આસક્તિના ભાવ કરીશ તો તું વાયુથી પ્રેરિત અબદ્ધમૂળ હડ વનસ્પતિની સમાન અસ્થિર આત્માવાળો બનીશ. તે (રહનેમિ) રાજમતી) સાધ્વીના સુંદર વચનોને સાંભળીને, જેવી રીતે અંકુશમાં હાથી વશ થઈ જાય છે, તેવીજ રીતે ધર્મમાં સ્થિર થઈ ગયા. [૧૬]જેવીરીતે તે પુરુષ શ્રેષ્ઠ (રહનેમિ) વિષય ભોગોથી શીઘ નિવૃત્તિ થયા. તેવી રીતે વિચક્ષણ તત્વજ્ઞ વિષય સેવનના દોષોને જાણનારા પંડિત પુરુષો વિષય ભોગોથી વિરક્ત થાય છે એ પ્રમાણે હું (તમને) કહું છું. | અધ્યયન-૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયન ત્રીજુ-શુલ્લકાચાર કથા) [૧૭]સંયમમાં સ્થિત, વિપ્રમુક્ત-બાહ્ય આવ્યેતર પરિગ્રહથી રહિત ત્રાતાછકાયજીવન રક્ષક નિર્ઝન્થ મહર્ષિયોને માટે આ અનાચીણ અયોગ્ય આચારો છે. [૧૮-૨પઔદેશિક સાધુના ઉદ્દેશથી બનેલ આહારાદિ લેવા પોતે ખરીદીને અથવા પોતાને માટે ખરીદેલ. આમંત્રિત, ઘેર આદિથી સામે લઈ આવેલ, આહાર આદિ લેવા. રાત્રિ ભોજન કરવું, સ્નાન કરવું, સુગંધિત પદાર્થોનું સેવન કરવું, Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩ ૧૪૭ પુષ્પમાલાદિનું ધારણ કરવા, વીંઝણાદિને કરવો આહારનો સંચય કરીને રાખવો, ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું, રાજામાટે બનાવેલ આહાર લેવા અથવા બલિષ્ઠ ઔષિધ નાખી બનાવાતો આહાર લેવો, તમોને શું જોઈએ છે ? એમ પૂછીને અપાયેલ આહારદિ લેવા, મર્દન કરવું-કરાવવું, દાંત સ્વચ્છ કરવા, ગૃહસ્થને ક્ષેમ કુશળ પૂછવું, પોતાના શરીરનું પ્રતિબિમ્બ અરિસાદિમાં જોવું, પાસાદિનો જુગાર રમવો, નાલિકાશેતરંજ વગેરે બીજી રમતો રમવી, શિરપર છત્ર ધારણ કરવું, વ્યાધિ આદિની ચિકિત્સા કરવી, પગમાં પગરખાં આદિ પહેરવાં અને અગ્નિનો સમારંભ કરવો. જે ગૃહસ્થે રહેવા માટે આશ્રય આપ્યો હોય તે શય્યાતર કહેવાય તેના ઘરનું ભોજન આદિ લેવું, આસદી માંચી ઉપર, પલંગ ઉપર કે ગૃહસ્થના ઘેર જઈને બેસવું, ગાત્રની ઉદવર્તનક્રિયાઓ કરવી, ગૃહસ્થની વૈયાચ્ચ કરવી, જાતિ-કુલ-ગણાદિ દેખાડીને પોતાની આજીવિકા કરવી, સર્વપ્રકારથી પ્રાસુક ન હોય-અપક્વ-મિશ્ર પદાર્થોનું ભોજન કરવું, ભૂખકામ આદિથી પીડિત થઈને પૂર્વ ભૂક્ત પદાર્થોનું સ્મરણ કરવું, જે જીવોથી રહિત થયેલા ન હોય એવી જાતના મૂળા, આદુ, ઈક્ષુખંડ-શેરડીના ટુકડા, કંદ, મૂલ અને સચિત્ત ફળ તથા કાચાબીજ, આ બધાનું સેવન કરવું, સચિત્ત સંચળ, સિંઘાલૂણ, રોમકક્ષાર, સામુદ્રિક લવણ, ખારો અને કાળું મીઠું, એ ચિત્ત હોય તો સેવન કરવું, વસ્ત્રાદિને ધૂપ આપવો, વમન કરવું, બસ્તીકર્મ એનીમા વગેરે લેવો, જુલાબ લેવો, આંખોમાં અંજન આંજવું, દાંત રંગવા, ગાત્રામ્બંગ શરીરને તેલ મર્દન કરવું અને શરીરની ટાપ ટીપ કરવી વિભૂષા કરવી. આ સર્વે મુનિને માટે અનાચીર્ણ છે. [૨૬]સંયમ અને તપમાં યુક્ત તથા વાયુવત લઘુભૂત થઈને વિચરનારા, નિગ્રન્થ મહર્ષિયોને આ સર્વે અનાચીર્ણ છે- આચરવા યોગ્ય કૃત્ય નથી. [૨૭]જે પાંચ આસ્રવોને ત્યાગનારા, ત્રિગુપ્ત મન-વચન-કાયાથી ગુપ્ત, છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર, મોક્ષ તથા મોક્ષ કારણભૂત સંયમને જોનારા હોય તે નિગ્રન્થો છે. [૨૮]સુસમાહિત સાધુ ગ્રીષ્મ કાલમાં આતાપના લે છે, શીતકાલમાં અપ્રાવૃત્ત રહે અર્થાત્ વસ્ર ગ્રહણ ન કરે. વર્ષાકાલમાં એક સ્થાનપર ઇદ્રિયોને વશ કરીને રહે. [૨૯]પરિષહરૂપી વેરીઓને દમનારા, મોહને દૂર કરનારા તથા ઈન્દ્રિયોને જીતનારા મહર્ષિઓ સર્વ પ્રકા૨ના દુઃખોનો નાશ કરવામાટે પરાક્રમશીલ રહે છે. [૩૦]દુષ્કર ક્રિયાઓને કરીને અને દુઃસહ કષ્ટોને સહન કરીને કેટલાંક મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તો કેટલાંક કર્મરજથી સર્વથા રહિત થઈને સિદ્ધ થાય છે. [૩૧]સંયમ અને તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરીને સિદ્ધિનો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને છ કાયના રક્ષક થઈને મુનિઓએ પરિનિર્વાણ- મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અધ્યયન-૩-ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન ચોથું-છ જીવનિકાય [૩૨]આયુષ્યન! મેં સાંભળ્યું છે કે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી ષડજીવનિકાય નામક અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત સારી રીતે કહેવાયેલ અને પ્રરૂપાયેલ છે. શું તે અધ્યયનનું પઠન, મનન, ચિંતન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દસયાલિયં-૩-l૩૨ કરવામાં મારૂં શ્રેય છે? ગુરુએ કહ્યું - હા, હે ભગવન્! ક્યું ષડ જીવનિકા નામનું અધ્યયન કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાનથી જાણીને સારી રીતે કહ્યું છે? પ્રરૂપણા કરી છે? જેમાં સુંદર ધર્મની પ્રજ્ઞપ્તિ છે. એવું આ અધ્યયન જાણવું મારે શ્રેયસ્કર છે? આ ષડૂ જીવનિકા નામનું અધ્યયન કાશ્યપગોત્રી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી એ સ્વયં જ્ઞાનથી જાણીને સારી રીતે પ્રરૂપેલ છે કહેલ છે. તે ધર્મપ્રતિરૂપ અધ્યયનનું કરવું અને કલ્યાણકારી છે. તે આ પ્રમાણે, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય સંબંધી જીવો, શસ્ત્ર પરિણત સિવાય-અથતિ કોઈ પણ સ્વકાય કે પરકાયથી અચિત થયા પૂર્વે તે પૃથ્વી સચિત અથતું જીવંત છે. તેમજ જુદા જુદા અનેક જીવો પણ તેંમાં હોય છે. તે જ રીતે શસ્ત્ર પરિણત અથત અન્ય કોઈ પણ રીતે અચિત થયા પૂર્વે તે અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિ કાય એ ચારે પણ ચેતના લક્ષણવાળા એટલે કે સચિત્ત કહેલા છે. અને આ ચારેમાં પણ બીજા અનેક જીવો કહ્યા છે, બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીકાયાદિ પાંચે પોતે તો સચિત છે જ તદુપરાંત તેમાં અન્ય પણ અનેક જીવોની પૃથક સત્તા કે અસ્તિત્વ છે. તે વનસ્પતિના અનેક ભેદો છે. તે આ પ્રમાણે :- અગ્રેબીજ, મૂળબીજ, પર્વબીજ, ઢંઘબીજ, બીજ રૂહ, સંમૂર્ણિમ તથા તૃણ અને વેલ. સ્થિાવરકાયથી ભિન્ન ત્રસકાય [હાલતા-ચાલતા] જીવો પણ અનેક પ્રકારના કહ્યા છે. અંડજ ઈડાથી ઉત્પન્ન થવાવાળા જીવ પક્ષી વગેરે, ગર્ભથી પોત-કોથળી સહિત ઉત્પન્ન થનારા જીવ પોતજ કહેવાય છે, જેમકે-હૂસ્તી વગેરે. ગર્ભથી જરાયુ સહિત જન્મ લેનાર જીવ તે જરાયુજ, જેમકે-ગાય ભેંસ, મનુષ્ય વગેરે. દુધ, દહીં, મઠો, ઘી આદિ તરલ પદાર્થ રસ કહેવાય છે. તે જ્યારે બગડી જાય છે ત્યારે તેમાં જ જીવો ઉત્પન્ન થાય છે તે “રસજ કહેવાય છે, જેમકે - બે ઈદ્રિય વગેરે. પસીનો-દેહમલના નિમિત્તથી જે જીવ ઉત્પન્ન થાય તે “સંસ્વેદજ કહેવાય છે, જેમકે : - હું, માકડ, આદિ. શીત, ઉષ્ણ આદિનું નિમિત્ત મળવાથી- આસપાસના- પરમાણુંઓથી જે જીવ ઉત્પન્ન થઈ જાય છે તે “સંમૂછિમ' કહેવાય છે. જેમકે - શલભ, દેડકાં, માખી, કીડી વગેરે. ભૂમિને ફોડીને જે જીવ ઉત્પન્ન થાય છે તે “ઉદભિજ કહેવાય છે, તે તીડ પતંગ, વગેરે. દિવ્યશૈય્યા આદિમાં ઉત્પન્ન થાય તે જીવ “ઔપપાતિક' કહેવાય છે. જેમકે દેવ અને નારક આ બધા ત્રસ જીવો છે. તેઓના લક્ષણ આ પ્રમાણે છે:- કોઈ પ્રાણીઓનું સન્મુખ આવવું, પાછું જવું, સંકોચાઈ જવું, વિસ્તૃત થવું, શબ્દોચ્ચાર કરવો ભયભ્રાન્ત થવુ, ત્રાસ પામવો, પલાયન કરી જવું, આગમ અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયાઓ છે અને જે ગતિઆગતિના વિજ્ઞાતા છે આ ત્રસ જીવો છે. જે કીડા કુંથવા વગેરે બેઈન્દ્રિયવાળા કીડી વગેર ત્રણ ઈન્દ્રિયવાળા, પતંગ, ભ્રમરા વગેરે ચતુરિન્દ્રિયવાળા જીવો તથા પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ યોનિના જીવ તેમજ સર્વ નારક, સર્વ મનુષ્ય અને સર્વ દેવતાઓ, એ બધા પંચેન્દ્રિયના જીવો કહેવાય છે. એ સર્વે પ્રાણી પરમસુખના ઈચ્છુક છે. તે બધા જીવોનો આ છઠ્ઠો. જીવનિકાય તે “ત્રસકાય' નામથી ઓળખાય છે. [૩૩]આ છકાય જીવોની સ્વયં હિંસા કરે નહીં એટલે દંડ આરંભવો નહીં, બીજા પાસે દંડ આરંભાવવો નહિ તેમજ જે કોઈ બીજા દડ આરંભતા (હિંસા કરતા) હોય તેને અનુમોદન આપવું નહિ. હે ભગવાન્ ! હું જીવન પર્યત મન, વચન, અને કાયાએ અર્થાત્ Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૧૪૯ ત્રણ યોગથી હિંસા નહિ કરૂ. નહિ કરાવું કે અન્ય કરતા હોય તેને અનુમોદન પણ નહિ આપું. અને હે ભદન્ત ! પૂર્વકાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની. સાક્ષીએ તે પાપને નિંદુ છે. આપની સાક્ષીએ પાપની ગહ કરૂ છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરૂ છું. [૩૫] પહેલાંમહાવ્રતમાં જીવહિંસાથી વિરામ પામવાનું હોય છે. હે ભગવન્! હું સર્વ પ્રકારે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂ છું. અર્થાત તે પાપથી વિરમું છું. તે પ્રાણીઓ ચાર પ્રકારના છે. સૂક્ષ્મ (નાના શરીર વાળા જીવો) તથા બાદર (મોટા શરીર વાળા જીવો) તેમજ ત્રસ (હાલતા ચાલતા જીવો) તથા સ્થાવર (પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના જીવો) આ પ્રાણીઓના પ્રાણોનો સ્વયં અતિપાત (વાત) કરવો નહિ, અન્ય પાસે કરાવવો નહિ કે ઘાત કરનારાને અનુમોદન આપવું નહિ. જીવન પર્યત હું ત્રણ કરણ અને ત્રણેયોગોથી અથતું મન, વચન, કાયાથી હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ, કે હિંસા કરનારને અનુમોદન આપીશ નહિ અને પૂર્વ કાળમાં હિંસા દ્વારા જે પાપ કર્યું છે તેથી હું નિવૃત્ત થાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તેની ગહ કરૂ છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરૂ છું હે પૂજ્ય ! એ પ્રમાણે પહેલું મહાવ્રત પ્રાણાતિપાત ના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. [૩૫]હવે બીજા મહાવ્રતમાં મૃષાવાદ (અસત્ય ભાષણ) થી નિવર્તવાનું હોય છે. હે પૂજ્ય! હું સર્વ પ્રકારે મૃષાવાદના પ્રત્યાખ્યાન કરૂ છું. ક્રોધથી, લોભથી, ભયથી, કે હાસ્યથી અસત્ય સ્વયં ન બોલવું, બીજાઓ દ્વારા ન બોલાવવું કે અસત્ય બોલનારાને અનુમોદન પણ ન આપવું. પૂજ્ય ! હું જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતુ મન, વચન, કાયા દ્વારા અસત્ય બોલાવાનું કાર્ય નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, કે અસત્ય બોલનારાને અનુમોદન પણ નહિ આપું. તેમજ પૂર્વકાળે જે કોઈ તતુ સંબંધી પાપ થયું હોય આનાથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું, આપની પાસે તે પાપની ગહ કરૂ છું. અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગા કરું છું. તે પ્રમાણે બીજા મહાવ્રતના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. * [૩]હવે ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવાનું છું. હે પૂજ્ય ! હું સર્વ પ્રકારે અદત્તાદાન (આપ્યા-વિનાનું લેવું) તેનો ત્યાગ કરૂ છું. ગામમાં, નગરમાં કે અરણ્યમાં કોઈપણ સ્થળે અલ્પ કે બહુ હો, નાની ચીજ હો કે મોટી ચીજ હો, સચિત્ત હો કે અચિત્ત હો, તે માંહેની કોઈ પણ વસ્તુ અદત્ત-આપ્યાવિનાની હોય તે સ્વયં ગ્રહણ ન કર, ન કરવું ગ્રહણ કરનારને અનુમોદન ન આપું. હે પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અતિ મન, વચન, કાયા દ્વારા ચોરી કરું નહીં. કરાવું નહી કે ચોરી કરતાં હોય તેને અનુમોદન આપું નહી પૂર્વકાળે તે સંબંધી જે કંઈ પાપ થયું હોય તેથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું. આપની સમક્ષ તેની ગહ કરુ છું. અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરુ છું. હે ભગવંત ! ત્રીજા મહાવ્રતઅદત્તાદાનના સર્વથા વિરમણ માટે હું ઉપસ્થિત તત્પર થયો છું. [૩૭]હવે ચોથા મહાવ્રતમાં મૈથુનથી નિવર્તવાનું હોય છે. હે ભગવંત ! હું મૈથુનનો સર્વથા ત્યાગ કરૂ છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી એમ ત્રણેય Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દસયાલિય-૪-૩૭ જાતિ પૈકી કોઈ સાથે મૈથુન સેવું નહિ, બીજા પાસે મૈથુન સેવરાવું નહિ, કે તેવા મૈથુન સેવનારાને અનુમોદન આપુ નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતિ મન, વચન, કાયાએ કરી મૈથુન સેવન નહિ કરું, બીજા પાસે મૈથુન સેવન નહિ કરાવું કે મૈથુન સેવનારને અનુમોદન પણ નહિ આપું. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું, આપની પાસે તે પાપની ગહણા કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરૂં છું. હે ભગવંત! ચોથું મહાવ્રત-મૈથુનથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત થયો છું. [૩૮]હવે પાંચમાં મહાવ્રતમાં પરિગ્રહ (પદાર્થપરની મૂછા) થી વિરમવાનું છે. હે પૂજ્ય ! હું સર્વથા પરિગ્રહને પરિહ૩ (ત્યાગું) છું. તે થોડા હોય કે બહુ હોય નાના હોય કે મોટા હોય, સચિત્ત (શિષ્ય વગેરે) હોય કે અચિત્ત (બીજું દ્રવ્ય) હોય, તેમાની કોઈપમ વસ્તુનો પરિગ્રહ કરું નહિ, બીજા પાસે પરિગ્રહ કરાવું નહિ. અને પરિગ્રહ કરનારાને અનુમોદન આપું નહિ. હે પૂજ્ય ! જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અર્થાત મન, વચન ને કાયા દ્વારા હું પરિગ્રહ કરીશ નહિ, બીજા દ્વારા પરિગ્રહ કરાવીશ નહિ, કે પરિગ્રહ કરનારાને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીને નિન્દુ છું. આપની સમક્ષ તે પાપની ગહણા કરું છું. અને હવેથી તેવા પાપકારી કર્મ થી મારા આત્માને અળગો કરું છું. એ પ્રમાણે હે ભગવંત ! પાંચમું મહાવ્રત- પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત-તત્પર થયો છું. [૩૯]હવે છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરમવાનું હોય છે. હે ભદત ! રાત્રિભોજનનો જીવનપર્યત સર્વથા ત્યાગ કરું છું. અન્ન, પાણી, ખાદિમ (મેવા વગેરે ખોરાક) તથા સ્વાદિમ(મુખવાસાદિ) એમ ચાર પ્રકારના આહારને રાત્રે સ્વયં ન ભોગવું, ભોગવાતુ નહિ કે રાત્રિ ભોજન કરનારને અનુમોદન આપું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતું મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ. પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તે પાપની ગહ કરું છું અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. એ પ્રમાણે હે ભગવંત! છઠ્ઠ વ્રત- રાત્રિ ભોજનથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત થયો છું. ( [૪૦]“આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજનથી નિવર્તવા રૂપ છઠું એ છે ને આત્મહિતાર્થે અંગીકાર કરીને વિહરું છુ." અર્થાતુ તેની પરિપાલના કરું છું. [૪૧]સંયમ, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હોય કે ભિક્ષણી હોય, તેણે દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતો કે જાગતો, કદીપણ પૃથ્વી, ભીંત, દિવાલ, શિલા, ઢ, સચિત્ત રજયુક્ત શરીર કે સચિત્ત રજયુક્ત વસ્ત્રને, હાથથી, પગથી , કાષ્ઠથી, કાષ્ઠના ખંડથી અંગુલીથી, લોખંડની સળીથી, કે લોખંડની સળીના સમૂહથી ખોતરવું, ખોદવું, હલાવવું, કે છેદન ભેદન કરવું નહિ તેમજ બીજા પાસે કોતરાવવું, ખોદાવવું, હલાવવું કે છેદન ભેદન કરાવવું નહિ અથવા બીજા કોતરનારા, ખોદનારા છેદન-ભેદન કરનારાને અનુમોદન પણ આપવું નહિ હે ભગવન! હું જીવન પર્યંત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યયન-૪ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તે સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરે છે તે પાપને આત્મસાક્ષીએ નિંદું . આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને અલગ કરૂં છું. [૪૨] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષ કે ભિક્ષુણી, તેણે દિવસ કે રાત્રે, એકાકી કે પરિષદૂમાં, સૂતાં કે જાગતાં કદી પણ કુવા-તળાવનું પાણી, ઓસનું પાણી, બરફ, ધુમસ, કરા કે લીલા છોડ ઉપર પડેલા બિન્દુઓ, વર્ષાનું પાણી કે સચિત્ત પાણીથી ભિંજેલી કાયા અથવા સચિત્ત પાણીથી ભિંજાયેલું વસ્ત્ર, પાણીના બિંદુઓથી સ્નિગ્ધ થયેલી કાયા અથવા સ્નિગ્ધ-ગિલું વસ્ત્ર હોય, તેને મસળવું નહીં, તેનો સ્પર્શ કરવો નહિ, તેને કચરવું નહિ, દબાવવું નહિ. ઝાટકવું નહિ, પછાડવું નહિ, સુકાવવું નહિ, તપાવવું નહિ, તેમજ અન્ય પાસે મસળાવવું નહિ, થાવતુ તપાવરાવવું નહિ, વળી બીજો કોઈ મસળતો હોય, યાવતુ તપાવતો હોય તે સારું કરે છે તેવું માનવું નહિ. હે પૂજ્ય ! હું જીવનપર્યન્ત મનથી, વચનથી અને કાયાથી તેવું કરીશ નહિ. કરાવીશ નહિ કે અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તતુ સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું. આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું. [૪૩] સંયત, પાપથી વિરત અને નવા કર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર પછી તે સાધુ હો કે સાધ્વી હો, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં, સુતા કે જાગતાં, કદી પણ કાષ્ઠનો અગ્નિ, કોલસાના અંગારાનો અગ્નિ, બકરીની લીંડી વગેરેનો અગ્નિ, દીપ વગેરે શિખાનો, અગ્નિ, ઉંબાડાનો અગ્નિ, લોઢાનો અગ્નિ, ઉલ્કાપાત વિજળી, વગેરેનો અગ્નિ હોય, તે અગ્નિને વાયુથી વધારવો કે ઠારવો નહિ તેનું પરસ્પર સંઘટ્ટન કરવું નહિ, ધૂળ વગેરે નાખી તેને ભેદવો નહિ. કાષ્ઠ નાખી તેને સળગાવવો નહિ, કે ઓલવવો નહિ. બીજા પાસે વાયુથી વૃદ્ધિ કરાવવી નહિં, યાવતું ઠરાવવો નહિ, તેમજ બીજો કોઈ વાયુથી અગ્નિની વૃદ્ધિ કરતો હોય, યાવતું ઓલવતો હોય તો તે સારું કરે છે એમ પણ અનુમોદના આપવી નહિં. હે પૂજ્ય ! હું જીવન પર્યન્ત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિં તેમ જ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કાંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું. આપની સાક્ષીએ તે પાપને ધિક્કારું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અલગ કરું છું. [૪૪] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર તે સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં સૂતા કે જાગતાં, કદી પણ સિત-ચામરથી, પંખાથી તાડના-પાંદડાંનાં પંખાથી. પાંદડાથી કે પાંદડાના કટકાથી, વૃક્ષની શાખાથી કે શાખાના કટકાથી, મોરપીંછથી કે મોરપીંછના હાથાથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પોતાની કાયાને કે બહારના પુદ્ગલને ક મારવી નહિ કે વીંજણાથી વાયુ નાખવો નહિ, બીજા પાસે ફૂંક મરાવવી નહિં કે વીંજણાથી વાયુ વિંઝાવવો નહીં તેમજ ફેંકતા કે વિંઝતા ની અનુમોદના કરવી નહીં. હે પૂજ્ય ! હું જીવનપર્યન્ત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ, તેમજ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ દસવેયાલિયં – ૪૪-૪૫ હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું. આપની પાસે તે પાપની ગહિં કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગો કરું છું. [૪૫] સંયત પાપથી વિરત અને તેવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ કે ભિક્ષણી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં સૂતાં કે જાગતાં, કદીપણ બીજ૫૨ કિંવા બીજો૫ર રહેલી વસ્તુઓ પર, અંકૂરા ઉપર કે અંક્ાપર રહેલી વસ્તુઓ ૫૨, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છપર રહેલી વસ્તુઓપર, છેદેલી સજીવ વનસ્પતિ ૫૨ અથવા તેના પર રહેલી વસ્તુઓપર અથવા જીવડાની ઉત્પત્તિ થાય તેવા કાષ્ઠપર ન જવું, ન ઉભા રહેવું, ન બેસવું કે ન સૂવું, તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ, યાવત્ સુવાડવા નહિ, વળી જે કોઈ તેનાપર ચાલતો હોય, યાવત્ કે સૂતો હોય તો તે ઠીક કરે છે તેમ પણ માનવું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ કરાવીશ નહિ, અનુમોદના પણ આપીશ નહિ, પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને અવગણું છું અને હવેથી તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગો કરું છું. [૪૬] સંયત પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન કરનાર સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જાગતાં, હાથ, પગ, બાંહ, સાથળ, ઉદર, મસ્તક, વસ્ત્ર, ભિક્ષાપાત્ર, કંબલ, પાદપૂંછનક, રજોહરણ, ગુચ્છા, માત્રા,નાભાજન, દંડ, બાજોઠ, પાટિયા, શય્યા, કે સંથારા, કે તેવા કોઇપણ અન્ય ઉપકરણો (સંયમના સાધનો) ઉપર રહેલા કીડાને, પતંગિયાને, કુંથવાને, કે કીડીને જુએ તો તેને ઉપયોગ પૂર્વક જુએ. જોઇને પ્રમાર્જન કરે અને પછી તે જીવોને (દુઃખ ન થાય તેવા) એકાંતમાં લઇ જાય પણ તેને પીડા ઉપજાવે નહિ. [૪૭-૫૨] અજ્યણાથી એટલે કે ઉપયોગ રહિત પણે ૧- ચાલનાર, ૨- - ઉભો રહેનાર, ૩- બેસના૨, - -૪ સૂઈજનાર, - -૫-ખાનાર, - -૬- બોલના૨ પ્રાણી અને ભૂતોની અર્થાત્ ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરે છે. તેનાથી પાપકર્મને બાંધે છે. જે તેના માટે કટુ ફળ વાળું થાય છે અર્થાત્ તેના અશુભ વિપાકો ભોગવવા પડે છે. [૫૩-૫૪] (હે ભગવંત) કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઊભા રહેવું ? કેવી રીતે બેસવું ? કેવી રીતે સૂવું ? કેવી રીતે ભોજન કરવું ? અને બોલવું ? જેથી પાપકર્મ ન બંધાય ? (જે સાધક) યતનાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન ક૨ના૨, અને બોલનાર હોય તે પાપકર્મ બાંધતો નથી. [૫૫] જે સર્વે જીવોને પોતાની સમાન સમજે છે અને સર્વ જીવોને પોતાની સમાન સમભાવથી દેખે છે. તેમ જ કર્મો આવવાના માર્ગને રોકે છે અને ઇંદ્રિયોનું દમન કરે છે તે પાપ કર્મનું બંધન કરતો નથી. [૫૬] પ્રથમ જ્ઞાન અને પછી દયા-ચારિત્ર છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક દયા પાળવાથી સાધુ સર્વથા સંયમી રહી શકે છે. અજ્ઞાની જન શુ ક૨શે ? શું જાણશે ? પોતાને માટે શું હિતકારી કે શું અહિતકારી-પાપકારી છે, તે જાણી શકતો નથી. [૫૭] ધર્મનું શ્રવણ કરીને, સાધક કલ્યાણકારી શું છે ? પાપકારી શું છે ? અને પુણ્ય-પાપકારી શું છે ? તે બધું જાણી શકે છે અને તે પૈકી જે હિતાવહ હોય તે આચરે. [૫૮-૫૯] જે જીવને પણ જાણતો નથી તેમજ અજીવ [જડતત્ત્વને] પણ જાણતો Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ ૧૫૩ નથી, તે જીવાજીવને નહિ જાણનાર સંયમને કેમ જાણી શકશે ? જે જીવોને પણ જાણે છે તથા અજીવોને પણ જાણે છે તે જીવાજીવોને જાણીને સંયમને પણ યથાર્થ જાણી શકશે. [૫૯-૭૧] જ્યારે જીવ તથા અજીવ બંને તત્ત્વોને જાણે છે ત્યારે તે સર્વજીવોની બહુપ્રકારની ગતિને પણ જાણી શકે છે. જ્યારે બધા જીવોની સર્વ પ્રકારની ગતિ જાણે છે ત્યારે તે સાધક પુણ્ય, પાપ, બંધ, મોક્ષ એમ ચારે વસ્તુઓને જાણી શકે છે. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષના સ્વરૂપને જાણે છે ત્યારે તે દુઃખના મૂળરૂપ દેવ અને મનુષ્ય આદિ સંબંધી કામભોગોથી નિર્વેદ પામે છે. જ્યારે દેવતા અને મનુષ્ય સંબંધી ભોગો પરથી નિર્વેદ પામે છે ત્યારે તે કષાયાદિ અત્યંતર સંયોગ અને બાહ્ય સંયોગ કુટુંબાદિને ત્યાગી દે છે. જ્યારે આત્યંતર અને બાહ્ય સંયોગોને તજે છે ત્યારે જ તે દ્રવ્ય અને ભાવથી મંડિત બનીને અણગારપણું અંગીકાર કરે છે. જ્યારે મુંડિત થઈને તે અણગારપણું સ્વીકારે છે ત્યારે જ તે ઉત્કૃષ્ટ સંવરૂપ ધર્મનો સ્પર્શ કરે છે. જ્યાર શ્રેષ્ઠ સંવરરૂપ અનુત્તર ધર્મને સ્પર્શ કરે છે ત્યારે અબોધિ રૂપ કલુષતાથી સંચિત કરેલા પાપકર્મરૂપી મેલને દૂર કરે છે. જ્યારે અજ્ઞાન દ્વારા અનાદિ કાળથી એકઠો કરેલ કર્મરૂપી મેલ દૂર કરે છે ત્યારે જ સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. જ્યારે તે સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે ત્યારે તે જિન કેવળી થઇને લોક અને અલોકના (સ્વરૂપને-સર્વભાવોને) જાણે છે. જ્યારે તે કેવળી જિન લોક અને અલોકના સ્વરૂપને જાણે છે ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારોને રૂંધીને શૈલેશીકરણ અવસ્થાને પામે છે. અને શેષ રહેલા અઘાતિ કર્મોને પણ ક્ષય કરીને કર્મરૂપી રજથી સર્વથા રહિત બની સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે. જ્યારે સિદ્ધગતિને પામે છે ત્યારે લોકના અગ્રભાગપર જઇ તે શાશ્વત સિદ્ધ થાય છે. [૭૨-૭૩] જે સુખનો સ્વાદક-ઇચ્છુક હોય, પોતાને કેમ સુખ મળે તે માટે સદા આકુળ રહેતો હોય, ઘણું ઊંઘી રહેવાના સ્વભાવવાળો હોય અને સતત હાથ પગ ઇત્યાદિ અંગોને વિભૂષા અર્થે ધોયા કરવાનો જેનો સ્વભાવ હોય તેવા સાધુને સુગતિ દુર્લભ છે. જેનામાં તપશ્ચર્યાનો ગુણ પ્રધાન પણે છે, જે પ્રકૃતિથી સરલ, ક્ષમા તથા સંયમમાં રક્ત, પરીષહોને જીતનાર હોય એવા સાધકને સુગતિ સુલભ થાય છે. જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે તેવા પાછલી વયમાં પણ સંયમમાર્ગ પ્રાપ્ત થયેલાને શીવ્રતાથી અમરભવનો (ઉચ્ચ પ્રકારના દેવલોકનાં સ્થાનો) ને પ્રાપ્ત કરે છે[૭૫] આ પ્રમાણે હંમેશાં જયણાવંત અને સમ્યગ્દષ્ટિ સાધુ, દુઃખે કરીને પામી શકાય તેવા સાધુપણાને પામીને આ ષડ્જવનિકાયની મન, વચન, કાયા એમ ત્રણેય યોગોથી વિરાધના ન કરે. - તે પ્રમાણે હું (તમને) કહું છું અધ્યયન : ૪ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ પાંચમું અધ્યયન-પિઙેષણા --પ્રથમ ઉદ્દેશઃ [૩૬] ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે વ્યાકુળતા રહિત અને મૂર્છા રહિત (આગળ બતાવવામાં આવશે તે) ક્રમયોગથી ભાત પાણી (ભિક્ષા)ની ગવેષણા કરે. [૭૭-૮૧] તે ગામમાં અથવા નગર આદિમાં ગોચરી ગયેલો સાધુ ઉદ્વેગ રહિત Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દસયાલિયં-પ/૧/૮૨ બની અવ્યાકુળ ચિત્તથી મંદ મંદ ચાલે. આગળ યુગ-ધુંસર પ્રમાણ સાડા ત્રણ હાથથી ચાર હાથ પ્રમાણ સુધી ભૂમિને જોતા બીજ, વનસ્પતિ, પ્રાણીઓ, સચિત્ત જળ અને માટી દૂર રહીને ચાલે. બીજો માર્ગ વિદ્યમાન હોય ત્યારે ખાડા કે ઊંચી નીચી વિષમ જગ્યા અને વૃક્ષના ઠુઠા કે કાદવવાળા માર્ગને છોડી દે. તેમજ ખાડને ઓળંગવા માટે કાષ્ઠ પાષાણ વગેરે ગોઠવ્યા હોય તો તે ઉપર પણ ચાલે નહિ. કારણ કે તેવા વિષમ માર્ગે જતાં ત્યાં તે સંયમી કદાચિત લપસી પડે કે ખાડામાં પડી જાય તો ત્રણ-તથા સ્થાવર જીવોની હિંસા થાય. માટે સુસમાધિવંત સંયમી અન્ય માર્ગ વિદ્યમાન હોય તો તેવા વિષમ માર્ગે ન જાય. જો સારો માર્ગ ન જ હોય તો તે માર્ગે ઉપયોગ પૂર્વક જાય. [૮૨-૮૩] સંયત-મુનિ કોલસા, રાખ ભેંસના કે છાણના ઢગલાપર સચિત્ત રજથી ખરડાયેલા પગે ગમન ન કરે કે તેને ઓળંગે નહિ. વરસાદ વરસતો હોય, ઝાકળ પડતી હોય, મહાવાયુ વાતો હોય કે ખૂબ ધૂળ ઉડતી હોય તથા માખી, મચ્છર, પતંગીયા વગેરે અનેક પ્રકારના જીવો ઉડી રહ્યા હોય તેવા વખતે સંયમીએ ગોચરી અર્થે ન જવું. [૮૪-૮૬] બ્રહ્મચર્યની રક્ષા કરનારમુનિ વેશ્યા રહેતી હોય એવા આસપાસના પ્રદેશમાં ન જાય. કારણ કે દમિતેન્દ્રિય અને બ્રહ્મચારી સાધકના ચિત્તમાં પણ તે નિમિત્તથી અસમાધિ થઈ શકે. એવા કુસ્થાને જતાં ત્યાંના વાતાવરણનો વારંવાર સંસર્ગ-પરિચયથી અનેક પ્રકારના વિકલ્પો ઉપજે, વ્રતો-નિયમોમાં બાધા ઉત્પન્ન થાય અને સાધુતામાં સંશય થાય. માટે એકાંત મુક્તિનો ઇચ્છુક મુનિ આ પ્રમાણે દુર્ગતિને વધારનાર અને દોષોનું ગૃહ જાણીને વેશ્યાના પાડોસમાં ગમનાગમન ન કરે. [૮૭] જ્યાં કુતરા, તાજી પ્રસૂતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ અશ્વ કે ગજ વિગેરે હોય તથા બાળકોનું કીડાસ્થાન કે કલહ અને યુદ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથી જ છોડીની ચાલે. " [૮૮-૯૩] માર્ગે ચાલતો મૂનિ બહુ ઊંચું કે નીચું મુખ રાખે નહી અથવા અભિમાન કે દીનતા રાખે નહિ. રાજી ન થાય કે વ્યાકુળ ન થાય. પોતાની ઇન્દ્રિયો તથા મનનું બરાબર સમતોલ પણું જાળવીને વિચરે. ઉચ્ચ કે નીચ કુળમાં ગોચરી જનાર મુનિ ઉતાવળા ન ચાલે કે બોલતા અને હસતા હસતા ન ચાલે. ગોચરી ગયેલો ભિક્ષ ગૃહસ્થોના ઘરની બારીઓ કે ગવાક્ષ સામે, દીવાલોના સંધીના વિભાગ સામે, બે ઘરની સંધીના વિભાગ સામે, બારણા સામે કે પાણી રાખવાના ભવન સામે ન જુએ. એવા શંકાના અન્ય સ્થાનોને પણ દુરથી છોડી દે. તેમજ રાજાઓ, ગૃહપતિઓ અંતઃપુર કોટવાળના ના કે જે કલેશકર ભયસ્થાનો છે તેને દુરથીજ છોડી દે. લોકનિષિધ કુળમાં પ્રવેશ ન કરે. વળી જે ગૃહપતીએ પોતેજ નિષેધ કર્યો હોય કે “મારે ઘેર ન આવશો” તેવા ગૃહ તથા જે ઘેર જવાથી તે ઘરના મનુષ્યોને અપ્રીતિ થાય ત્યાં પણ પ્રવેશ ન કરે. પણ પ્રીતિકર કુળમાં પ્રવેશ કરે. સાધુ ઘરના માલિકની રજા વગર કમાડ ખોલે નહિ. શણના કે વાંસના પડદાને ઉઘાડે નહીં કે ઠેલે પણ નહીં. [૯] મળમૂત્રની શંકા હોય તો તે નિવારીને પછીજ મુનિ ગોચરી માટે નિકળે. કદાચિતું રસ્તામાં આકસ્મિક શંકા થાય તો મળ મૂત્ર વિસર્જન કરવાને યોગ્ય નિર્જિવ જગ્યા જોઈ એ જગ્યાના ખાસ માલિક હોય તો તેની આજ્ઞા લઈને બાધાને નિવારી લે. [૯૫-૯૬] જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૫, ઉદ્દેસો-૧ ૧૫૫ અંધકાર વ્યાપ્ત હોય કે ઊંડું ભોયરૂં હોય તે સ્થાનમાં મુનિ ન જાય. ત્યાં અંધારૂ હોવાથી કંઇ આંખથી જોઇ શકાય નહીં અને તેથી હાલતા ચાલતા પ્રાણીઓ ન દેખાય. તેથી આવા સ્થાનોને છોડી દે. જ્યાં કોષ્ઠાગારમાં બીજ કે ફૂલ વેરાયા હોય અથવા જે સ્થાન, તાજુ લિંપણ થવાથી લીલું કે ભીનું હોય તો તેવું જાણીને ત્યાં મુનિ ન જાય. ગૃહસ્થના ઘરના દરવાજામાં બાળક, બકરો કે કૂતરો અથવા વછરડો હોય તો તેને ઓળંગીને કે તેને વેગળા કરીને સંયત-મુનિ પ્રવેશ ન કરે. [૯૮-૧૦૦] ગૃહસ્થને ઘે૨ ગયેલો સાધુ આસક્તિ પૂર્વક ન જુએ. આમ તેમ દૂર દૂર જોયા ન કરે. અને હર્ષિત દૃષ્ટિ પણ ન જુએ. કોઈ નિષેધ કરે ત્યારે પાછો ફરે. જે કુળનો જેવો આચાર હોય તે પ્રમાણે ત્યાં સુધીની પરિમિત ભૂમિમાંજ ગમન કરે. તે ગૃહસ્થની બાંધેલી મર્યાદાથી આગળ ગમન ન કરે. વિચક્ષણ સાધુ મર્યાદિત ભૂમિપર જઇને તે ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરે. તે સ્થાન ઊપર ઊભો રહીને ગૃહસ્થના સ્નાનગૃહને કે મલ વિસર્જન કરવાના સ્થાનનું કદાપિ અવલોકન કરે નહિ. [૧૦૧-૧૦૨] જે માર્ગેથી લોકો પાણી, માટી, બીજ તથા હરિતકાયને લાવતા હોય કે બીજાદિ વેરાયા હોય તે સ્થાનને છોડીને સર્વ ઇન્દ્રિયોથી સમાધિવંત થઈ મુનિ ઉભો રહે. સ્થાનમાં ઊભા રહેલા સાધુને આહાર પાણી, લાવીને વહેરાવે ત્યારે તે આહાર નિર્દોષ-કલ્પનીય હોય તો ગ્રહણ કરે. પરંતુ અકલ્પનીય ગ્રહણ ન કરે. [૧૦૩-૧૧૧] (સાધુ ગૃહસ્થને ઘર આહાર પાણી લેવા જાય ત્યારે) દાન માટે ગૃહસ્થ સ્ત્રી ત્યાં આગળ ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તો, તે ભિક્ષા આપનારને કહે કે આ પ્રમાણે લેવું મને કલ્પતું નથી. (અથવા ભિક્ષા આપનાર વ્યક્તિ) માર્ગમાં પડેલા નાના પ્રાણીઓ બીજો કે લીલોતરીને કચરતી કચરતી ભિક્ષા લાવે તો તે આપનારા અસંયમ કરે છે, એમ જાણી તે દાતા પાસેથી આહા૨ ગ્રહણ ન કરે. તે જ પ્રકારે સાધુને માટે સચિત્તમાં અચિત્ત વસ્તુ ભેળવીને કે સચિત્ત વસ્તુ રાખીને અથવા ચિત્ત વસ્તુથી સંઘટ્ટન કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ પાણી ભર્યું હોય તેમાં અવગાહન-પ્રવેશ કરીને કે તેને ચલિત કરીને જો આહાર પાણી શ્રમણ માટે લાવે તો તે દેનાર મુનિ કહે કે તેવું ભોજન-પાન મને કલ્પતું નથી. કોઇ પુરઃકર્મવાળા હાથ, કળછી કે વાસણથી આહાર પાણી આપે તો તે આપનારને કહે કે તે મને કલ્યે નહિ, આહાર પાણી વહોરાવતા પહેલાં જે દોષ થાય તે પુરા કર્મ કહેવાય, જો હાથ, વાસણ કે કડછી ભિંજાયા હોય અથવા ચિત્ત પાણીથી સ્નિગ્ધ થયાં (બહુભિંજાયા) હોય, સચિત્ત ૨૪, સચિત્ત માટી, કે ખારો તેમજ હરતાલ, હિંગુલક, મનઃશિલા, અંજન, મીઠું, ગેરૂં, પીળીમાટી, સફેદમાટી, ફટકડી, અનાજનો ભુસુ, તરતનો પીસેલો લોટ, ફળ ના ટુકડો કે તેવી ચિત્ત વનસ્પતિ ઈત્યાદિથી ખરડાયેલા હોય તો તે દ્વારા આપતાં આહાર પાણીને મુનિ ઇચ્છે નહિ, કારણ કે તેમ કરવાથી પશ્ચાત્કર્મનો દોષ લાગે. દાતાનાં હાથ અન્નાદિથી સંસૃષ્ટ [ખરડાયેલા હોય, તથા કડછી અથવા અન્ય કોઈ ભાજન કોઇ નિર્દોષ પદાર્થથી લિપ્ત હોય, ત્યારે સાધુ પશ્ચાત્કર્મ અથવા પૂર્વ કર્મના દોષની સંભાવના નથી, એમ જાણી નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરે. [૧૧૨-૧૧૩] બે વ્યક્તિ સાથે ભોજન કરી રહ્યા છે. તેમાંથી એક વ્યક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર-પાણીને ઇચ્છે પરંતુ બીજી વ્યક્તિના અભિપ્રાયની રાહ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દસયાલિયં-પ/૧/૧૧૪ જએ. જે તે બને નિમંત્રણા કરે તો તે અપાતા નિર્દોષ આહાર પાણી ને ગ્રહણ કરે. [૧૧૪-૧૧૮] સાધુ ગર્ભવતી સ્ત્રી માટે જ બનાવેલું ભિન્ન ભિન્ન પ્રકારનું ભોજન પાન ખવાતું હોય કે ખાવાનું બાકી હોય તો તેને ગ્રહણ ન કરે. પણ તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો જ ગ્રહણ કરે કદાચિત્ શ્રમણ-ભિક્ષને ભિક્ષા આપવા માટે પૂરા મહિના વાળી ગર્ભવતી સ્ત્રી ઉભેલી હોય અને બેસે અથવા બેઠેલી હોય ને ઉભી થાય તો તેના હાથનાં ખાન-પાન સંયમીઓને ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે ભિક્ષા આપતી તે સ્ત્રીને શ્રમણ કહે આ પ્રમાણે ભિક્ષા લેવું મને કલ્પતું નથી. બાળક કે બાલિકાને પયપાન કરાવતી સ્ત્રી બાળક ને દૂર રડતું મૂકીને ભિક્ષુને હોરાવવા માટે આહારપાણી લાવે તો તે આહાર પાણી સંયમી પુરૂષો માટે અકલ્પનીય છે. માટે ભિક્ષા આપતી સ્ત્રીને તે શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી કહ્યું નહિ. [૧૧૯-૧૨૧] વળી જે આહાર-પાણી કલ્પનીય છે કે અકલ્પનીય છે, એની શંકાવાળા હોય તો તે આપતી વ્યક્તિને શ્રમણ કહે કે મને તેવાં આહાર પાણી કહ્યું નહિ. જે આહાર-પાણી સચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ હોય, પત્થરથી, ખરલથી બાજોઠથી, ઢેફાંથી કે માટી અથવા બીજા તેવા કોઈ કોઈ લેપથી છાંદેલ હોય લાખનું સીલ દીધું હોય તેવા અન્નપાનને શ્રમણ નિમિત્તે લેપ વગેરે તોડીને લાવે તો ભિક્ષા દેનારને શ્રમણ કહે કે તેવું મને કહ્યું નહિ. [૧૨૨-૧૨૯] ગૃહસ્થોએ બનાવેલું અન્ન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ બીજાને દાનને માટે બનાવ્યું છે તો તે આહાર-પાણી સંયત મુનિને અકલ્પનીય છે. તેમ જાણીને દાતારને કહે કે આ આહાર-પાણી અને કલ્પતા નથી. એજ રીતે યાચક કે ભિખારી માટે બનાવેલ, બીજાને પુણ્યાર્થે આપવા બનાવેલુ, વણિપક માટે બનાવેલું-અન્ય મતના સાધુ માટે બનાવેલ, એવા અશન-પાન-ખાદિમ-સ્વાદિમને જે શ્રમણ સ્વતઃ જાણે કે સાંભળે તો તે તેને માટે અકલ્પનીય છે. તેથી દાતારને કહે કે આ આહાર-પાણી મને કલ્પના નથી. [૧૩૦-૧૩૧] જે અન્ન પાન સાધુનેજ ઉદ્દેશીને, સાધુ માટે ખરદીને બનાવેલ હોય, સાધુ માટે તથા પોતાને માટે કરેલ અલગ અલગ આહાર પાણી મિશ્ર થઈ ગયેલ હોય, સામે લાવેલું હોય સાધુ નિમિત્તે ઉમેરીને કરેલું કે ઉછીનું લીધેલું તથા મિશ્ર થયેલું અન્ન પાણી પણ ભિક્ષુ તજી દે. જો ભિક્ષુને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિ કેમ થઈ? કોના માટે બનાવ્યું છે? એમ પૂછી શંકા રહિત અને શુદ્ધ ભિક્ષા હોય તો ગ્રહણ કરે. [૧૩૨-૧૩૭] સચિત્ત પુષ્પ બીજ કે લીલોતરીથી જે અશનાદિ આહાર મિશ્ર હોય તે આહાર સચિત્ત જળ, કીડીનાં દર, લીલ ફૂગ કે અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરીને અપાય તો તે અન્ન પાન સંયમી પુરૂષોને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેમ જાણીને ભિક્ષુ કહે કે મને તેવું ભોજન કલ્પતું નથી. [૧૩૮-૧૩૯] ચુલામાં બળતણ કાઢી નાખીને અગ્નિ પ્રગટાવીને કે વધુ તેજ કરીને અથવા અગ્નિ ઠારીને, પકાવતાં અન્નનો ઉભરો આવેલ જાણી તેમાંથી કંઈક ઓછું કરીને કે તેમાં વધુ પાણી ઉમેરીને, છાંટીને, અથવા અગ્નિ ઉપરથી નીચે ઉતારીને આપે તો તે ભોજન પાન પણ સંયમી પુરુષોને માટે કથ્ય નથી. માટે આપનારને ભિક્ષુ કહે છે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫, ઉદેસો-૧ ૧૫૭ [૧૪૦-૧૪૧] ભિક્ષાર્થે ગયેલો ભિક્ષુ વર્ષા ઋતુમાં કાદવથી બચવા માટે લાકડું પત્થર ઈટ કે જે કંઈ સાધન ઉલ્લંઘવા માટે રાખેલાં હોય તે સ્થિર ન હોય-હાલતા હોયતો પાંચ ઇંદ્રિયોને દમન કરનાર સમાધિવંત સાધુ તે પર થઈને ગમન ન કરે; કારણે ડગમગતા સાધન ઉપર પગ મૂકવાથી પડી જવાય તો શરીરને પીડા થવાનો અને પોલી જગ્યામાં રહેલા સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો પણ સંભવ રહે છે. [૧૪૨-૧૪૪] સાધુ માટે કોઈ દાતાર, નિસરણી, પાટિયું કે બાજોઠ ઊંચા કરીને કે મેડા કે માળ ઉપર ચઢીને ઊંચેથી લાવેલી વસ્તુ આપે તો ગ્રહણ ન કરે. માળ ઉપર ચઢતાં કદાચ પડી જાય તો હાથ કે પગ ભાંગે અને તેના પડવાથી ત્યાંના પૃથ્વીકાયિક જીવોની તથા ત્યાં રહેલા બીજા જીવોની પણ હિંસા થાય. તેથી આ મહોદોષોને જાણીને સંયમી મહર્ષિઓ માળ પરથી લાવેલી ભિક્ષાને ગ્રહણ કરતા નથી. [૧૪પી અપક્વ કે અચિત્ત એવા અને નહીં છેદાયેલા કંદ, મૂળ, ફળ, પાંદડાનું શાક, તુંબડું અને આદુ ભિક્ષુ ગ્રહણ ન કરે. [૧૪૬-૧૪૯]જવનું ચૂર્ણ (સાથવો) બોરનું ચૂર્ણ, તલ સાંકળી, ગોળ, પુડલા કે તેવા કોઈ પણ ચીજો કે જે દુકાનોમં વેચાતી હોય તે ઘણાં સમયની પડતર હોય કે સચિત્ત રજ થી યુક્ત હોય, જેમાં ઘણાં ઠળિયા હોય એવા ફળ, અનિમિષ નામે વૃક્ષનું ફળ તથા જેને બહુ કાંટા હોય તેવું અગથિયાનું ફળ, બીલીનું ફળ, શેરડીના કટકા, સામલી વેલાનુંમ ફળ ઈત્યાદિ કાળો કદાચ અચેત હોય તો પણ તેમાં ખવાય તેવો ભાગ થોડો અને નાખી દેવા જેવો ભાગ ઘણો હોય છે માટે તે વસ્તુ આપનાર દાતાને ભિક્ષુ કહે કે એ ભિક્ષા માટે કલ્પતી નથી. [૧૫૦-૧૫] ઉચ્ચ કે નીચ- પાણી, ગોળનું વાસણ ધોયા પછીનું પાણી. લોટનું પાણી, ચોખાનું ધોવાણ જો તત્કાળનું બનેલું હોય તો ભિક્ષુ તે પાણીને ગ્રહણ ન કરે. પરંતુ જો પાણીને ઘણીવાર થઈ ગઈ હોય-પરિણત કાળ થઈ ગયો હોય તો તેવું પોતાની બુદ્ધિથી કે દ્રષ્ટિથી અથવા ગૃહસ્થને પૂછીને કે તેનાથી સાંભળી ને, જો તે પાણી શંકા રહિત જણાય તો ભિક્ષ તેને ગ્રહણ કરે- જો તે નિર્જીવ અને પરિણત જાણે તો તેને ગ્રહણ કરી શકે. પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારા માટે પથ્ય છે કે કેમ? તો તે પાણીનું આસ્વાદન કરી તપાસીને પછી જ ભિક્ષુ ગ્રહણ કરે તે વખતે ભિક્ષુ દાતારને કહે-ચાખવા માટે મારા હાથમાં જ આપો. આ પાણી અતિ ખાટું કે કોહી બગડી ગયેલું છે. તેમ જ પોતાની તૃષા છિપાવવા માટે પર્યાપ્ત નથી. તો તે દેનારને કહે કે મને તે કલ્પનીય નથી. કદાચિત ઈચ્છા વગર કે ધ્યાન ન રહેવાથી તેનું પાણી કોઈ દાતારે હોરાવી દીધું હોય તો તે પોતે પણ ન પીએ કે અન્ય ભિક્ષને પણ પીવા ન આપે. પરંતુ, એકાંતમાં લઈ જઈને પ્રાસુક સ્થાન જોઈને તે પાણી યતના પૂર્વક ત્યાગી દે. પછી ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરે. [૧પ૭-૧૭૪] ગોચરી ગયેલો સાધુ કદાચિતું ભોજન કરવાને ઈચ્છે તો શૂન્યગૃહ કે કોઈ ભીંતના મૂળ પાસે જીવરહિત સ્થાન તપાસી લે ઉપરથી ઢાંકેલા કે છત્રવાળા તે સ્થાનમાં મેધાવી સાધુ તેના માલિકની આજ્ઞા લઈને પોતાના હાથ કે વસ્ત્ર ખંડથી પ્રમાર્જના કરીને પછી ત્યાં આહાર કરે. આહાર કરતા મુનિને ભોજનમાં ગોટલી, કંટક તૃણ, કાષ્ઠનો કટકો કે કાંકરો અથવા તેવા પ્રકારનો કોઇ કચરો નીકળે તો તેને જ્યાં ત્યાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દસયાલિય-પ/૧/૧૭૪ દૂર ફેંકે નહિ. કે મોઢેથી ઉછાળીને ફેંકે નહિ. પરંતુ એકાંતમાં જાય અને ત્યાં નિર્જીવ જગ્યા તપાસીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે, પાછો ફરી ઈયપથક પ્રતિક્રમે અને જે પોતાના સ્થાને પહોંચ્યા પછી ભિક્ષા વાપરવાની ઈચ્છા રાખે તો ભિક્ષાસહિત આવીને તે પહેલા ભોજન કરવાની જગ્યાનું પ્રતિલેખન કરે અને પછી વિનયપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરીને ગુરૂની સમીપ આવી ઈયપિથિકી પ્રતિક્રમે. પછી તે ભિક્ષુ આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કઈ અતિચાર કર્યા હોય તે બધાને ક્રમપૂર્વક યાદ કરી લે. સરળ બુદ્ધિવાળો શાંત ચિત્તવાળો તે મુનિ આહાર પાણી કેવી રીતે મેળવ્યા ? ઈત્યાદિ બધુ વ્યાકુળતા રહિત ગુરૂ સમક્ષ સ્પષ્ટ કહે પહેલાં કે પછી થયેલા દોષોની. કદાચિતું તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે કાયોત્સર્ગ કરી આવું ચિંતન કરે કે અહો ! શ્રી જિનેશ્વરોએ મોક્ષના સાધન સાધુ પુરૂષના દેહના ધારણ કરવા માટે કેવી નિદૉષવૃત્તિ દેખાડી છે? અર્થાત્ ઉપદેશેલી છે. કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી નમસ્કારનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ તેમજ પછી જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ (લોગસ્સનો) પાઠ કરી પછી અલ્પ સ્વાધ્યાય કરીને ભિક્ષ ક્ષણવાર વિશ્રાંતિ લે. અને વિશ્રાંતિ લઈને નિર્જરારૂપ લાભનો અર્થી તે સાધુ પોતાના કલ્યાણ માટે આ પ્રમાણે ચિંતન કરે કે “બીજા મુનિવરો મારા ઉપર અનુગ્રહ કરીને મારા આહારમાંથી થોડું લે તો હું સંસારસમુદ્રથી તરી જાઉં.” આ પ્રમાણે વિચારીને પ્રીતિપૂર્વક ક્રમશઃ બધાને આમંત્રણ કરે, જો કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તો તેની સાથે જ આહાર કરે જો કોઈ સાધુ આહાર કરવા ન ઇચ્છે તો સંયમી પોતે એકલે જ પહોળા મુખવાળા પ્રકાશિત ભાજનમાં યતનાપૂર્વક નીચે ન વેરાય. તેવી રીતે આહાર કરે ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને વિધિ પૂર્વક મેળવેલું તે ભોજન તીખું, કડવું કસાયેલું ખાટું મધુર કે ખારૂં ગમે તેવું હોય પરંતુ સંયમી ભિક્ષ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. મળેલો આહાર નિરસ કે વિરસ હોય કે ઉત્તમ પ્રકારની શાક વગેરે સામગ્રીથી સહિત હો કે રહિત હો, સ્નિગ્ધ હોયકે શુષ્ક-લુખ્ખો હો બોરટ હો કે અડદના બાકળાનું ભોજન હો, તેમજ અલ્પ હોય કે બહુ હોય પરંતુ મળેલા આહારની કે દાતારની નિંદા ન કરે પરંતુ તે મુધાજીવી ભિક્ષુ અચિત્ત, નિર્દોષ અને સહજ મળેલા આહારને નિઃસ્વાર્થ ભાવે શાંતિ પૂર્વક આરોગે. [૧૭પી મહાપુરૂષો કહે છે કે આ દુનિયામાં કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિર્વાહ માટે નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા લેનાર ભિક્ષુ, એ બંને મળવા દુર્લભ છે. જે નિઃસ્વાર્થી દાતાર અને નિઃસ્વાર્થી ભિક્ષુ, હોય છે તે બંને ઉત્તમ ગતિને મળવે છે. તે પ્રમાણે હું તમને કહું છું) અધ્યયન-૫, ઉદેસા-૧ની પુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ - અધ્યયન-પ-ઉદેસઃ ૨:-) [૧૭] સંયમી ભિક્ષુ બધો આહાર, પછી તે સુગંધી હોય કે ગંધરહિત તેને પાત્રાને છેલ્લો લેપ લાગ્યો હોય ત્યાં સુધીનું બધું અંગુલીથી સાફ કરીને ખાઈલે. [૧૭૭-૧૮૧] ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ ગોચરીમાં મેળવેલ ભોજન ભોગવતા અપયપ્તિ થાય તો અથતુ સુધા શાન્ત ન થાય તો Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન -૫, ઉદેસી-૨ ૧૫૯ અથવા વધુ આહાર લેવાની આવશ્યકતા ઊભી થાય તો પૂર્વોક્ત વિધિથી તથા આ નીચે કહેવામાં આવશે તે વિધિથી અન્નપાણીની ગવેષણા શિોધ કરે. ભિક્ષુ ભિક્ષાને કાળ જાણીને ગોચરી માટે નીકળે જે કંઇ અલ્પ કે પરિમિત આહાર મળે તે ગ્રહણ કરીને ભિક્ષાકાળ પૂર્ણ થતાં જ સ્થાનક તરફ પુનઃ પાછો ફરે. અકાળને છોડીને જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયને યોગ્ય કાર્ય કરે. અહો સાધુ! તું અકાળે ભિક્ષાર્થે જઈશ અને સમયને ઓળખીશ નહિ તો તારા આત્માને ખેદ થશે અને ખોરાક ન મળવાથી તું ગામની પણ નિંદા કરીશ” માટે ભિક્ષાનો સમય થાય ત્યારે જ ભિક્ષુએ ભિક્ષાર્થે ઉદ્યમ કરવો જોઇએ કવચિત્ ભિક્ષા ન મળે તો પણ દીનહીન થઇને શોક ન કરતાં આજે સહેજે તપ થયો એમ માનીને તે સુધાનો સમભાવે સહન કરે. [૧૮] ભિક્ષુ નાના મોટાં પશુ પક્ષીઓ ખોરાક માટે તે ચણા માટે એકઠાં થયેલા હોય તેની સન્મુખે ગમન ન કરે પણ ઉપયોગ પૂર્વક બીજે જ માર્ગેથી ગમન કરે. [૧૮૩-૧૮૮] ગોચરીને માટે સાધુ ગૃહસ્થને ઘેર જાય ત્યારે ત્યાં ધર્મકથાનો વિસ્તાર પૂર્વક પ્રબન્ધ ન કરે અને બેસે પણ નહિ. કોઈ ગૃહસ્થના ઘરની ભોગળ, કમાડનું પાટિયું બારણું કે કમાડનો ટેકો દઈને ઉભો રહે નહિ બીજા ધર્મના અનુયાયી શ્રમણ બ્રાહ્મણ કૃપણ કે ભિખારી જો ગૃહસ્થના દ્વારની સન્મુખ ભોજનને માટે કે પાણીને માટે આવી ઊભા હોય તો તેને ઓળંગીને ગૃહમાં પ્રવેશ ન કરે તેમજ તેમની દ્રષ્ટિ પડે તેવા સ્થાને ઊભો પણ ન રહે પરંતુ એકાંતમાં જઈને જ ઊભો રહે કારણ કે તેમ કરવાથી તે ભિખારી કે દાયક અથવા બને નાખુશ થાય તેમજ પ્રવચન-ધર્મની પણ લઘુતા દેખાય નિષેધ કરે કે દાન આપી દે પછી યાચકો દ્વારપરથી પાછા ફરે ત્યાર પછી જ સંયમી સાધુ યતનાપૂર્વક અન્નપાણીને માટે તે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે. ૧૮૯-૧૯૨] નીલોત્પલ-લીલુકમળ, પદ્મ-લાલકમળ, ચંદ્રવિકાસી-શ્વેત કમળ અથવા માલતી મોગરાનું કે તેવું બીજું કોઈ પણ ફૂલ - ચૂટીને કચરીને - છેદીને. - કે સંઘો કરીને કોઈ ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી સંયમીને અકસ્મ-અગ્રાહ્ય છે. માટે આપનાર પ્રત્યે કહે કે આ આહાર પાણી અને કલ્પતા નથી. [૧૯૩-૧૯૪] કમલનો કન્દ, પલાશનો કન્દ, શ્વેતકમલની નાલ, નીલ કમલની નાલ, કમલના તંતુ, સરસવોની નાલ, અને શેરડીના ટુકડા, એ સર્વે સચિત્ત પદાર્થ વૃક્ષના, તૃણના તથા અન્ય કોઈ બીજી વનસ્પતિના, તરૂણ પ્રવાલ-નવીન કૂંપળો જો કાચી હોય તો - શસ્ત્ર પરિણત થયા ન હોય તેવાને સાધુ ગ્રહણ ન કરે. [૧૯૫] તેમજ જેનું બીજ બંધાયું નથી તેવી કોમળ ચોળા મગની ફલીઓ - કાચી હોય તો તે આપનાર પ્રત્યે સંયમી કહે કે મને તેવી જાતનો આહાર લો નહિ. [૧૯૬-૧૯૯] બોર, વંશકારેલાં, શ્રીપર્ણીનું ફળ, નાળિયેર, તલપાપડી, પાકી લીમડાની લીંબોળી આ બધી ચીજો અપક્વ સચિત હોય તો સંયમી તે છોડી દે. તેમજ ચોખાનો તથા તલનો આટો તેમજ સરસવનો ખોળ તથા અપક્વ પાણી વગેરે કાચું હોય અથવા મિશ્ર પાણી હોય તો ભિક્ષુ તેને પણ ગ્રહણ ન કરે. અપક્વ કોઠું, બિજોરૂં, પાંદડા સહિત મૂળો કે મૂળાની કાતરી વગેરે કાચા કે શસ્ત્રપરિણત ન હોય તો મુનિ મનથી પણ ન ઈચ્છે. તે જ પ્રમાણે ફળોનું ચૂર્ણ, બીજોનું ચૂર્ણ બહેડાં તથા રાયણનાં ફળ વગેરે કાચા હોય તો સચિત્ત જાણીને તેને ગ્રહણ ન કરે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દસયાલિય-પ/ર/૨૦૦ [૨૦] હંમેશાં ભિક્ષુ સામુદાનિક ધનવાન અને નિધન એ બંને સ્થળે સમાન ભાવે ગોચરી કરે. નિર્ધન કુળનું ઘર જાણી તેને ઉલ્લંઘીને શ્રીમંતને ઘેર ન જાય. [૨૦૧-૨૦૩] નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવામાં રત અને આહારની મયદાને જાણનાર પંડિત ભિક્ષુ ભોજનમાં આસક્તિ નહિ રાખતાં તથા દીનપણું ધારણ નહિં કરતાં ભિક્ષાવૃત્તિ કરે, તેમ કરતાં કદાચિત આહાર મળે નહિ તો પણ ખેદ ન કરે ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના મેવા મુખવાસ ઈત્યાદિ ભોજન હોય, તે ગૃહસ્થ આપે કે ન આપે એ તેની ઈચ્છા પર નિર્ભર છે. પણ પંડિત ભિક્ષુ તેના ઉપર કોપ ન કરે. શધ્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં પ્રત્યક્ષ દેખાતાં હોવા છતાં પણ જે તે ન આપે તો સંયમી તેના પર કોપ ન કરે. [૨૦૪] સ્ત્રી, પુરૂષ, બાળક કે વૃદ્ધ નમસ્કાર કરતા હોય તે વખતે તેની પાસેથી કોઈ વસ્તુની યાચના કરે નહિ તેમજ આહાર નહિ દેનાર પ્રત્યે કઠોર શબ્દો બોલે નહીં.. ૨િ૦૫] જો કોઈ ગૃહસ્થ સાધુને વંદના કરે નહિ તો તેના ઉપર ક્રોધ કરે નહિં વંદના વગેરે કરે તો અહંકાર કરે નહિ આ પ્રમાણે બને અવસ્થાઓમાં સમભાવ પૂર્વક રહેતા મુનિનું સાધુત્વ અખંડ રહી શકે છે. [૨૦૬-૨૧૦] કદાચ કોઈ સાધુ સ્વયં સુંદર ભિક્ષા મેળવીને “હું એકલોજ ઉપભોગ કરીશ, જો હું બીજાને દેખાડીશ તો બીજા મુનિ અથવા આચાર્ય તે સ્વયં ગ્રહણ કરી લેશે એમ માનીને લોભથી છુપાવે છે. તે જિહુવાલોલુપ તથા સ્વાર્થી સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે અસન્તોષશીલ બને છે અને નિવણિને પામી શકતો નથી. વળી કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાંજ ભોગવી લે અને વધેલો વિવર્ણ-રૂપરંગ રહિત સ્વાદરહિત આહાર ઉપાશ્રયમાં લઈ આવે. જેથી બીજા શ્રમણો એમ જાણે કે “આ મુનિ ખૂબ આત્માર્થી અને રૂક્ષવૃત્તિથી જીવનારો સંતોષી ભિક્ષુ છે કે જે સંતુષ્ટ થઈને લુખો સુકો આહાર સેવે છે. આવી રીતે દંભથી જે પૂજા, કીતિ, માન, અને સન્માનનો ઇચ્છુક છે તે ઘણું પાપ ઉપાર્જીત છે. અને માયાશલ્યનું સેવે છે. [૨૧૧-૨૧] પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો અને જેના ત્યાગમાં કેવળી પુરૂષોની સાક્ષી છે, એવો સંયમી ભિક્ષુ સુરા, દ્રાક્ષનો આસવ મહુડાનો રસ કે બીજા કોઈ પણ માદક રસને કદિપણ સેવન ન કરે. મને કોઈ દેખતું નથી તેમ માની જે કોઈ ભિક્ષુ એકાંતમાં ચોરીથી માદક રસ પીએ છે તેના દોષોને અને માયાને જુઓ અને હું તે વર્ણવું છું માટે સાંભળો. જેમ ચોર પોતાના દુષ્કર્મોથી ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુબુદ્ધિ ભિક્ષુ પણ પોતાના દુષ્ટકમાંથી અસ્થિર ચિત્ત વાળો રહે છે. તેવો મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવરધર્મની આરાધના કરી શકતો નથી. તે માત્ર વેશધારી મદિરા પીનાર સાધુ પોતાના આચાર્યોને કે બીજા શ્રમણોન આરાધી શકતો નથી. વળી ગૃહસ્થ પણ તેની નિંદા કરે છે. કારણ કે તે બધા તેની આવી અસાધુતાને સ્પષ્ટ સમજી શકે છે. આ પ્રમાણે દુર્ગુણોને સેવનારો અને ગુણોને છોડી દેનાર સાધુ મરણના અંતે પણ સાચા સંવરધર્મને આરાધી શકતો નથી. [૨૧૭-૨૨૦) જે બુદ્ધિમાનું સાધક સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ ઉચ્ચ રસવાળા રસિક ભોજનોને છોડી દઈ તપશ્ચર્યા કરે છે. જે મદ, અભિમાન તથા પ્રમાદથી નિવૃત્ત થઈ જાય છે તે તપસ્વી બની વિકાસને માર્ગે અગ્રેસર થાય છે, શ્રેષ્ઠ સાધુ કહેવાય છે. તે ભિક્ષના Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૬ ૧૬૧ કલ્યાણ રૂપ સંયમ તરફ નજર કરો કે જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે. તથા વિસ્તીર્ણ મોક્ષના અર્થથી યુક્ત બને છે. તેનું હું ગુણ કથન કરીશ. તે સાંભળો. એ પ્રમાણે સદ્ગણોનો ઇચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી ભિક્ષુ મરણના છેડા સુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે. તેવો શ્રમણ આચાર્યોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે. અને તેને તેવો ઉત્તમ ભિક્ષુ જાણીને ગૃહસ્થો પણ તેની પૂજા કરે છે. [૨૨૧-૨૨૩ જે તપનો, વાણીનો, રૂપનો અને આચાર ભાવનો ચોર હોય છે તે દેવયોનિ પ્રાપ્ત થવા છતાં કિલ્બિષ જાતનો-હલકી જાતનો દેવ બને છે. કિલ્બિષ જાતના હલકા દેવોમાં થયેલો તે સાધક દેવપણું પામીને પણ “કયા કર્મથી મારી આ ગતિ થઈ તેને જાણી શકતો નથી,” તે કિલ્બિષ દેવ ત્યાંથી આવીને મુંગા બકરાની યોનિને પામે છે. અને પછી નરક યોનિમાં કે તિર્યંચ યોનિમાં ગમન કરે છે. કે જ્યાં સર્બોધ સમ્યત્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. [૨૨૪] જ્ઞાતપુત્ર ભગવાન્ મહાવીરે કહેલ આ પ્રકારના દોષને જાણી બુદ્ધિમાન સાધક લેશ માત્ર પણ માયા કે અસત્યને ત્યાગે [૨૨] આ પ્રમાણે સંયમી ગુરુઓ પાસેથી ભિક્ષાની ગવેષણા-શુદ્ધિને શીખીને તથા ઈદ્રિયોને સમાધિમાં રાખીને તીવ્ર સંયમી અને ગુણવાનું ભિક્ષુ સંયમમાં વિચરે, અધ્યયન ૫- ઉદ્દેશો-૨ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન છઠ્ઠ-મહાચારકથા) [૨૨૨-૨૨૯] જ્ઞાન, દર્શન સંપન્ન, સંયમ અને તપની ક્રિયાઓમાં પૂર્ણપણે રત, આગમજ્ઞાની, ઉદ્યાનમાં પધારેલ ગણિ-આચાર્યશ્રીને રાજા, રાજપ્રધાનો, બ્રાહ્મણ તથા ક્ષત્રિય આદિ લોકો નમ્રતાપૂર્વક પૂછે છે કે – ભગવન! આપના આચાર- અને ગોચરકેવા પ્રકારનાં છે ? ઈદ્રિયોનું દમન કરનાર, જીવમાત્રનું સુખ ઈચ્છનાર તે વિચક્ષણ મહાત્મા શિક્ષાથી યુક્ત થઈને ઉત્તર આપે છે. હે શ્રોતાઓ ! ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઈચ્છાવાળા નિગ્રંથોના અતિ કઠિન અને સામાન્યજનોથી અસાધ્ય ગણાતા એવા સંપૂર્ણ આચાર-ગોચરને સાંભળો. * [૨૩૦-૨પ૦] આ લોકોમાં જેનું પાલન કરવું અતિ કઠિન છે તેવું દુષ્કર વ્રત આચાર નિગ્રંથ દર્શન સિવાય અન્ય કોઈ દર્શનોમાં ક્યાંય ભૂતકાળમાં કહેવાયો નથી અને ભાવિમાં કહેવાશે નહીં. બાળ, વૃદ્ધ, અસ્વસ્થ કે સ્વસ્થ એ બધાં જ મુમુક્ષુઓએ જે ગુણો અખંડ રીતે આરાધવાનાં હોય છે તે પૂર્વના મહાપુરુષોએ જે સ્વરૂપે કહ્યા છે તે સ્વરૂપે જ કહું છું. આ આચારનાં નીચે પ્રમાણે પ્રધાન અઢાર સ્થાનો છે. જો અજ્ઞાની સાધક તે પૈકીના એકની પણ વિરાધના કરે તો તે નિગ્રંથ શ્રમણભાવથી ભ્રષ્ટ થાય છે. પ્રથમ સ્થાન :- બધા જીવો સાથે સંયમ પૂર્વક વર્તવું. તેજ ઉત્તમ પ્રકારની અંહિસા છે અને ભગવાન મહાવીરે તેનેજ અઢાર સ્થાનકોમાં પ્રથમ સ્થાને દશવિલી છે. સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતાં કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ કે હણનારને અનુમોદે પણ નહિ. જગતના સર્વે જીવો જીવનને ચાહે છે, કોઈ પણ પ્રાણી મૃત્યુને ચાહતું નથી. માટેજ એ ભયંકર પાપરૂપ પ્રાણીહિંસાને નિગ્રંથ પુરૂષો (સર્વથા) ત્યાગી દે છે., સંયમી પોતાના સ્વાર્થ માટે, અન્યના માટે, ક્રોધથી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ દસયાલિય - ૬ -૨૫૧ અથવા ભયથી પરને પીડા ઉત્પન્ન કરે તેવી હિંસાજનક અસત્ય ભાષા બોલે નહિ, બીજા પાસે બોલાવે નહિ અને બીજો કોઈ બોલતો હોય તો તેને અનુમોદન પણ આપે નહિ. કારણ કે આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરૂષોએ નિંદેલ છે, અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવોને અવિશ્વાસપાત્ર બની રહે છે. માટે સાધુઓને અસત્યનો (સર્વથા) ત્યાગ કરવો જોઇએ., સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ, અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્ય, અલ્પ પ્રમાણમાં કે બહુ પ્રમાણમાં, વધારે તો શું પરંતુ એક દાંત ખોતરવાની સળી પણ માલિકની રજા મેળવ્યા વિના સંયમી પુરુષો સ્વયે ગ્રહણ કરતા નથી, બીજા દ્વારા ગ્રહણ કરાવતા નથી કે અદત્ત ગ્રહણ કરનારને અનુમોદન પણ આપતા નથી., સંયમનો ભેદ કરાવે તેવાં સ્થાનોથી દૂર રહેનારા, ચારિત્રમાં સાવધાન, પાપભીરૂ મુનિજનો સાધારણ લોકોથી દુઃસાધ્ય, પ્રમાદના સ્થાનભૂત અને મહા ભયંકર એવા અબ્રહ્મચર્યનું કદિ આચરણ કરતા નથી. કારણકે આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે. મૈથુન મહાદોષનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિગ્રંથો ત્યાગી દે છે., જે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના વચનમાં અનુરક્ત મહામુનિ હોય છે તેઓ બલવણ સામાન્ય મીઠું આદિ, તેલ, ઘી, ગોળ સંચય કરવાની ઇચ્છા પણ ધરાવતા નથી. આ પ્રમાણે સંચય તે લોભનોજ અનુસ્પર્શ છે. તેથી તીર્થંકર પ્રભુની આજ્ઞા છે કે જે કોઈ સાધુ સંગ્રહ કરવાની ઈચ્છા રાખશે તે સાધુ નથી પરંતુ ગૃહસ્થ છે. જે સાધુ વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ રાખે છે તે એકાંત સંયમના નિવહિને માટે તથા લજ્જાના પાલન માટે જ રાખે છે, મમતાથી પ્રેરિત થઈ ને નહિ. તેને જગતના જીવોના રક્ષક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દેવે પરિગ્રહ કહ્યો નથી. પરંતુ તે વસ્ત્રાદિક કોઈ પણ વસ્તુ પર જો મૂછ હોય તો તે પરિગ્રહ છે, એમ ઋષીશ્વરે ફરમાવ્યું છે આથી સર્વ વસ્તુ તથા સંયમના ઉપકરણોનું સંરક્ષણ કરવામાં કે તેને રાખવામાં જ્ઞાની પુરુષો મમત્વભાવ આચરતા નથી, તેમજ તે પોતાના દેહ પર પણ મમત્વ રાખતા નથી. બધા જ્ઞાની પુરૂષોએ વર્ણવ્યું છે કે અહો ! સાધુ પુરષો માટે આ કેવું નિત્ય તપ છે ! કે તેમને જીવન પર્યત સંયમના નિર્વાહ માટે ભિક્ષાવૃત્તિ કરવાની હોય છે અને એક ભક્ત એટલે દિવસમાં માત્ર આહાર કરવાનો હોય છે. પૃથ્વી ને વિષે એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે કે જે રાત્રિને વિષે જોઈ શકાતાં નથી તેથી, રાત્રિના સમયે આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે? પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય, પૃથ્વીપર બીજ વેરાયાં હોય તેમજ કીડી, કુંથવા વગેરે ઘણા પ્રાણીઓ માર્ગમાં ચાલ્યા જતાં હોય છે. તેઓને દિવસે તો જોઈ શકાય પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી શકાય? આવા આવા અનેક દોષો થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ પુરુષો રાત્રિએ-કોઈ પણ પ્રકારના આહાર કે પાણી ઈત્યાદિને ભોગવતા નથી. [૨પ૧-૨૫૩] સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી પૃથ્વીકાયના જીવો ને હણતા નથી, હણાવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. પૃથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે. માટે તે દોષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને પૃથ્વીકાયના સમારંભ ને સાધુ પુરુષ જીવન પર્યંત ત્યાગી દે. [૨૫૪-૨૫૬] સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી જલકાયના Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યય- ૬ ૧૬૩ જીવોને હણતા નથી, હણાવતા નથી કે હણનાર ને અનુમોદન આપતા નથી. કારણકે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતો કરતો જલને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરી નાખે છે. માટે તે પાપ દુગતિ વધારનારુ છે, તેમ જાણીને સાધુ પુરુષે જીવન પર્યન્ત માટે જળકાયના સમારંભને ત્યાગી દેવો જોઈએ. [૨પ૭-૨૬૦] સાધુ પુરુષો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઇચ્છે નહિ કારણ કે તે પાપકારી અને લોખંડશસ્ત્રો કરતાં અદ્વિતીય તેમજ અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને કોઈપણ બાજુથી સહન કરવું તે સર્વથા દુષ્કર છે. અગ્નિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ, ચાર વિદિશાઓ, ઉપર અને નીચે એમ દશે દિશામાં દરેક વસ્તુને બાળી ને ભસ્મ કરી નાખે છે. અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર છે. તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. માટે સંયમી પુરુષો પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી. જરામાત્ર પણ અગ્નિકાયનો આરંભ કરે નહિ. માટે તે પાપ દુર્ગતિને વધારનારું છે તેમ જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત અગ્નિકાયના સમારંભને ત્યાગી દે. [૨૬૧-૨૬૪] બહુ પાપકારી વાયુકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભ જેવો દૂષિત માને છે. તેથી જ છ કાયના રક્ષક સંયમીઓએ વાયુકાયનું સેવન કરતા નથી. માટે તાડપત્રના પંખાથી, સામાન્ય વીંજણાથી કે વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષો પોતે પવન નાખતા નથી, બીજાની પાસે પવન નંખાવતા નથી કે કોઈ પવન કરતો હોય તો તેને અનુમોદન પણ આપતા નથી. તેમજ સંયમીઓ પોતાની પાસે રહેલાં, વસ્ત્ર, પાત્ર, કંબલ રજોહરણાદિ (સંયમના સાધનો) વડે પણ વાયુની ઉદીરણા કરતા નથી. પરંતુ તેને ઉપયોગ પૂર્વક સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે. આવી રીતે આ દોષ દુર્ગતિને વધારનારો છે. એમ જાણીને સંયમી જીવન પર્યંત વાયુકાયનો સમારંભ ન કરે.. [૨પ-૨૬૭ સુમસાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી, વનસ્પતિકાયની હિંસા કરતા નથી, કરાવતા નથી, કરતા હોય તેમાં અનુમોદના આપતા નથી. કારણ કે વનસ્પતિની હિંસા કરનારા તે જીવ વનસ્પતિના આશ્રયે રહેલાં દ્રષ્ટિથી દેખી શકાય તેવા તથા ન દેખી શકાય તેવા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરુષ જીવન પર્યત વનસ્પતિકાયના આરંભનો પણ ત્યાગ કરે. [૨૬૮-૨૭૦] સુસમાધિવંત પુરુષો મન, વચન, અને કાયાથી ત્રસ કાયના હાલતા ચાલતા જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, અને તેવા જીવોની હિંસા કરનારને અનુમોદન પણ આપતા નથી. કારણ કે ત્રસકાયની હિંસા કરતો કરતો તે જીવ ત્રસકાયના આશ્રયે રહેલાં, દ્રષ્ટિથી દેખી શકાય તેવાં તથા ન દેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ પણ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરષ જીવન પર્યત ત્રસ કાયની હિંસા ન કરે. [૨૭૧-૨૭૪] આહાર આદિ ચાર (હવે પછી કહેવાશે તે) કે જે સાધુ પુરુષોને અકથ્ય હોય તેને વર્જન કરે આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર એમ ચારે વસ્તુઓ પૈકી જે સંયમી માટે અકથ્ય હોય તેને સંયમી સાધુ ન ઇચ્છે, પણ જે કલ્પનીય હોય તેને જ ગ્રહણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દસયાલિય- -J૨૭૪ કરે. નિયાગ એટલે હંમેશાં એકજ ઘેરથી આમંત્રિત, ભિક્ષને માટેજ ખરીદીને લવાયેલો સાધુને ઉદ્દેશીને બનાવેલો, દૂરથી સાધુમાટે તેની પાસે લાવી આહાર આપે તે લેવોઆવા દૂષિત આહાર જીવ હિંસાને અનુમોદન આપે છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે. તેથી સંયમમાં સ્થિર ચિત્ત વાળા ધર્મજીવી નિર્ગસ્થ પુરુષો કીત, ઔદેશિક કે આત દોષવાળા આહાર પાણીને ગ્રહણ કરતા નથી. [૨૭૫-૨૭૭] ગૃહસ્થનાં કાસુ (ઇત્યાદિ ધાતુના) પ્યાલાં, બીજાં વાસણો તથા માટીના લોટો કુંડા વગેરેમાં આહાર કરવાવાળો ભિક્ષ પોતાના સંયમથી ભ્રષ્ટ થાય છે. તે વાસણો ધોવાં પડે તો સચિત્ત અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણાં પ્રાણીઓનો નાશ થાય. માટેજ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે. ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાતુ કર્મ અને પુરાકર્મ એ બન્ને પ્રકારના દોષો થવાનો સંભવ પણ છે તેથી સંયમીઓએ તે પાત્રોમાં ભોજન કરવું યોગ્ય નથી. [૨૮૭-૨૮૦] શણનો ખાટલો, પાટીનો પલંગ, શણની દોરીથી બનાવેલી માચી તથા આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે આર્ય ભિક્ષુઓને માટે યોગ્ય નથી અનાચણે છે. માટે તીર્થંકરની આજ્ઞાની આરાધક નિગ્રંથો પલંગ, ખાટલો, માચી કે તેવી નેતરની ખુરસી કે ગાદી પર બેસતા નથી કારણ કે ત્યાં સૂક્ષ્મ જીવોનું પ્રતિલેખન થઈ શકતું નથી તેવાં આસનોના ખુણામાં નીચે કે આજુબાજુમાં અંધારું હોય છે, તેથી તે અપ્રકાશમાં રહેલા પ્રાણીઓ બરાબર ન દેખાવાથી તે પર બેસતાં હિંસા થવાનો સંભવ છે. માટે તેવા પ્રકારના માચ, ખાટલા વગેરેનો ત્યાગ કરવાનું કહ્યું છે. [૨૮૧-૨૮૪] ગોચરી માટે જઈ ગૃહસ્થને ઘેર બેસવું યોગ્ય નથી, તેનાથી આ પ્રમાણે અબોધિકારક-અનાચાર થવાનો સંભવ રહે છે. બ્રહ્મચર્ય પાળવામાં વિપત્તિ ઉભી થાય છે. પ્રાણીઓનો વધ થવાથી સંયમ પણ નાશ પામે છે. ભિક્ષાચરોને વિઘ્ન થાય છે તથા ગૃહસ્થોના ક્રોધનું કારણ બની જવાય છે. ગૃહસ્થને ઘેર બેસવાથી બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકતું નથી અને ગૃહસ્થ સ્ત્રી સાથેના પરિચયથી અન્ય જનોને સાધુના ચારિત્રપ્રત્યે શંકા થાય છે, માટે આવા દુરાચારને વધારનાર સ્થાનને સંયમી દૂરથીજ છોડીદે તેમ છતાં જો જરાવસ્થાથી પીડિત, રોગી કે તપસ્વી હોય. આ ત્રણ પૈકી કોઈને પણ ગૃહસ્થને ઘરે કારણસર બેસવું પડે તો કહ્યું છે. [૨૮૫-૨૮૭] રોગી કે અરોગી કોઈ પણ ભિક્ષુ જ્ઞાનની પ્રાર્થના કરે અર્થાત ઇચ્છે તો પોતાના આચારનું ઉલ્લંઘન થાય છે અને તેથી સંયમને હાનિ પહોંચે છે. કારણ કે ક્ષાર ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં ઘણા સૂક્ષ્મ પ્રાણિઓ રહેલાં હોય છે. માટે જો ભિક્ષુ અચિત પાણીથી પણ સ્નાન કરે તો તે જીવોને પીડા પહોંચાડે છે. તે માટે શીતલ. કે ઉષ્ણ કોઈપણ પાણીથી સંયમી પુરુષો સ્નાન કરતા નથી, અને જીવનપર્યત તેવા કઠિન અસ્નાન વ્રતને ધારણ કરે છે. [૨૮૮-૨૯૧] સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લોઘ કુંકુમ, પ કેસર વગેરે દ્રવ્યોથી કદી પણ શરીરને વિલેપન કે મર્દન વગેરે કરે નહિ. નગ્ન જીર્ણપ્રાયા વસ્ત્રવાળા, મુંડિત કિશલ્ચન કરનારા), દીર્ઘરોમ તથા નખવાળા અને મૈથુનથી સર્વથા વિરક્ત થયેલ સંયમીને વિભૂષાનું પ્રયોજન શું હોય ? વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચિકણાં કમોં બાંધે છે કે જે કર્મોથી દુઃખ કરીને મુક્ત થઈ શકાય એવો ભિક્ષુ ભયંકર સંસાર રૂપી Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૭. ૧૬૫ સાગરમાં પડે છે. કારણ કે તીર્થંકરભગવંતો વિભૂષા સંબંધી (સંકલ્પ-વિકલ્પ કરનારા) મનને બહુ કર્મબંધનનો હેતુ માને છે અને તેથી જ સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરનારાં સંયમીઓ તેનું મન દ્વારા પણ સેવન કરતા નથી. [૨૨] મોહરહિત, વસ્તુસ્વરૂપને યથાર્થપણને જોનારા અને સંયમ, સરલતા, તથા તપમાં રક્ત નિગ્રંથો પુર્વે કરેલાં પાપોને નાશ કરે છે અને નવાં પાપોને ઉપાર્જન કરતા નથી. આત્માને વિશુદ્ધ બનાવે છે. [૨૯] હંમેશાં ઉપશાંત, મમતારહિત, અકિંચન આત્મ વિદ્યાને પ્રાપ્ત થયેલા, યશસ્વી તથા દરેક નાનામોટા જીવોનું પોતાની સમાન રક્ષણ કરનારા તેવાં સંયમીઓ શરદ ઋતુના નિર્મળ ચંદ્રમાની સમાન કર્મમળથી વિશુદ્ધ થઈને સિદ્ધ ગતિ પામે છે અથવા સ્વલ્પ કર્મ શેષ રહ્યાં હોય તો ઉચ્ચ પ્રકારના દેવલોકના વિમાનોને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે હું તમને) કહું છું. અધ્યનનઃ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન સાતમું-વાચશુદ્ધિ) [૨૪] પ્રજ્ઞાવાનું ભિક્ષુ (સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર) આ ચારેય પ્રકારની ભાષાના સ્વરૂપને જાણીને તે પૈકી બે પ્રકારની સિત્ય અને વ્યવહાર ભાષાવડે વિનય શીખે, પરંતુ અસત્ય અને મિશ્ર આ બે પ્રકારની ભાષાને સર્વથા બોલે. [૨૯૫-૨૯૭] પ્રજ્ઞાશીલ સંયમી સત્ય ભાષા પણ જો બોલવા યોગ્ય ન હોય તો બોલે નહિ તેમજ મિશ્ર ભાષા અને મૃષાભાષા તીર્થકરોએ અનાચીણ કહી છે. માટે તેવી ભાષાને બુદ્ધિમાનું સાધુઓ બોલે નહિ. બુદ્ધિમાનું ભિક્ષુ અસત્યમૃષા વ્યવહાર) ભાષા તથા સત્યભષા પણ પાપરહિત, અકર્કશ (કોમળ) અને સંદેહ રહિત હોય તેજ વિચારીને બોલે. તે ધીરપુરુષ તેવી પૂર્વોક્ત અનુજ્ઞાન અસત્યામૃષા ભાષા પણ ન બોલે જે પોતાના આશયને આ અર્થ છે કે અન્ય અર્થ છે એ રીતે સંદિગ્ધ બનાવી દે. [૨૯૮] સત્ય પદાર્થના આકાર - વેષને ધારણ કરનાર અસત્ય પદાર્થને સત્ય રૂપે પણ જે સાધક બોલે છે તે પાપકર્મથી બંધાય છે. તો જાણી જોઈને જુઠું બોલે તેના પાપનું તો પૂછવું જ શું? [૨૯૯-૩૦૪] અમે અવશ્ય આવતા કાળે જઈશું, અમે કહીશું જ, અમારું અમુક કાર્ય થશેજ અથવા અમુકજ થવાનું છે, હું જ તે કરીશ, આ માણસજ તે કરશે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય કે વર્તમાનમાં શંકાસ્પદ છે તેવી ભાષાને પણ નિશ્ચયાત્મક રીતે સંયમી ન બોલે. તેમજ ભૂતકાળ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જે પદાર્થના. સ્વરૂપને જાણતો ન હોય, તેના વિષયમાં “આ આવું જ છે” આ રીતે સાધુએ ક્યારેય કથન કરવું ન જોઈએ. તેમજ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને વિષે જે કાર્ય પરત્વે શંકા હોય તે સંબંધમાં તે એમજ છે' એવું વચન ન કહે. પરંતુ ભૂત ભવિષ્ય તથા. વર્તમાનકાળમાં જે વસ્તુ સંશય રહિત હોય તેને જ “આ પદાર્થ આમ છે વગેરે કહે. [૩૦પ-૩૦૬] બીજા જીવોની લાગણી દુભાય તેવી હિંસક તથા કઠોર ભાષા સત્ય હોય તો પણ તે ન બોલે, કારણ કે તેવી વાણીથી પાપનું આગમન થાય છે. કાણાને ‘ઓ કાણા, નપુંસકને “એ નપુંસક,' રોગીને “એ રોગી” અને ચોરને “એ ચોર,' એવી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દસયાલિય- ૭-૩૦૭ ભાષા સત્ય હોવા છતાં પણ ન બોલે. આચાર અને ભાવના ગુણ દોષોને જાણનારા વિવેકી પ્રજ્ઞાશીલ સાધુ આ રીતે કે બીજી રીતે સામા પ્રાણીને પીડાકર ભાષા ન બોલે. [૩૦૭] બુદ્ધિમાનું સાધુ, જે દેશમાં જે નીચતા વાચક શબ્દ, સંબોધન કરવામાં આવે છે તેવા શબ્દોથી કોઇને બોલાવે નહિ, જેમકે - હે મૂર્ખ! હે ગોલ ! હે શ્વાન ! (કૂતરા!) હે વસુલ-છીનાળવા! હે કમક! હે દુભાંગી! [૩૦૮-૩૧૪] હે દાદી! મોટી દાદી! હે માતા! હે માસી! હે ફઈ! હે ભાણેજી! હે બેટી! હે પૌત્રી ! તેમજ અરે ફલાણી, અલી! અરે સખી! અરે છોકરી! તથા એ ચાકરડી અરે શેઠાણી ! અરે ગોમિની! રે મૂખ! રે લંપટ ! રે દુરાચારિણી! વગેરે આવાં તોછડાં વચનોથી ન જ સંબોધે કે બોલાવે. પણ જો કારણવશાત બોલાવવાનું થાય તો નામ લઇને અથવા યથાયોગ્ય ગુણદોષને વિચાર કરીને તેના ગોત્રથી એક વખત કે વારંવાર આમંત્રણ કરે. તેજ પ્રમાણે પુરુષ સાથે પણ હે દાદા ! મોટા દાદા ! કાકા, પિતા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર; એ પ્રમાણે મોહ ઉત્પાદક સંબંધ વાચક વિશેષણોથી અથવા તુચ્છ શબ્દોથી જેમકે - હે! અરે ! રે ફલાણા ! રે સ્વામી! હે ગોમિક ! હે મૂખ! હે લંપટ ! રે દુરાચારી ! વગેરેથી સંયમી પુરુષો બોલાવે નહિ. પરંતુ તેનું નામ કે ગોત્રપ્રમાણે સંબોધન કરીને આવશ્યકતાનુસાર એક વાર અથવા વારંવાર બોલાવે. તેમજ મનુષ્ય સિવાય ઈતર પણ પંચેન્દ્રિય પ્રાણીઓ પૈકી જ્યાં સુધી આ નર છે કે માદા છે તેવો નિશ્ચય ન થાય. ત્યાં સુધી તે અમુક જાતિના છે તેવું જ કહે. [૩૧૫-૩૧] તેમજ મનુષ્ય, પશુ, પક્ષી, કે સરીસૃપને જોઈને આ જાડો છે, એના શરીરમાં માંસ ખૂબ છે માટે વધ કરવા યોગ્ય છે કે પકાવવા યોગ્ય છે. એવું હિંસાજનક વચન પણ ન બોલે. પરંતુ તે સંબંધમાં કહેવાનું ખાસ પ્રયોજન પડે તો તેને વૃદ્ધ દેખી તે બહુ વૃદ્ધ છે. સુંદર છે, પુષ્ટ છે નિરોગી છે પ્રૌઢ છે એ પ્રમાણે નિદોષ વચન બોલે. [૩૧૭-૩૧૮] તેજ પ્રમાણે બુદ્ધિમાન ભિક્ષુ ગાયોને જોઈને આ દોહવા યોગ્ય છે તથા નાના વાછરડાઓને જોઈને આ નાથવા યોગ્ય છે અથવા આ રથમાં એડવાયોગ્ય છે, આવી ભાષા ન બોલે. પરંતુ ખાસ બોલવાનો પ્રસંગ પડે તો ભિક્ષુ તેને આ બળદ તરૂણ છે. આ ગાય રસાળ દુિઝણી છે. અથવા આ બળદ નાનો અથવા મોટો છે અને આ બળદ સંવહન છે, એમ કહે ૩િ૧૯-૩૨૨] તેમજ ઉદ્યાન, પર્વતો કે વનમાં ગયેલો કે જતો બુદ્ધિમાનું સંયમી ત્યાં મોટા મોટા વૃક્ષોને જોઈને આ પ્રમાણે ન બોલે. (આવૃક્ષ) મહેલના થાંભલાઘરોનાં તોરણો, બારસાખ ભોગળ, વહાણો અથવા પાણીયારા-રૅહટ વગેરે બનાવવા યોગ્ય છે. તેમજ, આ વૃક્ષ બાજોઠ, કથરોટ, કાષ્ઠપાત્રી) હળના દાંતા, ખેતરમાં અનાજના ઢગલાને ઢાંકવાનાં લાકડાનાં ઢાંકણ, ઘાણીનો લાટ, (યંત્રની લાકડી) ગાડીના પૈડા વચ્ચેની નાભી કે ચરખાનો લોટ ને સોનાની એરણ કરવા માટે યોગ્ય છે. આ વૃક્ષ આસન, શયન, પાટ આદિ માટે કે ઉપાશ્રયને યોગ્ય છે, તેવી હિંસાકારી ભાષાને બુદ્ધિમાનું ભિક્ષુ કદાપિ બોલે નહિ. ૩િ૨૩-૩૨૬] ઉદ્યાન, પર્વતો અથવા વનોમાં ગયેલો બુદ્ધિમાનું ભિક્ષુ યા મોટાં મોટાં વૃક્ષોને જોઈને બોલવાનો પ્રસંગ હોય તો) આ પ્રમાણે બોલે કે - આ વૃક્ષો ઉત્તમ જાતિવાળા છે, બહુ મોટા છે, ગોળાકાર છે, વિસ્તારવાળા છે તથા તે બધાં શાખા Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૭ ૧૭ પ્રશાખાઓથી વ્યાપ્ત રમણીય અને દર્શનીય છે. તેમજ ફળો પાકી ગયાં છે, અથવા પરાળ વગેરેમાં પકાવીને ખાવા યોગ્ય છે, તોડવા યોગ્ય છે. હમણાંજ તેઓનો વિભાગ કરવો યોગ્ય છે, આવી ભાષા સંયમી બોલે નહિ. (બોલવાનું બને તો) આ-આમ્રવૃક્ષો ફળોનો ભાર વહન કરવામાં અસમર્થ છે. આ વૃક્ષોમાં ફળો પરિપક્વ છે, અથવા તે વૃક્ષોમાં એવી જાતના ફળો છે જેમાં ગોઠલી હજુ બંધાઈ નથી. આવી ભાષા બોલે. [૩ર૭-૩૨૮] વળી અનાજના વેલાએ કે છોડ ઉપર આવેલી શીંગો જોઈને આ શીંગો પાકી ગઈ છે. તેની છાલ લીલી થઈ ગઈ છે. તે લણવા કે સેકવા યોગ્ય છે. આ અનાજના ઓળા કે પોંક કરીને ખાવા યોગ્ય છે, એવું વચન ન બોલે. બોલવાનું આવશ્યક બનેતો આ પ્રમાણે કહે કે આ ધાન્ય અંકુર રૂપે ઉત્પન્ન થયેલ છે. અધિકાંશ કે પૂર્ણ નિષ્પન્ન થયેલા છે. આ ધાન્ય ઉપધાનથી બહાર નીકળેલ છે, કણો ગર્ભમાંથી બહાર નીકળ્યાં છે તેના ગર્ભમાં દાણાં બંધાયા નથી આ રીતે ભાષા બોલે, [૩૨૯-૩૩૨] વળી કોઈને ત્યાં સંખડી કે મૃતભોજ જમણ હોય તો તેને જોઈને આ કરવા યોગ્ય છે, આ ચોર વધ કરવા યોગ્ય છે નદીઓને જોઈને આ સુંદર કાંઠાવાળી છે સહેલાઈથી તરવા યોગ્ય છે એવી ભાષા સંયમી ન બોલે. પરંતુ પ્રસંગ થવાપર બોલવું પડે તો) જમણને જમણ કહે, ચોરને ધનમાટે સંકટ સહન કરીને કાર્ય કરનાર છે એમ કહે તથા આ નદીઓના કાંઠા સમાન છે તેટલું અને તેવું જ પરિમિત વચન બોલે. નદીઓને જલપૂર્ણ જોઈને સંયમી પુરુષ આ નદીઓ કાયાથી તરવા યોગ્ય છે, નાવદ્વારા ઉતરવા લાયક છે કે આનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે એમ ન કહે (પરંતુ બોલવાનો પ્રસંગ પડે તો) બુદ્ધિમાનું સાધુ આ નદીઓ અગાધ છે, જળના કલ્લોલથી તેનું પાણી ખૂબ ઉછળે છે અને ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે એવું એવું નિર્દોષ બોલે. " [૩૩૩-૩૩પ તેમજ કોઈ વ્યક્તિ - કોઈપણ જાતની પાપકારી ક્રિયા કોઈને માટે કરી હોય કે કરી રહ્યો હોય અથવા કરવાનો હોય તેમ જણીને કે જોઇને આ ઠીક કર્યું છે, એવી પાપકારી ભાષા મુનિ ન બોલે. જેમકે આ સુંદર કર્યું છે અથવા ભોજન તૈયાર થયું હોય તો તે ઠીક પકાવ્યું છે. આ શાક ઠીક સુધાર્યું છે, કૃપણનું ધન હરાયું તે ઠીક જ થયું છે, પેલો પાપી મરી ગયો તે સારું થયું, આ કન્યા વિવાહ યોગ્ય થઈ ગઈ છે, આવા આવા પાપકારી વચનો સંયમી પુરુષ સર્વથા બોલે નહિ. (બોલવાનો પ્રસંગ પડે તો) પકાવેલા તેલ કે અનાદિને કહે કે આ પ્રયત્નપૂર્વક પકાવ્યું છે, છેદન કરાયેલાં શાક પત્રાદિ પ્રયત્નથી છેદાયાં છે, સુંદર કન્યાને જોઇને કન્યાનું સંભાળપૂર્વક લાલન પાલન કર્યું છે તે સાધ્વી થવાને લાયક છે. શૃંગારાદિ તો કર્મબંધનનાં કાર્યો છે તથા ઘાયલ થયેલાઓને બહુ ઘાયલ થયેલો છે. એમ નિર્દોષ વાક્ય બોલે. [૩૩] “સર્વ પદાર્થોમાં અમુક વસ્તુ સર્વ કરતાં ઉત્કૃષ્ટ છે, તેથી તાત્કાલિક ખરીદવા યોગ્ય છે અથવા આ પદાર્થ સમાન અન્ય પદાર્થ નથી, આ પદાર્થ અસંસ્કૃત છે, સર્વ સ્થળે મળી શકે છે, આ વેચવા યોગ્ય નથી, આ પદાર્થના અવર્ણનીય છે. આ પદાર્થ અચિંત્ય છે. એમ ન બોલે. [૩૩૭] કોઈ પણ સંદેશ આપે તો સંયમી એમ ન કહે કે તમારો યથાવત્ સર્વ સંદેશ આપી દઈશ અને મારો આ સઘળો સંદેશ એમને આપી દેજે. કારણ કે તેથી બુદ્ધિમાનું સંયમી પુરુષો સર્વત્ર સ્થાને પૂર્વોપરનો સંપૂર્ણ વિચાર કરીને બોલે. Page #171 -------------------------------------------------------------------------- ________________ દસનેયાલિયું – ૭/-/૩૩૮ [૩૩૮-૩૩૯] તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યું, આ વસ્તુ વેચી તે બરાબર કર્યું, આ માલ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી, આ વસ્તુમાં લાભ થશે અથવા નહિ થાય; ખરીદી લો, અથવા વેચી નાંખો એવાં એવાં વચનો વ્યાપારીને ન કહે અલ્પ મૂલ્યવાન અથવા બહુમૂલ્યવાન્ કરિયાણાં સંબંધમાં કોઈ પૂછે તો સંયમ ધર્મમાં હાનિ ન પહોંચે તેમ ભિક્ષુએ નિરવદ્ય વચનથી ઉત્તર આપવો. આ વ્યાપારથી સાધુઓ નિવૃત્ત થયેલ હોવાથી તે સંબંધમાં અમને બોલવાને અધિકાર નથી. ne [૩૪૦] ધીર અને બુદ્ધિમાન મુનિ ગૃહસ્થોને અહિંયા આવો, અહિંયા બેસો, ઉભા રહો,સૂવો, ત્યાં જાઓ ઇત્યાદિ શબ્દોનો વ્યવહાર કરે નહિ. [૩૪૧-૩૪૨] આ લોકમાં ઘણા અસાધુઓ પણ સાધુ કહેવાય છે. તેવા અસાધુઓને સાધુ ન કહે. પરંતુ સાધુતાના ધારકનેજ સાધુ કહે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં રક્ત આવા ગુણોની સૌરભથી સુરભિત- સંયમીનેજ સાધુ કહેવાય. [૩૪૩] દેવો, મનુષ્યો તિર્યંચોમાં પારસ્પરિક યુદ્ધ થતો હોય ત્યાં અમુક પક્ષનો જય થાઓ અથવા થવો જોઈએ તેમજ અમુક પક્ષનો જીત ન થાઓ અથવા હાર થવી જોઇએ એમ ન બોલે. [૩૪૪] વાયરો, વરસાદ, ઠંડી, તાપ, ક્ષેમ, (સારી રીતે રક્ષણ) સુકાલ, ઉપદ્રવરહિતપણું ઈત્યાદિ ક્યારે થશે ? અથવા વાયરા વિગેરે ન થાઓ. આવું ન બોલે. [૩૪૫-૩૪૬] વાદળ, આકાશ કે રાજા જેવા માનવને આ દેવ છે એવું કહે નહિ. પરંતુ આ મેઘ ચઢેલ છે. ઊંચે ઘેરાઈ રહ્યો છે અથવા જળ આપનાર છે અથવા વરસે છે. એમ કહે મુનિઓ પ્રયોજન હોય તો આકાશને અંતરિક્ષ અથવા દેવોથી સેવિત છે, તેમ કહે અને ઋદ્ધિશાળી મનુષ્યને જોઇને તે ઋદ્ધિશાળી છે તેમ કહે, [૩૪] તેમજ ક્રોધ, લોભ, ભય કે હાસ્યને વશ થઇને પણ પાપકારી, નિશ્ચયકારી, પરજીવો માટે પીડાકારી ભાષાને સાધુ હાંસી કે મજાકમાં પણ ન બોલે. [૩૪૮] આવી રીતે મુનિ વાક્યશુદ્ધિ, અને વાક્યની સુંદરતા સમજીને હંમેશાં દૂષિત વાણીથી દૂર રહે. જે સાધક વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અષિત ભાષા બોલે છે તેજ સત્પુરુષોમાં પ્રશંસા પામે છે. [૩૪૯] છ જીવનિકાયને વિષે સંયમવાન્ અને ચારિત્રમાં નિરંતર ઉઘમવાનુ સાધુ ભાષાના ગુણ અને દોષોને જાણી સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે. [૩૫૦] પરીક્ષાપૂર્વક બોલનાર, વશેન્દ્રિય, ચારે કષાયો પર જીત મેળવનાર, એવા અપ્રતિબંધ વિચરનાર સાધુ પૂર્વોપાર્જિત કર્મમલને દૂર કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે. એ પ્રમાણે હું (તમને) કહું છું. અધ્યયનઃ ૭ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયન આઠમું - આચારપ્રણિધિ [૩૫૧] જે ભિક્ષુએ આચાર રૂપ નિધિને પ્રાપ્ત કરી લીધેલ છે, તેઓએ પોતાના ક્રિયાદિ કેવી રીતે વર્તવું જોઇએ, તે તમારી સમક્ષ હું ક્રમશઃ કહીશ. તે સાંભળો. Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ ૧૬૯ [૩પર-૩પ૩] પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, તથા વનસ્પતિકાય એ પાંચ સ્થાવરકાય અને બેઇન્દ્રિયો આદિ સર્વ ત્રસકાય છે. તેથી ત્રસ અને સ્થાવર સર્વે જીવ છે એમ મહર્ષિ (સર્વજ્ઞ પ્રભુ) એ કહ્યું છે. તે જીવો પ્રત્યે નિત્ય અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, વાણી, કાયાથી અહિંસક રહે છે, તે પ્રમાણે વર્તે છે તે સંયમી બને છે. ૩પ૪-૩પપ જે સાધુ, શુદ્ધભાવોથી યુક્ત છે અને સુસમાહિત છે ત્રણ કરણ અને ત્રણ યોગથી મોટી, પત્થરનીશિલા, પત્થરનો ટુકડો વગેરે સચિત્ત પૃથ્વીનું ભેદન કરે નહિ. તેના ઉપર રેખા આદિ કાઢે નહિ પરસ્પર ઘર્ષણ તેમજ સજીવ પૃથ્વીપર કે સજીવ ધૂળથી ખરડાએલા આસન ઉપર બેસે નહિ. પરન્તુ આવશ્યકતા હોય તો જેની માલિકીની અચિત્ત વસ્તુ હોય તેની આજ્ઞા લઈને પ્રમાર્જન કરીને તેના ઉપર બેસે. [૩પ૬-૩પ૭] સંયત મુનિ પૃથ્વીથી ઉત્પન્ન થયેલા સચિત્ત પાણી તથા આકાશમાંથી વરસતાં કરાનું પાણી તથા બરફ આદિ ગ્રહણ ન કરે. પરન્તુ અગ્નિથી. પૂર્ણ તપાવેલું તથા પ્રાક પાણીજ ગ્રહણ કરે આદ્ર શરીરને વસ્ત્રથી ન લૂછે કે હાથથી ન મસળે. કે તેવી જાતના ભીંજાયેલા શરીરને જોઇને અણુમાત્ર પણ સ્પર્શ કરે નહિ. [૩૫૮] મુનિ અંગાર-જ્વાલા રહિત અગ્નિ, લોહપિંડની અંદર વ્યાપ્ત થયેલી અગ્નિ, ટુટતી અગ્નિની જ્વાળા, ઉંબાડાની અગ્નિ - ઈત્યાદિ અગ્નિને પ્રજ્વલિત ન કરે. તેમજ પરસ્પર ઘર્ષણ ન કરે તથા તે અગ્નિ બુઝાવે નહીં. [૩પ૯] મુનિ પોતાના શરીર માટે તથા ઉષ્ણાદિ પદાર્થોને ઠંડા કરવા માટે તાલવૃક્ષનાપંખાથી, પાંદડાથી, વૃક્ષની શાખાથી તથા, સામાન્યપંખાથી પવન ન કરે. ૩િ૬૦-૩૬૧] મુનિ તૃણ, અને વૃક્ષોને ભોગવવાની મનથી પણ ઇચ્છા ન કરે. વૃક્ષોના સમૂહમાં, શાલી આદિ બીજ, હરિતકાય, કોઈ કોઈ ઉદકનામની વનસ્પતિ કહે છે તેના ઉપર, ઉર્નિંગ (સછિત્રાદિ, રૂપ વનસ્પતિ વિશેષ અને પનક લીલ ફૂલ ઈત્યાદિ વનસ્પતિ હોય તેના ઉપર સાધુ ઊભા રહે નહિ. [૩૨] સર્વ પ્રાણીઓની હિંસાથી વિરામ પામેલો સાધુ મન, વાણી કે કર્મથી ત્રણ-(હાલતા ચાલતા) જીવોની પણ હિંસા ન કરે પરન્તુ વિચિત્ર-વિભિન્ન પ્રકારવાળા જગતને આત્મવત્ દ્રષ્ટિથી જુએ. [૩૬૩-૩૬] પ્રત્યેક જીવો પ્રત્યે દયા ધરાવનાર સંયમી ભિક્ષુ હવે કહેવાનાર આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોને વિવેક પૂર્વક સમજીને તથા તેને જોઈને પછીજ બેસે, ઊભો રહે અથવા સૂએ. તે આઠ પ્રકારના કયા સૂક્ષ્મ જીવો છે ? એમ જ્યારે સંયમી સાધુઓ પ્રશ્ન કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ આ પ્રમાણે ઉત્તર આપે નેહ સૂક્ષ્મ - ઓસ, ધુંવર, હિમ, કરા ઈત્યાદિ વડ અને ઉંબર આદિના સૂક્ષ્મ પુષ્પ, આદિ જીવ, આ અનુદ્ધરી કહેવાય છે. કીડીનગરૂં, પાંચ વર્ણની લીલ, બીજ સૂક્ષ્મ - ડાંગર વગેરે બીજના મુખ ઊપર જે કર્ણિકા બાઝે છે, હરિત સૂક્ષ્મ - લીલા અંકુરાઓ, અંડ સૂક્ષ્મ :- કીડી, માખી, ગરોળી, વગેરેનાં ઈંડા નાના હોય છે. સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર સંયમી સાધુ ઉપરનાં આઠેય સૂક્ષ્મ પ્રાણીઓને જાણીને તે ન હણાય જાય તેમ ઉપયોગ પૂર્વક વર્તે. [૩૭] સંયમી ભિક્ષુ નિત્ય ઉપયોગપૂર્વક પાત્ર, કંબલ, શય્યાસ્થાન, ઉચ્ચાર ભૂમિ, પથારી અથવા આસન આદિનું પ્રતિલેખન કરે. [૩૮] સંયમી સાધુ નિર્દોષ (જગ્યા) પ્રતિલેખન કર્યા પછી મળ, મૂત્ર, કફ, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ દસયાલિય- ૮-૩૬૯ નાકનો મળ, પરસેવો અન્ય શરીરનો મળ વગેરે અશુચિ પદાર્થોને પરઠવે ત્યાગે. [૩૬૯-૩૭૩] પાણી આહારાદિ માટે ગૃહસ્થના ઘેર જાય ત્યારે (સંયમીમુનિ) ત્યાં યત્નાપૂર્વક ઊભું રહેવું જોઈએ, તથા પ્રમાણપૂર્વક અને આવશ્યકતાનુસાર બોલવું જોઇએ, તેમજ - ઘરમાં રહેલા સ્ત્રી વર્ગ પરિવાર વગેરેનાં સૌંદર્ય ઉપર મન મુગ્ધ કરવું ન જોઇએ ભિક્ષુ ઘણું પોતાના કાનેથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું નરસું રૂપ જુએ છે પરન્તુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. સારું નરસું જે સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય તેવું સંયમી પુરુષ કદી ન બોલે. તેમજ ગૃહસ્થને યોગ્ય વ્યવહાર સાધુ આચરે પણ નહિ. કોઈના પૂછવાથી કે અણપૂછે કદી પણ ભિક્ષુ ભિક્ષાના સંબંધમાં આ રસાળ છે કે રસહીન છે, આ ગામ સારું છે કે ખરાબ છે અથવા આજે સારો લાભ થયો કે ન થયો એવો કદાપી નિર્દેશ ન કરે સંયમી ભોજનમાં આસક્ત ન થાય. અને જ્ઞાત અજ્ઞાતકુલોમાં સમાન ભાવથી ગોચરી જાય. મૌનપણે જે કંઈ મળે તેમાં સંતોષ માને. પરન્ત પોતાના નિમિત્તે ખરીદી કરીને લાવેલ ભિક્ષાદિ હોય તો તેમજ ઉદ્દેશિક તથા સન્મુખ લાવેલ આહારાદિ હોય, તે લાવીને ભોગવે નહિ [૩૭] સાધુએ અલ્પમાત્ર પણ અશનાદિ પદાર્થોનો સંગ્રહ કરવો ન જોઈએ તે મુધાજીવી, અલિપ્ત અને જનપદ આશ્રિત રહે (ગામ કે નગર આશ્રિત ન રહે.) [૩૭૫] અલ્પ ઇચ્છુક મુનિ-રૂક્ષવૃતિ સુસંતુષ્ટ- અલ્પાહારથી તૃપ્ત થનાર હોય. જિનેશ્વરના વિશ્વવલ્લભ શાસનને સાંભળીને કદીપણ આસુરત્ત્વ-ક્રોધી ન થાય. [૩૭] જે શબ્દ કણેન્દ્રિયને સુખરૂપ છે, તેઓને સાંભળીને સાધુ રાગભાવ ન કરે, અને દારૂણ એવું કર્કશ સ્પર્શ અથતુ કઠોર સ્પશને સમભાવથી સહન કરે. [૩૭૭] જે સાધુ અદીનભાવે ભૂખ, તૃષા, ઠંડી, ગરમી, દુઃશપ્યા વિષમ ભૂમિ, અરતિ ચિંતા) તથા સિંહ ઈત્યાદિ પશુઓ કે માનવોથી ઉત્પન્ન થયેલો ભય, આ બધા કષ્ટોને પ્રસન્ન ચિત્તે સહી લે તો સાધુને મોક્ષ રૂપ મહાફળની પ્રાપ્તિ થાય છે. [૩૭૮] સૂર્યાસ્ત થયા બાદ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાંસુધી રાત્રિમાં આહારાદિ પદાર્થોને ભોગવવાની ઈચ્છા સાધુઓ મનથી પણ ન કરે. [૩૭૯-૩૮૨] સંયમી ગુસ્સાથી શબ્દનો તણતણાટ ન કરે તેમજ અચપળ, ભોજનમાં પરિમિત, અલ્પભાષી અને ભોજન કરવામાં દાન્ત બને. કદાચ દાતા અલ્પ આહાર આપે તો તે થોડું મેળવીને તેની નિન્દા કરે નહિ. સાધુ કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર ન કરે અને પોતાની પ્રશંસા પણ કદી ન કરે. તેમજ શાસ્ત્રજ્ઞાન અથવા અન્ય વસ્તુને મેળવીને, તપશ્ચર્યા કરીને, ઉચ્ચ જાતિનો, ઉત્તમ બુદ્ધિનું અભિમાન ન કરે. જાયે કે અજાણ્યે અધાર્મિક ક્રિયા થઈ જાય તો તત્કાળ પોતાના આત્માને કુમાર્ગથી હટાવી લે તથા બીજા, વાર તેવા પાપકાર્યનું આચરણ કરે નહિ અનાચારનું સેવન કરી તેને છુપાવે નહીં પણ સદા પવિત્ર મતિ, અલિપ્ત, સ્પષ્ટ અને જિતેન્દ્રિય રહે. [૩૮૩ શ્રુતાદિ ગુણોથી યુક્ત આચાર્ય મહારાજ કોઇ કાર્ય કરવાની આજ્ઞા પ્રદાન કરે તો તેઓની આજ્ઞાને પ્રથમ તો ‘તહત્તિ’ કહી સ્વીકાર કરે અને પછી કાયા દ્વારા તે કાર્યને શીઘ્રતાથી સુચારૂ રૂપમાં આજ્ઞાનુસાર સંપાદન કરે. [૩૮૪] જીવન અસ્થિર છે. આયુષ્ય સ્વલ્પ છે. એમ જાણીને મોક્ષમાર્ગનું જ્ઞાન * * * * * કે . . મા Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ પ્રાપ્ત કરીને કામભોગોથી નિવૃત્ત થાય. [૩૮૫] પોતાનું માનસિક બળ, શારીરિકબળ, પરાક્રમ આરોગ્ય અને શ્રદ્ધા અનુસાર ક્ષેત્ર કાળ ઈત્યાદિનો સારી રીતે વિચાર કરીને સાધકે, પોતાના આત્માને ધર્મકાર્યમાં નિયુક્ત ક૨વો જોઈએ. ૧૭૧ [૩૮૬-૩૯૦] જ્યાંસુધી જરા આવી નથી, જ્યાંસુધી રોગનો ઉપદ્રવ થયો નથી, જ્યાંસુધી બધી ઇંદ્રિયો તથા અંગ ક્ષીણ થયા નથી ત્યાંસુધી મનુષ્યે અવશ્ય ધર્મનું આચરણ કરી લેવું જોઇએ. સાધક જો પોતાના આત્માનું હિત ઇચ્છતો હોય તો ક્રોધ, માન, માયા, લોભ એવા ચાર દોષોને નિશ્ચયરૂપથી છોડી દે. ક્રોધ પ્રીતિનો નાશ કરનાર છે, માન વિનયનો નાશ કરનાર છે, માયા મિત્રતાનો નાશ કરનાર છે, લોભ તો સર્વે સદ્ગુણોનો વિધ્વંસ કરનાર છે. ઉપશમવડે ક્રોધનો જય કરે, મૃદુભાવથી અભિમાનને જીતે; સરળતાથી માયાનો નાશ કરવો જોઇએ અને લોભને સંતોષથી જીતે ક્રોધ અને માનને વશ નહિ કરવાથી તથા માયા અને લોભને વધારવાથી ચારેય કષાયો પુનર્ભવરૂપ વૃક્ષોના મૂળોને સિંચન કરે છે. [૩૯૧] રત્ન-ગુણમાં અધિક હોય તેનો વિનય કરે તથા અઢાર સહસ્ત્ર-શીલાંગ જે બ્રહ્મચર્ય રૂપ ઉચ્ચ ચારિત્ર છે તેમાં નિશ્ચલ રહે. તેમજ કાચબાની પેઠે અંગોપાંગક્રિયાદિ વર્ગને ગોપવી તપ-સંયમમાં પુરુષાર્થશીલ રહે. [૩૯૨-૩૯૬] સાધક અતિ નિદ્રા, હાંસી અને ગુપ્ત વાતોને ત્યાગીને જ્ઞાનનું આવ૨ણ ક૨ના૨ મલીનવૃત્તિ તોડવાને માટે હંમેશાં સાત્ત્વિક ધાર્મિક મનન, ચિંતન, સ્વાધ્યાયમાં રક્ત રહે, જરા માત્ર આળસ કર્યા વગર ત્રણેય યોગોને શ્રમણધર્મમાં જોડે અર્થાત્ અનુપ્રેક્ષા ના કાળમાં મનો-યોગ, અધ્યયનકાળમાં વચન-યોગ અને પ્રત્યુપેક્ષણ કાળમાં કાય-યોગ. આ પ્રમાણે શ્રમણધર્મમાં નિશ્ચળ બનીને યોગ જોડનાર સાધક ફ્લ સ્વરુપે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખ પામે છે. આ લોક તથા પરલોક બન્નેમાં હિત થાય અને જેનાથી સદ્ગતિ પ્રાપ્ત થાય તેવા બહુશ્રુત જ્ઞાની પુરુષની સાધકે ઉપાસના કરવી ઘટે અને તેમના સત્સંગથી પોતાની શંકાનું સમાધાન કરી અર્થનો નિશ્ચય કરી લેવો જોઇએ. ગુરુથી અતિ દૂર નહીં અતિ નીકટ નહી તે રીતે અને સંયત થઇ ઉપયોગ પૂર્વક ગુરુ સમીપે બેસે. સાધુ, આચાર્ય ગુરુવર્યોની બરાબર થઇને ન બેસે. તેઓની આગળ પણ ન બેસે, પાછળ પણ ન બેસે, અને ગુરુદેવની સામે જંઘા ઉપર જંઘા ચઢાવીને પણ ન બેસાય. [૩૯૭-૪૦૧] સંયમી પુરુષ અણપૂછ્યો ન બોલે ગુરુ બોલતા હોય તો તેમની વચ્ચે પણ ન બોલે. પીઠ પાછળ નિંદા કરે નહિ. તેમજ માયા-કપટ અને અસત્ય નો સર્વથા ત્યાગ કરે. જે ભાષા બોલવાથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય, અન્યજન શીઘ્ર કુપિત થાય તથા અહિત થાય તેવી ભાષાને સર્વથા ન બોલે. આત્માર્થી સાધુ જોયેલી વસ્તુને જ જે પરિમિત અને સંદેહ રહિત, પૂર્ણ, સ્પષ્ટ અને અનુભવ યુક્ત વાચાળ પણાથી તથા અન્યને ખેદ થાય તેવા ભાવથી રહિત ભાષા બોલે. આચાર તથા પ્રજ્ઞપ્તિને ધારણ કરનાર અને દૃષ્ટિવાદને જાણનાર એવા જ્ઞાનીની પણ વાણીમાં કદાચિત્ સ્ખલના થઇ જાય- ભૂલી જાય તે બનવા યોગ્ય છે. માટે તેવું જાણીને સાધક મુનિ તેની હાંસી ન કરે. સંયમી પુરુષોએ નક્ષત્ર વિચાર, સ્વપ્નવિદ્યા, વશીકરણાદિયોગ વિદ્યા, નિમિત્તવિદ્યા, મંત્રવિદ્યા, આ સાવદ્ય વચનોનો ઉપદેશ કરવાથી પ્રાણી, ભૂત, જીવ, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ દસયાલિય-૮-૪૦૨ સત્વોનો નાશ અથવા તેઓને સંતાપ થાય છે. [૪૦૨-૪૦૩] અન્યને નિમિત્ત બનેલા સ્થાન, શવ્યા, અને આસનને મુનિ વાપરી શકે. પરંતુ તેનું સ્થાન સ્ત્રી પશુથી રહિત એકાંત હોવું જોઇએ અને મૂત્રાદિ શરીર બાધા નિવારી શકાય તેવી ભૂમિકાની અનુકૂળતા હોવી જોઈએ. જે પૂર્વોક્ત સ્થાનમાં સાધુ એકાકી હોય, તો સ્ત્રીઓ સાથે કથાવાત ન કરે. ગૃહસ્થનો પરિચય ન કરે. પરંતુ સાધુજનોની સાથેજ પરિચય રાખે. ૪૦૪-૪૦૮] જેમ કુકડાનાં બચ્ચાને હમેંશા બિલાડીથી ભય રહ્યો હોય છે તેજ પ્રમાણે બ્રહ્મચારીને સ્ત્રીના દેહથી ભય રહે છે. દિવાલ ઉપર ચિન્નેલ નારીના ચિત્રો ઉપર તેમજ આભૂષણોથી ભૂષિત સ્ત્રીને ટીકીટીકીને જુએ નહિ કદાચ અકસ્માતુ દ્રષ્ટિ પડી જાય તો સૂર્યની જેમ પોતાની દ્રષ્ટિને જલ્દીથી પાછી ખેંચી લે. બ્રહ્મચારી સાધકે જેના હાથ અને પગ છેદાઈ ગયેલા હોય, કાન, અને નાક કપાઈ ગયા હોય કે વિકૃત થઈ ગયા હોય તથા પૂરા સો વર્ષ થઈ ગયા હોય તેવી વૃદ્ધા અને કદરૂપી નારીનો પણ સંસર્ગ છોડવો જોઈએ. આત્મગવેષીને વસ્ત્રાદિવડે શરીરની વિભૂષા કરવી, સ્ત્રીનો સંપર્ક કરવો અને બલવર્ધક રક્ષાળુ ભોજન કરવા, એ સર્વે તાલપુટ-ભયંકર ઝેર સમાન છે. સ્ત્રીઓના અંગ પ્રત્યંગ, આકાર, મધુરા વેણ અને સૌમ્ય નિરીક્ષણ એ કામરાગમનોવિકાર ને વધારવાના જ નિમિત્તરૂપ છે. ૪િ૦૯-૪૧૦] બધી પુદ્ગલ-જડ વસ્તુઓનાં પરિણામને અનિત્ય જાણીને સાધક મનોજ્ઞ વિષયોમાં આસક્તિ ન રાખે અને અમનોજ્ઞ પદાર્થો પર દ્વેષ પણ ન લાવે. મુનિ સદા પૌદૂગલિક પદાથોના પરિણામને યથાર્થ રૂપે જાણીને, તૃષ્ણા રહિત થઈ તથા પોતાના આત્માને શાંત રાખીને સંયમ ધર્મમાં વિચરે. [૪૧૧-૪૧૨] ભિક્ષુ જે શ્રદ્ધા અને વૈરાગ્યભાવથી પોતાના ઘરને છોડીને ઉત્તમ એવા ત્યાગની ભૂમિકાને પામ્યા છે તેજ શ્રદ્ધા અને દ્રઢ વૈરાગ્યથી મહાપુરુષોએ બતાવેલા ઉત્તમ ગુણોમાં રહી સંયમધર્મનું પાલન કરે. સાધુ સંયમ યોગ, તપ અને સ્વાધ્યાયયોગનું સતત અનુષ્ઠાન કરતો હોય છે અને તેવા જ્ઞાનાદિ શસ્ત્રોથી સજ્જિત સેનાધિપતિ કે શૂરવીર પુરુષની જેમ પોતાનું અને પોતાના સૈન્યનું રક્ષણ કરે છે તેમજ સ્વપરનો ઉદ્ધાર કરવા માટે શક્તિમાન બને છે. [૪૧૩] સ્વાધ્યાય તથા સુધ્યાનમાં રક્ત, જીવોના રક્ષક, નિષ્પાપી તપમાં રત્ત તે સાધકનું પૂર્વકાલીન પાપકર્મ પણ અગ્નિથી ચાંદીનો મેલ નાશ થાય તેમ નાશ પામે છે. [૪૧૪] પૂર્વ કથિત (ક્ષમા દયાદિ) ગુણોને ધારણ કરનાર, દુલ્મોનો સમભાવે સહન કરનાર, જિતેન્દ્રિય, મૃતવિદ્યાનો ધારક, નિર્મમત્વ તથા અપરિગ્રહી સાધુ કર્મરૂપી વાદળોને હટાવીને જેમ સંપૂર્ણ શ્યામ વાદળાઓ હટવાથી ચંદ્રમાં શોભાને પામે છે તેમ શુદ્ધ સ્વરૂપે શોભે છે. અધ્યયન:૮ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન નવમું..વિનય સમાધિ) -: ઉસો-૧ - [૧૫] જે મુનિ ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદવશ ગુરુદેવની સમીપે રહીને વિનયની Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અધ્યયન-૯, ઉદેસો-૧ શિક્ષા લેતો નથી, જેમ વાંસનું ફળ પોતાના વિનાશ માટે હોય છે. તેમ - તેજ વિનયની અશિક્ષા તેના વિનાશને માટે હોય છે. [૪૧] જે મુનિ ગુરુને આ મંદ, અલ્પપ્રજ્ઞ છે, આ અલ્પવયસ્ક છે અને અલ્પકૃત છે, એમ જાણીને એમના ઉપદેશને મિથ્યા માનતા તેમની અવહેલના કરે છે તે ગુરુની આશાતના-અપમાન કરે છે. [૪૧૭-૪૨૨] કોઈ આચાર્ય વયોવૃદ્ધ હોવા છતાં પણ સ્વભાવથી જ મંદ અલ્પપ્રજ્ઞ હોય છે. અને કોઈ અલ્પવયસ્ક હોવા છતાં પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. આચારવાનું અને ગુણોમાં સુચિતાત્મા આચાર્ય, ભલે પછી તે મંદ હોય યા પ્રાજ્ઞ, પરંતુ વડીલ ગુરૂવર્યોની અવજ્ઞા કરનારા શિષ્યો)ની ગુણરાશિ અગ્નિમાં પડેલ લાકડની જેમ ભસ્મીભૂત થઈ જાય છે. કોઈ મૂર્ખ માણસ સપને નાનો જાણીને ક્રોધિત કરે તો તેનું તે સદ્વિારા અહિત થાય છે. તેવી જ રીતે જે પોતાના અજ્ઞાનથી આચાર્યનું અપમાન કરે છે તે ખરેખર પોતાનાં દુષ્કાર્યથી જ જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે છે. આશીવિષ સર્પ જે કદાપિ કુપિત થાય તો પ્રાણનાશથી અધિક કંઈ કરી શકે નહિ. પરન્તુ જો આશાતના કરવાવડે પૂજ્ય આચાર્યદિવ અપ્રસન્ન થઈ જાય તો તેની અપ્રસન્નતાના કારણથી અબોધિની પ્રાપ્તિ થાય. તથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જેમ કોઈ જીવન ઈચ્છુક આત્મા બળતી અગ્નિમાં પ્રવેશ કરે છે દ્રષ્ટિવિષ સપને કોપાવે છે અથવા વિષ ભક્ષણ કરે છે તો તે આત્મા કદાપિ બચી શકે નહિ અર્થાતુ મૃત્યુ પામી જાય તેમ સાધકજન ગુરુની આશાતના કરી સંયમ જીવન જીવી શકે નહિ. કદાચિતુ વિદ્યા કે મંત્ર આદિના બળથી અગ્નિ પણ બાળે નહિ, કોપાયમાન થયેલો દ્રષ્ટિવિષ સર્પ પણ કરડે નહિ, તેમજ હળાહળ વિષ પણ કદાચિત્ મારે નહિ. પરંતુ ગુરુનો કરેલ તિરસ્કાર તો નિષ્ફળ જાય નહિ, તેના ફળસ્વરૂપે મોક્ષ મળે નહીં. [૪૨૩-૪૨૪] જેમ કોઈ મૂર્ખ વ્યક્તિ પોતાના મસ્તક વડે પર્વતને ભેદી નાખવાની ઈચ્છા કરે, તથા કોઈ સૂતેલા સિંહને જાગૃત કરવાની ઈચ્છા રાખે, તેમજ કોઈ ભાલાની અણી ઉપર લાતનો પ્રહાર કરે તે સર્વે ક્રિયાઓ જેમ હાનિકારક છે, પોતાનેજ જીવનમુક્ત કરનાર નિવડે છે, તેમ ગુરુનો તિરસ્કાર અવગણના માત્ર સાધકની મોક્ષદશામાં બાધક બની રહે છે. કદાચિત્ કોઈ પોતાની શક્તિથી અથવા દેવયોગે મસ્તકવડે પર્વતને ભેદીનાખે, કોપેલો સિંહ પણ કદાચ ભક્ષણ કરે નહિ તથા ભાલાની અણી પણ કદાચ વિંધે નહિ, પરંતુ ગુરુનો કરેલો તિરસ્કાર કે તેની અવગણના તો બરાબર સાધકના મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન કરે જ છે. ૪૨૫આચાર્ય અપ્રસન્ન થઈ જાયતો શિષ્યને બોધિલાભ ન થાય. આશાતનાથી મોક્ષ ન મળે તેથી અવ્યાબાધ સુખની ઇચ્છાવાળાએ ગુરુની પ્રસન્નતા માટે તત્પર રહેવું. [૪ર૬-૪૨૭] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિમાં ભિન્ન ભિન્ન પ્રકારના ઘી, મધ વગેરે પદાર્થોની આહુતિઓ આપી તથા વેદના મંત્ર-પદોવડે અભિષિક્ત કરી હોમાગ્નિને નમસ્કાર કરે છે તેમ શિષ્ય અનંતજ્ઞાનને પામવા છતાં પણ ગુરુદેવની વિનયપૂર્વક ભક્તિ કરે. જે ગુરુની પાસેથી ધર્મશાસ્ત્રના ગૂઢ રહસ્યો શીખેલો હોય તે ગુરુનો વિનય ભાવ યથાયોગ્ય કરે. તેમજ મસ્તકે અંજલિ જોડી તેમને પ્રણામ કરે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દસયાલિય-૯/૧/૪૨૮ વચનથી તેમનો સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે; [૪૨૮] સાધક કલ્યાણને ઈચ્છતો હોય તો તેને માટે લજ્જા - સંયમ, બ્રહ્મચર્ય એ સર્વે આત્મવિશદ્ધિના સ્થાનો છે. જે ગુરુ સતત આવી શિક્ષાઓ મને આપે છે. તેની હું સતત સત્કાર સેવા પૂજા કરું છું. ૪૨૯-૪૩૦] જેમ રાત્રિ વ્યતીત થવા પર ક્રમશઃ તપતો સૂર્ય સંપૂર્ણ ભારતક્ષેત્રમાં પ્રકાશ કરે છે તેજ પ્રમાણે આચાર્ય દેવ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે. અને જેમ દેવોમાં ઈન્દ્ર શોભે તેમ આચાર્ય સાધુગણમાં શોભા પામે છે. જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારા ગણના પરિવારથી યુક્ત થઈને વાદળાં રહિત સ્વચ્છ આકાશમાં અતિ સુંદર અને દેદીપ્યમાન દેખાય છે તેજ પ્રમાણે ગણને ધારણ કરનારા આચાર્ય પણ સંઘરૂપી નિર્મળ આકાશમાં પોતાના સુસાધુગણના પરિવારથી શોભા પામે છે. [૪૩૧] સદ્ધર્મનો ઇચ્છુક અને અનુત્તમ સુખનો અભિલાષી સંયમી, જ્ઞાન, દર્શન તથા શુદ્ધ ચારિત્રના મહાભંડારરૂપ તથા શ્રત, શીલ અને બુદ્ધિથી યુક્ત સમાધિવંત આચાર્ય ને વિનય અને ભક્તિથી સંતુષ્ટ કરે છે અને આરાધે છે. [૪૩૨] જે બુદ્ધિમાનું સાધક હોય છે તે આ ઉપરનાં સુભાષિતોને સાંભળીને અપ્રમત્તપણે પોતાના આચાદિવની સેવા કરે છે અને તે દ્વારા સત્તાન, સચ્ચારિત્ર ઇત્યાદિ અનેક ગુણોને આરાધીને ઉત્તમ એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. એમ હું કહું છું. | અધ્યનન-૯, ઉદેસો-૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! – ઉદેસો-૨ઃ[૪૩૨-૪૩૩ જેમ મૂળથી વૃક્ષનું થડ, થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશાખાઓ, તેમાંથી પાંદડાઓ ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો, ફળો અને મધુરો રસ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ પરિણામ રસરૂપ મોક્ષ છે. તે વિનયરૂપી મૂળદ્વારા શિષ્ય આ લોકમાં કીર્તિ, અને જ્ઞાન પ્રાપ્ત કરી પરમશ્લાધાને પામીને સંપૂર્ણ ઇષ્ટતત્ત્વ-મોક્ષને પામે છે. [૪૩૪] જે પુરુષો ક્રોધી, મૂર્ખ, અહંકારી કઠોર ભાષી છે, છળ કપટ કરવામાં પાવરધો છે તે અવિનય-દોષથી યુક્ત આત્મા જેમ સરિતાના પ્રવાહમાં કાષ્ઠ તણાય. જાય તેમ સંસાર સાગરના પ્રવાહમાં તણાતો રહે છે. ૪૩] કોઈ ઉપકારી મહાપુરુષ જ્યારે હિતશિક્ષા આપી અવિનીતને વિનયમાર્ગમાં લાવવા પ્રેરણા કરે ત્યારે તે મૂર્ખ મનુષ્ય ઉલટો કોપ કરીને તે હિતશિક્ષાનો તિરસ્કાર કરે છે તે ખરેખર આંગણે આવેલી સ્વર્ગીય લક્ષ્મીને દંડ મારીને હાંકી કાઢવા સમાન કાર્ય કરે છે. ૪૩૬-૪૪જે સવારીના કામમાં આવનાર ઘોડા અને હાથી અવિનીત હોય છે તે સેવા કાળમાં દુઃખનો અનુભવ કરતા દેખાય છે. પણ સવારીના કામમાં આવનાર જે હાથી-ઘોડા સુવિનીત હોય છે તે ઋદ્ધિ અને મોટો યશ પ્રાપ્ત કરી સુખનો અનુભવ કરતા દેખાય છે. - એજ રીતે અવિનય કરનારા સ્ત્રી, પુરુષો આ લોકમાં ઘોરાતિઘોર દુ;ખ ભોગવતાં, માર પડવાથી ઘાયલ થયેલાં, નાક, કાનાદિ કાપી નાંખવાથી Page #178 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૯, ઉદેસો-ર ૧૭૫ વિકલેન્દ્રિય બનેલાં પ્રત્યક્ષ દેખાય છે. દંડ અને શસ્ત્રથી ક્ષત-વિક્ષત શરીરવાળા, અસભ્ય વચનોથી સર્વત્ર તિરસ્કાર પામનારા, દીનભાવ દેખાડનારા, પરાધીન જીવન વ્યતીત કરનારા તેમજ ક્ષુધા તૃષાની તીવ્ર અસહ્ય વેદના ભોગવનારા દેખાય છે. પરંતુ જે નરનારીઓએ વિનયની આરાધના કરી હોય છે તે આ લોકમાં મહાયશસ્વી અને મહાસંપત્તિને પામી સુખ ભોગવતા દેખાય છે. [૪૧-૪૪૨] અવિનીત આત્મા દેવ, યક્ષ કે ભવનપતિ ગુહ્યક નામક દેવ યોનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ ચાકરપણું પામીને દુખ ભોગવતાજ દેખાય છે. પણ જે સુવિનીત આત્મા છે તે દેવ, યક્ષ અને ભવનપતિદેવ થઈને પણ ત્યાં મહાયશસ્વી તથા મહાદ્ધિમાનુ થઈને સુખ ભોગવતાજ દેખાય છે. ૪૪૩ જે મુનિ આચાર્ય ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમની આજ્ઞાનુસાર વર્તે છે તૈઓની શિક્ષા-શાન પાણીથી સિંચાયેલા વૃક્ષોની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે. ૪૪૪-૪૪૭ ગૃહસ્થો આલોકના લૌકિક ઉપભોગ નિમિત્તે પોતાને કે બીજાને માટે વિવિધ પ્રકારની શિલ્પકળાઓ તથા તેની નિપુણતાને શીખે છે તે પુરુષો લલિતકોમળ ઇન્દ્રિયવાળા હોય તો પણ શિક્ષાકાળમાં વિદ્યાગુરુ દ્વારા ઘોરબંધ-વધ અને દારણ પરિતાપને પામે છે. તે વિદ્યાર્થીઓ બંધાદિ કષ્ટો દેનારા ગુરુ પ્રત્યે ક્રોધ નહિ કરતાં તેમની પૂજા કરે છે સત્કાર કરે છે, પ્રણામ કરે છે અને ગુરુ જે આજ્ઞા આપે છે તદનુસાર આચરણ કરે છે. તો પછી જે આગમ-શ્રત. પ્રાપ્તિમાં તત્પર અને અનન્ત હિતમોક્ષના ઇચ્છુક છે તેને માટે તો કહેવાનું જ શું હોય? તેથી ભિક્ષુ, આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. કોઈ સમયે અજ્ઞાનથી ગુરુના હસ્તપાદાદિ શારીરિક અવયવોને તથા યાવન્માત્ર ધર્મસાધનભૂત ઉપકરણોનો પાદાદિથી સંઘટ્ટો થઈ જાય તો, તેજ સમયે શિષ્ય નમ્ર થઇને પશ્ચાત્તાપની સાથે મુખથી “ મિચ્છા મિ દુક્કડ’ કહી ક્ષમા યાચના કરે અને પ્રતિજ્ઞા કરે કે - આવો અપરાધ ફરી નહિ કરું. ૪િ૪૬-૪૪૮] ગાળિયો બળદ જેમ ચાબુકનો પ્રહાર પડ્યા પછીજ રથને વહન કરે છે. તે જ પ્રમાણે દુષ્ટ બુદ્ધિ અવિનીત શિષ્ય ગુરુદેવના વારંવાર કહેવાથીજ કાર્ય કરે છે. ગુરુ કોઈ કાર્યને માટે એકવાર બોલાવે તથા વારંવાર બોલાવે ત્યારે શિષ્ય આસન ઉપર રહીને પ્રત્યુત્તર ન આપે. પરન્તુ શીઘ્રતાથી આસન છોડીને સમીપે આવી ઊભો રહે વિનયથી વાત સાંભળે સ્વીકાર કરે. તેમજ તર્કથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગુરુશ્રીના અભિપ્રાયો અને સેવાના ઉપચારો જાણીને તે તે ઉપાયોને આદરે. ૪િ૪૯] અવિનીતને વિપત્તિ પ્રાપ્ત થાય છે અને સુવિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ બંને વાતને જે જાણે છે તે જ શિક્ષા ને સુખપૂર્વક પ્રાપ્ત કરે છે. ૪િ૫૦] જે સાધક બહુ ક્રોધી બુદ્ધિ અને ઋદ્ધિના ગર્વવાળો, ચાડી ચુગલી ખોર, ખોટા કાર્યોમાં સાહસિક, અવિનયી, મૂર્ખ પેટભરો છે તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી. ૪િ૫૧] જેઓ ગુરુની આજ્ઞામાં રહેનાર, કૃત તથા ધર્મના રહસ્યને જાણનાર, વિનયનું પાલન કરવામાં પંડિત પુરુષો હોય છે. તેઓ દુખે કરીને તરી શકાય એવા ઘોર સંસારસાગરને તરી જઈ સર્વોત્તમ એવી સિદ્ધ ગતિને પામે છે તેમ હું કહું છું અધ્યયન-૯ ઉદેસરની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ~~ ઉદ્દેસો-૩ ઃ = દસનેયાલિયં – ૯/૩૪૫૬ [૪૫] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની સારી રીતે શુશ્રુષા પૂર્વક ઉપાસના કરવામાં સાવધાન રહે છે તે પ્રમાણે શિષ્યો પોતાના ગુરુની સેવામાં સાવધ રહેવું જોઈએ. આચાર્યની દૃષ્ટિ અને ઇશારા ઊપરથી જ જે સાધક તેમની ઇચ્છાઓને સમજી જાય છે અને પૂર્ણ કરે છે તેજ પૂજનીય બને છે. [૪૫૭] જે શિષ્ય આચારને માટે ગુરુનો વિનય કરે, તેમના વચન શ્રવણની ઇચ્છા રાખે તદનુસાર કાર્ય કરે અને અવજ્ઞા ન કરે તેજ સાધક પૂજનીય થાય છે. [૪૫૮] જે પોતાથી જ્ઞાનમાં કે સંયમમાં જ્યેષ્ઠ હોય અને વયમાં નાના હોય છતાં પણ તેનો વિનય કરનાર હોય, પુનઃ ગુણી જન પાસે નમ્રભાવે વર્તે તથા જે સત્યવાદી વિનયી અને ગુરુજનોની આજ્ઞાનુસાર વર્તનાર હોય તે સાધક પૂજનીય થાય છે. [૪૫૯] જે સંયમી સંયમ યાત્રાના નિર્વાહ માટે હંમેશાં સામુદાયિક, વિશુદ્ધ અને અજ્ઞાત ઘરોમાં ગોચરી કરે, પરંતુ ત્યાં આહાર ન મળે તો ખેદ ન કરે તેમ મળે તો સ્તુતિ ન કરે તે પૂજ્ય બને છે. [૪૬૦] સંથારો, શય્યા-સ્થાન, આસન, ભાત, પાણી વગેરેનો અતિ લાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઇચ્છા રાખી જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી જે પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે. આવો સંયમી પુરુષ વસ્તુની અપ્રાપ્તિપર પણ સંતોષને મુખ્ય ગુણ માની તેમાં જ રમે છે તેજ સાધક પૂજ્ય થાય છે. [૪૬૧-૪૬૩] મનુષ્ય ધન કે તેવી કોઇ પણ સાંસારિક વસ્તુઓની આશાથી લોખંડના કાંટાઓ ઉપર ચાલે કે શયન કરે છે પણ કર્ણમાં બાણની માફક ખૂંચે તેવા કઠોર વાણીરૂપ કંટકોને જરામાત્ર સ્વાર્થ વિના સહન કરી લેવા તે અતિ અશક્ય છે. છતાં પણ તેને ફૂલ જેવા માની સહન કરે છે તે ખરેખર પૂજનીય છે. લોખંડના કાંટાઓ તો મુહૂર્ત માત્ર દુઃખ આપે છે. અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો હ્દયમાં એવા તો આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી; તેના સંબંધે તો એવા ગાઢા વૈરીની પરંપરા વધારનાર અને મહા ભયાનક હોય છે. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાંજ ચિત્તમાં વૈમનસ્ય ઉત્પન્ન કરી દે છે. પરંતુ તેવા કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શૂરવીર અને જીતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાન ધર્મમાની સમભાવપૂર્વક સહન કરે છે તેજ ખરેખર પૂજ્ય છે. [૪૪] જે સાધુ કોઈપણ મનુષ્યની પાછળ તેના કદી અવર્ણવાદ ન બોલે, પ્રત્યક્ષમાં વૈર વિરોધ થાય તેવી ભાષા કદિ ન બોલે તથા નિશ્ચયાત્મક અને કોઇને અપ્રિયકરનારી ભાષા પણ ન બોલે, તેજ ખરેખર પૂજ્ય છે. [૪૫] જે અલોલુપી, અકૌતુકી, મંત્રજંત્રાદિ ઇંદ્રજાળ નહિ કરનાર, અમાયી અને પિશુનતારહિત, અદ્યનવૃત્તિવાન અને સ્વયં પોતાની પ્રશંસા ગાતો નથી તેમ અન્યની પાસે પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ ધરાવતો નથી તેજ ખરેખર પૂજ્ય છે. [૪૬૬] સદ્ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે. માટે તું સાધુગુણોને ગ્રહણ કર, અને અવગુણોને ત્યાગી દે, આવી રીતે પોતાના જ આત્માથી પોતાના આત્માને સમજાવે. આ રીતે સાધના કરતો સાધક રાગ દ્વેષના નિમિત્તોમાં સમભાવ જાળવી શકે છે ત્યારેજ તે પૂજનીય હોય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૯, ઉદેસો-૩ ૧૭૭ [૪૬૭] જે પોતાથી વડીલ હોય કે નાની વયનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય. કોઈની પણ જે નિંદા કે તિરસ્કાર કરે નહિ તેમજ અહંકાર અને ક્રોધ આદિ કષાયોને તિલાંજલિ આપી દે, તેજ ખરેખર પૂજ્ય છે. [૪૬૮] ગૃહસ્થ જેમ પોતાની કન્યાને યત્નપૂર્વક યોગ્ય સ્થાન શોધી ત્યાં પરણાવી દે છે તેજ પ્રમાણે શિષ્યથી પૂજાયેલા ગુરુદેવ પણ યત્નપૂર્વક જ્ઞાનાદિ સદ્દગુણોની પ્રાપ્તિ કરાવી ઉચ્ચ ભૂમિકાપર સાધકને મૂકી દે છે. એવા ઉપકારી અને માન આપવાને યોગ્ય મહાપુરુષોને જિતેન્દ્રિય, સત્યમાંજ સદા રક્ત અને તપસ્વીને સાધક પૂજે તે જે ખરેખર પૂજ્ય છે. [૪૯] સગુણોના સાગર સમાન તે પરોપકારી ગુરુવર્યોનાં સુભાષિતો સાંભળીને બુદ્ધિમાનું સંયમી પાંચ મહાવ્રતો અને ત્રણ ગુપ્તિઓ મન, વચન, અને કાયાના સંયમથી યુક્ત બની ચારેય કષાયોનો ક્રમશઃ ત્યાગ રહે છે. [૪૭૦] આવી રીતે અહીં સતત ગુરુજનની સેવા કરીને જેન દર્શનનું રહસ્ય જાણવામાં નિપુણ અને જ્ઞાન કુશળ વિનીત ભિક્ષ પોતાનાં પૂર્વના કરેલાં કર્મોના મેલ ને નાશ કરી અનુપમ અતુલ મોક્ષ ગતિને પામે છે. આ પ્રમાણે હું કહું છું. [અધ્યયન ૯ ઉદેસોઃ ૨ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ -: ઉદેસી-૪:[૪૭૧-૪૭૨] હે આયુષ્યમાનું! ભગવાન મહાવીરે કહ્યા પ્રમાણે મેં સાંભળ્યું છે. તે સ્થાવર-પ્રૌઢ અનુભવી ભગવાને વિનય સમાધિનાં ચાર સ્થાનો નિરૂપ્યા છે. તે સ્થવિર ભગવંતોએ કયા ચાર સ્થાનો વર્ણવ્યાં છે ? તે સ્થવિર ભગવંતોએ આ ચાર વિનય સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. તે આ પ્રમાણે છેઃ- વિનય સમાધિ, શ્રુત સમાધિ તપઃ સમાધિ અને આ ચાર સમાધિ જે જિતેન્દ્રિય હોય છે તે પંડિત પુરુષ હંમેશા પોતાના આત્માને આ ચાર સમાધિમાં રમાડે છે. [૪૭૩-૪૭પ વિનય સમાધિ ચાર પ્રકારની છે. શિષ્ય આચાર્યના અનુશાસનને સાંભળવા ઇચ્છા કરે, તે અનુશાસનને સમ્યકરૂપે સ્વીકાર કરે, ગુરુના વચનાનુસાર આચરણ કરે અને ગર્વથી અહંકારી બની પોતાનો પ્રશંસક ન થાય. સાધક હિતશિક્ષાની સદા ઇચ્છા કરે. ઉપકારી ગુરૂના વચનની શુશ્રુષા કરે ગુરુની સમીપમાં રહી વચનનું યથાર્થ પાલન કરે અને હું વિનય સમાધિમાં કુશલ છું એ રીતે અભિમાનના મદથી અહંકારી ન થાય. ૪િ૭૬-૪૭૮1 શ્રત સમાધિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે મને વાસ્તવિક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે, તે માટે, મારૂં ચિત્ત જ્ઞાનમાં એકાગ્ર થઈ જશે માટે, હું મારા આત્માને સ્વમાં સ્થાપિત કરી શકીશ માટે અને હું સ્વયં ધર્મમાં સ્થિત થઈને બીજા ભવ્ય જીવોને પણ ધર્મમાં સ્થિર કરીશ આ કારણે પણ મારે મૃતનો અભ્યાસ કરવો યોગ્ય છે જે મુનિ શાસ્ત્રધ્યયન કરે છે તેનું જ્ઞાન વિસ્તીર્ણ થાય છે, ચિત્તમાં એકાગ્રતા આવે છે. તથા તે ધર્મમાં સ્વયં સ્થિર થાય છે, અને બીજાને પણ સ્થિર કરે છે. અનેક પ્રકારના શ્રતોનું અધ્યયન કરીને સમાધિમાં પૂર્ણ અનુરક્ત રહે છે. [૪૭૯-૪૮૦] તપ સમાધિ પણ ચાર પ્રકારની છે તે આ પ્રમાણે છે સાધક આ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ દસયાલિય-૯૪૪૮૧ લોકના સુખ માટે, પરલોક-સ્વગાદિના સુખ માટે, કીર્તિ, વર્ણ, (સ્લાધા) શબ્દ કે શ્લોકને માટે અને નિર્જરા-પાપકર્મને વિખેરવું તે સિવાય કોઈ પણ અન્ય પ્રયોજનથી તપ ન કરે. તે પૈકી ચોથા પદને બરાબર યાદ રાખે. તપ સમાધિમાં હંમેશાં યુક્ત થયેલો સાધક વિવિધ પ્રકારનાં સગુણોના ખજાનાભૂત તપશ્ચર્યામાં સદા અનુરક્ત થાય અને કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના ફક્ત નિર્જરા માટેજ કર્મને ક્ષીણ કરવાની ભાવના. રાખનાર બને તો તે સાધુ તપવડે પ્રાચીન પાપોનો નાશ કરી શકે. [૪૮૧-૪૮૨) આચાર સમાધિ પણ ચાર પ્રકારની છે. કોઈ પણ સાધક ઐહિક સ્વાર્થ માટે પરલૌકિક સ્વાર્થ માટે, કીર્તિ, વર્ણ, શબ્દ કે શ્લોક ને માટે, અને અહંત દેવોએ ફરમાવેલા નિર્જરાના હેતુ સિવાય કોઈ પણ સ્વાર્થ માટે આચાર ન પાળે. તે પૈકી ચૌથું પદ બરાબર યાદ રાખવું. જે સાધુ દમિતેન્દ્રિય બની આચારથી આત્મસમાધિને અનુભવે છે, જિનેશ્વરોના વચનમાં અર્પણ થઈ ગયો હોય છે, વાદવિવાદોથી વિરત અને સંપૂર્ણ ક્ષાયિક ભાવને પામી મુક્તિની નિકટ ગયેલો હોય છે. ૪૮૩-૪૮૪] તે સાધુ ચાર પ્રકારની સમાધિને આરાધી સુવિશુદ્ધ થઈ તથા ચિત્તની સુસમાધિ સાધીને પરમ હિતકારી અને એકાંત સુખકારી એવું પોતાનું કલ્યાણ સ્થાન સ્વયં પ્રાપ્ત કરે છે. આથી તે જન્મ મરણના ચક્રથી સર્વથા મુક્ત થઈ નરકાદિ અવસ્થાનો પૂર્ણ ત્યાગ કરી શાશ્વત સિદ્ધ થાય છે અથવા જો થોડા પૂર્વકર્મ શેષ રહી જાય તો મહાદ્ધિશાળી ઉત્તમ કોટિનો દેવ બને છે. તેમ હું તમને કહું છું. અધ્યયન-૯ઉસો ૪ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | નવમું અધ્યયન-ગુર્જરછાયા પૂર્ણ (દસમુ અધ્યયન સભિક્ષુ) [૪૮૫-૪૮૯] જે તીર્થંકરના ઉપદેશથી દીક્ષા લઈને સદા જ્ઞાનીના વચનોમાં અનુરક્ત રહે છે અને નિત્ય સમાધી જાળવે છે. સ્ત્રિયોના પાશ બંધનમાં જે જકડાતા નથી અને વમી દીધેલા ભોગોને પાછા ભોગવવાની ઈચ્છા રાખતો નથી તેજ ભિક્ષુ છે. જે સ્વયં પૃથ્વીને ન ખોદે, ન ખોદાવે, ખોદતો હોય તેને અનુમોદન પણ ન આપે, વળી સચિત્ત પાણી સ્વયં ન પીએ ન પીવડાવે, પીતો હોય તેને ન અનુમોદ, અગ્નિને પોતે જલાવે નહિ, બીજા દ્વારા બળાવે નહિ કોઈ અગ્નિ પેટાવતું હોયતો અનુમોદન આપે નહિ તેજ ભિક્ષ છે. પંખા વગેરે સાધનથી પવન પોતે નાખે નહિ, બીજા પાસે નખાવે નહિ, નાખતાને અનુમોદ નહિ, અને વનસ્પતિઓને સ્વયં છેદે નહિ, છેદાવે નહિ, છેદતા હોય તેને અનુમોદે નહિ, તેમજ માર્ગમાં સચેત્ત બીજો પડ્યાં હોય તો તેને છોડીને ચાલે અને ભિક્ષા પણ સચિત્ત હોય તો ગ્રહણ ન કરે. તેજ ભિક્ષુ છે. સંયમી પુરુષો, પોતાને માટે બનાવેલો આહાર ગ્રહણ ન કરે કારણ કે આવા આહારાદિ તૈયાર કરવામાં પૃથ્વી, ઘાસ, કાષ્ઠ અને તેને આશ્રયે રહેલા ઈતર જીવોની પણ હિંસા થાય છે. તેથી અનાદિ પકાવે નહી, પકાવવા કહે નહીઆવું નિરવધ જીવન જીવે તેજ ભિક્ષુ છે. જે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના ઉત્તમ વચનો પ્રત્યે રૂચિ ધરાવીને સૂક્ષ્મ અને સ્થળ બન્ને પ્રકારના છ જવનિકાય જે પોતાની સમાન માને છે પાંચ મહાવ્રતોનો સ્પર્શ કરે છે. પાંચેય પ્રકારના આશ્રવો પાપÁારો વ્યાપરથી રહિત થાય છે તેજ ભિક્ષ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૧૦ ૧૭૯ | ૪િ૯-૪૯૧ી જે ક્રોધ, માન, માયા, લોભનું સદા વમન કરતો રહે છે, જ્ઞાની પૂરૂષોના વચનમાં ચિત્તને સ્થિર કરી રાખે છે, સોનું ચાંદી ઈત્યાદિ ધનને ત્યાગી દે છે તેજ ભિક્ષ છે. જે સમ્યક દ્રષ્ટિ છે, અમૂઢ છે. જ્ઞાન, તપ અને સંયમમાં રહી તપથી પૂર્વકર્મોને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે છે મન વચન કાયાથી સુસંવૃત છે. તેજ ભિક્ષુ છે. ૪િ૯૨-૪8] તેમજ વિવિધ પ્રકારનાં અસન, પાણી, ખાદ્ય કે સ્વાદ્ય વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમ દિવસે ઉપયોગમાં આવશે એમ માનીને જે સાધક સંચય કરે નહિ, કરાવે નહિ તેજ ભિક્ષ છે. તેમજ ભિન્ન ભિન્ન પ્રકારનાં અશન, પાણી, ખાદ્ય કે સ્વાદ્ય વગેરે આહાર મેળવીને પોતાના સ્વધર્મી સાથીદાર સાધુઓને બોલાવીને તેની સાથે ભોજન કરીને સ્વાધ્યાયમાં રક્ત રહે છે તેજ ભિક્ષુ છે. ૪િ૯૪-૪૯૫] જે કલેશ, ટેટો, થાય તેવી કથા ન કહે નિમિત્ત મળવા છતાં કોઈપર કોપ ન કરે, ઈન્દ્રિયોને નિશ્ચિળ રાખે, મન શાંત રાખે, સંયમ યોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈનો પણ તિરસ્કાર ન કરે તેજ ભિક્ષુ છે જે ઈન્દ્રિયોને કાંટા સમાન દુઃખ આપે તેવા આક્રોશ વચન-પ્રહારો અને અયોગ્ય ઉપાલંભોને સહન કરે છે. જ્યાં ભયંકર અને પ્રચંડ ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં રહી. વૈતાલાદિના શબ્દ અટ્ટહાસ્યાદિ ઉપસર્ગોને સહન કરી જાય છે તથા સુખ અને દુઃખમાં સમભાવ રાખી જાણે તેજ ભિક્ષ છે. ૪૯૬-૪૯૭] જે સાધુ પ્રતિમા અંગીકાર કરીને સ્મશાન ભૂમિમાં જાય અને ત્યાં રહી ભય ઉત્પન કરે તેવા ભયાનક શબ્દ સાંભળીને પણ જે ન ડરી જાય તથા વિવિધ ગુણો અને તપશ્ચરણમાં રક્ત રહી પોતાનાં દેહનું ભાન ભૂલી જાય તેજ ભિક્ષુ છે જે સદૈવ દેહમૂછથી મુક્ત બનીને રહે છે. કઠોર વચનોથી તાડન, તર્જન કરે. માર મારે, છેદનભેદન કરે તે સમયે સર્વસહા પૃથ્વીની સમાન ક્ષમાશીલ બની રહે છે. જે નિયાણું કરતો નથી કુતૂહલ કરતો નથી. તે ભિક્ષુ છે. [૪૯૮] પોતાના શરીરથી બધા પરીષહો ને જીતી ને જે ભિક્ષ જન્મમરણો એજ મહાભયના સ્થાન છે, એમ જાણી સંયમ અને તપમાં રક્ત રહી જાતિ પથમાંથી પોતાના આત્માને ઉગારી લે છે તેજ ભિક્ષુ છે. [૪૯૯-૫૦૧] જે સૂત્ર તથા તેના રહસ્ય જાણે છે હાથ, પગ, વાણી અને ઈન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે અધ્યાત્મ રસમાં જ જે મસ્ત રહે છે અને પોતાના આત્માને સમાધિમાં રાખે તે ભિક્ષુ છે. સંયમના ઉપકરણોમાં અને ભોજન વગેરેમાં જ આસક્ત રહે નહિ અજ્ઞાત ઘરોમાં પરિમિત ભિક્ષા ગ્રહણ કરીને સંયમ જીવનનો નિર્વાહ કરે, ચારિત્રમાં ક્ષતિ થાય તેવા દોષોથી બચતો રહે અને લેવું, વેચવું, ભેળું કરવું વગેરે અસંયમમય વ્યાપારોથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિના બંધનથી રહિત, થાય તેજ ભિક્ષુ છે. જે લોલુપતાથી રહિત થઈ કોઈપણ પ્રકારના રસોમાં આસક્ત બને નહિ, ભિક્ષાચારીમાં પરિમિત ગ્રહણ કરે છે. ભોગી જીવન ગાળવાની વાસનાથી પર રહે છે, અને સત્કાર, પૂજા, ભૌતિક સુખની જેને પરવાહ ન હોય. તથા નિરાભિમાની અને સ્થિર આત્મભાવવાળો હોય તે ભિક્ષ છે. [૫૦૦-૫૦૪] સાધુ બીજાને દુરાચારી ન કહે. અન્ય કુપિત થાય તેવું દૂષિત વાક્ય પણ ન બોલે, બધા જીવોના પુણ્ય અને પાપ પૃથક પૃથક છે. ફળ પણ તે પ્રમાણે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ દસયાલિય-૧૦-૫૦૫ મળે છે, તેમ જાણીને પોતાના દોષો દૂર કરે અને પોતાનો સ્વભાવ બીજા કરતાં ઊંચો છે એવું અભિમાન પણ ન કરે તે ભિક્ષુ છે. જે જાતિ, રૂપ, લાભ, જ્ઞાન આદિનું અભિમાન ન કરે, સર્વ પ્રકારના અહંકારને છોડી સદ્ધર્મના ધ્યાનમાંજ અનુરક્ત રહે છે તેજ ભિક્ષુ છે. મહામુનિ સાચા ધર્મનો માર્ગ જણાવે, પોતે સદ્ધર્મમાં બરાબર સ્થિર રહી બીજાને પણ સાચા ધર્મમાં સ્થિર કરે, ત્યાગમાર્ગ ગ્રહણ કરીને દુરાચારના ચિહ્નો ત્યાગી દે કુસાધુનો સંગ ન કરે અને કોઇની ઠઠ્ઠાબાજી હાંસી, મશ્કરી પણ ન કરે તે ભિક્ષુ છે. 1 [૫૦૫] તેવો ભિક્ષુ હંમેશાં પોતાના આત્માને શાશ્વત હિતમાં સ્થિર રાખીને નશ્વર અને અપવિત્ર દેહવાસને ત્યાગીને તથા જન્મમરણના બંધનોને સર્વથા ઉચ્છેદ કરીને અપુનરાગમન ગતિને પ્રાપ્ત થાય છે. એમ હું (તમને) કહું છું. અધ્યયન-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (પ્રથમ ચૂલિકા-રતિવાકય) [૫૦] પ્રવજ્યા અંગીકાર કર્યા પછી સાધકના ચિત્તમાં સંયમ પ્રત્યે અરુચિઉદ્વેગ થાય. અને સંયમ છોડી દેવાની ઈચ્છા થઈ જાય પરન્તુ સંયમ છોડી દીધો ન હોય તેવા સાધકને માટે આ અઢાર સ્થાન વિચારવા યોગ્ય છે. ઉન્માર્ગે ચાલતા અશ્વને સન્માર્ગે લાવવા લગામ, ઉન્મત્ત હાથીને અંકુશ અને વહાણને પ્રવાહના માર્ગ ઉપર લાવવા સઢ જેમ ઉપયોગી બની જાય છે તેમ સાધકનું ચિત્ત સન્માર્ગે આવી જાય છે. હે આત્મન્ ! આ દુષમ કાળનું જીવનજ દુઃખમયછે, સંસારના દરેક જીવો દુખી છે. ઘણી મુશ્કેલીથી પોતાની આજિવાડી ચલાવે છે ગૃહસ્થાશ્રમીઓના કામભોગો અતિઅલ્પ. ક્ષણિક અને તુચ્છ કોટિનાજ હોય છે, સંસારી માયામાં ફસેલા મનુષ્યો બહુ કપટવાળા હોય છે. આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કંઈ ચિરકાળ ટકવાનું નથી. સંયમ છોડીને ગૃહસ્થાશ્રમમાં જતાં શુદ્ધ મનુષ્યોની પણ ખુશામત કરવી પડે છે. ગૃહસ્થાશ્રમ સ્વીકારવા જતાં વમેલી વસ્તુને ફરીથી પીવી પડશે સંયમ છોડીને ગૃહસ્થ જીવન સ્વીકારવું તે નરકાગારમાં જવા માટેની તૈયારી રૂપ છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓને ધર્મનો સ્પર્શ પણ દુઃશક્ય છે અચાનક રોગ ઉત્પન્ન થતા દહનો નાશ થઈ જાય છે ખરાબ સંકલ્પ પણ મૃત્યુ કરે છે. ગૃહસ્થપાસ કલેશમય છે. મુનિ પયય શાન્તિમય છે. ગૃહસ્થવાસ બંધન છે. મુનિપર્યાય મોક્ષ છે. ગૃહસ્થજીવન દૂષિત છે સંયમી જીવન નિર્દોષ છે. ગૃહસ્થોના કામભોગો -હલકી કોટિના છે. જગતના સૌ જીવો પુણ્ય અને પાપથી ઘેરાયેલ છે. મનુષ્યનું જીવન ડાભની ટોચ પર રહેલાં જલબિન્દુની જેમ ચંચળ છે. અરેરે ! ખરેખર પૂર્વકાળે પાપકર્મ બહુ કર્યું હશે. દુશ્ચારિત્રનું સેવન કરીને કદી પાપકર્મોથી મુક્તિ ન મળે. પરન્તુ દુઃખે સહી શકાય તેવાં પૂર્વ પાપકમોને સમભાવ પૂર્વક વેદતા અને તપવડે ક્ષય કરવાથી તે કમોંથી મુક્તિ મળે. [પ૦૭-૫૦૮] કોઈ અનાર્ય પુરુષ જ્યારે ભોગોના કારણે પોતાના ચિરસંચિત ચારિત્ર ધર્મને છોડી દે છે ત્યારે ભોગાસક્ત તે અજ્ઞાની ભવિષ્યકાળનો વિચાર કરી શકતો નથી જેમ ઈન્દ્ર પુણ્ય ક્ષય થતા સ્વર્ગલોકથી યુત થઈને મનુષ્ય લોકમાં આવે છે ત્યારે તે ઘણો ઘણો શોક પશ્ચાત્તાપ કરે છે. તેમ જ્યારે સાધુ ત્યાગાશ્રમ ત્યાગીને ગૃહસ્થ જીવનમાં પાછો આવે છે ત્યારે એ ધર્મથી ભ્રષ્ટ થઈને પરિતાપ કરે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ચૂલિકા [પ૦૯-૫૧૧] પ્રથમ તે વિશ્વનો વંદનીય હોય છે અને ભ્રષ્ટ થયા પછી અવંદનીય તિરસ્કારને પાત્ર બને છે ત્યારે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલા દેવની માફક તે ખૂબ પરિતાપ પામે છે. પ્રથમ તે મહાપુરુષોને પણ પૂજ્ય હોય છે અને પછી તેજ અપૂજ્ય બને છે ત્યારે રાજ્યથી પદભ્રષ્ટ થયેલા રાજાની સમાન તે ખૂબ પરિતાપ પામે છે. પહેલાં તે માન્ય હોય છે અને પછી તેજ ત્યાગાશ્રમથી પતિત થઈને અમાન્ય થાય છે. જેમ ધનિક શેઠ ધનહીન બની ખેડુની જીંદગીમાં પલટાઈને હલકા સ્થાનમાં વાસ કરે છે અને પૂર્વની સ્થિતિ યાદ કરીને જીવન પર્યંત ખેદ કરે છે તેમ સાધુ પણ પરિતાપ કરે છે. [૫૧૨-૫૧૫ ભોગેચ્છાએ સંયમધર્મ તરછોડી ગૃહસ્થ જીવનમાં ગયેલો સાધક જ્યારે યૌવન વયથી છૂટી જરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે ખાવાની લોલુપતાને કારણે લોખંડના કાંટામાં ફસાયેલ માછલાંની પેઠે ખૂબ પીડા પામે છે. અને જ્યારે તે સાધુ ગૃહસ્થને પ્રાપ્ત થયેલ કલેશકારી કુટુંબની કુત્સિતચિંતાઓ ચારેય બાજુથી ઘેરી વળે છે ત્યારે તે બંધનમાં ફસી પડેલા હાથની જેમ ખૂબ ખૂબ પરિતાપ કરે છે. વળી સ્ત્રી, પુત્રાદિના પરિવારથી ઘેરાયેલો થઈને મોહકર્મની પરંપરામાં ગુંચવાઈ જાય છે. ત્યારે કાદવમાં ખૂંચેલો હાથી જેમ દુઃખી થાય છે તેમ મોહના ગાઢ બંધનથી બંધાયેલો તે કોઇ પણ રીતે છૂટી શકતો નથી. હા! આ મેં ખૂબજ ખોટું કર્યું. જો હું જિનેશ્વરોએ દેખાડેલા વિશુદ્ધ સાધુદશાથી માં રહ્યો હોત તો આજે હું અપૂર્વ આત્મ-ઓજસ અને અપૂર્વ જ્ઞાનસહિત સર્વ સાધુગણનો અધિપતિ હોત. [૫૧૬-૫૧૭ જે સાધુ સંયમપર્યાયમાં રૂચિ રાખનારા છે તેને માટે આ સંયમ દેવલોકની સમાન સુખદુખ છે; એનાથી વિપરીત સાધુ સંયમ-ક્રિયાઓમાં રુચિહીન રહે છે, તેના માટે આ ચારિત્ર પયય મહા નરક સમાન દુઃખપ્રદ છે, ત્યાગ માર્ગમાં રમી રહેલા મહાપુરુષોનું દેવેન્દ્ર સમાન ઉત્તમ સુખ અને ત્યાગમાર્ગથી ભ્રષ્ટ થયેલા પતિતોનું નરક સમાન અત્યંત દુઃખ એ બન્નેની તુલના કરીને પંડિત સાધુએ ત્યાગમાર્ગમાં આનંદપૂર્વક રહેવું જોઈએ. [પ૧૮-૫૧૯] ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત થયેલા મુનિનો; અલ્પ તેજ ઠરી ગયેલા યજ્ઞના અગ્નિ અને ભયંકર ઝેરી છતાં દાઢો ખેંચી લીધેલા સર્પની સમાન દુરાચારીઓ પણ તિરસ્કાર કરે છે. ધર્મથી પતિત થયેલા અધર્મને સેવનારા અને પોતાના વતનિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુને આ લોકમાં પણ ચારિત્રની ક્ષતિ, અધર્મ, અપયશ અને તુચ્છ-ક્ષુદ્ર માનવોમાં પણ નિંદા આદિ ગેરલાભો થાય છે અને જીવનના અંતે પરલોકમાં પણ અધમ ગતિ પ્રાપ્ત થાય છે. [૫૨૦-૫૨૩] જે સાધુ સંયમ ભ્રષ્ટ થઈને દુષ્ટ ચિત્તના વેગને વશ થઈને ભોગોને ભોગવવા માટે તે તે પ્રકારના અસંયમને આચરીને જેની કલ્પના ન કરી શકાય તેવી દુખદ નરક ગતિમાં ગમન કરે છે. તે સાધકને ફરીથી આવા ઉચ્ચ સદ્ધોધની કે ધર્મની પ્રાપ્તિ પણ સુલભ થઈ શકતી નથી. કલેશમાં રહેલા અને દુઃખમાંજ સબડતા નારક જીવોનું પલ્યોપમ અને સાગરોપમ જેવા લાંબા કાળ સુધી એક સરખું ભોગવવાનું દુઃખ ક્યાં ? અને આ સંયમમાં આકસ્મિક પહેલું થોડું દુઃખ ક્યાં ? આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેવાનું નથી. કારણ કે જીવની વિષયવાસના અશાશ્વતી છે. આ ભોગપિપાસા શરીર હોય ત્યાં સુધી કદાચ નષ્ટ ન થાય તો પણ અંતમાં-મૃત્યુ સમયે તો અવશ્ય નષ્ટ WWW.jainelibrary.org Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - દસયાલિયથઈ જશે. પૂર્વોક્ત વિચારોથી જે સાધુનો આત્મા એટલો દ્રઢ થઈ જાય કે તે દેહનો ત્યાગ કરવો પસંદ કરે, પરંતુ સદ્ધર્મના નિયમને ન છોડે, ત્યારે તેને જેમ સુદર્શન પર્વતને મહાવાયુ ચલાયમાન કરી શકતો નથી તેમ તે મેરુ સમાન દૃઢ, અડોલ સાધુને ઇન્દ્રિયો ડોલાયમાન કરી શકશે નહિ. [પર૪] બુદ્ધિમાન પુરુષે પૂર્વક્ત પ્રકારે વિચાર કરીને જ્ઞાનાદિ લાભના ઉપાયોને જાણીને, મન-વચન અને કાયના યોગથી, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને તીર્થંકરના વચનનું યથાવત્ પાલન કરવું જોઇએ. એમ હું (તમને) કહું છું. પ્રથમ ચૂલિકાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (બીજી ચૂલિકા-વિવિક્ત ચર્યા). [પર૫] કેવળી કથિત, શ્રુતસ્વરૂપ, અને જેના શ્રવણથી પુણ્યશાળી જીવોને ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એવી બીજી ચૂલિકા હું કહીશ. પિ૨૬-પ૨.૮ી નદીના જળપ્રવાહમાં તણાતા કાષ્ઠની જેમ વિષયરૂપી નદીના. પ્રવાહમાં પડેલા મોટા ભાગના લોકો સંસારસમુદ્રની તરફ વહેતા હોય છે. સંયમ તરફ જેનું લક્ષ્ય જાગૃત થયું છે તેવા મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને વિષયપ્રવાહથી પરા મુખ રાખવો જોઈએ. જેમ પ્રવાહની દિશામાં ગમન સુખપૂર્વક થતું હોવાથી તે અનુસ્રોત છે અને વિરુદ્ધ દિશામાં ગમન સુખપૂર્વક થતું ન હોવાથી તે પ્રતિસ્ત્રોત છે. તેમ સંસાર-વિષય તરફ પ્રવૃત્તિ સુખપૂર્વક થતી હોવાથી તે અનુસ્રોત છે જ્યારે સાધુઓનો ઇંદ્રિયજય રૂપ વ્યાપાર સુખપૂર્વક થતો ન હોવાથી તે પ્રતિસ્ત્રોત છે. તેથીજ સંસારી જીવોને પ્રતિસ્રોત માર્ગ કઠિન પ્રતીત થાય છે, તેઓ તો અનુસ્રોતમાંજ સુખ માને છે. આ કારણથી જે મુનિ આચાર ક્રિયામાં પરાક્રમી છે તેમજ સંવર સમાધિ યુક્ત હોય તેઓએ પોતાનો વિહાર, મૂલોત્તરગુણ અને નિયમદા જે સમયે જ આચરવા યોગ્ય હોય તેને યથાવસરે આચરવા જોઇએ. [૨૯] અનિયતવાસ, સમુદાનચર્યા-(જુદા જુદા ઘરોમાંથી ભિક્ષા મેળવવી.) અજ્ઞાત ગૃહસ્થોના ઘરોમાંથી અતિઅલ્પ ભિક્ષા મેળવવી, એકાંતસ્થાન, ઉપકરણોની અલ્પતા અને કલહનો ત્યાગ આ છ વિહારચય મહર્ષિઓએ વખાણી છે. [૩૦] સાધુએ રાજકુળ અથવા જમણવારમાં ગોચરી અર્થે ન જવું, સાધુજનોનું અપમાન થતું હોય તેવું સ્થાન છોડી દેવું. પ્રાયઃ કરી જોઈ શકાય તેવા પ્રકાશવાળા સ્થળેથી લાવેલ આહાર-પાણી લે તથા અચિત્ત આહારાદિથી ખરડાયેલ ભાજન, કડછી હાથ વગેરેથી આહાર આદિ લે. અને તે પણ સ્વજાતિવાળા આહારથી ખરડાયેલ ભાજન કડછી હાથ વગેરેથી આહારાદિ લેવાનો યત્ન સાધુ કરે. પિ૩૧ મધમાંસાદિ અભક્ષ્યને સર્વથા ત્યાગનાર ભિક્ષુ નિરભિમાની, પોતાના આત્માપર અત્યંત કાબૂ રાખવા માટે વારંવાર પૌષ્ટિક ભોજનને ત્યાગનાર, વારંવાર કાયોત્સર્ગ કરનાર તે ભિક્ષુ સ્વાધ્યાય યોગમાં પ્રયત્નશીલ બને. [૩૨] ભિક્ષુ, શયન, આસન, શયા, નિષદ્યા (સ્વાધ્યાય ભૂમિ) તથા ખોરાક, પાણી વગેરે પર મમત્વ રાખી હું જ્યારે પાછો બીજી વાર આવું ત્યારે “મનેજ આપજો બીજાને નહિ એવી પ્રતિજ્ઞા ગૃહસ્થોને કરાવે નહિ, તેમજ કોઇ ગામ, નગર કે દેશપર Page #186 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા - મમત્વ ભાવ પણ કદી ન કરે. [પ૩૩-૫૩૪] મુનિ, ગૃહસ્થોની વૈયાવૃત્ય, અભિવાદન, વંદન કે નમન પણ ન કરે. સંકલેશ રહિત સાધુના સંગમાં રહે કે જેના સંસર્ગથી તેના ચારિત્રની હાનિ ન થાય. ભિક્ષુ; પોતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળા અથવા સંયમક્રિયામાં નિપુણ કોઇ સાધુને મેળવી ન શકે તો કામભોગમાં અનાસક્ત રહી તથા પાપોનો ત્યાગ કરી સાવધાનતાપૂર્વક એકાકી વિચરે, [૫૩૫] જૈનભિક્ષુને વર્ષાઋતુમાં એક સ્થાને ચારમાસ સુધી અને અન્ય ૠતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે. તેજ સ્થાનપર બીજું ચાતુર્માસ અથવા માસ-કલ્પ કરવું ન જોઇએ. ૧૮૩ - [૫૩૬-૫૩૯] ભિક્ષુ, રાત્રિના પ્રથમ પ્રહરમાં અથવા અંતિમ પ્રહરમાં પોતાના આત્માની આલોચના કરે કે - મેં આજે શું કર્યું ? શું કરવાનું બાકી છે ? મારાથી આચરવાનું શક્ય હોવા છતાં મેં શું નથી આચર્યું ? મારી સ્કૂલનાને અન્યલોકો અને હું કેવી રીતે જોઈ છીએ ? હું મારી સ્કૂલનાને શા માટે છોડતો નથી ? આ પ્રમાણે જે સાધુ વિચા૨ ક૨શે તે ભવિષ્યમાં અસંયમ સંબંધી દોષ નહિ કરે ધૈર્યવાન્ સાધું, મન, વચન, કાયાથી સ્ખલના થાય તેજ સમયે, ઉત્તમ અશ્વ જેમ લગામથી તુરત વશ થાય છે, તેમ પોતાના આત્માને વશ કરી સન્માર્ગે સ્થાપે. જે જિતેન્દ્રિય, ધૈર્યશાળી છે, જેના ત્રણયોગ હમેશા વશમાં હોય છે તેવા સત્પુરુષોને વિદ્વાનો પડિબુદ્ધજીવી કહે છે, કારણ કે તેઓ સંયમમયજ જીવન વ્યતીત કરે છે.. [૫૪૦] સુસમાધિવંત મુનિએ પોતાના આત્માની હંમેશા રક્ષા કરવી જોઈએ. કારણકે અરક્ષિત આત્મા જાતિપથ જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. જ્યારે સુરક્ષિત આત્મા સર્વ દુઃખોથી મુક્ત થયા છે. એમ હું (તમને) કહું છું. બીજી ચૂલિકાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૪૨ ‘દસવેયાલિયં’– ગુર્જર છાયા પૂર્ણ ત્રીજું મૂળસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૮૪] s नमो नमो निम्मल दसणस्त પંચગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ * uuuuuuuu ૪૩ | ઉત્તરાયણ ચોથું મૂળસૂત્રગુર્જરછાયા '. - (અધ્યયન-વિનયકૃત) [૧] જે સાંસારિક સંયોગો અથતું બંધનોથી મુક્ત છે. અણગાર ભિક્ષુ છે. તેના વિનયધર્મનું અનુક્રમથી નિરૂપણ કરું છું. તેને ધ્યાનપૂર્વક મારી પાસે સાંભળો. [-૩] જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે ગુરુના સાનિધ્યમાં રહે છે. ગુરૂના ઈગિતઆકાર અથતુ સંકેત અને મનોભાવો જાણે છે, તે વિનીત કહેવાય છે. જે ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા, ગુરુના સાનિધ્યમાં નથી રહેતા, ગુરુને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અસંબદ્ધ અણસમજુ નેઅવિનીત કહેવાય છે. [૪-૬] જેવી રીતે સડેલા કાનવાળી કૂતરીને ઘણાની સાથે સર્વ સ્થાનોમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેવી રીતે દુરશીલ અને અયોગ્ય આચરણ કરવાવાળા, વાચાળ શિષ્યને પણ સર્વ જગ્યાએથી કાઢી મૂકવામાં આવે છે. જેવી રીતે ડુક્કર ભાત આદિ સારો ખોરાક છોડીને વિષ્ઠા ખાય છે તેવી રીતે પશુબુદ્ધિ મૃગની જેમ અજ્ઞાની શિષ્ય, શીલ-સદાચારને છોડીને દુશીલ-દુરાચારમાં રમણ કરે છે. પોતાનું હિત ઇચ્છવાવાળા ભિક્ષને, સડેલા કાનવાળી કૂતરી અને વિષ્ઠા ખાનાર સુવરની સમાન, દુશીલથી મનુષ્યને ન શોભે તેવી હીનસ્થિતિ થાય છે, એમ સમજીને વિનયધર્મ અંગીકાર કરવો. [૭] જેનાથી શીલની પ્રાપ્તિ થાય છે એવા વિનયનું આચરણ મનુષ્ય કરવું જોઈએ. એ બુદ્ધપુત્ર છે- મોક્ષાર્થી શિષ્ય છે, તેને ક્યાંથી પણ કાઢી મૂકવામાં નહીં આવે. [૮] શિષ્ય પ્રજ્ઞાવંત ગુરુજનોની પાસે હંમેશા પ્રશાંત ભાવે રહે,વાચાળ ન બને, અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતો છોડી દે. [] ગુરુ દ્વારા અનુશાસિત હોવાથી સમજદાર શિષ્ય ક્રોધ ન કરે, ક્ષમાની આરાધના કરે, શાંત રહે. ક્ષુદ્ર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહે, તેની સાથે હંસી, મજાક અને અન્ય કોઈ ક્રીડા પણ ન કરે. [૧૦-૧૧] શિષ્ય આવેશમાં આવી કોઈ ચાંડાલિક-આવેશમૂલક અપકર્મ ન કરે, ખોટી ચર્ચા ન કરે. અધ્યયનકાલમાં અધ્યયન કરે અને ત્યારબાદ એકાન્તમાં રહી ધ્યાન ધરે. આવેશવશ જો શિષ્ય કોઈ ચાંડાલિક-ખોટો વ્યવહાર પણ કરી બેસે તો તેને કદી પણ છુપાવે નહીં. કરેલું હોય તો કરેલું કહે અને ન કરેલું હોય તો ન કરેલું કહે. Page #188 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૮૫ [૧૨] જેમ દૂર્બળ ઘોડાને વારંવાર ચાબુકની જરૂર પડે છે. તેમ શિષ્ય ગુરુના વારંવાર આદેશ વચનોની અપેક્ષા ન કરે. કારણકે ઉત્તમ શિક્ષિત ઘોડો ચાબુકને જોઈને જ ઉન્માર્ગને છોડી દે તેવીરીતે યોગ્ય શિષ્ય ગુરુના સંકેતમાત્રથી પાપકર્મ છોડી દે. [૧૩-૧૪] આજ્ઞામાં ન રહેવાવાળા, વગર વિચાર્યે કંઈ ને કંઈ બોલવાવાળા, અવિનીત શિષ્ય મૃદુ સ્વભાવવાળા ગુરુને પણ ક્રોધી બનાવી દે છે અને ગુરુના મનોનુકૂલ ચાલવાવાળા તથા પટુતાથી કાર્યસંપન્ન કરવાવાળા શિષ્ય જલદી જ કુપિત થવાવાળા ગુરુને પણ પ્રસન્ન કરી દે છે. (વળી) વગર પૂછ્યું કંઈ પણ ન બોલે, પૂછવાથી પણ અસત્ય ન કહે, અને ક્યારેય પણ ક્રોધ આવી જાય તો ક્રોધને આગળ ન વધારી ત્યાં જ તેને શાંત કરે છે તથા આચાર્યની પ્રિય અને અપ્રિય બંને શિક્ષાઓને ધારણ કરે છે. [૧૫-૧૬] આત્મા પરની વિજયપ્રાપ્તિ કઠિન છે છતાં આત્મા પર વિજય પ્રાપ્તકરવો જ જોઈએ. આત્મવિજેતાજ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. શિષ્ય એમ વિચાર કરે કે બંધન અને વધના દ્વારા બીજાથી દમાતો હોઉં તેના કરતાં હું પોતે જ સંયમ અને તપદ્વારા આત્મા પર વિજય પ્રાપ્ત કરું. એ વધારે સારું છે. [૧૭] બધાની સમક્ષ અથવા એકાંતમાં વાણીથી અથવા કર્મથી ક્યારેય પણ આચાર્યને પ્રતિકૂળ આચરણ નહીં કરવું જોઈએ. [૧૮-૧૯] આચાર્યોની બરાબર ન બેસે, આગળ ન બેસે, પીઠની પાછળ ન બેસે, ગુરુની અતિ નજીક ગોઠણથી ગોઠણનો સ્પર્શ થાય એમ ન બેસે. સંથારામાં બેઠાં બેઠાં જ ગુરુના કથિત આદેશોનો સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે ગુરુની સમક્ષ પલાંઠી વાળી બેસવું નહીં, બંને હાથોથી શરીરને બાંધીને કે પગોને ફેલાવીને પણ બેસવું નહીં. [૨૦-૨૧] ગુરુના કૃપાભાવને ઇચ્છાવાળા મોક્ષાર્થી શિષ્ય, કોઈ પણ સ્થિતિમાં આચાર્યના બોલ સાંભળી મૌન રહીને નિરંતર તેની સેવામાં ઉપસ્થિત રહે. ગુરુ એકવાર અથવા અનેકવાર બોલાવે તો બુદ્ધિમાન શિષ્ય ક્યારેય પણ બેસી ન રહે, પરંતુ આસન છોડી તેમના આદેશનો યત્નાપૂર્વક સાવધાનતાથી અમલ કરે. [૨૨-૨૩] આસન અથવા શય્યામાં બેઠા બેઠા ક્યારે પણ ગુરુને કોઈ વાત ન પૂછે, પરંતુ તેમની સામે આવી ઉત્કટ આસને બેસી અને હાથ જોડીને જે પણ પૂછવું હોય તે પૂછે. વિનીત શિષ્ય આ પ્રકારે વિનીત સ્વભાવે પૂછે તો ગુરુ, સૂત્ર, અર્થ અને તદુભયબંનેનું યથાશ્રુત (શ્રુત અનુસાર) નિરૂપણ કરે. [૨૪-૨૫] ભિક્ષુ અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે. ભાષાના અન્ય પરિહાસ તથા સંશય આદિ દોષોને પણ છોડે, માયાનો સદા પરિત્યાગ કરે. કોઇના પૂછવાથી પણ પોતાના માટે, બીજાના માટે અથવા બંનેને માટે પાપકારી ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન પણ ન કહે. [૨૬] લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની ગલીમાં અને રાજમાર્ગમાં એકલા મુનિ એકલી સ્ત્રી સાથે ઊભા ન રહે, તથા વાત ન કરે. [૨૭-૨૯] પ્રિય અથવા કઠોર શબ્દોથી આચાર્ય મારા પર જે અનુશાસન કરે છે, ‘તે મારા લાભ માટે છે’ - એવો વિચાર કરી યત્નપૂર્વક તેના અનુશાસનનો સ્વીકાર કરે. આચાર્યનું પ્રસંગોચિત કોમલ અથવા કઠોર અનુશાસન દુષ્કૃતનો નિવારક થાય છે. આ અનુશાસનને બુદ્ધિમાન શિષ્ય હિતકર માને છે. પરંતુ અયોગ્ય વ્યક્તિ માટે તે જ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરજઝયણ-૧/૩૦ અનુશાસન દ્વેષનું કારણ બની જાય છે. ભયથી મુક્ત, મેધાવી પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે, પરંતુ તે ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિ કરવાવાળા ગુરુની આજ્ઞાઓ મૂખને માટે દ્વેષનું નિમિત્ત થઈ જાય છે. [૩૦] શિષ્ય એવા આસન પર બેસે જે ગુરુના આસનથી નીચે હોય, જેનાથી કોઈ અવાજ ન આવે તથા જે સ્થિર હોય. આસન પરથી વારંવાર ન ઊઠે, પ્રયોજન હોવાથી પણ બહુ ન ઊઠે, સ્થિર અને શાન્ત થઈ બેસે, અહીં તહીં ચપળતા ન કરે. [૩૧-૩૩] ભિક્ષુ, સમય થયે ભિક્ષા માટે બહાર નીકળે, અને સમય પર પાછો. આવે, અસમયમાં કોઈ કાર્યન કરે, જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે કરે. ભિક્ષા માટે ગયેલા ભિક્ષ ભોજન માટે ઉપવિષ્ટ લોકોની પંગતમાં ઊભા ન રહે, મુનિની મયદાને અનુરૂપ એષણા કરી ગૃહસ્થનો દીધેલો આહાર સ્વીકાર કરે, અને શાસ્ત્રોક્ત કાળમાં આવશ્યકતા પૂર્તિમાત્ર પરિમિત ભોજન કરે. જો પહેલાં જ અન્ય ભિક્ષુ ગૃહસ્થના દ્વાર પર ઊભા હોય તો તેનાથી અતિદૂર અથવા અતિસમીપ ઊભા ન રહે અને દેવાવાળા ગૃહસ્થની દ્રષ્ટિની સામે પણ ઊભા ન રહે. ઉપસ્થિત ભિક્ષને ઓળંગીને ઘરમાં ભોજન લેવા માટે ન જાય. [૩૪-૩૬] સંયમી મુનિ પ્રાસુક-અચેત અને પરકત-ગૃહસ્થ માટે બનાવેલો આહાર લે. પરંતુ બહુ ઊચે અથવા બહુ નીચે સ્થાનથી લાવેલો તથા અતિ સમીપ અથવા અતિ દૂરથી દીધેલો આહાર ન લે. સંયમી મુનિ પ્રાણી અને બીજોથી રહિત, ઉપરથી ઢાંકેલ અને દીવાલ આદિથી સંવૃત મકાનમાં પોતાના સહધર્મી સાધુઓની સાથે જમીન પર ન વેરાય એમ વિવેકપૂર્વક આહાર કરે. “સારું કરેલું છે. સારું પકવેલું છે, સારું છેવું છે, સારું થયું છે તેમાં સારો રસ ઉત્પન્ન થયો છે. આ બહુ જ સુંદર છે.આ પ્રકારના પાપયુક્ત વચનોનો પ્રયોગ ન કરે. [૩૭] મેધાવી શિષ્યને શિક્ષણ દેતાં આચાર્ય પ્રસન્ન જ હોય છે. જેવી રીતે કે અશ્વવાહક સારા ઘોડાને હાંકતાં પ્રસન્ન થાય છે. અબોધ શિષ્યને શિખવતા ગુરુ એમ જ દુઃખી થાય છે, જેવી રીતે કે દુષ્ટ ઘોડાને કેળવતાં તેનો વાહક દુઃખી થાય છે. [૩૮-૪૦] ગુરુના કલ્યાણકારી અનુશાસનને, પાપવૃષ્ટિવાળા શિષ્ય, ઠોકર મારવી, ચાબખા મારવા, ગાળો દેવી કે પ્રહાર કરવા જેવા અનિષ્ટ સમજે છે. ગુરુ મને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ આત્મીય સમજી શિક્ષણ આપે છે. એમ માની વિનીત. શિષ્ય તેના અનુશાસનને કલ્યાણકારી માને છે. પરંતુ પાપદ્રષ્ટિવાળા શિષ્ય હિતાનશાસનથી શાસિત થવાથી પોતાને દાસની જેમ હીન સમજે છે. વિનીત શિષ્ય આચાર્યને ક્રોધિત ન કરે અને તેના કઠોર અનુશાસનાદિથી સ્વયં-પોતે ક્રોધિત ન થાય અને ગુરુને સાચી ખોટી સંભળાવીને તેનો દોષદર્શક ન થાય. [૪૧] પોતાના કોઈપણ અભદ્ર વ્યવહારથી આચાર્યને અપ્રસન્ન થયા જાણે તો વિનીત શિષ્ય પ્રીતિવચનોથી તેને પ્રસન્ન કરે અને કહે કે “હું ફરીથી આવું નહીં કરું.” [૪૨] જે વ્યવહાર ધર્મથી અર્જીત છે અને પ્રબુદ્ધ આચાર્યો દ્વારા આચરિત છે તે વ્યવહારને આચરણમાં લાવવાવાળા મુનિ ક્યારેય પણ નિંદાને પાત્ર થતા નથી. [૪૩-૪૪] શિષ્ય આચાર્યના મનોગત અને વાણીગત ભાવોને જાણીને તેને સર્વપ્રથમ વાણીથી ગ્રહણ કરીને પછી કાર્યરૂપમાં પરિણત કરે. વિનયી ગણાતો પ્રસિદ્ધ · Page #190 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૮૭ શિષ્ય ગુર દ્વારા પ્રેરિત ન થવા પર પણ કાર્ય કરવા માટે સદા તત્પર રહે છે. પ્રેરણા થવાથી તો તત્કાળ યથોપદિષ્ટ કાર્ય સારી રીતે સંપન્ન કરે છે. ] વિનયના સ્વરૂપને જાણીને જે મેધાવી શિષ્ય વિનમ્ર બની જાય છે. તેની લોકમાં કીર્તિ થાય છે. જેમ પૃથ્વી પ્રાણીઓ માટે આધારરૂપ હોય છે તેવી રીતે યોગ્ય શિષ્ય સમય પર ધમચિરણ કરવાવાળા માટે આધારરૂપ બને છે. [૪-૪૭ પહેલાં જ શિષ્યના વિનયભાવથી પરિચિત, સંબુદ્ધ પૂજ્ય આચાર્ય તેના પર પ્રસન્ન થઈ તેને તેના અર્થગંભીર વિપુલ શ્રુતજ્ઞાનને લાભ કરાવે છે. તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર હોય છે (અથતું તેનું શાસ્ત્રીય જ્ઞાન જનતામાં સમ્માનિત થાય છે.) તેના બધા સંશય ઓછા થઈ જાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે. તે કર્મસંપદાથી અથવા સાધુ સમાચારોથી યુક્ત હોય છે. તે તપ સમાચારી અને સમાધિથી સંપન્ન હોય છે. એ રીતે પાંચ મહાવ્રતોનું પાલન કરી તે મહાન તેજસ્વી થાય છે. | ૪િ૮] તે દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજીત વિનયી શિષ્ય મલપંકથી અશુચિ નિર્મિત આ દેહનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ થાય છે અથવા અલ્પ કર્મવાળા મહાન દ્વિસંપન દેવ થાય છે. એમ હું (તમને) કહું છું. અધ્યયનઃ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૨ પરીષહપ્રવિભક્તિ) [૪૯] આયુષ્યમાનું ! ભગવાને આ પ્રકારે કહ્યું છે તેમ મેં સાંભળેલ છે. શ્રમણના જીવનમાં બાવીશ પરિષહ હોય છે. જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત છે. જેને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચિત કરીને, પરાજીત કરીને, ભિક્ષાચય માટે વિચરતા થકા મુનિઓએ પરીષહોથી પૃષ્ટ-આક્રાન્ત થઈને વિચલિત થવાનું નથી. કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કયા બાવીશ પરિષહ કહ્યા છે જે પરીષહોને સાંભળીને, જાણીને, અભ્યાસ દ્વારા પરિચય કરીને પરાજીત કરીને, ભિક્ષા માટે વિચરતા થકા મુનિ તેનાથી પૃષ્ટ-આક્રાન્ત થવાથી પણ વિચલિત થતા નથી ? શ્રી કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવેલા બાવીસ પરીષહોને સાંભળીને, જાણીને અભ્યાસ દ્વારા પરિચિત કરીને, પરાજીત કરીને, ભિક્ષાચ માટે વિચરતા થકા મુનિ તેનાથી સ્પષ્ટ-આક્રાન્ત થઇને વિચલિત થતા નથી. તે પરીષહો આપ્રકારે. સુધા, પિપાસ, શીત, ઉષ્ણતા, ડાંસ-મચ્છર, અચેલ, અરતિ, સ્ત્રી, ચય, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણ-સ્પર્શ મેલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન. [૫૦] કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે પરીષહોના જે ભેદો બતાવ્યા છે તે હું તમને અનુક્રમથી કહું છું તે સાંભળો! [પ૧-પ૨] ભૂખથી પીડિત થાય તો પણ મનોબળથી યુક્ત તપસ્વી ભિક્ષ ફળઆદિનું સ્વયં છેદન ન કરે, બીજા પાસે છેદન ન કરાવે, તે ન પોતે પકાવે અને ન અન્યદ્વારા પકાવે, લાંબી ભૂખ સહન કરવાને કારણે કાગડાની જાંઘ સમાન શરીર દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમણિયો સ્પષ્ટ નજર આવવા લાગે તો પણ અશન અને પાનરૂપ આહારની માત્રાને જાણવાવાળા સાધક અદૈન્યભાવથી વિચરણ કરે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉત્તરઝયણ - ૨/૫૩ [૫૩-૫૪] અસંયમથી અરુચિ રાખવાવાળા લજ્જાવાનું સંયમી ભિક્ષુ પ્યાસથી પીડિત થાય તો પણ શીતોદક-સચિત્ત પાણીનું સેવન ન કરે. પરંતુ અચિત્ત પાણીની શોધ કરે. આવાગમનથી શૂન્ય એકાંત નિર્જન માગમાં પણ તીવ્ર પ્યાસથી વ્યાકુળ થાય. અત્યંત ગળું સુકાતું હોય તો પણ મુનિ અદીનભાવથી તરસના કષ્ટને સહન કરે. [પપ-પ૬] વિરક્ત અને અનાસક્ત થઈ વિચરતા થકા મુનિને શીતકાળમાં શીતનું કષ્ટ થાય જ છે. તો પણ આત્મજયી જિન-શાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાઓનું અથવા સ્વાધ્યાયાદિના પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે. ઠંડી લાગવાથી મુનિ એવું ન વિચારે કે મારી પાસે ટાઢ-નિવારણ માટે યોગ્ય મકાન કે શરીરને ઠંડીથી બચવા કંબલ આદિ વસ્ત્ર પણ નથી. તો હું શા માટે અગ્નિનું સેવન ન કરું?” [૫૭-૫૮] ગરમભૂમિ, શિલા અને લૂ આદિના પરિતાપથી, તરસની દાહથી ગ્રીષ્મકાલીન સૂર્યના પરિતાપથી, અત્યંત પીડિત થવાથી પણ મુનિ શાતા માટે પરિદેવના આકુળતા ન કરે. ગરમીથી પરેશાન થાય તો પણ મેધાવી મુનિ ખાનની ઈચ્છા ન કરે. પાણીથી શરીરને સિંચિત ન કરે. પંખા આદીથી હવા ન કરે. પિ૯-૬૦] મહામુનિ ડાંસ તથા મચ્છરોનો ઉપદ્રવ થવાથી પણ સમભાવ રાખે. જેવી રીતે હાથી યુદ્ધના મોરચા પર બાણોની પરવાહ કર્યા વગર શત્રુઓને હણે છે. તેવી રીતે મુનિ પણ પરીષહોની પરવાહ બિલકુલ ન કરતાં રાગદ્વેષરૂપી અંતરંગ શત્રુઓને હશે. ડાંસમચ્છર પરીષહનો વિજેતા સાધક ડાંસમચ્છરોથી (ઉદ્વિગ્ન) ન થાય, તેને હટાવે નહીં, તેના પ્રતિ મનમાં દ્વેષ પણ ન લાવે. માંસ અને લોહી પીનાર ડાંસ મચ્છરોની ઉપેક્ષા કરે, તેને મારે નહીં. [૬૧-૬૨] “વસ્ત્રો અતિ જીર્ણ થઈ જવાથી હવે હું અચેલક નિગ્ન થઈ જઈશ અથવા નવા વસ્ત્ર ફરી મળશે તો હું પાછો સચેલક થઈ જઈશ” એવું મુનિ ન વિચારે. વિભિન્ન અને વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે મુનિ ક્યારે અચેલક થાય છે અને ક્યારે સચેલક થાય છે. એ બંને સ્થિતિઓ યથાપ્રસંગ સંયમધર્મ માટે હિતકારી છે”- એમ સમજીને મુનિ ખેદ ન કરે. [૩-૬૪] એક ગામથી બીજે ગામ વિચરતાં અકિંચન-લોભરહિત અણગારના મનમાં સંયમના પ્રતિ ક્યારેય અરતિ કે અરુચિ ઉત્પન્ન થાય તો તે પરીષહને સહન કરે. વિષયાસક્તિથી વિરક્ત રહેવાવાળા, આત્મભાવની રક્ષા કરવાવાળા, ધર્મમાં રમણ કરવાવાળા, આરંભ-પ્રવૃત્તિથી દૂર રહેવાવાળા નિરારંભી મુનિ અરતિનો પરિત્યાગ કરી ઉપશાંત ભાવથી વિચરે. [૬૫-૬૬] લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષો માટે આસક્તિ છે.” એમ જે જાણે છે તેનું શ્રમણપણું-સાધુત્વ સુકૃત અર્થાત્ સફળ થાય છે. બ્રહ્મચારી માટે સ્ત્રીઓ પંકકીચડ સમાન છે.' મેધાવી મુનિ આ વાતને સમજીને કોઈપણ પ્રકારે સંયમી જીવનનો વિનિપાત ન થવા દે. પરંતુ આત્મસ્વરૂપની શોધમાં વિચરે.. [૬૭-૬૮] શુદ્ધ ચયથી પ્રશંસિત મુનિ એકાકી જ પરીષહોને પરાજીત કરી ગામ, નગર, નિગમ અથવા રાજધાનીમાં વિચરણ કરે. ભિક્ષુ ગૃહસ્થનો પરિચય રાખ્યા વગર વિચરે અને પરિગ્રહ ન રાખે. ગૃહસ્થોથી અનાસક્તપણે અને ગૃહબબંધનથી રહિત થઈને વિચરે. Page #192 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨ ૧૮૯ [૬૯-૭૦] સ્મશાનમાં, સૂના ઘરમાં અને વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અચપળ ભાવથી બેસે, આસપાસના અન્ય કોઈ પ્રાણીને કષ્ટ ન આપો. ઉક્ત સ્થાનોમાં બેસતાં જો ક્યારે પણ કોઈ ઉપસર્ગ આવી જાય તો તેને સમભાવથી ધારણ કરે કે આ મારા અજર-અમર આત્માને કંઈ પણ ક્ષતિ થવાની નથી. અનિષ્ટની શંકાથી ભયભીત થઈ ત્યાંથી ઊઠી અન્યસ્થાન પર ન જાય. [૭૧-૭૨] ઊંચી-નીચી શય્યાના કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષ, સંયમમર્યાદાનો ભંગ ન કરે પાપ દ્રષ્ટિવાળા સાધુ જ હર્ષ-શોકથી અભિભૂત થઈ મર્યાદાને તોડે છે. પ્રતિરિક્ત બાધાથી રહિત એકાન્ત ઉપાશ્રય મેળવી ભલે સારું હોય કે ખરાબ, તેમાં મુનિએ સમભાવથી વિચાર કરી રહેવું જોઈએ કે આ એક રાત શું કરશે? અથવા એટલેથી મને શું સુખદુઃખ થઈ જવાનું છે? [૭૩-૭૪] જો કોઈ, ભિક્ષુને ગાળ આપે તો તેના પ્રતિ ક્રોધ ન કરે. ક્રોધ કરવાવાળા અજ્ઞાનીઓ જેવા હોય છે. એટલે ભિક્ષ આક્રોશ-કાળમાં સંજવલિત ન થાય, ક્રોધિત ન થાય. દારુણ (અસહ્ય) ગ્રામકંટક-કાંટાની જેમ ભોંકવાવાળી કઠોર ભાષાને સાંભળીને મૌન રહે, ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે. [૭૫-૭૬] મારવાથી, પીટવાથી ભિક્ષુ ક્રોધ ન કરે અને બીજી દુભાવનાઓથી મનને પણ દૂષિત ન કરે. તિતિક્ષા-ક્ષમાને સાધનાનું શ્રેષ્ઠ અંગ જાણી મુનિધર્મનું ચિંતન કરે. સંયમ અને દાન્ત-ઈદ્રિયજય શ્રમણને જો કોઈ ક્યાંય મારે તો તેણે એમ ચિંતન કરવું જોઈએ કે આત્માનો નાશ થવાનો નથી. [૭૭-૭૮] વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચય હમેશાં દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્ત્ર, પાત્ર, આહારાદિ બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. ગોચરી માટે ઘરમાં પ્રવિણ સાધુને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરલ નથી માટે ગૃહવાસ જ શ્રેષ્ઠ છે એવું મુનિ ચિંતન ન કરે. [૭૯-૮૦] ગૃહસ્થોના ઘરોમાં ભોજન તૈયાર થઈ જવાથી આહારની એષણા. કરે. આહાર થોડો મળે અથવા ક્યારેક ન પણ મળે પણ સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. આજે મને કંઈ મળ્યું નહીં. સંભવ છે કે કાલ મળી જાય’ - જે એમ વિચાર કરે તેને અલાભ કષ્ટ દેતો નથી. [૮૧-૮૨) “કમના ઉદયથી રોગ ઉત્પન્ન થાય છે'- એવું જાણી વેદનાથી પીડિત થવાથી પણ દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર રાખે અને પ્રાપ્ત પીડાને સમભાવથી સહન કરે. આત્મગવેષક મુનિ ઔષધિનું અભિનંદન ન કરે, સમાધિપૂર્વક રહે એ જ એનું સાધુપણું છે કે તેને રોગ ઉત્પન્ન થવાથી ચિકિત્સા ન કરે, ન કરાવે. [૮૩-૮૪] અચલક અને રૂક્ષશરીરી સંયત તપસ્વી સાધુને ઘાસ પર સૂવાથી શરીરને કષ્ટ થાય છે. ગરમીમાં, ઘાસ પર સૂવાથી બહુ વેદના થાય છે એમ જાણીને તૃણ-સ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ કરતા નથી. [૮૫-૮૬ ગ્રીષ્મ ઋતુમાં મેલથી, રજથી અથવા પરિતાપથી શરીર લિપ્ત થઈ જવાથી મેધાવી મુનિ શાતા માટે પરિદેવનાવિલાપ ન કરે. નિર્જરાર્થી મુનિ અનુત્તર ધર્મ ને મેળવીને શરીર-વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર પર મેલને રહેવા દે અને તેને સમભાવથી સહન કરે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરઝય- ૨૮૭ [૮૭-૮૮] રાજ આદિ શાસકવર્ગીય લોકો દ્વારા કરેલા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે કોઈ અન્ય ભિક્ષ સ્વીકાર કરે છે, તેની મુનિ સ્પૃહા ન રાખે. અનુત્કર્ષ- નિરહંકારની વૃત્તિવાળા, અલ્પઇચ્છાવાળા, અજ્ઞાતકુળોથી ભિક્ષા લેનારા, અલોલુપ ભિક્ષુ રસોમાં આસક્ત ન બને. પ્રજ્ઞાવાન સાધુ બીજાનું સમ્માન જોઈ અનુતાપ ન કરે. [૮૯-૯૦] મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપ ફળ દેવાવાળા અપકર્મ કર્યા છે, જેનાથી હું કોઈ દ્વારા કોઈ પણ વિષયમાં પૂછવથી કંઈ પણ ઉત્તર દેવાને સમર્થ નથી. અજ્ઞાનરૂપ ફળ દેવાવાળા પૂર્વકૃત કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે છે. આ પ્રકારે કર્મના વિપાકને જાણી મુનિ પોતાને આશ્વાસન આપે ૯િ૧-૯૨] “હું વ્યર્થમાં જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરક્ત થયો, ઈન્દ્રિય અને મનના સંવરણ કર્યા, કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી છે, આ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકતો નથી.”- એવું મુનિ ન વિચારે. “તપ અને ઉપધાનનો સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પણ પાલન કરી રહ્યો છું. આ પ્રકારે વિશિષ્ટ સાધનાપથ પર વિચારવા છતાં મારા જ્ઞાનાવરણાદિ કર્મોના આવરણો દૂર થતાં નથી.” એવું ચિંતન ન કરે. [૩] “નિશ્ચયથી જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી અથવા હું તો ધર્મના નામ પર ઠગાઈ ગયો છું.”- એવું ભિક્ષુ ચિંતન ન કરે. [૪] પૂર્વકાળમાં જીન થયા હતા. વર્તમાનમાં જીન છે અને ભવિષ્યમાં જીન થશે એવું જે કહે છે તે ખોટું બોલે છે... ભિક્ષ એવું ચિન્તન ન કરે. [૯૫ કાશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણી ક્યાંય કોઈ પણ પરીષહથી આક્રાન્ત થવાથી ભિક્ષુ તેથી પરાજીત ન થાય. એમ હું (તમને કહું છું. અધ્યયન ૨ ની મુનિ દીપરતસાગરે કહેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩) [૯૬] આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે. મનુષ્યત્વ, સદ્ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ. [૯૭-૧૦૧] નાના પ્રકારના કર્મો કરી, નાનાવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈ, પૃથક-પૃથક રૂપથી પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિશ્વને સ્પર્શ કરી લે છે અથવા સમગ્ર વિશ્વમાં સર્વત્ર જન્મ લે છે. પોતાના કરેલા કર્મોના અનુસાર જીવ ક્યારેક દેવલોકમાં ક્યારેક નરકમાં અને ક્યારેક અસુર નિકાયમાં જાય છે-જન્મ લે છે. આ જીવ ક્યારેક ક્ષત્રિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્કસ-વર્ણસંકર તો કોઈ વખતે કંથવો અને કીડી થાય છે. જેવી રીતે ક્ષત્રિય લોકો ચિરકાળ સુધી સમગ્ર ઐશ્વર્ય અને સુખસાધનો ઉપભોગ કરવા છતાં પણ નિર્વેદ-વિરક્તિને પ્રાપ્ત થતાં નથી, તેવી રીતે કર્મોથી મલિન જીવ અનાદિ કાળથી આવર્ત સ્વરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરવા છતાં પણ સંસાર દશાથી નિર્વેદ પામતા નથી, જન્મ-મરણના ચક્રથી મુક્ત થવાની ઈચ્છા કરતા નથી. કર્મોના સંગથી અતિ મૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત પ્રાણી મનુષ્યતર યોનિમાં જન્મ લઈ ફરી-ફરી વિનિઘાત-ત્રાસ પામે છે. [૧૦૨-૧૦૫] કાલક્રમના અનુસાર કદાચ મનુષ્યગતિનિરોધક કમના ક્ષય · Page #194 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩ ૧૯૧ થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના ફળસ્વરૂપ તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્યશરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રણવ દુર્લભ છે, જેને સાંભળી જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે. કદાચ ધર્મનું શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય છતાં તેના પર શ્રદ્ધા હોવી પરમ દુર્લભ છે. બહુ લોકો નૈયાયિક માર્ગ - ન્યાયસંગત - મોક્ષમાર્ગને સાંભળીને પણ તેનાથી વિચલિત થઇ જાય છે. શ્રુતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી પણ સંયમમાં પુરુષાર્થ હોવો અત્યંત દુર્લભ છે. બહુ લોકો સંયમમાં અભિરુચિ રાખવા છતાં પણ તેને સમ્યક્તયા સ્વીકાર કરી શકતા નથી. [૧૦૬] મનષ્યત્વ પ્રાપ્ત કરી જે ધર્મને સાંભળીને તેમાં શ્રદ્ધા રાખે છે તે તપસ્વી સંયમમાં પુરુષાર્થ કરી સંવૃત [અનાશ્રવ] થાય છે, કર્મ રજને દૂર કરે છે. [૧૦૭-૧૦૮] જે સરળ હોય છે તેના આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃ કરણમાં જ ધર્મ રહી શકે છે. જેનામાં ધર્મ છે તે જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ પરમ નિર્વાણને પ્રાપ્ત થાય છે. કર્મોના હેતુઓને દૂર કરી અને ક્ષમાથી યશસંયમનો સંચય કરી તે સાધક પાર્થિક શરીરને છોડી ઉર્ધ્વ દિશા તરફ જાય છે. [૧૦૯-૧૧૧] અનેક પ્રકારના શીલનું પાલન કરવાથી દેવ થાય છે. ઉત્તરોત્તર સમૃદ્ધિ દ્વારા મહાશુકલની જેમ દીપ્તિમાન થાય છે અને ત્યારે ‘સ્વર્ગથી ચ્યવન થતું નથી' એમ તેઓ માનતા હોય છે. એક પ્રકારથી દિવ્ય ભોગો માટે પોતાને અર્પિત કરેલા ત દેવ ઇચ્છાનુસાર રૂપ બનાવવામાં સમર્થ થાય છે. તથા ઉર્ધ્વ કલ્પોમાં પૂર્વ વર્ષ સેંકડો અથવા અસંખ્ય કાળ સુધી રહે છે. ત્યાં દેવલોકમાં યથાસ્થાન પોતાની કાળ મર્યાદા સુધી રહી આયુષ્ય ક્ષય થવાથી તે દેવ ત્યાંથી પાછો ફરી મનુષ્યોનિમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં દશાંગ ભોગ-સામગ્રીથી યુક્ત હોય છે. [૧૧૨-૧૧૪] ક્ષેત્ર-ખેતરોની ભૂમિ, વાસ્તુ-ઘર, સુવર્ણ, પશુ અને દાસ. આ ચાર કામ સ્કન્ધ જ્યાં હોય છે ત્યાં તે ઉત્પન્ન થાય છે. સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રવાળા, સુંદર વર્ણવાળા, નીરોગ, મહાપ્રાજ્ઞ, અભિજાતકુલીન, યશસ્વી અને બળવાન થાય છે. જીવન પર્યન્ત અનુપમ માનનીય ભોગોને ભોગવીને પણ પૂર્વકાળમાં વિશુદ્ધ સદ્ધર્મવાળા હોવાના કારણે નિર્મલ બોધિનો અનુભવ કરે છે. [૧૧૫] પૂર્વોક્ત ચાર અંગોને દુર્લભ જાણી સાધક સંયમધર્મને સ્વીકાર કરે છે. અનન્તર તપશ્ચર્યાથી સમગ્ર કર્મોને દૂર કરી શાશ્વત સિદ્ધ થાય છે. એમ હું કહું છું. અધ્યયન -૩ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૪ - અસંખય [૧૧૭] જીવન-દોરી તૂટ્યા પછી સંધાશે નહી, માટે પ્રમાદ કરશો નહિ. વૃદ્ધાવસ્થા આવતાં કોઈ હાથ નહીં ઝાલે. માટે વિચાર કરો કે, પ્રમાદી, હિંસક અને સંયમ વગરના જીવને કોનું શરણ મળશે ? [૧૧૭-૧૧૮] જે મનુષ્ય અજ્ઞાનને વશ થઈ પાપી પ્રવૃત્તિઓ કરીને ધન ઉપાર્જન કરે છે- તે જીવ વાસનાની જાળમાં ફસાઈને અનેક કર્મો કરતો થકો નરકમાં જાય છે. ઘરફાડુ ચોર જેમ છીંડુ પાડવાની જગ્યાએ જ પોતાના દુષ્કર્મથી પડાઈ જતાં શિક્ષાને પામે છે. તેમ દરેક જીવ પોતાના કરેલા કૃત્યોનું વળતર આ લોકમાં તેમજ પરલોકમાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરઝયણ-૩/૧૧૯ ભોગવે છે. તે ભોગવ્યા વિના છૂટકો જ નથી. [૧૧૮] સંસારી જીવ અન્યને મદદરૂપ બનવા કર્મ કરે છે પણ તેનું ફળ ભોગવતી વખતે કોઈ ભાઈ-ભાંડું ભાગ પડાવવા કે સંબંધ જાળવવા આવતા નથી. [૧૨૦-૧૨૧] પ્રમાદી જીવ આ લોકમાં કે પરલોકમાં ધન વડે રક્ષણ નથી પામતો. અંધારામાં દીવો બુઝાઈ ગયા પછી અજવાળામાં જોયેલો માર્ગ પણ નજરમાં આવતો નથી તેવીજ રીતે પ્રમાદી વ્યક્તિ અનંત મોહને કારણે મોક્ષમાર્ગને જાણતો થકો પણ દેખતો નથી. પ્રમાદરૂપી ઘોર નિદ્રામાં સૂતેલા લોકોની વચ્ચે રહેતા થકા આ સુપ્રજ્ઞાવાળા જ્ઞાની સાધક, સદા જાગ્રત રહે છે. પ્રમાદનો એક ક્ષણ પણ વિશ્વાસ કરતા નથી. કારણ કે કાળ ભયંકર છે, શરીર સંપત્તિ ઘણી દૂર્બળ છે તેથી ભારણ્ય પક્ષીને વૃષ્ટાંતે અપ્રમાદપણે ગતિ કરતાં રહેવું જોઈએ. [૧૨૨] સાધક ડગલે ડગલે દોષિત થવાની ભીતી રાખીને નાનામાં નાના દોષની જાળમાંથી બચીને, નિશદિન નવા ગુણો પ્રકટાવતો થકો સુરક્ષિત રહીને જ્યારે લાભનો અંતરાય દેખાય ત્યારે ધર્મસાધના કરતો થકો દેહને છોડી દે. [૧૨૩ પૂરી રીતે કેળવાયેલ અને કવચધારી ઘોડો જેમ યુદ્ધમાં વિજય પામીને પાર ઊતરી જાય છે તેમ, સ્વછન્દનો આગ્રહ છોડીને સાધક, સંસાર સાગરને પાર કરી જાય છે. જે મુનિએ પહેલાં અપ્રમાદપણે સંયમને સેવ્યો છે તે મોક્ષ પામે છે. [૧૨૪-૧૨૫ અનુભવી જનોનો અભિપ્રાય છે કે “સાધક જીવ પોતાના શરૂઆતના જ સંયમી જીવનમાં જાગૃત ન રહે અને હમણાં કંઈ ચિન્તા નથી, પાછલા જીવનમાં અપ્રમત્ત દશામાં રહીશું એવી મિથ્યા ભ્રમણમાં રહે છે તે મૃત્યુ સમયે અતિ દુઃખી થઈને દેહ છોડે છે. અલ્પકાળમાં વિવેક પ્રાપ્ત થતો નથી. તેથી ક્રમે ક્રમે વાસનાઓનો ત્યાગ કરતાં કરતાં સન્માર્ગમાં સ્થિર થવાય છે માટે આત્મરક્ષક મહર્ષિ લોકને જાણી સમત્વ દ્રષ્ટિથી અપ્રમાદપણે વીચરે. * [૧૨૬-૧૨૭] સંયમી જીવને રાગદ્વેષની વૃત્તિઓ પર વિજય મેળવવાનો છે. તે વિજય પ્રાપ્ત કરવામાં અનેક પ્રકારના સ્પર્શ અને શબ્દોની પ્રતિકુળતાઓથી પીડિત થવું પડે છે પરન્તુ સંયમી સાધક મનને વિશે લેશમાત્ર દ્વેષબુદ્ધિ કરતો નથી. એમ કરતાં, અનુકૂળતા સાંપડે તેવા અતીલોભામણા પ્રસંગોમાં સાધક તેવી લાલચોમાં ન લપટાતાં લોભને ત્યાગે છે, માયાનું સેવન કરતો નથી, માનથી દૂર છે અને ક્રોધથી પોતાને બચાવી લે છે. [૧૨૮] જે વ્યક્તિ સંસ્કારહીન અને તુચ્છ છે, પચ્યવાદી અને રાગ-દ્વેષમાં રચ્યો પચ્યો રહે છે તથા વાસનાઓનો દાસ છે તેને “ધર્મ રહિત” જાણીને સાધક તેનો સંગ ન કરે જીવનની અન્તિમ પળ સુધી સદ્દગુણોની આરાધના કરતો રહે એમ હું કહું છું. | અધ્યનન-૪ની મુનિ દીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-પ-અકામ મરજીિ ) [૧૨૯-૧૩૦] સંસાર સાગર રૂપે છે. તેનો પ્રવાહ વિશાળ છે. તેને તરીને બીજે પાર પહોંચવું અતિ કઠિન છે. તે છતાં કોઈ વીરલ પુરૂષ પાર પહોંચી ગયા છે. તેમાંના એક મહાજ્ઞાની (પ્રભુ મહાવીર) છે. તેમણે કહ્યું છે કે મૃત્યુના બે ભેદ છે. એક અકામ Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫ મરણ અને બીજું સકામ મરણ. [૧૩૧] બાળજીવોના અકામ મરણ વારંવાર થાય છે; પરન્તુ પંડિતોનાં સકામ મરણ એક જ વાર થાય છે. ૧૯૩ [૧૩૨-૧૩૪] શ્રી મહાવીરે પ્રથમ ભેદને વિશે કહ્યું છે, કે કામભોગમાં આસક્ત બાળજીવ અથવા અજ્ઞાની આત્મા દૂર કર્યો કરે છે. જે કામભોગમાં આસક્ત બને છે તે હિંસક અને અસત્ય બોલનારો બને છે. તે કહે છે : “મેં પરલોક જોયો નથી અને આ કામભોગનું સુખ જે હું પ્રત્યક્ષ ભોગવું છું તે ખરું અને ઇન્દ્રિયગમ્ય છે.” વર્તમાનનું સુખ હું પ્રત્યક્ષ ભોગવી રહ્યો છું અને હસ્તગત છે. કોણ જાણે છે કે પરલોક છે અથવા નથી. [૧૩૫-૧૪૦] હું તો બધાની સાથે રહીશ. તેમનું તે મારું થાશે એમ માનીને રહેનારો કામભોગમાં લપટાઈને કષ્ટ પામે છે. પછી તે ત્રસ તેમજ સ્થાવર જીવો ૫૨ હિંસાનો પ્રયોગ કરતો થકો, પ્રયોજનથી કે વગર પ્રયોજને પ્રાણીસમૂહનો હિંસક બની જાય છે. આવા બાળ-અજ્ઞાની જીવો, અસત્ય, માયા-કપટ, નિંદા-કુથલી અને દગાબાજી કરતો કરતો છેવટે માંસ મદિરાનું સેવન કરતો થઈ જાય છે અને પોતે યોગ્ય કરે છે એમ માનતા થઈ જાય છે. પછી તે શરીરે મસ્ત થાય છે. બોલાવવામાં પણ વગર વિચાર્યું બોલે છે. ધન અને સ્ત્રીઓમાં લંપટ બને છે. તથા અળશીયાની જેમ રાગ-દ્વેષ વડે કર્મોનો સંચય કર્યા કરે છે. પછી તે ભોગોમાં આસક્ત થઇને આતંક-રોગથી પીડાતો પોતાના કર્મોને તથા પરલોકને યાદ કરતો ભયભીત બની વિચારે છે, કે શીલરહિત ક્રૂરકર્મો કરનાર અજ્ઞાની જીવોને તીવ્ર વેદના ભોગવવા માટે નરકમાં જવું પડે છે. [૧૪૧-૧૪૩] વળી મેં સાંભળ્યું છે કે- દુષ્ટ કર્મો કર્યા હોય તેનો જન્મ ઉપપાતસ્થાન નરક કુંભીઓમાં થાય છે અને ત્યાં જીવને ત્યાં મહા પરિતાપ વેઠવા પડે છે. જેમ કોઈ ગાડી ચલાવનાર સીધો રસ્તો છોડીને વીંકટ માર્ગે ગાડી ચલાવે છે. અને પછી ગાડીની ધૂંસરી તૂટી પડતાં શોક કરે છે. તેમ ધર્મનું ઉલ્લંઘન કરી અધર્મને પંથે જાય છે તે બાળજીવ જ્યારે મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે ત્યારે દુઃખી થાય છે. [૧૪૪-૧૪૫] જુગારી રમતાં રમતાં એક દાવમાં જેમ બધું હારી જાય છે તેમ અજ્ઞાની જીવ પોતાના દુષ્કર્મના ફળને સાંભળીને પરલોકના ભયથી ત્રાસી જાય છે ને અકામ મરણે મરે છે. આ રીતે અકામ મરણનું વિવેચન કર્યું છે હવે પછી સકામ મરણનું વર્ણન કરું છું તે સાંભળો. [૧૪૬-૧૪૭] ભગવાન પાસેથી મેં સાંભળ્યું છે કે સંયમી અને જિતેન્દ્રિય પુણ્યાત્માઓના મરણ આઘાતરહિત અને અતિપ્રસન્ન અવસ્થામાં થાય છે. આવું સંકામ મરણ બધા ગૃહસ્થોને કે બધા સાધુઓને પ્રાપ્ત થતું નથી. કારણ કે કેટલીક વખત ગૃહસ્થ સુશીલ અને વિવિધ પ્રકારના ગુણસંપન્ન હોય છે ત્યારે સાધુ વિષમ શીલવાળા હોય છે. [૧૪૮] કેટલાક સાધુઓની અપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં ચડિયાતા હોય છે પણ શુદ્ધાચારી સાધુઓ બધા ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ હોય છે. [૧૪૯-૧૫૦] ભગવાં વસ્ત્ર, મૃગચર્મ, નગ્ન અવસ્થા, જટાધારીપણું, ગોદડી કે શીરમુંડન જેવા બાહ્યાચારોથી દૂરાચારી સાધુ નરકગતિમાં જતાં બચી શકતા નથી. ભિક્ષા વૃત્તિવાળા સાધુ પણ કુશીલાચારી હોય તો નરકગતિથી નથી બચતા. સાધુ 13 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉત્તરઝયણ-૫/૧૫૧ હો ય કે ગૃહસ્થી પણ જો તે સુશીલાચારી હોય તો સ્વર્ગે સીધાવી શકે છે. [૧૫૧-૧પરશ્રદ્ધાવાન ગૃહસ્થ મન, વચન, કાયા વડે સમભાવ રાખે, સામાયિક કરે અને બંને પક્ષમાં એક રાત્રિ પણ પોષધ વ્રતને ન છોડે. આ પ્રમાણે શિક્ષા પામેલ વ્રતધારી શ્રાવક ગૃહવાસમાં રહેતાં છતાં પણ શરીરને છોડીને દેવલોકમાં જાય છે. [૧૫૩] સંયમી-શીલાચારી સાધુની બે અવસ્થા થાય છે. સર્વ દુઃખોથી મુક્તિ, અને દ્ધિસિદ્ધિવાળી દેવગતિ. [૧૫૪-૧૫ દેવલોકના આવાસો ઉત્તમ, મોહરહિત અને દિવ્ય જીવોની વસતિવાળા હોય છે. તેમાં જ યશસ્વી દેવો રહે છે. આ યશસ્વી દેવો દીઘયું, તેજસ્વી, ઋદ્ધિશાળી હોય છે તથા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે. વળી તરતના. જન્મેલાની જેવી ભવ્ય કાન્તિ તેમજ સૂર્ય સમાન તેજસ્વી હોય છે. [૧૫] હિંસાથી નિવૃત્ત અને તપ તેમજ સંયમના અભ્યાસી જીવો સાધુ હોય કે ગૃહસ્થ હોય છતાં ઉત્તમ દેવલોકને વિશે જાય છે. [૧૫૭] સત્પરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય અને સંયમી આત્માઓનું આ વર્ણન સાંભળીને શીલવાન, બહુશ્રુત જીવ, મરણ સમયે દુઃખને અનુભવે. [૧૧૮] બાલમરણ અને પંડિતમરણની તુલના કરીને બુદ્ધિમાન મનુષ્ય ઉત્તમ પ્રકારના સકામ મરણ ઈચ્છે, તથા મરણ સમયે, દયા તથા ક્ષમા ધર્મને અંગીકાર કરી પ્રસન્ન રહે. [૧૫૯-૧૬૦] જ્યારે મરણ કાળ આવી જાય ત્યારે સાધુ, જે શ્રદ્ધાથી દીક્ષા લીધી હતી તે જ પ્રકારે ગુરુની સમીપે પીડાજન્ય લોક હર્ષને ત્યજીને શાન્તપણે શરીર છૂટી જવાની રાહ જુએ. મૃત્યુ સમય આવી પહોંચતાં મુનિ સમાધિપૂર્વક ભક્ત પરિણા, ઈગિની મરણને અને પાદપોમનમાંથી કોઈ એકને સ્વીકારી સકામ મરણથી દેહને છોડે -એમ હું (તમને) કહું છું. | અધ્યનન-૫ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૬-શુલ્લકનિગ્રન્થપણું) [૧૧-૧ર જેટલા અણસમજ જીવો છે તે બધા ઉપદ્રવ કરનારા છે. તેઓ વિવેકરહિત છે. અનન્ત સંસારમાં રખડ્યા જ કરે છે. તેથી પંડિત પુરુષો અનેક બન્ધનોની સમીક્ષા કરતા સ્વયં સત્ય શોધે છે. તથા પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખે છે. [૧૬૩-૧૬૪] પોતાના જ અપકૃત્યોથી પીડિત જનોને તેના માતા-પિતા, બધું, પત્ની, પુત્રવધુ કે સગો પુત્ર પણ મદદગાર થતા નથી. સાધક, સાચી દ્રષ્ટિ વડે તથા સ્વતંત્ર બુદ્ધિથી આ ખરી હકીકત જાણીને આસક્તિ તથા સ્નેહના બંધનનું છેદન કરે. તેમજ પોતાના પૂર્વ પરિચિતોની પણ કશી અભિલાષા ન રાખે. [૧૬] મણી-મોતી, કુંડલ, ગાય, બળદ, અશ્વ, પશુ, નોકર, ચાકર આદિ સહયોગી, એ બધાનો પરિત્યાગી સાધક પરલોકમાં કામરૂપી દેવ થાય છે. [૧૬] ધનધાન્ય, કે ઘરવખરી આદિ, સ્થાવર-જંગમ સંપત્તિ, દુષ્કર્મોથી પીડાતા જીવને મુક્તિ અપાવવા સમર્થ નથી. [૧૬૭] જીવમાત્રને અધ્યાત્મ-સુખ પ્રિય છે અને પોતાના પ્રાણ તેમજ જીવન Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનપ્રિય છે એવું જાણીને સાધક, ભય તેમજ વેરના કારણે કોઈના પ્રાણની હિંસા ન કરે. [૧૬૮] અસંયમ પ્રત્યે જેને અભાવો છે એવા મુનિ તેમના પાત્રમાં આપે તેટલું જ ભોજન કરે. પરંતુ ચોરી (અદત્તાદાન) એ નરકમાં લઈ જનાર છે એમ મુનિ સમજી કોઈનું એક તણખલું પણ ગ્રહણ ન કરે. [૧૯] સંસારમાં કેટલા કોનું એવું માનવું છે કે ચારિત્ર ગ્રહણ કર્યા વગર કે હિંસાના ત્યાગ વગર માત્ર તત્ત્વજ્ઞાનને જાણવાથી બધા દુઃખોમાંથી મળે છે. [૧૭૦ જેઓ બંધ તથા મોક્ષના સિદ્ધાંતોને સ્વીકારે છે અને ઘણું બોલે છે પણ કાંઈ કરતા નથી. એવા અજ્ઞાની કેવળ વાચાબળથી માત્ર પોતાને આશ્વાસન આપે છે. [૧૭૧] વિવિધ પ્રકારની વિદ્યા કે ભાષાનું બળ, જીવની રક્ષા નથી કરી શકતું. પરંત એવી પંડિતાઈથી પોતાને સુરક્ષિત માનતો જીવ અનેક પાપ કર્મ કરતો જ રહે છે. [૧૭૨] મન, વચન અને કાયાથી જે શરીરના વર્ણ અને રૂપમાં આસક્તિ રાખે છે, તે પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે. [૧૭૩-૧૭પ સાધકે પોતે જ આ અનન્ત સંસારનો લાંબો માર્ગ સ્વીકાર્યો છે તેથી તેણે બધી દિશાઓ ઉત્પત્તિસ્થાનો જોઈને અપ્રમાદપણે વિચારવું જોઇએ. ઊંચું લક્ષ રાખનાર સાધકે બાહ્ય વિષયોમાં આસક્તિ રાખવી જોઇએ. આ દેહને માત્ર પૂર્વ કોને ખપાવવાના કામમાં લગાડી દેવો જોઈએ. મળેલા શુભ અવસરને ઓળખી લીધા પછી સાધકે કર્મ-બંધનના હેતુઓને દૂર કરીને જ વિચારવું જોઈએ. ગૃહસ્થને ત્યાં ગોચરી કરતી વખતે આહાર તથા પાણી પ્રમાણ તેમજ આવશ્યકતા પુરતાં જ લેવા જોઈએ. [૧૭૬-૧૭૭] સાધકે કોઈ પણ ચીજનો સંગ્રહ ન કરવો. પક્ષીને દ્રષ્ટાંત નિરપેક્ષભાવે પાત્ર લઈને ભિક્ષા અર્થે ફરવું. લજ્જાવંત મુનિ ગામોમાં વિવેક સહિત. અનિયત વિહાર કરતા થકા, ગૃહસ્થને ઘેરથી યોગ્ય તપાસ કર્યા બાદ ભિક્ષા લે. [૧૭૮] આ રીતે અનુત્તર-જ્ઞાન, દર્શનના ધારણહાર તત્ત્વજ્ઞાનને સમજાવનાર, તીર્થકર જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે ફરમાવ્યું છે. એ પ્રમાણે હું (તમને) કહું છું. અધ્યયન-દ-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૭) [૧૭૯-૧૮૨] જેમ કોઈ માંસાહારી પોતાને ત્યાં આવનાર મહેમાનના ભોજન અર્થે ઘેટાને લીલું ઘાસ, ચોખા તથા જવ ખવરાવીને પોતાના આંગણાંમાં બાંધીને સરસ પોષણ કરે છે. તે ઘેટો સારી રીતે ખાઈ – પીને રૂષ્ઠ-પૃષ્ઠ બળવાન તથા મોટા પેટવાળો બની જાય છે. પછી તે માંસથી ભરેલા શરીરવાળો પ્રાણી કોઈ મહેમાન આવે તેની જ પ્રતીક્ષા કરતો હોય છે. જ્યાં સુધી અતિથિ નથી આવતો ત્યાં સુધી જ તે પ્રાણીનું જીવન સલામત છે. પણ મહેમાન આવતાં જ તેના સ્વાગત માટે તેને કાપીને ખવરાવી દેવામાં આવે છે. મહેમાન માટે જ જેનું પોષણ થતું હતું અને જેમ ઘેટો તેની જ રાહ પૂરતો જીવતો હતો તેમ અજ્ઞાની દુષ્ટ જીવ પણ વાસ્તવિક રીતે નરકની પ્રતીક્ષા કરે છે. [૧૮૩-૧૮પ હિંસક, અજ્ઞાની, ખોટા બોલો, પથિકોને લૂંટનારો, બીજાને આપવાની વસ્તુ પચાવી પાડનારો, ચોર, ઠગ અને સદાય ક્યાંથી ચોરી કરું એવું જ ચિંતવનાર ધૂતારો, સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત, મહાઆરંભી, માંસમદીરાનો Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાયણ-૭૧૮૬ વ્યસની, બળવાન હોઈને બીજાને દુઃખ દેનારો,- બકરાની જેમ કર કર શબ્દ કરી માંસાદિ અભક્ષ્યનો ખાનારો, ઘણું લોહી તથા મોટા પેટવાળો મનુષ્ય રહે છે તે ઉપરોક્ત ઘેટાની જેમ જ નરક ગતિની આકાંક્ષા સેવતો હોય છે, [૧૮૬-૧૮૮] વળી એ મનુષ્ય મેડી-મહેલાતો, ધનસંપત્તિ, ગાડી ઘોડા તથા કામભોગનો ભોગવટો કરીને, દુખનો સંચય કરીને, બધું છોડીને કમરજનો ઢગ ભેગો કરે છે. માત્ર વર્તમાનમાં જ મસ્ત બનીને, ભારે કમ બાંધીને જીવ, મૃત્યુ સમયે જેમ મસ્ત થયેલા ઘેટાને મહેમાન આવતાં કાપી નાખવામાં આવે છે તેની જેમ તે શોક કરે છે. અજ્ઞાની જીવ, વિવિધ પ્રકારની હિંસા કરીને, આયુષ્યને અને શરીર છોડીને કરેલા કર્મો પ્રમાણે ઘોર અંધકારમય નરકને વિશે જાય છે. [૧૮૯-૧૯૧] એક ક્ષુદ્ર કાકિણી માટે જેમ મુખ મનુષ્ય હજારોનું ધન ખોઈ બેસે છે, જેમ રાજાએ એક અપથ્ય આંબાને ખાઈને વળતરમાં રાજ્ય તથા જીવન ખોયું. એ જ રીતે દેવતાઓના કામભોગોની ગણતરીએ મનુષ્યનો ભોગ વિલાસ તો નહીં જેવો છેકારણ કે દેવતાઓને આયુષ્ય અને કામભોગ મનુષ્ય કરતાં હજાર ગણા વધારે હોય છે. પ્રજ્ઞાવાન સાધક મૃત્યુ બાદ દેવલોકનું અસંખ્ય વર્ષનું આયુષ્ય ભોગવે. એમ જાણવા છતાં સોવર્ષથી પણ ઓછા આયુષ્યવાળો મનુષ્ય એવા દિવ્યસુખોને ખોઈ નાખે છે. [૧૯૨-૧૯૪] ત્રણ વણિકપુત્રનું દષ્ટાંત છે એક ધન લઈને વેપાર કરવા તો ઘણું ધન લઈને આવ્યો, બીજો માત્ર મૂળમૂડી લઈને આવ્યો અને ત્રીજો પુત્ર તોમૂળ મૂડીને પણ ખોઈને આવ્યો. આ તો વ્યાવાહિરક ઉદાહરણ છે. છતાં ધર્મ કરણીને પણ એ જ દ્રાંતે સમજવી જોઇએ. ઉપરના દ્રષ્ટાંતમાં-મનુષ્યત્વ મૂળ ધન છે. દેવગતિ નફાનો વેપાર છે અને મૂળ પૂંજીને ખોઈ નાખવાથી જીવ તીર્થંચ તથા નરક ગતિનો અધિકારી બને છે. [૧૯૫-૧૯૭] લોલુપતા અને વંચકતાને કારણે દેવગતિને તથા મનુષ્ય ગતિને ખોઈ નાખી હોય છે-પછી તેને માટે તીર્થંચ અને નારકી એ બે ગતિ જ પ્રાપ્ત થવાની બાકી રહે છે. આમ અજ્ઞાન જીવને બે નીચલી ગતિમાં દીર્ઘ કાળ સુધીનું આયુષ્ય મળ્યા પછી દેવ તથા મનુષ્ય ગતિ તો તે લાંબા કાળ માટે હારી ગયા હોય છે. એ રીતે ઉત્તમ ગતિને હારી બેઠેલા જીવોને જોઈને તેમ જ બાળ તથા પંડિત જીવોની ગતિની તુલના કરીને જે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે તે મૂળ ધન કમાઈ આવ્યા બરોબર છે. [૧૯૮-૨૦૦] ઊંચા સદ્દગુણો તથા ઉત્તમ વ્રતો ધારણ કરી જે ગૃહસ્થાશ્રમમાં રહે છે તે મનુષ્ય જન્મ મેળવે છે કારણ કે તેના ઉત્તમ કૃત્યોના ઉમદા ફળ તેને મળે છે. અને વિવિધવતો સહિત જે ઘરમાં રહેતા પણ શીલસંપન્ન હોય છે, તેવા દીનતારહિત પુરુષો મનુષ્ય જન્મરૂપી મૂળ ધનમાં પણ વધારો કરી દેવગતિને મેળવે છે. આમ દીનતારહિત સાધુ કે ગૃહસ્થને લાભ લેતા જોઇને કયો વિવેકી પુરુષ એવો ઉત્તમ લાભ ખોશે? અથવા ખોવાઈ જતો જોઈને પશ્ચાત્તાપ કર્યા વગર રહી શકશે? [૨૦૧-૨૦૫] દેવતાઓના કામભોગના પ્રમાણમાં મનુષ્યના કામભોગ કંઈ તુલનામાં નથી. જેમ સોયની અણિ પરનું જળબિન્દુ સમુદ્ર આગળ કંઈ હિસાબમાં નથી. મનુષ્યોના અલ્પ આયુષ્યના કામભોગ આમ સોયની અણિ પર રહેલા જળબિન્દુ સમાન છે. તેમ છતાં અજ્ઞાની જીવ ક્યા કારણે પોતાના અમૂલ્ય લાભને નથી સમજી શકતોન? મનુષ્યભવમાં કામભોગથી નિવૃત્ત નથી થતા તેનો આત્માર્થ નષ્ટ થઈ જાય છે Page #200 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ ૧૯૭ કેમ કે તે સન્માર્ગની વાતો વારંવાર સાંભળતા છતાં તેને છોડી દે છે. પરન્તુ મનુષ્યદેહ ધારણ કરીને જે કામવાસના ત્યજે છે તેનું આત્મપ્રયોજન સરળ થાય છે અને આ શરીરને છોડીને તે દેવલોકમાં જાય છે એવું મેં સાંભળ્યું છે. દેવલોકથી ચ્યવને રિદ્ધિસિદ્ધિ, યશ, વર્ણ, દીધયુ તથા સુખ હોય છે એવા મનુષ્ય કુળમાં જન્મે છે. [૨૦૬-૨૦૭] બાળજીવોની અજ્ઞાનતા તો જુઓ ! તેઓ ધર્મને છોડીને અધર્મ ગ્રહણ કરે છે તથા અધર્મનિષ્ઠ બનીને નરકને વિશે ઉત્પન્ન થાય છે. ધર્મનું અને વ્રતોનું પાલન કરનારા ધીરપુરુષોનું ધૈર્ય તો જુઓ ! તેઓ અધર્મને છોડીને ધર્મીષ્ઠ બનીને દેવતાની ગતિ મેળવે છે. [૨૦] સાધક મુનિ, બાળભાવને છોડીને, ગુણદોષનો વિવેક વાપરીને, સમજપૂર્વક બાળભાવ ત્યજીને અબાળ ભાવને સ્વીકારે છે.- એમ હું તમને) કહું છું. અધ્યયન-૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૮-કાપિલીય) [૨૯] ચંચળ, અશાશ્વત અને દુખગર્ભિત સંસારમાં એવાં ક્યાં કર્યો છે કે જેને આચરીને હું દુર્ગતિમાં ન જાઉં? ર૧૦ પૂર્વના સંબંધો છોડ્યા પછી કોઈ સાથે સ્નેહ ન કરે, સ્નેહ કરનારની સાથે પણ સ્નેહથી ન જોડાય એવો સાધક બધા દોષોથી મુક્ત થઈ જાય છે. [૨૧૧-૨૧૩) કેવળજ્ઞાન તથા કેવળદર્શનવાળા તથા મોહથી છૂટી ગયા છે એવા કપિલ મુનિએ સર્વ જીવોના હિત તથા કલ્યાણ અર્થે એમ કહ્યું છે કે- કર્મબન્ધનના. હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહનો તથા કલેશનો મુનિ ત્યાગ કરે. કામભોગોના બધા પ્રકારોમાં દોષ દેખીને તેમાં ન લેપાતાં મુનિ આત્મરક્ષણ કરે. આસક્તિજનક ભોગોમાં મગ્ન, હિત અને નિશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો અજ્ઞાની, મૂઢ જીવ કફના બળખામાં માખીની જેમ ફસાઈ પડે છે. [૧૪] કામભોગનો ત્યાગ કઠિન છે, અધીર જીવો સહેલાઈથી તેને છોડી શકતા નથી. પરન્તુ જે વ્રતધારી સાધકો છે તે, વણિકની જેમ સમુદ્રને તરી જાય છે તથા કામભોગોનો સહેલાઈથી ત્યાગ કરી શકે છે. [૨૧૫-૨૧૮] પોતાને “શ્રમણ છું” એમ કહેવા છતાં પણ પશુની જેમ અજ્ઞાની જીવ, પ્રાણ-વધને નથી સમજતો તેથી તેની પાપ દ્રષ્ટિને કારણે તે નરકને વિશે જાય છે. જેમણે સાધુ ધર્મનો ઉપદેશ કર્યો છે એવો આર્ય પુરુષોએ કહ્યું છે કે “પ્રાણી-વધનું અનુમોદન કરનાર કદી પણ મુક્તિને નથી પામતો.” જીવોની હિંસા નહી કરનારા સાધકને “સમ્યક પ્રવૃત્તિવાળો” કહેવામાં આવે છે. ઊંચે સ્થળેથી જળ, જેમ આપોઆપ સરી જાય છે તેમ, તેમના જીવનમાંથી પાપ કર્મ સહેજે સરી જાય છે. આ વિશ્વમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેમને દુઃખ થાય તેવો આરંભ મન, વચન કાયાથી ન કરે. | [૨૧૯-૨૨૦] શુદ્ધ એષણાઓને જાણી સાધુ તેને પોતામાં અંગીકાર કરે એટલે પાલન કરે ને સંયમ પાળતા આહાર કરે છતાં તેમાંના રસોમાં મૂર્શિત ન બને. જીવન નિભાવ અર્થે સાધુ, રસહીણા, ટાઢા, કાળ વ્યતિત થયેલા અડદ કે કઠોળ અથવા સુકવેલા બદરચુર્ણ આદિ ભિક્ષા લે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉત્તરઝયણ-૮)૨૨૧ [૨૨૧] જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, તથા અંગવિદ્યાના પ્રયોગો કરતા હોય તેને સાધુ ન કહેવા. એમ આચાર્યોએ કહ્યું છે. [૨૨૨-૨૨૩] જે પોતાના વર્તમાન સંયમી જીવનનું નિયંત્રણ ન કરી શકવાના કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે તેવા કામભોગ તથા રસોમાં આસકત જીવો અસુરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળીને પણ તે સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કરે છે. કારણ કે તેવા ભારે કર્મી જીવોને બોધ થવો અતિ દુર્લભ છે. [૨૨૪-૨૨પ ધન, ધાન્યથી ભરપૂર એવા આ સમગ્ર લોકને પણ કોઈને આપી દેવાય તોયે તેને સંતોષ નહીં થાય એવી તૃષ્ણાની લોલુપતા છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. જેમ કપિલ મુનિ બે માસા સોનું લેવા જતાં કરોડો સુવર્ણ મુદ્રિકાથી પણ સંતોષાયા ન હતા. ૨૨૬-૨૨૭] ગુમડાની જેમ સ્તનો, તથા કામવાસનાવાળી અને કપટથી ભરેલી અનેકચિત્તાસ્ત્રીઓ, પુરુષોને દાસની જેમ લલચાવે છે અને નચાવે છે તેવી રાક્ષસી સમાન સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. સ્ત્રીનો ત્યાગી તેઓમાં આસક્ત ન થતાં ભિક્ષ ધર્મને એકાન્ત કલ્યાણકારી માનીને તેમાં જ પોતાના આત્માને સ્થિર કરે. [૨૨૮] વિશુદ્ધ પ્રજ્ઞાવાન કપિલમુનિએ આ પ્રમાણે સાધક ધર્મ વર્ણવ્યો છે. તેની સમ્યફ આરાધના કરનાર ઉભય લોકની આરાધના કરશે. સંસાર તરીને ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરશે. - એમ હું (તમને) કહું છું. અધ્યયન-૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૯-નમિપ્રવજ્યા) [૨૨૯-૨૩૨] દેવલોકમાંથી અવીને નમિરાજના જીવે મનુષ્ય લોકમાં જન્મ લીધો. તેમના મોહની ઉપશાન્તિ થઈ તેથી તેમને પૂર્વ જન્મનું સ્મરણ થયું નમિએ પૂર્વજન્મનું સ્મરણ કરીને, ઉત્તમ એવા ધર્મમાં સ્વયં પ્રજ્ઞાવંત થયા તથા રાજ્યકારભાર પુત્રને સોંપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું. શ્રેષ્ઠ રાજવાસ ભોગવ્યા. દેવલોક સમાન ભોગો ભોગવીને એકદિવસ તેનો પરિત્યાગ કરીને કેવળી થયા. મિથિલાનગરીનું રાજપાટ, પુર, સેના, તથા સમગ્ર રાજધાનીને છોડીને સંયમ સ્વીકારી એકાન્તવાસી બન્યા. [૨૩૩-૨૩પ જે સમયે નમિ-રાજર્ષિ પ્રવજ્યા-દીક્ષા લઈ રહ્યા હતા તે વખતે મિથિલાની જનતામાં કોલાહલ મચ્યો હતો. સંયમ લેવા તૈયાર થયેલા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રરાજાએ કહ્યું- “હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીના રસ્તા પરની હવેલીઓ અને રાજમહેલમાં દયદ્રાવક કકળાટ કેમ મચી રહ્યો છે?” [૨૩૬-૨૩૮ી ઇન્દ્રરાજના આ પ્રશ્નના ઉત્તરમાં એમનો આશય સમજીને નમિરાજરષિએ આ પ્રમાણે કહ્યું- મિથિલાનગરીમાં એક સુંદર વૃક્ષ હતું. જે અતિરમ્ય, પત્ર, પુષ્પ તથા સુગંધી ફૂલોથી ભરેલું, સહુને શીતળ છાયા આપનારું તથા અનેક પક્ષીઓને આશ્રય દેનારું હતું. પ્રચંડ તોફાનને કારણે-એ સુંદર વૃક્ષ તૂટી પડવાને કારણે આશ્રય વિનાના દુઃખી પક્ષીઓ કકળાટ કરે છે. [૨૩૯-૨૪૨] નમિરાજર્ષિના આ ભાવવાહી ઉત્તરને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્રરાજે કહ્યું કે- “અહીં આગના ભડકા છે, વાયુનું તોફાન ચાલી Page #202 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮ ૧૯૯ રહ્યું છે, અહીં આપનો રાજમહેલ ભસ્મીભૂત થઈ રહ્યો છે. ભગવંત! આપ એની તરફ કેમ લક્ષ દેતા નથી?” ઇન્દ્રરાજના આવા સંકેતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ આ પ્રમાણે કહે છે- “જેની પાસે પોતાનું કહેવા જેવું કાંઈ પણ નથી રહ્યું એવો હું અતિ સુખી છું, મિથિલા બળી રહી હોય તો એમાં મારું કશુંય બળતું નથી.” [૨૪૩-૨૪૪] “પુત્રી, પત્ની તથા ગૃહસ્થાશ્રમથી મુક્ત થયેલ સાધુને કોઈ વસ્તુ પ્રિય નથી તેમ કોઈ વસ્તુ અપ્રિય નથી.” બધી રીતે હું એકલો છું. આમ એકાન્તવ્રણ એકત્વદર્શી, અને ગૃહત્યાગી મુનિને બધી રીતે સુખ જ છે.” [૨૪૫-૨૪૬] આવા ઉચ્ચ હેતુસરનો ઉત્તર સાંભળીને વધુ ભાવોદિત થયેલ ઈન્દ્રરાજાએ કહ્યું કે- “હે ક્ષત્રિય ! આ નગરને રક્ષણ માટે ફરતો કિલ્લો, તેનો મજબૂત દરવાજો, અટ્ટાલિકાઓ, ખાઈ, અને કોઈ ચઢાઈ કરવા આવે તો તેને પાછા ધકેલી દેવા માટેની પરિખા-તોપો આદિ ગોઠવીને પછી દીક્ષા લેજે.” [૨૪૭-૨૫૦] આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિ રાજર્ષિએ આ પ્રમાણે ઇન્દ્રરાજાને કહ્યું- “શ્રદ્ધાનું નગર, તપ તથા સંયમનો અર્ગલ, ક્ષમાનો મન, વચન કાયારૂપી ત્રણે ગુપ્તિથી સુરક્ષિત તથા મજબૂત પ્રાકાર બનાવેલ છે” “પરાક્રમનું ધનુષ્ય, ઇય સમિતિ રૂપી દોર, ધૃતિ રૂપ મુઠ બનાવી છે તથા સત્ય વડે તેને બાંધેલી છે.” તપરૂપી બાણો સાથેના ધનુષ્યથી કર્મરૂપી કવચને ભેદીને અંતર યુદ્ધમાં જેણે વિજય પ્રાપ્ત કરેલ છે એવા મુનિ સંસારથી મુક્ત બન્યા હોય છે.” [૨પ૧-૨પ૨] આવા અર્થને સાંભળતો ઇન્દ્ર, હેતુ, તથા કારણથી પ્રેરાઈને નમિરાજને આમ કહે છે- “હે રાજર્ષિ ! પહેલાં આપ રાજમહેલ, વર્ધમાન ગૃહ તથા. ચન્દ્રશાળા બનાવીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો.” [૨પ૩-૨૫૪] આવી સૂચનાઓ શ્રવણ કરીને હેતુ તથા કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ ઇન્દ્રને આમ કહે છે- “માર્ગે ચાલતાં જે ઘર કે પ્રાસાદ બાંધે છે તે પોતાની સંશયજનક સ્થિતિ ખડી કરે છે. ખરી રીતે તો જ્યાં પોતાને જવું છે ત્યાંજ સ્થાયી ઘર બનાવવું જોઇએ. [૨પપ-૨૫] આવો જવાબ મળતાં હેતુ તથા કારણથી ભાવવાહિત થયેલા ઈન્દ્રરાજે નમિરાજર્ષિને આમ કહ્યું- હે રાજન! તમે ચોર, લૂંટારા, ડાકુઓ, ઘર ફાડુઓ, વગેરેથી તમારા નગરને સુરક્ષિત કરીને પછી સંયમ લો. [૨પ૭-૨૫૮] ઉગ્ર વૈરાગી નમિરાજર્ષિએ એમ સાંભળીને ઇન્દ્રને આ પ્રમાણે. કહ્યું. આ જગતમાં ગુન્હેગારોને અનેકવાર શિક્ષા દેવામાં આવી હશે, પણ પ્રાયઃ નિર્દોષ પકડાઈ જાય છે અને ગુન્હો કરનાર છુટી જતા હોય છે. [૨પ૯-૨૬૦] એવું સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલ દેવતાઓના રાજા ઇન્દ્ર, મિરાજર્ષિ પ્રત્યે આમ કહ્યું- હે ક્ષત્રિય ! જે રાજાઓ હમણાં તમને નમતા નથી એટલે તમને ખંડણી નથી ભરતા તેમને વશ કરીને પછી પ્રવ્રજ્યા લો. [૨૬૧-૨૬૪] એવું સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ ઇન્દ્રરાજાને કહ્યું- ખુંખાર સંગ્રામમાં દસ લાખ યોદ્ધાઓને જીતનારની અપેક્ષાએ પોતા. પર વિજય મેળવનાર મોટા વિજેતા છે. બહારના યુદ્ધથી શું વળે ? સ્વયં પોતે પોતાને જીતીને સાચું સુખ મેળવી શકાય છે. પાંચ ઇન્દ્રિયો, ક્રોધ, માન, માયા, લોભ અને મનને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જીતવાં એ જ દુષ્કર છે- એક પોતાને જીતી લીધા પછી બધાંને જીતી શકાય છે. [૨૬૫-૨૬૬] આવા અર્થની વાત સાંભળીને હેતુ તથા કારણને વશ થઈ ઇન્દ્રરાજાએ નમિરાજર્ષિને આમ કહ્યું- ક્ષત્રિય ! તમે મોટા યજ્ઞો કરો ! સાધુ-બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન કરો, એનો ભોગવટો કરીને પછી સંયમ અંગીકાર કરો. ઉત્તરણ - ૯/૨૬૫ [૨૬૭-૨૬૮] એવી શીખામણ શ્રવણ કરીને હેતુ કારણ પ્રેરિત નમિરાજર્ષિએ દેવોના પણ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું. જે મનુષ્ય દર મહિને દસ લાખ ગાયોનું દાન કરે છેએને માટે પણ સંયમ શ્રેયસ્કર છે, કલ્યાણકા૨ક છે. પછી ભલેને કંઇ પણ દાન ન કરે. [૨૬૯-૨૭૦] એવો ઉપદેશ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત ઇન્દ્ર રાજાએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું. હે ! તમે ઉત્તમ ગૃહસ્થાશ્રમને છોડીને બીજા સંન્યાસ આશ્રમને ધારણ કરવા ઇચ્છો છો તે બરાબર નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૌષધ આદિ વ્રતો કરતા રહો ! [૨૭૧-૨૭૨] ઇન્દ્રરાજાનું કથન સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા મિર્ષિએ ઇન્દ્રદેવને આ પ્રમાણે કહ્યું. જે બાળ-સાધકો, ઉગ્ર તપસ્વીઓ માસ માસના ઉપવાસ કરે છે અને પારણે સોયની અણિ પર રહે એટલોજ ખોરાક લે છે તેઓ સંયમી પુરુષોના સોળમા ભાગનું ફળ પણ નથી પામી શકતા. [૨૭૩-૨૭૪] આવું દૃષ્ટાંત સાંભળી ને હેતુથી તથા કારણથી પ્રેરાયેલા એવા ઇન્દ્રદેવે મિરાજર્ષિને આમ કહ્યું- હે રાજેન્દ્ર ! સોના, ચાંદી, હીરા અને મોતીનો ભંડાર, વસ્ત્ર, વાહનો, કાંસાનાં પાત્રો તથા ખજાનાને તર કરીને પછી મુનિ બનો ! [૨૭૫-૨૭૭] એવી વાત સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઇન્દ્ર દેવને આમ કહ્યું- સોના અને ચાંદીના કૈલાસ જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને તેથી તૃપ્તિ થતી નથી. કારણ કે ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, યવ, સોનું તથા પશુઓ પણ એક મનુષ્યની ઇચ્છા પૂર્તિ માટે પુરા નથી પડતા” એમ જાણી સાધક તપનું આચરણ કરે. [૨૭૮-૨૭૯] એમ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત થયેલ એવા દેવેન્દ્ર મિરાજર્ષને આમ કહ્યું- હે પાર્થિવ ! તમે પ્રત્યક્ષ રહેલા ભોગોને ત્યાગવા તૈયાર થયા છો અને નથી મળ્યા એવા ભોગોની ઇચ્છા કરી રહ્યા છો માટે તમે તમારા સંકલ્પોથી છેતરાઇ રહ્યા છો. એટલે તમે વ્યર્થ તરંગોથી ઠગાઇ રહ્યા છે. [૨૮૦-૨૮૨] આ ઉપદેશ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઇન્દ્ર દેવને આ પ્રમાણે કહ્યું. “સંસારના કામભોગ કાંટા રૂપ છે, ઝેર રૂપ છે, આસીવિષ સર્પ જેવા છે. એવા કામભોગોની ઇચ્છા રાખવા છતાં જે પરિસ્થિતિને આધિન તેનું સેવન નથી કરી શકતા તેઓ પણ દુર્ગતિને પામે છે. ક્રોધથી અધોગિત થાય છે, માનથી અધમગતિ થાય છે, માયા સદ્ગતિમાં બાધારૂપ બને છે અને લોભ વડે આ લોક અને પરલોક ભયરૂપ બને છે. [૨૮૩-૨૮૮] દેવેન્દ્ર આ લાંબા વાર્તાલાપ પછી બ્રાહ્મણ રૂપ છોડીને અસલ ઇન્દ્ર રૂપ ધારણ કરીને મધુ૨વાણીથી સ્તુતિ કરતા હાથ જોડીને (નિમરાજિષ) સમક્ષ ઊભા રહ્યા. “અહો આશ્ચર્ય છે ! આપે ક્રોધને જીત્યો, માનનો પરાજ્ય કર્યો, માયા રહિત થયા તથા લોભને વશ કર્યો !” “અહો ઉત્તમ છે તમારી સ૨ળતા, ઉત્તમ છે તમારી મૃદુતા, Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૯ ૨૦૧ ઉત્તમ છે તમારી ક્ષમા, અને ઉત્તમ છે તમારી નિર્લોભતા !” ભગવાન ! આપ આ લોકમાં તો ઉત્તમ છો, પણ પરલોકમાં પણ ઉત્તમ થશો, કર્મફળથી રહિત થઇને આપ સર્વોત્તમ એવા સિદ્ધિના સ્થાનને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે હર્ષથી સ્તુતિ કરતા ઇન્દ્ર દેવે શ્રદ્ધાથી રાજર્ષિને પ્રદક્ષિણા કરતાં અનેક વાર વંદન કર્યા. આમ મુનિવરના ચક્ર તથા અંકુશના લક્ષણો યુક્ત એવા ચરણોને વંદન કરીને રમ્ય તથા ચપળ કુંડલ તથા મુકુટધારી, ઈન્દ્ર રાજા આકાશ માર્ગે ચાલ્યો ગયો. [૨૮૯] નમિરાજર્ષિએ આત્મભાવના વડે પોતાને સુસજ્જ કર્યા, સાક્ષાત્ ઇન્દ્રના ઉપદેશને સાંભળવા છતાં પણ ગૃહ-લક્ષ્મીને તજીને શ્રમણ ધર્મમાં સ્થિર થયા. [૨૯૦] પ્રજ્ઞાવંત, પંડિત તથા વિચક્ષણ પુરૂષ આ રીતે ભોગોથી નિવૃત્ત થઇને નમિ રાજાર્ષની જેમ સિદ્ધિને વરે છે. - એમ હું (તમને) કહું છું. અધ્યયન-૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૧૦ દ્રુમપત્રક [૨૯૧] કાળ વ્યતીત થતાં ઝાડનાં સૂકા પાંદડા સફેદ થઇને ખરી પડે છે. તેવું જ મનુષ્યનું જીવન છે તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર. [૨૯૨] ડાળની અણી પર રગેલા પાણીના બિન્દુની જેમ મનુષ્યજીવન ક્ષણિક છે. તેથી કરીને હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. [૨૩] આયુષ્ય અલ્પ છે, વિઘ્નો ઘણાં છે. તેમાં પૂર્વે બાંધેલાં અસંખ્ય કર્મોને ખપાવવાં છે તેથી હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ કરીશ નહીં. [૨૪] વિશ્વના તમામ પ્રાણીઓને સદાને માટે મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. તેથી હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. [૨૯૫-૨૯૯]પૃથ્વીકાયમાં,...અપ્લાયમાં,...તેઉકાયમાં,...વાયુકાયમાં,.......અને વનસ્પતિકાયમાં જન્મ લીધા પછી જીવ-ફરીફરીને તેમાં જન્મ લેતાં અસંખ્ય કાળ સુધી તેમાં જ રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. [૩૦૦-૩૦૨] બેઇન્દ્રિય,...તેઇન્દ્રિય,...ચઉરિન્દ્રિયમાં જન્મ લઈને જીવ વારંવાર ત્યાં ઉત્પન્ન થઈને સંખ્યાત કાળ વ્યત્તિત કરે છે તેથી હે ગૌતમ ! ક્ષણવારનો પણ પ્રમાદ કરીશ નહીં. [૩૦૩] પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇને જીવ સાત આઠ ભવ સુધી ત્યાં સમય ગાળે છે. માટે હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. [૩૦૪] દેવ અને નરક યોનિમાં ગયેલો જીવ એક એક ભવ સુધી ત્યાં રહે છે તેથી હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર. [૩૦૫] પ્રમાદ સેવતો થકો જીવ શુભાશુભ કર્મોને કારણે સંસારનું પરિભ્રમણ કરે છે તેથી હે ગૌતમ ! ક્ષણભરનો પણ પ્રમાદ ન કર. [૩૦૬-૩૧૦] દુર્લભ એવો મનુષ્યજન્મ મળવા છતાં પણ આર્યત્વ પ્રાપ્ત થવું કઠિન છે. કારણ કે કેટલાક મનુષ્ય હોવા છતાં દસ્યુ તથા મ્લેચ્છ હોય છે, આર્યત્વ મળવા છતાં અવિકલ પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ કઠિન છે. કારણ કે ઘણા જીવો વિકલેન્દ્રિય જોવામાં આવે છે, અવિકલ એટલે પૂર્ણ પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ થવા છતાં પણ શ્રેષ્ઠ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તરઝર્સ -૧૦/૩૧૦ ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે. કારણ કે કુતીર્થિઓને સેવવાવાળા ઘણા છે, ઉત્તમધર્મને સાંભળવાનો યોગ થવા છતાં તેના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી દુર્લભ છે. કારણ કે ઘણા જીવો મિથ્યાત્વનું સેવન કરે છે, અને ધર્મની શ્રદ્ધા થયા પછી પણ તે પ્રમાણેનું આચરણ. કરવું કઠિન છે. ઘણા ધર્મશ્રદ્ધાળુ કામભોગમાં આસક્ત છે માટે હૈ ગૌતમ ! ક્ષણભરનો પ્રમાદ કરીશ નહીં. [૩૧૧-૩૧૬] તમારું શરીર જીર્ણ થઈ રહ્યું છે. વાળ પાકી ગયા છે અથતુિ ધોળા થયા છે. શ્રવણ શક્તિ ઘટતી જાય છે. આંખોની દ્રષ્ટિ ઓછી થતી જાય છે..ધાણ શક્તિ ઘટી જવા માંડી છે.... જીભની રસશક્તિનો નાશ થઈ રહ્યો છે..... તમારી સ્પર્શેન્દ્રિય પણ ક્ષીણ થઈ રહી છે... અને તમામ શક્તિઓ-બળ ક્ષીણ થઈ રહી છે માટે હે ગૌતમ! એક પળનો પળ પ્રમાદ ન કર, [૩૧૭] અરતિ, ગંડ-ગુમડાં, વિસૂચિકા, ઓડકાર, વમન તથા વિવિધ રોગો શરીરને વિકૃત અને વિનાશ કરે છે. માટે હે ગૌતમ! એક પળનો પણ પ્રમાદ ન કર. [૩૧૮] જેમ શરદઋતુમાં કમળ પાણીમાં લિપ્ત નથી થઈ જતું, તેમ તું પણ, બધા પ્રકારની લોલુપતાનો ત્યાગ કર. હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર. ૩િ૧.૯] ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તું અણગાર થયો છે, એકવાર વમન કરેલા ભોગોને ફરીથી સ્વીકાર ન કર. અને તે ગૌતમ ! એક પળ માત્રનો પ્રમાદ ન કર. [૩૨૦] મિત્ર, બધુ તથા વિપુલ ખજાનાને છોડીને ફરી તેની તપાસ ન કર. હે ગૌતમ ! એક સમયનો પ્રમાદ ન કર. [૩૨૧] (ભવિષ્યમાં લોકો કહેશે કે, જિનેશ્વર આજે તો હસ્તીમાં નથી. વળી માર્ગદર્શક છે તેઓનો એક મત નથી. પરન્તુ તારે માટે ચયાપૂર્ણ માર્ગ તો તૈયાર જ છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. [૩૨૨] કાંટા, કાંકરાવાળો માર્ગ છોડીને તું રાજમાર્ગ પર આવી ગયો છે. માટે વૃઢ શ્રદ્ધાથી એ માર્ગે ચાલ. હે ગૌતમ! એક પળ પણ પ્રમાદકર નહીં. [૩૨૩] કમજોર ભારવાહક, અવળે માર્ગે ચાલીને પશ્ચાત્તાપ કરે છે. માટે હે ગૌતમ ! તું એની માફક વિષમ માર્ગ પર ન જઈશ. નહીં તો પસ્તાવું પડશે. તેથી હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર. ૩િર૪] હે ગૌતમ ! તું મહાસાગરને તો પાર કરી ગયો છે, હવે કાંઠાની નજીક આવી જઈને કેમ ઊભો છે? તેને પાર કરવામાં વિલંબ ન કર. હે ગૌતમ! એક પળનો પણ પ્રમાદ ન કર. [૩૨૫] તું દેહમુક્ત થઇ સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણીને મેળવીને ક્ષેમકુશળ અનુત્તર એવા સિદ્ધલોકને પામીશ. હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. | [૩૨] તત્ત્વનો જાણકાર, પરિનિવૃત્ત પૂર્ણ સંયમી થઈને ગામ તથા નગરમાં વિચર. શાન્તિ માર્ગની વૃદ્ધિ કર. હે ગૌતમ! એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર . ૩િ૨૭ અર્થ તથા પદથી સુશોભિત થયેલ તથા સુકથિત એવી પ્રભુની વાણીને સાંભળીને રાગ-દ્વેષને છેદીને શ્રી ગૌતમે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી. એમ હું કહું છું. | અધ્યયન-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યય- ૧૧ ૨૦૩ (અધ્યયન-૧૧ બહુશ્રુતપૂજા) [૩૨૮] સંજોગ બન્ધનોથી રહિત, અનાસક્ત તથા ગૃહત્યાગી સાધુના આચારનું હું ક્રમવાર વર્ણન કરું છું તે સાંભળ! [૩૨] જે વિદ્યાહીન છે અને વિદ્યાવાન થઈને પણ અહંકારી થઈ જાય છે, જે અજિતેન્દ્રિય છે, જે અવિનીત છે, જે વારંવાર અસંબદ્ધ બોલે છે, તે અબહુશ્રુત છે. [૩૩] અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ તથા આળસ પાંચ કારણોથી શિક્ષાજ્ઞાન પ્રાપ્ત થતું નથી. [૩૩૧-૩૩૨] આ આઠ સ્થાનવાળા શિક્ષાશીલ-બને છે. જે હાંસી-મશ્કરી નથી કરતો, સદા દાન્ત- રહે છે. કોઈના મર્મ ઉઘાડા નથી પાડતો, કુશીલ ન હોય. શીલરહિત ન હોય. રસલોલુપ ન હોય. ક્રોધી ન હોય. તથા સત્યને જ માનનારો હોય. [૩૩૩-૩૩૬] ચૌદ પ્રકારે વ્યવહાર કરનાર સંયમી-મુનિ અવિનીત ગણાય છે તથા તે નિવરિસ્થિતિને પ્રાપ્ત કરી શકતા નથી. જે વારંવાર ક્રોધ કરે, લાંબા વખત સુધી ક્રોધી અવસ્થામાં રહે, મિત્રતાને છોડી દે, શ્રત પ્રાપ્ત કરીને અહંકાર કરે, ભૂલ કરનારનો તિરસ્કાર કરે, મિત્રો ઉપર રોષ કરે, નિકટના મિત્રોની પણ બુરાઈ કરે. કારણ વગરનો જે પ્રલાપ કરે, દ્રોહી હોય, અભિમાની હોય, અનિગ્રહી-અજિતેન્દ્રિય હોય, અસંવિભાગી-રસલોલુપ હોય અને અપ્રીતિકર હોય તે અવિનિત કહેવાય. [૩૩૭-૩૪૦] પંદર કારણે સુવિનીત કહેવાય છે :- નમ્ર હોય, અસ્થિર ન હોય, માયાવી ન હોય, કુતૂહલી ન હોય. કોઈની નિન્દા ન કરતો હોય, ક્રોધને લાંબા સમય સુધી પકડી ન રાખતો હોય, મિત્રો પ્રત્યે કતજ્ઞ હોય, શ્રત પ્રાપ્ત કર્યા પછી ગર્વ ન કરતો હોય. સ્નેલના થયા પછી બીજાનો તિરસ્કાર ન કરતો હોય મિત્રો પ્રત્યે ક્રોધ ન કરતો હોય. અપ્રિય એવા મિત્રની પણ એકાન્તમાં ભલાઈ કરતો હોય, કલહ અને હાથચાલાકી ન કરતો હોય, કુલીન હોય. લજ્જાવાન હોય અને સદા આત્મલીન હોય. [૩૪૧] જે સદા ગુરુકુળમાં રહેતા હોય, જે યોગ તથા શાસ્ત્ર-અધ્યયનમાં રત રહેતા હોય. જે પ્રિય કાર્ય કરનાર હોય, જે પ્રિયભાષી હોય તે જશિક્ષા-જ્ઞાન મેળવી શકે છે. [૩૪૨] જેમ શંખમાં સાચવેલું દૂધ, તેના આધાર વડે તથા ગુણો વડે જેવું ને તેવું નિર્મળ રહે છે. તેવી રીતે બહુશ્રુત સાધક-ભિક્ષુ ધર્મ અને કીતિ બન્ને વડે સુશોભિત. તથા નિર્મળ રહે છે. [૩૪૩ કુંભોજ દેશમાં કન્વક જાતિના ઘોડા જેમ જાતવાન તથા ગતિમાં શ્રેષ્ઠ હોય છે તેમ બહુશ્રુત પણ શ્રેષ્ઠ મનાય છે. [૩૪] જાતવાન ઘોડા ઉપર સવારી કરનાર શૂરવીર અને પરાક્રમી યોદ્ધો જેમ પોતાની અગલબગલના નબ્દિઘોષો-વિજય વાઘોથી ખૂબ સુશોભિત લાગે છે તેમ બહુશ્રુત પણ સુશોભિત બને છે. [૩૪૫) જેમ હાથણીઓથી ઘેરાયેલો સાઠ વર્ષનો બળવાન હાથી કોઇથી જીવાતો નથી તેમ બહુશ્રુત સાધક અપરાજિત બને છે. [૩૪] જેમ અણિદાર શીંગડાં તથા બળવાન કાંધાવાળો બળદ, સાંઢોના જુથમાં અધિપતિ રૂપે શોભે છે તેમ બહુશ્રત મુનિ પણ અધિપતિ રૂપે શોભી ઊઠે છે. [૩૪૭ જેમ તીક્ષ્ણ દાઢોવાળો તથા કોઈને પણ વશ ન થાય એવો યુવાન સિંહ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉત્તરાયણ- ૧૫/૩૪૮ બધા પશુઓમાં શ્રેષ્ઠ છે. તેવી રીતે બહુશ્રુત સાધુ અન્ય તીર્થિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. [૩૪૮] શંખ, ચક્ર અને ગદાધારી વાસુદેવ જેમ અપરાજિત બળવાન યોદ્ધો હોય છે. તેવો જ બહુશ્રુત પણ અપરાજિત હોય છે. [૩૪] જેમ મહા વૈભવશાળી ચાતુરન્ત અને ચક્રવર્તી ચૌદ રત્નોનો ધણી હોય છે તેવી જ રીતે બહુશ્રુત પણ ચૌદ પૂર્વેની વિદ્યાનો સ્વામી હોય છે. [૩પ૦] જેમ સહસ્ત્ર ચક્ષુ, વજપાણિ, પુરન્દર, ઇન્દ્ર, દેવોનો અધિપતિ હોય છે તેવીજ રૌતે બહુશ્રુત પણ હોય છે. [૩૫૧] જેમ અંધકાર નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી પ્રજ્વલિત લાગે છે તેવી જ રીતે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. [૩પ૨] જેમ નક્ષત્ર પરિવારથી ઘેરાયેલો નક્ષત્રાધિપતિ ચન્દ્ર પૂર્ણિમાએ પરિપૂર્ણ હોય છે તેવીજ રીતે બહુશ્રુત પણ જ્ઞાનાદિ કળાઓથી પરિપૂર્ણ હોય છે. [૩૫૪]જેમ સામાનિક વેપારીનાભંડાર સુરક્ષિત અને અનેક જાતના અનાજથી પરિપૂર્ણ હોય છે તેવી જ રીતે બહુશ્રુત પણ અનેક પ્રકારના શ્રતથી પરિપૂર્ણ હોય છે. [૩પ૪] “અનાદત' દેવનું “સુદર્શન’ નામનું જંબુ વૃક્ષ જેવી રીતે બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. [૩પપી જેમ નીલવંત પર્વતમાંથી નીકળેલી, જળથી ભરેલી, સમુદ્ર તરફ જતી સીતા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રુત પણ સર્વશ્રેષ્ઠ હોય છે. [૩પ૬ જેમ અનેક પ્રકારની ઔષધીથી દીપ્ત મહાન મેરુ પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રત પણ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. [૩પ૭ જેમ સદા અક્ષય જલપૂર્ણ સ્વયંભૂરમણસમુદ્ર અનેક રત્નોથી પરિપૂર્ણ છે તેમ જ બહુશ્રુત પણ અક્ષય જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. [૩પ૮] સમુદ્ર જેવો ગંભીર, કષ્ટરહિત, અવિચલિત, અપરાજેય, વિપુલ શ્રુતજ્ઞાન પૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કમોનો ક્ષય કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. [૩૫] મોક્ષનો શોધક મુનિ શ્રતનો આશ્રય લે થી તે પોતાને અને બીજાને પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે. - એમ હું (તમને) કહું છું. અધ્યયન-૧૧- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૧૨ હરિકેશીય) [૩૬૦-૩૬૧] હરિકેશબલ ચંડાલ કુલમાં જન્મ્યા હતા. છતાં જ્ઞાનાદિ ઉત્તમ ગુણોવાળા જિતેન્દ્રિય ભિક્ષુ હતા. ઇય, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાનનિક્ષેપ આ પાંચ સમિતિઓ માટે યત્નશીલ સમાધિસ્થ સંયમી હતા. [૩૬૨-૩૬૩ મન, વાણી, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય મુનિ ભિક્ષા માટે યજ્ઞમંડપમાં ગયા ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. તપથી તેમનું શરીર કૃશ થયું હતું. તેમના સાધનો પણ જીર્ણ શીર્ણ- મલિન હતાં. આ સ્થિતિમાં મુનિને આવતા જોઈ અનાયોંએ તેમની હાંસી કરી. [૩૬૪-૩૬૯] જાતિના મદવાળા, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આમ કહ્યું. ભયંકર રૂપવાળો, કાળો, વિકરાળ, બેડોળ ચપટી Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૧ ૨૦૫ નાકવાળો, ગંદા કપડાવાળો, ભભૂતધારી ભૂત, કવસ્ત્રો આ કોણ આવે છે ? અદર્શનીય, તું કોણ છે ? અહીં શા માટે આવ્યો છે ? ગંદા અને ધૂળવાળાં કપડાંવાળો અર્ધવસ્ત્રધારી પિશાચ જેવો દેખાય છે. જા ભાગ અહીંથી, અહીં શા માટે ઊભો છે? ત્યારે મહામુનિ પ્રત્યે અનુકમ્પા રાખનાર તિન્દુક વૃક્ષવાસી યક્ષે પોતાનું શરીર છુપાવી આમ કહ્યું. હું શ્રમણ છું. હું સંયત છું. હું બ્રહ્મચારી છું. હું ધન, પચન, (ભોજન બનાવવું) અને પરિગ્રહનો ત્યાગી છું, ભિક્ષાને વખતે બીજા માટે બનાવેલા ભોજન માટે અહીં આવ્યો છું. અહીં ઘણું અન્ન અપાઈ રહ્યું છે. ખવાઈ રહ્યું છે, તમને ખબર હશે કે હું ભિક્ષા જીવી છું. તેથી વધેલામાંથી આ તપસ્વીને પણ કાંઇ મળે. [૭૦] આ ભોજન બ્રહ્મણો માટે જ તૈયાર થયું છે, એ એક પક્ષીય છે તેથી બીજાને આપવા જેવું નથી. આ યજ્ઞ માટે તૈયાર કરાયેલું અન્નજળ તને નહીં આપીએ. છતાં તું અહીં શા માટે ઊભો છે ! [૩૭૧] સારા પાકની આશાએ ખેડૂત ઊંચી ભૂમિમાં જેમ બીજ વાવે છે તેવી જ રીતે નીચી જમીનમાં પણ વાવે છે. આ ખેડૂતની દૃષ્ટિએ તમે મને દાન આપો. હું પણ પુણ્યક્ષેત્ર છું. માટે મારી પણ આરાધના કરો. [૩૭૨] સંસારમાં એવાં ખેતરોની અમને ખબર છે જ્યાં વાળેલાં બધાં બી ઊગે છે. જે બ્રાહ્મણ જાતિ અને વિધાયુક્ત છે તે જ પુણ્યક્ષેત્ર છે. [૩૭૩-૩૭૪]જેમનામાં ક્રોધ, માન, હિંસા જૂઠ, ચોરી અને પરિગ્રહ છે તે બ્રાહ્મણો જાતિ, અને વિદ્યાહીન પાપક્ષેત્ર છે. હે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે કેવળ વાણીનો ભાર જ ઉપાડી રહ્યા છો. વેદ ભણવા છતાં તેનો સાચો અર્થ જાણતા નથી. જે મુનિઓ સમભાવપૂર્વક નાના મોટા ઘરોમાં જાય છે તેઓ જ પુન્યક્ષેત્ર છે. [૩૭૫] અમારી આગળ અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર તું કોણ છે ? શું બકે છે ! આ અન્નજળ ભલે સડી જાય પણ અમે તને નહીં આપીએ. [૩૭]હું ઇર્યા, એષણા વગેરે સમિતિઓ પાળનાર, ગુપ્તિઓથી રક્ષિત અને જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર તમે મને નહીં આપો તો આ યજ્ઞોનો તમને શું લાભ ? [૩૭૭-૩૭૯] અરે કોઈ છે અહીં ક્ષત્રિય, અધ્યાપક, છાત્ર, રસોઇયા જે આવાને ગળે પકડી દંડ ફળ વગેરેથી મારી બહાર કાઢે. અધ્યાપકોની વાણી સાંભળી ઘણાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા. દંડા-ચાબૂક વેત્રથી ઋષિને મારવા લાગ્યા. રાજા કૌશલકની અનિન્ઘસુન્દરી પુત્રી ભદ્રાએ મુનિને મારતાં જોઈને ક્રોધિત વિદ્યાર્થીઓને રોક્યા. [૩૮૦-૩૮૩] દેવની બળવાન પ્રેરણાથી રાજાએ મને આ મુનિએ સોંપી હતી, પણ મુનિએ મનથી પણ મારી ઇચ્છા કરી નહીં. મારો ત્યાગ કરનાર આ ઋષિ, નરેન્દ્રો અને દેવેન્દ્રો માટે પણ પૂજ્ય છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી, બ્રહ્મચારી છે જેમણે મારા પિતાએ મને એમને આપી છતાં મારો સ્વીકાર ન કર્યો. આ ઋષિ મહાનયશસ્વી છે. મહાનુભાગ છે. અત્યન્ત વ્રતનિષ્ઠ છે, પરાક્રમી છે, એમની અવહેલના યોગ્ય નથી. એમનું અપમાન ન કરો. એ પોતાના તેજથી તમને બધાને ભસ્મ કરી નાંખે એવું ન બને. પુરોહિતની પત્ની ભદ્રાની આ વાત સાંભળી ઋષિની સેવા માટે યક્ષોએ કુમારોને રોક્યા. [૩૮૪-૩૮૮] આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા અસુરાવવાળા ક્રુદ્ધ યક્ષોએ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉત્તરઝયણ-૧૧/૩૯૮ તેમને દુઃખી કર્યા, કુમારોને લોહીની ઊલટી કરતા-ઘાયલ જોઈને ભદ્રાએ ફરી કહ્યું. જે તમે ભિક્ષનું અપમાન કરો છો તે નખથી પર્વત ખોદવા જેવું છે, દાંતથી લોઢું ચાવવા જેવું છે, અને પગથી અગ્નિ કચડવા જેવું છે. મહર્ષિ આશીવિષ છે. ઉગ્ર તપસ્વી છે. ઘોર વ્રતધારી છે. અને પરાક્રમી છે. જે લોકો ભિક્ષા વખતે મુનિને સતાવે છે તેઓ પતંગિયાની જેમ અગ્નિમાં ભસ્મ થાય છે. જો તમે જીવતા રહેવા ઈચ્છો તો બધા મળી. માથું નમાવી એમના શરણે જાઓ, આ ઋષિ ગુસ્સે થતાં સમસ્ત વિશ્વને ભસ્મ કરવા જેટલી શક્તિ ધરાવે છે તેની તમને જાણ થાઓ. મુનિને મારનાર છાત્રોનાં માથાં પીઠ તરફ નમી ગયા હતા. હાથ પહોળા થઈ ગયા હતા. તેઓ બેભાન થઈ ગયા હતા. તેમની આંખો ઉઘાડી જ રહી ગઈ હતી. લોહીની ઊલટી થતી હતી. મોઢા ઉપર થઈ ગયાં હતાં. જીભ અને આંખો બહાર આવી ગયાં હતાં. [૩૮૯૩૯૦] આ રીતે મૂર્ણિત છાત્રોને જોઈને તે બ્રાહ્મણ પોતાની પત્નીને લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યો. ભન્ત ! અમે તમારી અવગણના કરી છે, નિન્દા કરી છે તે માફ કરો. ભન્ત ! મૂર્ખ, અજ્ઞાની બાળકોએ આપની અવહેલના કરી છે. આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ અત્યંત પ્રસન્ન ચિત્ત હોય છે. તેઓ કોઈ પર ગુસ્સો કરતા નથી. [૩૯૧ મુનિ-મારા મનમાં કોઈ પણ દ્વેષ ન હતો. ન છે અને ભવિષ્યમાં થશે નહિ. યક્ષ સેવા કરે છે, તેમણે કુમારોને શિક્ષા કરી છે. [૩૯૨-૩૯૪ો ધર્મ-અર્થને સારી રીતે જાણનાર ભૂતિપ્રજ્ઞ આપ ક્રોધ નથી. કરતા. અમે બધાં મળી આપના શરણે આવ્યા છીએ. મહાભાગ ! અમે આપની પૂજા કરીએ છીએ. આપની સમગ્રતયા પૂજા કરીએ છીએ. હવે આપ દહીં વગેરે અનેક પ્રકારની વાનગીવાળા શાલી ચોખાવાળું ભોજન કરો. આ અમારું પુષ્કળ અન છે. અમારા પર અનુગ્રહ કરી તેનો અંગીકાર કરો. પુરોહિતનો આ આગ્રહ મહાન આત્મા મુનિએ સ્વીકાર કર્યો અને એક માસની તપશ્ચયના પારણા માટે આહાર પાણી લીધા. [૩૯૫-૩૯] દેવોએ ત્યાં સુગંધિત જલ, પુષ્પ, તેમ જ દિવ્ય ધનનો વરસાદ કર્યો અને દુન્દુભિ વગાડી, આકાશમાં “અહોદાનમુ નો નાદ થયો. પ્રત્યક્ષ રીતે તપનું જ માહાભ્ય જણાય છે. જાતિની કોઈ વિશેષતા નથી દેખાતી. જેમની આવી મહાન ચમત્કારી ઋદ્ધિ છે તે હરિકેશ મુનિ ચાંડાલ પુત્ર છે. [૩૯૭-૩૯૮] બ્રાહ્મણો ! યજ્ઞ આરંભ કરતી વખતે તમે બહારથી પાણીથી શુદ્ધિ કરવા ઈચ્છો છો? જેઓ બહારથી શુદ્ધિ શોધે છે તેમને કુશળ માણસ સમ્યગુ દ્રષ્ટા નથી કહેતા. કુશ (ડાભ), યૂપ (યજ્ઞસ્તંભ), તૃણ, કાષ્ઠ અને અગ્નીનો પ્રયોગ તેમ જ સવારસાંજ પાણીનો સ્પર્શ કરવો. આવા મંદ બુદ્ધિ તમે લોકો પ્રાણીઓ અને વૃક્ષાદિ જીવોનો નાશ કરનારા પાપાચરણ કરો છો. [૩૯] હે ભિક્ષુ ! અમે કેવી પ્રવૃત્તિઓ કરીએ? યજ્ઞ કેવી રીતે કરીએ? પાપકર્મ કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયત ! શ્રેષ્ઠ યજ્ઞ કોને કહે છે તે કહો. [૪૦૦-૪૦૧] મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર મુનિ પૃથ્વી વગેરે છ જીવ નિકાયની હિંસા નથી કરતાં. અસત્ય ન બોલે, ચોરી ન કરે, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાનું સ્વરૂપ જાણી તેમને છોડીને વિચારે છે. જેઓ પાંચ સંવરોથી પૂર્ણ સંવત હોય છે. જેઓ જીવનની આકાંક્ષા નથી રાખતા. જેઓ શરીરનો અથતુિ શરીરની આસક્તિનો Page #210 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૧૨ ૨૦૭ ત્યાગ કરે છે. જેઓ પવિત્ર છે, વિદેહ છે, દેહભાવ નથી રાખતા તેઓ વાસના પર વિજય મેળવનાર મહાવિજયી, શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. [૪૦૨] હે ભિક્ષુ ! તમારો અગ્નિ કયો? જ્યોતિનું સ્થાન કયું? ઘી હોમવાનું સાધન કડછી કઈ? અગ્નિ પ્રદીપ્ત કરનાર કાષ્ઠ કયું? તમારો શાન્તિપાઠ ક્યો? અને કયા હવનથી તમે જ્યોતિ પ્રગટાવો છો? [૪૦૩] તપ જ્યોતિ છે. જીવાત્મા જ્યોતિનું સ્થાન છે. મન-વચન અને કાયાનો યોગ કડછી છે. શરીર છાણા છે. કર્મ લાકડાં છે. સંયમની પ્રવૃત્તિ શાન્તિ-પાઠ છે. હું પ્રશસ્ત યજ્ઞ કરું છું. [૪૦૪] હે યક્ષ પૂજિત સંયત ! તમારો દ્રહ કયો અને શાન્તિતીર્થ કયો છે જ્યાં તમે મલિનતા દૂર કરો છો? એ અમને કહો, અમે જાણવા ઇચ્છીએ છીએ. ૪િ૦પ-૪૦] આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ વેશ્યાવાળો ધર્મ મારું તળાવ છે. અને બ્રહ્મચર્ય શાન્તિતીર્થ છે જ્યાં સ્નાન કરીને હું નિર્મળ, વિશુદ્ધ તેમજ શાંત થઈને કર્મ રજ ને દૂર કરું છું. કુશળ માણસોએ એને જ સ્નાન કહ્યું છે. ઋષિઓ માટે આ મહાન સ્નાન જ શ્રેષ્ઠ છે. આ ધર્મ-દૂહમાં સ્નાન કરીને મહર્ષિ વિમળ, વિશુદ્ધ થઈને ઉત્તમ સ્નાન પ્રાપ્ત કરે છે. - એમ હું કહું છું. અધ્યયન-૧૨-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૧૩ ચિત્રસંભૂતીય) ૪િ૦૦-૪૦૯] જાતિથી પરાજિત સંભૂત મૂનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા નિદાન કર્યું. ત્યાંથી મરીને તે પદ્મગુલ્મ વિમાનમાં દેવ બન્યો અને પછી બ્રહ્મદત્ત ચક્રવર્તીરૂપે ચુલનીની કૂખે જન્મ્યો. સંભૂત કોમ્પિલ્ય નગરમાં અને ચિત્ર પરિમતાલ નગરમાં મોટા શેઠિયાને ઘરે જમ્યા અને ધર્મ સાંભળીને પ્રવ્રજિત થયા. કામ્પિલ્ય નગરમાં ચિત્ર અને સંભૂત મળ્યા. તેઓએ પરસ્પર સુખદુઃખ અને કર્મફળની વાત કરી. [૪૧૦-૪૧૩] મહાન ઋદ્ધિસંપન્ન તેમ જ મહા યશસ્વી ચક્રવર્તી બ્રહ્મદને ખૂબ સત્કારપૂર્વક પોતાના ભાઈને આમ કહ્યું - આ પહેલા આપણે બંને પરસ્પર વશવર્તી એક બીજા પર અનુરક્ત અને હિતૈષી ભાઈ ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાંલિજર પર્વત પર હરણ, મૃતગંગાને કિનારે હંસ અને કાશીમાં ચાંડાલ હતા. આપણે બંને દેવલોકમાં મહાદ્ધિસંપન્ન દેવ હતા. આ આપણો છઠો ભવ છે. જેમાં આપણે એકબીજાથી દૂર અલગ અલગ જમ્યા છીએ. [૪૧૪] રાજન્ ! તેં ભોગવિલાસના કર્મોનું વિશેષ ચિંતન કર્યું. તે જ કર્મફળના પરિણામે આપણે અલગ અલગ જમ્યા. [૪૧૫] ચિત્ર! પૂર્વ જન્મમાં કરેલાં સત્ય અને શુદ્ધ કર્મોનું ફળ હું ભોગવું છું, શું તમે પણ તેમ જ ભોગવો છો? [૪૧૬-૪૧૮] મનુષ્યોએ આચરેલાં બધાં સત્કર્મો સફળ થાય છે. કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમ અર્થ કામો દ્વારા પુણ્ય ફળવાળો રહેલ છે. સંભૂત ! જેમ તું પોતાની જાતને ભાગ્યશાળી, મહાદ્ધિયુક્ત, પુણ્ય ફળવાળો માને છે તેમ જ ચિત્રને પણ જાણ. રાજનું! તેની પાસે પણ ખૂબ ધન અને યુતિ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉત્તરજઝયણ- ૧૩/૪૧૯ રહેલ છે. સ્થવિરોએ જનસમુદાયમાં અલ્પાક્ષર, પણ મહાઈ-ગાથા કહી હતી જેને શીલ, ગુણયુક્ત, ભિક્ષુ યત્નપૂર્વક મેળવે છે તેને સાંભળીને હું શ્રમણ બન્યો છું. ૪િ૧૯-૪૨૦ઉંચ્યોદય, મધુ, કર્ક, અને બ્રહ્મા. આ મુખ્ય પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના વિશિષ્ટ પદાર્થોવાળા અનેક ધનવાળા આ ઘર સ્વીકાર કરો. ભિક્ષુ ! તમે નાટ્ય, ગીત અને વાદ્યો સાથે સ્ત્રીઓથી ઘેરાયેલા આ ભોગ ભોગવો. મને એ જ પ્રિય છે. પ્રવ્રજ્યા ખરેખર દુખદ છે. ૪િ૨૧-૪૨૩] તે રાજાના હિતૈષી ધર્મરત ચિત્ર મુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરક્ત તેમજ કામભોગમાં આસક્ત રાજાને આમ કહ્યું- બધાં ગીત-ગાન કેવળ વિલાપ છે. નાટ્ય વગેરે વિડમ્બના છે. આભૂષણ ભાર છે અને સમગ્ર કામભોગ દુખપ્રદ છે. જે સુખ શીલગુણી તપસ્વી-કામનાઓથી નિવૃત્ત ભિક્ષને છે તે અજ્ઞાનીઓને, કામવાસના અને સુંદર વસ્તુઓમાં ક્યાંથી હોય? [૪૨૪-૪૨] હે નરેન્દ્ર ! ચાંડાલ જાતિ નીચ ગણાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલોની વસતિમાં આપણે બંને રહેતા હતા. જ્યાં બધા લોકો આપણો દ્વેષ કરતા હતા. નિન્દનીય ચાંડાલ જાતિમાં જન્મી, તેમની સાથે રહ્યા છીએ. ત્યારે બધા આપણી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા મળી છે, તે પૂર્વ જન્મના શુભ કર્મોનું ફળ છે. પૂર્વ જન્મનો નિદિત ચાંડાલ તું પૂર્વજન્મના શુભ કર્મોના ફળરૂપે આ જન્મ રાજા બન્યો છે. તેથી તે ક્ષણિક ભોગોને છોડી આદાન અથતું ચારિત્ર ધર્મની આરાધના માટે અભિનિષ્ક્રમણ કર. [૪૨૭-૪૩૨] રાજનું! આ અશાશ્વત માનવ જીવનમાં જે વિપુલ પુણ્ય કાર્ય નથી કરતો તે ધર્મ ન કરવાને કારણે મૃત્યુ આવતાં પશ્ચાત્તાપ કરે છે અને પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે. જેમ સિંહ હરણને પકડી જાય તેવી જ રીતે અત્ત સમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુને વખતે તેના માતા-પિતા અને ભાઈ-બન્ધ કોઈપણ મૃત્યુદુઃખમાં ભાગીદાર થતા નથી. તેનું દુઃખ, જાતિ ભાઈઓ વહેંચી લેતા નથી. ન કોઈ મિત્ર, પુત્ર કે બન્ધ વહેંચે છે. તે પોતે એકલો જ આવેલા દુઃખો ભોગવે છે. કારણ, કર્મ કર્તાની પાછળ જ જાય છે. દ્વિપદ-સેવક આદિ, ચતુષ્પદ-પશુ, ખેતર, ઘર, ધાન્ય આદિ બધું છોડીને એ પરાધીન જીવ પોતાના કરેલા કર્મો સાથે લઈને સુન્દર અથવા ખરાબ પરભર મેળવે છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળી સ્ત્રી, પુત્ર, જ્ઞાતિ-જન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. રાજનું! કર્મ જરા પણ પ્રમાદ વિના જીવનને મૃત્યુ તરફ ઘસડે છે. અને આ વૃદ્ધાવસ્થા મનુષ્યની કાન્તિ હરે છે. પાંચાલરાજ ! મારી વાત સાંભળો. મોટા અપકર્મ ન કરો. ૪િ૩૩-૪૩૬] હે સાધો ! તમે મને જે કહી રહ્યા છો તે હું પણ જાણું છું કે આ કામભોગ બન્ધનરૂપ છે. પણ આય! અમારા જેવા માણસો માટે એ અત્યન્ત દુર્જય છે. ચિત્ર ! હસ્તિનાપુરમાં ઋદ્ધિશાળી રાજાને જોઇને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કર્યું હતું. મેં તે નિદાનનું પ્રતિક્રમણ ન કર્યું, તે જ કર્મનું આ ફળ છે કે ધર્મ જાણવા છતાં હું ભોગાસક્ત છું, તેમને છોડી શકતો નથી. જેમ દળદળમાં ફસાયેલો હાથી, સ્થળ જુએ છતાં કિનારે પહોંચી ન શકે તેવી જ રીતે કામભોગમાં આસક્ત અમે જાણવા છતાં ભિક્ષુ માર્ગને અનુસરી શકતા નથી. Page #212 -------------------------------------------------------------------------- ________________ અધ્યયજ્ઞ- ૧૩ ૨૦૯ [૪૩૭-૪૩૯ રાજનું! સમય વીતતો જાય છે. રાત દોડતી આવે છે. મનુષ્યના ભોગ શાશ્વત નથી. કામ-ભોગ ક્ષીણ પુણ્યવાળા માણસને, ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે તેમ છોડી દે છે. રાજનું! તું કામભોગ છોડવા અસમર્થ હોય તો આર્ય કર્મ જ કર. ધર્મમાં રત રહીને બધા જીવ તરફ દયા રાખ. જેથી તું ભવિષ્યમાં વૈક્રિય શરીરધારી દેવ બની શકે. ભોગ છોડવાની તારી ઇચ્છા નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ તારી સાથે આટલી વાત કરી -રાજનું! હું જાઉં છું. [૪૦] પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત મુનિના વચન પાળી ન શક્યો, તેથી અનુત્તર ભોગ ભોગવી અનુત્તર સપ્તમ નરકમાં ગયો. ન [૪૧] કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રવાળો, તપસ્વી મહર્ષિ ચિત્ર અનુત્તર સંયમ પાળીને અનુત્તર સિદ્ધગતિ પામ્યો. - - એમ હું કહું છું અધ્યયન-૧૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણા (અધ્યયન ૧૪ ઈષકારીય) [૪૪૨-૪૪૫] દેવપુરી જેવું સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધ ઈષકાર નામનું નગર હતું. તેમાં પૂર્વ જન્મમાં એક જ વિમાનવાસી કેટલાક જીવો દેવતાનું આયુષ્ય પૂરું કરીને અવતર્યા. પૂર્વભવમાં કરેલા પોતાના બાકી કર્મોને કારણે તે દેવ ઊંચા કુળોમાં ઉત્પન્ન થયા અને ઉદ્વિગ્ન થઈને કામભોગનો ત્યાગ કરી જિનેન્દ્રના માર્ગે વળ્યા. પુરુષત્વ પામેલા બંને પુરોહિતકુમાર, પુરોહિત, તેની પત્ની યશા, વિશાળ કીર્તિવાળો ઈષકુમાર રાજા અને તેની રાણી કમળાવતી આ છએ વ્યક્તિ હતી. જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત કુમારોનું મન મુનિદર્શનથી બહિવિહાર અર્થાતુ મોક્ષ તરફ વળ્યું, પરિણામે સંસારચક્રથી મુક્તિ મેળવવા તેઓ કામગુણોથી વિરક્ત થયા. [૪૬-૪૪૮] યજ્ઞ- કર્મમાં સંલગ્ન બ્રાહ્મણના આ બંને પ્રિય પુત્ર પુર્વજન્મ તેમજ તત્કાલીન સુચીર્ણતપ સંયમને યાદ કરી વિરક્ત થયા. મનુષ્ય તેમજ દેવ સંબંધી કામભોગમાં અનાસક્ત, મોક્ષાભિલાષી શ્રદ્ધાળુ તે બંને પુત્રોએ પિતાને કહ્યું. જીવનની ક્ષણિકતા અમે ઓળખી છે. જીવન વિદ્ગોથી પૂર્ણ છે. આયુષ્ય અલ્પ છે. તેથી ઘરમાં અમને આનંદ આવતો નથી. માટે મુનિધર્મના આચરણની આપ અમને રજા આપો. [૪૪૯-૫૨] આ સાંભળી તે મુનિઓ-કુમારોની તપસ્યામાં વિઘ્ન ઉત્પન્ન કરનારી આ વાત તેમણે કરી હે પુત્રો ! વેદજ્ઞો આમ કહે છે કે જેમને પુત્ર નથી હોતા. તેમની ગતિ થતી નથી. તેથી, પુત્રો ! તમે પહેલાં વેદ ભણો. બ્રાહ્મણોને ભોજન આપો અને લગ્ન કરી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવો. ત્યાર પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો. પોતાના રાગાદિ ગુણ રૂપ ઈધનથી પ્રદીપ્ત તેમજ મોહરૂપ પવનથી પ્રજ્વલિત શોકાગ્નિને લીધે જેમનું અન્તઃકરણ દુઃખી થયું છે અને જેઓ મોહગ્રસ્ત બની અનેક પ્રકારના દીનહીન વચન બોલે છે. જે એક પછી એક, વારંવાર અનુનય કરે છે, ધન અને ક્રમે મળતા કામભોગ માટે આમંત્રી રહ્યો છે એવા પોતાના પિતા પુરોહિતને કુમારોએ વિચારપૂર્વક આમ કહ્યું. [૪૫૩-૫૬] વેદોથી રક્ષણ થતું નથી. યજ્ઞયાગાદિમાં પશુહિંસાનો ઉપદેશ દેનારા બ્રાહ્મણો પણ ભોજન કરાવવા છતાં પણ અન્ધકારમાં ઘસડી જાય છે. ઔરસ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉત્તરાયણ - ૧૪/૪૫૭ પુત્ર પણ રક્ષણ કરી શકતા નથી. તેથી તમારા કથનનું અનુમોદન કોણ કરશે ? આ કામભોગ ક્ષણિક સુખ આપે છે અને લાંબા ગાળા સુધી દુઃખ આપે છે. વધુ દુઃખ અને થોડું સુખ આપે છે અને સંસારમાંથી મુક્ત થવામાં વિઘ્નરૂપ છે. અનર્થોની ખાણ છે. જે કામનાથી મુક્ત નથી તે અતૃપ્તિનું કષ્ટ ભોગવતો માણસ રાતદિન ભટકતો રહે છે. અને બીજા માટે પ્રમાદાચરણ કરનાર તે ધનની શોધમાં રત એક દિવસે વૃદ્ધ બની મૃત્યુ પામે છે. આ મારી પાસે છે. આ મારી પાસે નથી. આ મારે કરવું છે. આ નથી કરવું.આમ વ્યર્થ બકનાર વ્યક્તિને મૃત્યુ ઉપાડે છે, આમ બને છે, છતાં પ્રમાદ કેવો ? [૪૫૭] જેની પ્રાપ્તિ માટે લોક તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજન અને ઇન્દ્રિયોને ગમતા વિષયભોગ-તમને અહીં જ મળે છે. તો પરલોકના આ સુખો માટે ભિક્ષુ શા માટે બનો છો ? [૪૫૮] જેમને ધર્મધુરાનો ભાર ઉપાડવાનો અધિકાર છે તેને ધન, સ્વજન તથા ઇન્દ્રિયસુખનું શું કામ ? અમે તો ગુણસમૂહ ધારણ કરનાર, અપ્રતિબદ્ધવિહારી, શુદ્ધ ભિક્ષા લેનારા શ્રમણ બનશે. [૪૫૯] પુત્રો ! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, અવિદ્યમાન હોય છે તેવી જ રીતે શરીરમાં જીવ પણ અવિદ્યમાન છે. જન્મે છે. અને નષ્ટ થાયછે. શરીરનો નાશ થતાં જીવનું કાંઇ અસ્તિત્વ રહેતું નથી. [૪૬૦-૪૬૨] -આત્મા અમૂર્ત છે. તેથી ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી- જે અમૂર્ત હોય છે તે નિત્ય હોય છે. આત્માના આન્તરિક રાગાદિ ભાવ જ નિશ્ચિતપણે બન્ધના કારણ છે. અને બન્ધ એ જ સંસારનું કારણ છે. જ્યાં સુધી અમે ધર્મને જાણતા ન હતા ત્યાં સુધી મોહવશ પાપકર્મ કર્યાં, આપે અમને રોક્યા અને અમારું રક્ષણ થયું. પણ હવે અમે પાપાચરણ નહીં કરીએ. લોકો દુઃખી છે. ચારે બાજુ ઘેરાયેલ છે. અમોધા પડી રહી છે. આ સ્થિતિમાં અમને ઘરમાં સુખ થતું નથી. [૪૬૩] પુત્રો ! આ લોક કોનાથી આહત છે ? કોનાથી ઘેરાયેલો છે ? અમોધા કોને કહે છે ? આ જાણવા માટે હું ચિન્તિત છું. [૪૬૪-૪૬૬] પિતા ! આ લોક મૃત્યુથી આહત છે. જરાથી ઘેરાયેલ છે અને રાત્રિને અમોધા કહી છે. જે જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિ નિષ્ફળ જાય છે. ધર્મ કરનારની રાત્રિ સફળ થાય છે. [૪૬૭] પુત્રો ! પહેલાં આપણે બધાં થોડો વખત સાથે રહીને સમ્યકત્વ અને વ્રતવાળા થઈએપછી પાછલી ઉંમરે ઘેર ઘેરથી ભિક્ષા માગી વિહાર કરશું. [૪૬૮-૪૬૯] જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુ આવતાં દૂર ભાગીને બચી શકે અથવા જેને જાણ છે કે હું કદી મરીશ નહીં, તે જ આવતી કાલની આકાંક્ષા રાખી શકે. અમે આજે જ રાગમુક્ત થઇ, શ્રદ્ધાપૂર્વક મુનિધર્મ સ્વીકારીશું. જેથી ફરી આ સંસારમાં જન્મ ન લેવો પડે. અમારે માટે કોઇ પણ ભોગ અભુક્ત નથી. [૪૭૦-૪૭૧] વાશિષ્ઠી ! પુત્રો વિના હું આ ઘરમાં રહી શકું નહીં. ભિક્ષાચર્યાનો વખત આવી ગયો છે. વૃક્ષ ડાળીઓથી જ શોભે છે. ડાળીઓ કપાઇ જતાં તે કેવળ ઠુંઠૂં કહેવાય છે.પાંખરહિત પક્ષી, યુદ્ધમાં સેના વિનાનો રાજા, વહાણ ઉપર ધનહીન વેપારી, જેમ અસહાય હોય છે તેમજ પુત્રો વિના હું પણ અસહાય છું. Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્યય-૧૪ ૪િ૭૨] સુસંસ્કૃત તેમજ સારી રીતે સંઘરેલા કામભોગ રૂપ પુષ્કળ વિષય રસ જે આપણી પાસે છે, તેમને પહેલાં ભોગવો. ત્યાર પછી આપણે મુનિધર્મના માર્ગે જશું. ૪િ૭૩] ભગવતિ ! આપણે વિષયો ભોગવી ચૂક્યા છીએ. યુવાવસ્થા આપણો સાથ છોડી રહી છે. હું કોઈ સ્વર્ગીય જીવનના લોભથી ભોગોનો ત્યાગ નથી કરી રહ્યો. લાભાલાભ, સુખ-દુઃખને સમભાવે તો હું મુનિધર્મનું પાલન કરીશ. ૪િ૭૪] પ્રવાહ સામે તરનાર ઘરડા હંસની જેમ તમારે તમારા બધુઓને યાદ ન કરવા પડે ! મારી સાથે ભોગ ભોગવો. આ ભિક્ષાચય અને ગામે-ગામનો વિહાર અત્યન્ત દુખદ છે. ૪૭૫-૭૬] ભગવતિ ! જેમ સાપ પોતાની કાંચળી ઉતારી મુક્ત થઈ ફરે છે તેમજ બંને પુત્રો ભોગ છોડીને જાય છે તો હું એકલો રહીને શું કરું? તેમની પાછળ કેમ ન જાઉં? રોહિત માછલી જેમ કમજોર જાળ કાપીને બહાર નીકળી જાય છે તેમજ ગુરતર સંયમ ભાર ઉપાડનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડી ભિક્ષાચય સ્વીકાર કરે છે. ૪િ૭૭ જેમ કૌંચ પક્ષી અને હંસ શિકારીએ પાથરેલી જાળ કાપીને આકાશમાં ઊડી જાય છે તેમજ મારા પુત્ર અને પતિ પણ મને છોડીને જાય છે તો એકલી રહીને હું શું કરીશ? હું પણ તેમનું અનુકરણ શા માટે ન કરું? ૪િ૭૮-૪૮૦] પુત્ર-પત્ની સાથે પુરોહિતે ભોગોનો ત્યાગ કરી અભિનિષ્ક્રમણ કર્યું. આ સાંભળી તે કુટુંબની ઘણી ધનસંપત્તિની ચાહ રાખનાર રાજાને રાણી • કમળાવતીએ કહ્યું. તમે બ્રાહ્મણે ત્યજેલા ધનને મેળવવાની ઈચ્છા રાખો છો, રાજનું! ઊલટી ખાનાર માણસ પ્રશંસનીય નથી હોતો. આખું જગત અને તેનું બધું ધન તમારું થાય તો પણ તમારા માટે તે પૂરતું નહીં થાય. અને તે ધન તમારું રક્ષણ નહીં કરી શકે. [૪૮૧-૪૮૪] રાજન્ ! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મજ રક્ષક થશે, હે નરદેવ! અહીં ધર્મ સિવાય બીજું કોઈ રક્ષક નથી. પક્ષિણી પીંજરામાં સુખી થતી નથી તેમજ મને પણ અહીં આનંદ નથી. હું સ્નેહના બંધન તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત બની મુનિધર્મનું આચરણ કરીશ. જેમ વનમાં લાગેલ દાવાનળમાં જન્તુઓ ભડથું થઈ જાય ત્યારે રાગદ્વેષને કારણે બીજા જીવ ખુશ થાય છે. તેવી જ રીતે કામભોગમાં મૂચ્છિત આપણે પણ રાગદ્વેષની અગ્નિમાં બળતા જગતને સમજતા નથી. [૪૮૫-૪૮૯] આત્મવાન સાધક ભોગ ભોગવીને અને યથાવસર તેનો ત્યાગ કરી વાયુની જેમ અપ્રતિબદ્ધ લઘુભૂત થઈ વિચરે છે. પોતાની ઈચ્છા પ્રમાણે વિચરનાર, પક્ષીની જેમ પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે. આર્ય ! આપણા આ કામભોગો જેઓ આપણે નિયંત્રિત સમજીએ છીએ, તે ખરી રીતે ક્ષણિક છે. હજુ આપણે કામનાઓમાં આસક્ત છીએ. પણ જેમ પુરોહિત-પરિવાર બંધનમુક્ત થયો, તેવી જ રીતે આપણે પણ થઈશું. જે ગીધ પાસે માંસ હોય છે, તેના પર બીજાં પક્ષી ઝપટે છે. જેની પાસે માંસ નથી તેના પણ આમિષ અર્થાતુ માંસ જેવા બધા કામ ભોગો છોડીને નિરામિષ ભાવે વિચરણ કરીશ. સંસાર વધારનાર કામભોગને ગીધ જેવા માની તેમનાથી શંકિત થઈ ચાલવું, જેમ ગરુડ પાસે સાપ શકિત થઈ ચાલે છે. બંધન તોડીને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉત્તરઝય-૧૪૪૯૦ હાથી પોતાને સ્થળે ચાલ્યો જાય તેમજ આપણે પણ પોતાના વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ ઈષકાર ! એ જ એક માત્ર શ્રેયસ્કર છે. એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યું છે. [૪૯૦-૪૯૨] વિશાળ રાજ્ય છોડી દુય કામભોગ ત્યાગી રાજા, રાણી પણ નિર્વિષય નિરામિષ નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થયાં. ધર્મને સારી રીતે જાણી, પરિણામે મેળવેલા શ્રેષ્ઠ કામગુણ છોડીને બંને ઉપદિષ્ટ ઘોર તપ સ્વીકારી સંયમમાં પરાક્રમી બન્યાં. આમ તેઓ બધા ક્રમશઃ બુદ્ધ બન્યા. ધર્મપરાયણ થયા. જન્મ તેમજ મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા ને દુઃખનો અંત કેમ થાય તેની શોધમાં લીન થયા. 1 [૪૯૩-૪૯૪] જેમણે પૂર્વજન્મમાં અનિત્ય અને અશરણ આદિ ભાવનાઓથી. પોતાના આત્માને ભાવિત કર્યો હતો તે બધા રાજા, રાણી, બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની, તેમ બંને પુત્રો વીતરાગ અહ-શાસનમાં મોહ દૂર કરી થોડા વખતમાં જ દુઃખનો અંત કરી મુક્ત થયા. -એમ હું કહું છું. અધ્યયન-૧૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરછાયા પૂર્ણ (અધ્યયન-૧૫-સભિક્ષુક) ૪િ૯૫ ધર્મ સ્વીકારીને મુનિભાવનું આચરણ કરીશ” આ સંકલ્પ સાથે જે જ્ઞાન-દર્શનાદિ ગુણો યુક્ત રહે છે, આચરણ સરળ રાખે છે, જેણે નિદાન કાપી નાંખ્યો છે, જે પૂર્વ પરિચયનો ત્યાગ કરે છે, કામનાથી મુક્ત છે, પોતાની જાતિ વગેરેનો પરિચય આપ્યા વિના જે ભિક્ષાની શોધ કરે છે, અને અપ્રતિબદ્ધભાવે વિચારે છે. તે ભિક્ષ છે. [૪૯] જે રાગથી મુક્ત છે, સંયમમાં લીન છે, આશ્રવથી વિરત છે, શાસ્ત્રજ્ઞ છે, આત્મરક્ષક તેમજ પ્રાણ છે, જે રાગદ્વેષને પરાજિત કરીને બધાને પોતાના જેવા ગણે છે, જે કોઈ પણ વસ્તુમાં આસક્ત નથી થતો તે ભિક્ષુ છે. [૪૯૭] કઠોર વચન તેમજ હિંસા-મારપીટ ને પોતાના પૂર્વ કર્મનું ફળ માની જે શાન્ત રહે છે, જે સંયમથી શ્રેષ્ઠ છે, જેણે આશ્રવ થી પોતાનું રક્ષણ કર્યું છે, વ્યાકુળતા તેમજ હષતિરેકથી રહિત છે, જે સમભાવથી બધું સહન કરે છે તે ભિક્ષુક છે. [૪૯૮] જે સાધારણમાં સાધારણ શયન-આસનને સમભાવે સ્વીકારે છે, જે ઠંડી-ગરમી-માખ-મચ્છરાદિ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં હર્ષિત કે વ્યથિત નથી થતો અને સર્વ સહન કરે છે તે ભિક્ષુક છે. [૪૯] જે ભિક્ષુ સત્કાર, પૂજા, વંદનાની પણ અપેક્ષા નથી રાખતો, જે સંયત છે, સુવતી છે, તપસ્વી છે, નિર્મળ આચરણવાળો છે, આત્મ-ખોજમાં લીન છે તે ભિક્ષુ છે. પિ૦૦] સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવનમાં વિક્ષેપ આવે અને બધી રીતે મોહ ઉત્પન થાય, તપસ્વી તેવા સંગથી દૂર રહે, જે કુતૂહલ ન કરે તે ભિક્ષુ છે. [૫૦૧] જે છિદ્રવિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ, આન્તરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુવિદ્યા, અંગવિકાર, અને સ્વર વિજ્ઞાન, એમના પર જેનું જીવન નિર્ભર નથી, તે ભિક્ષુ છે. [પ૦૨] જે રોગાદિથી પીડાવા છતાં મંત્ર-મૂળ-જડી-બૂટી વગેરે આયુર્વેદ સંબંધી વિચારણા, ઊલટી, વિરેચન, ધૂમ્રપાનની નળી, સ્નાન, સ્વજનોની શરણ અને Page #216 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૧૫ ૨૧૩ ચિકિત્સાનો ત્યાગ કરીને અપ્રતિબદ્ધ ભાવે વિચરે છે તે ભિક્ષુ છે. [૫૩] ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત, બ્રાહ્મણ, સામન્તાદિ, બધી જાતના કારીગરોની પૂજા તેમજ પ્રશંસા નથી કરતો પણ એને ત્યાજ્ય સમજી વિચરે, તે ભિક્ષ છે. [૫૦] જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછી કે પહેલાં પરિચિત હોય તેમની સાથે આ લોક સંબંધી ફલની પ્રાપ્તિ માટે જે મેળ ન રાખે તે ભિક્ષુ છે. [પ૦૫-૫૦૭] શયન, આસન પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાદ્ય અને સ્વાદ્ય, કોઈ પોતે ન આપે અથવા માગવા છતાં ના પાડે તો જે નિર્ગસ્થ તેમના પ્રત્યે દ્વેષ નથી રાખતો તે ભિક્ષ છે. ગૃહસ્થો પાસેથી જાતજાતના અશનપાન તેમજ ખાદ્ય-સ્વાદ્ય મેળવીને જે મન-વચન-કાયાથી ત્રિવિધ અનુકંપા નથી કરતો, આશીવદ વગેરે નથી આપતો પણ મન, વચન અને કાયાથી પૂર્ણ સંવૃત રહે છે તે ભિક્ષુ છે. ઓસામણ, જવનું બનેલું ભોજન, ઠંડું ભોજન, કાંજીનું પાણી, જવના પાણી જેવી નીરસ ભિક્ષાની જે નિંદા નથી કરતો પણ ભિક્ષા માટે સાધારણ ઘરોમાં જાય છે તે ભિક્ષ છે. [૫૦૮] સંસારમાં દેવ, મનુષ્ય અને પક્ષીઓની જે અનેક પ્રકારના રોદ્ર, અતિ ભયંકર અદ્દભુત અવાજ થાય છે તેમને સાંભળીને ભયભીત નથી થતો તે ભિક્ષ છે. [પ૦ લોકપ્રચલિત વિવિધ ધર્મવિષયક વાદોને જાણીને પણ જે જ્ઞાન દર્શનાદિ સ્વ-ધર્મમાં સ્થિર રહે છે, જે કમને ક્ષીણ કરવામાં લીન છે, જેમણે શાસ્ત્રોનો પરમ અર્થ જામ્યો છે, જે પ્રાજ્ઞ છે, પરીષહને જીતે છે, બધા જીવો તરફ સમભાવ રાખે છે, ઉપશાન્ત છે, જે કોઈને પણ અપમાનિત કરતો નથી તે ભિક્ષુ છે. [૧૦] જે શિલ્પજીવી નથી, જેનું ઘર નથી, જેના અંગત મિત્રો નથી, જે જિતેન્દ્રિય છે, જે બધી રીતે પરિગ્રહ રહિત છે, જે અણુકષાયી છે, જે નીરસ અને પરિમિત આહાર લે છે, જે ઘરવાસ છોડીને એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. - એમ હું કહું છું. અધ્યયન-૧૫ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૧૬-બ્રહ્મચર્ય-સમાધિસ્થાન) પિ૧૧] આયુષ્યમાનુ ! તે ભગવાને એમ કહ્યું. મેં સાંભળેલ છે કે સ્થવિર ભગવન્તોએ નિર્ગસ્થ પ્રવચનમાં દસ બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન કહ્યાં છે. જે સાંભળીને, જેના અર્થનો નિર્ણય કરીને ભિક્ષ સંયમ. સંવર તથા સમાધિ ચિત્તશુદ્ધિ) થી અધિક સંપન્ન થઈ મન, વચન, કાયાનું રક્ષણ કરે, ઈન્દ્રિયોને વશમાં રાખે. બ્રહ્મચર્યને સુરક્ષિત રાખે અને હંમેશાં અપ્રમત્ત બની વિહાર કરે. [૧૨] સ્થવિર ભગવાને બ્રહ્મચર્ય સમાધિના કયાં સ્થાન કહ્યાં છે? જે સાંભળી જેના અર્થનો નિર્ણય કરી યાવતુ સદા અપ્રમત્ત બની વિહાર કરે સ્થવિર ભગવાનોએ બ્રહ્મચર્યસમાધિના આ દસ સ્થાન કહ્યાં છે. જેને અર્થનો નિર્ણય કરી, યાવતું સદા અપ્રમત્ત રહી વિહાર કરે. તે આ પ્રમાણે છે. જે એકાન્તમાં શયન આસન સેવે છે તે નિર્ચન્થ છે. જે સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શયન, આસનનું સેવન ન કરે તે નિર્ચન્થ છે. એમ શા માટે ? આચાર્ય કહે છે - જે સ્ત્રી, પશુ અને નપુંસક યુક્ત શયન, આસનનું સેવન કરે છે તે બ્રહ્મચારી નિર્ચન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા (ભોગેચ્છા) યા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અથવા બ્રહ્મચર્યનો નાશ થાય છે. અથવા લાંબાગાળાનો Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉત્તરજઝયણ- ૧ પ૧૩ રોગ અને આતંક થાય છે. અથવા તે કેવલી પ્રરલિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સ્ત્રી, પશુ અને નપુંસકથી આકીર્ણ શયન આસનનું જે સેવન નથી કરતો તે નિર્ગળ્યું છે. પિ૧૩] જે સ્ત્રીઓની વાતો નથી કરતો તે નિર્ગળ્યું છે. એમ શા માટે ? આચાર્ય કહે છે જે સ્ત્રીઓની વાતો કરે છે તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અથવા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો નાશ થાય છે અથવા ઉન્માદ થાય છે અથવા દીર્ઘકાલિક રોગ અથવા આતંક થાય છે અથવા તે કેવલી પ્રલિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિત્યે સ્ત્રીઓની વાત ન કરવી. પિ૧૪] જે સ્ત્રીઓ સાથે એક આસન પર નથી બેસતો તે નિર્ચન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસે છે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. યા બ્રહ્મચર્યને નાશ થાય છે. અથવા ઉન્માદ થાય છે. દીર્ઘકાલિક રોગ અને આતંક થાય છે. અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિર્ગળે સ્ત્રીઓ સાથે એક આસને ન બેસવું. - પિ૧પજે સ્ત્રીઓના સૌન્દર્યને તેમની સુંદર ઇન્દ્રિયોને નથી જોતો અને તેમના વિશે વિચાર નથી કરતો તે નિર્ગળ્યું છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયો જુએ છે અને તેનો વિચારેકરે છે, તે બ્રહ્મચારી નિગ્રંન્થ ને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા યા વિચિકિત્સા થાય છે. બ્રહ્મચર્યનો નાશ થાય અથવા ઉન્માદ થાય અથવા દીર્ઘકાલિક રોગ અને આતંક થાય અથવા કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિગ્રન્થ સ્ત્રીઓના સૌન્દર્યને જવું કે વિચારવું નહીં. [૧૬] જે માટીની ભીંતમાંથી-પદ પાછળથી અથવા પાકી દીવાલ પાછળથી સ્ત્રીઓનો અવાજ, રડવું, ગીત, હાસ્ય, ગર્જના, આક્રન્દ, યા વિલાપના શબ્દ સાંભળતો નથી તે નિર્ગળ્યું છે. એમ શા માટે? આચાર્ય કહે છે-માટીની ભીંતમાંથી, પરદામાંથી, કે પાકી દીવાલમાંથી સ્ત્રીઓના અવાજ, રડવું, ગીત, હાસ્ય, ગર્જન, આક્રન્દ કે વિલાપના શબ્દ સાંભળે છે તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે અથવા ઉન્માદ થાય છે અથવા દીર્ઘકાલિક રોગ અને આતંક થાય છે. તે કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિર્ગળે માટીની ભીંતરમાંથી, પરદામાંથી, પાકી દીવાલમાંથી સ્ત્રીઓના અવાજ, ગીત, રડવું, હાસ્ય, ગર્જન, આકન્દ, વિલાપ સાંભળવા નહીં પિ૧૭] જે સંયમી બનતા પહેલાંની રતિ-ક્રીડાને યાદ નથી કરતો તે નિર્ચન્હ છે. એમ શા માટે ? આચાર્ય કહે છે-જે સંયમ ગ્રહણ કરતાં પહેલાંની રતિ-ક્રીડા યાદ કરે છે તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા યા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે. કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિગ્રન્થ સંયમ ગ્રહણ પૂર્વના રતિક્રીડાનું સ્મરણ ન કરે. પિ૧૮] જે પ્રણીત અથતુ રસયુક્ત પૌષ્ટિક આહાર નથી કરતો તે નિર્ચન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે રસયુક્ત ભોજન પાન કરે છે, તે બ્રહ્મચારી નિર્ગસ્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલપ્રતિપાદિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિગ્રન્થ પ્રણીત આહાર ન કરે. Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૧૬ ૨૧૫ [૧૯] જે પ્રમાણથી વધારે નથી ખાતો તે નિર્ઝન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે પ્રમાણથી વધારે ખાય છે તે બ્રહ્મચારી નિર્ગસ્થને બ્રહ્મચર્ય વિશે શંકા-કાંક્ષા કે વિચિકિત્સા થાય છે, બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે. કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્જ પ્રમાણથી વધારે ન ખાય-પીએ. [પ૨૦] જે શરીર શણગારતો નથી તે નિર્ગળ્યું છે. એમ શા માટે? આચાર્ય કહે છે જેની મનોવૃત્તિ શણગાર કરવાની હોય છે તે શરીર શણગારે છે. પરિણામે તેને સ્ત્રીઓ ઇચ્છે છે. તેથી સ્ત્રીઓ જેને ચાહે તેને બ્રહ્મચર્ય વિશે શંક, કાંક્ષા, વિચિકિત્સા થાય છે, અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલિકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગસ્થ શણગારી ન બને. પિ૨૧] જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત નથી થતો તે નિર્ચન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત રહે છે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, કે વિચિકિત્સા થાય છે. અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગાતંક થાય છે. તે કેવલિકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્થ શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શમાં આસક્તિ રાખવી નહીં. આ બ્રહ્મચર્યસમાધિનું દસમું સ્થાન છે. અહીં કેટલીક ગાથાઓ છે, જેમ કે[૨૨-૫૨૭] બ્રહ્મચર્યની રક્ષા માટે સંયમી એકાન્ત, અનાકર્ણ અને સ્ત્રીઓ રહિત સ્થાનમાં રહે, ભિક્ષુ, મનમાં આહ્માદ ઉત્પન્ન કરનારી તેમજ કામવાસના ઉત્પન્ન થાય તેવી કથા-વાતથી દૂર રહે-સ્ત્રીઓ સાથેનો પરિચય કે વાતચીતનો ત્યાગ કરે છે. સ્ત્રીઓના અંગ-પ્રત્યંગ-આકાર બોલવાની છટા તેમજ કટાક્ષ વગેરે ન જુએ. ત્યાગ કરે, સ્ત્રીઓનું કૂજન, રુદન, ગીત, હાસ્ય, ગર્જન, કન્દન ન સાંભળે.. અને દીક્ષા પહેલાના જીવનમાં સ્ત્રીઓ સાથે. અનુભવેલાં હાસ્ય, ક્રીડા, રતિ, અભિમાન અને આકસ્મિક ત્રાસનો કદીય વિચાર ન કરે. [પ૨૮-પ૨૯] જલદી જ કામવાસના વધારનાર પ્રણીત આહાર કદી ન કરે, અને ચિત્તની સ્થિરતા માટે, જીવનયાત્રા માટે, ઉચિત સમયે ધર્મ-મર્યાદાનુસાર મળેલું પરિમિત ભોજન કરે. માત્રાથી વધારે ન લે. [પ૩૦-૫૩૧] બ્રહ્મચારી ભિક્ષુ શણગાર ન કરે. શણગારથી શરીર ને શણગારે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચ પ્રકારની કામગુણોનો હંમેશા ત્યાગ કરે. પિ૩ર-પ૩પ સ્ત્રીઓ હોય તેવું સ્થાન, મનોરમ સ્ત્રી-કથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઇન્દ્રિયો જોવી, તેમના કૂજન, રૂદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દ સાંભળવા, ભોગવેલા ભોગોને યાદ કરવા, પૌષ્ટિક ભોજન-પાન, માત્રાથી વધુ ભોજન-પાન શરીર શણગારવાની ઈચ્છા, દુર્જય કામભોગ - આ દસ આત્મશોધક માણસ માટે તાલપુટ વિષ જેવા છે. એકાગ્ર ચિત્ત મુનિ દુર્જય કામભોગોનો સદા ત્યાગ કરે. અને બધા શંકાસ્થાનોથી દૂર રહે. [પ૩૬] જે ધીરજવાળો છે, ધર્મ રથનો સારથિ છે, જે ધર્મના બાગમાં રત છે, જે દાની છે, જે બ્રહ્મચર્યમાં સુસમાહિત છે તે ભિક્ષુ ધર્મના બાગમાં વિચરે છે. [૫૩૭-૫૩૮] જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે તેને દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા નમસ્કાર કરે છે. આ બ્રહ્મચર્ય-ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તરાયણ- ૧૬પ૩૯ જિનોપદિષ્ટ છે, આ ધર્મનું પાલન કરીને અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે, અને થશે. -એમ હું કહું છું. અધ્યયન-દ-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૭ષ્પાપ શ્રમણીય) [પ૩૯] પહેલાં જે કોઈ ધર્મ સાંભળી અત્યન્ત દુર્લભ બોધિલાભ મેળવી વિનય અથતુ આચાર સંપન્ન થાય છે, નિર્ચન્વરૂપે પ્રવ્રજિત થાય છે, પણ પાછળથી સુખસ્પૃહાને લીધે સ્વચ્છન્દ વિહારી બને છે. [૫૪૦-૫૪૧] રહેવા સારું સ્થળ છે. કપડાં મારી પાસે છે. ખાવા પીવા મળી રહે છે અને જે બને છે તે હું જાણું છું. ભજો ! શાસ્ત્રોનું અધ્યયન કરીને હું શું કરીશ? (આ રીતે) જે કોઈ પ્રવ્રજિત થઈને નિદ્રાશીલ રહે છે, ખાઈપીને આરામ કરે છે તે પાપભ્રમણ કહેવાય છે. ૫૪૨-૫૪૩ (જે) આચાર્ય-ઉપાધ્યાય પાસેથી શ્રત અને વિનય ગ્રહણ કર્યા હોય તેમની નિન્દા કરે છે, તે વિવેકભ્રષ્ટ પાપશ્રમણ છે. જે આચાર્ય-ઉપાધ્યાયની સેવાનું ધ્યાન નથી રાખતો પણ અનાદર કરે છે, જે ધૃષ્ટ છે તે પાપશ્રમણ કહેવાય છે. [૫૪] જે પ્રાણી-બીજ અને વનસ્પતિનો નાશ કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે તે પાપશ્રમણ છે. [૫૪૫ જે પથારી-પાટિયું, પાટ, આસન, સ્વાધ્યાયસ્થળ, કમ્બલ અને પાદપાદપૂંછનનું માર્જન કર્યા વિના જ તેના પર બેસે છે તે પાપશ્રમણ છે. પ૪૬] જે જલદી જલદી ચાલે છે, જે વારે વારે પ્રમાદથી પગલાં ભરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે તે પાપશ્રમણ છે. પિ૪૭-૫૪૮] જે અસાવધાની પ્રતિલેખન કરે છે, જે પાત્રકમ્બલ જ્યાં ત્યાં મૂકે છે, જે પ્રતિલેખનમાં અસાવધાન રહે છે, તે પાપશ્રમણ છે. જે આમ તેમ આડી અવળી વાતો સાંભળતાં પ્રતિલેખન કરે છે, જે ગુરુની અવહેલના કરે છે તે પાપશ્રમણ છે. [પ૪૯] જે બહુ જ માયાવી છે, જે વાચાળ છે, સ્તબ્ધ અને હઠાગ્રહી છે, લોભી છે, અસંયમી છે, જે મળેલી વસ્તુઓનો પરસ્પર સંવિભાગ નથી કરતો, જેને ગુરુ પ્રતિ પ્રેમ નથી તે પાપશ્રમણ છે. પિપ૦] જે શાન્ત પડેલા વિવાદને ફરી શરૂ કરે છે, જે અધર્મમાં પોતાની બુદ્ધિને હણે છે, જે ખોટા આગ્રહમાં, કજિયામાં વ્યસ્ત રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. ] જે સ્થિર બેસતો નથી, જે હાથ-પગથી ચંચળવિકત ચેષ્ટા કરે છે, જે જ્યાં ત્યાં બેસી જાય છે, જેને આસન પર બેસવાનો ઉચિત વિવેક નથી. તે પાપશ્રમણ છે. પિપર] જે ધૂળવાળાં પગે સૂઈ જાય છે, જે શય્યાને જોતો નથી, પથારી વિશે અસાવધાન રહે છે તે પાપશ્રમણ છે. [પપ૩] જે દૂધ-દહીં વગેરે વિકૃતિઓ વારંવાર ખાય છે, જે તપમાં રુચિ નથી રાખતો તે પાપશ્રમણ કહેવાય છે. [પપ૪] જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાયા કરે છે, જે સમજાવતાં ઉપદેશ આપવા માંડે તે પાપશ્રમણ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૧૭. ૨૧૭ [પપપ જે પોતાના આચાર્યનો ત્યાગ કરીને, અન્ય મત પરંપરાને સ્વીકારે છે, જે ગાણંગણિક-અર્થાત એક ગણમાંથી. બીજા ગણમાં જાય છે તે પાપશ્રમણ છે. [૫૫] જે પોતાનું ઘર છોડીને બીજાના ઘર ગૃહસ્થીના ધંધામાં જોડાય છે, જે શુભાશુભ દેખાડીને ધન મેળવે છે તે પાપશ્રમણ છે. [પપ૭] જે પોતાની જાતભાઈઓ-પૂર્વ-પરિચિતો પાસેથી આહાર લે છે, બધાં ઘરોમાંથી સામુદાયિક નથી લેતો, ગૃહસ્થની પથારી પર બેસે છે તે પાપભ્રમણ છે. [૫૮] જે આવું આચરણ કરે છે, તે પાર્થસ્થ આદિ પાંચ કુશીલ ભિક્ષુઓ જેવો અસંવૃત છે. કેવળ મુનિવેશ ધારણ કરેલ નિકૃષ્ટ મુનિ છે. તે આ લોકમાં વિષની જેમ નિન્દનીય છે. તેથી તે ન તો આ લોકનો રહે છે, ન તો પરલોકનો. પિપ૯] જે સાધુ આ દોષોથી સદા દૂર રહે છે તે મુનિઓમાં સવતી છે. તે આ લોકમાં અમૃતની જેમ પૂજાય છે. તેથી તે આ લોક તથા પરલોક બંને લોકોની આરાધના કરે છે. -એમ હું કહું છું. અધ્યયન-૧૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૧૮-સંજયીય). [પ૬૦-૫૬૨] કામ્પિલ્ય નગરમાં ઋદ્ધિ-સિદ્ધિ, સૈન્ય-સંપન્ન, સંજય નામનો રાજા હતો. એક દિવસ તે મૃગયા માટે નીકળ્યો. તે રાજા વિશાળ અશ્વસેના, ગજસેના. રથસેના તેમજ પાયદળસેનાથી ઘેરાયેલો હતો. ઘોડેસવાર રાજા. રસમાં મશગૂલ બની. કામ્પિત્ય ગરના કેશરબાગ તરફ દોડતાં થાકેલાં ભયભીત હરણોને મારતો હતો. [૫૩-૫૬૫] કેશરબાગમાં એક અનગાર તપોધન સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાનની એકાગ્રતા સાધતા હતા. કર્મબંધના રાગાદિ કારણોને ક્ષય કરનાર અનગાર લતામંડપમાં ધ્યાન કરતા હતા. તેમની નજદિક આવેલાં હરણો રાજાએ માય, ઘોડેસવાર રાજા જલદી જ ધ્યાનસ્થ મુનિ પાસે પહોંચ્યો, ત્યારે મરેલાં હરણનો જોયાં. બીજી બાજુ અનગાર તપસ્વીને જોયા. fપ૬૬-૫૬૭] રાજા મુનિને જોઈ એકાએક ભયભીત થયો. તેણે વિચાર્યું-હું કેટલો ભાગ્યહીન છું. રસલોલુપ તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ મુનિને દુઃખી કર્યા. ઘોડા પરથી ઊતરી તે રાજાએ અનગારને વિનયપૂર્વક ચરણોમાં વંદન કર્યા અને કહ્યું ભગવન્! આ અપરાધ માટે મને માફ કરો. [૫૬૮-૫૯] તે અનગાર ભગવાન મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કાંઈ જવાબ ન આપ્યો. તેથી રાજા વધુ ભયભીત થયો. રાજાએ કહ્યું: “ભગવન હું સંજય છું. આપ મારી સાથે કાંઈક તો બોલો. હું જાણું છું કે કુદ્ધ અનગાર પોતાના તેજથી કરોડો માણસોનો બાળી નાંખે છે.” [પ૭૦-૫૭૧] અનગારે કહ્યું- “રાજનું ! તું અભય છે. અને વિશેષમાં તું અભયદાતા બન ! આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસા કરે છે? બધું મૂકીને તારે લાચાર બની અહીંથી જરૂર જવાનું જ છે તો આ અનિત્ય જીવલોકમાં-તું રાજ્યમાં શા માટે આસક્ત થયો છે! [પ૭૨-૫૭] રાજન ! તું જેમાં મોહ મુગ્ધ છે તે જીવન વીજળીની જેમ ચંચળ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉત્તરઝયણ - ૧૮પ૭૬ નશ્વર છે. તું પરલોકનું હિત જાણતો નથી. સ્ત્રીઓ પુત્ર, મિત્ર તેમજ બધુજન જીવિત વ્યક્તિ સાથે જ જીવે છે. કોઈ પણ મૃત વ્યક્તિ પાછળ જતું નથી. અત્યન્ત દુઃખથી પુત્ર પોતાના મા બાપને ઘરમાંથી કાઢી સ્મશાન તરફ લઈ જાય છે. તેવી જ રીતે પિતા પુત્રને બધું બન્યુને પણ કરે છે. તેથી હે રાજનું! તું તપ કર ! મૃત્યુ પછી તે મૃત વ્યક્તિ દ્વારા મેળવેલ ધન તથા સુરક્ષિત સ્ત્રીઓનો ઉપભોગ હુષ્ટપૃષ્ટ અને અલંકત બીજા લોકો કરે છે. જે સુખ-દુઃખનાં કર્મ, જેણે કયાં છે, તે વ્યક્તિ પોતાના કર્મો સાથે જ પરભવમાં જાય છે. [પ૭૭-૫૭૮] અનગાર પાસેથી મહાનુ ધર્મ સાંભળીને મોક્ષનો અભિલાષી રાજા સંસારથી વિમુખ બન્યો. રાજ્ય છોડીને તે સંજય રાજા ભગવાન ગર્દભાલિ અનગારની પાસે જિન શાસનમાં દીક્ષિત થયો. [પ૭૯] રાજ્ય છોડી પ્રવ્રુજિત થયેલા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું તમારું આ રૂપ જેવું પ્રસન્ન છે તેવું જ તમારું અન્તર્મન પણ પ્રસન્ન છે. એમ લાગે છે. [૫૮૦-૫૮૧] તમારું નામ શું? તમારું ગોત્ર કયું? તમે શા માટે મહામુનિ બન્યા?આચાર્યોની સેવા કેવી રીતે કરો છો ? વિનીત કેવી રીતે છો? મારું નામ સંજય છે. હું ગૌતમ ગોત્રનો છું. વિદ્યા અને ચરણના પારગામી ગઈભાલિ મારા આચાર્ય છે. પિ૮૨-૫૮૬] ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન, આ ચાર સ્થાન દ્વારા કેટલાક એકાન્તવાદી તત્ત્વવેત્તા અસત્ય તત્ત્વની પ્રરૂપણા કરે છે. બુદ્ધતત્વવેત્તા, સત્યવાદી, સત્ય પરાક્રમી જ્ઞાતવંશીય ભગવાન મહાવીરે સાક્ષાત્ આમ કહ્યું છે. જે માણસો પાપ કરે છે તેઓ ઘોર નરકમાં જાય છે અને જે આર્ય ધર્મનું આચરણ કરે છે તેઓ દિવ્ય ગતિ પામે છે. આ ક્રિયાવાદી આદિ એકાન્તવાદીના કથન માયાયુક્ત છે. તેથી મિથ્યા છે. નિરર્થક છે. હું આ માયાપૂર્ણ વચનથી બચીને રહું છું, બચીને ચાલું છું. જેઓ મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય છે તેમને હું ઓળખું છું, હું પરલોકમાં રહેનાર પોતાને સારી રીતે જાણું છું. [૫૮૭-૫૮૮] પહેલાં હું મહાપ્રાણ નામના વિમાનમાં વર્ષશતોપમ આયુવાળો દેવ હતો. જેમ આંહી સો વર્ષનું આયુષ્ય પૂરું માનવામાં આવે છે, તેમ ત્યાં પાલીપલ્યોપમ તથા મહાપાલી-સાગરોપમનું દિવ્ય આયપૂર્ણ છે. બ્રહ્મલોકનું આયુપૂર્ણ કરીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું જેમ મારા આયુષ્યને જાણું છું તેમજ બીજાના આયુને પણ જાણું છું. [૫૮૯-૫૯૧] નાના પ્રકારની રૂચિ વિકલ્પો તથા સર્વ પ્રકારના અનર્થક વિકલ્પો તથા વ્યાપારોનો સંયમી આત્માએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ તત્વજ્ઞાન રૂપી વિદ્યાનું લક્ષ રાખીને સંયમ પંથ પર સંચરવું જોઈએ. હું શુભાશુભ સૂચક પ્રશ્નો તથા ગૃહસ્થોની મંત્રણાઓથી દૂર રહું છું તથા રાત્રિ-દિવસ ધમચિરણમાં પ્રયત્નશીલ રહું છું. તેથી તમે પણ તપનું આચરણ કરો. કાળના વિષયમાં, સમ્યક તથા શુદ્ધ ચિત્તથી તમે મને પૂછો છો. તે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. વળી તે જિનશાસનમાં વિદ્યમાન છે. [પ૯૨-૬૦૨] ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે છે તથા અક્રિયાનો ત્યાગ કરે છે. સમ્યક દ્રષ્ટિ વડે વિવેક પ્રાપ્ત કરીને એવા ધર્મનું આચરણ કરો. અર્થ અને ધર્મથી ગર્ભિત એવાં શિક્ષા વચનોને સાંભળીને ભરત-ચક્રવર્તી રાજા, સમસ્ત ભારત તથા તેના કામભોગોનો ત્યાગ કરીને સંયમી બન્યા હતા. નરાધિપ સગર ચક્રવર્તી સાગરની હદ સુધી આખા ભારતનું રાજ્ય તથા તેનો ઉપભોગ છોડીને સંયમની સાધના વડે નિવણિ Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૧૮ ૨૧૯ પામ્યા હતા. મહાન ઋદ્ધિવાળા અને અપાર કીર્તિવાળા એવા મધવા ચક્રવર્તીએ ભારત દેશનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. રિદ્ધિ-સિદ્ધિથી સમ્પન્ન મનુષ્યોમાં ઉત્તમ એવા સનકુમાર ચક્રવર્તી પોતાના પુત્રને રાજ્યાસને બેસાડીને તપ કરવા ઉદ્યમવંત થયા હતા. અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધિથી સંપન્ન તથા જગતમાં શાન્તિના સ્થાપક એવા શાન્તિનાથ ચક્રવર્તીએ ભારતનું રાજ્ય છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. ઈક્વાકુ વંશના રાજાઓમાં શ્રેષ્ઠ રાજા, ઉજ્જવળ કીતિ તથા સંપત્તિવાળા એવા કુન્વનાથ ભગવાને પણ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. સાગરના અંત પર્યંત, ભારતવર્ષને ત્યાગી, કર્મરજને દૂર કરીને અરનાથ ભગવાને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. ભારત દેશ તથા તેના ઉત્તમ પ્રકારના ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ ચક્રવર્તીએ પણ તપનું આચરણ કર્યું હતું. શત્રુઓના ગર્વને ઉતારનાર એવા હરિફેણ ચક્રવર્તી આખા રાજ્યની સત્તા એક છત્ર નીચે લાવીને, રાજ્ય કરીને પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ એવા જય ચક્રવર્તીએ રાજપાટ છોડીને જિનેશ્વરે ફરમાવેલા સંયમ અનુસાર આચરણ કરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. [૬૩-૬૦પ સાક્ષાત દેવેન્દ્રની પ્રેરણા મળતાં દશાર્ણભદ્ર રાજાએ પોતાનું રાજ્ય ત્યાગી દીક્ષા લીધી હતી અને મુનિધર્મનું આચરણ કર્યું હતું. સાક્ષાત દેવેન્દ્રની પ્રેરણા થતાં વિદેહના રાજા નમિએ શ્રમણ ધર્મ અંગીકાર કરીને પોતે અતિ વિનયશીલ બન્યા હતા. કલિંગમાં કરકડુ, પાંચાલમાં દ્વિમુખ તથા વિદેહમાં નમિ રાજા તથા ગધારમાં નગ્નતિએ પણ એમજ કર્યું હતું. [૦૬-૧૨] રાજાઓમાં વૃષભ સમાન જે મહાન હતા, એવાઓએ પોતપોતાના પુત્રને ગાદીએ બેસાડીને શ્રમણ ધર્મને સ્વીકાર્યો છે. બધા શૂરવીર રાજાઓમાં વૃષભ સમાન મહાન એવા ઉદાયણ રાજાએ, રાજપાટ છોડી સંયમ સ્વીકાર્યો, તથા મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પ્રાપ્ત કરી હતી. આ રીતે શ્રેય તથા સત્યમાં પરાક્રમશીલ એવા કાશીરાજે કામ ભોગોનો ત્યાગ કરીને કર્મ રૂપી મહાવનનો નાશ ર્યો હતો. એ જ રીતે, અમરકીતિ મેળવનાર, મહાન યશસ્વી એવા વિજય રાજાએ ગુણ-સમૃદ્ધ એવા રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એજ પ્રકારે રાજર્ષિ મહાબળે અનાકુલ ચિત્તથી ઉગ્ર તપશ્ચય વડે અહંકારનું વિસર્જન કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું હતું. ભરતેશ્વર આદિ શૂર તથા દૃઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનની વિશેષતા જોઈને તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેતુવાદોથી પ્રેરાઈને હવે ઉન્મત્તભાવે કેમ કોઈ વિચારી શકે ? મેં આ અત્યંત યુક્તિસંગત સત્યવાણી કીધી છે. એનો સ્વીકાર કરીને અનેક જીવ-ભૂતકાળમાં સંસાર-સાગર તરી ગયા છે. વર્તમાનમાં તરી રહ્યા છે અને ભવિષ્યમાં તરશે. [૧૩] ધીર સાધક, એકાન્તવાદી-અહેતુવાદોમાં કેવી રીતે ભળી શકે? જેઓ બધા સંગથી મુક્ત છે તેઓ જ કર્મરાજ રહિત થઈને સિદ્ધ થઈ શકે છે. - એમ હું કહું છું. અધ્યયન-૧૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૯-મૃગાપુત્રીય) [૬૧૪-૬૧૬] બાગ-બગીચાથી સુશોભિત સુગ્રીવનામક નગરમાં બલભદ્ર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉત્તરઝયણ-૧૯૧૭ રાજા હતો. મૃગા નામે તેને પટરાણી હતી. તેમને બલશ્રી’ નામે એક પુત્ર હતો. જે મૃગાપુત્ર' નામે પ્રસિદ્ધ હતો. તે માતા પિતાને અત્યન્ત પ્રિય હતો, તે યુવરાજ હતો. શત્રુઓનું દમન કરનાર હતો. તે હમેશાં પ્રસન્ન ચિત્તે દોગુન્દગ દેવોની જેમ નન્દન મહેલમાં સ્ત્રીઓ સાથે આનંદ-કીડા કરતો હતો. [૧૭-૬૨૩] એક દિવસ મૃગાપુત્ર મણિ-રત્ન જડિત ફર્શવાળા રાજમહલના ઝરૂખામાં ઊભો હતો. નગરના ચૌક, ત્રિક, ચત્વર-ચાર બાજુના રસ્તાઓ જોઈ રહ્યો હતો. મૃગાપુત્રે રાજમાર્ગે થઈને જતા, તપ, નિયમ અને સંયમધારી શીલવાન તથા ગુણોના આકર જેવા એક સંયત શ્રમણને જોયા. મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિએ જોઈ રહ્યો અને વિચારવા લાગ્યોઃ “હું માનું છું કે આવું રૂપ મેં પહેલાં પણ ક્યાંક જોયું છે.” સાધુનું દર્શન અને ત્યાર પછી પવિત્ર અધ્યવસાય થવા પર “મેં આવું ક્યાંક જોયું છે.” આ પ્રકારના ઉહાપોહવાલા મૃગાપુત્રને જાતિસ્મરણ થયું. સંજ્ઞિજ્ઞાન અથતુિ સમનસ્ક જ્ઞાન થતાં તે પૂર્વ જન્મનું સ્મરણ કરે છે - “દેવલોકથી ટ્યુત થઈ હું માનવભવમાં આવ્યો છું.” જાતિ સ્મરણજ્ઞાન થતાં સમૃદ્ધિ મૃગાપુત્ર પોતાના પૂર્વ જન્મ અને પૂર્વાચરિત શ્રામણ્યનું સ્મરણ કરે છે. વિષયોથી વિરક્ત અને સંયમાસક્ત મૃગાપુત્રે માતાપિતા પાસે જઈને આમ કહ્યું - [૨૪-૬૩૭] “મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુઃખ છે એમ સાંભળ્યું છે, હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું, હું પ્રવજ્યા લઈશ. મને સંમતિ આપો.” માતાપિતા ! હું ભોગ ભોગવી ચૂક્યો છું. તેઓ વિષફળની જેમ અને કટુ પરિણામવાળા છે. અને નિરન્તર દુઃખદાયી છે. આ શરીર અનિત્ય છે. અપવિત્ર છે. અપવિત્રતામાંથી જખ્યું છે. અહીંનો વાસ અશાશ્વત છે. એને પહેલાં કે પછી ક્યારેય ય છોડવું જ છે. એ પાણીના પરપોટા જેવું અનિત્ય છે તેથી શરીરનો મને મોહ નથી-એમાં આનંદ નથી. વ્યાધિ અને રોગનું ઘર તેમજ જરા મરણથી ગ્રસ્ત આ અસાર માનવશરીરમાં મને એક ક્ષણ પણ સુખ મળતું નથી. જન્મ દુઃખ છે. જરા દુઃખ છે. રોહ દુઃખ છે. મરણ દુઃખ છે. અરે ! આખો સંસાર જ દુઃખ રૂપ છે. જ્યાં જીવ કષ્ટ પામે છે. ક્ષેત્ર- વાસ્તુ-ઘર, હિરણ્ય-સોનું, પુત્ર, સ્ત્રી, બધુ, અને આ શરીર છોડીને એક દિવસ વિવશ થઈ મારે જવાનું જ છે. જેમ વિષયરૂપ કિપાક ફળનું અન્તિમ પરિણામ સુન્દર નથી હોતું તેમજ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુન્દર નથી હોતું. જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે જાય છે તે ચાલતાં ભૂખ અને તરસે પીડાય છે. તેવીજ રીતે જે માણસ ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે તે જતાં વ્યાધિ અને રોગથી પીડાય છે, દુઃખી થાય છે. જેવો પૂરતા ભાથા સાથે લાંબા પ્રવાસે જાય છે, તે રસ્તે જતાં ભૂખ તરસથી પીડાતો નથી. સુખી થાય છે. આવી જ રીતે જે વ્યક્તિ ધર્મ કરીને પરભવમાં જાય છે તે લઘુકર્મી જતાં વેદના રહિત બની સુખી થાય છે. જેમ ઘરને આગ લાગતાં ઘરધણી કિમતી વસ્તુઓ કાઢી લે છે અને નકામી અસાર વસ્તુઓ છોડી દે છે. તેવી જ રીતે આપની સમ્મતિ મળતાં જરા અને મરણથી બળતા આ લોકમાંથી સારભૂત પોતાના આત્માને હું કાઢી લઈશ. [૬૩૮-૬૪૭] માતાપિતાએ તેને કહ્યું-પુત્ર ! શ્રમણ-મુનિચય અત્યન્ત કપરી છે. ભિક્ષને હજારો ગુણ ધારણ કરવાના હોય છે. જગતમાં શત્રુ-મિત્ર પ્રત્યે જ નહીં, Page #224 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૧૯ ૨૨૧ બધાં જીવો તરફ સમભાવ રાખવાનો હોય છે. આજીવન પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું પણ ઘણું દુષ્કર છે સદા અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો. પ્રતિક્ષણ સાવધાન રહિને હિતકારી સત્ય બોલવું બહુ અઘરું છે. દાંત સાફ કરવાનું સાધન વગેર પણ આપ્યા વિના ન લેવું. આપેલી વસ્તુ પણ નિર્દોષ અને એષણીય જ લેવી અત્યન્ત દુષ્કર છે. કામભોગના રસથી પરિચિત વ્યક્તિ માટે અબ્રહ્મચર્યથી વિરક્તિ અને ઉગ્ર મહાવ્રત પાળવું ઘણું અઘરું છે. ધન-ધાન્ય, પ્રેષ્ય વર્ગ-દાસ-દાસી વગેરે પરિગ્રહનો ત્યાગ તથા બધી જાતના આરંભ અને મમત્વનો ત્યાગ અત્યન્ત દુષ્કર છે. ભોજન-પાનાદિ આહાર રાત્રે ન કરવો અને કાલ મર્યાદાથી બહાર, ઘી વગેરે સંનિધિનો સંચય ન કરવોઅત્યન્ત દુષ્કર છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ, મચ્છરનું કષ્ટ, ક્રોધના વચન, દુઃખ શય્યાકષ્ટપ્રદ સ્થળ, તૃણસ્પર્શ તેમ શરીરમેલ- તાડન, તર્જન, વધ અને બન્ધન, ભિક્ષાચર્યા, યાચના અને અલાભ-આ પરીષહો સહન કરવા દુષ્કર છે. આ કાોતી વૃત્તિ-અર્થાત્ દોષ માટે સતત શંકાશીલ રહેલું, દારુણ કેશ-લોચ, અને ઘોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું મહાત્માઓ માટે પણ દુષ્કર છે. [૬૪૮-૬૫૭] પુત્ર ! તું સુખ ભોગવવાલાયક સુકુમાર છે. સુન્દર-સ્વચ્છ રહે છે. તેથી શ્રામણ્યનું પાલન કરવા તું સમર્થ નથી. પુત્ર ! સાધુચર્યમાં આજીવન ક્યાં વિશ્રામ નથી. લોઢાના ભાર જેવો સાધુના ગુણોનો તે એવો ગુરુતર ભાર છે કે જેને જીવન સુધી નભાવવો અત્યન્ત કઠણ છે, જેમ આકાશગંગાનો પ્રવાહ તેમજ પ્રતિસ્રોત દુસ્તર છે. જેમ સાગરને હાથોથી તરવો અઘરો છે. તેવી જ રીતે ગુણોદધિ-સંયમના સાગરને તરવો દુષ્કર છે. સંયમ રેતીના કોળિયાની જેમ નીરસ છે. તપનું આચરણ તલવા૨ની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. સાપની જેમ એકાગ્ર દૃષ્ટિથી ચારિત્ર ધર્મ પર ચાલવું મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવા જેમ દુષ્કર છે, તેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. જેમ પ્રજ્વલિત અગ્નિ શિખા-જ્વાળા પીવી દુષ્કર છે. તેવી જ રીતે યુવાવસ્થામાં શ્રમણ ધર્મ પાળવો કઠણ છે. જેમ કપડાંની થેલીને હવાથી ભરવી કઠણ છે. તેવી જ રીતે કાયર માણસ માટે શ્રમણ ધર્મનું પાલન પણ કઠણ છે. જેમ મેરુપર્વતને ત્રાજવે તોળવો અઘરો છે તે જ રીતે નિશ્ચલ અને નિઃશંક ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવુ પણ દુષ્કર છે. જેમ હાથથી સમુદ્ર તરવો અઘરો છે તેવી જ રીતે અનુપશાન્ત વ્યક્તિ માટે સંયમનો સાગર પાર કરવો દુષ્કર છે. પુત્ર! પહેલાં તું મનુષ્ય સંબંધી શબ્દ, રૂપ આદિ પાંચ પ્રકારના ભોગ ભોગવ પછી ભુક્તભોગી થઈને ધર્માચરણ કરજે. [૬૫૮-૬૭૬] મૃગાપુત્રે માતાપિતાને કહ્યું : તમે જે કહ્યું તે ઠીક છે. પણ આ સંસારમાં જેની તૃષ્ણા મટી ગઈ તેને માટે કાંઇ પણ દુષ્કર નથી. મેં શારીરિક અને માનસિક ભયંકર વેદના અનેકવાર સહન કરી છે. અનેકવાર ભયંકર દુઃખ અને ભય પણ અનુભવ્યા છે. મેં નરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા જરા મરણ રૂપ ભયના સાગર સંસારમાં ભયંકર જન્મ મરણ સહ્યાં છે. જેમ અહીં અગ્નિ ઉષ્ણ છે. તેથી અનન્ત ગણી ઉષ્ણતા ત્યાં છે. એવી દુઃખરૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં અનુભવી છે, જેમ અહીં ઠંડક છે. તેથી અનન્ત ગણી ઠંડક ત્યાં છે. એવી દુઃખરૂપ ઠંડીની વેદના મેં નરકમાં અનુભવી છે. હું નરકની કંદુ કુંભિયોમાં રાંધવાના લોઢાના વાસણોમાં નીચે માથું ને ઉપર પગ કરીને પ્રખર અગ્નિમાં આક્રન્દ કરતો અનેક વાર પીડાયો છું. મહાભયંકર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉત્તરઝયણ-૧૯૭૬ દાવાગ્નિ જેવા મરુ પ્રદેશમાં તેમજ વજરેતી-પત્થરાળમાં અને કદમ્બ વાલુકામાં હું અનન્તવાર બળાયો છું. બંધુ-બાંધવ વિનાનો રડતો, અસહાય હું કંદુકુંભમાં ઉપરથી બાંધી કરવત અને આરા જેવા શસ્ત્રોથી અનેક વાર કપાયો છું. અત્યન્ત તેજ કાંટાળા ઊંચા શાલ્મલી વૃક્ષ પર દોરડાથી બાંધીને આમ તેમ ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. અત્યન્ત ભયાનક આક્રન્દ કરતો હું મારા પોતાના કર્મોનેલીધે શેરડીની જેમ મોટા મોટા યંત્રોમાં કેટલીય વાર પીલાયો છું. આમ તેમ દોડતો આક્રન્દ કરતો હું કાળાચિતકબરા સૂઅર અને કૂતરાઓથી અનેક વાર ચીરાયો છું. ફાડી ફેંકાયો છું તથા ખવાયો છું. પાપ કમને કારણે હું નરકમાં જન્મ લઈને અળસી ફૂલની જેમ વાદળી રંગની તલવારોથી, ભાલાઓથી છેટાયો છું અને લોઢાના સળિયાથી કટકે કટકા કરાયો છું. ખીલીયાળજુસરીવાળા લોઢાના રથમાં પરવશ જેડાયો છું. ચાબુક અને લાઠીનો માર ખાધો છે, તેમજ રોઝની જેમ મારીને જમીન-દસ્ત થયો છે. પાપકર્મોથી ઘેરાયેલો હું પરાધીન અગ્નિની ચિતાઓમાં ભેંસાની જેમ બળ્યો છું. રંધાયો છું. લોઢા જેવી તીક્ષણ ચાંચવાળા ગીધ પક્ષીઓએ, રડતા કકળતા મને અનન્તવાર ટોચ્યો છે તથા પીડ્યો છે. તરસથી વ્યાકુળ હું દોડતો વૈતરણી નદીએ પહોંચ્યો કે પાણી પીઉ. આમ વિચારતો જ હતો કે છરાંની ધાર જેવી તેજ પાણીની ધારાથી હું ચિરાઇ ગયો છું. ગરમીથી સંતપ્ત થઈ હું છાયા માટે અસિ-પત્ર મહાવનમાં ગયો પણ ત્યાં ઉપરથી પડતા અસિપત્રોથીતલવારની જેમ તેજ પાનથી અનેક વાર કપાયો છું. બધી બાજુથી નિરાશ થઈ મારા શરીરને મગદળ, કાંટા અને સાંબેલાથી ચૂર ચૂર કર્યું. આમ મેં અનન્ત વાર દુઃખ વેઠ્ય છે. તેજ ધારવાળા છરા છરીઓથી-કાતરોથી મને અનેક વાર કાપ્યો છે. કટકેકટકા થયો છું. મારી ચામડી ઉતારી છે. [૬૭૭-૬૮૮] જાળમાં ફસાયેલા વિવશ મૃગની જેમ હું પણ અનેકવાર કપટથી પકડાયો છું, બંધાયો છું, રોકાયો છું, નાશ પામ્યો છું. માછલી પકડવાના કાંટાથી તેમજ મગર પકડવાની જાળથી માછલાની જેમ વિવશ થઇને અનન્ત વાર ખેંચાયો છું, ફડાયો છું, પકડાયો છું અને મરાયો છું. બાજ પક્ષી, જળ, તેમજ વજલેપ વડે પક્ષીની જેમ હું અનન્તવાર પકડાયો, ચોટાડાયો, બંધાયો છું, મરાયો છું. સુથાર જેમ ઝાડ કાપે તેમ કુહાડીથી, ફરસીથી હું અનન્ત વાર ફડાયો છું, છેદાયો છું, છોલાયો છું. લુહાર જેમ લોઢાને ટીપે તેમ હું પરમ અધર્મી અસુર કુમારો વડે અનન્ત વાર પીટાયો, કુટાયો, ટુકડે ટુકડા તથા ચૂરે ચૂરા થયો છું. ભયંકર આક્રન્દ કરવા છતાં મને લાલચોળ ગરમ તાંબું, રાંગું, લોઢું, અને સીસું પીવડાવ્યું. “તને ખંડ-ખંડ કરેલું અને સળિયામં પરોવેલું માંસ પ્રિય હતું- એમ યાદ કરાવીને મને મારા જ શરીરનું માંસ કાપીને તેને આગ જેવું લાલ કરીને અનેક વાર ખવડાવ્યું. “તને શરાબ, સીધુ, મૈરેય અને મધુ વગેરે શરાબો પ્રિય હતા”- એમ કરાવીને મને બળતી ચરબી અને લોહી પીવડાવ્યું. મેં પૂર્વ જન્મમમાં આ હમેશા ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત રહીને અત્યન્ત દુખપૂર્ણ વેદના અનુભવી છે. તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યન્ત દુસહ, મહાભંયકર અને ભીષ્મ વેદનાઓ મેં નરકમાં અનુભવી છે. હે પિતા! મનુષ્ય લોકમાં જેમ વેદનાઓ દેખાય છે. તેથી અનન્ત ગણી વધારે દુઃખ તથા વેદનાઓ નરકમાં છે. મેં બધા જન્મોમાં દુઃખરૂપ વેદના અનુભવી છે. એક ક્ષણના અન્તર જેટલી પણ સુખરૂપ અનુભૂતિ ત્યાં નથી. Page #226 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૧૯ ૨૨૭ [૬૮] માતા પિતાએ કહ્યું-પુત્ર ! તું પોતાની ઈચ્છા પ્રમાણે ભલે સંયમનો સ્વીકાર કર. પણ વિશેષ વાત એ છે કે શ્રમણ્ય-જીવનમાં નિષ્પતિકર્મતા અર્થાત્ રોગ થતાં ચિકિત્સા ન કરવી એ વિકટ કષ્ટ છે. [૬૯૦-૬૯૭] માતા પિતા! તમે જે કહ્યું તે સત્ય છે પણ જંગલમાં રહેનાર નિરીહ પશુ-પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે? જેમ જંગલમાં મૃગ એકલું ફરે છે તેમજ હું પણ સંયમ અને તપ કરતો થકો એકાકી ધર્મનું આચરણ કરીશ. જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યાર વૃક્ષ નીચે બેઠેલા મૃગની કોણ ચિકિત્સા કરે છે? તેને કોણ ઔષધ આપે છે? તેની કોણ ખબર પૂછે છે? તેને કોણ ખાવા-પીવા આપે છે? જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે વનમાં જાય છે અને ખાન-પાન માટે લત્તાઓ, વેલાઓ તથા તળાવો શોધે છે. લત્તાઓ, નિકુંજે, જળાશયોમાં ખાઈ-પીને કુદકા મારતું મૃગ પોતાની મૃગચર્યા કરે છે. તેમ) રૂપ આદિમાં અપ્રતિબદ્ધ, સંયમ માટે તૈયાર ભિક્ષ, સ્વતંત્ર વિહાર કરતો થકો, મૃગચયની જેમ આચરણ કરીને મોક્ષગામી બને છે. જેમ મૃગલું એકલું અનેક સ્થાનોમાં હરે છે, ફરે છે અને ગોચયથી જીવન વિતાવે છે તેમ ગોચરી માટે ગયેલ મુનિ પણ કોઈની અવજ્ઞા કેનિંદા કરતો નથી. [૯૮-૬૯૯] “હું મૃગચયનું આચરણ કરીશ.” “પુત્ર ! જેમ તને સુખ ઊપજે તેમ કર !” આમ માતા-પિતાની અનુમતિ મેળવી, તે ઉપાધિ રૂપ પરિગ્રહને છોડે છે. હે માતા ! હું તમારી સમ્મતિથી, બધાં દુખોનો નાશ કરનાર મૃગચયનું આચરણ કરીશ. ૭િ૦૦-૭૦૧] આમ, માતા- પિતાની સમ્મતિમાટે અનેકરીતે તેમને, મહાનાગ કાંચળીને છોડીને ભાગે છે તેમ મમત્વને છોડે છે. કપડાં પરની ધૂળની જેમ, તે દ્ધિ, ધન, સ્ત્રી, પુત્ર, તથા જ્ઞાતિજનોનો છોડીને સંયમયાત્રા માટે નીકળ્યો. ૭૦૨-૭૦૭] પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિઓથી સમિત તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, આત્યંતર અને બાહ્ય તપમાં રક્ત- મમત્વ રહિત, અહંકાર રહિત, સંગ રહિત, ગૌરવનો ત્યાગી તથા ત્રસ-સ્થાવર જીવો તરફ સમદ્રષ્ટિ- લાભાલાભમાં, સુખ-દુઃખમાં, જીવન-મરણમાં, નિંદા-સ્તુતિમાં તથા માન-અપમાનમાં સમત્વનો સાધક ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય તથા શોકથી નિવૃત્ત, વળી નિદાનથી અને બંધનથી મુક્ત- આ લોક અને પરલોકમાં અનાસક્ત, સૂળો ભોંકતાં કે ચન્દન લગાડતાં તથા આહાર મળે યા ન મળે, તોય સમ, અપ્રશસ્ત હેતુઓથી આવનાર કર્મ પગલનો સર્વભાવથી નિરોધક મૃગાપુત્ર અધ્યાત્મસંબંધી ધ્યાન-યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા. ૭૦૮-૭૯] આમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ વડે આત્માને સારી રીતે ભાવિત કરીને તથા ઘણા વર્ષો સુધી શ્રમણધર્મ પાળીને અંતે એક માસનું અનશન કરીને અનુત્તર સિદ્ધિને પામ્યા. - [૭૧૦] સંબુદ્ધ પંડિત અને અતિ વિચક્ષણ વ્યક્તિ આમજ કરે. અથતુ. મૃગાપુત્રની જેમ કામભોગોથી નિવૃત્ત થાય છે. [૭૧૧-૭૧૨] મહાપ્રભાવશાળી, મહાયશસ્વી મૃગાપુત્રના તપપ્રધાન, ત્રિલોકવિશ્રુત તથા મોક્ષ-ગતિને પ્રાપ્ત કરનાર ઉત્તમ ચારિત્રની કથાને સાંભળીને- પરિગ્રહને દુખ દેનાર તથા મમત્વ બન્ધનને મહાભયંકર જાણીને નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનાર, Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ . ઉત્તરઝયણ-૧૯૭૧૩ સુખાવહ અનન્ત સુખ આપનાર અનુત્તર ધર્મ ધુરાને ધારણ કરો! - એમ હું કહું છું. | અધ્યયન-૧૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨મ્મહાનિર્ગથીય) [૭૧૩] સિદ્ધ તેમજ સંયમીજનોને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું અર્થ-મોક્ષ અને ધર્મના સ્વરૂપનું જ્ઞાન કરાવનારા તથ્યપૂર્ણ શિક્ષણનું કથન કરું છું. તે સાંભળો - | [૭૧૪-૭૧૮) હાથી-ઘોડા તેમજ હીરા-માણેક વગેરે અઢળક વૈભવથી સમૃદ્ધ મગધનો રાજા શ્રેણિક મંડીકલી ચેત્ય-બાગમાં વિહાર માટે ગયો. તે બાગમાં જાત જાતના વૃક્ષો-લત્તાઓ અને અનેક પ્રકારના પક્ષીઓ હતાં. વિવિધ પ્રકારના ફૂલોથી સુગન્ધિત જાણે નન્દન વન જ જોઈ લો. રાજાએ ત્યાં વૃક્ષ નીચે સમાધિસ્થ-સુકુમારયુવાન સાધુને બેઠેલા જોયા. તેમની કાયા સુખોપભોગને યોગ્ય હતી. સાધુનું અનુપમ રૂપ જોઈ રાજાને અત્યન્ત આશ્ચર્ય થયું. અહો ! શું રૂપ છે! શું આકૃતિ છે! અહો! આર્યની કેવી સૌમ્યપ્રભા છે! શાન્તિ છે! કેટલી નિલભતા છે! કેવી અનાસક્તિ છે! ૦િ૧૯-૭૨૦] મુનિના ચરણોમાં વંદના કરી, પ્રદક્ષિણા કરી યોગ્ય સ્થળે, બહુ પાસે નહિ તેમ બહુ દૂર નહિ એમ ઊભા રહી હાથ જોડી રાજાએ મુનિને પૂછ્યું. હે આર્ય! તમે હજી યુવાન છો. છતાં હે સંયત ! તમે ભોગકાળે દીક્ષિત થયા છો, શ્રામમાં ઉપસ્થિત થયા છો, તેનું કારણ કૃપા કરી કહો, હું જાણવા માગું છું. [૭૨૧] મહારાજ, હું અનાથ છું. મારું કોઈ નથી, અભિભાવક કે સંરક્ષક નથી. મારા તરફ અનુકમ્મા દેખાડનાર કોઈ મિત્ર નથી. ૭૨૨-૦૨૩ આ સાંભળી મગધાધિપ શ્રેણિક હસી પડ્યો અને કહ્યું, દેખાવે તો તમે સમૃદ્ધ અને ભાગ્યશાળી લાગો છો છતાં તમારું કોઈ નાથ કેમ નથી? ભદન્ત! હું તમારો નાથ થાઉં છું. હે સંયત ! મિત્ર અને સ્વજનો સાથે ભોગ ભોગવો. આ માનવજીવન ઘણું દુર્લભ છે. [૭૪] શ્રેણિક! તું પોતે અનાથ છે. મગધાધિપ, તું પોતે જ અનાથ છે તો કોઇનો નાથ શી રીતે બનશે? [૭૨પ-૭૨૭] રાજા પહેલેથી જ વિસ્મત હતો, પણ મુનિમુખે અશ્રુત પૂર્વ અનાથ શબ્દ સાંભળીને તો અત્યંત ભ્રમિત થયો. સંશયમાં પડ્યો, આશ્ચર્ય પામ્યો. મારી પાસે ઘોડા છે, હાથી છે, નગર છે, અંતઃપુર છે. હું માનવજીવનમાં બધાં સુખ ભોગવી રહ્યો છું. મારી પાસે સત્તા, ઐશ્વર્ય તથા પ્રભુત્વ પણ છે. આમ બધી જ શ્રેષ્ઠ સમ્પત્તિ. કામનાઓ પૂર્ણ કરી શકે તે મારી પાસે છે. આ સ્થિતિમાં હું અનાથ કેવી રીતે? ભદન્ત ! તમે ખોટું ન બોલો. [૭૨૮-૦૨] પૃથ્વીપતિ નરેશ! તમે અનાથનો અર્થ-પરમ અર્થ નથી જાણતા કે માણસ અનાથ અને સનાથ ક્યારે કહેવાય છે. મહારાજ ! નાની ઉમ્મરમાં મારી આંખમાં અત્યંત દર્દ થઈ આવ્યું. રાજનું! તેથી મારા આખા શરીરે બળતરા થતી હતી. કોઈ ગુસ્સે થયેલ શત્રુ મર્મસ્થળે તેજ છરીનો ઘા કરે તેવી ભયંકર વેદના મારી આંખોમાં થતી હતી. ઈન્દ્રના વજપ્રહારથી જેવી ભયંકર વેદના થાય છે તેવી જ મારી કમ્મરમાં, દ્ભયમાં અને માથામાં પણ અત્યંત દારુણ વેદના થતી હતી. અનેક મંત્ર જાણનારા, Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૨૦. ૨૨૫ વિદ્યા જાણનારા, ઔષધિનો ઉપચાર કરનારા, અજોડ કુશળ આયુર્વેદાચાર્યો મારી ચિકિત્સા માટે આવ્યા. તેમણે મારી વૈદ્ય, રોગી, ઔષધ, સેવક એમ ચતુષ્પાદ ચિકિત્સા-કરી પણ તેઓ મને દુઃખમુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા હતી. [૭૩૬-૭૪૨] મારા પિતાએ ચિકિત્સકોને મારા માટે સર્વોત્તમ વસ્તુઓ આપી પણ તેઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા હતી. મહારાજ ! મારી માતા પુત્રશોકના દુખે ઘણી દુખી રહેતી. પણ તે મને દુઃખમુક્ત કરી શકી નહિ, એ મારી અનાથતા હતી. મહારાજ ! મારા નાના-મોટા બધા જ સગા ભાઈઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા, એ જ મારી અનાથતા હતી. મહારાજ ! મારી નાની-મોટી સગી બહેનો પણ મને દુઃખ-મુક્ત ન કરી શકી, એ જ મારી અનાથતા હતી. મહારાજ ! મને ચાહનાર મારામાં અનુરક્તા અને અનુવ્રતા મારી પત્ની છાતી પર માથું મૂકી નિરન્તર આંસુ સારતી. તે બાળા મારી સમક્ષ કે પરોક્ષમાં કોઈ પ્રકારનો શણગાર, અન્ન-પાન, સ્નાન, ગન્ધ-માળા, કે સુગન્ધી પદાર્થનો ઉપભોગ કરતી નહીં. તે એક ક્ષણ પણ મારાથી દૂર થતી નહીં. છતાં તે મને દુઃખમુક્ત ન કરી શકી. મહારાજ ! એ જ મારી અનાથતાં હતી. [૭૪૩-૭૪૭] ત્યારે મેં આમ કહ્યું- વિચાર કર્યો કે પ્રાણીને આ અનન્ત સંસારમાં વારે વારે અસહ્ય વેદના અનુભવવી પડે છે. આ વિપુલ વેદનામાંથી એક વાર પણ જો છુટકારો થાય તો હું ક્ષાન્ત, દાત્ત અને નિરારમ્ભ અનગારવૃત્તિમાં દીક્ષિત થઈશ. નરાધિપ ! આમ વિચારીને હું સૂઈ ગયો. રાત્રિની સાથે મારું દર્દ પણ ક્ષીણ થઈ ગયું. ત્યાર પછી સવારે નિરોગ થતાં જ હું સ્વજનોને પૂછીને ક્ષાન્ત-દાન્ત-અને નિર-આરંભ થઈ અનગાર વૃત્તિમાં પ્રવ્રજિત થયો. ત્યારે હું પોતાનો અને બીજા-સ્થાવર-જંગમ બધા જીવોનો નાથ થયો. [૭૪૮-૭પ૧] મારો પોતાનો આત્મા જ વૈતરણી નદી છે. કૂટ શાલ્મલી વૃક્ષ છે અને મારો આત્મા જ કામદૂધા ધેનું છે અને નંદનવન છે. આત્મા જ પોતાના. સુખદુઃખનો કર્યા છે. વિકત-ભોક્તા છે. સતુ પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે. અને દુષ્પવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. રાજનું! આ એક બીજી પણ અનાથતા છે, તે શાન્ત ચિત્તે એકાગ્ર થઈ સાંભળો. ઘણા એવા કાયર માણસો હોય છે, જે નિર્ઝન્ય ધર્મ જાણીને-પણ દુઃખી થાય છે. સ્વીકત અનાગારધર્મનું પાલન ઉત્સાહથી કરી શકતા નથી. જેઓ મહાવ્રતોને સ્વીકારી પ્રમાદવશ તેને પાળે, આત્માને નિગ્રહમાં ન રાખે, રસોમાં આસક્ત રહે, તેઓ રાગ-દ્વેષ રૂપ બંધનોનો મૂળથી નાશ ન કરી શકે. [૭પ૦-૭૫૮] જેનાં ગમનાગમન, ભાષા, એષણા, અને આદાન નિક્ષેપણમાં તેમજ મલ-મૂત્રના પરિપ્પાપનમાં સજાગતા નથી; તે વીરપુરુષોને માર્ગે જઈ શકતો નથી. તેમને અનુસરી શકતો નથી. જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે. તપ અને નિયમમાં શિથિલ છે. તે લાંબા વખત સુધી માત્ર મુંડાયેલો સાધુ રહે છે. આત્માને કષ્ટ આપીને પણ તે સંસારથી પાર થઈ શકતો નથી. તે ખાલી મુટ્ટીની જેમ નિરર્થક છે. ખોટા સિક્કાની જેમ અપ્રમાણિત છે. વૈડૂર્યની જેમ ચમકનાર ખોટો કાચનો મણિ છે. તે જાણકાર પરીક્ષકોની નજરે મૂલ્યહીન છે. જે કુશીલ-આચારહીન અને માત્ર ઋષિધ્વજ (રજોહરણ વગેરે મુનિ ચિલ) ધારણ કરીને આજીવિકા ચલાવે છે. અસંયત હોવા છતાં [15] Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણું - ૨૦/૭૫૮ ૨૧૬ પોતાને સંયત માને છે. તેનો લાંબા વખત સુધી વિનાશ થાય છે. પીધેલું હળાહળ ઝેર, ઊંધું પકડેલું શસ્ત્ર જેમ વિનાશકારી હોય છે, તેવીજ રીતે વિષય-વિકારોવાળો ધર્મ પણ વિનાશકારી બને છે. જે લક્ષણ અથવા સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર કે કૌતુક કાર્યમાં આસક્ત રહે છે, ખોટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર વિદ્યા વડે જાદુથી જીવનનિર્વાહ કરે છે, તે કર્મ-ફળ ભોગવતી વખતે કોઈનો આશ્રય મેળવી શકતો નથી. તે શીલહીન સાધુ પોતાના અત્યન્ત અજ્ઞાનને લીધે ઊલટી સૃષ્ટિવાળો બને છે પરિણામે અસાધુ પ્રકૃતિવાળો તે સાધુ મૌન-મુનિધર્મની વિરાધના કરીને સતત દુઃખ ભોગવતો નરક અને તિર્યંચ ગતિમાં આવાગમન કર્યા કરે છે. [૭૫૯-૧૬૨] જે ઔદ્દેશિક ક્રીત નિયાગ કે નિત્યપિંડ વગેરે રૂપે થોડું પણ દૂષિત આહાર તજતો નથી તે સર્વભક્ષી અગ્નિની જેમ સર્વભક્ષી સાધુ પાપ-કર્મ કરીને મર્યા પછી દુર્ગતિ પામે છે. દુઃશીલ- આત્મા પોતાનું જ જેવું અનિષ્ટ કરે છે તેવું ગળું કાપનાર દુશ્મન પણ કરતો નથી. ઉક્ત તથ્યને નિર્દય સંયમહીન મનુષ્ય મૃત્યુની પળે પશ્ચાત્તાપ કરતો જાણશે. જે ઉત્તમાર્થમાં-અન્ત સમયની સાધનામાં વિપરીત વૃષ્ટિ રાખે છે તેની શ્રામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેને આલોક અને પરલોક વ્યર્થ છે. તે ઉભયભ્રષ્ટ ભિક્ષુ નિરન્તર ચિન્તિત રહે છે. તેવી જ રીતે સ્વચ્છન્દ અને દુરાચારી સાધુ પણ જિનોત્તમભગવાનના માર્ગની વિરાધના કરીને ભોગરસોમાં આસક્ત થઈ વ્યર્થ શોક કરનારી ગીધડી ની જેમ દુઃખી થાય છે. [૭૬૩-૭૬૪] બુદ્ધિશાળી સાધક આ સુભાષિત તેમજ જ્ઞાન-ગુણ યુક્ત અનુશાસનને સાંભળી કુશીલ વ્યક્તિઓનો માર્ગ છોડી, મહાન નિગ્રન્થોના માર્ગે વળે છે. ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણયુક્ત નિર્પ્રન્થ નિરાશ્રવ હોય છે. શુદ્ધ સંયમ પાળીને તે નિરાશ્રવ સાધક કર્મોનો ક્ષય કરીને વિપુલ, ઉત્તમ તેમજ શાશ્વત મોક્ષ મેળવે છે. [૭૬૫] આમ ઉગ્ન-દાન્ત, મહાન તપોધન, મહા-પ્રતિજ્ઞ, મહાન-યશસ્વી તે મહામુનિએ આ મહાનિર્રન્થીય મહાશ્રુતને ખૂબ વિસ્તારપૂર્વક કહ્યો. [૭૬૬-૭૬૯] રાજા શ્રેણિક સંતુષ્ટ થઇ હાથ જોડીને કહ્યું : ભગવન્, અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. હે મહર્ષિ ! આપનો મનુષ્ય જન્મ સફળ છે. આપની ઉપલબ્ધિઓ સફળ છો. આપ સાચા સનાથ અને સબાન્ધવ છો. કારણ આપ જિનેશ્વરના માર્ગે છો. હે સંયત ! આપ અનાથોના નાથ છો. હે મહાભાગ ! હું આપની ક્ષમા માગુ છું. હું આપની પાસે અનુશાસિત થવા ઇચ્છું છું. આપને પ્રશ્ન પૂછીને આપનું ધ્યાનભંગ કર્યું અને ભોગો ભોગવવા આમંત્રણ આપ્યું તે બધા માટે મને ક્ષમા કરો. [૭૭૦-૭૭૨] આ રીતે રાજસિંહ શ્રેણિક રાજા અનગાર-સિંહ મુનિની પરમ ભક્તિપૂર્વક સ્તુતિ કરીને અન્તઃપુર તેમજ બીજા પરિજનો સાથે ધર્મમાં અનુરક્ત થયો. રાજા આનંદથી રોમાંચ અનુભવી રહ્યો હતો. તે મુનિની પ્રદક્ષિણા કરીને શિરોવંદના કરી પાછો ફર્યો. અને તે ગુણો વડે સમૃદ્ધ (મુનિ) ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત, ત્રણે દંડોથી વિરત, વિમુક્ત, અપ્રતિબદ્ધ પક્ષીની જેમ ભૂતલ ૫૨. - એમ હું કહું છું. અધ્યયન-૨૦ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૧ અધ્યયન-૨૧ [૭૭૩-૧૭૬] ચંપા નગરીમાં પાલિત નામે એક શ્રાવક રહેતો હતો. તે વિરાટ પુરુષ-મહાત્મા ભગવાન મહાવીરનો શિષ્ય હતો. તે શ્રાવક નિર્પ્રન્થ પ્રવચનમાં કુશળ હતો. એક વાર તે વહાણમાં વેપાર કરતો પિઠુંડ નગરમાં પહોંચ્યો. ત્યાં વેપાર કરતાં એક વેપારીએ પોતાની દીકરી તેને પરણાવી. થોડા દિવસ પછી ગર્ભવતી પત્નીને લઈને તે પોતાને દેશ તરફ પાછો ફર્યો. પાલિતની પત્નીને સમુદ્રમાં જ પુત્ર અવતર્યો. સમુદ્રયાત્રામાં ઉત્પન્ન થવાથી તેનું નામ ‘સમુદ્રપાલ’ પાડ્યું. [૭૭૭-૭૭૯] તે શ્રાવક સકુશળ પોતાને ઘેર ચંપાનગર પહોંચ્યો. તે નાનું બાળક આનંદપૂર્વક તેના ઘરમાં ઊછર્યું. તે ૭૨ કળાઓ શીખ્યો. નીતિમાં નિપુણ થયો. તે જુવાન થતાં સુરૂપવાન અને બધાંને પ્રિય થઈ પડ્યો. રૂપિણી (રુકમણિ) નામની સ્ત્રી સાથે પિતાએ તેને પરણાવ્યો. તે પોતાની રૂપવતી પત્ની સાથે દોગુન્દક દેવની જેમ સુન્દર મહેલમાં ક્રીડા કરવા લાગ્યો. ૨૨૭ [૭૮૦-૭૮૨] એક વાર તે મહેલના ઝરુખામાં બેઠો હતો. ત્યાં વધ્ય જનને યોગ્ય શણગારથી શણગારેલા કોઈ એક અપરાધીને વધ-સ્તંભ તરફ લઈ જવાતો તેણે જોયો. તેને જોઈને સંવેગ ઉત્પન્ન થતાં મનમાં વિચારવા લાગ્યો-ખેદ છે ! આ અશુભ કર્મોનુંપાપ ગમનનું દુઃખદ પરિણામ છે. આમ વિચારતાં તે ભાગ્યવાન-મહાન આત્મા સંવેગ પામ્યો અને સમ્બુદ્ધ થયો. માતાપિતાને પૂછીને તેણે અનગારિતા-મુનિદીક્ષા લીધા. [૭૮૩-૭૮૪] દીક્ષિત થઈને મુનિ અત્યન્ત કષ્ટકારી મહામોહ અને પૂર્ણ ભયકારી સંગ (આસક્તિ) નો ત્યાગ કરીને પર્યાયધર્મ, સાધુતામાં, વ્રતમાં શીલમાં અને પરિષહમાં-પરિષહને સમભાવથી સહન કરવામાં અભિરુચિ રાખતા થયા. વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ મહાવ્રતોને સ્વીકારી જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. [૭૮૫-૭૯૫] ઇન્દ્રિયોને સમ્યક સંવરણ કરનાર ભિક્ષુ બધા પ્રાણીઓ તરફ કરૂણાશીલ રહે. ક્ષમાશીલ હોય, દુર્વચન સહન કરે. સંયત રહે, બ્રહ્મચારી રહે, તે સદા પાપાચારનો ત્યાગ કરીને વિહાર કરે. સાધુ સમયાનુસાર પોતાની શક્તિને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની જેમ ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ ભયભીત ન બને. અસભ્ય વચન સાંભળીને પણ સામો અપશબ્દ ન બોલે. સંયમી પ્રતિકૂળતાની ઉપેક્ષા કરતો આગળ વધે. પ્રિયાપ્રિય અને અનુકૂળ-પ્રતિકૂળ બધા પરિષહોને સહન કરે. જ્યાં જે જુએ તે બધાંની ઇચ્છા ન કરે. પૂજા કે ગહ ન ઇચ્છે. સંસારમાં માણસોના અનેક પ્રકારના છન્દ અભિપ્રાય હોય છે. ભિક્ષુ તે બધા પોતે જાણે છે. તેથી તે દેવકૃત, તેમ જ તિર્યંચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. અનેક દુર્વિષહ-અસહ્ય પરિષહ આવી પડતાં ઘણા કાયર માણસો દુઃખી થાય છે. પણ ભિક્ષુ આવા પરિષહ આવતાં સંગ્રામમાં હાથીની જેમ વીરતાપૂર્વક દુઃખી થયા વિના સહન કરે. શીત-ગર્મી, મચ્છરમાંકડ-તૃણસ્પર્શ વગેરે તેમજ બીજા અનેક પ્રકારના આતંક ભિક્ષુને સ્પર્શે ત્યારે તે કુત્સિત શબ્દ ન કહે, સમભાવે સહન કરે તથા પૂર્વકૃત કર્મોને ક્ષીણ કરે. વિચક્ષણ ભિક્ષુ હમેશાં રાગ-દ્વેષ અને મોહનો ત્યાગ કરીને વાયુથી અકમ્પિત મેરુની જેમ આત્મ-ગુપ્ત પરિષહોને સહન કરે. પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને નિન્દામાં અવનત નહિ થનાર ભિક્ષુ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉત્તરાયણ – ૨૧/૯૬ મહર્ષિ, પૂજા અને નિન્દામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળ બની નિર્વાણ માર્ગને પામે છે. જે અતિ-તિને સહન કરે છે. સંસારી માણસોથી દૂર રહે છે. વિરક્ત છે. આત્મહત-સાધક છે. સંયમશીલ છે. શોક રહિત છે. મમત્વહીન છે. અકિંચન છે. તે પરમાર્થ પદમાં-સમ્યગ્ દર્શનાદિ મોક્ષસાધનોમાં સ્થિત હોય છે. પ્રાણી-રક્ષા કરનાર, મહાન યશસ્વી ઋષિઓએ સ્વીકારેલ લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત-બી વગરનો, વિવિક્ત લયન-એકાન્ત સ્થાનનું સેવન કરે અને પરિષહ સહન કરે. અનુત્તર ધર્મસંચયનું આચરણ કરી-સાનથી જ્ઞાન મેળવી, અનુત્તર જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અન્તરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશિત થાય છે. [૭૯૬] સમુદ્રપાલ મુનિએ પુણ્ય-પાપ (શુભાશુભ) બંને કર્મનો ક્ષય કરીને સંયમમાં નિરંગન-નિશ્ચલ અને બધી રીતે મુક્ત રહી સમુદ્રની જેમ વિશાળ સંસારપ્રવાહને તરીને મોક્ષ મેળવ્યો. - એમ હું કહું છું. અધ્યયન-૨૧-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨૨-૨થનેમીય [૭૯૭-૭૯૮] શૌર્યપુર નગરમાં રાજલક્ષણોવાળો મહા સમૃદ્ધ વસુદેવ નામનો રાજા હતો. તેને રોહિણી અને દેવકી નામે બે રાણીઓ હતી. બંનેના બલદેવ અને કૃષ્ણ બે પ્રિય પુત્ર હતા. [૭૯૯-૮૦૦] શૌર્યપુરમાં રાજલક્ષણોવાળો અત્યન્ત સમૃદ્ધ સમુદ્રવિજય નામે બીજો રાજા પણ હતો. તેને શિવા નામે પત્ની હતી અને મહાયશસ્વી, જિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ લોકનાથ, ભગવાન અરિષ્ટનેમિ નામે પુત્ર હતો. [૮૦૧-૮૦૪] તે અરિષ્ટનેમિ ૧૦૦૮ શુભ લક્ષણોવાળા તથા વ્યંજનો વાળા હતા. તેનું ગોત્ર ગૌતમ હતું અને તે રંગે શ્યામ હતા. તે વજૠષભ નારાચ સંહનન અને સમચતુરસ્ર સંસ્થાનવાળો હતો. તેનું ઉદર માછલીના ઉદર જેવું કોમળ હતું. રાજિમતી કન્યા તેની પત્ની બને એવી યાચના શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને કરી. તે મહાન રાજાની કન્યા સુશીલ, સુદર્શના, સર્વ લક્ષણોવાળી હતી. વીજળી જેવી તેની શરીરની ક્રાંતિ હતી. ઉગ્રસેને સમૃદ્ધિશાળી વાસુદેવને કહ્યું-કુમાર અહીં આવે તો હું મારી દીકરી તેને આપીશ. [૮૦૫-૮૦૯] અરિષ્ટનેમિને સર્વ પ્રકારની ઔષધીઓના પાણીથી સ્નાન કરાવ્યું. લગ્નની તૈયારી થઈ. દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા અને આભૂષણોથી શણગાર્યો. વાસુદેવના સૌથી શ્રેષ્ઠ મત્ત ગન્ધહાથી ૫૨ અસ્ટિનેમિ બિરાજ્યા ત્યારે તેમની શોભા માથે ચૂડામણિ હોય તેવી લાગતી હતી. અરિષ્ટનેમિ પર ચામર ઢોળાવામાં આવ્યાંછત્ર ધર્યા, દશાર્હ ચક્રથી-યાદવ કુલના પ્રસિદ્ધ ક્ષત્રિયોના સમૂહથી તે પરિવૃત હતા. ચતુરંગ સેના અનુક્રમથી તૈયાર થઈ. વાઘોનો દિવ્ય ગગનસ્પર્શી નાદ થયો. આવી ઉત્તમ ઋદ્ધિ અને દ્યુતિ સાથે તે વૃષ્ણિશ્રેષ્ઠ પોતાના મહેલમાંથી નીકળ્યો. [૮૧૦-૮૧૩] ત્યારપછી તેણે પાંજરામાં તેમજ વાડામાં બંધ, ભય-ત્રસ્ત પશુપક્ષીઓ જોયાં. તેઓ મૃત્યુ સમીપ હતાં. તેમનો માંસ-આહાર થવાનો હતો, તેમને જોઇ મહાબુદ્ધિશાળી અરિષ્ટનેમિએ સારથિને આમ કહ્યું. આ બધાં સુખાર્થી પ્રાણી વાડા Page #232 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૨ ૨૨૯ અને પિંજરામાં શા માટે છે? સારથિએ કહ્યું: આ ભદ્ર પ્રાણીઓ આપના લગ્નમાં ઘણાં લોકોને ભોજન માટે છે. [૮૧૪-૮૧૬] અનેક પ્રાણીઓના વિનાશવાળું વચન સાંભળી. જીવો પ્રતિ કરૂણાશીલ, મહાપ્રાજ્ઞ અરિષ્ટનેમિ આમ વિચારે છે :- જો મારા લીધે આટલા બધા પ્રાણીઓની હત્યા થતી હશે તો એ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહિ થાય. તે મહાન પશસ્વી બંને કુંડળ, હાર અને આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં. [૮૧૭-૮૨૦] મનમાં આ પરિણામ થતાં જ તેમના અભિનિષ્ક્રમણ માટે દેવતા પોતાની દ્ધિ અને પરિષદુ સાથે આવ્યા. દેવ અને માનવોથી ઘેરાયેલા અરિષ્ટનેમિ શિબિકારત્નમાં બિરાજ્યા. દ્વારકાથી નીકળી રેવતક પર સ્થિત થયા. ઉદ્યાનમાં પહોંચી, શ્રેષ્ઠ પાલખીમાંથી ઊતરી એકહજાર વ્યક્તિઓ સાથે ચિત્રા નક્ષત્રમાં નિષ્ક્રમણ કર્યું. ત્યાર પછી સમાહિતઅરિષ્ટનેમિએ તરત પોતાના સુગંધિત કોમળ વાળોનો પોતાના જ હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. [૮૨૧-૮૨૨] વાસુદેવે જિતેન્દ્રિય તેમ જ લોચ કરેલા ભગવાનને કહ્યું- હે દમીશ્વર ! તમે તમારો અભીષ્ટ મનોરથ જલદી મેળવો. તમે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સાત્તિ-ક્ષમા અને મુક્તિનિલભતા દ્વારા આગળ વધો. [૮૨૩] આમ બલરામ, કેશવ, દશાહ યાદવ અને બીજા ઘણા લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ફર્યા. [૮૨૪-૮૨૮] ભગવાન અરિષ્ટનેમિની પ્રવ્રજ્યા (નો વૃત્તાન્ત) સાંભળીને રાજકન્યા રાજિમતીનો આનંદ, હાસ્ય નષ્ટ થયા, તે શોકથી મૂચ્છિત થઈ ગઈ. રાજિમતીએ વિચાર્યું, ધિક્કાર છે મારા જીવનને ! મને અરિષ્ટનેમિએ તજી છે. એટલે મારે પણ પ્રવજ્યા લેવી જ શ્રેયસ્કર છે. ધીર તેમજ સંકલ્પવાળી રાજિમતીએ તેલ સુગંધીથી-કાસકાથી ઓળેલા કાળ ભમરા જેવા વાળોનો પોતાના હાથે લોન્ચ કર્યો. વાસુદેવે લુપ્તમેશા તેમજ જિતેન્દ્રિય રાજિમતીને કહ્યું, કન્ય ! તું આ ઘોર સંસાર સાગરને જલદી તરી જા. શીલવતી તેમજ બહુશ્રુત રાજિમતીએ પ્રવ્રજિત થઈને પોતાની સાથે ઘણા સ્વજન-પરિજનોને પણ દીક્ષા લેવડાવી. [૮૨૯-૮૩૨] તે રેવતક પર જતી હતી ત્યાં વચ્ચે જ વરસાદ પડ્યો અને તે પલળી ગઈ. વરસાદને લીધે અન્ધકાર પથરાયો હતો. આવી સ્થિતિમાં તે એક ગુફામાં પહોંચી. કપડાં ઉતારીને સુકવતાં નગ્નાવસ્થામાં રાજમતીને રથનેમિએ જોઈ. તેનું મન વિચલિત થયું. પાછળથી રાજિમતીએ પણ તેને જોયો. ત્યાં એકાન્તમાં તે સંયતને જોઈ તે ડરી ગઈ. ભયથી ધ્રુજતી તે પોતાના બંને હાથે શરીર ઢાંકીને બેસી ગઈ. ત્યારે સમદ્રવિજયના તે રાજપુત્રે રાજિમતીને ભયથી ધ્રુજતી જોઈને આમ કહ્યું.. [૮૩૩-૮૩૬] ભદ્ર! હું રથનેમિ છું. હે સુન્દરી! હે મધુભાષિણી! તું મને સ્વીકાર કર. હે સુતનુ તને કોઈ દુઃખ નહીં થાય. મનુષ્યજન્મ અત્યન્ત દુર્લભ છે. આવો! આપણે ભોગ ભોગવીએ. પાછળથી આપણે જિનમાર્ગે દીક્ષા લેશું. સંયમ પ્રતિ ભગ્નોદ્યોગતેમજ ભોગ વાસનાથી પરાજિત રથનેમિને જોઈને તે સંભ્રાન્ત ન થઈ તેણે ફરી કપડાં પહેરી લીધાં. નિયમ અને વ્રતમાં અવિચળ રહેનાર શ્રેષ્ઠ રાજકન્યા રાજિમતીએ જાતિ, કુલ અને શીલની રક્ષા કરતાં રથનેમિને કહ્યું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉત્તરઝયણ- ૨૨/૮૩૭ : [૮૩૭-૮૪૦] જો તું રૂપે વૈશ્રમણ જેવો હોય, લલિતકલાઓમાં નળકુબેર જેવો હોય, અને બીજું તો શું, તું સાક્ષાતું. ઈન્દ્ર પણ હોય તો પણ હું તને ચાહતી નથી. હે યશની એષણાવાળા ! ધિક્કાર છે તને કે જે ભોગી જીવન માટે ત્યક્ત ભોગોને ફરી ભોગવવાની ઇચ્છા કરે છે. આના કરતાં તો તારું મરી જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પૌત્રી છું અને તું અધકવૃષ્ણિનો પૌત્ર. આપણે કુલમાં ગન્ધન સર્પ જેવા ન બનીએ. તું સ્વસ્થ-સ્થિર-નિભૂત થઈને સંયમ પાળ. જો તું જે તે સ્ત્રીને જોઈને રાગ કરશે આસક્ત થશે તો તું વાયુકંપિત હડ (નામક વનસ્પતિ)ની જેમ અસ્થિતાત્મા બનશે. [૮૪૧-૮૪૨] જેમ ગોવાળ ને ભંડારી-ગાયો તેમજ ભંડારના માલિક નથી હોતા, તેમ તું શ્રામયનો સ્વામી નહીં બને. તું ક્રોધ, માન, માયા, લોભને પૂર્ણપણે નિગ્રહમાં લઈ ઈન્દ્રિયોને વશમાં રાખી, જાતને અનાચારથી દૂર રાખ. ઉપસંહાર કર. [૮૪૩-૮૪૪] અંકુશથી હાથી સંયત થાય તેમ રથનેમિ તે સંયતા રાજિમતીના સુભાષિત વચન સાંભળી ધર્મમાં સમ્યક પ્રકારે સ્થિર થયો. મન, વચન અને કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વતી બન્યો. જીવન સુધી નિશ્ચલાવે શ્રમણ્ય પાળ્યું. [૮૪૫] ઉગ્ર તપનું આચરણ કરી બંને કેવલી બન્યાં. બધાં કર્મોનો ક્ષય કરીને તેમણે અનુત્તર સિદ્ધિ મેળવી. [૮૪૬] સંબુદ્ધ, પણ્ડિત અને પ્રવિચક્ષણ પુરુષ આમ જ કરે. પુરુષોત્તમ રથનેમિની જેમ તેઓ ભોગોથી નિવૃત્ત થાય છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૨-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૩ કેશી-ગૌતમ) [૮૪૭-૮૫૪] પાર્શ્વ નામના જિન, અહંનું, લોકપૂજિત, સબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. લોક-પ્રદીપ ભગવાન પાર્શ્વના, મહા યશસ્વી, વિદ્યા-ચારિત્રમાં પારંગત કેશી કુમાર-શ્રમણ શિષ્ય હતા. તેઓ અવધિ-જ્ઞાન અને શ્રતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ પોતાના શિષ્યો સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. નગરની પાસે જ તિન્દુક નામના બાગમાં ઊતર્યા. જ્યાં જીવજંતુ રહિત નિર્દોષ રહેઠાણ અને પાથરવા પીઠ ફલક આસન વગેરે મળી રહે તેમ હતું. [૮૫૧-૮૫૪] તે દિવસોમાં જ ધર્મતીર્થપ્રવર્તક જિન ભગવાન વર્ધમાન હતા. જે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ હતા. તે લોક પ્રદીપ ભગવાન વર્ધમાનના, વિદ્યા ચારિત્રમાં પારંગત મહા યશસ્વી શિષ્ય ભગવાન ગૌતમ હતા. બાર અંગોના જ્ઞાતા, પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્ય સંઘ સાથે ગામે ગામ વિહાર કરતા શ્રાવસ્તી પહોંચ્યા. જ્યાં પ્રાસુક શયા તેમજ સંસ્તારક સુલભ હતાં એવા કોષ્ઠ બાગમાં તેઓ ઊતર્યા. [૮૫૫-૮૫] શ્રમણ કુમાર કેશી અને મહા યશસ્વી ગૌતમ બંને ત્યાં હતા. બંને આત્મલીન અને સુસમાહિત હતા. સમાધિસ્થ હતા. સંયત, તપસ્વી, ગુણવાન અને ષકાયના સંરક્ષક બંને શિષ્ય-સંઘોમાં આ ચિન્તન ઊભું થયું. આ કેવો ધર્મ છે ? અને આ કેવો ધર્મ છે ? આચાર ધર્મની આ વ્યવસ્થા કેવી છે ? અને આ કેવી છે? આ ચતુર્યામ ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ છે. આનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. આ અચેલક (અવસ્ત્ર) ધર્મ Page #234 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૨૩ ૨૩૧ વર્ધમાને કહ્યો છે. અને આ સાન્તરોત્તર-સુન્દર રંગવાળા કીમતી વસ્ત્રવાળો-ધર્મ પાર્શ્વનાથે ચલાવ્યો છે. એક જ કાર્ય-લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં આ ભેદનું કારણ? [૮૬૦-૮૬૩) કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોમાં ચાલતી આ શંકાને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. કેશી શ્રમણના કુળને શ્રેષ્ઠ માની યથોચિત વ્યવહારના જ્ઞાતા ગૌતમ શિષ્યસંઘ સાથે તિન્દુક વનમાં ગયા. ગૌતમને આવતા જોઈ કેશી કુમાર શ્રમણે તેમનો સારી રીતે આદર સત્કાર કર્યો. ગૌતમને બેસવા માટે તેમણે જલદી જ પ્રાસુક પયાલ અને કુશ તૃણ અર્પણ કર્યા. [૮૬૪-૮૬૬] શ્રમણ કેશીકુમાર અને મહા યશસ્વી ગૌતમ બંને બેઠા હતા. તે સૂર્ય અને ચન્દ્રની જેમ શોભતા હતા. કૌતુહલ વશ ત્યાં ઘણાં બીજા સમ્પ્રદાયોના પાખંડપરિવ્રાજકો આવ્યા અને હજારો ગૃહસ્થ પણ આવ્યા. દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદ્રશ્ય ભૂતોનો ત્યાં મેળો જામ્યો હતો. [૮૬૭-૮૭૦] કેશીએ ગૌતમને કહ્યુંઃ મહાભાગ ! હું તમને કાંઈક પૂછવા માગું છું. આ સાંભળી ગૌતમે કહ્યુંઃ ભન્ત ! જે ઈચ્છા હોય તે પૂછો. રજા મેળવીને કેશીએ ગૌતમને કહ્યું. આ ચતુયમિધર્મનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને પંચ શિક્ષાત્મક ધર્મનું મહામુનિ વર્ધમાને કર્યું છે. મેધાવિનું! બંને એક જ ઉદ્દેશ્યવાળા છે તો આ ભિન્નતા શા માટે? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી? [૮૭૧-૮૭૩] કેશીએ આમ કહેતા ગૌતમે જણાવ્યું કેઃ તત્ત્વનો નિર્ણય જેનાથી થાય એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પહેલા તીર્થકરના સાધુઓ સરળ અને જડ હતા. પાછળના તીર્થકરોના સાધુઓ સ્વભાવે વક્ર અને જડ છે. વચલા બાવીસ તીર્થકરોના સાધુ સરળ અને બુદ્ધિશાળી હતા. તેથી ધર્મ બે પ્રકારનો છે. પ્રથમ તીર્થકરના સાધુઓ કલ્પ-આચારને યથાવતુ ગ્રહણ કરી શકતા નહીં. અંતિમ તીર્થકરના સાધુઓ માટે કલ્પને યથાવતું ગ્રહણ કરી તેને પાળવું મુશ્કેલ બન્યું છે. વચલા તીર્થકરોના સાધુઓ કલ્પને યથાવતુ ગ્રહણ કરે અને તેને સરળતાથી પાળે છે. [૮૭૪-૮૭] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે. ગૌતમ! તે વિશે પણ તમે મને કહો. આ અચેલક ધર્મ વર્ધમાને કહ્યો છે અને આ સાન્તરોત્તર વિશિષ્ટ વર્ણ અને કીમતી વસ્ત્રોવાળો) ધર્મ મહાયશસ્વી પાર્થે કહ્યો છે. એક જ કામ-ઉદ્દેશ્યથી બંને પ્રવૃત્ત થયા છે, છતાં બંનેમાં આ ભિન્નતા શા માટે? મેધાવી ! ચિહ્ન લિંગ)નો આ બે પ્રકાર માટે તમને શંકા નથી થતી? [૮૭૭-૮૭૯) કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું કે વિજ્ઞાન- ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની સમ્મતિ અપાઈ છે. અનેક પ્રકારના ઉપકરણોની પરિકલ્પના લોકોના વિશ્વાસ માટે છે. સંયમયાત્રાના નિવરહ માટે અને હું સાધુ છું” પ્રસંગોપાત્ત એનું જ્ઞાન રહે એટલા માટે લોકોમાં ચિહ્ન રખાયાં છે. વસ્તુતઃ બંને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે કે મોક્ષના સાચા સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. [૮૮૦-૮૮૧] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. મારી હજી એક શંકા છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. ગૌતમ ! હજારો શત્રુઓ વચ્ચે તમે ઉભા છો. તેઓ તમને જીતવા ઈચ્છે છે. તમે તેને કેવી રીતે જીત્યા? [૮૮૨] એકને જીતતાં પાંચને જીત્યા. પાંચને જીત્યા પછી દશને જીતીને મેં બધા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉત્તરઝયણ- ૨૩૮૮૩ શત્રુ જીતી લીધા. [૮૮૩-૮૮૪] કેશીએ ગૌતમને પૂછ્યું તે શત્રુ કયા? ગૌતમે આ જવામ આપ્યો. હે મુનિ ! અણજીતાયેલો આપણો આત્મા જ મોટો શત્રુ છે. કષાય અને ઇન્દ્રિયો પણ શત્ર છે. તેમને જીતીને નીતિપૂર્વક હું વિહાર કરું છું. [૮૮૫-૮૮] ગૌતમ ! તમે શ્રેષ્ઠ પ્રજ્ઞાવાળા છો. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. આ સંસારમાં અનેક જીવ પાશ બદ્ધ છે, હે મુનિ! તમે બંધનમુક્ત અને લઘુભૂત-પ્રતિબંધહીન-થઈને કેવી રીતે વિહરો છો ! * [૮૮] મુનિ ! તે બધાં બંધનોને સર્વ રીતે કાપીને, ઉપાયો વડે નષ્ટ કરી હું બંધનમુક્ત હળવો થઈ વિચરું છું. [૮૮૮-૮૮૯] તે બન્ધન ક્યાં? કેશીએ પૂછ્યું, ગૌતમે કહ્યું. તીવ્ર રાગદ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. તેમને છેદીને ધર્મ-નીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચારું છું. [૮૯૦-૮૯૧] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે. તે વિશે તમે મને કહો. ગૌતમ! દયમાં એક લત્તા ઉત્પન થયેલ છે. તેને વિષ જેવા ફળ લાગે છે. તેને કેવી રીતે ઉખાડી છે? [૮૯૨] તે લત્તા તદ્દન જડથી ઉખાડીને કાપીને હું નીતિપૂર્વક વિચરું છું. તેથી હું વિષનું ફળ ખાતો નથી. [૮૯૩-૮૯૪] તે લત્તા કથી? કેશીએ પૂછતાં ગૌતમે આમ કહ્યું. ભવતૃષ્ણા જ ભયંકર લત્તા છે. તેને ભંયકર પરિપાકવાળા ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું. [૮૯૫-૮૯૬] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો છે. હજી મારી એક શંકા છે. તે વિશે તમે મને કહો. ધોર-પ્રચંડ અગ્નિ બળે છે. તે શરીરસ્યોજીવોને બાળે છે. તે તમે કેવી રીતે શાન્ત કર્યો? [૮૯૭] મહામેઘમાંથી ઉત્પન્ન થયેલા પાણીને લઈને મેં તે અગ્નિ નિરન્તર સિંચ્યો અને આવા પાણીથી ભીંજાયેલ અગ્નિ મને બાળતો નથી. [૮૯૮-૮૯૯] તે અગ્નિ કયો? કેશીએ પૂછ્યું. ગૌતમ આમ જવાબ આપ્યો. કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અગ્નિ છે, શ્રત, શીલ, તપ એ પાણી છે. શ્રુત-શીલતપ રૂપી જળધારાથી બુઝાયેલ અગ્નિ મને બાળતો નથી. [૯૦૦-૯૦૧] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી., મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે. ગૌતમ! તમે તેના પર સવાર છો. તે તમને ખોટો રસ્તે કેમ દોરતો નથી? [૯૦૨] દોડતા ઘોડાને હું શ્રુત-રમિ-શ્રુત જ્ઞાનની લગામથી વશમાં કરું છું. મારે વશ રહેલો ઘોડો ઉન્માર્ગે જતો નથી અને સન્માર્ગે જ જાય છે. [૯૦૩-૯૦૪] ઘોડો કોને કહ્યો છે? કેશીએ ગૌતમને પૂછ્યું. ગૌતમે તેમને આ રીતે કહ્યું. મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો છે. જે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખું છું. ધર્મશિક્ષાથી તે કંથક-ઉત્તમ જાતિનો ઘોડો બન્યો છે. [૯૦પ-૯૦૬] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારો હજી એક સંદેહ છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. ગૌતમ! લોકમાં કુમાર્ગ ઘણા છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૨૩ ૨૩૩ લોકો તેમાં ફસાઈ જાય છે. રસ્તે ચાલતાં તમે કેમ ભટકતા નથી? [૯૦૭] સન્માર્ગે અને ઉન્માર્ગે ચાલનારા બધાને હું ઓળખું છું. તેથી હે મુનિ ! હું ભટકતો નથી. [૯૦૮-૯૦૯ માર્ગ કોને કહેવાય ? કેશીએ પૂછ્યું. ગૌતમે આમ જવાબ આપ્યો. મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડીવ્રતી લોકો ઉન્માર્ગે જાય છે. સન્માર્ગ જિનોપદિષ્ટ છે. અને તે જ ઉત્તમ છે. [૯૧૦-૯૧૧ ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી. મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. મુને ! મહાન જળપ્રવાહમાં વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો ? [૧૨] જળની વચ્ચે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં વિશાળ જળપ્રવાહના વેગની ગતિ નથી. [૯૧૩-૯૧૪] તે મહાદ્વીપ કયો? કેશીકુમારે પૂછ્યું. ગૌતમે આમ કહ્યું. જરામરણના વેગમાં વહેતાડૂબતા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. [૯૧૫-૧૬] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. મારો એક બીજો સંદેહ છે. તે વિશે પણ તમે મને કહો. ગૌતમ ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નૌકા ડગમગે છે. તમે તેમાં બેસીને કેવી રીતે પાર જશો? [૧૭] જે તૂટેલી નૌકા છે તે પાર ન પહોંચે. જે સારી છે, તે જ પાર જાય છે. [૯૧૮-૯૧૯) તે કયી નૌકા છે? કેશીએ પૂછ્યું. ગૌતમે આમ કહ્યું. શરીર નૌકા છે. જીવ નાવિક છે. અને સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિ તરી જાય છે. [૯૨૦-૯૨૧ ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી. મારો હજી એક સંદેહ છે. ગૌતમ! તે વિશે તમે મને કહો. ભયંકર ગાઢ અંધકારમાં ઘણાં જીવો રહે છે. આખા લોકમાં તેમને માટે પ્રકાશ કોણ કરશે? [૯૨૨] સપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઊગી ચૂક્યો છે. તે બધા જીવો માટે પ્રકાશ કરશે. [૯૨૩-૯૨૪] તે સૂર્ય કોણ છે? કેશીએ પૂછતાં ગૌતમે આમ જવાબ આપ્યો. જેને સંસાર ક્ષીણ થઈ ગયો છે, જે સર્વજ્ઞ છે, એવા જિન ભાસ્કર ઊગી ચૂક્યા છે. તે બધા જીવો માટે પ્રકાશ કરશે. [૯૨૫-૯૨૬] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો છે. મારી એક બીજી શંકા છે. તે તમે મને કહો. મુને ! શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવો માટે તમે ક્ષેમ, શિવ અને અનાબાધ-બાધારહિત કર્યું સ્થાન માનો છો? [૯૨૭ લોકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પણ ત્યાં પહોંચવું ઘણું અઘરું છે. | [૯૨૮-૩૦] તે સ્થાન કયું? કેશ કુમારે પૂછતાં, ગૌતમે તેને આમ કહ્યું. જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિવણ છે. અબાધ છે. સિદ્ધિ છે. લોકાગ્ર છે. ક્ષેમ, શિવ અને અનાબાધ છે. ભવપ્રવાહનો અંત લાવનાર મુનિ જેને પ્રાપ્ત કરીને શોકમુક્ત બિને છે તે લોકના અગ્રભાગમાં શાશ્વતરૂપે છે. ત્યાં પહોંચવું અઘરું છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉત્તરઝણું- ૨૩૯૩૧ [૩૧] ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. હે સંશયાતી! સર્વ શ્રતના મહોદધિ! તમને મારા નમસ્કાર! [ [૩૨-૯૩૩] આમ સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમાર મહાન યશસ્વી ગૌતમને શિરસા વંદના કરીને પ્રથમ અને અન્તિમ જિનો દ્વારા ઉપદિષ્ટ તેમજ સુખાવહ પંચ મહાવ્રતરૂપ ધર્મમાર્ગમાં ભાવથી પ્રવેશ્યા. [૩૪] ત્યાં તિન્દુક ઉદ્યાનમાં કેશી-ગૌતમ બંને સતત મળ્યા, તેમાં શ્રત તેમજ શીલનો ઉત્કર્ષ અને મહાન તત્ત્વોના અર્થોનો વિનિશ્ચય થયો. [૯૩૫ સમગ્ર સભા ધર્મચર્ચાથી સંતુષ્ટ થઈ. તેથી સન્માર્ગે ઉપસ્થિત તેણે ભગવાન કેશી અને ગૌતમની સ્તુતિ કરી કે બંને પ્રસન્ન રહે. - એમ હું કહું છું. | અધ્યયન-૨૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૪-પ્રવચન-માતા) [૯૩૬-૯૩૮ સમિતિ અને ગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતા છે. પાંચ સમિતિ છે. ત્રણ ગુપ્તિ છે. ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણા, સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ, મનોગુપ્તિ, વચન-ગુપ્તિ અને કાય-ગુપ્તિ. એમ આઠ પ્રવચન માતા છે. સંક્ષેપમાં આ આઠ સમિતિ કહી છે. એમાં જિનેન્દ્રકથિત દ્વાદશાંગ-રૂપ સમગ્ર પ્રવચન અન્તભૂત છે. [૯૩૯-૯૪૩] સંયતી, (મુનિ) આલંબન, કાળ, માર્ગ, અને યતના-આ ચાર કારણ પરિશુદ્ધ ઈય સમિતિથી વિચરણ કરે. ઈય સમિતિનું આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. કાળ દિવસ છે અને ઉન્માર્ગનો ત્યાગ એ માર્ગ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતનાના ચાર પ્રકાર છે. તે હું કહું છું. સાંભળો. દ્રવ્યથી-આંખે જુએ, ક્ષેત્રથી-યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી-ચાલતો રહે ત્યાં સુધી જુએ. ભાવથીઉપયોગપૂર્વક ગમન કરે. ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને માત્ર ગમન-ક્રિયામાં જ તન્મય થઈ તેને જ મુખ્ય મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલવું. ૯૪૪-૯૫ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગયુક્ત રહેવું. પ્રજ્ઞાવાન સંયત (મુનિ)એ આ ઉપર્યુક્ત આઠ સ્થાન છોડીને યથાસમય નિરવદ્ય-દોષરહિત અને પરિમિત ભાષા બોલવી. [૯૪૬-૯૪૭] ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગેષણાથી આહાર, ઉપાધિ અને શવ્યાનું પરિશોધન કરવું. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ પ્રથમ એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષણામાં આહારાદિ ગ્રહણ કરવામાં આવતા દોષોનું શોધન કરે. પરિભોગેષણામાં દોષ-ચતુષ્કનું શોધન કરે. [૯૪૮-૯૪૯] મુનિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને ઉપકરણોને લેવા-મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ બંને પ્રકારના ઉપકરણોને આંખો વડે પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને લે અને મૂકે. [૯૫૦-૯૫૩ ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, શ્લેષ્મ-કફ, સિંધાનક-નાકનો મેલ, જલ્લ-શરીરનો મેલ, આહાર, ઉપાધિ-ઉપકરણ, શરીર તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક ઉજ્જડ ભૂમિમાં ત્યાગ કરે. અનાપાત અંસલોક-જ્યાં લોકોની Page #238 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૪ અવરજવર ન હોય અને દૂરથી કોઈ પણ દેખતા ન હોય. અનાપાત સંલોક-લોકોની અવરજવર ન હોય, પણ દૂરથી જોતા હોય. આપાત અસંલોક-લોકોની અવરજવર હોય પણ તે દેખતા ન હોય. આપાત સંલોક-લોકોની અવરજવર હોય અને તે દેખતા પણ હોય. આમ સ્થણ્ડિલ ભૂમિ ચાર પ્રકારની હોય છે. જે ભૂમિ અનાપાત અસંલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશુષિર હોય-પોલી ન હોય તેમ જ થોડા વખત પહેલાં નિર્જીવ બની હોય. વિસ્તૃત હોય, ગામથી દૂર હોય, ઘણે નીચે સુધી અચિત્ત હોય, દર વિનાની હોય, ત્રસ પ્રાણી તથા બી વિનાની હોય, એવી ભૂમિમાં ઉચ્ચારમળ આદીનો ઉત્સર્ગ કરવો જોઈએ. ૨૩૫ [૫૪] આ પાંચ સમિતિ ટૂંકમાં કહી છે. આગળ ત્રણ ગુપ્તીઓ કહું છું. [૯૫૫-૯૫૬] મનોગુપ્તિ એના ચાર પ્રકાર છે. સત્ય, મૃષા, સત્યામૃષા, અસત્યમૃષા-યતનાસંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. [૯૫૭-૯૫૮] વચનગુપ્તિ એના ચાર પ્રકાર : સત્યા, મૃષા, સત્યામૃષા, ચોથી અસત્યામૃષા. યતનાસંપન્નયતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વચનનું નિવર્તન કરે. [૯૫૯-૯૬૦] ઊભા રહેવામાં, બેસવામાં, ત્વગ્નર્તનમાં-સૂવામાં, ઉલ્લંઘનમાંખાડા ઓળંગવામાં, પ્રલંઘનમાં-સાધારણ હરવાફરવામાં, શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોના પ્રયોગમાં- સરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરે. [૯૬૧] આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિઓ બધા અશુભ વિષયોમાંથી નિવૃત્તિ માટે છે. [૯૬૨] જે પંડિત મુનિ આ પ્રવચન માતાઓનું સમ્યક્ આચરણ કરે છે, તે જ જલદી સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યયન -૨૪ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨૫-યશીય [૯૬૩-૯૬૫] બ્રાહ્મણ કુળમાં જન્મેલા મહાયશસ્વી જયઘોષ નામે બ્રાહ્મણ હતો, તે હિંસક યમ રૂપ યજ્ઞમાં રત હતો. તે ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર માર્ગગામી મહા મુનિ બન્યો હતો. એક દિવસ ગામોગામ વિહાર કરતાં બનારસ પહોંચ્યો. બનારસ બહાર સુંદરબાગમાં પ્રાસુક શય્યાવસતિ, સંસ્તારક પીઠ, ફલક, આસન વગેરે લઈને રહ્યો. [૯૬૬-૯૬૭] તે જ વખતે તે શહેરમાં વેદને જાણના૨ વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. એક માસની તપસ્યા પછી પારણાને વખતે ભિક્ષા માટે તે જયઘોષ મુનિ વિજયઘોષના યજ્ઞમાં હાજર થયો. [૯૬૮-૯૭૨] યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થી મુનિને ઇનકાર કરે છે- હું તને ભિક્ષા નહિ આપું. ભિક્ષુ ! બીજે ભિક્ષા માગવા જાઓ ! જે વેદોનો જાણકાર બ્રાહ્મણ છે, યજ્ઞ કરનાર દ્વિજ છે અને જ્યોતિષના અંગો જાણે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં પારંગત છે. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. ભિક્ષુ ! આ સર્વકામિક- તેમ જ બધાંને અભીષ્ટ અન્ન તેમને જ આપવાનું છે. ત્યાં આ રીતે યજ્ઞ કરનાર તરફથી નકાર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉત્તરજ્જીયણું – ૨૫/૯૭૩ સાંભળીને, ઉત્તમ અર્થની શોધ કરનાર તે મહામુનિ ગુસ્સે ન થયા તેમજ પ્રસન્ન પણ ન થયા. અન્ન, જલ કે જીવન નિર્વાહ માટે નહીં પણ તેની વિમુક્તિ માટે મુનિએ આમ કહ્યું. [૯૬૩-૯૭૪] તું વેદનું મુખ જાણતો નથી અને ધર્મનું, યજ્ઞનું, કે નક્ષત્રોનું મુખ પણ જાણતો નથી. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે તેને પણ તું જાણતો નથી. જાણતો હોય તો કહે. [૯૭૫-૯૭૭] તેમના આક્ષેપોનો-પ્રશ્નોનો ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પરિષદ સાથે હાથ જોડીને મુનિને પૂછ્યું. તમે કહો.-વેદોનું મુખ શું છે ? યજ્ઞોનું મુખ કહો, નક્ષત્રો અને ધર્મનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ કોણ છે તે પણ કહો. મને આ બધી શંકાઓ છે. સાધુ ! હું પૂછું છું; તમે કહો. [૯૭૮-૯૮૦] વેદોનું મુખ અગ્નિહોત્ર છે. યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચન્દ્ર છે. અને ધર્મોનું મુખ કાશ્યપ (ઋષભદેવ) છે. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ વગેરે હાથ જોડીને ચન્દ્રની વંદના તેમ જ નમસ્કાર કરે છે. તેવી જ રીતે ભગવાન ઋષભ દેવ છે. તેમની આગળ પણ જનતા વિનયાવનત છે. વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે. યશવાદી એ જાણતા નથી. તેઓ બહારથી સ્વાધ્યાય અને તપથી, અગ્નિ રાખથી ઢંકાયેલી હોય તેમ ઢંકાયેલા છે. [૯૮૧-૯૮૪] જેમને લોકમાં સારા માણસોએ બ્રાહ્મણ કહ્યા છે, જેઓ અગ્નિની જેમ સદા પૂજ્ય છે તેને હું બ્રાહ્મણ કહું છું. જે પ્રિય સ્વજનોને મળીને આસક્ત નથી થતો અને વિરહમાં દુઃખી નથી થતો. જે આર્યવચનમાં રત રહે છે તેને હું બ્રાહ્મણ કહું છું. કસોટી પર કસેલું અને અગ્નિમાં શુદ્ધ કરેલું વિશુદ્ધ સોનાની જેમ જે રાગ-દ્વેષ અને ભયથી મુક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જે તપસ્વી છે, કૃશ છે, દાન્ત છે, જેનું માંસ અને રક્ત કમ થઇ ગયાં છે, જે સુવ્રત છે, શાન્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. [૯૮૫-૯૯૦] જે ચરાચર જીવોને સમ્યક્તયા જાણીને તેની મન-વચન-કાયાથી હિંસા નથી કરતો, તેને હું બ્રાહ્મણ કહું છું. જે ક્રોધ, હાસ્ય, લોભ અથવા ભયથી જુદું નથી બોલતો, તેને હું બ્રાહ્મણ કહું છું. જે સચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે આપ્યા વિના લેતો નથી તેને હું બ્રાહ્મણ કહું છું. જે દેવ, મનુષ્ય કે પક્ષી સંબંધી મૈથુનનું મન-વચન અને કે શ૨ી૨થી સેવન નથી કરતો તેને હું બ્રાહ્મણ કહું છું. જેમ પાણીમાં જન્મેલું કમળ પાણીમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે જે કામભોગોથી અલિપ્ત રહે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જે રસાદિમાં લોલુપ નથી, જે નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, જે ગૃહ-ત્યાગી છે, જે અકિંચન છે, જે ગૃહસ્થોમાં અનાસક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. [૯૯૧-૯૯૪] તે દુઃશીલને પશુબંધ ના કારણે બધા વેદો અને પાપ કર્મથી કરાયેલ યજ્ઞ છોડાવી શકે નહીં, કારણ કર્મ બળવાન છે. કેવળ માથું મુંડાવવાથી કોઇ શ્રમણ નથી થઇ જતો. ઓમ્ નો જાપ કરવાથી કોઇ બ્રાહ્મણ નથી થતો. જંગલમાં રહેવાથી કોઇ મુનિ બનતો નથી. કુશના કપડાં પહેરવાર્થી જ કોઇ તપસ્વી બનતો નથી. સમભાવથી શ્રમણ બને છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે. જ્ઞાનથી મુનિ થાય છે. તપથી તપસ્વી બને છે. કર્મથી બ્રાહ્મણ બને છે. કર્મથી ક્ષત્રિય થાય છે. કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર બને છે. [૯૯૫-૯૯૭] અહીં તે આ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. આનાથી જે સાધક સ્નાતક Page #240 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૫ ૨૩૭. પૂર્ણ બને છે તે સર્વ કમાંથી મુક્ત બને છે, તેને હું બ્રાહ્મણ કહું છું. આમ જેઓ ગુણસંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. આમ શંકાહીન બનેલા વિજયઘોષ બ્રાહ્મણે મુનિ જયઘોષની વાણીને સમ્યકરૂપે સ્વીકારી. [૯૯૮] સંતુષ્ટ વિજયઘોષે હાથ જોડીને આમ કહ્યું તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો સરસ ઉપદેશ આપ્યો. [૯૯૯-૧૦૦૦) તમે યજ્ઞોના યષ્ટા-છો, વેદ જાણનાર છો, વિદ્વાન છો, જ્યોતિષ અંગોના જાણકાર અને ધર્મમાં પારંગત છો. તમે તમારો તેમજ બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છો તેથી ભિક્ષુ શ્રેષ્ઠ! ભિક્ષા સ્વીકારી અમારા પર અનુગ્રહ કરો. [૧૦૦૦-૧૦૦૪] મારે ભિક્ષાની કાંઈ દરકાર નથી. હે દ્વિજ ! જલદી જ અભિનિષ્ક્રમણ કર, જેથી ભયના આવર્તવાળા સંસારસાગરમાં તારે ભટકવું ન પડે. ભોગોમાં કમનો ઉપલેપ થાય છે. અભોગી કમથી નિર્લેપ બને છે. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે. અભોગી તેમાંથી મુક્ત થાય છે. જેમ એક ભીનો અને એક સૂકો એમ બે માટીના ગોળા ફેંક્યા, તે બંને ભીંત પર અથડાયા. જે ભીનો હતો તે ત્યાં જ ચોંટી ગયો. એ દ્રષ્ટાંતે જે મનુષ્ય દુબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે તે વિષયોમાં ચોંટી જાય છે. વિરક્ત સાધક સૂકા ગોળાની જેમ ચોંટતો નથી. [૧૦૦૫-૧૦૦૬) આ રીતે વિજયઘોષ, જયઘોષ અનગાર પાસે અનુત્તર ધર્મ સાંભળી દીક્ષિત થયો. જયઘોષ અને વિજયઘોષ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. -એમ હું કહું છું. અધ્યયન-૨૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૬-સમાચારી) [૧૦૦૭] સમાચારી બધાં દુઃખોથી મુક્ત કરે છે જેનું આચરણ કરીને નિર્ઝન્થા સંસારસાગરને તરી જાય છે, તે સમાચારીનું હું વર્ણન કરું છું. [૧૦૦૮-૧૦૧૦] પહેલી આવશ્યકી, બીજી નૈષેલિકી, ત્રીજ આપૃચ્છના, ચોથી પ્રતિપૃચ્છના છે. પાંચમી છન્દના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર. નવમી અભ્યત્થાન અને દસમી ઉપસંપદા છે. આમ આ દસ અંગોવાળી સાધુઓની સમાચારી વર્ણવી છે. [૧૦૧૧-૧૦૧૩] પોતાના રહેઠાણથી બહાર જતાં “આવસ્સિય”નું ઉચ્ચારણ કરવું. આવશ્યકી સમાચારી છે, પોતાના સ્થળે પ્રવેશ કરતાં “નિસ્ટ્રિહિયે” નું ઉચ્ચારણ કરવું, નૈષેધિકી સમાચારી છે. પોતાના કામ માટે ગુરુની રજા લેવી “અપૃચ્છના સમાચારી છે. બીજાના કામ માટે ગુરુ પાસે રજા લેવી ‘પ્રતિપૃચ્છાના” સમાચારી છે. પૂર્વગૃહીત દ્રવ્યો માટે ગુરુ વગેરેનું આમંત્રિત કરવા “છન્દના સમાચારી છે. બીજાનું કામ પોતાની સહજ અભિરુચિથી કરવું અને પોતાનું કામ કરાવવા બીજાને તેમની ઇચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું “ઇચ્છાકાર' સમાચારી છે. દોષની નિવૃત્તિ માટે આત્મનિન્દા કરવી ‘મિથ્યાકાર સમાચારી છે. ગુરુજનોનો ઉપદેશ-સ્વીકારવો ‘તથાકાર' સમાચારી છે. ગુરુજનોના પૂજા-સત્કાર માટે આસનથી ઊઠી ઊભા થવું ‘અભુત્થાન’ સમાચારી છે. કોઈ વિશિષ્ટ પ્રયોજનથી બીજા આચાર્ય પાસે રહેવું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉત્તરાયણ- ૨૫/૧૦૧૪ ઉપસંપદા સમાચારી છે. આ રીતે દશાંગ સમાચારીનું વર્ણન છે. [૧૦૧૪-૧૦૧૬] સૂર્યોદય થતાં દિવસના પ્રથમ પહોરના પહેલા ચતુર્થ ભાગમાં ભાડુ-ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરીને હાથ જોડીને પૂછવું કે હવે મારે શું કરવું? હે પૂજ્ય ! હું ઇચ્છું છું કે આપ મને સ્વાધ્યાયની રજા આપો અથવા વૈયાવૃત્યસેવામાં નિયુક્ત કરો. વૈયાવૃત્યમાં નિયુક્ત કરે તો ગ્લાનિ વિના સેવા કરવી અથવા બધાં દુઃખોથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરે તો ગ્લાનિરહિત સ્વાધ્યાય કરે. [૧૦૧૭-૧૦૧૮] વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો, બીજામાં ધ્યાન કરવું, ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો. [૧૦૧૯-૧૦૨૨] આષાઢ મહિનામાં દ્વિપદા (બે પગની) પૌરૂષી હોય છે. પોષ મહિનામાં ચતુષ્પદા અને ચૈત્ર તેમજ આસો માસમાં ત્રિપદા પૌરષી હોય છે. સાત રાતમાં એક આંગળ, પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આંગળની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણથી પોષ સુધી વૃદ્ધિ થાય છે અને મહા થી આષાઢ સુધી હાનિ થાય છે. આષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક એક અહોરાત્રી તિથિ)નો ક્ષય થાય છે. જેઠ આષાઢ અને શ્રાવણ આ પહેલાં ત્રણમાં છ આંગળ, ભાદરવો, આસો અને કારતક આ ત્રણમાં આઠ આગળ, તેમજ માગસર, પોષ અને મહા આ ત્રણમાં દસ આગળ અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રિકમાં આઠ આંગળની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનનો પૌરૂષી સમય થાય છે. [૧૦૨૩-૧૦૨૪] વિદ્વાન ભિક્ષુએ રાત્રિના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. [૧૦૨પ-૧૦૨૬] જે નક્ષત્ર જે રાતની પૂતિ કરતા હોય તે જ્યારે આકાશના પ્રથમ ચતુર્થ ભાગમાં આવે અથતું રાત્રિનો પ્રથમ પહોર પૂરો થાય ત્યારે તે પ્રદોષ કાળા કહેવાય છે. તે વખતે સ્વાધ્યાયમાંથી નિવૃત્ત થવું જોઈએ. તે જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પહોર હોય છે. તેને વૈરાત્રિક કાળ જાણીને મુનિએ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું. [૧૦૨૭-૧૦૨૮] દિવસના પહેલા પહોરમાં પહેલા ચોથા ભાગમાં પાત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન કરી ગુરુને વંદના કરી દુઃખમુક્ત કરનાર સ્વાધ્યાય કરવો. પૌરષીના ચતુર્થભાગમાં અર્થાતુ પોણી પૌરષી વીતી જાય ત્યારે ગુરુને વંદના કરીને કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કર્યા વિના જ ભાજનનું પ્રતિલેખન કરે. [૧૦૨૯-૧૦૩૦] મુખવત્રિકાનું પ્રતિલેખન કરીને ગોચ્છગનું પ્રતિલેખન કરે. આંગળીઓ વડે ગોચ્છગને પકડીને વસ્ત્રનું પ્રતિલેખન કરે. સર્વ પ્રથમ ઊકડૂ આસને બેસે. પછી વસ્ત્ર ઊંચુ કરે, સ્થિર રાખે અને ઉતાવળ કર્યા વિના તેનું પ્રતિલેખન કરે. આંખથી જુએ, બીજે, વસ્ત્રને ધીરેથી ઝાટકે અને ત્રીજે, વસ્ત્રને પ્રમાર્જન કરે. [૧૦૩૧] પ્રતિલેખન કરતી વખતે શરીરને કે વસ્ત્રને નચાવે નહીં, વાળે નહીં, વસ્ત્રને નજરની બહાર ન જવા દે, વસ્ત્ર ભીંત વગેરેને સ્પર્શ ન થવા દે. વસ્ત્રના છ પૂર્વ અને નવ ખોટક કરે. જો કોઈ જીવ હોય તો તેને દૂર કરે-વિશોધન કરે. Page #242 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૬ ૨૩૯ [૧૦૩૨-૧૦૩૩) આ પ્રતિલેખનમાં નીચેના દોષ જાણવા આરભટા-નિર્દિષ્ટ વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું અથવા એક વસ્ત્રનું પૂરી રીતે પ્રતિલેખન કર્યા વિના. વચ્ચે જ બીજા વસ્ત્રના પ્રતિલેખનમાં વળગવું. સમ્મર્દો- પ્રતિલેખન કરતી વખતે કપડાં એવી રીતે પકડવાં કે તેનાં ખૂણા હવામાં ઊડ્યા કરે તેમાં કાચલી પડે અથવા તેના પર બેસીને પ્રતિલેખન કરવું. મોસલી-પ્રતિલેખન કરતાં વસ્ત્ર ઉપર-નીચે, આમ તેમ કોઈ બીજા કપડાં કે વસ્તુ સાથે સાંકળતાં રહેવું. પ્રસ્ફોટના-ધૂળ ભરેલા વસ્ત્રને જોરથી ઝાટકવું. વિક્ષિપ્તાપ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિલેખિત વસ્ત્રોમાં મૂકવું. અથવા વસ્ત્રને એટલું ઉચું ઉપાડવું કે બરાબર પ્રતિલેખના ન થઈ શકે. વેદિકા-પ્રતિલેખના કરતી વખતે ઘૂંટણની ઉપર નીચે કે વચ્ચે બંને હાથ મૂકવા અથવા બંને હાથની વચ્ચે ઘૂંટણ મૂકવા અથવા એક ઘૂંટણ હાથોમાં અને બીજું ઘૂંટણ બહાર મૂકવું. પ્રશિથિલ-વસ્ત્ર ઢીલું પકડવું. પ્રલંબ-વસ્ત્ર એવી રીતે પકડવું કે તેના ખૂણા નીચે લટક્યા કરે, લોલ-પ્રતિલેખ્યમાન વસ્ત્રને હાથ કે જમીન સાથે ઘસવું. એકામર્શા-વસ્ત્રને વચ્ચેથી પકડીને એક નજરે જ આખું જોઈ જવું. અનેકરૂપધૂનના-વસ્ત્રને ત્રણથી વધારે વાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક જ વાર ઝાટકવું. પ્રમાણપ્રમાદ–ઝાટકવું કે પ્રમાર્જન કરવું. તેનું પ્રમાણ નવવાર કહ્યું છે. તેમાં પ્રમાદ કરવો. ગુણનોપગણના-પ્રસ્ફોટન અને પ્રમાર્જનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાને કારણે હાથને આંગળીના પોટા ગણવા. [૧૦૩૪] પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી જૂનાધિકતારહિત તેમજ અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ છે. ઉક્ત ત્રણ વિકલ્પોના આઠ વિકલ્પ થાય છે. તેમાં પહેલો વિકલ્પ-ભેદ જ શુદ્ધ છે. બાકીના બીજા અશુદ્ધ છે. પ્રતિલેખન કરતી વખતે જે પરસ્પર વાતો કરે છે. જનપદની કથા કરે છે. પ્રત્યાખ્યાન કરાવે છે. બીજાને ભણાવે છે કે પોતે ભણે છે- તે પ્રતિલેખનામાં પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ છે કાયોનો વિરાધક-હિંસક છે. [૧૦૩૭-૧૦૩૮] કારણોમાંથી એક પણ કારણ ઊભું થતાં ત્રીજા પહોરમાં ભક્તપાનની ગવેષણા કરે. ક્ષુધાવેદનાની શાન્તિમાટે, વૈયાવૃત્યમાટે, ઈસમિતિ પાળવા માટે સંયમમાટે પ્રાણોની રક્ષા માટે,અને ધર્મચિંતનમાટે ભક્તપાનની ગવેષણા કરે. [૧૦૩૯-૧૦૪૦] ધીરજવાળો સાધુ અને સાધ્વી આ છે કારણોએ ભક્ત પાનની ગવેષણા ન કરે, જેથી સંયમનું અતિક્રમણ ન થાય. રોગી હોય, ઉપસર્ગ આવે તો બ્રહ્મચર્ય ગુપ્તિની રક્ષા માટે, પ્રાણિઓની દયા માટે, તપ માટે, અને શરીરવિચ્છેદ માટે મુનિ ભક્તપાનની ગવેષણા ન કરે. [૧૦૪૧] બધાં ઉપકરણોનું આંખોથી પ્રતિલેખન કરે અને તેમને લઈ જરૂર લાગે તો બીજા ગામમાં મુનિ અધ યોજન સુધી ભિક્ષા માટે જાય. [૧૦૪૨-૧૦૪૩] ચોથા પહોરે પ્રતિલેખના કરી બધાં પાત્રો બાંધીને મૂકી દે. ત્યાર પછી જીવાદિ બધા ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. પૌરુષીના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કરી શય્યાનું પ્રતિલેખન કરે. [૧૦૪૪-૧૦૪૮] યતનામાં પ્રયત્નશીલ મુનિ ફરી પ્રસ્ત્રવણ અને ઉચ્ચારભૂમિનો પ્રતિલેખન કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાથે સંબંધ રાખનાર દિવસને લગતા અતિચારોનું અનુક્રમે Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણું - ૨૬/૧૦૪૮ ૨૪૦ ચિન્તન કરે. કાયોત્સર્ગ પૂર્ણ કરીને ગુરુને વંદના કરી અનુક્રમે દિવસના અતિચારોની આલોચના કરે. પ્રતિક્રમણ કરીને, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરે પછી સ્તુતિમંગળ કરીને કાળનું પ્રતિલેખન કરે. [૧૦૪૯-૧૦૫૪] રાત્રિના કૃત્ય તેમજ પ્રતિક્રમણ :- પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. ચોથા પહોરમાં કાળનું પ્રતિલેખન કરીને અસંયત વ્યક્તિઓને ન જગાડતા સ્વાધ્યાય કરે. ચોથા પહોરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી કાળનું પ્રતિક્રમણ કરીને કાળનું પ્રતિલેખન કરે. કાર્યોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી, રાત્રિ સંબંધી અતિચારોનું અનુક્રમે ચિન્તન કરે. કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરી, ફરી અનુક્રમે રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે. [૧૦૫૫-૧૦૫૬] પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે. ત્યાર પછી બધાં દુઃખથી મુક્ત કરનાર કાર્યોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં ચિન્તન કરે કે “હું આજે કયું તપ સ્વીકારું ?” કાયોત્સર્ગ પૂરું કરી ગુરુને વંદના કરે. ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર કરી સિદ્ધોની સ્તુતિ કરે. [૧૦૫૮] સંક્ષેપમાં આ સમાચારી કહી છે. એનું આચરણ કરીને ઘણા જીવ સંસાર-સાગર તરી ગયા છે. - એમ હું કહું છું. અધ્યયન-૨૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જછાયા પૂર્ણ અધ્યયન-૨૭-લંકીય [૧૦૫૯] ગર્ગ કુલમાં જન્મેલા ગાગ્યે મુનિ વૃદ્ધ, ગણધર અને વિશારદ હતા. ગુણવાન, ગણિભાવમાં સ્થિત અને સમાધિમાં ચિત્તને જોડનાર હતા. [૧૦૬૦] ગાડું ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે જંગલને પાર કરે છે. તેવી જ રીતે યોગસંયમમાં સંલગ્ન મુનિ સંસાર પાર કરે છે. [૧૦૬૧-૧૦૬૫] જે ખલુંક (દુષ્ટ) બળદ જોડે છે તે તેમને મારે છે અને દુઃખ ભોગવે છે. અસમાધિનો અનુભવ કરે છે. છેવટે તેની ચાબુક પણ તૂટી જાય છે. તે ગુસ્સે થયેલો વાહક કોઈની પૂંછડી કાપી નાંખે તો કોઈને વારેવારે પરોણી ઘોંચે, તે બળદોમાંથી કોઈ સૂઈ જાય છે. કોઈ કુદે છે, કોઈ ઊછળે છે. તો કોઈ દુષ્ટ ગાયની પાછળ દોડે છે. કોઈ માયાવી બળદ માથું ઊંધું ઘાલીને-જમીન પર બેસી જાય છે. કોઇ ગુસ્સે થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે. કોઇ મરેલા જેવો પડી રહે છે. તો કોઈ જોરથી દોડવા માંડે છે. કોઈ દુષ્ટ દોર તોડી નાંખે છે. દુર્દન્ત બની ધુંસરી તોડી નાંખે છે. અને સુંસું અવાજ કરતો ગાડુ છોડી ભાગી જાય છે. [૧૦૬૬-૧૦૬૯ અયોગ્ય બળદ જેમ વાહન તોડી નાંખે છે, તેમ જ ધીરજ વિનાના શિષ્યોને ધર્મસાધનામાં જોડતાં, તેઓ પણ તેને ફગાવી દે છે. કોઈ ઐશ્વર્યનું અભિમાન કરે છે, કોઇ રસનું અભિમાન કરે છે, કોઈ સુખનું અભિમાન કરે છે, તો કોઈ લાંબો વખત ગુસ્સો કરે છે. કોઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે, તો કોઈ હઠીલા છે, કારણસર ગુરુ કોઈ વાર કોઈને અનુશાસિત કરે છે તો- તે વચ્ચે બોલે Page #244 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૭ ૨૪૧ છે. આચાર્યના વચનોમાં દોષ કાઢે છે, વારે વારે તેમના કહ્યાથી ઊંધું વર્તન કરે છે. [૧૦૭૦-૧૦૭૧] ગૃહિણી મને નથી ઓળખતી, મને નહીં આપશે. મને લાગે છે તે બહાર ગઈ હશે. માટે કોઈ બીજા સાધુ જાય. કોઈ કામે મોકલે તો કામ કર્યા વિના પાછો ફરે. બબડે, આમતેમ ભટકે, ગુરુની આજ્ઞાને વેઠ માની મોટું બગાડે. [૧૦૭૨] જેમ પાંખ આવતાં હંસ જુદી જુદી દિશામાં ઊડી જાય છે તેવી જ રીતે શિક્ષિત-દીક્ષિત, આહાર-પાણીથી પોષાયેલા કુશિષ્ય બીજે ચાલ્યા જાય છે. [૧૦૭૩-૧૦૭૪] અવિનીત શિષ્યથી દુઃખી થઈને ધર્મધ્યાનના સારથી આચાર્ય વિચારે છે “મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? એમનાથી મારો આત્મા દુઃખી થાય છે. વ્યાકુળ થાય છે. આળસુ-નકામા ગધેડા જેવા મારા શિષ્યો છે. આમ વિચારી ગણાચાર્ય ગગચાર્ય એવા શિષ્યોને છોડી દ્રઢતાથી તપોમગ્ન થયા. [૧૦૭૫] મૃદુ ગંભીર, સુસમાહિત અને શીલસંપન્ન મહાન આત્મા ગર્ગ પૃથ્વી પર વિચરવા લાગ્યા. -એમ હું કહું છું. અધ્યયન-૨૭-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૨૮-મોક્ષમાર્ગગતિ) [૧૦૭૬-૧૦૭૮] જ્ઞાનાદિ ચાર કારણોવાળા જ્ઞાનદર્શન લક્ષણસ્વરૂપ, જિનભાષિત સત્ય-સમ્યક મોક્ષ માર્ગની ગતિ સાંભળો. વરદર્શી-સત્યના સમ્યક દ્રષ્ટા જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષનો માર્ગ કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલનાર જીવ સદ્ગતિ-પવિત્ર સ્થિતિ પામે છે. [૧૦૦૯-૧૦૮૦] આ ચારેમાં જ્ઞાન પાંચ પ્રકારનું છે. શ્રુતજ્ઞાન, આભિનિબોધિક (મતિ) જ્ઞાન, અવધિજ્ઞાન, મનોજ્ઞાન (મનઃ પર્યવજ્ઞાન) અને કેવળ જ્ઞાન. આ પાંચ પ્રકારનું જ્ઞાન બધા દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું જ્ઞાન (અવબોધક) છેજાણનાર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. [૧૦૮૧] દ્રવ્ય ગુણોનો આશ્રય છે, આધાર છે. જે માત્ર દ્રવ્યને આશ્રિત રહે છે તે ગુણ છે. પર્યવ-પર્યાયોનું લક્ષણ બંનેને અર્થાત્ દ્રવ્ય અને ગુણને આશ્રિત રહેવું છે. [૧૦૮૨ વરદર્શી જિનવરોએ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ છ ને દ્રવ્યાત્મકલોક કહ્યો છે. [૧૦૮૩ ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પુદ્ગલ અને જીવ આ ત્રણ દ્રવ્ય અનન્તાનન્ત છે. [૧૦૮૪-૧૦૮૫] ગતિ થવું ધર્મનું લક્ષણ છે. સ્થિતિ અધર્મનું લક્ષણ છે. બધા દ્રવ્યોનું ભાજન (આધાર) અવગાહ લક્ષણ આકાશ છે. વર્તના કાળનું લક્ષણ. ઉપયોગ જીવનું લક્ષણ છે. જે જ્ઞાન દર્શન સુખ તથા દુઃખથી ઓળખાય છે. [૧૦૮-૧૦૮૮] જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના લક્ષણ છે. શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગબ્ધ, અને સ્પર્શ એ પુગલના લક્ષણ છે. એકત્વ, પૃથકત્વ- ભિન્નત્વ, સંખ્યા, સંસ્થાન આકાર, સંયોગ અને વિભાગ એ પર્યાયોના લક્ષણ છે. [૧૦૮૯-૧૦૯૦] જીવ, અજીવ, બંધ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા અને 16 Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉત્તરાયણ - ૨૮/૧૦૯૦ મોક્ષ આ નવ તત્ત્વ છે. આ તત્ત્વરૂપ ભાવોના સદૂભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધા છે તેને સમ્યકત્વ કહે છે. [૧૦૯૧] સમ્યકત્વ દસપ્રકારે નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરૂચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ. [૧૦૯ર-૧૦૯૩] પરોપદેશ વિના સહસંમતિથી અર્થાતુ પોતાનાજ જ્ઞાનથી અવગત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને સંવર આદિ તત્વોની રચિ તે ‘નિસર્ગરચિ” છે. જિન ભગવાન દ્વારા દ્રષ્ટ અને ઉપદિષ્ટ ભાવોમાં તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિશિષ્ટ પદાર્થો વિશે-આ આમ જ છે. જુદું નહીં, એવી જે સ્વતઃ સ્કૂર્ત શ્રદ્ધા છે તે નિસર્ગ રુચિ છે. [૧૦૯૪) જે બીજા હાથ અથવા અહંન્તના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધા કરે છે તે ઉપદેશ રૂચિ છે. જે અંગપ્રવિષ્ટ અથવા અંગબાહ્ય શ્રુતમાં અવગાહન કરી કૃતથી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે સૂત્રરુચિ છે. જેમ જલમાં તેલનું ટીપુ પ્રસરી જાય છે, તેમજ જે સમ્યકત્વ એક પદથી અનેક પદોમાં ફેલાય છે તે બીજ રૂચિ છે. જેણે અગિયાર અંગ, પ્રકીર્ણક, વૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે અભિગમરચિ છે. બધા પ્રમાણો અને નયોથી જે દ્રવ્યોના બધા ભાવ જાણે છે તે વિસ્તારરૂચિ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રૂચિ છે તે ક્રિયારૂચિ છે. જે નિર્ચન્થપ્રવચનમાં અકુશળ છે અને મિથ્યાપ્રવચનો પણ જાણતો નથી, પણ કુદષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ તત્ત્વશ્રદ્ધાવાળો છે તે સંક્ષેપરીિ છે. જિને કથિત અસ્તિકાય ધર્મમાં, મૃતધર્મમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખે છે તે ધર્મરુચિ છે. [૧૧૦૩] પરમાર્થ જાણવો, તત્ત્વક્ષ્યઓની સેવા કરવી, વ્યાપન દર્શન (સમ્યકત્વભ્રષ્ટ) અને કુદર્શનથી દૂર રહેવું તે સમ્યકત્વ શ્રદ્ધા છે. [૧૧૦૪-૧૧૦૫] ચારિત્ર સમ્યકત્વ વિના થતું નથી. પણ સમ્યકત્વ ચારિત્ર વિના પણ થાય છે. સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પણ થાય છે. ચારિત્ર પહેલાં સમ્યકત્વ હોવું જરૂરી છે. સમ્યકત્વ વિના જ્ઞાન નથી થતું. જ્ઞાન વિના ચારિત્ર નથી થતું. ચારિત્ર ગુણ વિના મોક્ષ નથી થતો, અને મોક્ષ વિના નિવણ નહિ પ્રાપ્ત થાય. [૧૧૦૬] નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિવિચિકિત્સા અમૂઢ દ્રષ્ટિ ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ સમ્યકત્વના અંગ છે. [૧૧૦૭-૧૧૦૮] ચારિત્રના પાંચ પ્રકાર છે. પહેલો સામાયિક, બીજો છેદોપસ્થાપનીય, ત્રીજો પરિહારવિશુદ્ધિ, અને ચોથો સૂક્ષ્મસમ્પરાય. પાંચમો યથાખ્યાત ચારિત્ર છે. જે સર્વથા કષાય રહિત હોય છે. તે છવસ્થ અને કેવલી-બંનેને હોય છે. આ ચારિત્ર કર્મના (સંચય)ને રિક્ત કરે છે. તેથી તેને ચારિત્ર કહે છે. [૧૧૦૯] તપના બે પ્રકાર છેઃ બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારનું છે. તેમજ આભ્યન્તર તપ પણ છ પ્રકારનું છે. [૧૧૧] આત્મા જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી તેઓ પર શ્રદ્ધા કરે છે. ચારિત્રથી કર્મ-આશ્રવનો નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ થાય છે. [૧૧૧૧] સર્વ દુઃખોથી મુક્ત થવા માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો Page #246 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૮ ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. અધ્યયન-૨૮–ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨૯-સમ્યક્ત્વપરાક્રમ [૧૧૧૨-૧૧૧૩] આયુષ્યમન્ ! ભગવાને જે કહ્યું તે મેં સાંભળ્યું છે. આ સમ્યકત્વ-પરાક્રમ અધ્યનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રતિપાદન કર્યું છે તેની સમ્યક્ શ્રદ્ધાથી, ઉંડાણથી જાણવાથી, કીર્તનથી, શુદ્ધ કરવાથી, આરાધના કરવાથી, આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણા જીવો સિદ્ધ થયા છે. બુદ્ધ થયા છે. મુક્ત થયા છે. પરિનિર્વાણ પામ્યા છે. બધાં દુઃખોનો અન્ન લાવ્યા છે. તેનો અર્થ આમ કહ્યો છે, જેમકે સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ અને સાધર્મિકની શુશ્રુષા, આલોચના, નિન્દા, ગહણા, સામાયિક, ચતુર્વિદંતિ-સ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, સ્તવ-સ્તુતિ-મંગળ, કાળપ્રતિલેખના, પ્રાયશ્ચિત્ત, ક્ષમાપના, સ્વાધ્યાય, વારાના, પ્રતિપ્રચ્છના, પુનરાવૃત્તિ, અનુચિન્તન, ધર્મકથા, શ્રુતની આરાધના, મનની એકાગ્રતા, સંયમ, તપ, વ્યવદાન-વિશુદ્ધિ, સુખશાતા. અપ્રતિબદ્ધતા, વિવિક્ત શયનાસનસેવન, વિનિવર્તના, સંભોગપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન, આહારપ્રત્યાખ્યાન, કષાયપ્રત્યાખ્યાન, યોગપ્રત્યાખ્યાન, શરીપ્રત્યાખ્યાન, સહાયપ્રત્યાખ્યાન, ભક્તપ્રત્યાખ્યાન, સદ્ભાવપ્રત્યાખ્યાન, પ્રતિરૂપતા, વૈયાવૃત્ય, સર્વગુણસંપન્નતા, વીતરાગતા, ક્ષાન્તિ, નિર્લોભતા, આર્જવ- માર્દવ-ભાવ-સત્ય, કરણસત્ય, યોગસત્ય, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, મનઃસમાધારણા, વાક્સમાધારણા, કાયસમાધારણા, જ્ઞાન સંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, શ્રોત્ર ઇન્દ્રિયનિગ્રહ, ચક્ષુ ઇન્દ્રિયનિગ્રહ, ધ્રાણઇન્દ્રિયનિગ્રહ, જિહ્વાઇન્દ્રિયનિગ્રહ, સ્પર્શઇન્દ્રિયનિગ્રહ, ક્રોધવિજય, માનવિજય, માયાવિજય, લોભવિજય, પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શનવિજય, શૈલેશી અને અકર્મતા ૨૪૩ - એમ હું કહું છું. [૧૧૧૪] ભત્તે ! સંવેગથી જીવને શું મળે છે ? સંવેગથી જીવ અનુત્તર-પરમ ધર્મશ્રદ્ધા પામે છે. પરમ શ્રદ્ધાથી શીઘ્ર-જલધી સંવેગ આવે છે. અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય છે. નવા કર્મોનો બંધ થતો નથી. અનાનુંબંધીરૂપ તીવ્ર કષાય ક્ષીણ થવાથી મિથ્યાત્વવિશુદ્ધિ કરીને દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિ દ્વારા વિશુદ્ધ થઇને કેટલાય જીવ તેજ જન્મમાં સિદ્ધ બને છે. અને કેટલાક દર્શનનિવેશ`ધિથી વિશુદ્ધ થઈ ત્રીજા ભવનું અતિક્રમણ નથી કરતા. [૧૧૧૫] ભન્તે નિર્વેદ (વિષયવિરક્તિ)થી જીવને શું મળે ? નિર્વેદથી જીવ, દેવ, મનુષ્ય અને તિર્યંચ વિષયક કામભોગમાંથી જલદી નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત બને છે. બધા વિષયોમાં વિરક્ત થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરીને સંસારમાર્ગનો વિચ્છેદ કરે છે તથા સિદ્ધિમાર્ગ પામે છે. [૧૧૧૬] ભન્તે ! ધર્મશ્રદ્ધાથી જીવને શું મળે છે ? ધર્મશ્રદ્ધાથી જીવ સાત-સુખ અર્થાત્ સાતવેદનીય કર્મજન્ય વૈષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. આગારધર્મ છોડીને તે અનગાર બની છેદન, ભેદન આદિ શારીરિક તેમજ સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. [૧૧૧૭] ભત્તે ! ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવને શું મળે છે ? ગુરુ અને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉત્તરાયણ - ૨૯/૧૧૧૭ સાધર્મિકની સેવાથી જીવ વિનય પ્રતિપત્તિ પ્રાપ્ત કરે છે. વિનયપ્રતિપન વ્યક્તિ ગુરુની પરિવાદાદિ આશાતના નથી કરતો. તેથી તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવવિષયક દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ સંજ્વલન, ભક્તિ અને બહુમાનથી માણસ અને દેવ સંબંધી સગતિનો બંધ કરે છે અને શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક બધાં પ્રશસ્ત કાર્યો સાધે છે. ઘણાં બીજા જીવોને પણ વિનયી બનાવે છે. [૧૧૧૮] ભત્તે ! આલોચનાથી જીવને શું મળે ? આલોચનાથી મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ અને અનન્તસંસાર વધારનાર માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ શલ્યો કાઢી નાખે છે. ઋજુભાવ પામે છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ જીવ માયા રહિત બને છે. તેથી સ્ત્રીવેદ, નપુંસકવેદનો બંધ નથી કરતો. અને પૂર્વબદ્ધની નિર્જરા કરે છે. [૧૧૧૯] હે ભંતે! નિન્દા (પોતે જ પોતાના દોષોનો તિરસ્કાર)થી જીવને શું મળે છે? નિંદાથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાત્તાપથી થનાર વૈરાગ્યથી કરણ ગુણ-શ્રેણી મળે છે. કરણગુણશ્રેણીથી અનાર મોહનીય કર્મ નષ્ટ કરે છે. | [૧૧૨૦] પ્રભુ ! ગહ થી જીવને શું મળે છે? ગહથિી જીવને અપુરસ્કાર-અવજ્ઞા થાય. અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરે. એવો અનુગાર જ્ઞાન દર્શનાદિ અનન્ત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનન્ત પર્યાયોનો ક્ષય કરે છે. [૧૧૨૧] ભત્તે ! સામાયિકથી જીવને શું મળે છે? સામાયિકથી જીવ સાવદ્ય યોગથી-અસત્રવૃત્તિથી વિરક્ત થાય છે. [૧૧૨૨] ભગવન્ત ! ચોવીશી-સ્તવનથી જીવને શું મળે છે? ચોવીસ તીર્થંકરોની સ્તુતિથી જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. [૧૧૨૩] ભત્તે ! વંદનાથી જીવને શું મળે છે? વંદનાથી જીવ નીચે ગોત્ર કર્મનો ક્ષય કરે છે. ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્ય પામે છે. સર્વજનનો પ્રિય બને છે. તેની આજ્ઞા બધા બધે માને છે. તે જનતાથી દાક્ષિણ્ય-અનુકૂળતા પામે છે. [૧૧૨૪] ભત્તે ! પ્રતિક્રમણથી થી જીવને શું મળે? પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રો રોકે છે. આવાં વ્રતોના છિદ્રો બંધ કરનાર જીવ આશ્રવનો નિરોધ કરે છે. શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. સમિતિ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાઓની આરાધનામાં સતત લાગ્યો રહે છે. સંયમયોગમાં અપૃથકત્વ હોય છે અને સન્માર્ગે સમ્યક સમાધિસ્થ થઈ વિચરે છે. [૧૧૨૫] ભન્ત! કાયોત્સર્ગ થી જીવને શું મળે? કાયોત્સર્ગથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ બનેલતે જીવ પોતાનો ભાર દૂર કરનાર ભારવાહકની જેમ નિવૃત્તદાય (શાન્ત) બને છે. અને પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરે છે. [૧૧૨૬] ભત્તે ! પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? પ્રત્યાખ્યાનથી જીવ આશ્રવદ્વારોનો-કર્મબંધના રાગાદિ હેતુઓનો નિરોધ કરે છે. [૧૧૨૭] ભન્ત ! સ્તવ સ્તુતિ મંગળથી જીવને શું મળે છે? સ્તવ સ્તુતિ મંગળથી જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ બોધિના લાભથી યુક્ત જીવ અન્તક્રિયા (મોક્ષ) યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના કરે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૯ [૧૧૨૮] પ્રભુ ! કાળની પ્રતિલેખનાથી જીવને શું મળે છે ? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. ૨૪૫ [૧૧૨૯] ભન્તે ! પ્રાયશ્ચિત્તથી જીવને શું મળે ? પ્રાયશ્ચિત્તથી જીવ પાપ કર્મ દૂર કરે છે, અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સારી રીતે પ્રાયશ્ચિત્ત કરનાર સાધક માર્ગ (સમ્યકત્વ) અને માર્ગ ફળ (જ્ઞાન)ને નિર્મળ કરે છે. આચાર અને આચાર ફળ (મુક્તિ)ની આરાધના કરે છે. [૧૧૩૦] ભત્તે ! ક્ષમાપના કરવાથી જીવને શું મળે છે ? ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્લાદભાવ પામે છે. પ્રહલાદભાવયુક્ત સાધક બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્વો સાથે મૈત્રીભાવ પામે છે. મૈત્રીભાવ પામેલ જીવ, ભાવવિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. [૧૧૩૧-] ભત્તે ! સ્વાધ્યાયથી જીવને શું મળે છે ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. [૧૧૩૨] ભગવન્ત ! વાચનાથી જીવને શું મળે છે ? વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર કરે છે. શ્રુતજ્ઞાનની અશાતનાના દોષ દૂર થવાથી તીર્થ ધર્મનું અવલંબન કરે છે. ગણધરોની જેમ જિજ્ઞાસુ શિષ્યોને શ્રુત આપે છે. તીર્થ ધર્મનું અવલંબન લઇને કર્મોની મહાનિર્જરા કરે છે. અને મહાપર્યવસાન (સંસા૨નો અંત) કરે છે. [૧૧૩૩] ભત્તે ! પ્રતિપૃછનાથી જીવને શું મળે છે ? પ્રતિપ્રચ્છના થી જીવ સૂત્ર, અર્થ અને તે બંને સંબંધી કાંક્ષામોહનીયનું નિરાકરણ કરે છે. [૧૧૩૪] હે પ્રભુ ! પરાવર્તનાથી જીવને શું મળે છે ? પરાવર્તનાથી વ્યંજન (શબ્દપાઠ) સ્થિર થાય છે અને જીવ પદાનુસારિતા વગેરે વ્યંજન-લબ્ધિ પામે છે. [૧૧૩૫] ભત્તે ! અનુપ્રેક્ષાથી જીવને શું મળે છે ? અનુપ્રેક્ષાથી-જીવ આયુષ્યકર્મ છોડીને શેષ જ્ઞાનાવરણાદિ સાતકર્મોની પ્રકૃતિના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. દીર્ઘકાલીનને અલ્પકાલીન કરેછે. તીવ્ર રસાનુભાવને મંદ કરેછે. બહુકર્મ પ્રદેશને અલ્પ કર્મપ્રદેશ કરેછે. આયુષ્ય કર્મનું બંધ કદાચિત કરે છે, કદાચિત્ નથી કરતો. અસાતાવેદનીય કર્મનો ફરી ફરી ઉપચય નથી કરતો. જે સંસાર અટવી અનાદિ અનંત છે, દીર્ઘમાર્ગી છે, જેમાં નરકાદિ ગતિરૂપ ચાર અન્ત છે, તેને જલદી પાર કરે છે. [૧૧૩૬] ભગવન્ત ! ધર્મકથાથી જીવને શું મળે છે ? ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા કરે છે અને પ્રવચન (શાસન તેમજ સિદ્ધાન્ત)ની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના ક૨ના૨ જીવ ભવિષ્યમાં શુભ ફળ આપનાર કર્મોનો બંધ કરે છે. [૧૧૩૭] ભત્તે ! શ્રુતની આરાધનાથી જીવને શું મળે છે ? શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાન દૂર કરે છે. અને ક્લેશ પામતો નથી. [૧૧૩૮] ભત્તે ! મનને એકાગ્રતામાં સંનિવેશ ક૨વાથી જીવને શું મળે ? મનને એકાગ્ર કરવાથી ચિત્તનો નિરોધ થાય છે. [૧૧૩૯] ભન્તે ! સંયમથી જીવને શું મળે છે ? સંયમથી આશ્રવ નિરોધ થાય છે. [૧૧૪૦] ભત્તે ! તપથી જીવને શું મળે છે ? તપથી જીવ પૂર્વસંચિત કર્મોનોક્ષય કરીને વ્યવદાન-વિશુદ્ધ બને છે. [૧૧૪૧] ભત્તે ! વ્યવદાનથી જીવને શું મળે છે ? વ્યવદાનથી જીવને અક્રિયા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉત્તરાયણ- ૨૯/૧૧૪૧ (મન-વચન-કાયાની ક્રિયાની નિવૃત્તિ) મળે છે. અક્રિય થવાથી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિવણિ પામે છે. અને બધાં દુઃખોનો અન્ત કરે છે. [૧૧૪૨] ભત્તે ! સુખશાતાથી અર્થાત્ વૈષયિક સુખોની ઈચ્છાના નિવારણથી જીવને શું મળે છે ? સુખ-શાતાથી વિષયો તરફ અનાસક્તભાવ રહે છે. અનુસુકતાથી જીવ અનુકંપાવાળો, પ્રશાન્ત, શોકરહિત બનીને ચારિત્ર-મોહનીય કર્મનો ક્ષય કરે છે. [૧૧૪૩) ભન્ત ! અપ્રતિબદ્ધતાથી જીવને શું મળે છે ? અપ્રતિબદ્ધતાથી જીવ નિસંગ બને છે. નિસંગ થવાથી જીવ એકાકી-આત્મનિષ્ઠ બને છે, એકાગ્રચિત્ત હોય છે. દિવસ રાત, સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિદ્ધ થઈને વિચરે છે. વિ૧૪] હે ભગવાન! વિવિક્ત શયનાસનથી જીવને શું મળે છે? વિવિક્ત શયનાસનથી જીવ, ચારિત્રરક્ષા કરે ચારિત્ર-રક્ષાથી વિવિક્તહારી દ્રઢચારિત્રી, એકાન્તપ્રિય, મોક્ષ ભાવયુક્ત જીવ આઠ પ્રકારના કમની ગ્રન્થિનું નિર્જરણ-ક્ષય કરે છે. [૧૧૫] ભત્તે ! વિનિવર્ધનાથી જીવને શું મળે છે ? વિનિવર્ધનાથી-મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધનાથી જીવ પાપકર્મ ન કરવા તત્પર રહે છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. ત્યાર પછી ચાર અંતવાળા સંસારઅટવીને જલ્દી જ પાર કરે છે. [૧૧૪૬ ભન્ત ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે? સંભોગ (એકબીજા સાથે ભોજન વગેરેના સંપર્ક)ના પ્રત્યાખ્યાનથી પરાવલંબનથી નિરાલંબ થાય છે. નિરાલંબ થવાથી તેના બધા પ્રયત્નો આયતાર્થ (મોક્ષાથી બને છે. પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે. બીજાના લાભનો ઉપભોગ નથી કરતો. તેની કલ્પના નથી. અભિલાષા કરતો નથી. બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજા સુખશય્યાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે. [૧૧૪૭] ભત્તે ! ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? ઉપધિના. પ્રત્યાખ્યાનથી જીવ નિર્વિઘ્ન સ્વાધ્યાય કરે છે. ઉપધિરહિત જીવ આકાંક્ષા મુક્ત થઈને ઉપધિના અભાવમાં કલેશ પામતો નથી. [૧૪૪૮] ભત્તે ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની આશંસા કામનાના પ્રયત્નને વિચ્છિન્ન કરે છે. જીવનની કામનાના પ્રયત્ન છોડીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. [૧૪૪૯] ભત્તે ! કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? કષાયના પ્રત્યાખ્યાનથી વીતરાગભાવ થાય છે. વીતરાગભાવથી જીવ સુખ-દુઃખમાં સમાન બને છે. [૧૧૫૦] ભગવત્ત ! યોગના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? મન-વચનકાયવિષયક યોગ-વ્યાપારના પ્રત્યાખ્યાનથી અયોગત્વ પામે છે. અયોગી જીવ નવાં કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [૧૧૫૧] ભત્તે ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરે છે. તે ગુણો યુક્ત જીવ લોકાઝમાં પહોંચીને પરમ સુખ પામે છે. [૧૧પ૨] ભન્ત ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું મળે છે ? સહાયતાના પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવ પામે છે. એકીભાવ પામેલ સાધક એકાગ્રતાની ભાવના Page #250 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૨૯ ૨૪૭ કરતો વિગ્રહકારી શબ્દ, વાકકલહ-ઝઘડો, ટંટો કોધાદિ કષાય તથા તૂ તૂ હું હું થી મુક્ત રહે છે. સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિસંપન્ન બને છે. [૧૧૫૩] ભત્તે ! ભક્તપ્રત્યાખ્યાનથી જીવને શું મળે? ભક્તપ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોનો-જન્મ મરણનો નિરોધ કરે છે. [૧૧૫૪] ભત્તે ! સદ્ભાવપ્રત્યાખ્યાનથી જીવને શું મળે? સદ્ભાવપ્રત્યાખ્યાન (સર્વસંવર સ્વરૂપ શૈલેશીભાવ)થી જીવ અનિવૃત્તિ (શhધ્યાનનો ચોથો ભેદ) પામે છે. અનિવૃત્તિ પામેલ અનગાર કેવલીના શેષ રહેલા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે. બધા દુઃખોનો અંત કરે છે. [૧૧૫૫] હે ભગવન્ત ! પ્રતિરૂપતાથી જીવને શું મળે છે ? પ્રતિરૂપતાથીજિનકલ્પ જેવા આચારને પાળવાથી જીવ ઉપકરણોની લઘુતા પામે છે. લઘુભૂત થઈને જીવ અપ્રમત્ત, પ્રકટલિંગ (વેષ) વાળો, પ્રશસ્તલિંગવાળો, વિશુદ્ધ સમ્યકત્વ સંપન્ન, સત્વ અને સમિતિથી પૂર્ણ, સર્વપ્રાણ, ભૂત, જીવ અને સત્યો માટે વિશ્વસનીય અલ્પ પ્રતિલેખનવાળો, જિતેન્દ્રિય, વિપુલ તપ, સમિતિઓનો બધે પ્રયોગ કરનાર હોય છે.. [૧૧૫૬] ભન્તા વૈયાવૃત્યથી જીવને શું મળે છે? વૈયાવૃત્યથી જીવ તીર્થકર નામ ગોત્ર મેળવે છે. [૧૧૫૭] પ્રભુ ! સર્વ ગુણસંપન્તાથી જીવને શું મળે છે? સર્વ ગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિ (મુક્તિ) પામે છે. મુક્તિ પામેલ જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. [૧૧૫૮] ભત્તે ! વીતરાગતાથી જીવને શું મળે છે ? વીતરાગતાથી જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી વિરક્ત હોય છે. [૧૧૫૯] ભત્તે ! ક્ષત્તિથી જીવને શું મળે છે ? ક્ષાન્તિથી જીવ પરિષહ પર વિજય મેળવે છે. [૧૧૬૦] ભન્ત ! મુક્તિ અનિલભતા)થી જીવને શું મળે છે? મુક્તિથી જીવ આકચનતા પામે છે. અકિંચન જીવ અર્થના લોભી માણસો માટે પ્રાર્થનીય બને છે. | [૧૧૬૧] ભત્તે ! ઋજુતા (સરળતા)થી જીવને શું મળે? ઋજુતાથી જીવ કાયની સરળતા, ભાવની સરળતા, ભાષાની સરળતા અને અવિસંવાદ (અવંચકતા) પ્રાપ્ત કરે છે, અવિસંવાદ-સંપન્ન જીવ ધર્મનો આરાધક હોય છે. [૧૧૬૨] ભન્ત ! મૃદુતાથી જીવને શું મળે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવ પામે છે. અનુદ્ધત જીવ મૃદુ-માદભાવ યુક્ત હોય છે. આઠ મદસ્થાનોને નષ્ટ કરે છે. [૧૧૩ ભન્ત ! ભાવસત્યથી જીવન શું મળે છે ? ભાવસત્યથી જીવ ભાવવિશુદ્ધિ પામે છે. ભાવવિશુદ્ધિ જીવ અહજ્ઞપ્ત ધર્મની આરાધનામાં રત રહે છે. અહપ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં રત રહીને પરલોકમાં પણ ધમરાધક બને છે. [૧૧૬૪] ભત્તે ! કરણસત્યથી જીવને શું મળે છે ? કરણસત્યથી જીવ કરણશક્તિ મેળવે છે. કરણસત્યવાળો જીવ યથાવાદી તથાકારી' - તેવો સાચો બને છે. [૧૧૬૫] ભત્તે ! યોગસત્યથી જીવને શું મળે છે? યોગસત્યથી-મન-વચન અને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉત્તરજ્જીયણ - ૨૯/૧૧૬૬ કાયાના પ્રયત્નોની સચ્ચાઈથી જીવ યોગ વિશુદ્ધ કરે છે. [૧૧૬૬] ભત્તે ! મનોગુપ્તિથી જીવને શું મળે છે ? મનોગુપ્તિથી જીવ એકાગ્ર બને છે. એકાગ્ર ચિત્ત જીવ અશુભ વિકલ્પોથી મનનું રક્ષણ કરે છે. અને સંયમનો આરાધક બને છે. [૧૧૭] ભત્તે ! વચનગુપ્તિથી જીવને શું મળે છે ? વચનગુપ્તિથી જીવ નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાગ્ગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત હોય છે. [૧૧૬૮] ભત્તે ! કાયગુપ્તિથી જીવને શું મળે છે ? કાયગુપ્તિથી જીવ સંવર, પામે છે. સંવરથી કાયગુપ્ત બનીને ફરી થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે. [૧૧૬૯] ભત્તે ! મનની સમાધારણા તેથી જીવને શું મળે ? મનની સમાધારણાથી જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યવો- પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે. [૧૧૭૦] ભત્તે ! વાકસમાધારણા થી જીવને શું મળે ? વાક સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યાયોને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત દર્શન પર્યાયો વિશુદ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત કરે છે. બોધિની દુર્લભતા ક્ષીણ કરેછે. [૧૧૭૧] ભત્તે ! કાય સમાધારણાથી જીવને શું મળે છે ? કાય સમાધારણાથી જીવ ચારિત્રપર્યવો-ને વિશુદ્ધ કરે છે. ચારિત્રપર્યવ વિશુદ્ધ કરીને યથાખ્યાતચારિત્રને શુદ્ધ કરેછે. યથાખ્યાતચારિત્ર વિશુદ્ધ કરીને કેવલીસંબંધી વેદનીય આદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. બધાં દુઃખોનો અન્ત કરે છે. [૧૧૭૨-૧૧૭૩] ભત્તે ! જ્ઞાનસંપન્નતાથી જીવને શું મળે ? જ્ઞાનસંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાનસંપન્ન જીવ ચાર ગતિરૂપ અન્નોવાળા સંસાર-વનમાં નાશ પામતો નથી. જેમ દોરાવાળી સોઈ ખોવાતી નથી તેવી જ રીતે જીવ પણ સંસારમાં ખોવાતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગ પ્રાપ્ત કરે છે. તથા સ્વસમય અને પરસમયમાં સંઘાતનીય પ્રામાણિક મનાય છે. [૧૧૭૪] ભત્તે ! દર્શન-સંપન્નતાથી જીવને શું મળે છે ? દર્શન-સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનો નાશ થાય છે. ત્યાર પછી સમ્યકત્વનો પ્રકાશ ઓલવાતો નથી. શ્રેષ્ઠ જ્ઞાનદર્શનથી આત્માને સંયોજિત કરીને તેમને સમ્યક્ પ્રકારે આત્મસાત્ કરતો વિચરે છે. [૧૧૭૫] ભત્તે ! ચારિત્રસંપન્નતાથી જીવને શું મળે છે ? ચારિત્રસંપન્નતાથી જીવ શૈલેશીભાવ-ને પામે છે. શૈલેશી ભાવ પ્રાપ્ત અનગાર ચાર કેવલિસત્ક કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે. અને બધાં દુઃખોનો અંત કરે છે. [૧૧૭૬] ભન્તે ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગદ્વેષથી પર રહે છે. પછી તત્પ્રત્વિક અર્થાત્ શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [૧૧૭૭] ભત્તે ! ચક્ષુષુ-ઇન્દ્રિયનિગ્રહથી જીવને શું મળે છે ? ચક્ષુણ્ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ અધ્યયન - ૨૯ ઈન્દ્રિયનિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં થનાર રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપનિમિત્તક કર્મનો બંધ નથી કરતો ને પૂર્વબદ્ધ કોની નિર્જરા કરે છે. [૧૧૭૮] ભત્તે ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગબ્ધ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [૧૧૭] ભત્તે ! જિહુવા ઈન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે શું ? જિહવાઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસોના રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. [૧૧૮૦] પ્રભુ ! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ સ્પશે સંબંધી રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે અને સ્પર્શ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિદ્રા કરે છે. [૧૧૮૧] ભન્ત! ક્રોધવિજયથી જીવને શું મળે છે? ક્રોધવિજયથી જીવને ક્ષાન્તિ પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [૧૧૮૨] ભત્તે ! માનવિજયથી જીવને શું મળે છે? માનવિજયથી જીવ મૃદુતા. પામે છે. માનવેદનીય કર્મોનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્જરા થાય છે. [૧૧૮૩] ભન્ત ! માયાવિજયથી જીવને શું મળે ? માયાવિજયથી ઋજુતા આવે છે. માયા વેદનીય કર્મનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [૧૧૮૪]ભન્ત! લોભવિજયથી જીવને શું મળે છે? લોભવિયથી જીવ સંતોષભાવ અનુભવે છે. લોભ-વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધની નિર્જરા કરે છે. [૧૧૮૫ ભત્તે ! પ્રેમ-રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું મળે છે? પ્રેમ, દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે તૈયાર થાય છે. આઠ પ્રકારના કર્મોની ગ્રન્થિ ખોલવા માટે સર્વ પ્રથમ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ અને અન્તરાય કર્મની પાંચ-આ ત્રણે કર્મોનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનન્ત, કૃત્સન-સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ અજ્ઞાનતિમિર-રહિત, વિશુદ્ધ અને લોકાલોકના પ્રકાશક કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પામે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે ત્યાં સુધી ઐયપથિક કર્મનો બંધ થાય છે. તે બંધ પણ સુખ-સ્પર્શે છે. તેની સ્થિતિ બે સમયની છે. પહેલા સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ થાય છે. પ્રુષ્ટ થાય છે. ઉદયમાં આવે છે. ભોગવાય છે. નષ્ટ થાય છે. ફલતઃ આગળના કાળમાં અથતુિ અન્તમાં તે કર્મ અકર્મ બને છે. [૧૧૮૬] કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુ ભોગવતો તે જ્યારે અન્તર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે ત્યારે તે યોગનિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ' નામનું શુકલ ધ્યાન કરતો થકો પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી આનાપાન-શ્વાસોચ્છવાસનો નિરોધ કરે છે. શ્વાસોચ્છુવાસનો નિરોધ કરીને થોડા વખત સુધી પાંચ હસ્તાક્ષરોના ઉચ્ચારણ કાલ સુધી “સમુચ્છિન્ન ક્રિયા-અનિવૃત્તિ” નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અનગાર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉત્તરઝર્સ-૩૦/૧૧૮૭ વેદનીય આયુષ્ય, નામ, ગોત્ર આ ચારે કમનો એક સાથે નાશ કરે છે. [૧૧૮૭] ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણતયા છોડે છે. પૂર્ણતયા શરીર છોડીને ઋજુશ્રેણી પામે છે. અને એક સમયમાં અસ્પૃશદુગતિરૂપ ઉર્ધ્વગતિથી વળ્યા વિના સીધો લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત- સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. મુક્ત બને છે. બધાં દુઃખોનો અંત કરે છે. [૧૧૮૮] શ્રમણ. ભગવાન મહાવીર દ્વારા સમ્યકત્વ-પરાક્રમ અધ્યયનનો આ. અર્થ આખ્યાત છે, પ્રજ્ઞપ્તિ છે. પ્રરૂપિત છે. દર્શિત છે, ઉપદર્શિત છે. - એમ હું કહું છું. | અધ્યનન-૨૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૦-તપોમાર્ગગતિ) [૧૧૮] જે પદ્ધતિએ ભિક્ષુ રાગ-દ્વેષથી ભેગાં થયેલાં પાપ-કર્મનો તપ દ્વારા ક્ષય કરે છે તે તમે એકાગ્ર મને સાંભળો. [૧૧૯૦-૧૧૯૧] પ્રાણવધ, મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનની વિરતિથી તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, કષાયરહિત, જિતેન્દ્રિય નિરભિમાની, નિઃશલ્ય જીવ અનાશ્રવ બને છે. [૧૧૯૨] ઉપર કહેલી ધર્મસાધનાથી વિરુદ્ધ કર્મ આચરનાર જીવ રાગદ્વેષથી અર્જીત કમને કેવી રીતે ક્ષીણ કરે છે, તે એકાગ્ર મને સાંભળો. [૧૧.૩-૧૧૯૬] કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ બંધ થાય અને જૂનું પાણી ઉલેચાઈ જાય તેમજ સૂર્યના તાપથી સુકાઈ જાય છે. તેવીજ રીતે સંયમીના કરોડો ભાવોના સંચિત કર્મ પાપકર્મના આવવાનો માર્ગ રોકવાથી તપ દ્વારા નષ્ટ થાય છે. તે તપ બે પ્રકારનું છેઃ બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારનું છે. તેમજ આભ્યન્તર તપ પણ છ પ્રકારનું છે. અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસ-પરિત્યાગ, કાય-કલેશ, અને સંલીનતા આ બાહ્ય તપ છે. [૧૧૯૭-૧૧૯૯] અશન તપના બે પ્રકાર છે : ઈતરિક અને મરણકાળ. ઈત્વરિક સાવકાંક્ષ નિર્ધારિત અનશન પછી ફરી ભોજનની ઈચ્છાવાળો) થાય છે. મરણકાળ નિરવકાંક્ષ (ભોજનની આકાંક્ષાથી સર્વથા રહિત) હોય છે. સંક્ષેપમાં ઈત્વરિક-તપ છ પ્રકારનું છે. શ્રેણિતપ, પ્રતરતપ, ધનતપ, અને વર્ગતપ-પાંચમું વર્ગવર્ગતપ અને છઠું પ્રકીર્ણ તપ. આમ મનોવાંછિત અનેક પ્રકારના ફળ આપનાર ઈત્વરિક અનશન તપ છે. [૧૨૦૦-૧૨૦૧] કાયચેષ્ટાને આધારે મરણકાળ વિષયક અનશનના બે ભેદ છે. સવિચાર (ચેસહિત) અને અવિચાર (ચેષ્ટા રહિત). અથવા મરણકાલિક અનશનના સપરિકર્મ અને અપરિકર્મ આમ બે ભેદ છે. અવિચાર અનશનના નિહરી (અન્તિમ સંસ્કારવાળું) અને અનિહરી-જેમાં પર્વતાદિ પર મરણ હોવાથી અન્તિમ સંસ્કારની જરૂર હોતી નથી. આ બે ભેદ પણ છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે. [૧૨૦૨-૧૨૧૨] સંક્ષેપમાં અવમૌદર્ય (ઉણોદરી) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને પયિોની અપેક્ષાએ પાંચ પ્રકારનું છે. જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક સિન્થ અથતુ એક કણ તથા એક ગ્રાસ આદિ રૂપે ઓછું ખાવું તે દ્રવ્ય ઉણોદરી તપ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૦ ૨૫૧ ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કબડ, દ્રોણમુખ, પતન, મડંબ, સંબોધ- આશ્રમ-પદ, વિહાર સંનિવેશ, સમાજ, ઘોષ, સ્થલી, સેનાનું શિબિર, સાથે સંવત, કોટ-વાટ, પાડા, રચ્યા-ગલી અને ઘર, આ ક્ષેત્રોમાં તેમ જ આવાં જ બીજાં સ્થળોમાં નિર્ધારિત ક્ષેત્ર-પ્રમાણ પ્રમાણે ભિક્ષા માટે જવું ક્ષેત્રથી ઉણોદરી તપ છે. અથવા પેટા, અધપટા, ગોમૂત્રિકા, પતંગ-વીથિકા, શબૂકવતાં અને આયત-ગવા પ્રત્યાગતા, આ છ પ્રકારથી ક્ષેત્ર ઉણોદરી તપ છે. દિવસના ચાર પહોર હોય છે. તે ચાર પહોરમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષા માટે જવું એ કાળથી ઉણોદરી તપ છે. અથવા કાંઈક ઓછો ભાગ-ન્યૂન તૃતીય પહોરમાં ભિક્ષાની ઈચ્છા કરવી તે કાળથી ઉણોદરી તપ છે. સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને અમુક રંગના વસ્ત્ર- અથવા અમુક વિશિષ્ટ રંગ તેમજ ભાવયુક્ત દાતા પાસે જ ભિક્ષા લેવી, બીજી રીતે નહીં આ પ્રકારની ચયવાળા મુનિને ભાવઊણોદરી તપ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પયય કહ્યા છે તે બધાથી ઉણોદરી તપ કરનાર “પર્યવચરક' હોય છે. [૧૨૧૩] આઠ પ્રકારના ગોચરાગ્ર, સપ્તવિધ એષણાઓ અને બીજા અનેક પ્રકારના અભિગ્રહભિક્ષાચર્યા તપ છે. [૧૨૧૪] દૂધ, દહીં, ઘી, વગેરે પ્રણીત પાન, ભોજન તથા રસનો ત્યાગ ‘રસપરિત્યાગ’ તપ છે, [૧૨૧૫] આત્માને સુખાવહ વીરાસનાદિ ઉગ્રઆસનોનો અભ્યાસ, કાયકલેશ તપ છે. [૧૨૧] એકાન્ત, અનાપાત (જ્યાં કોઈની અવરજવર ન હોય) સ્ત્રી પશુ રહિત, શયન આસન ગ્રહણ કરવું વિવિક્ત શયનાસન તપ છે. [૧૨૧૭-૧૨૧૮] સંક્ષેપમાં બાહ્ય તપની વ્યાખ્યા થઈ. હવે ક્રમશઃ આભ્યન્તર તપનું નિરૂપણ કરીશ. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ આ આભ્યન્તર તપ છે. [૧૨૧૯-૧૨૨૪] આલોચનાઈ આદિ દસ પ્રકારના પ્રાયશ્ચિત, ભિક્ષુ જેનું સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ગુરુજનોની ભક્તિ તથા ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય’ તપ છે. આચાર્ય આદિને લગતાં દસ પ્રકારના વૈયાવૃત્યસેવાનું યથાશક્તિ સેવન કરવું તે વૈયાવૃત્ય તપ છે. વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું “સ્વાધ્યાય' તપ છે. આત્ત અને રૌદ્ર ધ્યાન સિવાય સુસમાહિત મુનિ જે ધર્મ અને શુક્લ ધ્યાન ધ્યાય છે જ્ઞાનીજન તેને ધ્યાન તપ કહે છે. સૂવા, બેસવા તેજ ઊભા રહેવામાં જે ભિક્ષુ શરીરની વ્યર્થ ચેષ્ટા નથી કરતો, આ શરીરનો વ્યુત્સર્ગ-'વ્યુત્સર્ગ' નામનું છઠું તપ છે. [૧૨૨૫] જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યફ આચરણ કરે છે તે જલદી જ સર્વ સંસારથી વિમુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યનન-૩૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણું – ૩૧/૧૨૨૬ અધ્યયન-૩૧-ચરણવિધિ [૧૨૨૬] જીવને સુખ આપનારી ચરવિધિનું કથન કરીશ. જેનું આચરણ કરીને ઘણા જીવ સંસાર-સાગર તરી ગયા. ૨૫૨ [૧૨૨૭] સાધકે એક બાજુ નિવૃત્તિ અને બીજી બાજુ પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. [૧૨૨૮-૧૨૩૧] પાપ કર્મમાં જોડનાર રાગદ્વેષ છે. જે ભિક્ષુ આ બે પાપકર્મોનો સદા નિરોધ કરે છે, ત્રણ દંડ, ત્રણ ગૌરવ, અને ત્રણ શલ્યોનો જે ભિક્ષુ ત્યાગ કરે છે, દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારના ઉપસર્ગોને સદા સહન કરે છે અને ચાર વિકથાઓ, કષાયો, સંજ્ઞાઓ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન-બંને ધ્યાનોને સદા વર્ષે છે, ત્યાગ કરે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૩૨-૧૨૩૮] જે ભિક્ષુ પાંચ વ્રત અને સમિતિઓના પાળવામાં ઇન્દ્રિયોના વિષયો અને ક્રિયાઓના પરિહારમાં, છ લેશ્યાઓ, પૃથ્વીકાય આદિ છ કાયો અને આહારના છકારણોમાં, સાતપિંડવગ્રહોમાં, આહારગ્રહણની સાત પ્રતિમાઓમાં અને સાતભયસ્થાનોમાં, આઠમદસ્થાનોમાં, નવબ્રહ્મચર્યની ગુપ્તિઓમાં અને દસ પ્રકારના ભિક્ષુધર્મોમાં, અગિયારઉપાસકોનીપ્રતિમામાં, બારભિક્ષુઓની પ્રતિમામાં, ચૌદક્રિયાઓમાં અને જીવસમુદાયોમાં, પંદરપરમાધાર્મિકદેવોમાં અને ગાથા-ષોડશકમાં અને સત્તરઅસંયમમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૩૯-૧૨૪૫]જે ભિક્ષુ ૧૮ પ્રકારનાબ્રહ્મચર્યમાં, ૧૯ જ્ઞાતાસૂત્રનાં અધ્યનોમાં, ૨૦ અસમાધિસ્થાનોમાં, ૨૧ શબલદોષોમાં અને ૨૨ પરિષહોમાં, સૂત્ર- કૃતાંગના ૨૩ અધ્યયનમાં, ૨૪ દેવોમાં, ૨૫ ભાવનાઓમાં, ૨૬ દશા-કપ્પવવહાર ના ઉદ્દેશકોમાં, ૨૭ અણગારગુણોમાં અને આચારપ્રકલ્પના ૨૮ અધ્યયનોમાં, ૨૯ પાપશ્રુત-પ્રસંગોમાં અને ૩૦ મોહસ્થાનોમાં સિદ્ધોના ૩૧ અતિશાયી ગુણોમાં, ૩૨ યોગસંગ્રહોમાં, ૩૩ આશાતનાઓમાં સદા ઉપયોગ રાખે છે તે સંસારમાં રોકાતો નથી. [૧૨૪૬] આમ જે પંડિત ભિક્ષુ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે તે જલદી જ સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યયન-૩૧ - ની મુનિ દીપરત્નસાગરે સહેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૩ર-અપ્રમાદસ્થાન [૧૨૪૭] અનન્ત-અનાદિ કાળથી બધાં દુઃખો અને તેનાં મૂળ કારણોથી મુક્તિ કેમ મળે, તે કહુંછું. તેને એકાગ્ર મને સાંભળો. તે અત્યન્ત હિતરૂપ અને કલ્યાણકારી છે. [૧૨૪૮] સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એકાન્ત સુખરૂપ મોક્ષ પામે છે. [૧૨૪૯] ગુરુજનોનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય ક૨વો, એકાન્તમાં રહેવું, સૂત્ર અને અર્થનું ચિન્તન કરવું, ધીરજ રાખવી, વગેરે દુઃખમાંથી છૂટવાનાં ઉપાય છે. [૧૨૫૦] શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખતો હોય તો તેણે પરિમિત અને એષણીય આહારની ઇચ્છા રાખવી. તત્ત્વાર્થ જાણનાર નિપુણ સાથી શોધે. સ્ત્રી Page #256 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩૨ આદિથી વિવેકયોગ્ય-હિત એકાન્ત ઘરમાં નિવાસ કરે. [૧૨૫૧] જો પોતાથી વિશેષ ગુણવાળો અથવા સમાન ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામભોગોમાં અનાસક્ત રહેતો એકલો જ વિચરે. [૧૨૫૨] જેમ ઈંડામાંથી બગલી પેદા થાય છે અને બગલીથી ઈંડું થાય છે, તેમજ મોહથી તૃષ્ણા અને તૃષ્ણાથી મોહ જન્મે છે. [૧૨૫૩] કર્મના બીજ રાગ-દ્વેષ છે. કર્મ મોહથી પેદા થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ-મરણ તેજ દુઃખ છે. [૧૨૫૪] જેને મોહ નથી તેણે દુઃખ દૂર કર્યું છે. જેને તૃષ્ણા નથી તેણે મોહ દૂર કર્યો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણા દૂર કરી છે, જે અકિંચન છે, તેણે લોભ દૂર કર્યો છે. [૧૨૫૫] જે રાગ-દ્વેષ-મોહનો મૂળથી નાશ ઈચ્છે છે તેણે જે જે ઉપાયો ઉપયોગમાં લેવા જોઈએ તેને હું ક્રમશઃ કહીશ. [૧૨૫૬] ૨સોનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રસ પ્રાયઃ ઉન્માદ વધરાનાર છે. વિષયાસક્ત માણસને કામ તેવી જ રીતે પીડે છે જેમ, સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી હેરાન કરે છે. ૨૫૩ [૧૨૫૭] અત્યન્ત પવન સાથે પ્રચુરઈધનવાળા વનમાં લાગેલો દાવાનળ શાન્ત થતો નથી તેવી જ રીતે પ્રકામ ભોજી-યથેચ્છ ભોજન ક૨ના૨ની ઇન્દ્રિયાગ્નિ (વાસના) શાન્ત નથી થતી. બ્રહ્મચારી માટે પ્રકામ ભોજન કદી હિતકર નથી. [૧૨૫૮] જે વિવિક્ત (સ્ત્રી આદિ રહિત) શય્યાસનથી (યુક્ત) છે, જે અલ્પભોજી છે, જે જીતેન્દ્રિય છે. તેમના ચિત્તને રાગદ્વેષ પરાજીત કરતા નથી. જેમ ઔષધિથી નાશ પામેલો રોગ ફરી શરીરને ઘેરતો નથી. [૧૨૫૯] જેમ બિલાડી પાસે ઉંદરનું રહેવું હિતકર નથી તેમ સ્ત્રીઓના નિવાસ પાસે બ્રહ્મચારીનું રહેવું પણ હિતકર નથી. [૧૨૬૦-૧૨૬૩] શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ-લાવણ્ય, વિલાસ, હાસ્ય, આલાપ, ઈંગિત (ચેષ્ટા) અને કટાક્ષને મનમાં રાખીને જોવાનો પ્રયત્ન ન કરે. જે હમેશાં બ્રહ્મચર્યમાં લીન છે, તેમણે સ્ત્રીઓને જોવી નહીં. તેમની ઇચ્છા ન કરવી. ચિન્તન ન કરવું, વર્ણન ન કરવું હિતકર છે તથા સમ્યક્ ધ્યાન સાધના માટે ઉપયુક્ત છે. જો કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિને અપ્સરાઓ પણ વિચલિત કરી શકે નહીં, તો પણ એકાન્ત હિતની દૃષ્ટિએ મુનિનો વિવિક્ત વાસ-સ્ત્રીઓના સંપર્કથી રહિત એકાન્ત નિવાસ જ યોગ્ય છે. મોક્ષાભિકાંક્ષી, સંસારભીરુ અને ધર્મમાં સ્થિત માણસ માટે લોકમાં એવું કાંઈ દુસ્તર નથી જેવી અજ્ઞાનીઓનું મન હરનારી સ્ત્રીઓ દુસ્તર છે. [૧૨૬૪] સ્ત્રીવિષયક આ ઉપર કહેલા સંસર્ગોનું સમ્યક્ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ સહજ બની જાય છે. જેમ મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદી ત૨વાનું સહજ સરળ હોય છે. [૧૨૬૫-૧૨૬૬] સમસ્ત લોકના-દેવોના પણ શારીરિક, માનસિક દુઃખ કામાસક્તિથી પેદા થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃખનો અન્ન લાવી શકે છે. જેમ કિંપાળ ફળ રસ અને રૂપ રંગમાં-ખાવા, જોવામાં સુન્દર-મધુર હોય છે પણ પરિણામે જીવનનો અંત કરે છે. તે દૃષ્ટાંતે કામ ગુણ પણ અન્તિમ પરિણામમાં એવો જ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉત્તરઝયર્સ- ૩૨/૧૨૭ [૧૨૬૭] સમાધિની ભાવનાવાળો તપસ્વી શ્રમણ ઈન્દ્રિયોના શબ્દ રૂપાદિ મનોજ્ઞ વિષયોમાં રાગભાવ અને અમનોજ્ઞ વિષયોમાં દ્વેષભાવ ન કરે. [૧૨૬૮-૧૨૭૨] ચક્ષુનો વિષય રૂપ છે. જે રૂપ રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ હોય તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ રહે છે તે વીતરાગ કહેવાય છે. ચક્ષુ રૂપનો ગ્રહણ-ગ્રાહક છે, રૂપ ચક્ષુનો-ગ્રાહ્ય-વિષય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહે છે. જે મનોજ્ઞ રૂપોમાં અત્યન્ત લીન છે, આસક્તિ રાખે છે તે રાગાતુર અકાળે જ વિનાશ પામે છે. જેમ પ્રકાશલોલુપ પતંગિયું પ્રકાર ના રૂપમાં આસક્ત બની મૃત્યુ પામે છે. જે અમનોજ્ઞરૂપ પ્રતિ દ્વેષ રાખે છે તે તરતજ પોતાના દ્વેષનું ફળ ભોગવે છે. એમાં રૂપનો. અપરાધ નથી. જે સુન્દર રૂપમાં અત્યન્ત આસક્ત હોય છે અને કુરૂપમાં દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખની પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત (રાગ-દ્વેષી) નથી થતો. [૧૨૭૩] મનોજ્ઞ રૂપની ઈચ્છા કરનાર વ્યક્તિ અનેકરૂપ ચરાચર અર્થાતુ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને વધુ મહત્ત્વ આપનાર ક્લિષ્ટ (રાગથી પીડિત) અજ્ઞાની વિવિધ પ્રકારથી તે જીવોને દુઃખ દે છે-પીડિત કરે છે. [૧૨૭૪-૧૨૭૬] રૂપમાં અનુપાત અને પરિગ્રહ માટે રૂ૫ ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગ માં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંયે હોતું નથી. તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ નથી મળતી. રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને અત્યન્ત આસક્ત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે અસંતોષના દુઃખથી દુઃખી અને લોભથી કલુષિત-વ્યાકુળ વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી ઘેરાયેલા તે બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. પણ કપટ અને જૂઠના પ્રયોગથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. [૧૨૭૭] જૂઠ બોલતા પહેલા, પછી અને બોલતાં પણ દુઃખ જ હોય છે. તેનો અન્ત પણ દુઃખદ હોય છે. આમ રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનાર દુખી અને આશ્રયહીન બને છે. [૧૨૭૮-૧૨૮૦] આમ રૂપમાં અનુરક્ત માણસને ક્યાં, ક્યારે અને કેટલું સુખ મળશે ? જે મેળવવા માણસ દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે રૂપ તરફ દ્વેષ રાખનાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખ ભોગવે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમ કરે છે, તે પરિણામે દુઃખનું કારણ બને છે. રૂપમાં વિરક્ત માણસ શોકરહિત અને સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ અલિપ્ત હોય છે. [૧૨૮૧-૧૨૮૨] શ્રોત્રનો ગ્રાહ્ય શબ્દ છે. જે શબ્દ રાગ ઉત્પન્ન કરે છે તે મનોજ્ઞા છે. જે દ્વેષ ઉત્પન્ન કરે છે અમનોજ્ઞ કહેવાય. જે શબ્દોમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે અને શબ્દ ગ્રાહ્ય છે. જે રાગ ઉત્પન્ન કરે તે મનોજ્ઞ અને દ્વેષનું કારણ બને તે અમનોજ્ઞ કહેવાય. [૧૨૮૩-૧૨૮૫) જે મનોજ્ઞ શબ્દમાં તીવ્રરૂપે આસક્ત હોય તે રાગાતુર અકાળે નાશ પામે છે. જેમ શબ્દમાં અતૃપ્ત-મુગ્ધ હરણ મૃત્યુ પામે છે. જે અમનોજ્ઞ શબ્દ તરફ તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ વખતે પોતાના દુર્દાન્ત દ્વેષને કારણે દુઃખી થાય છે. તેમાં શબ્દનો દોષ નથી. જે પ્રિય શબ્દમાં અત્યન્ત આસક્ત હોય છે અને અપ્રિય શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખ થાય છે. વીતરાગ એમાં લિપ્ત થતો નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન. ૩૦ ૨૫૫ [૧૨૮૬] શબ્દની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને દુઃખ આપે છે, ૧૨૮૭-૧૨૮૯] શબ્દોમાં અનુરાગ અને મમત્વના કારણ શબ્દના. ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. શબ્દમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત વ્યક્તિ સંતુષ્ટ થતો નથી. અસંતોષને લીધે તે દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની વસ્તુ ચોરે છે. શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠ વધવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી. [૧૨૯૦] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુખી થાય છે. તેનો અન્ત પણ દુઃખમય છે. આમ શબ્દમાં અતૃપ્ત વ્યક્તિ ચોરી કરતો દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [૧૨૯૧] આમ શબ્દમાં અનુરક્ત વ્યક્તિને ક્યાં કેટલું અને ક્યારે સુખ મળશે? જે ઉપભોગ માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. [૧૨૯૨-૧૨૯૩] આમ જે અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર અનેક દુખપરંપરા ભોગવે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. શબ્દમાં વિરક્ત માણસ શોકરહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી. જેમ જલાશયમાં કમળનું પાન પાણીથી અલિપ્ત રહે છે. [૧૨૯૪-૧૨૯૫] પ્રાણનો વિષય ગંધ છે. જે ગંધથી રાગ ઉપજે તે મનોજ્ઞ છે. અને જે ગંધથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. ધાણ, ગંધ ગ્રાહક છે. ગંધ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહેવાય અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. [૧૨૯૬-૧૨૯૮] જે મનોજ્ઞ ગન્ધમાં તીવ્ર રીતે આસક્ત હોય તેનો અકાળે નાશ થાય છે. જેમ ઔષધિની ગંધમાં આસક્ત રામાનુરક્ત સર્ષ દરમાંથી નીકળીને વિનાશ પામે છે. જે અમનોજ્ઞ ગંધ તરફ તીવ્ર રૂપે દ્વેષ કરે છે તે જીવ તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષને કારણે દુઃખી થાય છે. એમાં ગંધનો કોઈ દોષ નથી. જે સુગંધમાં થાય છે. આસક્ત. દુર્ગધમાં દ્વેષ રાખે છે, તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૨૯૯-૧૩૦૨] ગંધની ઈચ્છાનો અનુગામી અનેક રૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાનું કામ સાધવા માટે અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પીડે છે. દુઃખી કરે છે. ગન્ધમાં અનુરાગ અને પરિગ્રહમાં મમત્વને કારણે ગંધ ઉત્પાદનમાં. સંરક્ષણમાં અને સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગ વખતે પણ તૃપ્તિ થતી નથી. ગન્ધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત તેમજ અત્યાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. ગંધ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખમુક્ત થતો નથી. [૧૩૦૩] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણું - ૩૦/૧૩૦૪ ૨૫ થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આમ ગંધથી અતૃપ્ત તે ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [૧૩૦૪-૧૩૦૬] આમ ગંધમાં અનુરક્ત વ્યક્તિને ક્યારે, ક્યાં અને કેટલું સુખ મળશે ? જેના ઉપભોગ માટે દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ તે દુઃખ અને કલેશ જ પામે છે. એવી જ રીતે ગંધ પ્રત્યે જે દ્વેષ કરે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ વિપાકમાં દુઃખના કારણ બને છે. ગંધમાં વિરક્ત માણસ શોકરહિત બને છે, તે સંસારમાં રહેવા છતાં જલાશયમાં કમળ ની પેઠે લિપ્ત થતો નથી. [૧૩૦૭-૧૩૦૮] જિવાનો વિષય રસ છે. જે રસમાં રાગ ઉદ્ભવે તે મનોશ છે. અને જે રસથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે આ રસોમાં સમભાવે રહે છે તે વીતરાગ છે. જિહ્વા રસગ્રાહક છે. રસ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહેવાય. અને જે દ્વેષનું કારણ બને તે રસ અમનોજ્ઞ કહેવાય છે. [૧૩૦૯-૧૩૧૧] જે મનોજ્ઞ રસોમાં તીવ્રપણે આસક્ત છે તેનો અકાળે નાશ થાયછે. જેમ માંસમાં આસક્ત રાગાતુર માછલા કાંથી વિંધાય છે. જે અમનોજ્ઞ રસ તરફ તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુર્દન્ત દ્વેષને લીધે દુઃખી થાય છે. એમાં રસનો કોઈ અપરાધ નથી. જે મનોજ્ઞ રઞમાં એકાન્ત આસક્ત અને અમનોજ્ઞ રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખી થાય છે. વિખ્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૩૧૨] રસની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાની રસતૃપ્તિને જ મુખ્ય માનનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને સંતાપે છે, પીડે છે. [૧૩૧૩-૧૩૧૫] રસમાં અનુરક્ત અને મમત્વને કારણે રસઉત્પાદનમાં, સંરક્ષણમાં, અને સન્નિયોગમાં તથા વ્યય અને વિયોગએ સર્વેમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. રસમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત, ઉપાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષને લીધે દુઃખી થાય છે. લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે. ૨સ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજની વસ્તુઓ લઇ લે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે અને તે દુઃખથી મુક્ત થતો નથી. [૧૩૧૬] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુઃખમય હોય છે. આમ રસમાં અતૃપ્ત થઈને ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. [૧૩૧૭-૧૩૧૯] આમ રસમાં અનુરક્ત પુરુષને ક્યાં, ક્યારે, કેટલું સુખ મળે ? જેને મેળવવા માટે વ્યક્તિ આટલું દુઃખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખજ હોય છે. એવી જ રીતે જે રસ તરફ દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર દુઃખની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. રસમાં વિરક્ત શોકરહિત બને. તે સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. [૧૩૨૦-૧૩૨૧] કાયનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. જે આ બન્નેનાં સમભાવ ધારણ કરે તે વીતરાગ છે. કાય (સ્પર્શેન્દ્રિય) સ્પર્શનો ગ્રાહક છે. સ્પર્શ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે Page #260 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩૦ ૨૫૭ તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહેવાય છે. [૧૩૨૨-૧૩૨૪] જે મનોજ્ઞ સ્પર્શમાં તીવ્રરૂપે આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ જંગલમાં જલાશયના શીતલ સ્પર્શમાં આસક્ત રાગાતુર પાડો મગરથી. પકડાઈ નાશ પામે છે. જે અમનોજ્ઞ સ્પર્શ તરફ તીવ્ર પણે દ્વેષ રાખે છે તે જીવ તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષથી દુઃખી થાય છે. એમાં સ્પર્શનો કોઈ દોષ નથી. જે મનોજ્ઞ સ્પર્શમાં આસક્ત હોય છે અને અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ રાખે છે તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૩૨પ-૧૩૨૬] સ્પર્શની ઇચ્છાનો અનુગામી અનેક રૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય મહત્ત્વ આપનાર તે ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પીડે છે, સંતાપે છે. સ્પર્શમાં અનુરક્તિ અને મમત્વને કારણે સ્પર્શના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી? ઉપભોગકાળમાં પણ તેને તૃપ્તિ થતી નથી. [૧૩ર૭-૧૩૨૮] સ્પર્શમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત વ્યક્તિને સંતોષ થતો નથી. તે અસંતોષના દુઃખે દુઃખી થાય છે અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુઓ ચોરે છે. સ્પર્શ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃણાથી ઘેરાયેલી તે વ્યક્તિ બીજાની વસ્તુઓ ઉપાડે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠાણું વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતા નથી. [૧૩૨૯] જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ છે. આમ સ્પર્શમાં અતૃપ્ત માણસ ચોરી કરે છે, દુઃખી થાય છે, આશ્રયહીન બને છે. [૧૩૩૦-૧૩૩૨] આમ સ્પર્શમાં અનુરક્ત માણસને ક્યાં.. ક્યારે, કેટલું સુખ મળે? જેને મેળવવા આટલું દુખ વેઠે છે, તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. એવીજ રીતે જે સ્પર્શ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરા પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે તે જ વિપાકના સમયે દુઃખનું કારણ બને છે. સ્પર્શમાં વિરક્ત મનુષ્ય શોકરહિત હોય છે. તે સંસારમાં રહેવા છતાં જળમાં રહેલ કમળની માફક લિપ્ત થતો નથી. [૧૩૩૩-૧૩૩૪] મનનો વિષય ભાવ (અભિપ્રાય, વિચાર) છે. જે ભાવ રાગનું કારણ બને તે મનોજ્ઞ અને જે ભાવ દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ કહેવાય. જે એમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. મન ભાવનું ગ્રાહક છે. ભાવ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તે મનોજ્ઞ અને જે દ્વેષનું કારણ બને તે ભાવ અમનોજ્ઞ છે. [૧૩૩૫-૧૩૩૭] જે મનોજ્ઞ ભાવોમાં તીવ્ર રૂપે આસક્ત છે તેનો અકાળે નાશ થાય છે. જેમ હાથિણી તરફ આકૃષ્ટ કામી રાગાતુર હાથી નાશ પામે છે. જે અમનોજ્ઞ ભાવ પ્રત્યે તીવ્રપણે દ્વેષ રાખે છે, તે તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષને લીધે દુઃખી થાય છે. એમાં ભાવનો કોઈ દોષ નથી. જે મનોજ્ઞ ભાવમાં એકાન્ત આસક્ત બને છે અને અમનોજ્ઞનો દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખ પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૩૩૮-૧૩૪૧] ભાવની ઇચ્છાની અનુગામી વ્યક્તિ અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર ક્લિષ્ટ અજ્ઞાનીજીવ 17] För Private & Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉત્તરજઝયણ- ૩૨/૧૩૪૨ વિવિધ પ્રકારે તેમને પીડે છે, દુઃખ દે છે. ભાવમાં અનુરક્ત અને મમત્વને કારણે ભાવના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તે ઉપભોગને વખતે પણ તૃપ્ત થતો નથી. ભાવમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપાસક્ત સંતોષ પામતા નથી. અસંતોષને લીધે દુખી થાય છે. લોભથી બીજાની વસ્તુઓ ચોરે છે. ભાવ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી વ્યાપ્ત તે બીજાની વસ્તુઓ લઈ લે છે. લોભથી તેનું કપટ અને જુઠાણું વધે છે. તે કપટ અને જૂઠથી પણ દુખમુક્ત થતો નથી. [૧૩૪૨] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે તે દુઃખી થાય છે. તેનો અન્ત પણ દુઃખદ હોય છે. આમ ભાવમાં અતૃપ્ત રહેલો ચોરી કરીને દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [૧૩૪૩-૧૩૪૫] આમ ભાવમાં અનુરક્ત માણસ ક્યાં, ક્યારે, કેટલું સુખ મેળવે? જે મેળવવા તે આટલું દુઃખ વેઠે છે તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે ભાવ પ્રત્યે જે દ્વેષ કરે છે તે ઉત્તરોત્તર દુખપરંપરા પામે છે. દ્વેષમુક્ત ચિત્તથી જે કર્મો કરે છે તે જ વિપાક વખતે દુઃખનું કારણ બને છે. ભાવમાં વિરક્ત માણસ શોકરહિત બને છે. સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ લિપ્ત થતો નથી. [૧૩૪૬] એવી રીતે રાગી મનુષ્ય માટે ઇન્દ્રિય અને મનના જે વિષયો દુઃખનું કારણ છે તેજ વીતરાગ માટે કદીય જરાપણ દુઃખનું કારણ બનતા નથી. [૧૩૪૭] કામ-ભોગ ન સમતા–લાવે છે ને વિકૃતિ લાવે છે, જે તેમના તરફ દ્વેષ અને મમત્વ રાખે છે તે તેમનામાં મોહને કારણે વિકૃતિ પામે છે. [૧૩૪૮-૧૩૪૯] ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ તથા હર્ષ વિષાદ આદિ ભાવોને- અનેક પ્રકારના વિકારોને તેમનાથી પેદા થતા અનેક પ્રકારના કુપરિણામોને તે પામે છે જે કામગુણોમાં આસક્ત છે. તે કરુણાસ્પદ, દીન લજ્જિત અને અપ્રિય પણ થાય છે. [૧૩પ૦-૧૩પ૧] શરીરની સેવારૂપ સહાયતા વગેરેની ઈચ્છાથી કલ્પયોગ્ય શિષ્યની પણ ઈચ્છા ન કરે. દિક્ષિત થયા પછી અનુતપ્ત થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઇન્દ્રિયરૂપી ચોરોના વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારો પામે છે. વિકારો આવ્યા પછી મોહરૂપ મહાસાગરમાં ડુબાડવા માટે વિષયાસેવન તેમ જ હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી રાગી વ્યક્તિ દુઃખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. [૧૩પ૧-૧૩પ૨] ઇન્દ્રિયોના શબ્દ વિગેરે જેટલા વિષયો છે, તે બધાં જ વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા અથવા અમનોજ્ઞતા ઉત્પન કરતા નથી. પોતાના જ સંકલ્પ વિકલ્પ બધા દોષોનું કારણ છે, ઈન્દ્રિયોના વિષય નહી. એવો જે સંકલ્પ કરે છે, તેના મનમાં સમતા જાગે છે અને તેનાથી તેની કામગુણોની તૃષ્ણા ક્ષીણ થાય છે. [૧૩પ૩-૧૩પ૪] તે કૃતતૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનના આવરણોને દૂર કરે છે અને અન્તરાય કર્મને દૂર કરે છે. ત્યાર પછી તે બધું જાણે છે, દેખે છે. તથા મોહ અને અન્તરાય રહિત બને છે. નિરાશ્રવ અને શુદ્ધ થાય છે, ધ્યાન સમાધિ સંપન્ન બને છે. આયુષ્યનો ક્ષય થતાં મોક્ષ પામે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૨ ૨૫૯ [૧૩પપ] જે જીવને સદા બાધા-પીડા આપે છે તે બધાં દુઃખોથી તેમ જ દીર્ઘકાલિન કર્મોથી મુક્ત બને છે ત્યારે તે પ્રશસ્ત, અત્યન્ત સુખી તથા કૃતાર્થ બને છે. [૧૩પ૬] અનાદિ કાળથી ઉત્પન્ન થતાં માર્ગ છે. બધાં દુઃખથી મુક્તિનો આ તેને સમ્યક પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યન્ત સુખી થાય છે.- એમ હું કહું છું. અધ્યયન-૩ર-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩૩-કર્મપ્રકૃતિ) [૧૩૫૮] હું આનુપૂર્વીના ક્રમે આઠ કમનું વર્ણ કરીશ. જેમનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિવર્તન-પરિભ્રમણ કરે છે. [૧૩૫૯-૧૩૬૦] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહ તથા આયુ કર્મ. નામ, ગોત્ર અને અન્તરાય કર્મ, એમ ટૂંકમાં આઠ કર્મ છે. [૧૩૬૧]જ્ઞાનાવરણકર્મના પાંચ પ્રકાર છેઃ શ્રુતજ્ઞાનાવરણ, આભિનિબોધિકજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનો-જ્ઞાનાવરણ અને કેવળ-જ્ઞાનાવરણ. [૧૩૬૨-૧૩૬૩] નિદ્રા, પ્રચલા, નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા, અને પાંચમી સત્યાનગૃદ્ધિ- ચક્ષુ-દર્શનાવરણ, અચક્ષુ-દર્શનાવરણ, અવધિદર્શનાવરણ, અને કેવળદર્શનાવરણ. આ નવ દર્શનાવરણ કર્મના ભેદ છે. [૧૩૬૪] વેદનીય કર્મના બે પ્રકાર છે. સાત વેદનીય અને અસાત વેદનીય. સાત અને અસાત વેદનીયના અનેક પ્રકાર છે. [૧૩૬૫] મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન-મોહનીય અને ચારિત્ર-મોહનીય. દર્શન-મોહનીયના ત્રણ અને ચારિત્ર-મોહનીયના બે પ્રકાર છે. સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર આ ત્રણ દર્શન-મોહનીયની પ્રકૃતિઓ છે. ચારિત્ર-મોહનીયના બે ભેદ છે ? કષાય-મોહનીય અને નોકષાય-મોહનીય. કષાય-મોહનીય કર્મના ૧૬ પ્રકાર છે. નોકષાય-મોહનીય કર્મના સાત અથવા નવ પ્રકાર છે. [૧૩૬૯] આયુકર્મના ચાર ભેદ નૈરયિક તિર્યમ્ મનુષ્ય અને દેવ આયુ. [૧૩૭૦] નામ કર્મના બે પ્રકાર છેઃ શુભ નામ અને અશુભ નામ. શુભ નામના અનેક પ્રકાર છે તેમજ અશુભના પણ અનેક ભેદ છે. [૧૩૭૧] ગોત્ર કર્મના બે ભેદ છેઃ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. આ બંનેના આઠ આઠ પ્રકાર છે. [૧૩૭૨] સંક્ષેપમાં અન્તરાય કર્મના પાંચ પ્રકારે છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વયન્તિરાય. [૧૩૭૩] આ કર્મની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી છે. હવે પછી તેમના પ્રદેશાગ્ર-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સાંભળો. [૧૩૭૪-૧૩૭પ એક સમયમાં ગ્રાહ્ય-બદ્ધ થનાર બધાં કર્મોના પ્રદેશાગ્રકર્મપુદ્ગલરૂપ દ્રવ્ય અનન્ત હોય છે. તે ગ્રન્ધિસત્વોથી અનન્ત. ગુણ વધારે અને સિદ્ધોના અનન્તમા ભાગ જેટલા હોય છે. બધા જીવો માટે સંગ્રહ-કરવા જેવાં કર્મયુગલો છએ દિશાઓમાં-આત્માથી રૂઢેિલા-આખા આકાશ પ્રદેશમાં છે. તે બધાં કર્મ-પુદ્ગલ બંધને સમયે આત્માના બધા પ્રદેશ સાથે બદ્ધ થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬o ઉત્તરજઝયણ- ૩૩/૧૩૭૬ [૧૩૭૬-૧૩૭૭ ઉત્કૃષ્ટ સ્થિતિ તીસ કોટિ કોટિ (સાગરોપમની) છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. બે આવરણીય કર્મ અથતુ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય તથા વેદનીય અને અન્તરાય કર્મની આ ઉપર્યુક્ત સ્થિતિ કહી છે. [૧૩૭૮-૧૩૮૦ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટિકોટિ સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અત્તર્મુહૂર્તની છે. આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટિ કોટિ સાગર સમાન છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. [૧૩૮૧-૧૩૮૨]સિદ્ધોના અનન્તભાગ જેટલાં કર્મોના અનુભાગ છે. બધા અનુભાગોના પ્રદેશ પરિણામ બધા ભવ્ય અને અભવ્ય જીવોથી અતિક્રાન્ત છે, અધિક છે. તેથી આ કમના અનુભાગોને સમજીને બુદ્ધિમાન સાધક એમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - એમ હું કહું છું. અધ્યયનન-૩૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૩૪-લેયાધ્યયન) [૧૩૮૩-૧૩૮૪] હું આનુપૂર્વના ક્રમ પ્રમાણે લેશ્યાધ્યયનનું વર્ણન કરીશ. મારા પાસેથી તમે છએ લેશ્યાના અનુભાવ-રસ વિશેષને સાંભળો. વેશ્યાઓનાં નામ, વર્ણ, રસ, ગબ્ધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય વિશે સાંભળો. [૧૩૮૫] ક્રમશઃ વેશ્યાઓના નામ આ નીચે પ્રમાણે છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ, પદ્મ, અને શુકલ. [૧૩૮૬-૧૩૯૧] કૃષ્ણ લેશ્યાનો વર્ણ સ્નિગ્ધ, અથતું સજલ મેઘ, મહિષ શૃંગ, અરિષ્ટક, ખંજન, અંજન, અને નેત્રતારિકા જેવો કાળો હોય છે. નીલ લેગ્યાનો વર્ણ નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, અને સ્નિગ્ધ વૈડૂર્ય મણિ જેવો નીલ હોય છે. કાપોત લેશ્યાનો વર્ણ-અળસીના ફૂલ, કોયલની પાંખ, અને કબૂતરની ડોકના રંગ જેવો કાંઈક કાળો અને લાલ મિશ્રિત હોય છે. તેલયાનો વર્ણ હિંગલ ધાતુ-ગેર, ઉદયમાન તરુણ સૂર્ય પોપટની ચાંચ, દવાની જ્યોત જેવો લાલ હોય છે. પદ્મ લેશ્યાનો વર્ણ હરતાલ અને હળદરના ટુકડા જેવો તથા શણ અને અસનના ફૂલ જેવો પીળો હોય છે. શુક્લ લેગ્યાનો વર્ણ શંખ, અંક કુન્દ પુષ્પ, દૂધની ધાર, ચાંદીના હાર જેવો સફેદ હોય છે. [૧૩૯૨-૧૩૯૭] કડવી તુમડી, લીમડો, તેમજ કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે, તેથી અનન્તગણો કડવો કૃષ્ણ લેશ્યાનો રસ છે. ત્રિકટુ અને ગજપીપળનો રસ જેટલો તીખો હોય છે તેથી અનન્ત ગણો વધુ તીખો નીલ લેગ્યાનો રસ છે. કાચી કેરી અને કાચી કપિત્થનો રસ જેટલો ખાટો હોય છે તેથી અનન્ત ગણો ખાટો કાપોત વેશ્યાનો રસ છે. પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખટમીઠો હોય છે તેથી અનન્ત ગણો ખટમીઠો તેજ લશ્યાનો રસ છે. ઉત્તમ શરાબ, ફુલોનો બનેલો અનેક પ્રકારનો દારૂ, મધુ, તેમજ સરકાનો રસ જેટલો ખાટો -કસેલો હોય છે તેથી અનન્ત ગણો વધુ ખાટોકસાલો પા વેશ્યાનો રસ હોય છે. ખજૂર, દ્રાક્ષ, ક્ષીર, ખાંડ અને સાકર, જેટલાં મીઠાં હોય તેથી અનન્ત ગણો વધુ મીઠો શુક્લ લેશ્યાનો રસ છે. [૧૩૯૮-૧૩૯૯] ગાય, કુતરાં, અને સાપના શબની દુર્ગધ કરતાં અનન્તગણી Page #264 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૩૪ ૨૬૧ દુર્ગધ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે. સુગન્ધિત પુષ્પ અને વટાતાં સુગંધિત પદાર્થોની સુગંધ કરતાં અનન્ત સુગન્ધ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓન છે. [૧૪૦૦-૧૪૦૧] કરવત, ગાયની જીભ અને શાકવૃક્ષના પાનના કર્કશ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કર્કશ સ્પર્શ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનો છે. બૂર, નવનીત, અને શિરીષના ફૂલના કોમળ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કોમલ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. [૧૪૦૨] વેશ્યાઓના ૩-૯-૨૭-૮૧ કે ૨૪૩ પરિણામો હોય છે. [૧૪૦૩-૧૪૦૪] જે માણસ પાંચ આશ્રવમાં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, ષટ્યાયમાં અવિરત છે, તીવ્ર આરંભ-હિંસા આદિમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, સાહસી અથતુ અવિવેકી છે- નિઃશંક પરિણામી છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધા યોગોવાળો હોય તો કૃષ્ણ લેગ્યામાં પરિણત છે. [૧૪૦પ-૧૪૦૬] જે ઈર્ષ્યાળુ છે, અમર્ષ-દુરાગ્રહી, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જાહીન છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસલોલુપ છે, સુખ શોધનાર છે- જે આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુસ્સાહસી છે- આ યોગોથી યુક્ત માણસ નીલ લેગ્યામાં પરિણત થાય છે. [૧૪૦૦-૧૪૦૮] જે માણસ વક્ર છે, વાણી, આચારમાં કપટ કરે છે, સરળ નથી. પ્રતિકુંચક છે પોતાના દોષ છૂપાવનાર છે, ઔપધિક છે-બધે છળ કરે છે. મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય છે. જે ઉમ્રાસક છે-ગંદી મશ્કરી કરનાર, દુર્વચન બોલનાર, ચોર, ઈર્ષાળુ છે આ બધા યોગવાળો કાપોત લેગ્યામાં પરિણત છે. [૧૪૦૯-૧૪૧૦] જે નમ્ર છે, અચંચળ છે, માયારહિત છે, કૂતુહલ વિનાનો છે, વિનયમાં નિપુણ, દાન્ત, યોગવાળો છે-સ્વાધ્યાય વગેરે સમાધિયુક્ત છે, ઉપધાન કરનાર છે. પ્રિયધર્મી છે, દૃઢધર્મી છે, પાપભીરૂ છે, હિતૈષી છે, આ બધા યોગવાળો તેજલેશ્યામાં પરિણત છે. [૧૪૧૧-૧૪૧૨] ક્રોધ, માન, માયા અને લોભ જેના અત્યન્ત અલ્પ છે, જે પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાન છે, ઉપધાન કરનાર છે. જે મિતભાષી છે, ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે, આ બધા યોગવાળો પદ્મલેશ્યામાં પરિણત હોય છે. [૧૪૧૩-૧૪૧૪] આર્ય અને રૌદ્ર ધ્યાનને ત્યાગી જે ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન છે, જે પ્રશાન્તચિત્ત, દાન્ત, છે, પાંચ સમિતિઓથી યુક્ત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે- સરાગ હોય કે વીતરાગ, પણ જે ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે, આ બધા યોગોવાળો શુક્લ લેગ્યામાં પરિણત હોય છે. [૧૪૧૫] અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય, અસંખ્ય લોકોના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા જ લેશ્યાના સ્થાન હોય છે. [૧૪૧૬-૧૪૨૨] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિત મુહૂર્વાધ છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીસસાગર છે. નીલ વેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર છે. કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉત્તરજઝયણ-૩૪/૧૪૨૩ ભાગ કરતાં વધારે ત્રણસાગર છે. તેઓ લશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગથી વધારે બેસાગર છે. પાલેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ એકમુહૂર્ત અધિક દસસાગર છે. શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ અત્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટસ્થિતિ મુહૂર્ત અધિક તેત્રીસ સાગર છે. ગતિની અપેક્ષા વિના આ વેશ્યાઓની ઓધસામાન્ય સ્થિતિ છે. હવે ચાર ગતિની અપેક્ષાએ લેયાઓની સ્થિતિનું વર્ણન કરું છું. [૧૪૨૩-૧૨૨૫] કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ દસહજાર વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ત્રણસાગર છે. નીલલેશ્યાની જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે ત્રણસાગર ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દસસાગર છે. કૃષણલેશ્યાની જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગર છે. [૧૪૨૬] નૈરયિક જીવોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન કર્યું. હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોની લેશ્યાની સ્થિતિનું વર્ણન કરીશ. [૧૪૨૩-૧૪૨૮] કેવળ-શુક્લ લેગ્યા સિવાય મનુષ્ય અને તિર્યંચની જેટલી લેશ્યાઓ છે તે બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂતુ છે. શુકલ લેશ્યાની જધન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂન એક કરોડ પૂર્વ છે. [૧૪૨૯] આ મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કર્યું. આગળ હવે દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. [૧૪૩૦] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. [૧૪૩૧] કૃષ્ણલેશ્યાની ઉત્કૃસ્થિતિ થી એકસમય અધિક નીલ લેગ્યાની જઘન્યસ્થિતિ છે ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક છે. | [૧૪૩૨ નીલેશ્યાની ઉત્કૃષ્ટસ્થિતિથી એક સમયઅધિક કાપોત લેશ્યાની જઘન્યસ્થિતિ છે અને પલ્યોપમના અસંખ્યાતમાભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. [૧૪૩૩-૧૪૩૫] એથી આગળ ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ્ક, અને વૈમાનિક દેવોની તેજલેશ્યાની સ્થિતિનું નિરૂપણ કરીશ. તેજલેશ્યાની જઘન્યસ્થિતિ એક પલ્યોપમ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમતા અસંખ્યાતમાં ભાગથી અધિક બે સાગર છે. તેજલેશ્યાની જઘન્યસ્થિતિ દસહજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક બેસાગર છે. [૧૪૩૬] તેજલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક પદ્મ લેશ્યાની જઘન્ય સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્તથી અધિક દસ સાગર છે. [૧૪૩૭] જે પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી એક સમય અધિક શુક્લ લેશ્યાની જઘન્યસ્થિતિ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્તથી અધિક તેત્રીસ સાગર છે. [૧૪૩૮-૧૪૩૯ કૃષ્ણ નીલ અને કાપોત-આ ત્રણે અધર્મ લેગ્યા છે, આ ત્રણેથી. જીવ અનેક વાર દુર્ગતિ પામે છે. તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા-આ ત્રણે ધર્મ લેશ્યા છે. આ ત્રણેથી જીવ અનેક વાર સુગતિ પામે છે. [૧૪૪૦-૧૪૪૨) પ્રથમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈ પણ જીવ Page #266 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩૪ ૨૬૩ બીજા ભવમાં ઉત્પન્ન નથી થતો. અન્તિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈ પણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. વેશ્યાઓની પરિણતિ થતાં અન્તર્મુહૂર્ત વ્યતીત થઈ જાય અને જ્યારે અન્તર્મુહૂર્ત બાકી રહે તે વખતે જીવ પરલોકમાં જાય છે. [ ૧૩] તેથી વેશ્યાઓના અનુભાગ જાણીને અપ્રશસ્ત લેશ્યાઓનો. પરિત્યાગ કરી પ્રશસ્ત વેશ્યાઓમાં રહેવું જોઈએ. -એમ હું કહું છું. અધ્યયન-૩૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૩પ અનગારમાર્ગગતિ [૧૪૪૪] જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો નાશ કરે છે, એવો જ્ઞાનીઓએ ઉપદેશેલો માર્ગ મારી પાસેથી એકાગ્ર મને સાંભળો. [૧૪૪૫] ઘરવાસનો પરિત્યાગ કરીને પ્રવ્રજિત થયેલ મુનિ આ યોગોને જાણે, જેમાં માણસો બંધાય છે તથા આસક્ત થાય છે. [૧૪૪૬] સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા-કામ (અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા) અને લોભથી દૂર રહે. [૧૪૪૦-૧૪૪૯] મનોહર ચિત્રોવાળુ, માળા અને ગંધથી સુવાસિત, દરવાજા તેમજ સફેદ ચંદરવાવાળા-આવાચિત્તાકર્ષક સ્થાનની મનમાં ઈચ્છા પણ ન કરે. કામરાગ વધારનાર આ પ્રકારના ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવો ભિક્ષુ માટે દુષ્કર છે. તેથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે, તથા પરકત પ્રતિરિક્તએકાન્ત સ્થાનમાં રહેવાની અભિરૂચિ રાખે. [૧૫૦-૧૪૫૧] પરમ સંયત ભિક્ષ, પ્રાસુક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી. રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. ભિક્ષુ પોતે ઘર ન બનાવે, બીજા પાસે બનાવડાવે પણ નહીં. કારણ ઘર-કામના સમારંભમાં પ્રાણિઓનો વધ જોવામાં આવે છે. [૧૪૫૨-૧૪૫૫ ત્રસ અને સ્થાવર તથા સૂક્ષ્મ અને સ્કૂલ જીવોનો વધ થાય છે. તેથીઃ સંયતનભિક્ષ ગૃહ-કર્મના સમારંભનો ત્યાગ કરે. તેવી જ રીતે ભક્તપાન પકાવવા તેમજ પકાવડાવવામાં હિંસા છે તેથી પ્રાણીઓ અને ભૂતોની દયા માટે પોતે પકાવે નહીં અને બીજા પાસે પકાવડાવે નહીં. ભક્ત અને પાનના પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને લાકડાને આશ્રયે રહેલ જીવોનો વધ થાય છે. તેથી ભિક્ષુ પકાવે નહીં. અગ્નિ જેવું બીજું શસ્ત્ર નથી. તે બધી રીતે પ્રાણીનાશક તેજ ધારવાળો છે. ઘણા પ્રાણીઓનો વિનાશ કરનાર છે. તેથી ભિક્ષુ અગ્નિ ન જલાવે. [૧૫૬-૧૪૫૮] કય-વિક્રયથી વિરક્ત ભિક્ષુ સોનું અને માટીને સમાન સમજીને સોના ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે. વસ્તુને ખરીદનાર ગ્રાહક હોય છે વેચનાર વણિક- હોય છે, તેથી ક્રય-વિક્રયમાં સાધુ પ્રવૃત્ત થાય નહીં. ભિક્ષાવૃત્તિથી ભિક્ષુએ ભિક્ષા કરવી. ક્રયવિક્રયથી નહીં. ખરીદ-વેચાણ મોટો દોષ છે. ભિક્ષા-વૃત્તિ સુખાવહ [૧૪૫૯-૧૪૬૦] મુનિ શ્રત પ્રમાણે અનિદિત અને સામુદાયિક ઉંછ (અનેક ઘરોથી થોડા થોડા આહાર)ની એષણા કરે, તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને પિંડપાત-ભિક્ષાચય કરે.અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિયનો વિજેતા, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉત્તરઝયણ-૩પ/૧૪૬૧ અમૂચ્છિત મહામુનિ યાપનાર્થ-જીવન-નિવહિ માટે જ ખાય, રસ માટે નહીં. " [૧૪૬૧] મુનિ અર્ચના રચના પૂજા ઋદ્ધિ, સત્કાર, અને સમ્માનની મનથી પણ ઈચ્છા ન કરે. [૧૪૬૨] મુનિ શુક્લ અર્થાત્ વિશુદ્ધ આત્મધ્યાનમાં લીન રહે. નિદાનરહિત અને અકિંચન રહે. જીવન પર્યત શરીરની આસક્તિ છોડીને વિચરે. [૧૪૩] અન્તિમ કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો ત્યાગ કરીને, મનુષ્ય શરીર છોડીને દુઃખોથી મુક્ત પ્રભુ બને છે. [૧૪૬૪ નિર્મળ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ, મુનિ કેવળ-જ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. -એમ હું કહું છું. | અધ્યયન-૩૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૩૬-જીવાજીવવિભક્તિ) [૧૪૬૫] જીવ અને અજીવનો મારાથી વિભાગ એકાગ્ર મને સાંભળો, જે જાણીને ભિક્ષ સમ્યક પ્રકારે સંયમમાં યત્નશીલ બને છે. [૧૪૬] આ લોક જીવ અને અજીવમય છે. જ્યાં અજીવનો એક ભાગ કેવળ આકાશ છે તે અલોક કહેવાય છે. [૧૪૬૭] દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જીવની અને અજીવની પ્રરૂપણા થાય છે. [૧૪૬૮) અજીવ બે પ્રકારના છે. રૂપી અને અરૂપી. અરૂપીના દસ પ્રકાર છે અને રૂપીના ચાર પ્રકાર છે. [૧૪૯-૧૪૭૦] ધમસ્તિકાય, તેનો દેશ અને પ્રદેશ. અધમસ્તિકાય અને તેનો દેશ તથા પ્રદેશ. આકાશાકિય, તેનો દેશ તથા પ્રદેશ, અને એક અદ્ધા સમય (કાળ) આ દસ ભેદ અરૂપી અજીવ છે. [૧૪૭૧ ધર્મ અને અધર્મ બને લોકપ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે. કાળ કેવળ સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્રોમાં જ છે. [૧૪૭૨) ધર્મ, અધર્મ, આકાશ-આ ત્રણે દ્રવ્ય અનાદિ, અપર્યવસિત-અનન્ત અને સર્વ કાલ નિત્ય છે. [૧૪૭૩] પ્રવાહની અપેક્ષાએ સમય પણ અનાદિ અનન્ત છે. આદેશ અથતુ પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાએંસાદિ-સાન્ત છે. [૧૪૭૪-૧૪૭૬] રૂપી દ્રવ્યના ચાર ભેદ. સ્કન્ધ, સ્કન્ધ-દેશ, સ્કન્ધ, પ્રદેશ અને પરમાણું. પરમાણુઓ એક થતાં સ્કન્ધ થાય છે. સ્કન્ધ અલગ થતાં પરમાણુઓ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષાએ સ્કન્ધાદિ લોકના એક દેશથી સંપૂર્ણ લોક સુધીમાં ભાજ્ય છે. આગળ સ્કન્ધ અને પરમાણુના કાળની દ્રષ્ટિએ ચાર ભેદ સ્કન્ધ આદિ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિ ની દ્રષ્ટિએ સાન્ત છે. [૧૪૭૭] રૂપી અજીવો-પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની કહી છે. [૧૪૭૮] રૂપી અજીવોનો અન્તર (પોતાના પૂર્વગાહિત સ્થળેથી ટ્યુત થઈ ફરી પાછા ત્યાં આવવાનો કાળ) જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૬ ૨૬૫ [૧૪૭૯-૧૪૮૫] વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ સ્કન્ધાદિનું પરિણામે પાંચ પ્રકારનું છે. જે સ્કન્ધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારનાં છેઃ કૃષ્ણ, નીલ, લોહિત, રક્ત, હારિદ્ર-પીત અને શુક્લ. જે પુદ્ગલ ગંધથી પરિણત છે તે બે પ્રકારના છે- સુરભિગંધ પરિણત, દુરભિગંધ પરિણત. જે રસથી પરિણત છે, તેના પાંચ પ્રકાર છે- તિકત, કટ, કષાય, અસ્તુ, અને મધુર પરિણત. જે પુદગલ સ્પર્શથી પરિણત છે, તેના આઠ પ્રકારે છે-કર્કશ, મૃદુ, ગુરુ લઘુ- શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, આમ આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહ્યા છે. સંસ્થાનથી પરિણત પુદ્ગલ પાંચ પ્રકારના છેઃ પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ) (ચતુષ્કોણ) અને આયત-દીર્ઘ. [૧૪૮૬-૧૪૯૦ વર્ષે કુષણ પગલ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે-અથતિ અનેક વિકલ્પોવાળો છે. વર્તે. નીલ- રક્ત, પીત,શુક્લ પુદ્ગલ, ગબ્ધ. રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૪૯૧-૧૪૯૨] સુગન્ધિત કે દુર્ગંધિત,.... પુદ્ગલ વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૪૯૩-૧૪૯૭] જે રસમાં તિક્ત છે તે વર્ણ, ગન્ધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે રસમાં કટુ,...કષાયેલ...ખાટો.. મધુર છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૪૯૮-૧૫૦૫] જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય છે. એ જ રીતે જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ... ગુ...લઘુ,શીત. ઉષ્ણ... સ્નિગ્ધ, રુક્ષ છે તે વર્ણ, ગંધ, રસ, અને સંસ્થાનથી ભાજ્ય છે. [૧૫૦૬-૧૫૧૦] જે પુગલ સંસ્થાનથી પરિમંડલ છે તે વર્ણ, ગન્ધરસ અને સ્પર્શથી ભાજ્ય છે. એ જ રીતે જે પુલ સંસ્થાનથી વૃત્ત,... ત્રિકોણ,.... ચતુષ્કોણ.... દીર્ઘ છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. [૧૫૧૧] આ સંક્ષેપમાં અજીવ વિભાગનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ જીવ વિભાગનું નિરુપણ કરીશ. [૧૫૧૨] જીવના બે પ્રકાર-સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારના છે. તે હું કહું છું સાંભળો. [૧૫૧૩] સ્ત્રીલિંગસિદ્ધ, પુલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ અને સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, તથા ગૃહિલિંગ સિદ્ધ. [૧૫૧૪] ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહનાથી તેમજ ઉર્ધ્વલોકમાં, તિર્યક લોકમાં એવું સમુદ્ર અને બીજા જળાશયોમાં જીવ સિદ્ધ થાય છે. [૧પ૧પ-૧૫૧૮] એક સમયમાં દસ નપુંસક, વીસ સ્ત્રીઓ અને એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ગૃહસ્થ લિગમાં ચાર, અન્ય લિંગમાં દસ, સ્વલિંગમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહામાં બે જઘન્ય અવગાહનામાં ચાર અને મધ્યમ અવગાહનામાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. એક સમયમાં ઉર્ધ્વલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં વીસ, તિર્યકુ લોકમાં એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. [૧૫૧૯-૧૫૨૦] સિદ્ધ ક્યાં રોકાય છે? ક્યાં પ્રતિષ્ઠા થાય છે? ક્યાં શરીર છોડે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉત્તરાયણ- ૩૬/૧૫૨૧ છે? અને ક્યાં જઇને સિદ્ધ થાય છે? સિદ્ધ અલોકમાં રોકાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્ય લોકમાં શરીર છોડીને લોકના અગ્રભાગમાં જઈને સિદ્ધ થાય છે. [૧પ૨૧-૧પ૨૭] સવથિસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર ઈષતુ- પ્રભારા નામની પૃથ્વી છે. તે છત્રાકાર છે. તે પિસ્તાલીસ લાખ યોજન લાંબી છે. પહોળી પણ તેટલી જ છે. તેનો ઘેરાવો તેના કરતાં ત્રણ ગણો છે. તે વચમાં આઠ યોજન પૂલ છે. ક્રમશઃ પાતળી થતાં થતાં અન્ને માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી થઈ જાય છે. તે પૃથ્વી અર્જુન અથતુ શ્વેત સ્વર્ણમયી છે. સ્વભાવે નિર્મળ છે અને ઊલટી છત્રી જેવા આકારની છે, એમ જિનવરોએ કહ્યું છે. તે શંખ, અંકરત્ન અને કુન્દના ફૂલ જેવી શ્વેત છે, નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઈષતુ પ્રાગભારા પૃથ્વીથી એક યોજન ઉપર લોકનો અન્ત છે. તે યોજન ઉપરનો જે કોસ છે, તે કોસના છઠ્ઠા ભાગમાં સિદ્ધની અવગાહના થાય છે. ભવપ્રપંચ રહિત, મહાભાગ, પરમગતિ સિદ્ધિને પામેલ સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે. [૧૫૨૮] અન્તિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે તેથી ત્રિભાવહીન સિદ્ધોની અવગાહના થાય છે. [૧પ૨૯-૧૫૩૧] એકની અપેક્ષાએ સિદ્ધ સાદિ અનંત છે અને બહુત્વની દ્રષ્ટિએ સિદ્ધ અનાદિ અનન્ત છે. તેઓ અરૂપ છે, સઘન છે, જ્ઞાન દર્શનયુક્ત છે. તેમને નિરૂપમ સુખ મળે છે. જેની તુલના ન થઈ શકે. જ્ઞાન દર્શનયુક્ત, સંસાર પાર પહોંચેલા, પરમ ગતિ સિદ્ધિ મેળવેલ તેઓ બધા સિદ્ધ લોકના એક દેશમાં સ્થિત છે. [૧પ૩ર-૧પ૩૩] સંસારી જીવ બે પ્રકારના છે : ત્રસ અને સ્થાવર. સ્થાવરના ત્રણ પ્રકાર છે. પૃથ્વી, જલ, અને વનસ્પતિ- તેના ભેદો મારાથી સાંભળો. [૧પ૩૪-૧૫૪૧] પૃથ્વીકાય જીવના બે પ્રકારઃ- સૂક્ષ્મ અને બાદરઃ ફરી બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત-બબ્બે પ્રકાર છે. સ્થૂલ પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના બે પ્રકાર :મૃદુ અને કઠોર. મૃદુના સાત ભેદ છે. કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત, પાંડુ ભૂરી માટી અને પનક-(અત્યન્ત સૂક્ષ્મ રજ.) કઠોર પૃથ્વીના છત્રીસ પ્રકાર છે. શુદ્ધ પૃથ્વી, શર્કરાકાંકરાવાળી, રેતાળ, પત્થરવાળી, શિલા, લવણ, ઊસ-(ક્ષારરૂપ,) ખારી માટી, લોઢું, તાબુ, ત્રપુક- કાચ, ચાંદી, સોનું, વજ-હીરા. હરિતાલ, હિંગુલ, મનસિલ, સમ્યક અંજન, પ્રવાળ, - મૂગા, અબરક, અભ્રબાલુક, અબરકવાળી રેતી અને વિવિધ મણિ પણ પૂલ પૃથ્વી કાયની અન્દર સમાય છે. ગોમેદક, રચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, માસરગલ, ભુજમોચક, ઈન્દ્રનીલ. ચંદન, ગેર, હિંસગર્ભ, પુલક, ,ગન્ધિક, ચન્દ્રપ્રભ, વૈડૂર્ય જલકાન્ત, અને સૂર્યકાન્ત. આ કઠોર પૃથ્વીકાયના ૩૬ ભેદ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો એક જ પ્રકારના છે. તેથી તેના અનેક ભેદ નથી. તે ભેદરહિત છે. [૧૫૪૨] સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ પૃથ્વીકાયના જીવ લોકના એક દેશ-ભાગમાં છે. હવે ચાર પ્રકારના પૃથ્વીકાયિક જીવોના કાળવિભાગનું કથન કરીશ. [૧૫૪૩-૧૫૪૭] પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિથી સાદિયાન્ત છે. તેમની બાવીસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અસંખ્યાત કાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્ત જઘન્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩૬ ૨૬૭ કાયસ્થિતિ છે. પૃથ્વીકાયને ન છોડતાં નિરન્તર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતાં રહેવું કાયસ્થિતિ છે. પૃથ્વી શરીરને એક વાર છોડીને પાછા પૃથ્વી શરીરમાં ઉત્પન્ન થવાના વચ્ચેનો સમય જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી (અપેક્ષાએ) તે પૃથ્વીના હજારો ભેદ છે. [૧૫૪૮-૧પપ૦] અપ્લાય જીવના બે ભેદ છેઃ સૂક્ષ્મ અને ભૂલ. ફરી બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બળે ભેદ છે. પૂલ પર્યાપ્ત અષ્કાય જીવોના પાંચ ભેદ છે. શુદ્ધોદક, ઝાકળ.-ભીની જગામાં ઉત્પન્ન થનાર જલ,મહિકા-ધુમ્મસ સૂક્ષ્મ અપ્લાયના. જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અપ્લાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ અષ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. [૧પપ૧-૧૫૫૪] અખાયિક જીવ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની અપેક્ષાએ આદિ અન્તવાળા છે. તેમની સાત હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુરસ્થિતિ છે. તેમની અસંખ્યાતકાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ છે. અખાયને નહિ છોડીને નિરન્તર અપ્લાયમાં જ પેદા થવું એ કાયસ્થિતિ છે. અપ્લાય છોડીને ફરી અપ્લાયમાં ઉત્પન્ન થવાનું અત્તર, જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [૧પપપ વર્ણ, ગબ્ધ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાએ અપ્લાયના હજારો ભેદ છે. [૧૫૫૬૧૫૩વનસ્પતિ કાયના જીવોના બે ભેદ છે-સૂક્ષ્મ અને ભૂલ. ફરી બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બળે ભેદ છે. ભૂલ પર્યાપ્ત વનસ્તપિકાય જીવોના બે ભેદ છે : સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ અનેક પ્રકારના છે. વૃક્ષ, ગુચ્છ-ગુલ્મ- લતા-વલ્લી-પર્વજ- કુહણ-ભૂમિસ્ફોટ, કુકરમુરા-છત્રી વગેરે. ઔષધિ-ઘાસ અને હરિતકાય આ બધા પ્રત્યેક શરીરી છે, એમ જાણવું. સાધારણ શરીર અનેક પ્રકારના છે-આલુક, મૂળ- છંગવેર-આદુ હિરિલીકંદ, સિરિલીકંદ, સિસ્ટિરિલીકંદ, જાવઈકંદ,-કદલીકંદ,-કાંદો, લસણ, કંદલ, કુસુમ્બક. લોઢી, નિહુ, કુહક, કૃષ્ણ, વજકંદ અને સૂરણકંદ. અશ્વકરણી, સિંહકર્મી, મુસ્ઢી અને હદ્ધિા વગેરે અનેક પ્રકારના જમીનમાં થનાર કંદ છે. [૧૫૬૪-૧૫૬૫] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ વનસ્પતિ કાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ વનસ્પતિ કાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદિ સાન્ત છે. [૧૫૬૬-૧૫૬૮] તેમની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અનન્ત કાલની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાય-સ્થિતિ છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરન્તર વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થવું કાયસ્થિતિ છે. વનસ્પતિનું કાય છોડી ફરી વનસ્પતિ થવામાં જે ગાળો હોય છે તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનો છે. [૧૫] વર્ણ, ગ, રસ, સ્પર્શ, સંસ્થાનથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. ૧૫૭૦ આમ સંક્ષેપમાં ત્રણ પ્રકારના સ્થાવર જીવોનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું વર્ણન કરીશ. WWW.jainelibrary.org Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણ - ૩૬/૧૫૭૧ [૧૫૭૧] તેજસ્ વાયુ અને ઉદાર- ત્રણ ત્રસકાયના ભેદ છે. તે સાંભળો.. [૧૫૭૨-૧૫૭૬] -તેજસ્કાય જીવ બે પ્રકારના છે- સૂક્ષ્મ અને સ્થૂલ.તે બંનેના બબ્બે પ્રકાર છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. સ્થૂલ પર્યાપ્ત તેજસકાય જીવોના અનેક પ્રકાર છે-અંગાર, મુર્મુર- અગ્નિ, અર્ચિ, દીપશિખા, જ્વાલા- તથા ઉલ્કા, વિદ્યુત્ આદિ. સૂક્ષ્મ તેજસ્કાયના જીવો સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ તેજસ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. આ પછી ચાર પ્રકારથી તેજસ્કાય જીવોના કાવિભાગ વિશે કહીશ. તે પ્રવાહની દૃષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દૃષ્ટિએ સાદિ સાન્ત છે. [૧૫૭૭-૧૫૭૯] તેજસ્કાયની આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જઘન્ય અનતર્મુહૂર્તની છે. તેજસ્કાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. તેજસનું શરીર છોડ્યા વગર નિરન્તર તેજસ શરીરમાં પેદા થવાને કાયસ્થિતિ કહે છે. તેજસના શરીરને છોડીને ફરી તેજસ શરીર ધારણ કરવા સુધીનો વચલો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [૧૫૮૦] વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી તેજસકાયના હજારો ભેદ છે. [૧૫૮૧-૧૫૮૩] વાયુકાય જીવના બે ભેદ સૂક્ષ્મ અને સ્થૂલ. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે બે ભેદ સ્થૂલ પર્યાપ્ત વાયુકાય જીવોના પાંચ પ્રકાર. ઉત્કાલિકા, મંડલિકા, ઘનવાત, ગુંજાવાત અને શુદ્ધાવાત. સંવર્તકવાત, આદિ બીજા પણ અનેક ભેદ છે. સૂક્ષ્મ વાયુકાયના જીવ એક પ્રકારના છે. તેમના ભેદ નથી. [૧૫૮૪-૧૫૮૮] સૂક્ષ્મ વાયુકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ કહ્યા પછી ચાર પ્રકારથી વાયુકાયિક જીવોના કાળવિભાગનું કથન કરીશ. તેઓ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. અને સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ ત્રણ હજાર વર્ષ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તમુહૂર્તની છે. વાયુકાય છોડ્યા વગર ફરી-ફરી વાયુ શરીર ધારણ કરે તે કાયસ્થિતિ છે. વાયુ કાય છોડીને ફરી વાયુકાયમાં જન્મે તે વચ્ચેનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અન ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. ૨૬૮ [૧૫૮૯] વર્ણ, ગન્ધ, ૨સ, સ્પર્શ, સંસ્થાનથી વાયુકાયના હજારો ભેદ છે. [૧૫૯૦] ઉદારત્રસના ચારભેદ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. [૧૫૯૧-૧૫૯૫] દ્વીન્દ્રિય જીવના બે ભેદ છે. પર્યાપ્ત અ અપર્યાપ્ત. તે તમે સાંભળો. કૃમિ, સૌમંગળ, અળસીયાં, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ શંખનકપલ્લોય, અણુલ્લક, વરાટક-કોડી, જરો, જાલક અને ચંદનિયું વગેરે. અનેક પ્રકારના દ્વીન્દ્રિય જીવ છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાં નથી. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાન્ત છે. [૧૫૯૬-૧૫૯૯] તેમની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ બાર વર્ષ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. દ્વીન્દ્રિય કાયાને નહિ છોડી નિરન્તર દ્વીન્દ્રિયમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. દ્વીન્દ્રિય શરીર છોડી ફરી દ્વીન્દ્રિયમાં ઉત્પન્ન થતાં સુધીનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને Page #272 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- ૩૬ ૨૬૯ સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [૧૬૦૦-૧૬૦૪] તેઈન્દ્રિય ત્રસ-તેના બે ભેદ છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત, તે તમે સાંભળો. કંથવો, કીડી, માંકડ, મકડી, ઊધઈ, તૃણાહારક, કાષ્ઠાહારક, માલુક, પત્રાહારક- કપાસાસ્થિમિંજક, તિન્દુક ત્રપુષમિંજક, શતાવરી, ગુમ્મી-કાનખજુરો, ઈન્દ્રકાયિક. ઈન્દ્રગોપ, ઇત્યાદિ ત્રીન્દ્રિયજીવ, અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં છે, બધે નહીં. પ્રવાહની રીતે તે અનાદિ અનન્ત છે. સ્થિતિએ આદિ સાત્ત છે. [૧૬૦પ-૧૬૦૮] તેમની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૪૯ દિવસ છે. અને જઘન્ય અત્તમુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ત્રીન્દ્રિય શરીરને ન છોડીને નિરન્તર ત્રીન્દ્રિય શરીરમાં જ જન્મનું કાયસ્થિતિ છે. ત્રીન્દ્રિય શરીર છોડીને ફરી ત્રીન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અત્તમૂહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, અને સ્પર્શ સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. ૧૬૦૯-૧૬૧૪] ચતરિદ્રિય ત્રસના બે ભેદ છે. પર્યાપ્ત અને અપયપ્તિ, તેના. ભેદ તમે સાંભળો. અલ્પિકા, પોત્તિકા, માખ, મચ્છર, મશક, ભ્રમર, કીડા, પતંગિયાં, માંકડ, કુંકુણ. કુક્કડ, ઍગિરિટી, નન્દાવર્ત, વીંછી, ડોલ, ભુંગરીટક, વિરલી, અક્ષિવેધક- અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્રસ ચિત્તપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તત્તવક- વગેરે ચતુરિન્દ્રિયના અનેક પ્રકાર છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાંનહીં. પ્રવાહની દ્રષ્ટિએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાન્ત છે. ' [૧૬૧૫-૧૬૧૮] તેમની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ છ મહિના અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ચતુરિન્દ્રિય શરીર ન છોડતાં નિરન્તર ચતુરિન્દ્રિય શરીરમાં જ પેદા થાય તે સ્થિતિને કાયસ્થિતિ કહે છે. ચતુરિન્દ્રિય શરીર છોડી પુનઃ તેજ શરીર ગ્રહણ કરવા સુધીનો ગાળો જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [૧૬૧૯] પંચેન્દ્રિય ત્રણ-તેના ચાર ભેદ છેઃ નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. [૧૬૨૦-૧૬૨૩]-નૈરયિક જીવ સાત પ્રકારના રત્નાભા, શર્કરાભા, બાલુકાભા. પંકાભા, ધૂમાભા, તમ પ્રભા અને તમસ્તમા, આમ સાત પૃથ્વીઓમાં ઉત્પન્ન થનાર નૈરયિક સાત પ્રકારના છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આના પછી નૈરયિક જીવના ચાર પ્રકારથી કાલવિભાગનું વર્ણન કરીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧૬૨૪-૧૬૩૦]પહેલીપૃથ્વીમાં નૈયરિક જીવોની આયુરસ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એકસાગરોપમની છે. બીજીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ ત્રણ સાગરોપમ અને જઘન્ય એકસાગરોપમ છે. ત્રીજીપૃથ્વીમાં આયુસ્થિતિ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ, જઘન્ય ત્રણસાગરોપમ ચોથી પૃથ્વીમાં આયુસ્થિતિ ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અને જઘન્ય સાતસાગરોપમ પાંચમીપૃથ્વીમાં ઉત્કૃષ્ટઆયુ ૧૭ સાગરોપમ જઘન્ય દસસાગરોપમ. છઠ્ઠીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ ૨૨ સાગરોપમ જઘન્ય ૧૭ સાગરોપમ . સાતમીપૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમ જઘન્ય ૨૨ સાગરોપમ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉત્તરઝયા-૩૬૧૩૧ [૧૩૧-૧૬૩૩ નૈરયિક જીવોની આયુસ્થિતિ -જેટલી જ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. નૈરયિક શરીર છોડી ફરી એ જ શરીર ધારણ કરતાં સુધીનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાલ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [૧૩૪-૧૨૫ પંચેન્દ્રિય તિર્યંચ ભેદ બેઃ સમૂચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિર્યચ. એ બંનેના ફરી જલચર, સ્થલચર અને ખેચર એમ ત્રણ ભેદ તે સાંભળો. [૧૩૬-૧૬૪૨) જલચર પાંચ પ્રકારના છેઃ મ, કાચબો, ગ્રાહ, મગર અને સુંસુમાર. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, બધે નહીં. આ પછી તેમના ચાર પ્રકારના કાલવિભાગ વિશે કહીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે સ્થિતિથી સાદિ સાન્ત છે. જલચરોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ એક કરોડ પૂર્વની જઘન્ય અન્તર્મુહૂર્તની જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ એકકરોડ પૂર્વ જઘન્ય અન્તર્મુહૂર્તની છે. જલચરનું શરીર છોડી ફરી તેજ શરીરમાં ઉત્પન્ન થવા વચ્ચેનો માળો જઘન્ય અન્તર્મુહૂર્ત છે ઉત્કૃષ્ટ અનન્તકળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનની દ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે, [૧૬૪૩-૧૬૫૧] એના બે ભેદ-ચતુષ્પદ અને પરિસ". ચતુષ્પદના ચાર પ્રકાર, તે સાંભળોઃ એક ખુર-ઘોડો, દ્વિખુર-બળદ વગેરે, ગંડીપદ હાથી વગેરે અને સનખપદસિંહ વગેરે. પરિસર્પ બે પ્રકારના છે, ભુજ પરિસર્પ-ઘો વગેરે, ઉરપરિસર્પ-સપાદિ, આ બંનેના અનેક પ્રકાર છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં. આ પછી સ્થલચર જીવોનો ચાર પ્રકારે કાલવિભાગ વર્ણવીશ. તેઓ પ્રવાહે અનાદિ અનન્ત છે. સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટથી પૃથક્વ (બેથી નવ) કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ, જઘન્યથી અન્તર્મુહૂર્ત- સ્થલચર જીવોની કાયસ્થિતિ છે. અને તેમનું અત્તર જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [૧૬૫૦-૧૬૫૭] ખેચર ત્રસ-ના ચાર પ્રકાર-ચર્મપક્ષી, લોમ,પક્ષી, સમુદ્ગ પક્ષી, અને વિતતપક્ષી. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. બધે નથી. આ પછી ચાર પ્રકારથી ખેચર જીવોના કાળવિભાગનું કથન કરીશ. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટતાથી પૃથક્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને જઘન્ય અન્તર્મુહૂર્ત - આ કાય સ્થિતિ છે. અને તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્ત કાળ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેના હજારો ભેદ છે. [૧૬૫૮-૧૬૬૬] મનુષ્ય બે પ્રકારે છે : સંમૂર્છાિમ, અને ગર્ભાવક્રાન્તિકગભત્પન્ન. અકર્મભૂમિક, કર્મભૂમિક, અન્તદ્વીપક, આ ત્રણ ભેદ ગભત્પન્નના છે. કર્મભૂમિકના પંદર, અકર્મભૂમિકના ત્રીસ અને અન્તર્દીપકના ૨૮ ભેદ છે. સંમૂર્ણિમાના પણ એટલા જ ભેદ છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. પ્રવાહની દષ્ટિએ તેઓ અનાદિ અનન્ત છે. સ્થિતિથી સાદિ સાત્ત છે. મનુષ્યોની આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ પૃથક્વ કરોડ પૂર્વ અધિક Page #274 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩૬ ૨૭૧ ત્રણ પલ્યોપમ, જઘન્ય અન્તર્મુહૂર્ત- મનુષ્યોની કાય સ્થિતિ છે. તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનન્તકાળનું છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [૧૬૬૭-૧૬૬૮] દેવ ત્રસના ભવનાવાસી, વ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક, આ ચાર ભેદ છે. ભવનવાસી દેવના દસ, વ્યન્તરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવના બે ભેદ છે. [૧૬૯-૧૬૭૧] અસુર, નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિક, વાયુ, અને સ્વનિતકુમાર એ દસ ભવનવાસી દેવ છે. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંજુરુશ, મહોરગ, ગન્ધર્વ આ આઠ વ્યન્તર દેવ છે. ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા, આ પાંચ જ્યોતિષ્ક દેવ છે. આ દિશાવિચારી અર્થાતુ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતાં ભ્રમણ કરનાર જ્યોતિષ્ક દેવ છે. [૧૬૭૨- ૧૭૯] વૈમાનિક દેવના બે ભેદ છે : કલ્પોપગ-અને કલ્પાતીત. કલ્પોપગ દેવના બાર પ્રકાર છે. સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક- મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અને અય્યત-આ કલ્પોપગ દેવ છે. કલ્પાતીત દેવોના બે ભેદ છે- વૈવેયક અને અનુત્તર. રૈવેયકના નવ પ્રકાર છે. અધિસ્તન-અધસ્તન, અધિસ્તન-મધ્યમ, અધસ્તન-ઉપરિતન, મધ્યમ-અધતનમધ્યમ-મધ્યમ, મધ્યમ-ઉપરિતન, ઉપરિતન-અધસ્તન, ઉપરિતન-મધ્યમ. અને ઉપરિતન-ઉપરિતન, આ નવ રૈવેયક છે. વિજય, વૈજયન્ત, જયંતુ, અપરાજિત- અને સવર્થિસિદ્ધ-આ પાંચ અનુત્તર દેવ છે. આ રીતે વૈમાનિક દેવ અનેક પ્રકારના છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે ચાર પ્રકારે તેમના કાળવિભાગમનું કથન કરીશ. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાન્ત છે. [૧૬૮૨-૧૬૮૪] ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કિંચિત્ અધિક એક સાગરોપમ અને જઘન્યસ્થિતિ દસહજાર વર્ષની છે. વ્યન્તર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમની અને જઘન્ય દસહજાર વર્ષની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક લાખ વર્ષથી અધિક એક પલ્યોપમ ને જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ છે. [૧૬૮૫-૧૬૯૬] સૌધર્મદિવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બે સાગરોપમ જઘન્ય એકપલ્યોપમ. ઇશાનદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક બે સાગરોપમ, જઘન્ય સાધિક પલ્યોપમ. સનકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, સાગરોપમ જઘન્ય બેસાગરોપમ. માહેન્દ્રકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક -૭- સાગરોપમ અને જઘન્યસ્થિતી સાધિક બે સાગરોપમ છે. બ્રહ્મલોકદેવોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ દસસાગરોપમ, જઘન્ય ૭ સાગરોપમ છે. લાન્તકદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૪ સાગરોપમ, જઘન્ય ૧૦ સાગરોપમ છે. મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૭ સાગરોપમ અને જઘન્ય ૧૪ સાગરોપમ છે. સહસ્ત્રાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૮ સાગરોપમ અને જઘન્ય ૧૭ સાગરોપમ છે. આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૯ સાગરોપમ અને જઘન્ય ૧૮ સાગરોપમ છે. પ્રાણતની દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૦ સાગરોપમ અને જઘન્ય ૧૮ સાગરોપમ છે. આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર ઉત્તરજઝયણ- ૩૬૧૬૯૭ સાગરોપમ અને જઘન્ય ૨૦ સાગરોપમ છઠે. અશ્રુત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૨ સાગરોપમ અને જઘન્ય ૨૧ સાગરોપમ છે. [૧૬૯૭-૧૭૦૫ પ્રથમ શૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ ર૩ સાગરોપમ અને જઘન્ય ૨૨ સાગરોપમ છે. દ્વિતીય સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૪ સાગરોપમ અને જઘન્ય ૨૩ સાગરોપમ છે. તૃતીય સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૫ સાગરોપમ અને જઘન્ય ૨૪ સાગરોપમ છે. ચતુર્થ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૬ સાગરોપમ અને જઘન્ય ૨૫ સાગરોપમ છે. પંચમ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૭ સાગરોપમ અને જઘન્ય ૨૬ સાગરોપમ છે. છઠ્ઠા રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૮ સાગરોપમ અને જઘન્ય ૨૭ સાગરોપમ છે. સાતમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૯ સાગરોપમ છે. જધન્ય ૨૮ સાગરોપમ.આઠમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૦ સાગરોપમ અને જઘન્ય ૨૯ સાગરોપમ છે. નવમા ગ્રેવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૧ સાગરોપમ અને જઘન્ય ૩૦ સાગરોપમ છે. [૧૩૦૬-૧૭૦૭ વિજય, વૈજયંત, જયંત, અપરાજિતદેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૩૩ સાગરોપમ જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ છે. મહાવિમાન સવર્થિસિદ્ધના દેવોની અજઘન્ય અનુષ્કષ્ટ આયુસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [૧૭૧૦] દેવોની પૂર્વ કથિત જે આયુસ્થિતિ છે તે જ તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. દેવશરીર છોડીને ફરી દેવશરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અન્તર્મહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્ત કાલનો છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથીદ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [૧૭૧૧-૧૭૧૨] આમ સંસારી અને સિદ્ધ જીવોની વ્યાખ્યા કરી છે. રૂપી અને અરૂપી એવા બે ભેદથી અજીવનું પણ વર્ણન કર્યું છે. જીવ અને અજીવની વ્યાખ્યા સાંભળીને અને તેમાં શ્રદ્ધા રાખીને જ્ઞાન અને ક્રિયા વગેરે બધા નયોને સમ્મત સંયમમાં મુનિએ રત રહેવું. [૧૭૧૩-૧૭૧૪ ત્યાર પછી અનેક વર્ષો સુધી શ્રામણ્યનું પાલન કરીને મુનિ અનુક્રમે આત્માની સંલેખના કરે-વિકારોને ક્ષીણ કરે. ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની છે. મધ્યમ એક વર્ષની અને જઘન્ય છ માસની છે. [૧૭૧૫-૧૭૧૮] પહેલા ચાર વર્ષમાં દૂધ વગેરેનો ત્યાગ કરે, બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. પછી બે વર્ષ સુધી એકાન્તર તપ કરે. ભોજનને દિવસેઆચાપ્ત કરે. ત્યાર પછી અગિયારમે વર્ષો પહેલા છ મહિના સુધી કોઈ પણ અતિવિષ્ટ તપ ન કરે, ત્યાર પછી છ મહિના સુધી વિકૃષ્ટ તપ કરે. આ આખા વર્ષ પારણાને દિવસે આચાર્મ્સ કરે. બારમે વર્ષે એક વર્ષ સુધી કોટી સાથે આચા કરીને પછી મુનિ પક્ષ અથવા એક માસનું અનશન કરે. [૧૭૧૯] કાદપ, આભિયોગી, કિલ્બિષિક, મોહી અને આસુરી ભાવનાઓ દુર્ગતિ કરનાર છે. આ મૃત્યુ વખતે સંયમની વિરાધના કરે છે. [૧૭૨૦-૧૭૨૧] જે મરતી વખતે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાનયુક્ત * અને હિંસક છે, તેમને બોધિ બહુ દુર્લભ છે. જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાન Page #276 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન - ૩૬ ૨૭૩ રહિત છે, શુક્લ લેગ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે, તેમને બોધિ સુલભ હોય છે. [૧૭૨૨] જે મરતી સમય મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિત છે, કૃષ્ણ, લેશ્યામાં અવગાઢ છે તેમને બોધિ બહુ દુર્લભ છે. [૧૭૨૩-૧૭૨૪] જે જિન વચનમાં અનુરક્ત છે, જે જિન વચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તે નિર્મલ અને રાગાદિથી અસંકિસ્જ થઇને પરીત સંસારી થાય છે. જે જીવ જિનવચનથી અપરિચિત છે તે બિચારા અનેક વાર બાલ-મરણ તથા અકાળમરણથી મરતા રહે છે. [૧૭૨પી જે અનેક શાસ્ત્રોના જાણકાર, આલોચના કરનારાને સમાધિ ચિત્તસ્વાચ્ય) ઉત્પન્ન કરનાર અને ગુણગ્રાહી હોય છે તેઓ એ જ કારણે આલોચના. સાંભળવા યોગ્ય બને છે. [૧૭૨૬-૧૭૨૯] જે કન્દર્ય-કામ કથા કરે છે, કૌ૯હાસ્યોત્પાદક કુચેષ્ટાઓ કરે છે તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાથી બીજાને હસાવે છે, તે કાંદર્પ ભાવનાનું આચરણ કરે છે. જે સુખ, ઘી આદિ રસ અને સમૃદ્ધિ માટે મંત્ર યોગ અને ભૂતિ (ભસ્મ વગેરે) કર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. જે જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની અવર્ણ-નિન્દા કરે છે, તે માયાવી કિલ્બિષિકી ભાવનાનું આચરણ કરે છે. જે નિરન્તર ક્રોધ વધારે છે, અને નિમિત્તવિદ્યાનો પ્રયોગ કરે છે તે આ કારણોથી આસુરી ભાવનાનું આચરણ કરે છે. [૧૭૩૦] જે શસ્ત્રથી, વિષ ખાવાથી, અથવા અગ્નિમાં બળીને તથા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધ્વાચારથી વિરુદ્ધ-ભાસ્ક-ઉપકરણ રાખે છે, તે અનેક જન્મ-મરણનું બંધન કરે છે. [૧૭૩૧] આમ ભવ્યજીવોને અભિપ્રેત છત્રીસ ઉત્તરાધ્યયનોને પ્રકટ કરી બુદ્ધ, જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિવણ પામ્યા. - એમ હું કહું છું. | અધ્યયન-૩૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૪૩ ઉત્તર×યણ-ગુર્જરછાયાપૂર્ણ ચોથું મૂળસૂત્ર ગુર્જરછાયા પૂર્ણ 18 18 Page #277 -------------------------------------------------------------------------- ________________ [૨૭૪] -- - - - -- - - - नमो नमो निम्मल सणस्त પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ܝܙܪܕܕܙܕܙܕܙܙܙܙܙܙܙܬܪܙܕܫܪܙܕܙܢܕܙܕܕܫܕܕ ૪૪ નંદીસુત્ત 22222222 SUNNN (પ્રથમાચૂલિકા-ગુર્જરછાયા [૧] સંસારના સમસ્ત પ્રાણીઓના ઉત્પતિસ્થાનો ને જાણનાર, જગતના ગુરુ, જીવોને આનંદ આપનાર, જગતનાથ, સમસ્ત જ્ઞતના બંધુ, લોકના પિતામહનો જિનેશ્વરભગવંત સદા જયશીલ છે. ૨] સમસ્ત શ્રુતજ્ઞાનના મૂળસ્ત્રોત, વર્તમાન અવસર્પિણી કાલના ૨૪ તીર્થકરોમાં અંતીમ, અને પ્રાણીમાત્રના ગુરુ મહાત્મા મહાવીર સદા જયવંત છે. [૩]વિશ્વને જ્ઞાનાલોકથી આલોકિત કરનાર, રાગ-દ્વેષ રૂપ કર્મ-શત્રુઓ ઉપર વિજય મેળવનાર, તથા દેવ-દાનવો દ્વારા વન્દિત, કર્મરજથી સદા મુક્ત બનેલા ભગવાન મહાવીરનું સદા કલ્યાણ થાઓ. [૪]ગુણરૂપી ભવનોથી વ્યાપ્ત, શ્રુત-શાસ્ત્રરૂપ રત્નોથી પરિપૂર્ણ, વિશુદ્ધ સમ્યકત્વરૂપ રાજપથયુક્ત, અખંડચારિત્રરૂપકિલ્લાવાળા સંઘ-નગર ! તારું કલ્યાણ થાઓ. પિ સંયમ જેની નાભિ છે, તપ જેના આરા છે, સમ્યકત્વ જેની પરિધિ છે એવા સંઘરૂપી ચક્રને નમસ્કાર હો! જેની તુલના ન થઈ શકે એવા સંઘચકનો સદા જય હો! [૬]અઢાર હજાર શીલાંગ રૂપ ધ્વજા જેના ઉપર ફરફરી રહી છે, જેમાં તપ અને સંયમરૂપ સુંદર અશ્વયુગલ જોડાયેલ છે, જેમાંથી સ્વાધ્યાયનો મંગળમય મધુર ધ્વનિ નિકળી રહેલ છે એવા ભગવાન સંઘરથનું કલ્યાણ થાઓ. [૭-૮]જે સંઘ રૂપ પા કર્મરજ-કાદવ તથા જળ-પ્રવાહ બન્નેથી બહાર નીકળેલ છે, જેનો આધાર શ્રતરત્નમય દીર્ઘ નાલ છે, જેની પંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકાઓ છે, ઉત્તર ગુણરૂપ જેની પરાગ છે, શ્રાવકગણરૂપ ભ્રમરોથી ઘેરાયેલ છે, જિનેશ્વર રૂપ સુર્યના કેવળજ્ઞાનના તેજથી વિકાસ પામેલો છે અને શ્રમણગણ રૂપ હજારો પત્રોથી સુશોભિત છે એલા શ્રી સંઘપાનું સદા કલ્યાણ હો! [૯]તપ-સંયમ રૂપ મૃગલાંછનથી યુક્ત, અક્રિયાવાદી રુપ રાહુના મુખથી દુદ્ધ, નિરતિચાર સમયકત્વરુપ ચાંદનીથી સુશોભિત, સંઘચંદ્ર ! સદા જયને પ્રાપ્ત થાઓ. [૧૦] એકાંતવાદ ગ્રહણકત પરવાદીરૂપ ગ્રહપ્રભાને નષ્ટ કરનાર, તપતેજથી દેદીપ્યમાન, સમ્યજ્ઞાન રૂપ પ્રકાશથી યુક્ત, ઉપશમ પ્રધાન સંઘસૂર્યનું કલ્યાણ હો. [૧૧] વધતા આત્મિક પરિણામ રૂપ ભરતીથી જે વ્યાપ્ત છે, જેમાં સ્વાધ્યાય અને શુભ યોગ રૂપ કર્મવિદારણ કરનાર મગર છે, જે ક્ષોભ પામતો નથી,તથા જે સમગ્ર Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ સત્ર-૧૨ ઐશ્વર્યથી સંપન્ન છે, અતિવિશાળ છે એવા ભગવાનું સંઘસમુદ્ર નું સદા કલ્યાણ હો! [૧૨-૧૮]સમ્યગ્દર્શન રૂપ દઢ, શંકાદિ દૂષણ ન હોવાથી રુઢ, વિશુદ્ધયમાન અધ્યવસાયો ને કારણે ગાઢ, નવ તત્ત્વ અને ષડ્રદ્રવ્યમાં નિમગ્ન હોવાથી અવગાઢ એવી શ્રેષ્ઠ વજમય જેની ભૂપીઠિકા છે, ઉત્તર ગુણ-રત્નોથી સુશોભિત શ્રેષ્ઠ ધર્મ-મૂળગુણ રૂપ જેની સુવર્ણ મેખલા છે એવો સંઘ મેરુ–-નિયમરૂપ કનકમય શિલાતલ યુક્ત, અશુભ-વૃત્તિઓના ત્યાગથી નિર્મળ થયેલ ચિત્તરૂપ ઉંચા કૂટવાળા, શીલ-સૌરભથી સુરભિત સન્તોષ રૂપ મનોહર નંદનવન જેમાં છે એવો સંઘ-મે–જેમાં જીવદયા એજ કંદરાઓ છે, જે કુદાર્શનિક રૂપ મૃગોને પરાજિત કરનાર તેજસ્વી મુનિવર રૂપ સિહોથી આકીર્ણ છે, અન્વય-વયતિરેક હેતુ રૂપ નિષ્કન્દમાન ધાતુઓ જેમાં છે, જે શ્રત રૂપ રત્નો અને આમષદિ લબ્ધિરૂપ જડીબુટ્ટીઓથી દેદીપ્યમાન છે, એવો સંઘ મેરુ– સંવર રૂપ જળના વહેતા ઝરણાઓથી શોભાયમાન હારવાળા, મસ્તીમાં ઝૂમતા શ્રાવક જનરૂપ મયૂરોના મધુર શબ્દોથી જેમાં ગુંજી રહ્યા છે એવો સંઘ મેરુ–વિનય અને નયમાં પ્રવીણ મુનિવરો રૂપ વિજળીની ચમકથી જેના શિખરો સુશોભિત છે, ધર્મ રૂ૫ ફળ અને ઋદ્ધિરૂપ પુષ્પોથી યુક્ત, ગુણરૂપ જેમાં કલ્પવૃક્ષ છે, જે મુનિવરોના ગચ્છરૂપ વનથી વ્યાપ્ત છે એવો સંખ મેરુ સમ્યજ્ઞાન રૂપ શ્રેષ્ઠરત્નવાનું, દેદીપ્યમાન મનોહર નિર્મળ વૈડુર્યમણિ રૂપ ચૂલાથી જે યુક્ત એવા શ્રમણ સંઘ રૂપી સુમેરૂ ના માહભ્યને વિનયથી પ્રણમેલો હંદવવાચક) વંદન કરૂં છું. [૧૮-૧૯]અભિનંદન, સુમતિ પત્રપ્રભ, ચંદ્રપ્રભુ પુષ્પદંતસુવિધિ શીતળ શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમળ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્તમાન ને હું વંદન કરૂં .. [૨૦-૨૧ પ્રથમ ઈદ્રભૂતિ બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ત્યારપછી વ્યક્ત સુધમાં મંડિતપત્ર મૌર્યપુત્ર અકમ્પિત અચલભ્રાતા મેતાર્ય અને પ્રભાસ, આ અગીયાર ભગવાન મહાવીરના ગણધરો હતા. [૨૨] નિવણિપથના પ્રદર્શક, સર્વ ભાવના પ્રતિપાદક, અને કુદર્શનીઓનાં અભિમાનના મર્દક, જિનેન્દ્રભગવાન મહાવીરનું શાસન-પ્રવચન સદા જયવન્ત હો. [૨૩-૩૪] ભગવાન મહાવીરના પંચમ ગણધર અગ્નિ-વેશ્યાનગોત્રી સુધમસ્વામી, કાશ્યપગોત્રી જંબૂસ્વામી, કાત્યાયન ગોત્રીય પ્રભવ-સ્વામી, તથા વત્સગોત્રીય શર્માભવને વંદન કરું છું. તુંગિક-ગોત્રીયયશોભદ્ર, માઢરગોત્રીય સંભૂતિવિજયને પ્રાચીનગોત્રીયભદ્રબાહુ તથા ગૌતમ ગોત્રીય સ્થૂલભદ્રને વંદન કરું છું. એલાપત્યગોત્રીય આચાર્યમહાગિરિ અને સુહસ્તિને વંદન કરું છું. તતપશ્ચાત્ કૌશિક-ગોત્રીય બહુલમુનિ અને તેના સમાનવયવાળા બલિસ્યહને વંદન કરું છું. હારીત ગોત્રીય સ્વાતિને, હારીત ગોત્રીય શ્યામાર્યને વંદન કરૂંછું, કૌશિક ગોત્રી શારિડલ્ય તથા આર્યજીતધરને વંદન કરું છું. ત્રણ સમુદ્રો પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, દ્વીપ અને સમુદ્રોમાં પ્રામાણિકતા પ્રાપ્ત કરનાર ક્ષોભરહિત સમુદ્રની જેમ ગંભીર આર્યસમુદ્રને વંદન કરૂં . અધ્યયની, ધ્યાતા, જ્ઞાન, દર્શન, અને ચારિત્ર આદિ ગુણોને દિપાવનાર, તથા ધૃતસાગરના પારગામી, ધીર એવા આર્યમંગુને વંદન કરું છું. આર્ય ધર્માચાર્યને અને આર્ય શ્રી ભદ્રગુપ્તને વંદન કરૂંછું, તપ-નિયમ આદિ ગુણોથી સમ્પન્ન, વજસમાન Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ નદીસુ-(૩) દઢ શ્રી આર્યવજસ્વામીને વંદન કરું છું. જેઓએ સંયમી મુનિઓના ચારિત્ર-સંયમની રક્ષા કરી છે, તેમજ રતનોની પેટી સદશ અનુયોગની રક્ષા કરી છે તે આયરક્ષિતને વંદન કરૂં છું. જેઓ જ્ઞાન, દર્શન તપ, વિનયાદિ ગુણોમાં સર્વદા અપ્રમાદી હતા, પ્રસન્ન ચિત્તવાળા હતા, એવા આર્ય નંદિલક્ષપણકને મસ્તક નમાવી વંદન કરૂં છું. વ્યાકરણનિષ્ણાત, ભંગોના જ્ઞાતા, કર્મ પ્રકૃતિની પ્રરૂપણા કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીનો વાચકવંશ યશવંશની જેમ વૃદ્ધિ પામો. ઉત્તમ જાતિના અંજન ધાતુ તુલ્ય પ્રભાથી યુક્ત, પાકેલ દ્રાક્ષ અને નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિથી યુક્ત, આર્ય રેવતિ-નક્ષત્રનો વાચક વંશ વૃદ્ધિ પામો. જે અચલપુરમાં દીક્ષિત થયા અને કાલિક શ્રતની વ્યાખ્યા કરવામાં નિપુણ તથા ધીર હતા, એવા ઊત્તમ વાચક બ્રહ્મદીપક શાખાના સિંહાચાર્યને વંદન કરું છું. [૩પ-૪૫]જેમનો આ અનુયોગ આજે પણ અર્ધ ભરત ક્ષેત્રમાં પ્રચલિત છે તથા ઘણા નગરોમાં જેની યશોગાથા ગવાય છે, તે ઋજિલાચાર્યને વંદન કરું છું. શ્રી સ્કન્દિલાચાર્ય પશ્ચાતુ હિમવાન પર્વતની જેમ મહાન, વિક્રમશાળી, વૈર્ય અને પરાક્રમવાળા અનંત સ્વાધ્યાયને ધારણ કરનાર હિમવાનુ આચાર્યને મસ્તકવડે વંદન કરું છું. કાલિક શ્રુત સંબંધી અનુયોગના જ્ઞાતા, ઊત્પાદ આદિ પૂર્વેના ધારક, હિમવાનું ક્ષમાશ્રમણ સદશ શ્રી નાગાર્જુનાચાર્યને વંદન કરું છું. મૃદુ-કોમળ, આર્જવ ભાવોથી સંપન્ન, ક્રમથી વાચક પદને પ્રાપ્ત થયેલ, ઓઘ શ્રત-ઉત્સગ વિધિનું સમાચરણ કરનાર નાગાર્જુન વાચકને નમન કરું છું. તપાવેલ ઉત્તમ જાતિનું સુવર્ણ, ચંપક પુષ્પ અને વિકસિત ઉત્તમ કમળના ગર્ભ સમાન પીત વર્ણથી યુક્ત ભવ્ય પ્રાણીઓના હૃદયવલ્લભ, લોકોના હૃદયમાં દયાગુણ ઉત્પન્ન કરવામાં નિષ્ણાત, ધીર, તત્કાલીન દક્ષિણાધ ભરતક્ષેત્રમાં યુગપ્રધાન, બહુવિધ સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, અનેક શ્રેષ્ઠ મુનિવરોને સ્વાધ્યાય આદિમાં પ્રવૃત્ત કરાવનારા, નાગેન્દ્રકુળ તથા વંશને પ્રસન્ન કરનારા, પ્રાણીમાત્રને હિતોપદેશ આપવામાં સમર્થ, ભવ-ભયના નાશક, નાગાર્જુનઋષિના સુશિષ્ય આચાર્ય ભૂતદિન્ન ને વંદન કરુંછું. નિત્યાનિત્ય રુપથી વસ્તુતત્ત્વને સમ્યક્તયા જાણનારા, સુવિજ્ઞાત સૂત્રાર્થના ધારક, યથાવસ્થિત ભાવોના સમ્યક પ્રરૂપક લોહિયાચાર્યને વંદન કરું છું. શાસ્ત્રોના અર્થ અને મહાથની ખાણ સમાન અથતુ ભાષા, વિભાષા, વાર્તિકાદિથી અનુયોગની વ્યાખ્યા કરવામાં કુશળ, મૂળોત્તર ગુણોથી સંપન્ન, સાધુઓને આગમોની વાચના દેવામાં અને શિષ્યો દ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં સમાધિને અનુભવ કરનાર તથા પ્રકૃતિથીજ મધુરભાષી, એવા દૂષ્યગણી આચાર્યને સન્માનપૂર્વક પ્રણામ કરું છું. પ્રવચનકારોના પ્રશસ્ત લક્ષણોપેત, સુકુમાર સુંદર તળવાળા, સેંકડો પ્રતીચ્છકો થી પ્રણામ કરાયેલ (દૂષ્યગણીના) ચરણોમાં હું પ્રણામ કરું છું. આ યુગપ્રધાન આચાર્યા સિવાય અન્ય જે કાલિક શ્રત તથા અનુયોગના જ્ઞાતા, ધીર, આચાર્ય ભગવંતો થયા છે તેમને પ્રણામ કરીને હું દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ. ૪િ૬શૈલ-ઘસાયેલો ગોળ પત્થર અને પુષ્કરાવી મેઘ, કુટક-ઘડો, ચાલણી પરિપૂર્ણક, હંસ, ભેંસ, બકરી, મશક, જળો, બિલાડી, શેળો, ગાય, ભેરી, આહીર, દંપતી, તેમની સમાન શ્રોતાજન હોય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૪૭ ૨૭૭ ૪૭ીતે પરિષદુ શ્રિોતાઓનો સમૂહ] સંક્ષેપથી ત્રણ પ્રકારની કહી છે. જેમકે (૧) જ્ઞાયિકા પરિષદ્ (૨) અજ્ઞાયિકા પરિષદ્ (૩) દુર્વિદગ્ધા પરિષદુ જેમ ૪૮-૫ર જેવી રીતે ઊત્તમ જાતિના હંસ પાણી પાણી છોડીને દુધ પીએ છે તેવી રીતે જે પરિષદૂમાં ગુણસંપન્ન વ્યક્તિ હોય છે, તેઓ દોષ છોડી ગુણગ્રહણ કરે છે. તેને હે શિષ્ય ! તું જ્ઞાયિકા પરિષદૂ જાણ. જે શ્રોતા મૃગ, સિંહ અને કૂકડાના અબોધ બચ્ચાઓની જેમ સરળ, સ્વભાવથી જ મધુર હોય, અસંસ્કૃત રત્નોની જેમ સંસ્કારહીન હોય તેવા અનભિજ્ઞ શ્રોતાઓની સભા અજ્ઞાયિકા પરિષદુ કહેવાય જેવી રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈપણ શાસ્ત્રમાં સંપૂર્ણ ન હોય, અને તિરસ્કારના ભયથી કોઈને પૂછે પણ નહિ અને પોતાની પ્રશંસા સાંભળી મિથ્યાભિમાનથી વાયુપૂર્ણ મશકની જેમ ફૂલાયેલ રહે તેવા લોકોની સભાને હે શિષ્ય! દુર્વિદગ્ધ પરિષદૂ જાણ [૫૩-૫૪]જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપ્યું છે-લલિતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પાંચે જ્ઞાનો સંક્ષેપમાં બે ભેદોમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમકે– પ્રત્યક્ષ અને પરોક્ષ. [પપભગવન્ત ! તે પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા ભેદ છે? વત્સ! તે પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ છે. ઈદ્રિયપ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. [પs] તે ઈદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન પાંચ પ્રકારનું છે. જેમકે–શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ જિહવેન્દ્રિય પ્રત્યક્ષ અને સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. [૫૭]નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કેટલા પ્રકારનું છે ? નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ પ્રકારનું છે. અવધિજ્ઞાન પ્રત્યક્ષ, મનઃ પર્યવ જ્ઞાન પ્રત્યક્ષ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ. [૫૮]-અવધિજ્ઞાન પ્રત્યક્ષ કેટલા પ્રકારનું છે ? અવધિજ્ઞાનપ્રત્યક્ષ બે પ્રકારનું કહ્યું છે. જેમકે ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. 1 [૫૯]- ભવપ્રત્યયિક- કેટલા પ્રકારનું છે ? ભવપ્રત્યાયિક જ્ઞાન બે પ્રકારનું છે. જેમકે દેવો ને થનાર અને નારક જીવોને થનાર. [૬૦]–તે ક્ષાયોપજ્ઞમિક અવધિજ્ઞાન કોને હોયછે ? –ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બે પ્રકારનાં જીવોને હોય છે. જેમકે મનુષ્યોને અને તિર્યંચ પંચેન્દ્રિયોને. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કયા હેતુથી ઉત્પન્ન થાય છે?–અવધિજ્ઞાન ને આવરણ કરનાર ઉદય પ્રાપ્ત કમનો ઉપશમ હોવાથી ક્ષાયોપથમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. | [૧]અથવા જ્ઞાનાદિ ગુણોથી સમ્પન્ન અણગારને જે ક્ષયોપથમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના સંક્ષેપમાં છ ભેદો છે. જેમકે આનુગામિક (સાથે ને ચાલનારું) વર્તમાન હીયમાન પ્રતિપાતિક અપ્રતિપાતિક (પ્રશ્ન)–તે આનુગામિક અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે? આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે. જેમકે- અન્તગતઆત્માના પર્યન્તવર્તી પ્રદેશોમાં ઉત્પન્ન થનાર અને એક દિશામાં જાણનાર) અને મધ્યગત (એકજ સાથે સર્વ દિશાઓને પ્રકાશિત કરનાર) તે અન્તગત કેટલા પ્રકારનું છે? અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે –પુરતઃ અન્તગત માર્ગતઃ અન્તગત અને પાર્શ્વતઃ અન્તગત તે પુરતઃ અન્તગત અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે? પુરતઃ અન્તગત આ પ્રમાણે છે-જેમ કોઈ પણ પુરુષ ઉલ્કા, ઘાંસનો પુળો, સળગતું કાષ્ઠ, મણિ, દીપક, અથવા જ્યોતિને આગળ કરીને અનુક્રમથી યથાગતિએ ચાલે અને તે પ્રકાશિત Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ નંદીસુi-(૧) વસ્તુઓ દ્વારા માર્ગમાં રહેલા આગળના પદાર્થોને જુએ છે, તેજ પ્રમાણે પુરતઃ અત્તગત અવધિજ્ઞાનથી આગળના આત્મપ્રદેશોથી પ્રકાશિત થતા પદાર્થોને જોઈ શકે છે અને આ જ્ઞાન સાથેસાથે ચાલે છે. -માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? –માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ પુરુષ ઉલ્કા, સળગતા તૃણને, સળગતા કાષ્ઠને, મણિ પ્રદીપ અથવા જ્યોતિને પાછળ કરીને ચાલે તો તે ઉલ્કાદિથી પાછળના પદાર્થો પ્રકાશિત થાય છે. તેમજ આત્મા પાછળના પ્રદેશો વડે અવધિજ્ઞાનથી જાણે છે. [૬૨] પાર્શ્વતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, સળગતું તૃણ, સળગતું કાષ્ઠ, મણિ, પ્રદીપ અથવા જ્યોતિને બંને બાજુ રાખીને બન્ને બાજુના ક્ષેત્રને પ્રકાશિત કરતો ચાલે છે. એવી જ રીતે જે અવધિજ્ઞાન બન્ને બાજુના પદાથોને પ્રકાશિત કરતું સાથે સાથે ચાલે છે તે પાર્શ્વતો અન્તગત અવધિજ્ઞાન કહેવાય છે. આ અન્તગત અવધિજ્ઞાનનું વર્ણન થયું. મધ્યગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, તૃણના અગ્નિને, કાષ્ઠના અગ્નિને, મણિને દીપકને અથવા જ્યોતિને મસ્તક પર રાખીને વહન કરતો ચાલે છે અને સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોને ઉપરોક્ત પ્રકાશ દ્વારા જોતો ચાલે છે એજ રીતે ચારેય બાજુ પદાર્થોનું જ્ઞાન કરાવતું જે જ્ઞાન જ્ઞાતાની સાથે સાથે ચાલે છે તે જ્ઞાન મધ્યગત અવધિજ્ઞાન કહેવાય છે. અન્તગત અને મધ્યગત અવધિ-જ્ઞાનમાં વિશેષતા શું છે ? પુરત: અન્તગત અવધિજ્ઞાનથી જ્ઞાતા આગળની બાજુ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં રહેલા દ્રવ્યોને જાણે છે અને સામાન્ય ગ્રાહક આત્મા (દર્શન) થી જુએ છે. માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાની અવધિજ્ઞાન દ્વારા પાછળની બાજુ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે. પાશ્વતઃ અન્તગત અવધિજ્ઞાનથી બંને બાજુ સ્થિત દ્રવ્યોને સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં વિશેષરૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે. મધ્યગત અવધિજ્ઞાનથી સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં સર્વ પ્રદેશોથી, સર્વ વિશુદ્ધ સ્પર્ધકોથી સંખ્યાત અથવા અસંખ્યાત યોજનોમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્ય રૂપથી. જુએ છે. તે આનુગામિક અવધિજ્ઞાન છે. " [૬૩] અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ કેવું છે? અનાનુગામિક અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ વ્યક્તિ એક સ્થાનમાં અગ્નિ પ્રગટાવી તે અગ્નિની ચારે તરફ પરિભ્રમણ કરતો તે અગ્નિના સ્થાનથી દૂર જાય તો ત્યાં અંધકાર હોવાથી ત્યાંના પદાર્થોને જોઈ ન શકે, તેવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે ક્ષેત્રથી સંખ્યાત, અસંખ્યાત યોજન સુધી રહેલા સમ્બન્ધિત-નિરંતર અથવા અસમ્બન્ધિત-ત્રુટક તૂટક રીતે પદાર્થને જુએ છે. અનાનુગામિક અવધિજ્ઞાન થયું હોય તે ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય તો તે ત્યાંના પદાર્થોને જોતો નથી. [૬૪] વદ્ધમાન –અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? –અધ્યવસાયો-વિચારો પ્રશસ્ત હોવા પર તથા તેઓની વિશુદ્ધિ થવાપર અને ચારિત્રની વૃદ્ધિ થવાપર તથા ચારિત્ર વિશુદ્ધયમાન થવાપર જે જ્ઞાન ચારેય દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારે વધતું Page #282 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૫ ૨૭૯ જાય છે તે વદ્ધમાન અવધિજ્ઞાન છે. [૬૫-૬૬]ત્રણસમયના આહારક સૂક્ષ્મનિગોદીયા જીવની જેટલી જધન્યઅવગાહના- હોય છે તેટલું જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એવા સર્વ અગ્નિકાયના સર્વાધિક જીવોને અંતરરહિત આકાશપ્રદેશોમાં સૂચીરૂપે સ્થાપિત કરે. તે જીવો જેટલા આકાશને વ્યાપ્ત કરે, અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ દિશાઓમાં તીર્થકરોએ અથવા ગણધરોએ તેટલું નિર્દેશ્ય છે. [૬૭]જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાં ભાગમાં રહેલ રૂપી પદાર્થોને દેખે તે કાળથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ દેખે જે ક્ષેત્રથી અંગુલનો સંખ્યાતમો ભાગ જુએ તે કાળથી આવલિકાની સંખ્યાતમો ભાગ જુએ. ક્ષેત્રથી અંગુલપ્રમાણ જુએ તે આવલિકામાં કંઈક ન્યૂન જૂએ. પૃથકત્વ (બેથી નવ) અંગુલ જૂએ તો સંપૂર્ણ આવલિકા પ્રમાણ કાળ જુએ [૬૮-૭૦] કાળથી મુહૂર્તમાં ન્યૂન જુએ, અને જો કાળથી દિવસમાં કંઈક ઓછું દેખે તો ક્ષેત્રથી એક ગાઉ પરિમાણ દેખે છે એમ જાણવું જોઈએ. જો ક્ષેત્રથી એક યોજન પ્રમાણ જુએ તો કાળથી દિવસ યોજન પ્રમાણ જાએ તો કાલથી દિવસ પૃથકત્વ (બેથી નવ દિવસ) જુએ. જો ક્ષેત્રથી પચીસ યોજન પર્યન્ત જુએ. તો કાળથી પક્ષમાં કંઈક ન્યૂન જાએ. અવધિજ્ઞાની ક્ષેત્રથી જો ભરતક્ષેત્રને જુએ તો કાળથી અર્ધમાસ પરિમિત ભૂત ભવિષ્યતુ કાલ સંબંધી રૂપી પદાર્થોને જાણે દેખે છે. જો ક્ષેત્ર જેબૂદ્વીપ પરિમાણ જાએ તો કાળથી કાંઈક અધિક એક માસ જાએ. જો ક્ષેત્રને જુએ તો કાળથી એક વર્ષ પરિમિત ભૂત ભવિષ્યને જાણે દેખે. અને જો ક્ષેત્રથી રુચક દ્વીપ સુધી દેખે તો કાળથી પૃથકત્ત્વ વર્ષ-ભૂત ભવિષ્યતુ કાળને જાણે દેખે. જો ક્ષેત્રથી સંખ્યાત દ્વિપ-સમુદ્ર પર્યન્ત જાણે જુએ તો કાળથી સંખ્યાત કાળને જાણે, પરંતુ કાળથી અસંખ્યાત કાળ જાણતું હોય તો દ્વીપ-સમુદ્રોની ભજન જાણવી જોઈએ . ૭૧]અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ થવાપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-ચારેયની • વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના-વૃદ્ધિ હોય અથવા ન પણ હોય. દ્રવ્ય અને પર્યાયિની વૃદ્ધિ થવાપર ક્ષેત્ર અને કાળ ની ભજના છે. [૭૨-૭૩)કાળ સૂક્ષ્મ હોય છે પણ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર છે. કેમકે એક જંગલ પરિમિત શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશોની ગણના કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓના સમય પરિમાણ તે પ્રદેશો હોય છે. આ રીતે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. [૭૪]–હીયમાનઅવધિજ્ઞાન કેવા પ્રકારનું છે. હીયમાન અવધિજ્ઞાન અપ્રશસ્તવિચારોમાં વર્તતા અવિરત સમ્યગુદષ્ટિ જીવને તથા વર્તમાન દેશવિરત શ્રાવકને અને સર્વવિરત ચારિત્ર-સાધુને, જ્યારે તે અશુભ વિચારોથી સંકલેશને પ્રાપ્ત હોય છે અને ચારિત્રમાં સંકુલેશ ને પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી–અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થાથી હાનિ હોય છે. એ પ્રમાણે હીયમાન–અવધિજ્ઞાન જાણવું. []પ્રતિપાતિ અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? પ્રતિપાતિ અવધિજ્ઞાન-જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતમો ભાગ, બાલાઝ અથવા બાલાપૃથકત્ત્વ, લીખ યા લખપૃથકત્ત્વ, જૂ યા ભૂપૃથકત્ત્વ, જવ યા જવપૃથકત્ત્વ, અંગુલ યા Page #283 -------------------------------------------------------------------------- ________________ નંદીસુři - (૭૫) અંગુલપૃથકત્ત્વ, પગ યા પગપૃથકત્ત્વ, વિતસિત (૧૨ અંગુલ પરિમાણ ક્ષેત્ર) યા વિતસ્તિપૃથકત્ત્વ, રત્નિ (હાથ પરિમાણ ક્ષેત્ર) યા ત્નિપૃથકત્ત્વ, કુક્ષિ (બે હાથ પરિમાણ ક્ષેત્ર) યા કુક્ષિપૃથકત્ત્વ, ધનુષ્ય (ચાર હાથ પરિમાણ ક્ષેત્ર) યા ધનુષ્ય-પૃથકત્ત્વ કોશ યા કોશપૃથકત્ત્વ, યોજન યા યોજનપૃથકત્ત્વ, યોજનશત યા યોજન શતપૃથકત્ત્વ, સહસ્ત્ર યોજન યા સહસ્ત્ર યોજનપૃથકત્ત્વ, લાખ યોજન યા લાખયોજન પૃથકત્ત્વ, ક્રોડ યોજન યા ક્રોડયોજન પૃથકત્ત્વ, ક્રોડાક્રોડી યોજન યા ક્રોડાક્રોડી યોજન કૃતકત્ત્વ, સંખ્યાત યોજન યા સંખ્યાતયોજન પૃથકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાતયોજન કૃતકત્ત્વ, અસંખ્યાત યોજન યા અસંખ્યાત યોજનપૃથકત્ત્વ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોકને જોઈને જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તે પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. ૨૮૦ [9]અપ્રતિપાતિ અવધિજ્ઞાન કેલા પ્રકારનું છે ? અપ્રતિપાતિ અવધિજ્ઞાન-જે જ્ઞાનથી જ્ઞાતા અલોકના એકપણ આકાશ-પ્રદેશને વિશિષ્ટ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી જુએ છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પર્યન્ત રહે છે. તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. [૭૭]તે અવધિજ્ઞાનને સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમકે- દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી. દ્રવ્યથી-અવધિજ્ઞાની જધન્ય, અનંત રૂપી દ્રવ્યોને જાણે-જુએ છે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્યોને જાણે અને જુએ. ક્ષેત્રથા-અવધિજ્ઞાની જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે અને જુએ, ઉત્કૃષ્ટ અલોકમાં લોકમેત અસંખ્યાત ખંડોને જાણે અને જુએ છે. કાળથી-અવધિજ્ઞાની જ ઘન્ય આવલિકાના અસંખ્યાતમાં ભાગમાત્ર કાળને જાણે અને જુએ, અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવિસર્પિણીઓ પરિમાણ કાળને જાણે અને જુએ . ભાવથી-અવધિજ્ઞાની જધન્ય અનંત ભાવોને જાણે અને જુવે છે, ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે અને જુએ. પરંતુ સર્વ પર્યાયોના અનન્તમાં ભાગમાત્રને જાણે અને દેખે છે. [૮] આ પૂર્વોક્ત અવધિજ્ઞાન-ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એ બે પ્રકારે છે, અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધારે ઘણા વિકલ્પો-ભેદો છે. [૭૯-૮૦]ના૨કી, દેવ, અને તીર્થંકર અવધિજ્ઞાનથી અબાહ્ય અર્થાત્ યુક્ત જ હોય છે અને સર્વદશા-વિદિશાઓમાં જુએ છે મનુષ્ય અને તિર્યંચજ દેશથી (અને સર્વથી પણ) જુએછે. આ પ્રમાણે અવધિજ્ઞાનપ્રત્યક્ષનું વર્ણન સમાપ્ત. [૮૧] મનઃપર્યવ જ્ઞાન કેવા પ્રકારનું છે ? હે ભગવન્ ! તે મનઃપર્યવત જ્ઞાન શું મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મનુષ્યેતર (દેવ-નાકી અને તિર્યંચો) ને ? ગૌતમ ! તે મનપર્યવ જ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. મનુષ્યેતર પ્રાણીઓને નહીં. જો મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો શું સંમૂર્ણિમ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! સંમૂર્છિમ મનુષ્યોને નહિ. ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોને મનઃપર્યવ જ્ઞાન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને કે અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને મનઃપર્યવજ્ઞાન થાય છે, અકર્મભૂમિના અને અન્તરદ્વીપના ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને ? Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સુત્ર-૮૧ ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ને નહિ. જો સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પર્યાપ્તિ સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ? ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ. પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું સમ્યગ્દષ્ટિ પયપ્તિ સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને, કે મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજમનુષ્યોને ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યો અને મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થતું નથી. જો સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના યુવાળા કર્મ-ભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! સંયત સમ્યગ્દષ્ટિ પયપ્તિ સંખ્યાત. વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. અસંયત અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નહિ. જો સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાલા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને નથી હોતું. જો અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા કર્મ-ભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે તો શું ઋદ્ધિપ્રાપ્ત-લબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને કે અમૃદ્ધિપ્રાપ્ત-અલબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પયપ્તિ સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે? ગૌતમ ! ઋદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના યુવાળા કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે, અનૃદ્ધિ પ્રાપ્ત સંખ્યાતવર્ષના આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને મન:પર્યવજ્ઞાનનની પ્રાપ્તિ થતી નથી. [૨] તે મનપર્યવજ્ઞાન બે પ્રકારે ઉત્પન્ન થાય છે, જેમકે- જુમતિ અને વિપુલમતિ. તે સંક્ષેપથી ચાર પ્રકારનું પ્રરૂપ્યું છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી. દ્રવ્યથી- જુમતિ અનંતપ્રદેશિક અનંત સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપથી જાણે અને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નંદીસુનં-(૮૨). જાએ છે, વિપુલમતિ તે જ સ્કલ્પોને કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધ અને નિર્મળરૂપે જાણે અને જુએ છે. ક્ષેત્રથી- ઋજુમતિ જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભા પૃથ્વી સંબંધી ઊપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધી અને ઉપર જ્યોતિષચક્રના ઉપરના તલ પર્યત અને ત્રિછલોકમાં મનુષ્યક્ષેત્રની અંદર-અઢીદ્વીપ-સમુદ્રપર્યત-૧૫ કર્મભૂમિઓ, ૩૦ અકર્મભૂમિઓ, પ૬ અંતરદ્વીપોમાં રહેતાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનોગત ભાવોને અઢી અંગુલ અધિક ક્ષેત્રને વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મલતર-તિમિર રહિત જાણે અને જુએ છે. કાળથી જુમતિ જધન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ-ભૂત અને ભવિષ્યકાળને જાણે અને જુએ છે. વિપુલમતિ એટલાજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળ જાણે અને જુએ છે. ભાવથી8ામતિ અનંત ભાવોને જાણે અને જુએ છે, પરંતુ બધા ભાવોના અનંતમા ભાગને જાણે અને જુએ તેજ ભાવોને વિપુલમતિ કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળરૂપે જાણે અને જાએ છે. [૮૩-૮૪]મન:પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનમાં ચિંતિત અર્થને પ્રગટ કરવાવાળું છે, તથા ગુણપ્રત્યય એટલે અન્તિ આદિ ગુણો આ જ્ઞાનની પ્રાપ્તિના કારણ છે અને તે ચારિત્રયુક્ત અપ્રમત્ત સંવતનેજ થાય છે. આ પ્રમાણે, મન:પર્યવજ્ઞાનની પ્રરૂપણા થઈ. ૮પોતે કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ગૌતમ ! કેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમક- ભવસ્થકેવળજ્ઞાન અને [૨]સિદ્ધ કેવળજ્ઞાન તે ભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે- સયોગીભવસ્થ કેવળજ્ઞાન અને અયોગીભવસ્થ કેવળજ્ઞાન. તે સયોગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? સયોગીભવસ્થકેવળજ્ઞાન બે પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકે-પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-અને અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન- અથવા બીજી રીતે પણ બે પ્રકારો છે, જેમકે ચરમ સમય યોગી ભવસ્થ કેવળજ્ઞાન- અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-ભગવદ્ ! અયોગીભવસ્થકેવળજ્ઞાન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! અયોગીભવસ્થ- કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે– પ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અપ્રથમસમયઅયોગીભવસ્થકેવળજ્ઞાન અથવા ચરમસમયઅયોગીભવ સ્થ કેવળજ્ઞાન. અચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન આ પ્રમાણે અયોગી ભવસ્થ કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. ભવસ્થ કેવળજ્ઞાન વર્ણન પૂરૂ થયું. [૮]તે સિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે- અનન્તરસિદ્ધકેવળજ્ઞાન અને પરમ્પરસિદ્ધકેવળજ્ઞાન. [૮૭]તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે? તે અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન ૧૫ પ્રકારનું કહ્યું છે, જેમકે– તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થકરસિદ્ધ, અતીર્થકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ પ્રત્યેક-બુદ્ધસિદ્ધ બુદ્ધબોધિત સિદ્ધ સ્ત્રીલિંગસિદ્ધ પુરૂષલિંગસિદ્ધ નપુંસકલિંગસિદ્ધ સ્વલિંગસિદ્ધ અલિંગસિદ્ધ ગૃહસ્થલિંગસિદ્ધ એકસિદ્ધ અનેક સિદ્ધનું કેવળજ્ઞાન. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન વર્ણન પૂરુ. તે પરંપર સિદ્ધકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ? પરંપરસિદ્ધકેવળજ્ઞાન અનેક પ્રકારે વર્ણિત છે, જેમકે Page #286 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૮૯ ૨૮૭ પ્રથમસમયસિદ્ધ, દ્વિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુ-સમયસિદ્ધ યાવત્ દશસમયસિદ્ધ, સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનન્તસમયસિદ્ધ, આ પરંપરસિદ્ધ કેવળજ્ઞાન છે. [૮]તે સંક્ષેપથી ચાર પ્રકારનું છે, જેમકે–દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની-સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રથી કેવળજ્ઞાની–સર્વ લોકાલોક ક્ષેત્રને જાણે અને જુએ છે. કાળથી કેવળજ્ઞાની–સર્વકાળ-ભૂત ભવિષ્ય, અને વર્તમાનને જાણે અને જુએ છે. ભાવથી કેવળજ્ઞાની-સર્વભાવો-પયિો ને જાણે અને જુએ છે. [૯૦-૯૨]સપૂર્ણ દ્રવ્ય, પરિણામ, ઔદયિક આદિ ભાવોને અથવા વર્ણ, ગંધ, રસ આદિ ભાવોને જાણવાનું કારણ છે, તે અન્ત રહિત તથા શાશ્વત-સદાકાળ સ્થાયી અપ્રતિપાતિ છે. આવું આ કેવળજ્ઞાન એકજ પ્રકારનું છે કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણી તેમાં જે પદાર્થો વર્ણન કરવા યોગ્ય હોય તેઓનું તીર્થંકરદેવ પોતાના પ્રવચનમાં પ્રતિ પાદન કરે છે, તે વચનયોગ છે અને તે વચન શેષ શ્રત અથતુ અપ્રધાન શ્રત છે. આ રીતે કેવળજ્ઞાનનો વિષય સંપૂર્ણ થયો અને નોઈદ્રિય પ્રત્યક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રકરણ સંપૂર્ણ થયું. [૯૩-૯૪]તે પરોક્ષજ્ઞાન કેટલા પ્રકારનું છે? પરોક્ષ જ્ઞાન બે પ્રકારે પ્રતિપાદન કરાયું છે, જેમકે–આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ અને શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે. અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં આભિનિ બોધિક જ્ઞાન હોય છે. આ બંને પરસ્પર અનુગત છે-એક બીજાની સાથે જ રહે છે. -સન્મુખ આવેલ પદાથોને જે જાણે છે તે આભિનિબોધિક જ્ઞાન અને સાંભળી શકાય તે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે, પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક નથી હોતું. વિશેષતા રહિત (સામાન્યરુપે) મતિ, મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાન બંને પ્રકારે હોય છે. પરંતુ વિશેષનો વિચાર કરવાથી સમ્યગ્દષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદષ્ટિની મતિ-તે મતિઅજ્ઞાન કહેવાય છે. તેવીજ રીતે વિશેષતા રહિત શ્રત, શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ઉભયરૂપ હોય છે. વિશેષ દષ્ટિએ સમ્યગ્દષ્ટિનું શ્રુત, મૃત જ્ઞાન અને મિથ્યા દષ્ટિનું શ્રુતશ્રુત-અજ્ઞાન હોય છે. [૯૫-૯૬]આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારનું આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારનું છે. શ્રુતનિશ્રિત અને અમૃતનિશ્રિત. અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારનું છે? ઉત્તર-અકૃતનિશ્રિત ચારપ્રકારનું છે, જેમકે ઔત્પત્તિકી (હાજર જવાબી) વૈનયિકી (વિનયથી ઉત્પન્ન થનારી) કર્મજા (કર્મ કરવાથી ઉત્પન્ન થનારી) પારિણામિકી વયના પરિપાકથી ઉત્પન્ન થનારી આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારોએ વર્ણવી છે, [૯૭-૧૦]જે બુદ્ધિ પહેલાં સાંભળ્યા વગર, જોયા વગર, જાણ્યા વગર, પદાર્થના વિશુદ્ધ અર્થ-અભિપ્રાયને તત્કાળજ ગ્રહણ કરી શકે છે અને જેનાથી અવ્યાહત ફળબાધા રહિત પરિણામનો યોગ થાય છે તે ઔત્પત્તિકી બુદ્ધિ છે. ભરત-શિલા, પ્રતિજ્ઞા,વૃક્ષ, અચૂંઠી, પટ-વસ્ત્ર, સરટ-કાકીડો, કાગડા, ઉચ્ચાર-મળ પરીક્ષા, હાથી, ઘયણ-ભાષ્ઠ, ગોલક, સ્તન્મ, ક્ષુલ્લક, માર્ગ, સ્ત્રી, પતિ, પુત્ર, મધપૂડો, મુદ્રિકા, અડક, નાણું સુવર્ણમહોર, ભિક્ષુ ચેટક-નિધાન, શિક્ષા- ધનુર્વેદ, અર્થશાસ્ત્ર, ઈચ્છામહં, જે તમે ઈચ્છામહ જે તમે ઈચ્છો તે આપજો શત હ. ભરતશિલા, ઘેટુ, કુકડો તલ, રેતી, હસ્તિ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ નંદીસુનં-(૧૦૧) કૂપ, વન-ખંડ, ખીર અતિગ, પત્ર, ઢેઢગરોળી પાંચપિતા. આ સર્વે ઓત્પાતિકી બુદ્ધિના ઉદાહરણો છે. [૧૦૧-૧૦૩] વિનયથી ઉત્પન્ન થયેલી બદ્ધિ કાર્ય-ભાર વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ-ધર્મ,અર્થ, કામનું પ્રતિપાદન કરનાર સૂત્ર તથા અર્થના પ્રમાણ-સારને ગ્રહણ કરનારી તથા આ લોક અને પરલોકમાં ફળ દેનારી હોય છે. વૈયિકી બુદ્ધિના ઉદાહરણો-નિમિત્ત, અર્થશાસ્ત્ર, લેખ, ગણિત, કૂપ, અશ્વ, ગર્દભ, લક્ષણ, ગ્રન્યિ, ઔષધ, રથિક, વેશ્યા, ભીંજાયેલી, શાટિકા, લાંબુતૃણ, વિપરીત, ઠોંચાદિ, નવોદક, બળદની ચોરી, ઘોડાનું મરણ, વૃક્ષનું પડવું. [૧૦૪-૧૦૫]ઉપયોગ પૂર્વક-મનનથી કાર્યોના પરિણામને જોવાવાળી, અભ્યાસ અને વિચારવાથી વિશાળ બનેલી, તેમજ વિદ્વજ્જનોથી સાધુવાદરૂપ ફળ આપનારી, આ રીતે કાર્યના અભ્યાસથી સત્પન્ન બુદ્ધિ કર્મના બુદ્ધિ છે. કર્મકાબુદ્ધિના ઉદાહરણો- સુવર્ણકાર, ખેડૂત, વણકર, રસોઈઓ, મણિકાર, ઘી વેચનાર, નટ, દરજી, કડીયો, કંદોઈ, ઘટ, ચિત્રકાર. [૧૦૬-૧૧૦]અનુમાન, હેતુ, અને દષ્ટાંતથી કાર્યસિદ્ધ કરનારી અવસ્થાના પરિપાકથી પુષ્ટ થનારી. લોકહિત કરનારી. મોક્ષરૂપ ફળ દેનારી બદ્ધિ પારિણામિકી કહેવાય છે. પારિણામિકી બુદ્ધિના ઉદાહરણ અભયકુમાર શ્રેષ્ઠિકુમાર દેવી ઉદિતોદય, રાજા, સાધુ, નંદિષેણ, ધનદત્ત, શ્રાવક, અમાત્ય, ક્ષપક, અમાત્યપુત્ર, ચાણકય, સ્થૂલભદ્ર, નાસિકપુરનાસુંદરીનંદ, વજસ્વામી, ચરણાહત, આમલક, મણિ, સર્પ, ગેંડો, સૂપ-ભેદન ઈત્યાદિ. આ તે અશ્રુતનિશ્રિતા નું વર્ણન સમાપ્ત થયું. [૧૧૧]ઋતનિશ્રિત મતિજ્ઞાન કેટલા પ્રકારનું છે. તે ચાર પ્રકારનું છે, જેમકે–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. [૧૧૨-૧૧૫]અવગ્રહ કેટલા પ્રકારે છે ? અવગ્રહ બે પ્રકારે છે. તે આ પ્રમાણે અથવગ્રહ વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહના કેટલા પ્રકારે છે? વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે – શ્રોત્રેન્દ્રિય-વ્યંજનાવગ્રહ ધ્રાણેન્દ્રિયવ્યંજનાગ્રહ ક્વેિદ્રિયવ્યંજનાવગ્રહ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. અથવિગ્રહ કેટલા પ્રકારે છે ? અથવગ્રહ છ પ્રકારે છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ ચક્ષુરિન્દ્રિયઅથવગ્રહ ધ્રાણેન્દ્રિઅથવગ્રહ જિહુવેન્દ્રિય અર્થાવગ્રહ સ્પર્શેન્દ્રિય અથવિગ્રહ નોઈન્દ્રિયઅથવગ્રહ. અથવગ્રહના નાના ઘોષ અને નાના વ્યંજનોવાળા પાંચ નામ છે, - અવગ્રહણતા-જેના દ્વારા શબ્દાદિ પુદ્ગલો ગ્રહણ કરાય તેને અવગ્રહ કહેવાય છે. ઉપધારણતા- વ્યંજનાવગ્રહના શેષ સમયમાં નવીન નવીન પગલોને સમયે-સમયે ગ્રહણ કરવા અને પહેલા-ગ્રહણ કરેલાને ધારણ કરવા તે, શ્રવણતા-જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય તે શ્રવણતા કહેવાય છે અવલંબનતા-અર્થનું ગ્રહણ કરવું તે, મેઘા-આ સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે. [૧૧]ઈન્દ્રિયના વિષય અને હર્ષ વિષાદ આદિ માનસિક ભાવોના સંબંધમાં નિર્ણય કરવાને માટે વિચારરૂપ ઈહા કેટલા પ્રકારની છે ? ઈહા છ પ્રકારની છેશ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહા, ધ્રાણેન્દ્રિય ઈહા, જિહુવેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા, નોઈન્દ્રિયઈહા. તેના એકાર્થક, નાનાઘોષ, અને નાના વ્યંજનવાળા પાંચ નામ છે, તે આ પ્રમાણે આભોગનતા–અર્થાવગ્રહ પછી સભૂત અર્થની વિશેષ વિચારણા કરવી. Page #288 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૧૭ ૨૮૫ માર્ગણતા- અન્વય-વ્યતિરેકરૂપ ધર્મનું અન્વેષણ કરવું. વ્યતિરેક-અસભૂત ધર્મના ત્યાગ પૂર્વક અન્યધર્મનું અન્વેષણ કરવું. ચિંતા-સભૂત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. વિમર્શ-કંઈક સ્પષ્ટ વિચાર કરવો. [૧૧૭અપાયમતિજ્ઞાન કેટલા પ્રકારે છે ? અવાય છ પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકેશ્રોત્રેન્દ્રિયઅવાય. ચક્ષુરિન્દ્રિયઅવાય, ધ્રાણેન્દ્રિય અવાય, જિન્દ્રિયઅવાય સ્પર્શેન્દ્રિયઅવાય અને નોઈન્દ્રિય અવાય. તેના એકાઈક નાનાઘોષ અને નાના વ્યંજનવાળા પાંચનામ છે, જેમકે- આવર્તનતા-ઈહા પછી નિશ્ચય બોધરૂપ પરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું પ્રત્યાવર્તનતા-ઈહાદ્વારા અથનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું. અવાય-સર્વરીતે પદાર્થનો નિશ્ચય બુદ્ધિ-નિશ્ચયાત્મકજ્ઞાન વિજ્ઞાન- વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલ જ્ઞાનને વિજ્ઞાન કહે છે. [૧૧૮]ધારણા કેટલા પ્રકારની છે? ધારણાના છ પ્રકાર છે, જેમકે- શ્રોત્રેન્દ્રિય ધારણા, ચક્ષુરિન્દ્રિયધારણા. ધ્રાણેન્દ્રિયધારણા. રસનેન્દ્રિયધારણાં. સ્પર્શેન્દ્રિય ધારણા. નોઈદ્રિય ધારણા. તેના પણ નાનાઘોષ અને નાના વ્યંજન- વાળા એકાWક પાંચ નામ છે, -ધારણા-જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ યોગ્ય નિમિત્ત મળવાપર જે સ્મૃતિ જાગી ઉઠે તે ધારણા. સાધારણા-જાણેલ અર્થને અવિસ્મૃતિપૂર્વક અંતમુહૂર્તસુધી ધારણ કરી રાખવું સ્થાપના-નિશ્ચય કરેલ અર્થનું હૃદયમાં સ્થાપન કરવું. પ્રતિષ્ઠા અવાય દ્વારા નિર્મીત અર્થોને ભેદ-પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન કરવું. કોષ્ઠ-જેમ કોષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થાય પણ સુરક્ષિત રહે છે તેવી રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવું. [૧૧૮]અવગ્રહ [અથવગ્રહ જ્ઞાનનો કાળ–પ્રમાણ એક સમય છે, ઈહાનો અંતર્મુહૂર્ત પ્રમાણ એક સમય છે, અવાયનો પણ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે, ધારણાનો કાળ સંખ્યાત-કાળ અથવા યુગલિયાઓની અપેક્ષાથી અસંખ્યાત કાળ પણ છે. [૧૨]આ રીતે-ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ, છ પ્રકારે અથવગ્રહ, છ પ્રકારની ઈહા, છપ્રકારતા અવાય, છપ્રકારની ધારણા, આ અઠ્ઠાવીસ પ્રકારના મતિજ્ઞાનમાં જે વ્યંજનાવગ્રહ છે તેનું પ્રતિબોધક અને મલ્લક ના દષ્ટાંતથી પ્રરૂપણા કરીશ. પ્રતિબોધકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું નિરૂપણ કેવી રીતે હોય છે ? પ્રતિબોધકના દષ્ટાંતથી આ પ્રમાણે છે, જેમકે- કોઈ પુરૂષ કોઈ સૂતેલા માનવને “હે અમુક! હે અમુક!” એવી રીતે અવાજ કરી જગાડે, ત્યારે વચ્ચેજ શિષ્ય પ્રશ્ન કર્યો. ભગવન્! આમ કહેવા પર શું તે પુરૂષના કાનોમાં એક સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે કે, બે સમયોમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે? યાવતુ દશ સમયમાં યા સંખ્યાત. સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ કરવામાં આવે છે ? આમ પૂછવા પર ગુરુએ કહ્યું કે -- વત્સ ! એક સમયમાં પ્રવિષ્ટ પ્રદૂગલો ગ્રહણ કરવામાં આવતા નથી, બે સમયમાં પ્રવિણ પુગલો પણ ગ્રહણ કરવામાં આવતા નથી, પરંતુ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પદ્ગલો ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે પ્રતિબોધકના દાંતથી વ્યંજન નાવગ્રહનું સ્વરૂપ થયું. મલકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કેવું છે ? મલ્લકનું દાંત જેવી રીતે કોઈ પુરુષ કુંભારના નિંભાડામાંથી મલ્લક લાવે, તેમાં પાણીનું એક ટીપું નાખે, તે નષ્ટ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નંદીસુi - (૧૨૦) થઈ જાય છે. ત્યારે પછી બીજા ઘણાં ટીપાં એક એક કરીને નાંખે તે પણ વિલીન થઈ જાય છે, પરંતુ આવી રીતે નિરન્તર પાણીના ટીપાં નાખતા રહેવાથી તે પાણીના ટીપાં મલ્લકને પ્રથમતો ભીનું ક૨શે, ત્યાર પછી તેમાં પાણીના ટીપાં ટકી શકશે. આ ક્રમથી પાણીના ટીપાં નાખતા રહેવાથી અંતમાં તે મલ્લક પૂર્ણ ભરાઈ જશે. આ ઉપરાંત તેમાંથી પાણી બહાર નીકળવા લાગશે. આવી રીતે વારંવાર શબ્દપુદ્ગલો પ્રવિષ્ટ થવા ૫૨ તે વ્યંજન અનંત પુદ્ગલોથી પૂરિત થઈ જાય છે. અર્થાત્ જ્યારે શબ્દ-પુદ્ગલો દ્રવ્યશ્રોત્રમાં પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ ‘હું કાર’ કરે છે. પરન્તુ તે નિશ્ચયથી જાણતો નથી કે આ શબ્દ શું છે ? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરે છે, ત્યારે તે જાણે છે આ અમુક શબ્દ છે. તત્પશ્ચાત્ અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઉપગત-આત્મજ્ઞાનમાં પરિણત થઈ જાય છે અને નિર્ણય કરે છે કે આ શબ્દ અમુ છે. તત્પશ્ચાત્ ધારણામાં પ્રવેશ કે છે અને સંખ્યાત અસંખ્યાત કાળ પર્યંત તે શબ્દને ધારણ કરી રાખે છે. અવગ્રહાદિના છ ઉદાહરણો છે, જેમકે- કોઈ વ્યક્તિ અવ્યક્ત હબ્દ સાંભળીને *આ શબ્દ છે’ એમ ગ્રહણ કરે પરન્તુ તે નિશ્ચયથી જાણતો નથી કે, ‘આ શબ્દ કયો છે’ ત્યાર બાદ ઈહામાં પ્રવેશ કરે છે. પશ્ચાત્ તે જાણે છે કે આ અમુક શબ્દ છે.’ તત્પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાય છે. તદનંતર તેને ઉપગત થઈ જાય છે. તત્પશ્ચાત્ ધારણામાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તેને સંખ્યાત યા અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે. જેમકે-કોઈ વ્યક્તિએ અસ્પષ્ટ રૂપ જોયું, તેને ‘આ કોઈ રૂપ છે’ એ રીતે ગ્રહણ કર્યું. પરન્તુ તે જાણતો નથી કે આ કોનું રૂપ છે ? તત્પશ્ચાત્ ઈહા-તર્કમાં પ્રવિષ્ટ થાય છે, પછી ‘આ અમુક રૂપ છે’ આ રીતે જાણે છે. પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાય છે, ત્યારે તે ઉપગત થઈ જાય છે. પશ્ચાત્ તે ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યન્ત ધારણા કરી રાખે છે. જેમકે —કોઈ પુરૂષ અવ્યક્ત-અસ્પષ્ટ ગંધને સૂંઘે છે, તેણે ‘આ કંઈક ગંધ છે’ આ રીતે ગ્રહણ કર્યું પરન્તુ તે જાણતો નથી કે “આ કોની ગંધ છે ? તદનંતર ઈહામાં પ્રવિષ્ટ થઈને તે જાણે છે અને તે જાણે છે કે ‘આ અમુક ગંધ છે’. ત્યાર પછી અવાયમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે ત ઉપગત થઈ જાય છે, ત્યાર બાદ ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત કે અસંખ્યાત કાલ પર્યંત ધારણ કરી રાખે છે. કોઈ પુરુષ અવ્યક્ત સ્પર્શનો સ્પર્શ કરે છે, તેને આ ‘કોઈક સ્પર્શ છે’ એ રીતે ગ્રહણ કર્યું, પરન્તુ તે જાણતો નથી કે ‘આ કયો સ્પર્શ છે ?” ત્યાર બાદ તે ઈહામાં પ્રવિષ્ટ થાય છે અને જાણે છે કે “આ અમુક સ્પર્શ છે’. પશ્ચાત્ અવાયમાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તે ઉપગત થઈ જાય છે. પછી ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યન્ત ધારણ કરી રાખે છે. જેમકે –કોઈ પુરુષે અવ્યક્ત સ્વપ્ન જોયું, તેને ‘આ સ્વપ્ન છે’ એ રીતે ગ્રહણ કર્યું પરન્તુ તે જાણતો નથી કે ‘આ કેવું સ્વપ્ન છે ?’ પશ્ચાત્ ઈહામાં પ્રવિષ્ટ થાય છે. ત્યાં તે જાણે છે કે ‘આ અમુક સ્વપ્ન છે.’ તદનંતર અવાયમાં પ્રવિષ્ટ થાય છે. ત્યારે તે ઉપગત થાય છે. તત્પશ્ચાત્ ધારણામાં પ્રવિષ્ટ થાય છે અને સંખ્યાત યા અસંખ્યાત કાળપર્યન્ત ધારણ કરી રાખે છે. આ માક-દષ્ટાન્તથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા થઈ. [૧૨૧-૧૨૨]તે આભિનિબોધિક સંક્ષેપમાં ચાર પ્રકારનું પ્રરૂપ્યું છે, - દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી. દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્યરીતે સર્વ દ્રવ્યોને જાણે છે પરન્તુ જોતા નથી. કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે જોતા નથી. Page #290 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૨૨ ૨૮૭ કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે પરંતુ જોતા નથી. ભાવથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વભાવોને જાણે છે પરંતુ જોતા નથી. સંક્ષેપમાં આભિનિબોધિકમતિજ્ઞાનનાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ ચાર ભેદો હોય છે. [૧૨૩-૧૨૪]અથના અવગ્રહણને અવગ્રહ, અથની વિચારણાને ઈહા, અથના. નિર્ણયાત્મક જ્ઞાનને અવાય અને ઉપયોગની અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિને ધારણા કહે છે. અવગ્રહ (અથગ્રહ) જ્ઞાનના ઉપયોગ-નો કાલપરિમાણ એક સમય, ઈહા અને અવાયના ઉપયોગનો અર્ધ્વમુહૂર્ત પ્રમાણ તથા ધારણાનો કાલપરિમાણ સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્વત છે. એમ જાણવું જોઈએ. [૧૨૫-૧૨૬]શ્રોત્ર ઈન્દ્રિયદ્વારા પૃષ્ટ થયેલા શબ્દ સંભળાય છે, પરન્ત રૂપ સ્પર્શ કર્યા વિના જોવાય છે “ ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારીજ છે. ઘાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયોથી બદ્ધ અને ઋષ્ટ થયેલા પુદ્ગલો જણાય છે. વક્તા દ્વારા મુકાતા ભાષારૂપ મુગલસમૂહને સમશ્રેણિઓમાં સ્થિત શ્રોતા સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દોથી મિશ્રિતજ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થવા પરજ શબદ સાંભળે છે.એટલે વિશ્રેણિમાં સ્થિત શ્રોતા, વક્તાદ્વારા મૂકેલ શબ્દોને નહિ પણ તે શબ્દપુગલોના સંસર્ગથી શબ્દરૂપે પરિણમેલા બીજા પુદ્ગલોને સાંભળે છે. [૧૭] ઈહા અપોહ વિમર્શ માર્ગણા ગવેષણા સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી નામો છે. [૧૨૮] આભિનિબોધિકજ્ઞાન પરોક્ષ વિવરણ પૂર્ણ. મતિજ્ઞાનનું વિષયપૂર્ણ. [૧૨૯]પરોક્ષ શ્રુતજ્ઞાનના કેટલા પ્રકાર છે ? પરોક્ષ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારનું છે, જેમકે-અક્ષરદ્ભુત અનક્ષરકૃત, સંજ્ઞીશ્રુત, અસંજ્ઞીશ્રુત, સમ્યકશ્રુત, મિથ્યાશ્રત, સાદિકશ્રુત, અનાદિક, શ્રુત સપર્યવસિતશ્રુત, અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિષ્ટશ્રુત અનંતગપ્રવિષ્ટશ્રુત. [૧૩૦]અક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે? અક્ષરશ્રતની પ્રરૂપણા ત્રણ પ્રકારે છે, જેમકે-સંજ્ઞાઅક્ષર, વ્યંજનઅક્ષર, લબ્ધિઅક્ષર. સંજ્ઞા અક્ષરનું સ્વરૂપ કેવું છે? સંજ્ઞા અક્ષર કહે છે. અર્થાતુ લખવામાં આવનાર અક્ષરો સંજ્ઞાક્ષર કહેવાય છે. વ્યંજન અક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષરોના ઉચ્ચારણને વ્યંજનાક્ષર કહે છે. લબ્ધિઅક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષર લબ્ધિવાળા જીવને લબ્ધિ-અક્ષર ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ભાવશ્રુતજ્ઞાન હોય છે. જેમકે- શ્રોત્રેન્દ્રિય લબ્ધિ-અક્ષર, ચક્ષુરિન્દ્રિય-લબ્ધિ-અક્ષર, ઘાણઈદ્રિયલબ્ધિ-અક્ષર, રસનેન્દ્રિય-લબ્ધિ-અક્ષર, સ્પર્શેન્દ્રિય-લબ્ધિઅક્ષર, નોઈદ્રિય-લબ્ધિઅક્ષર, આ રીતે અક્ષરશ્રુતનું વર્ણન છે. [૧૩૧-૧૩ર અનક્ષકશ્રતના કેટલા પ્રકાર છે ? અનક્ષરકૃત અનેક પ્રકારથી કહ્યું છે, જેમકે-ઉંચો શ્વાસ લેવો, નીચે શ્વાસ મૂકવો, ઘૂંકવું, ખાંસી ખાવી, છીંક આવવી, - નાકથી છીંકવું, અનુસ્વાર યુક્ત ચેષ્ટા કરવી તે અનક્ષશ્રત છે. [૧૩૩] સંજ્ઞીશ્રુતના કેટલા પ્રકાર છે ?સંજ્ઞી શ્રુત ત્રણ પ્રકારનું પ્રરુપ્યું છે, જેમકેકાલિક ઉપદેશથી, હેતુવાદઉપદેશથી અને દષ્ટિવાદ-ઉપદેશથી. કાલિક ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે ? કાલિક ઉપદેશથી ઈહા- વિચારણા, અપોહ-નિશ્ચય. માર્ગણા-અન્વય ધર્માન્વેષણરૂપ, ગવેષણા-વ્યતિરેક-ધર્મસ્વરૂપ પર્યાલોચન, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નંદીસુi- (૧૩૩) ચિંતા–'શું થયું કે થશે ?’ આ પ્રકારનું પર્યાલોચન, વિમર્શ—આ વસ્તુ આરીતે સંઘટિત થાય છે એવો વિચાર, આ પ્રકારની વિચારધારા જે પ્રાણીને હોય તે સંશી કહેવાય છે. જે પ્રાણીને ઈહા, અપોહ, માર્ગણા ગવેષણા, ચિંતા, વિમર્શ નથી તે અસંશી કહેવાય છે. એવા જીવોનું શ્રુત કાલિક-ઉપદેશથી સંશી અને અસંજ્ઞીશ્રુત કહેલાય છે. હેતુ ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે ? જે જીવની અવ્યક્તકે વ્યક્તરીતે વિજ્ઞાનદ્વારા, આલોચનપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ છે તે સંજ્ઞી અને જે પ્રાણીની અભિસંધારણપૂર્વિકા કરણશક્તિવિચારપૂર્વક ક્રિયા કરવામાં પ્રવૃત્તિ હોતી નથી તે અસંશી કહેવાય છે. આરીતે હેતૂપદેશથી સંશી અને અસંશી કહેવાય છે. દષ્ટિવાદ-ઉપદેશથી સંશી શ્રુતનું સ્વરૂપ કેવું છે ? દષ્ટિવાદ- ઉપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુતના ક્ષયોપશથી સંશી અને અસંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી અસંશી કહેવાય છે. આરીતે દૃષ્ટિવાદોપદેશથી સંશી અને અસંશી સમજવા. આરીતે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુત પૂર્ણ થયું. [૧૩૪]સભ્યશ્રુત તે શું છે ? ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ત્રિલોકદ્વારા આદરપૂર્વક જોવાયેલ, યથાવસ્થિત ઉત્કીર્તિત, ભાવપૂર્વક નમસ્કૃત, અતીત વર્તમાન અને અનાગતને જાણવાવાળા, સર્વજ્ઞ અને સવદર્શી અર્હત તીર્થંકર ભગવંતો દ્વારા પ્રણીત-અર્થથી ઉપદિષ્ટ, જે આ દ્વાદશારૂપ ગણિપિટક છે તે સભ્યશ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે- આયારો, સૂયગડો, ઠાણું, સમવાઓ, વિવાહપન્નતિ, નાયાધમ્મકહા, ઉપાસના ગદસા અંતગડા દસા, અનુત્તરો વવાઇય દસા,પછ્યા વગરણું, વિવાગસૂર્ય અને દિદ્ધિવાય આરીતે આ દ્વાદશાક ગણિપિટક ચૌદ પૂર્વધારીનું સમ્યશ્રુત હોય છે. સંપૂર્ણ દશપૂર્વધારીનું પણ સમ્યક્દ્ભુત હોય છે.તેનાથી ઓછું અર્થાત્ કંઈક ઓછું દર્શપૂર્વ અને નવ આદિપૂર્વનું જ્ઞાન હોવા પર ભજના છે અર્થાત્ સભ્યશ્રુત હોય અથવા ન પણ હોય.આ રીતેસમ્યકશ્રુતનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૫]મિથ્યાશ્રુતનુંસ્વરૂપ કેવું છે ? જે અજ્ઞાની મિથ્યાદષ્ટિઓદ્વારા સ્વચ્છંદબુદ્ધિ અને મતિદ્વારા કલ્પિત કરેલા છે તે મિથ્યાશ્રુત છે તે આ પ્રમાણ છે, જેમકેભારત રામાયણ, ભીમાસુરોક્ત, કૌટિલ્ય, શકટભદ્રિકા, ખોડા-ઘોટક મુખ, કાપસિક, નાગસૂક્ષ્મ, કનક સપ્તતિ, વૈશેષિક, બુદ્ધવચન, ત્રૈરશિક, કાપિલીય, લોકાયત, ષષ્ઠિતંત્ર, માઢર, પુરાણ, વ્યાકરણ, ભાગવત, પાંતજલિ, પુષ્પદૈવત, લેખ, ગણિત, શકુનિત, નાટક. અથવા બહોતેર કળાઓ અને સાંગોપાચારવેદ, આ સર્વને જ્યારે મિથ્યાદષ્ટિ મિથ્યાત્વથી ગ્રહણ કરે છે ત્યારે મિથ્યાશ્રુતછે. આજ ગ્રંથોને સમ્યગ્દષ્ટિ સમ્યરૂપથી ગ્રહણ કરે છે તો સભ્યશ્રુત થઈ જાય છે. અથવા મિથ્યાદષ્ટિને પણ આ ગ્રંથ સભ્યશ્રુત છે. કારણ કે તેના સમ્યક્ત્વમાં હેતુરૂપ બની જાય છે, કોઈ મિથ્યાદષ્ટિ તે ગ્રંથોથી પ્રેરિત થઈને સ્વપક્ષ-મિથ્યાત્વદષ્ટિને છોડી દે છે. આ મિથ્યાશ્રુતનું વર્ણન કર્યુ. [૧૩૬]સાદિ, સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુતનું સ્વરૂપ કેવું છે ? આ દ્વાદશાંગરૂપ ગણિપિટક [શેઠના રત્નોના ડબ્બાની સમાન આચાર્યની શ્રુતરત્નોની પેટી]પર્યાયાર્થિક નયની અપેક્ષાથી સાદિ અને સાન્ત છે અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહ્યું છે, જેમકે—દ્રવ્યથી. ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સભ્યશ્રુત, એક પુરુષની અપેક્ષાએ સાદિપર્યવસિત-સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત છે— Page #292 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૩૬ ૨૮૯ આદિ અને અંત રહિત છે. ક્ષેત્રથી સમ્યક્ શ્રુત-પાંચ ભરત, પાંચ ઐરવતની દૃષ્ટિથી સાદિ સાંત છે અને મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે, કાલથી સભ્યશ્રુતઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ સાદિ-સાંત છે, ને નોઉત્સર્પિણી નોઅર્પિણીની અપેક્ષાએ અનાદિ અનંત છે. ભાવથી સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકરોદ્વારા જે પદાર્થ જે સમયે સામાન્યરુપથી કહેવાય છે, નામાદિ ભેદ બતાવીને કથન કરાતા હોય છે, હેતુદષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કરાતા હોય છે, ઉપનય અને નિગમનથી જે સ્થાપિત કરાતા હોય છે ત્યારે તે ભાવો-પદાર્થોની અપેક્ષાથી સભ્યશ્રુત સાદિ સાંત છે. અને ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યશ્રુત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું શ્રુત સાદિ સાંત છે, અભવસિદ્ધિક જીવનું મિથ્યાશ્રુત અાદિ અનંત છે. સમસ્ત આકાશના પ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી અનંતવાર ગુણિત કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. સર્વ જીવોને અક્ષર-શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ સદૈવ ઉદ્ઘાટિત-ખુલ્લો રહે છે. જો તેના પર પણ આવરણ આવી જાય તો જીવ અજીવ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે ચેતના જીવનું લક્ષણ છે. વાદળોનું ગાઢ આવરણ આવવા છતાં પણસૂર્ય, ચંદ્રની પ્રભા કાંઈક જણાયજ છે. આ રીતે સાદિ, સાંત અને અનાદિ અનંત શ્રુતનું વર્ણન કર્યું. [૧૩૭] ગમિક શું છે ? આદિ, મધ્ય અથવા અંતમાં કંઈક વિશેષતાથી તેજ સૂત્રને વારંવાર કહેવું તે ગમિકશ્રુત છે. દૃષ્ટિવાદ ગમિકશ્રુત છે, અગમિક શ્રુતનું સ્વરૂપ કેવું છે ? ગમિકથી વિસર્દશ-આચારાંગ આદિ અગમિકશ્રુત છે, અથવા તે સંક્ષેપથી બે પ્રકારનું વર્ણવ્યું છે- એગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યશ્રુત ના કેટલા પ્રકાર છે ? અબાહ્ય શ્રુત બે પ્રકારનું કહ્યું છે, જેમકે- આવશ્યક અને આવશ્યક ભિન્ન આવશ્યક શ્રુતનું સ્વરૂપ કેવું છે ? આવશ્યક શ્રુત છ વિભાગોમાં વિભક્ત છે, જેમકે– સામાયિક, ચતુર્વિશતિસ્તવ વંદના, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે. આવશ્યકવ્યતરિક્ત શ્રુત કેટલા પ્રકારે છે ? આવશ્યકભિન્ન શ્રુતની પ્રરૂપણા બે પ્રકારે છે, જેમકે- કાલિક-જે શ્રુત દિવસ રાત્રિના પહેલા ને ચોથા પહોરમાં ભણાય છે. ઉત્કાલિક-જેનું અધ્યયન કાલિકથી ભિન્ન કાલમાં થઈ શકે છે. ઉત્કાલિક શ્રુતના કેટલા પ્રકાર છે ? ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે—દશવૈકાલિક, કલ્પાકલ્પ, ચૂલકપશ્રુત, મહાકલ્પશ્રુત, ઔપપાતિક, રાજપ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદુલવૈચારિક, ચન્દ્રવેધ્ય, સૂર્યપ્રજ્ઞપ્તિ, પૌરુષીમંડલ, મંડલપ્રવેશ, વિદ્યાચરણ, વિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાનવિભક્તિ, મરણવિભક્તિ, આત્મવિશોધિ, વીતરાગશ્રુત, સંલેખનાશ્રુત, વિહારકલ્પ, ચરણવિધિ, આતુર-પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ઈત્યાદિ. આવી રીતે ઉત્કાલિક શ્રુત છે. કાલીક શ્રુતના કેટલા પ્રકાર છે ? કાલિક શ્રુતના અનેક પ્રકાર છે, જેમકેઉત્તરાધ્યયન દશાશ્રુતસ્કન્ધ કલ્પબૃહ્કલ્પ વ્યવહાર નિશીથ મહાનિશીથ ઋષિભાષિત જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ ક્ષુદ્રિકાવિમાન પ્રવિભક્તિ મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ અગચૂલિકા વર્ગચૂલિકા વિવાહ ચૂલિકા અરૂણોપપાત 19 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નંદીસુનં-(૧૩૭) વરૂણોપરાત ગરૂડોપપાત ઘરણોપપાત વૈશ્રમણપપાત વેલન્જરોપપાત દેવેન્દ્ર પાત ઉત્થાનથુત સમુત્થાનકૃત નાગપરિજ્ઞાપનિકા નિરયાવલિકા કલ્પિકા કલ્પાવતંસિકા પુષ્મિતા પુષ્પચૂલિકા વૃષ્ણિદશાઈત્યાદિ ૮૪ હજાર પ્રકીર્ણક આદિ તીર્થકર ભગવાનું શ્રી ઋષભસ્વામીના છે, સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના છે.અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન શ્રીવર્તમાન સ્વામીના છે. અથવા જે તીર્થકરના જેટલા શિષ્યો ઔત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હોય છે, તેના તેટલા હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલાજ હોય છે.આ કાલિકશ્રુત છે. આ રીતે આ આવશ્યક-વ્યતિરિક શ્રુતનું વર્ણન થયું. આ રીતે આ અનશ પ્રવિષ્ટદ્યુતનું પણ સ્વરૂપ સંપૂર્ણ થયું. [૧૩૮]અપ્રવિષ્ટ કૃતના કેટલા પ્રકાર છે ? અપ્રવિષ્ટ કૃત બાર પ્રકારે વર્ણવ્યું છે, જેમકે- આયારો, સૂર્યગડો, ઠાણ, સમવાઓ, વિવાહપન્નત્તિ, નાયાધમ્મ, કહાઓ ઉવાસગદસાઓ, અનુત્તરો, વવાયદસાઓ, પણહાવાગરણ વિવાગસૂય દિક્ટિવાએ. [૧૩૯]–આચાર નામક અંગનું સ્વરૂપ કેવું છે ? આયારો સૂત્રમાં શ્રમણનિગ્રન્થોના આચારગોચર-ભિક્ષાને ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયનું ફળ કર્મક્ષયાદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, અથવા શિષ્યને સત્ય તથા વ્યવહાર ભાષા ગ્રહણ કરવા યોગ્ય છે અને મિશ્ર તથા અસત્ય ભાષા ત્યાજય છે, ચરણ-વ્રતાદિ, કરણ-પિંડવિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમયાત્રા, માત્રા-સંયમના નિવહિમાટે પરિમિત આહાર કરવો, વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરવા, વિગેરે વિષયોનું વર્ણન કર્યું. છે. તે આચાર સંક્ષેપમાં પાંચ પ્રકારનો છે, જેમકે–જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપઆચાર, વિચાર. આયારો સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર. સંખ્યાત નિયુકિતઓ, અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે આચારા બાર અંગોમાં પ્રથમ અંગ છે. તેમાં બે શ્રુતસ્કન્ધો છે, પચ્ચીશ અધ્યયનો છે ૮૫ ઉદ્દેશનકાલ તથા ૮૫ સમુદ્દેશન કાલ છે. પદપરિમાણમાં ૧૮ હજાર પદો, સંખ્યાત અક્ષર, અનંતગમ અર્થાત્ અનંત અથગમ, અનંત પયરય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવરનું પ્રતિપાદન છે. શાશ્વત-ધમસ્તિકાયાદિ, કૃત-પ્રયોગજ-ઘટાદિ, વિશ્રા-સંધ્યા, વાદળાદિનો રંગ, આ સર્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિર્યુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિ અનેક પ્રકારથી દઢ કરેલ જિનપ્રજ્ઞપ્ત ભાવ સામાન્ય રૂપથી કહ્યા છે, નામાદિથી પ્રજ્ઞાપિત કરેલા છે. પ્રરૂપિત કરેલા છે, ઉપમાન તથા નિગમનાદિથી નિદર્શિત- કરેલા છે. આચારાંગને ગ્રહણ કરનારા, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાતુ મૂર્તિ બની જાય છે. તે ભાવોના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ રીતે આચારા સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે આચારાનું સ્વરૂપ વર્ણવ્યું છે. [૧૪] સૂયગડો સૂત્રમાં ષડૂકવ્યાત્મક લોક સૂચિત કરાય છે. અલોક સૂચિત કરાય છે.લોકાલોક સૂચિત કરાય છે. આ રીતે જીવ અજીવ, જીવાજીવની સૂચના કરાય છે. તેમજ સ્વસમય પરસમય અને સ્વ-પર સમયની સૂચના કરાય છે. સૂત્રકતાનમાં ૧૮૦ ક્રિયાવાદીઓના, ૮૪ અક્રિયાવાદીઓના, ૬૭ અજ્ઞાનવાદીઓના, અને ૩ર વિનયવાદીઓના, એ પ્રમાણે ૩૩ પાખડિઓના મતનો નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. સૂયગડો પરિમિત વાચનાઓ, સંખ્યાત Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪૦ ૨૯૧ અનુયોગ દ્વારા, સંખ્યાત વેઢો-છંદો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. સૂયગડો આ અંગોની દષ્ટિએ બીજું છે, તેમાં બે શ્રુતસ્કન્ધ અને ૨૩ અધ્યયનો છે. ૩૩ ઉદ્દેશન કાલ અને ૩૩ સમુદ્રેશનકાલ છે. સૂત્રકતાનું પદપરિમાણ ૩૬ હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યાય પરિમિતત્રસ, અનંત સ્થાવર છે. એમાં શાશ્વત, નિબદ્ધ, અને નિકાચિત એવા તીર્થકર ભગવાન્ દ્વારા ઉપદિષ્ટ ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, તથા ઉપદર્શન કરેલ છે. આવી રીતે સૂયગડો નું અધ્યન કરનાર તદ્રુપ બની જાય છે, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આવી રીતે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરાય છે. આ સૂત્રકૃતાંગનું વર્ણન છે. [૧૪૧]ઠાણે સૂત્રમાંકયા વિષયનું વર્ણન છે? સ્થાનાંગસૂત્રમાં જીવની સ્થાપના અજીવની સ્થાપના તથા જીવાજીવની સ્થાપના કરાય છે. સ્વસમય-જૈન સિદ્ધાંત, પરસમય-જૈનેતર સિદ્ધાંત, સ્વ-પરસમય–જૈન અને જૈનેતર બંને પક્ષની સ્થાપના કરવામાં આવી છે. લોકઅલોક અને લોકાલોકની સિદ્ધિ કરવામાં આવી છે. ઠાણં સૂત્રમાં ટેક, કૂટ પર્વત, શિખરી, પ્રાભાર-ફૂટની ઉપર કુન્જાગ્રસમાન અથવા પર્વત ઉપર હસ્તિકુંભની આકૃતિ સમાન કુન્જ, કુંડ, ગુફાઓ, ખાણ, પુંડરિક આદિ હૃદ, તથા ગંગા આદિ નદીઓનું પ્રરૂપણ કરવામાં આવેલ છે. સ્થાનાંગમાં એક થી લઈને અનુક્રમથી દશ પર્યન્ત વૃદ્ધિ પામતા ભાવોની પ્રરૂપણા કરેલી છે. ઠાણસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગોમાં ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ અને દશ અદયયનો છે. ૨૧ ઉદ્દેશન કાલ, ૨૧ સમુદ્દેશન કાળ છે. પદ પરિમાણથી પદોની સંખ્યા ૭૨ હજાર છે.સંખ્યાત અક્ષર, અનંત ગમ છે. અનંત પયય, પરિમિત ત્રસ અને અનંત. સ્થાવર છે. શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવો કહેલા છેતેઓનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, ઉપદર્શન, નિદર્શન કરવામાં આવેલ છે. આ ઠાણં સૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે ઉકત અંગમાં ચરણકરણાનુયોગની પ્રરૂપણા કરી છે. આ સ્થાનાંગ સુત્રનું વર્ણન છે. [૧૪]સમવાઓ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? સમવાઓ સૂત્રમાં યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને જીવાજીવનો સમીચીન રૂપે બોધ કરાવવામાં આવ્યો છે. સ્વદર્શન, પરદર્શન, સ્વ-પરદર્શન નો બોધ કરાય છે. લોક, અલોક અને લોકાલોકનો સમ્યક બોધ કરાય છે. સમવાઓમાં એકથી વૃદ્ધિ કરતાં સો સ્થાન સુધી પદાર્થોની પ્રરૂપણા કરેલી છે. દ્વાદશાંગ ગણિપિટકનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. સમવાઓ માં પરિમિત વાચન, સંખ્યાત અનુયોગ દ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ, સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે બાર અંગોમાં ચોથું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક અધ્યયન, એક ઉદ્દેશન કાલઅને એક સમુદ્દેશન કાલ છે. પદ પરિમાણ એક લાખ ૪૪ હજાર છે.સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર, તથા શાશ્વત-કૃત- નિબદ્ધ-નિકાચિતજિનપ્રરૂપિત ભાવોનું પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે : સમવાઓના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નદીસુનં- (૧૪૩) સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ સમવાયાંગનો પરિચય છે. [૧૪૩] વિવાહપન્નતિમાં કયા વિષયનું વર્ણન છે ? વિવાહપતિમાં અજીવ, જીવાજીવની વ્યાખ્યા કરવામાં આવી છે. સ્વસમય, પરસમય અને સ્વ-પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે. લોક, અલોક અને લોકાલોના સ્વરૂપનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વિવાહપન્નતિમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢી, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગશાસ્ત્રોમાં વિવાહપન્નતિ અંગ છે. એક શ્રુતસ્કન્ધ, ઃ એક સોથી કાંઈક અધિક અધ્યયનો; ૧૦ હજાર ઉદ્દેશક, ૧૦ હજાર સમુદેશક, ૩૬ હજાર પ્રશ્નોત્તર અને બે લાખ અઠ્ઠાવીસ હજાર પદાઝથી પદપરિમાણ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ અને અનંત પયરય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રાપ્ત ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું છે. વિવાહપન્નત્તિના પાઠક તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ વિવાહપન્નતિ નું સ્વરૂપ છે. [૧૪]નાયાધમ્મકહાઓ કયા વિષયનું વર્ણન છે ? નાયધમ્મકહામાં જ્ઞાતો (ઉદાહરણ રૂપ વ્યક્તિઓ) ના, નગરો, ઉદ્યારો, ચેત્યો-જિનાલય, વનખંડો, ભગવાનનું સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટદ્ધિ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, પર્યાય, શ્રતનું અધ્યયન, ઉપધાન-તપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદ-પોપગમન, દેવલોકમાં જવું, પુનસુકુળમાં ઉત્પન્ન થવું પુનઃ બોધિનો લાભ અને અંતક્રિયાઓ (મોક્ષની પ્રાપ્તિ) ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ધર્મ કથાઓના ૧૦ વર્ગ છે. તેમાં એક-એક ધર્મકથામાં પાંચસો- પાંચસો આખ્યાયિકાઓ છે, એક-એક આખ્યાયિકામાં પાંચસો-પાંચસો ઉપાખ્યાયિકાઓ છે અને એક એક-એક ઉપાખ્યાયિકાઓમાં પાંચસો-પાંચસો આખ્યાયિકા-ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપર બધા મેળવવાથી સાડાત્રણ કરોડ કથાનક છે, એમ કહ્યું છે. જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોની અપેક્ષાએ નાયાધમ્મકહા છઠું અંગ છે. બે શ્રુત સ્કન્ધ, ૧૯ અધ્યયન, ૧૯ ઉદેશનકાળ, ૧૯ સમુદેશનકાળ, સંખ્યાત સહસ્ત્ર પદ પરિમાણ છે, આ રીતે સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. ઉક્ત અંગનો પાઠક તદાત્મકરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે નાયા ધમ્મકહામાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ તાયાધમ્મકહાનું સ્વરૂપ છે. [૧૫]ઉપાસકદશાંગસત્રમાં કયા વિષયનું વર્ણન છે ? ઉપાસકદશાંગમાં શ્રવણો પાસકોનાં નગર, ઉદ્યાન, ચેત્યો-૮ વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિ, ભોગ-પરિત્યાગ, દિક્ષા, સંયમનો પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનતપ, શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪૫ ૨૯૭ પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ તથા પ્રતિમાઓને ધારણ કરવાનું. ઉપસર્ગ, સંલેખના, અનશન, પાદપોપગમન, દેવલોકગમન, પુનઃ સુકુળમાં જન્મ, પુનઃબોધિનો લાભ અને અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ઉપાસગદસાઓની પરિમિત વાચ-નાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત. સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગોમાં સાતમું અંગ છે. તેમાં એકશ્રુતસ્કન્ધ, ૧૦ અધ્યયન, ૧૦ ઉદ્દેશ નકાળ, ૧૦ સમુદ્રેશનકાળ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંતગમ અને અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું સામાન્ય ને વિશેષરૂપથી કથન, પ્રરૂપણ, પ્રદર્શન. નિદર્શન, ઉપદર્શન કર્યું છે. તેનું સમ્યકરીતે અધ્યયન કરનારા તદ્રુપ આત્મા,જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. ઉપાસક દશકમાં ચરણ-કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ ઉપાસક શ્રુતનો વિષય છે. [૧૪૬] – અંતગડદસાએસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? અંતગડદસાઓમાં અંતતો એટલે જન્મમરણ રૂપ સંસારનો અંત કરનાર મહાપુરુષોના નગરો, ઉદ્યાનો, ચેત્યો, વનખંડો, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા,આ લોક અને પરલોકની વિશિષ્ટદ્ધિ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, સંયમ-પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનપત, સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપોપગમન, અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અંતગડદસાઓમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત છંદો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. દ્વાદશાંગીમાં તેઆઠમું અન છે, એક શ્રુતસ્કન્ધ, આઠવર્ગ, આઠ ઉદ્દેશનકાલ, આઠ સમુદ્રેશનકાલ છે. સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંતપયયિ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવો કહ્યાં છે તથા તેઓનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. આ રીતે ઉક્ત અષમાં ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ અંતકદ્દશાનું સ્વરૂપ છે. [૧૪૭અનુત્તરોવવાય દશા સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? અનુત્તરાવવાઈપ દશા સૂત્રમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનારા પુણ્યાત્માઓના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા, આ લોક પરલોક સંબંધી ઋદ્ધિવિશેષ, ભોગોનો પરિત્યાગ, દીક્ષા, સંયમ,પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ, ઉપસર્ગ, અંતિમ સંલેખના, ભક્ત-પ્રતયાખ્યાન પાદપોપગમન તથા મૃત્યુ પશ્ચાતુ અનુત્તર વિમાનોમાં દેવ રૂપમાં ઉત્પત્તિ, પુનઃચવીને સુકુળની પ્રાપ્તિ, બોધિલાભ અને અંતક્રિયાદિનું કથન છે. અનુત્તરોવવાઈય સૂત્રમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો. સંખ્યાત નિયુક્તિઓ સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અનુત્તરોવવાઈયદસા સૂત્ર અશોમાં નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ છે. ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશનકાલ, ત્રણ સમુદ્રેશનકાલ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયય છે. પરિમિત ત્રસ તથા અનંત સ્થાવરોનું વર્ણન છે. શાશ્વત, કૃત નિબદ્ધ, નિકાચિત એવા જિન ભગવાનદ્વારા પ્રરૂપિત ભાવો કહ્યાં છે અને પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન નિદર્શન તથા ઉપદર્શનથી સુસ્પષ્ટ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ નંદીસુd-(૧૪૮) કર્યા છે. અનુત્તરીપપાતિક દશા સૂત્રનું સમ્યક્ અધ્યયન કરનારા તરૂપ આત્મા, જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. ઉક્ત અકમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ અનુત્તરોવવાઈય અંગનો વિષય છે. [૧૪૮]પહાવાગરણ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? પહાવગરણ સૂત્રમાં ૧૦૮ પ્રશ્ન-જે વિદ્યા કે મંત્ર વિધિથી જાપકરી સિદ્ધ કર્યા હોય અને પૂછવાપર શુભાશુભ કહે, ૧૦૮ અપ્રશ્ન-જે પૂછ્યાવિના શુભાશુભ બતાવે, ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન- જે પૂછવાપર કે પૂછ્યાવિના સ્વયં શુભાશુભનું કથન કરે, જેમકે-અંગુષ્ઠ પ્રશ્ન, બાહુ પ્રશ્ન, આદર્શ-પ્રશ્ન આદિ અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશયોનું આ અંગમાં કથન કર્યું છે. એ સિવાય નાગકુમારી અને સુપર્ણ કુમારોની સાથે મુનિવરોના દિવ્ય સંવાદોનું વર્ણન કર્યું છે. પહાવાગરણંમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ તથા સંખ્યાત પ્રતિપત્તિઓ છે. પહાવાગરણ દ્વાદશાંગીમાં દસમું અન છે. તેમાં એક શ્રુતસ્કન્ધ, ૪પ અધ્યયન, ૪૫ ઉદ્દેશન કાલ, ૪૫ સમુદેશન કાલ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી બતાવ્યા છે. પહાવાગરણનો પાઠક તદાત્મરૂપ તથા જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત અષમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રશ્નવ્યાકરણનું વિવરણ છે. [૧૯]– વિવાગસૂર્યમાં કયા વિષયનું વર્ણન છે ? વિવગસૂર્યમાં સુકત-દુષ્કૃત અથતુ શુભાશુભ કર્મોના ફલવિપાક કહ્યાં છે. આ વિપાકસૂત્રમાં દસ દુખવિપાક અને દસ સુખવિપાકના અધ્યયનો છે. દુઃખવિપાકમાં કયાં વિષયનું વર્ણન છે ? દુઃખવિપાકમાં-દુઃખરૂપ વિપાકને ભોગવનાર પ્રાણીઓના નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા ધર્માચાર્ય, ધર્મકથા, આ લોકપરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, નરકમાં ઉત્પત્તિ, પુનઃ સંસારમાં જન્મ-મરણનો વિસ્તાર, દુઃખની પરંપરા, દુષ્ફળની પ્રાપ્તિ, સમ્યકત્વધર્મની દુર્લભતાદિ વિષયોનું વર્ણન કર્યું છે. આ દુઃખવિપાકનું વિવરણ છે. સુખવિપાક સૂત્રમાં સુખવિપાકો સુખરૂપ ફળને ભોગવનાર પુરુષોના નગર, ઉદ્યાન, વનખંડ, ચૈત્ય, સમવસરણ, રાજા, માતા-પિતા ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક-પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું ગ્રહણ, ઉપધાન તપ, સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દિવલોકગમન, સુખોની પરંપરા, પુનઃ બોધિલાભ, અંતક્રિયા, ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. વિવાગસુર્યમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ. સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોમાં આ અગીયારમું અન્ન છે. તેના બે શ્રુતસ્કન્ધ, વીશ અધ્યયન, વીશ ઉદ્દેશનકાલ, વીશ સમુદેશનકાલ છે. પદ-પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત જિનપ્રરૂપિત ભાવો કહ્યા છે તથા પ્રજ્ઞાપન, પરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટ કર્યા છે. વિવાગસુર્યનું અધ્યયન કરનારા તતૂપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત Page #298 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર -૧૫૦ અંગમાં ચ૨ણ-ક૨ણની પ્રરૂપણા કરી છે. વિપાક સૂત્રના વિષયનું વર્ણન થયું. [૧૫૦] દિશ્ચિવાય સૂત્રમાં કયા વિષયનું વર્ણ છે ? દિવિાય સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપથી પાંચ ભાગોમાં વિભક્ત છે; જેમકે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા. પરિકર્મના કેટલા પ્રકાર છે ? પરિકર્મના સાત પ્રકાર વર્ણવ્યા છે. જેમકે સિદ્ધશ્રેણિકા પરિકર્મ મનુષ્ય-શ્રેણિકા પરિકર્મ પૃષ્ટ શ્રેણિકા પરિકર્મ અવગાઢ શ્રેણિકા પરિકર્મ ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ, વિપ્રજહશ્રેણિકા પરિકર્મ, ચ્યુતાચ્યુત, શ્રેણિકા પરિકર્મ. સિદ્ધશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? સિદ્ધશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર છે; જેમકે-માતૃકાપદ, એકાર્થકપદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત, સિદ્ધાવર્ત. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ છે. મનુષ્યશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? મનુષ્યશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર વર્ણવ્યા છે; જેમકે- માતૃકાપદ, એકાર્થક પદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવર્ત, મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્યશ્રેણિકા પરિકર્મ છે. પૃષ્ઠશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? પૃષ્ટશ્રેણિકા પરિકર્મના ૧૧ ભેદો વર્ણવ્યા છે; જેમકે- પૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગું, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત, પૃષ્ટાવત. આ રીતે પૃષ્ટશ્રેણિકા પરિકર્મ છે. અવગાઢ શ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? અવગાઢ શ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકા૨ વર્ણવ્યા છે; જેમકે- પૃથગા-કાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવર્ત, અવગાઢાવતું. આ અવગાઢ શ્રેણિકા પરિકર્મ છે. ઉપસમ્પાદનશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? ઉપસમ્પાદનશ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકાર વર્ણવ્યા છે; જેમકે- પૃથગાકાશ પદ કેતુભૂત રાશિબદ્ધ એક ગુણ દ્વિગુણ ત્રિગુણ કેતુભૂત પ્રતિગ્રહ સંસાર પ્રતિગ્રહ નન્દાવર્ત ઉપસમ્પાદનાવર્ત. આ ઉપસમ્મદના શ્રેણિકા પરિકર્મ છે. વિપ્રજહત્ શ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકા૨ વર્ણવ્યા છે; જેમકેપૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, વિપ્રજહદાવર્ત. આ વિપ્રજહત શ્રેણિકા પરિકર્મ છે. ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ,ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, ચ્યુતાચ્યુતાવર્ત. આ ચ્યુતારયુત શ્રેણિકા પરિકર્મ છે. આદિના છ પરિકર્મ ચાર નયોના આશ્રયે કહેવાયા છે અને સાત પરિકર્મમાં ઐરાશિક દર્શનનું દિગ્દર્શન કરાવ્યું છે. આ રીતે પરિકર્મના વિષયનું વર્ણન કર્યું. સૂત્રરૂપ દષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? સૂત્ર’રૂપ દૃષ્ટિવાદના ૨૨ પ્રકાર પ્રતિપાદન કર્યા છે, જેમકે- ૠજુસૂત્ર,પરિણતાપરિણત, બહુભંગિક, વિજયચરિત, અનન્તર, પરંપર, આસાન, સંયૂથ, સમ્મિત્ર, યથાવાદ, સ્વસ્તિકાવર્ત, નન્દાવર્ત, બહુલ, પૃષ્ટાપૃષ્ટ, વ્યાવર્ત એવંભૂત દ્વિકાવર્ત, વર્તમાનપદ, સમભિરુ, સર્વતોભદ્ર, પ્રશિષ્ય, દુષ્પ્રતિગ્રહ. આ ૨૨ સૂત્ર છિત્રચ્છેદ-નયવાળા, સ્વસમય સૂત્ર-પરિપાટી અર્થાત્ સ્વદર્શનની વ્યક્તવ્યતાને. આજ ૨૨ સૂત્ર આજીવક ગોશાલકના દર્શનની દૃષ્ટિથી અછિત્રચ્છેદ નય વાળા છે. આ રીતે આજ સૂત્ર બૈરાશિક સૂત્રપરિપાટીથી ત્રણ નય યુક્ત છે, અને ૨૯૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ નંદીસુત્ત - (૧૫૦) આજ ૨૨ સૂત્ર સ્વસમયની દષ્ટિથી ચતુઃ નય યુક્ત છે. આ રીતે પૂર્વપિર સર્વ મેળવવાથી “સૂત્ર” થાય છે. આ રીતે તીર્થંકર અને ગણધરોએ કથન કર્યું છે. આ સૂત્રરૂપ દૃષ્ટિવાદનુંવર્ણન થયું. પૂર્વગત દષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? પૂર્વગત દૃષ્ટિવાદના ૧૪ ભેદો વર્ણવ્યા છે, જેમકે- ઉત્પાદપૂર્વ, અગ્રાણીયપૂર્વ, અસ્તિનાસ્તિકપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્ય પ્રવાદપૂર્વ પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ, વિદ્યાનુપ્રવાદપૂર્વ, અવન્ધ્યપૂર્વ, પ્રાણાયપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વલોકબિન્દુસારપૂર્વ. ઉત્પાદપૂર્વની દસવસ્તુ (વિશાળ પ્રકરણ) અને ચાર ચૂલિકા વસ્તુ કહેલ છે. અગ્રણીયપૂર્વની ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ કહેલ છે. વીર્યપ્રવાદપૂર્વની આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે.અસ્તિ નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ કહેલ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બારવસ્તુ કહેલછે. સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુ કહેલ છે. આત્મપ્રવાદપૂર્વની સોળવસ્તુ કહેલછે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુ કહેલ છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસવસ્તુ કહેલ છે. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુ પ્રતિપાદન કરી છે. અવન્ધ્ય પૂર્વની બાર વસ્તુ પ્રતિપાદન કરી છે. પ્રાણાયુપૂર્વની તેર વસ્તુ કહેલ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસવસ્તુ કહેલ છે. લોકબિંદુસાર પૂર્વ ની પચીસ વસ્તુ કહી છે. [૧૫૧-૧૫૩]સંક્ષેપમાંવસ્તુ અને ચૂલિકાઓની સંખ્યા. પ્રથમપૂર્વમાં ૧૦, દ્વિતીયમાં ૧૪, તૃતીયમાં ૮, ચતુર્થમાં ૧૮, પાંચમામાં ૧૨, છઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામાં ૩૦, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગીયારમામાં ૧૨; બારમામાં ૧૩; તેરમામાં ૩૦ અને ચૌદમા પૂર્વમાં ૨૫ વસ્તુઓ છે, આદિના ચાર પૂર્વેમાં ક્રમથી—પ્રથમમાં ૪; બીજામાં ૧૨; ત્રીજામાં ૮; અનેચોથા પૂર્વમાં ૧૦ ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકા નથી. આ પૂર્વગત દિઢિવાઓ વર્ણન થયું. [૧૫૪]– અનુયોગના કેટલા પ્રકાર છે ? -અનુયોગ બે પ્રકારે છે, જેમકેમૂલપ્રથમાનુયોગ અને ગણ્ડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં કયા વિષયનું વર્ણન છે ? મૂલપ્રથમાનુયોગમાં અર્હન્ત ભગવન્તોના પૂર્વભવોનું, દેવલોક ગમન, દેવલોકનું આયુષ્ય, ત્યાંથી ચ્યવીને તીર્થંકર રૂપમાં જન્મવું, દેવાદિકૃત જન્માભિષેક, તથા રાજ્યાભિષેક, રાજલક્ષ્મી, પ્રવ્રજ્યા, તત્પશ્ચાત્ તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ, તેમના શિષ્ય, ગણ, ગણધર, આચાર્યાઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન-સામાન્ય કેવળીઓની સંખ્યા, મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્યક્ત્વ તથા સમસ્ત શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરગતિ પ્રાપ્ત કરનાર, અને ઉત્તર વૈક્રિય ધારી, યાવન્માત્ર મુનિ સિદ્ધ થયા, મોક્ષ માર્ગનો જે પ્રમાણે ઉપદેશ આપ્યો, જેટલા સમય સુધી પાદ પોપગમન સંથારો કર્યો, જે સ્થાનપર જેટલા ભક્તોનું છેદન કર્યું અને અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિવરો અંતકૃત થયા, મોક્ષના અનુત્તર સુખને પામ્યા, ઈત્યાદિ વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અન્ય ભાવ પણ મૂલ પ્રથમાનુયોગમાં કહ્યાં છે. આ રીતે મૂલ પ્રથમનુયોગના વિષયનું વિવરણ થયું. તે ગણ્ડિકાનુયોગના કેટલા પ્રકાર છે ? ગણ્ડિકાનુયોગમા કુલકરગંડિકા, તીર્થંકર ગંડિકા, ચક્રવર્તીગંડિકા, દસારગણ્ડિકા, બલદેવગંડિકા, વાસુદેવગંડિકા, ગણધર ગંડિકા, ભદ્રબાહુગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, ચિત્રાન્તરગંડિકા, Page #300 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫૫ ૨૯૭ દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકતિ, તેમાં ગમન, અને વિવિધ સંસારમાં પર્યટન ઈત્યાદિ ગંડિકાઓ કહી છે. પ્રજ્ઞાપના કરી છે. આ રીતે ગંડિકાઅનુયોગનું વર્ણન પૂર્ણ . પ્રશ્ન-ચૂલિકા શું છે ? આદિના ચાર પૂર્વેમાં ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકા રૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે. દૃષ્ટિવાદનં વર્ણન છે.દષ્ટિવાદની પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો સંખ્યાત શ્લોકો, સંખ્યાત પ્રતિપત્તિઓ સંખ્યાત નિર્યુક્િતઓ, સંખ્યાત સંગ્રહણીઓ છે. તે અોમાં બારમું અજ્ઞ છે. એમાં એક શ્રુતસ્કન્ધ છે. ૧૪ પૂર્વ, સંખ્યાત વસ્તુ, વિશેષ, સંખ્યાત ચૂલિકાવસ્તુ, સંખ્યાત પ્રાકૃતિકાઓ; સંખ્યાત પ્રાકૃતિકાપ્રાકૃતિકાઓ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત નિબદ્ધ નિકાચિત; જિન પ્રરૂપિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટતર કરેલ છે. દૃષ્ટિવાદના અધ્યેતા તરૂપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે, આવી રીતે ઉક્ત અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. દૃષ્ટિવાદા સૂત્રનું વિવરણ સંપૂર્ણ થયું. આ દ્વાદશાઙ્ગ ગિપિટકમાં અનંત જીવાદિ ભાવપદાર્થ, અનંત અભાવ, અનંત હેતુ, અનંત અહેતુ, અનંત કારણ; અનંત અકારણ અનન્ત જીવ; અનંત અજીવ; અનંત ભવસિદ્ધિક; અનંત અભવસિદ્ધિક; અનંત સિદ્ધ; અનંત અસિદ્ધ કહેવામાં આવ્યા છે. [૧૫]ભાવ, અભાવ, હેતુ-અહેતુ; કારણ-અકારણ અનંતજીવ, અજીવ, ભવ્યઅભવ્ય, સિદ્ધ-અસિદ્ધ, આ રીતે સંગ્રહણી ગાથામાં ઉક્ત વિષય સંક્ષેપમાં કહ્યા છે. [૧૫૭]આ દ્વાદશાઙ્ગ ગણિપિટકની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કર્યુ છે. આવી રીતે વર્તમાન કાળમાં પરિમિત જીવો ગણિપિટકની વિરાધના કરી ચાર ગતિ રૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આવી રીતે અનંતજીવો આગામી કાળમાં દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ચર્તુતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ ક૨શે. ભૂતકાળમાં અનંત જીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના સંસારરૂપ કાંતારને પાર કરી ગયા છે. વર્તમાનકાળમાં અનંતજીવો ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પાર કરી રહ્યા છે. આગામી કાળમાં અનંતજીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પા૨ ક૨શે. આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું, એમ નથી વર્તમાન કાળમાં નથી, એમ નહી. ભવિષ્યમાં નહી હોય, એમ નહી, તે દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ રહેશે. મેરુવત ધ્રુવ, જીવાદિવત્ નિયત ; ગંગાદિના પ્રવાહવત્ શાશ્વત, અક્ષય, માનુષોત્તરપર્વતની બહારના સમુદ્રવત્ અવ્યય, જંબુદ્વીપના પરિમાણાવત્ અવસ્થિત અને આકાશવત્ નિત્ય છે. જેમ પંચાસ્તિકાય કયારેય ન હતા એમ નહી. કયારેય નથી. એમ નહી, કયારેય નહી હોય; એમ નથી અર્થાિત્ ભૂતકાળમાં સર્વદા હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયત; શાશ્વત; અક્ષય; અવ્યય અવસ્થિત અને નિત્ય છે. તેવી જ રીતે આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહિ હોય તેમ નથી. ભૂતમાં હતું વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં પણ રહેશે. તે ધ્રુવ, નિયત; શાશ્વત; અક્ષય; અવસ્થિત અને નિત્ય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નંદીસુi-(૧૫૭) શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે વર્ણવ્યું છે. જેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી – દ્રવ્યથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને સર્વદ્રવ્યોને જાણે અને જુએ છે. ક્ષેત્રથી શ્રુતજ્ઞાની ઉપયોગ લગાડીને સર્વ ક્ષેત્રને જાણે જુએ છે. કાળથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વકાળને જાણે જુએ છે. ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વકાળને જાણે જુએ છે. ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત થઈને સર્વ ભાવોને જાણે અને જાએ. [૧૫૮-૧૦]અક્ષર; સંજ્ઞી; સમ્યફ, સાદિ, સપર્યવસિત, ગમિક અને અપ્રવિષ્ટ આ સાત પ્રતિપક્ષ સહિત ગણવાથી શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ થાય છે. આગમ શાસ્ત્રનું અધ્યયન બુદ્ધિના જે આઠ ગુણોથી થાય છે, તેને શાસ્ત્રવિશારદ અને વ્રતપાલનમાં ધીર આચાર્યો શ્રુતજ્ઞાનનો લાભ કહે છે. તે બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે ગુરૂના મુખારવિંદથી નીકળતા વચનોને શિષ્ય વિનયયુકત થઈને સાંભળવાની ઈચ્છા કરે, શંકા થવાપર વિનમ્ર ભાવથી ગુરૂને પુછે, ગુરૂ શંકાનું સમાધાન કરતા હોય ત્યારે સમ્યક પ્રકારે સાંભળે, સાંભળીને અર્થરૂપે ગ્રહણ કરે, અનન્તર પૂર્વાપર અવિરોધથી પાયલોચન કરે, તત્પશ્ચાતુ “આ આમ જ છે' તેમ આચાર્ય ને કહે ત્યાર બાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યક રીતે ધારણ કરે અને તત્પશ્ચાત તદનુસાર આચરણ કરે. [૧૬૧]પ્રથમ શિષ્ય મૌન રહીને સાંભળે, પશ્ચાતુ હુંકાર અથવા તહત્તિ એમ કહે, બાઢકાર કરે-ગુરૂ ફરમાવે છે. તે તેમજ છે, એમ કહે. પુનઃ શંકા થવાપર ગુરૂને પૂછે. ગુરૂના શંકા સમાધાન બાદ પુનઃ વિચારવિમર્શ કરે; એમ કરવાથી શિષ્ય ઉત્તરોત્તર ગુણોમાં પારગામી બની જાય છે. તત્પશ્ચાતું પ્રરૂપણા કરે છે. આ સાત ગુણ શ્રવણવિધિના છે. [૧૨]વ્યાખ્યાન કરવાની વિધિ–પ્રથમ અનુયોગ- સૂત્રને અર્થરૂપમાં કહે એટલે પહેલીવારમાં સૂત્રનો ઉચ્ચાર કરી માત્ર અર્થ કહે, બીજો અનુયોગ સૂત્રસ્પેશિક નિયુક્તિ સાથે કરે. ત્રીજા અનુયોગમાં સર્વ પ્રકારે નય નિક્ષેપાદિથી પૂર્ણવ્યાખ્યા કરે. આ રીતે અનુયોગની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરી છે. [૧૩]આવી રીતે અંગપ્રવિષ્ટ અને અબાહ્ય શ્રુતનું વર્ણન સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનનો વિષય સમાપ્ત થયો. પરોક્ષ જ્ઞાનનું વર્ણન પણ થઈ ગયું અને શ્રી નન્દીસૂત્ર પણ પરિસમાપ્ત થયું. (પરિશિષ્ઠ ૧-અનુષાનંદિ) નોંધ આ સ્વરૂપ અનુયોગદ્વાર ની ગુર્જરછાયામાં સુંદર રીતે કર્યું છે તેથી અહીં તેનો સંક્ષેપ કર્યો છે. જુઓ અનુયોગદારના આરંભે [૧]તે અનુજ્ઞા શું છે? અનુજ્ઞા છ પ્રકારે-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર,કાળ, ભાવ, તે નામઅનુજ્ઞા શું છે? જેનું જીવ કે અજીવ, જીવો કે અજીવો, તદુભાયકે તદુભયો અનુજ્ઞા નામ કરાયું તે નામાનુજ્ઞા, તે સ્થાપના અનુજ્ઞા શું છે? જે કોઈ કાષ્ઠ, પત્થર, લેપ, ચિત્ર, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ એવા એક કે અનેક અક્ષ, વરાટક, માં સદ્દભાવ સ્થાપના કે અસદ્દભાવ સ્થાપના કરીને અનુજ્ઞા સ્થપાય તે સ્થાપના અનુજ્ઞા, નામ અને સ્થાપનામાં વિશેષતા શું? નામ યાવત્કથિત છે. સ્થાપના ઈત્વર કાલિક કે યાવત્કાથિત બંને હોય. તે દ્રવ્યાનુજ્ઞા શું છે? દ્રવ્યાનુજ્ઞા આગમથી અને નો આગમથી છે. તે આગમથી Page #302 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧૫૫ ૨૯૯ દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેનું અનુશા એ પદ શિક્ષા- સ્થિત-જીત- મિત- પરિજિત- નામસમઘોષસમ-અહિનાક્ષર-અનલ્પાક્ષર- અવ્યાધિ અક્ષર- અસ્ખલિત- અમિલિતઅવચ્ચામિલિત પ્રતિપૂર્ણ-પ્રતિપૂર્ણઘોષ- કંઠોષ્ઠ-વિપ્રમુક્ત- ગુરુવાચનપ્રાપ્ત- તે વાચના, પૃચ્છના, પરાવર્તન, ધર્મકથા, અનુપ્રેક્ષા થકી અણુવયોગ દ્રવ્ય એમ કરીને નેગમ થી એકે અનુપદેશેલ આગમથી એક દ્રવ્યાનુજ્ઞા એ રીતે. . બે, ત્રણ, એમ જેટલી અનુપદેશાય તેટલી દ્રવ્યાનુજ્ઞા એજ રીતે વ્યવહાર કે સંગ્રહનય થી એક કે અનેકે અનુપદેશ તે આગમથી એક દ્રવ્યાનુજ્ઞા કેટલાંક ઈચ્છતા નથી ત્રણે શબ્દ નયોથી જાણે. અનુપદેશ અવસ્તુ કેમ જાણે- અનુપદેશથી ન થાય. તે આગમથી દ્રવ્યાનુશા નો આગમથી દ્રવ્યાનુજ્ઞા ત્રણ પ્રકારે તે જ્ઞ-શરીર, ભવ્યશરીર, ઉભયથી વ્યતિરિકત. તે શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે ? પદમાં રહેલ અવિકારને જે શરીર થી અર્થાત્ જ્ઞાન વસ્તુને કોઈપણ સ્થિતિમાં જાણે તે. તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેમકે કોને ખબર આ મધુકુંભ હશે કે ઘીનો કુંભ હશે ? તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા ઉભય વ્યતિરિક્તદ્રવ્યાનુશા શું છે ? તે ત્રણ પ્રકારે લૌકિક- કુપ્પઆવણિયા, લોકોતર. તે લૌકિક દ્રવ્યાનુજ્ઞા શું છે ? ત્રણ પ્રકારે સચિત- અચિત્ત- મિશ્રતે અચિત દ્રવ્યાનુજ્ઞા એટલે રાજા, યુવરાજ આદિ નામો જે હાથી વગેરે ની અનુજ્ઞાઓ તે અચિત્ત દ્રવ્યાનુજ્ઞા શું છે ? રાજા, યુવરાજ વગેરે આસન, છત્રાદિ આપે. મિશ્રદ્રવ્યાનુજ્ઞા શું છે ? તે રાજા, યુવરાજ આદિ અંબાડીવાળો હાથી કે ચામર સહિત ઘોડો વગેરે ની અનુજ્ઞા આપે. એજ રીતે કુપ્રાવચનિક દ્રવ્યાનુજ્ઞા પણ ત્રણ પ્રકારે શચિત્ત, રચિત મિશ્ર અને લોકોત્તર દ્રવ્યાનુજ્ઞા પણ સચિત્ત આદિ ત્રણ ભેદે જાણવી. તે ક્ષેત્રાનુજ્ઞા શું છે ? ક્ષેત્રથી અનુજ્ઞા આપે તે કાલ અનુજ્ઞા શું છે ? કાળથી અનુજ્ઞા આપે તે. ભાવાનુશા શું છે ? ભાવાનુજ્ઞા ત્રણ પ્રકારે લૌકિક, કુપ્પાવણિયા, લોકોત્તર. પહેલી બે માં ક્રોધાદિભાવ વિષયક અનુજ્ઞા આવે અને લોકોત્તર માં આયારો આદિનું જ્ઞાન આપવું તે [૨-૪]ૠષભ સેન એવા આદિકરના શિષ્ય અનુજ્ઞા સંબંધિ વાત કરી તેના અનુજ્ઞા ઉરીમણી, નમણી- - -વગેરે વીસ નામો છે. પરિશિષ્ટઃ– ૨ જોગ નંદિ જ્ઞાન પાંચ પ્રકારે છે. અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનપર્વય અને કેવળ તેમાં ચાર જ્ઞાનોની સ્થાપના કરી. તેનો ઉદ્દેસો, સમુદ્દેશ, અનુજ્ઞા નથી. શ્રુત જ્ઞાનના ઉદ્દેસ, સમુદ્દેસ, અનુજ્ઞા નો અનુયોગ પ્રવર્તે છે. જો શ્રુતજ્ઞાનનો ઉદ્દેસ આદિ છે તો તે અંગ પ્રવિષ્ટ નો છે કે અંગ બાહ્યનો છે ? બંનેના ઉદ્દેસ આદિ છે. જે અંગ બાહ્યના ઉદ્દેસઆદિ છે તો તે કાલિકના છે કે ઉત્કાલિકના છે ? બંને ના ઉદ્દેસ આદિ છે. શું આવશ્યક ના ઉદ્દેસ આદિ છે કે આવશ્યક વ્યતિરિકના છે ? બંનેના ઉદ્દેસ આદિ છે. આવશ્યક માં પણ સામાયિક આદિ છ એના ઉદ્દેસ સમુદ્રેસ અનુજ્ઞા છે આવશ્યક વ્યતિરિકત માં કાલિક અને ઉત્કાલિક બંનેના ઉદ્દેસ-સમુદ્દેસ અને અનુજ્ઞા છે. અર્થાત્ દસ વેયાલિયં થી મહાપચ્ચક્ખાણ પર્યંત ના ઉત્કાલિક સૂત્રો અને ઉત્તરઝયણ થી તૈયગ્નિ નિસગ્માણ પર્યંતના કાલિક સૂત્રો ના ઉદ્દેસ- સમુદેસ- અનુજ્ઞા પ્રવર્તે છે એ જ રીતે અંગપ્રવિષ્ટ માં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩O૦ નંદીસુ-(૧૫૭) પણ આચારો થી દિકિપાય સૂત્ર પર્વતના ઉદ્દેસ- સમુદ્દેસ અને અનુજ્ઞા પ્રવર્તે છે. ક્ષમાશ્રમણ (અથતિ સાધુ) ના હાથે સૂત્ર-અર્થતંદુભયના ઉદેસ-સમુદેસ-અનુજ્ઞા હું સાધુ-સાધ્વી ને કરું છું. મુનિદીપરત્ન સાગરે કરેલ નંદી સૂત્રની ગુ જરછાયા પૂર્ણ | ૪૪ નંદીસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ પ્રથમ ચૂલિકા-ગુર્જરછાયાપૂર્ણ Page #304 -------------------------------------------------------------------------- ________________ [૩૦૧] नमो नमो निम्मल दंसणस्त પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ ૪૫ અનુઓગદારાઈ બીજી ચૂલિકા-ગુર્જરછાયા પૂર્ણ [૧] જ્ઞાન પાંચ પ્રકારનું પ્રરૂપેલું છે. તે આ પ્રમાણે છે- આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન [૨] તે પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે. અવ્યાખ્યેય હોવાથી સ્થાપનીય છે એટલે આ જ્ઞાનો શબ્દાત્મક ન હોવાને કારણે પોતાના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરી શકતા નથી; માટે એમનો અહીં અધિકાર નથી. આ ચારે જ્ઞાન ગુરુદ્વારા શિષ્યોને તમારે અભ્યાસ કરવો જોઇએ' આ રીતે ઉપદિષ્ટ થતાં નથી. સ્થિર અને પરિચિત કરો' આ પ્રકારે સમુપદિષ્ટ થતાં નથી. અને ‘હૃદયમાં ધારણ કરો' એમ તેની અનુજ્ઞા આપતી નથી. કિન્તુ શ્રુતજ્ઞાનનો ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, અનુયોગ હોય છે. [૩] જો શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે તો શું અંગપ્રવિષ્ટ શ્રુતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે કે અનંગપ્રવિષ્ટશ્રુતમાં ઉદ્દેશ યાવત્ અનુયોગની પ્રવૃત્તિ થાયછે? આયારો આદિ અંગપ્રવિષ્ટશ્રુતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવર્તે છે. તેમજ દશવૈકાલિકાદિ અનંગપ્રવિષ્ટ શ્રુતમાં પણ ઉદ્દેશ યાવત્ અનુયોગ પ્રવર્તે છે. એટલે બન્ને પ્રકારના શ્રુતના ઉદ્દેશ આદિ થાય છે; પણ અહીં જે પ્રારંભ કરાય છે તે અનંગપ્રવિષ્ટ શ્રુતનો અનુયોગ છે. [૪] જો અનંગપ્રવિષ્ટ શ્રુતમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે તો શું કાલિક શ્રુતમાંઅનુયોગની પ્રવૃત્તિ થાયછે કે ઉત્કાલિક શ્રુતમાં-અનુયોગની પ્રવૃત્તિ થાય છે ? કાલિકશ્રુત અને ઉત્કાલિક શ્રુત બન્નેમાં અનુયોગની પ્રવૃત્તિ થાય છે પરંતુ શાસ્ત્રમાં ઉત્કાલિક શ્રુતનો અનુયોગ કરવામાં આવશે. [પ] જો ઉત્કાલિકશ્રુતનો અનુયોગ થાય છે તો શું આવશ્યકનો અનુયોગ થાય છે કે આવશ્યકથી અનુયોગ થાય છે ? આવશ્યક અને આવશ્યકથી ભિન્ન-બન્નેનો અનુયોગ થાય છે, પરંતુ આ જે પ્રારંભ છે તે આવશ્યકનો અનુયોગ છે. [૬] જો આવશ્યકનો અનુયોગ છે તો શું આવશ્યક એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ છે ? એક શ્રુતસ્કંધરૂપ છે કે અનેક શ્રુતસ્કંધરૂપ છે ? એક અધ્યયન રૂપ છે કે અનેક અધ્યયન રૂપ છે ? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે ? આવશ્યકસૂત્ર અનંગપ્રવિષ્ટ એટલે અંગ- બાહ્ય હોવાથી તે એક અંગ નથી અને અનેક અંગોરૂપ પણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અનુઓગદારાઈ -(૭) નથી. તે એક શ્રુતસ્કન્ધ રૂપ છે, અનેક શ્રુતસ્કન્ધ રૂપ નથી. તેના છ અધ્યયનો હોવાથી અનેક અધ્યયનરૂપ છે, એક અધ્યનનરૂપ નથી, તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી અર્થાત્ આવશ્યકસૂત્રમાં ઉદ્દેશ નથી. [૭] આવશ્યક સૂત્ર શ્રત, સ્કંધ અને અધ્યયન રૂપ છે તેથી આવશ્યક, શ્રત, સ્કન્ધ અને અધ્યયન શબ્દોનો નિક્ષેપ-યથાસંભવ નામાદિમાં ન્યાસ કરીશ. [૮] નિક્ષેપ કરનાર ગુરુ જે વિષયના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવાદિરૂપ સર્વ નિક્ષેપોને જાણતાં હોય તો તેને તે સર્વનું નિરૂપણ કરવું જોઈએ અને જો સર્વ નિક્ષેપોને જાણતા ન હોય તો નિક્ષેપ ચતુષ્ટય- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનું નિરૂપણ તો કરવું જ જોઈએ. [૯] તે આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારનાં કહ્યાં છે. નામ આવશ્યક સ્થાપનાઆવશ્યક દ્રવ્ય આવશ્યક ભાવ આવશ્યક . [૧૦] નામ આવશ્યકનું સ્વરૂપ કેવું છે? કોઈ જીવ કે અજીવનું અથવા જીવો કે અજીવોનું, જીવ અને અજીવ બન્નેનું અથવા જીવો અને અજીવો બંનેનુગુણની અપેક્ષા રાખ્યા વિના વ્યવહાર માટે “આવશ્યક એવું નામ રાખવામાં આવે છે તેને નામ આવશ્યક કહે છે. [૧૧] સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે? સ્થાપના આવશ્યક તે જે આકૃતિ કાષ્ઠ ઉપર કોતરવામાં આવે, વસ્ત્રની ઢીંગલી આદિ બનાવવામાં આવે, ચિત્રરૂપે જેનું સર્જન કરવામાં આવે, ભીની માટીમાંથી બનાવવામાં આવે, વસ્ત્રોની ગાંઠો ના સમુદાયથી બનાવવામાં આવે અથવા એક, બે અથવા અનેક વસ્ત્રો વેષ્ટિત કરીને બનાવવામાં આવે અથવા પુષ્પોની આકૃતિરૂપે સજાવટ કરવામાં આવે કે પીતળાદિ દ્રવ્યોને બીબામાં ઢાળીને જે આકાર બનાવવામાં આવે તે સર્વમાં અથવા પાશાઓ કે કોડીમાં એક અથવા અનેક આવશ્યક ક્રિયાયુક્ત શ્રાવકોની કરવામાં આવેલી જે સદ્દભાવ સ્થાપના અથવા અસદૂભાવ સ્થાપના છે તેનું નામ આવશ્યક સ્થાપના છે. [૧૨] નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે ? નામ યાવત્રુથિક-વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી ટકી રહેનાર હોય છે, પરંતુ સ્થાપના તો ઇત્વરિક-સ્વલ્પકાળ સુધી રહેનાર અને યાવત્રુથિક એ બન્ને પ્રકારની હોય છે. દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાવશ્યકના બે પ્રકાર કહ્યાં છે, તે આ પ્રકારે આગમદ્રવ્યાવશ્યક અને નોઆગમદ્રવ્યાવશ્યક [૧૪] આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે સાધુએ આવશ્યક શાસ્ત્રનાં પદોનું ગુરુ સમક્ષ આદિથી અંત સુધી અધ્યયન કર્યું છે. સ્થિર કર્યું છે, આવૃત્તિ કરતાં અથવા કોઇના પૂછવાપર તત્કાલ ઉપસ્થિત થઈ જાય એવી રીતે પાકું કર્યું છે. શ્લોક પદ અને વર્ષોની સંખ્યાનું પ્રમાણ સમજી લીધું છે, અનુપૂર્વી અને અનાનુપુર્વ પૂર્વક જેને સર્વ રીતે સર્વ તરફથી પરાવર્તિત કરી લીધું છે, પોતાના નામની જેમ સ્મૃતિ પટલમાંથી દૂર ન થાય એવી રીતે કર્યું છે, જે રીતે ગુરુ ઉદાતાદિ ઘોષ સ્વરોનું ઉચ્ચારણ કરતાં હોય તેમ ઉચ્ચારણ કર્યું છે. અક્ષરની હીનતા રહિત અધિકતા રહિત વ્યતિક્રમ રહિત અખ્ખલિત રૂપે અન્ય શાસ્ત્રવર્તી પદોના સેળભેળ રહિત અમિલિત ઉચ્ચારણ કર્યું છે, ત્યારૅડિત એક શાસ્ત્રમાં જુદા , Page #306 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૫ ૩૦૩ જુદા સ્થાનપર લખવામાં આવેલા એકાર્થ સૂત્રોનો એકજ સ્થાનમાં પાઠ કરવો અથવા સૂત્રોનું પઠન કરતાં વચ્ચે વચ્ચે પોતાની બુદ્ધિથી રચેલા તેના જેવા સૂત્રોનું ઉચ્ચારણ કરવું અથવા બોલતી વખતે વિરામ લેવાનો હોય ત્યાં ન લેવો અને વિરામ લેવાનો ન હોય ત્યાં વિરામ લેવો ઈત્યાદિ દોષોથી રહિત ઉચ્ચારણ કર્યું છે. ગુરુ સમક્ષ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે. તેથી તે સાધુ આવશ્યક શાસ્ત્રમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથાથી યુક્ત છે. પરંતુ અર્થનું અનુચિંતન કરવારૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય છે તે આગમ દ્રવ્યાવશ્યક કહેવાય છે. [૧૫] નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા બે આગમદ્રવ્યાવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. આ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્માઓ હોય તેટલાજ આગમ દ્રવ્યાવશ્યક સમજવા. વ્યવહારનય પણ નૈગમનની જેમજ આગમદ્ર- વ્યાવશ્યકના ભેદોને સ્વીકારે છે. સામાન્ય માત્રને ગ્રહણ કરનાર સંગ્રહનય તે એક અનુપયુક્ત આત્મા એકદ્રવ્યાવશ્યક અને અનેક અનુપયુક્ત આત્માઓ અનેક આગમદ્રવ્યાવશ્યક તેમ સ્વીકાર કરતો નથી પણ બધા આત્માઓને એકજ આગમદ્રવ્યાવશ્યક માને છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક છે. તે ભેદોની સ્વીકારતો નથી. ત્રણે શબ્દનય અર્થાત્ શબ્દનય સમભિરુઢનય અને એવંભૂતનય જ્ઞાયક જો. અનુપયુક્ત હોય તો તેને અવસ્તુઅસત્ માને છે. કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સંભવીજ ન શકે. જો તે અનુપયુક્ત હોય તો તે જ્ઞાયક ન કહેવાય. જ્ઞાયક હોય તો ઉપયોગ રહિત ન હોય માટે આગમદ્રવ્યાવશ્યકનો સંભવ નથી. આ આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે. [૧૬] હે ભગવન્ ! નોઆગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યાવશ્યકના ત્રણ ભેદ છે જ્ઞાયકશીદ્ધવ્યાવશ્યક ભવ્યશરીરદ્રવ્યાવશ્યક જ્ઞાયકશરીર-ભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક. [૧૭] જ્ઞાયકશરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યકસૂત્રના અર્થને જાણનાર સાધુ આદિનું એવું શરીર કે જે વ્યગિત ચૈતન્યથી રહિત થઈ ગયું હોય, શ્કતથ્યાવિત આયુકર્મના ક્ષય થવાથી દશ પ્રકારના પ્રાણોથી રહિત હોય, ત્યક્ત દેહઆહારના કારણે થનાર વૃદ્ધિ જેમાં ન હોય તેવા પ્રાણરહિત શરીરને, શય્યાગત, સંસ્મારકગત, સ્વાધ્યાય ભૂમિ કે રમશાનગત અથવા સિદ્ધશિલા-જે સ્થાનમાં અનશન અંગીકાર કરવામાં આવે છે તે સ્થાનગત જોઈને કોઈ કહેકે અહો ! આ શરીર રૂપ પુદ્ગલ સંઘાતે તીર્થકરને માન્ય ભાવ અર્થાતુ તદાવરણના ક્ષય કે ક્ષયોપશમ રૂપ ભાવથી આવશ્યકસૂત્રનું ગુરુ પાસેથી વિશેષરૂપે પ્રજ્ઞાપિત અને વિશેષરૂપે પ્રરૂપિત કર્યું હતું. તે જ્ઞાનને પોતાના આચરણમાં શિષ્યોને દશવ્યુિં હતું, નિદર્શિતઅક્ષમ શિષ્યો પ્રત્યે કરૂણા રાખી વારંવાર આવશ્યક ગ્રહણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો ઉપદર્શિતનય અને યુક્તિઓ દ્વારા શિષ્યોના ર્દયમાં અવધારણ કરાવ્યું હતું તેથી તેનું આ શરીર જ્ઞાયકશરીરદ્રવ્યાવશ્યક છે. શિષ્ય પૂછે છે કે તેનું કોઈ દ્રષ્ટાંત છે? દ્રષ્ટાંત આ છે- જેમ કોઈ વ્યક્તિ ઘડામાંથી મધ અને ઘી કાઢી નાખ્યાં પછી કહે કે “આ મધનો ઘડો છે” અથવા આ “ઘીનો ઘડો છે તેવી રીતે નિર્જીવ શરીર ભૂતકાલીન આવશ્યક પયયના Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અનુગદારાઈ-(૧૮) કારણરૂપ આધારવાળું હોવાથી તે દ્રવ્યાવશ્યક કહેવાય છે. આ જ્ઞાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે? [૧૮] તે ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? સમય પૂર્ણ થવાપર યોનિસ્થાનમાંથી જે જીવ બહાર નીકળ્યો છે તે જીવ તેજ પ્રાપ્ત શરીરદ્વારા જિનોપદિષ્ટ ભાવઅનુસાર આવશ્યક સૂત્રને ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખી રહ્યો નથી એવા તે ભવ્ય જીવનું તે શરીર ભવ્ય શરીરદ્રવ્યાવશ્યક કહેવાય છે. તેનું દ્રષ્ટાંત શું છે ? મધ અને ઘી ભરવા માટેના બે ઘડા હોય, જેમાં હજુમધ કે ઘી ભર્યું નથી તેને માટે કહેવું કે “આ મધુકુંભ છે” અથવા “આ ધૃતકુંભ છે તેવી રીતે આ વર્તમાન શરીરમાં ભવિષ્યકાલિન આવશ્યક રૂપ પયયિના કારણોનો સદુભાવ હોવાથી તે દ્રવ્યાવશ્યક છે. આ ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે. [૧૯] જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? જ્ઞાયક શરીર-ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર છે લૌકિક, કુપ્રાવનિક, લોકોત્તરિક. [૨૦] લૌકિકદ્રવ્યાશ્યકનું સ્વરૂપ કેવું છે? રાજા યુવરાજ, તલવર રાજા ખુશ થઈ જેને સુવર્ણપટ્ટ આપે તે, માંડલિકમડંબનો અધિપતિ, કૌટુંબિક ઇભ્ય-હાથી પ્રમાણ ધન જેની પાસે હોય તે, શ્રેષ્ઠી સેનાપતિ સાર્થવાહ મનુષ્યો રાત્રિ વ્યતીત થઈ પરોઢીયું થતાં, ઉષા-પહેલા કરતાં ફુટતર પ્રકાશથી સંપન્ન, વિકસિત કમળપત્રોથી સંપન્ન, મૃગોના નયનોનાં ઉન્મિલનથી યુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શુક્લ પ્રભાત થતાં, અશોકવૃક્ષ, પલાશપુષ્પ, શુકના મુખ અને ચણોઠી સમાન રક્ત, સરોવરોના કમળવનોને વિકસિત કરનાર, સહસ્રરશ્મિથી યુક્ત દિવસ વિધાયક, તેજથી દેદીપ્યમાન, સૂર્યનો ઉદય થવાપર મુખધોવું, દાંત સાફ કરવા, તેલનું માલીશ કરવું, સ્નાન કરવું, વાળ ઓળવા, મંગલ માટે દુવદિનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જેવું, વસ્ત્રને સુગંધિત કરવું, પુષ્પ અને પુષ્પમાળા ગ્રહણ કરવા, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા આદિ દ્રવ્યાવશ્યક કરે છે, ત્યારબાદ તેઓ રાજ દરબારમાં, દેવાલયમાં, આરામગૃહમાં, બાગમાં, સભામાં અથવા પ્રપા-પરબ તરફ જાય છે તે લૌકિકદ્રવ્યાવશ્યક છે. [૨૧] કુખાવચનિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે. જે આ ચરક-સમુદાયમાં એકઠા મળી ભિક્ષા માંગનાર, ચીરિક-માર્ગપર પડેલા વસ્ત્રખંડો એકઠા કરી ધારણ કરનાર, ચર્મખંડિક-ચામડાનાવસ્ત્ર પહેરનાર ભિક્ષોંડભિક્ષામાં પ્રાપ્ત થયેલા અનાથીજ પોતાનું પેટ ભરે શરીરપર ભસ્મ લગાડનાર, ગોતમવિવિધ અભિનય બતાવી ભિક્ષાવૃત્તિ મેળવનાર, ગોવ્રતિક, ગૃહિધમ-ધર્મચિંતક-અવિરૂદ્ધ - માતાપિતા, તિર્યંચ વગેરેના ભેદ વગર બધાનો વિનય કરનાર વિનયવાદી, વિરૂદ્ધ - પુણ્ય, પાપ પરલોકાદિને ન માનનાર અક્રિયાવાદી, વૃદ્ધશ્રાવક-બ્રાહ્મણ કે જે પાખંડસ્થ છે તેઓ રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થવાપર યાવતું સૂર્ય તેજથી જ્વાજલ્યમાન બને ત્યારે ઈન્દ્રની, સ્કન્દની, રુદ્રની, શિવની, વૈશ્રમણ-કુબેરની તથા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આદિવી, દુગદિવી, કોટ્ટક્રિયાદેવી વગેરેની ઉપલેપક સંમાર્જનવસ્ત્રથી મૂર્તિને લુછવારૂપ, દૂધાદિવડે સ્નાન કરાવવારૂપ અને ફલ, ધૂપથી પૂજા કરવારૂપ જેદ્રવ્યાવશ્યક કરે છે તે કુપાવચનિક દ્રવ્યાવશ્યક છે. [૨૨] લોકત્તરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? જે સાધુ શ્રમણોના મૂળગુણો અને ઉત્તરગુણોથી રહિત હોય, છકાયના જીવો પ્રત્યે અનુકંપા ન હોવાને કારણે જે અશ્વની Page #308 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૨૨ ૩૦૫ જેમ ઉદ્દામ-જલદી ચાલનાર, હસ્તિવતુનિરકુંશ હોય, સ્નિગ્ધ પદાથથી અવયવોને મુલાયમ બનાવતો હોય, જળથી શરીરને વારંવાર ધોતો હોય અથવા વાળનો તેલાદિથી સંસ્કાર કરતો હોય,પહેરવા-ઓઢવાના વસ્ત્ર ધોવામાં જે આસક્ત હોય, જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની પરવા કર્યા વિના સ્વચ્છેદ વિચરણ કરતો હોય પરંતુ ઉભયકાળપ્રાતઃ કાળ અને સાયંકાળ આવશ્યક કરવા તૈયાર થાયતો તેમની આવશ્યક ક્રિયા લોકોતરિકદ્રવ્યાવશ્યક છે. આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ થયું આ નોઆગમદ્રવ્યાવશ્યકનું નિરૂપણ થયું. | [૨૩] ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્યક બે પ્રકારે છે, જેમ કેઆમગભાવાવશ્યક અને નોઆગમ ભાવાવશ્યક. [૨૪] નોગમભાવાશ્વકનું સ્વરૂપ કેવું છે? આવશ્યક પદનો જ્ઞાતા હોય અને સાથે ઉપયોગ યુક્ત હોય તે આગમભાવાવશ્યક કહેવાય છે. [૨૫] નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમભાવાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમકે- (૧) લૌકિક (૨) કુકાવચનિક (૩) લોકોત્તરિક [૨૬] લૌકિકભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? દિવસના પૂર્વાર્ધમાં - મહાભારતને વાંચવું અને દિવસના ઉત્તરાર્ધમાં રામાયણ વાચવું તે લોકમાં વાંચનાદિ અવશ્યકરણીય છે માટે આવશ્યક છે. _ [૨૭] કુપ્રવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? કુબાવચનિકભાવ કે ચરગ, ચીરિક યાવતુ પાખંડી મનુષ્યો ઈજય-યજ્ઞ કરે, અંજલિ-સૂર્યને જલાજંલિ અર્પણ કરે, હોમ-કરે, જાપ કરે, ઉન્ફરકક મુખથી બળદ જેવો શબ્દ કરે, વંદના આદિ ભાવાશ્યક કરે તે કુમાવચનિક ભાવાવશ્યક છે. [૨૮] લોકોત્તરિકભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?જે શ્રમણ કે શ્રમણી, શ્રાવક કે શ્રાવિકા આવશ્યકમાં ચિત્ત લગાવી. તેમાં મન લગાવી, શુભ લેશ્યાથી સંપન્ન થઈ, તે ક્રિયા સંપાદન વિષયક અધ્યવસાયથી યુક્ત થઇ, તીવ્ર આત્મ અધ્યવસાયથી યુક્ત થઈ આવશ્યકના અર્થમાં ઉપયોગ યુક્ત થઈ તદપિત કરણ યુક્ત થઇ, તે પ્રકારની ભાવનાથી ભાવિત થઈ અન્ય કોઈ વસ્તુમાં મનને ભમવા દીધા વિના ઉભયકાળમાં જે આવશ્યક કરે છે.તે લોકોત્તરિક ભાવાવણ્યાનું સ્વરૂપ છે. આ નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ છે. આ ભાવાવશ્યકનું સ્વરૂપ છે. [૩૨] તે આવશ્યકના અનેક નામો છે જે એકાઈક છે પણ નાનાઘોષ-જુદા જુદા ઉદાત્તાદિ સ્વરોવાળા, અનેક કકારાદિ વ્યંજનવાળા છે. તે આ પ્રમાણે- (૧) આવશ્યકઅવશ્ય કરવા યોગ્ય, (૨) અવશ્યકરણીય (૩) ધ્રુવનિગ્રહધ્રુવ એટલે સંસારનો નિગ્રહ કરે તે (૪) વિશોધિ-જેના દ્વારા કર્મમળની નિવૃત્તિ કે વિશુદ્ધિ થાય તે (પ) અધ્યયનક્ષકવર્ગ-છ અધ્યયનના સમૂહરૂપ હોય તે (૬) ન્યાય અભિષ્ટ અર્થની સિદ્ધિના સૌથી સારા ઉપાયરૂપ હોય તે (૭) આરાધના-જે મોક્ષની આરાધના કરવામાં હેતુરૂપ હોય તે (૮) માર્ચ - મોક્ષનગરમાં પહોંચાડનાર આ આવશ્યકના આઠ નામ છે. [૩૩] શ્રુતના કેટલા પૂકાર છે ? શ્રુતના ચાર પ્રકાર કહ્યાં છે. તે આ પ્રમાણેનામથુત સ્થાપનાશ્રુત દ્રવ્યશ્રુત ભાવકૃત [૩૪] નામકૃતનું સ્વરૂપ કેવું છે? જે કોઈ જીવ કે અજીવનું યાવત્ “શ્રુત’ એવું નામ [20], Jailandation International Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અનઓગદારાઈ - (૩૫) રાખવામાં આવે તેને નામશ્રત કહે છે. [૩૫] સ્થાપનાશ્રુતનું સ્વરૂપ કેવું છે? કાષ્ઠ યાવતું કોડી આદિમાં “આ શ્રત છે તેવી સ્થાપના, કલ્પના કે આરોપ કરવામાં આવે તે સ્થાપનાશ્રત છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે? નામ યાવસ્કથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક અને યાવસ્કથિત બન્ને પ્રકારની હોય છે. [૩૬] દ્રવ્યહ્યુતનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યશ્રુતના બે પ્રકાર કહ્યાં છે, જેમ કેઆગમદ્રવ્યશ્રુત નોઆગમદ્રવ્યશ્રુત. [૩૭] આગમદ્રવ્યકૃતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિને “શ્રુત” આ પદ શિક્ષિત. છે, સ્થિત છે, જિત છે યાવતુ અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યશ્રત છે. નૈગમનની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યદ્ભુત છે યાવતુ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત ન હોઈ શકે. તે આગમદ્રવ્યામૃતનું સ્વરૂપ છે. [૩૮] નોઆગમદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે- જ્ઞાયકશરીરદ્રવ્યકૃત ભવ્ય શરીદ્રવ્યશ્રુત જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યદ્ભુત. [૩૯] જ્ઞાયકશરીરદ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવું છે? મૃત શબ્દના અર્થના જ્ઞાતાનું શરીર જે વ્યપગત, ટ્યુત, વિત, ત્યક્ત છે- નિર્જીવ થઈ ગયું છે તે જ્ઞાયકશરીરદ્રવ્યશ્રુત કહેવાય છે. આ જ્ઞાયકશરીરદ્રવ્યહ્યુતનું સ્વરૂપ છે. ] ભવ્ય શરીરદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ભવ્ય શરીરદ્રવ્યદ્ભુત આ પ્રમાણે છેજે જીવ યોનિમાંથી સમયપૂર્ણ થતાં નીકળ્યો છે ઈત્યાદિ યાવતુ જેમ દ્રવ્યાવશ્યકમાં કહ્યું છે તેમ જાણવું. આ ભવ્ય શરીરદ્રવ્યદ્ભુત છે. [૪૧] જ્ઞાયકશરીર-ભવ્ય શરીર દ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યથતનું સ્વરૂપ કેવું છે? તાડપત્રો અથવા પત્રીના સમૂહરૂપ પુસ્તકમાં લખેલું જે શ્રત છે તે જ્ઞાયકશરીર ભવ્ય શરીરવ્યતિરિક્ત દ્રવ્યશ્રુતછે. જ્ઞાયકશરીરભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યકૃતના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. અંડજ, બોંડજ, કીટ, બાલજ, વલ્કલ, હંસાદિ-ચતુરિન્દ્રિય જીવ વિશેષની કોથળીમાંથી જે સૂત્ર નીકળે તેને અંડજ કહે છે. કપાસ અથવા રૂમાંથી બનાવેલ સૂત્રને બોંડજ કહે છે. કીટકના પાંચ પ્રકાર છે. પટ્ટ, મલય, અંશુક, ચીનાંશુક, અને કુમિરાગ. બહાલજના પાંચ પ્રકાર છે. ઔર્ણિક, ઔષ્ટ્રિક,મૃગલૌમિક, ઉંદરની રુવાટીમાંથી બનાવેલ કિટ્ટિસ. વલ્કલ સૂત્ર આ જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યકૃતનું સ્વરૂપ છે. આ નોઆમગદ્રવ્યશ્રતનું સ્વરૂપ છે. આમ દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થયું. [૪૨] ભાવહ્યુતનું સ્વરૂપ કેવું છે ? ભાવકૃતના બે ભેદ પ્રરૂપ્યા છે, જેમકેઆગમભાવકૃત નોઆગમભાવકૃત. ૪૩] આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિ શ્રતનો જ્ઞાતા હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવકૃત છે. આ આગમથી ભાવકૃતનું લક્ષણ છે. [] નોઆગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? નોઆગમભાવકૃતના બે ભેદ છે. લૌકિક અને લૌકોત્તરિક [૫] લૌદ્ધિનોઆગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ દ્વારા પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલ મહાભારત, રામાયણ, ભીમાસુરોક્ત, કોટિ Page #310 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૪૪ ૩૦૭ લક, ઘોટકમુખ, શટકભદ્રિકા, કાપસિક, નાગસૂક્ષ્મ, કનકસપ્તતિ, કામશાસ્ત્ર, વૈશેષિકશાસ્ત્ર, ત્રિપિટક નામક બૌદ્ધશાસ્ત્ર, કપિલનું સાંખ્યદર્શન ચાવકદર્શન, ષષ્ઠિતંત્ર, માઠરનિમિત્તશાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ, અથવા ૭૨ કળાઓના પ્રતિપાદકશાસ્ત્રો અંગ, ઉપાંગ સહિત ચાર વેદ, આ બધા લૌકિકનોઆગમભાવથુત છે. [૪૬] લોકોરિકનો આગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? લોકોરિકનોઆગમાં ભાવકૃત તે છે જે જ્ઞાનવરણકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલિક પદાર્થોને જાણનારા, સર્વજ્ઞ, સર્વદર્શી ત્રણેલોકવર્તી જીવોદ્વારા અવલોકિત, મહિત અથતુ યથાવસ્થિત ગુણોના કિીર્તનરૂપ ભાવસ્તવનથી સંસ્તુત, પૂજિત-અપ્રતિહત જ્ઞાન દર્શનને ધારણ કરનારા, અરિહંતભગવંતો દ્વારા બાર અંગવાળું આ જે ગણિપિટકછે - આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ વિવાહપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા ઉપાસકદશાંગ અંતકતદશાંગ અનુત્તરોપપાતિકદશાંગ દ્રષ્ટિવાદ તે લોકોત્તરિકનોઆગમભાવકૃત છે. આ નોઆગમભાવશ્રતનું સ્વરૂપ છે. આ ભાવથુતનું વર્ણન થયું. ૪િ૭-૪૯] તે શ્રતના ઉદાત્તાદિ વિવિધ સ્વરોથી યુક્ત તથા કકરાદિ અનેક વ્યંજનોથી યુક્ત એકાર્યવાચક નામો આ પ્રમાણે છે- શ્રુત- સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત શાસન આજ્ઞા-વચન-ઉપદેશ-પ્રજ્ઞાપના-આગમ- આરીતે મૃતનું નિરૂપણ સમાપ્ત થાય છે. [૫૦] સ્કન્ધનું સ્વરૂપ કેવું છે? સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેનામસ્કન્ધ સ્થાપના સ્કન્ધ દ્રવ્યસ્કન્ધ ભાવસ્કન્ધ. પિ૧] નામસ્કન્ધ અને સ્થાપનાસ્કન્ધનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમજ સમજી લેવું જોઈએ. [૫૨] દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- આગમદ્રવ્યસ્કન્ધ નોઆગમદ્રવ્યસ્કન્ધ. આગમદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જે સાધુએ “સ્કન્ધ’ આ પદના અર્થને ગુરુ સમીપે શીખી લીધો છે અને ઉપયોગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનું કથન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે સચિત્ત અચિત્ત અને મિશ્ર. [૫૩] સચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? સચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકારો પ્રરૂપ્યાં છે. તે આ પ્રમાણે- હયસ્કન્ધ, ગજસ્કન્ધ, કિન્નરસ્કન્ધ, કિંજુરુષસ્કન્ધ, મહોરગસ્કન્ધ, ગંધર્વસ્કન્ધ, વૃષભસ્કન્ધ જીવનો ગૃહીત શરીર સાથે અમુકરૂપે અભેદ છે, છતાં પણ સચિત્તદ્રવ્યસ્કન્ધનો અધિકાર ચાલતો હોવાથી અહીં તે તે પયયમાં રહેલા જીવોમાંજ પરમાર્થતઃ સચેતનતા હોવાથી હયાદિ જીવોજ વિવક્ષિત થયા છે. તદધિષ્ઠિતશરીરની વિવક્ષા થઈ નથી. [૫૪] અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. આ પ્રમાણે દ્વિદેશિક ત્રિપ્રદેશિક યાવતું દસપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિક આ અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ અનુગદારાઈ -(૫૫) પિપ] મિશ્રદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? મિશ્રદ્રવ્યસ્કલ્પના અનેક પ્રકારો કહ્યાં છે. તે આ પ્રમાણે સેનાનોઅગ્નિમસ્કન્ધ, સેનાનોમધ્યમસ્કન્ધ, સેનાનોઅંતિમસ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. પિs] અથવા જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- કૃત્નસ્કન્ધ અકસ્મસ્કન્ધ અને અનેકદ્રવ્યસ્કન્ધ. [૫૭] કન્ઝસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? કન્સનસ્કન્ધ- હયસ્કન્ધ, ગજસ્કન્ધ આદિ જે પૂર્વે કહ્યાં તે જ કૃત્સસ્કન્ધ છે. આ કૃત્મકલ્પનું સ્વરૂપ છે. [૫૮] અકસ્મસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અક—સ્કન્ધન તે પૂર્વે કહેલ દ્વિપ્રદેશિ સ્કંધ યાવતું અનંતપ્રદેશિકસ્કન્ધ છે. આ અકસ્મસ્કન્ધનું વર્ણન છે. [પ અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? એકદેશે અપચિતભાગો-જીવપ્રદેશોથી રહિત કેશ-નખાદિ અને એકદેશે ઉપચિતભાગો એટલે જીવપ્રદેશોથી વ્યાપ્ત પૃષ્ઠ, ઉદરાદિ, કે જે એક વિશિષ્ટ આકારે થઈને તેનો જે દેહરૂપ સમુદાય બને તે અનેકદ્રવ્યસ્કન્ધ છે. આ અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. [૬૦-૬૨] ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ભાવસ્કન્ધનાં બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમભાવસ્કન્ધ નોઆગમભાવસ્કન્ધ આગમભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આગમભાવસ્કન્ધ તે ઉપયોગયુક્ત સ્કન્ધ શબ્દના અર્થનો ત્રાતા છે. આ પ્રકારનું આગમભાવસ્કન્ધનું સ્વરૂપ છે. નોઆગમભાવસ્કન્ધનું સ્વરૂપ છે ? પરસ્પર સંબંધિત સામાયિકાદિ છ અધ્યયનોના સમુદાયથી જે આવશ્યક શ્રુતસ્કન્ધ નિષ્પન્ન થાય છે તે ભાવસ્કન્ધ છે, અને મુખવસ્ત્રિકા રજોહરણના વ્યાપાર રૂપ ક્રિયાથી યુક્ત વિવક્ષા. કરવાથી તે નોઆગમભાવસ્કન્ધ કહેવાય છે. આમ ભાવસ્કન્ધનું વર્ણન પૂર્ણ થયું. [૩-૬૫] તે સ્કંધ'ના વિવિધ ઘોષવાળા તથા વિવિધ વ્યંજનવાળા એકાઈ નામો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે છે- ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ-રાશિ પુંજ પિંડ- નિકરસંઘાત-આકુલ-સમૂહ આપ્રમાણે સ્કંધનું વર્ણન પૂર્ણ થયું. [૬૬-૬૯] આવશ્યકનો અધિકાર આ પ્રકારે છે. સાવદ્યયોગ વિરતિ-પ્રથમ અધ્યનન સામાયિકમાં સમૂર્ણ સાવદ્યયોગની વિરતિનું પ્રતિપાદન છે. ઉત્કીર્તન- બીજા ચતુર્વિશતિસ્તવઅધ્યનમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ છે. ગુણવાનની પ્રતિપતિ- ત્રીજા વિંદના અધ્યયનમાં મૂળગુણ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓને વંદના છે. અલિત- નિંદાપ્રતિક્રમણ નામના ચોથા અધ્યનનમાં મૂળગુણો અને ઉત્તરગુણોથી અલિત થતાં લાગેલા અતિચારની નિંદા છે. ત્રણચિકિત્સા- કાયોત્સર્ગ નામના પાચમાં અધ્યયનમાં ચારિત્રરૂપપુરુષનો જે અતિચારરૂપ ભાવવ્રણ છે તેની દશ પ્રકારની પ્રાયશ્ચિત્તરૂપ ચિકિત્સાછે. ગુણધારણા- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠાઅધ્યનનમાં મૂળગુણ-ઉત્તરગુણને અતિચારરહિત ધારણ કરવારૂપ અધિકાર છે. આવશ્યક- શાસ્ત્રનો આ પ્રકારનો સમુદાયાર્થે નામાર્થ સંક્ષેપમાં વર્ણવ્યો. હવે એક-એક અધ્યનનું વર્ણન કરીશ. તે આ પ્રમાણે- સામાયિક, ચતુર્વિશશતિસ્તવ,વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. તેમાંથી પ્રથમ અધ્યયન સામાયિક' ના ચાર અનુયોગદ્વાર થાય છે. તે આ પ્રમાણેઉપક્રમ- દૂરની વસ્તુઓનું એવી રીતે પ્રતિપાદન કરવું કે તે નિક્ષેપ યોગ્ય બની જાય નિક્ષેપ-નામસ્થાપનાદિ દ્વારા વિષયનું વ્યવસ્થાપન કરવું અનુગમ-સૂત્રનો અનુકૂળ અર્થ Page #312 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૦ કહેવો નય- અનંત ધમત્મિક વસ્તુના એક અંશને મુખ્યરૂપે ગ્રહણ કરનારક બોધ. [૭૦] ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉપક્રમના છ પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણે - નામઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્યઉપક્રમ, ક્ષેત્રઉપક્રમ, કાળઉપક્રમ અને ભાવઉપક્રમ. નામઉપક્રમ અને સ્થાપનાઉપક્રમનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવશ્યક મુજબ જાણવું. દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઉપક્રમના બે પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણેઆગમદ્રવ્યઉપક્રમ અને નોઆગમદ્રવ્યઉપક્રમ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. યાવતું જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. (૧) સચિત્તદ્રવ્યઉપક્રમ (૨) અચિત્તદ્રવ્યઉપક્રમ (૩) મિશ્રદ્રવ્યઉપક્રમ. [૭૧-૭૪] સચિત્તદ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે? સચિત્તદ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- દ્વિપદ-મનુષ્યાદિ દ્રવ્યોનો ઉપક્રમ ચતુષ્પદચારપગવાળા પશુઆદિ દ્રવ્યોનો ઉપક્રમ અપદ પગ નથી તેવા એ કેન્દ્રિય વૃક્ષાદિ દ્રવ્યોનો ઉપક્રમ. તે પ્રત્યેક ઉપક્રમના પણ બન્ને પ્રકાર છે, તે આ પ્રમાણે- પરિકર્મ દ્રવ્યઉપક્રવસ્તુવિનાશદ્રવ્યઉપક્રમ- દ્વિપદદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્વિપદદ્રવ્યોપક્રમ તે નટો, નર્તકો, જલ્લો (દોરડા ઉપર ખેલ કરનાર), મલ્લો, મૌષ્ટિકો (મુષ્ટિઓનો પ્રહાર કરનાર મલ્લો), વિદૂષકો, કથાકારો, પ્લવકો (નદીને પાર કરવાની ક્રિયામાં અભ્યસ્ત), ભાંડો(રાસલીલા કરનાર), આખ્યાયકો (શુભાશુભ બતાવનાર), લેખો-(મોટા વાંસપર આરોહણ કરનાર), મંખો-(ચિત્રપટાદિને હાથમાં રાખી ભીખ માંગનારા), તૂણિકો(તંતુવાદ્યો વગાડનાર), તુંબવણિકો-(તુંબડીની વીણા વગાડનારા), કાવડીયાઓ તથા માગધો-મંગળપાઠકો આદિનો શરીરવર્ધક અને વિનાશ કરવારૂપ જે ઉપક્રમઆયોજન છે તે દ્વિપદદ્રવ્યોપક્રમ છે. ચતુષ્પદોક્રમનું સ્વરૂપ કેવું છે ? ચોપગાઅશ્વ, હાથી આદિ પશુઓને સારી ચાલ ચાલવાની શિક્ષા દેવરૂપ તથા તલવારાદિથી વિનાશરૂપ ઉપક્રમને ચતુષ્પદોપક્રમ કહે છે. અપદ્રવ્યોક્રમનું સ્વરૂપ કેવું છે ? આમ્ર, આમ્રતકવૃક્ષ અને તેના ફળની વૃદ્ધિ અને વિનાશ સંબંધી ઉપક્રમને અપદઉપક્રમ કહે છે. આ પ્રમાણે સચિત્તદ્રવ્યોપક્રમનું વર્ણન પૂર્ણ થયું. [૭૫-૭૬] અચિત્તદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ખાંડ, ગોળ, રાબાદિ પદાર્થોમાં મધુરતાની વૃદ્ધિ કરવારૂપ અને પદાર્થનો સર્વથા વિનાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે અચિત્તદ્રવ્યોપક્રમ છે. મિશ્રદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? સ્થાસક-અશ્વને શણગારવાનું આભૂષણ, દર્પણ-બળદને શણગારવાનું આભૂષણ આદિથી આભૂષિત અશ્વાદિને શિક્ષણ આપવારૂપ અથવા નાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે મિશ્રદ્રવ્યોપક્રમ છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ વર્ણવ્યું. આ રીતેનો આગમદ્રવ્યોપક્રમનું નિરૂપણ કર્યું અને દ્રવ્યોપમનું વર્ણન પણ પૂર્ણ થયું. [૭૭-૭૮] હળ અને કુલિક વડે ખેતરને બી વાવવા યોગ્ય બનાવવા અથવા બીજોત્પાદનને અયોગ્ય બનાવવારૂપ જે ઉપક્રમ- તે ક્ષેત્રોપક્રમ છે. કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે? નાલિકા કીલ આદિ સાધનો વડે કાળનું યથાવત્ પરિજ્ઞાન થાય તે પરિકર્મકાલોપક્રમ છે અને નક્ષત્રોની ચાલવડે કાળનો નાશ તે વસ્તુવિનાશરૂપ ક્ષેત્રોપક્રમ છે. [૭૭] ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- આગમભાવપક્રમ નોઆગમભાવીક્રમ. જ્ઞાયક-ઉપક્રમ શબ્દના અર્થનો Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. અનુગદારાઈ-(૭૯) જ્ઞાતા-કોઈપુરુષ ઉપક્રમમાં ઉપયોગયુક્ત હોય તે આગમભાવોપ ક્રમ છે. નોઆગમભાવપક્રમના બે પ્રકાર પ્રરૂપ્યા છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. કોઈ એક ગામમાં ડેડિણિ નામની બ્રાહ્મણી રહેતી હતી. તેને ત્રણ પુત્રીઓ હતી. ત્રણે પુત્રીઓના વિવાહ બાદ તેને વિચાર આવ્યો કે ત્રણે જમાઈઓનો અભિપ્રાયસ્વભાવ જાણી લઈને મારે મારી પુત્રીઓનો એવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ કે તે શિક્ષાને અનુરૂપ જીવન જીવીને તેઓ પોતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારનો વિચાર કરીને તેણે પોતાની ત્રણે પુત્રીઓને બોલાવીને સલાહ આપી “આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કોઈ કલ્પિતદોષ બતાવીને તેમના મસ્તકપર લાતો મારવી, ત્યારે પ્રતિકારરૂપે તેઓ તમને જે કંઈ કહે, અથવા જે કંઈ કરે, તે મને સવારમાં કહેવાનું છે. તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું - તેઓ પોતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીનો પતિ જ્યારે શયનખંડમાં આવ્યો, ત્યારે તેણે તેનાપર કોઈદોષનું આરોપણ કરીને તેના મસ્તકપર એક લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેનો પગ પકડીને તેને આ પ્રમાણે કહ્યું- “પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવા મારા મસ્તકપર તમે કેતકીના પુષ્પસમાન કોમળ પગવડે જે લાત મારી છે તેને લીધે તમારો નાજુકચરણ દુખવા માંડ્યો હશે.” આ પ્રમાણે કહી તેણે તેના તે પગને દાબવા માંડ્યો, બીજે દિવસે મોટી પુત્રીએ સમસ્ત વાત માતાને કહી સંભળાવીતે સાંભળી ડોડિણિ-બ્રહ્મણીને ઘણોજ આનંદ થયો. જમાઈના આવા વર્તનથી તે તેના સ્વભાવને સમજી ગઈ. તેણે મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે. બીજી પુત્રીએ પણ પતિની સાથે એવોજ વર્તાવ કર્યો ત્યારે તેના પતિને થોડો રોષ ઉપજ્યો. તેણે પોતાનો રોષ માત્ર શબ્દદ્વારા પ્રગટ કર્યો. “મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધૂઓને યોગ્ય વર્તાવ ન ગણાય.આ પ્રમાણે કહીને તે શાંત થઈ ગયો. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત માતાને સંભળાવી. માતાએ કહ્યું- “બેટી ! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે. તારા પતિનો સ્વભાવ એવો છે કે તે ગમે તેટલો રૂટ થયો હોય તો પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય એવો છે.” - ત્રીજી પુત્રીએ પણ કોઈ દોષનું આરોપણ કરીને તેના પતિના મસ્તકપર લાત લગાવી દીધી. ત્યારે તેના ક્રોધનો પારો પણ ઘણો ઉંચો ચડી ગયો, તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું – “અરે નીચ ! કુલકન્યાઓ ન કરવા યોગ્ય આ પ્રકારનું કાર્ય તે શા માટે કર્યું? આ પ્રમાણે કહી તેણે તેને મારીમારીને ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી. ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી. પુત્રીની વાતદ્વાર બ્રાહ્મણીને ત્રીજી પુત્રીના પતિના સ્વભાવનો ખ્યાલ આવી ગયો. તરત જ તે પુત્રીના પતિ પાસે ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેણે તેને આ પ્રમાણે કહ્યું- જમાઈરાજ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના મસ્તકપર ચરણપ્રહાર કરવાનો આચાર ચાલ્યો આવે છે. તે કારણે મારી પુત્રીએ તમારી સાથે એવો વ્યવહાર કર્યો છે, દુષ્ટતાને કારણે એવું કર્યું નથી, માટે આપે ક્રોધ છોડી તેના વર્તનમાટે તેને માફી આપવી જોઈએ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ સૂત્ર-૭૯ સાસુના વચનથી તેનો ગુસ્સો ઉતરી ગયો. ત્યારબાદ ડોડિણિ-બાણીએ ત્રીજી પુત્રીને સલાહ આપી કે “બેટી ! તારા પતિ દૂરારાધ્ય છે, માટે તારે તેમની આજ્ઞાનું બરાબર પાલન કરવું અને ખૂબજ સાવધાનીપૂર્વક તેમની સેવા કરવી. હવે પરનો ભાવ જાણવાને સમર્થ એવી વિલાસવતીનામક ગણિકાનું દ્રષ્ટાંત આપે છેઃ- એક નગરમાં કોઈએક ગણિકા રહેતી હતી. તે ૬૪ કળાઓમાં નિપુણ હતી. તેણે પરનો અભિપ્રાય જાણવા આ પ્રકારની પદ્ધતિ અપનાવી હતી. તેણે પોતાના રતિભવનની ભીંતોપર જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરતાં વિવિધ જાતિના પુરૂષોના. ચિત્રો દોરાવ્યાં હતાં. જે પુરૂષ ત્યાં આવતો, તે પોતાના જાતિયોચિત ચિત્રનું નિરીક્ષણ કરવામાં તન્મય થઈ જતો તેના આ પ્રકારના વર્તનથી તેની જાતિ, સ્વભાવ, રુચિ આદિને વિલાસવતી સમજી જતી હતી અને તે પુરૂષની સાથે તેની જાતિરચિને યોગ્ય વર્તાવિ બતાવીને તેને સત્કારાદિદ્વારા ખુશખુશ કરી નાખતી. તેના વતવિ આદિથી ખુશ થઈને તેને ત્યાં જનાર પુરૂષો ખૂબ ધન આપીને સંતોષ પ્રગટ કરતાં. અમાત્ય કેવી રીતે પરના અભિપ્રાયને જાણી લેતો તેનું દ્રષ્ટાંત આપે છે. કોઈ એક નગરમાં ભદ્રબાહુરાજા રાજ્ય કરતો હતો. તેને સુશીલ નામે અમાત્ય હતો. તે પરના અભિપ્રાયને જાણવામાં નિપુણ હતો. એક દિવસ રાજા અમાત્યસાથે અશ્વક્રિડા કરવા નગર બહાર ગયો. ચાલતાં-ચાલતાં માર્ગમાં કોઈ એક પડતર પ્રદેશપર ઉભા રહી ઘોડાએ લઘુશંકા કરી તે મૂત્ર સૂકાઈ ન જતાં ત્યાં જમીન પરજ એમને એમ પડ્યું રહ્યું. રાજા અને અમાત્ય તેજ રસ્તેથી થોડીવાર પછી પાછા ફર્યા. તે પડતર જમીન પર ઘોડાના મૂત્રને વિના સૂકાયેલું જોઇને રાજાના મનમાં વિચાર આવ્યો- જો આ જગ્યાએ તળાવ ખોદાવવામાં આવે, તો તે તળાવ કાયમ અગાધ જળથી ભરપૂર રહેશે. તેનું પાણી સૂકાશે નહીં. આ પ્રકારનો વિચાર કરતો-કરતો રાજા ભૂમિભાગ તરફ ઘણીવાર સુધી તાકી રહ્યો. ત્યારબાદ રાજા અમાત્ય સાથે રાજમહેલ તરફ ચાલ્યો ગયો. તે ચતુર અમાત્ય રાજાના મનોગત ભાવને બરાબર સમજી ગયો. તેણે રાજાને પૂછ્યા વિના જ તે જગ્યાએ એક વિશાળતળાવ ખોદાવ્યું. અને તેના કિનારે વિવિધ પ્રકારનાં અને વિવિધઋતુઓના ફળ-ફૂલથી સંપન્નવૃક્ષો રોપાવી દીધા. ત્યારબાદ રાજા ફરી કોઈવાર અમાત્ય સાથે તે જ રસ્તેથી ફરવા નીકળ્યો. પેલી જગ્યાએ વૃક્ષોના ઝુંડોથી સુશોભિત જળાશયને જોઈ રાજાએ અમાત્યને પૂછ્યું-અરે ! આ રમણીય જળાશય કોણે બંધાયું છે ? અમાત્યે જવાબ આપ્યો- મહારાજ ! આપેજ બંધાવ્યું છે. ત્યારે રાજાને આશ્ચર્ય થયું ને અમાત્યને કહ્યું- “આ જળાશય શું મેં બંધાવ્યું છે ? અમાત્યે ખુલાશો કર્યો કે- “મહારાજ ! ઘણા સમય સુધી મૂત્રને સૂકાયા વિનાનું જોઈને આપે અહીં જળાશય બંધાવવાનો વિચાર કરેલ. આપના આ મનોગત વિચારને મે, જાણી અહીં જળાશય બંધાવ્યું છે. પરના ચિત્તને સમજવાની અમાત્યની શક્તિ જોઈ રાજા ઘણો હર્ષિત થયો અને તેની પ્રશંસા કરવા લાગ્યો. આ ત્રણે ભાવપક્રમના દ્રષ્ટાંતો છે. આ ભાવોપક્રમમાં સંસારરૂપ ફળજનકતાનો સદ્ભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. એ ઉપક્રમ સંસારરૂપ ફળના જનક હોવાથી અપ્રશસ્તભાવપક્રમ છે, અને ગુરઆદીના અભિપ્રાયને યથાર્થરૂપે જાણી લેવું તે પ્રશસ્તભાવોપક્રમ છે. આ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અનુગદારાઈ-(૮૦) નોઆગમભાવપક્રમનું સ્વરૂપ સમજવું. આ ભાવોપક્રમનું નિરૂપણ થયું. ઉપક્રમના સમસ્ત ભેદોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. [20] અહીંયા સુધી લૌકિક વૃષ્ટિએ ઉપક્રમનું સ્વરૂપ નિરૂપણ કર્યું. હવે શાસ્ત્રીય પદ્ધતિએ નિરૂપણ કરાય છે. અથવા ઉપક્રમના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અથધિકાર અને (૬) સમવતાર. [૮૧] આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વી-અનુક્રમ-એકની પાછળ બીજું, એવી પરિપાટી તેના દશપ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નામાનુપૂર્વી સ્થાપનાપૂર્વી દ્રવ્યાનુપૂર્વી ક્ષેત્રાનુપૂર્વી કાળાનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી ગણનાનુપૂર્વી સંસ્થાનુપૂર્વી સમાચાયનુિપૂર્વી અને ભાવાનુપૂર્વી [૮૨નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ નામાવશ્યક અને સ્થાપનાવશ્યક પ્રમાણે સમજવું. દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેઆગમદ્રવ્યાનુપૂર્વી નોઆગમદ્રવ્યાનુપૂર્વી. આગમદ્રવ્યાનુપૂર્વી સ્વરૂપ કેવું છે ? જે સાધુઆદિએ “આનુપૂર્વી' પદના વાચ્યાર્થીને શીખી લીધો છે, તે સ્થિતિ કર્યો છે, તેના સ્વર-વ્યંજન આદિની સંખ્યાનું પરિમાણ જાણી લીધું છે, સર્વ પ્રકારે, ચારે તરફથી પરાવર્તિત કરી લીધું છે યાવતુ જે અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યાનુપૂર્વી છે. કારણકે અનુપયોગને દ્રવ્ય કહ્યું છે. નૈગમનની અપેક્ષાએ એક અનુપયુક્તઆત્મા એક દ્રવ્યાનુપૂર્વી છે. અનેક અનુપયુક્ત આત્મા અનેક દ્રવ્યાનુપૂર્વી છે, ઈત્યાદિ નય સંબંધી મન્તવ્ય આવશ્યકની જેમ સમજવું યાવતું જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત સંભવી ન શકે અને જે અનુપયુક્ત હોય છે તે જ્ઞાયક ન થઈ શકે. તેથી આગમદ્રવ્યાનુપૂર્વી અવસ્તુ છે. આ આગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. નોઆગમદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નોઆમગદ્રવ્યાનુપર્વના ત્રણ પ્રકાર છે, જ્ઞાયકશરીરદ્રવ્યાનુપૂર્વી ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વ જ્ઞાયક-ભવ્ય-શરીરવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી. જ્ઞાયકશરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીદ્રવ્યાનુપૂર્વી તે “આનુપૂર્વી' આ પદના અથિિધકારને જાણનાર સાધુનું વ્યપગત, શ્રુત, વ્યાવિત, ત્યક્ત જે નિર્જીવ શરીર તે, શેષ સર્વ દ્રવ્યાવશ્યક મુજબ જાણવું યાવતુ આ જ્ઞાયક શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. ભવ્ય શરીદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? જે જીવ સમય પૂર્ણ થતાં યોનિમાંથી બહાર આવેલ છે, ભવિષ્યમાં આનુપૂર્વી' પદના અધિકારને જાણવાનો છે તે ભવ્ય શરીરનો આગમદ્રવ્યાનપૂર્વી છે શેષ સર્વ દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. આ પ્રમાણે ભવ્ય શરીરદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ છે. જ્ઞાયક શરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયક શરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિધિકી પદાર્થને વ્યવસ્થાપિત કરી દીધા પછી તેની પાસે પૂવનપૂર્વી આદિના ક્રમથી અન્ય પદાર્થ રાખવા, તે જે આનુપૂર્વીનું પ્રયોજન છે તે, દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિની આદિના ક્રમ પ્રમાણે જ્યાં પદાર્થની સ્થાપના કરવામાં આવતી નથી, તેમાંથી જે ઔપનિધિતી આનુપૂર્વી છે તે સ્થાપ્ય છે એટલે એનું નિરૂપણ અત્યારે કરાતું નથી અનૌપનિધિ કીદ્રવ્યાનુપૂર્વના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- નૈગમનય અને વ્યવહારનયસમંત તથા સંગ્રહનયસમંત. Page #316 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૮૩ ૩૧૩ [૮] નૈગમનય અને વ્યવહારનયને માન્ય અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નૈગમન-વ્યવહારનયને માન્ય દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર, અનુગમ. [૮૪] નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરૂપણા-વ્યગુસ્કન્ધ આદિરૂપ અર્થને વિષય કરનાર અર્થપદની પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ પ્રદેશવાળો ત્રણકન્ધ આનુપૂર્વી છે. ચતુષ્પદેશિકસ્કન્ધ આનુપૂર્વી છે, યાવતું દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે, અને અંનતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે પણ પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી રૂપ છે. કેમકે એક પરમાણુમાં ક્રમ સંભવિત નથી. દ્વિદેશિકસ્કન્ધ અવક્તવ્ય છે કેમકે દ્વિપ્રદેશિક સ્કંધમાં અન્યોન્ય પૂર્વ પશ્ચાતુ ભાવ હોવાથી તેને અનાનુપૂર્વી તરીકે ન કહી શકાય અને મધ્યભાગ ન હોવાને કારણે સંપૂર્ણ ગણનાનુક્રમ સંભવતો ન હોવાથી આનુપૂર્વી પણ ન કહી શકાય. ઘણા ત્રિપ્રદેશિક સ્કન્ધો આનુપૂર્વરૂપ છે. યાવતુ ઘણા અનંતપ્રદેશિકસ્કન્ધો આનુપૂર્વીઓ છે. પુદ્ગલ પરમાણુઓ અનાનુપૂર્વીઓ છે. ઘણા દ્વિપ્રદેશિકસ્કન્ધો અવકતવ્યો છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ છે. [૮૫] આ નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે ? નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદ પ્રરૂપણા વડે ભંગસમુત્કીર્તન કરાય છેભંગોનું પ્રરૂપણા કરાય છે. [૮] નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન આ પ્રકારે છે. અસંયોગી ભેદ-૬. તેમાં એક વચનાંત ૩ છે. જેમકે- આનુપૂર્વી છે. અનાનુપૂર્વી છે. અવક્તવ્યક છે, બહુવચનાન્ત ૩ છે. જેમકે- આનુપૂર્વીઓ છે. અનાનુપૂર્વીઓ છે. અવકતવ્યો છે. દ્વિસંયોગથી નિષ્પન્ન ભેદ ૧૨ છે. તેમાં પ્રથમ ચતુર્ભગીઆનુપૂર્વી-અનાનુપૂર્વી છે. આનુપૂર્વી-અનાનુપૂર્વીઓ છે. આનુપૂર્વીઓ-અનાનુપૂર્વી છે. આનુપૂર્વીઓ-અનાનુપૂર્વીઓ છે. દ્વિતીયચતુર્ભગી- આનુપૂર્વી-અવકતવ્ય આનુપૂર્વી અવકતવકો આનુપૂર્વીઓ-અવકતવ્યક આનુપૂર્વીઓ-અવકતવ્યકો તૃતીયચતુર્ભગી- અનાનુપૂર્વી-અવકતવ્યક અનાનુપૂર્વીઅવકતવ્યકો અનાનુપૂર્વીઓ-અવકતવ્યક અનાનુપૂર્વીઓ-અવકતવ્યકો ત્રણેયના સંયોગથી આઠભંગ થાય યથા-આનુપૂર્વી-અનાનુપૂર્વી અવકતવ્ય આનુપૂર્વી અનાનુપૂર્વ અવકતવ્યો આનુપૂર્વી-અનાનુપૂર્વીઓ-અવકતવ્યક આનુપૂર્વી-અનાનુ- પૂર્વીઓઅવકતવ્યો આનુપૂર્વીઓ-અનાનુપૂર્વી અવકતવ્યક આનુપૂર્વીઓ-અનાનુ- પૂર્વઅવકતવ્ય આનુપૂર્વીઓ-અનાનુપૂર્વીઓ-અવકતવ્યો,આનુપૂર્વીઓ-અનાનુ- પૂર્વીઓઅવકતવ્યો આમ સર્વ મળી ૨૬ ભંગો છે. તે નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. [૮૭] આ નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે? નૈગમ- . વ્યવહારનયસંમતભંગસમુત્કીર્તનવડે ભંગોપદર્શન-ભંગોનું કથન કરાય છે ભંગસમુત્કીર્તનમાં ભંગસૂત્ર કહેવામાં આવેલ છે અને ભંગોપદર્શનતામાં તેનો વ્યણુકઆદિ વાચ્યાર્થ કહેવામાં આવશે. [૮૮] નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અનુઓ દારાઈ -(૮૯) વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે- ત્રણ પ્રદેશવાળા સ્કંધરૂપ અર્થ-પદાર્થને આનુપૂર્વી કહે છે. પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે. ઢિપ્રદેશિક સ્કંધ અવકતવ્ય છે અથવા ત્રિપ્રદેશિકસ્કન્ધો અનાનુપૂર્વીઓ છે. પગલપરમાણુઓ અનાનુપૂર્વીઓરૂપ છેઢિપ્રદેશિકસ્કન્ધો અવકતવ્યો છે. આ અસંયોગે ૬ ભાંગાના અર્થ થયા. દ્વિસંયોગે ૧૨ ભાંગા થાય છે. તેમાં એક ત્રિપ્રદેશિકઢંધ એક આનુપૂર્વીરૂપ અને એક પુદ્ગલપરમાણુ એક અનાનુપૂર્વી વાચ્યાર્થરૂપ વિવક્ષિત થયા છે. આ પ્રથમ ચતુર્ભગીનો પ્રથમ ભંગ છે, તે પ્રમાણે ચાર ભંગ સમજવા અથવા ત્રિપ્રદેશિક એક સ્કંધ એક આનુપૂર્વરૂપ અને દ્વિપ્રદેશિક એક સ્કંધ એક અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત થાય છે. આ પ્રમાણે દ્વિતીય ચતુર્ભગી અથવા એક પગલપરમાણુ એક અનાનુપૂર્વી અને એક દ્વિપ્રદેશિકસ્કન્ધ એક અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવલિત થાય છે. આ પ્રમાણે તૃતીય ચતુર્ભગી. આમ દ્વિસંયોગે ૧૨ ભાંગા અથવા ત્રિપ્રદેશિક, પગલપરમાણુ, દ્વિપ્રદેશિક, અનુક્રમે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. ત્રિપ્રદેશિક, પગલપરમાણું, દ્વિપ્રર્દેશિકો, આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્યોના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિક, પુદ્ગલપરમાણુઓ, દ્વિઅદેશિકો, આનુપૂર્વી, અનાનુપૂર્વીઓ અવકતવ્યોના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો, પુદ્ગલપરમાણું, દ્વિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનૂપૂર્વી, અવકતવ્યકના વાચ્યાર્થછે. ત્રિપ્રદેશિકો, પુદુગલપરમાણુ, દ્ધિપ્રદેશિકો, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વી, અવકતવ્યોના વાર્થ છે. ત્રિપ્રદેશિકો મુગલપરમાણુઓ. દ્વિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવકતવ્યકના વાર્થ છે. ત્રિપ્રદેશિકો, પુદ્ગલપરમાણુઓ, ઢિપ્રદેશિકો, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવકતવ્યોના વાચ્યાર્થ છે. આ રીતે તૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું વર્ણન પૂર્ણ થયું. | [૮] આનુપૂર્વઆદિ દ્રવ્યોના સમાવેશને સમાવતાર કહે છે. તેનું સ્વરૂપ કેવું છે? નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનો ક્યાં સમાવેશ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? નૈગમ અને વ્યવહારસંમત આનુપૂર્વીદ્રવ્યોનો આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે. અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થતો નથી. અવકતવ્યદ્રવ્યોમાં પણ સમાવેશ થતો નથી. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યોનો ક્યાં સમાવેશ થાય છો ? શું તેઓ આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? તેઓ આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી, અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી, અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમવતારનું વર્ણન પૂર્ણ થયું. [૯૦-૯૧] અનુગમસૂત્રનું અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું સ્વરૂપ કેવું છે? અનુગમ નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે- સત્પદપ્રરૂપણતા-આનુપૂર્વી આદિપદો વિદ્યમાન પદાર્થ વિષયક છે અથવા અવિદ્યમાન અર્થ વિષયક છે, એવી પ્રરૂપણા. દ્રવ્યપ્રમાણસંખ્યા. ક્ષેત્ર-વિવક્ષિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે. સ્પર્શન-આનુપૂર્વઆદિદ્રવ્યો કેટલા આકાશપ્રદેશોને સ્પર્શ કરે છે. કાળ-દ્રવ્યની સ્થિતિનો વિચાર અન્તરવિરહકાળ, ભાગ-આનુપૂર્વી આદિ દ્રવ્યો બીજા દ્રવ્યોના કેટલા ભાગમાં રહે છે. ભાવનવવક્ષિત Page #318 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૯૨ આનુપૂર્વીઆદિ દ્રવ્યો કયા ભાવમાં છે. અલ્બબહુત્વ. [૯૨] પ્રશ્ન-મૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. આ પ્રથમ ભેદ છે. [૩] મૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે ? અસંખ્યાત છે ? અથવા અનંત છે ? સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યો પણ અનંત જાણવા. આ બીજો ભેદ. [૯૪] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે ? અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે ? કે સંખ્યાતભાગોમાં અવગાઢ છે કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ છે ? કે સમસ્ત લોકમાં અવગાઢ છે ? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોય છે. કોઈ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોયછે. સંખ્યાત ભાગોમાં અવગાઢ હોયછે. અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોયછે અથવા સમસ્ત લોકમાં અવગાઢ હોય છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ તે સમસ્ત લોકમાં અવગાઢ છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત ભાગમાં અવગાઢછે યાવત્ સમસ્ત લોકમાં અવગાઢછે ? એક અનાનુપૂર્વીદ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમાં ભાગમાં અવગાઢ નથી. અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, સંખ્યાત ભાગોમાં અવગાઢ નથી, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ નથી. અનેક અનાનુપૂર્વીદ્રવ્યો નિયમથી સમસ્ત લોકમાં અવગાઢ છે. આ પ્રમાણે જ અવકતવ્ય દ્રવ્યના વિષયમાં સમજવું. [૫] મૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે ? અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે ? સંખ્યાતમા ભાગોને સ્પર્શે છે, અસંખ્યાતમા ભાગોને સ્પર્શે છે ? કે સમસ્ત લોકને સ્પર્શે છે ? એક-એક આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે છે યાવત્ સમસ્ત લોકને સ્પર્શે છે, અનેક આનુપૂર્વીદ્રવ્યો નિયમથી સમસ્ત લોકને સ્પર્શે છે. નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શેછે યાવત્ સમસ્ત લોકને સ્પશેછે? એક-એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શતું નથી પણ અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે,સંખ્યાત ભાગોને,અસંખ્યાત ભાગોને કે સર્વલોકને સ્પર્શતું નથી. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તે નિશ્ચયથી સમસ્તલોકને સ્પર્શે છે. અવકતવ્યદ્રવ્યોની સ્પર્શના પણ આજ પ્રમાણે સમજવી જોઇએ. ૩૧૫ [૯૬] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? એક આનુપૂર્વીદ્રવ્ય જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી તે સ્વરૂપે રહે છે. વિવિધ આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચયથી સર્વકાળમાં હોય છે, અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યોની સ્થિતિ પણ ઉપર પ્રમાણે એટલે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સમજવી.. [૭] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાન-વિરહકાળ કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ વિરહકાળ થતો નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અનુગદારાઈ - (૯૮). નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ અંતર કેટલું હોય છે ? એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતરકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો છે. વિવિધ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યોનો કાળાપેક્ષયા અંતર કાળ કેટલો છે ? એક અવકતવ્યદ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. વિવિધ દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. [૯૮] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામાં ભાગમાં છે ? શું સંખ્યાત ભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે સંખ્યાત ભાગોમાં છે કે અસંખ્યાત ભાગોમાં છે ? આનુપૂર્વી દ્રવ્યો શેષ દ્રવ્યોના સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિશ્ચયથી અસંખ્યાતમાં ભાગમાં હોય છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામાં ભાગમાં હોય છે ? શું સંખ્યાત ભાગમાં હોય છે કે અસંખ્યાત ભાગમા કે સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં હોય છે ? અનાનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ શેષ દ્રવ્યોના અસંખ્યાત ભાગમાં હોય છે. અવકતવ્યદ્રવ્યોનો ભાગદ્વાર પણ ઉપર પ્રમાણે સમજી લેવો. [૯] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કયા ભાવમાં છે ? એટલે ઔદયિક ભાવમાં કે ઔપથમિક ભાવમાં કે ક્ષાયિક ભાવમાં કે ક્ષાયોપથમિક ભાવમાં કે પારિણામિક ભાવમાં છે ? કે સાનિપાતિક ભાવમાં છે ? સમસ્ત આનુપૂર્વીદ્રવ્યો સાદિ પારિણામિક ભાવમાં હોય છે. અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યોનો ભાવદ્ધાર પણ ઉપર પ્રમાણે જ સમજવો. [૧૦૦] ભગવન્! નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો, અનાનુપૂર્વીદ્રવ્યો, અને અવકતવ્ય દ્રવ્યોમાં દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ કયા દ્રવ્યો કરતાં અલ્પ, અધિક તુલ્ય અથવા વિશેષાધિક છે ? હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ નૈગમ-વ્યવહાર નયસંમત અવકતવ્યદ્રવ્યો સૌથી અલ્પછે. અવકતવ્યકદ્રવ્યો કરતાં અનાનુ- પૂર્વીદ્રવ્યો દ્રવ્યની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં અસંખ્યાતગણાં હોય છે. પ્રદેશની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વી સૌથી અલ્પ હોય છે કારણ કે અનાનુપૂર્વીદ્રવ્યો પ્રદેશરહિત છે. પ્રદેશોની અપેક્ષાએ અવકતવ્યકદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં વિશેષાધિક હોય છે. પ્રદેશોની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્યો કરતાં અનંતગણાં હોય છે. નૈગમ-વ્યવહારનવસંમત અવકતવ્યકદ્રવ્યો ઉભય-દ્રવ્યપ્રદેશની અપેક્ષાએ સર્વથી અલ્પ છે કારણકે દ્રવ્યની અપેક્ષાએ સર્વસ્તીકતાનું પ્રતિપાદન પહેલા કરવામાં આવ્યું છે. દ્રવ્ય અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ અવકતવ્યદ્રવ્યો વિશેષાધિક છે. આનુપૂર્વીદ્રવ્યો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા અને પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા હોય છે. આ પ્રમાણે અનુગમનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિરૂપણ કર્યું. [૧૧] સંગ્રહનયસંમત અનૌપનિધિ કી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહાયસંમત દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણતા Page #320 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૦૧ ૩૧૭ ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [૧૦૨-૧૩] સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહનયને સંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે? ત્રણ પ્રદેશવાળો સ્કંધ આનુપૂર્વી છે, ચાર પ્રદેશવાળો સ્કંધ આનુપૂર્વી છે, થાવતુ દસપ્રશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિકઢંધ આનપૂર્વી છે. પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી છે, દ્વિપ્રદેશિકન્કંધ અવકતવ્યક છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ છે. સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું પ્રયોજન શું છે? સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતા દ્વારા સંગ્રહનય સંમત ભંગસમુત્કીતૈનતા કરી શકાય છે. એટલેકે ભંગોનું કથન કરી શકાય છે. સંગ્રહનય- સંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ શું છે ?સંગ્રહનયસંમતભંગસમુત્કીર્તનતા આ પ્રમાણે છેઆનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે, તે ત્રણ અસંયોગી અંગ છે. આનુપૂર્વીઅનાનુપૂર્વી છે, આનુપૂર્વી અવકતવ્યક છે અથવા અનાનુપૂર્વી વકતવ્યક છે. આ ત્રણ ક્રિકસંયોગી ભંગો છે. આનુપૂર્વી-અનાનુપૂર્વી અવકતવ્ય છે, આ એક ત્રિકમયોગી ભંગ છે. આ પ્રમાણે અત્રે સાત વિકલ્પો-ભંગો બને છે. આ પ્રકારે ભંગોનું પ્રરૂપણ કરવું સંગ્રહનયસંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે? આ સંગ્રનયસંમતભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શન કરાય છે. [૧૦૪-૧૦૫] સંગ્રહનયસંમતભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? ત્રિપ્રદેશિકઢંધો આનુપૂર્વી શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. દ્વિપ્રદેશિકઢંધો અવકતવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિકપરમાણુપુદ્ગલ અનુક્રમે આનુપૂર્વી અને અનાનુપૂર્વીના વાચ્યાર્થરૂપે વિવલિત થાય છે અથવા ત્રિપ્રદેશિક-દ્ધિપ્રદેશિકઢંધ આનુપૂર્વીઅવકતવ્યકના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે. અથવા પુદ્ગલપરમાણુદ્ધિપ્રદેશિક, અનાનુપૂર્વી-અવકતવ્યક શબ્દના વાચ્યાર્થરૂપે વિવક્ષિત થાય છે અથવા ત્રિપ્રદેશિકપરમાણ-પુગલ દ્વિપ્રદેશિકઢંધો અનુક્રમે આનુપૂર્વી-અનાનુપૂર્વી અને અવકતવ્યશબ્દના વાચ્યાર્થ રૂપે વિવક્ષિત થાય છે. આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત સમવતારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય- સંમત સમવતારનું સ્વરૂપ આ પ્રમાણે છે-સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે?સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો આનુપૂર્વી- દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, અનાનુપૂર્વી કે અવકતવ્ય દ્રવ્યોમાં નહિ. એજ પ્રકારે અનાનુપર્વદ્રવ્યો અને અવકતવ્યકદ્રવ્યો પણ સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. આ સમવતારનું સ્વરૂપ છે. [૧૦-૧૦૭] સંગ્રહનયસંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનગમના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) સત્પદપ્રરૂપણતા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાગ અને ભાવ, સંગ્રહનય સામાન્યગ્રાહી હોવાથી તેની અપેક્ષાએ અલ્પબદુત્વ હોતું નથી. [૧૦૮] સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિશ્ચિયથી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યો માટે પણ તેમજ સમજી લેવું. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અનુગદારાઈ -(૧૦૯) નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી પરંતુ નિયમથી એક રાશિરૂપ છે. અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો પણ એકએક રાશિરૂપ છે. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો લોકના કેટલા ભાગમાં છે ? શું સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે અસંખ્યાત ભાગમાં છે કે સંખ્યાતભાગોમાં છે કે અસંખ્યાતભાગોમાં છે કે સમસ્ત લોકમાં છે? આનુપૂર્વીદ્રવ્યો લોકના સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો કે અસંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમથી સમસ્ત લોકમાં હોય છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો માટે પણ સમજવું અથતુ આ બને પણ સમસ્ત લોકમાં છે. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતભાગને સ્પર્શે છે? સંખ્યાત ભાગોને, અસંખ્યાતભાગોને કે સમસ્ત લોકને સ્પર્શે છે? આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાત ભાગને સ્પર્શતું નથી ભાવતું નિયમથી સર્વ લોકને સ્પર્શે છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યો માટે પણ સમજી લેવું. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળસુધી રહે છે? આનુપૂર્વીદ્રવ્યસર્વકાળમાં રહે છે. આ પ્રકારનું કથન શેષ બંને દ્રવ્યો માટે પણ સમજવું. સંગ્રહનયસંમત આનુપૂર્વી દ્રવ્યનો કાળાપેક્ષાએ કેટલું અંતરવિરહકાળ હોય છે ? આનુપૂર્વીદ્રવ્યમાં કાળાપેક્ષાએ અંતર હોતું નથી. શેષ દ્રવ્યો માટે પણ એમજ સમજવું. સંગ્રહનયસંમત આનુપૂર્વદ્રવ્યો શેષ દ્રવ્યનાં કેટલામાં ભાગ પ્રમાણ હોય છે? શું સંખ્યાતભાગ પ્રમાણ હોય છે કે અસંખ્યાતભાગ પ્રમાણ હોય છેકે સંખ્યાતભાગો પ્રમાણ છે? કે અસંખ્યાતભાગો પ્રમાણ હોય છે? આનુપૂર્વદ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો કે અસંખ્યાતભાગો પ્રમાણ નથી પરંતુ નિયમથી ત્રીજા ભાગ પ્રમાણ હોય છે, કેમકે તે ત્રણ રાશીઓમાંથી એક રાશી છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યોના વિષયમાંસમજવું સંગ્રહ-સંમત- આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં હોય છે? આનુપૂર્વીદ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં હોય છે. આ કથન શેષ બને દ્રવ્યો માટે પણ સમજવું. સંગ્રહનય ત્રણેય દ્રવ્યોની એકએકરાશી સ્વીકપરે છે માટે આ નયની અપેક્ષાએ અલ્પબદુત્વ હોતું નથી. આ સંગ્રહનયસંમત અનુગમનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહ સંમત અનૌપનિધિકી- દ્રવ્યાનુપૂર્વીનું કથન પૂર્ણ થાય છે, અને પૂર્વ પ્રસ્તુત અનૌપનિધિકદ્રવ્યાપૂર્વીનું પણ સ્વરૂપ પૂર્ણ થાય છે. [૧૦] તે ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. [૧૧૦] પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂવીનુપૂર્વી તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાકાળ, આ રીતે અનુક્રમથી નિક્ષેપણ કરવું. તે પૂર્વનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અદ્ધાકાળ, પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય, અધમસ્તિકાય, ધમસ્તિકાય, આ પ્રમાણે વિપરીત ક્રમથી નિક્ષેપણ કરવું તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વી તે જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક એકની વૃદ્ધિ કરતાં છ પયતની થઈ જાય. ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડી દેવાથી અનાનુપૂર્વી બને છે. [૧૧૧] અથવા- પુદ્ગલાસ્તિકાય પર આ ત્રણેન સ્થાપના કરતાં ઔપનિ Page #322 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૧૦ ૩૧૯ ધિકદ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પૂવનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું છેપુદ્ગલપરમાણ, ક્રિપ્રદેશીધ. સંખ્યાતપ્રદેશીસ્કંધ, અસંખ્યાતપ્રદેશીકરૂંધ અને અનંતપ્રદેશમસ્કંધ, આ ક્રમપૂર્વકની જે આનુપૂર્વી છે તે પૂર્વનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનંતપ્રદેશીસ્કંધ, અસંખ્યાતપ્રદેશીસ્કંધ, સંખ્યાતપ્રદેશમસ્કંધ યાવતુ ત્રિપ્રદેશીસ્કંધ, દ્વિપ્રદેશીસ્કંધ, પુદ્ગણપરમાણુ આ પ્રમાણે ઉલ્ટાક્રમથી પરિણત થાય તે પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વમાં જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક-એકની વૃદ્ધિ કરતાં જ્યારે અનંત સ્કંધાત્મક અનંતશ્રેણિઓ થઈ જાય ત્યારે પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ કમ કરવાથી અનાનુપૂર્વી બને છે. આ પ્રકારનું અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થયું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વનું કથન પણ પૂર્ણ થયું તે સાથે જ નોઆગમ દ્રવ્યાનુપૂર્વનું કથન પૂર્ણ થયું. આ દ્રવ્યાનુપૂર્વી છે. [૧૧૨-૧૧૩] ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- ઔપનિધિક ક્ષેત્રાનુપૂર્વી અને અનૌપનિધિક ક્ષેત્રાનુપૂર્વી. તેમાંથી જે ઔપનિધિતીક્ષેત્રાનુપૂર્વી છે તે સ્થાપ્ય છે અથતુ તેનો વિષય અલ્પ હોવાથી સૂત્રકાર પાછળથી નિરૂપણ કરશે. તેમાં જે અનૌપનિધિતીક્ષેત્રાનાપૂર્વી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નૈગમ-વ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. [૧૧૪-૧૧૫ નૈગમ વ્યવહારનયસંમત અનૌપનિધિતીક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનોપનિધિ કીક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અને અનુગમ. નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતા-ચણુકઢંધાદિ રૂપ અર્થનું પ્રતિપાદન કરનાર પદનું સ્વરૂપ કેવું છે ? ત્રણ આકાશપ્રદેશોમાં અવગાઢદ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, યાવત્ દશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે. યાવતુ સંખ્યાતઆકાશ પ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, અને અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે. આકાશના એક પ્રદેશમાં અવગાહ દ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વ કહેવાય છે. બે આકાશપ્રદેશોમાં અવગાઢદ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ અવકતવ્ય છે. ત્રણ આકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ છે, યાવતુ દશઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ યાવત્ અસંખ્યાતઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ એક આકાશપ્રદેશાવાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ છે, યાવતુ અસંખ્યાતઆકાશપ્રદેશાવગહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ એક આકાશપ્રદેશાવ ગાહી પુદ્ગલપરમાણુ આદિ દ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે આકાશપ્રદેશાવગાહી દ્વયણકાદિ દ્રવ્યસ્કંધો અવકતવ્યકો આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ છે. નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા-ભંગોની ઉત્પત્તિ નું સ્વરૂપ આ પ્રકારનું છે Page #323 -------------------------------------------------------------------------- ________________ . ૩૨૦ અનુઓગદારાઈ - (૧૧૬) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વીના પણ ૨૬ ભાંગા કહેવા જોઈએ. આ પ્રમાણે ભંગસમુત્કીર્તનતાનું વર્ણન પૂર્ણ થયું. નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? મૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગો પદર્શનતા-નિર્દિષ્ટ ભંગોના અર્થના કથનનું સ્વરૂપ કેવું છે ? ત્રણ આકાશપ્રદેશાવગાહી ઋણુકાદિ સ્કંધ ‘આનુપૂર્વી' આ શબ્દના વાચ્યાર્થ રૂપ છે એટલે ‘આનુપૂર્વી’ કહેવાય છે. એક આકાશપ્રદેશાવાહી પરમાણુ-સંઘાત હોય કે સ્કંધોનો સમૂહ હોય તે ‘અનાનુપૂર્વી” કહેવાય છે. બે આકાશપ્રદેશાવગાહી દ્રયણુકાદિસ્કંધ ક્ષેત્રાપેક્ષયા અવકતવ્યક કહેવાય છે. ત્રણ આકાશપ્રદેશાવગાહી ઘણા સ્કંધો ‘આનુપૂર્વીઓ' આ બહુવચનાન્ત પદના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. એક આકાશપ્રદેશાવાહી ઘણા પરમાણુ-સંઘાતો ‘અનાનુપૂર્વીઓ' આ પદના વાચ્યાર્થરૂપ છે. દ્વિઆકાશપ્રદેશાવ ગાહી ઘણા સ્કંધો ‘અવકતવ્યકો’ આ પદના વાચ્ય છે. અથવા પ્રિદેશાવગાઢસ્કંધ અને એક પ્રદેશાવગાઢસ્કંધ એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીના પાઠની જેમ ૨૬ ભંગ અહીં પણ સમજી લેવા જોઇએ. આ પ્રકારનું વૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? મૈગમવ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનો સમાવેશ ક્યાં થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્યકદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? આનુપૂર્વીદ્રવ્યો. આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. તે રીતે ત્રણે સ્વ-સ્વસ્થાનમાંજ સમાવિષ્ટ થાય છે. આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગમના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-સત્પદપ્રરૂપણતા યાવત્ અલ્પ-બહુત્વ. [૧૧૭] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નહીં ? નિયમથી છે. આ કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યો માટે પણ સમજવું નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે ? આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત નથી, અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યમાટે પણ સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત ક્ષેત્રાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાતમાં ભાગમાં છે ? કે યાવત્ સમસ્ત લોકમાં છે ? એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાતમાભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો, અને અસંખ્યાત બાગોમાં અને અમુક દેશોન લોકમાં પણ રહેછે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વવોકવ્યાપી છે, નૈગમ-વ્યવહારનયસંમત અનાનુ- પૂર્વીદ્રવ્યના પ્રશ્નના વિષયમાં સમજવું જોઇએ કે એક દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમાં ભાગમાં, સંખ્યાતમા ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકને અવગાહીને રહેલ નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને અવગાહીને રહેલ છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં અવગાહીને રહેલ છે. અવકતવ્યદ્રવ્યમાટે પણ એમજ સમજી લેવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે સંખ્યાતમા ભાગોને કે અસંખ્યાતમા ભાગોને કે સર્વલોકને સ્પર્શે છે ? એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા Page #324 -------------------------------------------------------------------------- ________________ સત્ર- ૧૧૬ ૩૨૧ ભાગને, સંખ્યામાં ભાગોને, અસંખ્યાતમા ભાગોને અથવા દેશોન (કંઈક ઓછા) લોકને સ્પર્શે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ સર્વલોકને સ્પર્શે છે. અનાનુપૂર્વીદ્રવ્યો અને અવકતવ્ય દ્રવ્યોની સ્પર્શના વિશેનું કથન પૂર્વોક્ત ક્ષેત્રદ્વાર મુજબ સમજવું જોઇએ. વિશેષતા એટલીકે અહીં ક્ષેત્રને બદલે સ્પર્શના (સ્પર્શે છે) એમ કહેવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યોની સ્થિતિ નિયમથી સર્વકાલિક છે તેજ પ્રમાણે અનાનુપૂર્વીદ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યોની પણ સ્થિતિ જાણવી. નૈગમવ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું છે ? ત્રણે આનુપૂર્વીદ્રવ્ય, અનાનુપૂર્વીદ્રવ્ય અને અવકતવ્યનું અંતર એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે. વિવિધદ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. આ અત્તર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું હોય. અનંતકાળનું નહિ. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણે હોય છે? દ્રવ્યાનુપૂર્વી જેવું જ કથન અત્રે ત્રણે દ્રવ્યો માટે સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કયા ભાવમાં હોય છે? નિયમથી સાદિપા- રિણામિક ભાવમાં હોય છે. શેષ બંને દ્રવ્યોના વિષયમાં પણ એમ જ સમજવું. આનુપૂર્વીદ્રવ્યો, અનાનુપૂર્વીદ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યોમાંના કયા દ્રવ્યો કયા દ્રવ્યોથી દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા અને ઉભયાર્થતાની અપેક્ષાએ અલ્પ, અધિક, તુલ્યકે વિશેષાધિક છે ? નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો દ્વવ્યાર્થતાની અપેક્ષાએ સર્વસ્તીક છે. દ્રવ્યાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્યો કરતાં વિશેષાધિક છે. દ્રવ્યાર્થતાએ આનુપૂર્વીદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં અસંખ્યાતગણી છે. પ્રદેશાર્થ- તાએ નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો સર્વસ્તીક છે, કારણ કે પરમાણુ અપ્રદેશી છે. પ્રદેશાર્થતાએ અવકતવ્યદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં વિશેષાધિક છે. પ્રદેશાર્થતાએ આનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ગણા છે. ઉભયાર્થતાની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્ય સૌથી અલ્પ છે, કારણ કે દ્રવ્યાર્થતાએ અવકતવ્યદ્રવ્યોમાં પ્રથમ સર્વસ્તીકતા બતાવી છે. દ્રવ્યથાર્થતા અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો અવકતવ્ય કરતાં વિશેષાધિક છે. પ્રદેશાર્થતાની અપેક્ષાએ અવકતવ્યદ્રવ્યો વિશેષાધિક છે. આનુપૂર્વીદ્રવ્યો દ્રવ્યાર્થતાએ અસંખ્યાતગણાં, તે પ્રમાણે પ્રદેશાર્થતાએ પણ અસંખ્યાતગણા છે. આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિક ક્ષેત્રાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થયું. [૧૧૭]સંગ્રહનયસંમત અનોપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સંગ્રહાયસંમત અનોપનિધિની ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂયા છે. અર્થપદપ્રરૂપણતા. ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. સંગ્રહ સંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે? ત્રણ પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી છે. ચાર પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી છે. યાવતુ દપ્રદેશાવગાહી, સંખ્યાત પ્રદેશાવ ગાહી અને અસંખ્યાતપ્રદેશાવગાહીદ્રવ્ય પણ આનુપૂર્વીરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય અનાનુપૂર્વરૂપ છે. બે પ્રદેશવગાહી દ્રવ્ય અવકતવ્ય છે. આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ [21] Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અનુગદારા-(૨૦) છે. આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? સંગ્રહનયસંમત. અર્થપદપ્રરૂપણાતાવડે ભંગસમુત્કીર્તનતા કરાય છે. સંગ્રહનયસંત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે અથવા આનુપૂર્વીઅનાનુપૂર્વી છે. વગેરે સર્વ બાબત દ્રવ્યાનુપૂર્વીની જેમજ ક્ષેત્રાનુપૂર્વીના ભંગસમુત્કીતૈનતામાં સમજવી યાવતુ આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શનતા કરાય છે. સંગ્રહનયસંત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રિપ્રદેશાવગાહીદ્રવ્ય “આનુપૂવ' પદના વાર્થરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય “અનાનુપૂર્વી' પદના વાચ્યાર્થરૂપ છે, દ્વિપ્રદેશાવગાહીદ્રવ્ય “અવકતવ્ય” પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રિપદેશાવગાહી-એકપ્રદેશાવાહિદ્રવ્યો “આનુપૂર્વી અનાનુપૂવ' પદના વાચ્યાર્થ રૂપ છે. સંગ્રહનયસંમત દ્રવ્યાનુપૂર્વીની જેમજ ક્ષેત્રાનુપૂર્વમાં જાણવું યાવતુ આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? ત્રણે સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે? અનગમના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. સત્પદપ્રરૂપણતા આદિ. અહીંઆ અલ્પબદુત્વ નથી. કેમકે સંગ્રહનય અનેકતા માનતો નથી. સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું છે કે નથી ? નિયમથી છે. ત્રણેયના વિષયમાં એમજ જાણવું. શેષ બધા દ્વારો સંગ્રહ સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વેમાં જાણવા. આ પ્રમાણે અનુગમનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહનયસંમત અનૌપનિધિતી ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. આવું અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ છે. [૧૨] ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું ત્રણ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે- પૂર્વાનુપૂર્વી, પક્ષાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવીનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પૂવનિપૂર્વી તે અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોક આ ક્રમે કહેવું તે પૂર્વનુપૂર્વી છે. પાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક એ પશ્ચાનુપૂર્વી કહેવાય. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વમાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવશે તે એકથી શરૂ કરીને એકએકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્યન્તની થઇ જશે. ત્યારબાદ પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરવાથી અનાનુપૂર્વી બની જાય છે. અધોલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-પૂવનપૂર્વ પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. અધોલોકક્ષેત્રપૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અધોલોકક્ષેત્રપૂવનપૂર્વી તે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા,આ ક્રમે સાત નારકભૂમીઓનો ઉપન્યાસ કરવો. અધોલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અધો લોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે તમસ્તમપ્રભાથી ભાવતું રત્નપ્રભાસુધી ઉલ્ટા ક્રમથી નરકભૂમિઓનો ઉપવાસ કરવો. અધોલોકક્ષેત્રઅનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અધોલોક ક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એકએકની વૃદ્ધિ કરતાં સાત પર્યન્તની થઈ જશે. ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્ત Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩ર૩ સુત્ર- ૧૨૦ રાશિ થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરવાથી અનાનુપૂર્વી બને તિર્યગ્લો કક્ષેત્રાનુપૂર્વી ત્રણપ્રકારની પ્રરૂપીછે, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. [૧૨૧-૧૨૪] મધ્યલોકક્ષેત્રપૂવનુપૂર્વીનું સ્વરૂમ કેવું છે ? મધ્યલોકક્ષેત્ર પૂર્વનુપૂર્વી તે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદસમુદ્ર, વરૂણદ્વીપ, વરુણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદસમુદ્ર, ધૃતદ્વીપ થ્રતો દસમુદ્ર, ઈક્ષુવરદ્વીપ, ઇક્ષુવરસમુદ્ર, નન્દીદ્વીપ, નન્દસમુદ્ર, અણવરદ્વીપ, અરુણ વરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકદ્વીપ, રુચકસમુદ્ર, આ બધા દ્વીપ સમુદ્રો, અનુક્રમથી અવસ્થિત છે. આગળ અસંખ્યાત-અસંખ્યાત દ્વીપસમુદ્રોના અન્તમાં આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, દૂહ નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુર, મન્દર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય દેવ, નાગ, યક્ષ, ભૂત, આદિના પર્યાયવાચક સદશનામવાળા એક-એક દ્વીપસમુદ્ર છે અને સૌથી અન્તમાં સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તે પૂવનુપૂર્વી છે. [૧૨૫ મધ્યલોકક્ષેત્રપશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? મધ્યલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે સ્વયંભૂરમણ સમુદ્રથી જંબૂદ્વીપસુધી ઉલ્ટાક્રમથી દ્વીપ-સમુદ્રનો ઉપન્યાસ કરવો તે. મધ્યમલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે. મધ્યલોકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યન્ત થઈ જશે. તેને પરસ્પર ગુણાકાર કરવાથી અન્યોન્ય અભ્યસ્તરાશિ બની જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગોને છોડી મધ્યમના સમસ્ત ભંગો અનાનુપૂર્વી છે. ઉર્વલોકક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. ઉર્ધ્વલોકક્ષેત્ર પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉર્વલોકક્ષેત્રપૂવનુપૂર્વી તે સૌધર્મ, ઇશાન, સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, રૈવેયકવિમાનો, અનુત્તરવિમાનો, ઈષ~ાભારાપૃથ્વી. આ ક્રમથી ઉદ્ગલોકક્ષેત્રોનો. ઉપન્યાસ કરવો તે પૂર્વનુપૂર્વી. ઉર્વલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉધવલોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે ઈષ~ાભારા ભૂમિથી સૌધર્મકલ્પ સુધીના ક્ષેત્રોનો ઉલ્ટાક્રમથી ઉપન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. ઉર્ધ્વલોકક્ષેત્રઅનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોકક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એક-એકની વૃદ્ધિ કરતાં પંદર પર્યન્તની થઇ જશે. તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બનશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો તે અનાનુપૂર્વી કહેવાય. અથવા ઔપનિધિતી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂવ. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એક પ્રદેશાવગાઢ, દ્વિપ્રદેશાવગાઢ, યાવતું દશપ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ, અસંખ્યાતપ્રદેશાવ ગાઢ આ ક્રમથી જે ક્ષેત્રાનુપૂર્વી છે તે પૂર્વનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અંસખ્યાતપ્રદેશાવગાઢ, સંખ્યાતપ્રદેશાવગાઢ યાવતું એક પ્રદેશાવગાઢ આ ઉલ્ટાક્રમથી ક્ષેત્રનો ઉપન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરીને એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યન્તની થઈ જશે. તેને પરસ્પર ગુણતાં અન્યોનય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભાંગાને બાદ કરવાથી અનાનુપૂર્વી બનશે. આ પ્રમાણેનું ઔપનિધિની Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ક્ષેત્રાનુપૂર્વનું સ્વરૂપ વર્ણન અને સાથે ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન સંપૂર્ણ થયું. [૧૨૬-૧૨૭] કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? કાલાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિધિકી અને અનૌપનિધિકી. તેમાંથી જે ઔપનધિકીઆનુપૂર્વી છે તે સ્થાપ્યા છે. માટે એને અત્યારેકહેતા નથી. જે અનૌપનિધિકી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે, નૈગમવ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. અનુઓગદારાઈ - (૧૨૬) [૧૨૮] મૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકીકાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનૌપનિધિકીકાલાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [૧૨૯] મૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે ? આ અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ આ પ્રમાણે છે-ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે યાવત્ દશસમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે યાવત્ સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે. બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્યક છે. ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વીઓછે.એક સમયની સ્થિતિવાળા પરમાણુઓથી લઇને અનંતાણુકસ્કંધો રૂપદ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવકતવ્યો છે. આવું નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપછે.આ નૈગમ-વ્યવહારનય સમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? આ અર્થપદપ્રરૂપણતા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. [૧૩૦] નૈગમ-વ્યવહારનયસંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીના પણ ૨૬ ભાંગા સમજવા જોઈએ. યાવત્ આ ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હોય તે ‘આનુપૂર્વી’ પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય ‘અનાનુપૂર્વી' પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળુંદ્રવ્ય ‘અવકતવ્ય’ પદના વાચ્યાર્થરૂપ છે. ત્રણસમયની સ્થિતિવાળા ઘણા દ્રવ્યો ‘આનુપૂર્વીઓ' પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો ‘અનાનુપૂર્વીઓ’ પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો ‘અવકતવ્યો’ પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય, એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય ‘આનુપૂર્વી અનાનુપૂર્વી' પદના વાચ્યાર્થરૂપ છે. અહીં પણ દ્રવ્યાનુપૂર્વીની જેમ ૨૬ ભાંગા કહેવા જોઇએ યાવત્ આ ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. [૧૩૨] સમવતારનું સ્વરૂપ છે ? મૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? ત્રણેય સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રકારે સમવતારનું સ્વરૂપ છે. [૧૩૩-૧૩૪] અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગમના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- સત્પદ પ્રરૂપણતા યાવત્ અલ્પબહુત્વ. [૧૩૫] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિયમા ત્રણે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૭૧ ૩૨૫ નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? ત્રણે દ્રવ્ય સંખ્યાત નથી, અનંત નથી, પરંતુ અસંખ્યાત છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો, અનાનુપૂર્વીદ્રવ્યો, અવકતવ્યદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં હોય છે કે અસંખ્યાતભાગમાં હોય છે કે સંખ્યાતભાગોમાં હોય છે કે અસંખ્યાતભાગોમાં હોય છે કે સર્વલોકમાં હોય છે? આનુપૂર્વીદ્રવ્યો એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતભાગમાં હોય છે, અસંખ્યાતભાગમાં હોય છે, સંખ્યાતભાગોમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે અને દેશો લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વ લોકમાં હોય છે. અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ એમજ કથન કરવું જોઈએ. પ્રકારાન્તરથી અનાનુપૂર્વીદ્રવ્યનું કથન કરતાં સૂત્રકાર કહે છે કે જો કોઈ પ્રશ્ન કરે કે અનાનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાત ભાગમાં અથવા ભાગોમાં રહે છે, અસંખ્યાત ભાગમાં અથવા અસંખ્યાતભાગોમાં રહે છે કે સમસ્ત લોકમાં રહે છે? તેનો ઉત્તર આ છે કે અનાનુપૂર્વી દ્રવ્ય પાંચેય વિકલ્પમાં હોય છે. ક્ષેત્રાનુપૂર્વમાં અવકતવ્યદ્રવ્યોની અવગાહનાનું કથન કર્યું છે તે પ્રમાણે જાણવું. સ્પર્શના દ્વારનું કથન આ કાલાનુપૂર્વમાં ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું જોઇએ. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? એક આનુપૂર્વીદ્રવ્યની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ત્રણ સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો કાળાપેક્ષાએ કેટલા કાળસુધી રહે છે ? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અને અનુત્કૃષ્ટ સ્થિતિ એક સમયની છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. અવકતવ્યદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલાકાળ સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ બે સમયની છે. અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું હોય છે ? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર બે સમયનું હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળાપેક્ષાએ કેટલા કાળનું હોય છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમયનું અને ઉત્કૃષ્ટ અંસખ્યાત કાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો વિષે પણ આનુપૂર્વીદ્રવ્યની જેમ પ્રશ્ન સમજવો. અવકતવ્યદ્રવ્યોનો અંતરકાળ એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. ભાવદ્ધાર અને અલ્પબહુવૈદ્ધારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમ જ સમજવું યાવતુ આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. નૈગમવ્યવહારનયસંમત અનૌપનિધિતી કાલનપૂર્વનું વર્ણન થયું. [૧૩] સંગ્રહનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનયસંમત કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અને અનુગમ. [૧૩૭] સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે ? આ પાંચે દ્વારોનું કથન સંગ્રહ સંમત ક્ષેત્રાનુપૂર્વમાં જેમ છે તેમજ કાલાનુપૂર્વીમાં પણ સમજી લેવું. વિશેષતા એટલી કે પ્રદેશાવગાઢ’ને બદલે અહીં સ્થિતિ’ કહેવું યાવતુ આ પ્રકારનું Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અનુગદારાઈ-(૩૮) અનુગમનું સ્વરૂપ છે. સંગ્રહનયસંમત અનૌપનિધિતીકાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૮] ઔપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઔપનિધિકલાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે- પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સમય. આવલિકા આન (સંખ્યાત આવલિકાઓનો નિશ્વાસ પ્રમાણકાળ), પ્રાણ (સંખ્યાત આવલિકાઓનો ઉચ્છવાસ નિઃશ્વાસ પ્રમાણકાળ), સ્ટોક (સાત પ્રાણ), લવ (સાત સ્તોક), મુહૂર્ત (૭૭ લવ), અહોરાત્ર (૩૦ મૂહૂત્ત), માસ, પક્ષ, અયન, સંવત્સર, યુગ- પાંચવષ), વર્ષ-શત, વર્ષશતસહસ્ર પૂવગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પવ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ. નયુત. પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમાં અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલપરિવર્ત, અતીતાદ્ધ, અનાગતાદ્ધ, સદ્ધિા, આ ક્રમે પદોનો ઉપવાસ કરવો તે કાલથી પૂવનુપૂર્વી છે. પહ્માનપૂર્વનું સ્વરૂપ કેવું છે? સવદ્ધા, અનાગતાદ્ધા યાવતું સમય એ ઉલ્ટા ક્રમથી પદોની સ્થાપના કરવી તે પશ્ચાનુપૂર્વીનું છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક શ્રેણીની સ્થાપના કરી, એક એક ની વૃદ્ધિ કરતાં અનંતપર્વતની થઇ જશે, તેને પરસ્પર રાશિ ગુણિત કરતાં અન્યોનય અભ્યાસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતિમ ભંગોને બાદ કરવાથી શેષ ભંગો તે અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિતી કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા. છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી. પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવતુ દશસમયની સ્થિતિવાળા, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળા, દ્રવ્યોનો ક્રમથી ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત સમયની સ્થિતિવાળાથી લઈને એક સમય પર્વતની સ્થિતિવાળા જે દ્રવ્યવિશેષો છે, તેઓનો ઉપન્યાસ પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વી તે એકથી લઈને અસંખ્યાતપર્વતની એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત શ્રેણીનો ઉપવાસ કરી તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું ઔપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રકારે કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [૧૩૯] ઉત્કીર્તનોનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્કીર્તનાનુપૂર્વી તેના ત્રણ પ્રકાર છે. પૂવનુપૂર્વી, પક્ષાનુપૂર્વી,અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પડાપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનન્ત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પાર્શ્વ અને વર્ધમાન, આ અનુક્રમથી નામોચ્ચારણ કરવું તે પૂવીનુપૂર્વી છે. પશાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પશ્ચાનુપૂર્વે તે વર્ધમાનથી ઋષભ પર્યત ઉલ્ટા ક્રમથી નામોનું ઉચ્ચારણ કરવું. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને એક-એકની વૃદ્ધિ કરતાં ૨૪ શ્રેણીની સ્થાપના કરીને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગોને બાદ કરીને શેષ ભંગો અનાનુપૂર્વી છે. [૧૪૦] ગણનાનુપૂર્વી-ગણતરી કરવાની પદ્ધતિનું સ્વરૂપ કેવું છે? ગણનાપૂર્વીના Page #330 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૩૮ ૩૨૭. ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, આ રીતે ગણતરી કરવી તે પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? દસ અબજથી લઈ ઉલ્ટા ક્રમે એક સુધીની ગણતરી કરવી તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને દસ અબજ પર્યતની એક-એકની વૃદ્ધિવાળી. શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ ઉત્પન્ન થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે ભંગો બાકી રહે તે અનાનુપૂર્વી છે. [૧૪૧] સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનાનુપૂર્વીની-આકારની પરિપાટીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી પૂવનુપૂર્વી એટલે શું ? સમચતુરગ્ન હોવું, વ્યગ્રોધપરિમંડળ સાદિસંસ્થાન કુન્જસંસ્થાન વામન સંસ્થાન-હુંડસંસ્થાન આ ક્રમે સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પૂવનપૂર્વી. પક્ષાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? હુંડથી લઈને સમચતુરઅસંસ્થાન સુધી ઉલ્ટાક્રમથી સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને છ સંસ્થાનપર્યત એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ છે. [૧૪૨-૧૪૪] સામાચારી-આનુપૂર્વીનું સ્વરૂપ કેવુંછે?સામાચારી એટલે શિષ્ટજનો દ્વારા ચરિત ક્રિયાકલાપરૂપ સમાચારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઈચ્છાકારકોઈના દબાણ વિના વ્રત આચરવાની ઇચ્છા કરવી, મિથ્યાકાર-અકૃત્યનું સેવન થઈ જતાં પશ્ચાત્તાપદ્વારા ફરી ન સેવવા માટે નિશ્ચય કરવો, તથાકારગુરૂના- વચનોને તથત’ કહીને સ્વીકારવા, આવશ્યકી-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જવું હોય ત્યારે ગુરુને નિવેદન કરવું, નૈધિકા-કાર્ય કરી પાછા ફયની ગુરુને સૂચના કરવી, પૂછવું, પ્રતિપ્રચ્છનાકાર્યનો આરંભ કરતી વખતે ફરી ગુરુને પૂછવું છંદના-અન્ય સાંભોગિક સાધુને પોતાના ભાગના આહારને ગ્રહણ કરવા વિનંતી કરવી, નિમંત્રણા આહારાદિ વહોરી લાવી દેવા અન્ય સાધુને નિમંત્રણ કરવું, ઉપસંપતુ-ગુરુની નિકટ રહેવું. આ ક્રમે પદોની સ્થાપના કરવી તે પૂવનુપૂર્વી સામાચારી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉપસંપતુથી લઈને ઈચ્છાકારપર્યત ઉલ્ટા ક્રમથી સ્થાપના કરવી તે સામાચારીની પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને દસપર્યત એક-એકની વૃદ્ધિ કરતાં દસ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતીમ ભંગ બાદ કરતાં જે ભંગો બાકી રહે તે બધા અનાનુપૂર્વી છે. [૧૪૫] ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ભાવાનુપૂર્વીની-જીવના ઔદાયિકાદિ પરિણામ વિશેષરૂપ ભાવોની આનુપૂર્વી ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વી સ્વરૂપ કેવુછે? ઔદયિકભાવ, ઔપથમિકભાવ, ક્ષાવિકભાવ, ક્ષાયોપથમિકભાવ, પારિણામિકભાવ, સાન્નિપાતિ કભાવ, આ ક્રમે પદોનો ઉપવાસ કરવો તે પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સાન્નિપાતિક ભાવથી લઈને ઔદયિકભાવ પર્યત ભાવોને ઉલ્ટાક્રમથી સ્થાપવા તે પશ્ચાનુપૂર્વી. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અનુગદારાઇ-(૧૪) અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈ એકએકની વૃદ્ધિ કરતાં છ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ આવે તેટલા ભંગોમાંથી પ્રથમ અને અંતના બે ભંગ બાદ કરતાં જે ભંગો રહે તે બધા અનાનુપૂર્વી છે. આ પ્રકારની ભાવાનુપૂર્વી છે. આ પ્રકારે આનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. આ પ્રકારે ઉપક્રમના આનુપૂર્વી નામના પ્રથમ ભેદનું નિરૂપણ સમાપ્ત થયું. [૧૪-૧૪૯] ઉપક્રમનો બીજો પ્રકાર નામ છે. જીવ, અજીવરૂપ પ્રત્યેક વસ્તુનો અભિધાયક (વાચક) હોય તે નામ. તેનું સ્વરૂપ કેવું છે? નામના દસ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) એક નામ (૨) બે નામ (૩) ત્રણનામ (૪) ચારનામ (૫) પાંચનામ () છનામ (૭) સાતનામ (૮) આઠનામ (૯) નવનામ (૧૦) દસનામ. એકનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યોના, ગુણોના, પર્યાયોના, જેટલા નામો લોકમાં રૂઢ છે તે બધાને નામ' એવી એક સંજ્ઞા આગમરૂપ કષ-કસોટી દ્વારા આપવામાં આવી છે. અર્થાતુ જીવ, જન્તુ, આત્મા, પ્રાણી વગેરે અને નભ, વ્યોમ, આકાશ વગેરે અભિધાનોની “નામ” એવી સામાન્ય સંજ્ઞા કહી છે. તેથી સર્વ અભિધાનોને એક નામત્વ સામાન્યની અપેક્ષાએ એકનામ” શબ્દદ્વારા પ્રગટ કરવામાં આવે છે. આ પ્રકારનો એકનામનું સ્વરૂપ છે. [૧૫] દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? દ્વિનામના બે પ્રકારો છે. એકાક્ષરિક અને અનેકાક્ષરિક. એકાક્ષરિકનું સ્વરૂપ કેવું છે ? એકાક્ષરિક - એક અક્ષરવડે નિષ્પન થયેલ-નામના અનેક પ્રકારો છે. જેમકે- દ્વી', “ધી', સ્ત્રી આદિ એકાક્ષરિક નામ છે. અનેકાક્ષરિક નામનું સ્વરૂપ કેવું છે? અનેકાક્ષરિક નામના પણ અનેક પ્રકારો છે. જેમકેકન્યા, વિણા, લતા, માલા, આદિ અથવા દ્વિનામના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેજીવનામ અને અજીવનામ. જીવનામનું સ્વરૂપ કેવું છે? જીવનામના અનેક પ્રકારો કહ્યા છે. જેમકે-દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત વગેરે. અજીવનામ એટલે શું? અજીવનામના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે-ઘટ, પટ, કટ, રથ વગેરે. આ અજીવનામ છે. અથવા દ્વિનામના બે પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકેવિશેષિત અને અવિશેષિત (સામાન્ય). ‘દ્રવ્ય” એ અવિશેષિત નામ છે અને જીવદ્રવ્ય અથવા “અજીવદ્રવ્ય' એ વિશેષિતનામ છે. જ્યારે “જીવદ્રવ્ય' એ નામને અવિશેષિત દ્વિનામ માનવામાં આવે ત્યારે નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ આ વિશેષિત દ્વિનામ થઈ જાય છે. જો “નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો નારક, શર્કરપ્રભાનો નારક, વાલુકાપ્રભાનો નારક આ વિશેષિત દ્વિનામ કહેવાય. જો “રત્નપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો પર્યાપ્ત નારક અને અપર્યાપ્તનારક, આ વિશેષિત કહેવાય. યાવતુ તમસ્તમપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપયપ્તિ એ વિશેષિત નામ કહેવાય. જો તિર્યંચયોનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો એકેન્દ્રિય બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય, આ વિશેષિત નામ કહેવાય. જો એકેન્દ્રિયને અવિશેષિત માનવામાં આવે તો પૃથ્વી, અપુ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ નામો વિશેષિત કહેવાય. જો પૃથ્વીકાયનામને અવિશેષિત માનવામાં આવે તો “સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘બાદરપૃથ્વીકાય' આ વિશેષિતનામ કહેવાય. જો સૂક્ષ્મપૃથ્વીકાય” નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્ત Page #332 -------------------------------------------------------------------------- ________________ T સુત્ર-૧૫૦ ૩૨૯ સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વીકાય, આ વિશેષિતનામ કહેવાય. જો બાદરપૃથ્વીકાયને અવિશેષિત માનવમાં આવે તો પર્યાપ્તબાદરપૃથ્વીકાય' અને અપર્યાપ્તબાદરપૃથ્વીકાય’ વિશેષિતનામ કહેવાય. તેજ પ્રમાણે જો “અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય', આ નામોને અવિશેષિતનામ માનવામાં આવે તો અનુક્રમથી તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિતનામ કહેવાય. જો બેઈદ્રિય” ને અવિશેષિતનામ માનવામાં આવે તો પયપ્તિ બેઈદ્રિય અને અપર્યાપ્તબેઈદ્રિય, વિશેષિત નામ થઈ જાય. તેજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિટ્રિયના સંબંધમાં પણ જાણવું. જો તિર્યચપંચેંદ્રિય, એ નામને અવિશેષિત માનવામાં આવે તો જળચર, સ્થળચર ખેચર તિર્યંચ પંચેદ્રિય વિશેષિતનામ કહેવાય. જો “જળચરતિયચપંચેટિયાને અવિશેષિત માનવામાં આવે તો સંમૂર્છાિમજળ ચરતિયચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક જળચર તિર્યંચપંચેદ્રિય, આ નામો વિશેશિતનામ કહેવાય. જે સંમૂર્છાિમજળચરતિર્યંચપંચેન્દ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્તસમૂછિમજળચરતિર્યચપંચેદ્રિય, આ વિશેષિતનામ થઈ જાય છે. જો ગર્ભવ્યુત્કાન્તિકજળચરતિર્યચપંચેદ્રિય' આ નામને અવિશેષિત માનવામાં આવે તો પયપ્તિ અને અપતિગર્ભવ્યુત્કાન્તિક જળચર તિર્યંચપંચેટિંય, એવા નામો વિશેષિત નામ કહેવાય. જો “સ્થળચરતિર્યચંપંચેદ્રિય” આ નામને અવિશેષિત માનવામાં આવે તો , ચતુષ્પદસ્થળચરતિયચપંચેદ્રિય અને પરિસર્પ સ્થળચરતિર્યંચ પંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “ચતુષ્પદસ્થળચરતિર્યંચપંચેદ્રિય'નામને અવિશેષિત નામ માનવામાં આવે તો સમૂચ્છિમચતુષ્પદસ્થળચરતિર્યંચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિકચતુષપદ સ્થળચર તિર્યંચપંચેદ્રિયનામો, વિશેષિત નામ મનાય. જો સંમૂર્ણિમચતુષ્પદસ્થળચરતિયચ પંચેદ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયત સંમૂછિ મચતુષ્પાદસ્થળચરતિયચપચંદ્રિય, આ નામો વિશેષિત નામ થઈ જાય. જો “ગર્ભવ્યુત્કાન્તિકચતુષ્પાદસ્થળચરતિયચપંચેદ્રિય' નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્તિ અને અપર્યાપ્તગર્ભવ્યુત્ક્રાન્તિકચતુષ્પાદસ્થળચરતિર્યંચ પંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “પરિસર્પસ્થળચરતિયચપંચેદ્રિય” ને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉરપરિસર્પસ્થળચરતિર્યંચપંચેટિય અને ભુજપરિસર્પસ્થળચરતિયચપચંદ્રિય અને ભુજપરિસર્પસ્થળચરતિયચપંચેંદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. આ પ્રમાણે જ સંમૂચ્છિમપર્યાપ્ત-અપર્યાપ્ત અને ગર્ભવ્યુત્કાન્તિક પર્યાપ્ત-અપયપ્તિનું કથન કરવું. જો ખેચરતિર્યંચપંચેન્દ્રિય.' આ નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો સંમૂચ્છિમખેચરતિયચપચેંદ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક ખેચરતિયચપચંદ્રિયના નામો વિશેષિતનામ કહેવાય. જો સંમૂઠ્ઠિમખેચરતિયચપંચેંદ્રિય આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયપ્તિ સંમૂર્છાિમખેચરતિયચપંચેદ્રિય, નામો વિશેષિત નામ કહેવાય. જો ગર્ભવ્યુત્કાન્તિકખેચરતિપંચપંચેંદ્રિય' નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્તગર્ભવ્યુત્કાન્તિકખેચરતિયચપંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “મનુષ્ય” આ નામ અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તો સંમૂર્છાિમમનુષ્ય અને ગર્ભવ્યુત્કાન્તિકમનુષ્ય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો Page #333 -------------------------------------------------------------------------- ________________ અનુઓગદારાઈ - (૧૫૦) સંમૂર્ચ્છિમમનુષ્ય નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો પર્યાપ્તસંમૂર્છિમ મનુષ્ય અને અપર્યાપ્તસંમૂર્ચ્છિમમનુષ્ય, આ બે નામો વિશેષિત નામ થઇ જાય. જો ગર્ભવ્યુત્ક્રાન્તિકમનુષ્ય આ નામને અવિશેષિત માનવામાં આવે તો કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપના, સંખ્યાતવર્ષની આયુવાળા, અસંખ્યાત વર્ષની આયુવાળા, પર્યાપ્તક અને અપર્યાપ્તકમનુષ્ય એવા નામો વિશેષિત થઇ જાય છે. જો દેવ આ નામને અવિશેષિત માનવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ દેવોના નામો વિશેષિત નામ કહેવાય. જો ભવનવાસીનામને અવિશેષિત નામ કહેવામાં આવે તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમા૨, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર, આ નામો વિશેષિત નામ બની જાય છે. આ સર્વ નામોને પણ જો અવિશેષિતનામ માનવામાં આવે તો સર્વના પર્યાપ્ત અને અપપ્તિ વિશેષિત નામ કહેવાય. જેમકે પર્યાપ્ત અસુકુમાર અને અપર્યાપ્ત અસુરકુમાર આદિ. જો વાણવ્યંતરને અવિશેષિત નામ માનવામાં આવે તો પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, આ નામો વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ જો અવિશેષિત નામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષિત કહેવાય. જેમકે-પર્યાપ્તપિશાચ, અપર્યાપ્તપિશાચ આદિ. જો વૈમાનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો કલ્પોપપન્ન અને કલ્પાતીત આ નામો વિશેષિત નામ કહેવાય. જો કલ્પોપપત્નને અવિશેષિત નામ કહેવામાં આવે તો સૌધર્મવિમાનના દેવો, ઇશાન,સાનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુતવિમાનના દેવો, એવા નામો વિશેષિત કહેવાય. જો તે સર્વને અવિશેષિત નામ કહેવામાં આવે તો તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ થઇ જાય. જો કલ્યાતીત આ નામને અવિશેષિત માનવામાં આવે તો ત્રૈવેયકવાસી અને અનુત્તર વિમાનવાસી, એ વિશેષિત નામો કહેવાય. જો ત્રૈવેયકવાસીને અવિશેષિત માનવામાં આવે તો અધસ્તન, મધ્યમ અને ઉપરિતન, આ નામો વિશેષિત થઈ જાય છે. જો અધસ્તનગ્રેવૈયકને અવિશેષિત નામ માનવામાં આવે તો અધસ્તનાધસ્તનગૈવેયક, અધસ્તન-મધ્યમત્રૈવેયક, અધસ્તનઉપરિતનચૈવેયક, આ નામો વિશેષિત કહેવાય. જો મધ્યમત્રૈવેયકને અવિશેષિત માનવામાં આવે તો મધ્યમાધસ્તનગ્રેવેયક, મધ્યમમધ્યમત્રૈવેયક, મધ્યમોપરિતનગૈવેયક, આ ત્રણ નામો વિશેષિત કહેવાય. જે ઉપરિતનચૈવેયકને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉપરિતનાધસ્તનશૈવેયક, ઉપરિતનમધ્યમત્રૈવેયક, ઉપરિતન-ઉપરિતનચૈવેયક, નામો વિશેષિત નામ કહેવાય. જો આ સર્વને પણ અવિશેષિતનામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ વિશેષિત નામો કહેવાય. જો અનુત્તરોપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તો વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપયપ્તિ વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામો થઈ જાય છે. ૩૪૦ જો ‘અજીવદ્રવ્ય’ આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ઘાસમય, આ નામો Page #334 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫૦ ૩૩૧ વિશેષિત નામો કહેવાય. જો પુદ્ગલાસ્તિકાયને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો પુદ્ગલપરમાણુ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક યાવત્ અનંતપ્રદેશિસ્કંધ આ નામો વિશેષિત કહેવાય. આ પ્રકારનું દ્વિનામનું સ્વરૂપ છે. [૧૫૧] ત્રિનામનું-ત્રણ રૂપવાળા નામનું સ્વરૂપ કેવું છે ? ત્રિનામના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે દ્રવ્યનામ ગુણનામ અને પર્યાયનામ. દ્રવ્યનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યનામ છ પ્રકારનું છે. જેમકે- ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને અદ્યાકાળ. ગુણનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યને આશ્રિત અને સહભાવી વિશેષને ગુણ કહે છે. તે ગુણનામના પાંચ પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે- વર્ણનામ ગંધનામ રસનામ સ્પર્શનામ અને સંસ્થાનનામ. વર્ણનામનું સ્વરૂપ કેવું છે ? વર્ણનામનાં પાંચ ભેદો છે. જેમકે- કૃષ્ણવર્ણનામ નીલવર્ણનામ રક્તવર્ણનામ પીતવર્ણનામ અનએ શુકલવર્ણનામ. આ વર્ણ નામનું સ્વરૂપ છે. ગંધનામનું સ્વરૂપ કેવું છે ? તેના બે પ્રકાર કહ્યા છે. જેમકે- સુરભિગંધ અને દુરભિગંધ. આ ગંધ નામનું સ્વરૂપ છે. રસનામનું સ્વરૂપ કેવું છે ? તેના પાંચ પ્રકારો છે. જેમકે- (૧) તીખો રસનામ (૨) કડવો રસનામ (૩) તુરો રસનામ (૪) ખાટો રસનામ અને (૫) મધુર રસનામ. આ રસ નામનું સ્વરૂપ છે. સ્પર્શનામનું સ્વરૂપ કેવું છે ? સ્પર્શનામના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. કર્કશસ્પર્શનામ કોમળસ્પર્શનામ ગુરુસ્પર્શનામ લઘુસ્પર્શનામ શીતસ્પર્શનામ ઉષ્ણસ્પર્શનામ સ્નિગ્ધસ્પર્શનામ અને રૂક્ષસ્પર્શનામ. આ સ્પર્શ નામનું સ્વરૂપ છે. સંસ્થાનનામનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનનામના પાંચ પ્રકારો કહ્યા છે. પરિમંડલસંસ્થાનનામ વૃત્તસંસ્થાનનામ વ્યસ્ત્રસંસ્થાનનામ ચતુરસ્રસંસ્થાનનામ આયતસંસ્થાનનામ. આ સંસ્થાનનામનું સ્વરૂપ છે. આ પ્રમાણે ગુણનામનું સ્વરૂપ જાણવું. પર્યાયનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય અને ગુણની ભિન્ન ભિન્નઅવસ્થાઓ પર્યાય કહેવાય. તેના અનેક પ્રકારો હોય છે. જેમકે-એક ગુણ કાળક, દ્વિગુણકાળક, ત્રિગુણકાળક યાવત્ દસગુણકાળક, સંખ્યાતગુણકાળક,અસંખ્યાતગુણકાળક, અનંતગુણકાળક. નીલ, રક્ત, પીત, અને શુકલવર્ણની પર્યાયોના નામો પણ એમજ સમજવા જોઇએ. એકગુણ સુરભિગંધ, દ્વિગુણસુરભિગંધ, ત્રિગુણસુરભિગંધ યાવત્ અનંતગુણસુરભિગંધ, તે પ્રમાણે દુરભિગંધનામવિષે પણ કહેવું. એકગુણતીખો યાવત્ અનંતગુણતીખો. તે પ્રમાણે કડવો, કસાયેલ, ખાટો, અને મધુરસ વિષે કહેવું. એક ગુણ કર્કશ યાવત્ અનંતગુણકર્કશ. તે પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિઘ્ધ અને રૂક્ષસ્પર્શ માટે પણ કહેવું. આવું પર્યાનામનું સ્વરૂપ છે. આ [૧૫૨-૧૫૮] ત્રિનામનું બીજા પ્રકારે કથન કરતાં સૂત્રકાર કહે છે- ત્રિનામના ત્રણ પ્રકાર છે. જેમકે- સ્ત્રીનામ, પુરુષનામ અને નપુંસનામ, આ ત્રણે પ્રકારના નામોની તેમના અંત્યાક્ષરો દ્વારા પ્રરૂણા કરાય છે. પુરુષનામોને અંતે આ, ઇ, ઊ ક ઓ, ચારમાંથી કોઇ એક વર્ણ હોય છે. સ્ત્રીનામોને અંતે ‘ઓ’ સિવાય ત્રણ (આ, ઇ, ઊ) વર્ણ હોય છે અને જે શબ્દોને અંતે અં, ઉં, કે ઉં હોય તેને નપુંસકલિંગના સમજવા. હવે ત્રણેય લિંગના ઉદાહરણો આપવામાં આવે છે. પુરુષનામના આકારાન્તનું ઉદાહરણ ‘રાયા’ છે. ઇકારન્તનું ‘ગિરી’ તથા ‘શિખરી’ છે. ઊકારાન્તનું ‘વિદ્ભૂ’ છે. ઓકારાન્તનું ‘દુમો’ ‘માલા’ આ પદ આકારાન્ત નારીતિનું છે. ઇંકારાન્તનું ‘શ્રી’ ‘લક્ષ્મી’ ઊકારાન્ત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અનુગદારા-(૧૫૯), નારીજાતિના “જબૂ' બહુ ઉદાહરણ છે. ધન આ અંકારાન્ત નપુંસકલિંગનું પદ છે. સ્થિ’ (અસ્થિ) ઈકારાન્ત નપુંસકલિંગનું છે. “પીલું “મહું ઉંકારાન્ત નપુંસકલિંગના પદ છે. આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ છે. [૧૫ચતુનામનું સ્વરૂપ કેવું છે? ચર્તુનામના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેઆગમનિષ્પનનામ લોપનિષ્પનનામ પ્રકૃતિનિષ્પનનામ અને વિકારનિષ્પન્નનામ. આગમનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? આગમરૂપ અનુસ્વારવડે જે જે શબ્દો બને તે આગમનિષ્પન નામ છે. તે આ પ્રમાણે-પદ્મનિ એવીજ રીતે પાંસિ’ અને ‘કુણ્ડનિ’ પણ આમગનિષ્પન્ન નામ છે. લોપનિષ્પન્ન નામનું સ્વરૂપ શું છે ? તે અ = - તેડત્ર, પટો + અત્ર- પટોડત્ર, ઘટો + અત્ર-ઘટોડત્ર, આ પદોમાં “અ” નો લોપ થયો છે, માટે આ પદો લોપનિષ્પન્ન નામ કહેવામાં છે. પ્રકૃતિનિષ્પનનામનું સ્વરૂપ કેવું. અગ્ની-એતૌ, પટૂ-મી, શાલે એતે, માલ-ઈમે, આ પ્રયોગોમાં પ્રતિભાવ હોવાથી કોઈ વિકાર ન થતાં પ્રકૃતિરૂપે રહેતા હોવાથી પ્રકૃતિનિષ્પન્નનામ છે. વિકારનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? વિકારનિષ્પનનામ-જે નામમાં કોઈ એક વર્ણને સ્થાને બીજાવર્ણનો પ્રયોગ થાય તે. તે આ પ્રકારનું છે-દંડ + અગ્ર = દંડાઝ, સા+આગતા=સાગતા, દધિ+ઈદ= દધીદે, નદી+હ=નદીહ, મધુ+ઉદક= મધૂદક, વધૂ+ઊહો-વધૂહો. આ બધા નામો વિકારનિષ્પન્ન છે. ચર્તુનામનું સ્વરૂપ છે. [૧૦] પંચ નામનું સ્વરૂપ કેવું છે? પંચનામના પાંચ પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે- નામિક-વસ્તુવાચક નૈપાતિક આખ્યાતિક-ક્રિયાપ્રધાન, ઔપસર્ગિક, મિશ્ર. અશ્વ' પદ નામિકનામનું ઉદાહરણ છે. “ખલું' પદ નૈપાતિકનું ઉદાહરણ છે. “ધાવતિ' દોડવું) આખ્યાતિકનું ઉદાહરણ છે. “પરિ’ ઔપસર્ગિક નામ છે. સંયત-સમ' ઉપસર્ગ અને “યત્ ધાતુના સંયોગથી બન્યું હોવાથી મિશ્રનામનું ઉદાહરણ છે. આ પાંચ નામનું સ્વરૂપ છે. [૧૧] છનામના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે ઔદયિક ઔપથમિક સાયિક ક્ષાયોપથમિક પરિણામિક અને સાનિપાતિક. ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવ બે પ્રકારનો છે. જેમકે- ઔદયિક અને ઉદયનિષ્પન. ઔદયિકનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિઓનો ઉદય તે ઔદયિકનામ સમજવું. ઉદયનિષ્પન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ)નું સ્વરૂપ કેવું છે ? ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. જીવોદયનિષ્પન અને અજીવોદય નિષ્પન. જીવોદયનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કર્મના ઉદયથી જીવમાં જે ભાવ નિષ્પન થાય તે જીવોદનિષ્પનનામ. તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે-નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ. પૃથ્વીકાયાદિ સ્થાવર, ત્રસકાયિક, ક્રોધકષાયી યાવતુ લોભકષાયી,સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્યી યાવતું શુક્લલેશ્યી, મિથ્યાવૃષ્ટિ (૩) અસંશી, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સંયોગી, સંસારસ્થ, અને અસિદ્ધ. આ પ્રકારનું જીવોદયનિષ્પનઔદયિકભાવનું સ્વરૂપ છે. અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે ઔદારિકશરીર, ઔદારિકશરીરના વ્યાપારથી ગૃહીત દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય શરીરનું પ્રયોગથી ગૃહીત દ્રવ્ય, તેજ પ્રમાણે આહારક Page #336 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૧૧ શરીરસ તૈજસશરીર અને કાર્મણશરીરપણ કહી લેવા જોઈએ. પ્રયોગ પરિણામિતપાંચે શરીરના વ્યાપારથી શરીરમાં વર્ષ આદિ ઉત્પન્ન કરનાર જે દ્રવ્યો નિષ્પાદિત થાય છે તે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરૂપ હોય છે. આ પ્રકારનું અજીવોદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઉદયનિષ્પન્ન અને ઔદયિક બંને ઔદયિકભાવોની પ્રરૂપણા થઈ. ઔપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? મોહનીકર્મના ઉપશમથી થતાં ઔપશમિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- ઉપશમ અને ઉપશમનિષ્પન્ન. ઉપશમનું સ્વરૂપ કેવું છે ? ૨૮ પ્રકારના સમસ્ત મોહનીય કર્મનો ઉપશમ જ ઉપશમભાવ કહેવાય છે. ઉપશમનિષ્પન્નનું સ્વરૂપ કેવું છે ? ઉપશમનિષ્પન્નના અનેક પ્રકારો છે. આ પ્રમાણેઉપશાન્તાક્રોધ યાવત્ ઉપશાન્તલોભ, ઉપશાન્તરાગ, ઉપશાન્તદ્વેષ, ઉપશાન્ત દર્શનમોહનીય, ઉપશાન્તચારિત્રમોહનીય, ઔપશમિક સમ્યકત્વલબ્ધિ, ઔપશ મિકચારિત્રલબ્ધિ, ઉપશાંતકષાયછદ્મસ્થવીતરાગ, વગેરે ઉપશમથી નિષ્પન્ન ઔપશમિકભાવ છે. આ ઔપશમિકભાવનું સ્વરૂપ છે. ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે? કર્મના ક્ષયથી થનાર ક્ષાયિકભાવના બે પ્રકારો છે. યથા- ક્ષાયિક અને ક્ષયનિષ્પન. ક્ષાયિકભાવ શું કહેવાય ? આઠ કર્મપ્રકૃતિઓના ક્ષયનું નામ ક્ષાયિક છે. ક્ષયનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયનિષ્પન્ન ક્ષાવિકભાવના અનેક પ્રકારો છે. ઉત્પન્નજ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન, કેવળી, ક્ષીણ આભિનિબોધિજ્ઞાનાત્રકાવરણવાળા, કૃતાજ્ઞાનાવરણવાળા, ક્ષીણ અવધિજ્ઞાના વરણવાળા, ક્ષીણમનઃપર્યવ જ્ઞાનાવરણવાળા, ક્ષીણકેવળજ્ઞાનાવરણવાળા, અના વરણ-અવિદ્યમાન આવરણવાળા, નિરાવરણ-ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું આવરણ-કર્મ લાગવાનું નથી તેવો આત્મા, ક્ષીણાવરણ-સર્વથા ક્ષયને પ્રાપ્ત આવરણવાળા આત્મા, જ્ઞાનાવરણીયકર્મવિપ્રમુક્ત, કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલપ્રચલ, ક્ષીણસ્યાનગૃદ્ધિ, ક્ષીણચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણ, ક્ષીણ અવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અના વરણ, નિરાવરણ, ક્ષીણાવરણ (આ નામો દર્શનાવરણીયકર્મના ક્ષયની અપેક્ષાએ પ્રગટ કર્યો છે.) ક્ષીણસાલાવેદનીય, ક્ષીણાસાતાવેદનીય, અવેદન-વેદનીયકર્મના ક્ષયથી વેદના રહિત. આત્મા, નિર્વેદન, ક્ષીણવેદન-ભવિષ્યમાં પણ વેદનાં રહિત આત્મા. (આ નામો શુભાશુભ વેદનીય કર્મના ક્ષયની અપેક્ષાએ જાણવા.) ક્ષીણક્રોધ યાવતુ ક્ષીણલોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચારિત્રમોહનીય, અમોહ, નિર્મોહક્ષીણમોહ, મોહનીયકર્મવિપ્રમુક્ત (આ નામો મોહનીયકર્મના ક્ષયની અપેક્ષાએ સમજવા). ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિગ્મોનિકાયુષ્ક, ક્ષીણમનુષ્પાયુષ્ક, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક, આયુષ્યકર્મવિપ્રમુક્ત, (આ નામો આયુ- કર્મના ક્ષયથી નિષ્પન્ન થાય છે.) ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ બંધન-સંઘાત-સંહનન-સંસ્થાનમુક્ત, અનેક શરીરવૃંદ સંઘાત વિપ્રમુક્ત, ક્ષીણશુભનામા, ક્ષીણા- શુભનામા, અનામસ, નિનામ, અને ક્ષીણનામ, ક્ષીણશુભાશુભનામા (આ નામો નામકર્મના ક્ષયની અપેક્ષાએ છે) ક્ષીણોચ્ચગોત્ર, ક્ષીણનીચગોત્રસ અગોત્ર, નિર્ગોત્ર, ક્ષીણગોત્ર, (આનામો ગોત્રકર્મથી વિપ્રમુક્ત આત્માના સમજવા). ક્ષીણદાનાંત્તરાય, ક્ષીણલાભાન્તરાય, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અનુગદારાઈ-(૧૨) ક્ષીણભોગાંતરાય ક્ષીણઉભોગાન્તરાય, ક્ષથીણવીયન્તરાય, અનંતરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય (આ નામો અંતરાયકર્મથી વિમુક્ત થવાની અપેક્ષાએ છે). આઠે કર્મના ક્ષયની અપેક્ષાએ સિદ્ધપરિપૂર્ણ સમસ્ત પ્રયોજનોવાળા આત્મા, બુદ્ધ-કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત આત્મા, મુક્ત-બાહ્ય આભ્યાન્તર બંધનથી મુક્ત આત્મા, પરિનિવૃત્ત-સર્વપ્રકારના પરિતાપથી નિવૃત્ત આત્મા, અન્ત- કત-સમસ્ત સંસારનો અંતકારી આત્મા, સર્વદુઃખ પ્રહીણ-શારીરિક અને માનસિક સર્વદુઃખથી રહિત આત્માપૂર્ણ ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવનું સ્વરૂપ ક્ષાયિકભાવનું નિરૂપણ પૂર્ણ. ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપથમિક ભાવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે- ક્ષયોપશમ અને ક્ષાયોપશમનિષ્પન્ન. ચાર ઘાતિકમકવળજ્ઞાનને રોકનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મના ક્ષયોપશમને ક્ષયોપશમભાવ કહે છે. ક્ષયોપશમનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયપ શમનિષ્પન્ન ક્ષાયોપથમિકભાવના અનેક પ્રકારો છે. જેમ-ક્ષાયોપથમિકી આભિનિબોધિક જ્ઞાન લબ્ધિ યાવતુ ક્ષાયોપથમિકી મન:પર્યવજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપ શમિકી મતિ-અજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપથમિકી મૃત-અજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપથમિક વિભંગજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપથમિકી ચક્ષુદર્શન લબ્ધિ, અચક્ષુદર્શનલબ્ધિ અવધિ દર્શનલબ્ધિ, સમ્ય દર્શન, મિથ્યાદર્શન, અને સમ્યમૈિથ્યાદર્શનલબ્ધિ, ક્ષાયોમિકીસામાયિક ચારિત્રલબ્ધિ, છેદોપસ્થાપનીયલબ્ધિ, પરિહારવિશુદ્ધિલબ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, ક્ષાયોપથમિકી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યલબ્ધિ,ફાયોપશમિકી પંડિતવીર્ય,બાલવીર્ય બાલપંડિતવીર્ય-દેશવિરતશ્રાવકની વીર્યલબ્ધિ, ક્ષાયોપશમિકી શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવતુ સ્પર્શેન્દ્રિયલબ્ધિ, સાયોપથમિક આચારાંગધારી સૂત્રકૃતાંગધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વિવાહપ્રજ્ઞપ્તિધારી; ઉપાસકદશાધારી, અંતકતદશા ધારી, અનુત્તરૌપપાતિકદશાધારી, પ્રશ્નવ્યાકરણધારી, વિપાકધૃતધારી અને દ્રષ્ટિવાદધારી, ક્ષાયોપથમિક નવપૂર્વધારી યાવતું ચૌદપૂર્વધારી, ક્ષાયોપથમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ બધા ક્ષાયો- પથમિકનિષ્પનભાવી છે. આ પ્રકારનું ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ છે. આ પરિણામિકભાવ એટલે શું ? દ્રવ્યની પૂર્વઅવસ્થાનો સર્વથા પરિત્યાગ કર્યો વગર અથતુ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત રહીને એક અવસ્થામાંથી બીજી અવસ્થા થતી રહે તેને પરિણામ કહે છે. તે પરિણામથી નિષ્પન તે પારિણામિક ભાવ. તેના બે પ્રકાર છે. યથા- (૧) સાદિ પારિણામિક અને (૨) અનાદિપારિણામિક. [૧૬૨-૧૩] સાદિ પારિણામિકનું સ્વરૂપ કેવું છે ? સાદિપારિણામિકભાવના અનેક પ્રકારો હોય છે. જેમકે જીર્ણસુરા, જીગોળ, જીર્ણ ઘી, જીર્ણ તંદુલ અભ્ર-મેઘ, અમ્રવૃક્ષવૃક્ષાકારે પરિણત મેઘ, સંખ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ- કોઈ એક દિશામાં આકાશની અંદર પ્રજ્વલિત અગ્નિનો આભાસ થવો, મેઘગર્જના, વિજળી, નિઘત-વિજળી પડવી. યૂપક-શુક્લપક્ષના ત્રણદિવસનો બાળચંદ્ર, યક્ષાદિપ્ત-આકાશમાં દેખાતી પિશાચાકૃતિ જેવી અગ્નિ, ધૂમિકા મહિકાજળયુક્ત ધુમસ, રજોદ્યાતદિશાઓમાં ઉડતી ધૂળ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષ સૂર્યપરિવેષ, પ્રતિચંદ્રઉત્પાતસૂચકચંદ્રનું દેખાવું, પ્રતિસૂર્ય, મેઘધનુષ, ઉદકમસ્ય-મેઘધનુષ્યના ખંડ, Page #338 -------------------------------------------------------------------------- ________________ સત્ર- ૧૨ ૩૩૫ કપિહસિતઆકાશમાં સંભળાતા ઉગ્રકડાકા, અમોઘસૂર્યોદય અને સૂર્યાસ્તસમયે સૂર્યના કિરણોદ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ, વાસાભરતાદિ ક્ષેત્ર, વાસધરા-હિમવાનાદિ પર્વત, ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મથી અશ્રુત પર્વતના કલ્પ, રૈવેયકો, અનુત્તરવિમાનો, ઇષત્રાગભારાપૃથ્વી, પરમાણુ- પુદ્ગલ, દ્ધિપ્રદેશિકથી લઈને અનંતપ્રદેશીસ્કંધો, (પગલપરિણમનની અપેક્ષાએ) સાદિપારિણામિકભાવરૂપ છે. અનાદિપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે? ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય લોક, અલોક, ભવસિદ્ધક, અને અભવસિદ્ધક. આ ભાવો અનાદિપારિણામિક છે. અનાદિપારિણામિક છે. આ પ્રકારનું અનાદિ પારિણામિકભાવનું સ્વરૂપ છે. આ પ્રકારે પારિણામિકભાવનું નિરૂપણ પૂર્ણ થયું. સાનિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક અને પરિણામિક આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના સંયોગથી અને પાંચના સંયોગથી જે ભાવો નિષ્પન્ન થાય છે તે બધા ભાવોને સાનિપાતિકભાવ કહે છે. તેમાં દ્વિસંયોગજન્ય ૧૦ ભાવ, ત્રિકસંયોગજન્ય ૧૦ ભાવ, ચતુષ્કસંયોગજન્ય પાંચભાવ અને પંચકસંયોગજન્ય એકભાવ થાય છે. બધા મળી ૨૬ ભંગ બને છે. બેના સંયોગથી જે દશ ભાવો નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક અને ઔપથમિકના સંયોગથી નિષ્પનભાવ, ઔદયિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔદયિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔદયિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપથમિક અને ક્ષાયિકના સંયોગથી નિષ્પનભાવ, ઔપથમિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પન્નભાવ, ઔપશમિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ક્ષાયિક અને ક્ષાયોપથમિકના સંયોગથી નિષ્પનભાવ, ક્ષાયિક અને પરિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ, ક્ષાયોપથમિક અને પારિણામિકના સંયોગથી નિષ્પન્નભાવ. ઔદયિક અને ઔપથમિકભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ કેવું છે ? ઔદયિક અને ઔપથમિક ભાવના સંયોગથી નિષ્પન્નભંગનું સ્વરૂપ આ પ્રકારનું છેઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ઔપશમિકભાવમાં ઉપશાંતકષાયને ગણાવી શકાય. આ ઔદયિકોપથમિક ભાવછે. ઔદયિક-ક્ષાયિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે?ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણાવી શકાય. ઔદયિક-ક્ષાયોપથમિક નિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔદયિક-પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પારિણી મિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ઔપથમિક-ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંતકષાયી. ક્ષાયિકસમ્યગ્દષટિ ઓપશમિક-ક્ષાયિક ભાવરૂપ છે. ઔપથમિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપશમિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ આ પ્રમાણે છેઔપથમિકભાવમાં ઉપશાંતકષાય અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયોને ગણાવી શકાય. ઔપથમિક-પાણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔપથમિકભાવમાં ઉપશાંત Page #339 -------------------------------------------------------------------------- ________________ અનુઓગદારાઈ -( ૧૩) કષાય અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ક્ષાયિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો છે. ક્ષાયિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ક્ષાયોપથમિક પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપશમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. આ પ્રકારનું ક્ષાયોપથમિક-પારિણામિકભાવનું સ્વરૂપ છે. સાનિ પાતિકભાવમાં ત્રિકસંયોગથી જે દસ સાનિપાતિકભાવો બને છે તે આ પ્રમાણે- ઔદયિકઔપથમિક-ક્ષાયિકનિષ્પનભાવ,ઔદયકિ-ઔપશમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવ, ઔદયિક-ઔપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિકક્ષાયિક-ક્ષાયોપશ- મિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિક-ક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્નભાવ, ઔપથમિકક્ષાયિક પારિણામિક નિષ્પન્નભાવ, ઔપશમિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ, ક્ષાયિક-ક્ષાયો પથમિક-પારિણામિકનિષ્પન્નભાવ. ઓદયિક-ઔપથમિક-ક્ષાયિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંતકષાય ઔપથમિકભાવ અને ક્ષાયિકસમ્યક્ત ક્ષાવિકભાવ છે. ઔદયિકઔપથમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંત કષાયો ઔપથમિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકૌપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિક ભાવ, ઉપશાંત કષાય ઔપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔદયિકક્ષાયિકક્ષાયોપથમિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિક, ક્ષાયિ કસમ્યકત્વ ક્ષાયિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે. ઔદયિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વપારિણામિક ભાવ છે. ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંત કષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે.ઔપથમિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંતકષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔપથમિક-ક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંત કષાયઔપથમિકભાવ ઈદ્રિયો ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ક્ષાયિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારનું ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવનું સ્વરૂપ છે. ચારનાસંયોગથી જે પાંચ ભાવો નિષ્પન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક ઔપથમિકક્ષાયિક-ક્ષાયોપથમિક- નિષ્પન્નભાવ, ઔદયિક-ઔપશમિકક્ષાયિક પારિણામિકનિષ્પન્ન- ભાવ, ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવ, Page #340 -------------------------------------------------------------------------- ________________ સત્ર- ૧૬૩ ઔદયકિ-ક્ષાયિકક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-ક્ષાયોપશમિક-પારિણામિકનિષ્પનભાવ. ઔદયિક-ઔપથમિક ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન- ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં ઇંદ્રિયો છે. ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપારિણામિકનિષ્પન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદવિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વછે. ઔદયિક-ઔપશમિક-ક્ષાયોપથમિક અને પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશ મિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વછે. ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિક ભાવમાં જીવત્વ છે. ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વમ, ક્ષાયો પશમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔપ શમિકક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ઔઔપથમિકભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પરિણામિકભાવમાં જીવત્વ છે. આ પ્રમાણે ઔદયિક-ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિ કનિષ્પન્નભાવનું સ્વરૂપ છે. પાંચ ભાવના સંયોગથી નિષ્પન્ન સાનિ પાતિક ભાવનું સ્વરૂપ છે. આમ છનામનું વર્ણન પૂર્ણ [૧૬૪-૧૮૨] સપ્તનામનું સ્વરૂપ કેવું છે? સપ્તનામ તે સાત પ્રકારના સ્વરો છે. તે આ પ્રમાણે- ષજ ઋષભ ગાંધાર મધ્યમ પંચમ શૈવત અને નિષાદ. આ સાત સ્વરો કહેવાય છે. આ સાત સ્વરોના સાત સ્વરસ્થાનો હોય છે. તે આ પ્રમાણે-જીભના. અંગ્રભાગથી ષજત્વરનું ઉચ્ચારણ થાય છે, વક્ષ:સ્થળથી ઋષભસ્વરનું ઉચ્ચારણ થાય, કંઠથી ગાંધારસ્વરનું ઉચ્ચારણ થાય, જીભના મધ્યભાગથી મધ્યમસ્વરનું ઉચ્ચારણ થાય. નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ થાય, દેતોષ્ઠથી પૈવતઃસ્વરનું ઉચ્ચારણ થાય અને મૂધથી નિષાદસ્વરનું ઉચ્ચારણ થાય છે. આ પ્રમાણે સાત સ્વરના સાત સ્વરસ્થાન વર્ણવ્યા છે. સાત સ્વરો જીવ-નિશ્ચિત કહેવામાં આવ્યા છે, જેમકે-મયૂર ષડુત્વરમાં બોલે છે. કૂકડો ઋષભસ્વરમાં બોલે છે. હંસ ગાંધાર સ્વરમાં બોલે છે. મેષ મધ્યમસ્વરમાં બોલે છે. પુષ્પોત્પતિકાળમાં કોયલ પંચમસ્વરમાં બોલે છે. છઠ્ઠા પૈવતરિસ્વર સારસ અને કૌચપક્ષી બોલે છે. સાતમો નિષાદસ્વર હાથી બોલે છે. સાત સ્વરો અજીવનિશ્રિત પણ કહેવામાં આવ્યા છે. મૃદંગમાંથી તે ષડ્રક્વર નીકળે છે. ગોમુખીવાદ્યમાંથી ઋષભસ્વર નીકળે છે. શંખમાંથી ગાંધારસ્વર નીકળે છે. ઝાલરમાંથી મધ્યમસ્વર નીકળે છે. ગોધિકા-વાદ્યવિશેષમાંથી પંચમસ્વર નીકળે છે. અંડબર માંથી પૈવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. પ્રત્યેક સ્વરનું લક્ષણ પૃથક-પૃથક હોવાથી આ સાત સ્વરોના સાત લક્ષણો છે, એમને સંબંધ ફલ પ્રાપ્તિ સાથે છે. જેમકે-ષજ સ્વરથી ધનની પ્રાપ્તિ થાય છે. પવરવાળી વ્યક્તિના કરેલા 2િ2] Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અનુગદારાઈ -(૧૮૩) કાર્યો નાશ પામતા નથી તેને ગાયો, પુત્ર અને મિત્રો હોય છે. તે સ્ત્રીઓને બહુ જ પ્રિય હોય છે. ઋષભસ્વરથી મનુષ્ય ઐશ્વર્યસંપન્ન હોય છે. તે સ્વરના પ્રભાવથી સેનાપતિત્વ, ધન, વસ્ત્રો, સુગંધિત પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ તેમજ શયનાસનો મેળવે છે. ગાંધારસ્વરથી ગાનારા શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કાલાવિદોમાં શ્રેષ્ઠ ગણાય છે અને કાવ્યકાર હોય છે. તે અન્યશાસ્ત્રોમાં પણ પારંગત હોય છે. મધ્યમસ્વરવાળા સુખજીવી હોય છે. મધ્યમસ્વરનો આશ્રય લેનાર ઈચ્છLપ્રમાણે ખાય છે, પીવે છે ને બીજાને આપે છે. પંચમ સ્વરથી જે સંપન્ન હોય તે પૃથ્વીપતિ હોય છે.શૂરવીર, સંગ્રહકરનાર અને અનેક ગણોનો નેતા હોય છે. ધવત સ્વરવાળા. કલહપ્રિય હોય છે. તેમજ સાકનિક વાગરિક સૌકરિક તથા મત્સ્યબંધ હોય. નિષાદ સ્વરનો આશ્રય લેનાર ચંડાળ-રુદ્રકર્મી, મુષ્ટિ પ્રહારકરનારએવું અધમ જાતવાળો હોય, તે અન્ય પ્રકારના પાપકર્મમાં રત રહેનાર, ગોવધ કરનાર તથા ચોરી કરનાર હોય છે. [૧૮૩-૨૦૦] આ સાત સ્વરોના ત્રણ ગ્રામો હોય છે. પજગ્રામ મધ્યમગ્રામ અને ગાંધાર ગ્રામ. ષજગ્રામની સાત મૂચ્છનાઓ હોય છે.મંગી કૌરવીયા હરી રજની સારકાન્તા સારસી શુદ્ધષડ્રજા. મધ્યમગ્રામની સાત મૂચ્છનાઓ પ્રરૂપીછે. ઉત્તરમંદા રજની ઉત્તરા ઉત્તરસમાં સમવક્રાંતા સૌવીરા અને અભિરૂપા. ગાંધારામની પણ સાત મૂચ્છનાઓ હોય છે. નન્દી શુદ્રિકા પૂરિમા શુદ્ધગાંધાર ઉત્તર ગાંધાર સુપ્રુતરાયામ ઉત્તરાયતા કોટિમાં. સાતસ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગીતોની જાતી કઈ છે ? ગીતના ઉચ્છુવાસ કેટલા સમયના પ્રમાણવાળા હોય છે? ગીતના આકારો કેટલા હોય છે? સાતસ્વરો નાભિમાંથી ઉત્પન્ન થાય છે. ગીત રૂદિતયોનિક હોય છે. પાદસમ ઉછુવાસ હોય ગીતના ત્રણ આકાર હોય છે. પ્રારંભમાં તીવ્ર ધ્વનિયુક્ત હોય છે અને અંતમાં મંદ ધ્વનિ યુક્ત હોય છે. આ રીતે મૃદુ તાર અને મંદ આ ત્રણ ધ્વનિરૂપ આકારો જાણવા. જે સંગીતના છ દોષોને, આઠ ગુણોને, ત્રણ વૃત્તોને અને બે ભાણિતિયોને સારી રીતે જાણશે તે સુશિક્ષિત નિપૂણ કલાકાર રંગ શાળામાં ગાયન કરી શકશે. ગીતના છ દોષો બીતાં-બીતાં ગાવું, ઉતાવળથી ગાવું, અલ્પ સ્વરમાં ગાવું, તાલ વગર ગાવું, કાગડાના જેવા સ્વરથી ગાવું અને નાકમાં ગાવું, આ ગીતના છ દોષો મનાય છે. ગીતના આઠ ગુણ પૂર્ણ- ગીતમાં સમસ્ત ગાયન કળાનું પ્રદર્શન કરવું,રક્તઅનુરાગથી ભાવિત થઈને ગીત ગાવું, અલંકૃત- બીજા વિશેષ સ્કુટ સ્વરોથી ગીતને અલંકૃત કરવું, વ્યક્ત-ગીતમાં અક્ષરો અને સ્વરોને સ્કુટરૂપે ઉચ્ચારવા, અવિપુષ્ટ-ઘાટા પાડતાં હોય તેવા સ્વરે ગાવું, મધુર-કોયલના સ્વર જેવા સ્વરથી ગાવું સમજે ગાનમાં તાલ, વંશસ્વર વગેરેથી સમનુગત સ્વર હોય તે. સુલલિત-સ્વરઘોલનાદિવડે જે શ્રોત્રેન્દ્રિયને સુખ અર્પે એવી રીતે ગાવું. આ ગીતના આઠ ગુણો છે. આ ઉપરાંત બીજા પણ ગીતના ગુણો ઉરઐશસ્ત, કંઠપ્રશસ્ત અને શિરપ્રશસ્ત. અથવા મૃદુ રિભિત અને પદબદ્ધઆ ત્રણ ગુણો છે. તે સિવાય સમતાલ પ્રત્યક્ષેપગીત સપ્તસ્વરસીભરજે નિર્દોષ હોય. સારવતુ એટલે વિશિષ્ટ અર્થથી યુક્ત હોય, જે હેતુ યુક્ત હોય, અલંકૃત હોય, ઉપનીત હોય, સોપચારક્લિષ્ટ-વિરુદ્ધ, લજ્જાસ્પદ અર્થવાચક ન હોય, મિત અને મધુર ગુણયુક્ત ગીત તે ગુણયુક્તપ્રશસ્ત કહેવાય. ગીતના ત્રણ વૃત્તો (છન્દો) હોય છે. તે આ પ્રમાણે-સમવૃત્ત-અર્ધ-સમવૃત્ત-વિષમવૃત્ત- વૃત્તના આ ત્રણ પ્રકાર છે. તે સીવાય Page #342 -------------------------------------------------------------------------- ________________ સત્ર- ૨૦૦ ૩૩૯ ચોથો પ્રકાર હોતો નથી. તેમજ ભણિતિ-ભાષા સંસ્કૃત તથા પ્રકૃતિના ભેદથી બે પ્રકારની કહી છે. તે ઋષિઓવડે ભાષિત હોવાથી પ્રશસ્ત છે. પ્રશસ્ત હોવાથી સ્વરસમૂહમાં ગવાય છે. ૨૦૧-૨૦૪] કેવી સ્ત્રી મધુર ગીત ગાય છે? કઈ સ્ત્રી પર અને રુશ્ર સ્વરથી ગાય છે? કઈ સ્ત્રી ચતુરતાથી ગાય છે, કેવી સ્ત્રી વિલંબિત સ્વરથી, કઈ સ્ત્રી કૂતર સ્વરથી અને કઈ સ્ત્રી વિકૃત સ્વરથી ગાય છે ? શ્યામા-સોળવર્ષની સ્ત્રી મધુર સ્વરથી ગીત ગાય છે. કાળી-સ્ત્રી ચતુર સ્વરથી ગાય છે. કાળી સ્ત્રી મંદ સ્વરથી ગાય છે. આંધળી સ્ત્રી દ્વતસ્વરથી ગાયછે. કપિલ-સ્ત્રી વિકત સ્વરથી ગાય છે. તંત્રીસમ-વીણા સમાન સ્વર, એવી જ રીતે તાલસમ, પદસમ, લયસમ, ગૃહસમ, નિઃશ્વસિતોચ્છવસિતમ સંચરસમ, આ પ્રમાણે સ્વર સાત છે. સાતસ્વર, ત્રણગામ, એકવીશમૂર્ચ્છના અને ૪૯ તાન પ્રમાણ સમસ્ત સ્વરમંડળ છે. આ સપ્તનામનું સ્વરૂપ છે. [૨૦૫-૨૧૨] અષ્ટ નામનું સ્વરૂપ કેવું છે? કત, કર્મ વગેરે આઠ પ્રકારની જે વચન-વિભક્તિઓ છે તે અનામ. વચનવિભક્તિના આઠ પ્રકારો આ પ્રમાણે છે. નિર્દેશપ્રાતિપાદિક-અર્થનું પ્રતિપાદન કરવાના અર્થમાં પ્રથમા અને ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ હોય છે. કરણમાં તૃતીયા વિભક્તિ હોય છે. સંપ્રદાનમાં ચતુથવિભક્તિ હોય છે. અપાદાનમાં પંચમીવિભક્તિ હોય છે. સ્વ-સ્વામીસંબંધ પ્રતિપાદન કરવામાં ષષ્ઠી વિભક્તિ હોય છે. સનિધાન અર્થમાં સપ્તમીવિભક્તિ હોય છે. આમંત્રણ અર્થમાં સંબોધનરૂપ અષ્ટમીવિભક્તિ હોય છે. આ અષ્ટ નામને ઉદાહરણ સહિત સમજાવતા કહે છે કે- નિર્દેશમાં પ્રથમા વિભક્તિ હોય છે. જેમકે (તે), (આ), (હું). ઉપદેશમાં બીજી વિભક્તિ હોય છે. જેમકે જે તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે તેને કહો, કરણમાં ત્રીજીવિભક્તિ હોય છે. જેમકે-તેના અને મારાવડે કહેવાયું, તેના અને મારાવડે કરાયું. ચતુર્થી વિભક્તિ નમઃ તથા સ્વાહા આદિ અર્થમાં હોય છે. જેમકે-નમો જિનાય અગ્નસ્વાહા, આદિ. અપાદાનમાં પંચમી હોય છે, જેમકે અહીંથી દૂર કરો અથવા અહીંથી લઈ લો. સ્વ-સ્વામી સંબંધ વાચ્ય હોય ત્યાં ષષ્ઠિવિભક્તિ હોય છે, જેમકે તેની અથવા આની ગયેલ વસ્તુ આ છે. આધાર, કાળ અને ભાવમાં સપ્તમીવિભક્તિ હોય છે. જેમ-તે આમાં છે. આમંત્રણ અર્થમાં અષ્ટમીવિભક્તિ હોય છે, જેમકે- હે યુવાન ! આ પ્રકારે આઠ નામો છે. [૨૧૩-૨૩૪] નવનામનું સ્વરૂપ કેવું છે? કાવ્યના નવરસો નવનામ કહેવાય છે. વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, બ્રીડનાકરસ-લક્કાજનકરસ, બીભત્સરસ, હાસ્યરસ, કરુણરસ, અને પ્રશાન્તરસ. તે નવરસોમાં વીરરસ- દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરવો, તપશ્ચયમાં ધેય હોવું અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોવું, આવા લથીણોવાળા વીરરસ હોય છે. તે આ પ્રમાણે-રાજ્યના વૈભવને ત્યજી દીક્ષિત થઈને જે કામ-ક્રોધરૂપ ભયંકર શત્રુઓનો વિઘાત કરે છે તે ચોક્કસ મહાવીર કહેવાય છે. શૃંગારરસ રતિના કારણભૂત રમણી આદિ સંબંધી અભિલાષાનો જનક હોય છે. મંડનથી શરીરને અલંકૃત કરવું, વિલાસ-વિલોકન આદિમાં વિકાર તેમજ ઓચિંતા ક્રોધ, સ્મિત, ચમત્કાર, મુખવિક્લવન હોયછેતે, વિબ્લોક-શારીરિકવિકાર, હાસ્ય, લીલા-સકામ ચેષ્ટાઓ તથા રમણ, આ સર્વ શૃંગાર રસના લક્ષણો છે, જેમકે-શ્યામા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ અનુગદારાઈ -(૨૩) સોળ વર્ષની તરુણી સ્ત્રી સુદ્રઘંટિકાઓથી મુખરિત હોવાથી મધુર, કામયુક્ત ચેષ્ટાઓથી મનોહર તથા યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર, પોતાના કટિસૂત્રને દેખાડે છે. ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગારને ધિક્કાર છે, ધિક્કાર છે. આ રસ મુનિઓ માટે ત્યાજ્યા કહેવામાં આવ્યો છે. મોક્ષરૂપ ઘરની અર્ગલા છે, તેથી મુનિ આ રસનું સેવન ન કરે. પૂર્વે કોઈ દિવસ ન અનુભવેલ અથવા તો અનુભવેલ એવા કોઈ અભુત પદાર્થને જોઇ આશ્ચર્ય થાય, તે અભુત રસ છે. હર્ષ અને વિષાદ અદ્દભુત રસના લક્ષણો છે. જેમકે-આ સંસારમાં એનાથી વધારે અદ્ભુત શું થઈ શકે કે જિનવચનથી ત્રિકાળ સંબંધી સમસ્ત-સૂક્ષ્મ અમૂર્ત, અતીન્દ્રિય આદિ પદાર્થો જાણી લેવાય છે. પિશાચ તથા શત્રુઆદિના ભયોત્પાદક રૂપ અને શબ્દ તથા અંધકારના ચિત્તનથી, કથાથી, દર્શનથી જે ઉત્પન્ન થાય છે તેમજ વિવેક રહિતપણારૂપ સંમોહ, વ્યાકુલતારૂપ સંભ્રમ, શોકરૂપ વિષાદ અને પ્રાણ વિસર્જનરૂપ મરણલક્ષણવાળો રૌદ્રરસ હોય છે. જેમકે-ભૂકુટીઓથી તારું મુખ વિકરાલ બની ગયું છે, ક્રોધાદિના આવેગથી તારા દાંત અધરોષ્ઠોને ભીંસી રહ્યા છે, તારું શરીર લોહીથી ખરડાઈ રહ્યાં છે, ભયોત્પાદક વચન બોલનાર તું અસર જેવો થઈ ગયો છે અને પશુની હત્યા કરી રહ્યો છે. તેથી અતિશય રૌદ્રરૂપધારી તું સાક્ષાત્ રૌદ્રરસરૂપ છે. વિનય કરવા યોગ્ય માતાપિતાદિનો અવિનય કરવાથી, મિત્રાદિનું રહસ્ય પ્રગટ કરવાથી, ગુરુપત્ની આદિ સાથેની મર્યાદાનું અતિક્રમણ કરવાથી બ્રીડનક રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી એ આ રસના લક્ષણો છે. જેમકે કોઈ વધૂ કહે છે. આ લૌકિક-વ્યવહારી વધારે કંઈ લજ્જાસ્પદ વાત થઈ શકે ? મને તો એનાથી બહુ લજ્જા આવે છે. મને તો એનાથી બહુ શરમ આવે છે. વર-વધૂના પ્રથમ સમાગમ પછી ગુરુજનો વગેરે વધૂએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે. અશુચિ-મળ મૂત્રાદિ, કુણપ-શબ દુદર્શન-લાળ આદિથી યુક્ત ધૃણિત શરીરને વારંવાર જોવારૂપ અભ્યાસથી અને કરી તે દુર્ગન્ધથી બીભત્સરસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ-ઉદ્વેગ ને અવિહિંસા (જીવઘાતથી નિવૃત્તિ) એ બીભત્સરસના લક્ષણો છે. બીભત્સરસ આ પ્રકારે જણાય છે. જેમકે- અપવિત્ર મળોથી પૂર્ણ ઈદ્રિયોના વિકારરૂપ ઝરાઓ જેમાં છે, જે સદા સર્વ કાળમાં સ્વભાવથી જ દુર્ગધયુક્ત છે તે શરીર સર્વ કલહોનું મૂળ છે, એમ જાણી ભાગ્યશાળી વ્યક્તિઓ તેની મૂચ્છનો ત્યાગ કરી પોતાની જાતને ધન્ય બનાવે છે. રૂપ, વય, વેષ અને ભાષાના વિપરીતપણાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે. પ્રકાશ-મુખનું વિકસિત થવું, પેટ ધ્રુજવું, અટ્ટહાસ વગેરે તેના લક્ષણો છે. હાસ્યરસ આ રીતે જણાય છે, જેમકે-રાત્રે સુઈને ઉઠેલ દિયરના મુખપર થયેલી કાજળની લીટીને જોઈ કોઈ યુવતી-ભ્રાતૃપત્ની, સ્તનભારથી જેનો મધ્યમભાગ લળી રહ્યો હતો તે, હી...હી...કરતી હસી. પ્રિયની વિયોગથી, બંધથી, વધતાડનથી, વ્યાધિ વિનિપાત-સ્વજનના મરણથી અને પરચક્રના ભયથી કરૂણ રસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, મુખશુષ્કતા, રુદન, વગેરે કરુણરસના લક્ષણો છે. કરુણરસ આ પ્રમાણે હે પુત્રીકે ! પતિના વિયોગમાં, પ્રિયતમની ચિન્તાથી તારૂં મુખ કલાન્ત-શુષ્ક અને વારંવાર આંખમાંથી અશ્રુ વહેવાને કારણે. કૃશ થઈ ગયું છે. હિંસાદિ દોષોથી રહિત મનની સ્વસ્થતાથી અને પ્રશાન્તભાવથી જે રસ ઉત્પન્ન થાય છે તે પ્રશાન્તરસ છે. જેમકે જુઓ, સ્વભાવથી નિર્વિકાર, વિષયદર્શનની Page #344 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩૪ ૩૪૧ ઉત્સુકતાના ત્યાગ અને ક્રોધાદિ દોષોના ત્યાગના કારણે શાંત-સૌમ્ય દ્રષ્ટિથીયુક્ત, મુનિનું મુખકમળ ખરેખર અતીવ શોભાસંપન્ન થઈને સુશોભિત થઈ રહ્યું છે. સૂત્રના જે બત્રીસ દોષો છે તેનાથી આ રસો ઉત્પન્ન થાય છે. આ નવ કાવ્યરસો શુદ્ધ પણ હોય છે અને મિશ્ર પણ હોય છે. આ રીતે નવનામનું વર્ણન પૂર્ણ થયું. [૨૩૫] હે ભગવન્! દશનામનું સ્વરૂપ કેવું છે ? દશ પ્રકારના નામો દશનામ કહેવાય છે. ગૌણનામ નોગૌણનામ આદાનપદનિષ્પન્નનામ પ્રતિપક્ષપદનિષ્પન્નનામ પ્રધાનપદનિષ્પનનામ અનાદિસિદ્ધાન્તનિષ્પનના નામનિષ્પનનામ અવયવનિષ્પનના સંયોગનિષ્પનનામ પ્રમાણનિષ્પન્નનામ. ગૌણ-ગુણનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ક્ષમાગુણથી યુક્ત હોય તેને “ક્ષમણ’ નામથી સંબોધિત કરવો. તપે છે તે તપન-સૂર્ય, પ્રજ્વલિત હોય તે જ્વલનવાય તે પવન. આ રીતે ક્ષમા, તપન, જ્વલન, પવનરૂપ ગુણોથી નિષ્પન હોવાને કારણે આ સર્વને ગૌણનામ સમજવા. આ ગોણનામ કહેવાય. નોગૌણનામ ગુણોની અપેક્ષા વગર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કુન્ત-શસ્ત્રવિશેષથી રહિત હોવા છતાં પક્ષીને “સકુન્ત’ કહેવું, મુગરહિત હોવા છતાં પેટીને “સમુદ્ગ” કહેવું, મુદ્રા-વીંટીથી રહિત હોવા છતાં સાગરને “સમુદ્ર કહેવું, પ્રચુર લાળથી રહિત હોવા છતાં પિયાર-ધાન્ય રહિત ઘાસને પલાલ” કહેવું, કુલિકા ભિત્તિ)થી રહિત હોવા છતાં પક્ષિણીને “સકુલિકા' કહેવું, પલમાંસનો આહાર ન કરવા છતાં વૃક્ષ વિશેષને ‘પલાશ' કહેવું, માતાને ખભાપર વહન ન કરવા છતાં માતૃવાહક એવું નામ રાખવું, બીજ ન વાવવા છતાં બીજવાપક એવું નામ રાખવું, ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીટ વિશેષને ઇન્દ્ર-ગોપ’ કહેવું. આ બધા નામ અગુણનિષ્પન્ન હોવાથી નોગાણનામ કહેવાય છે. આ પ્રમાણેનું નગૌણનામનું સ્વરૂપ છે. આદાનપદથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? આદાનપદનામ કોઈપણ અધ્યયનના આરંભમાં જે પદ હોય તે પદથી તે અધ્યયન નામ રાખવામાં આવે છે. જેમકે-આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં ઉચ્ચારિત “આવતી કેયાવંતી પદથી શરૂ થનાર અધ્યનનું નામ પણ “આવતી” રાખ્યું છે. ઉત્તરાધ્ય યનસૂત્રના ત્રીજાઅધ્યનના પ્રારંભમાં આવેલ “ચત્તારિ પરમંગાણિ દુલહાણી હજાણો' આ પદદ્વયથી તે અધ્યનનું નામ “ચાઉગિજ્જ રાખ્યું છે. ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનના પ્રારંભમાં “અસંખ્ય જીવિય મા પમાયએ કહ્યું છે તેનાથી “અસંખય’ તે નામ રાખ્યું છે. સૂત્રકતાંગસૂત્રનાં ૧૩માં અધ્યયનનાં પ્રારંભમાં “જહ સુત્ત તહ અત્યો’ કહ્યું છે તો ત્યાંના બે પદોના આધારે “અહતહ' તે નામ અધ્યયનનું છે. સૂત્રકતાંગસૂત્રના દ્વિતીયકૃતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પ્રારંભમાં પુરાકંડ અદ્દઇમ સુણેહ ગાથા આવેલ છે તેનાથી તે અધ્યયનના પ્રારંભમાં “માહણ કુલસંભૂઓ આસી વિપ્રો મહાસો જાયાઈ જણજમ્પિ જયઘોસો ત્તિ નામઓ” એવી ગાથા છે. તેના “જણ’ પદના આધારે આ અધ્યયનનું નામ “જણીય’ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૧ભા અધ્યનની પ્રથમ ગાથા ના ઉસુયાર’ પદથી આ અધ્યનનું નામ “ઉસુયારિજ્જ' રાખ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૭ મા અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાનાં “એલાં' પદના આધારે અધ્યયનનું નામ એલઇજ્જ રાખ્યું છે. સૂત્રકતાંગસૂત્રના અષ્ટમ અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાના “વીરિય’ પદના આધારે અધ્યનનું નામ “વીરિય” રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રના નવમા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અનઓગદારાઈ -(ર૩પ) અધ્યનનમાં પ્રારંભની ગાથાના ધમ્મ પદના આધારે અધ્યનનું નામ “ધમ્મઝયણ’ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રની ૧૧ મા અધ્યયનની પ્રસ્તાવની ગાથાના “મમ્મ' શબ્દથી અધ્યયનનું નામ “મગ્ગ” રાખવામાં આવ્યું છે. તેમજ તેજ સૂત્રના ૧૨ મા અધ્યનની પ્રારંભની ગાથામાં “સમોસરણાણિમાણિ પદના આધારે અધ્યયનનું નામ સમોસરણયણે” રાખવામાં આવેલ છે. આજ સૂત્રના ૧૫ મા અધ્યનની પ્રારંભની ગાથાના “જમઈયું' પદના આધારે અધ્યયનનું નામ પણ તેજ રાખ્યું છે, આ સર્વનામો આદાનપદનિષ્પન્ન નામ કહેવાય. પ્રતિપક્ષપદનિષ્પનનામનું સ્વરૂપ કેવું છે ? વિવક્ષિતવસ્તુના વિપરીત ધર્મને પ્રતિપક્ષ કહે છે. તે આ પ્રમાણે છે. જેમકે ચોમેર કાંટા વગેરેની વાત હોય તે ગ્રામ', રત્ન સુવર્ણ વગેરે જ્યાંથી નિકળતા હોય તે સ્થાન “આકર અઢાર પ્રકારના કરથી મુક્ત હોય તે નગર', જેની ચોમેર માટીનો કોટ હોય તે “ખેટ', જે નગર કુત્સિત હોય તે “કબૂટ', જેની આસપાસ અઢી ગાઉસુધી કોઈ ગામ ન હોય તે “મહંબ', જેમાં જવા માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ બને હોય તે દ્રોણમુખ’ જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે “પત્તન', જ્યાં વણિકોનો નિવાસ હોય તે નિગમ, તાપસ આદિનું સ્થાન “આશ્રમ', ઘણા પ્રકારના લોકોથી વ્યાપ્ત સ્થાન તે “સંવાહ, અથવા જ્યાં પથિકો વિશ્રામ લે તે સ્થાન સંવાહ, સાર્થવાહો પોતાને રહેવા જે સ્થાન વસાવે તે “સન્નિવેશ.” આ સર્વ સ્થાનો નવા વસાવવામાં આવે ત્યારે મંગળ નિમિત્ત “અશિવા' ના સ્થાને શિવા” એવો મંગળાર્થક શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે. કારણવશાત્ અગ્નિપદના સ્થાને “શીતલ’ શબ્દ બોલાય છે. વિશ્વના સ્થાને “મધુર' શબ્દનો પ્રયોગ કરાય છે. કલાલના ઘરમાં “આમ્સ' શબ્દના સ્થાને “સ્વાદુ શબ્દનો વ્યવહાર કરાય છે, તે સર્વ પ્રતિપક્ષપદનિષ્પન્ન નામછે. હવે સૂત્રકાર સામાન્યપણે કથન કરતાં કહે છે. જે રક્તવર્ણ હોય તેજ અલ કતકારકતવર્ણ કહેવાય છે. તેમજ જે લાબુપાત્ર વિશેષ તેજ “અલાબ' કહેવાય છે, જે સુંભક-શુભવર્ણકાર હોય તેજ “કુસુંભક કહેવાય છે. જે ઘણું અને અસબંદ્ધ બોલે તે અભાષક' કહેવાય છે. આ સર્વ નામો પ્રતિપક્ષપદનિષ્પન્ન જાણવા જોઈએ. પ્રધાનપદનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? જેની પ્રચુરતા હોય તે પ્રધાન કહેવાય. તે આ પ્રમાણે છે, જેમકે અશોકવન-વનમાં ઘણા પ્રકારના વૃક્ષો હોવા છતાં અશોકવૃક્ષ વધુ હોવાથી તે વનને “અશોકવન’ એવું નામ આપવું, તેજ પ્રમાણે સપ્તપર્ણવન, ચમકવન, આમ્રવન, નાગવન, પુનાગવન, ઈક્ષુવન, દ્રાક્ષવન, શાલિવન તે પ્રધાનપદનિષ્પન નામો છે. અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? શબ્દવાચક છે, અર્થ વાચ્ય છે. આ પ્રમાણે વાચ્યવાચકનું જે જ્ઞાન તે “અંત' કહેવાય છે. આ અંત અનાદિ કાલથી સિદ્ધ છે. આ અનાદિ સિદ્ધાન્તથી જે નામનિષ્પન્ન થાય તે અનાદિ સિદ્ધાંતનિષ્પન નામ. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે- ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આ સર્વ પોતાના સ્વરૂપનો પરિત્યાગ કદિ પણ કરશે નહિ. આ પ્રમાણે અનાદિ સિદ્ધાંતનિષ્પન નામનું સ્વરૂપ પૂર્ણ થયું. નામનિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? જે નામ નામથી નિષ્પન્ન હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમકે-પિતા કે પિતામહ અથવા પિતાના પિતામહનું જે નામ તે નામથી પુત્રાદિનું નામ હોય છે. કારણ કે પિતા કે પિતામહ આદિ સ્વયં એક પ્રકારનું Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ સૂત્ર-૨૩૫ નામ છે. વ્યવહાર માટે તેનું યજ્ઞદત્ત-દેવદત્ત વગેરે નામ રખાય છે. તે નામ નામથી નિષ્પન્ન નામ છે. [૨૩૬-૨૩૭] અવયવનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? અવયવ અને અવયવીને એકરૂપ માની જે નામ અસ્તિત્વમાં આવે તે અવયવનિષ્પન્નનામ. તેનું સ્વરૂપ જેમકેશૃંગી-શૃંગરૂપ અવયવના સંબંધથી શૃંગી કહેવું, શિખાના સંબંધથી શિખી, તે પ્રમાણે વિષાણી, દૃષ્ટી વગેરે નામ જાણવા. આ ઉપરાંત પરિકરબંધન-વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રથી ‘ભટ’ કે ‘યોદ્ધો' કહેવો, સ્ત્રી જેવા વસ્ત્ર પરિધાન કરનારને ‘મહિલા’ કહેવું, એક કણ પાકી જવાથી દ્રોણપરિમિત અન્ન પાકી ગયું, અને ગુણસંપન્ન એક ગાથાના પરીક્ષણથી ‘કવિ' આવા શબ્દનામ પ્રચલિત થઇ જાય છે. આ સર્વ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવાથી અવયવનિષ્પન્ન નામ કહેવાય છે. [૨૩૮] સંયોગનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? સંયોગની પ્રધાનતાથી નિષ્પન્ન નામ તે સંયોગનિષ્પન્નનામ. સંયોગ ચાર પ્રકારનો દ્રવ્યસંયોગ ક્ષેત્રસંયોગ કાલસંયોગ અને ભાવસંયોગ. દ્રવ્યસંયોગથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસંયોગના ત્રણ પ્રકારેપ્રરૂપ્યા સચિત્તદ્રવ્યસંયોગ અચિત્તદ્રવ્યસંયોગ અને મિશ્રદ્રવ્યયોગ. સચિત્તદ્રવ્યસંયોગથી નિષ્પન્ન જેમકે- ગાયના સંયોગથી ગોમાનુ, ભેંસોના સંયોગથી મહિષીમાન્, ઘેટાના સંયોગથી ઘેટાવાન, ઊંટોના સંયોગથી ઉષ્ટ ીપાલ, આ સર્વનામ સચિત્તદ્રવ્ય સંયોગથી નિષ્પન્નનામ છે, વગેરે નામો નિષ્પન્ન થાય છે. અચિત્તદ્રવ્યસંયોગનિષ્પન્નનામ આ પ્રમાણે છે- છત્રના સંયોગથી છત્રી, તેમાં છત્ર અચિત્તદ્રવ્ય છે. તેજ પ્રમાણે દંડના સંયોગથી દંડી, પટના સંયોગથી પટી, ઘટના સંયોગથી ઘટી, કટના સંયોગથી કટી વગેરે, તે સર્વ અચિત્તદ્રવ્યસંયોગનિષ્પન્ન નામ છે. મિશ્રદ્રવ્ય સંયોગનિષ્પનનામ હળના સંયોગથી હાળિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક, આ સર્વ ઉભયદ્રવ્યસંયોગ રૂપ છે. આ મિશ્રદ્રવ્ય સંયોગનિષ્પન્નામ છે. ક્ષેત્રસંયોગનિષ્પનનામનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્રના આધારે નિષ્પન્નનામ આ પ્રમાણે છે, આ ભારતીય છે, આ ઐરાવતક્ષેત્રીય છે, આ હૈમવતક્ષેત્રીય છે, આ ઐરણ્યવતક્ષેત્રીય છે, આ હરિવર્ષક્ષેત્રીય છે, આ રમ્યકવર્ષીય છે, આ દેવકુરુક્ષેત્રીય છે, આ ઉત્તરકુરુક્ષેત્રીય છે, આ પૂર્વવિદેહનો છે આ અપરિવદેહનો છે અથવા તો આ મગધનો છે, આ માલવક છે, આ સૌરાષ્ટ્રક છે, આ મહારાષ્ટ્રીયન છે, આ કોંકણક છે. આ સર્વ નામો ક્ષેત્રસંયોગથી નિષ્પન્નનામ છે. કાળસંયોગથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? કાળના સંયોગે-આધારે ઉત્પન્ન થતાં નામ આ પ્રમાણે છે- આ સુષમ-સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી ‘સુષમ સુષમજ’ છે,આ સુષમ દુષમ-સુંદરતા ઘણી અને વિષમતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી ‘સુષમદુષમજ, છે, આ દુષમસુષમવિષમતા ઘણીને સુંદરતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમસુષમજ’ છે, આ દુષમ- તદ્દન વિષમતા હોય તેવા કાળમાં ઉત્પન્ન થવાથી ‘દુષમજ’ છે, આ દુષમદુષમાઘણા ત્રાસદાયક કાળમાં ઉત્પન્ન થવાથી ‘દુષમદુષમજ’ છે. એમ નામ આપવું અથવા આ પ્રાવૃષિક (વર્ષના પ્રારંભકાળમાં ઉત્પન્ન થયેલ) છે, વર્ષારાત્રિક છે, આ શારદક છે, આ હૈમન્તક છે, આ વાસન્તક છે, આ ગ્રીષ્મક છે. આ સર્વ નામો કાળસંયોગથી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અનુગદારાઈ -(૨૩૯). નિષ્પન્ન નામ છે. ભાવસંયોગનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? ભાવસંયોગના બે પ્રકારો છે. પ્રશસ્તભાવસંયોગ અને અપ્રશસ્તભાવસંયોગ. પ્રશસ્તભાવસંયોગથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર આ પ્રશસ્તભાવો છે. આ ભાવોના સંયોગથી જેમકે- જ્ઞાનથી “જ્ઞાની', દર્શનથી ‘દર્શની’ ચારિત્રથી “ચારિત્રી’ આ નામ પ્રશસ્તભાવસંયોગનિષ્પન્ન નામછે. અપ્રશસ્તભાવસંયોગનિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? ક્રોધ, માન, માયા, લોભ એ અપ્રશસ્ત ભાવો છે. આ ભાવોના સંયોગથી જેમ ક્રોધથી, ‘ક્રોધી, માનથી “માની, માયાથી “માયી અને લોભથી લોભી’ નામ હોવું. આ સર્વનામો અપ્રશસ્તભાવનિષ્પન્નનામ કહેવાય છે. પ્રમાણથી નિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? જેનાવડે વસ્તુનો નિર્ણય કરવામાં આવે છે તે પ્રમાણ. તેનાથી નિષ્પન્ન નામના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે નામ પ્રમાણથી નિષ્પન્નનામ, સ્થાપના પ્રમાણથી નિષ્પનામ દ્રવ્યપ્રમાણથી નિષ્પનનામ અને ભાવપ્રમાણથી નિષ્પન્નનામ. નામ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? કોઈપણ જીવનું અથવા અજીવનું, જીવોનું કે અજીવોનું, જીવાજીવનું અથવા જીવોઅજીવોનું, “પ્રમાણ’ એવું નામ- સંજ્ઞા રાખવામાં આવે છે તે નામપ્રમાણ. તેનાથી નિષ્પન્નનામ “નામ પ્રમાણનિષ્પ નનામ’ કહેવાય. [૨૩] સ્થાપનાપ્રમાણથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? સ્થાપનાપ્રમાણના કારણથી જે સાત નામ નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે- નક્ષત્રનામ દેવનામ કુળનામ પાખંડનામ ગણનામ જીવિતહેતુનામ આભિપ્રાયિકનામ. [૨૪૦-૨૪ નક્ષત્રનામ-નક્ષત્રના આધારે જે નામ રાખવામાં આવે છે. તેનું સ્વરૂપ કેવું છે ? “કૃતિકા' નામના નક્ષત્રમાં જન્મેલાઓના નામ કૃત્તિક કૃત્તિકાદા, કૃત્તિકાધર્મ, કૃત્તિકાશમ, કૃત્તિકાદેવ, કૃત્તિકાદાસ, કૃત્તિકાસન, કૃત્તિકારક્ષિત, એવા નામ રાખવા, રોહિણી નક્ષત્રમાં જન્મેલાઓના નામ- રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ રોહિણીશમાં, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત, વગેરે નામ રાખવામાં આવે છે. આ પ્રમાણે બીજા નક્ષત્રો પરથી પણ નામો રાખવામાં આવે છે તે આ પ્રમાણેજ જાણવા જોઈએ. નક્ષત્રોના નામ ત્રણ સંગ્રહણી ગાથાઓ વડે આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે. કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલા પૂર્વષાઢા ઉત્તરાષાઢા અભિજિત શ્રવણ ધનિષ્ઠા શતભિષા ઉત્તરાભાદ્રપદ પૂવભિાદ્રપદ રેવતી અશ્વિની ભરણી. આ નક્ષત્રની પરિપાટી છે. આ ૨૮ નક્ષત્ર અગ્નિ વગેરે ૨૮ દેવતાઓથી અધિષ્ઠિત છે. આથી ઘણીવાર કોઈ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાયક દેવના નામ પરથી રાખવામાં આવે છે. [૨૪-૨૪૬] આ દેવતાઓના આધારે જે નામ સ્થાપિત કરવામાં આવે છે તે કેવા હોયછે? અગ્નિદેવતાના અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલાઓના નામ-આગ્નિક, અગ્નિદત્ત,અગ્નિશમ, અગ્નિધર્મ, અગ્નિદેવ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત, આજ પ્રમાણે બીજા સર્વ દેવતાઓના આધારે પણ નામ પાડવામાં આવે છે. દેવતાઓના નામ બે સંગ્રહણી ગાથા વડે જણાવ્યા છે.અગ્નિ પ્રજાપતિ સોમ રુદ્ર અદિતિ બૃહસ્પતિ સર્વ Page #348 -------------------------------------------------------------------------- ________________ પત્ર- ૨૪૭. ૩૪૫ પિતા ભગ અમ સવિતા ત્વષ્ટા વાયુ દ્વાગ્નિ મિત્ર ઈદ્ર નિઋતિ અંભ વિશ્વ બ્રહ્મા વિષ્ણુ વસુવર્ણ અજ વિવદ્ધિ પૂષા અશ્વ યમ.આ ૨૮દેવતાઓના નામ છે. [૨૪૭ કુળનામ શું છે? જે વ્યક્તિ જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળના નામ પરથી તેનું નામ રાખવામાં આવે તે કુળસ્થાપનાપ્રમાણનિષ્પન્નનામ કહેવાય છે. ઉગ્રકુલમાં ઉત્પન્ન થવાથી “ઉગ્ર’ નામ રાખવું, ભોગકુલમાં ઉત્પન્ન થવાથી ભોગ” તે પ્રમાણેરાજકન્યકુલ, ક્ષત્રિયકુલ, ઐક્વાકુકુલ, જ્ઞાનકુલ, કૌરવ્યકુલ, વગેરે કુલના આધારે નામ સ્થાપિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે કુલનામો છે. પાખંડનામ શું છે? જેને જે પાખંડ (વ્રત)ને આશ્રય લીધો હોય તે પરથી તેનું નામ રાખવામાં છે. તે પાખંડનામ છે. તે આ પ્રમાણે- નિગ્રંથ, શાક્ય, તાપસ, બૈરિક, આજીવક, આ પાંચ પ્રકારના વ્રતને આધારે શ્રમણ' એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત જેનું શરીર હોય તેના શવ પાડુંરાંગ’ કહેવાય છે. બુદ્ધદર્શનને માનનારા ભિક્ષુ' કહેવાય છે. ચિતાભસ્મને શરીરપર લગાડનાર “કાપાલિક' કહેવાય છે. વનમાં રહી તપ કરનાર “તાપસ” અને ઘરનો ત્યાગ કરી જનાર પરિવ્રાજક' કહેવાય છે. તેના આધારે જે નામ રાખવામાં આવે છે તે પાખંડ સ્થાપનાનિષ્પનનામ કહેવાય છે. ગણનામ શું છે ? આયુધજીવિઓનો સમૂહ ગણ કિહેવાય છે. તેના પરથી કોઈનું નામ રાખવામાં વે તો તે ગણનામ કહેવાય છે. જેમકમલ્લ, મલદત્ત, મલ્લધર્મ, મલ્લશમ, મલ્લદેવ, મલ્લદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત વગેરે નામ ગણસ્થાપનાનિષ્પન્નનામ છે. જીવિતનામ શું છે ? જે સ્ત્રીના સંતાન જન્મ પામતાજ મરણ પામતા હોય તેવી સ્ત્રીના બાળકોને દીર્ઘકાળ સુધી જીવિત રાખવા જે નામ રાખવામાં આવે છે તેને જીવિતનામ કહે છે. જેમકે- કચરો ઉકરડો ઉજ્જિતક કચવર સપડિયો આદિ. આ પ્રમાણે જીવિતનામ જાણવા. આભિપ્રાયિક નામ શું છે ? ગુણની અપેક્ષા રાખ્યા વિના લોકરુઢિઅનુસાર અને પોતાના અભિપ્રાય પ્રમાણે જે નામ રાખવામાં વે તેને આભિપ્રાયિકનામ કહેવામાં આવે છે. અંબક, નિબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીરક, વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ પ્રમાણે સ્થાપના પ્રમાણનું કથન પૂર્ણ થયું. હે ભદત ! દ્રવ્યપ્રમાણ કેટલા પ્રકારે છે ? દ્રવ્યપ્રમાણના છ પ્રકાર પ્રરૂપ્યા છે, ધમસ્તિકાય, યાવતુ અદ્ધાસમય આ રીતે દ્રવ્ય પ્રમાણ જાણવું. ભાવપ્રમાણ એટલે શું ? ભાવપ્રમાણ સામાસિક, તદ્ધિતજ, ધાતુજ અને નિરુકિતજ રૂપ ચાર પ્રકારે છે. [૨૪૮] ભદત ! સામાસિક ભાવપ્રમાણ એટલે શું ? બે કે તેથી વધારે પદોની વિભક્તિનો લોપ કરી ભેગા કરવામાં આવેલ પદને સમાસ કહે છે. તે સમાસ સાત હોય છે. તે આ પ્રમાણે- દ્વન્દ્ર બહુદ્વીતિ કર્મધારય દ્વિગુ તત્પરુષ અવ્યયીભાવ એકશેષ. [૨૪૯ ભદત ! દ્વન્દ્રસમાસ એટલે શું? જે સમાસના બધા પદો પ્રધાન હોય અને વિગ્રહ કરતાં પદોનો સંબંધ થ' કે “અને' થી થાય તેને દ્વન્દ્રસમાસ કહે છે.બહુવ્રીહિ સમાસ શું છે? સમાસમાં આવેલ પદો જ્યારે પોતાથી ભિન્ન કોઈ અન્ય પદાર્થનો બોધ કરાવે એટલે જે સમાસ અન્ય પદાર્થ પ્રધાન હોય ત્યારે તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. જેમ આ પર્વત ઉપર કુટજ, કદંબવૃક્ષો પુષ્પિત છે તેથી આ પર્વત “ફુલ્લકુટજકંબ” છે. અહીં “ફુલ્લકુટજકદંબ બદ્રીહિસમાસ છે. ભદત ! કર્મધારય સમાસ શું છે ? જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ-વિશેષ્યનો સમાસ થાય તે કર્મધારય સમામસ કહેવાય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ અનુઓગદારાઈ - (૨૪૯) દ્વિગુસમાસ એટલે શું ? જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને સમાહારસમૂહનો બોધ થતો હોય તેને દ્વિગુસમાસ કહેવામાં આવે છે. જેમકે-ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ તે ત્રિકટુક’, ત્રણ મધુરોનો સમૂહ તે “ત્રિમધુર’, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ’, ત્રણ પુરો-નગરોનો સમૂહ તે ત્રિપુર’, ત્રણ સ્વરોનો સમૂહ તે ત્રિસ્વર’ ત્રણ પુષ્કરોકમળોનો સમૂહ તે ‘ત્રિપુષ્કર” ત્રણ બિંદુઓનો સમૂહ ત્રિબિંદુક', ત્રણ-પથરસ્તાનો સમૂહ ‘ત્રિપથં’, પાંચ નદીઓનો સમૂહ પંચનદ’ સાત હાથીઓનો સમૂહ ‘સપ્ત ગજમ્' નવ તુરંગોનો સમૂહ ‘નવતુરંગ’ દસગામનો સમૂહ “દસગ્રામં’, દસ પુરોનો સમૂહ ‘દસંપુર’ આ દ્વિગુ સમાસ છે. તત્પુરુષસમાસ શું છે ? જે સમાસમાં અંતિમપદ પ્રધાન હોય અને પ્રથમપદ પ્રથમા વર્જિત વિભક્તિમાં હોય અને બીજું પદ પ્રથમાન્ત હોય તેને તત્પુરુષસમાસ કહે છે. જેમકે-તીર્થમાં કાક તે તીથિકાક', વનમાં હાથી તે ‘વનહાથી' વનમાં વરાહ તે ‘વનવરાહ’, વનમાં મહિષ તે ‘વનમહિષ’ વનમાં મયૂર તે ‘વનમયૂર', આ તત્પુરુષ સમાસ છે. અવ્યયીભાવસમાસ કોને કહે છે ? જેમાં પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ હોય, જેના અંતમાં સદા નપુંસકલિંગ અને પ્રથમા એકવચન રહે છે તે અવ્યયીભાવસમાસ કહેવાય છે. જેમકે-ગામનીસમીપ તે અનુગામ’, તેજ પ્રમાણે ‘અનુદિકમ્’ ‘અનુસ્પર્શમ્’ ‘અનુચિરતમ્′ આદિ આ અવ્યયીભાવસમાસ છે. એકશેષસમાસ કોને કહે છે ? સમાન રૂપવાળા બે અથવા વધારે પદોના સમાસથી એક બાકી રહે અને બીજા પદોનો લોપ થઇ જાય છે તેને એકશેષસમાસ કહે છે. તે આ પ્રમાણે- જેમ એક પુરુષ તેમ ઘણા પુરુષ, જેમ ઘણા પુરુષ તેમ એક પુરુષ, જેમ એક સુવર્ણમુદ્રા છે તેમ ઘણી સુવર્ણમુદ્રા છે, જેમ ઘણી સુવર્ણમુદ્રા છે તેમ એક સુવર્ણમુદ્રા છે, જેમ એક શાલી તેમ ઘણા શાલી છે, જેમ ઘણા શાલી તેમ એક શાલી છે. આ પ્રમાણે સામાસિક ભાવપ્રમાણ જાણવું જોઇએ. [૨૫૦] હે ભદંત ! તદ્વિતથી જે નામ નિષ્પન્ન છે તે કેવા હોય છે ? કર્મ શિલ્પ શ્લોક સંયોગ સમીપ સંયૂથ ઐશ્વર્ય અપત્ય આ આઠ પ્રકારે તદ્ધિતનિષ્પન્ન નામ હોય છે. [૨૫૧] કર્મનામનું સ્વરૂપ કેવુંછે ? તાર્ણભારિકતૃણ વેચનાર, પાત્રભારિક-પાત્ર વેચનારસ દૌષ્ટિક-વસ્ત્ર વેચનાર, સૌત્રિક-સુતર વેચનાર, કાસિક-કપાસ વેચનાર ભાંડવૈચારિક-વાસણ વેચનાર, કૌલાલિક-માટીના પાત્ર વેચનાર. આ સર્વ કર્મનામો છે. શિલ્પનામનું સ્વરૂપ કેવું છે ? તુન્ન જેનું શિલ્પ છે તે તૌનિક-દર્જી છે. તંતુઓનું વાયસૂતર ફેલાવવું એ જેનું શિલ્પ છે તે તત્ત્તવાયિક-વણકર, પટ્ટ તૈયાર કરવું એ જેનું શિલ્પ છે તે પાટ્ટકારિક-વણકર, પિષ્ટ-પીંઠી વગેરેથી શરીરના મલને દૂર કરવો એ જેનું શિલ્પ છે તે ઔદવૃત્તિકહજામ, આ પ્રમાણે વારૂણિક, મૌજકારિક, કાષ્ઠાકારિક, છત્રકારિક, બાહ્યકારિક, પૌસ્તકારિક, ચૈત્રકારિક, દંતકારિક, લેપ્યકારિક, શૈલકારિક, કૌટ્ટિમકારિક વગેરે જાણવા. આ પ્રમાણે શિલ્પનામ છે. હે ભદંત ! શ્લોકનામ શું છે ? તપશ્ચર્યાદિ શ્રમ જેની પાસે છે તે ‘શ્રમણ’ અને પ્રશસ્ત બ્રહ્મ છે તે બ્રાહ્મણ’ અહીં સર્વ વર્ષોના અતિથિ માનવામાં આવે છે. તે શ્ર્લોકનામ છે. હે ભદંત ! સંયોગનામ એટલે શું? રાજાનો શ્વસુર-રાજકીય શ્વસુર, રાજકીય જામાતા- રાજકીયશાળો રાજકીયબનેવી વગેરે સંયોગનામ છે. સમીપનામ એટલે શું ? ગિરિની પાસેનું નગર ગૈર, ગિરિનગર; Page #350 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૨૫૧ ૩૪૭ વિદિશાની પાસેનું નગર વૈદિશ, વેનાની પાસેનું નગર જૈન-વેનાતટ; તગરાપાસેનું નગર તાગર, તાગરાતટ, આ સમીપનામ કહેવાય છે. હે ભદત ! સંયૂથનામ શું છે ? તરંગવતી નામક કથાગ્રંથની રચના કરનાર 'તરંગવતીકાર', મલયવતીનામક ગ્રંથની રચના કરનાર “મલયવતીકાર કહેવાય. આ પ્રમાણે આત્માનુષષ્ટિ, બિંદુક વગેરે ગ્રંથો વિશે પણ જાણી લેવું. ઐશ્વર્યનામ શું છે? રાજક, ઈશ્વરક, માડેબિક, કૌટુબિક, ઇભ્ય, શ્રેષ્ઠિ, સાર્થવાહક સેનાપતિક. આ પ્રમાણે ઐશ્વર્યનામ છે. અપત્યનામ એટલે શું ? અહંભાતા-મારુદેવીનો પુત્ર મારુદેવેય-ઋષભઅહંત, ચક્રવર્તીમાતા-સુમંગલાનો પુત્ર સૌમંગલેય-ભરત ચક્રવર્તી બલદેવમાતા-રોહીણીનો પુત્ર રોહિણેય બલદેવ, વાસુદેવમાતા-દેવકીનો પુત્ર દેવકેય-કૃષ્ણાવાસુદેવ, રાજમાતા-ચેલણાનો પુત્ર ચેલનેય-કુણીકરાજા, મુનિમાતા-ધારણીનો પુત્ર ધારિણેય-મેઘકુમારમુનિ, વાચકમાતા રૂદ્રસોમનો પુત્ર રૌદ્રસોમેય-વાચક આર્યરક્ષિત આ અપત્યનામ છે. આ સર્વ તદ્ધિત પ્રત્યયથી નિષ્પનનામનું સ્વરૂપ છે. ધાતુજ નામનું સ્વરૂપ કેવું છે ? “ભૂ’ ધાતુ સત્તા અર્થમાં, પરમૈપદી ધાતુ છે. તે અથવા તેનાથી “ભવ’ એવું નામનિષ્પન્ન થાય છે. તે પ્રમાણે એધ’ ધાતુ વૃદ્ધિ, સ્પદ્ધધાતુ સંઘર્ષ, ગાધૃધાતુ પ્રતિષ્ઠા, લિપ્સા કે સંચય અને બાધૃધાતુ વિલોકન અર્થમાં હોય છે. તેનાથી નિષ્પન્નનામ ધાતુનામ કહેવાય છે. નિરૂક્કિજ નામ એટલે શું? પૃથ્વીપર જે શયન કરે તે મહિષ જે ભ્રમણ કરતાં શબ્દ કરે તે ભ્રમર, જે વારંવાર ઊંચ-નીચે જાય છે તે મૂસલ, કપિ જેમ વૃક્ષની શાખાપર ચેષ્ટા કરે તે કવિત્વ, પગોને શ્લેષ કરનાર ચિકખલ, કિચડ] જેના કણ ઉર્ધ્વ હોય તે ઉલ્લુ મેખસ્ય માલા તે મેખલા, આ નિરૂક્તિતદ્ધિતનું કથન થયું. આ પ્રમાણે પ્રમાણનામ અને દસનામના સ્વરૂપનું વર્ણન પૂર્ણ થયું. [૨પ૨] ઉપક્રમના ત્રીજા ભેદ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? પ્રમાણના ચાર પ્રકાર છે. જેમકે-(૧) દ્રવ્યપ્રમાણ (૨) ક્ષેત્રપ્રમાણ (૩) કાલપ્રમાણ અને (૪) ભાવપ્રમાણ, ૨પ૩] દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યવિષયક પ્રમાણનું નામ દ્રવ્યપ્રમાણ છે. તેના બે ભેદો છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નતેદ્રવ્ય પ્રમાણ શું છે ? જે દ્રવ્યપ્રમાણ પુદ્ગલપરમાણુ, બે પ્રદેશ યાવતું દસપ્રવેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ અને અનંતપ્રદેશથી નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન દ્રવ્યપ્રમાણ છે. હે વિભાગનિષ્પન્નદ્રવ્યપ્રમાણ શું છે ? વિવિધ અથવા વિશિષ્ટ જે ભાગ-ભંગ-વિકલ્પ કે પ્રકાર છે, તે વિભાગથી જે દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ થાય છે તે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. તેના પાંચ ભેદ માન, ઉન્માન, અવમાન, ગણિમ અને પ્રતિમાન. માનનું સ્વરૂપ કેવું છે? ધાન્યના માપ અને રસના માપને માન કહે છે. ધાન્યમાનનું સ્વરૂપ કેવું છે? ધાન્યાદિ નક્કરદ્રવ્ય જેનો વિષય છે તે ધાન્યમાન. અધોમુખ હાથમાં જેટલું ધાન્ય સમાવિષ્ટ થાય તે અમૃતિ, બે અસૂતિની પ્રવૃતિ-ખોબા પ્રમાણ ધાન્ય જેમાં સમાવિષ્ટ થાય તે, બે પ્રસૃતિઓની સેતિકામગધનું માપ વિશેષ, ચાર સેતિકાનું કુડવ, ચાર કુડવ બરાબર પ્રસ્થા, ચાર પ્રસ્થા બરાબર આઠક, ચાર આઢક બરાબર દ્રોણ, સાઠ ઢકનો જઘન્ય કુંભ, ૯૦ આઢકનો મધ્યમકુંભ અને ૧૦૦ આઢકનો ઉત્કૃષ્ટ કુંભ હોય છે. ૮00 આઢક બરાબર વાહ હોય. અમૃતિથી વાહ પર્વતના માપ મગધદેશમાં પ્રસિદ્ધ છે. ધાન્યમાનથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે? મુક્તોલી (એવી કોઠી જે ઉપર-નીચે સાંકડીને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ અનુઓગદારાઇ - (૨૫૨) મધ્યમાં થોડી પહોળી હોય), મુખ (જેમાં અનાજ ભરી લોકો વેચવા જાય), ઇદુર (સૂતર કે સૂતળીની બનાવેલ ગુણ), અલિંદ (ધાન્ય મૂકવાનો આધાર વિશેષ), અપચારિ (મોટી કોઠી જેવું પાત્ર વિશેષ-ખંડા). આ પાત્ર વિશેષોમાં ભરવામાં આવેલ અનાજના પ્રમાણનું પરિજ્ઞાન ધાન્યમાન પ્રમાણથી થાય છે. પ્રવાહી પદાર્થ જ જેનો વિષય છે એવું માનપ્રમાણ સેતિકાદિરૂપ પાન્ય પ્રમાણથી ચતુર્ભૂગ વૃદ્ધિરૂપ આપ્યંતરશિખાથી યુક્ત હોય છે. ૨૫૬ ૫લનું એક માની નામક રસપ્રમાણ હોય છે. માનીના ૬૪ માં ભાગ પ્રમાણ એટલે ૪ પલ પ્રમાણ ‘ચતુષ્ટિકા’, માનીનો ૩૨ મો ભાગ એટલે ૮ પલપ્રમાણ ‘દ્વાત્રિંશિકા’, માનીનો ૧૬ મો ભાગ એટલે ૧૬ પલ પ્રમાણ ષોડશિકા', માનીનો આઠમો ભાગ એટલે ૩૨ પલ પ્રમાણ ‘અષ્ટભાગિકા’, માનીના ચતુર્થાંગપ્રમાણ એટલે ૬૪ પલપ્રમાણ ‘ચતુર્ભૂગિક’, માનીના અધભાગપ્રમાણ એટલે ૧૨૮ પલપ્રમાણ ‘અર્ધણાનિક' નામક રસપ્રમાણ હોય છે. આજ માનપ્રમાણને સ્પષ્ટ કરતાં બે ચતુષ્ટિકાની ૧ દ્વાત્રિંશિકા, બે દ્વાત્રિંશિકાની ષોડશિકા, બે ષોડશિકાની એક અષ્ટભાંગિકા, બે અષ્ટભાગિકાની એક ચતુિિગકા, બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની અને બે અર્ધમાનીની એક માની થાય છે. આ રસમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વારક-નાનો દેગડો, ઘટક સામાન્ય કળશ, કરક-ઘટ વિશેષ કલશિકાનાનો કળશ, ગર્ગરી-ગાગર, કૃતિ-મશક, કરોડિકા-એવું વાસણ જેનું મુખ પહોળું હોય છે અને કુંડી વગેરે પાત્રોમાં રાખેલ રસના પ્રમાણનું પરિશાન થાય છે. આ રીતે માનપ્રમાણનું સ્વરૂપ જાણવું. ઉન્માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ત્રાજવામાં મૂકીને જે વસ્તુ તોળવામાં વે છે તેને ઉન્માનપ્રમાણ કહે છે. તે આ પ્રમાણે-અર્ધકર્ષ (પલનો આઠમો ભાગ-આ સૌ કરતાં લઘુપ્રમાણ છે), કર્ષ અÁપલ, પલ, અર્ધતુલા, તુલા, અદ્ઘભાર, ભાર, આ પ્રમાણોની નિષ્પત્તિ આ રીતે થાય છે, બે અદ્ઘકર્ષી બરાબર એક કર્ષ, બે કર્યોનો એક અદ્રુપલ, બે અદ્વેપલોનો એક પલ. ૫૦૦ પલની એક તુલા, ૧૦ તુલાનો એક અદ્ઘભાર, ૨૦ તુલાનો એક ભાર થાય છે. આ ઉન્માનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ ઉન્માન પ્રમાણથી તેજપત્ર વગેરે પત્રક, અગર, તગર, ગંધ-દ્રવ્યવિશેષ, ચોયક, કુંકુમ, ખાંડ, ગોળ, મિસરી વગેરે દ્રવ્યના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ઉન્માનપ્રમાણનું સ્વરૂપ છે [૨૫૩-૨૫૬] અનુમાનપ્રમાણ શું છે ? જે માપવામાં આવે અથવા જેનાવડે મપાય તે અવમાન છે. તે આ પ્રમાણે-હાથથી, દંડથી, ધનુષથી, યુગથી, નાલિકાથી, અક્ષથી, અથવા સાંબેલાથી, માપવામાં આવે છે. ચારહાથ પ્રમાણ ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુશલ હોય છે. ૧૦ નાલિકા એટલે ૪૦ હાથની એક રજ્જુ હોય છે. ધનુષ આદિ બધા સમાન માપવાળાછે છતાં ધનુષ આદિ વડે પૃથક્-પૃથક્ વસ્તુઓ માપવામાં આવે છે. તે સર્વનો વિષય કહે છે-વાસ્તુ-ગૃહભૂમિને હાથવડે માપવામાં આવેછે, ખેતરને દંડવડે, માર્ગને ધનુષ્યથી, કૃપાદિકને નાલિકાથી માપવામાં આવેછે. આ સર્વ હસ્તાદિક અવમાનસંશક જાણવા.આ અવમાનપ્રમાણથી કયું પ્રયોજન સિદ્ધ થાય છે ? ખાતકૃપાદિક, ચિત-ઇંટ વગેરેથી નિર્મિત પ્રાસાદ પીઠાદ, કરવતવર્ડ વહેરાયેલ કાષ્ઠાદિક, પટ-વસ્ત્ર, ભિત્તિ-ભીંત, પરિક્ષેપ કટ-કટાઈ, આ બધામાં સંશ્રિત દ્રવ્યોનું અવમાન Page #352 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૨૫૬ ૩૪૯ પ્રમાણથી પરિજ્ઞાન થાય છે. આ રીતે અવમાન પ્રમાણનું સ્વરૂપ જાણવું. ગણિમ પ્રમાણ શું છે? જે ગણવામાં આવે છે અથવા જે વડે ગણવામાં આવે તે ગણિમ.એક, દસ, સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ, કોડ વગેરે. ગણિમપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ ગણિમપ્રમાણથી કામ કરનાર નોકરાદિની વૃત્તિ, ભોજન, વેતન સંબંધી આય વ્યયથી સંબંધિત દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, ગણિમપ્રમાણનું આ સ્વરૂપ છે. પ્રતિમાનપ્રમાણ શું છે ? સુવણદિવ્ય જેના વડે માપવામાં આવે અથવા જેનું વજન કરવામાં આવે તે પ્રતિમાન છે. સુવણદિદ્રવ્ય ગુંજારત્તિ કાકણી, નિષ્પાવ કર્મમાષક, મંડલક, સ્વર્ણ વગેરેથી જોખવામાં આવે છે. સવા ચણોઠીથી એક કાકણી અને પોણા બે ચણોઠીથી એક નિષ્પાવ થાય છે. ૪ કાકણી અથવા ત્રણ નિષ્પાવોથી એક કર્મમાષક, ૪ કાકણીથી નિષ્પન્ન એવા ૧૮ કર્મમાશકોનું એક મંડળ થાય છે. આ રીતે ૪૮ કાકણીઓ બરાબર એક મંડલક હોય છે. ૧૬ કર્મમાષક બરાબર એક સુવર્ણ અથવા ૬૪ કાકણી બરાબર ૧ સુવર્ણ હોય છે. આ પ્રતિમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ પ્રતિમાનપ્રમાણથી સુવર્ણ, રજત, મણિ, મૌક્તિક, શંખ, પ્રવાલ વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણના પાંચે ભેદોનું સ્વરૂવર્ણન પૂર્ણ પ્રદેશનષ્પન્નના નિરૂપણ થી દ્રવ્યપ્રમાણનું પણ નિરૂપણ થઈ ગયું. [૨પ૭-૨૫૮] ક્ષેત્રપ્રમાણ શું છે? ક્ષેત્રપ્રમાણ બે પ્રકારનું છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગ-નિષ્પન્ન. પ્રદેશનિષ્પન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રનો નિર્વિભાગે જે ભાગ તે પ્રદેશ કહેવાય છે. એવા પ્રદેશથી જે પ્રમાણ નિષ્પન્ન થાય તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ, યથા-એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, ત્રણ પ્રદેશાવગાઢ યાવતું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ, જે ક્ષેત્રરૂપ પ્રમાણ છે તે પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે, પ્રદેશોથી નિષ્પન્ન થવું તેજ એનું સ્વરૂપ છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે? વિભાગ-ભંગથી નિષ્પન થાય તે વિભાગનિષ્પન અથતિ અંગુલ, વૈત, રત્નિ (હાથ), કુક્ષિ, ધનુષ, ગાઉ, યોજન, શ્રેણિ, પ્રતર, લોક, અલોકરૂપ વિભાગવડે જે ક્ષેત્ર જાણવામાં આવે તે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે. [૨૫૯-૨૬૩]અંગુલ એટલે શું? અંગુલ ત્રણ પ્રકારના આત્માંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રમાણાંગુલ.આત્માગુલ શું છે ? જે કાળમાં જે પુરૂષો હોય તેમના અંગુલને આત્માગુલ કહે છે. ૧૨ આત્માગુલનું એક મુખ, નવમુખ પ્રમાણવાળો એટલે ૧૦૮ આત્માગુલની ઊંચાઈવાળો પુરુષ પ્રમાણયુક્ત કહેવાય છે. કોણિક પુરુષ માનયુક્ત હોય છે અથતુ દ્રોણી-જળથી પરિપૂર્ણ મોટી જળકુંડીમાં પુરુષ પ્રવેશ તેના પ્રવેશવાથી દ્રોણ જલ બહાર નીકળી જાય તો તે પુરુષ માનયુક્ત માનવામાં આવે છે. અદ્ધભાર પ્રમાણ તુલિત પુરુષ ઉન્માનયુક્ત હોય છે. ચક્રવર્તી આદિ ઉત્તમપુરુષો ઉન્માન પ્રમાણ યુક્ત, શંખ, સ્વસ્તિક વગેરે લક્ષણો, મષા, તિલક, તલાદિ વ્યંજનો અને ઔદાર્યાદિ ગુણોથી સંપન્ન હોય અને ઉગ્રકુલ આદિ ઉત્તમકુલોમાં જન્મ પ્રાપ્ત કરે છે. ઉત્તમપુરુષ પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ, અધમ પુરુષ ૯૬ અંગુલ અને મધ્યમપુરુષ ૧૦૪ અંગુલ ઊંચા હોય છે. આ હીન તથા મધ્યમ પુરુષોની વાણી જનોપાદેય અને ધીર, ગંભીર નથી હોતી, તે માનસિક સ્થિતિથી હીન હોય છે અને શુભપુદ્ગલોના ઉપચયથી Page #353 -------------------------------------------------------------------------- ________________ હ૫૦ અનુગદારાઈ -(૨૩) ઉત્પન્ન થનાર શારીરિકશક્તિથી રહિત હોય છે. તે અશુભ કર્મોદયના પ્રભાવથી ઉત્તમપુરૂષોના દાસત્વને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત છ અંગુલનો એક પાદ હોય છે. બે પાદની એક વિતતિ હોય છે. બે વિતસ્તિની એક રત્નિ, બે રાત્નિની એક કુક્ષિ' હોય છે. દડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મુસલ બે કૃષિ પ્રમાણ હોય છે. બે હજાર ધનુષનો એક ગભૂત (કોષ) અને ચાર ગબૂત બરાબર એક યોજન હોય છે. આત્માંગુપ્રિમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? જે કાળમાં જે મનુષ્ય જન્મે છે તે સમય પ્રમાણેના તેમના અંગુલથી અવટકુઓ, તડાગ-હદ-જળાશય, વાપીચારખૂણાવાળી વાવ જેમાં ઉતરવા પગથીયાઓ હોય છે, પુષ્કરિણી-દર્વિકા– ગુંજાલિકા-વક્રાકાર વાવ, સર-પોતાની મેળે તૈયાર થયેલ જળાશય, સરપંક્તિ શ્રેણિ રૂપમાં વ્યવસ્થિત જળાશય, સરસરપંક્તિ-સરપંક્તિઓમાં નાલિકાવડે એકથી બીજા ને ત્રીજા જળાશયમાં પાણી વહેતું હોય તે, બિલપંક્તિ-જે કૂવાઓના મુખ દરની જેમ સંકીર્ણ હોય તે, ઉદ્યાન-કોનન-વન વનખંડ-દેવકુલ-સભા પ્રપા (પરબ) સ્તૂપ, ખાતિકા-ઉપર-નીચે સરખી ખોદેલી હોય, પરિખા-નીચે સાંકડી અને ઉપર પહોળી હોય તે, પ્રાકાર-કોટ, અષ્ટલક-પ્રાકાર ઉપરનો આશ્રય વિશેષ ચા રેકા-ઘર અને પ્રકારની વચ્ચેનો આઠ હાથનો માર્ગ દ્વાર, ગોપુર-મુખ્યદ્વાર, પ્રાસાદ-મહેલ, ગૃહ, આપણ-હાટ, શૃંગાટકત્રિકણમાર્ગ, ચતુષ્કચાર રસ્તા એકત્રિત થતાં હોય, ચત્વર-જ્યાં ચાર અથવા છે માર્ગ એકત્રિત થતાં હોય, ચતુર્મુખ ચારે બાજૂ બારણાવાળા દેવાલય આદિ, મહાપથરાજમાર્ગ, પથ-સામાન્ય માર્ગ, ગાડું, યાન-૨થ, યુગ્ય- વિશેષ પ્રકારની પાલખી, ગિલ્લિ, થિલ્લિ-વિશેષ પ્રકારની સવારી, શિબિકા-સામાન્ય પાલખી, ચન્દમાનિકા-પુરૂષ પ્રમાણ લાંબયાન લોહી-લોખંડની નાની કડાઇ, લોહકટાહ મધ્યમ પ્રમાણવાળી કડાઈ, કટિલ્લક-ઘણી મોટી કડાઈ, ભાંડ-માટીના પાત્રો, અમત્ર-કાંસાના પાત્રો, ઉપકરણ-આ સર્વનું માપ કરવામાં આવે છે. તે આત્માગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારમાં વિભક્ત થાય છે. સૂઅંગુલ પ્રતરાંગુલ અને ધનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશપ્રમાણે પહોળી , આકાશપ્રદેશોની શ્રેણીનું નામ સૂટ્યગુલ છે. આ સૂટ્યગુલ પરિમિત સ્થાનમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. તે સૂચી આકારે ગોઠવાયેલ હોય છે. સૂચીને સૂચીથી ગુણતાં પ્રતરાંગુલ બને છે. અસતું કલ્પનાથી સૂચીના ત્રણ પ્રદેશ માનવામાં આવે તો ૩ ને ૩ થી ગુણતાં ગુણનફલરૂપ ૯ પ્રદેશ પ્રતરાંગગુલરૂપ જાણવા. તેની સ્થાપના સૂચી સાથે પ્રતરને ગુણતાં ધનાંગુલ થાય છે. કલ્પના પ્રમાણે ૩ અને ૯ ના ગુણનફળરૂપ ર૭ પ્રદેશ ધનાંગુલ થાય છે. સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલ, આ ત્રણમાં કોણ કોનાથી અલ્પ, બરાબર અથવા વિશેષાધિક છે? આ સર્વેમાં સૂટ્યગુલ સૌથી અલ્પ છે. તેનાથી અસંખ્યાતગુણ પ્રતરાંગુલ છે. તેનાથી અસંખ્યાતગુણ ધનાંગુલ છે. આ પ્રમાણે આત્માંગુલનું સ્વરૂપ જાણવું. [૨૪-૨૫ ઉત્સધ એટલે ઊંચાઈથી જે અંગુલ મનાય તે ઉત્સધાંગુલ તે આ પ્રમાણે-પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, બાલાઝ, શિક્ષા, યૂકા, યવ તે બધાને ક્રમથી આઠઆઠ ગણા જાણવા જોઇએ. પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મપરમાણુ અને વ્યવહારિક પરમાણું, આમાં સૂક્ષ્મ પરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યય છે. વ્યાવહારિક પરમાણુ છે તે અનંતાનંત સૂક્ષ્મપરમાણુઓના Page #354 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬૫ ૩૫૧ સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધાર ને અવગાહિત કરી શકે છે ? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી કારણ કે વ્યાવહારિકગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદાતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યમભાગમાં થઈને પસાર થઈ જાય છે? હા, પસાર થઈ જાય છે. તેમાં તે બળી જાય છે? આ અર્થ સમર્થ નથી કેમકે અગ્નિરૂપ શસ્ત્રની તેનાપર અસર થતી નથી. તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કરસંવર્તક નામક મેઘની મધ્યમમાંથી પસાર થઈ શકે છે? હા, તે પસાર થઈ જાય છે. તેના પાણીમાં તે ભીનો થાય છે? આ અર્થ સમર્થ નથી. કેમકે પાણીરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં શીઘ્રતાથી ગતિ કરે છે ? હા, તે પ્રતિકૂલ પ્રવાહમાં શીધ્ર ગતિ કરી શકે છે. શું તે તેમાં પ્રતિખ્ખલના પામે છે? આ અર્થ સમર્થ નથી કારણ કે તેના પર પ્રતિખ્ખલના રૂપ શસ્ત્રની અસર થતી નથી. શું તે વ્યાવહારિકપરમાણુ ઉદકાવર્ત-જળભ્રમમાં અથવા જળબિંદુમાં અવગાહિત થઈ શકે છે? હા, તે થઈ શકે છે. તો શું તે તેમાં પ્રતિભાવને પ્રાપ્ત થાય છે અથવા જળરૂપ પરિમિત થઈ જાય છે?આ એર્થ સમર્થ નથી. કારણકે આ શસ્ત્રની તેના પર અસર થતી નથી. [૨૬] કેવળજ્ઞાનીઓએ કહ્યું છે કે પરમાણુનું સુતીક્ષ્ણ શસ્ત્રવડે છેદન-ભેદન કરી શકાતું નથી. આ પરમાણું સર્વ પ્રમાણોની આદિ છે . [૨૭] અનંત વ્યાવહારિકપરમાણુઓના એકમેક થઈ મળવાથી ઉશ્લષ્ણ ગ્લક્ષિણકા, તેનાથી પ્લેક્ષમ્પ્લક્ષણિકા, તેનાથી ઉધ્વરિષ્ણુ પોતાની મેળે કે પવનથી પ્રેરિત થઈ ઉર્ધ્વ, અધો, તિર્ય દિશામાં ઉડતા ધૂળ રેણુ, તેનાથી ત્રસરેણુ-જે ધૂળકણો પવનથી પ્રેરિત થઈ આમતેમ ઉડતા રહે અને તેનાથી રથરેણુ-ગતિમાન રથના ચક્રથી ઉખડી જે ધૂળ તેની પાછળ ઉડે છે તે, ઉત્પન્ન થાય છે. આઠ ઉતુ-શ્લષ્ણશ્લમ્બ્રિકાથી એક શ્લષ્ણશ્લેક્સિકા, આઠ ગ્લણશ્લક્ષ્ણિ કાઓથી એક ઉધ્વરણ, આઠ ઉધ્વરણુઓથી એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુઓથી એક રથરેણુ, આઠ રથરેણુઓથી એક દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનું બાલાઝ, દેવકુઉત્તરકરના માણસોના આઠબાલાગ્રોથી હરિવર્ષ-રમ્યqર્ષના માણસોનું એક બાલાગ્ર, હરિવર્ષ-રમ્યqર્ષના માણસોના આઠબાલાગ્રોથી હૈમવત-હૈરણ્યવતના માશોનું એક બાલાઝ. હૈમવત-રણ્યવતના માણસોના આઠબાલાગ્રોથી પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોનું એક બાલાઝ.પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોના આઠ બાલાગ્રોથી ભરતઐરાવતક્ષેત્રના માણસોનું એકબાલાઝ. ભરતઐરવતક્ષેત્રના માણસોના આઠ બાલાગ્રોની એક લિક્ષા, આઠ લિક્ષાઓની ધૂકા, આઠ યૂકાઓથી યવમધ્ય અને આઠ યવમધ્યનો એક અંગુલ થાય છે. આ અંગુલપ્રમાણથી છ અંગુલનો એક પાદ થાય છે. બાર અંગુલની વિતસ્તિ, ૨૪ અંગુલની રત્નિ, ૪૮ અંગુલની કુક્ષિ, દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ તથા મુસલ, આ ધનુષ પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગભૂત-કોસ થાય છે. ૪ ગભૂતનો યોજન થાય છે. આ ઉત્સોધાંગુલથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ ઉત્સધાંગલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના મપાય છે. નારક જીવોના શરીરની અવગાહના કેટલી કહી છે ? નારકજીવની અવગાહના WWW.jainelibrary.org Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ અનુગદારાઈ -(૨૭) બે પ્રકારથી પ્રરૂપી છે. ભવધારણીયશરીર અવગાહનાનારકાદિ પયયરૂ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી રહેનાર. ઉત્તરવૈક્રિયશરીર અવગાહનાસ્વાભાવિક રીતે પ્રાપ્ત શારીરિક અવગાહના પછી કોઈપણ નિમિત્તથી અન્ય શરીરની વિકવણા દ્વારા થતી અવગાહના. તેમાં જે ભવધારણીય-અવગાહના છે તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યપ્રમાણ છે, ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ પ્રમાણ છે. આ સામાન્ય કથન થયું. હવે એક-એક પૃથ્વીના નારકોની અવગાહના કહેછે. રત્નપ્રભાપૃથ્વીમાં નારકોની શરીર વગાહના કેટલી કહી છે? ત્યાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારે શરીરાવગાહના કહેવામાં આવી છે. તેમાં ભવધારણીય શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ સાતધનુષ, ત્રણરનિ અને છ અંગુલપ્રમાણ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય અવગાહના તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ, બે રનિ ૧૨ અંગુલપ્રમાણ છે. શર્કરપ્રભા પૃથ્વીમાં નારકોની શરીરવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તરવૈક્રિયઆ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ, ૨ રાત્રિ અને ૧૨ અંગુલ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૩૧૨ ધનુષ, ૧ રત્નિ પ્રમાણ છે. વાલુકપ્રભાપૃથ્વીમાં નારકોની શરીરવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ અને ૧ રત્નિપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ દર ધનુષ, ૨ રત્નિ પ્રમાણ છે. પંકપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવ ગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ક૨ ધનુષ અને ૨ રત્નિપ્રમાણ છે. ઉત્તરક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષપ્રમાણ છે. ધૂમપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષપ્રમાણ છે.ઉત્તર-વૈક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષપ્રમાણ છે. તમપ્રભા નામક છઠ્ઠી પૃથ્વીમાં ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષપ્રમાણ છે. તમસ્તમઃ પૃથ્વીમાં નારકીઓની અવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તર વૈક્રિય આ બે પ્રકારની અવગાહનમાંથી ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર ધનુષ પ્રમાણ છે. અસુરકુમારદેવોની શરીરાવગાહના કેટલી છે ? અસુર કુમારદેવોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ રીતે બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરીરઅવગાહના જઘન્ય અંગુલના અંસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૭ રત્નિ પ્રમાણ. છે. ઉત્તરક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ · Page #356 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬૭ ૫૩ લાખ યોજન પ્રમાણ છે. અસુરકુમારની અવગાહના પ્રમાણે જ નાગકુમારોથી લઇ સ્તનિતકુમા૨ોસુધી સમસ્ત ભવનવાસી દેવોની અવગાહનાનું પ્રમાણ જાણવું જોઇએ. પૃથ્વીકાયિક જીવોની શીરાવગાહના કેટલી કહી છે ? પૃથ્વીકાયિક જીવોની જઘન્ય શરીરાવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ કહી આજ પ્રમાણે સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોની અને વિશેષથી સૂક્ષ્મ અપર્યાપ્તા અને પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવો ની યાવત્ બાદર વાયુકાયિકજીવોની શરીરાવગાહના જાણવી. વનસ્પતિકાયિક જીવો ની શરીરાવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઇક અધિક એક હજાર યોજનપ્રમાણ. સામાન્યરૂપે સૂક્ષ્મવનસ્પતિ અને વિશેષ રૂપે અપર્યાપ્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ વનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યા તમા ભાગપ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજન પ્રમાણ છે. વિશેષે અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃટ સાધિક હજાર યોજન છે. દ્વીન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપથી દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના એંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્ત દ્વીન્દ્રિયજીવોની ઘન્ય અવગાહના અંગુલના અંસખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૨ યોજન પ્રમાણ છે. ત્રિન્દ્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉપ્રમાણ છે. અપર્યાપ્ત ત્રિન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણછે. પર્યાપ્ત ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉપ્રમાણ અવગાહના હોય છે. ચઉરિન્દ્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ચઉરિન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ. અપર્યાપ્ત ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ. પર્યાપ્ત ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ છે. તિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપે તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજનપ્રમાણ છે. જળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની અવગાહના સામાન્યરૂપે સંમૂર્ણિમ જળચર તિર્યંચપંચેન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂર્છિમ હજાર યોનજપ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂર્ણિમ જળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્ત સંમૂર્છિમજળચર તિર્યંચપંચેન્દ્રિય 23 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અનુઓગદારાઈ - (૨૬૭) જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક હજારયોજન પ્રમાણ છે. સામાન્યરૂપે ગર્ભજ્જળચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે. અપર્યાપ્ત ગર્ભજળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ. પર્યાપ્તક ગર્ભજતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનની છે. સામાન્યરૂપે ચતુષ્પદ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ ગયૂતિ-ગાઉપ્રમાણ છે, સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગન્ચૂતિપૃથક્ક્સ ની છે. અપર્યાપ્તક સંમૂર્ણિમ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની પર્યાપ્તકસંમૂર્ણિમ ચતુષ્પાદતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પૃથકત્વ ગાઉ પ્રમાણે ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ ગાઉપ્રમાણછે. અપર્યાપ્તક ગર્ભજ ચતુષ્પાદ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પર્યાપ્તિક ગર્ભજચતુષ્પાદ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ છ ગાઉપ્રમાણ સામાન્યરૂપે ઉ૨૫રિસર્પ સ્થળચરતર્યંચપંચેન્દ્રિય જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનની સંમૂર્ણિમઉ૨૫રિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથકત્વ છે. અપર્યાપ્તક સંમૂર્ણિમઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પર્યાપ્તક સમૂર્ણિમ ઉ૨પરિસર્પસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથક્ક્સ સામાન્યરૂપે ગર્ભઉપરિસર્પ સ્થળચર ત્રિંર્યચ પંચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગમપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનપ્રમાણ છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પર્યાપ્તકગર્ભજ ઉપરિસર્પસ્થળચરકતિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ હજાર યોજનની સામાન્યરૂપે ભુજપરિસર્પસ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના હૈ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ગવ્યૂતિપૃથકત્વની છે. સંમૂચ્છિમભુજપરિસર્પ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ધનુષપૃથક્ત્વની છે. અપર્યાપ્તસંમૂર્છિ મભુજપરિસર્પસ્થળચરતિર્યંચપ'ચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પર્યાપ્તિસંમૂગ્નિછમભુજદપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્યઅવગાહના અંગુલના અંસખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ. સામાન્યરૂપે Page #358 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૬૮ ૩૫૫ ગર્ભજભુજપરિસર્યસ્થળચર તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિપૃથકત્વ અપયપ્તિક ગર્ભજભુજ પરિસર્પસ્થળચ રતિયચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાપ્રમાણ પર્યાપ્તક ગર્ભજ ભુજપરિસર્પસ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલનાઅસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિ પૃથકત્વ સામાન્યરૂપે ખેચરજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. સમૂર્ણિમ ખેચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની અવ ગાહના જે પ્રમાણે સંમૂર્ણિમભુજપરિસર્પના ત્રણ ગમોમાં કહી છે તે પ્રમાણે જાણવી. ગર્ભજખેરતિર્યંચ પંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પર્યાપ્તક ગર્ભજ ખેચર તિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ આ પ્રમાણે તિર્યંચપંચેન્દ્રિયના ૩૬ અવગાહના સ્થાનોનું કથન કરી બે સંગ્રહણી ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિરૂપણ કરે છે. [૨૬૮-૨૬૯] સંમૂર્છાિમ તિર્યચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની ૧ હજારયોજ પ્રમાણ, ચતુષ્પાદસ્થળચરની ગલૂતિપૃથક્તત્વ, ઉરપરિસપીવચરની યોજનપૃથકત્વ, ભુજપરિસર્પસ્થળચરની અને ખેચરતિપંચપંચે ન્દ્રિયની ધનુષપૃથકત્વ છે. ગર્ભજ તિર્યંચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની એક હજાર યોજન, ચતુષ્પાદોની છ ગભૂતિપ્રમાણ, ઉરપરિસર્પ ની એકહજારયોજન પ્રમાણ, ભુજપરિ સર્પની ગલૂતિપૃથકત્વ અને ગર્ભજપક્ષીઓની ધનુષપૃથકત્વની અવગાહના જાણવી. રિ૭૦] મનુષ્યોની શરીરવગાહના કેટલી છે ? સામાન્યરૂપે મનુષ્યની અવગાહ ના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગદ્ભૂત-ગાઉ પ્રમાણ છે. સંમૂચ્છિમમનુષ્યની અવગાહના,જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ સામાન્યરૂપે ગર્ભજ મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ અપયપ્તિક ગર્ભજ મનુષ્યોની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ પયપ્તિક ગર્ભજ મનુષ્યોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ છે. વાણવ્યંતરોની ભવધારણીય શરીરની અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમારો જેટલી જાણવી. જે પ્રમાણે વાણવ્યંતરોની અવગાહના તેજ પ્રમાણે જ્યોતિ ખદેવોની અવગાહના છે. સૌધર્મકલ્પમાં દેવોની અવગાહના કેટલી છે ? ભવધારણીય અને ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલ ના અસંખ્યાતા ભાગપ્રમાણની અને ઉત્કૃષ્ટ સાત રત્નિની છે. ઉત્તરવૈક્રિય અવગાહના. જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન પ્રમાણ. ઈશાન કલ્પમાં પણ એટલીજ અવગાહના સન્તકુમારકલ્પમાં ભવધારણીય અને Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ અનુઓગદારાઈ -(૨૭૦) ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૬ રત્નિ પ્રમાણ જાણવી. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ અનુસારછે. સાનકુમારની જેટલી અવગાહના માહેન્દ્ર કલ્પમાં જાણવી, બ્રહ્મઅનેલોતક આબે કલ્પોમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચ રાત્નિ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મ કલ્પ પ્રમાણે મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કલ્પમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ચારરત્નિ પ્રમાણ ઉત્તર વૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી, આનત, પ્રાણ, આરણ અને અશ્રુત કલ્પોમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ રાત્નિની છે. તેઓની ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી. રૈવેયક દેવોની શરીરવગાહના કેટલી છે? રૈવેયક દેવોને ભવધારણીય અવગાહનાજ હોય છે, ઉત્તરવૈક્રિય અવગાહના હોતી નથી. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બે રાત્નિપ્રમાણ અનુત્તરવિમાનો ના દેવોની શરીરવગાહના કેટલી હોય છે ? ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક ર—િપ્રમાણ હોય છે. ઉત્તરવૈક્રિયઅવગાહના ત્યાં પણ હોતી નથી. તે ઉત્સધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારનો છે. સુઍગુલ, પ્રતરાંગુલ, અને ઘનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશ પહોળી જે આકાશના પ્રદેશોની શ્રેણી છે તે સૂટ્યગુલ કહેવાય છે. સૂચીને સૂચી વડે ગુણન કરતાં પ્રતરાંગુલ બને છે અને સૂચીથી પ્રતરાંગુલને . ગુણતાં ઘનાંગુલ બને છે. સૂટ્યગુંલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલ, આ ત્રણમાંથી કોણ કોનાથી અલ્પ, મહાન, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સૌથી અલ્પ સૂટ્યગુલ છે, સૂટ્યગુલથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે. પ્રતરાંગુલથી અસંખ્યાગણા ઘનાંગુલ છે. આ પ્રમાણે ઉત્સોધાંગુલનું સ્વરૂપ છે. પ્રમાણગુલ શું છે ? ઉત્સોધાંગુલને હજાર ગણા કરવાથી પ્રમાણાંગુલ બને છે. અથવા જેનું પ્રમાણ પ્રકષપ્રાપ્ત-સૌથી વધુ હોય તે. પ્રમાણાંગુલ કહેવાય છે. તે આ પ્રમાણે સંપૂર્ણ ભરતક્ષેત્ર પર અખંડ શાસન કરનાર ચક્રવર્તીનું કાકિણીરત્ન અષ્ટસુવર્ણપ્રમાણ હોય છે. તે કાકિણીરત્નને છ તલ (ચાર દિશાના ચાર અને ઉપર-નીચે બે), બાર કોટી, આઠ કર્ણિકાઓ હોય છે. તેનું સંસ્થાન સોનીની એરણ જેવું અથતુ સમચતુરન્સ હોય છે. આ કાકિણીરત્ન એક એક કોટી ઉત્સોધાંગુલપ્રમાણ પહોળી હોય છે. તે એક-એક કોટી શ્રમણભગવાન મહાવીર સ્વામીના અધગુલ પ્રમાણ છે. તેને હજારગુણા કરવાથી પ્રમાણીગુલ બને છે. આ અંગુલાપ્રમાણથી ૬ અંગુલોનો પાદ, ૧૨ અંગુલોની એક વિતસ્તિ, ૨ વિતસ્તિઓની ૧ રત્નિ, ૨ રત્નિની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષોનો એક ગભૂતિ અને ૪ ગભૂતિ બરાબર એક યોજન હોય છે. આ પ્રમાણાંગુલથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓના કાંડોનું, પાતાળ કળશો, ભવનપતિના ભવનો, ભવનોના પાવડાઓ, નારકાવાસો, નરકોના પાથડાઓ, સૌધર્મ વગેરે કલ્પો, દેવવિમાનો, વિમાનોના પ્રસ્તરો, છિન્નટિંકો, રત્નકૂટ વગેરે મંડપર્વતો, શિખરવાળાપર્વતો, ઈષતુ નમિત પર્વતો, વિજયો, વક્ષસ્કારો, વર્ષો, વર્ષધરપર્વતો, Page #360 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૦૧ ૩૫૭ વર્ષધરો, સમુદ્રતટની ભૂમિ, વેદિકાઓ, દ્વારો, સમુદ્રોની લંબાઇ, પહોળાઈ, ઊંચાઈ, ઉદ્દેઇ, પરિધિ આ સર્વે માપવામાં આવે છે. આ પ્રમાણાંગુલ સંક્ષેપમાં ત્રણ પ્રકારે પ્રરૂપવામાં આવેલ છે. શ્રેણ્યગુલ પ્રતરાંગુલ અને ઘનાંગુલ, પ્રમાણાંગુલથી નિષ્પન્ન થયેલ અસંખ્યાત કોડા-કોડી યોજનની એક શ્રેણી થાય છે.શ્રેણીને શ્રેણીથી ગુણિત કરતાં પ્રતરાંગુલ બને છે. પ્રતરાંગુલને શ્રેષંગુલથી ગુણિત કરતાં લોક બને છે. સંખ્યાતરાશિથી ગુણિત લોક ‘સંખ્યાતલોક' કહેવાય છે. અંસખ્યાત લોકરાશિથી ગુણિત લોક અસંખ્યાત લોક કહેવાય છે. અનંત રાશિથી ગુણિત લોક અનંતલોક કહેવાય છે. શ્રેણ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોન કોણાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સર્વથી ઓછા શ્રેણ્યગુલ છે, તેનાથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે એને તેનાથી અસંખ્યાતગુણા ઘનાંગુલ છે. આ પ્રમાણે વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાનું વર્ણન પૂર્ણ થયું. [૨૭૧-૨૭૪] કાળપ્રમાણ શું છે ? કાળપ્રમાણ બે પ્રકારે કહેવામાં આવેલ છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળો, બેસમયની સ્થિતિવાળો, યાવત્ દશસમયનીસ્થિવાળો, સંખ્યાત સમયની સ્થિતિવાળો પુદ્ગલપરમાણુ કે સ્કંધ તે પ્રદેશનિષ્પન્ન એટલે કાળના નિર્વિ ભાગ અંશથી નિષ્પન્ન કાળપ્રમાણ છે. વિભાગનિષ્પન્ન કાળપ્રમાણ શું છે ? સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્ય, સાગર, અવ સર્પિણી, પુદ્ગલપરાવર્તન રૂપ કાલપ્રમાણ તે વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ . [૨૭૫] તે સમય શું છે ? સમયની પ્રરૂપણા કરીશ. કાળના નિર્વિભાગ અંશને ‘સમય’ કહે છે. તે આ પ્રમાણે- તરુણ, બળવાન, સુષમ-દુષમાદિ એટલે ત્રીજા-ચોથા આરામાં જન્મેલ, સ્થિર હસ્તવાળો, દૃઢ-વિશાળ હાથ, પગ, પાર્શ્વભાગ, પષ્ઠાન્ત અને ઉરુનો ધારક, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દૃષ્ટિએ સમશ્રેણીવાળા હોવાથી બે તાલવૃક્ષ અથવા કપાટાગલા જેવી બંને ભુજાઓને ધારણ કરનાર, વ્યાયામ કરતાં ચર્મેષ્ટકા પ્રહરણવિશેષ, દ્રઘણ-મુદ્ગર, મુષ્ટિક વગેરે ફેરવવાથી શરીરના અવયવોને દૃઢ બનાવનાર, સ્વાભાવિક રીતે અત્યંત બળયુક્ત, કૂદવું, તરવું, દોડવું વગેરે વિવિધ વ્યાયામોથી જે સામર્થ્યસંપન્ન હોય, કે કપડા ફાડવાની યુક્તિને સારી રીતે જાણનાર, દક્ષ-પોતાના કાર્યમાં પ્રવીણ, કુશળ વિચારપૂર્વક કાર્ય કરનાર, મેઘાવી, નિપુણચતુર, સીવણકળામાં નિપુણ એવો કોઈ દર્જીપુત્ર એક મોટી સૂતર કે રેશમી સાડીને એકદમ શીઘ્રતાથી એક હાથ પ્રમાણ ફાડી નાખે છે, તેને અનુલક્ષીને પ્રશ્ન કરે છે. જેટલા સમયમાં તે દરજીપુત્ર સુતરાઉ અથવા રેશમી શાટિકાને શીઘ્રતાથી હસ્તપ્રમાણ ફાડી નાખે તેટલા કાળને સમય કહેવાય ?આ અર્થ સમર્થ નથી કારણ કે સંખ્યાતતંતુઓના સમુદાયરૂપ સમિતિના સભ્યસંયોગથી એક સુતરાઉ કે રેશમી શાટિકા તૈયાર થાય છે. જ્યાંસુધી ઉપરનો તંતુ છેદાય નહીં ત્યાં સુધી નીચેનો તંતુ છેદાશે નહીં. તેથી ઉપરના તંતુને છેદન ક૨વાનો કાળ અન્ય છે એને નીચેના તંતુના છેદનનો કાળ અન્ય છે. માટે એક હાથ શાટિકા ફાડવાનો કાળ સમયરૂપ નથી. ભદંત ! તે દર્જીપુત્રે જેટલા સમયમાં તે સાડીના ઉ૫૨ના તંતુનું છેદન કર્યું તેટલા કાળને સમય કહેવાય ? આ અર્થ સમર્થ નથી, કેમકે સંખ્યાત પક્ષ્મ-સૂક્ષ્મવાયવોના સમુદાય સમિતિરૂપ સંયોગથી એક તંતુ નિષ્પન્ન Page #361 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ અનુગદારાઈ -(૨૭૪) થાય છે. એટલે જ્યાં સુધી ઉપરનો રેસો છેદાય નહીં ત્યાં સુધી નીચેનો રેસો ન છેદાય. માટે તે કાળ પણ સમય નથી. ભદત ! તે દર્જીપુત્રે જેટલા સમયમાં ઉપરના પક્ષ્મ-રેસાનું છેદન કર્યું તેટલાં કાળને શું સમય કહેવાય? આ અર્થ સમર્થ નથી, કેમકે અનંતસંઘાતોના એટલે પદ્મના ઘટક સૂક્ષ્મ અવયવોના સમુદાયરૂપ સમિતિના સંયોગથી પક્ષ્મ નિષ્પન્ન થાય છે. એટલે જ્યાં સુધી ઉપરિસંઘાત પૃથક ન થાય ત્યાં સુધી નીચેનો સંઘાત પૃથક ન થાય. ઉપરનો સંઘાત અન્ય કાળમાં પૃથક થાય છે અને નીચેનો સંઘાત અન્ય કાળમાં પૃથક થાય છે. માટે તે સમય ન કહેવાય. એના કરતાં પણ સમય સૂક્ષ્મતર કહેવામાં આવ્યો છે. [૨૭પ-૨૭૯]અસંખ્યાત સમયોના સમુદાયના સંયોગથી એક આવલિકા નિષ્પન્ન થાય. સંખ્યાત આવલિકાનો ઉચ્છવાસ, સંખ્યાત આવલિકાનો નિશ્વાસ થાય છે. હૃષ્ટ, વૃદ્ધાવસ્થારહિત, નિરૂપકિલ-પૂર્વ અ વર્તમાનમાં વ્યાધિથી રહિત મનુષ્ય વગેરે પ્રાણીના એક ઉછુવાસ અને વિશ્વાસને પ્રાણ” કહેવામાં આવે છે. આવા સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકોનો એક લવ, ૭૭ લવોનું મુહૂર્ત અથવા ૩૭૭૩ ઉચ્છવાસોનું એક મુહૂર્ત થાય એવું કેવળીઓનું કથન છે. આ મુહૂર્ત પ્રમાણથી ૩૦ મુહૂતનો અહોરાત્ર ૧૫ અહોરાત્રોનો પક્ષ, બે પક્ષોના માસ, બે માસોની ઋતુ, ત્રણ ઋતુઓનું અયન, બે અયનોનું સંવત્સર, પાંચ સરોનો યુગ, ૨૦ યુગના ૧૦૦ વર્ષ થાય છે. ૧૦ સો વર્ષના ૧૦૦૦, વર્ષ ૮૪ લાખ વર્ષોનું એક પૂવગ, ૮૪ લાખ પૂવગનું પૂર્વ ૮૪ લાખ પૂર્વનું ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત, ૮૪ લાખ ત્રુટિતનું એક અડડાંગ, ૮૪ અડડાંગનું અડડ, આજ પ્રમાણે અવવાંગ, અવવ, હહુકાંગ, હહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પઢાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અચ્છનિકુરાંગ, અચ્છનિકુર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિ કાંગ અને શીર્ષપ્રહેલિકા થાય. આ શીર્ષપ્રહેલિકા સુધીજ ગણિતનો વિષય છે. એના પછી ગણિતનો વિષય નથી. પછી પલ્યોપમાદિરૂપ ઉપમા પ્રમાણ પ્રવર્તિત થાય છે. [૨૮૦-૨૮૧ઔપમિકvમણ શું છે ? જે પ્રમાણ ઉપમાવડે સાદ્રશ્યવડે નિષ્પન્ન થાય છે તે ઔપમિકપ્રમાણ કહેવાય છે. તે ઔપમિક પ્રમાણ બે પ્રકારનું છે. પલ્યોપમ અને સાગરોપમ.પલ્યોપમ શું છે ? પલ્યની એટલે ધાન્યાદિ ભરવાનું કૂવા જેવા ગોળસ્થાનની જેને ઉપમા આપવામાં આવે છે તે પલ્યોપમપ્રમાણ.આ પલ્યોપત્ર પ્રમાણના ત્રણ ભેદો ઉદ્ધારપલ્યોપમ, અદ્ધાપલયોપમ અને ક્ષેત્રપલ્યોપમ ઉદ્ધાર પલ્યોપમ શું છે ? ઉદ્ધારપલ્યોપમના બે ભેદો છે.સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધારપલ્યોપમ. સૂક્ષ્મપલ્યોપમને અત્યારે રહેવા દઇએ. વ્યવહારિક ઉદ્ધારપત્યો પમ આ પ્રમાણે- અસત્ કલ્પના મુજબ એક યોજન લાંબો, એક યોજન પહોળો અને કંઈક જાજેરી ષષ્ઠભાગઅધિક ત્રણ યોજન જેટલી પરિધિવાળો એક પલ્ય જેવો ગોળ કૂવો છે. તે કૂવામાં એક દિવસના બે દિવસના યાવતુ સાત દિવસ સુધીના મોટા થયેલા બાલાઝો સંપૂર્ણપણે ઠાંસોઠાંસ ભરવામાં આવે તેથી તે બાલાઝો અગ્નિથી બળે નહિ. વાયુથી ઉડે નહિ. કોહવાય નહિ. અને વિધ્વંસને પામે નહિ. તેઓમાં દુર્ગધ ઉત્પન્ન થાય નહિ. આ પ્રમાણે પલ્યને ભય પછી એક-એક સમયમાં એક-એક બાલાગ્ર બહાર કાઢવામાં આવે. તો જેટલા સમયમાં તેમાં વાલાઝની જરા માત્ર રજ ન રહે. વાલાઝનો Page #362 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૨૮૨ ૩૫૯ થોડો પણ સંશ્લેષ ન રહે, તેવી રીતે ખાલી થઈ જાય તેટલા સમયને વ્યવહારિક બાદર ઉદ્ધારપલ્યોપમ કહે છે. આ પલ્યોપમની કોટિ કોટિ દશગુણિત થઈ જાય.દશકોટિ વ્યવહાર પલ્યમનોએક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. સાગરસાથે તુલના કરવામાં આવતી હોવાથી તેને સાગરોપમ કહે છે. [૨૮૨-૨૮૩ વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વ્યવહારિક ઉદ્ધર પલ્યોપમ અને વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે કોઈ પુરૂષ એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઉંડો અને કંઈક ઓછો ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની. પરિઘવાળો પલ્ય હોય, આ પલ્યને એકબે-ત્રણ યાવતું સાત દિવસ સુધીના બાલાગ્રોથી ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવે. તેમાં રહેલા એક-એક બાલાઝનો અસંખ્યાતઅસંખ્યાત ભાગ કરવામાં આવે. આ બાલાઝના દ્રષ્ટિવિષયીભૂત થનાર એટલે નિર્મળ ચક્ષુથી જોવા યોગ્ય પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ હોય છે અને સૂક્ષ્મપનક જીવની શરીરરાવગાહનાથી અસંખ્યાતગણા હોય છે. આવા બાલાઝખંડોને ઠાંસી ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, પવનથી ઉડતા નથી, કોહવાતા નથી, વિધ્વંસને પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સમયે સમયે તે બાલાગખંડોને બહાર કાઢતાં-કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય બાલાઝની રજ રહિત, બાલાઝના સંશ્લેષ થી રહિત, વિશુદ્ધ રૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ-ઉદ્ધાપલ્યોપમ કહે છે. આ પલ્યોપમની ૧૦ ગુણિત કોટિ-કોટિ તે સૂક્ષ્મ ઉદ્ધારમાગરોપમ છે અર્થાત્ દશ કોટાકોટી સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનો એક સૂક્ષ્મઉદ્ધારસાગરોપમ કહેવાય. [૨૮૪-૨૮૫ સૂક્ષ્મઉદ્ધારપત્યોમ અને સાગરોપમથી ક્યા પ્રયોજનની સિદ્ધિ થાયછે? દ્વીપ-સમુદ્રોની ગણત્રી સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમથી કરવામાં આવે છે. ઉદ્ધારપલ્યોપમ અને સાગરોપમ કેટલા દ્વીપ-સમૂહોને બતાવે છે ? ઉદ્ધારસાગરોપના જેટલા ઉદ્ધાર સમયો એટલે બાલાઝ નીકળવાના સમયો છે તેટલાજ દ્વિપ-સમુદ્રો છે અને તે એક બીજાથી બમણા બમણા વિસ્તારવાળા છે. અદ્ધાપલ્યોપમ એટલે અદશ્તાપલ્યોપમના બે ભેદો છે. સૂક્ષ્મ અદ્વપાલ્યોપમ અને વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ. સ્વરૂપ જણાવે છે કે એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજનઊંડો અને કંઈક ઓછા ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિધિવાળો એવો કોઈ એક પલ્ય હોય. તેવા તે પલ્યને એક-બે-ત્રણ દિવસ યાવતું સાત દિવસ પર્યંતના મોટા થયેલા બાલાગ્રખંડોથી ઠાંસી-ઠાંસીને પૂરિત કરવાથી તે બાલા. ગ્રખંડો અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કોહવાતા નથી, વિધ્વંસને પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સો-સો વર્ષે તેબાલાસ્ત્રોમાંથી એક-એક બાલાષ્ટ્રને બહાર કાઢતાં-કાઢતાં જેટલા સમયમાં તે બધા બાલાગ્ર રજ રહિત, સંશ્લેષરહિત, વિશુદ્ધરૂપે ખાલી થઈ જાય તેટલા સમયને અદ્ધાવ્યવહારિક પલ્યોપમ કહે છે. ૧૦ કોટાકોટી વ્યવહારિક અદ્ધાપલ્યોપમોને એક વ્યવહારિક અદ્ધાસાગરોપમ થાય છે. -૨૮૭] આ વ્યવવહારિક અદ્ધાપલ્યોપમથી અને વ્યવહારિક અદ્ધાસાગ રોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ વ્યવહારિક અદ્ધાપલ્યોપમથી અને Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અનુગદારાઈ-(૨૮૭) સાગરોપમથી કોઈપણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? જેમ કોઈ પલ્ય હોય તે પલ્ય એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના ઊંડો અને કંઈક ઓછા ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિાધવાળો હોય. તે પલ્યમાં એક-બે-ત્રમ યાવતું સાત દિવસના બાલાઝો ભરવામાં આવે, તે એક-એક બાલાગ્રાના અસંખ્યાત-અસંખ્યાતખંડો કરવામાં આવે. તે ખંડો વૃષ્ટિ વિષયીભૂત થતા પદાર્થની અપેક્ષાની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગમાત્ર હોય અને સૂક્ષ્મપનક જીવની શરીરા વગહનાથી અસંખ્યાગણી હોય. આ બાલાગ્રખંડો ઠાંસી-ઠાંસીને ભરવાથી તે અગ્નિથી. બળતા નથી, યાવતુ દુર્ગધને પ્રાપ્ત થતાં નથી. તે પલ્યમાંથી સો-સો વર્ષે એક-એક બાલાગ્રખંડને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય બાલાઝખંડની રજથી રહિત, સંશ્લેષરહિત સંપૂર્ણ પણે ખાલી થઈ જાય તેટલા સમયને સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ કહે છે. દશકોટાકોટિ સૂક્ષ્મ અદ્ધપલ્યોનો એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે. [૨૮૮]હે ભદંત ! આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમથી નારકીઓ, તિર્યંચો, મનુષ્ય અને દેવોના આયુષ્યની ગણના થાય છે. [૨૮૯]નરજીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? સામાન્યરૂપે નરકજીવોની સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના અપર્યાપ્તક નારકોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના પર્યાપ્તક નારકોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય અન્તર્મુહૂર્તન્યૂન દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અંતર્મુહબર્ધન્યૂન એક સાગરોપમની જાણવી.શર્કર પ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે ? સામાન્ય સ્વરૂપે શર્કરપ્રભાના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ જેટલી છે. ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે. ચતુર્થ પંકપ્રભા નારકીઓની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ છે. પંચમ ધૂમપ્રભાનામક નારકોની જઘન્ય સ્થિતિ દશસાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની છે. છઠ્ઠી તમપ્રભાનામક નારકોની જઘન્ય સ્થિતિ ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમ પ્રમાણ છે. સાતમી તમસ્તમઃ પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ પ્રમાણ જાણવી. અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક સાગરોપમ પ્રમાણ છે. અસુરકુમાર દેવોના દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમ જેટલી છે.નાગકુમાર દેવોના સ્થિતિ કેટલી છે ? જઘન્ય દશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ કંઈકન્ન બે પલ્યોપમ પ્રમાણ જાણવી.નાગકુમારની દેવીઓની સ્થિતિ કેટલા કાળપ્રમાણ છે? જઘન્ય દશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ કંઈકન્યૂન એક પલ્યપ્રમાણ જાણવી. નાગકુમાર દેવ-દેવીની જેટલી સ્થિતિ કહેવામાં આવી છે તેટલીજ શેષ સુવર્ણકુમાર થાવત્ સ્વનિતકુમાર સુધીના દેવો અને દેવીઓની સ્થિતિ જાણવી. પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળપ્રમાણ છે? જઘન્ય અન્તર્મુહૂર્તની અને Page #364 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૮૯ ૩૬૧ ઉત્કૃષ્ટ ૨૨ હજારવર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવોની તથા તેના અપર્યાપ્તક અને પર્યાપ્તક જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. બાદરપૃથ્વીકાયિક જીવોની સ્થિતિ જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક જીવની સ્થિતિ જ ધન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન ૨૨ હજાર વર્ષની છે. સામાન્યરૂપે અપકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ અપકાયિક જીવોની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તપ્રમાણ છે. બાદરઅપકયિક જીવોની સ્થિતિ, સામાન્ય અપકાયની જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે છે. અપર્યાપ્તક બાદર આપકાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્ત બદાર અપકાયિકજીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષની છે. સામાન્યરૂપે તેજઃકાયિકજીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ તેજ:કાયિક, સૂક્ષ્મ અપર્યાપ્ત તેજ કાયિક અને સૂક્ષ્મપર્યાપ્તકર્તજ કાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદરતેજ- કાયિક જીવોની સ્થિતિ જ ધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્ર છે. અપર્યાપ્તક તેજ:કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરતેજઃકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે વાયુકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. સામાન્ય સૂક્ષ્મ વાયુકાયિક, અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્તક સૂક્ષ્મવાયુ કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વાયુકાયિક જીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરવાયુકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષની છે. સામાન્યરૂપે વનસ્પતિ કાયિકજીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષની છે. દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. અપર્યાપ્તક દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તદ્વીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૧૨ વર્ષની છે. હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્ર છે. પર્યાપ્ત ત્રિીન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્ત ત્રિીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ દિવસની છે. ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસ પ્રમાણ છે.તેમાં અપર્યાપ્તક ચતુરિન્દ્રયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી છે. પર્યાપ્તક ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂતન્યૂન છ માસ જેટલી છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અનુઓ દારાઈ -(૨૮૯). તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? સામાન્યરૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણપ્રલ્યોપમની છે. જલચરપંચેન્દ્રિયતિર્યંચોની કેટલી સ્થિતિ છે ? જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની છે. સંમચ્છિમ જળચરતિયપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક કરોડ-પૂર્વની છે. અપર્યાપ્તક સમૃદ્ઘિમ જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તકર્સમચ્છિમજળચર તિર્યચપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કરોડપૂર્વની છે. ગર્ભજળચર તિર્યંચ જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧ કરોડપૂર્વ જેટલી છે. અપર્યાપ્તક ગર્ભજ જળચર તિયચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ જળચર તિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક કરોડપૂર્વની છે. ચતુષ્પદસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ જેટલી છે. સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૮૪ હજાર વર્ષની છે. અપયપ્તિક સંમૂચ્છિક સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થળચરતિ ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૮૪ હજાર વર્ષની છે. ગર્ભજ ચતુષ્પદસ્થળચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે. અપર્યાપ્તક ગર્ભજ ચતુષ્પદ સ્થળચરતિર્ય-ચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતિપંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની છે. સંમૂચ્છિમ રિપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ઉરપરિસર્પસ્થળચતિર્યંચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન પ૩ હજાર વર્ષની છે. ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચરતિય ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તિક ગર્ભજઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ની છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વની છે. ભુજપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૪૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ની છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૪૨ હજાર વર્ષની છે. ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન Page #366 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૨૯૦ ૩૬૩ ક્રોડપૂર્વની છે. સામાન્યરૂપે ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સંમૂચ્છિમ ખેચરતિમંચ પંચેન્દ્રિયની સ્થિતિ જદન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ખેચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ૭૨ હજાર વર્ષની છે. ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અપયપ્તિક ગર્ભજ ખેચરતિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પપ્તક ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. [૨૯૦-૨૯૧ સંમૂચ્છિમ તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ અનુક્રમે જળચરની ક્રોડપૂર્વની, ચતુષ્પદની ૮૪હજાર વર્ષની, ઉરપરિસર્પની પ૩હજારવર્ષની, ભુજપરિસર્પની ૪રહજાર વર્ષની, અને પક્ષીની ૭૨ હજાર વર્ષની છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અનુક્રમે જળચરની કોડપૂર્વની, સ્થળચરની ત્રણપલ્યોપમાની, ઉરપરિસર્પની દોડ પૂર્વની, ભુજપરિસર્પની ક્રોડપૂર્વની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. [૨૯૨ મનુષ્યોની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂચ્છિમમનુષ્યોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ગર્ભજમનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની . અપર્યાપ્તક ગર્ભજ મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની છે ?જઘન્ય અને ઉત્કસટ અંતર્મુહૂર્ત ની છે. પયપ્તિક ગર્ભજમનુષ્યોની સ્થિતિ કેટલી છે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. વાણવ્યન્તરદેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.વાણવ્યન્તરદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષની અને ઉતકૃષ્ટ અધ પલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. જ્યોતિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમના. આઠમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦ હજારવર્ષ અધિક અધપત્ય પ્રમાણ જાણવી. ચંદ્રવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. ચંદ્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦ હજાર વર્ષ અધિક અર્ધ્વપલ્યોપમ પ્રમાણ છે. સૂર્યવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પત્યના ચોથાભાગની અને ઉત્કૃષ્ટ એક હજારવર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? સૂર્યવિમાનની દેવી-ઓની સ્થિતિ જઘન્ય પલ્યના ચોથાભાગની અને ઉતકષ્ટ ૫૦૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમપ્રમાણ છે. ગ્રહવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પત્યના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનોની દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અર્ધપલ્યનું છે. નક્ષત્રવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય પલ્યના ચોથાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અદ્ધપલયોપમપ્રમાણ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ અનુગદારાણ-(૨૯૨) નક્ષત્રવિમાનોની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કિંઈક અધિક પલ્યના ચોથા ભાગ પ્રમાણ છે. તારા વિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પલ્યના ચોથા ભાગપ્રમાણ છે. તારાવિમાનોના દેવીઓની સ્થિતિ ભગવન્! કેટલી છે? જઘન્ય પલ્યના આઠમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક પલ્યના આઠમાં ભાગપ્રમાણ છે. વૈમાનિકદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની છે. સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમની અને ઉકષ્ટ ૨ સાગરોપમ પ્રમાણ છે. સૌધર્મકામાં પરિગ્રહીતાદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતપલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પત્ર પલ્યોપમ પ્રમાણ છે. - ઈશાનકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ૨ સાગરોપમની છે. ઈશાનકલ્પમાં પરિગ્રહીત દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ પ્રમાણ છે. ઈશાનકલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમ પ્રમાણ છે. સાનકુમારકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨ સાગરોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપપ્રમાણ છે. માહેદ્રકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય કંઈક અધિક ૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ૭ સાગરોપમની છે. બ્રહ્મલોકકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૭ સાગરોપમ અનેઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની છે. લાન્તકકલ્પમાંજઘન્ય ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમની સ્થિતિ છે. મહાશુકવિમાનમાં જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સારોપમની છે. સહસ્ત્રારકલ્પમાં જઘન્ય ૧૭ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧.૮ સાગરોપમની છે. આનતકલ્પની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણતકલ્પની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કસટ ૨૦ સાગરોપમની છે. આરણકલ્પમાં જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૧ સારોપમ છે. અશ્રુતકલ્પમાં સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સારોપમની છે. અધસ્તન-અધતન રૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય ર૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની છે. અધતન-મધ્યમટૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય ૨૩ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૪ સાગરોપમ છે. અધતન-ઉપરિતન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે.- મધ્યમ-અધસ્તન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય ૨૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સારોપમની છે. મધ્યમ-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૭ સાગરોપમની છે.મધ્યમ ઉપરિતન ગ્રેવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? -જઘન્ય ર૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ સુત્ર - ૨૯૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. -ભગવનું ! ઉપરિતન-અધતન રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ૨૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૯ સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી. છે? જઘન્ય ૨૯ સાગર અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની સ્થિતિ છે. ઉપરિતન-ઉપરિતન રૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય ૩૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની સ્થિતિ છે. વિજય, વૈયંત, જયંતઅને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનોમાં દેવોની. સ્થિતિ કેટલી છે? જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. સવર્થસિદ્ધનામક મહાવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? ૩૩ સાગરોપમની છે. એમાં જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ નથી. આ પ્રમાણે સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમનું અને અદ્ધાપલ્યોપમનું વર્ણન પૂર્ણ થયું.. [૨૯૩-૨૯૪ ભગવનું ! ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્ર પલ્યોપમ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને વ્યવહારક્ષેત્રપલ્યોપમ આ બે સ્વરૂપે જાણવું. તેમાં જે સૂક્ષ્મ છે તેનું વર્ણન પછી કરવામાં આવશે. વ્યાવહારિકક્ષેત્રપલ્યોપમ આ પ્રમાણે છે- કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, અને એક યોજનાની ઊંડાઈવાળો, કંઈક અધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય હોય તે પલ્ય એક,બે ત્રણ યાવતુ સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે. તેમાં બાલાઝો એવી રીતે ઠાંસીને ભરવામાં આવે કે તેને અગ્નિ બાળી શકતો નથી યાવતુ તે સડી જતાં નથી. તે પલ્યના જે આકાશ પ્રદેશો બાલાઝવડે વ્યાપ્ત છે તે પ્રદેશોમાંથી સમયે-સમયે એક-એક પ્રદેશને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય સર્વ પ્રદેશોથી રહિત થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ કહે છે, એટલેઅસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી જેટલો કાળ વ્યતીત થઈ જાય ત્યારે આ પલ્યોપમ થાય છે. ૧૦ કોટિ-કોટી વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ બરાબર એક વ્યાવહારિક ક્ષેત્રસાગરોપમ છે. [૨૯૫-૨૯૬આ વ્યાવહારિકક્ષેત્ર-પલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તે માત્ર પ્રરૂપણા માટે છે. આ પ્રમાણે વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ છે. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? કોઈ એક પલ્ય એક યોજન લાંબો યાવતુ પૂર્વોકત પરિધિથી યુક્ત હોય તેને એક, બે યાવતુ સાત દિવસના બાલાગ્રોથી સંપૂરિત કરવામાં આવે અને તે એકએક બાલાસ્ત્રના અસંખ્યાત-અસંખ્યાત ખંડો કરવામાં આવે. આ બાલાગ્રખંડો દષ્ટિના વિષયીભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર છે અને સૂક્ષ્મપનક જીવની શરીરવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. તે બાલાગ્રખંડોને પલ્યમાં એવી રીતે ભરવા જોઈએ કે જેથી અગ્નિ બાળે નહિ યાવતુ તે સડી શકે નહીં. તે બાલાગ્ર ખંડોપત્યના આકાશપ્રદેશોથી સ્પષ્ટ હોય કે ન હોય પણ તે આકાશ પ્રદેશોને સમયે સમયે બહાર કાઢતાં યાવતુ તે સંપૂર્ણરૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. તે પલ્યના આકાશ-પ્રદેશો એવા પણ હોય છે કે જે બાલાગ્રખંડોથી અસ્કૃષ્ટ અવ્યાપ્ત હોય ? હા છે. જેમકે-કોઈ કોષ્ઠ કૂષ્માંડોથી ભરેલ હોય તેમાં માતલિંગો નાખતાં તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. પુનઃ તેમાં બિલ્વો નાંખે તો પણ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ અનુઓગદારાઈ - (૨૯૭) સમાવિષ્ટ થઈ જાય છે. પછી આમળા નાખતાં તે પણ સમાઈ જાય છે. તેમાં બોર નાખતાંતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં મગ નાખવામાં આવે તો તે પણ તેમાં પ્રવેશી જાય છે. તેમાં સરસવ નાખતાં તે પણ સમાવિષ્ટ થઈ જાય છે.તેમાં ગાની રેતી નાખીએ તોતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ દૃષ્ટાંતથી તે પલ્યના એવા પણ આકાશપ્રદેશો છે કે જે બાલાવ્ર ખંડોથી અસ્પૃષ્ટ હોય છે. આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. ૧૦ કોટિ-કોટી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્રસાગરોપમ હોય છે. [૨૭]- આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? તેના વડે દૃષ્ટિવાદઅંગમાં દ્રવ્યોની ગણના કરવામાં આવે છે. [૨૮] દ્રવ્ય કેટલા પ્રકારના છે ? બે પ્રકારના છે-જીવ દ્રવ્ય અને અજીવદ્રવ્ય. - અજીવદ્રવ્યો કેટલા પ્રકારના છે ? . અજીવ દ્રવ્યો બે પ્રકારના છે. રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે ? દસપ્રકારના કહેવામાં આવ્યા છે.ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના દેશો ધર્માસ્તિકાયના પ્રદેશો અધર્માસ્તિકાય અધમસ્તિકાયના દેશો અધર્માસ્તિકાયના પ્રદેશો આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશો આકાશાસ્તિકાયના પ્રદેશો અને અન્નાસમય. રૂપી અજીવદ્રવ્ય કેટલાં પ્રકારનું છે ? ચાર પ્રકારનું છે, સ્કંધસ્કંધદેશ સ્કંધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલ. આ સ્કંધાદિદ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કયા હેતુથી એમ કહેવાય છે કે સ્કંધાદિક સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? પરમાણુપુદ્ગલ અનંત છે, દ્વિપ્રદેશિક સ્કંધો અનંત છે યાવત્ અનંત પ્રદેશિક સ્કન્ધો અનન્ત છે. આ હેતુથી કહીએ છીએ કે સ્કંધાદિ દ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. જીવદ્રવ્ય સંખ્યાત છે ? અસંખ્યાત છે કે અનંત છે ? જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કઇ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી. અસંખ્યાત નથી પણ અનંત છે. અસંખ્યાત નારકો છે, અસંખ્યાત અસુકુમાર દેવો છે યાવત્ અસંખ્યાત સ્તનિતકુમા૨ો છે. અસંખ્યાત પૃથ્વીકાયિકો યાવત્ અસંખ્યાત વાયુકાયિકો છે, અનંત વનસ્પતિકાયિકો છે. અસંખ્યાત બેઈન્દ્રિયજીવો યાવત્ અસંખ્યાત ચૌઈન્દ્રિયજીવો, અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયજીવો, અસંખ્યાત મનુષ્યો, અસંખ્યાત વ્યંતરદેવો, અસંખ્યાત જ્યોતિષ્ક દેવો, અસંખ્યાત વૈમાનિક દેવો અને અનંત સિદ્ધો છે. આ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણ અનંત છે. [૨૯] શરીરો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? શરીરો પાંચ પ્રકારના છે. ઔદારિક- વૈક્રિય-આહારક- તૈજસ- કાર્મણ . નારક જીવોના કેટલા શરી૨ હોય છે ? ત્રણ શરીર હોય છે. વૈક્રિય તૈજસ અને કાર્યણ. અસુકુમારદેવોને કેટલા શરીર હોય ? ત્રણ શરીરો હોય- વૈક્રિયક, તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે એજ ત્રણ-ત્રણ શરીરો યાવત્ સ્તનિતકુમાર સુધીના દેવોને હોય . પૃથ્વીકાયિક જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીરો હોય છે. ઔદારિક તૈજસ અને કાર્યણ. અકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોને પણ આજ ત્રણ શરીર હોય છે. વાયુકાયિક જીવોને કેટલા શરીર હોય છે ? વાયુાયિક જીવોને ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ. બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિ જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. ઔદારિક, તૈજસ અને કાર્મણ, Page #370 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૯૯ ૩૬૭ તિર્યચપંચેન્દ્રિય જીવોને વાયુકાયિક જીવોની જેમ ચાર શરીર હોય છે. મનુષ્યોને પાંચ શરીર હોય છે જેમકે ઔદારિક. વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને નારકજીવોની જેમ ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર કેટલા પ્રરૂપ્યા છે? બે પ્રકારના પ્રરૂપ્યા છે. બદ્ધ ઔદારિકશરીરવર્તમાનમાં જીવોએ ધારણ કરેલ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરભવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા મોક્ષપ્રાપ્ત જીવોવડે જે ઔદારિક શરીર છોડી દેવામાં આવે છે. તેમાં જે બદ્ધ ઔદારિક છે તે અસંખ્યાત છે. એકએક સમયે એક-એક બદ્ધ ઔદારિક શરીરનો પરિત્યાગ કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અનેઅવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધઔદારિક શરીર અસંખ્યાત લોક પ્રમાણ છે, જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોક પ્રમાણ છે. અભવ્યજીવ દ્રવ્યથી અનંતગુણા છે અને સિદ્ધોથી અનંતમાં ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીર કેટલા પ્રકારનું કહેવામાં આવ્યું છે? બે પ્રકારના છે. બદ્ધ વૈક્રિય શરીર અને મુકત વૈક્રિય શરીર. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધવૈક્રિયશરીરોનું પ્રમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓમાં રહેલા પ્રદેશો જેટલા છે. મુક્ત વૈક્રિય શરીરો અનંત છે. શેષ સર્વ મુક્તઔદ્યરિકની જેમ જાણી લેવું જોઈએ. આહારશરીર કેટલા કહેવામાં આવ્યાં છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારક શરીર છે તે કયારેક હોય છે અને કયારેક નથી હોતાં જે સમયમાં આહારક શરીર હોય છે ત્યારે તેની સંખ્યા જઘન્ય એક બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સહસ્ત્રપૃથકુત્વ મુક્ત આહારક શરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરોની જેમજ જાણવી. તૈજસશરીર કેટલાં કહેવામાં આવ્યા છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધ તૈજસશરીર અનંત છે ક્ષેત્રની અપેક્ષાએ બદ્ધતૈજસશરીર અનંતલોક પ્રમાણ પરિમિત છે. દ્રવ્યની અપેક્ષાએ બદ્ધતૈજસ શરીર સિદ્ધ ભગવાનથી અનંતગણા અને સર્વજીવોની અપેક્ષાએ અનંતભાગ ન્યૂન છે. તેમાં જે મુક્તતેજસશરીરો છે તે અનંત છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોક રાશિપ્રમાણ છે. દ્રવ્યથી તેઓ બધા જીવોથી અનંતગણા અને સર્વ જીવવર્ગના અનંત ભાગવર્તી હોય છે. કામણ શરીર કેટલા કહેવામાં આવ્યાં છે? કાશ્મણશરીર બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના હોય છે. જે રીતે તૈજસ શરીરનું કથન છે તે જ રીતે કાર્મણશરીર સંબંધી કથને સમજી લેવું. નારક જીવોના કેટલા દારિક શરીરો કહેવામાં આવ્યાં છે ? નારકોના ઔદારિક - શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ ઔદારિકશરીર છે તે નારક–જીવોને હોતા નથી. કારણ કે તેઓ વૈક્રિય–શરીરવાળા છે. જે મુક્તદારિક શરીર છે તે સામાન્ય મુક્તઔદારિકશરીર પ્રમાણે જાણવા. નારકજીવોના વૈક્રિય–શરીરો કેટલા કહેવામાં આવ્યા છે ? વૈક્રિયશરીરો બદ્ધ અને મુક્તના ભેદથી બે પ્રકારના કહેવામાં આવ્યા છે. આમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રમાણ પ્રતર ક્ષેત્રમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓમાં જે પ્રદેશ રાશિ છે તેટલા છે. એટલે તેના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળપ્રમાણ વિખ્રભસૂચીરૂપ શ્રેણી અથવા અંગુલપ્રમાણ Page #371 -------------------------------------------------------------------------- ________________ Fa અનુઓગદારાઈ - (૨૯૯) પ્રતરક્ષેત્રમાં આવેલી શ્રેણી-રાશિના દ્વિતીય વર્ગમૂળને ધન ક૨વાથી જે શ્રેણીઓ થાય તેની બરાબર બવેક્રિયશરીરો છે. નારકોમાં જે મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્તઔદારિકની જેમજ સમજી લેવી. ના૨કજીવોના આહારક-શરીર કેટલા હોય છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારકશરીર છે તે નારકોમાં નથી હોતાં. મુક્ત આહારકશરીરોની સંખ્યા મુક્તઔદારિક શરીર પ્રમાણે જ જાણવી. નાકજીવોના બદ્ધ અને મુક્તતૈજસશરીરો તેમજ કાર્મકણશરીરોની સંખ્યા બદ્ધ અને મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સદશ જાણવી. અસુરકુમારોના ઔદાદરકશરીરો કેટલાં છે ? બદ્ધઔદારિકશરીર હોતા નથી અને મુક્ત ઔરિકશરીર અનંત હોય છે. અસુરકુમારોના વૈક્રિય–શરીરો કેટલા હોય છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન વિખંભસૂચિરૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશો હોય છે તેટલા બદ્ધવૈક્રિયશરીરો હોય છે. વિકભસૂચિ અંકુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યેય ભાગમાં હોયછે. અસુરકુમારોના જે મુક્ત-વૈક્રિયશરીરોની સંખ્યા મુક્તઓદારિકશરીરો જેટલી જ છે. અસુરકુમારોના આહારક શરીરો કેટલા કહેવામાં આવ્યા છે ? બે પ્રકારના છે. બમુક્ત. આ બંને પ્રકારના આહારકશરીરોની સંખ્યા ઔદારિકશરીરની જેમ જાણવી. બદ્ધ અને મુક્ત વૈક્રિયશરીર તેમજ જાણવા જોઈએ. અસુરકુમારોમાં આ પાંચશરીરોની સંખ્યા જે પ્રમાણે કહેવામાં આવી છે તેજ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારસુધીના ભવનપતિઓના શરીરોની સંખ્યા જાણવી. પૃથ્વીકાયિક જીવોનાઔદારિકશરીરો કેટલા છે ? બે પ્રકારનાં છે.બદ્ધ અને મુક્ત. પૃથ્વીકાયિકજીવોના આ બંને શરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત સામાન્ય ઐદારિકશરીરો જેટલીજ જાણવી. પૃથ્વીકાયિક જીવોના વૈક્રિયશરીરો કેટલા છે ? બે પ્રકારનાં છે, તે આ પ્રમાણે- બદ્ધ અને મુકત. તેમાં બદ્ધવૈક્રિયશરીર પૃથ્વીકાયિકજીવોને હોતા નથી. મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સામાન્ય મુક્ત. ઔદારિક શરીર પ્રમાણે જાણવી. આહારક શરીરો વિશે પણ આજ પ્રમાણે જાણવું કે બદ્ધ અને મુક્ત તૈજસ અને કાર્મણશરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત ઓદારિકશરીરોની જેમ જ જાણવી. પૃથ્વીકાયિક જીવોના શરીરોની જેમજ અાયિક જીવો અને તેજસ્કાયિક જીવોના શરીરોની સંખ્યા જાણવી. વાયુકાયિક જીવોના ઔદારિકશરીરો કેટલા છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. વાયુકાયિક-જીવોના આ બંને પ્રકારના શરીરો પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. વાયુકાયિક જીવોમાં વૈક્રિયશરીરો કેટલાં છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બવૈક્રિયશરીરો છે તે અસંખ્યાત છે. વાયુકાયિક જીવોના મુક્ત વૈયિશરીરો, બજ્ર અને મુક્ત આહારકશરીરો પૃથ્વીકાયિક જીવોના શરીરો પ્રમાણે જાણવા. બદ્ધ અને મુક્ત તૈજસ અને કાર્યણ શરીરો પણ પૃથ્વીકાયિક જીવોના શરીર પ્રમાણે જ જાણવા. વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય, આહારકશરીરો પૃથ્વીકાયિક જીવોના શરીરોના સદશ જાણવા. વનસ્પતિકાયિક જીવોના તેજસ અને કાર્મણશરીરો કેટલા છે ? સામાન્ય તૈજસ અને કાર્યણશરીરો પ્રમાણે જાણવા. દ્વીન્દ્રિય જીવોના ઔદાકિશરીરો કેટલા કહેવામાં Page #372 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૯૯ ૩૯ આવ્યા છે? બે પ્રકારનાં છે. બદ્ધ અને મુક્ત. આમાં બદ્ધઔદારિકશરીરો અસંખ્યાત. છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળના જેટલા સમયો હોય છે તેટલા બદ્ધઔદારિકશરીરો છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. આ શ્રેણીઓથી વિખંભસૂચિ ગ્રહણ કરવામાં આવે છે. અસંખ્યાત. કોટી-કોટી યોજનાના પ્રમાણવાળી આ વિખંભસૂચિ અસંખ્યાત શ્રેણિઓના વર્ગમૂળરૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલપ્રતરના જેટલા પ્રદેશો હોય તે સર્વ પ્રદેશોમાં જો દરેકેદરેક પ્રદેશ એક-એક દ્રીન્દ્રિયજીવથી પૂરિત કરવામાં આવે તો તે સર્વ પ્રદેશો દ્વીન્દ્રિય જીવથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભરેલ પ્રદેશોથી આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ સમયમાં જો એક-એક દ્વિીન્દ્રિયજીવ બહાર કાઢવામાં આવે તો તે પ્રદેશોને રિકત કરવામાં આવલિકાના અસંખ્યાત ભાગો લાગે, તેટલા પ્રદેશો અંગુલખતરના હોય છે. આ પ્રદેશો પ્રમાણ દ્વિન્દ્રિયના બદ્ધઔદારિકશરીરો હોય છે. દ્વીન્દ્રિયજીવોના મુક્ત-દારિકશરીરો સામાન્ય ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. કીન્દ્રિયજીવોને બદ્ધવૈક્રિય અને બદ્ધ આહારકશરીરો નથી હોતાં મુક્તવૈક્રિય અને આહારકશરીરોની સંખ્યા મુક્ત ઔદારિક શરીરો જેટલી હોય છે. તૈજસ અને કાર્યણશરીરો ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. જે પ્રમાણે દ્વીદ્રિયજીવોના શરીરોની પ્રરૂપણા કરવામાં આવી છે તે જ પ્રમાણે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના શરીરની પ્રરૂપણા સમજવી. તિર્યંચપંચેન્દ્રિયજીવોના ઔદારિ કશરીરો પણ દ્વીન્દ્રિયજીવોના ઔદારિકશરીરો પ્રમાણે જાણવા. તિર્યંચપંચેન્દ્રિય જીવોના વૈક્રિયશરીરો કેટલા છે? બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. બદ્ધ ક્રિયશરીર અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાભાગમાં વતમાન અસંખ્યાત શ્રેણીરૂપ છે. તે શ્રેણિઓની જે વિખ્રભસૂચિ છે તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણિઓ વર્તમાન હોય તેટલી ગ્રહણ કરવામાં આવી છે. તે શ્રેણિઓ પ્રમાણ બદ્ધવૈક્રિયશરીર હોય છે. તિર્યંચપંચેન્દ્રિયના મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્ત ઔદારિકશરીરોની સંખ્યા પ્રમાણે છે. દ્વીન્દ્રિયજીવોના આહારકશરીર પ્રમાણ અને તેજસ–કામણશરીરોનું પ્રમાણ ઔદારિક શરીરોના પ્રમાણ જેવું છે. મનુષ્યોને ઔદારિક-શરીરો કેટલો છે ? બે પ્રકારના છે. બદ્ધઔદારિક શરીર અને મુક્ત-દારિકશરીર. તેમાં જે બદ્ધ ઔદારિક શરીર છે તે કઇચિત્ સંખ્યાત હોય-કદાચિત્ અસંખ્યાત હોય છે. જઘન્ય પદમાં તેઓ સંખ્યાત હોય છે સૌથી ઓછા મનુષ્યોનું અસ્તિત્વ જ જઘન્યપદ છે. સંખ્યાત કોટી-કોટી ૨૯ અંકસ્થાનરૂપ હોય છે. આ ૨૯ અંકસ્થાનયમલ પદની ઉપર અને ચાર યમલપદની નીચે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ ૨૯ અંકોમાં ગર્ભજ મનુષ્યોની સંખ્યા કહેવામાં આવી છે. અથવા છઠ્ઠાવર્ગની સાથે પાંચમા વર્ગને ગણિત કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યા બરાબર ગર્ભજ મનુષ્યો છે. અથવા (૬ અર્ધચ્છદોવાળી) રાશિ ૨૯ અંકસ્થાન રૂપ હોય છે. મનુષ્યોના વૈક્રિયશ-રીરો કેટલા છે? બે પ્રકારનાં છે. તે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ : વૈક્રિયશરીર છે તે સંખ્યાત છે. મુક્તક્રિયશરીરોનું પ્રમાણ મુક્તસામાન્ય ઔદારિકશરીરોની જેમ અનંત જાણવું. મનુષ્યોના આહારક શરીરો કેટલા છે? બે પ્રકારના છે [24] Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ અનુગદારાઈ -(૨૯૯) બદ્ધ અને મુક્ત. આમાં જે બદ્ધ આહારકશરીરો છે તે કદાચિત હોય કદાચિત ન હોય. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક બે, અથવા ત્રણ હોય, ઉત્કૃષ્ટ પૃથક સહસ્ત્ર હોય છે. મનુષ્યોના મુક્તઆહારક સામાન્ય મુક્ત આહારક બરાબર છે. મનુષ્યોના તૈજસકામણશરીરોનું પ્રમાણ એમના ઔદારિક-શરીરોના પ્રમાણ જેમ જાણવું. | વ્યંતરદેવોના ઔદારિકશરીરોનું પ્રમાણ નારકોના ઔદારિક શરીરોના પ્રમાણની જેમ જાણવું. વ્યંતરદેવોના વૈક્રિયશરીરો કેટલા છે.બે પ્રકારના છે.બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં સંખ્યાત સો યોજનોના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ અસંખ્યાત વિખ્રભસૂચિરૂપ શ્રેણિઓમાં જેટલા પ્રદેશો છે તે પ્રમાણે બદ્ધવૈક્રિયશરીર જાણવા. વ્યંતરદેવોના મુક્ત વૈક્રિયશરીરોનું પ્રમાણ અસુરકુમારોના બંને પ્રકારના આહારક શરીરોના પ્રમાણની જેમ જાણવું. વ્યંતરદેવોના તૈજસ-શરીરો કેટલા છે? એઓનાં જેમ વૈક્રિય શરીરો છે. તેમ તૈજસ શરીરો તથા કામણ શરીરો છે એમ કહેવું જોઈએ. જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીરો કેટલા છે ? ઔદારિક શરીરો નારકોના ઔદારિકશરીરો પ્રમાણે જાણવા.-ભંતે જ્યોતિષ્કદેવોના વૈક્રિયશરીરો કેટલા હોય છે ? વૈક્રિયશરીરો બે પ્રકારના છે બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધવૈક્રિય શરીરો કાળની અપેક્ષાએ અસંખ્યાત છે યાવતું ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરનાં અસંખ્યાતમાં ભાગમાં ૨પ૬ પ્રતરાંગુલના વર્ગમૂળરૂપ જે અંશ તે અંશરૂપ વિષ્ક ભસૂચિના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જ્યોતિષ્ઠદેવોના બદ્ધવૈક્રિયશરીરો જાણવા. મુક્તવૈક્રિયે શરીરોઔદારિક શરીરો છે તે પ્રમાણે જાણવા. જ્યોતિષ્કદેવોના આહારકશરીરોનું પ્રમાણ નારકીઓના આહારકશરીરોના પ્રમાણ તુલ્ય જાણવું. તૈજસ અને કાર્પણ શરીરોનું પ્રમાણ બદ્ધ અને મુક્તવૈક્રિય શરીરો પ્રમાણે જાણવું. ( વૈમાનિકદેવોનાં ઔદરિકશરીરો કેટલા છે ? ઔદારિકશરીરો નારકોના ઔદારિક શરીર પ્રમાણ જાણવા. વૈમાનિકદેવોના વૈક્રિયશરીરો કેટલા છે ? વૈક્રિયશરીર બે પ્રકારના હોય છે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધવૈક્રિયશરીર તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓની જેટલી પ્રદેશ રાશિ હોય છે તેટલાં છે. મુક્તવૈક્રિયશરીરોનું પ્રમાણ સામાન્ય મુક્ત ઔદારિકશરીર પ્રમાણ જાણવું. બદ્ધ અને મુક્ત આહારક શરીરોનું પ્રમાણ નારકોના આહારક શરીર પ્રમાણ જાણવું. તૈજસ અને કાર્યણશરીર એમના વૈક્રિયશરીરોની જેમજ જાણવા. આ પ્રમાણે સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. વ્યાવહારિક સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. વ્યાવહારિક અને સૂક્ષ્મ એવા બે ભેદવાળા ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ પણ નિરૂપિત થઈ ગયું. આ પ્રમાણે પલ્યોપમ આ પ્રમાણે [કાળના]વિભાગો પણ નિર્દિષ્ટ થયા અને કાળપ્રમાણનું સ્વરૂપ વર્ણન જાણવું. [૩૦૦] ભાવપ્રમાણ શું છે? –ભાવપ્રમાણ ત્રણ પ્રકારે પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આ પ્રમાણે- ગુણપ્રમાણ નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. [૩૦૧-૩૦૨] ગુણપ્રમાણ શું છે? –જીવગુણપ્રમાણ અને અજીવ-ગુણ પ્રમાણ આ બે રૂપે ગુણ પ્રમાણે છે. અજીવગુણપ્રમાણ શું છે? -અજીવ ગુણપ્રમાણ પાંચ પ્રકારનું છેવર્ણગુણપ્રમાણ ગંધગુણપ્રમાણ રસગુણપ્રમાણ સ્પર્શગુણપ્રમાણ અને સંસ્થાનગુણ Vain Education International Page #374 -------------------------------------------------------------------------- ________________ સત્ર- ૩૦૨ ૯૭૧ પ્રમાણ. વર્ણગુણપ્રમાણ શું છે? વર્ણગુણ પ્રમાણ પાંચ પ્રકારનું છે. કૃષ્ણ-વર્ણગુણપ્રમાણ યાવતુ શુકલવર્ણગુણપ્રમાણ. ગંધગુણપ્રમાણ શું છે? -સુરભિગંધ અને દુરભિગંધ આ બે પ્રકારે ગંધગુણપ્રમાણ છે. રસગુણપ્રમાણ શું છે? -રસગુણપ્રમાણના પાંચ પ્રકારે છે તિકતરસપ્રમાણ યાવતુ મધુરરસપ્રમાણ. આ રસગુણ પ્રમાણ છે. સ્પર્શગુણપ્રમાણ શું છે ? -સ્પર્શગુણપ્રમાણના આઠ પ્રકાર છે. કર્કશગુણ પ્રમાણ યાવતું રૂક્ષસ્પર્શગુણપ્રમાણ. આ સ્પર્શગુણ પ્રમાણ છે. સંસ્થાનગુણપ્રમાણ શું છે? સંસ્થાનગુણપ્રમાણ પાંચ પ્રકારનું છે–પરિમંડળ સંસ્થાન ગુણપ્રમાણ વૃત્તસંસ્થાનગુણપ્રમાણ, વ્યસંસ્થાનગુણપ્રમાણ ચતુરસ્ત્ર સંસ્થા ગુણપ્રમાણ, આયતસંસ્થાનગુણપ્રમાણ, આ પ્રમાણે અજીવ- ગુણપ્રમાણ જાણવું. -ભંતે ! જીવગુણપ્રમાણ શું છે ? –જ્ઞાનગુણ, દર્શનગુણ, અને ચારિત્રગુણરૂપ જીવગુણપ્રમાણ છે. જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપ જ્ઞાનગુણ પ્રમાણ જાણવું. પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? -ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ રૂપ પ્રત્યક્ષપ્રમાણ છે. ઈદ્રિયપ્રત્યક્ષતા શું છે ? ઈદ્રિયપ્રત્યક્ષના પાંચ પ્રકાર કહેવામાં આવ્યાં છે. શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ ચક્ષુઈન્દ્રિયપ્રત્યક્ષ ધ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ જિલ્લાઈન્દ્રિયપ્રત્યક્ષ સ્પર્શઈન્દ્રિયપ્રત્યક્ષ. આ પ્રમાણે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. નોઈદ્રિયપ્રત્યક્ષ શું છે ? અવધિજ્ઞાનપ્રત્યક્ષ, મન:પર્ય-વજ્ઞાનપ્રત્યક્ષ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ સ્વરૂપ નોઈદ્રિયપ્રત્યક્ષ જાણવું. આ પ્રમાણે પ્રત્યક્ષનું સ્વરૂપવર્ણન પૂર્ણ થયું. અનુમાનપ્રમાણ શું છે ? –અનુમાન ત્રણ પ્રકારના છે. પૂર્વવતું શેષવતું દષ્ટસાધર્મવતુ પૂર્વવતું અનુમાન શું છે? પૂર્વવતુઅનુમાન-ચિલો વગેરેથી જે અનુમાન કરવામાં આવે તે આ પ્રકારનું છે– ક્ષત- શરીરમાં ઉત્પન્ન થનાર ઘા, વ્રણ થાય તે, લાંછન-મસા અને તલ, આ પાંચ ચિહનોવડે ઉત્પન્ન થયેલ અનુમાન પૂર્વવતુ કહેવામાં આવ્યું છે. કોઈ માતાનો પુત્ર બાલ્યવસ્થામાં જ પરદેશ જતો રહ્યો હતો. પરદેશમાં તે તરૂણ થઈ ગયો જ્યારે તે પાછો ફર્યો ત્યારે માતાએ કોઈ ચિહુનના આધારે તેને ઓળખી લીધો. આ પ્રમાણે પૂર્વવતું અનુમાન છે. [૩૦૩] શેષવતુઅનુમાન શું છે? -કાર્ય, કારણ, ગુણ, અવયવ અને આશ્રય આ પાંચદ્વારા જે અનુમાન કરવામાં આવે તે શેષવતું અનુમાન કહેવાય છે. કાર્યથી ઉત્પન્ન થનાર શેષવતુ અનુમાન શું છે? -કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરવું તે કાર્યથી ઉત્પન્ન થનાર શેષવતું છે. શંખના ધ્વની સાંભળી શંખનું, ભેરીના તાડનથી ભેરીનું બળદોના અવાજ સાંભળી બળદનું, મોરનો કેકારવ સાંભળી મયૂરનું, હણહણાટ સાંભળી ઘોડાનું હાથીની ચીખ સાંભળી હાથીનું, એવું ઘનઘનાયિત સાંભળી રથનું અનુમાન કરવું તે કાર્યલિંગથી ઉત્પન્ન થયેલ શેષવતુ અનુમાન છે. કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવતુ અનુમાન શું છે ? –કારણરૂપ લિંગથી ઉત્પન્ન થનાર શેષવતુઅનુમાન આ પ્રમાણે છે-પટનું કારણ તંતુઓ છે, પટતંતુનું કારણ નથી. વીણા-તૃણવિશેષ કટસાદડીનું કારણ છે, સાદડી વરણાનું કારણ નથી. માટીપિંડ ઘટનું કારણ છે, ઘટ માટીનું કારણ નથી. આ કારણલિંગજન્ય શેષાવતુઅનુમાન છે. ગુણલિંગજન્ય શેષવતુઅનુમાન શું છે ? સોનાની કસોટીપર ઘસવાથી કસોટીપરની રેખા જોઈ સુવર્ણનું ગંધથી, પુષ્પનુ, રસથી લવણ્યનું આસ્વાદથી મદિરાનું એવું સ્પર્શથી વસ્ત્રનું અનુમાન Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ અનુઓગદારાઈ - (૩૦૪) કરવું તે ગુણનિષ્પન્નશેષવનુમાન છે. અવવયરૂપલિંગ નિષ્પન્ન શેષવનુમાન શું છે ? શ્રૃંગથી મહિષનું, શિખાથી કુર્કટનું, વિષાણથી હાથીનું દૃષ્ટાથી વાહનું, પીંછાથી મયૂરનું ખરીઓથી ઘોડાનું, નખથી વ્યાઘ્રનું, બાલાગ્રંથી ચમરીનું, પૂછડાથી વાંદરાનું દ્વિપદથી મનુષ્યાદિનું ચતુષ્પદથી ગાયાદિનું ઘણાપગોથી ગોમિકાદિનું, કેશરાળથી સિંહનું, કકુદથી બળદનું, વલયયુકત બાહુથી, સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન છે. [૩૦૪]પરિકરબંધન-યોદ્ધાના વિશેષપ્રકારના પોશાકથી યોદ્ધાનું જ્ઞાન થાય છે. વસ્ત્રવિશેષથી મહિલા જણાય જાય છે. સીઝી-ગયેલ એક દાણથી દ્રોણ-પાક અને એક ગાથા ઉપરથી કવિનું જ્ઞાન થઈ જાય છે. તે અવયવાલિંગજન્ય શેષવત્ અનુમાન છે. [૩૦૫]આશ્રયજન્ય શેષવત્ અનુમાન શું છે ? આશ્રયજન્ય શૈષવત્ અનુ માન આ પ્રમાણે છે ધૂમથી અગ્નિનું, બગલાઓની પંકિતથી પાણીનું, વાદળાના વિકારથી વૃષ્ટિનું, શીલના સદાચારથી કુલ-પુત્રનું અનુમાન થાય છે. આ રીતે આશ્રયથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે. દષ્ટસાધસ્કૃવત્ અનુમાન તે શું છે ? બે પ્રકારનું છે. સામાન્યદષ્ટ અને વિશેષદ્દષ્ટ સામાન્યદષ્ટઅનુમાન શું છે ? -કોઈ પદાર્થ સામાન્યરૂપથી દષ્ટ હોય તે સાથે અન્ય અદષ્ટના સાધર્મનું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે. જેમકે-એક પુરૂષનો આકાર જોઈ અન્ય ઘણા પુરુષોનો પણ આવો હોય છે. તેવું અનુમાન કરવું અથવા સામાન્યરૂપે ઘણાપુરુષોને જોઈ જેવા આ ઘણા પુરુષો છે તેવો એક પુરુષ હશે. જેવો એક કાપિણ-સિક્કો. તેવા અનેક કાર્યાર્પણ, જેવા અનેક કાર્પાપણ તેવો એક કાપિણ. આ સામાન્યદષ્ટઅનુમાન છે. વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન શું છે ? વિશેષરૂપથી દષ્ટપદાર્થના સાધર્મ્સથી અદષ્ટનું અનુમાન કરવું તે વિશેષદષ્ટસાધર્માંવત્ અનુમાન છે. જેમ કોઈ પુરુષ અનેક પુરુષોની વચમાં રહેલ પૂર્વદષ્ટા પુરુષને ઓળખી લે છે કે ‘આ તેજ માણસ છે' આ અનુમાનપ્રયોગમાં પુરુષવિશેષને વિશેષરુપથી મૂકવામાં આવ્યોછે તેથી આ અનુમાન વિશેષદષ્ટ છે. તેજ રીતે ઘણા સિક્કાઓની વચ્ચમાંથી પૂર્વદષ્ટ સિક્કાને જાણી લેવો કે ‘આ તેજ સિક્કો છે. તે વિશેષદષ્ટઅનુમાનનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો હોય છે. અતીતકાળનો વર્તમાનકાળનો અને ભવિષ્યકાળનો. અતીતકાળગ્રહણ શું છે ? –વનોમાં ઉગેલઘાસ સસ્યાકુંરોથી હરિતવર્ણી થયેલી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, દીર્ઘકા-વાવ, પ્રસિદ્ધ જળાશય વગેરેને જળથી સંપૂરિત જોઈ અતીતમાં થયેલ સુવૃષ્ટિનું અનુમાન કરવું. પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણ શું છે ? ભિક્ષામાટે બહાર નિકળેલા સાધુને કે જેને ગૃહસ્થોએ પ્રચુર ભક્તપાન આપ્યું છે, તે જોઈને તેણે અનુમાન કર્યું કે ‘અહીં સુભિક્ષ છે.’ [૩૦૬-૩૦૭]અનાગતકાલગ્રહણ શું છે ? આકાશની નિર્મળતા, કૃષ્ણવર્ણવાળા પર્વતો, વિદ્યુત્સહિતમેઘ, મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રોકનાર પવનની ગતિ રક્તવર્ણવાળી સંધ્યા, આર્દ્રા, મૂળ નક્ષત્રોથી ઉત્પન્ન થયેલ અથવા રોહિણી, જ્યેષ્ઠા, આદિ નક્ષત્રોવડે ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા અન્ય ઉત્પાતોને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવો કે જે વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે તે જોઈને અનુમાન કરવું ‘સુવૃષ્ટિ થશે.’ આ અનુમાન અનાગતકાળગ્રહણ અનુમાનછે. આ ઉદ્ગતતૃણ, વાદિ પૂર્વોક્ત લિંગની Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ સુત્ર-૩૦૮ વિપરીતતામાં પણ ત્રણ પ્રકાનું ગ્રહણ થાય છે. અતીતકાળ ગ્રહણ, પ્રત્યુત્પન્ન કાળગ્રહણ, અનાગત કાળ ગ્રહણ. –ભંતે ! અતીતકાળ ગ્રહણ શું છે? તૃણ રહિત વનો, અનિષ્પન્ન ધાન્ય યુક્ત ભૂમિ, હુષ્કકુંડ, સર, નદી, દીથિંક, જળાશય વગેરે જોઈ અનુમાન કરવું કે આ દેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રત્યુત્પન્નકાળગ્રહણ શું છે? ભિક્ષાર્જન માટે આવેલ કોઈ સાધુને લાભથી વંચિત જોઈને અત્યારે અહીં દુભિક્ષ છે એવું અનુમાન કરવું તે પ્રત્યુત્પન્નકાળ ગ્રહણ છે. [૩૦૮-૩૦૯]અનાગતકાળગ્રહણ શું છે? દિશાઓ સધૂમ હોય, પૃથ્વી ફાટી ગઈ હોય, છિદ્રો પડી ગયા હોય, પવન દક્ષિણ દિશાનો વહેતો હોય,આ વૃષ્ટિના અભાવના ચિહ્નો જોઈ તથા અગ્નિ કે વાયુ જોઈને “અહીં વૃષ્ટિ થશે નહીં. આવું અનુમાન કરવું તે અનાગતકાળ ગ્રહણ છે. આ વિશેષદષ્ટસાધર્મવતું અનુમાનનું સ્વરૂપ જાણવું. ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? –ઉપમાવડે વસ્તુસ્વરૂપને જાણવું. તે ઉપમાનપ્રમાણ. તેના બે પ્રકાર છે. સાધમ્યપનીત અને વૈધમ્યપનીત. સાધમ્યપનીત શું છે? –સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે સાધમ્યોપનીત છે તેના ત્રણ ભેદ છે. કિંચિતસાધમ્યપનીત, પ્રાયસાધમ્યપનીત અને સર્વસાધર્મોપનીત. તે કિંચિત્સાધમ્યપનીત શું છે ? કંઈક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે કિંચિતુસાધોપનીત છે.જેવો મંદર છે તેવો સર્ષપ છે. જેવો સર્ષપ છે તેવો મેરુ છે. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ જેવો ગોષ્પદ તેવો સમુદ્ર જેવો આદિત્ય તેવો ખદ્યોત-આગિયો, જેવો ખદ્યોત તેવો આદિત્ય જેવો ચંદ્ર તેવું કદ, જેવું કુમુદ તેવો ચંદ્ર આ રીતે કિંચિત્ સાધમ્ય પનીત છે. પ્રાયસાધમ્યપનીતનું સ્વરૂપ કેવું છે ? અધિકાંશ-સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે પ્રાયસાધમ્યોપનીત છે. જેવી ગાય તેવો ગવય (રોઝ) છે. જેવો ગવાય તેવી ગાય છે. આ પ્રાય સાધમ્યપનીત છે. -ભંતે! સર્વસાધમ્યપનીત શું છે? –સર્વ પ્રકારોથી સમાનતા પ્રગટ કરવામાં આવે તે સર્વસાધમ્યપની છે. અત્રે શંકા થાય કે સર્વપ્રકારથી સમાનતા તો કોઈ સાથે ઘટિત થઈ શકે નહીં કારણ કે જો બંનેમાં સર્વપ્રકારે સમાનતા ઘટિત થાયતો બંનેમાં એકતા પ્રાપ્ત થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય. આ શંકાનો ઉત્તર આ છે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સર્વપ્રકારે સમાનતા નથી હોતી પરંતુ અત્રે તે સમાનતા તેની સાથે જ પ્રગટ કરી છે. બીજા સાથે નહિ. તે આ પ્રમાણે-અહંતોએ અહંન્તો જેવું કર્યું. ચક્રવર્તીએ ચક્રવર્તીઓના જેવું કર્યું. બળદેવે બળદેવોના જેવું કર્યું વાસુદેવે વાસુદેવોના જેવું કર્યું, સાધુએ સાધુઓના જેવું કર્યુંઆ સર્વસાધમ્યોપનીત છે. વૈધયોપનીત શું છે? -બે કે વધુ પદાર્થોમાં વિલક્ષણતા પ્રગટકરવામાં આવે તે વૈધમ્યપનીત. તેના ત્રણ પ્રકાર છે. કિંચિતુવૈધમ્યપનીત પ્રાય વૈધમ્યપનીત અને સર્વવૈધમ્યપનીત. કિંચિત્વૈધમ્યપનીત શું છે ? –કોઈક ધર્મની વિલક્ષણતા પ્રગટ કરવી તે કિચિતુવૈધમ્યપનીત છે. જવું શબલાગાયનું વાછરડું હોય તેવું બહુલા ગાયનું વાછરડું હોતુ નથી, જેવું બહુલાગાયનું વાછરડુ હોય તેવું શબલાગાયનું વાછરડુ હોતુ નથી. આરીતે કિંચિત વૈધમ્યપનીતનું સ્વરૂપ જાણવું. પ્રાયવૈધમ્યોપનીત શું છે ? - અધિકાંશરૂપમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવી તે પ્રાયધર્મો પનીત છે. જેવો વાયસ (કાગડો) તેવું પાયસ (દૂધપાક) હોતું નથી, જેવું પાયસ હોય છે તેવો વાયસ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ અનુગદારાઈ- (૩૦૯) હોતો નથી. પદગત બે વણની અપેક્ષાએ સામ્યતા હોવા છતાં સચેનતા. અચેતનતા વગેરે અનેક ધર્મોની વિધમતા હોવાથી તે પ્રાયવૈધમ્યપનીત છે. સરવૈધમ્યપની શું ચે? સર્વપ્રકારથી વિધર્મતા પ્રગટ કરવામાં આવે તો તે સર્વ4ધમ્યપનીત છે. એવા કોઈ પદાર્થો નથી જેમાં પરસ્પર સર્વ પ્રકારે વૈધર્મ હોય. કારણ કે સત્ત્વ, પ્રમેયત્વ વગેરે ધમોની અપેક્ષાએ સર્વ પદાર્થોમાં સમાનતા રહેલી હોય છે. આવી શંકાનો ઉત્તર આપતા જણાવે છે કે એક-બીજા પદાર્થની સાથે સર્વવૈધમ્યપનીત નથી પરંતુ તે વિધર્મતા તેની સાથે જ પ્રગટ કરવામાં આવે છે, બીજા સાથે નહીં. જેમકે નીચ માણસે નીચ જેવું જ કર્યું. દાસે દાસ જેવું જ કર્યું કાગડાએ કાગડા જેવું જ કર્યું. કૂતરાએ કૂતરા જેવું જ કર્યું. ચંડાલે ચંડાલ જેવું જ કર્યું. આ પ્રમાણે સર્વવૈધમ્યોપની છે. આ રીતે ઉપમા પ્રમાણનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું. આગમપ્રમાણનું સ્વરૂપ કેવું છે? -જીવાદિ પદાર્થો સમ્યક રીતે જેના વડે જાણવામાં આવે તે આગમ છે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે- લૌકિક અને લોકોત્તરિક. લૌકિક આગમ એટલે શું ?જે આગમ અજ્ઞાની મિથ્યાદષ્ટિઓએ પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચેલા હોય તે લૌકિક આગમ છે. જેમકે- ભારત, રામાયણ, યાવતુ સાંગોપાંગ ચાર વેદ. આ સર્વ લૌકિક આગમ છે. લોકોત્તરિકઆગમ શું છે ? ઉત્પન્નજ્ઞાન-દર્શનને ધારણ કરનાર, અતીત, પ્રત્યુત્પન અને અનાગતના જ્ઞાતાં, ત્રણે લોકથી વંદિત, પૂજિત, કીર્તિત, સર્વજ્ઞાની, સર્વદર્શી અરિહંતભગવન્તોદ્વારા પ્રણિત દ્વાદશાંગ ગણિપિટક તે લોકોત્તરિક આગમ છે. અથવા આગમ ત્રણ પ્રકારે પ્રરૂપ્યું છે, સૂત્રાગમ અથગમ તદુ ભયાગમ અથવા આત્માગમ અનંતરાગમ અને પરંપરાગમ. તીર્થકરોઓ અર્થબોધ આપ્યો છે તે અર્થ તેઓમાટે આત્માગમ છે. તે અર્થ ગણધરોને સાક્ષાત પ્રાપ્ત થયો તેથી ગણધરોમાટે તે અનન્તરાગમ છે. ગણધરોનાં શિષ્યો માટે પરંપરાગમ છે. ગણધરો એ ગૂંથેલ સૂત્રો તેઓ માટે આત્માગમ છે તેમના સાક્ષાત શિષ્યો માટે તે સૂત્રો અનંતરાગમ છે અને પ્રશિષ્યો આદિમાટે પરંપરાગમ છે. આ રીતે લોકોત્તરઆગમ જાણવું. આમ આગમનું અને જ્ઞાનગુણપ્રમાણનું સ્વરૂપ વર્ણન જાણવું. દર્શનગુણપ્રમાણનું સ્વરૂપ કેવું છે? તે દર્શનગુણના ૪ પ્રકારો છે. ચક્ષુદર્શનગુણપ્રમાણ અચક્ષુદર્શનગુણપ્રમાણ અવધિદર્શનગુણ પ્રમાણ કેવળદર્શનગુણપ્રમાણ ચક્ષુદર્શની- ભાવચક્ષુઈન્દ્રિયાવરણકર્મના ક્ષયોપશયથી અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષ-દર્શનલબ્ધિવાળા જીવો, ચક્ષુદર્શનથી ઘટ, પટ, કટ, રથાદિ દ્રવ્યોને જુએ છે. અક્ષદર્શની અચક્ષુદર્શનથી ચસિવાયની ૪ ઈન્દ્રિયો અને મનથી શબ્દ ગંધ, રસ, સ્પર્શને જાણે છે. “આયભાવ” પદદ્વારા સ્પષ્ટ કરે છે કે ચક્ષુ સિવાયની ૪ ઈન્દ્રિયો પ્રાપ્તકારી છે, પદાર્થ સાથે સંલિષ્ટ થઈને જ પોતાના વિષયનો અવબોઘ કરે છે. અવધિદર્શની અવધિદર્શનથી- સર્વરૂપી દ્રવ્યોને જુએ છે. સર્વ પયયોને નહિ. કેવળદર્શની કેવળદર્શનથી સર્વ દ્રવ્ય અને સર્વપર્યયોને જુએ છે. આ રીતે દર્શનગુણ પ્રમાણ જાણવું. ચારિત્રગુણપ્રમાણ શું છે ? જેને ધારણ કરીને મનુષ્ય નિન્દ્રિત કર્મોનું આચરણ ન કરે તે ચારિત્રગુણ પ્રમાણના પાંચ ભેદ છે. સામાયિકચારિત્રગુણ પ્રમાણ છેદોપ Page #378 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૧૦ ૩૭૫ સ્થાપનીયચારિત્રગુણપ્રમાણ પરિહારવિશુદ્ધ ચારિત્રગુણપ્રમાણ અને યથાખ્યાતચારિત્રગુણપ્રમાણ તેમાં સામાયિકચારિત્રના બે પ્રકાર કહ્યાં છે. ઈત્વરિક-સ્વલ્પકાલિક કે જે પ્રથમ અને અંતિમ તીર્થંકરના સમયમાં જ્યાં સુધી મહાવ્રતોનું આરોપણ ન કરાય ત્યાં સુધી હોય તે, યાવત્કથિતજીવનપર્યન્તનું સામાયિકચારિત્ર. તે ૨૨ તીર્થંકરો અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓમાં હોય છે. છેદોપસ્થાનચારિત્ર-જેમાં પૂર્વ-પર્યાયનું છેદન કરી ફરી મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તેના બે ભેદ સાતિચારમૂલગુણના વિરાધક સાધુને પુનઃ વ્રતપ્રદાન કરવું નિરતિચાર- ઈત્વકિસામાયિકચારિત્રનું પાલન કરનાર સાધુને સાત દિવસ, ૪ માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે. નિર્વિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનું નિર્વિષ્ટકાયિક-જે તપશ્ચર્યા કર્યા પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસંપરાયચારિત્રજેમાં સૂક્ષ્મલોભમાત્ર અવશેષ હોય. તેના બે ભેદ સંકિલશ્યમાન ઉપશમશ્રેણિથી મૂતથના૨ જીવોનું ચારિત્ર. વિશુદ્ધમાનકશ્રેણિઆરોહણ કરનારનું ચારિત્ર. યથાખ્યાતચારિત્ર-જેમાંકષાયોદયનો સદંતર અભાવ રહે છે. તેના બેભેદ છે પ્રતિપાતિ એટલે ૧૧ મા ગુણસ્થાનવાળાનું અને અપ્રતિપાતિ એટલે ૧૨ આદિ ગુણસ્થાનવાળાઓનું અથવા (૧) છાવસ્થિક અને (૨) કેવલિક. આ રીતે ચારિત્રગુણપ્રમાણનું સ્વરૂપ કથન જાણવું કથન સમાપ્ત થયું. [૩૧૦] નયનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?- ગૌતમ ! અનંત ધર્માત્મક વસ્તુના અન્ય ધર્મોને ગૌણ કરીને વિવક્ષિત ધર્મને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાનો જે અભિપ્રાય હોય છે તે નયપ્રમાણ છે. તે નયપ્રમાણનું સ્વરૂપ ત્રણ દૃષ્ટાંતોવડે સ્પષ્ટ કરવામાં આવ્યુંછે. જેમકે-પ્રસ્થાકનાદષ્ટાંતથી, વસતિના દષ્ટાંતથી અને પ્રદેશના દૃષ્ટાંતથી. પ્રસ્થકનું દૃષ્ટાંત કોને કહે છે ? પ્રસ્થ એટલે ધાન્ય માપવાનું કાષ્ઠનું પાત્રવિશેષ.જેમકેકોઈ પુરુષ કુહાડી ગ્રહણ કરી જંગલ તરફ જાય છે, તેને જોઈને કોઈએ પ્રશ્ન કર્યો ‘તમે કાં જઈ રહ્યાં છો ?’ ત્યારે અવિશુદ્ઘનૈગમનયના મુજબ તેને કહ્યું ‘હું પ્રસ્થક લેવા જાઉં છુ કોઈએ તેને વૃક્ષને છેદતા જોઈ પૂછ્યું-· તમે આ શું કાપી રહ્યા છો ?” ત્યારે તેને વિશુદ્ઘનૈગમનય મુજબ જવાબ આપ્યો- હું પ્રસ્થ કાપું છું.’ પછી કોઈએ લાકડા છોલતા જોઈ પૂછ્યું-તમે શું છોલો છો ? ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાયે તે બોલ્યા-હું પ્રસ્થક છોલી રહ્યો છું'. પ્રસ્થથક નિમિત્તે કાષ્ઠના મધ્યભાગને કોરતો જોઈ કોઈએ પૂછ્યું ‘તમે આ શું કરો છો ?’ ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેને જવાબ આપ્યો - ‘હું પ્રસ્તક ઉત્કીર્ણ કરી રહ્યો છું.’ જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર લેખની વડે પ્રસ્થકમાટે ચિહ્ન ક૨વા લાગ્યો તેને જોઈને કોઈએ પૂછ્યું- “આ તમે શું કરો છો ?' ત્યારે તેને વિશુદ્ધતરનૈગમનયથી કહ્યું- ‘હું પ્રસ્થકના આકારને અંકિત કરુ છું.’ પ્રસ્થક સંબંધી આ પ્રશ્નોત્તર સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કરતાં રહેવું આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણવું. સંગ્રહનયના મતમુજબ ધાન્યપૂરિત પ્રસ્થક તે જ પ્રસ્થક કહી શકાય છે. ઋજુસૂત્રનયમુજબ ધાન્યાદિક પણ પ્રસ્તક છે, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણ નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિ જ્ઞાનમાં ઉપયુક્ત છે તેજ પ્રસ્થક છે. જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનું દૃષ્ટાંત કેવું છે ? કોઈ પુરુષે બીજા Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ અનુગદારાઈ -(૩૧૨) કોઈ પુરુષને પ્રશ્ન કર્યો કે તમે કયાં રહો છો ?” અવિશદ્ધનૈગમનયના મતાનુસારે તેણે જવાબ આપ્યો- હું લોકમાં રહુ .” પ્રશ્નકર્તાએ કહ્યું- “લોક ત્રણ પ્રકારના છે જેમકેઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્લોક. શું તમે આ ત્રણેલોકોમાં વસો છો ?' ત્યારે વિશુદ્ધનયમુજબ તેણે કહ્યું- 'તિર્યશ્લોકમાં વસુ છું.” પ્રશ્રકતએ પ્રશ્ન કર્યો- 'તિર્યશ્લોક જબૂદ્વીપ વગેરે સ્વયંભૂરમણપર્યન્ત અસંખ્યાત દ્વીપ-સમુદ્ર રૂપ છે. તો શું તમે આ સવમાં નિવાસ કરો છો ?' ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાય મુજબ તેણે કહ્યુંજબૂદ્વીપમાં રહું છું.' ત્યારે પ્રશ્નકર્તાએ પૂછયું- “જબૂદ્વીપમાં તો દશ ક્ષેત્ર આવ્યાં છે, જેમકે- ભરત ઐરાવત હેમવત ઐરણ્યવત હરિવર્ષ રમ્યફવર્ષ દેવકુ ઉત્તરકુરુ પૂવવદેહ અને અપરવિદેહ. તો શું તમે આ સર્વ ક્ષેત્રોમાં નિવાસ કરો છો ? ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજમ તેને જવાબ આપ્યો કે ભરતક્ષેત્રમાં રહું છું.” ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભક્ત છે. દક્ષિણાર્ધભરત અને ઉત્તરાર્ધભરત તો શું તમે બંને ભારતમાં રહો છો ?” ત્યારે વિશુદ્ધતર નૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- ‘દક્ષિણાર્ધ ભારતમાં રહું છું. ત્યારે પ્રશ્નકતએ પ્રશ્ન કર્યોદક્ષિણાર્ધ- ભરત ક્ષેત્રમાં ઘણા ગ્રામ, આકર, નગર, નિગમ, ખેટ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ સત્રિવિશો છે તો શું તમે સર્વમાં નિવાસ કરો છો ? વિશદ્ધતરમૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે હું પાટલીપુત્રમાં વરુ છું.” પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્નકર્યો કે “પાટલીપુત્રમાં ઘણાં ઘરો આવેલા છે. તો શું તમે તે સર્વ ઘરોમાં નિવાસ કરો છો ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- બહુ દેવદત્તના ઘરમાં રહું છું” પ્રશ્રકારે પ્રશ્નકર્યો કે “દેવદત્તના ઘરમાં ઘણા પ્રકોષ્ઠો છે તો શું તમે સર્વ પ્રકાષ્ઠોમાંનિવાસ કરો છો?' ત્યારે તેણે કહ્યું- હું મધ્યગૃહમાં નિવાસ કરું છું વિશુદ્ધનૈગમનયના મતથી વસતિ આ રીતે છે. વ્યવહારનયનું મન્તવ્ય પણ નૈગમનય જેવું જ છે. સંગ્રહનયમુજબ તો હું સંસ્મારકમાં જ્યાં બેસું છું, શયન કરું છું, ત્યાં રહું છું એમ કહેવાય.જુસૂત્રનય કહે છે કે- “જેટલા આકાશ પ્રદેશોમાં મેં અવગાહન કર્યું છે તેમાં રહું છું ત્રણ શબ્દનય કહે છે કે હું આત્મસ્વરૂપમાં રહું છું કારણ કે અન્યદ્રવ્યની અન્યદ્રવ્યમાં વૃત્તિ હોય જ નહિ. પ્રદેશદગંતથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થાય છે ? પ્રદેશદષ્ટાંત આ પ્રમાણે છે.- નૈગમનયના મતે છ દ્રવ્યોના પ્રદેશો હોય છે. જેમકે ધમસ્તિકાયનો પ્રદેશ અધમસ્તિકાયનો પ્રદેશ આકાશાસ્તિકાયનો પ્રદેશ જીવાસ્તિકાયનો પ્રદેશ સ્કંધનો પ્રદેશ અને દેશનો પ્રદેશ નૈગમનયના આવા કથનને સાંભળી સંગ્રહાયે કહ્યું- એમ ન કહો, કારણ કે દેશનો જે પ્રદેશ છે તે દ્રવ્યનો જ છે. તાત્પર્ય એ છે કે છઠાસ્થાનમાં “દેશ પ્રદેશ' કહ્યો છે તેની કોઈ સ્વતંત્ર સત્તા નથી કારણ કે તે ધમસ્તિકાય આદિના દેશોનો જે પ્રદેશ છે તે ખરેખર ધમસ્તિકાય આદિનો જ દેશ છે. અને દ્રવ્યથી અભિન દેશનો પ્રદેશ વસ્તુતઃ તે દ્રવ્યરૂપ જ છે. તેના માટે કોઈ દષ્ટાંત આપે છે- જેમ દાસ મારી આધીનતામાં હોવાથી તેને ખરીદેલ ગર્દભ પણ મારું જ છે. આવી વ્યવહાર પદ્ધતિ લોકમાં છે. તે પ્રમાણે જ ધમસ્તિકાયનો પ્રદેશ પણ દ્રવ્યનો જ છે તે સ્વતંત્ર નથી માટે તમે છના પ્રદેશ” ન કહો પણ “પાંચના પ્રદેશ કહો. ધમસ્તિકાય પ્રદેશ અધમસ્તિકાયપ્રદેશ આકાશાસ્તિકાયપ્રદેશ જીવાસ્તિ કાય પ્રદેશ અને સ્કંધ પ્રદેશ. આ પ્રમાણે કહેતા સંગ્રહનયને વ્યવહારનય કહે છે કે તમે જે પાંચના પ્રદેશ) Page #380 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૩૧૦ ૩૭૭ કહો છો તે યોગ્ય નથી, કારણકે પાંચગોષ્ઠિક પુરુષોનું સોનું આદિ ધન કે ધાન્યાદિદ્રવ્ય સામાન્ય હોય છે તેમ ધમસ્તિકાયાદિકોનો કોઈ સામાન્ય પ્રદેશ હોય તો પાંચનો. પ્રદેશ કહેવાય. પણ વાસ્તવમાં દરેક દ્રવ્યના પ્રદેશો ભિન્ન છે. માટે સામાન્ય પ્રદેશના અભાવમાં તે “પાંચ પ્રકારનો પ્રદેશ’ એમ કહો. તે આ પ્રમાણે ધર્મપ્રદેશ અધમપ્રદેશ આકાશપ્રદેશ જીવપ્રદેશ અને સ્કંધપ્રદેશ આ પ્રમાણ કહેતા વ્યવહારનયને ઋજુસૂત્રનયે કહ્યું – તમે જે પાંચ પ્રકારનો પ્રદેશ’ કહો છો તે યોગ્ય નથી, કારણ કે પાંચ પ્રકારના પ્રદેશ પાંચ-પાંચ પ્રકારનો થઈ જશે. અને પ્રદેશ પચ્ચીશ પ્રકારનો થઈ જશે. એટલે પાંચપ્રકારનો પ્રદેશ ન કહો, પ્રદેશ ભજનીય છે તેમ કહો. ધમસ્તિકાયનો પ્રદેશ ભજનીય છે. જીવનો પ્રદેશ ભજનીય છે અને સ્કાનો પ્રદેશ ભજનીય છે. કહેવાથી પોતપોતાના પ્રદેશનું જ ગ્રહણ થાયછે, પર સંબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી, કારણ કે પરસંબંધી પ્રદેશમાં અર્થક્રિયાપ્રત્યે સાધકત્વનો અભાવ છે આ પ્રમાણે કહેતા. જસૂત્રનયને શબ્દનયે કહ્યું- “ એમ તમે ન કહો કારણ કે આમ માનવાથી ધમસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયનો પણ થઈ શકે છે અને અધમસ્તિકાયનો પણ થઈ શકે છે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ થઈ શકે છે. જીવાસ્તિકાયનો પણ થઈ શકે છે અને સ્કંધનો પણ થઈ શકે છે. તેવી રીતે અધમસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાયનો થઈ શકે છે યાવતુ સ્કંધનો થઈ શકે છે. આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ ધમસ્તિકાયનો યાવતુ સ્કંધનો થઈ શકે છે. જીવાસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધમસ્તિકાયનો યાવત્ સ્કંધનો થઈ શકે છે. તેવી જ રીતે સ્કંધ પ્રદેશ પણ સર્વનો થઈ શકે છે. આ રીતે અનવસ્થા થવાથી વાસ્તવિક પ્રદેશ સ્થિતિનો અભાવ થશે. માટે તમે પ્રદેશને ભજનીય ન કહો. પણ એમ કહો કે જે પ્રદેશ ધમત્મિક છે તે પ્રદેશ ધર્મ છેએટલે કે આ ધમત્મિક જે પ્રદેશ છે તે સમસ્ત ધમસ્તિકાયથી અભિન્ન થઈને જ ધમત્મિક કહેવાય છે. જે પ્રદેશ અધમત્મિક છે તે પ્રદેશ અધર્મ છે. જે પ્રદેશ આકાશાત્મક છે તે પ્રદેશ આકાશ છે. એક જીવાત્મક જે પ્રદેશ છે તે પ્રદેશ નો જીવ છે એટલે કે સમસ્ત. જીવાસ્તિકાયના એક દેશભૂત જે એકજીવ છે. તે એક જીવાત્મક જે એક જ પ્રદેશ છે તે નોજીવ છે. અહીં “નો’ શબ્દ એકદેશ વાચક છે. એક સ્કંધાત્મક પ્રદેશ છે તે નો સ્કંધ છે. આ પ્રમાણે કહતા શબ્દ નયને સમભિરૂઢ નયે કહ્યું- તમે જે કહો છો કે જે પ્રદેશ ધમત્મિક છે. તે ધમસ્તિકાયરૂપ છે યાવતું જે પ્રદેશ એક જીવાત્મક છે તે પ્રદેશ ‘નજીવ’ છે જે પ્રદેશ એક સ્કંધાત્મક છે તે પ્રદેશનો સ્કંધ છે, તે તમારી વાત યોગ્ય નથી કારણ કે અહીં બે સમાસ થાય છે. તપુરુષ અને કર્મધારય તેથી અહીં સંદેહ થાય તમે ક્યા સમાસના આધારે “ધર્મ પ્રદેશ’ એમ કહો છો જો તમે તત્પરુષ સમાસના આધારે કહો તો તે યોગ્ય નથી કારણ કે એમ કહેવાથી ધર્મ અને પ્રદેશ ભિન્ન થઈ જશે. જેમ કુંડામાં બોર' કહીએ તો કુંડુ અને બોર જેમ ભિન્ન છે તેમ અહીં પણ ભિન્નતા પ્રાપ્ત થશે. જો તમે કર્મધારય સમાસના આધારે કહો છો તો જે ધર્માત્મક પ્રદેશ છે તેનું સમસ્ત ધમસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી પ્રદેશો ધમસ્તિકાયરૂપ થઈ જશે. આ રીતે અધમત્મિક પ્રદેશો-અધર્મરૂપ આકાશાત્મક પ્રદેશો આકાશરૂપ અનંત જીવાત્મક જે સમસ્ત જીવાસ્તિકાય છે તેનો એક દેશ એક છે. તેનો એક પ્રદેશ સમસ્ત જીવાસ્તિકાયથી ભિન્ન હોવાથી નો જીવ કહે છે. અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્કંધ છે તેનો એક દેશ એક સ્કંધ 25 Page #381 -------------------------------------------------------------------------- ________________ - - ૩૭૮ અનુગદારાઈ-(૩૧૧) હોય છે. આ એક દેશરૂપ સ્કંધનો પ્રદેશ નો સ્કંધ છે. આ પ્રમાણે કહેતા સમભિરૂઢનયને એવભૂતનયે કહ્યું - તમે જે કાંઈ કહી રહ્યા છો તે એવી રીતે કહો કે આ બધા ધમસ્તિકાયાવિકો સમસ્ત દેશ-પ્રદેશની કલ્પનાથી રહિત છે, પ્રતિપૂર્ણ આત્મસ્વરૂપથી અવિકલ છે, નિરવશેષ-એક હોવાથી અવયવ રહિત છે. એક ગ્રહણ એક નામથી કહે છે. માટે એક, વસ્તુ રૂપ છે. એવંભૂતનયના મતે જે વસ્તુ દેશરૂપ છે તે વસ્તુ છે. જે પ્રદેશરૂપ છે તે અવસ્તુ છે, એવંતભૂતનય અખંડ વસ્તુનેજ સત્વરૂપ માને છે આ રીતે પ્રદેશ દષ્ટાંતથી નયનું સ્વરૂપ જાણવું. | [૩૧૧] ભંતે ! સંખ્યા પ્રમાણ શું છે? સંખ્યા પ્રમાણના આઠ ભેદો છે. નામ સંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રવ્યસંખ્યા ઔપમ્પસંખ્યા, પરિમાણ સંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણના સંખ્યા અને ભાવ સંખ્યા નામસંખ્યા શું છે? જે જીવ અથવા અજીવનું “સંખ્યા' એવું નામ રાખવું તે નામ સંખ્યા છે. સ્થાપનાસંખ્યા શું છે? જે કાષ્ટકર્મમાં, પુસ્તકકર્મમાં થાવતુ સંખ્યામાં આ રૂપે જે આરોપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે. નામ અને સ્થાપનામાં શું વિશેષતા છે? નામ યાવથિત હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક પણ હોય છે અને યાવસ્કથિત પણ હોય છે. દ્રવ્યશંખ શું છે ? દ્રવ્યશંખના બે પ્રકાર છે. જેમકેઆગમદ્રવ્યશંખ અને નોઆગમદ્રવ્યશંખ. આગમદ્રવ્યશંખ અને નોઆગમમદ્રવ્યશંખના ભેદરૂપ જ્ઞાયકશરીર અને ભવ્ય શરીરશંખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદો મુજબ જાણી લેવું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત નોઆગમદ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે? તવ્યતિરિક્તદ્રવ્યશંખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે એક ભવિક-જે જીવ ઉત્પન્ન થઈને હજુ સુધી શંખપયયની આયુનો બંધ કર્યો નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાનો છે તે બદ્ધાયુષ્ક-જે જીવે શંખ-પયયિમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે તે. અભિમુખનામગોત્ર જે જીવ નિકટ ભવિષ્યમાં શંખ યોનિમાં ઉત્પન્ન થનાર હોય તેમજ જે જીવના નામ અને ગોત્ર કમ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તબાદ ઉદયાભિમુખ થનાર હોય તે. એક ભવિક જીવ એક ભવિક' એવા નામવાળો કાળની અપેક્ષાએ કેટલો કળસુધી રહે છે.? એક ભવિકજીવ જઘન્ય અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટી સુધી રહે છે. ભંતે ! બદ્ધાયુષ્કજીવ બદ્ધાયુષ્કરૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટીના ત્રીજા ભાગસુધી રહે છે. ભંતે ! અભિમુખનામગોત્રશંખનું “અભિમુખનામ ગોત્ર' એવું નામ કેટલા સમય સુધી રહે છે ? અભિમુખનામગોત્રશંખ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે સ્થૂલદ્દષ્ટિવાળા નો એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર આ ત્રણ શંખોને માને છે. પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધઋજુસૂત્રનયન બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર આ બે પ્રકારના શંખને સ્વીકારે છે. એકભાવિકને અતિ વ્યવહિત હોવાથી સ્વીકારતા નથી. ત્રણે શબ્દ નયો અભિમુખનામગોત્ર શંખને જ શંખ માને છે. આ રીતે તવ્યતિરિકતદ્રવ્યશનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે દ્રવ્યશનું વર્ણન પૂર્ણ થયું. ઔપમ્પસંખ્યાનું તાત્પર્ય શું છે ? ઔપમ્પસંખયા ચાર પ્રકારો છે. સદ્ભવસ્તુની સર્વસ્તુના સાથે ઉપમા આપવી સદ્ભવસ્તુની અસદ્ વસ્તુ સાથે ઉપમા આપવી, Page #382 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૭૧૨ હ૭૯ અસદુવસ્તુને સદ્ભવસ્તુ સાથે ઉપમા આપવી. તેમાં સદ્ભવસ્તુ સદવસ્તુ સાથે ઊપમિત કરવી. તે આ પ્રમાણે છે - તે સતુ એવા અરિહંત ભગવંતોને સતું એવા પ્રધાનનગરના કપાટ આદિસાથે ઉપમિત કરવા [ ૩૧૨૩૧૭] જેમકે - અરિહંત ભગવંતોના વક્ષસ્થળ નગરના કપાટ જેવા અને ભુજાઓ પરિધામા જેવી હોય છે, વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. સવસ્તુને અસવસ્તુ સાથે ઉપમિત કરવું તે બીજો પ્રકાર આ પ્રમાણે છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવોનું આયુષ્ય સદ્રુપ છે અને પલ્યોપમ, સાગરોપમ અસરૂપ છે. કારણ કે તે પલ્ય વગેરેની કલ્પના માત્રથી કલ્પિત થયેલા છે. અસદુવસ્તુને અસદુવસ્તુવડે ઉપમિત કરવી તે આ પ્રમાણે – વસંતસમયે જીર્ણ થયેલા, ડાંખળીથી તૂટી ગયેલા અને વૃક્ષ પરથી નીચે પડેલા, શુષ્ક સારભાગવાળા, અને દુઃખી થયેલા પાંદડાઓ નવા પાંદડાને ગાથા કહી - અત્યારે જે હાલતમાં તમો છો તે હાલતમાં જ પહેલા અમે હતા, અને અમે આ સમયે જે સ્થિતિમાં છીએ તમે પણ એક દિવસ આવશો. આ પ્રમાણે ખરતાં જીરું પાંદડાઓ નવોદ્ગત કિસલયોને કહ્યું. અત્રે જે પ્રકારે પાંદડાનો વાર્તાલાપ વર્ણવ્યો છે તે પ્રમાણે પાંદડાઓનો વાર્તાલાપ સંભવી ન શકે તે કોઈ દિવસ થયો નથી. અને કોઈ દિવસ થશે નહીં. અહીં ભવ્યજનોને સમજાવવા ઉપમા આપવામાં આવી છે. માં પાંડુપત્રાવસ્થા તત્કાલિક હોવાથી સરૂપ છે અને કિસલયાવસ્થા અસરૂપ છે. અસદુવસ્તુને અસદ્ધસ્તુથી ઉપમિત કરવી તે આ પ્રમાણે - શશવિષાણ ખરવિષાણ જેવા જ હોય છે. આ પ્રમાણે ઔપમ્પસંખ્યાનું નિરૂપણ જાણવું. પરિમાણ સંખ્યાપર્યાયરૂપ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? પરિમાણ સંખ્યાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે કાલિક શ્રુતપરિમાણસંખ્યા અને દૃષ્ટિવાદ શ્રુતપરિમાણસંખ્યા . કાલિકશ્રતપરિમાણ સંખ્યા શું છે ? અનેક પ્રકારની છે. જેમકે - પર્યાયોની સંખ્યા, અક્ષરસંખ્યા - “ અકારાદિ અક્ષરોની સંખ્યા, સંઘાત સંખ્યા - દ્વયાદિઅક્ષરોના સંયોગરૂપ સંઘાતની સંખ્યા, પદસંખ્યા - સુબત્ત, તિડન્તરૂપ પદોની સંખ્યા, પાદસંખ્યા - ગાથાના ચતુર્થ અંશ રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા-શ્લોકસંખ્યા, વેઢસંખ્યા-નિર્યું ક્તિઓની સંખ્યા, અનુયોગ દ્વારોની સંખ્યા, ઉદેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કન્ધસંખ્યા, અંગસંખ્યા વગેરે કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સંખ્યાત છે. દષ્ટિવાદમૃતપરિમાણ સંખ્યા શું છે ? દૃષ્ટિવાદશ્રુતપરિનાણસંખ્યાના અનેક પ્રકાર છે, - પર્યવસંખ્યા યાવતુ અનુયોગદ્વાર સંખ્યા, પ્રાભૃતસંખ્યા, પ્રાકૃતિકાસંખ્યા, પ્રાભૃતભૂતિકાસંખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દ્રષ્ટિવાદમૃતપરિમાણસંખ્યા અને પરિમાણસખ્યાનું સ્વરૂપ જાણવું . જ્ઞાનસંખ્યા શું છે? જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસંખ્યા છે. - શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણનાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈધ, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે. ભંતે ! ગણના સંખ્યા શું છે? “આ આટલા છે આ રૂપમાં જે ગણત્રી છે તે ગણના સંખ્યા કહી છે. એક-ગણના ન કહેવાય,બે આદિરૂપ ગણનાસંખ્યા જાણવી. સંખ્યાત, અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણવી. સંખ્યાત શું છે? સંખ્યાત ત્રણ પ્રકારના છે. – જઘન્ય સંખ્યાત, ઉત્કૃષ્ટ, સંખ્યાત Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ અનુગદારાઈ -(૩૧૭) અને મધ્યમ સંખ્યાત. અસંખ્યાત શું છે ? અસંખ્યાતના ત્રણ પ્રકાર છે.- પરીસ્તાસંખ્યાત, યુક્તએ ખ્યાત, અસંખ્યાતા સંખ્યાત. પરીતાસંખ્યાત શું છે ? પરીતાસંખ્યાતના ત્રણ પ્રકાર છે. જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. અંતે ! યુક્તાસંખ્યા શું છે? યુક્તાસંખ્યાત ત્રણ પ્રકારે - જઘન્ય, અને મધ્યમ. અસંખ્યાતસંખ્યાતશું છે ? જઘન્ય, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ અને મધ્યમ. અનંત શું છે? અનંતના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- પરીતાનંત, યુક્તાનંત , અનંતાનંત. પરીતાનંત શું છે? જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ આ ત્રણ સ્વરૂપે પરીતાનંત જાણવું. યુક્તાનંતના કેટલા ભેદ છે ? ત્રણ પ્રકારે – જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. અનંતનાનંત શું છે? અનંતાનંતના બે પ્રકારપ્રરૂપ્યા છે. જેમકે- જઘન્ય અને મધ્યમ. ભંતે જઘન્ય સંખ્યાત કેટલા હોય છે બે જઘન્ય સંખ્યાત હોય છે. તેનાથી પર અથતુ ત્રણચાર યાવતુ ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ સંખ્યાત જાણવું. ભંતે ! ઉત્કૃષ્ટ સંખ્યાત કેટલા હોય છે ? અસત્કલ્પના પ્રમાણે એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો ત્રણ લાખ, સોળહજાર, બસો સત્તાવીશ યોજન, ત્રણગાઉ, એકસો અઠ્ઠાવીશ ધનુષ અને ૧૩ અંગુલથી કાંઈક અધિક પરિધિવાળો કોઈ યથાનામક પલ્ય હોય. તે તે સિદ્ધાર્થો-સર્ષપોથી પૂરિત કરવામાં આવે. તે સર્ષ દ્વીપસમુદ્રોના ઉદ્ધાર ગૃહીત થાય અથવું પલ્યમાંથી એક એક સર્ષપ કાઢી દરેક દ્વીપસમુદ્રોમાં એક એક નાખતાં તે પલ્યને ખાલી કરવો. જંબુદ્વીપથી લઈ જે દ્વીપ કે સમુદ્રોમાં અંતિમ સર્ષપ પડ્યો છે ત્યાં સુધીના ક્ષેત્રને બીજા અનવસ્થિત પલ્યરૂપ કલ્પિત કરવામાં આવે છે. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સર્ષપ શલાકાપત્યમાં નાખવામાં આવે. ત્યારે પછી બીજો અનવસ્થિત પૂર્વરીતે ખાલી કરી રિકતતાસૂચક બીજો સર્ષપ શલાકા પલ્યમાં નાખવામાં આવે, આ ક્રમથી જંબૂદ્વીપ પ્રમાણવાળો શલાકાપલ્ય કંઠસુધી પૂરિત થઈ જાય અને એવા ઘણા શલાકાપલ્ય પૂરિત. થઈ જાય ત્યારે પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થતું નથી. તે સમજાવવા દષ્ટાંત કહે છે કે કોઈ એક મંચ હોય તે આમળાઓથી પૂરિત હોય તેમાં જો એક આમળું નાખવામાં આવે તો તે સમાવિષ્ટ થઈ જાય, બીજું નાખવામાં આવે તો તે સમાવિષ્ટ થઈ જાય. આ પ્રમાણે આમળાં નાખતાં- નાખતાં છેલ્લે એક એવું આમળું હોય છે કે જેનાખવાથી મંચ પરિપૂર્ણ થઈ જાય છે. પછી આમળું નાખવામાં આવે તો સમાવિષ્ટ થાય નહીં. તેમ વારંવાર નાખવામાં આવેલા સર્ષપોથી જ્યારે “અસંલય'- ઘણા પલ્યો અંતમાં આમૂલશીખ પૂરિત થઈ જાય, તેમાં એક સર્ષપ જેટલી પણ જગ્યા રહે નહીં ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થાય છે. તાત્પર્ય એ છે કે આ સર્ષપોની સંખ્યા અને જેટલા દ્વીપસમુદ્રો સર્ષપોથી વ્યાપ્ત થયા છે તે બંનેની સંખ્યા ભેગી કરતાં જે આવે તેથી એક સર્ષપ અધિક ઉત્કૃષ્ટ સંખ્યાત છે. જઘન્યસંખ્યા છે અને આ ઉત્કૃષ્ટ સંખ્યાની વચ્ચેના મધ્યમ સંખ્યાત જાણવા. સૂત્રકાર અસંખ્યાતનું વર્ણન કરતાં કહે છે કે અસંખ્યાતની પ્રરૂપણા કરતાં પૂર્વકથિત અનવસ્થિતની પ્રરૂપણા કરી લેવી. ઉત્કૃષ્ટ સંખ્યામાં એક સર્ષપ પ્રક્ષેપ કરવું જોઈએ અને તેજ જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ હોય છે. ત્યાર પછી મધ્યમ પરીતાસંખ્યાતના સ્થાનો હોય છે, તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત આવો હોય છે, ઉત્કૃષ્ટ Page #384 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૩૧૭ ૩૮૧ પરીતાસંખ્યાતનું પ્રમાણ શું છે? જઘન્ય પરીતાંસંખ્યાતનું જેટલું પ્રમાણ છે તે પ્રમાણ માત્ર રાશિને સ્થાપિત કરી પરસ્પર ગુણિત કરવી. કલ્પનાથી માનો કે જઘન્ય પરીતાસંખ્યાતનું પ્રમાણ ૫ છે. આ પાંચને પાંચવાર સ્થાપિત કરી પરસ્પર ગુણાકાર કરવાથી પપ૦૨૫, ૨પ૪પ= ૧૨૫ ૧૨પપ=૨૫, ૬૨૫૪ ૩૧૨૫ સંખ્યા આવે. આ સંખ્યાને વાસ્તવિક રૂપમાં અસંખ્યાતના સ્થાને જણવી જોઈએ. તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતા સંખ્યાત ગણાય છે. અને એક ઓછો કરવામાં ન આવે તો જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ મનાય છે અથવા જઘન્ય યુક્તાસંખ્યા તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણ થાય છે. જઘન્ય યુક્તાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર ગુણિત કરતાં જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય યુક્તાસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાનું જે પ્રમાણ છે તેમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાસંખ્યાનું પ્રમાણ થાય છે. આવલિકા પણ જઘન્ય યુક્તા-સંખ્યાતના સ્થાનો જઘન્ય યુકતાસંખ્યાતથી ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત ન આવે ત્યાં સુધી જાણવા. ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતનું સ્વરૂપ શું છે? જઘન્ય યુક્તાસંખ્યાતને આવલિકાથી અથતું જઘન્ય યુકતાસંખ્યાત સાથે ગુણિત કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ન્યૂન તેજ ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત છે. જઘન્ય અસંખ્યાતા–સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? જઘન્ય યુક્તાસંખ્યાત સાથે આવલિકાને ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અસંખ્યાતા સંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યામાં એક ઉમેરવાથી જઘન્ય અસંખ્યાતા સંખ્યાત થઈ જાય છે. ત્યાર પછી મધ્યમસ્થાનો હોય છે. તે સ્થાનો જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતા–સંખ્યાત ન આવે ત્યાં સુધી હોય છે. બંને ! ઉત્કૃષ્ટ અસંખ્યાતતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે? જઘન્ય અસંખ્યાતાસંખ્યાતની જેટલી રાશીઓ છે તેને પરસ્પર ગુણિત કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ન્યૂન કરવાથી જે સંખ્યા થાય તેજ ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત છે અથવા જઘન્ય પરીતાનંતમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત થાય છે. ભંતે ! જઘન્ય પરીતાનંતનું સ્વરૂપ કેવું છે ? જઘન્ય અસંખ્યાતાસંખ્યાતની જે રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય પરીતાનંત થાય છે. ત્યારપછી મધ્યમપરીતાનંતના સ્થાનો ન આવે ત્યાં સુધી હોય છે. ઉત્કૃષ્ટ પરીતાનંતનું સ્વરૂપ કેવું છે? જઘન્યપરીતાનંતની જેટલી રાશિઓ છે તેને પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરી તેમાંથી એક અંક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનંત થાય છે. અથવા જઘન્ય યુક્તાને તેમાંથી એક ચન કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનંત બને છે. જઘન્યયુકતાનંતનું પ્રમાણ કેટલું હોય છે ? જઘન્યપરીતાનંત જેટલા સર્ષપોનો પરસ્પર અભ્યાસરૂપમાં ગુણિત કરવાથી જે સંખ્યા આવે તે પરિપૂર્ણસંખ્યા જ જઘન્ય યુકતાનંત છે. અથવા ઉત્કૃષ્ટ પરીતાનંતમાં એક સર્ષપ પ્રક્ષિપ્ત કરવાથી જઘન્ય યુક્તાનંત થઈ જાય છે. અભવસિદ્ધિકો પણ જઘન્યયુકતાનંત જેટલા છે. ત્યારપછી મધ્યમયુકતાનંતાના સ્થાનો જ્યાં સુધી ઉત્કૃષ્ટ યુકતાનંતનું પ્રમાણ ન આવેત્યાં સુધી છે. ઉત્કૃષ્ટ યુકતાનંતનું પ્રમાણ કેટલું હોય છે ? જઘન્યુકતાનંતથી અભવસિદ્ધિકો-જઘન્યયુકતાનંતને પરસ્પર ગુણિત કરવાથી જે રાશી આવે તેમાંથી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અનુગદારાઈ- (૩૧૮) એક ન્યૂન કરવાથી જેસંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુકતાનંત છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુકતાનંત થાય છે. ભંતે ! જઘન્યઅનંતાનંતનું પ્રમાણ કેટલું હોય છે? જઘન્યયુકતાનંત સાથે અભવસિદ્ધિકને ગુણિત જે કરવાથી સંખ્યા આવે તે પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનુ પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુકતાનંત માં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્યઅનંતાનંત પછી બધાસ્થાનો મધ્યમ અનંતાનંતના હોયછે આ પ્રમાણે ગણનાસંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. ભંતે! ભાવસંખ શું છે? આ જે જીવો શંખનામક બેઈન્દ્રિયનામકગતિનામ અને નીચગોત્ર કમને વેદી રહ્યા છે તે ભાવશંખ છે. આ રીતે સંખ્યા પ્રમાણ સમાપ્ત થયું. આની સમાપ્તિ થવાથી ભાવપ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું. ] પૂર્વપ્રક્રમના ચતુર્થભેદ વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે? વક્તવ્યતા એટલે અધ્યયન આદિ સંબંધી એક-એક અવયવના પ્રતિનિયત અર્થનું યથાસંભવ કથન કરવું તેના ત્રણ પ્રકાર છે. સ્વસમયવકતવ્યતા, પરસમયવકતવ્યતા અને સ્વસમય પર સમય વકતવ્યતા. સ્વસમયવકતવ્યતા શું છે? સ્વસિદ્ધાંતનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવું તે સ્વસમયવકતવ્યતા છે. પરસ્મયવકતવ્યતા શું છે? જ્યાં પરસિદ્ધાંતો-નું કથન યાવતુ ઉપદર્શન કરવામાં આવે છે તે પરસ્મયવકતવ્યતા છે. સ્વસમય- પરસ્મયવકતવ્યતા શું છે ? જે વકતવ્યતામાં સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત બંનેનું કથન યાવતું ઉપદર્શન કરવામાં આવતું હોય તે સ્વસમય- પરસમયવકતવ્યતા છે. અનેકગમોમાં તત્પર એવો નૈગમનય, સવર્ણસંગ્રાહક એવો સંગ્રહનય અને લોક વ્યવહાર મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર એવો વ્યવહારનય ત્રણે વકતવ્યતાને સ્વીકારે છે. સૂત્રનય સ્વસમય અને પરસમય આ બે વક્તવ્યતાઓને માન્ય રાખે છે કેમકે જે સ્વસમય- પરસ્મયવકતવ્યતા છે તેમાંથી સ્વસમયવકતવ્યતા પ્રથમ ભેદમાં અને પરસ્મયવકતવ્યતા દ્વિતીયભેદમાં અન્તભૂત થઈ જાય છે. ત્રણે શબ્દનો એક સ્વસમયવકતવ્યતા ને જ માન્ય કરે છે. તેમના મતે પરસ્મયવકતવ્યતા નથી, કારણ કે પરસમય છે તે અનર્થ, અહેતુ, અસદ્દભાવ, અક્રિય, ઉન્માર્ગ, કુઉપદેશક, મિથ્યાદર્શનરૂપ છે માટે પરસ્મયવકતવ્યતા નથી. આ પ્રમાણે વકતવ્યતા વિષયક કથન છે. [૩૧૯૩૨૧-ઉપક્રમના પાંચમાં ભેદ અધિકારનું સ્વરૂપ કેવું છે ? આવશ્ય કસૂત્રના જે અધ્યયનનો જે અર્થ છે તે તેનો અધિકાર. પ્રથમ સામાયિકઅધ્યયનનો અર્થ સાવદ્યયોગ વિરતિનો, ચતુર્વિશતિસ્તવનામના બીજા અધ્યયનનો અર્થ સ્તુતિ કરવું વંદના નામના ત્રીજા અધ્યયનનો અર્થ ગુણવાનું પુરૂષોનું સન્માન કરવું તે છે. પ્રતિક્રમણ અધ્યયનમાં આચારથી થયેલ ખુલનાની નિંદા કરવાનો અધિકાર છે. કાયોત્સર્ગ અધ્યયનમાં વણચિકિત્સા નામનો અધિકાર છે. પ્રત્યાખ્યાન અધ્યયનનો ગુણધારણ કરવારૂપ અધિકાર છે. [૩૨૨-૩૨૪] ભંતે ! ઉપક્રમના છઠ્ઠા પ્રકાર સમવતારનું સ્વરૂપ કેવું છે ? વસ્તુઓનો સ્વમાં, પરમાં તેમજ બંનેમાં અન્તર્ભાવ વિષયક વિચાર કરવો તે સમવતાર, તેના છ પ્રકારો છે. નામસમવતાર સ્થાપનાસમવતાર દ્રવ્યસમાવતાર ક્ષેત્રસમવતાર. કાળ સમવતાર ભાવસમવતાર આ છમાંથી નામ અને સ્થાપનનાનું વર્ણન તો જેવી રીતે આવશ્યકમાં કહ્યું તેમજ જાણવું યાવતુ જ્ઞાયકશરીરભવ્ય શરીર Page #386 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૪ ૩૮૩ દ્રવ્યસમવતાર સુધી તેમજ. જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર શું છે ? તદ્બતિરિકત સમવતારના ત્રણ પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે, આત્મ સમવતાર પરસમવતાર તદુભવસમવતાર નિશ્ચયનયની અપેક્ષાએ સર્વદ્રવ્યોનો વિચાર કરીએ તો સર્વદ્રવ્યો પોતાના સ્વરૂપમાંજ રહે છે. વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો જેમ કુંડામાં બોર રહે છે. તેમ સર્વદ્રવ્યો પરમાં રહે છે. તદુભયસમવતાનો વિચાર કરીએ તો સમસ્તદ્રવ્યો આત્મભાવ અને પરભાવમાં રહે છે જેમ ઘરમાં સ્તમ્ભ રહે છે તે પરસમવતાર અને સ્તમ્ભ પોતાના સ્વરૂપમાં રહે છે તે આત્મા-સમવતાર. ગ્રીવા ઘટમાં અને પોતાનામાં રહે છે. અથવા શાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકત જે દ્રવ્યસમવતાર છે તેના બે પ્રકાર છે. - આત્મા સમવતાર અને તદુભયસમવતાર. જેમ ચાર પલ પ્રમાણવાળી ચતુષ્ટિકા અર્ધમાણિકના ચોસઠમાં ભાગરૂપ આત્મા ભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ આઠપલ પ્રમાણવાળી દ્વાત્રિંશિકા પણ રહે છે અને પોતાના નિજરૂપમાં પણ રહે છે. અષ્ટપલ પ્રમાણયુક્ત દ્વાત્રિંશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ ષોડશ-પ્રમાણવાળી ષોડશિકામાં પણ રહે છે. અને પોતાના ભાવમાં પણ રહે છે. તેમજે જે અષ્ટાભાગિકા છે, તે આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે, અને તદુભયસમવતારની અપેક્ષાએ ચતુર્ભાગકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. ચતુર્ભાિગકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મ ભાવમાં રહે છે. અને તદુભયસમવતારની અપેક્ષાએ અર્ધમાણીમાં રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. અર્ધમાણી આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ રીતે શાયકશરીર - ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર હોય છે. આ પ્રમાણે નોઆગમદ્રવ્ય સમવતારના ત્રણ ભેદોનું વર્ણન પૂર્ણ થતાં દ્રવ્યસમવતારનું પ્રરૂપણ પૂર્ણ થયું. ક્ષેત્રસમવાર શું છે ? ધર્માદિકદ્રવ્યોની જ્યાં વૃત્તિ હોય તે ક્ષેત્રસમવતાર. તેના બે પ્રકાર છે. -આત્મસમવતાર અને તદુભયસમવતાર. આત્મસમવતારની અપેક્ષાએ ભરતક્ષેત્ર આત્મભાવમાં રહે છે તદુર્ભયસમવતારની અપેક્ષાએ જંબુદ્રીપમાં પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. જંબૂદીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતાર અપેક્ષાએ તિર્યકલોકમાં પણ રહે છે. અને નિજસ્વરૂપમાં પણ રહે છે. તિર્યકલોક આત્મસમવતારની અપક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ લોકમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે ક્ષેત્રસમવતાર છે. ભંતે ! કાળસમવતાર શું છે ? સમયઆદિરૂપ કાળનોસમવર્ત કાળસમવતાર બે પ્રકારનો પ્રજ્ઞપ્ત થયેલ છે. તે આ પ્રમાણે આત્મસમવતાર અને તદુભયસમવતાર. આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ આવલિકામાં પણ રહે છે અને આત્મભાવમાં રહે છે અને આ પ્રમાણે આનપ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન.. સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશત્સહસ્ત્ર, પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ અનુગદારાઈ -(૩૨૫) નલિનાંગ, નલિન, અશ્વિનીકુરાંગ, અક્ષનિકુવર, અયુતાંગ, અયુત, નયુનાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ આ સર્વે આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં વર્તે છે તેમજ તદુભય સમવતારની અપેક્ષાએ ઉત્સર્પિણી - અવસર્પિણી કાળમાં. પુદ્ગુલપરાવર્તન આત્મસ અવતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં પણ રહે છે તેમજ આત્મભાવમાં રહે છે. અતીતતકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ સવદ્ધાકાળમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે કાળસમવતારનો વિચાર છે.- ભંતે ! ભાવસમવતાર શું છે? ક્રોધાદિ કષાયોનો જે સમાવતાર તે ભાવસમવતાર તેના બે ભેદ છે. જેમકે - આત્મસમવતાર અને તદુભયસમવતાર આત્મસમવતારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ માનમાં રહે છે તેમજ નિજસ્વરૂપમાં પણ રહે છે. આ પ્રમાણે માન, માયા, લોભ, રાગ, મોહનીય અષ્ટકમપ્રકૃતિઓ આ સર્વે આત્મસમ વતારની અપેક્ષાએ નિજમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ છ ભાવોમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ જ પ્રમાણે છ ભાવ, જીવ, જીવાસ્તિકાય આત્મસમવતારની અપેક્ષાએ નિજસ્વરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ સર્વે દ્રવ્યોમાં રહે છે અને આત્મભાવમાં પણ રહે છે સંગ્રહણી ગાથામાં સૂત્રકાર આજ વાત સ્પષ્ટ કરે છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીય, પ્રકૃતિ, ભાવે, જીવ અને દ્રવ્યાના સમવતારનું કથન તે ભાવસમતાર છે. આ રીતે ઉપક્રમ નામક પ્રથમદ્વારનું વર્ણન સમાપ્ત થયું. (૩૨૫-૩૨૬) - ભંતે! નિક્ષેપ શું છે? -નિક્ષેપના ત્રણ પ્રકારો છે. - ઓઘનિષ્પન્ન - સામાન્ય, સમુચ્ચય અધ્યયનોથી નિષ્પન્ન નિક્ષેપ, સૂત્રાલાપક નિષ્પન્ન - અંતે ઓઘનિષ્પન્ન નિક્ષેપ શું છે ? - ઓઘનિષ્પન્ન નિક્ષેપના ૪ પ્રકાર છે. અધ્યયન,અધ્યયન કરવા યોગ્ય, આય અને ક્ષપણ – ભંતે ! અધ્યયન શું છે? - અધ્યયનના ૪ પ્રકાર છે, નામઅધ્યયન સ્થાપનાઅધ્યયન દ્રવ્યઅધ્યયન અને ભાવઅધ્યયન. નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક જેવું જ જાણવું. ભંતે ! દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઅધ્યયનના બે પ્રકાર છે આગમથી અને નોઆગમથી આગમથી દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે? જેણે “અધ્યયન’ આ પદ શીખ્યું છે, પોતાના આત્મમાં સ્થિત, જિત, પરિમિત કર્યું છે યાવત્ ઉપયોગ શૂન્ય છે. તે આગમથી દ્રવ્યાધ્યયન છે. નૈગમનયની અપેક્ષાએ જેટલા અનુપયુક્ત જીવો છે તેટલા આગમથી દ્રવ્યાધ્યયન છે. વ્યયહારનયની માન્યતા નૈગમનયની જેમજ છે. સંગ્રહનય એક હોય કે અનેક, અનુપયુકત આત્માઓને એક આગમદ્રવ્યાધ્યયનજ કહે છે. જૂસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યાધ્યયન છે. તે નયભેદોને સ્વીકારતો નથી. ત્રણ શબ્દનય જ્ઞાયક જો અનુપયુક્ત હોય તો તેને અવસ્તુ-અસતુ માને છે કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સંભવીજ ન શકે અને જો તે અનુપયુક્ત હોય તો જ્ઞાયક ન કહેવાય. માટે આગમ દ્રવ્યાધ્યયનનો સંભવ નથી. આવું આગમ દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. ભંતે ! નોઆગમદ્રધ્યયન શું છે? નોઆગમદ્રવ્યાધ્યયન ત્રણ પ્રકારનું છે. જેમકે-જ્ઞાયકશરીર Page #388 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૩ર૬ ૩૮૫ દ્રવ્યાધ્યયન ભવ્ય શરીરદ્રવ્યાધ્યયન જ્ઞાયકશરીર ભવ્ય શરીરાતિરિકત- અધ્યયન. ભંતે ! જ્ઞાયક શરીÁવ્યાધ્યયન શું છે ? અધ્યયનસૂત્રના પદાર્થને જાણનારનું શરીર કે જે ચૈતન્યથી રહિત, ટ્યુતચ્યાવિત. -ત્યકતદેહ- શય્યાગત, સંસ્મારકગત, સ્વાધ્યાયભૂમિ કે સ્મશાનગત અથવા સિદ્ધશિલા-તે સ્થાનગત જોઈને કોઈ કહે-“અહો ! આ શરીરરૂપ પુદ્ગલસંઘાતે જિનપ્રણીત ભાવનું અધ્યયન કર્યું હતું. સામાન્ય રૂપે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું.' તેવું આ શરીર જ્ઞાયકશરીદ્વવ્યાધ્યયન છે. તેના પર કોઈ દ્રષ્ટાંત છે? - જેમ ઘડામાંથી મધ અને ઘી કાઢી. નાખ્યાં પછી કોઈ કહે કે આ મધનો કે ઘી નો ઘડો છે. આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. અંતે ! ભવ્ય શરીરયદ્રવ્યાધ્યયન શું છે ? સમય પૂર્ણ થવાપર યોનિ સ્થાનમાંથી જે જીવ બહાર નીકળ્યો છે તે જીવ તે પ્રાપ્ત શરીર દ્વારાજ જિનોપદ્દિષ્ટ ભાવ અનુસાર અધ્યયનપદોને ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખી રહ્યો નથી એવા તે ભવ્યજીવનું શરીર “ભવ્ય શરીરદ્રવ્યાધ્યયન’ કહેવાય છે. જેમ મધ અને ઘી ભરવાના ઘડામાં હજુ મધ કે ઘી ભર્યું નથી છતાં પણ તે ઘડાને મધુકુંભ કે ધૃતકુંભ કહેવો. આવું ભવ્ય શરીરદ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. ભંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ? પાના અને પુસ્તકમાં લખેલા અધ્યયનનો જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયન જાણવું. આ પ્રમાણે નોઆગમ દ્રવ્યાધ્યય અને દ્રવ્યાધ્યયનનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ભાવાધ્યયન શું છે ? ભાવાધ્યયનના બે પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે. તે આ પ્રમાણે આગમભાવાધ્યયન નોઆગમભાવાધ્યયન.. ભતે ! આગમભાવાધ્યયનનું સ્વરૂપ કેવું છે? જે અધ્યયનનો જ્ઞાયક હોય અને તેમાં ઉપયોગયુક્ત હોય છે તે આગમભાવાધ્યયન કહેવાય. ભંતે ! નોઆગમભાવાધ્યયનનું સ્વરૂપ કેવું છે? સામાયિકાદિ અધ્યયનનો નોઆગમભાવાધ્યયોનો છે. અધ્યાત્મ એટલે ચિત્તને સામાયિકાદિ અધ્યયનોમાં લગાડવું. તે અધ્યયનોમાં ચિત્ત સંયોજિત કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે તેથી કર્મબંધ થાય અને પૂર્વબદ્ધકમોની નિર્જરા થાય છે. તેથી તીર્થકરો અને ગણધરોએ સામાયિકાદિને નોઆગમભાવાધ્યયન કહેલ છે. આ પ્રમાણે નોઆગમભાવાધ્યયન અને સાથોસાથ અધ્યયનનું નિરૂપણ પૂર્ણ થયું. [૩ર૭-૩૨૮] ઓઘનિષ્પન્ન નિક્ષેપના દ્વિતીયભેદ “અક્ષીણ’ નું સ્વરૂપ કેવું છે? અક્ષીણના ચાર પ્રકાર કહેવામાં આવ્યાં છે. - નામઅક્ષણ, સ્થાપનાઅક્ષીણ, દ્રવ્યઅક્ષીણ અને ભાવઅક્ષણ. નામઅક્ષીણ અને સ્થાપનાઆવશ્યકની જેમ જાણી લેવું. દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? તેના બે પ્રકારો. આગમથી અને નોઆગમથી. આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? જેણે અક્ષણપદને શીખી લીધુ છે, જિત, મિત પરિમિત કરેલ છે યાવતું ઉપયોગથી શૂન્ય છે તે આગમથી દ્રવ્યઅક્ષીણ છે. ભંતે ! નોઆગમદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? નોઆગમદ્રવ્યઅક્ષીણના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે.-જ્ઞાયકશરીરદ્રવ્યઅક્ષણ, ભવ્ય શરીરદ્રવ્યઅક્ષીણ, અને જ્ઞાયકશરીર- ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણ. ભંતે! જ્ઞાયકશરીર દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે? અક્ષણપદના અધિકારનો જે જ્ઞાતા છે તે જ્ઞાતાનું જે શરીર કે જે વ્યપગત, શ્રુત, ચ્યાવિત અને ત્યકત અથતુ નિર્જીવ થઈ ગયું હોય તે જ્ઞાય કશરીરદ્રવ્યઅક્ષણ છે. યાવતું દ્રવ્યાધ્યયનની જેમ જાણવું. ભંતે ! ભવ્યશરીર દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ અનુગદારાઇ-(૩૨૮) જે જીવ સમય પૂર્ણ થવાપર યોનિમાંથી બહાર નીકળેલ છે વગેરે ભવ્ય શરીર દ્રવ્યઅક્ષીણનું વર્ણન પૂર્વોકત ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે ભવ્ય શરીરદ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ છે, ભંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? સવકાશ - લોક અલોકરૂપ આકાશની શ્રેણિ તે જ્ઞાયિકશરીર - ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષણ છે. કારણ કે તેમાંથી સમયે સમયે એક એક પ્રદેશનું અપહરણ કરવામાં આવે તો પણ ક્ષીણ થાય તેમ નથી. આ રીતે આગમદ્રવ્યઅક્ષણ અને દ્રવ્યઅક્ષીણનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ભાવઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? ભાવઅક્ષીણના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. આગમથી ભાવઅક્ષણ શું છે? જ્ઞાયક જે ઉપયુકત હોય તે આગમની અપેક્ષાએ ભાવઅક્ષીણ છે. તાત્પર્ય એ છે કે ઉપયોગની પયયો અનંત છે. તેઓમાંથી સમયે સમયે એક એકનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળમાં પણ સમાપ્ત થાય નહીં માટે તે ભાવઅક્ષીણ છે. અંતે ! નોઆગમથી ભાવઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? જેમ એક દીપકથી સેકડો બીજા દીપકો પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કરનાર તે મૂળ દીપક પણ પ્રજ્વલિતું જ રહે છે તેમ આચાર્ય શિષ્યોને સામાયિક શ્રત આપીને શ્રતશાળી બનાવે છે અને પોતે પણ શ્રુતથી યુક્ત રહે છે. આ પ્રમાણે શ્રુતદાયક આચાર્યનો જે ઉપયોગ છે, તે આગમરૂપ છે અને વાક અને કાયરૂપ જે યોગ તે અનાગમરૂપ છે. તેથી અહીં નોઆગમથી ભાવક્ષીણતા જાણવી. ૩િ૨૯] ભંતે! આયનું સ્વરૂપ કેવું છે? આય-લાભ અથવા પ્રાપ્તિના ૪ પ્રકારો છે. નામય, સ્થાપનાઆય, દ્રવ્યઆય અને ભાવઆય. નામય અને સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. ભંતે ! દ્રવ્ય આય શું છે? દ્રવ્યઆયના બે પ્રકારો છે આગમથી અને નોઆગમથી. ભંતે ! આગમથી દ્રવ્યઆય શું છે? જેણે “આય” આ પદને શીખી લીધું છે. જિતુ, મિત, પરિમિત કરેલ છે પણ ઉપયોગશૂન્ય છે તે આગમથી દ્રવ્ય આય કહેવાય. તેને દ્રવ્ય શા માટે કહ્યું? કારણ કે ઉપયોગરહિત હોવાથી દ્રવ્ય છે. નૈગમનની અપેક્ષાએ જેટલા ઉપયોગરહિત આત્મા છે તેટલા દ્રવ્યઆય જાણવા યાવતું તે આગમદ્રવ્ય આયને દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. ભંતે ! નોઆગમદ્રવ્યઆય શું છે ? નોઆગમદ્રવ્ય આયના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે જ્ઞાયક શરીરદ્રવ્ય આય, ભવ્ય શરીરદ્રવ્ય આય અને જ્ઞાયકશરીર-ભવ્ય શરીર- દ્રવ્યઆય. ભંતે ! જ્ઞાયકશરીરદ્રવ્ય આય શું છે ? “આય’ પદનો જે જ્ઞાતા હતો તે જ્ઞાતાનું શરીર વ્યપગત, ટ્યુત, વિન, ત્યકત હોય તે શરીર જ્ઞાયકશરીર નોઆગમદ્રવ્યઆય છે વગેરે જે દ્રવ્યાધ્યયનમાં કહ્યું છે તેમ જાણવું યાવતુ આ પ્રમાણે જ્ઞાયકશરીરદ્રવ્યઆય છે. ભંતે ! ભવ્યશરીરદ્રવ્યઆય શું છે? સમયપૂર્ણ થવાપર જે જીવ યોનિમાંથી બહાર નીકળ્યો છે વગેરે ભવ્યશરીરદ્રવ્યઆયનું સ્વરૂપ ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. અંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઆય શું છે ? ત્રણ પ્રકારે છે. લૌકિક કુપ્રાવચનિક અને લોકોત્તર લૌકિકદ્રવ્યઆય કોને કહે છે? ત્રણ પ્રકારે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ભંતે ! સચિત્ત લૌકિકઆય કોને કહે છે? ત્રણ પ્રકારે છે. દ્વિપદોનો આય. ચતુષ્પદોનો આય અને અપદોનો આય. આ સર્વે સચિત્તપદાર્થોની પ્રાપ્તિ સચિત્ત આય Page #390 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૯ ૩૮૭ છે. ભંતે ! અચિત્તનો આય શું છે? અચિત્ત તે સુવર્ણ, રત્ન, મણિ, મોતિ, શંખ, શિલા - રત્નવિશેષ પ્રવાળ, પરવાળ વગેરે અચિત્તવસ્તુઓની પ્રાપ્તિ તે અચિત્તનો આય છે. માયા અને લોભનો આય. આ નોઆગમભાવઆય છે. આ પ્રમાણે ભાવઆય અને આયનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! મિશ્ર આય શું છે? વસ્ત્રાલંકારાદિ થી ભૂષિત દાસ, દાસી, અશ્વ, હસ્તી વગેરેનો લાભ મિશ્રનો આય છે, આ પ્રમાણે લૌકિક આય છે. ભંતે! કુપ્રાચિનક આય શું છે? કુપ્રાચિનકના ત્રણ પ્રકાર છે તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ત્રણેનું વર્ણન લૌકિકઆચની જેમજ જાણવું. ભંતે ! લોકોત્તર આય શું છે ? ત્રણ પ્રકારે છે તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્તઆદ્ય શું છે ? શિષ્ય અથવા શિષ્યાનો લાભ થાય તે સચિત્ત આવે છે. અંતે ! અચિત્તઆય શું છે? અચિત્ત તે નિર્દોષ પાત્ર, કંબલ, રજોહરણ વગેરેની સાધુને પ્રાપ્તિ હોય તે અચિત્તઆય છે. ભંતેમિશ્ર શું છે? ભંડોપકરણાદિસહિત શિષ્ય, શિશ્ચાઓનો લાભ થાય તે મિશ્રઆય છે. આ પ્રમાણે મિશ્રઆય અને લોકોત્તર આયનું વર્ણન પૂર્ણ થયું. અંતે! ભાવઆયનું સ્વરૂપ કેવું છે? ભાવઆયના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમથી એને નોઆગમથી. ભંતે ! આગમથી ભાવઆય શું છે? આગમભાવઆય તે આ પ્રમાણે જે જીવ “આય” આ પદનો જ્ઞાયક હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવ આય છે. ભંતે ! નોઆગમભાવઆયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને અપ્રશસ્ત. અંતે ! પ્રશસ્તનોઆગમભાવ આય શું છે ? પ્રશસ્ત ભાવઆય ત્રણ પ્રકારના કહ્યા છે તે જ્ઞાયઆય, દર્શનઆય અને ચારિત્રઆય, ભંતે ! અપ્રશસ્તભાવઆય શું છે ? અપ્રશસ્તભાવઆય ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - ક્રોધ, માન, માયા અને લોભનો આય. આ અપ્રશસ્ત ભાવ આય છે. આ નોઆગમ ભાવ આય છે. આ પ્રમાણે ભાવ આય અને આયનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ક્ષપણા નું સ્વરૂપ કેવું છે? ક્ષપણાના ૪ ભેદ છે. નામક્ષપણા, સ્થાપણાક્ષપણા, દ્રવ્યક્ષપણા અને ભાવક્ષપણા. નામક્ષપણા અને સ્થાપનાક્ષપણાનું સ્વરૂપ પૂર્વવતુ જાણવું. ભંતે! દ્રવ્યક્ષપણાના બે ભેદ પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમથી અને નોઆગમથી. ભતે ! આગમથી દ્રવ્યક્ષપણા શું છે ? “ક્ષપણા’ પદને જેણે શીખી લીધું છે, તિ, મિત, પરિમિત કરી લીધું છે યાવતુ તેમાં ઉપયોગ શૂન્ય છે તે આગમથી દ્રવ્યક્ષપણા કહેવાય. ભંતે ! નોઆગમદ્રવ્યક્ષપણા શું છે ? નોઆગમદ્રવ્યક્ષપણાના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે જ્ઞાયકશીદ્રવ્યક્ષપણા, ભવ્ય શરીરદ્રવ્યક્ષપણા અને જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિકત-દ્રવ્યક્ષપણા. જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણા શું છે? “ક્ષપણા' પદના જ્ઞાતાનું જે શરીર વ્યપગત, ચુત, ઐવિત વ્યકત હોય ઈત્યાદિ સર્વે દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણા છે. અંતે ! ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા શું છે? સમય પૂર્ણ થવાપર જે જીવ યોનિમાંથી બહાર નીકળ્યો છે વગેરે સર્વે કથન દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. યાવતુ આ પ્રમાણે ભવ્ય શરીરક્ષપણાનું સ્વરૂપ જાણવું. ભંતે ! શશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ દ્રવ્યઆય પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે મિશ્રક્ષપણા છે. આ પ્રમાણે લોકોત્તરિક ક્ષપણા, સાથોસાથ જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે નોઆગમદ્રવ્યક્ષપણા અને દ્રવ્યક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ અનુગદારાઈ-(૩૩૦) ભંતે ! ભાવક્ષપણા શું છે? ભાવક્ષપણાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. આગમથી ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? જે “ક્ષપણા” પદના અર્થનો જ્ઞાતા હોય અને ઉપયુક્ત હોય તે ભાવક્ષપણા છે. ભંતે! નોઆગમ ભાવક્ષપણાના બે પ્રકારો છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. અંતે ! પ્રશસ્ત ભાવક્ષપણા શું છે? ત્રણ પ્રકારે છે. જ્ઞાનક્ષપણા, દર્શનક્ષપણા અને ચારિત્રક્ષપણા. આ ત્રણે પ્રશસ્તભાવક્ષપણા છે. અંતે ! અપ્રશસ્ત ભાવક્ષપણાના કેટલા પ્રકારો છે ? ચાર પ્રકારો છે. ક્રોધક્ષપણા, માનક્ષપણા, માયાક્ષપણા અને લોભક્ષપણા. આ અપ્રશસ્તભાવક્ષપણા છે. આ પ્રમાણે નોઆગમભાવક્ષપણા, ભાવક્ષપણા અને ક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે ઓઘનિષ્પન્નનિક્ષેપનું વર્ણન થયું. નિક્ષેપના દ્વિતીયભેદ “નામાનિષ્પન્નનિક્ષેપ” નું સ્વરૂપ કેવું છે? સામાયિક તથા ચતુર્વિશતિસ્તવ આદિ વિશેષનામો નામનિષ્પન્નનિક્ષેપ છે. તે સામાયિકના ચાર પ્રકારો છે. નામસામાયિક, સ્થાપના સામાયિક, દ્રવ્યસામાયિક અને ભાવસામાયિક. નામ-સામાયિક અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વવતું જાણવું. દ્રવ્યસામાયિકના સુધીનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમ જાણવું. અંતે ! જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિકત દ્રવ્યસામાયિક શું છે ? પત્ર અથવા પુસ્તકમાં લિખિત પદ જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિકતદ્રવ્યસામાયિક છે. આ પ્રમાણે નોઆગમથી દ્રવ્યસામાયિકના સ્વરૂપનું કથન જાણવું. ભાવસામાયિક શું છે ? બે પ્રકારે છે. આગમથીભાવસામાયિક, નોઆગમથીભાવસામાયિક. આગમભાવ સામાયિક શું છે ? સામાયિકાદિ પદનો જ્ઞાતા તેમાં ઉપયોગયુક્ત હોય તેવો જ્ઞાયક આત્માઆગમાપેક્ષાએ ભાવસામાયિક છે. [૩૩૦ –૩૩પ ] અંતે ! નોઆગમભાવસામાયિક શું છે ? જે મનુષ્યનો આત્મા મૂળગુણ રૂપ સંયમ, ઉત્તરગુણરૂપ નિયમ, અનશન વગેરે તપમાં સર્વકાળ સંલગ રહે છે તેને સામાયિક હોય છે. એવું કેવળીભગવાનનું કથન છે. જે સર્વભૂતો-ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેને સામાયિક હોય છે, તેમ કેવળી ભગવંતોનું કથન છે. જેવી રીતે મને દુઃખ થાય છે તેવી રીતે સર્વજીવોને દુઃખ થાય છે એવું જાણીને સ્વયં કોઈપણ પ્રાણીની ઘાત કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, સમસ્ત જીવોને પોતાની સમાન માને તેજ શ્રમણ કહેવાય છે. જેને કોઈ જીવ પ્રત્યે દ્વેષ નથી, કૌઈ પર પ્રેમ નથી, આ પ્રમાણે શ્રમણ શબ્દની નિકિતથી સમમનવાળો જીવ “શ્રમણ' કહેવાય છે. શ્રમણનું પ્રકારાન્તરથી કથન કરે છે. અહીં સાધુની ૧૨ ઉપમા આપી છે. તે ઉપમાઓથી યુક્ત હોય તે શ્રમણ કહેવાય છે. શ્રમણ ઉરગસમ - પરકતગૃહમાં નિવાસ કરવાથી ઉરગ - સર્પ જેવો, ગિરિસમ પરિષહ અને ઉપસર્ગ આવવાપર નિષ્કપ હોવાથી પર્વત જેવા, જવલનસમ તપોજન્ય તેજથી સમન્વિત હોવાથી અગ્નિ તુલ્ય, સાગર અમગંભીર, જ્ઞાનાદિરત્નોથી યુક્ત હોવાથી સમુદ્ર જેવા, નભતલસમ -સર્વત્ર આલંબન રહિત, હોવાથી આકાશવા, તરગણસમ - વૃક્ષ જેમ સિંચનાર અને કાપનાર બંને પ્રત્યે સમભાવ રાખે છે તેમ નિંદા કરનાર અને પ્રશંસા કરનાર બંને પ્રત્યે સમભાવ રાખવાથી વૃક્ષ જેવા, ભ્રમરસમ - ભ્રમર જેમ ઘણા પુષ્પોમાંથી થોડો થોડો રસ ગ્રહણ કરે છે તેમ અનેક ગૃહોમાંથી સ્વલ્પ આહારાદિ ગ્રહણ કરનાર હોવાથી ભ્રમર જેવા, મૃગસમ - Page #392 -------------------------------------------------------------------------- ________________ સુત્ર- ૩૩૬ ૩૮૯ સંસારના ભયથી સદા ભયભીત રહેવાથી મૃગજેવા, ધરણિસમ - સર્વસહ હોવાથી પૃથ્વી જેવા, જલરુહસમ -કાદવથી ઉત્પન્ન અને જળથી સંવર્ધિત છતાં તેનાથી અલિપ્ત કમળની જેમ સંસારથી ઉત્પન્ન અને સંવર્તિત હોવા છતાં તેનાથી અલિપ્ત રહે છે માટે કમળજેવા, સૂર્યસમ - પવનસમ - શ્રમણ ત્યારે જ સંભવિત છે કે તે દ્રવ્યની અપેક્ષાએ સુમનવાળો હોય ભાવમનની અપેક્ષાએ પાપરહિત હોય. જે માતા-પિતાદી સ્વજનો અને સર્વ સામાન્ય જનોમાં નિર્વિશેષ હોય તેમજ માન-અપમાનમાં સમભાવ ધારક હોય તેજ શ્રમણ છે. આ પ્રમાણે નોઆગમથી ભાવસામાયિકનું સ્વરૂપવર્ણન છે. આ પ્રમાણે સામાયિક અને નામનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. [૩૩] સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ શું છે ? લાઘવની દ્રષ્ટિએ તેની પ્રરૂપણા. કરતા નથી. તે લાઘવ આ પ્રમાણે છે, કે હવે પછી અનુગમનામના ત્રીજા અનુયોગદ્વારનું વર્ણન આવે છે. તેમાં સૂત્રના આલાપકોનો નિક્ષેપ બતાવેલ છે. તેજ અહીં પણ સમજી લેવો જોઈએ. [૩૩૭ - ૩૩૯] અનુગમનામક તૃતીય અનુયોગદ્વાર શું છે? અનુગમ – સૂત્રાનુકૂળ અર્થનું કથન. તેના બે ભેદો છે, - સૂત્રાનુગમ અને નિયુકિતઅનુગમ. નિયુકિતઅનુગમ શું છે ? સૂત્રની સાથે સંબદ્ધ અર્થોની યુક્તિ-ફુટતા કરવી અથતિ નામ, સ્થાપના વગેરે પ્રકારોથી સૂત્રનો વિભાગ કરવો તે નિયુકિતઅનુગમ. તેના ત્રણ પ્રકારો નિક્ષેપનિયંતિઅનુગમ. ઉપોદ્ધાતનિયુકિતઅનુગમ અને સૂત્રસ્પર્શિકનિયુકિત અનુગમ. અંતે ! નિક્ષેપનિયુકિતઅનુગમ શું છે ? નામ, સ્થાપનાદિકરૂપ નિક્ષેપોની નિયુકિત તે નિક્ષેપનિર્યુકિતઅનુગમ છે. ઉપોદ્યાતનિયુક્તિઅનુગમ શું છે ? વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્રની વ્યાખ્યાવિધિ સમીપ કરવી અર્થાત ઉદ્દેશાદિની વ્યાખ્યા કરી સૂત્રની વ્યાખ્યા કરવી તે ઉપોદ્ભાતનિયુકિત અનુગમ છે. ઉદેશ -સામાન્ય નામરૂપ, નિર્દેશ નામનું કથન કરવું નિર્ગમ સામાયિક કયાંથી નિકળી ? કયા ક્ષેત્રમાં નિકળી? કયા કાળમાં ? કયા પુરુષથી ? કયા કારણથી સાંભળી, કયા પ્રત્યયથી કહી ? ક્યા પ્રત્યયથી ગૌતમાદિઓ સાંભળી? કેવળજ્ઞાની - સર્વજ્ઞ હોવાથી પ્રત્યયથી કહી અને સાંભળી. લક્ષણ કર્યું ? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વશ્રદ્ધાન, શ્રુતસામાયિકનું લક્ષણ જીવાદિતત્ત્વોનું પરિજ્ઞાન, સર્વવિરતિ સામાયિકનું લક્ષણ સર્વ સાવદ્યવિરતિ અને દેશવિરતિસમાયિકનું લક્ષણ દેશતઃ વિરતી અને દેશતઃ અવિરતિ. નય - મૈગમાદિ સમવતાર - સામાયિકપર સાત નય ઉતારવા અનુમત - કયો નય સામાયિકાને સ્વીકારે છે ? નૈગમ, સંગ્રહ, વ્યવહાર, આ ત્રણ નય, તપ, સંયમરૂપ ચારિત્રસામાયિકને, નિગ્રંથપ્રવચનરૂપ શ્રતસા માયિકને અને સમ્યકત્વસામાયિકને સ્વીકારે છે. ઋજુસૂત્રાદિ ચારે નયો સમતારક ચારિત્રસામાયિકને જ સ્વીકારે છે. સામાયિક કેટલા પ્રકારની છે ? ત્રણ પ્રકારની છે. સમ્યકત્વસામાયિક શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક. કયા પુરૂષની સામાયિક ? જેનો આત્મા સમાધિમાં હોય તેની સામાયિક. કયા સ્થાનમાં સામાયિક ? આર્યક્ષેત્રમાં, ૩, ૪, પ મા આરા, મનુષ્યગતિ આદિ ઘણા બોલના સંયોગમાં સામાયિક, સામાયિક કોના માં ? સર્વદ્રવ્યમાં સમતાભાવરૂપસામાયિક હોય. કેવી રીતે સામાયિક ? અવ્યાક્ષિપ્તમનુષ્યચિત્ત, જાતિ, કુળ, બળ, આરોગ્ય સૂત્રશ્રવણ વિનયોપચારના સ્થાને સામાયિક. સામાયિકનું કાળમાન કેટલું? Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ અનુગદારાઈ -(૩૪૦) સમ્યક્ત્વ અને શ્રત સામાયિકની સ્થિતિ ૬૬ સાગરથી કંઈક અધિક, ચારિત્રસામાયિકની સ્થિતિ દેશઉણ કોડ પૂર્વની છે. સામાયિક કેટલી ? સમ્યકત્વને શ્રુતસામાયિકની અપેક્ષાએ અસંખ્યાત, સર્વવિરતિ આશ્રીને પૃથકત્વસહસ્ત્ર, દેશવિરતિઆશ્રી અસંખ્યાત. અંતર કેટલું પડે ? એક જીવ આશ્રી જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અધપુદ્ગલપરાવર્તન. વિરહ – સવજીવઆશ્રી વિરહ નથી. સામાયિકના કેટલા ભવ ? આરાધકઆશ્રીને જધન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ. આકર્ષ - સમ્યકત્વ અસંખ્યાતવાર આવે. એક ભવ આશ્રીને સામાયિકચારિત્ર પૃથકત્વ હજાર વાર આવે. સામાયિક કેટલા ક્ષેત્રને સ્પર્શે. એક જીવ આશ્રિત સંખ્યાનમાં ભાગને. નિરુક્તિ - સમ્યક પ્રકાર યુકિત પદરૂપ લાભની પ્રાપ્તિ થાય તે સામાયિકની નિરુક્તિ. આ ઉપોદ્દઘાત નિયુક્તિ અનુગમનું કથન થયું. " [૩૪૦-૩૪૨] સૂત્રસ્પર્શિક નિયુક્તિ શું છે? સૂત્રનો સ્પર્શ કરનાર નિયુકિત તે સૂત્રસ્પર્શિક નિયુક્તિ છે. સૂત્રના ઉચારણ કરવાની વિધિ- સૂત્રનું ઉચ્ચારણ અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ યુકત, કંઠોષ્ઠ વિપ્રમુક્ત, તથા ગુરવાચનોપગત હોય. આ પ્રકારે સર્વ દોષોથી રહિત સૂત્રનો ઉચ્ચાર કરવાથી જણાશે કે આ સ્વસમયનું પદ છે, આ પરસમયપદ છે કે બંધપદ છે કે મોક્ષપદ છે. આ સામાયિકપદ છે અથવા નોસામાયિક પદ છે. આ ઉપરાંત સૂત્રના વિધિપૂર્વક નિર્દોષ ઉચ્ચારણથી જ કેટલાક સાધુ ભગવંતોને અર્થનો બોધ થઈ જાય છે અને ક્ષયોપશમની વિચિત્રતાથી કેટલાક અધિકારો અનધિગત અધિકારોનો અધિગમ થાય સંહિતા - અખ્ખલિત રૂપથી મૂળ પાઠનું ઉચ્ચારણ કરવું. પદ - મૂળ પાઠમાં આવેલા પદોને અલગ કરવા. પદવિગ્રહ પ્રકૃતિ – પ્રયત્ન આદિ દેખાડી અર્થ કહેવો. ચાલના – સૂત્રની અથવા અર્થની અનુપપત્તિનું ઉદુભાવન કરવું - પ્રસિદ્ધિ -સમાધાન. સૂત્ર અને તેના અર્થની યુક્તિઓ વડે સ્થાપના કરવી. આ છ પ્રકારોથી સૂત્રની વ્યાખ્યા થાય છે. આ પ્રમાણે સૂત્રસ્પર્શિકાનિયુક્તિ અનુગમનું વર્ણન પૂર્ણ થયું. [૩૪૩-૩૪૮] નય શું છે? મૂળ નયો સાત છે, નૈગમન સંગ્રહન વ્યવહારનય ઋજુસૂત્રનય શબ્દનય સમભિરૂઢનય અને એવંભૂતનય નૈગમનય -મહાસત્તા, સામાન્ય તેમજ વિશેષ આદિ અનેક પ્રકારોથી વસ્તુનો પરિચ્છેદ કરનાર નૈગમનાય છે. હવે બાકીના છ નયના લક્ષણો કહું છું . સમ્યકુ ગૃહીત અતએ એક જાતિનું પ્રાપ્ત એવો અર્થ જેનો વિષય છે એવું સંગ્રહાયનું વચન છે. તાત્પર્ય આ છે કે સંગ્રહનયનો વિષય સામાન્ય જ છે વિશેષ નહિ, જેમકે આત્મા એક છે. વ્યવહાર સર્વ દ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય નિમિત્તે પ્રવૃત્ત થાય છે, જેમકે પાંચ વર્ષના વસ્ત્રમાં રક્તવર્ણ અધિક હોય તો લોકવ્યવહારમાં રકતવસ્ત્ર કહે. જુસૂત્રનવિધિ પ્રત્યુત્પન્નગ્રાહી હોય છે. તે વર્તમાનકાળને જ માને છે. અતીત અનાગતને સ્વીકારતો નથી. ઋજુસૂત્રનયની અપેક્ષાએ શબ્દનય સૂક્ષ્મ વિષયવાળો છે. શબ્દનો વિષય જો કે વર્તમાનકાળવર્તી પદાર્થજ છે પરંતુ તે લિંગ, કારક, વચન આદિના ભેદથી વાચ્યાર્થમાં પણ ભેદ માને છે. સમભિરૂઢનય ઈન્દ્રાન્ટિ વસ્તુનું અન્યત્ર શક્રાદિમાં સંક્રમણને અવસ્તુનું - અવાસ્તવિક માને છે. અર્થાત ભેદ વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ માને છે. એવંભૂતનય વ્યંજન - શબ્દ અને તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે Page #394 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૪૯ જળધારણાની ક્રિયા થતી હોય ત્યારે જ ઘટને ઘટ કહેવાય. [ ૩૪૯-૩૫૦ ] આ નયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનાદરણીય મિથ્યાત્વ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીનેજ પ્રયત્ન કરે, શુદ્ધ ઉપદેશમાં પ્રવર્તે. આ પ્રકારનો જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાનો જે ઉપદેશ તે નય એટલે જ્ઞાનમય કહેવાય છે. આ નયની પરસ્પર વિરુદ્ધ વકતવ્યતાને સાંભળી સમસ્ત નયોને ,સમ્મત ચારિત્ર અને જ્ઞાનમાં સ્થિત થનાર સાધુ મોક્ષનો સાધક હોય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૪૫ | ‘અનુયોગદાર’ - ગુર્જરછાયા પૂર્ણ - બીજી ચૂલિકા ગુર્જરછાયા પૂર્ણ ज्योतिषाचार्य शासन दीपक ज्योतिष सम्राट शिरोमणि मुनिराज श्री जयप्रभविजयजी ' भ्रमण' श्री मोहनखेड़ा तीर्थ ડોર શાહ (ચાર) મ.પ્ર. જોન : 07296–33054 ૩૯૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ૪૫-આગમ ગુર્જરછાયા પૂર્ણ આ ૪૫ આગમમાં આપેલા અનુક્રમ અમારા ૪ ઞામસુત્તળિ મુજબના જ છે. જિજ્ઞાસુઓએ અમારું અર્ધમાગઘીમાં ૪૫ આગમ પ્રકાશન જેમાં ૪૫ અલગ અલગ પુસ્તકો છે તે સાથે રાખવું. અનુઓગદારાઈ - (૩૧૭) Page #396 -------------------------------------------------------------------------- ________________ આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક - સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા 柔柔 શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા ॐ नमो अभिनव नाणस्स આગમ દીપ પ્રકાશન