SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -૧૦૧૦ રજસ્ત્રાણ ગુચ્છો અને બે વસ્ત્ર. બાર પ્રકારમાં ઓધો, મુહપત્તિ, પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા પડલા, રજસ્ત્રાણ ગુચ્છો અને ત્રણ વસ્ત્ર. [૧૦૧૧-૧૦૨૭સ્થવિર કલ્પિની ઓધ ઉપાધિ. ચૌદ ભેદે છે. ઉપર મુજબની બાર ઉપરાંત ૧૩. માત્રક, ૧૪. ચોલપટ્ટો. સાધ્વી માટે પચીસ પ્રકારની - પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, મુહપત્તિ, માત્રક, કમંઢક. (વાપરવા માટેનું જુદુ પાત્ર.)અવગ્રહાનત્તક (ગુહ્યભાગનું રક્ષણ કરવા માટે કોમળ અને મજબૂત નાવ સરખુ. પટ્ટો (શરીર પ્રમાણ કટીબંધ) અબ્દોરૂગ.(અધી સાથળ સુધી સીવ્યા વિનાનું ચડ્ડી જેવું.)ચલણી (જાનું પ્રમાણનું સાડા જેવું-નર્તકીના જેવું) બે નિવસની. અન્તર્નિવસની અર્ધ સાથળ સુધી લાંબી બહિર્નિવસનિ ઘુંટી સુધીની લાંબી. કંચુક (સિવ્યા વિનાનો,છાતી ઢાંકવા માટે ઉપકક્ષિકા જમણી બાજુથી કંચુક ઢાંકવા માટે વેકક્ષિકા (ઉપકક્ષિકા અને કંચુક ઢાંકવા માટે) સંઘાડી ચાર. બે હાથની પહોળી ઉપાશ્રયમાં, ત્રણહાથ પહોળી ગોચરી જતાં. ત્રણ હાથ પહોળી થંડિલ જતાં, ચાર હાથ પહોળી સમવસરણમાં વ્યાખ્યાનમાં ઉભા રહેતાં, માથાથી પગ સુધી આચ્છાદન માટે. સ્કંધકરણી (ચાર હાથની વિસ્તારવાળી, સ્વરૂપવાન સાધ્વીને ખુંદી કરવા માટે.). - આ ઉપધિઓમાં કેટલીક ઉત્તમ કેટલીક મધ્યમ અને કેટલીક જઘન્ય પ્રકારની ગણાય છે. તેના વિભાગ નીચે પ્રમાણે છે. [૧૦૨૮-૧૦૩૦]જિનકલ્પિની ઉપધિમાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ ચાર-ત્રણ વસ્ત્ર અને પાત્રક, મધ્યમ ચાર-ઝોળી, પડલા, રજસ્ત્રાણ અને ઓઘો. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્રકેસરિકા. સ્થવિર કલ્પિની ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ઉપધિ-ઉત્તમ ચાર -ત્રણ વસ્ત્ર અને પાત્ર. મધ્યમ છ - પડલા, રજત્રાણ, ઝોળી ચોલપટ્ટો, ઓઘો અને માત્રક. જઘન્ય ચારગુચ્છો નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્રકેસરિકા. સાધ્વીની ઉત્તમ મધ્યમ અને જઘન્ય ઉપધિ ઉત્તમ આઠ - ચારસંઘાટિકા મુખ્યપાત્ર, અંધકરણી, અન્તર્નિવસની અને બહિનિવસની મધ્યમ તેર - ઝોળી પડલા, રજસ્ત્રાણ, ઓઘો, માત્રક, અવગ્રહાનન્તક, પટ્ટો, અદ્ધોક, ચલણી, કંચુક, ઉત્કક્ષિકા વૈકક્ષિકા, કમઢક. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્ર પુંજવાની પાત્રકેસરિકા. [૧૦૩૧-૧૦૩૭]ઓ ઉપધિનું પ્રમાણ ૧.પાનું - સરખું અને ગોળ, ગોળાઈમાં પોતાની ત્રણ વેંત અને ચાર આંગળ મધ્યમ પ્રમાણ છે. આથી ઓછું હોય તો જઘન્ય, વધારે હોય તો ઉત્કૃષ્ટ પ્રમાણનું ગણાય અથવા પોતાના આહાર જેટલું પાડ્યું. વૈયાવચ્ચ કરનાર આચાર્યે આપેલું કે પોતાનું નંદીપાત્ર રાખે નગરનો રોધ કે અટવી ઉતરતાં વગેરે કારણે આ નંદીપાત્રનો ઉપયોગ કરાય. પાનું મજબૂત, સ્નિગ્ધવર્ણવાળું, બરાબરગોળ અને લક્ષણવાળું ગ્રહણ કરવું. બળેલું છિદ્રવાળું કે વળી ગયેલું પાનું રાખવું નહિ. છકાયજીવની રક્ષા માટે પાત્રુ રાખવાનું હોયછે. [૧૦૩૮-૧૦૪૫]લક્ષણવાળું - ચારે તરફથી સરખું ગોળ, મજબૂત પોતાનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy