SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ઓહનિજ્જુત્તિ- (૧૦૪૫) સ્નિગ્ધવર્ણવાળું હોય તેવું પાત્ર ગ્રહણ કરવું. લક્ષણવિનાનું - ઉંચું નીચું, વળી ગયેલું, છિદ્રવાળું, હોય તે પાત્રા રાખવું નહિ. સરખા ગોળ પાત્રાથી લાભ થાય. મજબૂત પાત્રથી ગચ્છની પ્રતિષ્ઠા થાય. વ્રણરહિત પાત્રાથી કીર્તિ અને આરોગ્ય મળે. સ્નિગ્ધવર્ણવાળા પાત્રાથી જ્ઞાન સંપત્તિ થાય. ઉંચા નીચા પાત્રાથી ચારિત્રનો ભેદ-વિનાશ થાય છે. દોષવાળા પાત્રાથી ગાંડપણ થાય. પડઘી વિનાના પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. ખીલા જેવાં ઉંચા પાત્રાથી ગચ્છ અને ચારિત્રમાં સ્થિરતા રહે નહિ. કમળ જેવાં પહોળા પાત્રાથી અકુશલ થાય. વ્રણ-છિદ્રવાળાપાત્રાથી શરીરમાં ગુમડાં આદિ થાય. અંદર અથવા બહારથી બળેલા પાત્રાથી મરણ થાય. ૭૦ [૧૦૪૬]પાત્રબંધ- પાત્રા બંધાય અને છેડા ચાર આંગળ વધે તેવા રાખવા. [૧૦૪૭-૧૦૪૯]બંનેગુચ્છા તથા પાત્રકેસરીકા આ ત્રણે એક વેંતને ચાર આંગળના રાખવા બન્ને ગુચ્છા ઊનના રાખવા. રજ આદિથી રક્ષા માટે નીચેનો ગુચ્છો, ગુચ્છાથી પડલાની પ્રમાર્જના કરાય. પાત્રાં પ્રમાર્જવા ઝીણા સુંવાળા સુતરાઉ કપડાની પાત્રકેસરિકા-પાત્રમુખવસ્ત્રિકા જે પાત્રા દીઠ એક એક અલગ રાખવા [૧૦૫૦-૧૦૫૫]પડલા - કોમળ અને મજબૂત રૂતુભેદે ત્રણ, પાચં કે સાત, ભેગા કરતાં સૂર્યના કીરણો ન દેખાય તેવાં અઢી હાથ લાંબા અને છત્રીસ આંગળ પહોળાં રાખવાં સારા કે તેથી ઉત્તરતી કોટીનાં હોય તો રૂતુભેદે નીચે પ્રમાણે તે ધારણ કરાય છે. ઉત્કૃષ્ટ મજબૂત પહેલાં અનુક્રમે ૩-૪-૫, મધ્યમ(કંઈકજીર્ણ.)પડલાં અનુક્રમે ૪-૫-૬, જીર્ણ પડલાં અનુક્રમે ૫-૬-૭ ઉનાળા, શિયાળા ચોમાસે રાખવા. ભિક્ષા લેવા જતાં ફુલ, પત્ર, આદિથી રક્ષણ કરવા માટે પાત્રાં ઉપર ઢાંકવા તથા લિંગ ઢાંકવા માટે પડલાં જોઈએ. [૧૦૫૬-૧૦૫૭]રજસ્ત્રાણ - પાત્રાના પ્રમાણમાં રાખવું. રજ આદિથી રક્ષણ માટે પ્રદક્ષિણાવત્ત પાત્રાને વીંટવું. તે પાત્રાનુસાર અલગ રાખવું. [૧૦૫૮-૧૦૫૯]ત્રણ વસ્ત્રો - શરીર પ્રમાણ, ઓઢતાં ખભા ઉપર રહે. અઢી હાથ પહોળાં, લંબાઈમાં શરીર પ્રમાણ બે સુતરાઉ અને એક ઊનનું. ઘાસ, અગ્નિ આદિ ગ્રહણ કરવાં ન પડે, તથા ઠંડી આદિથી રક્ષણ થાય તે માટે અને ધર્મધ્યાન, શુક્લધ્યાન, સારી રીતે થઈ શકે એ માટે વસ્ત્ર રાખવાનું ભગવાને કહ્યું છે. [૧૦૬૦-૧૦૬૪]રજોહરણ - મૂળમાં ઘન, મધ્યમાં સ્થિર અને દશી પાસે કોમળ દશીવાળો દાંડી-નિષધા સાથે પોરાયામ અંગુઠાના પર્વમાં પ્રદેશની આંગળી રાખતાં જેટલો પહોલો ભાગ રહે તેટલી જાડાઈવાળો, રજોહરણ રાખવો. મધ્યમાં દોરાથી ત્રણ આંટા મારી બાંધવો. કુલ બત્રીસ આંગળ લાંબો. (દાંડી ચોવીસ આંગળ, દશી આઠ આંગળ)હીન અધિક હોય તો બંન્ને મળીને બત્રીસ આંગળ થાય તેટલો રાખવો. લેવા મૂકવા વગેરે ક્રિયામાં પૂજવા પ્રમાર્જવા તથા સાધુ લિંગ તરીકે રજોહરણ ધારણ કરવું. [૧૦૬૫-૧૦૬૬]મુહપત્તિ - સુતરાઉ એક વેંત ચાર આંગળની એક અને બીજી મુખ પ્રમાણે મુખ ઢાંકી શકાય તેટલા પ્રમાણની વસતિ પ્રમાર્જના વખતે બાંધવા. સંપાતિમ જીવોના રક્ષણ માટે, બોલતી વખતે મુખ આગળ રાખવા. તથા કાજો લેતાં ૨જ આદિ મુખમાં પેસી ન જાય તે માટે બીજી નાસિકા સાથે મોંઢા ઉપર બાંધવા એમ બે. [૧૦૬૭-૧૦૭૪]માત્રક- પ્રસ્થ પ્રમાણ. આચાર્ય આદિને પ્રાયોગ્ય લેવા માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy