SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન- ૩૪ ૨૬૧ દુર્ગધ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે. સુગન્ધિત પુષ્પ અને વટાતાં સુગંધિત પદાર્થોની સુગંધ કરતાં અનન્ત સુગન્ધ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓન છે. [૧૪૦૦-૧૪૦૧] કરવત, ગાયની જીભ અને શાકવૃક્ષના પાનના કર્કશ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કર્કશ સ્પર્શ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનો છે. બૂર, નવનીત, અને શિરીષના ફૂલના કોમળ સ્પર્શ કરતાં પણ અનન્ત ગણો કોમલ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. [૧૪૦૨] વેશ્યાઓના ૩-૯-૨૭-૮૧ કે ૨૪૩ પરિણામો હોય છે. [૧૪૦૩-૧૪૦૪] જે માણસ પાંચ આશ્રવમાં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, ષટ્યાયમાં અવિરત છે, તીવ્ર આરંભ-હિંસા આદિમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, સાહસી અથતુ અવિવેકી છે- નિઃશંક પરિણામી છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધા યોગોવાળો હોય તો કૃષ્ણ લેગ્યામાં પરિણત છે. [૧૪૦પ-૧૪૦૬] જે ઈર્ષ્યાળુ છે, અમર્ષ-દુરાગ્રહી, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જાહીન છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસલોલુપ છે, સુખ શોધનાર છે- જે આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુસ્સાહસી છે- આ યોગોથી યુક્ત માણસ નીલ લેગ્યામાં પરિણત થાય છે. [૧૪૦૦-૧૪૦૮] જે માણસ વક્ર છે, વાણી, આચારમાં કપટ કરે છે, સરળ નથી. પ્રતિકુંચક છે પોતાના દોષ છૂપાવનાર છે, ઔપધિક છે-બધે છળ કરે છે. મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય છે. જે ઉમ્રાસક છે-ગંદી મશ્કરી કરનાર, દુર્વચન બોલનાર, ચોર, ઈર્ષાળુ છે આ બધા યોગવાળો કાપોત લેગ્યામાં પરિણત છે. [૧૪૦૯-૧૪૧૦] જે નમ્ર છે, અચંચળ છે, માયારહિત છે, કૂતુહલ વિનાનો છે, વિનયમાં નિપુણ, દાન્ત, યોગવાળો છે-સ્વાધ્યાય વગેરે સમાધિયુક્ત છે, ઉપધાન કરનાર છે. પ્રિયધર્મી છે, દૃઢધર્મી છે, પાપભીરૂ છે, હિતૈષી છે, આ બધા યોગવાળો તેજલેશ્યામાં પરિણત છે. [૧૪૧૧-૧૪૧૨] ક્રોધ, માન, માયા અને લોભ જેના અત્યન્ત અલ્પ છે, જે પ્રશાન્ત ચિત્તવાળો છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાન છે, ઉપધાન કરનાર છે. જે મિતભાષી છે, ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે, આ બધા યોગવાળો પદ્મલેશ્યામાં પરિણત હોય છે. [૧૪૧૩-૧૪૧૪] આર્ય અને રૌદ્ર ધ્યાનને ત્યાગી જે ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન છે, જે પ્રશાન્તચિત્ત, દાન્ત, છે, પાંચ સમિતિઓથી યુક્ત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે- સરાગ હોય કે વીતરાગ, પણ જે ઉપશાન્ત છે, જિતેન્દ્રિય છે, આ બધા યોગોવાળો શુક્લ લેગ્યામાં પરિણત હોય છે. [૧૪૧૫] અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય, અસંખ્ય લોકોના જેટલા આકાશપ્રદેશો હોય તેટલા જ લેશ્યાના સ્થાન હોય છે. [૧૪૧૬-૧૪૨૨] કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિત મુહૂર્વાધ છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીસસાગર છે. નીલ વેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી વધારે દસસાગર છે. કાપોતલેશ્યાની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy