SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬o ઉત્તરજઝયણ- ૩૩/૧૩૭૬ [૧૩૭૬-૧૩૭૭ ઉત્કૃષ્ટ સ્થિતિ તીસ કોટિ કોટિ (સાગરોપમની) છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. બે આવરણીય કર્મ અથતુ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય તથા વેદનીય અને અન્તરાય કર્મની આ ઉપર્યુક્ત સ્થિતિ કહી છે. [૧૩૭૮-૧૩૮૦ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટિકોટિ સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અત્તર્મુહૂર્તની છે. આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટિ કોટિ સાગર સમાન છે અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. [૧૩૮૧-૧૩૮૨]સિદ્ધોના અનન્તભાગ જેટલાં કર્મોના અનુભાગ છે. બધા અનુભાગોના પ્રદેશ પરિણામ બધા ભવ્ય અને અભવ્ય જીવોથી અતિક્રાન્ત છે, અધિક છે. તેથી આ કમના અનુભાગોને સમજીને બુદ્ધિમાન સાધક એમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - એમ હું કહું છું. અધ્યયનન-૩૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૩૪-લેયાધ્યયન) [૧૩૮૩-૧૩૮૪] હું આનુપૂર્વના ક્રમ પ્રમાણે લેશ્યાધ્યયનનું વર્ણન કરીશ. મારા પાસેથી તમે છએ લેશ્યાના અનુભાવ-રસ વિશેષને સાંભળો. વેશ્યાઓનાં નામ, વર્ણ, રસ, ગબ્ધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય વિશે સાંભળો. [૧૩૮૫] ક્રમશઃ વેશ્યાઓના નામ આ નીચે પ્રમાણે છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ, પદ્મ, અને શુકલ. [૧૩૮૬-૧૩૯૧] કૃષ્ણ લેશ્યાનો વર્ણ સ્નિગ્ધ, અથતું સજલ મેઘ, મહિષ શૃંગ, અરિષ્ટક, ખંજન, અંજન, અને નેત્રતારિકા જેવો કાળો હોય છે. નીલ લેગ્યાનો વર્ણ નીલ અશોક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ, અને સ્નિગ્ધ વૈડૂર્ય મણિ જેવો નીલ હોય છે. કાપોત લેશ્યાનો વર્ણ-અળસીના ફૂલ, કોયલની પાંખ, અને કબૂતરની ડોકના રંગ જેવો કાંઈક કાળો અને લાલ મિશ્રિત હોય છે. તેલયાનો વર્ણ હિંગલ ધાતુ-ગેર, ઉદયમાન તરુણ સૂર્ય પોપટની ચાંચ, દવાની જ્યોત જેવો લાલ હોય છે. પદ્મ લેશ્યાનો વર્ણ હરતાલ અને હળદરના ટુકડા જેવો તથા શણ અને અસનના ફૂલ જેવો પીળો હોય છે. શુક્લ લેગ્યાનો વર્ણ શંખ, અંક કુન્દ પુષ્પ, દૂધની ધાર, ચાંદીના હાર જેવો સફેદ હોય છે. [૧૩૯૨-૧૩૯૭] કડવી તુમડી, લીમડો, તેમજ કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે, તેથી અનન્તગણો કડવો કૃષ્ણ લેશ્યાનો રસ છે. ત્રિકટુ અને ગજપીપળનો રસ જેટલો તીખો હોય છે તેથી અનન્ત ગણો વધુ તીખો નીલ લેગ્યાનો રસ છે. કાચી કેરી અને કાચી કપિત્થનો રસ જેટલો ખાટો હોય છે તેથી અનન્ત ગણો ખાટો કાપોત વેશ્યાનો રસ છે. પાકી કેરી અને પાકા કપિત્થનો રસ જેટલો ખટમીઠો હોય છે તેથી અનન્ત ગણો ખટમીઠો તેજ લશ્યાનો રસ છે. ઉત્તમ શરાબ, ફુલોનો બનેલો અનેક પ્રકારનો દારૂ, મધુ, તેમજ સરકાનો રસ જેટલો ખાટો -કસેલો હોય છે તેથી અનન્ત ગણો વધુ ખાટોકસાલો પા વેશ્યાનો રસ હોય છે. ખજૂર, દ્રાક્ષ, ક્ષીર, ખાંડ અને સાકર, જેટલાં મીઠાં હોય તેથી અનન્ત ગણો વધુ મીઠો શુક્લ લેશ્યાનો રસ છે. [૧૩૯૮-૧૩૯૯] ગાય, કુતરાં, અને સાપના શબની દુર્ગધ કરતાં અનન્તગણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy