SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ સત્ર-૧૨ ઐશ્વર્યથી સંપન્ન છે, અતિવિશાળ છે એવા ભગવાનું સંઘસમુદ્ર નું સદા કલ્યાણ હો! [૧૨-૧૮]સમ્યગ્દર્શન રૂપ દઢ, શંકાદિ દૂષણ ન હોવાથી રુઢ, વિશુદ્ધયમાન અધ્યવસાયો ને કારણે ગાઢ, નવ તત્ત્વ અને ષડ્રદ્રવ્યમાં નિમગ્ન હોવાથી અવગાઢ એવી શ્રેષ્ઠ વજમય જેની ભૂપીઠિકા છે, ઉત્તર ગુણ-રત્નોથી સુશોભિત શ્રેષ્ઠ ધર્મ-મૂળગુણ રૂપ જેની સુવર્ણ મેખલા છે એવો સંઘ મેરુ–-નિયમરૂપ કનકમય શિલાતલ યુક્ત, અશુભ-વૃત્તિઓના ત્યાગથી નિર્મળ થયેલ ચિત્તરૂપ ઉંચા કૂટવાળા, શીલ-સૌરભથી સુરભિત સન્તોષ રૂપ મનોહર નંદનવન જેમાં છે એવો સંઘ-મે–જેમાં જીવદયા એજ કંદરાઓ છે, જે કુદાર્શનિક રૂપ મૃગોને પરાજિત કરનાર તેજસ્વી મુનિવર રૂપ સિહોથી આકીર્ણ છે, અન્વય-વયતિરેક હેતુ રૂપ નિષ્કન્દમાન ધાતુઓ જેમાં છે, જે શ્રત રૂપ રત્નો અને આમષદિ લબ્ધિરૂપ જડીબુટ્ટીઓથી દેદીપ્યમાન છે, એવો સંઘ મેરુ– સંવર રૂપ જળના વહેતા ઝરણાઓથી શોભાયમાન હારવાળા, મસ્તીમાં ઝૂમતા શ્રાવક જનરૂપ મયૂરોના મધુર શબ્દોથી જેમાં ગુંજી રહ્યા છે એવો સંઘ મેરુ–વિનય અને નયમાં પ્રવીણ મુનિવરો રૂપ વિજળીની ચમકથી જેના શિખરો સુશોભિત છે, ધર્મ રૂ૫ ફળ અને ઋદ્ધિરૂપ પુષ્પોથી યુક્ત, ગુણરૂપ જેમાં કલ્પવૃક્ષ છે, જે મુનિવરોના ગચ્છરૂપ વનથી વ્યાપ્ત છે એવો સંખ મેરુ સમ્યજ્ઞાન રૂપ શ્રેષ્ઠરત્નવાનું, દેદીપ્યમાન મનોહર નિર્મળ વૈડુર્યમણિ રૂપ ચૂલાથી જે યુક્ત એવા શ્રમણ સંઘ રૂપી સુમેરૂ ના માહભ્યને વિનયથી પ્રણમેલો હંદવવાચક) વંદન કરૂં છું. [૧૮-૧૯]અભિનંદન, સુમતિ પત્રપ્રભ, ચંદ્રપ્રભુ પુષ્પદંતસુવિધિ શીતળ શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમળ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્તમાન ને હું વંદન કરૂં .. [૨૦-૨૧ પ્રથમ ઈદ્રભૂતિ બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ત્યારપછી વ્યક્ત સુધમાં મંડિતપત્ર મૌર્યપુત્ર અકમ્પિત અચલભ્રાતા મેતાર્ય અને પ્રભાસ, આ અગીયાર ભગવાન મહાવીરના ગણધરો હતા. [૨૨] નિવણિપથના પ્રદર્શક, સર્વ ભાવના પ્રતિપાદક, અને કુદર્શનીઓનાં અભિમાનના મર્દક, જિનેન્દ્રભગવાન મહાવીરનું શાસન-પ્રવચન સદા જયવન્ત હો. [૨૩-૩૪] ભગવાન મહાવીરના પંચમ ગણધર અગ્નિ-વેશ્યાનગોત્રી સુધમસ્વામી, કાશ્યપગોત્રી જંબૂસ્વામી, કાત્યાયન ગોત્રીય પ્રભવ-સ્વામી, તથા વત્સગોત્રીય શર્માભવને વંદન કરું છું. તુંગિક-ગોત્રીયયશોભદ્ર, માઢરગોત્રીય સંભૂતિવિજયને પ્રાચીનગોત્રીયભદ્રબાહુ તથા ગૌતમ ગોત્રીય સ્થૂલભદ્રને વંદન કરું છું. એલાપત્યગોત્રીય આચાર્યમહાગિરિ અને સુહસ્તિને વંદન કરું છું. તતપશ્ચાત્ કૌશિક-ગોત્રીય બહુલમુનિ અને તેના સમાનવયવાળા બલિસ્યહને વંદન કરું છું. હારીત ગોત્રીય સ્વાતિને, હારીત ગોત્રીય શ્યામાર્યને વંદન કરૂંછું, કૌશિક ગોત્રી શારિડલ્ય તથા આર્યજીતધરને વંદન કરું છું. ત્રણ સમુદ્રો પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, દ્વીપ અને સમુદ્રોમાં પ્રામાણિકતા પ્રાપ્ત કરનાર ક્ષોભરહિત સમુદ્રની જેમ ગંભીર આર્યસમુદ્રને વંદન કરૂં . અધ્યયની, ધ્યાતા, જ્ઞાન, દર્શન, અને ચારિત્ર આદિ ગુણોને દિપાવનાર, તથા ધૃતસાગરના પારગામી, ધીર એવા આર્યમંગુને વંદન કરું છું. આર્ય ધર્માચાર્યને અને આર્ય શ્રી ભદ્રગુપ્તને વંદન કરૂંછું, તપ-નિયમ આદિ ગુણોથી સમ્પન્ન, વજસમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy