SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૩૪ ૩૪૧ ઉત્સુકતાના ત્યાગ અને ક્રોધાદિ દોષોના ત્યાગના કારણે શાંત-સૌમ્ય દ્રષ્ટિથીયુક્ત, મુનિનું મુખકમળ ખરેખર અતીવ શોભાસંપન્ન થઈને સુશોભિત થઈ રહ્યું છે. સૂત્રના જે બત્રીસ દોષો છે તેનાથી આ રસો ઉત્પન્ન થાય છે. આ નવ કાવ્યરસો શુદ્ધ પણ હોય છે અને મિશ્ર પણ હોય છે. આ રીતે નવનામનું વર્ણન પૂર્ણ થયું. [૨૩૫] હે ભગવન્! દશનામનું સ્વરૂપ કેવું છે ? દશ પ્રકારના નામો દશનામ કહેવાય છે. ગૌણનામ નોગૌણનામ આદાનપદનિષ્પન્નનામ પ્રતિપક્ષપદનિષ્પન્નનામ પ્રધાનપદનિષ્પનનામ અનાદિસિદ્ધાન્તનિષ્પનના નામનિષ્પનનામ અવયવનિષ્પનના સંયોગનિષ્પનનામ પ્રમાણનિષ્પન્નનામ. ગૌણ-ગુણનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ક્ષમાગુણથી યુક્ત હોય તેને “ક્ષમણ’ નામથી સંબોધિત કરવો. તપે છે તે તપન-સૂર્ય, પ્રજ્વલિત હોય તે જ્વલનવાય તે પવન. આ રીતે ક્ષમા, તપન, જ્વલન, પવનરૂપ ગુણોથી નિષ્પન હોવાને કારણે આ સર્વને ગૌણનામ સમજવા. આ ગોણનામ કહેવાય. નોગૌણનામ ગુણોની અપેક્ષા વગર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કુન્ત-શસ્ત્રવિશેષથી રહિત હોવા છતાં પક્ષીને “સકુન્ત’ કહેવું, મુગરહિત હોવા છતાં પેટીને “સમુદ્ગ” કહેવું, મુદ્રા-વીંટીથી રહિત હોવા છતાં સાગરને “સમુદ્ર કહેવું, પ્રચુર લાળથી રહિત હોવા છતાં પિયાર-ધાન્ય રહિત ઘાસને પલાલ” કહેવું, કુલિકા ભિત્તિ)થી રહિત હોવા છતાં પક્ષિણીને “સકુલિકા' કહેવું, પલમાંસનો આહાર ન કરવા છતાં વૃક્ષ વિશેષને ‘પલાશ' કહેવું, માતાને ખભાપર વહન ન કરવા છતાં માતૃવાહક એવું નામ રાખવું, બીજ ન વાવવા છતાં બીજવાપક એવું નામ રાખવું, ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીટ વિશેષને ઇન્દ્ર-ગોપ’ કહેવું. આ બધા નામ અગુણનિષ્પન્ન હોવાથી નોગાણનામ કહેવાય છે. આ પ્રમાણેનું નગૌણનામનું સ્વરૂપ છે. આદાનપદથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? આદાનપદનામ કોઈપણ અધ્યયનના આરંભમાં જે પદ હોય તે પદથી તે અધ્યયન નામ રાખવામાં આવે છે. જેમકે-આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં ઉચ્ચારિત “આવતી કેયાવંતી પદથી શરૂ થનાર અધ્યનનું નામ પણ “આવતી” રાખ્યું છે. ઉત્તરાધ્ય યનસૂત્રના ત્રીજાઅધ્યનના પ્રારંભમાં આવેલ “ચત્તારિ પરમંગાણિ દુલહાણી હજાણો' આ પદદ્વયથી તે અધ્યનનું નામ “ચાઉગિજ્જ રાખ્યું છે. ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનના પ્રારંભમાં “અસંખ્ય જીવિય મા પમાયએ કહ્યું છે તેનાથી “અસંખય’ તે નામ રાખ્યું છે. સૂત્રકતાંગસૂત્રનાં ૧૩માં અધ્યયનનાં પ્રારંભમાં “જહ સુત્ત તહ અત્યો’ કહ્યું છે તો ત્યાંના બે પદોના આધારે “અહતહ' તે નામ અધ્યયનનું છે. સૂત્રકતાંગસૂત્રના દ્વિતીયકૃતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પ્રારંભમાં પુરાકંડ અદ્દઇમ સુણેહ ગાથા આવેલ છે તેનાથી તે અધ્યયનના પ્રારંભમાં “માહણ કુલસંભૂઓ આસી વિપ્રો મહાસો જાયાઈ જણજમ્પિ જયઘોસો ત્તિ નામઓ” એવી ગાથા છે. તેના “જણ’ પદના આધારે આ અધ્યયનનું નામ “જણીય’ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૧ભા અધ્યનની પ્રથમ ગાથા ના ઉસુયાર’ પદથી આ અધ્યનનું નામ “ઉસુયારિજ્જ' રાખ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૭ મા અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાનાં “એલાં' પદના આધારે અધ્યયનનું નામ એલઇજ્જ રાખ્યું છે. સૂત્રકતાંગસૂત્રના અષ્ટમ અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાના “વીરિય’ પદના આધારે અધ્યનનું નામ “વીરિય” રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રના નવમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy